________________
થી પાર્શ્વનાથ ચરિત્ર
મહાદેવ વિષને, ચંદ્રમાં હરણને, સમુદ્ર વડવાનલને એ અરમ્ય છતાં આદતને મૂકતા તથી, તે પ્રિય વસ્તુની તે શી વાત કરવી ? વળી ચંદ્રમાં કલંક, પનાળમાં કાંટા, સમુદ્રમાં ખારૂ જળ, પંડિતમાં નિર્ધનત્વ, પ્રિયજનમાં વિયેગ, સુરૂપમાં દુર્ભગવ અને ધનપતિમાં કંજુસાઈ એમ ઉત્તમ વસ્તુઓને દૂષિત કરવાથી યમ ખરેખર રત્નદેષી છે. માટે હે કુમાર ! અંગીકાર કરેલ દાનવ્રતને તમારે ત્યાગ ન કરે. કારણ કે સમુદ્ર કદાચ પેતાની મર્યાદાને ત્યાગ કરે અને કુળપર્વતે કદાચ ચલાયમાન થાય, છતાં મહાપુરૂષ પ્રાણુતે પણ સ્વીકૃત વ્રિતને ત્યાગ કરતા નથી.”
આ પ્રમાણેની તે યાચકોની વાણી સાંભળીને લલિતાંગકુમાર વિચારવા લાગ્યું કે – “હવે મારે શું કરવું? આ તે ખરેખર વાઘ અને હુસ્તરી (ખરાબ નદી)નો ન્યાય ઉપસ્થિત થયો. એક બાજુ મારાથી પિતાની આજ્ઞા ઓળંગી શકાય તેમ નથી અને બીજી બાજુ અવર્ણવાદ થાય છે તે પણ સ્તર છે, માટે જેમ થવાનું હોય તેમ થાઓ.” એ રીતે વિચાર કરીને ફરી તેવી જ રીતે દાન દેવામાં પ્રવૃત્ત થયો. તે હકીકત જાણુને રાજા કુમાર ઉપર અત્યંત કે પાયમાન થયા અને તેના સેવકેની સાથે તેને રાજસભામાં આવવાનો નિષેધ કર્યો. એટલે તે અપમાનથી અંતરમાં અત્યંત ક્રોધથી યુક્ત થઈને કુમાર વિચારવા લાગે કે – “અહો મારે જેવું દાનનું વ્યસન છે, તેવી રાજ્યની ઈચ્છા નથી અને વળી જંતુઓને પ્રિયકર દાન દેતાં પિતાએ મારું અપમાન કર્યું છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી; હવે તે દેશાંતર ગમન કરવું તે જ યુક્ત છે. કહ્યું છે કે –