________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રોગ્ય લાગે તેને અર્પણ કરે. વળી આ કુળવધુ આપના ચરણનું પૂજન કરે છે, અને યથોચિત અનુજ્ઞાની ઈચ્છા રાખે છે તેને યાચિત આજ્ઞા કરો.” પછી આ પ્રમાણે બેલતા પુત્રને પિતાના બાહુપાશમાં લઈ વિશાળ વક્ષસ્થળ સાથે દઢ આલિંગન કરીને પૂર્ણ ચંદ્ર સમાન પુત્રનું મુખ જોઈ હર્ષિત થઈ તેના મસ્તક પર ચુંબન કરી તે રાજા સગદ્દગદ આ પ્રમાણે કહેવા લાગ્યા -
હે કુળદીપક વત્સ! તું એમ ન બેલ. સુવર્ણમાં કાળાશ કેઈ રીતે પણ આવે નહીં. પૂર્વ દિશાને ત્યાગ કરીને સૂર્ય પશ્ચિમ દિશામાં કદાપિ ઉદય પામે નહિ. કલ્પવૃક્ષ સમાન એવા તારા પર મેં જ અનુચિત આચર્યું હતું. પરંતુ કદાચ વૃદ્ધ ભાવથી મને મતિવિપર્યાસ થયા, પણ તારે આમ કરવું યુક્ત નહોતું. તારા વિયોગથી મને જે દુઃખ થયું છે તે દુઃખ શત્રુઓને પણ ન થાઓ. વળી તારે તે તેમાં કશી હાનિ થઈ નથી. કારણ કે હંસ તે જ્યાં જાય ત્યાં પૃથ્વીના ભૂષણરૂપ જ થાય છે. હાનિ તે માત્ર તે સરોવરને થાય છે કે જેને હંસાની સાથે વિયોગ થયો. વળી પિતા પુત્રને શિક્ષા આપે તેથી તે ઉલટ તે ગૌરવને પામે છે. કહ્યું છે કે“તમત્તારિત પુરા શિષ્ય શિક્ષિત | घनाहत सुवर्ण च, जायते जनमंडनम्" ॥
“પિતાથી તાડન પામેલ પુત્ર, ગુરૂથી શિક્ષિત થયેલ શિષ્ય અને ઘણથી આઘાત પામેલું સુવર્ણ મનુષ્યને શોભારૂપ થાય છે. વળી ઠપકા વિના આવું પુત્રનું માહાતમ્ય કેમ