________________
શ્રી પાર્શ્વનાથ ચસ્ત્રિ
લાગે – “! ભાગ્ય શું કરે છે? પરંતુ અત્યારે ભાગ્યને ઠપકો દેવાની જરૂર નથી, કંઈ પણ ઈલાજ કરવાની જરૂર છે.” પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે - “અહો પ્રજાજને! જિતશત્રુ રાજાની પુત્રીની આંખને જે સારી કરશે, તેને રાજા તે કન્યા તથા પિતાનું અધું રાજ્ય આપશે” તે સાંભળીને દેશાંતરથી વિવિધ ઉપાયો કરનારા આંખના વૈદ્ય આવ્યા અને વિધવિધ ઉપાયો કર્યા, પણ તેના નેત્રને કાંઈ આરામ થયો નહીં; એટલે રાજા ચિંતાથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. કહ્યું છે કે – "बिंदनाप्यधि का विता चिताचिंता समा न हि । चिंता दहति निर्जीव, चिंता जीवंतमप्यहो" ॥
ચિંતા ચિતા કરતાં એક બિંદુ (અનુસ્વાર) વડે અધિક છે, એટલે તે ચિતા સમાન નથી, અર્થાત્ તેમ કરતાં વધે તેમ છે, કારણ કે ચિતા તે મુએલાને બાળે છે, અને ચિંતા તે અહો! જીવતાને પણ બાળી મૂકે છે રાજા એ પ્રમાણે નગરમાં પટહશેષણ દરરોજ કરાવે છે, પરંતુ તેને પ્રતિકાર કરનાર કેઈ ન મળવાથી આવતી કાલે સવારે તે દુઃખથી દુઃખિત થઈને રાજા અને રાણી બંને ચિંતામાં પ્રવેશ કરનાર છે, પછી કેણ જાણે શું થશે ? માટે સવારે આપણે ત્યાં જેવા જઈશું.”
આ પ્રમાણે સાંભળી એક નાના બાળકે વિસ્મયથી પૂછયું કે - હે તાત! તેનાં નેત્ર સારાં થાય તેને માટે કંઈ મૃતકને બાળવા માટે ખડોલ કાષ્ટ સમૂહ.
R