________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સમજી શકાય છે, તેમ પૂર્વે કરેલ ધર્મ અદષ્ટ છતાં પ્રાપ્તસંપત્તિથી તેનું અનુમાન થઈ શકે છે. એટલા માટે સુજને તે ધર્મને મૂળભૂત ગણું તેને સિંચીને ભેગફળને વારંવાર ગ્રહણ કરે છે અને મૂઢજને તેને ઉછેરીને એકવાર ભેગફળ મેળવી લે છે. નિર્મળ કુળ, કામદેવ જેવું રૂપ, વિશ્વ (સર્વ)ને ભેગવવા લાયક અને અવ્યય એવું સૌભાગ્ય, વિકસ્વર લક્ષમીવિલાસ, નિર્દોષ વિદ્યા, કુરાયમાન કીર્તિ વિગેરે મનહર ગુણ ધમથી મેળવી શકાય છે. ધર્મને પક્ષપાત કરેલ હોય તો તે લલિતાંગકુમારની જેમ જયનિમિત્તે થાય છે, અને ધર્મની વિરૂદ્ધતા તેના નેકર સજજનની જેમ અનાથને માટે થાય છે. લલિતાંગકુમારની કથા :
આજ જંબુદ્વિીપમાં ભરત નામના ક્ષેત્રમાં શ્રીવાસ નામનું નગર છે ત્યાં અશેષ રાજાને પોતાના દાસ બનાવે એ નરવાહના નામે રાજા રાજ્ય કરતે હતો. તેને કમળ જેવા મુખવાળી કમળા નામની રાણી હતી. તે દંપતીને ડાહ્યો ધીમાન બહેતર કળામાં કુશળ અને શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં ચાલાક લલિતાંગ નામે પુત્ર હતા. તે દીપકની જેમ પિતાના કુળને અજવાળ હતે. વળી દીપકમાં તો કાળાશ હોય છે, પણ તે કુમારમાં તે લેશ પણ દોષ નહોતે. તે અવસ્થાએ નાને હતું, છતાં તેનામાં ગુણે મોટા હતા; કારણ કે માથે ‘ળા વાળ થાય તેથી મનુષ્ય વૃદ્ધ-મેટ ગણાય એવી માન્યતા ભૂલભરેલી છે, પણ યુવાન છતાં જે તે ગુણવાન હોય તો તેજ સ્થવિર–વૃદ્ધ છે એમ સમજવું.