________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વત્સ ! રાજ્ય બહુ કાર્યોથી વ્યાપ્ત છે અને તું હજી બાળક છે. આ સપ્તાંગ રાજય મધુ તારૂ' જ છે; પરંતુ તે કરડીઆમાં રહેલ સાપની જેમ સાવધાનપણે ચિંતનીય છે, ફળેલા ખેતરની જેમ નિત્ય પ્રયત્નથી તે રક્ષણીય છે અને નવા બગીચાની જેમ તે વારવાર સેવનીય છે. રાજાએ કાઈ ના પણુ વિશ્વાસ ન કરવા. રાજા પેાતાના કાશ (ખજાના)થી જ પેાતાના સ્ક ંધને દઢ કરે છે. તેથી સ્વાર્થ સાધવામાં તત્પર રહેવું અને હાથી ઘેાડાદિ સેનાની વૃદ્ધિ કરવી. તુ પેાતે નિપુણ અને વિચક્ષણ છે. વળી દાનગુણ જો કે તારામાં સર્વોત્તમ છે, તથાપિ દાન ઘેાડુ' થાડુ' આપવું, તેમાં અત્યંત આસક્તિ રાખવી તે ઠીક નહિ, કહ્યું છે કે :–‘ બહુ હિમ પડવાથી વૃક્ષેા બળી જાય, બહુ વરસાદ વરસવાથી દુકાળ પડે અને અતિ આહાર કરવાથી અજીણુ થાય-માટે સત્ર અતિના ત્યાગ કરવા. વળી અતિ દાનથી અલીરાજા બંધનમાં પડયેા, અતિ ગવ થી રાવણ હણાયે અને અતિ રૂપથી સીતાનું હરણ થયું−માટે અતિ સત્ર વવું? બહુ કપૂરના ભક્ષણથી દાંત પડવાના સંભવ રહે છે, માટે દ્રવ્ય એકઠુ` કરવામાં પ્રયત્ન કરવા. જયાં સુધી દ્રવ્યના સમાગમ છે, ત્યાં સુધી જ સ્ત્રી અને પુત્રાદિ પરિવાર આપણેા છે. વિશુદ્ધ ગુણગણુ પણ દ્રવ્ય વિના નિષ્ફળ છે. માટે તારે જેમ તેમ દ્રવ્યને ઉડાડી ન દેવું,” આ પ્રમાણેના રાજાના ઉપદેશામૃતનુ હપૂર્વક પાન કરીને કુમાર હૃદયમાં ચિ'તવવા લાગ્યા કે - અહા ! હું ધન્ય છું કે મારા પિતા પોતે જ આમ પ્રત્યક્ષ મને વખાણે છે. એ તેા સુવર્ણ અને સુગધના મેળાપ જેવું છે. માબાપ અને ગુરૂના શિક્ષણ કરતાં લેાકમાં ખીજું અમૃત
6