________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સ્વજન થાય છે અને સમસ્ત પૃથ્વી તેને નિધાન અને રત્નથી પૂર્ણ થાય છે. વળી વનમાં, રણમાં, શત્રુ, જળ કે અગ્નિમાં, મહાસમુદ્રમાં અથવા પર્વતના શિખરપર, સુતા, પ્રમાદાવસ્થામાં કે વિષમાવસ્થામાં સર્વદા પૂર્વકૃત પુણ્ય મનુષ્યની રક્ષા કરે છે. કુમાર વિચારે છે કે “આ બધે ધર્મને જ પ્રભાવ છે, પરંતુ હવે ચંપાપુરી જઈને તે કન્યાને સ્વસ્થ કરૂં અને આ ભારંડ પક્ષી સાથે જ હું ત્યાં જાઉં, આ પ્રમાણે વિચાર કરીને તે વટવૃક્ષ પર આરૂઢ થઈ તે પક્ષીઓની પાંખમાં (પગ પકડીને) છુપાઈ રહ્યો. પછી સવાર થતાં તે પક્ષી ઉડીને ચંપાનગરીના ઉદ્યાનમાં ગયું, એટલે કુમાર તેની પાંખમાંથી બહાર નીકળી સરોવરમાં નાન કરીને અને સ્વાદિષ્ટ ફળને આહાર કરીને તે નગરી તરફ ચાલ્યા. માર્ગમાં પહેદ્રાષણ સાંભળતે તે નગરીના મુખ્ય દ્વાર આગળ આવ્યો. એટલે ત્યાં લખેલ એક શ્લોક તેના વાંચવામાં આવ્યું. "जितशत्रोरियं वाचा, मत्पुत्रीनेत्रदायिने । राज्यस्याघ स्वकन्यां च, प्रदास्यामीति नान्यथा" ॥
જિતશત્રુ રાજા એમ કહે છે કે-“મારી પુત્રીને જે નેત્ર આપશે તેને હું અર્ધ રાજ્ય અને સ્વકન્યા આપીશ, અન્યથા નહિ.” આ પ્રમાણેને શ્લોક વાંચીને અંતરમાં પ્રમુદિત થઈ તેણે નજીકમાં રહેલા માણસને આ પ્રમાણે કહ્યું- “હે લોકે ! તમે જઈને રાજાને કહે કે-એક વિદ્યાવાન્ સિદ્ધ પુરૂષ આવેલ છે, અને તે કહે છે કે હું તમારી પુત્રીને દિવ્ય નેત્રવાળી કરીશ”