________________
૨૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હોય તે કહે.” એટલે તે ફરી બે કે –“હે દેવ! હું સત્ય જાણતું નથી. એટલે લલિતાંગકુમાર બાલ્યા કે - હે સજજન ! જેની આંખ કાઢી લેવાને તે પ્રયત્ન કર્યો હતે તેને કેમ ઓળખતે નથી ? આ પ્રમાણે સાંભળીને તે તરત જ લજજા, ભય અને શંકાના ભારથી દબાઈ જઈ નીચું મુખ કરીને બેસી ગયો. પછી તેને ખરાબ વેષ દૂર કરાવી, સ્નાન તથા ભજન કરાવી અને સારાં વસ્ત્ર પહેરાવી કુમાર તેને આ પ્રમાણે કહેવા લાગે –“હે સજજન ! જે દ્રવ્ય પિતાના સ્વજનના કામમાં ન આવે તેવા દ્રવ્યથી શું? એટલે તે સેવકાધમ અંતરમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે :-અહે! આ કુમારની નિષ્કારણ દયા કેવી છે ? કહ્યું છે કે -સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને સમરાંગણમાં જેને દર્ય હોય એવા ત્રિભુવનના તિલક સમાન કેઈ વિરલા પુત્રને જ જનની જન્મ આપે છે.”
પછી તે ત્યાં જ સ્વસ્થ થઈને રહ્યો એકદા કુમારે વાર્તા કરતાં તેને પૂછ્યું કે –“હે સજજન ! તારી આવી દુર્દશા કેમ થઈ એટલે સજજન બેલ્યો કે:-“હે સ્વામિન્ ! સાંભળે, તમને હું તેવી સ્થિતિમાં વટવૃક્ષની નીચે મૂકીને આગળ ચાલ્યો, એટલે રસ્તામાં ચારાએ મને લાકડી વિગેરેના પ્રહાર કરીને મારૂં બધું લુંટી લીધું. માત્ર પાપનું ફળ ભેગવવાને તેમણે મને જીવતે મૂકો. હે નાથ! મેં સાક્ષાત્ પિતાનાં જ પાપનું ફળ જોયું, અને તમે પણ સાક્ષાત્ તમારા પુણ્યનું ફળ જોયું. માટે ખરેખર ! ધર્મથી જ અવશય જય છે. તે સ્વામિન્ ! અદશ્ય મુખવાળા મને હવે દૂરથી જ વિસર્જન કરો. આ