________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જીતે એવા તથા લાવણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને સુંદર ચાતુર્યાદિ ગુણના એક પાત્રરૂપ તે કુમારને જોઈને પર મહર્ષ પામી, તેમજ સ્નેહવશ થઈ ગઈ એટલે રાજાએ તેને વિકારવશ થયેલી જોઈને કહ્યું કે - “સપુરૂષે પિતાના સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થને સાધે છે, સામાન્ય જને પિતાના સ્વાર્થને બાધા કર્યા વિના પરના અર્થને સાધે છે અને જેઓ પોતાના સ્વાર્થની ખાતર પરહિતને નાશ કરે છે, તે તે રાક્ષસ જેવા છે, પરંતુ જેઓ બાજન વિના બીજાના હિતને હણે છે તેમને તે શી ઉપમા આપવી તે સૂજતું જ નથી, હે ઉત્તમ બાલિકા ! આ પુરૂષોત્તમે તેને પોતાના ગુણેથી જ વશ કરી લીધી છે અને તે પણ એને પ્રગટ રીતે સ્વયમેવ પિતાને આત્મા સર્મપણ કર્યો છે. હું તે નિમિત્ત માત્ર છું. તું પતિ સહિત ઘણા કાળ સુધી જીવતી રહે, અને સુંદર ભેગ ભેગવ એજ હું ઈચ્છું છું.' પછી રાજાએ શુભ લગ્ન ચિત્ત વિત્તને અનુસાર સમગ્ર સામગ્રી પૂર્વક તેમને વિવાહમહત્સવ કર્યો, અને કુમારને રહેવા માટે એક મહર પ્રાસાદ આપ્યા. તથા દેશ, ભંડાર વિગેરે સપ્તાંગ રાજયના બે વિભાગ કરીને રાજાએ કુમારને અર્ધ રાજય સમર્પણ કર્યું. એટલે કુમાર પણ પોતાના પુણ્યના પ્રભાવથી ત્યાં પુપાવતીની સાથે કાવ્ય અને કથારસથી તથા ધર્મશાસ્ત્રના વિનેદથી દેશૃંદકદેવની જેમ સુખભેગ ભોગવવા લાગ્યો. પુણ્યથી બધું ઈચ્છિત પ્રાપ્ત થાય છે કહ્યું છે કે - બહે ચિત્ત ! તું ખેદ શા માટે કરે છે ? અને એમાં આશ્ચર્ય શું છે? જો મનહર અને સુંદર વસ્તુની તારે ઈચ્છા હોય તે પુણ્ય કર, કારણ કે પુણ્ય વિના ઈષ્ટની સિદ્ધિ થતી નથી. ત્રણે