________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરાવ્યો. એ રીતે કુમારને રાજ્ય પર સ્થાપીને રાજાએ તેને ટુકામાં આ પ્રમાણે શિક્ષા આપી કે –“હે વત્સ જેમ પ્રજા મારું સ્મરણ ન કરે તેમ તું વજે.” પછી મંત્રી અને સામંત પ્રમુખને આદેશ કર્યો કે તમારે આ રાજકુમારની આજ્ઞા પાળવામાં તત્પર રહેવું, એની આજ્ઞા તમારે કદી ઓળંગવી નહિ અને મારાથી જે કંઈ અનુચિત્ થયું હોય તેની ક્ષમા કરવી,” એ રીતે કહી લોકેની અનુજ્ઞા મેળવીને સદ્દગુરૂની પાસે જઈ તેણે વ્રત ગ્રહણ કર્યું.
રાજયલક્ષમી અને પુત્ર, સ્ત્રી વિ. પરિગ્રહને ત્યાગ કરનાર તે રાજર્ષિ અત્યંત શેભવા લાગ્યા. જળને તજી દીધેલ મેઘની જેમ તે મુનીશ્વર પંચમહાવ્રતધારી, શાંત, દાંત, જિતેન્દ્રિય, પાંચસમિતિ સહિત, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, વિશુદ્ધ ધર્મના આશયવાળા, સદ્ધર્મની શ્રદ્ધાવાળા અને ધ્યાનમાં તત્પર, બાવીશ પરિષહોના સૈન્યને જીતનાર થોડા કાળ માં આગમન અભ્યાસી અને ગુણેથી મોટા થયા. તેમને તેવા ગુણગરિષ્ઠ સમજીને ગુરૂમહારાજે તેમને સૂરિપદપર સ્થાપીને આચાર્ય બનાવ્યા. પછી અનેક મુનિના પરિવાર સહિત તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
લલિતાંગકુમાર પણ રાજ્યની વિશાળ સામ્રાજ્ય સંપત્તિ પામીને સમસ્ત જનને હર્ષજનક થઈ પડયે, અને પિતાની પ્રજાને પુત્રવત્ પાળવા લાગ્યો. કહ્યું છે કે ઃ- શઠનું દમન, અશઠનું પાલન અને આશ્રિતનું ભરણપોષણ કરવું એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે, બાકી (જળ) અભિષેક, પટ્ટાબંધ અને વાળવ્યજન (ચામર, અન્ય પક્ષે વાલવ્યને તે વાળને દૂર કરવા