________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
દશાટન, પંડિતની મિત્રતા, વેશ્યાની સાથે સંસર્ગ, રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્ત્રોનું અવલેકન–એ પાંચ ચાતુર્યનાં મૂળ છે, માટે વિવિધ પ્રકારના ચરિત્ર જોઈ શકાય, સજજન અને દુર્જનની વિશેષતા જાણી શકાય અને પિતાની ખ્યાતિ થાય માટે પૃથ્વી પર વિચરવું-ફરવું એ જ છે.”
આ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રિએ એકાંત સાધી ગુપ્ત. રીતે ઘરથી બહાર નીકળીને એક શ્રેષ્ઠ ઘેડા પર બેસી કુમાર એક દિશા તરફ ચાલતે થયો. તે વખતે ઇગિતને જાણનાર પેલે અધમ સેવક સજ્જન પિતાના દૌર્જન્ય દોષથી તેની પાછળ ચાલ્યો. અનુક્રમે તે બંનેએ સાથે દેશાંતર જવા પ્રયાણ કર્યું એકદા રસ્તામાં કુમારે તેને કહ્યું કે-“હે સેવક! વિનોદ થાય તેવું કંઈક બેલ. એટલે તે બે કે- હે દેવ ! પુણ્ય અને પાપમાં શું શ્રેષ્ઠ? તે કહે ” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને કુમાર બે કે-“હે મૂખ ! આ તું શું ? તારું નામ સજજન છે, પણ ગુણથી તે તું દુર્જન લાગે છે, કારણ કે–ભૌમનું મંગળ નામ, વિષ્ટિ વિષયમાં ભદ્રાનામ, કણને ક્ષય કરનાર છતાં અતિવૃષ્ટિ નામ, અત્યંત તીવ્ર ફેટકાનું શીતળા નામ, રજપર્વ (હોળી)માં કહેવાતે રાજા, લવણમાં મિષ્ટ (મીઠું) શબ્દ, વિષમાં મધુર શબ્દ, કટકયુક્ત છતાં લક્ષમી અને વેશ્યામાં પાત્રત્વ આ બધાં માત્ર નામથી જ સારા છે, પણ અર્થથી નથી.” રે મૂઢ! ધર્મથી જય અને અધર્મથી જ ક્ષય એમ અબળા, નાના ગેપાળ અને હાલિક (ખેડુત) જને પણ સ્પષ્ટ કહે છે.” તે સાંભળીને સજ્જન બેલ્યો કે- હે દેવ સત્ય છે,