________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર છેડી દીધી. એટલા માટે હે પ્રિયતમ! હું આપને પુનઃ પુનઃ વારૂં છું. સુજ્ઞજને સ્ત્રીઓનું પણ સાનુકૂળ વચન તે માને જ છે. મુસાફર જને ડાબી બાજુએ રહેલ દુર્ગા (ચકલી)ની પણ શું પ્રશંસા કરતા નથી ? આ પ્રમાણેનાં પોતાની સ્ત્રીનાં વચન સાંભળીને કુમાર ચિત્તમાં ચમત્કાર પામે; તથાપિ કોલસાની સાથે કપૂરની પ્રીતિની જેમ તેણે તે અધમની સેબત મૂકી નહિ.
હવે કેટલેક કાળ ગયા પછી એકદા રાજાએ એકાંતમાં બેલાવી સજજનને પૂછયું કે “અરે સજજન! કુમારની અને તારી આવી અન્ય મિત્રાઈ શાથી થઈ? કુમારને દેશ કર્યો? જાતિ કઈ? માતાપિતા કેણ? તું કેણ અને કયાંથી આવ્યા છે? એટલે સજજને વિચાર્યું કે -કુમાર કોઈ વખત મારા પૂર્વના અકાર્યને સંભારીને મને ઉપદ્રવ કરશે, તેથી અત્યારે તેનું ઔષધ કરવાનો વખત છે.” એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જે પૂછવા લાયક ન હોય, તે ન કહેવું જ સારું છે. એટલે રાજાએ પુનઃ શંકા સાથે પૂછ્યું કે –“એટલે શું ? એમ સજજનને વારંવાર પૂછવાથી તે કંઈક હસવા લાગ્યો. પછી રાજાએ સેગન દઈને પૂછયું, એટલે સજજન કહેવા લાગે કે –“હે સ્વામિન્ ! આપને આગ્રહ જ છે તે સાંભળો -
શ્રીવાસપુરમાં નરવાહના નામે રાજા છે, તેને હું પુત્ર છું. આ મારો સેવક છે અને સ્વભાવે સ્વરૂપવાન છે. કેઈક સિદ્ધપુરૂષ પાસેથી વિદ્યા મેળવી સ્વજાતિની લજજાને લીધે ઘરને ત્યાગ કરીને દેશાંતરમાં ભમતે ભમતો તે અહીં આવ્યા છે. પૂર્વના ભાગ્યમે અહીં તે સંપત્તિને પામ્યો છે. હું મારા