________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૪
કર્યું. તેથી શું ધર્મનું મહાત્મ્ય ચાલ્યું ગયું ? કદાચ દ્રાક્ષ 'તરફ્ ઊંટ વાંકુ મુખ કરે, તેથી શું દ્રાક્ષની મીઠાશ ઓછી થઇ -જાય? માટે ધર્મ જ એક ખરા મિત્ર છે.’ આ પ્રમાણે સાંભળીને *ી તે અધમ સજ્જન કહેવા લાગ્યા કે –“ હું કુમાર ! તું મહા કદાગ્રહી છે, જેમ પૂર્વે કાઈ એક ગામડીઆ છેાકરાંને તેની માતાએ કહ્યું હતું કે :– હે વત્સ ! ગ્રહણ કરેલ વસ્તુ મૂકવી નહિ.’ એકદા તેણે એક મહા બળવાન બળદને પૂંછડામાં જોરથી પકડયા. તે બળદની ખૂબ લાતા ખાતા છતાં પણુ પૂડાને તેણે મૂકયું નહિ, એટલે માણસા મૂકી દે, મૂકી દે’ એમ કહેવા લાગ્યા; તા પણ પૂછડું તેણે ન જ મૂકયું. તેની જેમ તું પણ કદાગ્રહી છે. અને જો એક ગામવાળે કહ્યું તે પ્રમાણે ન હાય તા હજી બીજીવાર આપણે અન્ય ગ્રામજનાને પૂછી જોઈએ પણ કદાચ તે પણ તેવી જ રીતે કહે, તા તારે શી શરત? હવે તે આંખ કાઢી આપવી તે વિના ખીજી કાંઇ શરત કરવાની નથી.” કુમારે તે વચન પણુ અમથી સ્વીકારી લીધું. પછી તેમણે આગળના ગામજનાને પૂછ્યું, એટલે તેઓએ પણ ભવિતવ્યતાના નિયેાગથી પૂર્વ પ્રમાણે જ કહ્યુ. પછી તે રસ્તે પડયા એટલે સજ્જન ફ્રી મેલ્યા કે – “અહા કુમાર ! અહા ધર્મના એક નિધાન ! અહા વચનનું પાલન કરવામાં તત્પર ! મેટલ, હવે શું કરીશ ?” આ પ્રમાણેનાં તેનાં જેવા તેવા વચનાથી ધનુષ્ય પર ચડાવેલ બાણુની જેમ મનમાં વધારે ઉત્તેજિત થઈને તત્કાળ જંગલમાં એક વટવૃક્ષની નીચે જઈને કુમારે કહ્યું કેઃ−‘અહા ! વનદેવતાએ ! સાંભળેા, અહા! લેાકપાળા ! તમે સાક્ષીભૂત થાઓ અને ધર્મ જ એક