________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હું મૂર્ખ છું, પણ ધર્મ કેવો હોય તે તે કહો.” કુમારે કહ્યું-- હે દુરાત્મન ! સાંભળ“वचः सत्यं गुगै भक्तिः, शक्त्या दानं दया दम: । ગધ પુરતમા-દિપીતામુવાવ” |
સત્ય વચન, ગુરૂ ઉપર ભક્તિ, યથાશક્તિ દાન, દયા અને ઈદ્રિયદમન-એ ધર્મ અને એનાથી જે વિપરીત અને દુખકર તે અધર્મ” પુનઃ સજજન બેલ્યો કે-“સમયના બળે કોઈવાર અધર્મ પણ સુખકારક થાય છે અને ધર્મ દુઃખકારક થાય છે; જે એમ ન હોય તે અત્યારે તમે ધર્મિષ્ઠ છતાં પણ તમારી આવી અવસ્થા કેમ હોય? માટે આ સમય અધર્મને છે તેથી ચોરી વિગેરે કરીને પણ ધન ઉપાર્જન કરવું ઠીક છે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બેલ્યો કે-“અરે ! પાપિષ્ટ ! કાનને ન સાંભળવા લાયક એવું વચન તું ન બેલ; ધર્મથી જ જય થાય છે અને ધર્મ કરતાં છતાં જે કંઈ અજય થાય તે પૂર્વે બાંધેલા અંતરાય કર્મને વિપાક (ફળ) સમજ. વળી અન્યાયથી જે લક્ષમી મેળવવી તે ઘર બાળીને પ્રકાશ કરવા જેવું છે. એટલે ફરી તે અધમ સેવક બે કે“સ્વામિન્! આ જંગલમાં રૂદન જેવી વાત કરવાથી શું ? આગળના ગામમાં ગામજનોને પૂછીશું, પણ તેઓ જે અધર્મથી જય કહેશે તે તમે શું કરશે ?” કુમારે કહ્યું કે-“તે હું આ. મારી અશ્વાદિક બધી સામગ્રી તને આપીને છaગી સુધી હું તારો દાસ થઈને રહીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને ઉતાવળા