________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વ્યાધ (શિકારી)ની કથા : છે
| કઈ વનમાં એક વ્યાધ-શિકારી કાન સુધી બાણ ખેંચીને એક હરણીના વધને માટે દેડ. તે વખતે હરણ બેલી કે – હે વ્યાધ ! ક્ષણવાર ઉભે રહે ! કારણ કે ભૂખથી પીડાતાં મારાં બચ્ચાં મારી રાહ જોઈને આશાથી બેઠા છે, માટે હું” તેમને સ્તનપાન કરાવીને તરત તારી પાસે આવું, જે હું ન આવું તો મને બ્રાહ્મણહત્યાદિક પાંચ મહાપાતક લાગે.” શિકારી બે કે –“એવા સેગનનો મને વિશ્વાસ નથી. એટલે ફરી હરણી બેલી કે – હે શિકારી ! જે હું જલદી ન આવું તે વિશ્વાસથી પૂછનારને દુર્મતિ આપનાર જેટલું મને પાપ લાગે.* આથી તેણે હરણને મુક્ત કરી, એટલે તે પણ પોતાના બાળકોને સ્તન્યપાન કરાવીને તરત પાછી શિકારીની પાસે આવી, અને શિકારીને પૂછવા લાગી કે –“હે શિકારી ! તારા પ્રહારથી હું શી રીતે છુટી શકું?” એટલે શિકારીએ વિચાર કર્યો કે - “અહો ! પશુઓ પણ દુર્બુદ્ધિ આપવાના પાપથી ભય પામે છે, તે હું કેમ દુર્મતિ આપું ?” આ પ્રમાણે વિચાર કરીને તે બોલ્યો કે “હે ભદ્રે ! જે મારી જમણી બાજુથી નીકળી જાય. તે હું તને મૂકી દઉં.” એટલે તે હરણીએ તેમ કર્યું. તેથી તે. મુક્ત થઈ અને જીવતી પણ રહી. એટલા માટે સજજને. વિપત્તિમાં આવ્યા છતાં પણ પાપકર્મ કદાપિ કરતા નથી. હસ ભુખે થયે છતાં કુકડાની જેમ કૃમિ અને કીડાનું ભક્ષણ. કરતું નથી. ગુણ રહિત અને ક્ષણવિનાશી શરીરને ધર્મ જ શરણ છે. કદાચ ગ્રામજનોએ અજાણતાં ધર્મનું બહુમાન ન.