________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૧
ભુવનમાં વિજ્યવંત ખરેખર એક પુણ્યને જ પ્રભાવ છે કે જેના પ્રતાપથી દુર્વાર ઐરાવણ (શ્રેષ્ઠ હાથીઓ), પવન કરતાં અધિક વેગવાળા ઘડાઓ, સુંદર રથો, લીલાવતી સ્ત્રીઓ, વીં જાતા ચામરથી વિભૂષિત રાજ્યલક્ષમી, ઊંચા પ્રકારનું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની આ પૃથ્વી પરની સત્તા પ્રાપ્ત થાય છે.” હવે અહીં લલિતાંગકુમાર પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલ ભેગે ભેગવી ઘણા સુખમાં દિવસે પસાર કરવા લાગ્યા.
એકદા પોતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ કરતાં અકસ્માત્ તે અધમ સેવક સજજન કુમારના જેવામાં આવ્યો. કંઠ, આંખ અને મુખથી બીભત્સ, દુર્નિવાર ભુખથી મુખ અને પેટ જેના બેસી ગયાં છે એ, મલીન શરીરવાળે, ઘા પર બાંધેલા પાટાથી દૂષિત ગાત્રવાળે અને જંગમ પાપરાશિની જેવા દુચેષ્ટિત તે સેવકાધમને જોઈને અને બરાબર ઓળખીને કુમાર દયાથી ભીંજાયેલા મનથી ચિંતવવા લાગ્યો કે “અહો ! આ બિચારાની આવી દશા કેમ થઈ હશે? પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે – “પુરૂષને ફળ મળવું તે કર્માધીન છે.” અને બુદ્ધિ પણ કર્માનુસારિણી જ છે; તથાપિ સુજ્ઞજને સારી રીતે વિચાર કરીને જ કાર્ય કરવું, અહા ! દેવને ધિકકાર થાઓ.” આ પ્રમાણે વિચારી પોતાના સેવકે પાસે તેને બોલાવીને કુમારે કહ્યું કે “અરે મને ઓળખતા હોય તે કહે હું કે છું? એટલે ભયથી કંપતા શરીરે અને ગળતી આંખે તે સજન આ પ્રમાણે બેલ્યો કે - “હે સ્વામિનું! પૂર્વાચળના ઉંચા શિખર પર રહેલા સૂર્યને કોણ ન ઓળખે?” કુમાર બેલ્યો કે:-“આવા શંકાયુક્ત વાકયની જરૂર નથી, સત્ય જાણતો