________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હંસ નીચ કાગડાની સોબતના દોષથી મરણ પામ્યા. તે દષ્ટાંત આ પ્રમાણે છે
એક વનમાં પાણીમાં તરી નહીં જાણતો કેઈ કાગડો બગલાની સ્પર્ધાથી માછલા પકડવાની ઈચ્છાએ આકાશમાંથી નીચે ઉતરીને સરોવરમાં પેઠે, પરંતુ તે તરવાને અશકત હોવાથી શેવાલથી વીંટાઈ જઈ મરણના ભયથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને દુઃખ પામવા લાગ્યો. તેને તેવી અવસ્થામાં જઈને પાસે રહેલી હંસી દયાની લાગણીથી પિતાના પતિ રાજહંસને કહેવા લાગી કે - હે પ્રિય! જુઓ, આ કાગડો મરી જાય છે; તમે પક્ષીઓમાં ઉરામ તરીકે લોકેમાં વખણાએ છે, માટે એને કાંઠે લાવી જીવિતદાન આપે.” એટલે “બહુ સારૂં” એમ કહીને હંસ અને હંસીએ પિતાની ચાંચમાં તૃણ લઈને તેના વડે શેવાલનાં તતુ દૂર કરી તેમાં બંધાઈ ગયેલા કાગડાને બહાર કાઢો. પછી એક ક્ષણભર વિશ્રાંતિ લઈને કાગડાએ અત્યંત નમ્રતાથી પગે લાગીને હંસને નિમંત્રણ કર્યું કે હે હંસ ! તારા આ ઉપકારનો બદલો વાળવાની મારી ઈચ્છા છે, માટે મારા વનમાં આવીને મને સંતુષ્ટ કર.” હસે આ પ્રમાણે સાંભળીને પ્રિયાના મુખ સામે જોયું, એટલે તેણે પણ તેના રહસ્યને સમજીને એકાંતમાં આ પ્રમાણે કહ્યું, “હે પ્રાણનાથ ! એ વાત યુક્ત નથી. વળી વિચાર્યા વિના કંઈ પણ કાર્ય ન કરવું, તેમજ ગેડી પણ નીચની સંગતિ ન કરવી. કહ્યું છે કે – "सहसा विदधीतन क्रिया-मविवेक परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धा स्वयमेवसंपदः॥"