________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
;
ખાલાવે છે. માટે તરત આવા ' તે સાંભળીને કુમાર તલવાર લઈ પલંગ પરથી ઉતરીને તરત ચાલવા તૈયાર થયે, એટલે હાથથી વજ્રને છેડા પકડીને તેની પ્રિયાએ કહ્યું કે:- હું પ્રિયતમ ! તમારા બિલકુલ ભેાળા સ્વભાવ છે, તમે રાજનીતિ જાણતા નથી, કે જેથી મધ્યરાત્રે વિચાર કર્યો વિના આમ એકલા ચાલતા થાઓ છે. નિપુણ પુરૂષે કાઇને પણ વિશ્વાસ ન કરવા. નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે:-રાના મિત્ર જૈન દ્રષ્ટ શ્રુત વા’ “રાજ કાઈ ના મિત્ર જોયા કે સાંભળ્યેા છે ?” “હે સ્વામિન્ ! તમારા સમસ્ત કાર્યો કરવામાં સજ્જન સમ છે, માટે અત્યારે તેને જ મેાકલેા.” આ પ્રમાણે પેાતાની પત્નીના વચન સાંભળીને કુમાર હિ ત થઈને વિચારવા લાગ્યે કે :- અહ્વા ! કેવી બુદ્ધિની પ્રૌઢતા ?’ એમ વિચારીને તે ચિત્તમાં ચમત્કાર પામ્યા. પછી તેણે ઘરના આંગણે સુતેલા સજ્જનને જગાડીને રાજા પાસે મેાકલ્ચા. તે પણ્ તિ થઈને રાજમહેલની અંદરના માગે ચાલ્યા. તે ત્યાં પહોંચ્યા તા તરત જ ગુપ્ત રહેલા રાજપુરૂષોએ તલવારના ઘાથી તેને અત્યંત ઘાયલ કર્યાં, તેથી તે ત્યાં જ પડી ગયા અને મરણ પામ્યા. તેણે કહેવતને ખરી પાડી કે – પેાતાનું ખગ પેાતાના પ્રાણનું ઘાતક પણ થાય છે.” તેનુ' અન્યને માટે ચિંતવેલું તેને પેાતાને શિરે જ આવી પડયું. તેના અકસ્માત મરજીથી થયેલા અવાજ સાંભળીને તેનું કારણ જાણવામાં આવતાં રાજપુત્રી સગાઇ કહેવા લાગી કે – “હે નાથ ! હૈ સરલ સ્વભાવી ! જે મારૂં કથન ન માન્યુ હોત, તા અત્યારે મારી શી દશા થાત? માટે હું આર્યપુત્ર ! પ્રભાતે આળસ મૂકીને -સજ્જ થઈ સૈન્ય સહિત તમારે નગરની બહાર જતું રહેવુ.”
૧૮