________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ર૭
પિતાના પરાભવથી ભમતે ભમતે અહીં આવ્યો છું. એણે. મને જોઈને ઓળખી લીધો, અને “આ મારા મર્મને જાણનાર ." એમ ધારીને તે માટે અતિ આદર કરે છે આ પ્રમાણેના સજજનનાં વચનો સાંભળીને રાજ વ્યાકુળ થઈ વિચારવા લાગ્યા કે –“અહો ! આ કેવું અયોગ્ય થવા પામ્યું ? એણે મારી પ્રતિજ્ઞાથી બંધાયેલી મારી પુત્રી પરણીને મારૂં કુળ મલીન કર્યું, માટે આ પાપી જમાઈને હું ઘાત કરૂં. આ પ્રમાણે વિચાર કરી પોતાના સુમતિ પ્રધાનને બધી વાત કહીને કહ્યું કે-“એને નાશ કરો.” એટલે પ્રધાને કહ્યું કે હે સ્વામિન્ ! વિચાર વિનાનું કામ ન કરવું. કહ્યું છે કે –“સગુણ કે અપગુણ (સારું કે ખરાબ) કાર્ય કરતાં પ્રથમ પંડિતજને યત્નપૂર્વક તેના પરિણામનો વિચાર કર. કારણ કે બહુ જ ઉતાવળથી કરી નાખેલાં કાર્યોને વિપાક મરણ પર્યત શલ્યતુલ્ય થઈ હૃદયને બાળ્યા કરે છે. માટે તે સ્વામિન્ ! કંઈપણ અતિ ઉતાવળથી ન કરવું.” એટલે પ્રધાનના નિવારણથી રાજા મૌન. ધરીને રહ્યો.
એકદા રાત્રિએ હુકમ પ્રમાણે તાત્કાલિક કામ કરનારા સેવકને બેલાવીને રાજાએ આદેશ કર્યો કે:-“આજ રાત્રિએ મહેલના અંદરના રસ્તે જે કઈ એકાંકી આવે, તેને તમારે વિચાર કર્યા વિના ઠાર કર.” તેઓએ કહ્યું કે –“આપને હુકમ પ્રમાણ છે.” એમ કહીને તે લોકે રાત્રિએ ત્યાં જ ગુપ્ત. સ્થાનમાં રહ્યા. પછી રાત્રે કુમારને બોલાવવાને રાજાએ માણસ મેકલ્યો. તે સેવકે જઈને કુમારને કહ્યું કે –“હે સ્વામિન્ કાર્યની ઉતાવળથી રાજા તમને મહેલની અંદરને માગે એકલા.