________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પ્રમાણે સાંભળીને કુમાર મેલ્યેા :–જે મિત્ર! તું તારા મનમાં કાઈ જાતના વિકલ્પ કરીશ નહિ. તારી સહાયથી જ આ મધુ મને પ્રાપ્ત થયુ છે. જે એમ થયું ન હોત તે। મારૂ અહી આગમન કયાંથી થાત? અને કન્યા તથા રાજ્ય વિગેરેની પ્રાપ્તિ કેમ થાત ? માટે આ તારા જ ઉપકાર છે, તા હવે આ મારા રાજ્યમાં તુ સ` રીતે કૃતકૃત્ય થા અને પ્રધાન પદવી લઈ ને મને નિશ્ચિત કર.” પછી સજન ત્યાં સ્વસ્થ થઈને સુખે રહેવા લાગ્યા.
૨૩૪
એકદા સ્વભાવે ચતુર રાજપુત્રીએ તેની દુષ્ટતા ાણીને રાજપુત્રને કહ્યું કે:- હૈ સ્વામિન્! કુલીન સ્ત્રીઓએ પતિને શિખામણ આપવી એ જો કે ચેાગ્ય નથી તેા પણ આપ ભેાળા છે, તેથી કંઈક કહેવાની જરૂર પડે છે. હે નાથ ! આ સજ્જનની સ...ગત કરવી આપને ઉચિત નથી, જે એની ઉપર તમને સ્નેહુરાગ હોય તે તેને ધન યા દેશ આપે। પણ હે પ્રાણેશ! એની સેાખત તેા ન જ કરેા. સર્પને દૂધ પાવાથી તેના વિષના જ વધારો થાય છે. અગ્નિ તેજોમય છતાં લેાઢાના સંગથી તે ઘણુના માર સહન કરે છે. કહ્યું છે કે- તપેલા લેાઢા પર પડેલ પાણીનુ નામ પણુ જણાતું નથી, તેજ પાણી કમળના પત્ર પર રહેલ હાય તા માતી જેવુ' શાલે છે, અને સ્વાતિ નક્ષત્રમાં જો તે સમુદ્રમાંની શુક્તિ (છીપના) સ પુટમાં ગયેલ હાય તેના માતી પાકે છે; માટે પ્રાયઃ અમ મધ્યમ અને ઉત્તમ ગુણુ સહવાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી સજનાને નીચની સાખત સુખકર થતી નથી. વળી નીતિશાસ્ત્રમાં પણ એક દૃષ્ટાંત કહ્યું છે કે,