________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
"
હું ફરી ત્યાં જઈ તે આમ્રવૃક્ષનુ ફળ લઈને મારે સ્થાને જઈશ.' એમ કહી તે ફળ શેઠને દઈને પેાપટ ઉડી ગયા. સાથે શ તે ફળ લઈને યત્નપૂર્વક તેની સભાળ કરી અનુક્રમે જયપુરમાં આવ્યા. ત્યાં પેાતાના સાને નગરની બહાર રાખી પાતે મનમાં વિચારવા લાગ્યા કે – આ ફળનું ભક્ષણ કરી મારે પેટ ભરવાપણાથી શું? પણ હું તેમ કરૂ કે જેથી જગત પર ઉપકાર થાય, માટે એ ફળ રાજાને આપું.' એ પ્રમાણે મનમાં વિચાર કરીને મુક્તાફળથી ભરેલા થાળ ઉપર તે આમ્રફળ રાખી તે ભેટણું લઈને સાથે શ રાજસભામાં ગયા. દ્વારપાળના નિવેદનથી તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ થાળ મૂકીને રાજને નમ્યા. રાજાએ તે ભેટછુ જોઇને વિસ્મય અને આદર પૂર્ણાંક તેને પૂછ્યું કે - હે સાથે શ ! આમાં આ આમ્રફળ કેમ મૂકયુ છે ? શુ આમ્રવૃક્ષ તે જેયેલ નથી ?” તે સાંભળીને સાથેશ ત્યા કે :-‘હે સ્વામિન્ ! આ ફળના પ્રભાવ સાંભળેા.’ એમ કહીને સાગરે તે ફળના બધા પ્રભાવ કહી બતાવ્યા. પછી રાજાએ પ્રસન્ન થઈને તેને સન્માન આપ્યુ, અને આન ગ્રંથી તેની જકાત માફ કરી. પછી રાજાએ વિચાર્યુ કે :-‘હુ એકલા જ આ ફળનું કેમ ભક્ષણ કરૂ? માટે મારી પ્રજા નિરાગી થાય તેમ કરૂ. આ પ્રમાણે વિચારી માળીને મેલાવી તેને શિખામણ આપીને રાજાએ તેને આમ્રફળ રાપવા માટે આપ્યુ, અને તેની રક્ષાને માટે પેાતાના માણસેા નીમ્યા. પછી તે માળીએ પણ સારા સ્થાને તે રાખ્યું, અનુકુમે તેને અંકુર ફૂટયા તે સાંભળીને રાજાએ ઉત્સવ કર્યાં, તથા પુત્રજન્મની જેમ રાજાએ
૩
33