________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિદ્વાન, પડિત, ન્યાયશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રમાં કુશળ, શ્રાવકધર્મમાં પ્રવીણ, રાજમાન્ય અને મહદ્ધિક હતા. તે, ધનિષ્ઠ હાવાથી રાજાનું પુરાહિતપણું કરતા હતા તથા પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા પણ પ્રતિદિન કરતા હતા તેને પતિવ્રતા, સદ્ધમચારિણી અને શીલરૂપ અલંકારને ધારણ કરનારી અનુદ્દા નામે પ્રાણપત્ની હતી. તે પતીને મરૂભૂતિ અને કૅમઢ નામના એ પુત્રા થયા હતા, તે નિપુણુ અને પડિત હતા. તેમાં મરૂભૂતિ પ્રકૃતિએ સરલ સ્વભાવી, સત્યવાદી, ધર્મિષ્ઠ, સજ્જન અને ગુણવાન હતા અને કમઠ દૃષ્ટ, લંપટ, દુરાચારી અને કપટી હતા. એક નક્ષામાં અને એક ઉદરમાં ઉત્પન્ન થયા હાય છતાં એરડીના કાંટાની જેમ માણસે પણ સમાન શીલવાળા થતા નથી ’ કમઠને અરૂણા નામની અને મરૂભૂતિને વસુધરાનામની પત્ની હતી તે અને એની સાથે શબ્દ, રૂપ, રસ, સ્પ અને ગધ–એ પાંચ વિષયા સ*બધી સુખભાગ ભાગવતાં તે અને ભ્રાતા સમય પસાર કરતા હતા.
અન્યદા વિશ્વભૂતિ પુરાહિત પેાતાના ઘરના ભાર બને પુત્રાને સાંપીને પેતે કેવળ જિનધર્મરૂપ સુધારસનાજ આસ્વાદ લેવા લાગ્યા. તૃષ્ણાના ત્યાગ કરીને વૈરાગ્યથી મનને એકાગ્ર રાખી સામાયિક અને પૌષધાદિક કરવા લાગ્યા અને કેટલાક વખત પછી વિવિક્તાચાય નામના ગુરુ પાસે અનશન અ'ગીકાર કરીને એકચિત્તે પથ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરતાં સ્વદેહના ત્યાગ કરી સૌધર્મ દેવલાકમાં દેવતા થયા. એટલે પતિવિયાગથી વ્યાકુળ થયેલી અનુષ્ઠેરા પણ ઉગ્ર તપ તપી મરણ પામીને વિશ્વભૂતિ દેવની દેવી થઇ. કમઠ અને મરૂભૂતિ