Book Title: Sanmati Prakaran
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/005361/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ '201 Sા cl!ડિટ રિ ૩ થિી કારણtJદેશ/ 2 . એ દિ.005ની સીજી હિટ હિંws ' (૨૮: ૩૦-૩૫ની ! 1ઈ-દિડેય ! સાવો) ellzy GIGI SICICUCI Mècil નું ડીપ 5.112 ણી - (2 SS Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ નીતિ પરમ પૂજ્ય તાર્કિકશિરોમણિ આચાર્યદિનેશ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી વિરચિત શઉત્પતિ પ્રણ (સરળ ગુજરાતી ભાવાર્થ-વિવેચન સાથે) : વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા જે : પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ - સુરત. : For Personal and Private Use Only Jain Educationa International Page #3 -------------------------------------------------------------------------- ________________ Cold Bીકણી : વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા) ففففففففففففففففففففففففففففف પ્રકાશક શ્રી જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર, ગંગાજમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (Gujarat, India) ફોનઃ (૦૨૬૧) ૨૭૮૮૯૪૩ - પ્રાપ્તિસ્થાનો • ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, ન્યુ રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. (Gujarat, India). ફોન : (૦૨૬૧) ૨૭૬૩૦૭૦, મો. ૯૮૯૮૩૩૦૮૩૫ ] • શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ.ગુજરાત) • સેવંતીલાલ વી. જૈન ડી-પર, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેક રોડ, મુંબઈ-૪. ફોનઃ (૦૨૨) ૨૨૪૦૪૭૧૭, ૨૨૪૧૨૪૪૫ • સોમચંદ ડી. શાહ સુઘોષા કાર્યાલય, જીવનનિવાસ સામે, પાલીતાણા-૩૬૪૨૭૦, મો: ૯૮૨૫૮૮૧૧૧૨. • સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના,રતનપોળ,અમદાવાદ. ફોનઃ (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ • જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ,અમદાવાદ-૧. ફોન:(૦૭૯) ૨૫૩૫૬૮૦૬ .: મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ] ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો: ૯૯૨૫૦૨૦૧૦૬ المتعفففففففففففففففف (વિક્રમ સંવત - ૨૦૬૪ ઈસ્વીસન - ૨૦૦૮ વીર સંવત - ૨૫૩૪ પ્રથમ આવૃત્તિ કિંમત રૂ. ૩૦૦/ افففففففففففففففففه Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ "मङ्गलाचरणम्" वन्देऽहं परमात्मानं, शङ्केश्वरविराजितम् । नतं देवेन्द्रवृन्देन, सर्वज्ञं जिनवाग्पतिम् ॥१॥ श्री गजगामिनी वीणा-वादिनी हंसवाहिनी । मयि सदा प्रसन्नाऽस्तु, निर्विजार्थं सरस्वती ॥२॥ वादिवृन्दविजेतारं, विक्रमनृपबोधकम् । संस्कृतवाग्विशेषज्ञं, जैनशासनरागिणम् ॥३॥ न्यायावतारशास्त्रादि-कर्तारं न्यायकोविदम् । सूरीशं सिद्धसेनाख्यं, वन्दे महोपकारिणम् ॥४॥ एकान्तपक्षभेत्तारं, अनेकान्तविसूचकम् । कृत्वा सन्मतितर्काख्यं, शास्त्रमिदं महोत्तमम् ॥५॥ उपकारः कृतो येन, कृपयाऽस्मादृशेषु यत् । मोहमहान्धकारेष्व-ज्ञानेषु निहता वयम् ॥६॥ अज्ञानतिमिरं भित्त्वा, सर्वज्ञजैनशासने । ज्ञानप्रभा कृता येन, तस्मै श्रीगुरवे नमः ॥७॥ श्रुतानुरागरक्तोऽहं, परोपकारहेतवे । तथा स्वस्मृतिबीजाय, श्रीमहर्षिगिरानुगम् ॥८॥ अनायाससुखोन्नेयं, कतिपयार्थबोधकम् । मृदु भाषानुवादेन, वच्मि किञ्चिदिद्विवेचनम् ॥९॥ स्खलनाऽत्र भवेद् या तु, तां क्षाम्यन्तु महोत्तमाः । दोषितोऽपि सदा बालो, क्षन्तव्यो हि गुरूत्तमैः ॥१०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ अहं तथैव बालोऽस्मि, गीतार्थगुरवस्तथा । वात्सल्यवारिसंपूर्णाः, क्षमाशीला दयालवः ॥११॥ ग्रन्थोऽयं दुर्गमोऽस्तीति, मत्त्वा कृतं विवेचनम् । सर्वैरिदं सदा पाढ्यं, यावच्चन्द्रदिवाकरम् ॥१२॥ आराध्यपादपूज्यश्री, अभयदेवसूरिभिः । मनोहरा कृता वृत्तिः, तत्त्वबोधविधायिनी ॥१३॥ विशेषार्थः कृतः पूज्य-जयसुन्दरसूरिभिः । ग्रन्थप्रवेशमार्गोऽयं, मृदुकृतो महोत्तमैः ॥१४॥ विदुषा सुखलालेन, संक्षिप्तार्थः प्रकाशितः । तथा बेचरदासेन, सोऽर्थो संमृज्य शोभितः ॥१५॥ परिपक्वीकृतो मार्गः इत्याद्यनेककोविदः । पादसञ्चारमात्रेण, गतिरस्तु ममात्र तु ॥१६॥ अनेकशास्त्रकारैर्हि, स्वशास्त्रेषु यथोचितः । साक्षीकृतो ह्ययं ग्रन्थः, तद्भूतोऽयं प्रभावकः ॥१७॥ मोहं त्यक्त्वा धृतिं धृत्वा, ऽध्येतव्योऽयं महाग्रन्थः । कल्याणमस्तु सर्वेषामिच्छामीति शुभाशिषा ॥१८॥ aw Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વલિ પ્રસ્તાવના પણ “ભારતની ભૂમિ” એટલે આર્યદેશ, આર્યક્ષેત્ર, ઉત્તમ સંસ્કારોથી સંસ્કૃત એવા મહાત્માપુરૂષોની ખાણ, આ ભૂમિ ઉપર અનેક ત્યાગી વૈરાગી વીતરાગી મહાપુરૂષો થયા છે. જૈન-જૈનેતર મહાત્માઓ, સંતો, યોગીઓ, વાદીઓ, પ્રતિવાદીઓ, કવિઓ તથા મોક્ષગામી આત્માઓ આ જ ભૂમિ ઉપર થયા છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા વિગેરે દેશો ધનાઢ્ય ભલે હોય, પરંતુ આર્યત્વના સુસંસ્કારોની સંપત્તિથી ધનાઢ્ય દેશ ભારત જેવો કોઈ જ નથી. અન્ય દેશોની રચના જ એવી છે કે જ્યાં સાધુ-સંતો-ત્યાગીઓ અને વૈરાગીઓ ન વિચરી શકે. તે કેવલ ભોગભૂમિ અને અર્થ-કામપ્રધાન દેશો છે. આ ભૂમિ ઉપર દાર્શનિક વૈજ્ઞાનિકો પણ ઘણા થયા છે. આત્મા-પુણ્ય-પાપકર્મ-ધર્મ-અધર્મ-પૂર્વભવ-પરભવ વિગેરે બાબતોમાં આધ્યાત્મિક ઊંડું ચિંતન-મનન કરનારા ઘણા દર્શનશાસ્ત્રીઓ પણ આ ભૂમિ ઉપર થયા છે. પોતપોતાની માન્યતા અનુસાર અનેક ધર્મશાસ્ત્રો-દર્શનશાસ્ત્રો પણ તેઓએ બનાવ્યાં છે. દરેકને પોતાનો અનુયાયી વર્ગ પણ મળી જ રહ્યો છે. આવા પ્રકારના અનેક દર્શનોમાં “જૈનદર્શન” નામનું એક સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠ દર્શન પણ છે. આ દર્શન સ્થાપનારા સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા હોવાથી સંપૂર્ણ નિર્દોષ અને પરિપૂર્ણ યથાર્થ દર્શન છે. અન્ય દર્શનોના કર્તા કણાદ-અક્ષપાદ-કપિલબુદ્ધ-બૃહસ્પતિ-જૈમીનિ ઇત્યાદિ ત્રષિમુનિઓ છે કે જેઓ છવસ્થ, રાગ-દ્વેષી અને અપરિપૂર્ણ જ્ઞાનવાળા છે. કોઈપણ એકબાજુ ઢળેલી દૃષ્ટિવાળા છે. તેથી જ કપોલકલ્પિત કલ્પનાઓ કરીને વસ્તુતત્ત્વનું નિરૂપણ કરનારાં તે દર્શનો છે. જ્યારે જગત જેવું સ્વાભાવિકપણે અનેકાન્તમય છે. તેવું અનેકાન્તમય સમજાવનારું આ જૈનદર્શન જ છે. એટલે જ તે દર્શન યથાર્થદર્શન છે. તીર્થંકરભગવંતો ચરમભવમાં ઘાતકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સૌથી પ્રથમ ધર્મદેશના આપનારા હોય છે. તેઓની આ પવિત્ર વાણીને શાસ્ત્રસંબદ્ધ કરીને જગતની સામે દોહરાવનારા અનેક મહાત્મા પુરૂષો થયા છે. અન્તિમ તીર્થંકરદેવ શ્રી મહાવીર પ્રભુની વાણીનો વિસ્તાર કરનારા ૧૧ ગણધરભગવંતો, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આદિ અનેક મહાત્મા પુરૂષો શ્વેતાંબર સંપ્રદાયમાં થયા છે. તથા દિગંબર સંપ્રદાયમાં પણ શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી સમતભદ્રજી, શ્રી વીરસેનજી, શ્રી નેમિચંદ્રજી, શ્રી અકલંકાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય ઈત્યાદિ અનેક સંતપુરૂષો થયા છે. આ સર્વે શાસ્ત્રકાર મહાત્માપુરૂષોમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી વધારે સુપ્રસિદ્ધ છે. જેઓ આ “સન્મતિપ્રકરણ”ના કર્તા છે. ગ્રન્થકારશ્રીનો સમય : આ ગ્રન્થના કર્તા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીનો સમય બહુ ચોક્કસપણે અને નિર્વિવાદપણે તો જાણી શકાયો નથી. કારણ કે તેઓશ્રીની કૃતિઓમાં ક્યાંય સમયનો ઉલ્લેખ નથી. પરંતુ નીચેના પ્રમાણભૂત પુરાવાઓથી વિક્રમ સંવત ૩૭૦ પછી થયા હોય એમ આધુનિક વિદ્વાનો માને છે એટલે ચોથા-પાંચમા સૈકામાં થયા હોય એમ તેઓની માન્યતા છે. (૧) વિક્રમ સંવત ૧૩૩૪ માં શ્રી પ્રભાચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના બનાવેલા “પ્રભાવકચરિત્રમાં” શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરની પરંપરા આ રીતે જણાવેલી છે - વિદ્યાધરાસ્નાયની શાખામાં પાદલિપ્તકુલ પરંપરામાં વીરનિર્વાણથી ૮૪૦ વર્ષ (વિક્રમ સંવત ૩૭૦મા વર્ષે) “માધુરી” વાચનાના પ્રણેતા શ્રી સ્કંદિલાચાર્યજી થયા. આ સ્કંદિલાચાર્યના શિષ્ય શ્રી વૃદ્ધવાદિસૂરિજી હતા (કે જેઓ સંસારીપણામાં મુકુંદ નામના બ્રાહ્મણ હતા.) તેઓના શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી થયા. આ પાઠના આધારે શ્રી સિદ્ધસેનસૂરિજી ૪/૫ સૈકામાં થયા હોય એમ અનુમાન કરાય છે. (૨) પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ અનેકાન્ત જયપતાકા નામના ગ્રંથમાં “વૃત્ત વાવિમુર શ્રીમવાદિના સંમતિવૃત્તો', તથા “સતિવૃત્તિવાહિતા" આવા પાઠો આપીને કહ્યું છે કે સન્મતિ પ્રકરણ ઉપર શ્રી મલ્લવાદિજીએ ટીકા બનાવી છે. તથા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “આપ્તમીમાંસા” ઉપરની અષ્ટસહસ્ત્રી ટીકાના વિવરણમાં લખ્યું છે કે - इहार्थे कोटिशो भङ्गा, निर्दिष्टा मल्लवादिना । मूलसन्मतिटीकायामिदं दिङ्मात्रदर्शनम् ॥ ઉપરના બધા પાઠો જોતાં શ્રીમલ્લવાદિજીએ સન્મતિ પ્રકરણ ઉપર અવશ્ય સંસ્કૃતટીકા બનાવેલી હોવી જોઈએ. હવે પ્રભાવકચરિત્રમાં પૂ. પ્રભાચંદ્રસૂરિજી વીરનિર્વાણથી ૮૮૪મા વર્ષે વિક્રમ સંવત ૪૧૪મા વર્ષે) બૌદ્ધોને અને બૌદ્ધવ્યંતર દેવોને શ્રી મલવાદીજીએ જીત્યા આમ સ્પષ્ટ જણાવેલ છે. હાલ તો શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ મલ્લવાદીજીએ બનાવેલા ગ્રંથોમાંથી માત્ર એક દ્વાદશાનિયચક્ર ગ્રન્થ જ મળે છે. તે પણ ટીકાગ્રન્થોના આધારે, મૂલગ્રન્થરૂપે તો નષ્ટપ્રાય જ થયેલો છે. તેથી તેઓએ બનાવેલી સન્મતિની ટીકા તો મળે જ ક્યાંથી ? પરંતુ શ્રી પ્રભાચંદ્રસૂરિજી પાસે તે કાલે કોઈ મજબૂત પ્રમાણો હશે કે જેના આધારે વીરનિર્વાણથી ૮૮૪મા વર્ષમાં શ્રી મલ્લવાદિજી થયાનો ઉલ્લેખ તેઓએ કર્યો છે. હવે જો શ્રી મલ્લવાદિજી વિ.સં. ૪૧૪ માં વર્ષમાં બૌદ્ધોને જિતનારા થયા હોય અને તેઓએ સન્મતિપ્રકરણ ઉપર સંસ્કૃત ટીકા બનાવી હોય. તો સન્મતિપ્રકરણ બનાવનાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મ.સા. વિ.સં. ૪૧૪ પહેલાં થયેલા હોવા જોઈએ. એટલે કે વિ.સં. ૩૭૦ થી ૪૧૪ માં અર્થાત્ ૪/૫ સૈકામાં થયેલા હોવા જોઈએ. (૩) પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પોતાના બનાવેલા “પંચવસ્તુ” નામના ગ્રન્થમાં કહ્યું છે કે – भण्णइ एगंतेणं, अम्हाणं कम्मवाय णो इहो । ण य णो सहाववाओ, सुयकेवलिणा जओ भणियं ॥१०४७॥ आयरियसिद्धसेणेण, सम्मईए पइट्ठिअजसेणं । दूसम-णिसा-दिवागर-कप्पत्तणओ तदक्खेणं ॥१०४८ ॥ સન્મતિપ્રકરણને બનાવનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીને શ્રુતકેવલી કહેનારા અને દૂષમ આરારૂપી રાત્રિમાં સૂર્યસમાન કહેનારા એવા શ્રી હરિભદ્રસૂરીશ્વર ઉપર શ્રી સિદ્ધસૂરીશ્વરજીની કૃતિઓનો પરમપ્રભાવ પડેલો હોવો જોઈએ. તેથી શ્રી હરિભદ્રસૂરિજીથી ૩૦૦/૪૦૦ વર્ષો પૂર્વે તે શ્રી સિદ્ધસેનસૂરિજી થયા હોવા જોઈએ. (૪) શ્રી જિનદાસગણિએ નંદિસૂત્ર ઉપર ચૂર્ણિ બનાવેલી છે. તેનો રચનાસમય વિ.સં. ૭૩૩ જણાવેલ છે તે જ શ્રી જિનદાસગણિએ નિશીથસૂત્રની પણ ચૂર્ણિ બનાવી છે. તેમાં ઘણી જગ્યાએ “સન્મતિપ્રકરણનો ઉલ્લેખ કર્યો છે. दंसणगाही-दंसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयसंमतिमादी गेण्हंतो असंथरमाणे जं अकप्पिअं पडिसेवति जयणाते, तत्थ सो सुद्धो अपायच्छित्ती भवइ (નિશિથચૂર્ણિ-ઉદેશ-૧) दंसणप्पभावगाण सत्थाणं सम्मदियादिसुत्तणाणे य जो विसारदो णिस्संकियसुत्तत्थोत्ति वुत्तं भवति सो य उत्तिमट्ठपडिवन्नो, सो य जत्थ खित्ते ठिओ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ (૮) तत्थंतरा वा वेरजं मा तं सुत्तत्थं वोच्छिज्जंतुत्ति, अओ तग्गहणट्टया पकप्पंति વેરનવિરુદ્ધસંજમાં ડં (નિશિથસૂર્ણિ) સિદ્ધિવિનિશ્ચય અને સન્મતિપ્રકરણ ગ્રંથોને શાસનપ્રભાવક ગ્રન્થ તરીકે ઉલ્લેખ કરતા અને તે ગ્રંથોનો અભ્યાસ કરતા મહાત્મા પુરૂષો જયણાપૂર્વક અકલ્પનીય આહાર ગ્રહણ કરે તો પણ અપ્રાયશ્ચિત્તવાળા થાય. આવું કથન કરનારા જિનદાસગણિજી બીજા પાઠમાં જણાવે છે કે આવા દુર્ગમ ગ્રન્થોનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં સંક્રમણ કરે તો પણ દોષ ન લાગે. કારણ કે તેનાથી આવા સૂત્રાર્થોનો વિચ્છેદ ન થાય. શ્રી જિનદાસગણિજી ઉપર શ્રી દિવાકરસૂરિજીના ગ્રન્થોનો ઘણો ઊંડો પ્રભાવ પડેલો હોવો જોઈએ. તો જ આવું વિધાન કરે તેથી તેઓશ્રીથી ૩૦૦/૩૫૦ વર્ષ પૂર્વે શ્રી સિદ્ધસેનસૂરિજી થયા હોવા જોઈએ. તેથી ૪/૫ સૈકામાં થયા હોય એમ ઉપરોક્ત પાઠોના આલંબનથી કલ્પના કરાય છે. પ્રશ્ન - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વિક્રમરાજાના પ્રતિબોધક તરીકે જૈનસમાજમાં પ્રસિદ્ધ છે. તેથી વિક્રમના ૪/૫ સૈકામાં થયા હોય આવું કેમ બને ? અને જો ચોથા પાંચમા સૈકામાં જ થયા હોય તો વિક્રમરાજાના સમકાલીન અને તેમના પ્રતિબોધક કેમ કહેવાય? ઉત્તર તમારી વાત ઠીક છે. પરંતુ ઉજ્જૈયિણી નગરીમાં વિક્રમ નામના ઘણા રાજા થયા છે. વિક્રમ સંવત ચલાવનારા વિક્રમ રાજા કે જેમનું બીજું નામ બમિત્ર હતું. તેઓએ વીરનિર્વાણથી ૪૫૩ મા વર્ષે શકોને હરાવીને ગર્દભિલ્લરાજાને મારીને ઉજ્જૈયિણી નગરીનું રાજ્ય લીધું, ૧૭ વર્ષ ગાદી ઉપર રહી બરાબર વીરનિર્વાણથી ૪૭૦ મા વર્ષે વિક્રમ સંવત ચલાવી છે. ત્યારબાદ બરાબર ૪૦૦ વર્ષ આસપાસ આ જ ઉજ્જૈયિણીનગરીમાં બીજા વિક્રમરાજાનું રાજ્ય હતું. તેના સમકાલીન તથા તેના પ્રતિબોધક આ સિદ્ધસેનસૂરિજી હતા. જો આમ ન કલ્પીએ તો શ્રી પ્રભાચંદ્રસૂરિજીએ પ્રભાવકચરિત્રમાં શ્રી સ્કંદિલાચાર્યનો વીરનિર્વાણથી જે ૮૪૦ મા વર્ષે માથુરીવાચનાનો ઉલ્લેખ કર્યો છે. તે સંગત થાય નહીં. તેથી વિ.સં.ના ચોથા સૈકાનો અંતકાલ અને પાંચમા સૈકાનો પ્રારંભકાલ, એ આ સૂરિજીનો કાલ હતો. એમ આધુનિક વિદ્વાનોનું માનવું છે. છતાં આગમિકપરંપરા એમ જણાવે છે કે વિક્રમસંવતનો પ્રારંભ કરનારા જે વિક્રમરાજા હતા. તેના જ પ્રતિબોધક આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી હતા. તેથી તેઓશ્રી પ્રથમ સૈકામાં થયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર, સન્મતિપ્રકરણ જેવા દર્શનપ્રભાવક ગ્રન્થોના રચયિતા જેમ શ્રી સિદ્ધસેનસૂરિજી થયા છે. તેવા જ વિશેષાવશ્યકમહાભાષ્ય, અને વિશેષણવતી જેવા દર્શનપ્રભાવક ગ્રન્થોના કર્તા શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી પણ તે જ અરસામાં થયા છે. છતાં તે બન્નેમાં કોઈ કોઈ બાબતમાં વિચારભેદ હતો. કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગની બાબતમાં આ બન્ને આચાર્યો પોતપોતાના ગ્રન્થોમાં ઘણું જ ઊંડાણ લઈ જાય છે. તેથી સહેજે પ્રશ્ન થાય છે કે આ બન્નેમાં પહેલું પછી કોણ ? શ્રી જિનભદ્રગણિજી છટ્ટા-સાતમા સૈકામાં થયા હોય એમ લાગે છે. શ્રી જેસલમેરના ભંડારમાંથી શ્રી જિનવિજયજીને મળેલી હસ્તલેખિતપ્રતમાં જણાવ્યું છે કે વિ.સં. ૬૬૬ મા વર્ષે વલ્લભીપુરમાં વિશેષાવશ્યક ભાષ્ય નામનો ગ્રન્થ સમાપ્ત થયો. આ પાઠ જોતાં શ્રી સિદ્ધસેનજી પૂર્વવર્તી અને શ્રી જિનભદ્રગણિજી પશ્ચાદ્વર્તી હોય એમ અનુમાન કરાય છે. શ્રી જિનભદ્રગણિજી આદિ કેટલાક આચાર્યો આગમિકપરંપરાને અનુસરનારા હતા. અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી આદિ બીજા કેટલાક આચાર્યો તર્કપ્રધાન દૃષ્ટિવાળા હતા. વસ્તુનું સ્વરૂપ એક જ હોવા છતાં પણ જેમ નિશ્ચયનયની દૃષ્ટિએ અને વ્યવહારનયની દૃષ્ટિએ સાપેક્ષપણે વસ્તુ સ્વરૂપ ભિન્ન ભિન્ન જણાય છે તેવી જ રીતે આગમિકપરંપરાને અને તાર્કિકપરંપરાને અનુસરવાના કારણે ઉપરોકત આચાર્યોમાં સાપેક્ષપણે દૃષ્ટિભેદ હતો. ક્રમોપયોગવાદ-સહોપયોગવાદ અને અભેદોપયોગવાદનો વિવાદ તે કાલે પણ ચાલતો હોવો જોઈએ. પરંતુ આ ચર્ચા તે કાલે મુખપાઠરૂપે જ હશે એમ લાગે છે. તે ચર્ચાને શ્રી સિદ્ધસેનસૂરિજીએ આ ગ્રન્થના બીજા કાંડમાં તર્કશૈલીથી આલેખી હોય અને તેના પ્રત્યુત્તરરૂપે શ્રી જિનભદ્રગણિજીએ વિશેષણવતીમાં આ ચર્ચા આલેખી હોય એમ લાગે છે. તર્કશૈલીવાળાને આગમપાઠનો વિરોધ આવવાનો ભય રહે છે. પરંતુ તર્કશૈલીથી સિદ્ધ થતા અર્થને સંગત કરવા શાસ્ત્રપાઠોના અર્થોનો નયભેદે ભિન્ન ભિન્ન અર્થ કરીને બન્નેની સંગતિ કરી હોય એમ જણાય છે. તેવી જ રીતે આગમિકપરંપરાને અનુસરનારા આચાર્યોએ તર્કશૈલીથી સિદ્ધ થતા અર્થની નયભેદની વિવક્ષાથી સંગતિ કરી હોય એમ જણાય છે. શ્રી જિનદાસગણિજીએ પ્રાકૃતભાષામાં સંસ્કૃત ભાષાથી મિશ્ર ઘણી ચૂર્ણિઓ બનાવી છે. તેઓ ૧. જુઓ પંડિતજી શ્રી સુખલાલભાઈના લખાયેલા સન્મતિપ્રકરણના ગુજરાતી વિવેચનમાં પ્રસ્તાવનાની અંદર પાના નંબર ૬૮. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આગમિકપરંપરાને વધારે અનુસરનારા હતા. છતાં સન્મતિપ્રકરણ આદિ ગ્રન્થોના અભ્યાસથી શ્રી સિદ્ધસેનસૂરિજી આદિ ગ્રન્થકર્તાઓ ઉપર પણ ઘણા જ બહુમાન અને અહોભાવવાળા હતા. તે વાત તેઓના લખેલા પાઠોમાંથી જણાય છે. શ્રી સિદ્ધસેનસૂરિજીનો જીવનકાલ પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, અને ચતુર્વિશતિપ્રબંધ ઈત્યાદિ ગ્રન્થોનો આધાર જોતાં જણાય છે કે “વિદ્યાધર” નામની આમ્નાયમાં અનુયોગધર શ્રી સ્કંદિલાચાર્ય વીરનિર્વાણથી ૮૪૦ મા વર્ષે (વિ.સં. ૩૭૦ મા વર્ષે) થયા. કે જેઓ માથુરીવાચનાના પ્રણેતા હતા. તથા તેઓશ્રી પાદલિપ્તસૂરિજીની કુલ પરંપરામાં થયા. તે શ્રી સ્કંદિલાચાર્યજીના શિષ્ય શ્રી વૃદ્ધવાદિસૂરિજી હતા. જેઓ વિચરતા વિચરતા ઉજજૈયિણી નગરીમાં પધાર્યા. તે કાલે તે નગરીમાં વિક્રમરાજા રાજ્ય કરતા હતા. તથા તે જ ગામમાં “સિદ્ધસેન” નામના એક વિદ્વાન બ્રાહ્મણ પણ રહેતા હતા. કે જેમના પિતા દેવર્ષિ અને માતા દેવશ્રી હતાં અને તેઓનું કાસ્યાયનગોત્ર હતું. આ સિદ્ધસેનબ્રાહ્મણે શ્રી વૃદ્ધવાદિસૂરિજીનું “આ આચાર્ય મહાવિદ્વાન છે. તર્કવાદી પુરૂષ છે” આવું નામ સાંભળેલું. તેથી ગામમાં આવેલા આ આચાર્યશ્રી કોઈ પ્રયોજન વશથી ગામની બહાર જતા-આવતા હતા ત્યારે તેઓને નહીં ઓળખીને શ્રી સિદ્ધસેન બ્રાહ્મણે આચાર્યશ્રીને પુછ્યું કે જૈનોના આચાર્ય શ્રી વૃદ્ધવાદિજી કોણ છે ? અને હાલ તે ક્યાં છે ? આચાર્યશ્રીએ કહ્યું કે કેમ ભાઈ ! તારે તેઓનું શું કામ છે ? સિદ્ધસેન બ્રાહ્મણે કહ્યું કે “મારે તેઓની સાથે વાદવિવાદ કરવાનો ઘણા સમયથી મનોરથ છે” વૃદ્ધવાદિજીએ કહ્યું કે તે હું જ છું. બ્રાહ્મણે કહ્યું કે બહુ જ સારું, ચાલો આપણે વાદ કરીએ, તેઓને જીતવાની ઘણા સમયથી મારી ભાવના છે. તે આજે સફળ થશે. સૂરિજીએ કહ્યું કે “રાજ્યસભામાં વાદ કરીએ” ત્યાં રાજા અને વાદ સાંભળનારા સભ્યો હોવાથી ન્યાય મળે. બ્રાહ્મણે કહ્યું કે ના, અહીં જ વાદ કરીએ અને અત્યારે જ વાદ કરીએ. તેથી સૂરિજીએ ત્યાં હાજર રહેલા ગોવાળીઆઓને જ “સભ્ય” તરીકે થાપીને વાદ ચાલુ કરવા બ્રાહ્મણને કહ્યું. સિદ્ધસેનબ્રાહ્મણે “સર્વજ્ઞ નથી” આ પ્રકારનો પૂર્વપક્ષ સંસ્કૃત ભાષામાં અનેક યુક્તિ-પ્રયુક્તિથી સિદ્ધ કર્યો. સંસ્કૃત ભાષા હોવાથી ગોવાળીઆઓ કંઈ સમજ્યા નહીં. તેની સામે પ્રતિવાદ સ્વરૂપે ગોવાળીઆઓ સમજે તેવી ભાષામાં શ્રી વૃદ્ધવાદીજીએ રાસ લેતાં લેતાં યુક્તિ-પ્રયુક્તિપૂર્વક “સર્વજ્ઞની સિદ્ધિ કરી” તેઓની વાણીથી સિદ્ધસેન બ્રાહ્મણ તથા ગોવાળીઆઓ બહુ જ ખુશ ખુશ થયા. ગોવાળીઆઓએ આચાર્ય તરફ ન્યાય આપ્યો. એટલે સિદ્ધસેન બ્રાહ્મણે પોતાની Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પ્રતિજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે દીક્ષા લેવાની અને તેઓના શિષ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આચાર્યશ્રીએ વિધિપૂર્વક જૈનીયદીક્ષા આપી “શ્રીકુમુદચંદ્ર” એવું નામ આપ્યું. સિદ્ધસેન બ્રાહ્મણ હવે કુમુદચંદ્રમુનિના નામે ઓળખાવા લાગ્યા. સંસ્કૃતપ્રાકૃત ભાષાના તો તેઓ પ્રખરપંડિત હતા જ, પરંતુ હવે આચાર્યશ્રી પાસેથી જૈન સિદ્ધાન્તનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. જૈનદર્શનના શાસ્ત્રોમાં પારંગત થયા. કાલાન્તરે સૂરિજીએ તેઓને આચાર્યપદ આપ્યું અને “સિદ્ધસેનસૂરિજી” એ નામે ઘોષિત કર્યા. વર્ષો પછી ગચ્છનો બધો ભાર શ્રી સિદ્ધસેનસૂરિજી ઉપર નાખી શ્રી વૃદ્ધવાદિસૂરિજી અન્યત્ર વિચરવા લાગ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી દીક્ષાના પૂર્વકાલથી જ વિક્રમરાજાના પરિચિત હતા, અને દીક્ષા પછી વિશેષ પરિચિત થયા. રાજા પણ શ્રી સિદ્ધસેનજીના પરિચિત હતા. એક વખત શ્રી સિદ્ધસેનસૂરિજી રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા. ત્યારે વિક્રમરાજાએ તેઓને જોયા. શ્રી સિદ્ધસેનસૂરિજી ન જાણે તેવી રીતે ગુપ્તપણે રાજાએ સૂરિજીને પ્રણામ કર્યા (વંદના કરી). પરંતુ શ્રી સિદ્ધસેનજી રાજાના હાવભાવ ઉપરથી તે બધું કળી ગયા. અને ઉત્તરમાં “ધર્મલાભ” આપ્યો. તે સાંભળી ખુશ થયેલા વિક્રમરાજાએ એક કરોડ સુવર્ણટંક સૂરિજીને આપવાની ઘોષણા કરી. સૂરિજીએ કહ્યું કે અમે જૈન સાધુ છીએ, પરિગ્રહના ત્યાગી છીએ, અમારે આ ન ખપે. તમને ઠીક લાગે તેમ ધર્મકાર્યમાં તેનો ઉપયોગ કરો. રાજા સમજી ગયો અને તેણે તે રકમ સાધારણ ખાતામાં આપી સાધર્મિકોને મદદ કરી તથા જૈન મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ' સૂરિજી વિચરતા વિચરતા ઉજૈયિણી નગરીથી ચિત્તોડ ગઢ તરફ પધાર્યા. ત્યાં ચિત્રકુટ પર્વતની એકબાજુએ એક સ્તંભ જોયો. તે સ્તંભ પત્થરન, લાકડાનો કે માટીનો ન હતો. પરંતુ બારીકાઈથી જોતાં ઔષધિઓનો બનેલો છે એમ જાણ્યું. બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને વિરોધી ઔષધિઓ દ્વારા તે થાંભલામાં છિદ્ર (કાણું) પાડ્યું, તેમાં હજારો પુસ્તકો જોયાં. તેમાંથી એક પુસ્તક લઈ એક પાનું ખોલી પંક્તિમાત્ર વાંચવા માંડી. તેનાથી સૂરિજીને સુવર્ણસિદ્ધિયોગ તથા સર્ષામંત્ર પ્રાપ્ત થયા. તેટલામાં શાસનદેવીએ સૂરિજી પાસેથી તે પુસ્તક લઈ લીધું અને છિદ્ર પણ બંધ કરી દીધું. શ્રી સિદ્ધસેનસૂરિજી ચિત્રકુટથી વિહાર કરી કર્મારગામમાં પધાર્યા, ત્યાં દેવપાલ નામનો રાજા હતો. રાજાએ સૂરિજીનું સુંદર સ્વાગત કર્યું. સૂરિજીએ ધર્મોપદેશ આપીને રાજાને ધર્મી બનાવ્યો. રાજા સૂરિજી ઉપર ભક્તિભાવવાળો Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૨) બન્યો. એક વખત કામરુદેશના વિજયશર્મા રાજાએ દેવપાલ ઉપર ચઢાઈ કરી. મોટા સૈન્ય દ્વારા દેવપાલને ઘેરી લીધો. દેવપાલ ગભરાયો. સૂરિજીના શરણે ગયો. હવે તમે જ રક્ષણકર્તા છો એમ કહીને ચરણશરણ થયો. સૂરિજીએ ગભરાઈશ નહીં એમ કહીને સુવર્ણસિદ્ધિ યોગથી ઘણું ધન અને સર્ષાવિદ્યાથી મોટું સૈન્ય સર્યું. તેનાથી દેવપાલરાજાએ વિજયશર્માને હરાવ્યો. દેવપાલરાજા સંકટમાંથી બચ્યો. તેથી સૂરિજી ઉપર પ્રસન્ન થઈને સૂરિજીને “દિવાકર” ના નામથી ઉદ્ઘોષિત કર્યા. શત્રુઓના ભયરૂપી અંધકારનો નાશ કરવામાં આ સૂરિજી દિવાકર=સૂર્યસમાન છે. આવા આશયથી અપાયેલા આ ઉપનામથી આ સૂરિજી ત્યારથી દિવાકરના નામે જ વધારે પ્રસિદ્ધ થયા. આજે સમસ્ત જૈન સમાજ શ્રી સિદ્ધસેનસૂરિજીને “શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી” ના નામે જ જાણે છે અને કહે છે. શ્રી સિદ્ધસેનસૂરિજીના વિક્રમરાજા તો ભક્ત હતા જ, હવે દેવપાલ રાજા પણ ભક્ત થયા. આમ રાજાઓના ભક્તિભાવથી સૂરિજી આચારપાલનમાં કંઈક શિથિલ થવા લાગ્યા. પાલખીમાં બેસીને રાજમંદિરે જવું-આવવું ચાલું થયું. માનની માત્રા વધવા લાગી. સૂરિજી રાજમાન્ય હોવાથી કોઈ કંઈ કહી શકતું નહીં. આ વાત ગુરુજી શ્રી વૃદ્ધવાદિસૂરિજીએ જાણી. જીવને હિતોપદેશ આપી માર્ગે લાવવા જોઈએ એમ વિચારી, વેશ બદલીને વૃદ્ધવાદિજી કર્માનગરે આવ્યા. વૃદ્ધવાદિસૂરિજીએ સરસ્વતીકંઠાભરણ આદિ અનેક પ્રકારની બિરૂદાવલી બોલાવતા સેવકો વડે વહન કરાતી પાલખીમાં બેઠેલા શ્રી સિદ્ધસેનજીને જોયા. ત્યાં આવીને દિવાકરસૂરિજીને કહ્યું કે હું તમારી પ્રસિદ્ધિ સાંભળીને આવ્યો છું. આ એક શ્લોકનો અર્થ મને સમજાવો. દિવાકરજીએ કહ્યું કે ભલે, તે શ્લોક કહો. વૃદ્ધવાદિજીએ તે શ્લોક આ પ્રમાણે ગાયો - अणफुल्ली फुल्ल म तोडहु, मन आरामा न मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडह काई वणेण वणू ॥१२॥ શ્રી સિદ્ધસેનજીને આ અપભ્રંશભાષાના શ્લોકનો અર્થ કંઈ બેઠો નહીં. ત્યારે કહ્યું કે બીજું કંઈક પુછો. ગુરુજીએ કહ્યું કે ના, તમારું નામ ઘણું સુપ્રસિદ્ધ છે. તમારા જેવા પાસેથી મને આ શ્લોકનો અર્થ ન મળે તો બીજા કોના પાસેથી મળે ? તમે ફરીથી વિચારો. સિદ્ધસેનજીએ ઘણો વિચાર કર્યો પણ તે શ્લોકનો અર્થ બેઠો નહીં. ત્યારે કહ્યું કે તમે જ આ શ્લોકનો અર્થ સમજાવો. (મને બરાબર સમજાતો નથી). ત્યારે શ્રી વૃદ્ધવાદિજીએ કહ્યું કે – Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સાંભળો, સાવધ થાઓ, જીવનરૂપ નાનકડાં કોમળ ફૂલવાળી આ માનવભવની કાયાના જીવનાંશ રૂપ ફૂલોને તું રાજસત્કાર અને તેનાથી પ્રાપ્ત થતા માનસન્માનથી ન તોડ, યમ નિયમ સંયમ આદિ રૂપ મનના આરામોને (બગીચાઓને) ભોગવિલાસ દ્વારા ન ભાંગ. ન મોડ, મનના સગુણોરૂપી પુષ્પો વડે નિરંજનદેવની પૂજા કર. તું સંસારરૂપી વનમાંથી નીકળીને રાજસત્કારાત્મક બીજા વનમાં કેમ ભટકે છે ? ગુરુજીએ ભુલેલાને માર્ગે લાવવા આવા પ્રકારના અનેક અર્થો આ શ્લોકના કહ્યા. ગુરુજીએ કરેલા આ અર્થો સાંભળીને સિદ્ધસેનજી પીગળી ગયા. મનમાં વિચાર્યું કે મારા ગુરુ વિના આવા અર્થો કોણ જાણે ? જરૂર મને પ્રતિબોધવા ગુપ્ત વેશે મારા ગુરુજી જ આવ્યા હોય એમ લાગે છે. પાલખીમાંથી ઉતર્યા. ગુરુજીને બરાબર ઓળખ્યા. પગે પડ્યા. ક્ષમા માગી. મોહ અને અજ્ઞાનવશ મેં આપની અવજ્ઞા કરી મને ક્ષમા આપો ક્ષમા આપો. ગુરુજીએ કહ્યું કે વધારે સત્ત્વવાળા જાણી મેં તમને સંપૂર્ણ જૈનસિદ્ધાન્ત ભણાવ્યો. પણ મંદ જઠરાગ્નિવાળાને જેમ વિશિષ્ટ રસવાળું ભોજન પચે નહીં તેમ તમને જૈનસિદ્ધાન્ત પચ્યો નહીં તો બીજાની વાત તો કરવી જ શું ? માટે આવા સ્વચ્છંદમાર્ગથી પાછા ફરી સન્માર્ગે પાછા આવો. સાધુતાને ન છાજે તેવો રાજસત્કાર અને માનમાત્રા છોડી દો. મારા આપેલા શાસ્ત્રોને પચાવો. ચિત્રકુટના સ્તંભમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક શાસન દેવીએ લઈ લીધું. તે યોગ્ય જ કર્યું હતું. કારણ કે તેને પચાવનારા યોગ્ય ત્યાગીઓ આ કાળે નથી જ. શ્રી સિદ્ધસેનજી પોતાની ભૂલ સમજી ગયા. પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુજીએ યોગ્ય પ્રાયશ્ચિત આપ્યું. શિષ્યનો ઉપકાર કરી અન્યત્ર વિહાર કરી ગુરુજી સ્વર્ગે સિધાવ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી રાજસત્કાર અને માનમાત્રા ત્યજી નિર્મળ સંયમ પાળતા ભૂમિ ઉપર વિચરવા લાગ્યા. શ્રી સિદ્ધસેનસૂરિજી સંસ્કૃત ભાષાના શોખીન અને તેમાં પાવરધા હતા. પ્રાકૃતભાષા પ્રત્યે તેટલો આદરભાવ ન હતો. તેથી પ્રાકૃતમાં રચાયેલા જૈનવામયને સંસ્કૃત ભાષામાં ઉતારવાનો મનમાં વિચાર કર્યો. તેઓએ આ વિચાર સંઘ સમક્ષ કહ્યો. સંઘના આગેવાન લોકો વિચારમાં પડ્યા. વિચાર કરીને શ્રી સિદ્ધસેનસૂરિજીને કહ્યું કે “તમારા જેવા આચાર્યોને પ્રાકૃતભાષા પ્રત્યે અરોચકતા હોય તો અમારા જેવાની વાત તો કરવી જ શું ? ચૌદપૂર્વો સામાન્ય માણસો માટે અગમ્ય હતાં. એટલે તો આચારાંગાદિ શેષ અંગો ગણધરભગવંતોએ પ્રાકૃત ભાષામાં રચ્યાં. બાલ, સ્ત્રી, મૂઢ અને મંદબુદ્ધિવાળાના અનુગ્રહ માટે આ આગમો પ્રાકૃતમાં રચ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૪) તમે તેઓની આશાતના કરી છે. તેથી તમારે સ્થવિરો પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. સ્થવિરોએ આ દોષ દૂર કરવા “પારાંચિત” પ્રાયશ્ચિત્ત આપ્યું. પારાચિત પ્રાયશ્ચિત્ત” એટલે કે સાધુનો વેશ છુપાવી, ગચ્છનો ત્યાગ કરી, બાર વર્ષ સુધી દુષ્કર તપ કરવાનું. તેના વિના આવા દોષની શુદ્ધિ ન થાય. તેમાં એક જ અપવાદ છે કે તે બાર વર્ષ દરમ્યાન જૈનશાસનની મહાન પ્રભાવના થાય એવું જો કોઈ વિશિષ્ટ કામ થાય તો મુદત પુરી થયેલા પહેલાં તે ભૂલ કરનારને પોતાના મૂલસ્થાન ઉપર લઈ શકાય. સ્થવિરોની આ વાત સાંભળી સરળસ્વભાવી અને આત્માથી એવા શ્રી સિદ્ધસેનસૂરિજીએ પોતાનો સાધુવેશ ગુપ્ત રાખી ગચ્છને છોડ્યો અને શાસનપ્રભાવના કરવાના હેતુથી વિચરવા લાગ્યા. આમ કરતાં કરતાં સાત વર્ષો તો વીતી ગયાં. ઉજૈયિણી નગરીમાં આવ્યા. રાજમંદિરે જઈને દ્વારપાલને કહ્યું કે તું મારા તરફથી રાજાને આટલા સમાચાર આપ. दिदृक्षुर्भिक्षुरायातो वारितो द्वारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किमागच्छतु गच्छतु ॥१४॥ તમારા દર્શનની ઈચ્છાવાળો એક ભિલુક હાથમાં છે ચાર શ્લોકો જેને એવો આવેલો છે. પરંતુ દ્વારપાલોએ રોકવાથી બારણે ઉભેલો છે. આપ કહો તો તે આવે કે તે પાછો જાય ? આ સાંભળી ગુણગ્રાહી રાજા ખુશ થયો. દિવાકરજીને અંદર બોલાવ્યા. રાજમાન્ય આસન ઉપર બેસાડ્યા અને ચારે શ્લોકો ગાવાનું કહ્યું. अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१६॥ આપના વડે આવી અપૂર્વ ધનુર્વિદ્યા ક્યાં શિખાઈ ? કે જે ધનુકલામાં માર્ગણોનો સમૂહ (યાચકોનો સમૂહ તથા બાણોનો સમૂહ સામે આવે છે. અને ગુણ (ગુણો અથવા ધનુષ્યની દોરી) દૂર દૂર દિશાન્તર સુધી જાય છે. ખરેખર તો બાણોનો સમૂહ દૂર જવો જોઈએ, તેને બદલે તે સામે આવે છે. અને દોરી પાસે રહેવી જોઈએ તે દૂર દૂર જાય છે. (યાચકોનો સમૂહ નજીક આવે છે અને ગુણો દૂર દૂર જાય છે.) अमी पानकुरङगाभाः, सप्तापि जलराशयः । यद्यशोराजहंसस्य, पञ्जरं भूवनत्रयम् ॥१२७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હે રાજન ! તમારા યશરૂપી રાજહંસને પીવા માટે આ સાત સમૂદ્રો કચોળાં જેવા છે અને તેને રહેવા માટેનું ત્રણ જગત એ જાણે પાંજરૂં છે. આવા પ્રકારના ભાવવાહી ચાર શ્લોકો શ્રી સિદ્ધસેનસૂરિજીએ કહ્યા. રાજા પોતાની પ્રશંસા સાંભળી ઘણો ખુશ થયો. રાજાએ કહ્યું કે જે સભામાં તમે છો તે સભા પણ ધન્યધન્ય છે. તેથી તમે અહીં જ રહો. આ રીતે શ્રીસિદ્ધસેનસૂરિજી અને રાજા વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એક વખત શ્રી સિદ્ધસેનજી રાજાની સાથે કુંડગેશ્વર નામના મહાદેવના મંદિરમાં ગયા. પરંતુ અંદર જતાંની સાથે જ સૂરિજી પાછા ફર્યા. રાજાએ કહ્યું કે તમે અમારા દેવનું અપમાન કર્યું. અમારા દેવને પ્રણામ કેમ ન કર્યા ? સૂરિજીએ કહ્યું કે હે રાજન્ ! આ દેવ મારા પ્રણામને સહન કરી શકશે નહીં. રાજાએ કુતુહલવશ કહ્યું કે ચાલો, તમે નમસ્કાર કરો, શું થાય છે તે હું જોઉં. જે કંઈ થાય તેની જવાબદારી મારી. જે કંઈ આકસ્મિક ઉત્પાત આવે તેની જવાબદારી (જોખમદારી) રાજા ઉપર મુકીને શ્રી સિદ્ધસેનસૂરિજી શિવલીંગ સામે બેસીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારબાદ અનેક પ્રકારની સ્તુતિ કરતાં કરતાં કલ્યાણમંદિરની રચના કરી. તે સ્તોત્રની ૧૧મી ગાથા બોલતાં જ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા. તેમના પ્રભાવથી શિવલિંગમાંથી પ્રથમ ધૂમાડો નીકળ્યો, આગ પ્રગટી, શિવલિંગ ફાટ્યું અને છેવટે અંદરથી અવન્તિપાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રસંગથી રાજા પ્રતિબોધ પામ્યો. ઘણા મહોત્સવ સાથે રાજાએ સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યો. સૂરિજીએ ધર્મોપદશે આપી જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરી તેથી શ્રી સંઘે પ્રસન્ન થઈને સૂરિજીનાં શેષ પાંચ વર્ષો માફ કર્યાં અને અજ્ઞાતવાસમાંથી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીના સ્વરૂપે બહાર પ્રગટ થયા. પછી રાજાને પરિપૂર્ણ જૈનધર્મી બનાવી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાત તરફ આવતાં રસ્તામાં ઘણા ગોવાળીઆઓ મળ્યા. તેઓએ ધર્મ સમજવાની ઈચ્છા વ્યક્ત કરી. દિવાકરજીએ ગોવાળીઆઓ સમજે તેવી ભાષામાં તાલપૂર્વક ગાતાં ગાતાં પ્રાકૃતભાષામાં નીચે મુજબ એક રાસડો બનાવ્યો. न वि मारिआइ, न वि चोरिअइ, परदारह संगु निवारिअ । थोवाह वि थोवं दाअइ, वसणि दुगु दुगु जाइयइ ॥१६१ ॥ કોઈને મારવા નહીં, પારકી વસ્તુની ચોરી કરવી નહીં. પરસ્ત્રીનો સંગ કરવો નહીં થોડામાંથી પણ થોડું દાન કરવું. જેથી દુ:ખ બમણી બમણી ગતિએ ચાલ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જાય. ગોવાળીઆઓ સૂરિજીના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા. તેમની સ્મૃતિ માટે ગોવાળીયાઓએ ત્યાં જ “તાલરાસક” નામનું ગામ વસાવ્યું. સૂરિજીએ ત્યાં સુંદર જિનાલય બનાવરાવીને ઋષભદેવપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી વિહાર કરીને સૂરિજી ભરૂચ નગરમાં આવ્યા. ત્યાં ધનંજય નામનો રાજા હતો તે જૈન હતો. સૂરિજી પાસેથી વધારે વધારે ધર્મપરિણામી થયો. તેથી તે રાજા સૂરિજી ઉપર ઘણા જ પૂજ્યભાવવાળો થયો. એક વખત તેના ઉપર બીજા દુશ્મન રાજાએ ચઢાઈ કરી. દુશ્મનોથી તે ઘેરાઈ ગયો અને ગભરાયો, સૂરિજીના શરણે આવ્યો. સૂરિજીએ સર્ષપવિદ્યાથી મોટું સૈન્ય રચ્યું તેની સહાયથી આ રાજા દુશ્મનોને હરાવી શક્યો. આ રીતે આ સૂરિજી સેનાને સિદ્ધ કરી શકતા હતા. તેથી તેઓનું “સિદ્ધહેન" એ નામ સાર્થક થયું. ધનંજય રાજાએ આ સૂરિજી પાસે દીક્ષા લીધી. ત્યારબાદ સૂરિજી દક્ષિણાપથ તરફ વિચર્યા. પ્રતિષ્ઠાનપૂરમાં પધાર્યા. યોગ્ય શિષ્યને પોતાના સ્થાને બેસાડી અનશન આદરી સ્વર્ગે સિધાવ્યા. તે નગરથી કોઈ ચારણ વિશાલાનગરીમાં આવ્યો ત્યાં રહેલાં સૂરિજીનાં સંસારી બહેન “સિદ્ધશ્રીજી” નામનાં સાધ્વીજી મહારાજશ્રીને તે મળ્યો. તેણે સંસ્કૃતમાં અર્ધા શ્લોક ગાયો ભાવાર્થ સમજીને બાકીનો અર્ધો શ્લોક સાધ્વીજી મહારાજશ્રીએ પૂર્યો. स्फुरन्ति वादिखद्योताः, साम्प्रतं दक्षिणापथे । नूनमस्तंगतो वादी, सिद्धसेनो दिवाकरः ॥१७५ ॥ ત્યારબાદ સાધ્વીજી મહારાજશ્રી પણ આરાધના કરવાપૂર્વક કાલક્રમે સ્વર્ગવાસી થયાં. આ પ્રમાણે પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ અને ચતુર્વિશતિપ્રબંધ ગ્રન્થોના આધારે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના જીવન વિષેની કેટલીક વાત કહી. શ્રી દિવાકરજીની સાહિત્યરચના શ્રી સિદ્ધસેનસૂરિજીનાં બનાવેલાં ન્યાયાવતાર, કાત્રિશદ્ધાત્રિશિકા, સન્મતિપ્રકરણ અને કલ્યાણમંદિર સ્તોત્ર હાલ મળે છે. બીજુ સાહિત્ય હાલ કંઈ ઉપલબ્ધ હોય, એવું અમારા જાણવામાં નથી. બત્રીસ બત્રીસિકા પણ સંપૂર્ણ ઉપલબ્ધ નથી. ૨૧ બત્રીસિકા ઉપલબ્ધ છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાષ્ઠ વિદ્વાન હતા. સંસ્કૃત ભાષા જ વધારે પ્રિય હતી. તેથી લગભગ બધું જ સાહિત્ય સંસ્કૃતમાં જ બનાવ્યું છે. ફક્ત એક આ સન્મતિ પ્રકરણ જ પ્રાકૃત ભાષામાં બનાવ્યું છે. તે પણ શુદ્ધ પ્રાકૃત ભાષા જ માત્ર. શૌરસેની કે પૈશાચી ભાષાનો બીલકુલ ઉપયોગ કર્યો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ન્યાયાવતાર ગ્રંથમાં પ્રમાણોની ચર્ચા અને પરાર્થાનુમાનની વાત વિસ્તારથી સમજાવી છે. બત્રીસે બત્રીસિકાઓ હાલ ઉપલબ્ધ નથી. પરંતુ જે ઉપલબ્ધ છે તેમાં એકથી સાત બત્રીસિકામાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના ગુણોનું અને અતિશયોનું વર્ણન છે. આઠમી બત્રીસીમાં વાદકથાનું વર્ણન, નવમી બત્રીસીમાં બ્રહ્મતત્ત્વનું વર્ણન, દશમી બત્રીસીમાં જિનેશ્વરપ્રભુના ઉપદેશનું વર્ણન, બારમી બત્રીસીમાં ન્યાયદર્શનનું વર્ણન, તેરમી બત્રીસીમાં સાંખ્યદર્શનનું વર્ણન, ચૌદમી બત્રીસીમાં વૈશેષિકદર્શનનું વર્ણન, પંદરમી બત્રીસીમાં બૌદ્ધદર્શનનું વર્ણન, સોળમી બત્રીસીમાં નિયતિવાદનું વર્ણન, સત્તરમીથી છેલ્લી સુધીની બત્રીસીઓમાં જૈનદર્શનનું વર્ણન કરેલ છે. કલ્યાણમંદિરમાં પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિ છે. હવે સન્મતિપ્રકરણમાં શેનું વર્ણન છે ? તે કંઈક વિસ્તારથી જોઈએ. સન્મતિપ્રકરણમાં જણાવેલ વિષય આ સન્મતિપ્રકરણના ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથા, બીજા કાંડમાં ૪૩ ગાથા અને ત્રીજા કાંડમાં ૬૯ ગાથા છે. ત્રણે કાંડની મળીને કુલ ૧૬૬ ગાધા છે. પ્રથમ કાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયથી જગતના સર્વે ભાવો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. આમ સમજાવ્યું છે. કોઈપણ પદાર્થ સામાન્ય વિનાનો કે વિશેષ વિનાનો નથી જ. સર્વે પણ. પદાર્થોમાં જે સામાન્યાત્મક સ્વરૂપ છે તે દ્રવ્ય છે. અને જે વિશેષાત્મક સ્વરૂપ છે તે પર્યાય છે. આ રીતે દ્રવ્યાર્થિકનયથી સર્વે વસ્તુ ધ્રુવ અને પર્યાયથિકનયથી સર્વે વસ્તુ ઉત્પાદ-વ્યયવાળી છે. આમ સર્વે પણ પદાર્થો ત્રિપદીમય, સામાન્ય-વિશેષમય, દ્રવ્ય-પર્યાયમય છે. આ વિષય સારી રીતે ચર્ચેલો છે. બીજા કાંડમાં કેવલીપરમાત્માને કેવલજ્ઞાનનો ઉપયોગ અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર હોય કે એકસમયમાં જુદા જુદા બન્ને ઉપયોગ હોય કે એકસમયમાં અભેદોપયોગ હોય ? તેની લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. જગતના ભાવો સામાન્યધર્માત્મક અને વિશેષધર્માત્મક છે. એટલે તે બન્ને પ્રકારના ધર્મોને જોનારીજાણનારી આત્માની ચેતનાશક્તિ દર્શન અને જ્ઞાનના નામે બે પ્રકારની છે. તેની આ ચર્ચા છે. ત્રીજા કાંડમાં સ્થાને સ્થાને અનેકાન્તવાદ સમજાવવામાં આવ્યો છે. બૌદ્ધસાંખ્ય-મીમાંસક-નૈયાયિકાદિ દર્શનકારોની દૃષ્ટિ એકાન્ત તરફ હોવાથી મિથ્યા છે અને અનેકાન્તદૃષ્ટિ જ સમ્યક્ છે. તે અનેક પુરાવાપૂર્વક પુરવાર કર્યું છે. ભગવાનની Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮) દેશના પણ શ્રોતાઓને ઉપકારક થાય તે રીતે અનેકાન્તાત્મક હોય છે. છેલ્લી ૧૦| ૧૫ ગાથાઓમાં હાર્દિકભાવના સાથે ઉપદેશાત્મક શૈલીથી ઘણી માર્મિક ભિન્ન ભિન્ન ટકોર પણ કરી છે. શાસન ઉપર ભક્તિભાવ હોય તેટલા માત્રથી શાસ્રોનું જ્ઞાન આવી જતું નથી અને જ્ઞાન આવે તેટલા માત્રથી પ્રરૂપણા કરવાનો અધિકાર મળી જતો નથી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ તો પોતાના રચેલા અનેક ગ્રંથોમાં સન્મતિપ્રકરણની ડગલેને પગલે સાક્ષી આપી છે. રાસમાં તો લગભગ બધા જ સ્થાને આ ગ્રંથની સાક્ષી આપી છે. બીજા પણ પૂ. હરિભદ્રસૂરિજી આદિ અનેક શાસ્ત્રકારોએ આ ગ્રંથની ઠેકાણે ઠેકાણે સાક્ષી આપી છે એટલે પ્રત્યેક શાસ્ત્રકારોના હૈયામાં આ ગ્રંથ વિષે તથા આ ગ્રંથકર્તા વિષે ઊંડી અને ઉત્તમ સુંદર છાપ પડેલી છે. તેથી આ મહાપ્રભાવક ગ્રંથ છે. નામ અને ભાષાશૈલી “સમ્મતિ પ્રકરણ, સમ્મતિ તર્ક, સન્મતિ પ્રકરણ અને સન્મતિ તર્ક ઈત્યાદિ ભિન્ન ભિન્ન નામો જોવા મળે છે. સમ્ ઉપસર્ગપૂર્વક મન્ ધાતુથી વિત્ત પ્રત્યય લગાડતાં સમ્મતિ નામ પણ બને છે અને સત્ શબ્દપૂર્વક મન્ ધાતુનું આ જ રૂપ કરવાથી સન્મતિ શબ્દ પણ બને છે. સમ્યક્ એવી મતિ અથવા સાચી એવી તિ આપનાર જે ગ્રંથ તે સમ્મતિ અથવા સન્મતિ કહેવાય છે. બીજો અર્થ વધારે બોધપ્રદ અને શ્રેષ્ઠ લાગે છે. તેથી સન્મતિ શબ્દ વધારે પ્રસિદ્ધ અને સાર્થક દેખાય છે. અથવા સન્મતિ શબ્દ સંસ્કૃત અને તેનું જ પ્રાકૃતમાં સમ્મજ્ઞ અથવા સમ્મતિ થયું હોય એમ પણ લાગે છે. કોઈ નિશ્ચિત એકાદ વિષયના વર્ણનવાળાને પ્રકરણ કહેવાય છે. જેમકે દંડકપ્રકરણ, સિંદુરપ્રકરણ તેમ અહીં અનેકાન્ત દૃષ્ટિનું વિશેષતઃ વર્ણન છે. તેથી તેમાં પ્રકરણ શબ્દ જોડેલો લાગે છે. તથા આ ગ્રંથમાં અકાચયુક્તિઓ પૂર્વકની તર્કશૈલી રજુ કરાઈ છે તેથી તર્કશબ્દ પણ જોડવામાં આવ્યો હોય એમ લાગે છે. ભાષાશૈલી એકદમ શુદ્ધ પ્રાકૃતભાષા છે પણ સમયસારાદિની જેમ શૌરસેની કે પૈશાચિકી ભાષાનો ઉપયોગ નથી. ગાથા બોલતાં જ અર્ધો અર્થ તો સ્ફુરાયમાન થઈ જ જાય છે. ટીકા તથા ટીકાકારશ્રી આ ગ્રંથ ઉપર નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી મોટી ટીકા છે. લગભગ ૨૫૦૦૦ પચીસ હજાર શ્લોકપ્રમાણ આ ટીકા છે. તેમાં ઘણા જ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૯) વિષયોના વાદ-વિવાદો ચર્ચેલા છે. જેથી તેનું મૂલનામ “તત્ત્વબોધવિધાયિની” હોવા છતાં બીજું નામ વાદમહાર્ણવ વધારે પ્રસિદ્ધ થયું છે. આ ટીકા સંસ્કૃત ભાષામાં છે. અનેક પ્રકારના દર્શનવાદીઓના મતોનું અને જુદા જુદા વિષયોનું ખંડન-મંડન વિસ્તારથી તર્કપૂર્વક કરવામાં આવ્યું છે. ટીકાકારશ્રીના ગુરુજી શ્રી પ્રદ્યુમ્નસૂરિજી હતા. દશમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અગ્યારમા સૈકાના પૂર્વાર્ધમાં આ મહાત્મા પુરુષ થયા છે. તેમનો ચંદ્ર નામનો ગચ્છ હતો. પ્રશસ્તિમાં કહ્યું છે કે - प्रद्युम्नसूरेः शिष्येण, तत्त्वबोधविधायिनी । તર્ચવામચન, સર્વિવૃતિઃ તા | સન્મતિની પ્રશસ્તિ शिष्योऽस्याभयदेवसूरिरभवज्जाडयान्धकारं हरन् । गोभिर्भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गं मुदम् ॥ ग्रन्थो वादमहार्णवोऽस्य विदितः प्रौढप्रमेयोर्मिभृत् । दत्तेऽर्थं जिनशासनप्रवहणे सांयात्रिकाणां ध्रुवम् ॥१॥ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાંથી यस्याभुद् गुरुरागमे गुणनिधिः श्रीसर्वदेवाह्वयः । सूरीशोऽभयदेवसूरिरभवत् ख्यातप्रमाणेऽपि च ॥ तस्येयं सुगुरुद्वयादधिगता अल्यात्मविद्यागुणा । પ્રત્યાધ્યાય વિર મુવિ પ્રસરતુ શ્રીશાન્તિસૂઃ વૃતિ: II (ઉત્તરાધ્યયનની પ્રશસ્તિમાંથી) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની ટીકા લખનાર શ્રી શાન્તિસૂરિજી મહારાજશ્રી તે ટીકાની પ્રશસ્તિમાં પ્રમાણની બાબતમાં અભયદેવસૂરિજીના નામની પ્રસિદ્ધિ ગાય છે. આ પ્રશસ્તિ વિ.સં. ૧૦૯૬ પહેલાં રચાયેલી છે. કારણ કે પૂજ્ય શ્રી શાન્તિસૂરિજીનો ૧૦૯૬ માં સ્વર્ગવાસ થયેલ છે. આ શ્લોક ઉત્તરાધ્યયનની ટીકાની પ્રશસ્તિમાંથી લીધો છે. श्रीचन्द्रगच्छगगने प्रसरितमुनिमण्डलप्रभाविभवः । उदगान्नवीनमहिमा श्रीमदभयदेवसूरिरविः ॥ तार्किकागस्त्यविस्तारि सत्प्रज्ञाचुलुकैश्चिरम् । वर्धते पीयमानोऽपि येषां वादमहार्णवः ॥१॥ આ શ્લોક પ્રવચનસારોદ્ધારની વૃત્તિ કરનારા તથા તત્ત્વાર્થ સૂત્રની ટીકા Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨૦). કરનારા શ્રી સિદ્ધસેનગણિજીનો છે. અને પ્રવચનસારોદ્ધારની ટીકાના અંતભાગની પ્રશસ્તિમાંથી લીધો છે. આ પ્રશસ્તિ વિ.સં. ૧૨૪૮ માં લખાયેલી છે. એવી જ રીતે કાવ્યપ્રકાશની ટીકા કરનારા શ્રી માણેકચંદ્રસૂરિજીએ બનાવેલા પાર્શ્વનાથ ચરિત્રના અંતે આપેલી પ્રશસ્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ વાદમહાર્ણવગ્રંથ બનાવ્યો છે. આમ ઉલ્લેખ કરેલ છે. ઉપરોક્ત સાક્ષી પાઠો જોતાં ચંદ્રકુલ અને ચંદ્રગચ્છમાં થયેલા પ્રદ્યુમ્નસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી હતા. તેઓ દસમા સૈકામાં થયા છે અને સન્મતિપ્રકરણની “તત્ત્વબોધવિધાયિની” નામની સુંદર મોટી ટીકા બનાવી છે. જેનું “વાદમહાર્ણવ” બીજું નામ છે. આટલી વિગત મળી શકી શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ આદિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી પોતાના બનાવેલા સન્મતિ પ્રકરણમાં કમોપયોગવાદ અને સહોપયોગવાદ સામે ઘણી યુક્તિઓ રજુ કરવા દ્વારા તેનું ખંડન કરીને જેમ અભેદોપયોગવાદ પ્રસ્થાપિત કરે છે. તેવી જ રીતે શ્રી વિશેષાવશ્યકભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિજી પોતાના બનાવેલા આ મહાભાષ્યમાં તથા વિશેષણવતી ગ્રન્થમાં અભેદોપયોગવાદનું ખંડન કરીને અનેક યુક્તિઓથી ક્રોપયોગવાદ પ્રસ્થાપિત કરે છે. શ્રી જિનભદ્રગણિજી આગમ તરફથી પ્રધાનદૃષ્ટિવાળા હોવાથી આગમવાદી કહેવાયા છે. અને શ્રી સિદ્ધસેનજી તર્કપ્રધાન દૃષ્ટિવાળા હોવાથી તર્કવાદી કહેવાયા આ બને આચાર્યો જૈનદર્શનના મહાપ્રભાવક આચાર્યો હતા. શ્રી વિશેષાવશ્યકમહાભાષ્યની રચનાની સમાપ્તિ વિક્રમ સંવત ૬૬૬ માં વલ્લભીપુરમાં થયાનો ઉલ્લેખ પ્રાચીનuતમાં મળે છે તે ઉપરથી, તથા વિશેષણવતી ગ્રંથમાં શ્રી સિદ્ધસેનજીએ માનેલા અભેદોપયોગવાદની સામે સમાલોચના (ચર્ચા) કરેલી હોવાથી શ્રી જિનભદ્રગણિજી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની પછીના નજીકના કાલમાં થયેલા હોવા જોઈએ. એમ જણાય છે. તથા દ્વાદશાનિયચક્રગ્રંથના કર્તા શ્રી મલવાદીજીએ પોતાના બનાવેલા ગ્રંથોમાં ક્યાંક ક્યાંક સાક્ષીપાઠરૂપે શ્રી સિદ્ધસેનજીનું નામ સૂચવેલું જોવા મળે છે. આ રીતે શ્રી મલવાદીજી પણ શ્રી સિદ્ધસેનજીની પછી નિકટના કાળમાં થયેલા હોય એમ લાગે છે તેથી ચોથા-પાંચમા સૈકામાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, પાંચમા-છઠ્ઠા સૈકામાં શ્રી મલવાદિજી અને છટ્ટા-સાતમા સૈકામાં શ્રી જિનભદ્રગણિજી થયા હોય એમ આધુનિક વિદ્વાનો દ્વારા અનુમાન Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૨૧) કરાય છે. પરંતુ આગમિક પરંપરા પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને પ્રથમ સૈકામાં થયેલા માને છે. વિવેચન લખવાની ભાવના : દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો વારંવાર અભ્યાસ કરાવતાં તેનું વિવેચન લખવાની ઈચ્છા થઈ. તે ત્રણેક વર્ષમાં તૈયાર કરી પ્રકાશિત કર્યો. “દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ નામના આ ગ્રંથમાં વારંવાર “સન્મતિપ્રકરણની ગાથાઓની સાક્ષી આપવામાં આવેલી છે તથા બીજા પણ ઘણા ગ્રંથોમાં આ ગ્રંથની ઠેકઠેકાણે સાક્ષી આપવામાં આવેલી છે. આ જોતાં જ સન્મતિપ્રકરણ ભણવા-ભણાવવાની પ્રબળ ઈચ્છા થયેલી. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓની પાઠશાળાઓમાં આ ગ્રંથ વારંવાર ભણાવવાનો ચાલુ રાખ્યો. તેથી આ ગ્રંથ પ્રત્યે હૈયામાં સારો એવો અહોભાવ વધતો જ ગયો. તેમાં લખાયેલા ભાવો પ્રત્યે મન આકર્ષાતુ જ ગયું અને વિદેશની યાત્રામાં દિવસે મળતા સમયમાં લખાણ કામ ચાલુ કર્યું. છેલ્લા ત્રણ વર્ષથી આ ગ્રંથના લખાણની પાછળ સતત પ્રયત્ન ચાલુ રાખેલો. વિદેશમાં આ ગ્રંથના ટીકાગ્રંથો મળે નહીં. તેથી અનુભવને અનુસારે જ વિવેચન તૈયાર કર્યું. ભારતમાં આવ્યા પછી ટીકાગ્રંથો સાથે યથાયોગ્ય સંગતિ કરી. જે કંઈ ભૂલચુક લાગી તેના સુધારા-વધારા કર્યા. તથા આ મેટર વાંચવા માટે જે આચાર્ય મહારાજશ્રીઓને આપ્યું અને તેઓએ જે ભૂલો સૂચવી, તેના પણ સુધારા-વધારા કર્યા. પૂજ્યોને મેટર વંચાવવા બાબત : આ વિવેચનની ચાર ઝેરોક્ષ કોપીઓ કરાવીને આ વિષયના અભ્યાસી આચાર્યભગવંતોમાં પૂજ્ય શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, પૂજ્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા.ને એક એક કોપી મોકલાવેલી. પૂજ્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા.ને પ્રથમ કાંડની ઝેરોક્ષકોપી મોકલાવેલી. ત્યારબાદ તેઓશ્રી વિહારમાં હોવાથી સંપર્ક ન થવાથી બાકીના બે કાંડ મોકલી શકાયા નથી. બાકીના ત્રણે આચાર્યભગવંતોને ત્રણે કાંડની સંપૂર્ણ ઝેરોક્ષ કોપી મોકલાવેલી. તે ચારે આચાર્ય મહારાજશ્રીઓએ મારા ઉપરના અનહદ ભાવથી અને આ ગ્રંથના વિષય પ્રત્યેના ઘણા જ બહુમાનથી અને પ્રેમથી અક્ષરશઃ ધ્યાનપૂર્વક સુધારીને જેમ બને તેમ જલ્દી જલ્દી ઝેરોક્ષકોપી પરત કરી છે. તેઓએ સૂચવેલી લગભગ બધી જ ભૂલો સુધારીને છાપેલ છે. આ આચાર્ય ભગવંતો પોતપોતાના સ્વાધ્યાયાદિ કામોમાં તથા સંઘના શાસનપ્રભાવનાનાં અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૨) કામોમાં ઘણા જ વ્યસ્ત હોવા છતાં ઝીણવટપૂર્વક મેટર જે તપાસી આપ્યું છે તે બદલ તે સર્વે મહાત્મા પુરૂષોનો હું ઘણો જ ઘણો ઋણી છું. તેઓએ મારા ઉપર કરેલા ઉપકારને યાદ કરીને વારંવાર ભાવથી વંદના કરું . આ ગ્રંથ ઘણો જ દર્શનપ્રભાવકત્રંથ છે, મૌલિકગ્રંથ છે. પાછળના અનેક આચાર્ય મહારાજશ્રીઓએ પોતાના રચેલા ગ્રંથોમાં આ સન્મતિપ્રકરણની ઠેકઠેકાણે સાક્ષી આપેલી છે. અર્થનું ગાંભર્ય ઘણું છે. ટીકા પૂજ્ય અભયદેવસૂરિજીની છે. પરંતુ વાદમહાર્ણવ હોવાથી તે ટીકા એટલી બધી લાંબી છે કે તેમાં મૂળ અર્થ શોધવો ઘણો જ મુશ્કેલ બને છે. તેથી અમારી ભૂલો થવાનો અવશ્ય સંભવ છે. ઉપરોક્ત ચારે આચાર્ય મહર્ષિઓ આ વિષયના ઘણા જ અભ્યાસી છે. ગીતાર્થ છે. તેથી તેઓની સૂચના મુજબ ઘણી ખરી ભૂલો તો સુધારી લીધી છે. છતાં છઘસ્થતાના કારણે, અનુપયોગ દશાના કારણે ભૂલો થવાનો સંભવ તો છે જ, તેથી મારા આ લખાણમાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તે બદલ ચતુર્વિધ સંઘ સમક્ષ વારંવાર ક્ષમા યાચના માગું છું. આપશ્રીને જે કંઈ ભૂલ દેખાય તે ક્ષમા કરીને સત્ત્વરે જણાવવા વિનંતી છે. જેથી બીજી આવૃત્તિમાં સુધારા થઈ શકે. લખાણમાં ઉપયોગ કરેલા સાહિત્યની યાદી : નવાંગવૃત્તિકાર પૂજ્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી કૃત તત્ત્વબોધવિધાયિની ટીકા, પૂજ્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ. શ્રી કૃત હિન્દી વિવેચન ભાગ-૧-૨-૫, પંડિતવર્ય શ્રી સુખલાલજીભાઈ તથા બેચરદાસભાઈ દોશી કૃત ગુજરાતી વિવેચન, શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય, વિશેષણવતગ્રંથ, તથા અભિધાન રાજેન્દ્રકોશ. આ ગ્રન્થોનો મુખ્ય મુખ્ય આધાર લઈને આ લખાણ તૈયાર કરેલ છે. તે સિવાય પ્રસંગોપાત જરૂરી લાગ્યા તે ગ્રંથોની પણ સહાય લીધી છે. પ્રકાશનમાં સહયોગ : આ ગ્રન્થના પ્રકાશનખર્ચમાં અમેરિકાના કેટલાક ભાઈ-બહેનો તરફથી યથોચિત આર્થિક સહયોગ મળેલ છે. તેમાંથી પાઠશાળાઓમાં ભણતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા ભણાવતા અધ્યાપકબંધુઓને આ પુસ્તક ભેટ અપાશે. તથા પૂજ્ય પન્યાસજી મ.સા. શ્રી વજસેનવિજયજી મ.સા. તથા તેમના શિષ્ય પૂજય હેમપ્રભવિજયજી મ.સા. ની શુભપ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાલય વાંકીતીર્થ તથા જૈન આરાધનાધામ જામનગરથી આર્થિક સહયોગ આ ટ્રસ્ટને મળેલ છે. તથા પૂજ્ય શ્રી જિનચંદ્રસાગરજી મ.સા. અને પૂ. શ્રી હેમચંદ્રસાગરજી મ.સા. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૩) તરફથી પણ આર્થિક સહયોગ આ ટ્રસ્ટને મળેલ છે. તેમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને યથોચિત આ પુસ્તક ભેટ અપાશે. તથા પૂ. જયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની શુભપ્રેરણાથી શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય છે. મૂર્તિ. ત્રિસ્તુતિક જૈન સંઘ સુરત તરફથી ૨૦૦ કોપી નોંધાવીને આ સંઘ તરફથી આ ટ્રસ્ટને આ રીતનો સહયોગ મળેલ છે. આ સર્વે સહાયકોનો હું ઘણો આભાર માનું છું. તથા પૂજ્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી કોબાના જ્ઞાનભંડારમાંથી હસ્તલેખિત ટીકાની પ્રતની પુરેપુરી ઝેરોક્ષ કોપી કાઢી આપીને તે ભંડારે મને સહાય કરી છે. અમદાવાદ તપોવનના જ્ઞાનભંડારે હિન્દી વિવેચન ભાગ-૧-૨-૫ આપીને તથા શ્રી નેમિવિજ્ઞાનકડુરસૂરિ જૈન જ્ઞાનમંદિર સુરતે વાદમહાર્ણવ ટીકાના “૧ થી ૫” પાંચ ભાગો આપીને આ લખાણમાં સારી એવી સહાય કરી છે. આ સર્વે પુસ્તકદાતા સહાયકોનો હું હૃદયના ભાવપૂર્વક ઘણો જ આભાર માનું છું. સુંદર છાપકામ, બાઈડીંગ, તથા ટાઈપસેટીંગ વિગેરે કામકાજ બદલ ભરત ગ્રાફિક્સ, અમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સ્ટાફનો પણ આભાર માનું છું. લિ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા A/૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. (Gujarat, India) ફોન : (૦૨૬૧) ૨૭૬૩૦૭૦, મો : ૯૮૯૮૩૩૦૮૩૫ Julilu. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાય નમ: શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-જનક-વિલાસ-૩ૐકારસૂરિભ્યો નમ: - આવકાર –આ. વિજયમુનિચન્દ્રસૂરિ जेण विणा लोगस्स ववहारो सव्वहा ण णिव्वडइ । तस्स भुवणेक्कगुरुणो णमोऽणेगंतवायस्स ॥ સમ્મતિતર્ક પ્રકરણ” અનેકાંતની વિશદ ચર્ચા કરતી અનૂઠી કૃતિ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરજીની આ કૃતિ “તત્ત્વાર્થસૂત્ર” ની જેમ શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં માન્ય થયેલી છે. સમ્મતિતર્ક પ્રકરણ : શ્વેતાંબર પરંપરામાં સેંકડો વર્ષોથી “સમ્મતિતર્ક પ્રકરણ' દર્શન પ્રભાવક ગ્રંથ તરીકે જાણીતો છે. આ ગ્રંથનું અધ્યયન સ્વ-પર દર્શનના સિદ્ધાંતો સમજવા માટે ઘણું જ જરૂરી હોવાથી એનો અભ્યાસ કરવા અકથ્યનું સેવન કરવું પડે તો પણ પ્રાયશ્ચિત્ત લાગતું નથી એવું ચૂર્ણિકાર ભગવંતે (નિશીથ ભા.ગા. ૪૮૪) સ્પષ્ટ જણાવ્યું છે. સમ્મતિતર્ક ગ્રંથમાં ત્રણ કાંડ અને ૧૬૭ ગાથા છે. ૧૬૬ મી ગાથા ઉપર ટીકા નથી એટલે એ ગાથા પ્રક્ષિપ્ત મનાય છે. ત્રણ કાંડના નામ ગ્રંથકારે આપ્યા જણાતા નથી. કોઈ પ્રકાશનમાં પ્રથમ કાંડનો નયકાંડ, બીજાનો જીવકાંડ તરીકે ઉલ્લેખ મળે છે પણ ડૉ. પ્રકાશ પાંડેયના મતે નયકાંડ, જ્ઞાનકાંડ અને શેયકાંડ નામ અપાય તો એ ગ્રંથના વિષયને અનુરૂપ ગણાય. સમ્મતિ તર્ક વિષે અને ગ્રંથકાર આ. સિદ્ધસેન દિવાકરજી વિષે ઘણાં વિદ્વાનોએ લખ્યું છે. ડૉ. પ્રકાશ પાંડેયએ આ બધાની ચર્ચા “સિદ્ધસેન દિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ' માં કરી છે. પાર્શ્વનાથવિદ્યાપીઠ વારાણસીથી પ્રગટ થયેલા આ પુસ્તકની ભૂમિકામાં ડૉ. સાગરમલ જૈને પણ કેટલીક ચર્ચા કરી છે. આ પુસ્તકના આધારે અહીં કેટલીક ઉપયોગી બાબતો જોઈએ. સમ્મતિવમાં ‘' શ્રુતિ છે માટે એની રચના ઉત્તર કે પશ્ચિમ ભારતમાં થયેલી હોવી જોઈએ એમ ડૉ. નેમિચન્દ્રનું માનવું છે. ગ્રંથના પ્રથમકાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનું વિવેચન છે. અહીં ગ્રંથકારશ્રીએ નૈગમ સિવાયના સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છે નયોનો સમાવેશ કર્યો છે. પ્રથમના બેનો દ્રવ્યાર્થિકમાં અને શેષ ચારેનો પર્યાયાર્થિક નયમાં સમાવેશ કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૫) બીજા કાંડમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમથી કે યુગપત્ર માનવામાં દોષ બતાવી અભેદવાદનું સ્થાપન કર્યું છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનમાં જ્ઞાન અને દર્શનનો ભેદ હોય પરંતુ કેવલજ્ઞાનમાં આવો ભેદ ન હોય એવા આચાર્ય સિદ્ધસેન દિવાકરજીના મતને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણીએ “સિદ્ધસેનોપજ્ઞનવ્યતે' તરીકે “જ્ઞાનબિંદુમાં વિશેષણ આપ્યું છે અને એનું સમર્થન પણ કર્યું છે. ત્રીજા કાંડમાં અનેકાંતવાદનું નિરૂપણ કરતી વખતે અનેક એકાંતવાદી દર્શનોની સમીક્ષા કરી છે. ટીકાઓ : “સમ્મતિતર્ક' ઉપર ધુરંધર વિદ્વાન મલવાદીજીએ ટીકા રચ્યાનું અનેકાંતવાદ'માં આ. હરિભદ્રસૂરિએ નોંધ્યું છે. પણ કમભાગ્યે આ ટીકા મળતી નથી. એવી જ રીતે આ જ સન્મતિ દ્વારા રચાયેલ “સન્મતિ વિવરણ'નો ઉલ્લેખ દિગંબર પરંપરાના વાદિરાજના પાર્શ્વનાથચરિતમાં છે પરંતુ એ પણ અનુપલબ્ધ છે. બૃહદ્દીપનિકામાં એક અજ્ઞાત કર્ણક ટીકાનો ઉલ્લેખ છે પણ એની પણ જાણકારી મળી શકી નથી. આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ રચેલી પચીસ હજાર શ્લોકપ્રમાણ ટીકા જ વર્તમાનમાં “સમ્મતિતર્ક ઉપરની એક માત્ર વ્યાખ્યા છે. આ ટીકામાં ગ્રંથકારે અનેક દાર્શનિક ચર્ચાઓ કરી છે. એમના સમય સુધીનો દર્શન-શાસ્ત્રનો ઈતિહાસ જાણવાનું ઉત્તમ સાધન આ ટીકા છે. એટલે “વાદ-મહાર્ણવ' એનું નામ તદન યથાર્થ છે. ગ્રન્થકાર : “સિદ્ધસેન' નામના ઘણા આચાર્ય ભગવંતો થયા છે. પ્રસ્તુત ગ્રન્થના ગ્રન્થકારશ્રી દિવાકર એવા વિશેષણથી વિશિષ્ટ આ સિદ્ધસેનજી છે એ જાણીતું છે. દિવાકર વિશેષણ આ. હરિભદ્રસૂરિજીએ આપ્યું છે. પંચવસ્તુ (ગાથા ૧૦૪૮) માં તેઓશ્રી જણાવે છે કે - आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसा-दिवाकरकप्पंतणओ तदक्खेणं ॥ આ પૂર્વે દ્વાદશાનિયચક્રમાં મલવાદીજીએ અને ચૂર્ણિમાં જિનદાસગણિમહત્તરજીએ સિદ્ધસેનાચાર્યનો ઉલ્લેખ કર્યો છે પરંતુ દિવાકર વિશેષણ ત્યાં નથી. આ. હરિભદ્રસૂરિ પછી તો આ વિશેષણ એટલું બધું વ્યાપક બન્યું છે કે આજે એ ગ્રંથકારના નામનો ભાગ કે પર્યાય બની ગયું છે. પરંપરા : “સન્મતિતર્ક” શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં માન્ય છે એટલે આ. શ્રી સિદ્ધસેન દિવાકરજીને બને પોતાની પરંપરાના માને તે સ્વાભાવિક છે. પરંતુ મોટા Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૬). ભાગના વિદ્વાનો ગહન ચિંતન પછી એવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે ગ્રંથકારશ્રી શ્વેતાંબર પરંપરા જોડે જ સંબંધ ધરાવે છે. પં. જુગલકિશોર મુખ્તાર ગ્રંથકારને દિગંબર પરંપરાના સિદ્ધ કરવા એવો તર્ક આપે છે કે - પખંડાગમની ધવલાટીકામાં જિનસેનકૃત હરિવંશપુરાણમાં અને રવિણકૃત પદ્મપુરાણમાં સમ્મતિનો ઉલ્લેખ હોવાથી ગ્રંથકાર દિગંબર પરંપરાના છે. રવિણ અને જિનસેન દિગંબરપરંપરાના નહીં પણ યાપનીય પરંપરાના છે. માટે ગ્રંથકાર યાપનીયપરંપરાના હોવા જોઈએ એવી દલીલ ડૉ. એ. એન. ઉપાધ્યાય અને ડૉ. કુસુમ પટોરિયા કરે છે. આ. સિદ્ધસેન દિવાકરનો સંબંધ શ્વેતાંબર પરંપરા જોડે હોવાનું માનવા માટે વિદ્વાનોએ જે પ્રમાણો આપ્યાં છે એનો ટુંકસાર આ પ્રમાણે છે - દિગંબર વિદ્વાનોની પ્રાકૃત ભાષાની તમામ રચના શૌરસેની પ્રાકૃતમાં છે. “સમ્મતિ'માં યશ્રુતિ છે. આની રચના મહારાષ્ટ્રપ્રાકૃતમાં છે. દિગંબર પરંપરાના કોઈ પણ ગ્રંથમાં આ. સિદ્ધસેનજીનું જીવન ચરિત્ર નથી. શ્વેતાંબર પરંપરામાં કહાવલી (આ. ભદ્રેશ્વરસૂરિ કૃત), પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિપ્રબંધ વગેરેમાં શ્રી સિદ્ધસેન દિવાકરજીનું વિસ્તૃત જીવનચરિત્ર ઉપલબ્ધ થાય છે. પાંચમી બત્રીસીમાં પ્રભુવીરની સ્તુતિ કરતાં યશોદાપ્રિય' તરીકે ઉલ્લેખ છે જે શ્વેતાંબરપરંપરા જોડે જ બંધ બેસે છે. દિગંબરો પ્રભુ મહાવીર અવિવાહિત હતા એવું માને છે. સન્મતિતર્કપ્રકરણની હસ્તલેખિત પ્રતો વિપુલ પ્રમાણમાં જૈન શ્વેતાંબર જ્ઞાનભંડારોમાં જ મળે છે. અનેક શ્વેતાંબર આચાર્યોએ આ. સિદ્ધસેનને પોતાના સંપ્રદાયના સ્પષ્ટપણે નિર્દિષ્ટ કર્યા છે. કોઈ દિગંબર ગ્રંથકારે આવું કર્યું નથી. • સન્મતિતર્કપ્રકરણમાં નયના ભાંગા વગેરે સ્થળે પંચમાંગ ભવતીસૂત્ર અને દ્વિતીયાંગ સ્થાનાંગસૂત્રનો ઉલ્લેખ છે. દિગંબરો આગમોને માન્ય કરતા નથી. ગુણપર્યાયની ચર્ચામાં પણ આગમનું અનુસરણ ગ્રંથકારે કર્યું છે. આવા અનેક કારણો છે કે સિદ્ધસેન દિવાકર શ્વેતાંબર પરંપરા જોડે સંકળાયેલા છે એવું તટસ્થ આધુનિક વિદ્વાનો એકી અવાજે સ્વીકારે છે. સન્મતિતર્કપ્રકરણ ઉપર આ. અભયદેવસૂરિજીની વિસ્તૃત ટીકા અને એના આધારિત Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૭). વિસ્તૃત વિવેચન પણ પ્રગટ થયા છે. પં. સુખલાલજીએ કરેલ સંક્ષિપ્ત વિવેચન પણ વર્ષો પૂર્વે પ્રગટ થયું છે. ૫. ધીરુભાઈનું આ વિવેચન સન્મતિતર્કપ્રકરણના ભાવને ગુજરાતી ભાષામાં સરળ અને સુગમશૈલીમાં રજુ કરતું પ્રગટ થઈ રહ્યું છે તે ઘણા આનંદની વાત છે. પં. ધીરુભાઈ ઘણાં વર્ષોથી અધ્યાપનક્ષેત્ર સાથે જોડાયા છે. અધ્યાપન સમયે વિષયાંતર કર્યા વિના પ્રથમ ક્ષણથી જ વિષયને લઈને આગળ વધે છે. અભ્યાસીઓને સંતોષ ન થાય ત્યાં સુધી સુંદર છણાવટ કરે છે. વિદ્યાર્થીઓને ક્યાં મુશ્કેલી પડતી હોય છે તે તેઓ અધ્યાપનના અનુભવના કારણે સારી રીતે જાણતા હોવાથી તેવા સ્થળે વિગતે વિવેચન કરે છે. પંડિતજીનું વિવેચન નિઃશંક “સન્મતિતર્કપ્રકરણ'ના અધ્યયન માટે ઘણું મદદકારક બની રહેશે. પંડિતજી આવા બીજા પણ અનુવાદો-વિવેચનો કરે એવી આશા રાખીએ. કારતક વદ-૫, વિ.સં. ૨૦૬૪ દીપા કોપ્લેક્ષ, અડાજણ પાટીયા, સૂરત. લિ. આ. મુનિચંદ્રસૂરિજી છેમંગલ ભાવના પર શ્રી જિનેશ્વરપ્રભુના ધર્મ-પ્રવચનના તાત્પર્યને તર્કપૂત રીતે સમજવા માટે જે કેટલાક ચાવીરૂપ તર્કગ્રંથો આપણા મહાન શ્રુતસ્થવિર ભગવંતોએ રચ્યા છે, તે સહુમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ ભગવંતે રચેલ સન્મતિતર્ક ગ્રંથ મોખરાનું સ્થાન ભોગવે છે. પ્રભુવીરનાં વિવિધ નામોમાં એક નામ સન્મતિ છે. તે અપેક્ષાએ જોઈએ તો સન્મતિ અર્થાત્ પ્રભુ મહાવીરનો તર્ક તે સન્મતિતર્ક, બીજી રીતે, વિરપ્રભુનું અનેક નયાત્મક દર્શન છે, તેનું નિરૂપણ કરતો ગ્રંથ તે સન્મતિતર્ક. સામાન્યતઃ શાસ્ત્ર કે દર્શન કે આગમનો કોઈપણ ગ્રંથ જ્ઞાનના સાધન તરીકે ઓળખાતો હોય છે. પરંતુ આ સન્મતિતર્ક ગ્રંથ તે દર્શનપ્રભાવક ગ્રંથ અથવા તો સમ્યગદર્શનના સાધનરૂપ ગ્રંથ તરીકે આપણે ત્યાં પ્રખ્યાત છે. જ્ઞાનમય ગ્રંથ, દર્શનના તથા દર્શનની Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પ્રભાવનાના પુષ્ટ આલંબન તરીકે ઓળખાય, તે વાત જ આ ગ્રંથમાં થયેલા, પ્રભુવીરના ધર્મપ્રવચનના, ગંભીર અર્થઘટનનો પ્રતિપાદનનો મહિમા વર્ણવવા માટે પર્યાપ્ત બની રહે છે. શ્રીમાનું અભયદેવસૂરિ મહારાજે રચેલા ગંભીર વિવરણ યુક્ત આ મહાગ્રંથનું શ્રેષ્ઠ સંશોધન-સંપાદન પંડિત સુખલાલ-બેચરદાસની પંડિત-બેલડીએ દાયકાઓ અગાઉ કર્યું છે. તેઓએ જ ગ્રંથની મૂળ ગાથાઓનું સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન પણ છપાવેલ છે, આમ છતાં, આ ગ્રંથના તાત્પર્યને સમજવાનું જિજ્ઞાસુ બાળજીવોની પહોંચની બહાર જ રહેલું હોય છે. વિવિધ નયોની અપેક્ષાએ જગતના ભાવોનું યથાર્થ અને સર્વાગીણ દર્શન, આવા ગ્રંથના વિશદ અધ્યયન વડે જ, થઈ શકતું હોય છે, પણ ગહન તર્કજાળનું ભેદન કરવાનું સામાન્ય જીવ માટે કોઈ રીતે શક્ય પણ નથી. આ બાબત પ્રત્યે પંડિતશ્રી ધીરુભાઈ મહેતાનું ધ્યાન ગયું. છેલ્લા છ-છ દાયકાથી જૈન પ્રવચનના વિવિધ ધાર્મિક, પ્રાકરણિક, સૈધ્યાત્તિક તથા દાર્શનિક ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન પં. શ્રી ધીરુભાઈએ સતત કર્યા કર્યું છે. નવા-નવા ગ્રંથોનું અધ્યયન તથા વાંચન કર્યા કરવું તથા અનુકૂળતા સધાય તો તેવા ગ્રંથો પર વિવેચન માટે કલમ ચલાવવી, આ પં. ધીરુભાઈનું ધર્મ-વ્યસન છે. આ કારણે જ તેમણે ઘણા બધા વિવેચનગ્રંથોનું સર્જન તથા પ્રકાશન પણ કર્યું જ છે. કઠિન ગ્રંથોના વિવેચનમાં રત્નાકરાવતારિકા તેમજ દ્રવ્યગુણપર્યાયનો રાસ વગેરે તેમનાં જાણીતાં અને ઉપયોગી પ્રકાશનો છે. તે જ શૃંખલામાં હવે આ સન્મતિતર્કનું વિવેચન પણ ઉમેરાય છે. ગ્રંથની મૂળગાથાઓના સામાન્ય શબ્દાર્થ ઉપરાંત, ગ્રંથકાર તથા ટીકાકારને સંમત હોય તેવા અર્થને વિશદતાથી સમજાવતું વિસ્તૃત વિવેચન, તદન બાલભોગ્ય ભાષા તથા તેવી શૈલીમાં પંડિતજીએ આલેખ્યું છે. અતિ કઠિન ગ્રંથના ગહન ભાવોને એકદમ સુગમ અને સરળ ભાષામાં આલેખવાની કળા પંડિતજીને સહજ સાધ્ય છે, અને તેની પાછળ તેમનું છે છ દાયકાનું જ્ઞાનતપ તથા અધ્યાપનનો બહોળો અનુભવ જ કારણભૂત છે. આવા સરસ વિવેચન ગ્રંથનું સર્જન તથા પ્રકાશન કરવા બદલ ૫. ધીરુભાઈને લાખો અભિનન્દન આપું છું અનુમોદના કરું છું અને આવા ગ્રંથ પ્રકાશનનો શ્રીસંઘે અઢાઈ ઉત્સવ કરવો જોઈએ તેવી ભાવના વ્યક્ત કરું છું. આ. શીલચન્દ્રવિજય સં. ૨૦૬૪, ફાગણ વદી-૮, ખંભાત Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ - પુરોવચન 'एगंतो मिच्छत्तं जिणाणमाणा अणेगंतो ।' શાસ્ત્રોમાં કહ્યું છે કે “એકાન્તવાદ મિથ્યાત્વ છે. ભગવાનની આજ્ઞા અનેકાન્તવાદ છે.” जो सियवायं भासति पमाणनयपेसलं गुणाधारं । भावेइ मणे सया सो हु पमाणं पवयणस्स ॥ जो सियवायं निंदति पमाण-नयपेसलं गुणाधारं । भावेण दुट्ठमणो न सो पमाणं पवयणस्स ॥ જૈન શાસ્ત્રો કહે છે કે પ્રમાણ-નયથી વિભૂષિત અનેક ગુણોના આધારભૂત એવા સ્યાદ્વાદને જેઓ પ્રરૂપે છે, સદાય મનમાં એનાથી ભાવિત થતા રહે છે તેવા શાસનમાં પ્રમાણ છે. જે લોકો ગુણના આધારભૂત પ્રમાણનયાલંકૃત સ્યાદ્વાદને નિંદે છે. અંદરથી દુષ્ટ મનવાળા તેઓ શાસનમાં પ્રમાણભૂત નથી. શ્રી સન્મતિતર્ક પ્રકરણ શાસ્ત્રમાં પણ છેલ્લે કહ્યું છે કે જેના વિના લોકવ્યવહાર પણ ઠરીઠામ ન થઈ શકે એવા અનેકાન્તવાદને નમસ્કાર. બાકીના બધા જૈન સિદ્ધાન્તો મણકા જેવા છે અને અનેકાન્તવાદનો જૈન સિદ્ધાન્ત એ મણકાઓને હારમાં પરોવનાર સોનાની જરીના દોરા જેવો છે. એટલે અનેકાન્તવાદથી નિરપેક્ષ જૈન સિદ્ધાન્તોના મણકા કંઈ કામના રહેતા નથી. વાદી-પ્રતિવાદી બને ભાવથી અનેકાન્તવાદી હોય તો કોઈ ઝઘડાને અવકાશ જ નથી રહેતો. જો બંને એકાન્તવાદી હોય તો ઝઘડા જ ઝઘડા ચાલ્યા કરે. જો બેમાંથી એક અનેકાન્તવાદી હશે તો એ સંયમપૂર્વક અને શાલીનતાથી સભ્ય રીતે જૈન સિદ્ધાન્તને માનશે અને પ્રચારશે, પણ જે એકાન્તવાદી હશે તે અન્ધાધૂન્ય રીતે ઝનૂની થઈને કટ્ટરવાદી બનીને ઝઘડાખોર થઈને ધર્મ કે ભગવાનની આજ્ઞાના નામે પણ પોતાની અંગત માન્યતાઓનો જોરશોરથી પ્રચાર કરીને ઝઘડાઓ વધારવાનું કાર્ય કરતો જ રહેશે સર્વ અનિષ્ટોના નિવારણનું રામબાણ ઔષધ અનેકાન્તવાદ છે. સર્વ જૈનોએ પ્રબુદ્ધ બનવા માટે યોગ્ય ઉંમરે સંક્ષેપથી પણ અનેકાન્તવાદનો અભ્યાસ કરવો જ જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી સન્મતિતર્ક પ્રકરણ અનેકાન્તવાદને સમજવા માટે ખુબ જ ઉપયોગી ગ્રન્થ છે. પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં મૂલ અને ટીકા હોવાથી સૌ કોઈ તેને સમજી શકે નહીં, અને જે સમજે નહીં એ તાણે ઘણું, સમજે તો ખિંચાતાણી મટી જાય. સંસ્કૃત-પ્રાકૃત ન સમજી શકનારા એવા જૈન વિદ્યાથીઓ-અભ્યાસીઓના માટે લોકભાષામાં તે ગ્રન્થનો સાર ઉપલબ્ધ થાય તે આ કાળની જરૂરીયાત બની ગઈ. એ જરૂરીયાતને લક્ષમાં લઈને ગંભીરપ્રકૃતિવાળા અને પ્રૌઢ અભ્યાસી એવા પંડિતવર્યશ્રી ધીરુભાઈએ પોતે પ્રથમ સમજીને બીજા અભ્યાસીઓને સમજવા માટે આ પ્રકરણનો માર્ગાનુસારી ક્ષયોપશમ મુજબ જે ગુજરાતી અનુવાદ ટીકામાંથી સાર લઈને ગ્રન્થ સ્વરૂપે તૈયાર કર્યો છે તે બદલ ખરેખર તેઓ ખુબ ખુબ ધન્યવાદને પાત્ર શ્રી સન્મતિતર્ક પ્રકરણને પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શનપ્રભાવક શાસ્ત્ર તરીકે બિરદાવ્યું છે. આ ગ્રન્થના અભ્યાસીઓ ખુબ જ જૂજ રહ્યા છે. તે સ્થિતિમાં શ્રી ધીરુભાઈ પંડિતજીએ આ પ્રકરણ સમજવા માટે એને સરળ બનાવવા માટે જે પ્રયાસ કર્યો છે તે ઘણો સ્તુત્ય પ્રયાસ છે. કદાચ એમાં કોઈ ક્ષતિ રહી જવાનો સંભવ ખરો - પરંતુ તેઓના ધ્યાનમાં લવાતાં તેનો સુધારો થતાં પણ વાર નહીં લાગે. પ્રાન્ત, આ પ્રકરણગ્રન્થનો અભ્યાસ કરવા દ્વારા અધિકૃત મહાનુભાવો પોતાના એકાન્તવાદની વાસનાનું ઝેર ઓકી નાખીને અનેકાન્તવાદના અમૃતમાં સ્નાન કરી આત્મકલ્યાણના પુનિત પંથે પ્રગતિ કરતા થાઓ એવી શુભ કામના. આ. જયસુંદરસૂરિજીના ધર્મલાભ 8 Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વેળાએ.. II વિના દ્રવ્યાનુયોગવિચાર, ચરણ-કરણનો નહીં કો સાર II • દ્રવ્યગુણપર્યાયનો રાસ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણભગવાન શ્રી મહાવીરપરમાત્માએ સમસ્ત ઘાતિકર્મોનો નાશ કરી કૈવલ્યલક્ષ્મીને પામ્યા બાદ સમસ્ત વિશ્વનું જે સ્વરૂપ જોયું તેને “ઉધ્ધનેઈ વા, વિગમેઈ વા, ધૂઈ વા” આ ત્રિપદીરૂપે પ્રરૂપ્યું. અને બીજબુદ્ધિને ધરનાર ગણધર ભગવંતોએ તેને દ્વાદશાંગીરૂપે ગ્રન્થસ્થ કર્યું. દ્વાદશાંગીરૂપ આ સમસ્ત મૃત મુખ્ય ચાર વિભાગમાં વહેંચાયેલું છે. દ્રવ્યાનુયોગ-૧, કથાનુયોગ-૨, ગણિતાનુયોગ-૩, ચરણકરણાનુયોગ-૪. આ ચારે અનુયોગો વિવક્ષાથી પોતપોતાના વિષયમાં મુખ્યતા અનુભવે છે. સાધ્ય તરીકે ચરણ-કરણાનુયોગની મુખ્યતા આંકવામાં આવી છે. છતાં દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના ચરણકરણાનુયોગનો સાર પામી શકાતો નથી. તેથી, અપેક્ષાએ દ્રવ્યાનુયોગને મુખ્ય કહી શકાય. જૈન સિદ્ધાંતનો પાયો અનેકાંતવાદ છે માટે જ ભગવાન શ્રી મહાવીરદેવે ગણધરભગવંતોને ત્રિપદીનું પ્રદાન કર્યું હતું. કોઈપણ પદાર્થને માત્ર એક જ નથી કે એક જ દૃષ્ટિકોણથી ન સ્વીકારતાં સર્વનયના સમૂહરૂપ પ્રમાણથી સ્વીકારવામાં આવે તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે. અનેકાંતવાદસાપેક્ષવાદ-પ્રમાણવાદ-વિભજ્યવાદ આ બધા સમાનાથી નામો છે. આ અનેકાંતસિદ્ધાંતનું અવલંબન લીધા વિના ગમે તેટલાં શાસ્ત્રો ભણવામાં આવે કે તત્ત્વનિરૂપણ કરવામાં આવે તો પણ તે દ્વારા શાસ્ત્રોનો પરમાર્થ પામી શકાતો નથી કે તેનું યથાર્થ નિરૂપણ થઈ શકતું નથી. માટે જ સન્મતિતર્કગ્રંથની ત્રીજા કાંડની ૬૭ મી ગાથામાં चरणकरणप्पहाणा, ससमयपरसमय मुक्कवावारा । चरणकरणस्स सारं, निच्छयसुद्धं न याणं ति ॥६७॥ ગાથામાં કહેલા ભાવને ગુજરાતી ભાષામાં ઢાળતાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાશ્રીજીએ “વિના દ્રવ્યાનુયોગવિચાર, ચરણકરણનો કો નહિ સાર' આ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૨) કડીની રચના કરી છે. તે દ્વારા તેઓશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્યાનુયોગનો આસરો લીધા વિના ચરણકરણાનુયોગનો સાર પામી શકાતો નથી. આથી, સ્વીકારેલા ચારિત્રના પરમાર્થને પામવા માટે પ્રત્યેક પ્રજ્ઞાવંત શ્રમણ-શ્રમણીએ દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરતાં ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ. દ્રવ્યાનુયોગનું અધ્યયન કરવા માટે ઉપકારક બને તેવા ગ્રંથોમાં શિરમોરસ્થાને રહેલાં ગ્રંથોને યાદ કરતાં જ સન્મતિતર્ક ગ્રંથનું નામ પ્રજ્ઞાપટ ઉપર ઉપસી આવ્યા વિના રહેતું નથી. આ મહાન ગ્રંથની રચના કરી છે પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરજી મહારાજાએ. જૈન સિદ્ધાંતો જે આગમગ્રંથોમાં સંગ્રહાયેલા છે તેના હાર્દ અને પરમાર્થ સુધી પહોંચવા માટે આ મહાન ગ્રંથનું અધ્યયન અમાપ ઉપકારક બને તેવું છે. માટે જ તો આ અને આવા મહાન ગ્રંથનું અધ્યયન કરવાનું આધાર્મિક ભિક્ષા વિના શક્ય જ ન હોય તો તેવા અવસરે તેનો ઉપયોગ કરીને પણ તેનું અધ્યયન કરવાનું ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજે દ્રવ્યગુણપર્યાયના રાસમાં જણાવ્યું છે. દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરતો આ મહાન ગ્રંથ ત્રણ કાંડ અને ૧૬૬ ગાથા જેટલો વિસ્તાર ધરાવે છે. મુખ્યતાએ જેમાં એકાંતવાદનું ખંડન કરવાપૂર્વક અનેકાંતવાદનું પૂર્ણદ્રઢતાથી સ્થાપન કરાયું છે. આ ગ્રંથની પ્રથમ ગાથામાં જૈન શાસનની પારમાર્થિકસ્તવનારૂપ મંગલાચરણ કર્યા બાદ બીજી જ ગાથામાં જણાવ્યું કે, “જે રીતે પદાર્થનિરૂપણ કરવાથી મંદબુદ્ધિવાળા જીવો આગમનો પરમાર્થ સમજવા સમર્થ થાય તે રીતે હું નિરૂપણ કરીશ.” આ કહીને તેઓશ્રીએ જણાવ્યું કે, આગમના પરમાર્થને પામવા કટિબદ્ધ બનેલા સાધકો માટે અનેકાંતવાદ સમજવો અનિવાર્ય છે. આ ગ્રંથ ભણવાથી બુદ્ધિ અનેકાંતવાદથી પરિકર્મિત થશે અને એ દ્વારા આગમના પરમાર્થને સહેલાઈથી પામી શકાશે. આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીજીએ નયવાદ, પ્રમાણ, સપ્તભંગીનું સ્વરૂપ વગેરેના વર્ણનની સાથોસાથ એકાંતવાદ ઉપર આધારિત તે કાળના પ્રચલિત એવા અનેક મિથ્યાવાદોનું ખંડન કરીને અનેકાંત આધારિત સમ્યગ્વાદનું પ્રસ્થાપન કર્યું છે. એ જ રીતે જૈન પરંપરામાં પણ જે જે વિષયમાં જે જે માન્યતાઓ પ્રચલિત હતી તે માન્યતાઓ તર્કશુદ્ધ ન જણાતાં તેનો પ્રતિપક્ષ સ્વીકારીને તેઓશ્રીએ શાસ્ત્રસાપેક્ષપણે તર્કશુદ્ધ માન્યતાઓને પ્રસ્થાપિત કરી છે. આ ગ્રંથના પ્રથમ કાંડમાં સમગ્ર જયોના આધાર તરીકે દ્રવ્યાસ્તિકાય અને Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૩) પર્યાયાસ્તિકનયને મૂલાય તરીકે ઓળખાવ્યા છે, એ ઉપરાંત બંને મૂલનયોનો પોતપોતાનો વિષય, અને આ નયના જ વિસ્તારરૂપે સંગ્રહ વગેરે અનેક નયોનું વર્ણન કરાયું છે. વધુમાં સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, બેમાંથી એક પણ નયની એકાંત માન્યતા સ્વીકારવાથી સંસાર, સુખ-દુઃખ, કર્મબંધ-મોક્ષ વગેરે કોઈપણ રીતે ઘટી શકશે નહિ. આગળ વધીને સપ્તભંગીનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલદ્રવ્યનો પરસ્પર એકાકીભાવ, જૈનશાસનની ઔત્સર્ગિક અને અપવાદિક દેશનાનું સ્વરૂપ વગેરે વિષયો વર્ણવ્યા છે. એ વાત પણ સચોટ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે કે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિક નય આ બંનેય મૂલાયો છે અને આ બે મૂલયોમાંથી જ સંખ્યાબદ્ધ બીજા નયી નીકળે છે. આ બધા ગયો જો પરસ્પર સાપેક્ષ હોય તો જ તે પ્રમાણના અંશરૂપ હોઈ સમ્યરૂપ બની શકે છે. અન્યથા નિરપેક્ષ બનેલા તે નયો પ્રમાણના અંશરૂપ ન બનવાને કારણે મિથ્થારૂપ બને છે. બીજા કાંડમાં ભવસ્થ કેવલજ્ઞાની ભગવંતોનો કે સિદ્ધ ભગવંતોના જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ ભિન્ન છે કે અભિન્ન છે ? સમકાળે થાય છે કે ક્રમિક થાય છે? આ પદાર્થનું વર્ણન કરતાં પ્રચલિત ક્રમવાદ અને સહવાદની માન્યતાનું ખંડન કરી બંને ઉપયોગો અભિન્નરૂપે જ છે અને તેથી જ તે સમકાળે હોય છે તે વાતનું વિસ્તૃત વર્ણન કરી અનેક તર્કોના આધારે સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રીજા કાંડમાં પ્રતીત્યવચનનું સ્વરૂપ, ગુણ અને પર્યાયની અભિન્નતા, એકાંત ભેદવાદી અને અભેદવાદીમતનું ખંડન, અનેકાંતવાદની વ્યાપકતા, દરેક પદાર્થોને અનેકાંત દૃષ્ટિથી કઈ રીતે જોવા તેનું ઉદાહરણપૂર્વક વર્ણન, ઉત્પાદ અને વિનાશનું સ્વરૂપ, હેતુવાદ અને શ્રદ્ધાવાદ સ્વરૂપે આગમવચનોનું વિભાજન, કાળ વગેરે પાંચ કારણોમાં સમ્યકરૂપતા અને મિથ્યારૂપતા, સ્યાસ્પદથી નિરપેક્ષ એવા અસ્તિત્વ વગેરે છ પદો અને નાસ્તિત્વ વગેરે છ પદોનું મિથ્યાપણું, શાસ્ત્રની પ્રરૂપણાના અધિકારી માટે આવશ્યક ગુણો, ચરણકરણાનુયોગનો સાર પામવા દ્રવ્યાનુયોગની અનિવાર્યતા વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યા બાદ અંતે સર્વ દર્શનોના સમૂહરૂપ શ્રી જિનશાસનની કલ્યાણની કામના કરીને અંતિમ મંગલ કરીને ત્રીજા કાંડના સમાપન સાથે ગ્રંથનું પણ સમાપન કર્યું છે. આ ગ્રંથના મૂળભૂત શ્લોકોમાં ધરબાયેલા હાર્દને ટીકાકાર મહર્ષિએ સવિસ્તર પ્રગટ કર્યું છે. ટીકાકાર છે તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રીએ આ મહાન ગ્રંથ ઉપર ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ વિસ્તારવાળી ટીકા બનાવી છે. જેમાં તેઓશ્રીએ પોતાના સમય સુધીમાં ચાલતા પ્રત્યેક દર્શનવાદોનું પૂર્વપક્ષરૂપે સ્થાપન કરીને તેમાં રહેલી એકાંતિકતાનું સર્વગ્રાહી તર્કના સહારે ખંડન કરવાપૂર્વક અનેકાન્તવાદની સુદ્રઢ રીતે સ્થાપના Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) કરી છે. આ બધી ચર્ચાના કારણે મધ્યમકક્ષાના અભ્યાસીઓ માટે આ ગ્રંથનું અધ્યયન કરવું અત્યંત દુરુહ બને તે સ્વાભાવિક છે. ટીકાગ્રંથની દુહતાના કારણે જ મોટાભાગના અભ્યાસીઓ આ ગ્રંથના અધ્યયનથી વંચિત રહેતા હોય છે. પરિણામે મૂળગ્રંથનો અભ્યાસ કરવાનું પણ ધીમે ધીમે ઘટતું ગયું છે. આ પરિસ્થિતિમાં કમ સે કમ મૂળગ્રંથને પણ સારી રીતે સહેલાઈથી સમજી શકાય તેવી વ્યાખ્યા કે વિવેચનની અભ્યાસુઓ માટે ખોટ વર્તાતી હતી. જેને પૂરી કરવાનું કાર્ય કોઈકે તો કરવું જરૂરી હતું જ. જેને પંડિતવર્યશ્રી ધીરૂભાઈએ સાકાર કરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. જો કે આવા મહાનદાર્શનિકગ્રંથની મૂળ ગાથાઓનો અનુવાદ અને વિવેચન કરવું અને તે પણ મધ્યમ બોધવાળા જીવો સહેલાઈથી સમજી શકે તે રીતે કરવું તે માટે ઘણી બધી સજ્જતા હોવી જરૂરી છે. પંડીતવર્ય ધીરૂભાઈએ મૂળગ્રંથને સ્પર્શીને અને ટીકાગ્રંથને આંખ સામે રાખીને ગુજરાતી ભાષામાં આ વિવેચન તૈયાર કર્યું છે. જેમાં તેમણે વર્તમાનકાળના ઉદાહરણો વડે ગ્રંથના વિષયને વધુ સરળતાથી સમજાવવાનો સફળ પુરૂષાર્થ કર્યો છે તે અત્યંત અનુમોદનીય છે. “સન્મતિતર્કના આ વિવેચનને તપાસવા માટે મારા ઉપર મોકલીને પંડિતવર્ય શ્રી ધીરૂભાઈએ મને સ્વાધ્યાયનો જે ઉત્તમ અવસર આપ્યો તે નિમિત્તે વર્ષો પૂર્વે આ મહાગ્રંથ ઉપર કામ કરવાની મારી ભાવના પુનઃ પ્રદિપ્ત થતાં તે કાર્યને અત્યારે હાથ ઉપર લીધું છે. વર્ષો પૂર્વે તે અંગે એકઠી કરેલી સામગ્રીના સહારે આ કાર્યનો પ્રારંભ કર્યો છે અને થોડા સમયમાં તે કાર્ય સંપન્ન પણ થશે તેમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પંડિતવર્યશ્રીના ફાળે જાય છે. આ વિવેચન તપાસવામાં સન્મતિતિક મૂળ ગ્રન્થનો અને ટીકાગ્રંથના જરૂરી અંશનો ઉપયોગ કર્યો છે. જ્યાં જરૂર જણાઈ ત્યાં સન્મતિતર્કના તે તે શ્લોકો ઉપર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે તથા અન્ય પણ પૂર્વાચાર્યોએ રચેલી ટીકાના અંશોનો પણ ઉપયોગ કર્યો છે. એ બધું જોતા પ્રસ્તુત વિવેચનમાં જ્યાં જ્યાં સુધારા-વધારા કે સ્પષ્ટતા કરવી જરૂરી જણાઈ તે પંડિતવર્યશ્રીને સૂચવેલ છે. જેનો તેમણે પ્રસ્તુત વિવેચનમાં યથોચિત રીતે સમાવેશ કર્યો છે. વિ.સં. ૨૦૬૪, ફાગણ વદ-૧૨, ગુરૂવાર ગુંદેચા ટાવર, મુંબઈ. વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગુણયશસૂરીશ્વરજી પાદપણુ વિજયકીર્તિયશસૂરિ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અમારા અન્ય પ્રકાશનો ૧. યોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૨. યોગશતક - સ્વોપmટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. * ૩. શ્રી જૈન ધર્મના મોલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઈયવયજુર સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નથી, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. કી ૪. શ્રી જેન તત્ત્વ પ્રકાશ - દેવસી-રાઇઅપ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. દ્વિતીય કર્મગ્રન્થ (કમસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. ૯. વૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ)-સરળ ગુજરાતી વિવેચન. SS ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. ૧૧. પંચમ જર્મગ્રન્થ (શતક):-પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત / સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત CPS છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન સહ. ૧૨. છઠ્ઠો કર્મગ્રન્થ (સમતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત (4) છાયા સાથે ગુજરાતી સરળવિવેચન સહ. ૧૩. પૂજા સંગ્રહ સાર્થ:- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. GA૧૪. ખાત્રપૂજા સાથે પૂ.વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. આ ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા બ્ર સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે ર Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬. નવસ્મરણ - મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં ઉજ મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. ૧૦. રત્નાકરાવતારિકા(ભાગ-૧):- પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૧૮. રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) ૧૯. રત્નાકરાવતારિકા (ભાગ-૩) - પરિચ્છેદ ૬-૭-૮.પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ૨૦. આઠ દૃષ્ટિની સઝાય :- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સક્ઝાયના સરળ ગુજરાતી અર્થો. ૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય -પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૨૨. તાધિગમ સૂત્ર:- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્તવિવેચન. ૨૩. શ્રી વાસુપૂજા સાથે :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ છે તથા જૈન વિધિસહ ગુજરાતી ભાષાંતર. શ્રી સમ્યકત્વમૂલ બારવ્રત -વિવેચન સહ. ૨૫. સવાસો ગાથાનું સ્તવન - પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થવિવેચન સાથે. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :-પૂ.ઉ.શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચનયુક્ત અર્થ સાથે. ૨૦. અઢાર પાપસ્થાનકની સઝાય:- અર્થ વિવેચન સાથે. ૨૮. સમ્મતિ પ્રકરણ - પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ભાવિમાં લખવાની ભાવના ૨૯. જ્ઞાનસાર અષ્ટક - દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટ ૩૦. અમૃતવેલની સઝાયના અર્થ. ૩૧. જેનદર્શનનો સંક્ષિપ્ત પરિચય: લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા છે . PAYO Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પપૂ. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી વિરચિત સન્મતિ પ્રકરણ પ્રથમ કાર્ડ જગતના તમામ પદાર્થો સામાન્યધર્મ અને વિશેષધર્મોથી ભરેલા છે તેથી તે ધર્મોને જાણવા-જોવાની આત્માની દૃષ્ટિ પણ બે પ્રકારની છે. જેમ કે એક વૃક્ષ છે, તે વૃક્ષપણે સામાન્ય છે અને મલ-થડ-શાખા-પ્રશાખા-ફૂલ અને ફળરૂપે વિશેષ છે. આ બે પ્રકારના ભાવોને જોનારી દ્રષ્ટિ પણ બે પ્રકારની છે અર્થાત્ શેય દ્વિવિધ હોવાથી તે શેયને જાણનારી જ્ઞાયક એવી દૃષ્ટિ પણ દ્વિવિધ છે. સામાન્ય ધર્મને જોનારી-જાણનારી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય છે અને વિશેષધર્મને જોનારી-જાણનારી જે દ્રષ્ટિ તે પર્યાયાર્થિક નય છે. આ બન્ને નયોનું તથા તેના ઉત્તરભેદોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે તેથી સ્યાદ્વાદને અર્થાત્ અનેકાન્તવાદને ઘણી જ યુક્તિ-પ્રયુક્તિથી આ ગ્રન્થમાં સમજાવવામાં આવ્યો છે કારણ કે અનાદિકાળથી જગતના પદાર્થોનું સ્વરૂપ સ્વાભાવિકપણે જ અનેકાન્તમય છે જ. અને આ કારણે જે કોઈ પણ એક બાજા ઢળી ગયેલી વૃષ્ટિવાળા ઈતર દર્શનોની કેટલીક માન્યતાઓનું નિરસન પણ આ ગ્રન્થમાં તર્કપૂર્વક કરવામાં આવ્યું છે તથા જૈનદર્શનમાં પણ કોઈ એક નયના ભારને લીધે ચાલી આવતી કેટલાક આચાર્ય મહારાજશ્રીઓની એકાગર્ભિત વિચારસરણીઓની પણ આ ગ્રન્થમાં સમીક્ષા કરવામાં આવી છે. વિદ્વાન પુરુષોના પ્રવેશ માટે કોઈ પણ ગ્રન્થના પ્રારંભમાં મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચાર પદાર્થો ગ્રન્થકર્તા મહાત્મા પુરુષો લખતા જ હોય છે. શિષ્ટપુરુષોની આ પ્રણાલિકા જ છે તેથી પહેલી ગાથામાં મંગલાચરણ અને સંબંધ તથા બીજી ગાથામાં વિષય અને પ્રયોજન ગ્રન્થકર્તાશ્રી સમજાવે છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ॥१॥ (सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानाम् । कुसमयविशासनं, शासनं जिनानां भवजिनानाम् ॥१.') Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ – ગાથા-૧ સન્મતિપ્રકરણ ગાથાર્થ - અનુપમસુખવાળા સ્થાન પામેલા એવા તથા ભવને જિતનારા એવા (એટલે ૧૩માં ગુણસ્થાનકે વર્તતા અર્થાત્ શરીરધારી એવા) તીર્થંકર પરમાત્માઓનું શાસન (નિર્દોષતાથી) સિદ્ધ થયેલું છે. તથા સિદ્ધ (યથાર્થ) એવા અર્થોને કહેનારું (પ્રતિપાદન કરનારું) છે અને કુત્સિત (મિથ્યા) દર્શનોનું નિરસન કરનારૂં છે //1. વિવેચન - જૈનદર્શનમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં જન્મેલા માનવીઓ માટે તે જ ક્ષેત્રમાં થયેલા અને થતા ૨૪-૨૪ તીર્થકર ભગવંતો જ સર્વોત્તમ, જગમૂજ્ય, અનંત ઉપકારી પુરૂષ વિશેષ છે. તથા તેઓ જ વિશેષ દર્શન, વંદન અને પૂજનને યોગ્ય છે તેથી મંગલાચરણરૂપે તે તીર્થકર ભગવંતોને અર્થાત્ અરિહંત ભગવંતોને નમસ્કાર કરવો જોઈએ અર્થાત્ તે ૨૪ તીર્થંકર પરમાત્માઓને જ નમસ્કાર કરવો ઉચિત છે. પરંતુ આ તીર્થકરભગવંતોની સર્વોત્તમતા અને વિશિષ્ટ પૂજ્યતા પણ તેઓના શુદ્ધ આત્મદ્રવ્યની નિર્મળતાને લીધે તથા તેઓની નિર્દોષ વાણીને લીધે છે તથા તેઓના મુખ દ્વારા નીકળેલી ઉચ્ચારણાત્મક વ્યંજનાક્ષરરૂપ પવિત્ર વાણી, અને તેઓની ગેરહાજરીમાં આગમોરૂપે લખાયેલી સંજ્ઞાક્ષર રૂપ વાણી આપણા ઉપર ઘણો ઘણો ઉપકાર કરે છે તથા તે વાણી જ ત્રણે કાળે જગતના જીવોનું કલ્યાણ કરે છે તથા તેઓની વાણી અબાધિત છે. માટે જ તેઓની પૂજનીયતા છે. તેથી તેઓની વાણી અર્થાત્ તેઓનું શાસન સવિશેષ પૂજનીય અને નમસ્કરણીય છે. આ કારણે ગ્રન્થકર્તાશ્રી તે મહાત્માઓની વાણીને (શાસનને) સ્મરણ કરવારૂપે મંગલાચરણ કરે છે. ટીકામાં કહ્યું છે કે “મવન ' રૂરિ I મવતિ નાર-તિર્ય-રામપર્યાયત્વેર उत्पद्यन्ते प्राणिनोऽस्मिन्निति भवः-संसारः, तद्धेतुत्वाद् रागादयोऽत्र भवशब्देनोपचाराद् વિક્ષતા:, તે નિતવત્ત તિ નિનાદ / ચાર ગતિ તે ભવ, રાગાદિ તેના હેતુભૂત હોવાથી રાગાદિ પણ ભવ, તેને (તેવા ભવને) જીતનારા તે ભવજિન, તેઓનું આ શાસન. તેરમા-ચૌદમાં ગુણઠાણે બીરાજમાન, સદેહે ભૂમિ ઉપર વિચરતા, રાગ-દ્વેષ અને મોહાદિ સકલ દોષોનો ક્ષય કરનારા એવા વીતરાગ - સર્વજ્ઞ બનેલા તીર્થકર અરિહંત પરમાત્માને “ભવજિન” કહેવાય છે. ભવમાં વિચરતા દેહધારી જે જિનેશ્વર પરમાત્મા છે એટલે કે રાગાદિ રૂપ ભવને જે જિતનારા છે તે ભવજિન. મોક્ષે ગયેલા અરિહંત પરમાત્મા અશરીરી હોવાથી વાણી ફરમાવે નહીં, અને બારમા ગુણઠાણા સુધીના જીવો (ભલે અરિહંત પરમાત્માના જીવ હોય તો પણ) સાધકદશાની અપેક્ષાએ રાગ-દ્વેષાદિને જીતનારા હોવા છતાં પણ છદ્મસ્થ હોવાથી ધર્મદેશના આપતા નથી તથા અરિહંત પરમાત્મા સિવાયના બીજા મુનિમહાત્માઓ તથા સૂરિવરો જો કે ધર્મદેશના આપે છે પરંતુ તેઓ અરિહંત પરમાત્માએ આપેલી દેશનાના અનુવાદ રૂપે દેશના આપે છે. મૌલિક ભાવે પોતાના વિચારોની ધર્મદેશના Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ - ગાથા-૧ આપતા નથી. આ રીતે સ્વસ્વામિત્વ ભાવે તો તેરમા ગુણઠાણે બીરાજમાન તીર્થકર ભગવંતો જ ધર્મદેશના આપે છે. તેથી અન્ય સર્વને ત્યજીને અહીં “ભવજિનો” = સદેહે વિચરતા રાગાદિ રૂપ ભવને જિતનારા તેરમા ગુણઠાણાવાળા સર્વજ્ઞ વીતરાગ અરિહંત તીર્થકર પરમાત્મા જ કહ્યા છે અને તે પરમાત્માની વાણીની સ્તુતિ કરવામાં આવી છે. અર્થાત્ તે સ્વરૂપે મંગળાચરણ કરવામાં આવ્યું છે. આ વાણીને જ “શાસન” કહેવાય છે. શાસન એટલે દ્વાદશાંગીરૂપ ભગવાનની આજ્ઞા, ભગવાનનું ફરમાન, ભગવાનની વાણી, ભગવાનનું કથન, વીતરાગવચન, વીતરાગ તીર્થંકર પ્રભુની વાણી. આ શાસન એટલે કે ભગવાનની વાણી. તે કેવી છે? તે સમજાવવા માટે મૂલગાથામાં વાણીનાં એટલે કે શાસનનાં ત્રણ વિશેષણો મુક્યાં છે. નિVI સાસUાં રાગવૈષને જીતીને જિન બનેલા અને ભવને જિતનારા તથા ભવમાં વિચરતા એવા જિનેશ્વર ભગવંતોનું શાસન કેવું છે? (વીતરાગ પરમાત્માની વાણી કેવી છે, તેના ત્રણ વિશેષણો છે. (૨) સિદ્ધ, (૨) સિદ્ધOાઇi (સાસUi), (૩) સમવિલાસમાં આ ત્રણે પદો શાસનનાં વિશેષણો છે. અને (૬) ગોવમસુદ્દે હાઇ કવાયા, (૨) મવનિVITUાં આ બન્ને નિVIIM નાં વિશેષણો છે. ટીકામાં કહ્યું છે કે “સિદ્ધ-પ્રતિષ્ઠિત નિશ્ચિતપ્રાથમિતિ યાવત્ મહિનૈવ, નાતઃ પ્રરત્ પ્રતિષ્ટાધ્યમ્ ' સિદ્ધ થયેલું, પ્રતિષ્ટિત થયેલું, નિશ્ચિત છે પ્રમાણતા જેમાં એવું આ શાસન છે પોતાના મહિમાથી જ પ્રમાણતાવાળું છે. પરંતુ આ પ્રકરણ રચવાથી પ્રમાણતા સિદ્ધ કરવી પડે તેવું નથી. ૨. સિદ્ધ = જેમાં કોઈ પણ જાતનો દોષ નથી, તે રીતે નિર્દોષપણે સિદ્ધ થયેલું, પિંકાયેલું, પ્રસિદ્ધ થયેલું એવું આ શાસન છે. કારણ કે જે કોઈ વક્તા એક નય માને, એક જ નયની ભારપૂર્વક દેશના આપે, એક જ નય તરફ વધારે વળાંકવાળા બને, તેની જ દેશના દોષવાળી હોય છે. તેનું જ શાસન બીજા નયની અવગણનાના કારણે દોષવાળું બને છે. જિનેશ્વર પરમાત્માનું શાસન (વાણી) બન્ને નયોની સમતોલપણે દેશના ફરમાવતું હોવાથી આવા દોષો વિનાનું છે. તે તેના અભ્યાસી વિદ્વાન પુરુષોમાં પ્રસિદ્ધ છે. સિદ્ધ છે. જે વિદ્વાન પુરુષો તેના અભ્યાસમાં ઊંડા ઉતર્યા છે. અને ઊંડા ઉતરે છે તેઓને જ તે શાસનની નિર્દોષતા સિદ્ધ થયેલી સમજાય છે આમ વધારે વધારે સ્પષ્ટ સમજાય છે. ટીકામાં કહ્યું છે કે “સિદ્ધાર્થીના' રૂત્યને હેતુસંકૂવ વિદિતાવાર્થે, સિદ્ધ:प्रमाणान्तरसंवादतो निश्चिताः येऽर्था नष्टमुष्ट्यादयः, तेषां शासनं- प्रतिपादकं यतो द्वादशाडगं प्रवचनमतो जिनानां कार्यत्वेन संबंधि । तेनायं प्रयोगार्थः सूचितः । प्रयोगश्च प्रमाणान्तरसंवादियथोक्त नष्टमुष्टयादिसूक्ष्मान्तरितदूरार्थप्रतिपादकत्वान्यथाऽनुपपत्तेर्जिनप्रणीतं शासनम् । Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કાષ્ઠ-૧ – ગાથા-૧ સન્મતિપ્રકરણ ૨. સિદ્ધસ્થાપf (સાસUT) = તર્ક અને યુક્તિઓથી સિદ્ધ એવા જ અર્થોને કહેનારૂં આ શાસન છે. આ શાસનમાં જીવ-અજવાદિ જે જે નવતત્વો કહ્યા છે, છ દ્રવ્યો કહ્યાં છે અને તેને જાણવાના ઉપાય રૂપે મૂલ ર અને ઉત્તર ૭ નયો, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણો વિગેરે જે કંઈ પણ જણાવવામાં આવ્યું છે તે સઘળુંય પથાર્થ છે. જગતમાં જેવું છે તેવું જ કેવળજ્ઞાન-દર્શનથી જોઈને પછી જ કહ્યું છે. પ્રમાણાન્તરોથી સંવાદિ છે. મનની કલ્પનાઓ કરી-કરીને ગોઠવીને કહ્યું નથી. યથા ગતિ, તથા પતિ, યથા પતિ, તથા વતિ જેવું જગત છે તેવું તેઓ દેખે છે અને જેવું દેખે છે તેવું જ તેઓ કહે છે. માટે જ તેમનું શાસન (તેઓની વાણી) યથાર્થ છે. હું આમ માનું છું એમ કાલ્પનિક માન્યતાવાળી તેઓની વાણી નથી, માટે જ અન્ય બધા જ દર્શનોને વિચારિત અર્થમાં “મત” કહેવાય છે. બૌદ્ધમત, સાંખ્યમત, વૈશેષિકમત ઈત્યાદિ, પરંતુ જૈનદર્શનને વિચારણા અર્થમાં “મત” કહેવાય નહીં. બૌદ્ધ આમ માને છે. સાંખ્ય આમ માને છે. એમ ત્યાં કહેવાય. પરંતુ જિનેશ્વરો આમ માને છે. એવું વિચારણા અર્થવાળું કયારેય પણ બોલાય નહીં કારણ કે તેઓ ત્રિકાલજ્ઞાની હોવાથી સાક્ષાત દેખે જ છે માટે માનવાની કે કલ્પના કરવાની સર્વજ્ઞ હોતી જ નથી. છઘસ્થને જ હોય છે. આ કારણે જિનેશ્વર ભગવંતો આમ કહે છે. આમ કહેવાય પણ આમ માને છે. એવું ન કહેવાય. માટે જ યર્થાથપણે પ્રસિદ્ધ એવા જ અર્થોને જણાવનારું આ શાસન છે. ટીકામાં કહ્યું છે કે “સમયવિસ" રૂતિ વાત્ર ચડ્યાને યુદ્ધવિરાસનनामसर्वज्ञप्रणीतत्वप्रतिपादकत्वेन व्याख्येयम् । तथाहि-कुत्सिताः प्रमाणबाधितैकान्तस्वरूपार्थप्रतिपादकत्वेन, समया: कपिलादिसिद्धान्ताः, तेषां “सन्ति पञ्चमहब्भूया" (सूत्रकृतांग ૨-૨-૨-૭) રૂત્યાદ્રિ વવનસંર્મન gવષયે વિરોઘ ઘુમાવવૅર “વિશાસિન" = विध्वंसकं, यतः, अतो द्वादशांगमेवं "जिनानां शासनमिति" भवत्यतो विशेषणात् सर्वज्ञविशेषसिद्धिरिति स्थितमेतत्- जिनशासनं तत्त्वादेव सिद्धं निश्चितप्रामाण्यमिति । રૂ. સમયવિલાસ = કુત્સિત જે સમયો (દર્શનો) છે તેનું વિશાસન-નિરસન કરનારું આ શાસન છે કારણ કે કુત્સિત દર્શનો કોઈ પણ એક કે બે નયને જ એકાને ગ્રહણ કરીને જગતના સ્વરૂપની પ્રરૂપણા કરે છે. બાકીના નયની અવગણના કરે છે તેથી જ તે દર્શનો કુત્સિત-નિંદનીય-ત્યજવાલાયક અર્થાત્ અયથાર્થવાદવાળાં કહેવાય છે. જેમ કે બૌદ્ધદર્શન કહે છે કે “સર્વ ક્ષશ્વિમેવ' આમ કહેવામાં પર્યાયની અપેક્ષાએ ક્ષણિક્તા હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ જે ધ્રુવતા (નિત્યતા) છે તેની અવગણના થાય છે માટે તે અયથાર્થવાદવાળું ૧. પણ શબ્દ બે વાર લેવો. એકવાર સિદ્ધ અર્થોને સારૂ કહેનાર આમ વિશેષણ તરીકે અને બીજીવાર આવા પ્રકારનું શાસન એમ વિશેષ્ય તરીકે લેવું. સિદ્ધ એવા અર્થોને ભાખનારૂં એવું શાસન. આવો અર્થ કરવો. ૨. જૈનમત - જિનમત વિગેરે શબ્દો સ્વગ્રંથોમાં જોવા મળે છે. ત્યાં “મત”નો અર્થ માન્ય અથવા ભાષિત એવો અર્થ કવો. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૧ હોવાથી કુત્સિતતાને પામે છે. એવી જ રીતે સાંખ્યદર્શન નિત્યતાને જ બતાવતું છતું પર્યાયનો અપલાપ કરતું હોવાથી કુત્સિતતાને પામે છે. આમ સર્વત્ર સમજવું. આ જૈનશાસન જ જગતના પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સાપેક્ષ એવા બન્ને નયોથી બતાવતું હોવાથી ઉપરોક્ત દર્શનોના એકાન્તવાદનું નિરસન (ખંડન) કરે છે. ખોટાને ખોટા તરીકે સાબિત કરે છે. કોઈનો પણ પક્ષપાત કર્યા વિના સત્યને સત્ય તરીકે જાહેર કરનાર આ એક જ જૈનદર્શન છે. - આ રીતે આ જૈનશાસન (૧) સિદ્ધ છે. (નિર્દોષપણે પ્રસિદ્ધ છે. એટલે કે ગુણોથી ભરેલાપણે પ્રસિદ્ધ છે.) (૨) યથાર્થ પદાર્થોનું પ્રતિપાદન કરનાર છે. અને (૩) એક એક નયને પકડીને મિથ્યા પ્રરૂપણા કરનારા કુત્સિત (નિંદનીય) દર્શનોનું નિરસન કરનાર છે. આવા શાસનને ગ્રંથના પારંભમાં હું યાદ કરું છું. સ્મૃતિગોચર કરૂં છું. ભાવથી વંદન-પ્રણામ કરું . જે શાસને તત્ત્વો સમજવા માટેની દિવ્યવૃષ્ટિ આપી છે. અલૌકિક ઉપકાર કર્યો છે. આંખમાં સાચા તત્ત્વોનું સાચું સ્વરૂપ સમજવા માટેનું સાપેક્ષ નયવાદ સ્વરૂપ અંજન આંજી વૃષ્ટિને નિર્મળ કરી છે. દ્રષ્ટિને દિવ્ય બનાવી છે. તેવા શાસનને એટલે કે ભવને જિતનારા એવા દેહધારી અરિહંત પરમાત્માના શાસનને (વાણીને) વારંવાર કોટિ કોટિ નમસ્કાર હોજો. આ મંગલાચરણ થયું. ન = આ પદ મવનિVTV પદનું તથા સવાયા પદનું વિશેષ્યવાચી પદ છે. જિનેશ્વર તીર્થંકર પરમાત્માનું આ શાસન છે. હવે તે તીર્થંકર પરમાત્મા કેવા છે ? તે સમજાવવા માટે તેઓશ્રીના બે વિશેષણો લખે છે (૧) ૩ોવમસુદં ર ૩વાયા અને (૨) મનપITUાં. આ બન્ને વિશેષણોનો અર્થ આ પ્રમાણે છે. ૨. મોવમસુદં ર ૩વવUi = અનુપમ સુખ છે જેમાં એવા સ્થાનને (મુક્તિસ્થાનને) પામેલા = પામનારા એવા જિનેશ્વર તીર્થકર ભગવંતોનું આ શાસન છે. પાંચ ઇન્દ્રિયોના વિષયજન્ય જે સુખ છે તે ક્ષણિક સુખ છે પરાધીન સુખ છે. પદ્ગલિક પદાર્થોને પરવશ સુખ છે અને તે પૌગલિક પદાર્થો મેળવવા ધનોપાર્જન આદિ કરવામાં જ સમસ્ત કાળ ચાલ્યો જાય છે. વિષયોના ભોગથી તૃપ્તિ થતી નથી. પણ તેની તૃષ્ણા વધે છે તથા વાસ્તવિકપણે તે સુખ જ નથી. કેવળ દુઃખના પ્રતિકારરૂપ છે. જયારે મુક્તિમાં રહેલું જે આત્મિકગુણોનું સુખ છે. તે અનંતકાળ સ્થાયિ સુખ છે સ્વાભાવિક છે. આત્મત્તિક છે. સકલવ્યાબાધારહિત છે. સર્વસુખાતિશાયિ સુખ છે. તથા સ્વાધીન સુખ છે. માત્ર સ્વદ્રવ્યને જ આભારી છે. તેના માટે ધનોપાર્જન કે કાલનિર્ગમન કરવો પડતો નથી. તેથી આ સુખ અનુપમ સુખ છે. આવા પ્રકારના અનુપમસુખવાળા મુક્તિસ્થાનને આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં જ નિકટના કાળમાં જ આ તીર્થકર ભગવન્તો પામવાના છે. તેથી ભાવિમાં ભૂતવો ઉપચાર કરીને આવા પ્રકારના અનુપમ સુખવાળા સ્થાન પામેલા એવા તીર્થંકર પરમાત્માઓ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ – ગાથા-૨ સન્મતિપ્રકરણ છે. આમ કહેલ છે. અથવા જે તીર્થંકર પરમાત્માઓ વાણી પ્રકાશીને મોક્ષે પધાર્યા છે. તેઓને આશ્રયી આ વિશેષણ સાર્થક છે. ૨. મનિur = ભવમાં દેહધારી તરીકે વિચરતા અને રાગાદિ રૂપ ભવને જિતનારા એવા જિનેશ્વર ભગવંતો. તેરમા ગુણઠાણે બીરાજમાન એવા જ તીર્થકર ભગવંતો ધર્મદેશના આપે છે. શાસન સ્થાપે છે ચૌદમાં ગુણસ્થાનકવાળા કે સિદ્ધાવસ્થાવાળા, અયોગી હોવાથી ધર્મદેશના આપતા નથી. આ અર્થ સમજાવવા માટે આ વિશેષણ છે. આમ આવા પ્રકારના બે વિશેષણોવાળા જિનેશ્વરોનું જે શાસન છે. તેનું આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ રૂપે હું વંદન-નમન-સ્મરણ કરૂં છું. તથા આ શાસનથી મને જે યથાર્થતત્ત્વો જણાયાં છે તે તત્વોને જ આ ગ્રંથમાં હું કહીશ. આવો અર્થ લેવાથી આ ગ્રંથનો પરમાત્માની આગમવાણીની સાથે સંબંધ છે. આગમને અનુસારે જ હું આ ગ્રંથ બનાવીશ. આમ ગુરુપર્વક્રમ રૂપ સંબંધ પણ સમજી લેવો ||૧|| વિષય અને પ્રયોજનનું પ્રતિપાદન - समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयन्नो । आगममलारहियओ, जह होइ तमत्थमुन्नेसुं ॥ २ ॥ समयपरमार्थविस्तरविहाट जनपर्युपासनसकर्णः । आगम मलार हृदयः, यथा भवति तमर्थमुन्नेष्ये ॥ २ ॥ ગાથાર્થ - આગમના અર્થો સમજવામાં ગળીયા બળદના જેવો આળસુ હૃદયવાળો = મંદબુદ્ધિવાળો પુરુષ પણ શાસ્ત્રોના પરમાર્થનો વિસ્તાર (વિકાસ) કરવામાં કુશળ (અર્થાત્ દીપક સમાન) એવા જ્ઞાની મહાત્માઓની સેવામાં તત્પર જે રીતે બને, તે રીતે તે અર્થને આ ગ્રન્થમાં હું કહીશ / ૨ વિવેચન - આ સંસારમાં ઘણા જીવો પોતાના માનવભવની તથા જિનવાણીની પ્રાપ્તિની દુર્લભતા સમજી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં લયલીન થઈને રહે છે. ફરી ફરી આવું સુંદર-નિર્દોષ-આત્માનું કેવલ હિત જ કરનારું આ શાસન મળવું ઘણું જ દુર્લભ છે આમ સમજીને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. જયારે મોહાધીન બીજા કેટલાક આત્માઓ કે જેઓ ભોગપ્રિય છે. વિષયસુખોના જ અર્થ છે. ભવાભિનંદી છે. અર્થ અને કામની વાસનામાં જ લયલીન છે. તેઓ આગમોના અર્થગ્રહણના સામર્થ્યવિનાના અર્થાત્ મંદબુદ્ધિવાળા હોય છે. તેથી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં તથા સાંભળવાસંભળાવવામાં ઉદાસીન હોય છે તેની ઉપેક્ષા કરનારા હોય છે તે તરફ આકર્ષાતા નથી. ગાડે Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૨ જોડેલો ગળીયો બળદ જેમ ગાડુ ખેંચતો નથી. તુરત બેસી જ જાય છે. તેમ આ આત્માઓ આગમના અર્થો જાણવામાં જોડાતા નથી તેથી શાસ્ત્રકાર મહાત્મા કહે છે કે आगममलारहियओ આગમને (એટલે કે આગમના અર્થોને) જાણવામાં જે આત્માઓ કુંઠિત હૃદયવાળા છે. શૂન્ય હૃદયવાળા છે. ગળીયા બળદની જેમ આળસુ છે. ઉપેક્ષા કરનારા છે તેવા આત્માઓ પણ ભલે પોતે ન ભણે, તો પણ ભણેલા જ્ઞાનીઓની સેવામાં જોડાય, જ્ઞાનની મહત્તા સમજીને તેઓની ઉપાસના કરવામાં સકર્ણ (સાવધાનસજાગ) બને તે માટે આ ગ્રંથ હું બનાવું છું. (મમિવારા પ્રાનનવિમાનો વસ્યાસૌ મત્તાર:, તિવે અભિધાન રાજેન્દ્રકોશ. ભાગ ૬, પૃષ્ઠ ૧૫૭) = જે આત્માઓ ભોગપ્રિય છે. તત્ત્વજ્ઞાનની ઉપેક્ષા કરનારા છે. તત્ત્વ તરફ આકર્ષાયેલા નથી. સંસારના સુખનો રસ-આનંદ ઘટયો નથી. તત્ત્વની પ્રીતિ લાગી નથી. તેવા જીવોને પણ પોતાની ભૂલ સમજાય. આજ સુધી તત્ત્વ કંઈ ન ભણ્યા તેનો ખેદ થાય, પારાવાર દુઃખ થાય, અને જેઓ આગમના પરમાર્થનો વિસ્તાર કરવામાં લયલીન છે, શાસ્ત્રજ્ઞ છે. મહાત્મા પુરુષો છે. ચૌદ પૂર્વાદિના જ્ઞાતા છે તેઓની હું સેવા કરૂં, ઉપાસના કરૂં આવી સજાગતા તેઓમાં આવે, ન ભણેલાપણાનો ખેદ થવાથી ભણેલા શાસ્ત્રજ્ઞ પુરુષો પ્રત્યે અહોભાવપૂજ્યભાવ જાગે. તે માટે તેવા અજ્ઞાની આળસુ જીવો પણ શાસ્ત્રના અર્થો સાંભળવા માટે આકર્ષાય તેવા તેવા અર્થોને (ભાવોને) આ ગ્રન્થમાં હું કહીશ. વિદ્યાઙ = વિસાટ, વિષાદ અભિધાન રાજેન્દ્રકોશ ભાગ ૬, પૃષ્ઠ ૧૨૭ તથા પૂજ્ય અભયદેવસૂરિજી કૃત ટીકામાં આવો અર્થ છે કે “વિહાડ'' કૃતિ રીપ્યમાનાન્ શ્રોતુબુદ્ધી પ્રાશમાનાનાંન્ દ્રીપતિ - પ્રાણયતિ કૃતિ વિહાટ: એટલે વિજ્ઞાઽ - વિહાટ ટીકાનું પેઈજ-૧૫. = ૭ ટીકાનો અંશ = પાર્થસ્તુ મમિવ ઞરા = प्राजनकविभागो यस्यासौ मलारो . गौर्गली, आगमे तद्वत् कुण्ठं हृदयं यस्य = तदर्थप्रतिपत्त्यसामर्थ्यात् = असौ तथा = મથીઃ, = Jain Educationa International सम्यगीयन्ते परिच्छिद्यन्तेऽनेनार्था इति समयः = आगमः तस्य परमोऽकल्पितश्चासावर्थः, तस्य विस्तरो = रचनाविशेषः, तस्य विहाटः इति दीप्यमानान् श्रोतृबुद्धौ प्रकाशमानानर्थान् दीपयति = प्रकाशयतीति विहाटश्चासौ जनश्च चतुर्दशपूर्वविदादिलोकः, तस्य पर्युपासनम्, कारणे कार्योपचारात् - सेवाजनिततद्व्याख्यानं तत्र सह कर्णाभ्यां वर्तते इति सकर्णः, तद् व्याख्यातार्थावधारणसमर्थः यथा इति तेन प्रकारेण भवति तं तथाभूतमर्थमुन्नेष्ये તેશત: પ્રતિપાયિષ્યે । = For Personal and Private Use Only = Page #45 -------------------------------------------------------------------------- ________________ કાઠ-૧ – ગાથા-૩ સન્મતિપ્રકરણ यथाभूतेनार्थेन प्रदिपादितेनातिकुण्ठधीरपि श्रोतृजनो विशिष्टागमव्याख्यातृप्रतिपादितार्थावधारणपटुः सम्पद्यते तमर्थमनेन प्रकरणेन प्रतिपादयिज्यामीति यावत् ગ્રન્થકર્તાના હૃદયમાં કેટલી અને કેવી ભાવદયા વર્તે છે ! ભોગી સંસારપ્રિય જીવોને પણ તત્ત્વજ્ઞ મહાત્માઓ પ્રત્યે પ્રીતિવાળા બનાવે એટલે વારંવાર તેઓની ઉપાસનામાં સાવધાન થઈને રહેતાં તેઓનું પણ કાળાન્તરે કલ્યાણ થાય, થાય અને થાય છે. સંસારમાં ડૂબેલા જીવોને તારવા માટે આવી તત્ત્વવાણી જ વધારે ઉપકાર કરનારી છે. એકવાર જેને તત્ત્વજ્ઞાનનો પ્રેમ લાગે છે. તે કયારેય પણ તેને છોડતો નથી. બલ્વે સંજોગોની સાનુકુળતા મળતાં વધારે ને વધારે તેમાં તે ગુંથાય છે. એકવાર જેને સંસારનાં સુખો મધ જેવાં લાગતાં હતાં તેને જ હવે તે સુખો બંધનકર્તા અને હલાહલ ઝેર જેવાં લાગે છે. શાસ્ત્રોના અર્થોનું શ્રવણ આત્માની દ્રષ્ટિને જ બદલનાર છે. આત્માનો યુ ટર્ન (U TURN) કરનાર છે. એટલે જ ગ્રન્થકર્તા આ બીજી ગાથામાં કહે છે કે આગમના અર્થોને સાંભળવામાં-સમજવામાં ગળીયા બળદ જેવા, શૂન્ય હૃદયવાળા પ્રમાદી પુરુષોને પણ હું આ એવું શાસ્ત્ર સંભળાવીશ કે જેનાથી તેઓને ન ભણ્યાની ભૂલ સમજાય, ભણવા-સાંભળવા આકર્ષાય અને ભણાવનારા - તત્ત્વ સમજાવનારા અને સંભળાવનારા અર્થાત્ શાસ્ત્રોના પરમાર્થને વિસ્તારથી પ્રકાશિત કરનારા શાસ્ત્રજ્ઞ મહાત્મા પુરુષો પ્રત્યે તેઓ અહોભાવવાળા - પૂજયભાવવાળા બને અને આવા મહાત્માઓની ઉપાસના (ભક્તિ) કરવામાં લયલીન બને કે જેનાથી તેઓનું પણ ભાવિમાં અલ્પકાલે કલ્યાણ થાય. આ ગાથામાં આવા પ્રકારનું તત્ત્વજ્ઞાન ભણવામાં સાંભળવામાં આળસુ જીવોને પણ ઉદ્યમવંત કરવા. તે પ્રયોજન છે અને તેઓનું પણ કલ્યાણ થાય તેવા અર્થોનું પ્રતિપાદન કરવું તે વિષય છે. આમ બન્ને ગાથામાં થઈને અનુબંધચતુષ્ટય સમજાવ્યાં છે જરા આ ગ્રન્થમાં પ્રતિપાદન કરવા યોગ્ય મુખ્ય વિષયનો નિર્દેશ – तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्वढिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ॥ ३ ॥ (तीर्थवचनसग्रह-विशेषप्रस्तारमलव्याकरणी । દ્રવ્યાર્થિવ પર્યવનયશ શેષ વિન્યાસ્તયો: ૩ ). ગાથાર્થ - તીર્થંકર પરમાત્માનાં અર્થથી કહેવાયેલાં વચનોનો સામાન્ય અને વિશેષપણે જે વિસ્તાર છે તે વિસ્તારનું મૂલથી પ્રતિપાદન કરનારી જે વાણી છે. તે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો છે. બાકીના બધા નયો આ બે નયના જ પેટાભેદ છે || Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ - ગાથા-૩ વિવેચન - જગતમાં વર્તતા સર્વે પણ પદાર્થો દ્રવ્યાત્મક (દ્રવ્યસ્વરૂપ) પણ છે. અને પર્યાયાત્મક (પર્યાયસ્વરૂપ = અવસ્થાસ્વરૂપ) પણ છે. તેને જાણનારા-જોનારા આત્માઓની જે દૃષ્ટિ છે તે દૃષ્ટિને (અપેક્ષાને) અનુક્રમે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય કહેવાય છે. નય એટલે દૃષ્ટિ, અપેક્ષા, વિવક્ષા, કહેવા પાછળનો આશય. 2 પ્રત્યેક વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય બન્ને સ્વરૂપો છે જ. તે માટે તે બન્ને સ્વરૂપને જાણવા માટે બન્ને દૃષ્ટિઓની જરૂરિયાત રહે છે. જેમ કે આત્મા નામનું દ્રવ્ય અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. માટે દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત, નિત્ય, ધ્રુવ છે છતાં પ્રતિસમયે તેના ગુણધર્મોમાં પરિવર્તન થવા સ્વરૂપે ક્ષયોપશમભાવે અને ઔયિકભાવે જીવદ્રવ્ય બદલાય પણ છે જ. કુટસ્થ (એકાન્તે) નિત્ય નથી માટે પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળું એટલે કે અનિત્ય પણ છે અને દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ છે જ. તથા સર્વે પણ જીવો જીવપણે સમાન (સામાન્ય) પણ છે છતાં ચેતનાશક્તિના આવિર્ભાવ-તિરોભાવની અપેક્ષાએ એકેન્દ્રિયબેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય આદિ રૂપે ભિન્ન ભિન્ન પણ છે અર્થાત્ વિશેષ પણ છે જ. ૯ આ રીતે જગતના સર્વે પણ પદાર્થો સ્વયં પોતાની રીતે જ પરિણામી ધ્રુવ હોવાથી સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. તે બન્ને પ્રકારના વસ્તુના યથાર્થ સ્વરૂપને કહેનારાં (સમજાવનારાં) પરમાત્માનાં વચનો છે. કારણ કે પરમાત્મા સર્વજ્ઞ અને વીતરાગ છે. સર્વજ્ઞ હોવાથી અજ્ઞાનજન્ય અસત્યતા તેમની વાણીમાં નથી અને વીતરાગ હોવાથી મોહના વિકારજન્ય અસત્યતા પણ તેમની વાણીમાં નથી તેથી જયારે સામાન્યસ્વરૂપને કહેવાથી જગતના જીવોનો ઉપકાર થાય તેમ હોય ત્યારે પરમાત્મા વિશેષસ્વરૂપનો અપલાપ ન થઈ જાય તે રીતે સામાન્યસ્વરૂપને પ્રધાનપણે કહે છે. તેને જ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તથા જ્યારે વિશેષસ્વરૂપને કહેવાથી જગતના જીવોનો ઉપકાર થાય તેમ હોય ત્યારે જ તીર્થંકર પરમાત્મા (સામાન્ય સ્વરૂપનો અપલાપ ન થઈ જાય તે રીતે) વિશેષસ્વરૂપને પ્રધાનપણે સમજાવે છે તેને જ પર્યાયાર્થિક નય કહેવાય છે. તેથી તીર્થંકર પરમાત્માનાં વચનો વસ્તુના સામાન્યસ્વરૂપ અને વિશેષસ્વરૂપના વિસ્તારના મૂલને કહેનારાં છે અને તેને જ અનુક્રમે દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નય કહેવાય છે. Jain Educationa International દ્રવ્યાર્થિક નય તે અભેદગામી દૃષ્ટિ છે અને પર્યાયાર્થિકનય તે ભેદગામી દૃષ્ટિ છે. કોઈ પણ એક પુરુષને જન્મથી મરણપર્યન્ત પુરુષપણે તેનો તે જ છે એમ એકાકારપણે (અભેદપણે ) જે જોવો જાણવો તે દ્રવ્યાર્થિકનય છે અને બાલ્ય-યુવા અને વૃદ્ધ પણે તે પુરુષ ભિન્ન ભિન્ન છે એમ જે જાણવો. તે પર્યાયાર્થિકનય છે. કોઈપણ માણસ જ્યારે કંઈપણ વિચારે છે અથવા બોલે છે ત્યારે પ્રયોજનને અનુસારે કાં તો અભેદ તરફ ઢળીને, અથવા For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કાર્ડ-૧ – ગાથા-૩ સન્મતિપ્રકરણ ભેદ તરફ ઢળીને જ વિચારે છે અને બોલે છે. અભેદની પ્રધાનતાએ કરાયેલા વિચારો અને ઉચ્ચારણ કરાયેલાં વચનો વસ્તુના સામાન્યસ્વરૂપને પ્રતિપાદન કરનારાં છે તેથી તેવી દ્રષ્ટિને દ્રવ્યાર્થિકનય કહેવાય છે અને ભેદની (વિશેષની) પ્રધાનતાએ કરાયેલા વિચારો અને ઉચ્ચારણ કરાયેલાં વચનો વસ્તુના વિશેષ સ્વરૂપને પ્રતિપાદન કરનારાં છે તેથી તેવી દ્રષ્ટિને પર્યાયાર્થિકનય કહેવાય છે. વસ્તુમાં બન્ને સ્વરૂપો છે માટે તે બન્ને સ્વરૂપોને સમજાવનારા બન્ને નયો (જો અન્યોન્ય સાપેક્ષ હોય તો) સાચા જ છે. જો નિરપેક્ષ હોય, એક-બીજાનો અપલાપ કરનારા હોય તો તે જ બન્ને નયો મિથ્યાસ્વરૂપ પ્રતિપાદન કરનારા હોવાથી દુર્નય છે. ખોટા નય છે. સામાન્ય-વિશેષની ચડતી-ઉતરતી શ્રેણી અનેક રીતે બને છે. જેમ કે જન્મથી મરણ પર્યન્ત દેવદત્ત પણે રહેલો પુરુષ, બાલ્ય-યુવા અને વૃદ્ધપણાના પર્યાય રૂપ વિશેષની અપેક્ષાએ સામાન્ય હોવા છતાં પણ ભવાન્તરોમાં થનારા દેવ-નારકી-તિર્યંચ-મનુષ્ય આદિ પર્યાયોમાં રહેલા જીવદ્રવ્ય રૂપ સામાન્યની અપેક્ષાએ વિશેષ પણ છે જ. વસ્તુઓના જુદા જુદા સ્વરૂપને સમજાવનારાં પરમાત્માનાં તમામ વચનો બે ભાગમાં સમાઈ જાય છે. કેટલાક સામાન્યબોધક વચનો હોય છે. તો કેટલાંક વિશેષ બોધક વચનો હોય છે. તેની પાછળ જે જુદી જુદી દૃષ્ટિ છે તે જ બે નયો છે. (૧) સામાન્ય ધર્મોનાં બોધક વચનોની પાછળ જે પ્રેરકવૃષ્ટિ છે. અભેદની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ છે. (વક્તાનો આશય છે) તે જ દ્રવ્યાર્થિકનય છે અને (૨) વિશેષધર્મોનાં બોધક વચનોની પાછળ જે પ્રેરકષ્ટિ છે. ભેદની પ્રધાનતાવાળી જે દ્રષ્ટિ છે. (વક્તાનો આવા પ્રકારનો ભેદપ્રધાન જે આશય વિશેષ છે) તે જ પર્યાયાકિનય છે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર હોય, આખર બધા જીવ જ છે. આ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે અને જીવના બે ભેદ છે. એક ત્રસ અને બીજો સ્થાવર. આ પર્યાયાર્થિક નયની દ્રષ્ટિ છે. આ રીતે પરમાત્માનાં તમામ વચનો વસ્તુના સામાન્ય અને વિશેષ પ્રકારના મૂળતત્ત્વને કહેનારાં છે. અને તે જ આ બે નયો છે. શેષ નૈગમ - સંગ્રહ - વ્યવહાર - જુસુત્ર - શબ્દ - સમભિરૂઢ અને એવંભૂત આવા પ્રકારના જે નયો શાસ્ત્રોમાં આવે છે તે સર્વે નયો આ બે મૂલનયોના જ ઉત્તરભેદો (પેટાભેદો) છે. તે સઘળા નયો આ બન્ને નયોની જ શાખા-પ્રશાખા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બન્ને નયો મળીને વસ્તુના પૂર્ણસ્વરૂપને કહેનાર હોવાથી તથા પરમાત્માનાં વચનો સાંભળીને ગણધરભગવંતોએ કરેલી શાસ્ત્રરચનાના આધારભૂત પણ આ જ બે નયો હોવાથી આ બે નયોમાં જ બધા નો સમાઈ જાય છે. તેથી પ્રથમ તે બે નયોનું જ વર્ણન કરાય છે. ટીકાનો અંશ = તત્તિ સંસારવં ચેન તત્ તીર્થમ્ = દિશાડાં તથા વા ! तत् कुर्वन्ति उत्पद्यमानमुत्पादयन्ति तत्स्वाभाव्यात् तीर्थकरनामकर्मोदयाद् वेति "हेत्वाद्यर्थे Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ डीएड- १ - गाथा-४ ૧૧ टच्” ( पाणिनी व्या.) तीर्थकराणां वचनम् = आचारादि, अर्थतस्तस्य तदुपदिष्टत्वात्, तस्य सङ्ग्रहविशेषौ द्रव्यपर्यायौ सामान्यविशेषशब्दवाच्यावभिधेयौ, तयोः प्रस्तारः तस्य सङ्ग्रहव्यवहारप्रस्तारस्य मूलव्याकरणी आद्यवक्ता ज्ञाता वा द्रव्यास्तिकः - द्रुतिर्भवनं द्रव्यम्, सत्तेति यावत्, तत्र “अस्ति" इति मतिरस्य द्रव्यास्तिकः, "सह सुपा (पाणिीनी २-१-४ ) इत्यत्र सुपा सह इति योगविभागात् मयूरव्यंसकादित्वाद् वा द्रव्य - आस्तिकशब्दयोः समासः, द्रव्यमेव वार्थोऽस्येति द्रव्यार्थिकः, द्रव्ये वा स्थितः द्रव्यस्थितः । परि = समन्तात् अवनं अवः = पर्यवो विशेष:, तज्ज्ञाता वक्ता वा, नयनं नयः नीतिः पर्यवनयः, अत्र छन्दोभङ्गभयात् “पर्यायास्तिकः” इति वक्तव्ये पर्यवनयः इत्युक्तम् । तेनात्रापि “पर्याय एव अस्ति इति मतिरस्य इति द्रव्यास्तिकवद् व्युत्पत्तिर्द्रष्टव्या, स च विशेष प्रस्तारस्य ऋजुसूत्रशब्दादेः आद्यो वक्ता । ननु च "मूलव्याकरणी" इत्यस्य द्रव्यास्तिकपर्यायनयावभिधेयाविति द्वित्त्वाद् द्विवचनेन भाव्यम् । न, प्रत्येकं वाक्यसमाप्तेः, अत एव चकारद्वयं सूत्रे निर्दिष्टम् । शेषास्तु नैगमादयो विकल्पा भेदाः अनयोर्द्रव्यार्थिकपर्यायार्थिकयोः । "सिं" इति प्राकृतशैल्या " बहुवयणेण दुवयणं" इति द्विवचनस्थाने बहुवचनम् । આ બે નય જ મુખ્યનય છે. શેષનયો આ બન્ને નયના જ વિકલ્પો છે તથા પરમાત્માની સમસ્ત વાણી આ બન્ને નયોમાં સમવતાર પામે છે એટલે જ વસ્તુસ્થિતિ સમજવા માટે આ બન્ને નયોના સમન્વયાત્મકભાવે બનેલી, સાપેક્ષભાવે થયેલી અનેકાન્તવૃષ્ટિ જ ઉપકારી છે. એકાન્તવૃષ્ટિ ઉપકાર કરનારી તો નથી પણ વસ્તુનો અયથાર્થબોધ કરાવનાર હોવાથી અપકાર જ કરનારી છે. આટલી વાત આ ગાથામાં શાસ્ત્રકર્તાએ ગંભીરપણે જણાવી છે. ૩ દ્રવ્યાસ્તિકનયના ઉત્તરભેદો - दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवे पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ॥ ४ ॥ = , ( द्रव्यास्तिकनयप्रकृतिः शुद्धा सग्रहप्ररूपणाविषयः । प्रतिरूपे पुनः वचनार्थनिश्चयः तस्य व्यवहारः || ४ || ) Jain Educationa International ગાથાર્થ - શુદ્ધ એવી દ્રવ્યાર્થિકનયની જે પ્રકૃતિ છે એ જ સંગ્રહનયની પ્રરૂપણાનો विषय छे अने वणी पडिरूवे = भुट्टी भुट्टी वस्तुवार के शब्दार्थभय निश्चय छे ते ४ द्रव्यार्थिनयनी प्रकृतिनो व्यवहार छे ॥ ४ ॥ For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કારડ-૧ – ગાથા-૪ સન્મતિપ્રકરણ વિવેચન - તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય અને પ્રમાણનયતત્તાલોકાલંકાર આદિ મહાગ્રંથોમાં તથા જૈનવિદ્વત્સમાજમાં નિગમાદિ સાત નો સુપ્રસિદ્ધ છે. તેમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયનો ગ્રાહી હોવાથી અનુક્રમે સંગ્રહમાં અને વ્યવહારમાં સમાઈ જાય છે. આવી વિવક્ષા જ્યારે કરીએ છીએ ત્યારે છ નો પણ વિવક્ષાવિશેષથી કહેવાય છે. જો કે ઉપચારગ્રાહી નિગમનય સંગ્રહ-વ્યવહારથી ભિન્ન પણ છે પરંતુ તેની અવિવક્ષા કરીએ ત્યારે છ નયો પણ તત્ત્વાર્થાદિ શાસ્ત્રમાં આવે છે. તે છ નયોમાંથી સંગ્રહ અને વ્યવહાર આ બને નયો દ્રવ્યાર્થિકનયના ઉત્તરભેદો છે અને જુસૂત્રાદિ શેષ ચાર નો પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો છે તેમાંથી દ્રવ્યાર્થિકનયના ઉત્તરભેદો અને તેઓનો પરસ્પર સંબંધ આ ગાથામાં જણાવ્યો છે. પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો અને તેઓનો પરસ્પર સંબંધ પાંચમી ગાથામાં આવશે. સામાન્યબોધક અને દ્રવ્યગ્રાહી જે દ્રષ્ટિ તેને જ દ્રવ્યાર્થિકનય કહેવાય છે તે માટે તેના પટાભેદ રૂપ સંગ્રહનય અને વ્યવહારનય આ બન્ને નયો પણ મુખ્યપણે સામાન્યબોધક અને દ્રવ્યગ્રાહી છે. કારણ કે જે જેનાં બચ્ચાં હોય છે. તે તેની જ વાતને દોહરાવનારાં હોય છે. આખું ય આ જગત કોઈ પણ જાતના સામાન્ય કે ઐક્ય વિનાનું (અભેદ વિનાનું) માત્ર છુટા છુટા મોતીના દાણાની જેમ કેવળ એકલા ભેદસ્વરૂપ પણ નથી. તેમ જ અલ્પ પણ ભેદના સ્પર્શ વિના અખંડ અભેદ સ્વરૂપ પણ નથી પરંતુ અપેક્ષાવિશેષે ભેદાત્મકપણે અને અપેક્ષાવિશેષે અભદાત્મકપણે છે અને તેમ જ અનુભવાય છે જેમ કે આંબાનું એક ઝાડ છે તેને વનસ્પતિપણે જોશો તો તે આખું વૃક્ષ વનસ્પતિપણે એક જ છે. અભેદ જ છે. ઐક્યરૂપ જ છે. સામાન્યાત્મક જ છે. આમ દેખાશે. પરંતુ તે જ વૃક્ષને મૂલ-થડ-શાખા-પ્રશાખા-ફુલફળ અને બીજ રૂપે જોશો તો બધા જ અંશો ભિન્ન ભિન્ન જણાશે. માટે તે અપેક્ષાએ ભિન્ન ભિન્ન પણ છે. વિશેષ પણ છે જ. તેથી ભેદ વિનાનો અભેદ, અને અભેદ વિનાનો ભેદ જગતમાં ક્યાંય છે જ નહીં, અને થશે પણ નહીં, માટે સમસ્ત જગત ભેદભેદ ઉભયરૂપ છે. તેમાં જયારે અતિશય વિશાળ અભેદ તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે સંગ્રહનય કહેવાય છે જે સર્વેનો સંગ્રહ કરે, એકીકરણ કરે તેવી વૃષ્ટિને સંગ્રહનય કહેવાય છે અને જે પરિમિત સ્વરૂપે સંગ્રહ કરે, એટલે કે અંશતઃ અભેદ કરે ખરો પણ અમુક અંશે લોક વ્યવહારને અનુરૂપ ભેદ કરે તે વ્યવહારનય કહેવાય છે. સારાંશ કે અસીમિતપણે એકીકરણ કરે તે સંગ્રહાય અને સીમિતપણે સંગ્રહ કરે તેમજ ભેદ પણ કરે તે વ્યવહારનય. આ બન્ને નયો અભેદગામી હોવાથી દ્રવ્યાર્થિકનયના જ પેટાભેદો છે પરંતુ સંગ્રહનય અપરિમિત વસ્તુનો સંગ્રહ (અભેદ) કરનાર છે અને વ્યવહારનય પરિમિત વસ્તુનો અભેદ કરનાર છે. જેમ કે ઘટ-પટ આદિ અજીવદ્રવ્યો હોય કે દેવ-નારકી આદિ સચેતનદ્રવ્યો હોય તથા આકાશ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૪ - ધર્માસ્તિકાયાદિ અમૂર્તદ્રવ્યો હોય કે સ્તંભ-કુંભ આદિ મૂર્તિ દ્રવ્યો હોય પરંતુ આખરે તે સર્વે દ્રવ્યો આ સંસારમાં “સત્” છે. સત્ રૂપે સર્વે દ્રવ્યો સમાન છે. ઐક્ય છે. અભેદ છે. કારણ કે આ સર્વે પદાર્થો પોતપોતાના સ્વરૂપે પણ અસ્તિત્વ-સત્ત્વ (હોવાપણાને) ધરાવે છે. માટે “સ” પણે-(હોવા રૂપે) બધાં દ્રવ્યો સમાન છે. આવા પ્રકારનું તત્ત્વ સમજાવનારી જે દ્રષ્ટિ તે સંગ્રહનય છે અને તે જ દ્રવ્યાર્થિકનયની મૂલપ્રકૃતિ (અભેદપ્રધાન મૂલસ્વભાવ) છે. અને તે પોતાનો સહજ સ્વભાવ હોવાથી શુદ્ધ પ્રકૃતિ કહેવાય છે. સ પણે આ દુનિયાની તમામ વસ્તુઓ એકરૂપ છે જ. આવું સમજવું તે મૂલભેદરૂપે દ્રવ્યાર્થિકનય છે અને ઉત્તરભેદરૂપે સંગ્રહનય છે. માત્ર આનો એકાન્ત માનવો તે દુર્નય છે. કારણ કે સત્ પણે અભેદ હોવા છતાં ચેતન-અચેતનરૂપે, મૂર્ત-અમૂર્ત રૂપે ભેદ પણ છે જ. તેથી તે ભેદની ઉપેક્ષા કરી કેવળ અભેદ માનવો તે મિથ્યાત્વ છે. દુર્નય છે. એકાન્તવૃષ્ટિ છે જેમકે વેદાન્તદર્શન - મીમાંસકદર્શન અને શંકરાચાર્યાદિનો અદ્વૈતવાદ. (કેવળ અદ્વૈત જ છે આમ માનવું તે મિથ્યાત્વ જ છે) “સત્ પણાની અપેક્ષાએ” સર્વે વસ્તુઓનો અપરિમિત અભેદ માનવો તે શુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. તેમાંથી ઘડરૂ= એક એક વસ્તુવાર પરિમિત અભેદને જણાવનાર શબ્દાર્થવાળો જે નિશ્ચય છે. તે દ્રવ્યાર્થિકનયના બીજા ભેદરૂપ વ્યવહારનય છે. જેમ કે સર્વે જીવદ્રવ્યો જીવપણે અભિન્ન છે અથવા સર્વે પુગલદ્રવ્યો પુદ્ગલપણે સમાન છે. સર્વે મૂર્તદ્રવ્યો મૂર્તિપણે એક છે. “આમ આ બધા જીવ છે.” “આ બધાં પુગલ છે.” “આ બધાં મૂર્તિ છે.” “આ બધાં અમૂર્ત છે.” ઈત્યાદિ પરિમિતપણે વસ્તુના ઐક્યને સમજાવનારી જે દ્રષ્ટિ તેમજ અપેક્ષાનુસાર જીવ પુદ્ગલ વિગેરેના ભેદને પણ ગૌણતાએ મહત્તા આપનારી જે દ્રષ્ટિ તે વ્યવહારનય છે. “સપણે” બધી વસ્તુઓ સમાન હોવા છતાં જુદા જુદા શબ્દ પ્રમાણે થતો જે વ્યવહાર તથા તેનો વપરાશ કરવાનો વ્યવહાર પરિમિત અભેદને આશ્રયી થાય છે. માટે આવી સીમિતાભદાંશગ્રાહી દૃષ્ટિને વ્યવહારનય કહેવાય છે. જેમ કે “જ્ઞાન એ જીવનો ગુણ છે” અહીં જીવો કહેવાથી સર્વે જીવો સમજવાના છે પરંતુ સર્વે દ્રવ્યો સમજવાનાં નથી. માટે આ પરિમિતઅભેદગ્રાહી તથા ભેદસૂચક દ્રષ્ટિને વ્યવહારનય કહેવાય છે. આ રીતે જ્યારે કોઈ વસ્તુનો વ્યવહાર કરવો હોય, લેવડ-દેવડ કરવી હોય ત્યારે વક્તાની દૃષ્ટિ ભેદ તરફ ઢળે તો જ થાય છે. આ રીતે વિચારતાં સત્ રૂપે પ્રથમ ગ્રહણ કરેલ અખંડ ઐક્યતત્ત્વને પણ કાર્યના પ્રયોજનને અનુસારે જીવ અજીવ આદિ અમુક પ્રકારના પરિમિત ભેદને પણ સ્વીકારવો જ પડે છે તે માટે “સત્તા રૂપે” રહેલા તત્ત્વને અખંડપણે (સંપૂર્ણ ઐક્યરૂપે) ગ્રહણ કરનારી જે દ્રષ્ટિ તે સંગ્રહાય છે અને આ સંગ્રહનય જ શુદ્ધદ્રવ્યાર્થિકનયની મૂળભૂત પ્રકૃતિ છે અને આ જ “સત્તાતત્ત્વને” સત્પણે અખંડ રાખીને જીવ-અજીવ ધર્મ-અધર્મ રૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ आए-१ -गाथा-५ સન્મતિપ્રકરણ વિભાજિત કરીને, તે તે એકભાગમાત્રના ઐક્યને આગળ કરીને લેવડ-દેવડના વ્યવહારો ચલાવવા પ્રયત્નશીલ થતી ભેદગર્ભિત પરિમિત અભેદગ્રાહી જે દ્રષ્ટિ છે તે વ્યવહારનય છે. टोनो अंश - अवयवार्थस्तु द्रव्यास्तिकनयस्य व्यावर्णितस्वरूपस्य प्रकृतिः = स्वभावः, शुद्धा = इत्यसंकीर्णा विशेषासंस्पर्शवती सङ्कहस्य = अभेदग्राहिनयस्य प्ररूपणा = प्ररूप्यतेऽनयेति कृत्वा उपवर्णना पदसंहतिः, तस्याः विषयोऽभिधेयः विषयाकारेण विषयिणो वृत्तस्य विषयव्यवस्थापकत्वादुपचारेण विषयेण विषयिप्रकथनमेतत्, अन्यथा कः प्रस्तावः शुद्धद्रव्यास्तिकेऽभिधातुं प्रक्रान्ते सहप्ररूपणा-विषयाभिधानस्य ? ___ तामेवाशुद्धां “पडिरूपं पुण" इत्यादि गाथापश्चार्द्धन दर्शयत्याचार्यः, प्रतिरूपं = प्रतिबिम्बं प्रतिनिधिरिति यावत्, विशेषेण घटादिना द्रव्येण सङ्कीर्णा सत्ता, पुनरिति प्रकृति स्मारयति । तेनायमर्थः- विशेषेण सङ्कीर्णा सत्ता प्रकृतिः स्वभावः वचनार्थनिश्चयः इति, हेयोपादेयोपेक्षणीयवस्तुविषयनिवृत्तिप्रवृत्त्यपेक्षालक्षणव्यवहारसम्पादनार्थमुच्यते इति वचनम्, तस्य "घटः" इति विभक्तरूपतया, "अस्ति" इत्यविभक्तात्मतया प्रतीयमानो व्यवहारक्षमः अर्थस्तस्य निश्चयः निर्गतः = पृथग्भूतः:चयः = परिच्छेदः, तस्य इति द्रव्यास्तिकस्य व्यवहारः इति लोकप्रसिद्धव्यवहारप्रवर्तनपर: नयः । વ્યવહારનય તે પરિમિત અભેદ હોવાથી અપરિમિત અભેદગ્રાહી એવા સંગ્રહનયનો એક અંશ જ છે. આ રીતે આ બન્ને નયો દ્રવ્યાર્થિકનયના પેટાભેદો છે. જેમ કે “આ શરીર છે” આમ કહીએ તે શરીરના તમામ અવયવોનો અભેદ કરે છે. જયારે “આ પગ છે” એમ કહીએ ત્યારે પગના જે પરિમિત અવયવો છે તેનો જ માત્ર અભેદ કરીને “આ પગ છે” એમ કહેવાય છે. આ રીતે બન્ને નયોનું સ્વરૂપ અપરિમિત અને પરિમિત અભેદપ્રધાન હોવાથી દ્રવ્યાર્થિકમાં અવતાર પામે છે. વ્યવહારનય પરિમિત અભેદગ્રાહી હોવાથી અપરિમિત साडी सेवा संग्रहनयनी अपेक्षा थंथि (मेहाडी ५९ उपाय छे. ॥ ४॥ પર્યાયાર્થિકનયનો મૂળ આધાર, અને તેના પેટાભેદો - मूलणिमेणं पज्जवणयस्स, उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ, साह-पसाहा सुहमभेया ॥ ५ ॥ मूलमाधारः पर्यवनयस्य, ऋजुसूत्रवचनविच्छेदः । तस्य तु शब्दादिकाः शाखाप्रशाखाः सूक्ष्मभेदाः ॥ ५ ॥ ગાથાર્થ - શ્રજાસૂત્ર નયને આશ્રયી જે વચનવ્યવહાર થાય છે તે આ પર્યાયાર્થિકનયનો Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૫ મૂલ આધાર છે અને શબ્દનય વિગેરે જે શેષ ત્રણ નયો છે તે તેના જ (પર્યાયાર્થિકના જ) શાખા - પ્રશાખા રૂપે સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભેદો છે || ૫ || વિવેચન - ચોથી ગાથામાં જેમ દ્રવ્યાર્થિકનય, તેના પેટાભેદો, અને તેઓનો પરસ્પર સંબંધ કહેવામાં આવ્યો છે તેમ આ પાંચમી ગાથામાં પર્યાયાસ્તિકનય અને તેના પેટાભેદો, તથા તેઓનો પરસ્પર સંબંધ સમજાવવામાં આવ્યો છે. જેમાં સંગ્રહાયનું જે વચન છે તે દ્રવ્યાર્થિકનયનો મૂળ આધાર છે તેમ ઋાસૂત્રનયનું જે વચન છે તે પર્યાયાર્થિકનયનો મૂલ આધાર છે અને શબ્દાદિ ત્રણે નયો પર્યાયાસ્તિકનયની જ શાખા - પ્રશાખા અને પ્રતિશાખારૂપ છે. વિશાળ અભેદગ્રાહી, સર્વનું ઐક્ય કરનારી, જે દ્રષ્ટિ છે તે સંગ્રહાય છે. આ નય દ્રવ્યાર્થિકનયનું ઘર છે. તેમાંથી કોઈ જાતિ, કોઈ ગુણ, કે કોઈ ધર્મ આશ્રયી કેટલાક પરિમિત તત્ત્વોનું જ એકીકરણ કરનારી, પરિમિત અંશોના જ અભેદને સમજાવનારી જે દૃષ્ટિ તે વ્યવહારનય છે. આ બન્ને નયોમાં જ્યાં સુધી કાળકૃત ભેદ નથી આવતો, ત્યાં સુધી તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. અર્થાત્ સંગ્રહનય અને વ્યવહારનયની કોટિમાં ગણાય છે. ટીકામાં કહ્યું છે કે - મૂત્રમાદિ જિને માથા પર્યાયઃ વિષ:, તસ્ય :, उपपत्तिबलात् परिच्छेदः तस्य, ऋजु = वर्तमानसमयं वस्तु स्वरूपावस्थितत्वात् तदेव सूत्रयति परिच्छिन्नत्ति, अतीतानागतम्, तस्यासत्त्वेन कुटिलत्त्वात्, तस्य वचनं-पदं वाक्यं वा, तस्य व्यवच्छेदोऽन्तः इति यावत् । જ્યારથી કાળકૃત ભેદ શરૂ થાય છે, ભૂત-ભાવિનાં તત્ત્વોને કાર્યનાં અસાધક માની વર્તમાનકાળની જ પ્રધાનતા કરીને વર્તમાનકાલીન તત્ત્વને જ જ્યાં તત્ત્વરૂપે સ્વીકાર કરાય છે, ત્યારે શ્વાસૂત્રનયનો પ્રારંભ થાય છે અને તે જ પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમ કે કોઈ એક માણસ ઘણો જ ધનાઢ્ય છે, સુખી છે તેણે વૃદ્ધાવસ્થામાં ધન કામ આવે એવા આશયથી ર૫ વર્ષે ૩/૪ ગણા પૈસા પાછા મળે એવા આશયથી બેંકમાં નિયત મુદતથી પૈસા જમા મુકયા. ચાર-પાંચ વર્ષમાં જ તેની પરિસ્થિતિ બદલાઈ ગઈ, હાથ ઉપરનો પૈસો ધંધાના નુકસાનમાં ચાલ્યો ગયો. નિર્ધનદશા થઈ. હવે ભૂતકાળનું ધનાઢ્યપણું અને ભાવિમાં મળનારા બેંકમાં જમા કરાવેલા પૈસાથી આવનારૂં ધનાઢ્યપણું આજે કાર્યસાધક ન હોવાથી તે નિર્ધન જ કહેવાય છે. ધનવાન કહેવાતો નથી. તથા ધનવાનપણાના ભોગો ભોગવી શકતો નથી. આવી વર્તમાનકાલીન વૃષ્ટિને ઋજુસૂત્રનય કહેવાય છે. અહીંથી પર્યાયાર્થિકનય શરૂ થાય છે. આ ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિકનયનું ઘર છે. જેમાં સંગ્રહનય એ દ્રવ્યાર્થિક નયનું ઘર છે તેમ ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિક નયનું ઘર છે. (અહીં ઉમે એટલે આધાર અર્થ જાણવો). Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કિાડ-૧ – ગાથા-૫ સન્મતિપ્રકરણ જ્યાં ભૂત-ભાવિ કાળકૃત વસ્તુસ્વરૂપને ગૌણ કરીને માત્ર વર્તમાનકાળકૃત વસ્તુસ્વરૂપને જ પ્રધાન કરવામાં આવે, આવા પ્રકારના કાળકૃત ભેદને અવલંબીને ચાલતો જે વચનવ્યવહાર તે સઘળો ત્રાસૂત્રનય છે. જે વસ્તુ જે કાળ જેવી, તે વસ્તુને તે કાળે તેવી માનવી, ભૂતભાવિ અવસ્થાને ગૌણ કરવી તે ઋજુસૂત્રનય છે. પ્રધાનપદે બિરાજતાને પ્રધાન માનવા, પણ જેનું પ્રધાનપણું ચાલ્યું ગયું છે તેવાને જેમ માજીપ્રધાન માનવામાં આવે છે તેમ ન માનવું કારણ કે તે માજી પ્રધાન હાલ પ્રધાનપણે કંઈ કાર્ય કરી શકે તેમ નથી. તેથી આવી વિચારધારાને જુસૂત્રનય કહેવાય છે. આ જ પર્યાયાસ્તિકનયનો મૂળ આધાર છે. પૂલ વર્તમાનકાળ કંઈક લાંબો હોય છે અને સૂક્ષ્મ વર્તમાનકાળ ૧ સમયમાત્રનો જ હોય છે તેથી ઋજુસૂત્રનયના પણ બે ભેદ છે ૧ સ્થૂલઋજુસૂત્રનય અને ૨ સૂક્ષ્મઋજુસૂત્રનય. તેમાં ૧ સમયમાત્રનું વસ્તુનું જ સ્વરૂપ છે. તે આ સૂક્ષ્મ ઋજુસૂત્ર નયનો વિષય છે. બૌદ્ધદર્શનની માન્યતા મુખ્યત્વે આ નયને આભારી છે. આ રીતે કાળકૃત ભેદને અવલંબીને ચાલતી વિચારસરણી અને બોલવારૂપ વચનવ્યવહાર તે ઋજુસૂત્રનય છે. આ પર્યાયાર્થિકનયનું મૂલ છે. થડ છે. તેના પછીના શબ્દાદિ ત્રણે નયો તો તેની શાખા-પ્રશાખા-પ્રતિશાખા રૂપ છે. કારણ કે તેમાં પણ ક્ષણિકવર્તમાનકાળની દ્રષ્ટિ તો છે જ. તદુપરાંત લિંગ-જાતિ-વચન આદિના ભેદને લીધે જે દૃષ્ટિ વસ્તુસ્વરૂપનો ભેદ કરે છે તે શબ્દનય છે તથા શબ્દના માનેલ સમાનલિંગવાળા, કે સમાન જાતિવાળા કે સમાનવીનવાળા પર્યાયવાચી એવા અનેક શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માનવાનું કામ જે દૃષ્ટિ કરે છે તે સમભિરૂઢનય છે અને સમભિરૂઢનયે સ્વીકારેલા પર્યાયવાચી કોઈ પણ એક શબ્દમાં પણ જે દ્રષ્ટિ ક્રિયાકાળ પુરતું જ વસ્તુતત્ત્વ માને, શેષકાળે નહીં, તે એવંભૂતનય છે. આ ચારે નયોમાં કાળકૃત ભેદ તો છે જ, વર્તમાનકાળગ્રાહિતા તો છે જ, તદુપરાંત ઉત્તરોત્તર લિંગાદિકૃતભેદ, વ્યુત્પત્તિકૃતભેદ અને ક્રિયાકૃતભેદ આ નવો સ્વીકારતા હોવાથી વૃક્ષની શાખા-પ્રશાખા-પ્રતિશાખા તુલ્ય ઋજુસૂત્રનયના પેટભેદો ગણાય છે. પર્યાયાસ્તિકનયમાં જાસૂત્રનય એક વૃક્ષ છે અને શબ્દાદિત્રણે નયો તેની શાખાપ્રશાખા અને પ્રતિશાખા છે આ રીતે વિચારતાં નયોનું પૃથક્કરણ નીચે પ્રમાણે થાય છે. (૧) ઉપચરિત વસ્તુને ગ્રહણ કરનાર નય તે નૈગમનય જેમ કે ગાયના પૂતળાને પણ ગાય કહે, નદીના કાંઠાને પણ નદી કહે, મરીચિના ભાવમાં રહેલા ભગવાનના જીવને પણ ભગવાન કહે. (૨) અપરિમિત પણે એકીકરણકરવા વાળી અભેદગામી જે દ્રષ્ટિ છે તે સંગ્રહાય, જેમ કે સર્વે દ્રવ્યો “સ પણે” સમાન છે. અદ્વૈતવાદ વિગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૬ ૧૭ (૩) પરિમિત પણે એકીકરણ જાળવી રાખીને લૌકિક વ્યવહાર માટે વસ્તુના સ્થૂલભેદ પાડવાવાળી જે દૃષ્ટિ તે વ્યવહારનય, જેમ કે સર્વે જીવો જીવપણે સમાન છે. આપણા જીવો પણ સિદ્ધની સમાન અનંત ગુણોની સત્તાવાળા છે. છતાં કોઈ મનુષ્ય છે, કોઈ દેવ છે વિગેરે વિગેરે. (૪) ભૂત-ભાવિની અવસ્થાને ગૌણ કરી માત્ર વર્તમાનકાલીન અવસ્થાને જ વસ્તુસ્વરૂપ માને, આમ કાલકૃત ભેદ કરે તે ૠજીસૂત્રનય. જેમ કે જે પદાર્થ જે કાળે જેવો છે. તે કાળે તેને તેવો માનવો, ભૂત-ભાવિમાં થયેલી કે થવાવાળી ઊંચી-નીચી અવસ્થાને ગૌણ કરવી તે ૠસૂત્રનય. (૫) વર્તમાનકાલીન પર્યાયમાં પણ જે નય લિંગકૃત જાતિકૃત અથવા વચનકૃત ભેદ કરે છે. તે શબ્દનય. જેમકે આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થંકર ભગવન્તો થયા છે. તેમાં ૨૩ ને પુરૂષ તીર્થંકર માને, એકને સ્ત્રી તીર્થંકર માને. (આ લિંગકૃત ભેદ છે.) (૬) વર્તમાનકાલીન પર્યાયમાં, સમાન લિંગવાળા શબ્દમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માને. જેમ કે ન્ન્ પાતિ ઋતિ નૃપ:, મુવં પાતિ કૃતિ મૂવઃ, રાખતે કૃતિ રાજ્ઞા, મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વ રક્ષણ કરે તે ભૂપ. માત્ર વિવિધ પ્રકારે શોભે અને શરીર શોભાવે તે રાજા. (૭) વર્તમાનકાલીન પર્યાયમાં, સમાન લિંગવાળામાં, વ્યુત્પત્તિસિદ્ધ અર્થમાં પણ ક્રિયાકાળે જ વસ્તુતત્ત્વ માને તે એવંભૂતનય. જેમ કે જયારે મનુષ્યોના રક્ષણની ક્રિયા કરવામાં રાજા વર્તતો હોય ત્યારે જ તે નૃપ, તે કાળપૂરતો નૃપ કહેવાય. આ રીતે પ્રથમના ત્રણ નયો દ્રવ્યાર્થિકનયના પ્રકારો છે અને પાછળના ચાર નયો પર્યાયાર્થિકનયના પ્રકારો છે. તેમાં સંગ્રહનય એ દ્રવ્યાર્થિકનયનો મૂલાધાર છે અને જીસૂત્રનય એ પર્યાયાર્થિકનયનો મૂલાધાર છે. શેષ નયો તે તે નયની શાખા-પ્રશાખારૂપ છે. ॥ ૫ ॥ હવે ચાર નિક્ષેપાઓમાં નયોની ઘટના - नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स निक्खेवो । भावो उपज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।। ( नाम स्थापना द्रव्यमित्येषः द्रव्यार्थिकस्य निक्षेपः । भावस्तु पर्यवास्तिकस्य प्ररूपणा एषः परमार्थः ॥ ६ ॥ ) Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાર્ડ-૧ – ગાથા-૬ સન્મતિપ્રકરણ ગાથાર્થ - નામ સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિપા એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ભાવનિક્ષેપ એ પર્યાયાર્થિકનયનો વિષય છે. આ જ પરમાર્થ છે કે ૬ / | વિવેચન - તત્વાર્થસૂત્ર - વિશેષાવશ્યક ભાષ્ય આદિ મહાગ્રંથોમાં નિપા સમજાવવામાં આવ્યા છે. નિક્ષેપ એટલે એક જ વસ્તુનું જુદી જુદી રીતે સમજાવાતું સ્વરૂપ, દાખલા તરીકે “આ દેવેન્દ્ર છે” તો આ વ્યક્તિ શું નામમાત્રથી દેવેન્દ્રકુમાર છે ? કે દેવેન્દ્રની કોઈ છબી છે એટલે તેને દેવેન્દ્ર કહેવાય છે? કે ભૂતકાળમાં તે દેવેન્દ્ર હતો એટલે આજે તેને માજી દેવેન્દ્રરૂપે દેવેન્દ્ર કહેવાય છે? કે શું હાલ તે સાક્ષાત્ દેવોનો ઈન્દ્ર છે એટલે દેવેન્દ્ર કહેવાય છે. આમ એક જ વસ્તુનું જુદી જુદી રીતે સ્વરૂપ વિચારવું તે નિક્ષેપ કહેવાય છે. જો કે આ નિક્ષેપ એ નયમાં જ અંતગર્ત થાય છે તો પણ જૈનશાસ્ત્રોમાં શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે આ નિક્ષેપા નયોથી કંઈક જુદી રીતે સમજાવાય છે. સામાન્યથી નિક્ષેપના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ. જે નામમાત્રથી જ તેવી વસ્તુ હોય, પારમાર્થિકપણે વસ્તુ ન હોય અર્થાત્ નામ પ્રમાણેના ગુણધર્મો કે વસ્તુસ્વરૂપ તેમાં ન હોય તે નામનિક્ષેપ. જેમ નામમાત્રથી દેવેન્દ્રને દેવેન્દ્ર કહેવો તે. કોઈ છોકરાનું નામ દેવેન્દ્ર રાખવામાં આવ્યું. તે નામમાત્રથી જ દેવેન્દ્ર છે. સ્થાપના એટલે આકૃતિ - ચિત્ર - પ્રતિબિંબ - છબી, સ્થાપના રૂપે સ્થાપિત કરેલી ઈદ્રની મૂર્તિને આ “દેવેન્દ્ર છે” આમ કહેવું છે. જે આવતા ભવમાં દેવેન્દ્ર થવાનો હોય, અથવા જે હમણાં નથી પણ ભૂતકાળમાં પહેલાં દેવેન્દ્ર હતો તે દ્રવ્યદેવેન્દ્ર અને જે હાલ દેવોના ઈન્દ્ર પદે બિરાજમાન છે તે પદ ભોગવે છે તે ભાવદેવેન્દ્ર. અહીં નામ - સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિપા એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. કારણ કે તેમાં કોઈને કોઈ રીતે પણ અભેદ દ્રવ્ય દૃષ્ટિ રહેલી છે. જેનું નામ માત્ર દેવેન્દ્ર છે તેને જોઈ “આ દેવેન્દ્ર છે” આમ લોકો કહે છે એટલે અસલી દેવેન્દ્રનો અને આ નામમાત્રથી દેવેન્દ્રનો તે વક્તા નામરૂપે અભેદ કરે છે તેવી જ રીતે સ્થાપનામાં ચિતરેલા દેવેન્દ્રનો તેની વેષભૂષા અને કાયિક હાવભાવને જોઈને અસલી દેવેન્દ્રની સાથે તેનો અભેદ કરી આ તો ખરેખર જાણે દેવેન્દ્ર છે એમ માની લે છે. તથા જે હાલ દેવેન્દ્ર નથી પણ થવાના છે કે ભૂતકાળમાં હતા તે દેવેન્દ્રનું જીવદ્રવ્ય તેનું તે જ હોવાથી ભૂત-ભાવિની સાથે વર્તમાનનો અભેદ કરી આ દેવેન્દ્ર છે. આમ લોકો જે બોલે છે. તે સઘળો વચનવ્યવહાર અભેદ પ્રધાન દ્રષ્ટિવાળો છે માટે પ્રથમના ત્રણ નિક્ષેપા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે. આ ત્રણે નિક્ષેપાવાળા દેવેન્દ્રમાં અસલી દેવેન્દ્રનો કોઈને કોઈ રીતે બુદ્ધિથી અભેદ કરવો પડે છે માટે દ્રવ્યાર્થિક નયનો વિષય ગણાય છે. જ્યારે ભાવનિક્ષેપે જે દેવેન્દ્ર છે તે પોતે જ તે પર્યાયને વર્તમાનકાળે Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૭ ૧૯ અનુભવતો હોવાથી કોઈની પણ સાથે અભેદ કરવો પડતો નથી. બલ્બ બીજા નિક્ષેપાઓથી ભિન્ન રીતે એ તરી આવે છે. કારણ કે તેમાં વાસ્તવિક ભાવદેવેન્દ્ર૯ વર્તે છે. તેથી ભાવનિક્ષેપો પર્યાયાર્થિકનયનો વિષય બને છે. સંક્ષેપથી આ ચાર નિક્ષેપ છે. વિસ્તારથી વિચારીએ તો ચારે નિપાના પણ ચાર ચાર ભેદ પડવાથી ૧૬ નિક્ષેપ પણ થાય છે. જેમ કે સમોવસરણમાં કેવલી તરીકે બીરાજમાન અને ધર્મદેશના આપતા મહાવીર પ્રભુ ભાવતીર્થકર છે. તેમનું મહાવીરસ્વામી એવું જે નામ તે ભાવનિક્ષેપા ઉપર નામ, તેમના શરીરની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ આદિ આકૃતિ તે ભાવનિક્ષેપા ઉપર સ્થાપના, તે કાળે તેમનું વર્તતું જે આત્મદ્રવ્ય તે ભાવનિક્ષેપા ઉપર દ્રવ્ય, અને તે કાળે તેમના આત્મામાં વર્તતી તીર્થકરપણાની જે ભાવલક્ષ્મી તે ભાવનિક્ષેપા ઉપર ભાવ. એવી જ રીતે મહાવીર પરમાત્માની એક મૂર્તિ છે. તે સ્થાપના નિક્ષેપ છે. પણ કોઈ પૂછે કે આ કયા ભગવાનની મૂર્તિ છે ? તો તે મૂર્તિનું મહાવીરસ્વામી એવું જે નામ તે સ્થાપનાનિલેપ ઉપર નામ, તે મૂર્તિ ઉપરથી ફોટો પાડવામાં આવે કે બીજી મૂર્તિ બનાવવામાં આવે તે સ્થાપનાનિક્ષેપ ઉપર સ્થાપના, મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ ઘડવામાં આવી પણ અંજનશલાકા-પ્રતિષ્ઠા વિગેરે ન થયેલ હોવાથી દર્શનીયમાત્ર મૂર્તિ તે સ્થાપનાનિક્ષેપ ઉપર દ્રવ્ય, અને અંજનશલાકા-પ્રતિષ્ઠા વિગેરે થયેલી પૂજાતી મૂર્તિ તે સ્થાપનાનિક્ષેપ ઉપર ભાવ. આમ નામનિક્ષેપમાં તથા દ્રવ્યનિક્ષેપમાં પણ ચાર ચાર ભેદ થાય છે. આ રીતે સર્વત્ર સમજવું. આ નિપા સમજાવવાનો આશય એ છે કે જુદા જુદા સ્થાને વપરાયેલા એક જ શબ્દના અર્થમાં ભ્રમ (ગોટાળો) ન થઈ જાય અને સ્પષ્ટ અર્થ સમજાય તે માટે નિપા સમજાવાય છે. જેમકે કોઈએ કહ્યું કે “પેલા નગરશેઠ જાય છે” તો મનમાં પ્રશ્ન થશે કે આ ગામમાં જે નગર શેઠના નામથી પ્રસિદ્ધમાત્ર છે તે નામ નગરશેઠ જાય છે કે જે ભૂતકાળમાં નગરશેઠ હતા, અને હાલ નથી, પણ ભૂતકાળની નગરશેઠની પદવીના કારણે નગરશેઠપણે જે પ્રસિદ્ધ છે તેવા માજીનગરશેઠ જાય છે કે હાલ જે વાસ્તવિક નગરશેઠ છે તે જ જાય છે ? આવા પ્રશ્નો થવા સંભવિત છે. તે પ્રશ્નો ટાળવા માટે અને ભ્રમ (ગોટાળો) દૂર કરી સાચો યથાર્થ અર્થ સમજાય તે માટે જૈનશાસ્ત્રોમાં નિપા સમજાવેલા છે. તે ચારે નિક્ષેપાનો અહીં નયામાં સમાવતાર કર્યો છે . ૬ || બન્ને નયોનો વિષય એક-બીજાથી તદન જુદો નથી જ તે જણાવે છે. पजवणिस्सामण्णं, वयणं दवट्ठियस्स अत्थि त्ति । अवसेसो वयणविही, पज्जवभयणा सपडिवक्खो ॥ ७ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કાઠ-૧ – ગાથા-૭ સન્મતિપ્રકરણ ( નિઃસામાન્ય, વવ વ્યાર્થિસ્ય “મતિ' કૃતિ | અવશેષો વનવિધિ:, પર્યાયમનના સપ્રતિપક્ષઃ | ૭ ) ગાથાર્થ - પર્યાયોથી સર્વથા મુક્ત એવું સામાન્યાત્મક “અસ્તિ” (ગુજરાતીમાં “આ છે”) એવું જે વચન છે. તે દ્રવ્યાર્થિકનયનું વચન છે અને બાકીનો સઘળો પણ વચનવ્યવહાર ભજનાએ (વિકલ્પ) પ્રતિપક્ષવાળા (દ્રવ્યાર્થિક)નયથી સહિત એવા પર્યાયાર્થિકનયનો પણ છે વિવેચન - જગતમાં રહેલા સઘળાયે પદાર્થો પ્રત્યે તે પદાર્થોને જાણવા માટે, તે પદાર્થો સંબંધી ચિંતવણા કરવા માટે અથવા તેઓનો વ્યવહાર (ઉપયોગ) કરવા માટે જે જે વિચારો મનમાં પ્રવર્તે છે અને પ્રયોજનને અનુસારે બોલવારૂપે જે જે વચનવ્યવહારો પ્રવર્તે છે. તે બધા જ વિચારો અને વચન વ્યવહારો અપેક્ષાવિશેષે સામાન્યાત્મક પણ હોય છે અને વિશેષાત્મક પણ હોય છે તેથી તે સઘળા વિચારો અને વાણી દ્રવ્યાર્થિકનયનો વિષય પણ બને છે અને પર્યાયાર્થિકનયનો વિષય પણ બને છે. જેમકે “આ વનસ્પતિ છે” આવો વિચાર મનમાં આવ્યો અથવા પ્રયોજન ઉપસ્થિત થવાથી વચનોચ્ચાર કર્યો ત્યાં આંબો હોય કે લિંબડો હોય કે સરગવો હોય કે બાવળ હોય પણ આખર આ સર્વે વનસ્પતિ છે. એમ આંબા આદિ વિશેષોને ગૌણ કરી વનસ્પતિસામાન્ય પ્રધાન કરીને આ વાક્ય બોલાયું હોય તો તે દ્રવ્યાર્થિકનયનું વચન છે અને જ્યારે એવા આશયથી બોલાતું હોય કે આ કંઈ પૃથ્વી નથી, પાણી નથી, અગ્નિ નથી, વાયુ નથી પરંતુ વનસ્પતિ છે. આમ વિશેષની પ્રધાનતાએ ભેદ સૂચક તરીકે બોલાતું હોય તો તે જ વાકય પર્યાયાર્થિકનયનું પણ છે. આમ નવો વયાવિહ= બાકીનો સઘળો પણ બોલવા સ્વરૂપ વચનમાર્ગ (અને વિચારવા સ્વરૂપ માનસિક વિકલ્પો) સપરિવલ્લો- પ્રતિપક્ષભૂત એવા દ્રવ્યાર્થિકનયના વિષય સહિત, મયUTI = ભજનાએ=વિકલ્પ ૫ઝવ = પર્યાયાર્થિકનયનો પણ વિષય બને છે. ટીકામાં કહ્યું છે કે - પર્યાયાજ્ઞિક્ષત્તિમ્ - તવિનં = સામાન્ય સદસ્વરૂપ મિ વરને તત્ પર્યાયનિસામાનચં વન વિં પુનતત્ ? રૂાદ - “તિ" તિ, તત્ર, द्रव्यार्थिकस्य स्वरूपम् प्रतिपादकं वा ।। આ જીવ છે" આવું વાકય જ્યારે એકેન્દ્રિયત્વ વિકલેન્દ્રિયન્ત કે પંચેન્દ્રિયત્યાદિ વિશેષોને ગૌણ કરી જીવત નામના સામાન્યધર્મને આગળ કરી ઐક્યતાસૂચક રૂપે અભેદગામી દૃષ્ટિ વડે બોલાતું હોય તો તે દ્રવ્યાર્થિકનયનું વચન છે જેમ કે એકેન્દ્રિય હોય, વિકસેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પણ આખર સર્વે “જીવ” છે. જીવપણે સમાન છે. આવી અભેદપ્રધાન દ્રષ્ટિથી બોલાતું વચન તે દ્રવ્યાર્થિકનયનું વચન છે. અને ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ આદિ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૭ ઈતરદ્રવ્યોથી જુદા દ્રવ્ય તરીકે સમજાવવા માટે વિશેષતા સૂચકરૂપે ભેદગામી દૃષ્ટિ વડે જો આ વાકય બોલાતું હોય તો તે જ વાક્ય પર્યાયાર્થિક નયનું વચન બને છે. જેમ કે આ જીવ દ્રવ્ય છે પણ કંઈ ધર્મ-અધર્મ દ્રવ્ય નથી. તે દ્રવ્યોથી ભિન્ન એવું આ ચેતન દ્રવ્ય છે. આવી દ્રષ્ટિથી બોલાયેલું વચન તે પર્યાયાર્થિક નયનું વચન છે. સંક્ષેપમાં વાતનો સાર એ છે કે કોઈ પણ વિચાર કે વાક્યોચ્ચાર જ્યારે ઐક્ય તરફ, અભેદ તરફ, સામાન્ય તરફ પ્રવર્તતો હોય તો તે વિચાર અને વચનોચ્ચાર દ્રવ્યાર્થિકનયનો વિષય કહેવાય છે અને તે જ વિચાર તથા તે જ વચનોચ્ચાર જ્યારે ખંડ ખંડ કરવા રૂપે, ભેદ કરવા રૂપે, વિશેષતા જણાવવા તરફ પ્રવર્તતો હોય ત્યારે તે જ વિચાર અને વચનોચ્ચાર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. આમ સર્વત્ર દ્રવ્યાર્થિકનયનો સઘળો વિષય પર્યાયાર્થિક નયથી આક્રાન્ત (યુક્ત) છે અને પર્યાયાર્થિકનયનો સઘળો વિષય દ્રવ્યાર્થિકનયથી આક્રાન્ત (યુક્ત) છે. માટે અવશેષ વચનવિધિ ભજનાએ પર્યાયાર્થિકનયનો પણ વિષય છે અને પ્રતિપક્ષ એવા દ્રવ્યાર્થિક નયનો પણ વિષય છે. વક્તાના આશયને અનુસારે નય બદલાય છે. જ્યારે આશય ભેદગામી હોય ત્યારે પર્યાયાર્થિકનય, અને જ્યારે આશય અભેદગામી હોય ત્યારે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. પ્રશ્ન - મૂલગાથામાં એવી વયUવિદિ = બાકીનો બધો વચનમાર્ગ બન્ને નયનો વિષય છે એમ કહ્યું છે એટલે કોઈક વચનમાર્ગ એકનયનો જ વિષય હોય એવો અર્થ પણ અંદરથી સરકી આવે છે તો તે કયો વચનમાર્ગ એકનયનો જ વિષય બને છે ? ઉત્તર - “પર્યાયા: નિતાઃ યમલ્ સામાન્ય, ત૬ વર = પર્યાયનિઃસામાન્ય વચનમ્ = જે સામાન્યમાંથી પર્યાયો અર્થાત્ વિશેષો ચાલ્યા ગયા છે એવું જે અંતિમ સામાન્ય છે અને એવી જ રીતે ચાલ્યું ગયું છે સામાન્ય જેમાંથી એવો જે અંતિમવિશેષ છે તે બન્ને બાજુના અંતિમ વિચારો અને અંતિમ વચનોચ્ચાર એક એક નયના વિષય બને છે. જેમકે જેમાં કોઈ પણ જાતની પરિમિતતા, ખંડત્વ, વિભાગતુ કે વિશેષો નથી એવું “સત્તા' નામનું જે મહાસામાન્ય છે કે જે સર્વત્ર વ્યાપક છે તેથી પરિમિત નથી. ખંડિત નથી. કોઈપણ પદાર્થને જોશો તો જણાશે કે “આ પદાર્થ પણ સત્ છે” આ પદાર્થ પણ સત્ છે” સત્ પણે આખું વિશ્વ એકરૂપ છે. આવા પ્રકારનું વિશેષ (પર્યાયો) વિનાનું કેવળ એકલા સામાન્યનું બોધક “ત, સત્ છે" ઇત્યાદિ જે વિચારો અને વચનોચ્ચારણ તે સઘળો એકલા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે કારણ કે સત્તા સામાન્ય એ એવું સર્વત્ર વ્યાપક સામાન્ય છે કે તે કોઈ બીજા તેનાથી મોટા સામાન્યની અપેક્ષાએ વિશેષ બનતું હોય તેવું નથી. તે માટે આવા પ્રકારના અતિશય સામાન્યતાના બોધક વિચાર અને વચન એકલા દ્રવ્યાર્થિકનયનો વિષય ગણાય છે તેવી જ રીતે જ્યાં કોઈ પણ રીતે ઐક્ય, સમાનતા, કે Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કારડ-૧ – ગાથા-૮ સન્મતિપ્રકરણ અભેદ નથી જાણી શકાતો કે નથી સમજી શકાતો કે નથી બોલી શકાતો. એવું જે અંતિમ વિશેષ છે તે માત્ર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. વચ્ચેના બધા જ વચનોચ્ચારો બન્ને નયના વિષય કહેવાય છે. “સત્તા” નામના અંતિમ મહાસામાન્યને જણાવનાર વચન તે દ્રવ્યાર્થિકનયનો જ વિષય છે અને અવિભાજ્ય એવા ભેદના સૂચક અંતિમ વિશેષને જણાવનાર જે વચન તે પર્યાયાર્થિકનયનો જ વિષય બને છે. મધ્યમવર્તી સઘળાં વચનો અને વિચારો, વક્તાના આશયને અનુસારે અભેદગામી દૃષ્ટિવાળા હોય ત્યારે દ્રવ્યાર્થિક નયનો વિષય ગણાય છે અને ભેદગામી દૃષ્ટિવાળો વક્તાનો આશય હોય ત્યારે તે જ વચન અને વિચાર પર્યાયાર્થિકનયનો વિષય ગણાય છે. વક્તા શ્રોતાના આશય ઉપર (વિવફા ઉપર) નથવિધિ છે પછી કોઈ પણ એક નયનો વિષય બીજા પ્રતિપક્ષી નયના વિષયથી સહિત જ હોય છે. કોઈપણ વિષયમાં લગભગ બન્ને નયો પ્રવેશેલા હોય છે તે જણાવે છે - पज्जवणयवोकंतं, वत्थु दव्वट्ठियस्स वयणिजं । जाव दविओवओगो, अपच्छिमवियप्पनिव्वयणो ॥ ८ ॥ (पर्यवनयव्युत्क्रान्तं, वस्तु द्रव्यार्थिकस्य वचनीयम् । यावद्रव्योपयोगः, अपश्चिमविकल्पनिर्वचनः ॥ ८ ॥) ગાથાર્થ - જેની પછી ભેદના વિકલ્પો નથી, અને જેની પછી ભેદસૂચક વચન વ્યવહાર નથી એવો દ્રવ્યનો (સામાન્યનો) ઉપયોગ જ્યાં સુધી છે. ત્યાં સુધીની તમામ વસ્તુ દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય તો છે જ. પરંતુ તે વક્તવ્ય પર્યાયાર્થિકનયથી પણ આક્રાન્ત (યુક્ત) છે. || ૮ | વિવેચન - આ જીવ છે. આ વનસ્પતિ છે. આ ઘટ છે. આ પટ છે. ઈત્યાદિ વાક્યો પોતાના સજાતીય પદાર્થોની સાથે જેમ ઐક્યતા (અભેદ) સૂચક છે. તેમ પોતાનાથી વિજાતીય પદાર્થોથી ભેદસૂચક પણ છે. આ રીતે ઉપરોક્ત વાક્યો અભેદસૂચક અને ભેદસૂચક એમ બને રીતે વાપરી શકાય છે. જોઈ શકાય છે. સમજી શકાય છે. માટે તે સઘળાં વાક્યો ઉભયનયનો વિષય ગણાય છે. ફક્ત અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષ, કે જેનાથી વધારે મોટું સામાન્ય, અને વધારે સૂમ વિશેષ નથી. આ રીતે તે ન હોવાથી અન્તિમ સામાન્ય અને અન્તિમ વિશેષ તે બન્ને એક એક નયમાત્રનો જ વિષય બને છે. તેમાંથી “સત્તા” નામનું મહાવ્યાપક અંતિમ સામાન્ય કે જે “મતિ-સ–છે' ઈત્યાદિ શબ્દોથી જણાય છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૮ ૨૩ લોકોને પણ જણાવાય છે. તે માત્ર દ્રવ્યાર્થિક નયનો જ વિષય બને છે કારણ કે તેનાથી મોટું (વિશાળ) જો કોઈ સામાન્ય હોત તો આ સત્તા સામાન્ય તેના અંડરૂપ વિશેષ બનત કે જ્યાં પર્યાયાર્થિકનય લાગત. પરંતુ સત્તાથી કોઈ વિશાળ સામાન્ય નથી. તેથી આ જ અંતિમ વિશાળ સામાન્ય બને છે. માટે ત્યાં એક નય પ્રવર્તે છે. આ વાત સાતમી ગાથામાં કહી છે. એવી જ રીતે અંતિમવિશેષમાં કેવળ એકલો પર્યાયાર્થિકનય જ પ્રવર્તે છે. તે વાત આ આઠમી ગાથામાં જણાવે છે. પછિ મવિયL = જેની પછી (પાછળ) વિકલ્પો (ભદો) પડતા નથી. એવો જે અંતિમભેદ અર્થાત્ અંતિમવિશેષ, નિવ્યય = તથા જેની પછી હવે કોઈ પણ જાતનો વચનવ્યવહાર નથી. જેના ભેદ ન હોવાથી ભેદ સમજવા કે સમજાવવા માટે જ્યાં શબ્દપ્રયોગ નથી. એવો જે અંતિમવિશેષ સૂચક બોધ કે વચન છે તે માત્ર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. તેને છોડીને ઉપાજ્ય વિશેષ સુધી દ્રવ્યનો (સામાન્યનો - અભેદનો) પણ ઉપયોગ છે જેમ કે 100 ઘટદ્રવ્ય હોય તો આ ઘડા છે એમ ઘટપણે અભેદ કરી શકાય છે. તે છેલ્લે બે ઘડા હોય ત્યાં સુધી બન્ને ઘડાનો પણ અભેદ કરીને આ ઘડા છે એમ બોલી શકાય છે સમજી શકાય છે. પરંતુ જયારે એક જ ઘટ હોય છે ત્યારે તેનો અભેદ કોની સાથે કરવો ? હવે અભેદ શક્ય નથી. આ રીતે અંતિમ વિશેષ હોય ત્યારે અભેદ શક્ય નથી તે માટે અંતિમ વિશેષને છોડીને સત્તા નામના મહાસામાન્યથી આરંભીને ઉપાસ્ય વિશેષ સુધી જેમ વિશેષનો (ભજનો) બોધ થાય છે. તથા ભેદસૂચક વચન વ્યવહાર થાય છે તેમ મધ્યવર્તી તે ભાવોમાં દ્રવ્યનો (અભેદનો) ઉપયોગ પણ થાય છે. અને અભેદનો બોધ પણ થાય છે. એટલે જેવી ભિન્નતા છે. તેવી અભિન્નતા-ઐક્યતા પણ છે જ. માટે મધ્યવતી સઘળા વિચારો અને વચનો ઉભયનયનો વિષય બને છે. તે માટે વલ્લું પનવયવોર્વમાં જે જે વસ્તુ પર્યાયાસ્તિકનયથી આક્રાન્ત (ભરેલી) છે. જે જે વસ્તુ પર્યાયાસ્તિકનયનો વિષય બને છે. તે સઘળી તમામ વસ્તુ વ્યઠ્ઠિયક્ષ વUિM = દ્રવ્યાર્થિકનયથી પણ વક્તવ્ય બને જ છે સારાંશ કે સત્તા નામનું મહાવ્યાપક અંતિમ સામાન્ય જેમ એક દ્રવ્યાર્થિકનયનો જ વિષય બને છે. તેમ અંતિમ વિશેષ ફક્ત એક પર્યાયાંર્થિકનયનો જ વિષય બને છે. બાકીના મધ્યમવર્તી સઘળાં વચનો ઉપાજ્ય સામાન્યથી પ્રારંભીને ઉપાજ્ય વિશેષ સુધીનાં સઘળાં વચનો ઉભયનયથી આક્રાન્ત છે તે માટે ક્યાંય પણ એકાન્ત ભેદ કે એકાત્તે અભેદ માનવો જોઈએ નહીં. જે જે દર્શનકારો એકાન્ત અભેદ કે એકાનો ભેદ જ માને છે તે મિથ્યાત્વ છે. જેમ કે વેદાન્તદર્શન કે શંકરાચાર્યાદિ ઋષિમુનિઓ સર્વથા અદ્વૈતવાદ જ માને છે. કોઈ લોકો આ જગત ઈશ્વરમય જ છે. ઈશ્વર એ જ એક તત્ત્વ છે. અર્થાત બ્રહ્માદ્વૈતવાદને જ માને છે. ઈત્યાદિ દર્શનકારો અભેદના એકાન્તવાદી છે Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કાઠ-૧ – ગાથા-૯ સન્મતિપ્રકરણ તથા બૌદ્ધદર્શન કે જે ક્ષણે ક્ષણે દ્રવ્ય પણ સર્વથા બદલાય જ છે, કોઈ ધ્રુવતત્ત્વ છે જ નહીં, ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓ નાશના સ્વભાવવાળી જ હોવાથી બીજા સમયે જ નાશ પામે છે. માટે બધી જ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. આ દર્શન એકાન્તભેદવાદી હોવાથી મિથ્યાત્વ છે આવો વિવેક સ્વયં સ્વબુદ્ધિથી કરવો. તથા નૈયાયિક - વૈશેષિક જો કે ભેદ એટલે વિશેષ અને અભેદ એટલે સામાન્ય એમ બન્ને માને છે પરંતુ ઉભયનયથી આક્રાન્ત એક વસ્તુ ન માનતાં જે સામાન્ય છે તે વિશેષરૂપ નથી અને જે વિશેષ છે તે સામાન્યરૂપ નથી આમ એકાન્ત બન્નેને સ્વતંત્ર માને છે માટે તે પણ મિથ્યાત્વ જ છે. સત્તા નામના સામાન્યને વિશેષ માનતાં સામાન્યપણાના સ્વરૂપની હાનિ થાય અને પરમાણુ પરમાણુએ રહેનારા વિશેષમાં સામાન્યપણુ માનતાં વિશેષપણાના સ્વરૂપની હાનિ થાય. આવું નૈયાયિકોનું માનવું છે. તેથી બન્ને સ્વતંત્ર જ છે. આમ તેઓ એકાન્તભેદ જ માને છે. તેથી તે દર્શન પણ મિથ્યાત્વ જ છે. (જાઓ આ જ ગ્રંથની ત્રીજા કાંડની ગાથા ૪૮-૪૯) || ૮ || અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષને છોડીને સર્વે વિચારો અને સર્વે વચનવ્યવહારો બન્ને નયનો વિષય બને છે. એકલો એક નય ક્યાંય લાગતો નથી. તે વિષયની ચર્ચાનો ઉપસંહાર - दव्वढिओ त्ति तम्हा, नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पजवढिओ णाम, कोइ भयणाय उ विसेसो ॥ ९ ॥ (द्रव्यार्थिक इति तस्माद् नास्ति नयो नियमाच्छुद्धजातिः । ન ચ પર્વવાર્થિો નામ, શત્ મળનાડુ વિશેષઃ || ૧ ) ગાથાર્થ - તેથી શુદ્ધ જાતિવાળો (જેમાં પર્યાયાર્થિકનય લાગુ ન જ પડતો હોય તેવો) દ્રવ્યાર્થિક નામનો નય નિયામાં નથી જ. એવી જ રીતે (જ્યાં દ્રવ્યાર્થિક નય લાગુ ન પડતો હોય તેવો) શુદ્ધ જાતિવાળો પર્યાયાર્થિક નામનો પણ કોઈ નય નથી જ. ફક્ત ભજનાને લીધે (વિવક્ષાને લીધે) બન્નેમાં વિશેષતા છે / ૯ વિવેચન - સામાન્યથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો (વસ્તુને સમજવા માટેની બે દૃષ્ટિઓ, બે અપેક્ષાઓ, બે વિવક્ષાઓ) છે. બન્ને નયોના અનુક્રમે સામાન્ય અને વિશેષ, અર્થાત્ અભેદ અને ભેદ આ વિષયો છે. પરંતુ વિશેષ વિનાનું એકલું સામાન્ય, કે સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યાંય છે જ નહીં. જેમ કે જે વૃક્ષમાં વૃક્ષત્વ - વનસ્પતિત્વ નામનું સામાન્ય છે તે જ વૃક્ષમાં મૂળ-થડ-શાખા-પ્રશાખા-ફૂલ-ફળ અને બીજા વિગેરે વિશેષ પણ હોય જ છે. મનુષ્ય નામનું સામાન્ય જ્યાં વર્તે છે ત્યાં જ ચૈત્ર-મૈત્ર-દેવદત્ત આદિ વિશેષો Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૯ ૨૫ પણ વર્તે જ છે. તેવી જ રીતે સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યાંય છે જ નહીં. જેમ કે મૂળ થડ આદિ જે વિશેષો છે તે પણ વૃક્ષત્વ-વનસ્પતિત્વના સામાન્યથી યુક્ત જ છે. ચૈત્રમૈત્ર-દેવદત્ત આદિ જે વિશેષ છે. તે પણ મનુષ્યત્વ નામના સામાન્યથી આક્રાન્ત જ છે. શરીર રૂપે જે સામાન્ય છે તે જ હાથ-પગ-ઉદર-મસ્તિક આદિ અવયવ રૂપે વિશેષ પણ છે જ, એકલું સામાન્ય કે એકલું વિશેષ અન્તિમ અવસ્થાવાળા એકાદ પ્રસંગને છોડીને ક્યાંય નથી જ. તેથી “એકલો દ્રવ્યાર્થિકનય લાગે અને પર્યાયાર્થિક નય ન લાગે, અથવા એકલો પર્યાયાર્થિકનય લાગે અને દ્રવ્યાર્થિકનય ન લાગે એવું ક્યાંય પણ બનતું નથી. જ્યાં એક નય લાગે અને બીજો નય ન જ લાગે તેવા નયને શુદ્ધ જાતિવાળો નય (અર્થાત્ પ્રતિપક્ષી નયથી મુક્ત એવો નય) કહેવાય છે. વિશેષ વિનાનું કેવળ એકલું સામાન્ય આ સંસારમાં કયાંય ન હોવાથી પર્યાયાર્થિક નય વિનાનો કેવળ એકલો શુદ્ધ જાતિવાળો દ્રવ્યાર્થિકનય પણ ક્યાંય નથી જ, એવી જ રીતે સામાન્ય વિનાના એકલા વિશેષો માત્ર કયાંય નહીં હોવાથી દ્રવ્યાર્થિકનય વિનાનો કેવળ એકલો શુદ્ધજાતિવાળો પર્યાયાર્થિક નય પણ ક્યાંય નથી જ, આવા પ્રકારની વસ્તુસ્થિતિ છે. છતાં બન્ને નયનો જે ભેદ સમજાવવામાં આવે છે. તેનું કારણ તે તે નયોના વિષયની ગૌણતા અને પ્રધાનતા એ જ છે. એક જ વસ્તુ વિવક્ષાના વશથી વિશેષરૂપે પણ ભાસે જ છે. જેમ કે “આ સાધુ મહાત્મા છે” આવું બોલાયેલું વાક્ય, તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ આ ગામમાં બીજા સાધુ મહાત્માઓ છે તેમ આ પણ સાધુ મહાત્મા છે તેથી અન્ય મહાત્માઓની જેમ આ પણ દર્શનીય વંદનીય પૂજનીય છે. આવા આશયથી બોલાયું હોય ત્યારે અન્ય સાધુની સાથે અભેદસૂચક હોવાથી દ્રવ્યાર્થિકનય છે અને આ જ વાકય “આ સાધુ મહાત્મા છે પણ સાધ્વીજી ભગવંત કે શ્રાવક-શ્રાવિકા નથી” એમ ભેદસૂચક રૂપે વપરાયું હોય તો તે જ વાકય પર્યાયાર્થિકનયનો વિષય બને છે. ઉપરોક્ત ચર્ચા ઉપરથી સમજાશે કે જ્યાં અભેદ (સામાન્ય) પ્રધાનપણે ભાસતો હોય અને ભેદ (વિશેષ) ગૌણપણે ભાસતો હોય ત્યારે તે મનમાં ચાલતો વિચાર અને મુખે બોલાતો વચનવ્યવહાર દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે અને જ્યાં અભેદ (સામાન્ય) ગૌણપણે ભાસતો હોય અને ભેદ (વિશેષ) પ્રધાનપણે ભાસતો હોય તો તે જ વચનવ્યવહાર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. જગતમાં રહેલા શેયભાવો અન્ય શેયભાવોની સાથે અમુક ધર્મની અપેક્ષાએ સમાન પણ છે અને અમુક ધર્મની અપેક્ષાએ વિશેષ પણ છે જ. તેથી તે બન્નેને જણાવનારા નયો પણ (દ્રષ્ટિઓ પણ) બે છે. એક નથી. તેથી અંતિમ સામાન્ય અને અંતિમ વિશેપને મુકીને એકલો એકલો એક નય (શુદ્ધ જાતિવાળો એક નય) કયાંય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કાષ્ઠ-૧ – ગાથા-૧૦ સન્મતિપ્રકરણ કારણ કે અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષને છોડીને એવું એકલા એક નયના વિષયવાળું શેય જ આ જગતમાં કયાંય નથી. જગતના શેય પદાર્થો આવા પ્રકારના સામાન્ય - વિશેષ એમ બન્ને ભાવોથી આક્રાન્ત (ભરેલા) છે જ. અને તે શેયભાવો જેવા છે તેવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાનથી દેખે છે અને જગતના જીવોના ઉપકાર માટે (મિથ્યા જ્ઞાન ટાળીને સમ્યગૂ જ્ઞાન આપવા માટે) કહે છે. માટે તે પરમાત્મા યથાર્થવાદી છે. આમ સમજવું જોઈએ. પરંતુ બૌદ્ધ આમ માને છે. સાંખ્ય આમ માને છે. ચાર્વાક આમ માને છે. તેમ જૈન આમ માને છે. આવું મતિજ્ઞાનની વિષમતાવાળી માન્યતા અર્થમાં ક્યારેય પણ બોલવું જોઈએ નહિં કારણકે જિન અને મનન-ચિંતન રૂપ માનવું આ બન્ને શબ્દો છે માતા વચ્છ ની જેમ વિરોધી છે કારણ કે જે જિન (જૈનદર્શનના પ્રણેતા-રચયિતા વીતરાગ-સર્વજ્ઞ) હોય છે તે મતિજ્ઞાનાત્મક માન્યતાવાળા-મતાવલંબી હોતા નથી અને આવી માન્યતાવાળા હોય છે તે જિન (વીતરાગસર્વજ્ઞ) હોતા નથી. “મને લાગે છે કે આમ હશે” આવી માન્યતા દાખવવી એ જ અલ્પજ્ઞતાની સૂચક છે તેથી બધા જ દર્શનોની હરોળમાં જૈનદર્શનને બેસાડવું જોઈએ નહીં, કાચના ટુકડાને અને હીરાના ટુકડાને સાથે રાખવાથી કાચના ટુકડાના હીરા જેટલા ભાવ ક્યારેય પણ ઉપજતા નથી. પરંતુ હીરાના ટુકડા, કાચના ભાવમાં વેચાઈ જાય છે. તે જેમ નુકશાનકારક છે તેમ વીતરાગ-સર્વજ્ઞ પ્રભુને (કે તેમની વાણીને) છદ્મસ્થોની સાથે કે છઘસ્થોની વાણી સાથે ગોઠવવાં કે જોડવાં તે પણ અનંત સંસાર વધારવારૂપ નુકશાન કરનાર જ છે. આ રીતે વિશેષ વિનાનું સામાન્ય, અને સામાન્ય વિનાનું વિશેષ આ સંસારમાં જેમ નથી. તેમ પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો પણ આ સંસારમાં નથી જ, કોઈ પણ વસ્તુ ઉભય સ્વરૂપથી જ આક્રાન્ત છે. માટે જ તેને જણાવનારી દૃષ્ટિઓ (નયો) પણ બન્ને છે જ. || ૯ | દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયની વાતને, અને પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયની વાતને કેવી રીતે દેખે છે ? તે સમજાવે છે. दव्वट्ठियवत्तव्वं, अवत्थु णियमेण पजवणयस्स । तह पज्जववत्थु, अवत्थुमेव दव्वट्ठियनयस्स ॥ १० ॥ (द्रव्यार्थिकवक्तव्यं, अवस्तु नियमेन पर्यवनयस्य । તથા પર્યવવસ્તુ મવન્વેવ દ્રવ્યાર્થિનયસ્થ ૨૦ |) Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાઠ-૧ – ગાથા-૧૦ ૨૭ ગાથાર્થ - દ્રવ્યાર્થિકનયનું જે વક્તવ્ય છે તે પર્યાયાર્થિક નયને નિયમો અવસ્તુ જ જણાય છે. તથા પર્યાયાર્થિકનયને માન્ય જે વસ્તુ છે (જે વક્તવ્ય છે.) તે દ્રવ્યાર્થિકનયને નિયમ અવસ્તુ જ જણાય છે કે ૧૦ | વિવેચન - જેમ એક કેરી દ્રવ્ય છે તેમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારે ગુણો શેયદ્રવ્યમાં (કેરીમાં) ભરેલા છે પરંતુ તે કેરીને આંખથી જોઈએ ત્યારે તે આંખને કેરીમાં રહેલા નીલ-પીતાદિ વર્ણગુણ જ દેખાય છે તેને જ વાસ્તવિક માને છે. ગંધ-રસ-સ્પર્શ તે આંખને દેખાતા નથી. તેથી તે આંખ તે ગુણોને અવસ્તુ છે. આમ માને છે. કારણ કે તે ભાવો તે ઇન્દ્રિયને દેખાતા નથી. તેવી જ રીતે તે કેરીને નાક સાથે જોડીએ તો તે નાક તે કેરીમાં રહેલી સુગંધ-દુર્ગધને જ જાણે છે તેને જ વસ્તુ માને છે પણ વર્ણ-રસ-સ્પર્શને તે નાક જાણતું નથી. તેથી તે નાક વર્ણ-રસ-સ્પર્શને અવસ્તુ જ સમજે છે. એવી જ રીતે તે કેરીને જીભ સાથે જ જોડીએ તો તે જીભ કેરીમાં રહેલા મધુર-આમ્લ આદિ રસને જ જાણે છે. તેથી તેને જ વસ્તુ માને છે. પરંતુ વર્ણ-ગંધ-સ્પર્શને તે જીભ જાણતી નથી. તેથી તે જીભ તે કેરીમાં રહેલા વર્ણ-ગંધ-સ્પર્શને, નથી જ એમ સમજીને અવસ્તુ માને છે. આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય પણ સ્પર્શમાત્રને વસ્તુ અને વર્ણાદિને અવસ્તુ માને છે. આ વાત અનુભવસિદ્ધ અને સકલજનને પ્રત્યક્ષ છે. તેવી જ રીતે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયના વક્તવ્યને, અને પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયના વક્તવ્યને અવસ્તુ માને છે. આ વાત આ ગાળામાં સમજાવી છે. દ્રવ્યાર્થિકનય અભેદવાળી દૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી સામાન્યમાત્રને જ (સમાનતાને જ) જુએ છે તેથી તેની દૃષ્ટિમાં પર્યાયાર્થિકનયનું ભેદબોધક વિશેષવાચક વચન મિથ્યા લાગે છે. અવસ્તુ જ છે એમ જણાય છે. જેમ કે બગીચામાં ઉગેલાં જુદા-જુદા ઝાડોમાં આ વૃક્ષ પણ વનસ્પતિ જ છે. તે વૃક્ષ પણ વનસ્પતિ જ છે પેલું વૃક્ષ પણ વનસ્પતિ જ છે. વનસ્પતિ નામના સામાન્ય રૂપે સર્વે વૃક્ષો સમાન છે. વનસ્પતિ નામના સામાન્યને છોડીને કહો કે તેમાં આંબાપણું લિંબડાપણું-સરગવાપણું કે બાવળપણું છે શું? અને ક્યાં છે ? માટે આ જે કંઈ આંબા-લીંબડા આદિ ઝાડો દેખાય છે તે સઘળાં વનસ્પતિરૂપ (સામાન્ય) જ છે પરંતુ વનસ્પતિ નામના સામાન્ય વિના આમ્રત્યાદિ વિશેષો નથી. આમ દ્રવ્યાર્થિકનય જાએ છે. આ નયને વનસ્પતિ નામનું સામાન્ય જ જણાય છે. આમ્ર-નિમ્બ આદિ વિશેષ જણાતા નથી. એવી જ રીતે પર્યાયાર્થિકનાં ભેદવાળી દૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી વિશેષમાત્રને જ (ભેદને જ) જુએ છે. તેથી તેની દૃષ્ટિમાં દ્રવ્યાર્થિકનયનું અભેદબોધક સામાન્યવાચક વક્તવ્ય મિથ્યા લાગે છે. અવસ્તુ જ છે એમ જણાય છે. જેમકે તે જ બગીચામાં ઉગેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ – ગાથા-૧૧ સન્મતિપ્રકરણ જાદાં જુદાં ઝાડોમાં કોઈ આંબો જ છે, કોઈ લીંબડો જ છે. કોઈ સરગવો જ છે. તો કોઈ બાવળ જ છે. આમ આશ્રાદિ વિશેષ રૂપે જ સર્વે વૃક્ષો છે. આમ્ર-નિંબાદિ વિશેષને છોડીને કહો કે તેમાં વનસ્પતિપણા રૂપ સામાન્ય શું છે ? અને કયાં છે ? માટે આ જે કોઈ વૃક્ષો દેખાય છે તે સઘળાં આમ્ર-નિંબાદિ રૂપે વિશેષ જ છે પરંતુ આમ્રાદિ વિશેષ વિના વનસ્પતિ નામનું સામાન્ય ક્યાંય દેખાતું નથી. આમ પર્યાયાર્થિકન જુએ છે. કોઈ પણ એક નય પોતાની માન્યતાવાળી દૃષ્ટિમાં બદ્ધ હોઈ અન્ય નયની વાતને અવસ્તુ જ માને છે. સંસારમાં પણ આગ્રહી માણસોમાં આવી જ પરિસ્થિતિ અનુભવાય છે. મિથ્યાત્વમોહના ઉદયજન્ય એકાન્તવાદનો જ આ પ્રભાવ છે. બીજા નયના વક્તવ્ય તરફ ઉપેક્ષા હોય ત્યારે સુનય, અને બીજા નયના વક્તવ્ય તરફ અપલાપકતા હોય ત્યારે દુર્નય કહેવાય છે. તે ૧૦ || આ બન્ને નો એક જ વસ્તુમાં કેવાં કેવાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને દેખે છે ? અને તેને - દેખીને તેને જ વધારે વધારે ગાય છે. તે જણાવે છે - उप्पज्जति वियंति य भावा, नियमेण पज्जवणयस्स । दव्वट्टियस्स सव्वं, सया अणुप्पन्नमविणळें ॥ ११ ॥ उत्पद्यन्ते वियन्ति च, भावा नियमेन पर्यवनयस्य । द्रव्यार्थिकस्य सर्वं, सदाऽनुत्पन्नमविनष्टम् ।। ११ ।। ગાથાર્થ - પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ સર્વે પણ ભાવો નિયમા ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે. જયારે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિમાં સર્વે વસ્તુ સર્વ કાળ અનુત્પન્ન અને અવિનષ્ટ અર્થાત્ ઉત્પત્તિ-નાશ વિનાની કેવળ ધ્રુવ જ છે ! ૧૧ / - વિવેચન - પર્યાયાસ્તિકનય દ્રવ્યમાં રહેલા અને પ્રતિસમયે બદલાતા પર્યાયોને જ (વિશેષોને જ) જાએ છે. આ નય ભેદગ્રાહી દૃષ્ટિવાળો હોવાથી પ્રતિસમયે દ્રવ્યમાં થતું જે વિશેષ સ્વરૂપ છે અર્થાત્ પરિવર્તન પામતું પર્યાયાત્મક જે સ્વરૂપ છે તે જ આ નયને દેખાય છે. જેમ કે કેટલાક મગના દાણા ચૂલા ઉપર સીઝવવા માટે ચડાવ્યા, સમયે સમયે આ દાણા કંઈક કંઈક સીઝે છે. પ્રથમ સમયે અલ્પ, બીજા સમયે કંઈક અધિક, ત્રીજા સમયે તેનાથી પણ કંઈક અધિક આમ પ્રતિસમયે તે મગના દાણામાં નવા નવા પર્યાયો આવે છે અને જુના પર્યાયો જાય છે એવું જ આ નયને દેખાય છે. તેથી સર્વે ભાવો (સર્વે પદાર્થો) નિયમો (નક્કી) પ્રત્યેક સમયે જાના પર્યાયરૂપે નાશ પામે છે અને નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. ૧. વિદ્યા પ્રયોગમાં વિ ઉપસર્ગ અને રૂ ધાતુનું વર્તમાનકાળનું તૃતીય પુરૂષનું બહુવચનનું નિરૂપ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ – ગાથા-૧૧ સન્મતિપ્રકરણ આમ પદાર્થોમાં ઉત્પત્તિ અને નાશ જ આ નય દેખે છે. કોઈ એક જન્મ પામેલ બાલક પ્રતિસમયે શરીર-બુદ્ધિ-અવયવો આદિની અપેક્ષાએ હાનિ-વૃદ્ધિ પામવારૂપે ઉત્પત્તિ-વ્યયવાળો જ છે. તો જ ૨૫ વર્ષની ઉંમરે તે વિશિષ્ટ શરીરવાળો, વિશિષ્ટબુદ્ધિવાળો અને વિશિષ્ટ અવયવોના બાંધાવાળો બને છે. ૨૫ વર્ષની ઉંમરે જે સ્થૂલ શરીર છે. વિકસિત બુદ્ધિ છે, મજબુત બાંધો દેખાય છે. તે કંઈ કોઈ એક દિવસમાં કે એક રાતમાં થઈ ગયો નથી. પ્રત્યેક સમયે બદલાય છે. તો જ ૨૫ વર્ષે આવી પરિસ્થિતિ થાય છે. તથા સાંજે મેળવેલું દૂધ સવારે દહીં રૂપે પરિણામ પામેલું દેખાય જ છે. હવે રાતના બાર કલાકના એક એક સમયમાં દૂધપણાનો કંઈક કંઈક નાશ, અને દહીંપણાની કંઈક કંઈક ઉત્પત્તિ તેમાં થાય છે. આમ જો માનીએ તો જ બાર કલાક ગયા પછી દૂધનો પરિપૂર્ણ નાશ અને દહીંની પરિપૂર્ણ ઉત્પત્તિ ઘટી શકે. આવા આવા અનેક ઉદાહરણોથી પૂર્વપર્યાયનો વ્યય અને નવા પર્યાયની ઉત્પત્તિ પ્રતિસમયે સર્વે ભાવોમાં થાય છે આમ આ પર્યાયાર્થિક નય માને છે અને આ નયની વાત આ નયની અપેક્ષાએ સાચી પણ છે જ. હવે દ્રવ્યાર્થિકનય તે જ સર્વે ભાવોને અનુત્પન્ન અને અવિનષ્ટ અર્થાત્ ધ્રુવ જ દેખે છે. આ નય અભેદગ્રાહી દૃષ્ટિવાળો છે એટલે પ્રતિસમયે ઉત્પાદ-વ્યયજન્ય જે વિશેષો છે તે આ નયને દેખાતા નથી. પરંતુ દ્રવ્ય તો તેનું તે જ છે ને ? એમ ધૃવત્વ જ દેખાય છે. જેમકે એકવાર ઉત્પન્ન થઈ ચુકેલા મગના દાણા ચુલા ઉપર સીઝવા માટે ચડાવ્યા. તે અગ્નિના શેકથી ભલે થોડા થોડા સીઝે છે. પરંતુ અડધો કલાક કે એક કલાક થાય તો પણ જે આ મગના દાણા છે તે મગના જ દાણાપણે રહે છે. કંઈ ઘઉંના દાણારૂપે કે જુવારના દાણારૂપ બદલાઈ જતા નથી. વચગાળામાં મગ દ્રવ્ય સદા મગ દ્રવ્ય રૂપે જ રહે છે. માટે વચગાળામાં ઉત્પાદ-વ્યય નથી પણ ધ્રુવતા જ છે, કોઈ જન્મ પામેલ બાળક ૨૫ વર્ષ યુવાન થયો, તો પણ તે જેનો પુત્ર છે તેના જ પુત્ર રહે છે. મનુષ્યાકારે શરીરવાળો છે તે મનુષ્યાકારે જ રહે છે. કંઈ પશુ-પક્ષી રૂપે બદલાઈ જતો નથી. તેથી તે મનુષ્યના ભવમાં મનુષ્યપણે ધ્રુવ જ છે. મેળવેલું દૂધ સવારે દહીં થાય છે. પરંતુ દૂધ પણ ગોરસ છે અને દહીં પણ ગોરસ જ છે. દૂધનું દહીં બનવા છતાં ગોરસપણે તેનું તે જ રહે છે. જો બદલાઈ જ જતું હોય તો ગોરસના ત્યાગીને દૂધ ગોરસ હોવાથી ભલે ન પીવાય પણ દહીં ખવરાવું જોઈએ. પણ ડેરી પ્રોડકશન બંધ કરનારાને તેમાંનું કશું જ નથી ખવાતું. તેનો અર્થ એ કે દૂધનું દહીં બનવા છતાં ગોરસપણે (ડેરી પ્રોડકશનપણે) તે ધ્રુવ જ છે. આવાં આવાં અનેક ઉદાહરણોથી આ દ્રવ્યાર્થિક સર્વે ભાવોમાં પર્યાયોનું રૂપાંતર થવા રૂપ, ઉત્પત્તિ-વિનાશ તરફ ઉપેક્ષાભાવ રાખીને દ્રવ્ય સંબંધી ધ્રુવતાને જ વધારે પ્રધાનપણે દેખે છે અને આ નયની આ વાત આ નયની અપેક્ષાએ બરાબર પણ છે જ. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦. કાડ-૧ – ગાથા-૧૨ સન્મતિપ્રકરણ આ પ્રમાણે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સર્વે ભાવો ઉત્પાદ-વ્યયવાળા, અનિત્ય, બદલાતા અને અસ્થિર છે. જ્યારે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વે ભાવો ધ્રુવ-નિત્ય - અપરિવર્તનશીલ અને સ્થિર છે. બન્ને નયોને ભેગા કરીએ તો જ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ થાય છે અને બન્ને નયોની સાપેક્ષતાવાળું પરિપૂર્ણ ત્રિપદીવાળું સ્વરૂપ તે જ સાચું યથાર્થ, પરિપૂર્ણ સ્વરૂપ છે. તે ૧૧ || પદાર્થનું સંપૂર્ણ લક્ષણ - दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पजवा णत्थि । ઉપાય-દિડું-મંા, ઇંદ્ધિ વિયત્નqui છે ૨૨ | (द्रव्यं पर्यायवियुतं, द्रव्यवियुक्ताश्च पर्यवा न सन्ति । ઉત્પાસ્થિતિમ, ઃિ દ્રવ્યનક્ષતદ્ ૨૨ ૫) ગાથાર્થ - પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો આ સંસારમાં નથી જ. તેથી ખરેખર ઉત્પાદ-સ્થિતિ-વ્યય (આ ત્રણેનું એક દ્રવ્યમાં સાથે હોવું) એ જ દ્રવ્યનું સંપૂર્ણ લક્ષણ છે. / ૧૨ા. | વિવેચન - લક્ષણ જણાવવા દ્વારા દ્રવ્યનું પૂર્ણ રૂપ આ ગાળામાં સમજાવ્યું છે. ધર્મઅધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યો છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો એક એક છે. પાછલનાં ત્રણ દ્રવ્યો અનંત અનંત છે. કાળ એ શ્વેતાંબરામ્નાય પ્રમાણે ઔપચરિત દ્રવ્ય છે. કારણ કે નિશ્ચયથી જીવ અને પુદ્ગલદ્રવ્યોનો જે વર્તનાપર્યાય છે તે જ કાળ છે. આ રીતે આ છએ પ્રકારના દ્રવ્યોથી આ લોકાકાશ ભરેલો છે. અલોકાકાશ માત્ર એક આકાશદ્રવ્યથી ભરેલો છે. ત્યાં પ્રશ્ન થાય છે કે દ્રવ્ય એટલે શું ? દ્રવ્ય કોને કહેવાય ? તેનો ઉત્તર આ ગાથામાં છે. છએ દ્રવ્યોમાં લાગુ પડે એવું દ્રવ્યનું લક્ષણ આ ગાથામાં જણાવ્યું છે. આ જ લક્ષણ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૫ સૂત્ર ૨૯માં પણ જણાવ્યું છે. છએ દ્રવ્યો પ્રતિસમયે બદલાતા પર્યાયોથી સંયુક્ત છે. કોઈ પણ એક દ્રવ્ય એવું નથી કે જેમાં પ્રતિસમયે અનંતા-અનંત પર્યાયો ન થતા હોય, તે પર્યાયોમાં વર્તમાનકાલીન પર્યાયો આવિર્ભત (પ્રગટ) કહેવાય છે અને ભૂત-ભાવિના પર્યાયો તિરોભૂત (અપ્રગટ) કહેવાય છે. તિરોભૂત એવા પણ ભૂત-ભાવિના પર્યાયો દ્રવ્યમાં છે ચોક્કસ, પણ તિરોભૂત હોવાથી દૃષ્ટિગોચર થતા નથી. જેમકે ફૂટેલા ઘડાના ઠીકરાં જોઈને બધા જ માણસોને તેમાં ઘડાનું જ સ્મરણ થાય છે. તથા ઘડો બનાવવાના આશયથી લાવેલી માટીમાં પણ તિરોભાવે ઘટ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ - ગાથા-૧૨ ૩૧ છે. તેથી જ તે માટી કોઈ લઈ જાય તો દુઃખ થાય છે. તલમાં તેલ તિરોભાવે પણ છે જ. તો જ તેલનો અર્થી જીવ તલ લાવે છે અને પીલે છે. રેતીના દાણા કોઈ લાવતું નથી અને પીલતું નથી. આ રીતે જોતાં સર્વે પણ દ્રવ્યો પોત પોતાના સૈકાલિક અનંત-અનંત પર્યાયોથી ભરેલાં છે. એટલે અનંત-અનંત પર્યાયોથી યુક્ત સૈકાલિક ધ્રુવ દ્રવ્ય છે. માત્ર તેમાં વર્તમાનકાલીન પર્યાયો આવિર્ભાવરૂપે (પ્રગટપણે) રહેલા છે અને ભૂતકાળના પર્યાયો અતીતપણે અને ભાવિના પર્યાયો અનામતપણે તિરોભાવે રહેલા છે. સારાંશ કે સકલ દ્રવ્યો પર્યાયોથી સંયુક્ત છે. પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. તેવી જ રીતે પ્રતિસમયે પ્રગટ થતા = આવિર્ભાવ પામતા, અને ભૂત-ભાવિના તિરોભાવે રહેલા સઘળા પણ પર્યાયો દ્રવ્યમાં જ છે. દ્રવ્ય વિના (દ્રવ્યથી એકાન્ત ભિન્ન) આકાશમાં રખડતા પર્યાયો નથી. જેમ કે ૧૦ તોલા સોનાનું કડું બનાવ્યું. પછી તેને ભાંગીને કુંડલ બનાવ્યું. તેને ભંગાવી પછી કંકણ બનાવ્યું. તો તે કડુ-કુંડલ અને કંકણ એમ ત્રણે પર્યાયો સોનાદ્રવ્યમાં જ છે. તે પર્યાયો સોનાથી ભિન્ન જો હોય તો ભિન્ન દેખાવા (અનુભવાવા) જોઈએ. સોનુંદ્રવ્ય અને કડુ-કુંડલ-કંકણ પર્યાય જો ભિન્ન હોય તો ૧૦ તોલા વજન સોનાનું, અને ૧૦ તોલા વજન (તેનાથી ભિન્ન એવા) કડાનું એમ ૨૦ તોલા વજન થવું જોઈએ પણ આમ થતું નથી. માટે તે પર્યાયો દ્રવ્યમાં જ કથંચિત્ અભિન્નભાવે રહેલા છે. પર્યાયો, દ્રવ્યથી વિયુક્તપણે હોતા નથી. અને દ્રવ્ય, પર્યાય વિનાનું કદાપિ હોતું નથી. આ રીતે જોતાં કોઈ પણ વસ્તુ ઉત્પાદ-વિનાશ વિનાની માત્ર એકલી ધ્રુવ નથી. તેમ જ કોઈપણ વસ્તુ ધ્રુવતા વિનાની કેવળ એકલા ઉત્પાદ-વિનાશવાળી પણ નથી. દ્રવ્ય અને પર્યાય બન્ને સાથે જ હોવાથી વસ્તુનો પોતાનો એવો સ્વભાવ જ છે કે તે પોતાના મૂળભૂત દ્રવ્ય સ્વરૂપે સ્થિર (ધ્રુવ) રહે છે. છતાં પણ સંજોગોને અનુસાર નિમિત્તાદિ મળવાથી જુદા જુદા પર્યાય સ્વરૂપે બદલાતી (ઉત્પાદ-વિનાશવાળી) પણ તે વસ્તુ છે. વસ્તુનું પોતાનું આવું સહજ સ્વરૂપ જ છે કે પ્રતિસમયે પર્યાયને આશ્રયી બદલાતા રહેવું અને દ્રવ્યને આશ્રયી સ્થિર રહેવું. તેથી જ મહાત્મા પુરુષોએ “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” આવું સનું લક્ષણ બનાવ્યું છે જે કોઈ પદાર્થ આ સંસારમાં સત્ છે. તે સર્વે સત્ પદાર્થ ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવ ધર્મવાળા જ છે. આ ત્રણ ધર્મમાંથી કોઈ પણ એક ધર્મ વિનાનાં કે બે ધર્મ વિનાનાં દ્રવ્યો નથી. તેથી ત્રિપદી એ જ સનું સાચું લક્ષણ છે. ઉપરછલ્લી રીતે નિત્યતા અને અનિત્યતા આ બન્ને ધર્મો વિરુદ્ધ દેખાતા હોવા છતાં અપેક્ષાભેદથી જરા પણ વિરોધ વિના એકે એક વસ્તુમાં પ્રત્યેક સમયે નિત્યવ-અનિત્યત્વ ઘટી શકે છે. જેમ કે બેટાપણું અને બાપપણું પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એક જ પુરુષ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૧૩ ૩૨ જ. પોતાના પિતાની અપેક્ષાએ બેટો પણ છે અને તે જ પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ બાપ પણ છે એક જ ભાઈ પોતાના મોટાભાઈની અપેક્ષાએ નાનો અને પોતાના નાનાભાઈની અપેક્ષાએ પોતે મોટોભાઈ પણ છે જ. એક જ વ્યક્તિમાં મોટાપણું અને નાનાપણું અપેક્ષાભેદથી સંભવી શકે છે. તેવી જ રીતે એકે એક પદાર્થમાં દ્રવ્યને આશ્રયી નિત્યતા-ધ્રુવતા અને પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. સાપેક્ષતા ન સમજવી અને એકાન્ત પકડ રાખવી તે જ મોટી મૂર્ખતા-અજ્ઞાનતા છે અને તે જ મિથ્યાત્વ છે. ॥ ૧૨ ॥ સાપેક્ષદૃષ્ટિ ન રાખતાં બન્ને નયો જો છુટા છુટા હોય તો તે મિથ્યાર્દષ્ટિ બને છે. તેનું કારણ સમજાવે છે. एए पुण संगहओ, पाडिक्कमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छाद्दिष्ट्ठि, पत्तेयं दो वि मूलणया ।। १३ ।। ( एतौ पुन: सङ्ग्रहः, प्रत्येकमलक्षणं द्वयोरपि । તસ્માત્ મિથ્યાવૃષ્ટિ:, પ્રત્યે દ્વૌ પિ મૂલનૌ ।। ૧૩ ।) ગાથાર્થ - બન્ને નયોને સાપેક્ષપણે માન્ય એવા આ (ઉત્પાદ-વ્યય અને ધ્રુવ) ત્રણે ધર્મોનો સંહઓ-સંગૃહીતપણે એકી સાથે દ્રવ્યમાં વર્તે છે. તેથી બન્ને નયોનો પાકિસ્ છુટો છુટો વિષય એ પદાર્થનું અલક્ષણ બને છે. તેથી પજ્ઞેયં = છુટા છુટા આ બન્ને મૂલનયો પણ મિથ્યાર્દષ્ટિ છે એમ જાણવું ॥ ૧૩ / વિવેચન - તૌ – આ બન્ને નયો એટલે કે આ બન્ને નયોને માન્ય એવા ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો, ધર્મી એવા દ્રવ્યમાં સંપ્રતઃ- સંગ્રહથી=અર્થાત્ એકી સાથે વર્તે છે. કોઈ પણ સમય એવો નથી કે જ્યારે કોઈ પણ એક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય હોય અને ધ્રૌવ્ય ન હોય, અથવા ઉત્પાદ-ધ્રૌવ્ય હોય અને વ્યય ન હોય, અથવા વ્યય-ધ્રૌવ્ય હોય અને ઉત્પાદ ન હોય, છએ દ્રવ્યોમાં પ્રત્યેક સમયમાં ઉપરોક્ત ત્રણે ધર્મો એકીસાથે જ ધર્મીમાં વર્તે છે. માત્ર જુદી જુદી વિવક્ષાએ વર્તે છે. તે સાપેક્ષતા સમજી લેવી જોઈએ. તેથી ત્રણે ધર્મોનું એકીસાથે હોવું એ જ પદાર્થનું (સતનું) સાચું લક્ષણ છે. પૂર્વ પર્યાય રૂપે વ્યય, ઉત્તર પર્યાય રૂપે ઉત્પાદ અને મૂલભૂત દ્રવ્ય રૂપે ધ્રૌવ્ય આ જ સત્ત્નું સાચું લક્ષણ છે. કારણ કે સર્વે દ્રવ્યો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. પહેલાની ગાથામાં કહી ગયા જ છીએ કે સામાન્ય વિનાનું એકલું વિશેષ કે વિશેષ વિનાનું એકલું સામાન્ય કયાંય છે જ નહીં. બધે બન્ને સ્વરૂપો સાથે જ છે. તેથી જ તે બન્નેને (સામાન્યને અને વિશેષને અર્થાત્ ધ્રૌવ્યને અને ઉત્પાદ-વ્યયને) જણાવનારા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બન્ને નયો છે અને Jain Educationa International = For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ - ગાથા-૧૪ ૩૩ બન્ને નયોને સાપેક્ષપણે સાથે જ રાખવા જોઈએ. પ્રયોજનવશથી ભલે એકને પ્રધાન કરીએ અને બીજાને ગૌણ કરીએ તો પણ ગૌણપણે બીજા નયની અપેક્ષા રાખવી જોઈએ. પાડિમ્ = જો આ બન્ને નયોને પ્રત્યે મ્ = એક એક એમ છૂટા પાડવામાં આવે તો દ્રવ્યાર્થિકનય વસ્તુગત માત્ર સામાન્યને (ધ્રૌવ્યને-અભેદને) જ ગ્રહણ કરનાર હોવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરતો ન હોવાથી વસ્તુનું પૂર્ણ લક્ષણ બનતું નથી. એવી જ રીતે પર્યાયાર્થિકનય પણ વસ્તુગત માત્ર વિશેષને (ઉત્પાદ-વ્યયને-ભેદને) જ સમજાવનાર બનવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર ન બનવાથી તે નયને માન્ય વાત પણ વસ્તુનું પૂર્ણ લક્ષણ બનતું નથી. તુવેન્દ્ પિ અનવદ્યાં બન્ને પણ નયોએ સમજાવેલું એક એક નયથી ગમ્ય સ્વરૂપ અપૂર્ણ હોવાથી અલક્ષણ બને છે. જે નય સામાન્યને વિષય કરે છે તે નય વિશેષને વિષય નથી કરતો, અને જે નય વિશેષને વિષય કરે છે તે નય સામાન્યને વિષય નથી કરતો. આ રીતે વસ્તુના અપૂર્ણ સ્વરૂપને સમજાવનારા હોવાથી છુટા છુટા રહેલા આ બન્ને નયોથી જણાતું વસ્તુનું સ્વરૂપ એ વસ્તુનું (સત્ત્નું) અલક્ષણ છે. પરિપૂર્ણ શુદ્ધ લક્ષણ નથી. આ જ કારણે છુટો છુટો કોઈ પણ એક નય વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર ન બનવાથી, અને અપૂર્ણ સ્વરૂપમાં જ પરિપૂર્ણ સ્વરૂપ માની લીધું હોવાથી તથા પોતાને અમાન્ય એવી બીજી સાઈડ જોવામાં અંધ હોવાથી આ બન્ને નયો છુટા છુટા એકલા એકલા હોય તો તે મિથ્યાર્દષ્ટિ છે એમ જાણવું. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. જ્યારે દ્રવ્યાર્થિકનય એકલું સામાન્યાત્મક જ જણાવે છે અને પર્યાયાર્થિકનય એકલું વિશેષાત્મક જ જણાવે છે. તેથી અપૂર્ણ જણાવે છે અને પોતે તેમાં જ પરિપૂર્ણતા માની લે છે. તેથી આ બન્ને નયો પરસ્પર નિરપેક્ષ = છુટા છુટા હોય ત્યારે એક બાજુ જ જોતા હોવાથી અને બીજી બાજુના સ્વરૂપને જોવામાં અંધ હોવાથી મિથ્યાર્દષ્ટિ જાણવા. જૈનથી ઈતર તમામ દર્શનો આવાં છે કારણ કે બૌદ્ધદર્શન સર્વવસ્તુને ક્ષણિક કહે છે તેથી કેવલ પર્યાયાર્થિકનય જ માને છે. સાંખ્ય તથા મીમાંસક કેવલ અદ્વૈત એટલે દ્રવ્યાર્થિકનય જ માને છે. નૈયાયિક-વૈશેષિક બન્ને નયને માને છે પણ સ્વતંત્રપણે માને છે તેથી આ સર્વે પણ દર્શનો અપૂર્ણ અને અયથાર્થ સ્વરૂપ માનતા હોવાથી મિથ્યાસૃષ્ટિ છે. II ૧૩ ॥ = બન્ને નયો મિથ્યાર્દષ્ટિ હોવા છતાં પણ જો પરસ્પર સાપેક્ષ બને તો તે જ બન્ને નયો સમ્યગ્દષ્ટિ બની શકે છે - णय तइओ अस्थि णओ, ण य सम्मत्तं, ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता, विभज्जमाणा अणेगन्तो ॥ १४ ॥ ( ૬ = તૃતીયોઽસ્ત નયો, ન ચ સમ્ય ં, ન તો: પરિપૂર્ણમ્ । येन द्वौ एकान्तौ विभज्यमानावनेकान्तः ॥ १४ ॥ ) Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૧ - ગાથા-૧૪ સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક વિના ત્રીજો કોઈ નય નથી. અને તે બન્ને નયો એકલા જુદા જુદા હોય તો તેમાં વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ આવતું નથી. તેથી એકલા એકલા તે બન્ને નયો સમ્યક્ત્વ સ્વરૂપ નથી. કારણે કે તે બન્ને એકાન્તરૂપ છે પરંતુ જો તે બન્ને નય સાપેક્ષ બને તો અનેકાન્તસ્વરૂપ બની શકે છે. । ૧૪ ।। ૩૪ વિવેચન - સત્ એવા પદાર્થનું વાસ્તવિક પરિપૂર્ણસ્વરૂપ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે જેમ કે દેવદત્ત નામનો મનુષ્ય મનુષ્યપણે ઈતર મનુષ્યોની સાથે સમાનઅભિન્ન હોવાથી સામાન્યાત્મક પણ છે. તથા દેવદત્તપણે ઈતર મનુષ્યોથી ભિન્ન હોવાથી વિશેષાત્મક પણ છે. આમ સર્વ પદાર્થો ઉભયાત્મક છે અને આ બન્ને નયો વસ્તુના એક એક અંશરૂપ જ સ્વરૂપને કહેનારા છે. આ બન્નેમાંથી કોઈ પણ એક નય વસ્તુનું ઉભયાત્મક એવું પરિપૂર્ણસ્વરૂપ કહેતો નથી. અપૂર્ણ અર્થને કહેનાર હોવાથી તે નયો મિથ્યાર્દષ્ટિ છે. વળી વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક સ્વરૂપને કહે એવો કોઈ ત્રીજો નય નથી. જો ત્રીજો નય હોત તો તેને જ સુનય માનીને કામ ચલાવી લેત પરંતુ વસ્તુના સંપૂર્ણસ્વરૂપનો ગ્રાહક ત્રીજો કોઈ નય સંભવતો જ નથી. તથા વળી નયજ્ઞાન હંમેશાં અંશગ્રાહી જ હોય છે. વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરનાર તો પ્રમાણજ્ઞાન કહેવાય છે. પ્રમાણ અને નયમાં આ જ તફાવત છે કે પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે તે પ્રમાણજ્ઞાન અને એક અંશને સમજાવે તે નયજ્ઞાન. નયો તે પ્રમાણના અંશરૂપ જ છે. તેથી કોઈપણ એક નય ઉભયાત્મક સ્વરૂપગ્રાહી છે જ નહીં. હવે પ્રશ્ન થાય છે કે ઉભયગ્રાહી (પરિપૂર્ણસ્વરૂપગ્રાહી) ત્રીજો કોઈ નય નથી. અને આ બન્ને નયો એક એક અંશગ્રાહી હોવાથી વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ તેમાં આવતું નથી. તેથી તે એકાન્ત હોય તો મિથ્યાર્દષ્ટિ છે પણ સમ્યક્ત્વ રૂપ નથી. કારણ કે તે બન્ને નયો પોત પોતે માનેલી માન્યતાને એકાન્તે કહેનારા છે. તો નયો દ્વારા શું સમ્યજ્ઞાન ન જ થઈ શકે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો ઉત્તર ગ્રંથકારશ્રીએ આ ગાથાની ચરમ પંક્તિમાં આપ્યો છે - ‘‘વિભન્નમાળા અનેાનો'' = આ બન્ને નયો પોત પોતાની વાતને જો એકાન્તે ન સ્વીકારે અને વિભન્નમાળા વિમન્વમાનૌ = વિકલ્પે = ભજનાપૂર્વક સ્વીકારે તો આ બન્ને નયો જ અનેકાન્ત રૂપ બને છે. આ બન્ને નયો જ્યારે એક-બીજાથી નિરપેક્ષ થઈને માત્ર સ્વસ્વવિષયને જ સત્સ્વરૂપે સ્વીકારવાનો ઘણો જ આગ્રહ રાખે અને બીજા નયની વાતના નિરસનમાં જ જો રસ ધરાવે તો તે આ બન્ને નયો મિથ્યાર્દષ્ટિ કહેવાય છે કારણ કે એકાન્ત એવા તે બન્ને નયો પોત પોતાના ગ્રાહ્ય એવા એક અંશમાં જ વસ્તુના પરિપૂર્ણસ્વરૂપને (પૂર્ણતાને) માનતા હોવાથી બીજી સાઈડ જોવામાં અંધ હોવાથી મિથ્યાર્દષ્ટિ છે પરંતુ જ્યારે આ જ બન્ને નયો એકબીજાથી પરસ્પર સાપેક્ષ બને છે અને પોતાના પ્રતિસ્પર્ધી એવા બીજા નયની વાતનું ખંડન કર્યા વિના, તે નયની વાત Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૧૫ ૩૫ પ્રત્યે ઉદાસીન (તટસ્થ) માત્ર રહી, ગૌણપણે તે વાતમાં પણ નિષેધ ન કરવા સ્વરૂપે મુકસમ્મતિ આપીને, પોતાની માન્યતાનું જો પ્રધાનપણે પ્રતિપાદન કરે, અને આવા કોમલ પરિણામવાળા બન્ને નયો જયારે બને છે ત્યારે તે બન્ને નયોમાં સમ્યકત્વ આવે છે. કારણ કે આ બન્ને નયો હોવાથી, અને નયજ્ઞાન હંમેશાં અંશગ્રાહી હોવાથી, પ્રગટપણે તો પરિપૂર્ણસ્વરૂપગ્રાહિતા તે બન્નેમાં ક્યારેય પણ આવવાની જ નથી. પરંતુ બીજા નયની અવગણના ન કરે, તેની વાતને પણ ગૌણપણે સ્વીકારે, તેની વાતમાં પણ મૌન રહેવા રૂપે (ખંડન ન કરવા રૂપે) મુકસમ્મતિ આપે અને તેવા કોમળ પરિણામપૂર્વક પોતાની વાતનું પ્રધાનપણે પ્રતિપાદન કરે તો તે સાપેક્ષદૃષ્ટિવાળો નય હોવાથી સમ્યક રૂપ કહેવાય છે. કારણ કે તે નયે એક અંશ, કે જે પોતાને માન્ય હતો તે અંશને પ્રધાનપણે અને બીજા અંશને ગૌણપણે પણ સ્વીકાર્યો. આ રીતે ગૌણતાએ અને મુખ્યતાએ એમ બન્ને રીતે સાથે મળીને વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને કહેનાર બનવાથી તે નય સમ્યકરૂપ બને છે. તેથી નિરપેક્ષ નયજ્ઞાન તે મિથ્યાત્વ છે અને સાપેક્ષનયજ્ઞાન તે સમ્યકત્વ છે. નિરપેક્ષનયજ્ઞાન તે એકાન્ત છે. અને સાપેક્ષનયજ્ઞાન તે અનેકાન્ત છે / ૧૪ / મૂલ બન્ને નયો જેવા છે. તેવા જ તેના ઉત્તરનયો પણ છે. તે સમજાવે છે - जह एए तह अण्णे, पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलनयाणं पण्णवणे वावडा ते वि ॥ १५ ॥ (યથા પતિ તથાજો, પ્રત્યે તુર્નયા નર્સર્વે .. ન્ટિ ટુ મૂનનયાનાં પ્રજ્ઞાપને વ્યાકૃતાર્તડપ || ) ગાથાર્થ - જેવી રીતે આ બન્ને નયો છુટા છુટા હોય તો દુર્નય છે. (મિથ્યાષ્ટિ છે) તેવી જ રીતે અન્ય નયો (નૈગમાદિ ઉત્તરભેદ રૂપ સામે નયો) પણ પ્રત્યેક (એટલે પરસ્પર નિરપેક્ષ) હોય ત્યારે તે સર્વે દુર્નય જ છે. (મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોની વાતને જ સંસારમાં વધારે જોરથી દોહરાવનારા (ગાનારા-પ્રરૂપણા કરનારા) હોય છે ! ૧૫ / વિવેચન - દ્રવ્યાર્થિકનય સામાન્યગ્રાહી અને પર્યાયાર્થિકનય વિશેષગ્રાહી છે. આ બન્ને નયો જો પરસ્પર સાપેક્ષભાવે પ્રવર્તે તો સમ્યગ્દષ્ટિ છે. સાપેક્ષભાવ રાખવામાં પોતાનો માનેલો શેયનો એક અંશ પ્રધાનપણે આવે છે અને પોતાને પ્રધાનતાએ અમાન્ય એવો પણ બીજા નયને માન્ય અંશ ગૌણપણે પણ આવે છે. જેથી કોઈ પણ એકનય મુખ્ય ગૌણભાવે થઈને વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો ગ્રાહક થવાથી યથાર્થવાદી અર્થાત્ સમ્યગ્દષ્ટિ બને છે પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કાણ્ડ-૧ – ગાથા-૧૬ સન્મતિપ્રકરણ જો પરસ્પર નિરપેક્ષપણે પ્રવર્તે તો તે એક અંશમાં જ પૂર્ણતાની માન્યતા ધરાવવાથી મિથ્યાવૃષ્ટિ બને છે. તેથી નયોની પરસ્પર નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ દુર્રયપણાનું બીજ છે. હવે આ જ બીજ જો પોત પોતાના ઉત્તરનયોમાં પણ ઉતરે તો તે ઉત્તરનયો પણ દુર્નયરૂપ (મિથ્યારૂપ) બને જ છે. કારણ કે પરસ્પર નિરપેક્ષતા એ જ દુર્રયતાનું કારણ છે. સંગ્રહનય અને વ્યવહારનય દ્રવ્યાર્થિકનયના પેટાભેદો હોઈ અનુક્રમે અપરિમિતપણે અભેદ અને પરિમિતપણે અભેદને કહેનારા છે. અને સૂત્રાદિ ચાર નયો પર્યાયાર્થિકનયને માન્ય એવા વિશેષને જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમરૂપે કહેનારા છે. આ ઉત્તરનયોથી પ્રતિપાદન કરવા યોગ્ય વસ્તુસ્વરૂપ પોતપોતાના મૂલનયોના પ્રતિપાદ્યથી કંઈ ભિન્ન હોતું નથી. તે ઉત્તરનયો પણ પોત પોતાના મૂલનયોને માન્ય વિષયને જ દોહરાવવામાં (ગાવામાં - તેનું જ પ્રતિપાદન કરવામાં) મશગુલ હોય છે. જેમ પુત્રો પિતાની વાતને જ, શિષ્યો ગુરુની વાતને જ, પત્ની પોતાના પતિની જ વાતને (સાચી હોય કે ખોટી હોય તો પણ) તે તે પક્ષના રાગને કારણે ગાતા હોય છે. જોરશોરથી કહેતા હોય છે. યુદ્ધની જેમ શૂરવીરતાથી મેદાનમાં ઉતરતા હોય છે. તેવી જ રીતે આ ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોના પક્ષપાતી હોવાથી તેઓની જ આજ્ઞાને, તે મૂલભૂત નયને માન્ય વસ્તુને જ યથાર્થપણે જગતમાં ઠસાવતા હોય છે. તે કારણથી આ ઉત્તરનયો પણ મૂલનયોની જેમ પોત પોતાના પ્રતિપક્ષી નયની વાતની અવગણના કરીને પોતાના વિષયમાં જ પ્રવર્તે અને તેમાં જ પૂર્ણતા માની લે તો તે ઉત્તરનયો પણ મિથ્યાત્વરૂપ બને છે અને જો આ ઉત્તરનયો પ્રતિપક્ષી નયોની સાપેક્ષતા રાખવાપૂર્વક પ્રધાન-ગૌણભાવે બન્ને વાતને માન્ય રાખે તો સમ્યક્ત્વી કહેવાય છે. માટે નિરપેક્ષવાદ તે એકાન્તવાદ, અને તે મિથ્યાત્વ છે તથા સાપેક્ષવાદ તે જ અનેકાન્તવાદ અને તે જ સમ્યક્ત્વ છે ॥૧૫॥ ઉત્તર નયોમાં પણ કોઈ એક નય વસ્તુના (સતના) સંપૂર્ણ સ્વરૂપનો ગ્રાહક નથી. નય હંમેશાં અંશગ્રાહી જ હોય છે તે સમજાવે છે - सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । મૂળિયાળ ૩ આળ, પત્તેયં વિસેયિં વિંતિ । ૬ ।। " ( सर्वनयसमूहे ऽपि नास्ति नय उभयवादप्रज्ञापकः । મૂલનયાનાં ત્વાનાં, પ્રત્યે વિશેષિતં વ્રુત્તિ ૫ ૬ ૫) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૧૬ ૩૭ ગાથાર્થ - સર્વ નયોના સમૂહમાં પણ ઉભયવાદને (સામાન્ય-વિશેષને) જણાવનારો કોઈ નય નથી. કારણ કે તે સર્વે પણ દરેક નયો પોત પોતાના મૂળભૂત નયની આજ્ઞાને જ વધારેને વધારે જોરશોરથી કહે છે || ૧૬ | વિવેચન - જગતમાં રહેલા સર્વે પણ ભાવો અન્ય ભાવોની સાથે અમુક ધર્મની અપેક્ષાએ સમાન અને અમુકધર્મની અપેક્ષાએ વિશેષ (ભિન્ન) સ્વયં છે જ. જેમકે એક ગાય ઘોડાની સાથે પશુપણે સમાન છે અને એ જ ગાય આકારાદિથી ઘોડા કરતાં વિશેષ છે. એક ગાય બીજી ગાયની સાથે ગાયપણે સમાન છે. પરંતુ પોત-પોતાની પ્રકૃતિ આદિ ગુણધર્મોથી વિશેષ પણ છે જ. આ રીતે આખું જગત સામાન્ય અને વિશેષ એમ ઉભય ધર્મોથી ભરેલું છે. સામાન્યધર્માત્મક્તા અને વિશેષધર્માત્મક્તા હોવી, એ વસ્તુનો પોતાનો સહજ સ્વભાવ છે અર્થાત્ પારિણામિકભાવ છે. વસ્તુના સ્વરૂપને શેય કહેવાય છે. તેને યથાર્થપણે જણાવવાનું કામ નથી અને પ્રમાણ કરે છે. તે નય અને પ્રમાણ, આ બન્ને જ્ઞાનપ્રાપ્તિનાં અભ્યત્તર સાધનો (ઉપાયો) છે. આત્મા જાણનાર હોવાથી જ્ઞાતા છે. જ્ઞાતા એવા આત્માને શેયનું સ્વરૂપ જણાવવામાં નયો અને પ્રમાણ અભ્યતર સાધનપણે કામ કરે છે. નયો એ પ્રમાણના ભિન્ન ભિન્ન અંશરૂપ છે. જેમ હાથ અને આંગળીઓ, હાથ એ કંઈ આંગળીઓથી ભિન્ન તત્ત્વ નથી. અને આંગળીઓ એ કંઈ હાથથી ભિન્ન તત્ત્વ નથી પરંતુ આંગળીઓ એક એક દેશ રૂપ છે અને હાથ સર્વઅંશાત્મક છે. એમ નો એક અંશગ્રાહી હોવાથી આંગળીઓની તુલ્ય છે અને પ્રમાણ સર્વ અંશગ્રાહી હોવાથી હાથની તુલ્ય છે. નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ મુખ્યપણે બે નયો છે. કારણ કે વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ બે જાતનું જ સ્વરૂપ છે. એક નય સામાન્યધર્મને જણાવનાર છે કે જે અભેદગ્રાહી કહેવાય છે અને બીજો નય વિશેષધર્મને જણાવનાર છે કે જે ભેદગ્રાહી કહેવાય છે. વસ્તુના સ્વરૂપને જાણવા મથતા જ્ઞાતાઓની આ બે પ્રકારની દૃષ્ટિ છે. વક્તાના હૈયામાં રહેલો બે પ્રકારનો અભિપ્રાય છે. તેને જ નય કહેવાય છે. જ્ઞાતા એવો આત્મા પ્રયોજનના વશથી ક્યારેક સામાન્યપણે વસ્તુના સ્વરૂપને જાણે છે અને કહે છે. તથા ક્યારેક ભિન્ન પ્રયોજનના વશથી વિશેષપણે વસ્તુના સ્વરૂપને જાણે છે અને કહે છે. જેમકે એકેન્દ્રિય હોય કે બેઈન્દ્રિયાદિ હોય, આખર સર્વે જીવો છે. તે સર્વેમાં ચેતના છે. માટે આપણે કોઈને પણ હણવા જોઈએ નહીં, ચેતના હોય તે સર્વને પણ પીડા થાય. તેથી હિંસા વર્જવી જોઈએ. એટલું જ નહીં પણ જીવના આકારવાળા અજીવને પણ ભાંગવા-તોડવા-ફોડવા નહીં તથા નાશ કરવો નહીં. કારણકે તેમાં પણ જીવને હણ્યાની બુદ્ધિ થાય. સાપોલીયાના સાપને Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ - ગાથા-૧૬ ૩૮ સન્મતિપ્રકરણ હણવાથી પણ મેં સાપ હણ્યો એવો પરિણામ થાય. લોટના કુકડાને પણ કુકડો સમજી તેનો હોમ કરવાથી યશોધર રાજા ઘણું દુઃખ પામ્યા. આમ સર્વજીવમાં અને તેના આકારવાળા અજીવમાં પણ જીવપણાની સમાનરૂપે જે બુદ્ધિ થાય છે. તે સામાન્યગ્રાહી હોવાથી દ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ અભેદગ્રાહી દ્રષ્ટિ છે. તથા જ્ઞાતા એવા આ જ આત્માને ક્યારેક પ્રયોજનવશથી વિશેષગ્રાહી પણ બુદ્ધિ થાય છે. જેમકે કોઈ મનુષ્ય તૃષાથી કે સુધાથી પીડાતો હોય, મૃત્યુ પામે એવી સ્થિતિમાં હોય તો તે મનુષ્યને પાણી અને ભોજન આપીને પણ જીવાડાય છે. મનુષ્ય મૃત્યુ પામત તો પણ હિંસા જ હતી અને પાણી પાયુ તો પણ અપકાયની વિરાધના જ થઈ. પરંતુ ત્યાં આવો વિવેક આવે છે કે પાણી તે એકેન્દ્રિય જીવ છે. (અવ્યક્ત અને અલ્પ ચેતનાવાળા જીવો છે) મનુષ્ય તે પંચેન્દ્રિય જીવ છે. (ઘણી જ ઘણી અધિક અને વ્યક્ત ચેતનાવાળો જીવ છે) એકેન્દ્રિય જીવને મારવાની બુદ્ધિ નથી. પણ પંચેન્દ્રિય જીવને બચાવવાની બુદ્ધિ છે. તેથી અપ્લાયની વિરાધના હિંસાની કોટિમાં ગણાતી નથી અર્થાત્ અલ્પ હિંસા છે. પરંતુ અભિપ્રાયમાં જીવરક્ષાના પરિણામ છે. પાંચ-દશ રૂપિયાની નોટ આપતાં જો સો રૂપિયાની નોટ બચતી હોય તો બધી જ નોટો નોટ પણે સમાન હોવા છતાં પણ લોકો પાંચ-દશની નોટ તુરત આપી દે છે અને સોની નોટને બચાવે છે એટલું જ નહીં પણ પાંચ-દશની નોટ આપ્યાનો ખેદ હોતો નથી પણ ૧૦૦ની નોટ બચ્યાનો આનંદ હોય છે. આ દૃષ્ટિ જે છે તે વિશેષગ્રાહી કહેવાય છે અને તે પર્યાયાર્થિકાય છે. આ બે નય વિના ત્રીજો એવો કોઈ નય નથી કે જે નય વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપને (પરિપૂર્ણ સ્વરૂપને) સમજાવતો હોય. એટલે ઉભયસ્વરૂપને સમજાવનારો અન્ય કોઈ ત્રીજો નય નથી, આ બને નયોનો સમૂહ કરીએ તો પણ તે બન્ને પોત પોતાની માનેલી વાતના જ આગ્રહી હોવાથી અને હૈયામાં આવા પ્રકારનો આગ્રહ રાખવા પૂર્વક ભેગા થતા હોવાથી તે બેમાંથી પણ ઉભયવાદરૂપક નય કોઈ નથી. તથા તે બન્નેના ઉત્તરભેદ સ્વરૂપ જે નયો છે. જેમ કે દ્રવ્યાર્થિકના ઉત્તરભેદસ્વરૂપ સંગ્રહ-વ્યવહાર, અને પર્યાયાર્થિક નયના ઉત્તરભેદ સ્વરૂપ ઋાસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત, આ ઉત્તરભેદસ્વરૂપ છએ નયોનો સમૂહ ભેગો કરીએ તો પણ તેમાંનો કોઈ પણ એક નય વસ્તુના ઉભયાત્મકસ્વરૂપનો પ્રતિપાદક નથી કારણકે જે નય જેના ઉત્તરભેદ સ્વરૂપ છે તે નય તેના મૂલનયને માન્ય સિદ્ધાંતનો જ પક્ષપાતી અને આગ્રહી હોવાથી પોત પોતાના મૂલનયની જ આજ્ઞાને (માન્યતાને) વધારે ને વધારે જોરશોરથી ગાનારા હોય છે. કહેનારા હોય છે. ગુરુ અને શિષ્ય, પિતા અને પુત્ર, પતિ અને પત્ની, શેઠ અને કર્મચારી, પ્રમુખ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૧૭ ૩૯ અને મંત્રી ઈત્યાદિ પાત્રોમાં મૂળવ્યક્તિની વાતને જ તેના અનુયાયી ગાતા હોય છે. આ જ રીતે ઉત્તરનયોનું આ જ કાર્યક્ષેત્ર છે કે પોત પોતાના મૂલનયથી ગૃહીત અંશને જ વધારે ને વધારે ઝીણવટથી ચર્ચવો. આ કારણે વસ્તુના ઉભયાત્મક પૂર્ણસ્વરૂપને (યથાર્થ સ્વરૂપને) કહેનારો કોઈ નય નહીં હોવાથી અને આ બધા જ નયો જ્યારે પરસ્પર નિરપેક્ષ હોય છે ત્યારે સર્વે પણ નયો પોતપોતાનું જ ગાણું ગાતા હોવાથી મિથ્યાર્દષ્ટિ જ કહેવાય છે. જો સાપેક્ષતા રાખે તો જ એકવિષય પ્રધાનપણે અને બીજો વિષય ગૌણપણે એમ મુખ્ય-ગૌણ થઈને વસ્તુના યથાર્થ સ્વરૂપનો પ્રતિપાદક થવાથી તે નય સુનય અર્થાત્ સમ્યગ્દષ્ટિ બને છે. તેથી સાપેક્ષ નયવાદ એ જ અનેકાન્તવાદ અને સમ્યક્ત્વ છે અને નિરપેક્ષ નયવાદ એ જ એકાન્તવાદ અને મિથ્યાત્વ છે. ।। ૧૬ | ઉપરોક્ત બન્ને નયોમાંથી જો કોઈ પણ એક નય સ્વીકારીએ અને બીજા નયનો અપલાપ કરીએ તો શું શું અવ્યવસ્થા થાય ? કઈ કઈ વસ્તુઓ ન ઘટે ? તે સમજાવે છે - ण य दव्वट्ठियपक्खे, संसारो णेव पज्जवणयस्स । સાસવિત્તિવાયી, નન્દ્રા કચ્છેઞવારૂં વા | શ્૭ || (૬ = દ્રવ્યાર્થિ પક્ષે, સંસારો નૈવ પર્યવનયસ્ય । શાશ્વતવ્યક્તિવાદી, ચમાવુર્જીવવાની વા ।। ૭ ।।) ગાથાર્થ - કેવળ એકલા દ્રવ્યાર્થિકનયના પક્ષમાં સંસાર ઘટતો નથી. તેવી જ રીતે કેવળ એકલા પર્યાયાર્થિકનયના પક્ષમાં પણ સંસાર ઘટતો નથી. કારણ કે પહેલો નય શાશ્વતવ્યક્તિવાદી છે અને બીજો નય ઉચ્છેદ વાદી છે ॥ ૧૭ || વિવેચન - આ બન્ને નયોને પરસ્પર નિરપેક્ષ માનવાથી અર્થાત્ એકાન્તે કોઈપણ એક નયનો આશ્રય કરવાથી અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ અનેક બાબતો ઘટતી નથી. તે તે માન્યતાઓમાં અનેકજાતની બાધાઓ (વિરોધ) આવે છે. તે વાત ૧૭ થી ૨૧ એમ પાંચ ગાથામાં આત્માનું ઉદાહરણ લઈને સમજાવે છે. - (૧) સંસાર ન ઘટે સર્વે પણ જીવો જન્મ, જરા અને મરણ, રોગ અને શોક પામે છે. આ વાત અનુભવસિદ્ધ છે અને શાસ્ત્રસિદ્ધ પણ છે તથા કોઈ પણ જીવ કોઈ પણ એક જન્મમાં બાલ્યાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પામે જ છે. આ વાત પણ પ્રત્યક્ષસિદ્ધ છે. કોઈ પણ એક જીવ એક ભવમાં સારાં-ખરાબ કર્મો કરીને તે કર્મોને અનુસારે દેવ નરક આદિ ભવો પામે છે. સંસારમાં રખડે છે. ઊંચી-નીચી પરિસ્થિતિ પામે છે. આ વાત પણ અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ છે. કેવળ એકલો દ્રવ્યાર્થિકનય માનવાથી કે કેવળ એકલો Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૧૭ ૪૦ સન્મતિપ્રકરણ પર્યાયાર્થિકનય માનવાથી ઉપરોક્ત સંસારવ્યવસ્થા ઘટતી નથી. કારણ કે પહેલો જે દ્રવ્યાર્થિક નય છે. તે શાશ્વત વ્યક્તિવાદી છે. અર્થાત્ સર્વે આત્મદ્રવ્યો એકાન્ત શાશ્વત છે એટલે કે નિત્ય છે એમ જ તે નય માને છે. હવે જો આત્મા એકાન્ત કુટસ્થ નિત્ય (શાશ્વત) હોય, તો જે આત્મ દ્રવ્ય જેવું હોય તે આત્મદ્રવ્ય તેવું જ સદાકાળ રહે. મનુષ્ય મરીને દેવ-નારકી ન થાય, મનુષ્યપણામાં પણ બાલ્યાદિ જુદી જુદી અવસ્થાઓ ન પામે, જન્મ અને મૃત્યુ પણ ભિન્ન ભિન્ન અવસ્થા હોવાથી એક જીવદ્રવ્યમાં ઘટે નહીં. ભવોભવમાં રખડવા રૂપ સંસાર પણ ઘટે નહીં. સુખી હોય તે સુખી જ રહે. કદાપિ દુઃખી ન થાય અને દુઃખી હોય તે દુઃખી જ રહે કદાપિ સુખી ન થાય, રોગી હોય તે સદા રોગી જ રહે નિરોગી ન થાય અને નિરોગી હોય તે સદા નિરોગી જ રહે, કદાપિ રોગી ન થાય, આવું બનવું જોઈએ પરંતુ સંસારમાં આવું ક્યાંય અનુભવાતું નથી, તથા શાસ્ત્રમાં પણ આવું એકાન્ત નિત્યત્વ ક્યાંય કહ્યું નથી. માટે કેવળ એકલા પ્રથમ નયની દૃષ્ટિએ કુટસ્થ નિયત્વ (શાશ્વત વ્યક્તિત્વ) માનવાથી સંસાર તથા સંસારમાં થતું પરિવર્તન ઘટતું નથી. એવી જ રીતે કેવળ એકલો પર્યાયાર્થિકનય માનવાથી પણ સંસારની બધી વ્યવસ્થા ઘટતી નથી કારણ કે તે નય ઉચ્છેદવાદી જ છે. ઉચ્છેદવાદી એટલે વિનાશને જ માત્ર માનનારો તે નય છે. સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે ઉચ્છેદ (વિનાશ) પામનાર છે. પર્યાય જેમ બદલાય છે તેમ દ્રવ્ય પણ વિનાશ પામીને બીજું જ આવે છે અર્થાત્ દ્રવ્ય પણ બદલાય છે. સર્વ ક્ષત્િ આવી દૃષ્ટિ તે આ પર્યાયાર્થિકાય છે. હવે જો આમ જ હોય, એટલે કે આત્મા આદિ સર્વે દ્રવ્યો ક્ષણિકમાત્ર જ હોય તો જે જીવ બાળક હતો તે જ હવે યુવાન થયો કાળાન્તરે વૃદ્ધ થશે એમ જગતમાં જે કહેવાય છે. તે કેમ કહેવાય? જે મનુષ્ય છે તે જ જીવ મરીને દેવ-નારકી આદિ થાય છે એમ પણ કેમ કહેવાશે? આ આત્માને જો ક્ષણમાત્ર જ રહેવાનું હોય તો સંસારમાં થતા સઘળા લેવડદેવડના વ્યવહારો પણ કેમ ઘટે ? જે માણસને આજે કોઈ માલ વેચાતો આપ્યો, અથવા ઉછીના પૈસા આપ્યા તેની પાસે મુદત પ્રમાણે પેમેન્ટ લેવાનો, કે નાણાં પાછાં લેવાનો વ્યવહાર કેમ ઘટશે? કારણ કે માલ લેનાર કે ઉછીના પૈસા લેનાર આત્મા તો ક્ષણિક હોવાથી વિનાશ પામી ગયો, હાલ તો કોઈ બીજો જ આત્મા છે. કોઈ કન્યાનું કોઈ પુરુષ સાથે સગપણ કર્યું ત્યારબાદ રપ-૫૦ દિવસો પછી લગ્ન લીધું. તો આ લગ્ન પણ કેમ થશે? કારણકે તે જ પુરુષ અને તે જ કન્યા આ નથી. બધા જ દુરાચારી અને વ્યભિચારી જ કહેવાશે. કોઈ એક જીવને આજે તત્ત્વાર્થસૂત્રનો પહેલો અધ્યાય ભણાવ્યો હવે તેને બીજા દિવસે બીજો અધ્યાય ભણાવવાનો છે. પરંતુ પહેલો અધ્યાય ભણેલો જીવ તો ક્ષણિક હોવાથી મૃત્યુ જ પામી ગયો, આ તો નવો જ જીવ છે તેથી તેને રોજે રોજ પહેલો જ અધ્યાય Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સન્મતિપ્રકરણ કાડ-૧ - ગાથા-૧૮ ભણાવવાનો રહેશે - આ રીતે સંસાર, જન્મ-મરણ આદિ અવસ્થા, એકભવમાંથી તે જ જીવનું બીજા ભવમાં જવું સંસારમાં અનેક ભવો કરવા. ઈત્યાદિ સંસારવ્યવસ્થા ઘટશે નહીં આ એક દોષ સમજાવ્યો. // ૧૭ || सुहदुक्खसम्पओगो, ण जुजए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य, सुहदुक्खवियप्पणमजुत्तं ॥ १८ ॥ (सुखदुःखसम्प्रयोगः, न युज्यते नित्यवादपक्षे । પાન્તો છેટે ૨ સુરવદુઃવિત્પનીયુવતમ્ II ૨૮ ) ગાથાર્થ – એકાન્ત નિત્યવાદના પક્ષમાં સુખ અને દુખનો યોગ ઘટતો નથી, વળી એકાન્ત ઉચ્છેદવાદના પક્ષમાં પણ સુખ અને દુઃખના વિકલ્પો અયુક્ત છે એટલે કે સંભવતા નથી || ૧૮ || વિવેચન - સુખ-દુઃખના યોગનો અભાવ=એકાન્ત નિત્યપક્ષમાં એટલે કે કેવળ એકલો દ્રવ્યાર્થિકનય માનવાથી અને એવી જ રીતે એકાત્ત ઉચ્છેદવાદમાં એટલે કે કેવળ એકલો પર્યાયાર્થિક નય માનવાથી એકનો એક જીવ એકકાલે સુખી અને બીજા કાલે દુઃખી, અથવા એકકાલે દુઃખી એ જ બીજા કાલે સુખી જે સાક્ષાત દેખાય છે તે ઘટશે નહીં. કારણ કે દ્રવ્યાર્થિકનય નિત્યવાદના પક્ષવાળો છે. જે દ્રવ્ય જેવું છે. તે દ્રવ્ય સદાકાળ તેવું જ રહે છે એમ માને છે. તેથી જે સુખી તે સદા સુખી અને જે દુઃખી તે સદા દુઃખી જ રહેશે. તેથી સુખી જીવ કાળાન્તરે દુઃખી થતો અને દુઃખીજીવ કાળાન્તરે સુખી થતો જે દેખાય છે તે સુખ અને દુઃખનો સંયોગ નિત્યવાદના પક્ષવાળા દ્રવ્યાર્થિકનયને એકલાને માનવાથી ઘટશે નહીં. એવી જ રીતે પર્યાયાર્થિકનય એકાન્ત ઉચ્છેદવાદને જ માનનાર છે. તેથી જે જીવ સુખી હોય કે દુઃખી હોય પણ તેને ક્ષણમાત્ર જ રહેવાનું છે. આ નયની દ્રષ્ટિએ કોઈ પણ જીવ બે કે બેથી અધિક ક્ષણ રહેતો જ નથી. તેથી જે સુખી છે તે કાળાન્તરે દુઃખી અને જે દુઃખી છે તે કાળાન્તરે સુખી થાય આ વાતની સંભાવના જ નથી. ક્ષણવ્રયસ્થાયિત્વ જ જો જીવનું નથી તો કોઈ પણ જીવમાં કાલક્રમે આવતા સુખ-દુઃખની કલ્પના જ કેમ સંભવી શકે ? આ રીતે વિચારતાં પ્રથમનો નય માત્ર નિત્યવાદી ધ્રુવવાદી જ હોવાથી અને બીજો નય ઉચ્છેદવાદી–ઉત્પાદવ્યયવાદી જ હોવાથી સંસારમાં ઘરે ઘરે પ્રત્યક્ષ અનુભવાતું અને શાસ્ત્રોમાં અનેક સતી સ્ત્રીઓ અને સપુરૂષોની કથાઓમાં કહેલું સુખી અને દુઃખીપણું કેમ ઘટે ? આ બધી અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ વાતો અયુક્ત જ ઠરશે. / ૧૮ . Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કાણ્ડ-૧ - ગાથા-૧૯ कम्मं जोगनिमित्तं, बज्झइ बंध-ट्ठिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य, बंधट्ठि कारणं णत्थि ॥ १९ ॥ ( कर्म योगनिमित्तं, बध्यते बन्धस्थिती कषायवशात् । अपरिणतोच्छिन्नयोश्च, बंधस्थितिकारणं नास्ति ।। १९ ।। ) ગાથાર્થ - યોગના નિમિત્તે કર્મ (પ્રકૃતિ અને પ્રદેશ) બંધાય છે તથા કષાયને અનુસારે બંધ (રસબંધ) અને સ્થિતિ (સ્થિતિબંધ) થાય છે. આવું શાસ્ત્રવિધાન છે. પરંતુ એકાન્તે અપરિણતવાદ (નિત્યવાદ) માનવામાં, અને એકાન્તે ઉચ્છેદવાદ (અનિત્યવાદ) માનવામાં કર્મના બંધનાં અને સ્થિતિના બંધનાં કારણ જ સંભવતાં નથી || ૧૯ || વિવેચન - વિવિધ બંધની અઘટમાનતા = કર્મગ્રંથોમાં તથા કમ્મપયડિ, પંચસંગ્રહ આદિ મહાગ્રન્થોમાં અને આગમોમાં આ વાત સુપ્રસિદ્ધ છે કે આ આત્મા મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિરૂપ યોગના નિમિત્તે કર્મો બાંધે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કરે છે. તથા કષાયોને અનુસારે તે તે કર્મોમાં ૨સબંધ અને સ્થિતિબંધ કરે છે. ચારે પ્રકારના બંધોના જઘન્ય-ઉત્કૃષ્ટના સ્વામી જાણવા હોય તો યોગની હીનાધિકતા પ્રમાણે પ્રકૃતિપ્રદેશબંધ, અને કષાયોની હીનાધિકતા પ્રમાણે સ્થિતિ-૨સબંધ થાય છે. આ વાત સુપ્રસિદ્ધ છે. પાંચમા કર્મગ્રંથમાં આ જ વાત વિસ્તારથી આપેલી છે. તથા ત્યાં પાંચમા કર્મગ્રંથમાં જ કહ્યું છે કે - तत्तो कम्मपएसा, अणंतगुणिआ तओ रसच्छेआ । નોના પડિપÄ, ફ્સિનુમામાં સાયાઓ । ગાથા ૯૬ ।। સન્મતિપ્રકરણ ગાથાર્થ - તેનાથી કર્મપદેશો અનંતગુણા છે. તેનાથી રસબંધના અવિભાગ પરિચ્છેદો અનંતગુણા છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. તથા સ્થિતિબંધ અને ૨સબંધ કષાયથી થાય છે. હવે આ આત્મદ્રવ્ય એકાન્તે જો અપરિણામી (નિત્ય) જ હોય તો યોગ કે કષાય બદલાવાનો જ નથી. હીનાધિક થવાનો જ નથી. એટલે આ આત્મા અમુક કાલે વધારે કર્મ બાંધે અને અમુક કાલે ઓછાં કર્મ બાંધે, અમુક કાલે ૨૦, ૩૦, ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ બાંધે અને બીજા અમુક કાલે અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ બાંધે, અમુક કાલે તીવ્ર ચાર ઠાણીયા રસવાળું કર્મ બાંધે અને અમુક કાલે મંદ બે ત્રણ ઠાણીયા રસવાળું કર્મ બાંધે આ શાસ્ત્ર વિધાન કેમ ઘટશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૨૦ તથા આ આત્માને એકાન્ત ઉચ્છેદવાદી (અનિત્ય) જ માનીએ તો કાલાન્તરે ઘટનારી આ વિવિધ પરિણતિ અને તજજન્ય હીનાધિક સ્થિતિબંધ-રસબંધ આદિ પણ કેમ ઘટશે? કારણ કે કોઈ પણ આત્મદ્રવ્ય જો ક્ષણિકમાત્ર જ છે, બીજા ક્ષણે તેની હયાતિ જ ન હોય તો કાલભેદથી થનારી વિવિધ પરિસ્થિતિ કેમ ઘટે? સારાંશ કે એકાત્ત અપરિણતવાદ કે એકાન્ત ઉચ્છેદવાદ માનવામાં અસંખ્યાતજાતની યોગની તરતમતા અન્ય સ્થાનો, તેનાથી થનારા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા પ્રકૃતિબંધો અને પ્રદેશબંધો, તથા અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાષાયિક અધ્યવસાયસ્થાનો અને તેનાથી બંધાતી સ્થિતિમાં અનેક સ્થિતિસ્થાનો તથા રસ સંબંધી અનુભાગ બંધના સ્થાનો કેમ ઘટે? તેથી આ એકાન્તવાદ યુક્તિયુક્ત નથી. ૧૯ बन्धम्मि अपूरन्ते, संसारभओघदसणं मोझं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ॥ २० ॥ ( बन्धे अपूर्यमाणे, संसारभयौघदर्शनं मुधा ।। વન્થ વ વિના, મોક્ષસુરપ્રાર્થના નાસ્તિ મોક્ષશ ૨૦ ) ગાથાર્થ - જો કર્મોનો બંધ ન થતો હોય તો સંસારમાં ભયોની પ્રાચુર્યતા જે દેખાડવામાં આવે છે તે વ્યર્થ થશે. અથવા કર્મનો બંધ માન્યા વિના મોક્ષ અને મોક્ષના સુખની પ્રાર્થના પણ સંભવતી નથી | ૨૦ || વિવેચન - ભયદર્શનાદિની નિરર્થકતા = ઉપરની ૧૯મી ગાથામાં એમ કહેવામાં આવ્યું હતું કે જો એકાન્ત અપરિણામી (નિત્ય) આત્મદ્રવ્ય માનવામાં આવે અથવા ઉચ્છેદવાદી (અનિત્ય) જ આત્મદ્રવ્ય માનવામાં આવે તો યોગ અને કષાયોની હીનાધિકતાપણે પ્રકૃતિબંધપ્રદેશબંધ-સ્થિતિબંધ-રસબંધ આદિ જે જીવમાત્રમાં થાય છે તે સઘળુંય કેમ ઘટી શકે ? કર્મો બાંધવાનાં કારણો અને કર્મો તોડવાનાં કારણોનું જૈનશાસ્ત્રમાં જે વિશદ વર્ણન જોવામાં આવે છે અને જૈનેતર શાસ્ત્રોમાં પણ અવિદ્યા - વાસના - પ્રકૃતિ ઈત્યાદિ બીજા શબ્દોથી આ જ વાત જે બીજી રીતે સમજાવવામાં આવી છે તે સઘળું ય શાસ્ત્રવિધાન ઘટતું નથી. આ બાબતમાં અપરિણામી આત્મદ્રવ્ય માનનાર અને ક્ષણિક આત્મદ્રવ્ય માનનાર વાદી અહીં કદાચ આવો બચાવ કરે કે - કર્મ” જેવું કોઈ તત્ત્વ જ નથી. કર્મનો બંધ થતો જ નથી, “આત્મદ્રવ્ય તો શુદ્ધબુદ્ધ-નિરંજન જ છે.” આ સંસાર, આ સંસારજન્ય સુખ-દુઃખ, ઊંચી-નીચી અવસ્થા વિગેરે પ્રકૃતિ નામના અન્યતત્ત્વજન્ય જ છે. આત્મા કર્મ બાંધતો જ નથી. (સાંખ્યદર્શન આમ માને છે) આવો બચાવ ઉપરોક્ત એકાન્તવાદી જો કરે તો તેને આ ગાથામાં પ્રશ્નો પૂછીને નિરુત્તર કરવામાં આવે છે કે જો કર્મનો બંધ કપૂરને થતો ન જ હોય અને આત્મા શુદ્ધ-બુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કાણ્ડ-૧ – ગાથા-૨૧ સન્મતિપ્રકરણ નિરંજન જ હોય તો સર્વે દર્શન શાસ્ત્રોમાં સંસારમાં અનેક પ્રકારના ભયોના સમૂહનું દર્શન જે જણાવાયું છે તે મિથ્યા ઠરશે, જો તમે પાપ કરશો તો નરક-નિગોદમાં જાશો ત્યાં આવા આવા પ્રકારનાં દુઃખો પામશો, જો પુણ્યનાં અને ધર્મનાં કાર્યો નહિ કરો તો ભવાન્તરમાં સ્વર્ગ અને અપવર્ગ કેમ મળશે ? આ સંસાર અનેક દુઃખોથી જ ભરેલો છે. ધન-પરિવાર ઘરભોગસામગ્રી મેળવવામાં ઘણાં કષ્ટો સહન કરવાનાં, મેળવેલાને સાચવવામાં પણ ઘણાં કષ્ટો સહન કરવાનાં, અને છતાં વિયોગ થાય ત્યારે ઘણાં દુ:ખો જ આવે, આવા પ્રકારનો ભયસમૂહ બતાવીને આત્મદ્રવ્યને વૈરાગ્યના માર્ગે વાળવાનો, ધર્મ પુરુષાર્થ તરફ જોડવાનો અને કર્મ તોડવા માટેનો ઉપદેશ આપવાનો શાસ્ત્રકારોએ જે પ્રયત્ન કર્યો છે તે સઘળો મુધા વ્યર્થ થશે. = તથા વળી વન્ધ વ વિળા = કર્મનો બંધ માન્યા વિના જો આત્મા શુદ્ધ - બુદ્ધ - નિરંજન જ છે તેને કંઈ મેળવવાનું છે જ નહીં આવું જ જો માનવામાં આવે તો સર્વે શાસ્ત્રોમાં મોક્ષના સુખની જે પ્રાર્થના કરવામાં આવી છે તે કેમ ઘટે ? મને આવું મોક્ષનું સુખ જલદી પ્રાપ્ત થાઓ આવી પ્રાર્થના પણ કેમ ઘટે ? તથા કર્મનો બંધ જો ન માનીએ તો આ આત્મા બંધાયો જ નથી તો તેને છુટવા સ્વરૂપ મોક્ષ પણ કેમ ઘટે ! અર્થાત્ કર્મનો બંધ જો નહીં માનો તો મોક્ષના સુખની પ્રાર્થના અને મોક્ષ આ બન્ને ઘટશે નહીં. હવે ક્ષણિક આત્મદ્રવ્ય માનનાર (બૌદ્ધ) કદાચ આવો બચાવ કરે કે આત્મા તો ક્ષણિક જ છે. સંતાન અથવા વાસનાથી આ સંસાર સંભવે છે. તો તે બચાવ પણ ખોટો છે. કારણ કે સંતાન અથવા વાસના એ ક્ષણપરંપરાથી ભિન્ન વસ્તુ છે કે અભિન્ન ? જો ભિન્ન વસ્તુ હોય તો તે પણ ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક જ હોય તો જેમ કેવળ એકલી ક્ષણ પરંપરામાં સંસાર ન ઘટે તેમ સંતાન અથવા વાસના પણ ક્ષણિક જ માન્યા. તેથી તેનાથી પણ સંસાર નહીં જ ઘટે અને જો સંતાન અથવા વાસનાને અક્ષણિક માનશો તો ‘‘સર્વ ક્ષાિમ્’” આ તમારો સિદ્ધાન્ત જ ખંડિત થશે. અને જો ક્ષણપરંપરા તથા સંતાનને અભિન્ન માનશો તો સંતાન જેવું કોઈ તત્ત્વ જ સિદ્ધ નહીં થાય. આમ આવા આવા અનેક અવરોધો એકાન્તવાદમાં આવશે. ॥ ૨૦ ॥ तम्हा सव्वे विणया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण, हवंति सम्मत्तसब्भावा ।। २१ ॥ ( तस्मात्सर्वेऽपि नयाः, मिथ्यादृष्टयः स्वपक्षपतिबद्धाः । अन्योन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ।। २१ ।। ) Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૨૧ ૪૫ ગાથાર્થ - તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે. અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષદૃષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નયો સમ્યત્વના સદ્ભાવવાળા બને છે / ૨૧ / વિવેચન - દ્રવ્યાર્થિકનય સામાન્યગ્રાહી છે. અભેદની પ્રધાનતાવાળી એ દૃષ્ટિ છે. તે નયનું વલણ ઐક્ય તરફ, નિત્ય તરફ છે. સાંખ્ય વેદાન્ત આદિ દર્શન આ નયની તરફ ઢળેલી દૃષ્ટિવાળાં છે. તથા પર્યાયાર્થિકનય પર્યાયગ્રાહી અર્થાત્ વિશેષગ્રાહી છે. ભેદની પ્રધાનતાવાળી એ દૃષ્ટિ છે. તે નયનું વલણ ભેદ તરફ, સમયે સમયે થતા પરિવર્તન તરફ, અર્થાત્ અનિત્ય તરફ છે. બૌદ્ધદર્શન, ચાર્વાકદર્શન વિગેરે દર્શનો આ નયની તરફ ઢળેલી દૃષ્ટિવાળાં છે. તથા નિયાયિક અને વૈશેષિક જો કે બન્ને નયોને માને છે તો પણ પરમાણુ સ્વરૂપ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને પરમમહતું એવાં આકાશાદિ દ્રવ્યોને એકાન્ત નિત્ય, અને કાર્યાત્મક (સ્કંધાત્મક) પૃથ્વી-જલ-તેજ અને વાયુને એકાન્ત અનિત્ય માને છે. સત્તા નામના સામાન્યને એકાને સામાન્ય અને નિત્યદ્રવ્યગત વિશેષોને એકાન્ત વિશેષ આમ પરસ્પર નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષ બન્નેને માને છે. જૈનદર્શનકારનો ઉપરોક્ત સર્વે દર્શનો પ્રત્યે “તમે કંઈક સત્ય સમજો, પરસ્પર નિરપેક્ષ એવું જગતનું સ્વરૂપ નથી. પરંતુ સાપેક્ષ એવું સ્વરૂપ છે અને સામાન્ય તથા વિશેષ એમ બન્ને ભાવો સર્વત્ર વ્યાપકપણે સાથે રહેલા છે. આવું સમજાવવાનો આશય છે.” શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રથમ દેશનામાં જ “પ્રજૈફ વા, વિાને વાં, યુવે વા' આ પદોમાં ત્રિપદી સમજાવવા દ્વારા બન્ને નયોને માન્ય સ્વરૂપ પ્રત્યેક પદાર્થોમાં સહભાવી પણ સાથે જ રહેલ છે આમ કહેલ છે. આ જ વાત ગ્રન્થકારશ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી મ. શ્રી પણ જુદી જુદી રીતે ઘોળી ઘોળીને સમજાવી રહ્યા છે. હવે જગતના પદાર્થોનું જેવું વાસ્તવિક સ્વરૂપ હોય, તેવું જ સ્વરૂપ ન સમજાવતાં પોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી ચૂકી હોય તે બાજુનું જ સ્વરૂપ જણાવે અને બીજી બાજાના વસ્તુસ્વરૂપનો જે નય અ૫લાપ કરે, તે અયથાર્થવાદી હોવાથી મિથ્યાષ્ટિ કહેવાય છે. જગતના પદાર્થો સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. ભેદભેદ, નિત્યાનિત્ય, અસ્તિનાસ્તિ, એમ જગતના પદાર્થો બધી જ જાતના દ્વન્દ્ર ભાવોથી ભરેલા છે. છતાં દ્રવ્યાર્થિકનય એક્લા સામાન્યને, અભેદને, નિત્યતાને અને અસ્તિતાને જ સૂચવે છે તથા પર્યાયાર્થિકનય એકલા વિશેષને, અનિત્યને, ભેદને અને નાસ્તિતાને જ સૂચવે છે. આ કારણથી આ બન્ને નયો તથા તેની જ આજ્ઞાને (માન્યતાને) જોરશોરથી ગાનારા સંગ્રહાદિ ઉત્તરનો પણ જયાં સુધી પરસ્પર નિરપેક્ષ ભાવવાળા હોય છે સાપેક્ષ દૃષ્ટિવાળા બનતા નથી ત્યાં સુધી તે સર્વે પણ નવો મિથ્યાદૃષ્ટિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ४६ કાષ્ઠ-૧ – ગાથા-૨૨ થી ૨૫ સન્મતિપ્રકરણ व्यारे ते नयो अण्णोण्णणिस्सिआ = ५२२५२ - मेनीनी अपेक्षा रामना। બને છે. સાપેક્ષતા વાળા બને છે. ભલે પોતાને માન્ય વાતને પ્રધાનતાએ કહે પરંતુ ગૌણતાએ પણ બીજા નયની વાતને સ્વીકારે, માન્ય રાખે, તેની અવગણના ન કરે તો જ તે સર્વે નયો सम्मत्तसब्भावा = सम्यक्त्व गुणाना समायण अर्थात् सुनय पने छे. ॥२५॥ मात्मा આદિ સઘળા પદાર્થો દ્રવ્યથી નિત્ય પણ છે અને પર્યાયથી અનિત્ય પણ અવશ્ય છે જ. સાપેક્ષપણે ઉભયનય માનવા, વસ્તુમાં ઉભય સ્વરૂપ સાથે છે આમ માનવું તે જ અનેકાન્તવાદસ્યાદ્વાદ છે. આ જ વાત જૈનદર્શનકારો અન્યદર્શનકારોને (તથા તેના અનુયાયીઓને) ભાવથી કરૂણાભાવ પૂર્વક નિરંતર સમજાવે છે // ૨૧ | આ સઘળા નો નિરપેક્ષ હોય તો મિથ્યાદૃષ્ટિ અને સાપેક્ષ હોય તો સમ્યગ્દષ્ટિ બને છે. આ જ વાત “રત્નાવલી” નું સુંદર એક ઉદાહરણ આપીને ચારગાથાઓ વડે समाये छ - जह णेयलक्खणगुणा, वेरुलियाई मणी विसंजुत्ता । रयणावलि ववएसं, न लहंति महग्घमुल्ला वि ॥ २२ ।। तह णिययवायसुविणिच्छिया वि, अण्णोण्णपक्खणिरवेक्खा । सम्मइंसणसई, सव्वे वि णया ण पावेंति ॥ २३ ॥ जह पुण ते चेव मणी, जहा गुणविसेसभागपडिबद्धा । "रयणावलि'' त्ति भण्णइ, जहंति पाडिक्कसण्णाउ ।। २४ ।। तह सव्वे णयवाया, जहाणुरुवविणिउत्तवत्तव्वा । सम्मइंसणसदं, लहंति ण विसेससण्णाओ ।। २५ ॥ છાયા (यथाऽनेकलक्षणगुणा, वैडुर्यादयो मणयो विसंयुक्ताः । "रत्नावलिव्यपदेशं' न लभन्ते महामूल्या अपि ।। २२ ।। तथा निजकवादसुविनिश्चिता अपि अन्योन्यपक्षनिरपेक्षाः । सम्यग्दर्शनशब्दं, सर्वेऽपि नया न प्राप्नुवन्ति ।। २३ ।। यथा पुनस्ते चैव मणयो यथा गुणविशेषभागप्रतिबद्धाः । "रत्नावलि" इति भण्यते, जहति प्रत्येकसज्ञाः ।। २४ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ४७ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ - ગાથા-૨૨ થી ૨૫ तथा सर्वे नयवादाः यथानुरूपविनियुक्तवक्तव्याः । • નરેન્દ્ર, નમને ન વિશેષજ્ઞ: I II) ગાથાર્થ - અનેક લક્ષણો અને ગુણોવાળાં વૈડુર્યાદિ રત્નો જો પરસ્પર વિખુટાં (છુટા છવાયા) પડેલાં હોય તો તે રત્નો મહામૂલ્યવાળાં હોવા છતાં પણ “રત્નાવલિ” (આ રત્નોનો હાર છે) એવા નામને જેમ પામતાં નથી (હાર તરીકે તેની કિંમત થતી નથી) . ૨૨ // તેવી જ રીતે પોત પોતાના માનેલા વાદમાં નવો ભલે અતિશય નિપુણતાવાળા હોય તો પણ તે સર્વે નયો પરસ્પર એકબીજાના પક્ષથી) નિરપેક્ષ હોય તો “સમ્યગ્દર્શન” શબ્દને (આ નય સમ્યગ્દષ્ટિ છે એવા નામને) પામતા નથી || ૨૩ / તથા વળી તે જ સઘળાં વૈર્યાદિ રત્નો TUT = દોરા આદિ દ્વારા વિસિમ = પોત પોતાના યથાયોગ્ય વિશેષ વિશેષ સ્થાનોમાં પવિત્ર = પરોવાયા હોય તો “રત્નાવલિ” એવા સુંદર નામને જેમ પામે છે અને પોતપોતાનાં વૈર્યમણિ, નીલકાત્તામણિ, જલકાત્તામણિ, હીરા, પન્ના, માણેક આદિ પોત પોતાનાં (અંગત) જુદાં જુદાં નામોને ત્યજી દે છે | ૨૪ || તેવી જ રીતે યથાયોગ્ય સ્થાને વિશેષ પ્રકારે (વ્યવસ્થિતપણે-સાપેક્ષપણે) ગોઠવાયેલું છે વક્તવ્ય જેનું એવા તે જ સર્વે નયવાદો “સમ્યગ્દર્શન” નામને પ્રાપ્ત કરે છે અને પોતપોતાની વિશેષ સંજ્ઞાને (સ્વતંત્ર નામને) ધારણ કરતા નથી. (ત્યજી દે છે) II ૨૫ // વિવેચન - ઉપરોક્ત ચારે ગાથાઓને સાથે વાંચવાથી આ ઉદાહરણ સુંદર રીતે સમજાઈ જાય તેમ છે. વૈર્યમણિ નીલકાત્તમણિ, જલકાન્ત મણિ, હીરા, માણેક, પન્ના આદિ જુદાં જુદાં રંગ બેરંગી અનેક મણિઓ ગમે તેટલાં તેજસ્વી, ચમકવાળાં, પાણીદાર, દોષ વિનાનાં અને બહુ જ કિંમતી હોય તો પણ તે બધાં વિસંગુત્તા = છુટાં છુટાં હોય, વિખેરાયેલાં હોય, ત્યાં સુધી “આ રત્નોનો હાર છે” એમ નથી કહેવાતું, તથા તે રત્નો હારની શોભાને અને હારની કિંમતને નથી પામતાં, તથા કંઠમાં પહેરીને શરીરની શોભા વધારનારાં પણ નથી બનતાં. આ વાત અનુભવસિદ્ધ છે. તેવી જ રીતે નયોમાં પણ તેમ જ છે. બધા જ નયો પોત પોતાની માનેલી વાતને રજુ કરવામાં, દાખલા દલીલથી સિદ્ધ કરવામાં, અને વાચાળપણે બોલવામાં ગમે તેટલા મજબૂત હોય, પાવરવાળા હોય તો પણ બીજા નયની અપેક્ષા જ્યાં સુધી ન સ્વીકારે અને તેની અવગણના - તિરસ્કાર કરે ત્યાં સુધી તે નવો વસ્તુના યથાર્થ પૂર્ણ સ્વરૂપને કહેનારા નહીં હોવાથી, તથા પોતપોતાની વાતના આગ્રહી-અભિમાની હોવાથી અને વૈરાયમાણ મનોવૃત્તિ વાળા હોવાથી “સમ્યગ્દર્શન” (સમ્યગ્દષ્ટિ) એવા નામ અને એવી શોભાને નથી પામતા. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ४८ કાષ્ઠ-૧ – ગાથા-૨૨ થી ૨૫ સન્મતિપ્રકરણ આ બન્ને ગાથામાં વ્યતિરે કાણે (નિષેધપણે) વાત કરી, હવે પછીની બે ગાથામાં અન્વયપણે (વિધાનપણે) આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે. તથા વળી વૈર્થ આદિ તે જ રનો એક દોરામાં યથાયોગ્ય સ્થાને ગોઠવીને પરોવી દેવામાં આવે છે. રંગ-બેરંગી અને બહુ જ કિંમતી તે રત્નોની જે રીતે ગોઠવણી કરવાથી રત્નોની, રત્નોના બનેલા હારની અને હાર પહેરનારની શોભા વધે તેવી રીતે ગોઠવી ગોઠવીને એક જ દોરામાં પરોવાયેલા થાય છે ત્યારે “આ સુંદર રત્નોનો હાર છે” એવા “રત્નાવલી = હાર” એવા નામને, અને હારની શોભાને પામે છે. અને પોત પોતાનું જે જુદુ, જુદુ, નામ હતુ, તે પોતપોતાના સ્વતંત્ર નામને ત્યજી દે છે. તેવી જ રીતે આ સર્વે નયવાદો પણ અનેકાન્તવાદના દોરામાં પરોવાઈને જ્યાં જે રીતે પદાર્થનો અને પદાર્થને જાણનારાનો ઉપકાર થાય, પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવાથી હેયનો હેયભાવે ત્યાગ કરીને અને ઉપાદેયનો ઉપાદેયભાવે સ્વીકાર કરીને તથા ઉપેક્ષણીય ભાવોની ઉપેક્ષણીયભાવે ઉપેક્ષા કરીને આત્માનું કલ્યાણ કરનાર બને તથા યથાર્થપણે પ્રયોજન સાધક બને તે રીતે યથાસ્થાને પોત પોતાનું માનેલું વક્તવ્ય ગોઠવાઈ જવાથી આત્માને ઉપકારક બનવાથી “સમ્યગ્દર્શન” એવા નામને પામે છે. પ્રયોજન વશથી ભલે એકનયની દેશના અપાતી હોય તો પણ તે એકાન્તભાવે ન અપાતી હોવાથી અને બીજા નયની ગણભાવે પણ અંદર અપેક્ષા રખાતી હોવાથી શ્રોતાઓનું હિત કરનાર બનવાથી તે એકનયની દેશના પણ “સુનય” અથવા સમ્યક્તના ભાવને પામે છે. જૈનેતર દર્શન અને જૈનદર્શનમાં આ જ મોટો તફાવત છે. જૈનેતરદર્શન કોઈ પણ એકબાજુ ઢળીને નિરપેક્ષપણે વસ્તુના એકાંગી સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે. તેથી જ તે અયથાર્થવાદી, મિથ્યાત્વી કહેવાય છે. જ્યારે જૈનદર્શન કોઈ પણ એક બાજુ ઢળ્યા વિના સાપેક્ષપણે પ્રધાન-ગૌણ ભાવે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે. તેથી જ તે યથાર્થવાદી અને સમ્યકત્વી કહેવાય છે. જૈનદર્શન એ આપણું દર્શન છે અથવા આપણે જૈનદર્શનને પામ્યા છીએ એટલે અમે આ જૈનદર્શનની પ્રશંસા કરીએ છીએ આમ નથી તથા આ દર્શન જ પ્રશંસનીય છે આમ પક્ષપાતથી અમે કહેતા નથી. પરંતુ ખરેખર તો જગતના ભાવોનું સ્વરૂપ સાપેક્ષ છે અને જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ સ્વરૂપ આ જૈનદર્શન જ કહે છે. તેથી જ તે યથાર્થવાદી છે અને પોતાની યથાર્થતાના કારણે પ્રશંસનીય છે કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્યયોગવ્યવચ્છેદિકા બત્રીસીના બીજા શ્લોકમાં કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૨૨ થી ૨૫ अयं जनो नाथ तव स्तवाय, गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः || २ || હે પરમાત્મા ! તમારામાં અનંત ગુણો છે. તે સર્વે ગુણો ગાવાની મારી અભિલાષા છે. પરંતુ ‘યથાર્થવાદ” નામનો તમારો એક ગુણ આ ગ્રન્થમાં ગાઈશ. (જે ગાયે છતે સર્વે ગુણો ગવાઈ ગયા જાણવા). યથાર્થવાદ નામનો એક મહાગુણ ગાવાથી સર્વે ગુણો ગવાઈ જાય છે. તથા તેઓએ જ આ જ અન્યયોગવ્યવચ્છેદિકામાં કહેલ છે કે અન્ય સઘળાં દર્શનો એક એક બાજુ ઢળેલી એકાન્તદૃષ્ટિ વાળાં હોવાથી બીજાની વાતને સાંભળવામાં વૈરાયમાન મનોવૃત્તિ વાળાં હોવાથી અતિશય મત્સરી (ઈર્ષ્યાળુ) છે. તેઓ પરસ્પર લઢ્યા જ કરે છે. હે પરમાત્મા ! તમારે તો કોઈને કંઈ કહેવું જ પડતું નથી. કારણ કે તમે તો બધા જ નયોને અવિશેષણપણે સમજાવતા હોવાથી તમારૂં શાસન આવું ઈર્ષ્યાળુ અને વૈરાયમાણ મનોવૃત્તિવાળું નથી. તે શ્લોક આ પ્રમાણે - अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ।। ३० ।। ૪૯ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણેને અપેક્ષાવિશેષે સાથે સંકળાયેલા માનવા, નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવાચ્ય આમ વિરોધી ભાવોને પણ સાપેક્ષપણે એક દોરામાં યથાસ્થાને સમન્વય કરીને ગોઠવવા એ જ જૈનદર્શનકારની ખુબી છે. આ જ સાચી અમૃતવાણી છે. શાસ્ત્રકારે ભલે આ ગાથામાં રત્નાવલીનું એક ઉદાહરણ આપ્યુ હોય, પણ અનેકાન્તવાદ સમજવા - સમજાવવા આ એક જ ઉદાહરણ છે એમ નથી. ડગલે અને પગલે અનેક ઉદાહરણો આ વાતને સમજાવનારાં છે. સંસારના સર્વ ભાવો અનેકાન્તતાથી જ ભરેલા છે. માટીમાંથી બનતો ઘટ માટીથી કંઈક અધિક વિશિષ્ટ પણ છે અને માટીરૂપ પણ છે. ઘટકાલે જલાનયનાદિ કુંભસ્થાપનાદિ જે કાર્યો થાય છે તે માટી કાલે થતાં ન હતાં અને ઘટકાલે થાય છે. તેથી તે ઘટ માટીથી વિશિષ્ટ છે. અને તેથી જ “ઘટપણાની’’ શોભાને પામે છે. છતાં ઘટકાલે માટીનામનું સામાન્ય ચાલ્યું જતું નથી. તે ઘટ માટીમય જ રહે છે. તન્તુઓ પરસ્પર નિરપેક્ષ રહે તો પટ (વસ્ત્ર) આવા વ્યપદેશને પામતા નથી તથા પટનું કાર્ય શીતત્રાણાદિ કરતા નથી. પરંતુ તાણા-વાણા રૂપે પરસ્પર વણાયા છતા સાપેક્ષ થવાથી પટવ્યપદેશને પણ પામે છે અને શીતત્રાણાદિ પટનું કાર્ય પણ કરે છે. તન્તુઓ માત્ર તે પટ નથી અર્થાત્ પટ એ તત્ત્તઓથી કંઇક વિશિષ્ટ છે કારણ કે તન્તુકાલે પટકાર્ય થતું Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૨૬ ૫૦. સન્મતિપ્રકરણ નથી, તેમ જ તખ્તઓ પોતે જ પટરૂપે પરિણામ પામે છે. માટે કથંચિત્ અભિન્ન છે. પણ “તસ્તુઓમાં તખ્તઓથી ભિન્ન એવું પટનામનું કોઈ અવયવી દ્રવ્ય સમવાય સંબંધથી વર્તે છે” આ વાત બરાબર નથી. તથા સુવર્ણ (સોનું) તે જ કડુ-કુંડલ નથી, કારણ કે લગડી રૂપે રહેલું સુવર્ણ કડા-કંડલનું કાર્ય કરતું નથી. છતાં સુવર્ણ જ કડા-કુંડલ રૂપે પરિણામ પામે છે. અત્યન્ત ભિન્ન પણ નથી. આ જ વાત અનુભવસિદ્ધ, શાસ્ત્રસિદ્ધ અને વિરોધવિનાની છે. “સુવર્ણ નામના અવયવભૂત દ્રવ્યમાં કડા-કુંડલ નામનો અવયવી પદાર્થ (અત્યન્ત ભિન્ન એવો) સમવાય સંબંધથી વર્તે છે.” આવું કેટલાક દર્શનકારો જે માને છે તે વાત બરાબર નથી. પૂજ્યપાદ ગ્રન્થકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા આ જ ગ્રન્થના ત્રીજા કાંડની ગાથા ૪૮ થી પ૫ માં આ જ વાત બહુ જ સુંદર રીતે સમજાવવાના છે. જૈન દર્શનનો આ પ્રાચીન ન્યાય ભણવાથી અવશ્ય સમજાશે કે ઈતરદર્શનોની એકાન્તવાદની સઘળી માન્યતાઓ મિથ્યાવાદ રૂપ છે. કારણ કે જગતના ભાવો તેવા નથી અને તે તે દર્શનકારોએ પોતપોતાની મતિ પ્રમાણે તેવા તેવા કલ્પી-કલ્પીને મુક્યા છે. તેથી તે સઘળાં કલ્પનાકૃત દર્શનો છે. માટે જ “મત” કહેવાય છે. માન્યતા (અર્થાતુ) કલ્પના કહેવાય છે. બૌદ્ધનો મત આવો, સાંખ્યનો મત આવો, વૈશેષિકનો મત આવો. આમ બોલાય છે. જૈનદર્શનકાર કેવલજ્ઞાનથી જગતના ભાવોને પ્રત્યક્ષ જોઈને જેમ છે તેમ કહેનારા છે કલ્પના કરનારા નથી. કલ્પના કરવા વાળું મતિ-શ્રુતજ્ઞાન તેઓને હોતું નથી. વસ્તુસ્વરૂપને પ્રત્યક્ષ દેખનારૂં જ્ઞાન હોય છે. તેઓ સાક્ષાત્ દૃષ્ટા છે અને જોઈને જેમ છે તેમ કહેનારા છે. આમ બોલવું જોઈએ. જૈનદર્શનકારો આ રીતે યથાર્થવાદી છે. કલ્પના કરીને વસ્તુસ્વરૂપ પ્રતિપાદન કરનારા નથી. તેથી જ ત્રણે કાળે સર્વ પ્રતિવાદીઓ દ્વારા જૈન તીર્થકર ભગવન્તોનું વચન અપરાભવનીય તથા અબાધિત હોય છે. અને નિર્વિવાદ સત્ય હોય છે. / ૨૨-૨૩૨૪-૨૫ છે. કોઈ પણ સ્થાને અપાતા ઉદાહરણની સાર્થકતા અને ગુણવત્તા જણાવે છે - लोइयपरिच्छयसहो, निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउत्ति, तेण वीसत्थमुवणीओ ॥२६॥ (लौकिकपरीक्षकसुखदो निश्चयवचनप्रतिपत्तिमार्गश्च । અથ પ્રજ્ઞાપનાવિષય તિ, તેને વિશ્વાસાર્થકુપનોત: રદ્દ ) ગાથાર્થ - ઉદાહરણ એ લૌકિક અને પરીક્ષક પુરુષોને (તત્ત્વ સમજવાનું અને સમજાવવાનું સરળ પડવાથી) સુખ આપનાર છે, તથા શાસ્ત્રવચનોને ઠોરાબંધ સ્વીકાર Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૨૬ કરવાના અને કરાવવાના ઉપાયરૂપ છે. તેથી જ યથાસ્થાને પ્રરૂપણા કરવા યોગ્ય છે. તેથી અમે પણ યથાર્થતત્ત્વનો વિશ્વાસ કરાવવા આ રત્નાવલીનું ઉદાહરણ આપેલું છે. મરદા વિવેચન - સંસારમાં લોકો બે જાતના હોય છે (૧) લૌકિક અને (૨) પરીક્ષક. જે સાંસારિક વ્યવહારમાં કુશળ હોય, બહારના બહોળા અનુભવવાળા હોય, સાંસારિક વસ્તુસ્થિતિ સમજવામાં વિચક્ષણ હોય, થોડું કહેવાથી ઘણું સમજી જાય તેવા હોય, સાંસારિક વ્યવહારોમાં વધારે વિચક્ષણ હોય તે લૌકિક પુરુષો કહેવાય છે. અને જેઓએ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય છે. શાસ્ત્ર સંબંધી વિશાળ અનુભવ જેઓને હોય છે. જ્યાં જે દાર્શનિક વાત ચર્ચાતી હોય તેને શાસ્ત્રાનુસારે જાણવામાં જે વિચક્ષણ હોય છે તેવા પુરુષોને પરીક્ષક પુરુષો કહેવાય છે. સંસારમાં જે વિચક્ષણ તે લૌકિક અને શાસ્ત્રમાં જે વિચક્ષણ તે પરીક્ષક. ટીકામાં કહ્યું છે કે વ્યુત્પત્તિથી જે વિકલ હોય તે લૌકિક અને વ્યુત્પત્તિથી જે યુક્ત હોય તે પરીક્ષક પુરૂષ કહેવાય છે. કોઈ પણ વાતની ચર્ચા જ્યારે ચાલતી હોય છે ત્યારે તે વાતને સમજાવવા-સિદ્ધ કરવા જે ઉદાહરણ અપાય છે તે ઉદાહરણ લૌકિક અને પરીક્ષક એમ બન્ને પ્રકારના પુરુષોને સુખકારી બને તેટલા માટે અપાય છે. તે તે ઉદાહરણ સાંભળવાથી સિદ્ધ કરાતી વાત શ્રોતાઓના હૈયામાં સુખે સુખે સમજાઈ જાય છે. કોઈ પ્રશ્નને અવકાશ જ રહેતો નથી. અને તેથી જ નિશ્ચય પૂર્વક (ઠોસબંધ રીતે) વક્તાનાં વચનોને સ્વીકારી લેવાનો માર્ગ તેમાંથી મળે છે. એટલા માટે ઈષ્ટ સાધ્યની સિદ્ધિ માટે ત્યાં ત્યાં તેને તેને અનુરૂપ ઉદાહરણ અપાય છે. અર્થાત્ યથાસ્થાને ઉદાહરણ આપવું એ પણ પ્રજ્ઞાપનાનો (તત્ત્વ સમજાવવા માટેનો) વિષય બને છે. ઉદાહરણ એ સાધ્યની સિદ્ધિ માટે અનિવાર્ય છે. અનુમાન નામના પ્રમાણમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવા વ્યાપ્તિજ્ઞાન સારૂં ઉદાહરણ આપવું આવશ્યક મનાયું છે. પર્વતમાં વતિની સિદ્ધિ કરવા માટે મહાનસનું ઉદાહરણ પ્રખ્યાત છે. જ્યાં સુધી ઉદાહરણ અપાતું નથી ત્યાં સુધી “વત્ર યાત્ર, તત્ર તત્ર” બોલવા માત્રથી વ્યાપ્તિ સિદ્ધ થતી નથી, અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિને સિદ્ધ કરવા અનુકુળ અને પ્રતિકુળ એમ બન્ને ઉદાહરણો આપવાનાં હોય છે. તેવી જ રીતે અહીં જગતના તમામ ભાવો સામાન્ય અને વિશેષાત્મક એમ ઉભયાત્મક છે. આ વાત સમજાવવા માટે અને તે વાત ઉપર મનમાં ઘોળાતા પ્રશ્નો દૂર કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ શ્રોતાવર્ગને વિશ્વાસ ઉત્પન્ન કરવા સારું આ રત્નાવલીનું ઉદાહરણ આપેલું છે. એમ સમજવું. તેનાથી અત્યન્ત સ્પષ્ટ સમજાય છે કે અવયવો એ કંઇ અવયવી નથી. અર્થાત્ અવયવોથી અવયવી કંઈક વિશેષપદાર્થ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પર કાર્ડ-૧ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ છે. જે કાર્ય અવયવકાલે થતું ન હતું. તે કાર્ય અવયવીકાલે થાય છે માટે કંઈક વિશેષ પણ છે. છતાં અવયવો પોતે જ અવયવી સ્વરૂપે પરિણામ પામે છે. તેથી અવયવી નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી કે જે અવયવોમાં સમવાય સંબંધથી વર્તે. આ રીતે ભેદભેદ અને સામાન્ય-વિશેષ સમજાવવા રત્નાવલીનું આ દૃષ્ટાન્ત કહેવાયું છે. ઉદાહરણમાં સુંદર એવા બે ગુણો છે. એક ગુણ તો એ છે કે વ્યવહારશ અને શાસ્ત્રજ્ઞ પુરુષોને સરળતાથી ઈષ્ટ સાધ્ય સમજાવવાનો ગુણ છે. અને બીજો ગુણ તે છે કે હેતુને અનુસાર સાધ્યની સિદ્ધિ કરવા રૂપ વ્યાપ્તિજ્ઞાન કરાવવાનું જે સામર્થ્ય છે તે ઉદાહરણમાં જ છે. આ બીજો ગુણ છે. તેથી લૌકિક અને પરીક્ષક પુરુષોના ઇષ્ટસાધ્યના વિશ્વાસ માટે ઉદાહરણ અપાય છે. પરદા ઉપર કહ્યા પ્રમાણે નયોમાં જો સાપેક્ષતા ન હોય તો તે નિયમા મિથ્યાદૃષ્ટિ જ છે. એવું કેટલીક બાબતોથી સ્પષ્ટ કરે છે - इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहिं अत्थो । ते तं च ण, तं तं चेव वत्ति नियमेण मिच्छतं ॥२७।। (इतरथा समूहसिद्धः परिणामकृतो वा यो यत्रार्थः । તે તે, ન, તત્તવૈવ, વેતિ નિયમેન મિથ્યાત્વમ્ ારકા) ગાથાર્થ - અન્યથા (સાપેક્ષતા વિના) અવયવોના સમૂહથી બનેલો પદાર્થ અથવા પરિણામ માત્રથી કરાયેલો જે પદાર્થ જ્યાં છે તે પદાર્થમાં અવયવો તે જ અવયવી રૂપ નથી આમ માનવું અથવા તે અવયવ એ જ અવયવી (કાર્ય) રૂપ છે. આમ માનવું તે બધું જ મિથ્યાત્વ છે. પારકા વિવેચન - એકાન્ત દ્રવ્યાર્થિક નયને સ્વીકારવામાં કે એકાન્ત પર્યાયાર્થિકનયને સ્વીકારવામાં સંસાર, સુખદુઃખના સંજોગો, કર્મબંધ, મોક્ષસુખની પ્રાર્થના તથા મોક્ષ ઇત્યાદિ ઘટતાં નથી. અનેક જાતની અવ્યવસ્થા થાય છે. તેથી બને નયોને સાપેક્ષ રીતે સંકળાયેલા માનવા જોઈએ, અને બને નયોની સાપેક્ષતા વાળું જ આ જગતનું સ્વરૂપ છે. આ વાત રત્નાવલીના ઉદાહરણ સાથે અહીં સુધીની અનેક ગાથાઓથી આપણને ગ્રંથકારશ્રી સમજાવી રહ્યા છે. હવે જો એમ ન માનીએ અને એકાન્તવાદ જ માનીએ તો તે અવળી (ઊંધી) દૃષ્ટિ હોવાથી મિથ્યાત્વ જ કહેવાય છે. આવા પ્રકારના મિથ્યાત્વ વાદના બે ચાર મુદા આ ગાથામાં સમજાવે છે. આ ગાળામાં સાંકેતિક તત્ શબ્દનો પ્રયોગ બહુવાર છે. તેથી શક્ય બન્યો તેટલો અર્થ સ્પષ્ટ સમજવા અને સમજાવવા આ વિવેચનમાં પ્રયત્ન કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૨૭ ૫૩ આ ગાથામાં કારણ અને કાર્યના ભેદાભેદની ચર્ચા છે. અહીં કારણ એટલે ઉપાદાન કારણ સમજવું. નિમિત્તકારણ ન લેવું. કારણ જે ઉપાદાન કારણ હોય છે તે પોતે જ કાર્યરૂપે બને છે અને તેની જ આ ચર્ચા છે. પ્રશ્ન એ થાય છે કે કારણમાં કાર્ય છે અને પ્રગટ થાય છે કે કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. તલમાં તેલ છે અને પ્રગટ થાય છે કે તલમાં તેલ નથી અને પ્રગટ થાય છે. ત્યાં પહેલી માન્યતાને સત્કાર્યવાદ કહેવાય છે. અને બીજી માન્યતાને અસત્કાર્યવાદ કહેવાય છે. માટીમાં ઘટ, તન્તુઓમાં પટ, તલમાં તેલ, દૂધમાં દહીં, છે અને પ્રગટ થાય છે કે નથી અને પ્રગટ થાય છે. આ બાબતની ચર્ચા આ ગાથામાં છે. તેને સત્કાર્યવાદની અને અસત્કાર્યવાદની ચર્ચા કહેવાય છે. કારણમાં કાર્ય છે અને નિમિત્ત મળતાં પ્રગટ થાય છે તે સત્કાર્યવાદ અને કારણમાં કાર્ય નથી પણ સામગ્રી દ્વારા પ્રગટ થાય છે તે અસત્કાર્યવાદ. ન જૈનદર્શનકાર એમ સમજાવે છે કે દ્રવ્યાર્થિકનયથી કારણમાં કાર્ય છે અને પ્રગટ થાય છે. તથા પર્યાયાર્થિકનયથી કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. એમ સત્-અસત્ ઉભયાત્મક કાર્ય છે. માટીમાં ઘટ, તન્તુઓમાં પટ, આમ દ્રવ્યાર્થિકનયથી તે તે કારણમાં તે તે કાર્ય બનવાની શક્તિરૂપે કારણમાં કાર્ય રહેલું છે. તો જ તેના ઉપર પ્રયત્નવિશેષ કરવાથી પ્રગટ થાય છે. જો કારણમાં કાર્ય ન હોય અને પ્રગટ થતું હોય તો જેમ માટીમાંથી ઘટ થાય છે તેમ પત્થરમાંથી પણ ઘટ બનવો જોઈએ, જેમ તન્તુમાંથી પટ બને છે તેમ લોખંડમાંથી પણ પટ બનવો જોઈએ. અથવા માટીમાંથી પટ અને તન્તુમાંથી ઘટ બનવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. તેથી જે કાર્ય જે કારણમાં દ્રવ્યાર્થિકનયથી સત્તાગત રીતે (એટલે તિરોભાવે) રહેલું હોય છે તે કારણમાંથી જ તે કાર્ય પ્રયત્નવિશેષ કરવાથી અને કાર્ય ઉત્પાદક સામગ્રી મળવાથી પ્રગટ થાય છે આ સત્કાર્યવાદ કહેવાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનયથી કારણમાં કાર્ય નથી તો જ પ્રગટ થાય છે. અને તે કાર્યને ઉત્પન્ન કરવા પ્રયત્નવિશેષ કરવો પડે છે. જો માટીમાં ઘટ પહેલેથી સત્ હોય જ, તો પ્રગટ કરવા પ્રયત્ન કરવાની શી જરૂર ? માટીકાલે જ ઘટનું કાર્ય (જલાધારાદિ) થવું જોઈએ. તેવી જ રીતે તન્તુમાં જો પહેલેથી જ પટ હોય તો તેને તાણા-વાણા રૂપે વણવાનો પ્રયત્ન કરવાની શી જરૂર ? તન્તુકાલે જ પટનું કાર્ય શીતત્રાણાદિ થવું જોઈએ. તલમાં તેલ જો હોય અને નીકળતું હોય તો ઘાણીમાં પીલવાનો પ્રયત્ન કરવાની શી જરૂર ? તલકાલે જ તેલનું કાર્ય (પુરી તળાવી વિગેરે કાર્ય) થવું જોઈએ. પરંતુ કારણકાલે કાર્યનો વ્યવહાર થતો નથી. પ્રયત્નવિશેષ કરીને કારણમાંથી કાર્ય બનાવવું પડે છે. તેથી સમજાય છે કે કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. આ અસત્કાર્યવાદ છે. એક નય સત્કાર્યવાદ માને Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કાષ્ઠ-૧ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ છે અને બીજો નય અસત્કાર્યવાદ માને છે. હવે બને નયોને સાપેક્ષપણે જો સાથે રાખીએ તો કારણમાં કાર્ય દ્રવ્યાર્થિકનયથી સત્તાગત રીતે સત્ છે તો જ પ્રગટ થાય છે અને પર્યાયાર્થિકનયથી પર્યાય સ્વરૂપે પ્રગટ નથી અર્થાત્ અસત્ છે તો જ તેને પ્રગટ કરવા પ્રયત્નવિશેષ કરવો પડે છે. અને તે પ્રયત્નવિશેષ કરવાથી જ પ્રગટ થાય છે. પહેલેથી નથી અર્થાત્ અસત્ છે. તો જ પ્રગટ થાય છે. આમ બને નયોની સાપેક્ષતા રાખવી, સત્-અસત્ ઉભયસ્વરૂપ કાર્ય માનવું કારણથી કાર્ય ભિનાભિન્ન છે આમ માનવું તે જ સાચો માર્ગ છે અર્થાત્ સમ્યકત્વ છે. રૂ-રૂતરથા જો આમ માનવામાં ન આવે અને ઉલટુ માનવામાં આવે એટલે કે કેવલ એકલા સત્કાર્યવાદને અથવા એકલા અસત્કાર્યવાદને જ માનવામાં આવે તથા કારણથી કાર્યને એકાન્ત અભિન કે એકાન્ત ભિન્ન જ માનવામાં આવે તો તે નિયમે મિછત્ત = નિયમા મિથ્યાત્વ જ છે. આ વાત અહીં સમજાવાય છે. (૧) સપૂસિદ્ધ = કેટલાંક કાર્યો એવાં છે કે તેના અવયવોના સમૂહને યથાસ્થાને જોડવાથી તે તે કાર્ય બને, જેમ કે તખ્તઓના સમૂહને તાણાવાણા રૂપે જોડવામાં આવે તો પટકાર્ય નીપજે, કારના સ્પેરપાર્ટને યથાસ્થાને જોડવાથી કાર (ગાડી) બને, બારી-બારણાં આદિ અવયવોને યથાસ્થાને જોડવાથી મકાન બને, આવાં આવાં જે કાર્યો છે કે જેમાં અવયવોના યથાસ્થાને મુંજનથી જે જે કાર્ય બને છે તે “સમૂહસિદ્ધ અર્થ” અથવા સમૂહસિદ્ધ કાર્ય કહેવાય છે. (૨) પરિVITH a = અહીં વ એટલે વી તેનો અર્થ એ છે કે અથવા કેટલાક કાર્યો પરિણામકૃત છે એટલે કે પરિવર્તનમાત્રથી થયેલા છે. જેમ કે દૂધનું દહીં, માખણનું ઘી, તંદુલા ભાત, રોટલીના ખાખરા. વિગેરે, આવાં આવાં કાર્યો પૂર્વપર્યાયથી બીજા પર્યાય રૂપે રૂપાન્તર થવાપણે થાય છે. આ કાર્યને “પરિણામકૃત અર્થ” અથવા પરિણામકૃત કાર્ય કહેવાય છે. નૈયાયિક-વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો અસત્કાર્યવાદી છે. કારણ કે તેઓ અવયવોના સમૂહના પરસ્પર જોડાણથી જ કાર્ય થાય છે એમ માને છે તેથી તેઓને આરંભવાદી પણ કહેવાય છે. તેઓ એમ માને છે કે ગાય જે ઘાસ ખાય છે. તેમાંથી જઠરાગ્નિના સંયોગથી પહેલાં તો એક એક પરમાણુઓ છુટા પડે છે. તેમાં તૃણને અનુરૂપ જે વર્ણાદિ છે તેનો નાશ થાય છે અને દૂધને અનુરૂપ વર્ણાદિની ઉત્પત્તિ થાય છે. ત્યારબાદ બે અણુઓના સંયોગથી યણુક, અધિક અધિક અણુઓના સંયોગથી વ્યણુક-ચતુરણુક આદિ બનતાં મહાદૂધની એટલે કે વાસ્તવિક દૂધની ઉત્પત્તિ થાય છે. આ રીતે અવયવોના Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ - ગાથા-૨૭ ૫૫ સન્મતિપ્રકરણ યથાસ્થાને જોડાણથી અવયવીસ્વરૂપ કાર્ય થાય છે. અવયવી નામનું કાર્ય, અવયવો નામના કારણમાં નથી જ, અસત્ જ છે. પરંતુ યથાસ્થાને અવયવો જોડાવાથી તેમાં અવયવી સ્વરૂપ કાર્ય બને છે. પહેલેથી કારણમાં કાર્ય નથી. પરંતુ પુરુષાર્થવિશેષથી કારણોને યોગ્ય રીતે ગોઠવવાથી તેમાં કાર્ય થાય છે. જેમ કે તજુઓ તે પટ નથી જ, અર્થાત્ તખ્તઓમાં પટ અસત જ છે. (જો પટ સત હોત તો કરવાની જરૂરત જ ન હોત, અને તન્દુઓ માત્રથી શીતત્રાણાદિ પટકાર્ય થઈ જવું જોઈતું હતું પરંતુ તેમ થતું નથી માટે તખ્તઓમાં પટ નથી જ, અસત જ છે.) એટલે જ યથાસ્થાને ગોઠવવાથી તે કાર્ય થાય છે. આ રીતે આ દર્શનકારો અસત્કાર્યવાદી છે સાંખ્ય આદિ બીજા કેટલાક દર્શનકારો કારણમાં કાર્ય સત્ છે અને પ્રગટ થાય છે. એમ માને છે. જો માટીમાં ઘટ ન હોય અર્થાત અસત હોય અને પ્રગટ થતો હોય તો પત્થરમાંથી કે તસ્તુઓમાંથી પણ ઘટ બનવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે સમજાય છે કે માટીમાં જ ઘટ રહેલો છે. તો જ લોકો તેને તેમાંથી જ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. માટે કારણમાં કાર્ય સત્ છે અને જે સત્ હોય છે તે જ પ્રગટ થાય છે. તખ્તઓ પોતે જ પટ રૂપે પરિણામ પામે છે દૂધ જ દહીં રૂપે પરિણામ પામે છે જે અસત્ હોય છે તે ક્યારે ય પણ ઉત્પન્ન થતું નથી જેમ કે આકાશપુષ્પ, વલ્ગાપુત્ર, શશશૃંગ. તેથી જે કાર્ય થાય છે તે કારણમાં સત્ જ છે આવી દલીલો કરીને તે સત્કાર્યવાદને સિદ્ધ કરે છે. આ રીતે જ દૂધનું દહીં થાય વિગેરે પરિણામકૃત કાર્યમાં પણ સમજવું. આ બન્ને વાદોને ધ્યાનમાં રાખીને સૂત્રકાર કહે છે કે- સમૂસો નો ઉલ્યો નહૈિં, વા પરિમિકો નો લ્યો નëિ = અવયવોના સમૂહથી બનનારો જે પદાર્થ જ્યાં (જે કારણોમાં) છે અને પરિણામરૂપે (રૂપાન્તર માત્ર થવા રૂપે) જે પદાર્થ જ્યાં (જે કારણોમાં) છે. આવા પ્રકારની એકાતે અસત્ કાર્યની જ અથવા એકાન્ત સત્ કાર્યની જ ઉત્પત્તિ થાય છે. આમ જે જે દર્શનકારો માને છે. તે તે એકાન્તવાદ હોવાથી નિયમાં મિથ્યાત્વ છે. આ રીતે અસત્કાર્યવાદના અને સત્કાર્યવાદના એકાન્તવાદનું મિથ્યાત્વ સમજાવ્યું. હવે પાછલી અડધી ગાથામાં કારણ અને કાર્ય એકાન્ત અભિન્ન અને એકાન્ત ભિન્ન છે એવું માનનારાના એકાત્ત અભેદવાદને અને એકાન્ત ભેદભાવને પણ મિથ્યાત્વ જ કહેવાય છે. આમ ગ્રન્થકારશ્રી સમજાવે છે. તે તં ” નિયUા મિછત્ત અહીં તે એટલે કે તે તે અવયવો એ જ તે = તે કાર્ય T = નથી. અર્થાત્ તવાત્મક જે અવયવો સ્વરૂપ કારણ છે તે જ પટાત્મક કાર્ય બને છે એમ અભેદ નથી પણ અવયવોથી એકાતે ભિન્ન એવું અવયવી નામનું કાર્ય અવયવોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ કાણ્ડ-૧ - ગાથા-૨૭ સન્મતિપ્રકરણ = સમવાય સંબંધથી રહેલું છે. જેમ ઘટમાં સંયોગ સંબંધથી જલ છે, છતાં ઘટથી જલ ભિન્ન પદાર્થ છે તેમ અવયવોમાં અવયવી દ્રવ્ય સમવાયસંબંધથી રહેલું છે. છતાં એકાન્તે ભિન્ન છે. પરંતુ “તે તં = ળ” આ પાઠમાં તે = તે અવયવો તા = કાર્ય છે. આમ અભેદ જ્ઞ = નથી. આમ જે દર્શનકારો માને છે. સારાંશ કે કારણો તે જ કાર્ય નથી. કારણોથી કાર્ય ભિન્ન છે. આવું માનવું તે એકાન્ત ભેદવાદ છે અને તે પણ એકાન્ત ભેદવાદ હોવાથી નિયમા મિથ્યાત્વ છે અથવા તેં = તથા “તું તું એવ વૃત્તિ' નિયમેળ મિચ્છાં વા તે કારણ પોતે જ તેં એવ = કાર્યરૂપે પરિણામ પામે છે. અર્થાત્ જે કારણ છે તે જ કાર્યરૂપે બને છે. પરંતુ કારણથી કાર્ય ભિન્ન નથી. કારણ અને કાર્યનો સર્વથા અભેદ જ છે. આવું જે દર્શનકારો માને છે. તે પણ નિયમા મિથ્યાત્વ જ છે. સારાંશ કે કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. આમ સમજવું જોઈએ. એકાન્તે ભિન્ન કે એકાન્તે અભિન્ન નથી. અહીં મૂલ ગાથાના ઉત્તરાર્ધમાં જે રૂ પદ છે, તે આગલા-પાછલા બન્ને વાક્યમાં જોડી શકાય છે. અમે “તે તં = ળ” એમ જોડ્યું છે. જે કારણો છે તે જ કાર્ય છે આમ નથી. પરંતુ તેમાંથી ભિન્ન એવું કાર્ય પ્રગટ થાય છે. આ એકાન્તભેદસૂચક અર્થ થયો. અને “તં તેં શ્વેત વૃત્તિ' જે કારણ છે તે જ કાર્યરૂપે બને છે આ એકાન્ત અભેદસૂચક અર્થ થયો. પરંતુ જો આ જ રૂ પદને પાછલા વાક્ય સાથે જોડીએ તો પહેલું વાક્ય એકાન્ત અભેદસૂચક અને બીજુ વાક્ય એકાન્તે ભેદ સૂચક પણ થાય છે. બન્નેનો ભાવાર્થ સરખો જ રહે છે. = કારણના કાલમાં કાર્યનો વ્યવહાર થતો નથી તેથી કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન પણ જરૂર છે. જેમ માટીકાલે ઘટનું કાર્ય જલાધારાદિ થતું નથી. તન્તુના કાલે પટનું કાર્ય શીતત્રાણાદિ થતું નથી. સોનાની લગડીના કાલે કડા-કુંડલ આદિ અલંકારો ધારણ કરવા સ્વરૂપ કાર્ય થતું નથી આ કારણે કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન પણ છે. છતાં જે કારણ છે તે જ કાર્યરૂપે પરિણામ પામે છે. માટી પોતે જ ઘટ બને છે તન્તુ પોતે જ પટ બને છે. સોનાની લગડી જ કડુ-કુંડલ બને છે માટે કારણથી કાર્ય કથંચિદ્ અભિન્ન પણ છે. આવા પ્રકારનો ભેદાભેદવાદ જ સમ્યક્ત્વ છે. આ તત્ત્વ સમજાવવા માટે જ ગ્રન્થકારશ્રીએ આ ગાથામાં એકાન્ત અસત્કાર્યવાદ, એકાન્તે સત્કાર્યવાદ, એકાન્તે ભિન્નકાર્યવાદ અને એકાન્તે અભિન્નકાર્યવાદની સઘળી માન્યતાઓને અયથાર્થસ્વરૂપ હોવાથી નિયમા મિથ્યાત્વ કહેલ છે. આ વાત અનુભવ સિદ્ધ અને શાસ્રસિદ્ધ છે. તથા રત્નાવલીના ઉદાહરણથી પણ આ વાત નિર્વિવાદ સ્વરૂપે સિદ્ધ થાય છે. અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોએ જગતના ભાવોને કેવલજ્ઞાનથી યથાર્થ પણે જોઈને જેવું જોયું તેવું કહેલ છે. પોતે આમ માને એમ માન્યતા રજુ કરી નથી. કારણ કે માન્યતા છદ્મસ્થને જ હોય છે. સર્વજ્ઞને માન્યતા હોતી નથી. માન્યતા Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૨૮ ૫૭ એ કલ્પના રૂ૫ છે મતિ-શ્રુતજ્ઞાનનો વિષય છે. જે મતિ-શ્રુતજ્ઞાન કેવલી ભગવાનને નથી. તેથી જ અન્ય અન્ય દર્શનકારોએ કલ્પનાઓ જ કરી છે. (બુદ્ધિના ઘોડા ન દોડાવ્યા છે) તેથી તે યથાર્થવાદ નથી. માટે તે સર્વે મિથ્યાત્વ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રરૂપિત સદસત્કાર્યવાદ અને ભેદભેદવાદ જ યથાર્થવાદ છે અને તે જ સાચું સ્વરૂપ હોવાથી સમ્યકત્વ છે. ર૭ા સર્વે પણ નય સમ્યક્ત સ્વરૂપ ક્યારે હોય છે? અને મિથ્યાત્વ સ્વરૂપ ક્યારે હોય છે ? તે સમજાવે છે णिययवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ, विभयइ सच्चे व, अलिए वा ॥२८॥ (निजकवचनीयसत्याः सर्वनयाः परविचालणे मोघाः । H: પુનર્ન ઈસમય:, વિમગતિ સત્ય વાડત્નિા વા .ર૮) ગાથાર્થ - સર્વે પણ નયો પોત પોતાની માનેલી માન્યતામાં વર્તે તો તે સાચા છે. પરંતુ પરનયે (બીજા નયે) માનેલી વિચારણામાં (નિષેધ કરવા સ્વરૂપે) માથું મારે તો તે સર્વે પણ નયો મિથ્યા છે. આ કારણ થી જ “આ નયો સાચા જ છે. અથવા આ નયો ખોટા જ છે” આવો વિભાગ જે પંડિત કરે છે તેણે જૈનસિદ્ધાન્ત બરાબર જોયો નથી (અથવા આવો વિભાગ જે નથી કરતો, તે જ સાચો જૈન શાસ્ત્રોનો જ્ઞાતા છે.) li૨૮ વિવેચન - સર્વે પણ નયો જ્યાં સુધી પોત પોતે માનેલી માન્યતાને રજુ કરવાની મર્યાદામાં વર્તે છે. ત્યાં સુધી તે બધા નયો સાચા છે. કારણ કે તે નયની અપેક્ષાએ તે તે સ્વરૂપ તે તે પદાર્થમાં અવશ્ય છે. જેમ કે દ્રવ્યાર્થિકનય સામાન્યને (અભેદને) માને છે. તો સઘળા પણ પદાર્થો ઈતર પદાર્થની સાથે કોઈને કોઈ ધર્મની અપેક્ષાએ સમાન છે જ, અભિન્ન છે જ, કારણમાં કાર્ય સત્ છે અને થાય છે એમ આ નય માને છે અને ખરેખર જગતમાં તેમ પણ છે. તલમાં તેલ છે તો જ નીકળે છે. માટીમાં ઘટ છે તો જ થાય છે. તખ્તઓમાં તિરોભાવે પટ છે તો જ બને છે. સત્તાગત રીતે કારણમાં કાર્ય છે અને થાય છે. આ રીતની દ્રવ્યાર્થિકનયની જે માન્યતા છે તેને જ માત્ર જો તે નય રજુ કરે પણ બીજાનું ખંડન ન કરે તો વસ્તુસ્વરૂપ તેવું પણ હોવાથી તે નય સાચો છે. તેવી જ રીતે પર્યાયાર્થિક નય વિશેષવાદી છે. ભેદને પ્રધાન કરનાર છે. પર્યાય તરફ દૃષ્ટિવાળો છે. તેથી સઘળા પણ પદાર્થોને ઈતર પદાર્થથી કોઈને કોઈ ધર્મની અપેક્ષાએ ભિન્ન સ્વરૂપે જાએ છે. વિશેષ સ્વરૂપે માને છે. આમ માનતો તે નય પણ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કોડ-૧ – ગાથા-૨૮ ૫૮ સન્મતિપ્રકરણ સાચો છે. કારણ કે કોઈને કોઈ ધર્મથી વસ્તુમાં વિશેષતા-ભિન્નતા પણ છે. તેવી જ રીતે કારણમાં કાર્ય અસત્ પણ છે અને તેથી જ પર્યાયરૂપે પ્રગટ થાય છે એમ માને છે તે પણ પર્યાયસ્વરૂપે સાચું છે. તલમાં તેલ આવિર્ભાવ (પ્રગટ પર્યાય સ્વરૂપે) નથી, તો જ થાય છે. માટીમાં ઘટ પ્રગટ પર્યાય રૂપે નથી તો જ બને છે. તખ્તઓમાં પટ, પટપર્યાયરૂપે અવિદ્યમાન છે. તો જ થાય છે. માટે આ રીતની પર્યાયાર્થિક નયની જે માન્યતા છે. તેને જ જો તે રજુ કરે પણ બીજાનું ખંડન તે નય ન કરે તો વસ્તુ સ્વરૂપ તેવું પણ હોવાથી તે નય પણ સાચો છે. આ રીતે સંગ્રહ-વ્યવહાર આદિ ઉત્તરનો પણ જો પોત પોતે માનેલી માન્યતાને રજુ કરવાની મર્યાદામાં વર્તે તો તે સર્વે પણ નયો યથાર્થવાદી હોવાથી સાચા છે કારણ કે વસ્તુનું સ્વરૂપ પણ અપેક્ષાવિશેષે તેવું તેવું છે. અને જેવું સ્વરૂપ છે તેવું તે નય કહે છે માટે સાચા છે. પરંતુ તે મર્યાદાનો ભંગ કરીને પોતાની માનેલી માન્યતાને એવી કાર પૂર્વક રજુ કરે કે જેમાં બીજા નયની વકતવ્યતાનું નિરાકરણ (ખંડન) થાય. અર્થાત્ બીજા નયની માન્યતાનું ખંડન કરવાના આશયપૂર્વક જ પોતાની વાત ઉપર ભાર દેવાતો હોય, pવર (જકાર) પૂર્વક વાત કરાતી હોય ત્યારે તે સઘળા પણ નથી પરવયાત્રાને મોદ = બીજા નયે માનેલી માન્યતાનું ખંડન કરવાના આશયથી તેવી વિચારણામાં માથું મારનારા જયારે થાય છે. ત્યારે તે નયો મિથ્યા સ્વરૂપે બને છે. કારણ કે કોઈપણ એક નય એકાન્ત જેવું વસ્તુસ્વરૂપ કહે છે. તેવું વસ્તુસ્વરૂપ તે પદાર્થમાં નથી. આ કારણથી તે તે નય અયથાર્થવાદી બનવાથી મિથ્થારૂપ બને છે. જેમ સોનાના ટુકડાને સોનું કહે તે યથાર્થવાદી હોવાથી સાચો છે અને પિત્તલના ટુકડાને સોનું કહે તે અયથાર્થવાદી હોવાથી મિથ્યા છે. તેમ જે નય વસ્તુના એકલા સામાન્ય સ્વરૂપને જ કહે અથવા એકલા વિશેષ સ્વરૂપને જ કહે તો તે બન્ને નો એકાન્તવાદી બનવાથી વસ્તુના અયથાર્થ સ્વરૂપના વાચક થવાથી મિથ્યારૂપ બને છે. આ કારણથી બધા જ નયોના વકતવ્યને સમજનારો અને આગળ અપેક્ષા વિશેષ લગાડીને સમન્વય કરનારો જૈનશાસ્ત્રજ્ઞ પુરુષ બધા જ નયોને યથાસ્થાને જોડે છે. અનેકાન્ત સ્વરૂપને જાણનારો તે પુરુષ બધા જ નયોની માન્યતા જાણતો હોવા છતાં પણ યથાસ્થાને અપેક્ષાવિશેષે જ તે તે નયનું નિયોજન કરનાર હોવાથી ઉતાવળીયા સ્વભાવે “આ જ નયો સાચા છે અને આ નવો ખોટા છે” આવો વિભાગ કદી કરતો નથી. કોઈપણ એક નાની માન્યતા ઉપર એકાન્ત ભાર આપતો નથી. જો આવો વિભાગ કરે અથવા એકાન્તવાદ ઉપર ભાર આપે તો સમજવું કે તે પુરુષ જૈનશાસ્ત્રોનો સાચો જ્ઞાતા નથી, અને સાચો જ્ઞાતા જે હોય છે તે આવો એકાન્તપૂર્વક સાચા-ખોટાનો વિભાગ કરતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૨૯ પ૯ ઉલટું અનેકાન્તવાદને જાણનારો જૈનશાસ્ત્રોનો સાચો અભ્યાસી તે પુરુષ કોઈપણ એકનયની માન્યતાને એવી રીતે રજુ કરે છે કે તેમાં વિરોધી એવા બીજા નયની વાતનો પણ ગૌણતાએ સમન્વય થાય છે. વિરોધી એવા બીજા નયની માન્યતાને જે નય પોતાની માન્યતા સાથે ગૌણતાએ પણ સાંકળી લે છે તે જ નય સુનય (સમ્યગ્નય) બને છે. જૈનશાસ્ત્રજ્ઞ પુરુષ પોતે સાપેક્ષનયને સુનય અને નિરપેક્ષનયને કુનય માને છે અને જોરશોરથી જગતમાં આવું સાપેક્ષપણે જ વસ્તુ સ્વરૂપ જાહેર કરે છે. અનેકાન્ત સ્વરૂપને જાણનારા પુરુષનો સ્વભાવ બન્ને નયોને પ્રધાન-ગૌણભાવે સાથે સાંકળી લેવાનો હોવાથી જ્યાં ત્યાં તે “કથંચિ” “ચા” “અપેક્ષા” “વિવક્ષા” આવા શબ્દોનો પ્રયોગ કરીને જ વાક્યોનું ઉચ્ચારણ કરે છે. કદાચ કોઈક વખત કથંચિત્ આદિ શબ્દો મુખથી ન બોલાયા હોય તો પણ હૈયામાં તેવા આશયપૂર્વક જ વાક્યોનું ઉચ્ચારણ કરે છે. માટે જૈનશાસ્ત્રોના મર્મને જાણનારા મહાત્માઓ કથંચિત્ સામાન્ય, કથંચિ વિશેષ, કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન, કથંચિત્ સત્, કથંચિત્ અસત્ ઇત્યાદિ શબ્દો બોલવાપૂર્વક જ વસ્તુના સાચા સ્વરૂપને સમજનારા અને સમજાવનારા હોય છે. એકાન્તપૂર્વક સાચાખોટાનો જે ભેદ કરે છે તે જૈનશાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી. ૨૮ || દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયોની વિષયમર્યાદા - दव्वट्ठियवत्तव्वं, सव्वं सव्वेण णिच्चमवियप्पं । आरद्धो य विभागो, पज्जववत्तव्वमग्गो य ॥ २९ ।। (द्रव्यार्थिकवक्तव्यं, सर्वं सर्वेण नित्यमविकल्पम् । મારવ્યશ વિમ:, પર્થવવેવ્યમાશ | ૨૬ II) ગાથાર્થ - સર્વે પણ વસ્તુ સર્વ પ્રકારે નિત્ય છે અને ભેદ વિનાની છે. આવું વક્તવ્ય દ્રવ્યાર્થિકનયનું છે. અને જ્યારે ભેદનું કથન આરંભાય છે ત્યારથી પર્યાયાર્થિકનયનો માર્ગ શરૂ થાય છે. | ૨૯ / વિવેચન - જગતના તમામ પદાર્થો ભેદ અને અભેદ એમ ઉભયાત્મક છે. સામાન્ય ધર્મની અપેક્ષાએ અભેદ અને વિશેષ ધર્મની અપેક્ષાએ ભેદ છે. જગતનું આ વાસ્તવિક સ્વરૂપ છે અને તે યથાર્થ જ છે. તથા સ્વયં છે જ. કોઈ ઈશ્વરાદિ અન્ય વડે કરાયેલું - કૃત્રિમ પણ નથી અને કલ્પનાકૃત પણ નથી - વાસ્તવિક છે. પરિણામિક ભાવવાળું છે. વસ્તુનું સહજ સ્વરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૨૯ સન્મતિપ્રકરણ બધા જ મનુષ્યો મનુષ્યપણે સમાન છે. અભિન્ન છે. છતાં બ્રાહ્મણ - ક્ષત્રિય - વૈશ્ય અને શુદ્રપણાની અપેક્ષાએ ભિન્ન પણ છે. દેવાદિ ચારે ગતિના જીવો જીવપણે અભિન્ન છે. છતાં દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યપણે ભિન્ન પણ છે. આમ ભેદ અને અભેદ બન્ને ભાવો હોવા છતાં પણ અભેદ તરફ ઢળેલી જે દૃષ્ટિ, એટલે કે સર્વે પણ દ્રવ્યો અનાદિ-અનંત છે. frä = નિત્ય છે. સદાકાલ છે. આવી ઐક્યતા તરફ જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. તથા પ્રતિસમયે થતા પર્યાયોની અપેક્ષાએ જે ભેદ છે તેને ગૌણ કરીને વિયu = વિકલ્પો વિનાની (ભેદ વિનાની) વસ્તુસ્વરૂપને જોનારી જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. કોઈપણ બે પદાર્થો વચ્ચેના અભેદથી પ્રારંભીને સર્વે દ્રવ્યોના અભેદ સુધીના ઐક્યને જણાવનારી જે વિચારસરણી = દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકાય છે. ત્યાં સૌથી વધારે વ્યાપક, સર્વના અપરિમિત અભેદને જણાવનારી એવી “સ”પણાની જે અભેદગામી દૃષ્ટિ છે. તે દ્રવ્યાકિનયનું અન્તિમ વક્તવ્ય છે. ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ અને જીવ આ છ દ્રવ્યોથી જગત ભરેલું છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો એક એક છે અને પાછલાં ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે. આમ કુલ મૂલરૂપે છે અને વ્યક્તિરૂપે અનંત દ્રવ્યો છે. તો પણ “સ” પણે સર્વે એકરૂપ છે. ધર્મદ્રવ્ય પણ સત્ છે અને અધર્મ દ્રવ્ય પણ સત્ છે. એમ આકાશાદિ શેષ દ્રવ્ય પણ સંસારમાં સત્ છે. આવા પ્રકારની સત્ પણે ઐક્યતાની જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે. અને તે અન્તિમ છે. કારણકે સત્પણાની આ ઐક્યતામાં કોઈ બાકી જ રહ્યું નથી કે તેનાથી વધારે વ્યાપક ઐક્ય બની શકે – સર્વ વિશ્વ એક રૂપ છે. સર્વ વિશ્વ એક બ્રહ્મરૂપ છે. ઈત્યાદિ જેટલા અદ્વૈતવાદો ચાલે છે અથવા આવા આવા પ્રકારની અદ્વૈતવાદની જે જે માન્યતાઓ પ્રવર્તે છે તે સઘળી માન્યતાઓ આ નય તરફ ઢળેલી દૃષ્ટિ (આશય) વાળી છે. મરદ્ધો ય વિમા = જ્યારે તેમાં ભેદ તરફ દ્રષ્ટિ શરૂ થાય છે ત્યારથી પવવત્તધ્યમો ય = પર્યાયાર્થિક નયનું વક્તવ્ય શરૂ થાય છે. ૧. આખું વિશ્વ “સ” પણ એક છે. અદ્વૈત છે. આમ માનવું તે દ્રવ્યાર્થિકનયનો (અભેદગામી વ્યવહારનો) અન્તિમ ભેદ છે. ૨. “સ” પણે વિશ્વ જે એક સ્વરૂપ છે. તેના જ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ અને જીવ એમ છ ભેદ છે. આવા પ્રકારની ભેદને કરનારી જે બુદ્ધિ છે. તે પર્યાયાર્થિકનયનો પ્રારંભ (પ્રથમ ભેદ) છે. ૩. તે છ દ્રવ્યોમાં જે જીવદ્રવ્ય છે. તેના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ છે. આ પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સન્મતિપ્રકરણ કારડ-૧ – ગાથા-૨૯ ૪. સ્થાવરના પૃથ્વીકાયાદિ પાંચ અને ત્રસના બેઇજિયાદિ ચાર ભેદ છે. તે પર્યાયાર્થિક નયનો ત્રીજો ભેદ છે. પ. પૃથ્વીકાયાદિના સૂક્ષ્મ-બાદર અને બેઈન્દ્રિયાદિના પર્યામા-અપર્યાપ્તા વિગેરે ભેદ છે. તે પર્યાયાર્થિકનયનો ચોથો ભેદ છે. આ પ્રમાણે જેમ જેમ ભેદ તરફ વક્તાનો આશય ઢળતો જાય છે. તે સઘળો પર્યાયાર્થિકનયનો માર્ગ છે. “ત્રસ હોય કે સ્થાવર હોય પણ આખર બન્ને જીવ છે. બન્ને જીવપણે સમાન છે આવી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનાય છે અને જીવના બે ભેદ છે એક ત્રસ અને બીજો સ્થાવર. આમ ભેદગામી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકાય છે. અભેદગામી પણ નાની-મોટી અનેક દૃષ્ટિઓ છે અને ભેદગામી પણ નાની-મોટી અનેક દૃષ્ટિઓ છે તે અનુક્રમે બન્ને નયોનું સ્વરૂપ છે. જેમ “સ” પણે ઐક્ય પામેલા દ્રવ્યોનો ધર્મ-અધર્મ આદિ સ્વરૂપે દ્રવ્યભેદ કર્યો, તેમ કોઈ પણ એકદ્રવ્યનો કાલ આશ્રયી પણ અભેદ અને ભેદ થાય છે. જેમકે કોઈ પણ એક જીવદ્રવ્ય દ્રવ્યસ્વરૂપે અનાદિ-અનંત (નિત્ય) છે. આમ માનવું તે (સાંખ્ય-નૈયાયિકવૈશેષિકાદિની જે દૃષ્ટિ છે તે) દ્રવ્યાર્થિકનય છે અને તે એક જ જીવને ક્ષણે-ક્ષણે થતા પરિવર્તન (પર્યાય)ને આશ્રયી ભિન્ન ભિન્ન માનવો તે (બૌદ્ધાદિની દૃષ્ટિ) પર્યાયાર્થિકનાય છે. આના ઉપરથી સમજાશે કે જ્યારે જ્યારે વસ્તુના અભેદ સૂચક વક્તાના અભિપ્રાયો હોય છે ત્યારે તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય બને છે અને જ્યારે જ્યારે વક્તાના તે અભિપ્રાયો વસ્તુના ભેદસૂચક બને છે ત્યારે ત્યારે તે પર્યાયાર્થિકનયનું વક્તવ્ય કહેવાય છે. આમ જગત આખું ઉભયાત્મક છે. માટે તે ઉભયાત્મક સ્વરૂપને જાણનારી-જોનારી-કહેનારી, સમજનારી અને સમજાવનારી એવી જે દૃષ્ટિઓ (નયો) છે તે પણ બે છે. અને આ જ બન્ને નયો (અર્થાત્ તેના પેટાભેદ રૂપ છ નયો) જો બીજા નયની ગૌણપણે અપેક્ષા રાખીને પોતાનું મંતવ્ય રજુ કરે તો તે સુનય (સમ્યગ્નય) છે. અને બીજા નયની અવગણના કરીને પોતાનું મંતવ્ય રજુ કરે તો તે દુર્નય (મિથ્યાનય-મિથ્યાત્વ) છે. આમ સમજવું. આ કારણથી જૈનેતર દર્શનોની કોઈ પણ એકનય તરફ ઢળેલી એવી દૃષ્ટિ છે કે તેઓ પોતાના વક્તવ્યમાં બીજા નયની માન્યતાની સર્વથા અવગણના કરીને વસ્તુનું સ્વરૂપ પોતે માનેલી માન્યતાવાળું જ છે આમ એકાન્ત કહે છે. માટે જ તે સર્વે દર્શન દુર્નયવાદીમિથ્થારૂપ છે. જૈનદર્શન જ એક એવું છે કે બીજા નયની વાતને પોતાનામાં ગૌણપણે પણ સામેલ રાખીને જ વસ્તુ સ્વરૂપ જણાવે છે તેથી તે સુનય (સમ્યકત્વ) છે. સંક્ષેપમાં સાર એ છે કે “અભેદગામી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય, અને ભેદગામી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય, અન્ય નયથી નિરપેક્ષ જે દૃષ્ટિ તે દુર્નય, અને અન્યનયથી સાપેક્ષ જે દૃષ્ટિ તે સુનય જાણવો. રહા Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કાડ-૧ - ગાથા-૩૦ સન્મતિપ્રકરણ પર્યાયાર્થિકનયને માન્ય ભેદના સંક્ષેપમાં બે પ્રકારો - जो उण समासओ च्चिअ, वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो, भइयव्वो वंजणवियप्पो ॥ ३० ॥ (યઃ પુનઃ સમાત ઇવ, નિયતિનિતિશ ! અર્થાતઋમિત્રો, મનનીયો ઐશ્નનવન્ત: | ૩૦ ||) ગાથાર્થ - વળી જે આ વિભાગ (ભેદ) છે. તે સંક્ષેપથી વ્યંજનનિયત અને અર્થનિયત એમ બે પ્રકારનો છે. તેમાં જે અર્થનિયત વિભાગ છે તે અભિન્ન છે. તેના ઉત્તરભેદો નથી) જ્યારે જે વ્યંજનનિયત વિકલ્પ છે તે ભજનાવાળો છે. (ભેદ-અભેદ યુક્ત છે.) | ૩૦ || વિવેચન - જગતના સઘળા પણ પદાર્થો ભેદ અને અભેદ એમ ઉભયસ્વરૂપ છે. તેમાં “સ” પણે અભેદ રૂપે જણાતા અર્થાત્ સત્ પણે એકરૂપે રહેલા તે પદાર્થોમાં જ્યારે જ્યારે દ્રવ્યભેદ, ક્ષેત્રભેદ, કાલભેદ અને ભાવભેદને આશ્રયી અનેક જાતના ભેદોની કલ્પના કરવામાં આવે છે. ત્યારે ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ વિચારધારા પ્રમાણે વિચારતાં તે ભેદો વધતા જ જાય છે અર્થાત્ અનેક ભેદો થાય છે. તે અનંતભેદોમાં કેટલાક શબ્દોથી વાચ્ય (બોલી શકાય તેવા) હોય છે. અને કેટલાક ભેદો પદાર્થોમાં હોય છે ખરા પણ ઘણા જ ઘણા સૂક્ષ્મ હોવાથી શબ્દોથી અવાચ્ય ન કહી શકાય તેવા) હોય છે. જે ભેદો શબ્દોથી વાચ્ય હોય છે તે વ્યંજનનિયત, અર્થાત્ વ્યંજનગત અથવા વ્યંજન પર્યાય કહેવાય છે અને જે શબ્દોથી અવાચ્ય હોય છે તે અર્થનિયત અર્થાત્ અર્થગત અથવા અર્થપર્યાય કહેવાય છે. એટલે કે જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ શબ્દપ્રમાણે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કહેવાય છે. જેમ કે સ્ત્રી-પુરૂષ અને નપુંસક આ ત્રણે પ્રકારના જીવો મનુષ્યપણે સમાન હોવાથી “આ મનુષ્યો છે” આમ કહેવું કે માનવું તે અભેદગામી દૃષ્ટિ હોવાથી દ્રવ્યાર્થિકનાય છે. પરંતુ તે ત્રણે મનુષ્યોમાં “આ સ્ત્રી છે. પેલો પુરૂષ છે. તે નુપંસક છે.” આમ વિભાગથી જોઈએ, બોલાવીએ, વિચારીએ અથવા માનીએ ત્યારે તે ભેદગામી દૃષ્ટિ હોવાથી પર્યાયાર્થિકનય છે. તેમાં આ પુરૂષ છે. પણ સ્ત્રી કે નપુંસક નથી. આવો પુરૂષપણે જે વિભાગ (ભેદ) કર્યો તે શબ્દોથી બોલી શકાય છે. માટે વ્યંજનપર્યાય કહેવાય છે. વળી જન્મે ત્યારથી જ આ પુરૂષ છે તે જીવે ત્યાં સુધી પ્રતિસમયે પુરૂષ જ રહે છે. એટલે પુરૂષપણાનો એકસરખો પરિણામ (પરિવર્તન)નો પ્રવાહ જ રહે છે. ભલે તે મનુષ્ય પુરુષપણે નાનો-મોટો થાય તો પણ પુરૂષત્વ ચાલુ ને ચાલુ જ રહે છે. તે જીવમાંથી પુરૂષત્વ દૂર થતું નથી. તેથી તે સદેશપરિણામપ્રવાહ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી (મૃત્યુ ન પામે ત્યાં સુધી) “આ પુરૂષ છે Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ 'સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૩૦ ૬૩ આ પુરૂષ છે આ પુરૂષ છે” આમ એક જ શબ્દથી વાચ્ય બને છે. આ સદશપરિણામ પ્રવાહરૂપ પર્યાય વ્યંજનોચ્ચારણને યોગ્ય છે. તેથી તેને વ્યંજન પર્યાય કહેવાય છે. તેના પેટાભેદરૂપ બાલ7-યૌવનત્વ-વૃદ્ધત્વ એ પણ પાંચ પચ્ચીસ વર્ષો સુધીનો દીર્ઘકાલવત પર્યાય હોવાથી બાલાદિ ભાવે સદેશપર્યાય પ્રવાહ સ્વરૂપ બનવાથી શબ્દોથી વાચ્ય છે તે માટે તે પણ વ્યંજનપર્યાય કહેવાય છે. તેવી જ રીતે બાળકપર્યાય પણ તેના પેટાભેટ સ્વરૂપ તત્કાલજન્યત્વ, સ્તiધયત્વ, પાદચારિત્વ, વક્નકલાયુક્તત્વ ઇત્યાદિ બીજા પેટાપર્યાયોવાળો પર્યાય છે. તે પેટાપર્યાયો પણ બે માસ, છ માસ, બાર માસની વયવાળો બાળક. આદિ પર્યાયો દીર્ઘકાળવાળા હોવાથી અને સ્તનધયાદિ ભાવે સદેશપર્યાયપ્રવાહ ચાર-છ માસ ચાલતો હોવાથી શબ્દવાચ્ય બને છે. તેથી તે પણ વ્યંજનપર્યાય કહેવાય છે. આમ કરતાં કરતાં તે પદાર્થમાં એક-એક સમયવતી એવો જે પર્યાય થાય છે. તે પર્યાય માત્ર એકસમયવતી જ હોવાથી, બીજા જ સમયે તેની અવિદ્યમાનતા હોવાથી, સદેશપર્યાયપ્રવાહ ન ચાલવાથી તેવા સૂમ પર્યાયો પદાર્થમાં છે ખરા, પણ શબ્દોથી બોલી શકાતા નથી. તે માટે તે પર્યાયો અર્થપર્યાય કહેવાય છે. અર્થનિયત (એટલે કે પદાર્થમાં નક્કી રહેલા) આ પર્યાયો છે. પદાર્થમાં રહેલું એક સમયવર્તી પર્યાયાત્મક આ સ્વરૂપ શબ્દોથી અવાચ્ય છે. તેથી તેવા પર્યાયોને અર્થપર્યાય કહેવાય છે. આ રીતે વિચારણા કરતાં સમજાશે કે “પુરૂષમાં રહેલો પુરૂષપણાનો આ વ્યંજનપર્યાય આશરે ૮૦-૧૦૦ વર્ષ સુધી ચાલતો હોવાથી પુરૂષપણાની એમાં કોઈ ક્ષતિ આવતી ન હોવાથી અભેદ્ય છે અભિન્ન છે. અર્થાત્ પુરૂષ સ્વરૂપે તેનો તે જ છે. છતાં બાલ-યૌવન-વૃદ્ધ સ્વરૂપે તે પુરૂષત્વનો પર્યાય ભેદ્ય પણ છે. ભિન્ન પણ છે. અર્થાત્ પુરૂષપણું પણ બાલાદિભાવે બદલાય છે. કારણ કે બાલ્યાવસ્થાપણે વર્તતો પુરૂષ, પુરૂષ હોવા છતાં યુવાવસ્થાયુક્ત પુરૂષપણાનાં કાર્યો તે કરી શકતો નથી. તેમ જ યુવાવસ્થાપણે વર્તતો પુરૂષ, પુરૂષ હોવા છતાં વૃદ્ધાવસ્થાયુક્ત પુરૂષપણાનાં કાર્યો તે કરી શકતો નથી માટે આ વ્યંજનપર્યાય ભેદ્ય પણ છે. આ રીતે આ વ્યંજન પર્યાય ભેદ્ય અને અભેદ્ય એમ ભજનાવાળો છે. પુરૂષપણે અભેદ્ય અને બાલ્યાદિ ભાવે ભેદ્ય છે. પરંતુ એક એક સમયવર્તી પુરૂષપણાનો જે પર્યાય છે કે જે પ્રતિસમયે કંઈકને કંઈક બદલાય છે. તે શબ્દોથી અવાચ્ય છે તથા એક જ સમયવતી હોવાથી તેના ઉત્તરભેદ થતા નથી. માટે તે અર્થપર્યાય કહેવાય છે અને અભેદ્ય કહેવાય છે. આ જ વાત આ ગાથાના ઉત્તરાર્ધમાં સમજાવેલી છે. અર્થપર્યાય એક સમયવતી હોવાથી કાલની અપેક્ષાએ તેના ઉત્તરભેદ ન હોવાથી અભિન્ન છે અને વ્યંજનપર્યાય દીર્ઘકાલવર્તી હોવાથી તેના ઉત્તરભેદોનો સંભવ હોવાથી ઉત્તરભેદ રૂપે ભેદ્ય અને મૂલભેદરૂપે અભેદ્ય એમ બન્ને ભાવો હોવાથી ભજનાવાળો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૧ - ગાથા-૩૦ સન્મતિપ્રકરણ આ રીતે જે કોઈ પણ પર્યાય લાંબો કાળ ચાલવાનો હોય, તે પર્યાય તે પર્યાય રૂપે એક (અભેદ્ય) હોવા છતાં પણ તેના ઉત્તરભેદોને લીધે તે ભેદ્ય પણ બને છે. અને પુરૂષપુરૂષ ઇત્યાદિ શબ્દોથી વાચ્ય પણ બને છે. કારણ કે તે જીવમાં પુરૂષપણું પ્રત્યેક સમયોમાં છે જ. તેથી પુરૂષપણાનો સદંશપર્યાયપ્રવાહ જે છે તે વ્યંજનપર્યાય અને તે પુરૂષપણે અભેદ્ય તથા બાલાદિભાવે ભેદ્ય છે. પરંતુ અન્તિમ જે ભેદ છે કે જે પ્રતિસમયના બદલાવાપણા રૂપ છે તે એક સમય માત્ર વર્તી હોવાથી તેના ઉત્તરભેદો થતા નથી, અને અતિશય અલ્પકાલવર્તી હોવાથી શબ્દોથી વાચ્ય પણ બનતો નથી તેથી તે પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તેનો એક સમય જ માત્ર કાલ હોવાથી સદેશપર્યાયપ્રવાહ તેમાં નથી. આ રીતે પર્યાયના બે ભેદ છે એક વ્યંજનપર્યાય અને બીજો અર્થપર્યાય. ૬૪ જો કે વ્યંજનપર્યાય પણ પદાર્થમાં જ છે. પદાર્થથી અતિરિક્ત બહાર નથી. તેથી અર્થમાં (પદાર્થમાં) વર્તતો હોવાથી તેને પણ અર્થપર્યાય જ કહેવાય છે. અહીં અર્થ એટલે પદાર્થ, તેમાં થતા જે પર્યાયો તે અર્થપર્યાયો, સમય સમયવર્તી અર્થપર્યાયો જેમ પદાર્થમાં જ છે. તેમ દીર્ઘકાલવી વ્યંજન પર્યાયો પણ પદાર્થમાં જ છે. માટે તેને ઉપરોક્ત અર્થને અનુસારે અર્થપર્યાય કહેવામાં કંઈ વિરોધ નથી. પરંતુ શબ્દોચ્ચારણને યોગ્ય અને શબ્દોચ્ચારણને અયોગ્ય એ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને મહાત્મા પુરૂષોએ તેને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી વ્યંજનપર્યાય કહ્યો છે. તથા એક એક સમયવર્તી પર્યાય શબ્દોચ્ચારણને યોગ્ય ન હોવાથી તેને અર્થપર્યાય કહેલ છે. તથા પુરૂષપણું દીર્ઘકાલવર્તી હોવાથી અને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી જેમ વ્યંજનપર્યાય કહેવાય છે તેમ બાલાદિ ઉત્તર પર્યાયો કે સ્તનંધયાદિ ઉત્તરોત્તર પર્યાયો પણ કંઈક કંઈક દીર્ઘકાલવી હોવાથી અને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી જો કે તે વ્યંજનપર્યાય કહેવાય છે. તો પણ તે બાલાદિ ઉત્તર પર્યાયો અને સ્તનંધયાદિ ઉત્તરોત્તર પર્યાયો પુરૂષપણાના પર્યાયની અપેક્ષાએ અલ્પકાલ વર્તી હોવાથી ઉપચારથી અર્થપર્યાય પણ કહેવાય છે. આ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરતાં એક એક સમયવર્તી પર્યાય તે કેવલ અર્થપર્યાય જ કહેવાય છે. બાકીના મધ્યવર્તી તમામ પર્યાયો પોતાનાથી સ્થૂલપર્યાયની અપેક્ષાએ ઉપચારે અર્થપર્યાય, અને પોતાનાથી સૂક્ષ્મપર્યાયની અપેક્ષાએ વ્યંજન પર્યાય એમ બન્ને નામે પણ કહેવાય છે. પર્યાયાર્થિકનયને માન્ય જે ભેદ છે તેના વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે ભેદ સમજાવ્યા. || ૩૦ || કોઈ પણ એકદ્રવ્ય, દ્રવ્યઆશ્રયી જેમ એક છે તેમ પર્યાય આશ્રયી અનંત પણ અવશ્ય છે જ, તે વાત સમજાવે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૩૧ एगदवियम्मि जे अत्थपजया वयणपजया वा वि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ॥ ३१ ॥ (एकद्रव्ये येऽर्थपर्याया वचनपर्याया वाऽपि । અતીતાના તપૂતાતાવ તત્ મવતિ દ્રવ્યમ્ / રૂ ) ગાથાર્થ - કોઈ પણ એક દ્રવ્યમાં અતીત અને અનાગતકાલ સંબંધી જેટલા અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે. તે બધા જ પર્યાયોવાળું તે દ્રવ્ય છે. | ૩૧ || વિવેચન - કોઈ પણ સજીવ-નિર્જીવ એવું એક દ્રવ્ય સંખ્યામાં દ્રવ્ય સ્વરૂપે ભલે એક હોય, જેમ કે એક પરમાણુ એ એક દ્રવ્ય છે. એક પુરૂષ એ પણ એક જીવદ્રવ્ય છે. અને આ એકે એક દ્રવ્ય, દ્રવ્ય સ્વરૂપે અનાદિકાલથી છે અને અનંતકાલ સુધી રહેવાનું છે. તેથી નિત્ય છે એટલું જ નહીં, બલ્ક અખંડ છે. તેના ખંડ-ટુકડા કે વિભાગો થયા નથી, થતા નથી, અને થશે પણ નહીં તેથી એક એક દ્રવ્ય નિત્ય-અખંડ-અનાદિ-અનંત, સંખ્યામાં એક, સ્વયંસિદ્ધ, પારિણામિક ભાવવાળાં સદા છે અને સદા રહેશે. આમ હોવા છતાં ભૂતકાળમાં પસાર થઈ ચુકેલા, વર્તમાનકાલમાં વિદ્યમાન, અને અનાગત (ભાવિ) કાલમાં આવવાવાળા એવા અનંત-અનંત પર્યાયો કે જે પર્યાયો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય રૂપે વર્તે છે. તેટલા અનંતપર્યાયોવાળું આ દ્રવ્ય હોવાથી પર્યાયની અપેક્ષાએ તાવેફર્થ = તેટલું = અર્થાત્ અનંતુ તે વ્યં વડું = તે દ્રવ્ય કહેવાય છે. પરમાણુ નામનું દ્રવ્ય, દ્રવ્ય રૂપે સંખ્યામાં એક છે. પરંતુ સૈકાલિક પર્યાયોની અપેક્ષાએ તેટલા પર્યાયવાળું હોવાથી તે એક દ્રવ્ય પણ અનંત છે. એવી જ રીતે ચૈત્ર - મૈત્રમાં રહેલું જીવ નામનું કોઈ એક દ્રવ્ય, દ્રવ્ય સ્વરૂપે સંખ્યામાં એક હોવા છતાં પર્યાય સ્વરૂપે અનંત છે. અને તે અતીતવર્તમાન તથા અનાગત જે અનંતા પર્યાયો દ્રવ્યમાં છે તેમાંના કેટલાક પર્યાયો શબ્દવાણ્ય હોવાથી વ્યંજનપર્યાય છે. અને કેટલાક એક એક સમયવર્તી એવા પ્રકારના સૂક્ષ્મ પર્યાયો છે કે જે શબ્દથી અવાચ્ય હોવાથી અર્થપર્યાયો છે. આમ હોવાથી કોઈ પણ એક પરમાણુ સદાકાલ પરમાણુપણે એકને એક જ છે આમ જણાવા છતાં ક્યારેક કૃષ્ણ, ક્યારેક નીલ, ક્યારેક લોહિત, ક્યારેક પતિ અને ક્યારેક શ્વેત, એમ ગંધના, રસના, સ્પર્શના પરિવર્તન પણે ભિન્ન ભિન્ન રૂપે પણ થાય જ છે. તથા ક્યારેક બીજા પરમાણુની સાથે જોડાયો છતો ક્યારેક કયણુક રૂપે, ક્યારેક બીજા બેની સાથે જોડાયો છતો ચણુકરૂપે, એમ ક્યારેક ચતુરણકરૂપે એમ થાવત અનંતાણુકરૂપે પણ જુદો જુદો ભાસે છે. આ રીતે કોઈ એક પરમાણુ અન્ય અણુઓની સાથે ભળ્યો છતો આઠે ગ્રાહ્ય અગ્રાહ્ય વર્ગણારૂપે પણ પરિણામ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ - ગાથા-૩૧ સન્મતિપ્રકરણ પામે છે. માટે એક પરમાણુ પણ અનંતરૂપ છે. તથા આ પ્રમાણે અનેક પર્યાયો પામનાર હોવાથી કેવલ એકલો નિત્ય નથી. પણ અનિત્ય પણ છે. અર્થાત્ નિત્યાનિત્ય છે. આવી જ રીતે ચિત્રપણે રહેલો એક જીવ પણ દ્રવ્યરૂપે સંખ્યામાં એક, નિત્ય, અનાદિ-અનંત હોવા છતાં પણ ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક રાજા, ક્યારેક રંક, ક્યારેક સ્ત્રી, ક્યારેક પુરૂષ, ક્યારેક બાલ તો ક્યારેક યુવાન એમ જુદા જુદા કાલે અનેકપર્યાય રૂપે જુદા જુદા પરિવર્તન પામતો હોવાથી તથા તેવો તેવો ભાસમાન થતો હોવાથી તે જ ચેત્ર રૂપે રહેલો જીવ અનેક, અનિત્ય અને સાદિ-સાન્ત પણ પર્યાયને આશ્રયી છે જ. જન્મથી મરણ સુધીનો ચૈત્ર, ચૈત્ર સ્વરૂપે એક હોવા છતાં પણ બાલ્યભાવવાળા તે ચૈત્રથી યુવાવસ્થાના ભાવ વાળો તે જ ચિત્ર કંઈક ભિન્ન છે. કારણ કે બાલ્યભાવવાળા ચૈત્રમાં સ્તiધયત્વ, ધૂળમાં રમવાપણું, કાલુઘેલુ બોલવાપણું, મળ-મૂત્ર કરવામાં અવિવેકપણું ઇત્યાદિ જે ભાવો છે તે યુવાવસ્થાવાળા ચૈત્રમાં નથી અને યુવાવસ્થાવાળા ચૈત્રમાં જે વિષયવિકારિતા ભોગપ્રિયતા ઇત્યાદિ ભાવો છે તે બાલ્યાવસ્થા વાળા ચૈત્રમાં નથી. બે વર્ષની ઉંમરવાળા ચૈત્રને (બાલક હોવાથી) ખોળામાં બેસાડીને જેવો રમાડાય છે. તેવો બાવીસ વર્ષના યુવાન થયેલા ચિત્રને ખોળામાં બેસાડાતો નથી અને રમાડાતો નથી. આ રીતે એકે એક દ્રવ્ય કાલભેદે જે ભિન્ન ભિન્ન જણાય છે તે ત્રણે કાલના મળીને અનંત પર્યાયોવાળું આ દ્રવ્ય છે. મૂલભૂત દ્રવ્ય એક હોવા છતાં પણ તેમાં પ્રગટ થયેલા, પ્રગટ થતા અને પ્રગટ થવાવાળા પર્યાયોની અપેક્ષાએ તે જ દ્રવ્ય તાવ = તેટલું અર્થાત્ અનંતુ છે. જેમ એક કેરીને “આ કેરી છે” એમ કહીએ ત્યારે વિશેષ્યભૂત કેરી એક છે અને એક કહેવાય છે. પરંતુ તે જ એક કેરીને “કાચી કેરી, પાકી કેરી, નીલી કેરી, પીળી કેરી, ખાટી કેરી, મીઠી કેરી, વલસાડી કેરી, આફુસ કેરી, તોતા કેરી, ઇત્યાદિ વાક્યોમાં આગળ મુકેલા વિશેષણોને લીધે તે એક જ કેરી નામનું આ દ્રવ્ય ભિન્ન ભિન્ન પર્યાય રૂપે જાણવા જતાં તે જેટલા પર્યાય છે તેટલા પર્યાયવાળું તે કેરી દ્રવ્ય હોવાથી એક કેરી દ્રવ્ય પણ અનંતરૂપ છે. પ્રશ્ન - કોઈ પણ એક દ્રવ્ય વર્તમાનકાળે જે પર્યાયને પામ્યું હોય, તે પર્યાયવાળું તો હોઈ શકે છે. પરંતુ અતીત અનાગત પર્યાયવાળું અને તેથી અનંતપર્યાયવાળું કેમ હોઈ શકે? અનંત પર્યાયવાળું કેમ કહી શકાય? કારણ કે અતીતપર્યાયો તો નષ્ટ થયેલા છે એટલે હાલ તે પર્યાયો નથી. અને અનાગત પર્યાયો તો અનુત્પન્ન જ છે. એટલે કે હજુ બન્યા જ નથી. માટે સૈકાલિક પર્યાયવાળુ દ્રવ્ય માનવું અને તેથી અનંતપર્યાયવાળું દ્રવ્ય માનવું તે બધું ઉચિત નથી. માત્ર વર્તમાનકાલીન જ પર્યાયવાળું દ્રવ્ય માનવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ – ગાથા-૩૧ ૬૭ ઉત્તર - પર્યાયો બે જાતના હોય છે પ્રગટ અને અપ્રગટ. પ્રગટ પર્યાયને આવિર્ભાવ કહેવાય છે અને અપ્રગટ પર્યાયને તિરોભાવ કહેવાય છે. વર્તમાનકાલના પર્યાયો પ્રગટરૂપે = આવિર્ભાવ સ્વરૂપ છે અને અતીત-અનાગતકાલના પર્યાયો અપ્રગટરૂપે=તિરોભાવ સ્વરૂપે છે. આમ આવિર્ભાવ અને તિરોભાવ બન્ને રૂપે થઈને તે દ્રવ્ય અનંતપર્યાયવાળું છે. જેમ કે કોઈનો એક ઘટ રસ્તામાં ફુટેલો છે. હવે રસ્તા ઉપર પડેલા તે ઠીકરામાં હાલ ઘટ પ્રગટ નથી. છતાં ઠીકરાં દેખીને અહીં કોઈનો પણ ઘટ ફુટેલો છે. એવી બુદ્ધિ થાય છે. અહીં કોઈનું પટ (વસ્ત્ર) ફાટેલું-તુટેલું છે એવી બુદ્ધિ થતી નથી. તેનો અર્થ એ છે કે તે ઠીકરામાં તિરોભાવે પણ ઘટપર્યાય રહેલો છે. વળી પૂર્વે જે ઘટ હતો તે જ ઠીકરાં રૂપે બન્યો છે. માટે તે ઠીકરામાં પણ અપ્રગટભાવે ઘટપર્યાય રહેલો છે. માજી પ્રધાનમાં પ્રધાનપણું, યુવાવસ્થામાં આવેલા પુરૂષમાં બાલ્યભાવ વિગેરે અતીતકાલના પર્યાયો પણ અપ્રગટપણે (તિરોભાવે) સત્ છે. તો જ બાલ્યાવસ્થાની ચેષ્ટાઓનું સ્મરણ થાય છે. ઠીકરાં જોવાથી ઘટની જ સ્મૃતિ અને ઘટ ઉપરના રાગને અનુસારે શોકાતુર બુદ્ધિ થાય છે. તથા માજી પ્રધાનમાં અપ્રગટભાવે પણ (વીતી ગયા રૂપે પણ) પ્રધાનપણું છે. એટલે તેની લાગવગથી જે કામો થાય છે તે કામો (બીજાથી થતાં નથી - યુવાવસ્થામાં આવેલા પુરૂષમાં અપ્રગટપણે પણ બાલ્યભાવ છે. તેથી જ બાલ્યભાવમાં કરેલી ભૂલો સ્મૃતિગોચર થવાથી તે શરમાય છે. માટે સર્વે પણ દ્રવ્યો વીતી ગયેલા અનંતા અનંતા અતીતપર્યાયોથી અપ્રગટપણે (તિરોભાવરૂપે) ભરેલું છે. એવી જ રીતે અનાગત કાલે થનારા પર્યાયો પણ તિરોભાવે દ્રવ્યમાં સત્ છે. તેથી તે પર્યાય પ્રગટ કરવા તે જ દ્રવ્યનો આદાન-પ્રદાન રૂપ વ્યવહાર થાય છે જેમ કે તેલનો અર્થી જીવ તલને જ લાવે છે અને તલને ઘાણીમાં પીસીને તેલ મેળવે છે. હવે જો તલમાં તેલપર્યાય (ભાવિમાં થવાવાળો) ન જ હોત, અસત જ હોત તો તલને બદલે રેતી કેમ લાવતો નથી? રેતીને કેમ પીસતો નથી ? તેમાંથી તેલ કેમ મેળવતો નથી ! તેનો અર્થ જ એ છે કે તલમાં તેલ તિરોભાવે સત્ છે. રેતીમાં તેલ સત નથી અને તલમાં તિરોભાવે પણ તે પર્યાય છે. તો જ ઘાણીમાં પીલવા રૂપ પુરૂષાર્થ કરવાથી આવિર્ભાવ નિપજે છે. તેવી જ રીતે ઘટનો અર્થી માટી જ લાવે, તેમાં પાણી નાખી, ચાક ઉપર ચડાવીને તેમાંથી જ ઘટ બનાવે, પટનો અથી તખ્તઓ જ લાવે, અને તે જ વસ્તુઓને તુરીવેમાદિ દ્વારા તાણા-વાણા રૂપે ગોઠવીને પટપર્યાય પ્રગટ કરે છે. તેનો અર્થ જ એ છે કે માટીમાં ઘટપર્યાય, તજુમાં પટપર્યાય તિરોભાવે છે જ, તો જ પ્રયત્નવિશેષથી તે પ્રગટતાને (આવિર્ભાવપણાને) પામે છે. જેમ દ્રવ્યમાં વર્તમાનકાલના વિદ્યમાન પર્યાયો સત્ છે તેમ તે જ દ્રવ્યમાં અતીતકાલના વીતી ગયેલા પર્યાયો અને ભાવિકાલમાં નિપજવા વાળા પર્યાયો આવિર્ભાવ (પ્રગટપણે) ભલે Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ કારડ-૧ - ગાથા-૩૧ ૬૮ સન્મતિપ્રકરણ અસત્ છે પરંતુ તિરોભાવે (અપ્રગટપણે - સત્તાગત રૂપે) તે પર્યાયો તે દ્રવ્યમાં સત્ છે જ. તેથી કોઈ પણ દ્રવ્ય ઐકાલિક અનંતાનંત પર્યાયોથી ભરેલું છે. કોઈ પણ દ્રવ્ય વૈકાલિક અનંત પર્યાયવાળું છે. પણ અનંત પર્યાય વિનાનું નથી. અને કોઈ પણ પર્યાયો દ્રવ્ય વિનાના એકલા છુટા-છવાયા રખડતા જગતમાં નથી. ભેદનયની દૃષ્ટિએ દ્રવ્ય એ પર્યાયોનો આધાર છે. અને પર્યાયો એ દ્રવ્યમાં આધેય છે. અભેદનયની દૃષ્ટિએ દ્રવ્ય પોતે જ પરિણમનશીલ હોવાથી પર્યાયમય છે. આવું જ જગત સ્વરૂપ છે. અને તેને જ સમજાવનારી કથંચિત્ સત્-કથંચિ અસત એમ ઉભયાત્મક સ્વરૂપને સમજાવનારી, સર્વથા નિર્દોષ અને યથાર્થ એવી વીતરાગસર્વજ્ઞ પરમાત્માની અદ્ભુત અને અનુપમ વાણી છે. એકે એક દ્રવ્યમાં અતીતકાલના પર્યાયો વીતી ગયેલા હોવાથી અને અનાગતકાલના પર્યાયો હજુ અનુત્પન્ન હોવાથી આવિર્ભાવ સ્વરૂપે (પ્રગટપણે) ભલે તે પર્યાયો હાલ તે દ્રવ્યમાં નથી પરંતુ તિરોભાવે તે જ સઘળા પર્યાયો તે દ્રવ્યમાં ક્રમસર થઈ ગયા પણે અને ક્રમસર થવા પણ છે જ. માટે તેટલા પર્યાયવાળું તે જ દ્રવ્ય કહેવાય છે. અમદાવાદથી ઉપડીને મુંબઈ જતી ટ્રેન ધારો કે સુરત સ્ટેશને ઊભી છે. ત્યારે તે ટ્રેનમાં સુરતનું સ્ટેશન જેવું આવિર્ભાવે વર્તે છે. તેવી રીતે પસાર થયેલાં નડીયાદ આદિ સ્ટેશનો અને ભાવિમાં આવવાવાળાં નવસારી-વલસાડ આદિ સ્ટેશનો આવિર્ભાવ પ્રગટપણે ભલે નથી. તો પણ તિરોભાવે (ગુપ્તપણે - અપ્રગટપણે) પસાર થયેલાં નડીયાદ-આણંદવડોદરા-ભરૂચ અને અંકલેશ્વર આદિ સ્ટેશનો તેમાં છે જ. તે કારણે જ તે તે સ્ટેશનોનાં પેસેંજરો તેમાં બેઠેલાં દેખાય છે. અને તેવી જ રીતે ભાવિમાં આવવાવાળાં નવસારીવલસાડ-વાપી-દહાણું-પાલઘર-વિરાર અને બોરીવલ્લી વિગેરે સ્ટેશનો ત્યાં પ્રગટપણે ભલે નથી તેથી જ ત્યાંનાં પેસેંજરો ત્યાં ઉતરતાં નથી. પરંતુ અપ્રગટપણે (તિરોભાવે) તે સઘલાં સ્ટેશનો તેમાં છે. અને તે ક્રમસર જ આવવાનાં છે. તેથી જ તે તે સ્ટેશને જવાવાળાં પેસેંજરો તેમાં ભાવિમાં તે સ્ટેશનનો પર્યાય પ્રગટપણે આવવાનો દેખીને જ બેસે છે. અને આગળથી બેઠેલાં પેસેંજરો બેસી રહે છે. સુરતમાં ઉતરી પડતાં નથી. સોનાનું કુંડલ બનાવવાનો અર્થી જીવ સોનાના પૂર્વે બનાવેલા કડા પર્યાયને ભંગાવીને જ્યારે કુંડલ બનાવે છે ત્યારે તેને કંડલમાં પણ અતીત પણે પોતાનું કડું દેખાય છે. તેથી જ એમ બોલે છે કે જે મારી પાસે કર્યું હતું તે જ મંગાવીને મેં આ કુંડલ બનાવ્યું છે. જો આ કુંડલ હોંશે હોંશે ન બનાવ્યું હોય પણ આર્થિક સંજોગોના કારણે કે પરવશતાથી બનાવવું પડ્યું હોય તો કુંડલ દેખીને હર્ષ થતો નથી. પણ તેને જેમ જેમ દેખે છે તેમ તેમ તેમાં પોતાના ભૂતકાળના કડાનું સ્મરણ થવાથી શોક થાય છે. અશ્રુભીની આંખો થાય છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૩૧ રીતે કોઈ પણ એકદ્રવ્ય વ્યંજનપર્યાય કે અર્થપર્યાયોથી ભરેલું છે અને તેથી જ તૈકાલિકપર્યાયોની અપેક્ષાએ તેટલું (અનંતુ) દ્રવ્ય છે. પ્રશ્ન - આ રીતે કોઈ પણ એક દ્રવ્ય અતીત-વર્તમાન અને અનાગત એમ જો મૈિકાલિક અનંતપર્યાયવાળું જ હોય અને તે પર્યાયો પણ ક્રમસર જ પ્રગટ થતા હોય તો સર્વે દ્રવ્યો ક્રમબદ્ધ પર્યાયવાળાં જ થયાં, જે દ્રવ્યમાં જે કાલે જે પર્યાય નિપજવાનો નિયત છે તે દ્રવ્યમાં તે કાલે તે પર્યાય અવશ્ય પ્રગટ થવાનો જ છે. તો પછી તે પર્યાય પ્રગટ કરવા પુરૂષાર્થ કરવાની શી જરૂર? આપણા આત્માની જે કાલે મુક્તિ પ્રગટ થવાનો પર્યાય છે અને તે પણ ક્રમપૂર્વક નિયત જ છે. તો પછી દીક્ષા લેવાની, તપ-જપ કરવાની, શાસ્ત્ર ભણવાની, ગુરૂજી આદિની વૈયાવચ્ચ કરવાની શી જરૂર? કારણ કે ધર્મ કરો કે ન કરો પણ તે પર્યાય તે કાલે જ પ્રગટ થવાનો છે. ધર્મ કરવાથી વહેલો થવાનો નથી અને ધર્મ ન કરવાથી મોડો થવાનો નથી. આ રીતે વિચારતાં જો ક્રમબદ્ધ પર્યાયો નિયત જ છે તો પુરૂષાર્થ કરવાનો રહેતો જ નથી અને બધા જ જીવો સુખી થવા માટે તે તે સુખને અનુરૂપ પુરૂષાર્થ તો કરે જ છે. ભોગીજીવો ભોગસુખ માટે અને અધ્યાત્મી જીવો આધ્યાત્મિક સુખ માટે ઉગ્ર પુરૂષાર્થ સાક્ષાત કરતા દેખાય છે. તો તમારી વાતનો સમન્વય કેમ થાય? ઉત્તર - સર્વે પણ દ્રવ્યો સૈકાલિક અનંતપર્યાયોથી અવશ્ય ભરેલાં જ છે. અને તે પર્યાયો પણ ક્રમસર થવાના જ છે. આ નિર્વિવાદ સત્ય છે. તો પણ પુરૂષાર્થ ઊડી જતો નથી. કારણ કે જેમ ભાવિના પર્યાયો નિયત છે તેમ તે તે પર્યાયોનો ઉત્પાદક પુરૂષાર્થ, નિમિત્ત કારણોનું સેવન અને તેના દ્વારા જ તે પર્યાયો પ્રગટ થવાની નિયતિ, વિગેરે પણ નિયત છે. એટલે કે તે તે જીવો તેવો તેવો ભાવિના પર્યાયનો ઉત્પાદક પુરૂષાર્થ કરશે અને તેનાં નિમિત્તકારણોનું આસેવન કરશે અને તેના દ્વારા જ તે તે પર્યાય પ્રગટ થશે. આમ કારણપૂર્વકની કાર્યની નિયતિ છે. વિના કારણે કાર્યની નિયતિ નથી. કારણને આધીન કાર્યની નિયતિ છે. એકલા કાર્યની નિયતિ નથી. માટે નિયતિ પણ કથંચિત્ નિયત છે. જેમ અમદાવાદથી રાત્રે ૧૦ વાગે ઉપડેલી ટ્રેનમાં સવારે સાત વાગે બોંબે સેન્ટ્રલ આવવાનું નક્કી છે. વચ્ચેનાં સ્ટેશનો પણ ક્રમસર જ આવવાનાં નિયત છે. તો પણ તે તે સ્ટેશનની પ્રાપ્તિને અનુકુળ ગાડી ચલાવવી, લાઈન મળવી, સિગ્નલ ગ્રીન હોવું, તે તે ટ્રેક ખાલી હોવા અને તેના ઉપર જ ગાડીને લાવવી, ઇત્યાદિ કારણોનું આસેવન કરવારૂપ પુરૂષાર્થ અને નિમિત્તકારણોનું યથાયોગ્ય પુંજન કરવા વડે જ આ સ્ટેશન આવવા રૂપ કાર્ય નિયત છે. એમને એમ એકલું કાર્ય નિયત નથી કે જેથી પુરૂષાર્થ અને નિમિત્તકારણોનું આસેવન નિષ્ફળ જાય. અથવા નિમિત્તકારણોનું આસેવન જરૂરી નથી એમ ન કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૩૨ ૭૦ સન્મતિપ્રકરણ કારણ કે કારણોના આસેવનપૂર્વક જ કાર્યની પ્રગટતા નિયત છે. માટે કાર્યની નિયતિ જરૂર છે. પરંતુ કારણોની નિયતિને આધીન થઈને કાર્યની નિયતિ છે. તેથી કારણોનું સેવન અને તેને અનુરૂપ પુરૂષાર્થ કરવો આવશ્યક રહે છે. એમ સમજવું. તથા વળી ભૂત અને ભાવિના પર્યાયો કેવલજ્ઞાનીના જ્ઞાનમાં ઝળકે છે. (દેખાય છે) આપણને કંઈ દેખાતા નથી. માટે જ્ઞાનીના જ્ઞાનને આશ્રયી સર્વદ્રવ્યોના સર્વપર્યાયની નિયતિ છે. સર્વદ્રવ્યોના કાર્ય-કારણભાવની નિયતિ છે. તથા ક્રમબદ્ધ પર્યાય છે. પરંતુ છઘસ્થ એવા આપણને આશ્રયી આ નિયતિ નિયત પણ નથી. અને જ્ઞાત પણ નથી. આપણે જો બુદ્ધિપૂર્વક સુખ અને કલ્યાણસાધક પુરૂષાર્થ કરીએ અને તેને અનુરૂપ કારણો સેવીએ તો સુખપ્રાપ્તિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય અને જો સુખમાં તથા કલ્યાણમાં બાધક એવો પુરૂષાર્થ કરીએ અને તેવાં નિમિત્તો સેવીએ તો દુઃખ અને અકલ્યાણ પણ થાય. છઘસ્થની અપેક્ષાએ જેવાં કારણોનું સેવન કરે તેવી કાર્યની પ્રાપ્તિ થાય. કેવલી પરમાત્માની દૃષ્ટિએ જેવું કાર્ય થવાનું તોય તેવાં કારણો સેવવાનું મન થાય. છઘસ્થની દૃષ્ટિએ જેવી મતિ તેવી ગતિ, અને કેવલી પરમાત્માની દૃષ્ટિએ જેવી ગતિ થવાની હોય તેવી મતિ સૂઝે. આ રીતે આ નિયતિને પણ સ્યાદ્વાદથી જ સમજવી જોઈએ. નિયતિ પણ કથંચિ નિયત અને કથંચિત્ અનિયત છે. માટે કેવલી પરમાત્માને ભાવિમાં થનારા પર્યાયો દેખાય છે. તેથી ક્રમબદ્ધ પર્યાય છે પરંતુ છઘસ્થની દૃષ્ટિએ જેવો પુરૂષાર્થ કરે તેવો જ પર્યાય પ્રગટ થાય છે. કારણના આસેવન વડે કાર્યની ઉત્પત્તિ થાય છે. કારણ અનિયત છે માટે કાર્ય પણ અનિયત છે. આ રીતે એકે એક દ્રવ્ય અતીત-વર્તમાન અને અનાગત કાલના અનંતાનંત પર્યાયોથી ભરેલું દ્રવ્ય છે. વર્તમાનકાળના પર્યાયો આવિર્ભાવરૂપે સત્ છે અને અતીત-અનાગતના પર્યાયો તિરોભાવરૂપે સત્ છે. અને આવિર્ભાવરૂપે અસત્ છે. / ૩૧ | આ રીતે બાહ્ય અને અત્યંતર એમ સર્વે વસ્તુઓ (વિષયો) અનેકાન્તાત્મક છે. આમ કહીને હવે તેના પ્રતિપાદક વાક્યાત્મક નયો પણ તેવાજ (અનેકાન્તાત્મક) છે. એમ સમજાવતાં કહે છે. पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जन्तो । तस्स उ बालाईया, पजवजोया बहुवियप्पा ॥ ३२ ॥ (પુરુષે પુરુષશબ્દ, નમઃ મરત્નપર્યતઃ ! તસ્ય તુ વીતાવિદ, પર્યવયો વહુવિખ્યા: // ૩૨ ૫) ગાથાર્થ - કોઈ પણ એક પુરૂષમાં જન્મથી મૃત્યુ સુધીના કાલમાં “આ પુરૂષ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૩૨ આ પુરૂષ છે” એમ પુરૂષ શબ્દ જ વપરાય છે. છતાં તેમાં બાલાદિક (બાલ-યૌવન-વૃદ્ધત્વ ઇત્યાદિ) અનેક વિકલ્પોવાળા બહુ જ પર્યાયોના યોગો છે. (પર્યાયોનો સંભવ છે). II ૩૨ // વિવેચન - કોઈ પણ એક જીવે મનુષ્યપણે જન્મ લીધો અને તેમાં પણ તેણે પુરૂષરૂપે જન્મ પ્રાપ્ત કર્યો. હવે જમ્યા પછી જન્મથી માંડીને મૃત્યુકાલ સુધી તે જીવને સંસારી સર્વે લોકો “આ પુરૂષ છે, આ પુરૂષ છે” એમ જ કહે છે. કોઈ તેને આ સ્ત્રી છે કે આ નપુંસક છે એમ કહેતા નથી, કારણ કે હકીકતથી તે પુરૂષ જ છે. તેથી જન્મ-મરણ સુધી પુરૂષપુરૂષ એમ સરખે સરખા સમાન શબ્દથી જ તેનો વ્યવહાર થાય છે. અને જ્યારે દેખો ત્યારે પુરૂષપણે સમાન પ્રતીતિનો જ વિષય બને છે. એટલે જ્યારે દેખો ત્યારે પુરૂષરૂપે જ દેખાય છે. તેથી સાંસારિક બધા વ્યવહારો પણ પુરૂષ સમજીને જ થાય છે. તેથી તેનામાં જન્મથી મરણ સુધી પુરૂષપણા રૂપ જે સદશ પર્યાયપ્રવાહ છે તે દીર્ઘકાલવર્તી છે અને શબ્દથી અભિલાપ્ય છે. તેથી તે વ્યંજનપર્યાય કહેવાય છે. તે “પુરૂષપણા રૂપ” એક વ્યંજન પર્યાયમાં બાલ્યત્વ-યૌવનત્વ અને વૃદ્ધત્વ ઇત્યાદિ બીજા અનેક પ્રકારના શૂલપર્યાયો (કે જેના હજુ પણ પેટાભેદો હોઈ શકે છે તેવા સ્થલપર્યાયો) તથા તેનાથી પણ સ્તનધયત્વ, પાદચારિત્વ આદિ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ એવા ઘણા પર્યાયો (કે જેના છેલ્લે ભેદો ન પડે તેવા સમય-સમયના પણ પર્યાયો) દેખાય છે. બાલાદિ અને સ્તનધયત્યાદિ ઘણા સ્થૂલ પર્યાયો પણ તેમાં છે અને એક એક સમયે થતા સૂક્ષ્મ પર્યાયો પણ તેમાં ઘણા છે. તે બધા જ પર્યાયો “પુરૂષ” નામના વ્યંજનપર્યાયના ઉત્તરભેદો-પેટાભેદો અથવા અવાજોર સૂમભેદો છે. તે પુરૂષમાં પુરૂષપણું કાયમ સરખું રહેતું હોવા છતાં પણ બાલ્યાદિભાવે, સ્તiધયાદિ ભાવે અને સમયે સમયે થતાં સૂક્ષ્મપર્યાય રૂપે પરિવર્તન પણ અવશ્ય છે જ. આ રીતે કોઈ પણ એક વ્યંજનપર્યાય લઈએ તો તેમાં આવા બીજા અનેક પેટા પર્યાયોનો સંભવ હોવાથી તે તે વ્યંજનપર્યાયમાં વાતાર્ફા = બાલ્યાદિ, સ્તiધયાદિ અને એક એક સામયિક એવા વહુવિયL = ઘણા-ઘણા વિકલ્પોવાળા, ઘણા ઘણા ભેદ-પ્રભેટવાળા પત્તવનો IT = અનેક પર્યાયોના યોગો છે. અનેક પર્યાયોનો સંભવ છે. તેથી પુરૂષપર્યાય પુરૂષપણે અભેદ્ય છે છતાં તેના ઉત્તરોત્તર થતા સ્કૂલ અને સૂક્ષ્મ પર્યાયોની અપેક્ષાએ ભેદ્ય પણ છે. જે આત્મા પુરૂષપણે નિર્વિકલ્પક (ભદરહિત-અર્થાત્ અભેદ્ય) છે. તે જ પુરૂષ બાલ્યાદિ-સ્તiધયાદિ ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સવિકલ્પક (ભેદ સહિત = અર્થાત્ ભેદ્ય) પણ છે. માત્ર તેની અંદર એક એક સમયમાં થતા અતિશય સૂક્ષ્મ કાલ આશ્રયી જે અંતિમ પર્યાયો છે કે જેના કાલ આશ્રયી ઉત્તરભેદો સંભવતા નથી તે વાસ્તવિક અર્થપર્યાય કહેવાય છે. અને તે અભેદ્ય = નિર્વિકલ્પક હોય છે. વચ્ચેના બાલ્યાદિ અને સબંધાયાદિ પર્યાયો Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૧ - ગાથા-૩૩ સન્મતિપ્રકરણ દીર્ઘકાલવર્તી અને શબ્દગોચર હોવાથી વાસ્તવિક વ્યંજનપર્યાય છે છતાં ઉપરના સ્થૂલપર્યાયોની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાથી ઉપચારે અર્થપર્યાય પણ કહેવાય છે. ૭૨ આ રીતે પુરૂષમાં રહેલો પુરૂષપર્યાય પુરૂષપણા સ્વરૂપે જરૂર નિર્વિકલ્પક (અભેદ્ય) છે. પરંતુ સાથે સાથે બાલ્યાદિ અને સ્તનંધયત્વાદિ ઉત્તરોત્તર સૂક્ષ્મપર્યાયોની અપેક્ષાએ તે પુરૂષપર્યાય સવિકલ્પક (ભેદ્ય) પણ છે જ. આવા પ્રકારનું જગતનું સ્વરૂપ છે. તેને આમ જ માનવું જોઈએ. ॥ ૩૨ ॥ જેમ પુરૂષ નિર્વિકલ્પક-સવિકલ્પક છે. તેમ સર્વે પણ વસ્તુ તેવી જ છે. જગતમાં પણ તેમ જ દેખાય છે. તેથી અન્યથા માનવી તે એકાન્તરૂપ કહેવાય છે તેવા પ્રકારનું એકાન્તરૂપ ક્યાંય નથી. તે જણાવતાં કહે છે. अत्थि त्ति निव्वियप्पं पुरिसं जो भाइ पुरिसकालम्मि । सो बालाइ वियप्पं, न लहइ तुल्लं व पावेजा ॥ ३३ ॥ ( अस्ति इति निर्विकल्पं, पुरुषं यो भणति पुरुषकाले । સો વાતાદ્દિ વિજ્યં, ન નમતે તુલ્યું વા પ્રાખોતિ ૫ રૂરૂ 1) ગાથાર્થ - જે વક્તા પુરુષને પુરુષકાલે આ નિર્વિકલ્પ જ (અભેદ્ય જ) છે. એમ કહે છે. તે વક્તા તે પુરુષમાં બાલ્યાદિ ભાવો જાણવા નથી પામતો, અથવા પુરુષમાં સદાકાલ તુલ્યતા જ પ્રાપ્ત કરે છે. અથવા પુરૂષપણું પણ બાલ્યાદિની તુલ્ય અસત્યપણાને જ પામશે. ॥ ૩૩ ॥ વિવેચન - જે વક્તા પુરુષને એકાન્તપણે અભેદ્ય = નિર્વિકલ્પ જ કહે છે. અથવા તેમ માને છે. તથા તે પુરુષમાં પુરુષ પણા સ્વરૂપ વ્યંજનપર્યાય નિર્વિકલ્પ (અભેદ્ય) જ છે આમ સમજે છે, માને છે અને જગતમાં કહે છે તે વક્તા તે પુરુષમાં બાલ્યાદિ - સ્તનંધયત્વાદિ - અને એક એક સામયિક એવા અનેક અવાન્તરપર્યાયો જે થાય છે તે થતા નથી એમ માનનાર બને છે. એટલે વ્યંજનપર્યાયમાંથી અવાન્તરપર્યાયોને તે કાઢી નાખે છે, દૂર કરે છે. એવો અર્થ થાય છે. અવાન્તર પર્યાયો વિનાનું પુરૂષપણું છે. એવો અર્થ થાય છે. જે ખોટું છે. હવે જો આવા પ્રકારના અવાન્તર પર્યાયો ન જ હોય તો અવાન્તરપર્યાયોના સમૂહ સ્વરૂપે બનેલો સ્થૂલ એવો પુરુષપણાનો વ્યંજનપર્યાય પણ ઘટશે નહીં, કારણ કે “પુરુષપણું” એ તેના અવાન્તર અનેક પર્યાયોના સમૂહ સ્વરૂપ જ છે. જેમ તાણા-વાણા રૂપ અવાન્તર • મેદમય તત્તુઓ જો ન હોય તો પટ જ ન હોય, જો સ્પેરપાર્ટ સ્વરૂપ અવયવો જ ન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ - ગાથા-૩૪ ૭૩ તો કાર્યાત્મક અવયવી પણ ન જ હોય, તેવી રીતે અહીં બાલ્યાદિ અવાન્તર પર્યાયો જ જો ન હોય તો તેના સમૂહસ્વરૂપ પુરુષ પર્યાય પણ સંભવશે નહીં. આ રીતે જો અવાન્તર પર્યાયો જ ન હોય તો અવાન્તર પર્યાયોના સમૂહ સ્વરૂપે બનેલો પુરુષાત્મક વ્યંજનપર્યાય પણ ઘટી શકતો નથી. આ રીતે પુરુષને પુરુષપણાના કાલમાં એકાન્તે નિર્વિકલ્પક (અભેદ્ય) માનવા જતાં તેમાં રહેલા બાલ્યાદિ અવાન્તર ભેદો તે વક્તા તે પુરૂષમાં પામી શકતો નથી. અર્થાત્ અવાન્તર પર્યાય સ્વરૂપ ભેદોનો લોપ થાય છે અને અવાન્તર ભેદોનો લોપ થવાના કારણે તેના સમૂહાત્મક ભાવે બનેલો મૂલભૂત વ્યંજનપર્યાય પણ લોપદશાને જ પામે છે. પુરુષને એકાન્તે નિર્વિકલ્પક (ભેદરહિત) માનવાથી એક દોષ તો તે આવે છે કે તેમાં રહેલા બાલ્યાદિ અવાન્તરભેદો હવે તેમાં રહેતા જ નથી, તે અવાન્તર પર્યાયોનો અપલાપ જ થઈ જાય છે. જન્મથી મરણ પર્યન્ત સદાકાળ એકસરખું સમાન પુરૂષત્વ જ થવાની આપત્તિ આવે છે. આ એક દોષ આવે છે તથા બીજો દોષ તે આવે છે કે “પુરુષત્વ નિર્વિકલ્પક જ માનેલું હોવાથી જન્મ પામેલ તે પુરુષ જન્મદિવસે જેવી પરિસ્થિતિવાળો છે તેવી જ પરિસ્થિતિવાળો મૃત્યુ પામે ત્યાં સુધી સદા રહેશે, તેમાં કોઈ પણ જાતના ફેરફારો થઈ શકશે નહીં આવો તુક્કું વ = અથવા સર્વકાલ તુલ્યતા જ રહેવાનો દોષ આવશે, તથા બાલ્યાદિ અવસ્થાના ભેદનો જો અભાવ હોય, તો પુરૂષત્વ પણ (વિશેષ વિનાનું સામાન્ય ન હોવાથી) બાલ્યાદિની જેમ અભાવપણાને જ પામે, એટલે કે બાલ્યાદિ વિશેષોનો જો અભાવ હોય તો પુરૂષત્વ નામનું સામાન્ય પણ તેની તુલ્ય અભાવપણાને પામે. આ રીતે બાલ્યાદિ અવાન્તર પર્યાયોનો લોપ અને સદાકાળ તુલ્ય પુરુષત્વ તથા બાલ્યાદિની જેમ પુરૂષત્વનો પણ અભાવ આમ તુલ્યતા પામશે. આવા દોષો આવશે. જે અનુભવથી અત્યન્ત વિરુદ્ધ છે. તથા બાલ્યાદિ અવાન્તર પર્યાયો જો ન માનીએ તો તેના સમૂહ રૂપે બનેલો પુરુષાત્મક વ્યંજનપર્યાય પણ ન માનવાનો જ પ્રસંગ આવે એટલે અર્થપર્યાયોનો લોપ માનવાથી વ્યંજનપર્યાય પણ તેની તુલ્યદશામાં એટલે લોપદશામાં જ મુકાશે. કારણ કે વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય ક્યાંય હોતુ નથી. આવા દોષો આવશે. આ કારણથી પુરુષમાં રહેલા પુરુષપર્યાયને એકાન્તે નિર્વિકલ્પક ન માનતાં સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ બન્ને રૂપે માનવો જોઈએ. પુરૂષપણે નિર્વિકલ્પક અને બાલ્યાદિ તથા સ્તનંધયાદિ ભાવે સવિકલ્પક પણ માનવો જોઈએ. ॥ ૩૩ || પુરુષના આ ઉદાહરણમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના વિભાગ સમજાવે છે - वंजणपज्जायस्स उ पुरिसो, पुरिसो ति णिच्चमवियप्पो । बालाइवियप्पं पुण पासई से अत्थपज्जाओ ॥ ३४ ॥ For Personal and Private Use Only Jain Educationa International Page #111 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૧ – ગાથા-૩૪ સન્મતિપ્રકરણ (व्यञ्जनपर्यायस्य तु पुरुषः पुरुष इति नित्यमविकल्पः । વાસ્નાદિવિવાં પુન: પતિ, તીર્થપર્યાયઃ ૧ રૂ૪ ૫) ગાથાર્થ - કોઈ દૃષ્ટા એક પુરુષને “આ પુરુષ છે. આ પુરુષ છે” આમ હંમેશાં અવિકલ્પભાવે (અભેદભાવ) જુએ છે. તે વ્યંજનપર્યાયનું સ્વરૂપ છે. તથા વળી તે દૃષ્ટા તેના બાલ્યાદિ પર્યાયને જયારે જુએ છે ત્યારે તે બાલ્યાદિપર્યાય, પુરુષાત્મક વ્યંજનપર્યાયના પેટાપર્યાય રૂ૫ અર્થપર્યાય છે. | ૩૪ . વિવેચન - પુરુષમાં રહેલો પુરુષપણાનો પર્યાય એકલો સવિકલ્પક (ભેદ્ય) કે એકલો નિર્વિકલ્પક (અભેદ્ય) નથી. પણ સવિકલ્પક નિર્વિકલ્પક બન્ને છે. અપેક્ષા વિશેષે ઉભયાત્મક ' છે. આ વાત ગ્રંથકારશ્રી વારંવાર સમજાવવા સતત પ્રયત્ન કરે છે. અને આ રીતે જગતના સઘળા ય પદાર્થો એકલા ભેદને અવલંબિત કે એકલા અભેદને અવલંબિત નથી. પરંતુ ભેદભેદ એમ ઉભયને અવલંબિત છે. વસ્તુનું સ્વરૂપ જ ઉભયાત્મક છે. અને તે પણ સહજ છે. પારિણામિક ભાવવાળું છે. તેથી તેને સમજવા - સમજાવવા અનેકાન્ત દૃષ્ટિ - સ્યાદ્વાદ શૈલી જ જરૂરી છે તે સમજાવે છે - વિવક્ષિત પુરુષ તરફ “આ પુરુષ છે આ પુરુષ છે” એમ પુરુષપણાની બુદ્ધિથી જ્યારે તેના તરફ દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે જન્મથી મરણ સુધી તે પુરુષ જ રહેતો હોવાથી સ્ત્રી - નપુંસક કે પશુ-પક્ષી ન બનતો હોવાથી) પુરુષપણે નિર્વિકલ્પક જ જણાય છે. અને તે જરૂર સાચું જ છે. કારણ કે જન્મ-મરણ વચ્ચે પુરુષપણું સદાકાલ એકસરખું તેનામાં વર્તે છે. આ રીતે પુરુષને પુરુષપણે નિત્ય અને અવિકલ્પક સમજવો તે વ્યંજનપર્યાયની અપેક્ષાવિશેષ છે. પરંતુ તે જ પુરુષવિશેષમાં આ પુરુષ છે આ પુરુષ છે આમ પુરુષપણાની પ્રતીતિ ચાલુ રહેવા છતાં પણ તે જ કાલે તેમાં બાલ્ય-યૌવન-વૃદ્ધત્યાદિ તથા સ્તiધયત્વાદિ જે જે ઉત્તરભેદો રૂપ અનેક વિકલ્પો (ભેદો) પણ અવશ્ય નજરે દેખાય છે. અને હકીકતથી તે ઉત્તરભેદો પણ તેમાં સાચા છે જ, તે બધા ઉત્તરભેદો રૂપ વિકલ્પો “પુરુષ” નામના વ્યંજનપર્યાયના “અર્થપર્યાયો” છે. વ્યંજનપર્યાય તે ઘણા-ઘણા અર્થપર્યાયોથી ભરપૂર ભરેલો છે અને અર્થપર્યાય તે વ્યંજનપર્યાયનું જ એક આંશિક સ્વરૂપ છે. જ્યારે પુરુષપણે એકાકાર એવી બુદ્ધિ રાખીએ ત્યારે તે વ્યંજન પર્યાય છે અને તેમાં જણાતા ભેદો તરફ જ્યારે દષ્ટિપાત કરીએ ત્યારે તે ભેદો જ દેખાય છે તે સઘળા વ્યંજનપર્યાયના ઉત્તરભેદ રૂપ અર્થપર્યાયો છે. આ રીતે પુરુષમાં રહેલો પુરુષપણાનો પર્યાય પુરુષરૂપે નિર્વિકલ્પક છે અને બાલ્યાદિ ભાવે સવિકલ્પક છે. એવી જ રીતે માટીમાં રહેલો માટીપણાનો પર્યાય માટી રૂપે નિર્વિકલ્પક છે. સ્વાસ-કોશ-કુશૂલ-ઘટ આદિ રૂપે સવિકલ્પક Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૩૫ પણ છે. આમ સર્વત્ર વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે જાતના પર્યાયો સમજવા જોઈએ. તેમાં વ્યંજનપર્યાયો અને ઔપચારિક અર્થપર્યાયો સવિકલ્પક પણ છે અને નિર્વિકલ્પક પણ છે. માત્ર એક એક સમયના જે વાસ્તવિક અર્થપર્યાયો છે અર્થાત્ જે અંતિમ અર્થપર્યાયો છે તે કાલને આશ્રયી અભેદ્ય હોવાથી નિર્વિકલ્પક છે. તે એક એક સમયના અર્થપર્યાયો પણ કાલને આશ્રયી અભેદ્ય અને નિર્વિકલ્પક હોવા છતાં પણ ભાવને આશ્રયી તેમાં પણ અનેક ભેદો હોવાથી ભેદ્ય પણ છે. અને સવિકલ્પક પણ છે. // ૩૪ / વસ્તુનું આવું સ્વરૂપ હોવા છતાં જે દર્શનકારો પોતાની એકબાજુ ઢળેલી દૃષ્ટિના કારણે એકાન્ત સવિકલ્પક જ માને છે અથવા એકાન્ત નિર્વિકલ્પક જ માને છે તેઓ શાસ્ત્રોના સમ્યમ્ જ્ઞાતા નથી આ વાત સમજાવે છે - सवियप्पणिव्वियप्पं इय पुरिसं जो भणेज अवियप्पं ।। सवियप्पमेव वा णिच्छएण, ण स निच्छिओ समये ॥ ३५ ॥ ( सविकल्पनिर्विकल्पमिति पुरुषं यो भणेदविकल्पम् । સવિત્વમેવ વા નિશ્ચયે, સ નિશ્ચિત સમયે રૂડ ) ગાથાર્થ - આ પ્રમાણે સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ ઉભય સ્વરૂપવાળા એવા પુરુષને જે વક્તા (અથવા જ્ઞાતા) નિશ્ચયપૂર્વક (એટલે કે એકાન્ત) અવિકલ્પક જ છે એમ કહે અથવા સવિકલ્પક જ છે એમ કહે તે વક્તા (અથવા જ્ઞાતા) વ્યક્તિ, શાસ્ત્રોમાં નિશ્ચિત (યથાર્થ જ્ઞાતા) નથી. વિવેચન - “પુરુષપણાના” આ ઉદાહરણ ઉપર છેલ્લી ૧૦-૧૫ ગાથાઓમાં ઘણું ઘણું કહેવાઈ ગયું, ઘણીવાર આપણને પુનરુક્તિ જેવું લાગે. પરંતુ એમ નથી. કારણ કે મિથ્યાત્વમોહના ઉદયને લીધે એકાન્તવાદના સંસ્કારો અનાદિકાળથી એવા રૂઢ થયેલા છે. કે તેને કાઢવા આવા અનેકાન્તવાદનું તત્ત્વ વારંવાર સમજાવે તો જ તે મિથ્યાત્વ મોહના સંસ્કારો કંઈક ઢીલા થાય. અને કાલાન્તરે દૂર થાય. માટે આ વાંચતાં ઉગ ધરવો નહીં. પણ બુદ્ધિની સૂક્ષ્મતા લાવવામાં ઉલ્લાસનો વધારો કરવો. ઉપર સમજાવ્યું તેમ “પુરુષ પર્યાય” જેમ સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ બન્ને છે. તેમ જગતના સર્વે પણ પદાર્થોના વ્યંજનપર્યાયો પુરુષ પર્યાયની જેમ સવિકલ્પકનિર્વિકલ્પક એમ ઉભયરૂપ છે જ. પુરુષનો તો એક દાખલો છે. બાકી સઘળા પણ ભાવો ઉભયાત્મક છે. અને જગતના ભાવો જેવા ઉભયાત્મક છે તેવા જ ઉભયાત્મસ્વરૂપે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માઓ કેવલજ્ઞાનથી જોઈને પછી ફરમાવે છે અને પદાર્થોનું ઉભયાત્મક સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કાડ-૧ – ગાથા-૩૫ સન્મતિપ્રકરણ સ્વયં હોવાથી તેને જાણનારી-જોનારી દૃષ્ટિ પણ બે પ્રકારની છે. જે તે બે પ્રકારની દૃષ્ટિ છે. તે જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એમ બે નયો છે. આવા પ્રકારનું સુંદર યથાર્થ-નિર્દોષ અને વાસ્તવિક સ્વરૂપ હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયને લીધે (આ આન્તરિક કારણ છે) અને તેવા પ્રકારના મિથ્યાષ્ટિ ગુરુઓ અને મિથ્યાશાસ્ત્રોનો સંગ થવાના કારણે (આ બાહ્યનિમિત્તકારણ છે.) આ જીવોની દૃષ્ટિ એકાન્તવાદ તરફ ઢળી જાય છે. અરે તે તરફ ઢળી જાય છે એટલું જ નહીં પણ તે તરફ ચોંટી જાય છે. તે જ મિથ્યાત્વ છે. અજ્ઞાનદશા છે. આ એજ ઉલટી બુદ્ધિ સંસારપરિભ્રમણનો મુખ્ય હેતુ છે. સવિકલ્પક અને નિર્વિકલ્પક એવા પણ પુરુષને જે જ્ઞાનીઓ એકાન્ત અવિકલ્પક જ (અભિન્ન રૂપ જ) છે આમ કહે છે અથવા એકાન્ત સવિકલ્પક જ (ભિન્ન રૂપ જ) છે આમ કહે છે અને તેમ માની લે છે, તેમજ નવા નવા મતો થાપીને જગતમાં જોરશોરથી જે આવી પ્રરૂપણા કરે છે તેઓ શાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી એમ નિશ્ચયથી (છાતી ઠોકીને) કહેવું જોઈએ. જૈનેતર દર્શનોના જ્ઞાનીઓ તો આવા એકાન્તવાદમાં ફસાયેલા હોવાથી સાચા જ્ઞાતા નથી. પરંતુ જૈનદર્શનમાં જન્મેલા, જૈન શાસ્ત્રો ભણેલા એવા પણ કોઈ કોઈ એવા જ્ઞાનીઓ હોય છે કે જેઓ એકાન્તવાદના આગ્રહી થયા છતા એકતરફી વસ્તુના સ્વરૂપને ખેંચી જાય છે ત્યારે તેઓ પણ અનેકાન્તવાદના શાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી. જગતમાં યશ અને મોટાઈ મેળવવા તેઓ ભલે લોકો વચ્ચે અનેકાન્તવાદને માનવાનો દાવો કરે, ભાષણમાં અનેકાન્તવાદ જ સાચો છે એમ પ્રશંસા અને પ્રરૂપણા પણ કરે પરંતુ તે પોતાની જાતને ડાહી માનીને છટકવા માટે જ કરે છે. પોતાનો પંથ અને સંપ્રદાય જમાવવા જ આવા દાવ રમે છે. વાસ્તવિક રીતે તેઓ અનેકાન્તવાદના જ્ઞાતા કે અનુયાયી નથી. જેમ આજે ઘણા લોકો એમ કહે છે કે શરીરથી આત્મા ભિન્ન જ છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર પૌદ્ગલિક છે. આત્મા અપૌગલિક છે. શરીર પરભવગામી નથી. આત્મા પરભવગામી છે. આવા હેતુઓ બતાવી શરીરથી આત્મા અત્યન્ત ભિન્ન છે. એમ સમજાવીને શરીર આશ્રવ સેવે તો આત્માને કંઈ કર્મ બંધાતું નથી. શરીર એ જડ છે. જડ જડનું કામ કરે તેમાં આત્માને શું લેવા દેવા ? આવી વાત કરીને આત્મા કર્મોનો અકર્તા છે. આત્મા તો કેવળ જ્ઞાતા દૃષ્ટા જ છીએ. કર્તાભોક્તા નથી. કર્તા ભોક્તા તો શરીર જ છે આવું જે સમજાવે છે તે સાંખ્યદર્શનની છાયા છે તે મિથ્યાત્વ છે. શરીરથી આત્મા ભિન્નભિન્ન છે. એને બદલે એકલો ભિન્ન કે એકલો અભિન્ન કહેવો તે સઘળું ય મિથ્યાત્વ છે. સંસારમાં રહેલો મોહના ઉદયવાળો જીવ જ કર્મોનો કર્તા અને ભોક્તા છે. મોહરહિત મુક્તગત જીવ કર્મોનો કર્તા-ભોક્તા નથી. તે માત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ જ્ઞાતા-દૃષ્ટા જ છે. તેને બદલે સંસારીજીવને શરીરથી એકાન્ત ભિન્ન માની જ્ઞાતાદ્રષ્ટા માત્ર માનવો તે જૈનદર્શનમાં જન્મેલાને મિથ્યાત્વનો ઉદય છે. સાચી વાત તે છે કે વ્યવહાર નથી કર્તા-ભોક્તા અને શુદ્ધનિશ્ચયનયથી અકર્તા અને અભોક્તા છે. આમ અનેક રીતે આ વાત સમજવા જેવી છે. તે ૩૫ II પુરુષ” એ તો એક ઉદાહરણ માત્ર છે. તે ઉદાહરણને અનુસારે સમજવું જોઈએ કે જગતના સર્વે પણ પદાર્થો સવિકલ્પ-નિર્વિકલ્પ એમ ઉભયાત્મક સ્વરૂપવાળા છે. તથા કેવલ એકલા “સવિકલ્પ (ભેદ) અથવા નિર્વિકલ્પક (અભેટવાળા) જ છે એમ નહીં, પરંતુ કોઈ પણ રીતે બે ભાવવાળા જ છે જેમ કે “અસ્તિ-નાસ્તિ” “સામાન્ય-વિશેષ” “નિત્યઅનિત્ય” “વાચ્ય-અવાચ્ય” ઇત્યાદિ અનેક રીતે ઉભયાત્મક સ્વરૂપવાળા જ સઘળા પદાર્થો છે. તેથી જ તેને સમજવા માટે પ્રથમ બે ભાંગ, અને તેમાંથી કુલ ૭ ભાંગા થાય છે. જેને જૈનશાસ્ત્રોમાં “સપ્તભંગી” કહેવાય છે. જેટલી જાતનું ઉભયાત્મક સ્વરૂપ છે. તેટલી જાતની સપ્તભંગી થાય છે. ઉભયાત્મક સ્વરૂપ અનેક જાતનું છે તેથી સપ્તભંગીઓ પણ અનેક થાય છે. ત્યાં પ્રથમ “અસ્તિ અને નાસ્તિ”ને વિષે એટલે કે “સત્ અને અસત્”ને વિષે પ્રથમ એક સપ્તભંગી સમજાવે છે. अत्यंतरभूएहि य, णियएहि य दोहिं समयमाईहिं । वयणविसेसाईयं, दव्वमवत्तव्वयं पडइ ॥ ३६ ॥ अह देसो सब्भावे, देसोऽसब्भावपज्जवे णियओ । तं दवियमत्थि णत्थि य, आएसविसेसियं जम्हा ।। ३७ ।। सब्भावे आइट्ठो देसो, देसो य उभयहा जस्स । તં ‘સ્થિ વત્તત્રં ચ, રોફ વિયં વિયUવસ || ૩૦ || आइट्ठोऽसब्भावे देसो, देसो य उभयहा जस्स । તે “પસ્થિ વત્તત્રં ત્ર', રોફ વિયં વિખવા ૫ રૂ सब्भावाऽसब्भावे देसो, देसो य उभयहा जस्स । तं 'अस्थि णत्थि', अव्वत्तव्वयं च दवियं वियप्पवसा ॥ ४० ॥ સંસ્કૃત છાયા ( अर्थान्तरभूतैश्च निजकैश्च द्वाभ्यां समकमादिभ्याम् । वचनविशेषातीतं, द्रव्यमवक्तव्यकं पतति ।। ३६ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ अथ देशस्सद्भावे, देसोऽसद्भावपर्यवे नियतः । तद् द्रव्यमस्ति नास्ति च, आदेशविशेषितं यस्मात् ।। ३७ ॥ सद्भावे आदिष्टो देशः, देशश्चोभयथा यस्य । तदस्त्यवक्तव्यञ्च, भवति द्रव्यं विकल्पवशात् ।। ३८ ॥ आदिष्टोऽसद्भावे देशो, देशश्चोभयथा यस्य । तद् नास्ति अवक्तव्यञ्च, भवति द्रव्यं विकल्पवशात् ॥ ३९ ॥ सद्भावाऽसद्भावे देशो, देशश्चोभयथा यस्य । तदस्ति नास्ति अवक्तव्यकञ्च द्रव्यं विकल्पवशात् ।। ४० ॥) ગાથાર્થ - પોતાના પર્યાયો વડે દ્રવ્ય 'અસ્તિ રૂપ છે. પોતાનાથી અર્થાન્તરભૂત (એટલે ભિન્ન) એવા પરપર્યાયો વડે દ્રવ્ય નાસ્તિ રૂપ છે. અને તથા પ્રથમ કહેલા પરપર્યાય અને સ્વપર્યાય એમ આ બન્ને પર્યાયો વડે એકી સાથે (યુગપ પણ) વિચારીએ તો તે જ દ્રવ્ય વચનવિશેષથી અતીત એટલે કે શબ્દોથી અવાચ્ય થયું છતું અવક્તવ્યભાવને પામે છે. (આ ગાથામાં સપ્તભંગીના ૧-૨-૩ એમ પ્રથમના ત્રણ ભાંગા કહેલા છે.) I ૩૬ / હવે પદાર્થના સ્વરૂપનો એકદેશ (એક ભાગ) સભૂત રૂપે (સત્પણ) વિચારીએ અને પદાર્થના તે જ સ્વરૂપનો બીજો એક ભાગ અસભૂત રૂપે (અસત્પણ) વિચારીએ, તો તે જ દ્રવ્ય “અસ્તિ-નાસ્તિ' રૂપ બને છે. કારણ કે વિવક્ષાના વશથી એક જ દ્રવ્ય બે ભાવ રૂપે વિશેષિત (વિશિષ્ટ) બને છે. (સપ્તભંગીનો આ ચોથો ભાંગી થયો.) I ૩૭ / તથા જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ સભૂત રૂપે વિવક્ષિત કરાય, તે જ પદાર્થના સ્વરૂપનો બીજો એક ભાગ અસ્તિ-નાસ્તિ એમ ઉભયસ્વરૂપે યુગપપણે વિવક્ષિત કરાય. ત્યારે તે દ્રવ્ય આવા પ્રકારની વિવક્ષાના વશથી “અસ્તિ-અવક્તવ્ય બને છે. (સપ્તભંગીનો આ પાંચમો ભાંગો જાણવો. I ૩૮ જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ અસદ્ભત રૂપે વિવક્ષિત કરાય, તથા તે જ પદાર્થના સ્વરૂપનો બીજો એક ભાગ “અસ્તિ-નાસ્તિ” એમ ઉભયસ્વરૂપે યુગપNણે વિચારાયા ત્યારે તે પદાર્થ આવા પ્રકારની વિવક્ષાના વશથી “નાસ્તિ-અવક્તવ્ય બને છે. (સપ્તભંગીનો આ છઠ્ઠો ભાંગો છે). | ૩૦ | જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ સદ્ભત રૂપે (સત્પણ), બીજો એક ભાગ અસદ્ભુત રૂપે (અસત્પણે) અને સત્-અસત્ બન્નેને એકી સાથે વિચારાય એમ ત્રણે ભાવોને સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦ જ્યારે વિચારાય છે ત્યારે તે જ દ્રવ્ય આવા પ્રકારની વિવક્ષાના વશથી “અસ્તિ-નાસ્તિઅવક્તવ્ય” બને છે. (સપ્તભંગીનો આ સાતમો ભાંગો છે. ॥ ૪૦ વિવેચન - જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો અપેક્ષાવિશેષે પરસ્પર વિરોધી એવા બે બે ધર્મવાળા છે. જે પદાર્થ પોતાના સ્વરૂપે અસ્તિ (=ભાવાત્મક) છે. તે જ પદાર્થ પરપદાર્થના સ્વરૂપે નાસ્તિ (અભાવાત્મક) પણ છે જ. આ જ રીતે દ્રવ્યસ્વરૂપે જેમ નિત્ય છે તેમ પર્યાય સ્વરૂપે અનિત્ય પણ છે. આ રીતે વસ્તુના સ્વરૂપને સમજાવનારી સાપેક્ષભાવ યુક્ત કોઈ પણ એક પ્રકારની જે દૃષ્ટિ (આશય) હોય છે તેને અહીં ભાંગો (ભંગ) કહેવાય છે. આવા સૌ પ્રથમ બે ભાંગા થાય છે. કારણ કે વસ્તુમાં જેવું અસ્તિ સ્વરૂપ છે તેવું જ નાસ્તિ સ્વરૂપ પણ છે. જેવું નિત્ય સ્વરૂપ છે તેવું જ અનિત્યસ્વરૂપ પણ છે જ. આ રીતે બન્ને સ્વરૂપોને પૃથક્ષણે સમજાવનારી બન્ને દૃષ્ટિના પ્રથમ બે ભાંગા થાય છે. અને ક્રમસરને બદલે એકીસાથે (યુગપત્ પણે) જો આ બન્ને સ્વરૂપો કહેવા ઈચ્છીએ તો બન્ને સ્વરૂપો પરસ્પર વિરોધી હોવાથી પૃથક્ષણે વિવક્ષા કરીએ ત્યારે જેવાં કહી શકાય છે, સમજાવી શકાય છે, તેવાં એકી સાથે કહી શકાતાં નથી. સમજાવી શકાતાં નથી. તેથી “અવક્તવ્ય’ સ્વરૂપ ત્રીજો ભાંગો પણ થાય છે. એકી સાથે બન્ને સ્વરૂપોને કહી આપે, સમજાવી આપે એવો વાચક શબ્દ કોઈ મળતો નથી. આ રીતે પ્રધાનતાએ બે અથવા ત્રણ જ ભાંગા થાય છે. પરંતુ આ ત્રણ ભાંગાના પરસ્પર સંયોગથી (જોડાણથી) બીજા ચાર ભાંગા (વાક્યો) પણ થાય છે. આ જ ૩+૪=૭ સાત પ્રકારની દૃષ્ટિઓ કે વાક્યોને “સપ્તભંગી’’ કહેવાય છે. ૨૦ દરેક પદાર્થોમાં જેમ અસ્તિ સ્વરૂપ છે. તેમ તે જ પદાર્થમાં નાસ્તિ સ્વરૂપ પણ અવશ્ય છે જ. અસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેમાં રહેલું નાસ્તિ સ્વરૂપ ઊડી ન જાય, ધ્યાન બહાર ચાલ્યું ન જાય એટલા માટે જ અસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેની આગળ “સ્યા” શબ્દ લગાડવામાં આવે છે. એવી જ રીતે નાસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેમાં રહેલું “અસ્તિ” એવું બીજું સ્વરૂપ ઊડી ન જાય, તેનો અપલાપ ન થઈ જાય, તે માટે તેની આગળ પણ “સ્યાત્” શબ્દ લગાડવામાં આવે છે. આવી જ રીતે ઉભયસ્વરૂપને સાથે બોલવા જતાં એવો કોઈ વાચક શબ્દ ન હોવાથી “અવક્તવ્ય” પણ જરૂર છે. છતાં એકાન્તે અવક્તવ્ય ન થઈ જાય, કારણ કે છેલ્લે છેલ્લે “અવક્તવ્ય” શબ્દથી તો બન્નેને સાથે કહી જ શકાય છે. તે માટે તે અવક્તવ્ય શબ્દની આગળ પણ સ્થાત્ શબ્દ લગાડવામાં આવે છે. આ સઘળા ભાંગાઓ સ્યાત્ શબ્દની સાથે બોલાતા હોવાથી તેને સ્યાદ્વાદ (સ્યાદ્ શબ્દપૂર્વક બોલવું) અથવા અનેકાન્તવાદ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ८० ॥४-१ – था-35 थी ४० સન્મતિપ્રકરણ ___ स्याद्-कथञ्चिद्, माया शो अपेक्षाविशेषने सूयबना। छ. अभु अपेक्षा मा वस्तु मस्ति . तेनुं नाम “स्यादस्ति", अभु अपेक्षामे मा वस्तु नास्ति पा छे. मार्नु ४ नाम "स्यान्नास्ति' मा रीते अपेक्षाविशेषने सूयवना। स्यात्-थंथि शो माग होय छे. (१) अस्ति, (२) नास्ति, (3) अवक्तव्य पात्रो मे से सेवामां आये तो જે ત્રણ ભાંગા થાય છે તે એકસંયોગી ત્રણ ભાંગા કહેવાય છે. તેને બદલે બે બે ભાંગા देवाय म १-२, १-3, २-3, तो माजी मin थाय छे. तेने द्विसंयोगी (बेन। સંયોગવાળા) ભાંગા કહેવાય છે અને ત્રણેને સાથે (૧-૨-૩) લેવામાં આવે ત્યારે એક માંગો થાય છે. તેને ત્રિકસંયોગી ભાંગો કહેવાય છે. આમ કુલ ૭ ભાંગા થાય છે. આ સાતે ભાંગાની આગળ “ચા” અથવા થગ્નિ શબ્દ લગાડીને જે ભાંગા બોલાય છે તેને જ જૈનશાસ્ત્રોમાં “સપ્તભંગી” કહેવાય છે. (१) स्यादस्ति (१) स्यानित्य (२) स्यान्नास्ति (२) स्यादनित्य (3) स्यादवक्तव्य (3) स्यादवक्तव्य (४) स्यादस्ति-नास्ति (४) स्यान्नित्य-अनित्य स्यादस्ति-अवक्तव्य (५) स्यानित्य-अवक्तव्य स्यानास्ति-अवक्तव्य (5) स्यादनित्य-अवक्तव्य (७) स्यादस्ति-नास्ति-अवक्तव्य (७) स्यान्नित्य-अनित्य-अवक्तव्य () (१) स्याद्भिन्न (१) स्यात् सामान्य (२) स्यादभिन्न (२) स्याद् विशेष (3) स्यादवक्तव्य (3) स्यादवक्तव्य (४) स्याद्भिन्नाभिन्न (४) स्यात्सामान्य-विशेष (५) स्याद्भिन्नावक्तव्य (५) स्यात्सामान्यावक्तव्य (६) स्यादभिन्नावक्तव्य (5) स्याद्विशेषावक्तव्य (७) स्याद्भिन्नाभिन्नावक्तव्य (७) स्यात्सामान्यविशेषावक्तव्य આ પ્રમાણે સર્વે પણ પદાર્થોમાં અપેક્ષાવિશેષે (જુદી જુદી અપેક્ષાથી) પરસ્પર વિરોધી દેખાતું, પરંતુ વાસ્તવિકપણે અવિરોધી એવું સ્વરૂપ તેમાં છે. તેને સમજાવનારી સાત Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦ ૮૧ પ્રકારની જે આ વાક્યરચના બોલાય છે તેને જ સપ્તભંગી કહેવાય છે. તે સઘળી વાતમાં ‘‘સ્વાત્'' શબ્દ જોડાયેલો હોવાથી તેને જ સ્યાદ્વાદ - કથંચિાદ - અપેક્ષાવાદ અથવા વિવક્ષાવાદ કહેવાય છે. વસ્તુમાં આવું સ્વરૂપ હોવાથી અને તેને જ સમજાવનારી આ વાક્યરચના હોવાથી આ સપ્તભંગી, આ સ્યાદ્વાદ એ જ સાચો યથાર્થવાદ છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજાવે છે તે માટે, બાકીના સઘળા પણ એકાન્તવાદો વસ્તુના યથાર્થસ્વરૂપને સમજાવનારા નહીં હોવાથી અયથાર્થવાદ અથવા મિથ્યાવાદ કહેવાય છે. તેને કહેનારાં સર્વે દર્શનો અને દર્શનકારો પણ એકાન્તવાદના (અયથાર્થવાદના) પ્રરૂપક હોવાથી મિથ્યાર્દષ્ટિ છે. મિથ્યાવાદી છે. આવા પ્રકારની પરસ્પર વિરોધી દેખાતી પરંતુ અપેક્ષા વિશેષે સમજવાથી અવિરોધીભાવે જ રહેલી બે બે ધર્મોની જોડી અનંતી છે. તેથી અનંતી જોડીને સમજાવનારી સપ્તભંગી પણ અનંતી થાય છે. પરંતુ કોઈ પણ વિરોધી દેખાતા બે ધર્મોને સમજાવનારી તો સપ્તભંગી જ થાય છે. અનંતભંગી થતી નથી. સારાંશ કે સપ્તભંગીઓ અનંતી છે. પરંતુ અનંતભંગીઓ નથી. સાત જ પ્રકારની વાક્યરચના થતી હોવાથી સપ્તભંગી જ બને છે. અનંતભંગી બનતી નથી. પણ તે તે ધર્મને અવલંબીને પ્રવર્તતી એવી સપ્તભંગીઓ અનંતી થાય છે. આ સપ્તભંગીમાંના કોઈ પણ એક ભાંગામાં શબ્દોથી ભલે કોઈ પણ એક સ્વરૂપ કહેવાતું હોય તો પણ “સ્યાત્” શબ્દથી બીજું સ્વરૂપ પણ તેમાં રહેલું સૂચિત થાય જ છે. તેથી આ સઘળા પણ ભાંગા ઉભય સ્વરૂપને સમજાવનારા હોવાથી “પ્રમાણવાક્ય” કહેવાય છે. તથા તેને “પ્રમાણસપ્તભંગી' પણ કહેવાય છે. ઉપરના ૮૦ મા પાના ઉપર જે સાત સાત ભાંગા લખ્યા છે. તે પ્રમાણસપ્તભંગી છે. પરંતુ આ જ સાતે વાક્યોમાં આગળ સ્વાત્ શબ્દ લગાડીને પાછળ વ શબ્દ જો લખવામાં આવે તો વિધાન કરાતું વિવક્ષિત એક સ્વરૂપ પ્રધાનપણે અને બીજુ સ્વરૂપ ગૌણપણે પ્રતિપાદન થવાના કારણે પાછળ લગાડેલા દ્વાર વાળા આ જ સાતે ભાંગાને “નયવાક્ય” અથવા “નયસપ્તભંગી” કહેવાય છે જેમ કે (૧) સ્થાવસ્યેવ, (૨) સ્વાન્નાસ્યેવ, (૩) સ્વાદવવ્યમેવ (૪) સ્વાવસ્થેવ-સ્યાન્નાસ્યેવ, (૫) સ્વાવÒવ-સ્યાદ્વાવ્યમેવ, (૬) સ્વાન્નાસ્યેવ-સ્યાદ્-વત્તવ્યમેવ, (૭) સ્વાસ્યેવસ્વાન્ત્રાવ-સ્વાનવ વ્યમેવ આ સાતે વાક્યો જે છે તે નયવાક્યો છે અર્થાત્ નયસપ્તભંગી છે. આ વાક્યોમાં વાર આવવાથી પહેલા ભાંગાની અંદર અસ્તિ નું વિધાન પ્રધાનપણે છે અને નાસ્તિ નું વિધાન સ્વાત્ માં અંતર્ગત હોવાથી ગૌણ છે. એવી જ રીતે બીજા ભાંગામાં ‘‘નાસ્તિ’’નું વિધાન પ્રધાનપણે છે અને જ્ઞપ્તિ નું વિધાન ગૌણ છે. આમ ગૌણ-મુખ્ય હોવાથી આ વાક્યોને નયવાક્ય અથવા નયસપ્તભંગી કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ તથા જો આગળ “સ્યા” શબ્દ ન જોડવામાં આવે અને પાછળ વ શબ્દ લગાડવામાં આવે તો જેમ કે બળેવ આટલું જ કહેવામાં આવે તો અપેક્ષાવાળો થાત્ શબ્દ નીકળી ગયો હોવાથી અને એકાન્તવાદનો સૂચક વ શબ્દ અંદર આવેલો હોવાથી આ જ બધાં વાક્યો દુર્નયવાક્ય (મિથ્યાષ્ટિનાં વાક્યો) કહેવાય છે. આ રીતે થાત એ પ્રમાણવાક્ય, ચીચેવ એ નયવાક્ય અને કેવળ મચેવ આ દુર્નયવાક્ય સમજવાં. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્યયોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે सदेव सत् स्यात्सदिति, त्रिधार्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ।। २८ ।। “સવ”, “સ” અને “ ' આવી રીતે ત્રણ પ્રકારે પદાર્થ દુર્નય-નય અને પ્રમાણ વડે જણાય છે. પરંતુ હે વીતરાગ પ્રભુ ! યથાર્થદર્શ એવા તમે નય અને પ્રમાણનો માર્ગ બતાવવા દ્વારા દુર્નયનો માર્ગ ઉખેડીને ફેંકી દીધો અર્થાત્ દૂર કર્યો. પ્રાસંગિક કેટલીક વાત સમજાવીને હવે ગત અને નાત ઉપરની સપ્તભંગી વધારે સ્પષ્ટપણે સમજાવાય છે - (૧) fથëિ ય = નિજક = પોતાના ધર્મો વડે તે સઘળા પણ પદાર્થો તિરૂપ છે. સત્ રૂપ છે. વિદ્યમાનાત્મક છે. જેમ કે વિવક્ષિત એવો જે ઘટ છે તે ઘટ સ્વરૂપે અસ્તિ છે. જલાધાર સ્વરૂપે અસ્તિ છે. આ નાતિ અને ગતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયી વિચારવામાં આવે છે. અમદાવાદમાં શિયાળામાં બનાવેલો માટીનો એક કાચો ઘટ છે. હજુ - પકવ્યો નથી. તે દ્રવ્યથી માટી દ્રવ્યનો બનાવેલો વિચારીએ તો સત્ છે. પરંતુ સોનાનાતાંબાના કે પિત્તળ દ્રવ્યના બનાવેલા ઘડાની જેને જરૂર છે તેને આ ઘટ કામ આવવાનો નથી. એટલે આવા પ્રકારના પરદ્રવ્યને આશ્રયી તે ઘટ નાસ્તિ સ્વરૂપ પણ છે. આ દ્રવ્ય આશ્રયી વિચાર થયો. તથા અમદાવાદમાં બનાવેલાપણે વિચારીએ તો તે સત્ છે. પરંતુ સુરતવડોદરા-વાપી કે મુંબઈમાં બનાવેલા ઘટની જેને જરૂર છે તેના માટે આ ઘટ કામનો નથી. તેથી તે તે ક્ષેત્રને આશ્રયી આ ઘટ નાસ્તિરૂપ પણ છે. આ ક્ષેત્ર આશ્રયી વિચાર થયો. તથા શિયાળામાં જ બનાવેલો ઘટ જેને જોઈએ તેને આ કામ આવવાનો છે અને શિયાળામાં બનાવેલાપણું તે ઘટમાં છે. તે માટે શીતઋતુજન્યત્વધર્મ વડે તે ઘટ “ક” છે. પરંતુ ગ્રીષ્માદિ અન્યઋતુજન્યત્વધર્મ તેમાં નથી તેથી તે ધર્મને આશ્રયી તે ઘટ “નાર્તિરૂપ" એટલે અસત્ પણ છે. આ કાલ આશ્રયી વિચાર થયો. આવી જ રીતે કાચા ઘડાપણું - કાળા ઘડાપણું તેમાં છે. તેથી તેવા ભાવની અપેક્ષાએ તે ઘટ અસ્તિ સ્વરૂપ છે. પરંતુ પક્વઘટપણેરક્તઘટપણે તે જ ઘટ નાસ્તિ સ્વરૂપ પણ છે. આ રીતે સર્વે પણ પદાર્થો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ કાલ અને ભાવાદિ ભાવોની અપેક્ષાએ સત્ સ્વરૂપ, તિ સ્વરૂપ જેમ છે. તેમ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવને આશ્રયી નાસ્તિસ્વરૂપ પણ અવશ્ય છે જ. તેથી તે વિવક્ષિત ઘટમાં જેવું પર અપેક્ષાએ નાસ્તિપણું છે. તેવું જ 4 અપેક્ષાએ ગતિ પણું પણ અવશ્ય છે જ અને જેવું સ્વ અપેક્ષાએ અસ્તિપણું છે. તેવું જ તેમાં પર અપેક્ષાએ નાસ્તિપણે પણ છે જ. એટલે કે અપેક્ષાવિશેષે બન્ને સ્વરૂપો એક જ ઘટમાં અવશ્ય છે જ. અને તે ક્રમસર બોલવું હોય, સમજવું હોય, તો બોલી શકાય છે. અને સમજી શકાય છે, બીજાને પણ સમજાવી શકાય છે. એમ વારાફરતી એક એક રૂપને કહેવા સ્વરૂપે આ પ્રથમના બે ભાંગા થયા. (૨) અત્યંત મૂર્દિ = અર્થાન્તરભૂત એટલે કે પોતાનાથી ભિન્ન એવા જે પરપદાર્થો છે. અને પરપદાર્થોના ધર્મો છે. તે સઘળું ય વિવક્ષિત દ્રવ્યની અપેક્ષાએ “પર” કહેવાય છે. અથવા અર્થાન્તરભૂત પણ કહેવાય છે. તે ધર્મોની અપેક્ષાએ વિવક્ષિત વસ્તુ નાસ્તિ રૂપ છે, અસત્ રૂપ છે, અવિદ્યમાન રૂપ છે. જેમ કે વિવક્ષિત એવો ઘટ, એ ઘડા રૂપે ભલે સત્ છે પણ ઘટથી ભિન્ન એવા પટરૂપે તે નાસ્તિ છે. ચૈત્ર નામનો પુરૂષ, તે મૈત્ર નામના માણસ રૂપે નથી. કોઈ પણ પુરૂષ, સ્ત્રીરૂપે નથી, કોઈ પણ સ્ત્રી પુરૂષરૂપે નથી. આમ જગતના સઘળા પણ પદાર્થો સ્વથી ભિન્ન પદાર્થરૂપ કે તેના ધર્મરૂપે નથી. આવા પ્રકારનું નાસ્તિપણું તે વિવક્ષિત પદાર્થમાં અવશ્ય છે જ. માટે પરસ્વરૂપે નાસ્તિપણું એ વિવક્ષિત પદાર્થનું સ્વરૂપ છે. (3) आईहिं दोहिं समयं वयणविसेसाइयं दव्वं अवत्तव्वयं पडइ = आदिभ्यां द्वाभ्यां સમજં વનવિશેષાતતં દ્રવ્યનવચં પતિ = (ગાથાનાં પદોને આ રીતે જોડવાં) પ્રથમના બન્ને ભાંગાઓનો સાથે વિચાર કરતાં શબ્દોથી અગોચર ભાવવાળું દ્રવ્ય “અવક્તવ્ય” પણાને પણ અવશ્ય પામે જ છે. કોઈ પણ પદાર્થમાં પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ રહેલું નાપ્તિ પણું અને સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ રહેલું અતિ પણું એકી સાથે રહેલાં હોવા છતાં પણ તે બન્નેને જો એકીસાથે બોલવાં હોય, અથવા બીજાને સમજાવવાં હોય તો બન્ને વિરોધીભાવોને એકી સાથે કહે એવો કોઈ ઉભયભાવનો વાચક શબ્દ ન હોવાથી તે પદાર્થ યુદ્ ભાવની અપેક્ષાએ “અવક્તવ્ય” પણ અવશ્ય છે જ. તથા યુગપદ્ભાવની અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં તે સર્વથા અવક્તવ્ય પણ નથી. કારણ કે “અવક્તવ્ય” શબ્દથી તો તે અવશ્ય વક્તવ્ય છે જ. તે માટે આગળ ચાદ્ લગાડીને ચાલ્વવ્ય કહેલ છે. આ ત્રીજો ભાંગો જાણવો. આ ત્રણે ભાંગામાં એક એક વિષય હોવાથી એકસંયોગી ત્રણ ભાંગા કહેવાય છે. બાકીના ચાર ભાંગા એક-બીજાના વીલનથી થાય છે. પહેલો અને બીજો ભાંગો મેળવીએ તો ચોથો ભાંગો થાય છે. પહેલો અને ત્રીજો ભાંગો મેળવીએ તો પાંચમો ભાંગો થાય છે. બીજો અને ત્રીજો ભાંગો મેળવીએ તો છઠ્ઠો ભાંગો થાય છે. તથા પહેલો-બીજો અને ત્રીજો Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કાર્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ એમ ત્રણે ભાંગા મેળવીએ તો સાતમો ભાંગો થાય છે. આ ચારે ભાંગા હવે પછીની ૩૭ થી ૪૦ ગાથામાં સમજાવે છે. || ૩૬ // (૪) કોઈ પણ પદાર્થમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ અનંત પ્રકારનું નાસ્તિત્વ પણ છે. અને સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અનંત પ્રકારનું અસ્તિત્વ પણ અવશ્ય છે. એમ બન્ને ભેગું મળીને પદાર્થનું પૂર્ણ સ્વરૂપ બને છે. પદાર્થના પરિપૂર્ણ એવા તે સ્વરૂપમાંથી મદ રે સમાવે = સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુના સ્વરૂપનો પ્તિ આત્મક જે એક ભાગ છે, અસ્યાત્મક જે સ્વરૂપ છે. તે સ્વરૂપ પરિપૂર્ણ સ્વરૂપનો એક ભાગ (એક દેશ) કહેવાય છે. તેથી મૂલગાથામાં તેનો શબ્દ લખેલ છે. આ રીતે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપમાંથી પ્રસ્થાત્મિવા એક ભાગને=એક દેશને સદ્ભત રૂપે વિચારીએ અને તેની સાથે જ તેમાં જ રહેલું તેસીડસન્માવે fUTયમો = નાસ્યાત્મક બીજા એક ભાગ રૂપે જે નાસ્તિ સ્વરૂપ રહેલું છે, તે પણ અવશ્ય અંદર છે. એમ સમજીને કાળની અપેક્ષાએ ક્રમસરપણે વિચારીએ તો તે વિયસ્થિ Wિ ય = તે જ દ્રવ્ય મતિ - રાપ્તિ એમ ઉભયભાવવાળા ચોથા ભાંગાવાળું પણ બને છે. નડ્ડા = કારણ કે ગ્રાવિસિયં = તે જ દ્રવ્ય આદેશથી (વિવક્ષા વિશેષથી) વિશેષિત (નવા ભાંગાવાળું) પણ અવશ્ય બને જ છે. ઉપરા-ઉપરથી વિરોધી લાગતા બે ભાવોને જો જુદી જુદી વિવક્ષાએ ક્રમસર વિચારીએ તો તે જ દ્રવ્ય અસ્તિ-નાસ્તિ રૂપ પણ ચોક્કસ છે જ. . ૩૭ // (૫) ઉપરના ચાર ભાંગા વિસ્તારથી સમજાવ્યા પછી હવે પછીના શેષ રહેલા ત્રણ ભાંગા સુખબોધ હોવાથી અમે અહીં વધારે વિસ્તાર કરતા નથી. ઉપરની સમજાવેલી રીત પ્રમાણે જ સમજી લેવાના છે. સંભવે ફિક્કો રેલો, વસ્તુમાં રહેલા અસ્તિ-નાસ્તિ રૂપ પરિપૂર્ણ સ્વરૂપમાંથી અત્યાત્મ એક ભાગ રૂપ સદ્ભાવપણાનું જ સ્વરૂપ છે તેને પ્રથમ વિચારીને ત્યારબાદ તેનો ય સમય ન = દ્રવ્યનો યુગ૫દ્ રૂપે ઉભયાત્મક સ્વરૂપવાળો જે બીજો અવક્તવ્ય નામવાળો ભાગ છે તેને નજરમાં લઈને (વિચારીએ) તો તે સ્થ ઝવત્તત્રં ચ હોટ્ટવિયં વિથMવસા = તે જ દ્રવ્ય આવા પ્રકારના વિકલ્પના વશથી (વિવક્ષા કરવાના વશથી) અસ્તિ-અવક્તવ્ય પણ અવશ્ય બને જ છે. અહીં એક ખુલાસો કરવો આવશ્યક લાગે છે કે ૩૭ થી ૪૦ ગાથામાં જ્યાં જ્યાં દેશ શબ્દ વાપરેલો છે ત્યાં ત્યાં દેશનો અર્થ “વસ્તુનો એક ભાગ” એમ ન કરતાં “વસ્તુના પરિપૂર્ણ અખંડ સ્વરૂપનો એક ભાગ” આવો અર્થ કરવો. કારણ કે ઘટ નામના પદાર્થનો કોઈ એક ભાગ (ધારો કે કાંઠલાવાળો ઉપરનો ભાગ) અસ્તિરૂપ છે. અને (પીઠિકા રૂપ બીજો) એક ભાગ નાસ્તિરૂપ છે. આવો અર્થ ન કરવો. કારણ કે આખો ઘટ અસ્તિ-નાસ્તિ ઉભયાત્મક છે. માટે અસ્તિ-નાસ્તિ એમ ઉભયાત્મક એવું પરિપૂર્ણ જે વસ્તુસ્વરૂપ છે. તે વસ્તુસ્વરૂપમાંનો Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ એક અંશ અસ્તિઆત્મક છે. અને બીજો એક અંશ નાસ્તિ આત્મક છે. આવો અર્થ કરવો. વસ્તુના દેશભાગ ન કરતાં વસ્તુના અખંડ સ્વરૂપનો દેશભાગ અર્થાત્ એક અંશ એવો અર્થ કરવો. || ૩૦ || (૬) આ જ પ્રમાણે ઘટ-પટ આદિ સકલ વસ્તુગત અસ્તિ-નાસ્તિ આત્મક જે અખંડ અનંત સ્વરૂપ છે. તેમાંનો મારૂ સન્માવે ો = અસભૂત (નાસ્તિ આત્મક) સ્વરૂપવાળો જે એક અંશ છે તેની પ્રથમ વિવક્ષા કરીએ અને ત્યારબાદ તે ય૩મયાન = દ્રવ્યનો યુગપરૂપે ઉભયાત્મક એવો જે અવક્તવ્ય નામવાળો બીજો ભાગ છે તેની વિવક્ષા કરતાં તે અસ્થિ વત્તત્રં ચ દો વિયં વિચMવસા = તે જ દ્રવ્ય વિવક્ષાના વશથી નાસ્તિ અવક્તવ્ય પણ હોય છે. એટલે કે નાસ્તિ અવક્તવ્ય પણ અવશ્ય છે જ. I ૩૯ (૭) ઉપર સમજાવ્યા પ્રમાણે જ જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો અસ્તિ-નાસ્તિ આત્મક અખંડ અનંત સ્વરૂપવાળા જે છે તેમાંનો સમાવિષ્માવે તે = સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિ આત્મક” સ્વરૂપવાળો જ એક ભાગ છે તથા પરદ્રવ્યાદિની અપેક્ષાએ “નાસ્તિ આત્મક” સ્વરૂપવાળો જે બીજો એક ભાગ છે. તે બન્નેની પ્રથમ ક્રમસર વિવક્ષા કર્યા બાદ સો ય સમય નસ = જે દ્રવ્યનો ઉભય સ્વરૂપાત્મક એવો જ અંશ છે. તેની વિવક્ષા કરવાથી “તેં મલ્થિ અસ્થિ વિત્તવયં ચ વિયં વિયUવતા'' તે આ એક જ દ્રવ્ય વિવક્ષાના વશથી અતિરૂપ પણ છે. નાસ્તિરૂપ પણ છે. અને અવક્તવ્યસ્વરૂપ પણ છે. આ ત્રિકસંયોગી છેલ્લો સાતમો ભાંગો થયો. જેમ “અસ્તિ-નાસ્તિ” વિષે આ સપ્તભંગી સમજાવી. તેવી જ રીતે “નિત્ય-અનિત્ય” વિષે પણ સમજવી. જેમ કે “આત્મા નામનું જે મૂલદ્રવ્ય છે તે કર્મના ઉદયને વશ થયો છતો સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, રૂપવા-કરૂપી ઇત્યાદિ ગમે તેટલી જુદી જુદી અવસ્થાઓ પામે તો પણ તે આત્મતત્ત્વ રૂપે ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી કે ક્યારેય સર્વથા નાશ પામતો નથી. અનાદિકાળથી છે જ, અને ભાવિમાં પણ અનંતકાળ રહેશે જ. આમ દ્રવ્યાર્થિકનયની (દ્રવ્યની પ્રધાનપણે) દૃષ્ટિએ આ આત્મા નિત્ય છે. એ જ રીતે આ આત્મદ્રવ્ય દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત (નિત્ય) હોવા છતાં પણ કર્મોદય આદિ અભ્યત્તર કારણોને લીધે, તથા આહારાદિ બાહ્ય સામગ્રી રૂપ નિમિત્તોને અનુસારે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પણ અવશ્ય પામે જ છે. સદાકાળ એક અવસ્થામાં રહે એવું કુટસ્થ નિત્ય દ્રવ્ય નથી. તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ આ આત્મા અનિત્ય પણ છે જ. આ પ્રમાણે વારાફરતી બન્ને નયોની દૃષ્ટિએ જોતાં આ આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મદ્રવ્ય જ એક આવું નિત્યાનિત્ય છે. એમ નહીં પરંતુ ધર્મ-અધર્મ આકાશ-પુદ્ગલ અને જીવ એમ સર્વે પણ દ્રવ્યો આવાં જ છે. એક નયની અપેક્ષાએ નિત્ય અને બીજા નયની અપેક્ષાએ અનિત્ય છે. "सर्वं जगत् नित्यानित्यम् एव, न तु नित्यमेव वा, क्षणिकमेव वा. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ આ પ્રમાણે પ્રથમ મૂલભૂત બે ભાંગા થાય છે. ત્યારબાદ આ જ બન્ને સ્વરૂપોને એકી સાથે યુગપNણે (અક્રમે) જો કહેવા જઈએ, તેનું નિરૂપણ કરવા જઈએ, તો બન્ને સ્વરૂપોનો એકી સાથે વાચક એવો કોઈ શબ્દ નહીં હોવાથી શબ્દ દ્વારા તેનું નિરૂપણ કરવું અશક્ય છે તે માટે વસ્તુનું સ્વરૂપ યુગપલ્પણાની અપેક્ષાએ કથંચિ અવક્તવ્ય પણ છે જ. આ ત્રીજો ભાંગો થયો. ત્યારબાદ શેષ ભંગચતુષ્ટય તો પરસ્પરના મીલનથી પૂર્વની જેમ સ્વયં સમજી લેવા. પ્રથમ ભંગ આત્માના નિયત્વને પ્રગટ કરે છે અને બીજો ભંગ આત્માના અનિયત્વને પ્રગટ કરે છે. હવે જો આત્મદ્રવ્યમાં કેવલ એકલું નિત્યત્વ હોય તો બીજો ભંગ મિથ્યા ઠરે, અને જો કેવલ એકલું અનિત્યત્વ જ હોય તો પ્રથમ ભંગ મિથ્યા ઠરે. પરંતુ વસ્તુનું સ્વરૂપ તેવું એક ધર્મવાળું નથી. દ્રવ્ય-પર્યાય એમ બન્ને હોવાથી નિત્ય અને અનિત્ય એમ બન્ને છે. તેથી સિદ્ધ થાય છે કે જે નિત્યત્વ છે તે પણ અનિત્યત્વની સાથે સાપેક્ષ છે. અને જે અનિત્યત્વ છે તે પણ નિયત્વની સાથે સાપેક્ષ છે. આ બન્ને નયોનાં વિધાનો વાસ્તવિક સાચાં તો જ કહી શકાય કે જો પરસ્પર તે બાધિત ન હોય (એક બીજાનાં અવરોધક ન હોય). તેથી આત્મદ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એમ બન્ને સાપેક્ષપણે અવશ્ય છે જ. એવી જ રીતે શેષ સકલ દ્રવ્યોમાં પણ નિત્યતા અને અનિત્યતા બન્ને નયભેદની અપેક્ષાએ સાથે જ રહેલી છે. આ આત્માએ બાલ્યાવસ્થામાં જે જે સારી-નરસી ચેષ્ટાઓ કરી છે તે યુવાવસ્થામાં સ્મૃતિગોચર થાય છે અને ભાવિમાં સુખી થવાની ઈચ્છાથી તેમાં થયેલી ભૂલોને સુધારે છે. એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં સુખી થવાની ભાવનાથી યુવાવસ્થામાં ધનોપાર્જનાદિ કરે છે. આમ પૂર્વાપરના અનુસંધાનવાળું આત્મ દ્રવ્ય હોવાથી આ આત્મદ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય (શાશ્વતધ્રુવ) છે એમ સિદ્ધ થાય છે. છતાં પ્રતિસમયે કંઈક ને કંઈક અવસ્થા બદલાતી જતી હોવાથી આ આત્મદ્રવ્ય તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય (અશાશ્વત-ઉત્પાદવ્યયવાળું) પણ છે. આ રીતે મૂલભૂત દ્રવ્યની અપેક્ષાએ નિયત અને પર્યાયભેદની અપેક્ષાએ અનિત્યત્વ જો તે દ્રવ્યમાં માનવામાં આવે તો તેવું સ્વરૂપ તે દ્રવ્યમાં હોવાથી પહેલો અને બીજો ભાંગો સાચા ઠરે છે. તેને અનુસારે શેષ પાંચ ભાંગા પણ સાચા ઠરે છે). પણ જો દ્રવ્યપણે અનિત્યત્વ અને અવસ્થાભેદથી નિયત્વ સમજવામાં કે સમજાવવામાં આવે અથવા એકાન્ત નિત્ય જ છે કે એકાન્ત અનિત્ય જ છે. આમ જો સમજવામાં કે સમજાવવામાં આવે તો તેવું સ્વરૂપ પદાર્થમાં ન હોવાથી આ બન્ને ભાંગા અસત્ય ઠરે છે. જે રીતે સ્વરૂપ છે તે રીતે જ જો પદાર્થનું સ્વરૂપ સમજવામાં અને સમજાવવામાં આવે તો જ તે યથાર્થવાદ છે. એક જ દ્રવ્યમાં નિયત્વ અને અનિત્યત્વ સમજવામાં ઉપરછલ્લો પરસ્પર વિરોધ દેખાય, પરંતુ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયથી બન્ને વિધાનો વિરોધ વિનાનાં છે. યથાર્થ છે. સાચાં છે અને કોઈ પણ જાતની શંકા વિનાનાં છે. જુદી જુદી દૃષ્ટિની અપેક્ષાવાળાં હોવાથી ખરી રીતે બન્ને વિધાનો પરમાર્થથી અવિરોધી જ છે. આવી અપેક્ષાવિશેષ ધ્યાનમાં લેવા માટે જ મતિ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ - ગાથા-૪૧ નાસ્તિ વિગેરે ભાંગાઓની આગળ ચા–શ્ચિઃ વિગેરે શબ્દો લગાડાય છે અને એક ધર્મની પ્રધાનતા સમજાવવા માટે જ પાછળ વિવાર લખવામાં આવે છે. આ રીતે શરીરથી આત્મા કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. શરીરમાં જ હોવા છતાં પણ શરીરને છોડીને ભવાન્તરમાં જાય છે માટે ભિન્ન છે અને શરીરના પ્રદેશ પ્રદેશે લોહાગ્નિની જેમ એકમેક છે. માટે અભિન્ન પણ છે. આ બે ભાંગા સિદ્ધ થતાં તે બન્નેને એકી સાથે બોલવા જતાં ન બોલાય તેમ હોવાથી અવક્તવ્યનો ત્રીજો ભાંગો પણ સિદ્ધ થઈ જાય છે. આમ ત્રણ ભાંગા સિદ્ધ થતાં પરસ્પરના મીલનથી શેષ ચાર ભાંગા પણ સમજી શકાય છે. આ જ રીતે સામાન્ય-વિશેષ આદિ અનેક યુગલધર્મ રૂપ જોડીઓ ઉપર ઉપરથી ભલે વિરુદ્ધ દેખાતી હોય પરંતુ વાસ્તવિકપણે અવિરોધી એવી અનેક જોડીઓ છે અને તેમાંની એક-એક જોડીવાર સપ્તભંગી બનતી હોવાથી કુલ અનંતી સપ્તભંગીઓ છે. આ પ્રમાણે પુરૂષનું ઉદાહરણ આપીને બન્ને નયો, તથા તત્તનયથી ગમ્ય ઉભય ભાવ (સવિકલ્પ અને નિર્વિકલ્પ) આદિ વિષય ગ્રંથકારશ્રીએ સમજાવ્યો. ૩૬ થી ૪૦ || હવે ઉપરની ચર્ચાનો ઉપસંહાર કરે છેएवं सत्तवियप्पो, वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए उण, सवियप्पो णिव्वियप्पो य ।। ४१ ।। ( एवं सप्तविकल्पो वचनपथो भवत्यर्थपर्याये । વ્યનાથે પુન: સવિલ નિર્વિવત્પર્શ છે ૪૨ ૫) ગાથાર્થ - આ પ્રમાણે અર્થપર્યાયમાં સાતે પ્રકારનો વચનમાર્ગ હોય છે પરંતુ વ્યંજનપર્યાયમાં તો સવિકલ્પક અને નિર્વિકલ્પક એવા બે (કે ત્રણ) જ ભાંગા હોય છે. ૪૧ વિવેચન - ગાથા ૩૬ થી ૪૦ માં જે સપ્તભંગી સમજાવવામાં આવી છે તેમાંથી અર્થપર્યાયમાં અને વ્યંજનપર્યાયમાં કેટલા કેટલા ભાંગા સંભવે તે વિષય આ ૪૧મી ગાથામાં સમજાવે છે. જેમ અસ્તિ-નાસ્તિની સપ્તભંગી થાય છે. તેમ ભેદભેદ, નિત્યાનિત્ય, સામાન્ય-વિશેષ આદિ અનેક યુગલધર્મોની અનેક સપ્તભંગી થાય છે. જીવ-અજીવ આદિ છએ દ્રવ્યો અનંત-અનંત ધર્મોવાળા છે. તેમાંના ઉપરછલ્લી રીતે વિરૂદ્ધ દેખાતા પણ વાસ્તવિકપણે અવિરૂદ્ધ લાગતા બે બે ધર્મોની અનંતી જોડીઓ એ પદાર્થમાત્રના ધર્મ હોવાથી અર્થપર્યાય (પદાર્થના પર્યાયો) કહેવાય છે. આ અર્થપર્યાયો સ્કૂલ અને સૂમ એમ બન્ને પ્રકારના હોય છે. જેમ કે પુરૂષપણાના પર્યાયને આશ્રયી બાલ7-યુવત-વૃદ્ધત્વ અર્થપર્યાય કહેવાય છે. આ અર્થપર્યાયો પૂલ (દીર્ઘકાલવતી) હોવાથી શબ્દોથી વાચ્ય છે. તેથી વક્તવ્યતાવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ८८ કાડ-૧ – ગાથા-૪૧ સન્મતિપ્રકરણ ભાંગા સંભવે છે અને વિરોધી બે ભાવ ભેગા કરવાથી અવક્તવ્યતાવાળા ભાંગા પણ બને છે. તેથી તેમાં સાતે ભાંગા સંભવે છે. આ રીતે જે જે અર્થપર્યાયો છે તેમાં સ્કૂલપર્યાયોને આશ્રયી અર્થપર્યાયોમાં સાત વિકલ્પો સંભવે છે. અને સમય-સમયવતી જે સૂક્ષ્મ અર્થપર્યાયો છે. તેમાં કાલ સમયમાત્ર હોવાથી તે પર્યાયો બોલી શકાતા નથી. પરંતુ તે તે પર્યાયો વાસ્તવિકપણે બોલવાને અશક્ય નથી. તેથી તેમાં પણ વક્તવ્યતાવાળા અને અવક્તવ્યતાવાળા એમ સાતે ભાંગા સંભવે છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધમાં જે કહ્યું છે કે અર્થપર્યાયમાં સાતે પ્રકારનો (સાતે ભાંગાવાળો) વચનપથ (બોલવાનો માર્ગ) ઘટી શકે છે. પદાર્થનો પોતાનો આ પર્યાય છે. પદાર્થનો પોતાનો ધર્મ છે. અને તે સ્થૂલ (દીર્ઘકાલવર્તી) તથા સૂક્ષ્મ (માત્ર સમયવર્તી) બન્ને પ્રકારના અર્થપર્યાયો છે. તથા તે અર્થપર્યાયો સાત ભાંગાવાળા છે. તેથી વક્તવ્ય અને અવક્તવ્ય એમ બન્ને પ્રકારે છે. હવે જે દીર્ઘકાલવર્તી વ્યંજનપર્યાયો છે તે વ્યંજનાત્મક પર્યાય હોવાથી ઉચ્ચારણાત્મક પર્યાય છે, એમ સમજીને તે પર્યાયમાં વક્તવ્યતાવાળા જ ભાંગા ઘટે છે અને તે પ્રથમ, દ્વિતીય અને મૂલગાથા ૩૬/૩૭માં કહેલા ક્રમ પ્રમાણે ચતુર્થભંગ એમ ત્રણ ભાંગા ઘટે છે. કારણ કે આ પર્યાયો વ્યંજનાત્મક એટલે ઉચ્ચારણાત્મક હોવાથી શબ્દોની સાપેક્ષતાવાળા છે. તેથી અવક્તવ્ય કે અવક્તવ્યતાથી યુક્ત એવા શેષ ભાંગા સંભવતા નથી તેથી આ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે જે વ્યંજનપર્યાયો છે તે માત્ર ૧ સવિકલ્પક, ૨ નિર્વિકલ્પક એમ બે ભાંગાવાળા અથવા તો બન્નેના યોગવાળા ચાર નંબરવાળા સવિકલ્પ-નિર્વિકલ્પક એમ ત્રણ ભાંગાવાળા હોય છે. સારાંશ કે અર્થપર્યાયો સાત ભાંગાવાળા અને વ્યંજનપર્યાયો ત્રણ ભાંગાવાળા હોય છે. જેમ કે સજીવપદાર્થમાં “પુરૂષ” પણાનો પર્યાય અને અજીવપદાર્થમાં “ઘટ” પણાનો પર્યાય દીર્ઘકાલવર્તી હોવાથી સદ્ગશપર્યાયપ્રવાહ સ્વરૂપ છે. તેથી તે “આ પુરૂષ છે. આ પુરૂષ છે” આમ, તથા “આ ઘટ છે આ ઘટ છે” આમ એક સરખું સશસ્વરૂપ હોવાથી સામાન્યપણે એટલે કે પુરૂષપણે અને ઘટપણે ભેદ પડતા નથી. તેથી એકરૂપ છે એટલે કે નિર્વિકલ્પક છે તથા બાલાદિભાવે અને સ્થાશ-કોશ-કુશુલ ઇત્યાદિ વિશેષરૂપે ભેદો પણ થાય છે. વિકલ્પો પડે છે. તેથી સવિકલ્પક પણ છે. આ રીતે નિર્વિકલ્પક અને સવિકલ્પક બન્ને ભાવો વ્યંજનપર્યાયમાં ઘટે છે. તેથી વક્તવ્યતાવાળા ૧-૨-૪ એમ ત્રણ ભાંગા જાણવા. અર્થપર્યાયો સ્કૂલ અને સૂમ બન્ને પ્રકારના હોવાથી વક્તવ્યતાવાળા અને અવક્તવ્યતાવાળા હોય છે તેથી તેમાં સાતે ભાંગા સંભવે છે. વિશેષાર્થીએ આ ગાથાનો ભાવાર્થ ગીતાર્થો પાસેથી વધારે સમજવા પ્રયત્ન કરવો. I૪૧ી. જે દ્રવ્ય જ્યારે જેવા પર્યાયરૂપે પરિણામ પામ્યું હોય છે તે દ્રવ્ય ત્યારે તેવા પર્યાય રૂપે જરૂર છે. છતાં તે દ્રવ્ય તેવું જ છે, અર્થાત્ ભૂતકાળના પસાર થઈ ચુકેલા અને ભાવિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૪૨ ૮૯ સન્મતિપ્રકરણ આવવાવાળા પર્યાયો વિનાનું જ છે. આવી પૂર્વાપર નિરપેક્ષ એવી એટલે કે દ્રવ્યાર્થિક નયથી નિરપેક્ષ ફક્ત એકલા પર્યાયાર્થિકનય માત્રની દેશના (જેમ કે બૌદ્ધદર્શનની દેશના) એ પરિપૂર્ણ દેશના નથી. તે સમજાવે છે - जह दवियमप्पियं तं, तहेव अत्थित्ति पज्जवणयस्स । ण य स समयपन्नवणा, पज्जवणयमत्तपडिपुण्णा ।। ४२ ।। ( यथा द्रव्यमर्पितं तद् तथैवास्तीति पर्यवनयस्य । ન ર સ સમયપ્રજ્ઞાપના, પવનયમાત્રપ્રતિપૂf I ૪ર II) ગાથાર્થ - જે કાલે દ્રવ્ય જેવું અર્પિત (એટલે ઉપસ્થિત હોય અર્થાત્ જે ભાવે પરિણામ પામ્યું) હોય તે કાલે તે દ્રવ્ય તેવું જ છે. આવી એકાન્તવાદ વાળી પર્યાયાર્થિકનયની (દુર્નયની) દેશના હોય છે. પણ (દ્રવ્ય નિરપેક્ષ એવી) પર્યાય માત્રમાં જ પૂર્ણતા વાળી કેવલ એકલા પર્યાયાર્થિક નયમાત્રની આ દેશના, તે સમ્યક્ પ્રરૂપણા અથવા સ્વસમયની પ્રરૂપણા (વીતરાગની વાણી) નથી. ૪૨. વિવેચન - જે કાલે જે દ્રવ્ય જેવા પર્યાય રૂપે પરિણામ પામ્યું હોય છે તે કાલે તે દ્રવ્યમાં જે પર્યાય આવિર્ભત (પ્રગટ) થયો હોય છે, તે દ્રવ્ય તે કાલે તે પર્યાયવાળું તો અવશ્ય છે જ. તે દ્રવ્યમાં તે વર્તમાન પર્યાય હોવામાં કોઈ શંકા નથી જ. પરંતુ તે દ્રવ્ય તે પર્યાયવાળું જ માત્ર છે અને ભૂત-ભાવિના પર્યાયોથી રહિત છે તથા વર્તમાન પર્યાયમાત્ર જ છે પણ તેમાં સામાન્યદ્રવ્ય નથી. આવું જ (બૌદ્ધદર્શન આદિ) સમજે છે અને સમજાવે છે તે દેશના, એ સમ્યક્ પ્રરૂપણા નથી. જિનેશ્વર વીતરાગ પ્રભુની વાણી નથી. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની વાણી કેવળ એકલા પર્યાયાર્થિક નયમાત્રથી જ પ્રતિપૂર્ણ હોતી નથી. “ સમન્નિવUT" આવો પાઠ લઈએ તો સ = તેવો એકાન્તવાક્ય પ્રયોગ, સમય = સમ્યક, પત્રવI = પ્રતિપાદન નથી. ટીકામાં કહ્યું છે કે = તિ નેન્તિવાવી તૂતમારું = “ર" કૃતિ પ્રતિષેધે, “" રૂતિ તથાવિથો નયવાચ: પરાકૃશ્યતે, “સમય" સીમ્ યતે परिच्छिद्यते इति समयोऽर्थस्तस्य "प्रज्ञापना" = प्ररूपणा पर्यायनयमात्रे द्रव्यनयनिरपेक्षे पर्यायनये प्रतिपूर्णा पुष्कला सम्पद्यते । અર્થ - તેવા પ્રકારનું તે એકાન્તનયવાળું વાક્ય સમ્યક્ અર્થની પ્રરૂપણારૂપ નથી. દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ એવા કેવલ એકલા પર્યાયાર્થિકનયમાં પરિપૂર્ણ પ્રરૂપણા સંભવતી નથી. પરંતુ “ સમયપન્નવા' આમ છુટો પાઠ ન લેતાં “સમયપન્નવUT'' આમ ભેગો પાઠ લઈએ અને સમયપ્રરૂપUT અર્થ કરીએ તો પણ અર્થસંગતિ થાય છે. બન્નેનો ભાવાર્થ સરખો જ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૧ – ગાથા-૪૨ સન્મતિપ્રકરણ ચક્ષુ વિગેરે પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનારો આ જીવ જે દ્રવ્ય જે કાલે જે સ્વરૂપે પરિણામ પામ્યું હોય છે તે કાલે તે પુરુષ તે દ્રવ્યને તે વર્તમાન સ્વરૂપને જ દેખે છે. અને તેથી તે દ્રવ્યને તેવું જ છે એમ માનવા પ્રેરાઈ જાય છે. આવા પ્રકારના વર્તમાન કાલીન સ્વરૂપને જ જોનારો તે જીવ ક્યારેક ભૂત-ભાવિના પર્યાયોની અવગણના પણ કરે છે. અને તે સર્વ પર્યાયોમાં રહેલા વૈકાલિક સામાન્ય વતત્ત્વની પણ ક્યારેક અવગણના કરે છે. આ (એકાન્ત) ૠજુસૂત્ર નય કહેવાય છે. આવી દૃષ્ટિ બૌદ્ધદર્શનની અને તેના અનુયાયિઓની છે. એટલે જ તે ક્ષણિકવાદી કહેવાય છે. જેમકે કૃષિંડમાંથી બનેલા ઘટને ચક્ષુથી ઘટરૂપે દેખતો તે પુરૂષ તે પદાર્થને “આ ઘટ જ છે” અયં ઘટ વ્ આમ એકાન્તવાદપૂર્વક સ્વીકારી લે છે. અને હકીકતથી જોઈએ તો તે ઘટ જરૂર છે. પરંતુ ઘટ જ છે એમ નથી. તેની અંદર માટી દ્રવ્ય નામનું ધ્રુવતત્ત્વ પણ છે જ. એક માટીનો ઘટ હોય અને બીજો એવો જ સોનાનો ઘટ હોય તો બન્નેની કિંમતમાં ફરક છે. તથા માટીનો ઘટ ભાંગે તુટે ત્યારે ઘડાના ઠીકરાંને લોકો ફેંકી દે છે. પરંતુ સોનાના ઘટના ભાંગેલા ટુકડાઓને કોઈ ફેંકી દેતું નથી. તેનો અર્થ એ છે કે ઘટકાલે પણ માટીના ઘટમાં મૃદ્રવ્ય અને સુવર્ણના ઘટમાં સુવર્ણદ્રવ્ય અંદર અવશ્ય છે જ. ८० તથા ફુટેલા ઘટનાં રસ્તામાં પડેલાં કપાલને (ઠીકરાંને) ચક્ષુથી જોઈએ તો તે દ્રવ્ય વર્તમાનકાલે કપાલરૂપે (ઠીકરાં રૂપે) જ દેખાય છે. અને કપાલ (ઠીકરાં) છે પણ ખરાં, છતાં તે કપાલને જોઈને “અહીં કોઈનો પણ ઘટ ફુટ્યો હોય તેમ લાગે છે” આવી જે પ્રતીતિ થાય છે. તેથી તે કપાલકાલે પણ તેમાં ઘટપર્યાય તિરોભાવે જરૂર રહેલો છે. કેવલ એકલો વર્તમાન કાલવી કપાલપર્યાય જ છે, આમ નથી. સારાંશ કે કોઈ પણ વિવક્ષિત એક પર્યાયને પામેલું તે દ્રવ્ય ભૂત-ભાવિના પોતાના અનંત-અનંત પર્યાયો વિનાનું નથી. તે અતીત-અનાગત પર્યાયોથી સર્વથા વિખુટું પડેલું માત્ર વર્તમાનપર્યાય વાળું જ નથી. પરંતુ તે અતીત-અનાગત પર્યાયોની સાથે સંકળાયેલું પણ છે. એટલે કે વર્તમાન પર્યાય આવિર્ભાવે અને અતીત-અનાગત પર્યાય તિરોભાવે એમ ત્રૈકાલિક પર્યાયયુક્ત એવું તે દ્રવ્ય છે. અને ત્રણે કાલે પરિવર્તન પામતા તે તે અનંત-અનંત પર્યાયોમાં મૂલભૂત દ્રવ્યાત્મક સામાન્ય ધ્રુવતત્ત્વ પણ અવશ્ય તેમાં રહેલું જ છે. કેવલ એક વર્તમાન સમય પુરતું જ દ્રવ્ય છે, પૂર્વાપર સમયમાં નવું નવું દ્રવ્ય હોય છે, આમ પણ નથી. તેથી સર્વે પણ પદાર્થો દ્રવ્ય - પર્યાય એમ ઉભયાત્મક છે અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ એમ ત્રિપદીમય છે. આ જ વાત ગ્રંથકારશ્રી પોતે જ હવે પછીની ગાથાઓમાં “પુરુષ’” નું ઉદાહરણ આપીને વધારે વિસ્તારથી સમજાવે છે. II૪ ૨ વૈકાલિક પર્યાયયુક્ત દ્રવ્ય છે. દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક પદાર્થ છે તે ઉપર પુરૂષનું ઉદાહરણ - Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૪૩ पडिपुण्णजोव्वणगुणो, जह लज्जइ बालभावचरिएण । कुणइय गुणपणिहाणं, अणागयसुहोवहाणत्थं ।। ४३ ।। (प्रतिपूर्णयौवनगुणो, यथा लज्जति बालभावचरितेन । જોતિ ચ મુળપ્રાિધાનં, અનાગતમુોપધાનાર્થમ્ ॥ ૪રૂ ૫) ૯૧ ગાથાર્થ - સંપૂર્ણ પણે પ્રાપ્ત કર્યા છે યૌવનાવસ્થાના ગુણો (ભાવો) જેણે એવો પુરૂષ જેમ બાલ્યાવસ્થાની ચેષ્ટા વડે શરમાય છે અને અનાગત (ભાવિ) અવસ્થાનાં સુખ મેળવવા માટે ગુણોની ઇચ્છા કરે છે. (તેથી દ્રવ્ય પર્યાય એમ ઉભયાત્મક પદાર્થ છે અને તે ત્રિપદીમય છે.) ॥ ૪૩ ॥ વિવેચન - ઉપરની ૪૨ મી ગાથામાં કહેવામાં આવ્યું છે કે “જે દ્રવ્ય જ્યારે જેવું ઉપસ્થિત છે. તે દ્રવ્ય તેવું જ છે” આ પ્રમાણે એકાન્ત પર્યાયાર્થિકનય પોતાનામાં જ પરિપૂર્ણ વસ્તુસ્વરૂપ માની લેતો હોવાથી અને ભૂત-ભાવિના પર્યાયોની સાથે અનુસંધાનવાળા મૂલભૂત દ્રવ્યનો અપલાપ કરતો હોવાથી, તે પર્યાયાર્થિક નયની જે દેશના છે, તે જૈનદર્શનની પ્રરૂપણા નથી. એકાન્તતાવાળી એક નયની દેશના હોવાથી વીતરાગની વાણી નથી. જેમ કે પૂરેપુરી ખીલેલી છે યુવાવસ્થા જેમાં એવો યુવાવસ્થામાં આવેલો એક પુરૂષ છે. તે પુરૂષમાં ગુણ-દોષની, સારાસારની અને લાભ-નુકશાનની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ જ્યારે વિકાસ પામેલી થાય છે, ત્યારે તેને પોતાની બાલ્યાવસ્થામાં કરેલી પોતાની ભૂલો સ્મૃતિગોચર થાય છે અને તે ભૂલોથી તે પુરૂષ લજ્જા પામે છે. અને મનમાં ને મનમાં એકલો વિચાર કરે છે કે અરે ! બાલ્યાવસ્થામાં મેં આ શું કર્યું ? કેવી કેવી ભૂલો કરી ? મનમાં પસ્તાય છે. અન્ય જે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું અનુચિત કાર્ય કર્યું હોય છે, તે વ્યક્તિને જોતાં જ શરમાઈ જાય છે. મુખ છુપાવે છે. આ પ્રસંગ, ભૂતકાલના જીવન સાથે વર્તમાનકાળનું અનુસંધાન સાબિત કરે છે. તથા તે જ યુવાવસ્થાવાલો પુરૂષ, પોતાની ભાવિ અવસ્થા વધુ ને વધુ સુખમય બને તે માટે ગુણો મેળવવા પ્રેરાય છે. આ પ્રસંગ ભાવિના જીવન સાથે અનુસંધાન સિદ્ધ કરે છે. આ રીતે યુવાવસ્થામાં ભૂતકાલના દોષસ્મરણથી થતી લજ્જા, અને ભાવિ સુખની આશામાંથી પ્રગટ થતી ગુણરૂચિ, આ બન્ને યુવાવસ્થામાં વર્તતા પુરૂષનો ભૂત અને ભાવિની અવસ્થા સાથે સંબંધ સિદ્ધ કરે છે. કારણ કે યુવાવસ્થામાં વર્તતો આ જ પુરૂષ, જો ભૂતકાલીન બાલ્યાવસ્થામાં ન હોત (અને તેમાં બીજો જ પુરૂષ હોત) તો, અથવા ભૂતકાલીન બાલ્યાવસ્થામાં આ જ પુરૂષે ભુલો ન કરી હોય (અને તે ભુલો બીજા જ પુરૂષે કરી હોય) તો અત્યારે આ પુરૂષ શા કારણે શરમાય ? તેને લજ્જા-ગ્લાનિ થવાનું શું કારણ ? જો બન્ને Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૨. કાડ-૧ – ગાથા-૪૩ સન્મતિપ્રકરણ અવસ્થામાં દ્રવ્ય એક જ ન રહેતું હોય અને બૌદ્ધદર્શનાદિ કહે છે તેમ પર્યાયની સાથે દ્રવ્ય પણ જો ક્ષણિક જ હોય અને તેથી સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભય રૂપે ન હોય અને માત્ર સર્વથા ક્ષણિક જ હોય, તથા તે કારણે પર્યાયની જેમ મૂલભૂત દ્રવ્ય પણ ચાલ્યું જ જતું હોય આવું જ માનીએ તો આ યુવાન પુરૂષને લજ્જા-ગ્લાનિ અને દુઃખ કેમ થાય? જો પુરૂષમાં દ્રવ્યનો અન્વય ન માનીએ તો તે પુરૂષે પોતે તો દોષસેવન કર્યું જ નથી તો લજ્જા પામવાની શી જરૂર ? એવી જ રીતે આ યુવાન પુરૂષ ભાવિમાં જ રહેવાનો ન જ હોય, અને અવસ્થાના પરિવર્તનની જેમ અવસ્થાવાન પુરૂષ વ્યક્તિનો પણ બદલો જ થઈ જતો હોય તો તે યુવાન પુરૂષ ભાવિ સુખ મેળવવા માટે ગુણોના લાભને શા માટે ઈચ્છે? જો ભાવિમાં પોતે રહેવાનો જ નથી, અન્ય જ પુરૂષ આવવાનો છે તો “જો હું અત્યારે ગુણો મેળવીશ તો ભાવિમાં સુખી થઈશ” આવી ઈચ્છા પણ કેમ કરે ? કારણ કે પોતે તો ક્ષણિક હોવાથી બીજા જ ક્ષણે ચાલ્યો જવાનો છે. પરંતુ આવું બનતું નથી તેથી બાલ્યાવસ્થાના દોષસ્મરણથી થતી લજ્જા આદિથી અને ભાવિ અવસ્થામાં સુખપ્રાપ્તિ માટે કરાતા ગુણપ્રાપ્તિના પ્રયત્નોથી ત્રણે અવસ્થામાં તે પુરૂષ વ્યક્તિરૂપ મૂળભૂત દ્રવ્ય ધ્રુવ (નિત્ય) પણ અવશ્ય છે જ. આ રીતે કેવળ એકલા આજુસૂત્રનયની દૃષ્ટિવાળો મનુષ્ય જે કાલે જે દ્રવ્ય જેવા પર્યાયને પામ્યું હોય છે તે દ્રવ્યને તેવું જ છે એમ દેખે છે. અને તેથી દ્રવ્ય પ્રતિસમયે ઉત્પાદવ્યય વાળું જ દેખાય છે. ધ્રુવતત્ત્વ તેને દેખાતું નથી. તથા પ્રતિસમયે ભિન્નતા જ જણાય છે. અને પૂર્વાપર અનુસંધાનવાળા તત્ત્વનો અપલાપ કરે છે. તેથી તે એકનયની દેશના અધૂરી છે. અપૂર્ણ છે. પર્યાયાર્થિકનયની આ દૃષ્ટિ ભેદપ્રધાન હોવાથી ઉપર સમજાવેલા બાલ્યયૌવન-વૃદ્ધત્વ ભાવોને ભિન્ન ભિન્ન માને છે. આવા પ્રકારની કેવલ એકલા પર્યાયાર્થિક નયની દેશના મિથ્યા છે. તેવી જ રીતે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અભેદપ્રધાન હોવાથી ઉપર જણાવેલી ત્રણે અવસ્થામાં સૈકાલિક એક ધ્રુવમય આત્મા જ છે, આમ માને છે. તે નય પણ ખોટો છે. કારણ કે તેમ માનવાથી દ્રવ્યમાં પ્રતિસમયે થતા પરિવર્તનનો અપલોપ થઈ જાય છે. આમ આ બન્ને નયો પોત પોતાની અપેક્ષાએ સાચી વાત કરતા હોવા છતાં, અને પોતાના પ્રદેશમાં સમર્થ હોવા છતાં જ્યારે બન્ને નો એકાન્ત ભિન્ન ભિન્ન હોય છે. અર્થાત્ પરસ્પર નિરપેક્ષ હોય છે. ત્યારે અપૂર્ણમાં પૂર્ણતા માનતા હોવાથી તે બન્ને નયો મિથ્યા ઠરે છે. અને તેઓએ એકાત્તતા પૂર્વક રજુ કરેલી દેશના જૈનપ્રરૂપણામાં સ્થાન પામતી નથી. એટલે જિનેશ્વર પ્રભુની દેશના કહેવાતી નથી. તે મિથ્યાદેશના કહેવાય છે આમ જાણવું. આ રીતે જગતના સચેતન-અચેતન સર્વે પણ પદાર્થો પર્યાય રૂપે બદલાતા (ઉત્પત્તિવ્યયવાળા) પણ છે. અને દ્રવ્ય રૂપે સ્થિર (ધ્રુવ) પણ છે. તેથી સર્વ જગત નિત્યાનિત્ય છે. દ્રવ્ય-પર્યાયમય છે. ત્રિપદીયુક્ત છે. સ-અસત્, સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૪૪ ૯૩ સાંખ્યાદિ દર્શનો એકલું નિત્ય જ અને બૌદ્ધાદિ દર્શનો એકલું અનિત્ય જ કહે છે તેવું આ જગત નથી. તેવી જ રીતે એકલું સમાન કે એકલું વિશેષ પણ નથી. એકલું સત્ કે એકલું અસત્ પણ નથી. || ૪૩ || “પુરૂષ” નામનું દ્રવ્ય વાસ્તવિક કેવું છે? તેના કથન દ્વારા જીવના વાસ્તવિક સ્વરૂપનો તથા તેને અનુસાર સર્વે પણ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય - ण य होइ जोव्वणत्थो बालो, अण्णो वि लज्जइ ण तेण । ण वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ।। ४४ ॥ (न च भवति यौवनस्थो बालः, अन्योऽपि लज्जति न तेन । ના િવાના તવો મુJાપ્રસાધનં યુતે વિમો / ૪૪ ) ગાથાર્થ - યુવાનીમાં વર્તતો પુરૂષ હવે કંઈ બાળક નથી. (અર્થાત્ કથંચિ ભિન્ન છે) છતાં “Uો વિ ” એકાન્ત ભિન્ન પણ નથી. નઝરૂ તેT = તેથી જ લજ્જા પામે છે. વિમત્તે = જો એકાન્ત ભિન્ન જ છે એમ માનીએ તો બાલ્યભાવના ચરિત્રવડે લજ્જા તથા ભાવિના વય (અવસ્થા-ઉમર) માટે કરાતું ગુણોનું પ્રસાધન જ વિ ચ = ઘટી શકે નહીં. તથા એકાને અભિન્ન માનીએ તો પણ ભાવિના ગુણોનું પ્રસાધન અને બાલ્ય ચરિત્ર વડે લજ્જા ઘટે નહીં. તે ૪૪ || વિવેચન - આ ગાથામાં પુરૂષ નામના આ ઉદાહરણમાં ભેદ તથા અભેદ સમજાવવામાં આવ્યો છે. તથા તેની યુક્તિ પણ આપવામાં આવી છે. ચ દ નોધ્યસ્થી વાનો = યુવાનીમાં આવેલો પુરૂષ હવે કંઈ તે બાળક નથી. આ વાત અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષ છે. તેથી તેની યુક્તિ મૂળગાથામાં કહી નથી. બાળક જેમ ધૂળીયા હોય છે. ધૂળમાં રમવાની પ્રીતિવાળા હોય છે. મળ-મૂત્ર આદિ કરવામાં અવિવેકવાળા હોય છે. કાલીઘેલી ભાષા બોલે છે. લોકો તેને ખોળામાં લઈને રમાડે છે. વાત્સલ્યભાવથી ચુંબન આદિ પણ કરે છે. આ બધા જ ભાવો યુવાવસ્થામાં સંભવતા નથી. તેથી યુવાનીમાં આવેલો પુરૂષ હવે કંઈ બાળક નથી. પણ બાલ્યાવસ્થાથી ભિન્ન છે. તેથી જ બાલ્યાવસ્થાનું આચરણ આચરતો નથી. આ પંક્તિ બાલત્વ અને યૌવનત્વનો ભેદ સૂચવે છે. તથા “વિન, તે નઝરૂ'' = યુવાનીમાં આવેલો આ પુરૂષ બાલ્યાવસ્થાથી સર્વથા અન્ય પણ નથી. એકાન્ત ભિન્ન પણ નથી. કારણ કે પહેલાં જે બાળક હતો તે જ પુરૂષ હવે યુવાન બન્યો છે. અર્થાત્ અભિન્ન છે. તેથી જ બાલ્યાવસ્થાના ભૂલભરેલા આચરણની સ્મૃતિ થવાથી શરમાય છે. જો એકાન્ત ભિન્ન જ હોત તો શા માટે શરમાત? Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૪૫-૪૬ સન્મતિપ્રકરણ તથા વિમત્તે = જો એકાન્ત ભિન્ન જ માનીએ તો મUT = ભાવિની જે ઉંમર એટલે કે ભાવિની જે અવસ્થા આવવાની છે, તેના સુખ માટે ગુણોની સાધના જે આ પુરૂષ કરે છે, તે કેમ ઘટે ? અર્થાત્ ન જ ઘટે. તે માટે બાલ્ય અને યૌવન વચ્ચે, તથા યૌવન અને વૃદ્ધત્વ વચ્ચે અનુસંધાનવાળું કોઈ એક અભેદભાવવાળું તત્ત્વ પણ છે. એટલે કે ત્રણે અવસ્થામાં “આત્મા” નામનું સ્થાયી-ધ્રુવ દ્રવ્ય પણ છે. આ અભેદસૂચક પંક્તિ છે “આત્મા” નામનું તત્ત્વ જેમ ભેદભેદવાળું છે. નિત્યાનિત્યતાવાળું છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વાળું છે તેમ જગતના સર્વે પણ પદાર્થો ભેદાભદવાળા, નિત્યાનિત્યતાવાળા અને ત્રિપદીમય છે. એકાન્ત ભેદ કે એકાતે અભેદ નથી. ગુગડું અને વિમત્તે આ બે પદોની વચ્ચે મ પ્રશ્લેષ હોવાથી વિમત્તે પદ પણ સંભવે છે. એટલે કે બાલ્ય-યુવા અને વૃદ્ધત્વ વચ્ચે એકાન્ત ભેદ માનીએ તો બાલચરિત્રથી લજ્જા અને ભાવિ સુખ માટે ગુણપ્રસાધન ઘટતું નથી. તેની જેમ એકાન્ત અભેદ માનીએ તો પણ ઉપરોક્ત વ્યવહરો ઘટતા નથી. ટીકામાં કહ્યું છે કે મારyત્તેપદ્મવિભ મેTHવેડનિતસ્વરૂપતા તwથવાगुणयत्नासम्भवात् । तस्मानाभेदमानं तत्त्वम्, कथञ्चिद्धेदव्यववहृति प्रतिभासबाधितत्वात् । नापि भेदमात्रम्, एकत्वव्यवहारप्रतिपत्तिनिराकृतत्वादिति भेदाभेदात्मकं तत्त्वमभ्युपगन्तव्यम्, अन्यथा सकलव्यवहारोच्छेदप्रसक्तिः । સોનાના કડાને ભાંગીને કુંડલ બનાવ્યું. ત્યાં કુંડલ પર્યાય વર્તમાન હોવાથી ઉપસ્થિત છે, અર્પિત છે. છતાં કંડલ દેખીને ભાંગેલા કડાની સ્મૃતિ થાય છે. ભાવિમાં કોઈ કારણસર તે કુંડલને ભાંગીને કેયૂર બનાવવાનું હોય તો કુંડલને ભાંગતા સોનીને ભાવિમાં બનાવવાવાળા કેયૂરના ઘાટની ઝાંખી કરાવવામાં આવે છે તેથી તે સુવર્ણદ્રવ્યમાં તે ત્રણે પર્યાયો તથા ત્રણે પર્યાયોમાં વર્તનારૂં સુવર્ણ નામનું સામાન્ય દ્રવ્ય એમ બન્ને છે. વર્તમાનાવસ્થા વાળો કુંડલ પર્યાય તેમાં પ્રગટ છે (આવિર્ભાવ છે) અને ભૂતકાલીન કહાપર્યાય તથા ભાવિકાલીન કેયૂર પર્યાય તેમાં અપ્રગટપણે છે (તિરોભાવે છે) આ રીતે પુરૂષના ઉદાહરણથી સર્વત્ર સમજવું. ૪૪ો. નારૂ-વ-વૈ-નવચ્છ-સUT-સંબંધો દારૂ I बालाइ भावदिट्ठविगयस्स जह तस्स संबंधो ॥ ४५ ॥ तेहिं अतीताणागयदोसगुणदुगुंछणऽब्भुवगमेहिं । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ॥ ४६ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાઠ-૧ – ગાથા-૪૫-૪૬ ૯૫ સંસ્કૃત છાયા (નાત-બ્રુ-રૂપ-નક્ષ-સંજ્ઞા-સ્વસ્થતોfથતી | बालादिभावदृष्टविगतस्य, यथा तस्य सम्बन्धः ॥ ४५ ।। ताभ्यामतीतानागतदोषगुणदुर्गञ्छनाभ्युपगमाभ्याम् । તથા વચનોક્ષ-સુરવ્ર શ્વપ્રાર્થના મવતિ નવી ! ૪૬ ૫) ગાથાર્થ - જાતિ, કુલ, રૂપ, લક્ષણ, સંજ્ઞા અને સંબંધ વિશેષથી અભેદભાવને પામેલા, તથા બાલ્યાદિ અવસ્થારૂપ ભાવોથી જોવાયો છે (ઉત્પાદ અને) વ્યય જેમાં એવા ભેદભાવવાળા તે પુરૂષનો જે રીતે સંબંધ ઘટે છે, તે રીતે સંબંધ સ્વીકારીએ તો જ, તથા અતીતકાલીન દોષોની દુર્ગછા અને અનાગતકાલીન ગુણોની પ્રાપ્તિ માનીએ તો જ જીવમાં બંધ અને મોક્ષ, તથા સુખ અને દુઃખની પ્રાર્થના યુક્તિયુક્તપણે ઘટે છે. / ૪૫-૪૬ | વિવેચન - “પુરુષ” એ ભેદભેદાત્મક તત્ત્વ છે. આ જ વાત ૪૫ મી ગાથામાં શારીરિક બાહ્યભાવો દ્વારા અને ૪૬મી ગાથામાં આન્તરિક માનસિક કારણો દ્વારા સમજાવવામાં આવી છે. જે પુરૂષ, પુરૂષજાતિ પણે જન્મે છે તે મરણ સુધી પુરૂષપણે જ રહે છે. સ્ત્રી જાતિ પણે જન્મે છે તે મરણ સુધી સ્ત્રી જાતિ પણે જ રહે છે. આમ જાતિથી જન્મથી મરણ સુધી તેનો તે જ રહેતો હોવાથી અભેદ છે. એવી જ રીતે બ્રાહ્મણકુળમાં જન્મેલો પુરૂષ મરણ સુધી બ્રાહ્મણ જ રહે છે, ક્ષત્રિયકુલમાં જન્મેલો પુરૂષ ક્ષત્રિય જ, વૈશ્યકુળમાં જન્મેલો વૈશ્ય જ અને શુદ્ર કુલમાં જન્મેલો શુદ્ર જ રહે છે. જે પુરૂષથી વિવણિત પુરૂષ જમ્યો હોય છે તે મરણપર્યન્ત તેના જ પુત્ર રહે છે. આમ કુલ આશ્રયી પણ જન્મથી મરણ સુધી તેનો તે જ રહેતો હોવાથી અભેદ છે. એવી જ રીતે રૂપને આશ્રયી પણ શ્વેતવર્ણવાળો શ્વેત જ રહે છે. કૃષ્ણવર્ણવાળો કૃષ્ણ જ રહે છે. નીલવર્ણવાળો નીલ જ રહે છે. શરીરમાં તલ-ખુંધ-ગાલ ઉપર લાલ ચાઠું ઇત્યાદિ જે લક્ષણોવાળો જે પુરૂષ જન્મે છે. તે જ લક્ષણોવાળો તે પુરૂષ મરણપર્યન્ત રહે છે. “ચૈત્રમૈત્ર-દેવદત્ત-યજ્ઞદત્ત” ઇત્યાદિ જે સંજ્ઞા જન્મકાલે કરવામાં આવે છે. તે જ સંજ્ઞા મરણપર્યન્ત રહે છે. અને તે જન્મ પામેલ પુરૂષ, જેનો પુત્ર, જેનો ભાઈ, જેનો પૌત્ર તથા જેનો ભાણેજભત્રીજો આદિ સંબંધોવાળો હોય છે તે જ સંબંધોવાળો મરણપર્યન્ત રહે છે. આ રીતે જાતિકુલ-રૂપ-લક્ષણ-સંજ્ઞા અને સંબંધ આવા ધર્મોથી તે પુરૂષ જન્મથી મરણ પર્યન્ત તેનો તે જ હોવાથી અભેદભાવવાળો છે. આ અભેદની સિદ્ધિ માટેની યુક્તિ કહી. હવે ભેદ સમજાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૧ - ગાથા-૪૫-૪૬ સન્મતિપ્રકરણ જન્મથી મરણ સુધીમાં પ્રથમ નાની ઉંમર સુધી તે પુરૂષને બાલક કહેવાય છે. કંઈક વધારે ઉંમર થતાં કુમાર કહેવાય છે તેથી વધારે ઉંમર થતાં યુવાન કહેવાય છે. અને ઘણી વધારે ઉંમર થતાં વૃદ્ધ કહેવાય છે. આ બાલ્ય-કુમાર-યૌવન અને વૃદ્ધત્વ અવસ્થાઓ જન્મથી મરણપર્યન્ત એકને એક કોઈની રહી નથી, રહેતી નથી અને રહેશે નહીં, અવશ્ય બદલાય જ છે. પરિવર્તન થાય જ છે. તેથી જ કુમારાવસ્થામાં બાલ્યાવસ્થાના, યૌવનાવસ્થામાં કુમારાવસ્થાના અને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાના ભાવો થતા નથી. તેથી એકનો એક આ પુરૂષ બાલ્યાદિ ભાવોને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો, પરિવર્તનશીલ, અર્થાત્ બદલાતો પણ જરૂર દેખાય છે. આ ભેદની સિદ્ધિ માટેની યુક્તિ કહી છે. ૯૬ અહીં ‘‘સંબંધ” શબ્દ બે અર્થમાં વપરાયેલ છે. જાતિ-કુલ-રૂપ-લક્ષણ અને સંજ્ઞા વડે કરાયેલ જે સંબંધ, તે સંબંધને આશ્રયી અભેદ છે. અથવા જાતિ-કુલ-રૂપ-લક્ષણ સંજ્ઞા અને સંબંધ (જન્મજનકભાવરૂપ), આમ છ પ્રકારે અભેદ છે. ટીકામાં કહ્યું છે કે - જ્ઞાતિઃ પુરુષત્વતિષ્ઠા, તં પ્રતિનિયતપુરુષત્વત્વમ્, વં चक्षुर्ग्राह्यत्वलक्षणम्, लक्षणं तिलकादि सुखादिसूचकम्, संज्ञा प्रतिनियतशब्दाभिधेयत्वम्, एभिर्य: सम्बन्धस्तदात्मपरिणाम्:, ततस्तमाश्रित्य अधिगतस्य ज्ञानस्य तदात्मकत्वेनाभिन्नावभासविषयस्य यद्वा सम्बन्धः = जन्यजनकभाव:, एभिरधिगतस्य तत्स्वभावस्यैकात्मकस्येति થાવત્ । જાત્યાદિ છ પ્રકારના ભાવો વડે અભેદ અને બાલ્યાદિ ચાર પ્રકારના ભાવો વડે જે ભેદ સમજાવવામાં આવ્યો છે તે શરીર સાથે સંબંધવાળા ભાવો હોવાથી બાહ્ય ભાવો કહેવાય છે. તે બાહ્યભાવોને આશ્રયી પુરૂષમાં ભેદાભેદ જણાવ્યો. આ વ્યવહારથી ભેદાભેદ સમજાવ્યો. હવે આન્તરિક માનસિક ભાવો વડે તે જ પુરૂષમાં ભેદાભેદ સમજાવવામાં આવે છે. અતીતકાલમાં સેવેલી ભુલોની (દોષોની) દુર્ગંછા અને અનાગતકાલમાં પ્રાપ્ય એવા ગુણોની અભિલાષા વડે પણ તે પુરૂષમાં ભેદાભેદ સિદ્ધ થાય છે. યુવાવસ્થામાં આવેલો તે પુરૂષ ત્રણ અવસ્થામાં અભેદ (એકનો એક) હોય તો જ અતીતદોષોની દુર્ગંછા, અને અનાગત સુખોની (ગુણોની) ઘેલછા તેને થાય, જો પુરૂષ સર્વથા બદલાઈ જ જવાનો હોય, તો ઉપરના ભાવો ઘટે નહીં. તેથી અભેદ છે એમ જણાય છે. છતાં અતીતકાલમાં હોંશે હોંશે દોષો સેવે છે. યુવાવસ્થામાં તે જ દોષોની દુર્ગંછા કરે છે યુવાવસ્થામાં હોંશે હોંશે ભોગો સેવે છે. વૃદ્ધાવસ્થામાં તે જ ભોગોનો પશ્ચાત્તાપ કરે છે. યુવાવસ્થામાં ધનોપાર્જન આદિ ભાવિસુખના ઉપાયો કરે છે. સુખ ઈચ્છે છે અને વૃદ્ધાવસ્થામાં ઉપેયને સેવે છે સુખને અનુભવે છે. આ રીતે ત્રણે અવસ્થામાં ભિન્ન પણ છે. આ દોષોની દુર્ગંછા અને ગુણોની For Personal and Private Use Only Jain Educationa International Page #134 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૪૫-૪૬ ઘેલછા એ માનસિક પરિણામ છે. તેથી આ આન્તરિક ભાવો કહેવાય છે તેને આશ્રયી આ ભેદભેદ સમજાવ્યો. આ રીતે વિવક્ષિત તે પુરૂષમાં ભેદભેદ માનીએ તો જ બંધ-મોક્ષ અને સુખ-દુઃખની પ્રાર્થના ઘટે છે. કારણ કે જે પુરૂષ દોષસેવન દ્વારા કર્મો બાંધે છે તે જ જીવ ગુણસેવન દ્વારા કર્મોનો નાશ કરીને કાલાન્તરે મોક્ષે જાય છે. જે બંધાયો હોય છે તે જ બંધનોને તોડીને મુક્તિગામી થાય છે. જે પુરૂષ બંધાવસ્થાવાળો છે તે જ પુરૂષ બંધાવસ્થાને ત્યજીને મુક્તાવસ્થા પામે છે. જે પુરૂષ જેલમાં ગયો હોય છે. તે જ પુરૂષ મુદત પુરી થતાં મુક્ત થાય છે. આ રીતે અવસ્થાભેદથી ભેદ સિદ્ધ થાય છે અને બન્ને અવસ્થામાં પુરૂષ તેનો તે એક જ હોવાથી અભેદ સિદ્ધ થાય છે. જો બન્ને અવસ્થામાં પુરૂષ એકાન્ત ભિન્ન જ હોય તો જે બંધાયો હતો તે મુક્ત થયો એમ કહેવાય જ નહીં. તથા અન્યની મુક્તિ માટે અન્ય પુરૂષ પ્રયત શા માટે કરે? માટે અભેદ પણ છે. છતાં બંધાવસ્થામાંથી તે પુરૂષ છુટ્યો છે. હવે મુક્તાવસ્થા પામ્યો છે તેથી પૂર્વાવસ્થાના નાશ રૂપે અને અપૂર્વાવસ્થાના ઉત્પાદ રૂપે ભેદ પણ અવશ્ય છે જ. આમ માનીએ તો જ બંધ મોક્ષ ઘટી શકે છે, અન્યથા એકાન્તભેદ કે એકાન્ત અભેદમાં આ બંધ-મોક્ષની વ્યવસ્થા ઘટે નહીં. તેવી જ રીતે સુખ-દુઃખની પ્રાર્થના પણ ઉભયભાવ માનીએ તો જ ઘટે છે. દુઃખી માણસ ધનોપાર્જન, વિવાહ, માન-મોભા આદિના સુખને ઈચ્છે છે. તથા તે સુખ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અનુભવે પણ છે. તથા વળી કાલાન્તરે ધનોપાર્જનાદિના વ્યવસાયમાં વધારે દેવું થઈ જાય અથવા ઘણી નુકશાની આવે ત્યારે, વિવાહિત અવસ્થામાં પણ પતિ-પત્નીને અણબનાવ થાય ત્યારે, વળી માન-મોભાની હાનિ (અપમાનાદિ) થાય ત્યારે તે જ પુરૂષ વિષપાનાદિ વડે આપઘાત કરતા પણ (દુઃખપ્રાર્થના = મૃત્યુની પ્રાર્થના કરતા પણ) જોવા મળે છે. બન્ને અવસ્થામાં પુરૂષ તે જ છે. માટે અભેદ છે છતાં એકકાલે સુખની પ્રાર્થના છે. બીજા કાલે મૃત્યુની (દુઃખની) પ્રાર્થના છે માટે ભેદ પણ અવશ્ય છે જ. આ રીતે જેમ પુરૂષમાં ભેદભેદ છે. તે જ રીતે જીવદ્રવ્યમાં પણ દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય ભવો બદલાવા રૂપી સ્થૂલ અવસ્થાભેદથી તથા ક્ષણે-ક્ષણે બદલાતી સૂક્ષ્માવસ્થાના ભેદથી જીવમાં ભેદ પણ છે અને બધી જ અવસ્થામાં અવસ્થાવાન જીવ તેનો તે જ છે. જીવદ્રવ્ય અન્ય થતું નથી તે અપેક્ષાએ અભેદ પણ અવશ્ય છે. આ જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પણ પુગલ દ્રવ્યપણે અભેદ અને તેની બદલાતી ઋપિંડ-સ્થા-કોશ-કુશલ આદિ અવસ્થાઓ વડે ભેદ એમ બન્ને છે. ધર્મ-અધર્મ અને આકાશ ત્રણે દ્રવ્યોમાં પણ તે તે દ્રવ્ય સદાકાલ તે તે દ્રવ્યરૂપે જ રહે છે અને તે તે વિવક્ષિત દ્રવ્યરૂપે જ રહેશે. ધર્મદ્રવ્ય તે ધર્મદ્રવ્ય જ રહેશે Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કાષ્ઠ-૧ – ગાથા-૪૭-૪૮ સન્મતિપ્રકરણ પણ અધર્મદ્રવ્ય બનશે નહીં એમ સર્વ દ્રવ્ય માટે સમજવું. તે માટે અભેદ છે. છતાં સહાય લેનારા જીવ-પુગલના સંયોગ-વિયોગને આશ્રયી પ્રતિસમયે બદલાવાપણું પણ છે. એટલે ભેદ પણ છે. તફાવત એટલો છે કે જીવ અને પુદ્ગલનો જ્યારે જ્યારે અવસ્થાભેદ થાય છે ત્યારે ત્યારે તે વ્યવહારી જીવો વડે ગમ્ય એવું પરિવર્તન પામે છે. તે તે ભાવે તે તે જીવપુદ્ગલ પરિણામ પામી જાય છે. તેથી વ્યવહારથી પરિણામી છે અને ધર્મ-અધર્મ તથા આકાશ દ્રવ્યમાં સહાય લેનારા એવા પરદ્રવ્યના સંયોગ-વિયોગને લીધે થતાં પરિવર્તનો વ્યવહારી જીવોને અગમ્ય છે. કારણ કે તે તે ધમ-અધર્મ-આકાશદ્રવ્ય, તે તે ભાવે પરિણામ પામી જતાં નથી. તે રૂપ થઈ જતાં નથી. તેથી વ્યવહારનયથી અપરિણામી છે અને નિશ્ચયનયથી તો સર્વે પણ દ્રવ્યો પરિણામી છે. એટલે કે જીવ અને પુગલ આ બન્ને દ્રવ્યો વ્યવહારનયથી તથા નિશ્ચયનયથી એમ બન્ને નયોથી પરિણામી છે. અને ધર્મ અધર્મ, આકાશ નિશ્ચયનય માત્રથી જ પરિણામી છે વ્યવહારનયથી અપરિણામી છે. આ રીતે જગદ્વર્તી તમામ દ્રવ્યો પૂર્વાપર અવસ્થાપણે ભેદવાળાં પણ છે અને બન્ને અવસ્થામાં મૂલભૂત દ્રવ્ય તેનું તે જ હોવાથી અમેદવાળાં પણ છે. આત્માર્થી જીવોએ આમ સમજવું અને બીજાને આમ સમજાવવું જોઈએ. પૂર્વાપર ક્રમશઃ આવતી ભિન્ન ભિન્ન અવસ્થાઓને આશ્રયી જેમ જીવદ્રવ્ય ભિન્નભિન્ન છે. તેવી જ રીતે પુગલાદિ શેષ દ્રવ્યો પણ નિજ નિજ જાતીય પર્યાયોને આશ્રયી ભિન્નભિન્ન છે. એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. સર્વત્ર અનેકાન્તવાદ જ વિજયવંત છે. તે ૪૫-૪૬ / હવે આગળ આવનારી બે ગાથામાં એ વિષય સમજાવે છે કે જીવ અને પુદ્ગલ (શરીર) પણ ભિન્નભિન્ન છે, એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. अण्णोण्णाणुगयाणं, "इमं व तं व' त्ति विभयणमजुत्तं । जह दुद्ध-पाणियाणं, जावंत विसेसपज्जाया ॥ ४७ ॥ रूआइ पज्जवा जे देहे, जीवदवियम्मि सुद्धम्मि । ते अण्णोण्णाणुगया, पण्णवणिज्जा भवत्थम्मि ॥ ४८ ॥ સંસ્કૃત છાયા (अन्योन्यानुगतयोः, “इदं वा तद् वा" इति विभजनमयुक्तम् । यथा दुग्धपानीययोः, यावन्तो विशेषपर्यायाः ॥ ४७ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૪૭-૪૮ रूपादयः पर्याया ये देहे, जीवद्रव्ये शुद्धे । તેડક્વોન્યાનુ ાતા: પ્રજ્ઞાપનીયા મવચ્ચે ॥ ૪૮૫) ગાથાર્થ અરસપરસ એકમેક થયેલા બે દ્રવ્યોની અંદર “આ અને તે” એવો વિભાગ કરવો તે અનુચિત છે. દૂધ અને પાણીની જેમ જીવ અને કર્મપ્રદેશોમાં જેટલા વિશેષ ધર્મો છે તે બન્નેના છે. (કોઈ એકના નથી) ॥ ૪૭ | . ૯૯ શરીરની અંદર રૂપ આદિ (રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ) જે જે પર્યાયો છે તથા શુદ્ધ એવા જીવદ્રવ્યમાં જે જે પર્યાયો છે તે બન્ને દ્રવ્યોના પર્યાયો ભવસ્થ જીવમાં અરસપરસ મળેલા (ઉભયદ્રવ્યના) કહેવા જોઈએ. ॥ ૪૮ ॥ વિવેચન - “પુરૂષ”નું ઉદાહરણ આપીને પૂજ્ય ગ્રન્થકારશ્રી આત્મદ્રવ્યમાં ભેદાભેદ સમજાવવા માગે છે અને આત્મદ્રવ્યમાં ભેદાભેદ સિદ્ધ કર્યા પછી તેને અનુસારે શેષદ્રવ્યોમાં પણ ગ્રંથકારશ્રી ભેદાભેદ સમજાવવા માગે છે. પરંતુ ઉપરછલ્લી બુદ્ધિ પ્રમાણે તર્ક કરતાં એક આવો પ્રશ્ન સહેજે સહેજે ઊઠે છે કે - “પુરૂષ” ના ઉદાહરણમાં “બાલ્ય-યુવાન અને વૃદ્ધ” આવો અવસ્થાભેદથી જે ભેદ સમજાવાય છે તે અવસ્થાઓ સઘળી દેહગત હોવાથી દેહમાં ભેદ સિદ્ધ થાય છે. (આત્મામાં નહીં). કારણ કે આ બધી અવસ્થાઓ દેહસંબંધી હોવાથી દેહની જ છે તથા અતીતદોષોનું સ્મરણ અને તેની દુર્ગંછા તથા અનાગત ગુણોની તીવ્ર ઈચ્છા એ જ્ઞાનસ્વરૂપ અને મોહસ્વરૂપ હોવાથી આત્મગત ધર્મો છે. એટલે પૂર્વાપર ત્રણે અવસ્થામાં જે અભેદ જણાવાય છે. તે આત્મામાં સમજાવાય છે. દેહમાં નહીં. કારણ કે આવું સ્મરણ કરવું, દુર્ગંછા કરવી, અભિલાષા કરવી તે દેહધર્મ નથી પણ આત્મધર્મ છે. આ રીતે વિચારતાં અવસ્થામૃત ભેદ દેહમાં છે આત્મામાં નથી, અને અતીતદોષોના સ્મરણાદિથી જે અભેદ સમજાવવામાં આવ્યો છે તે જીવદ્રવ્યમાં છે. દેહમાં નથી. તેથી “પુરૂષ' નામના ઉદાહરણમાં જે ભેદાભેદ સમજાવ્યો તેમાંથી ભેદ દેહમાં અને અભેદ જીવમાં સમજાવાયેલ હોવાથી, અર્થાત્ તેમાંથી તેમ સમજાતું હોવાથી ભેદાભેદ બન્નેનું એક અધિકરણ નહીં થવાથી આ ઉદાહરણ ઉપરથી આત્મદ્રવ્યમાં અને તેને અનુસારે સર્વદ્રવ્યોમાં ભેદાભેદ કેમ સિદ્ધ થાય ? દૃષ્ટાન્ત જુદા જુદામાં ભેદ-અભેદ સમજાવે છે. અને દાર્રાન્તિકમાં તો એકમાં જ ભેદાભેદ સમજાવવાનો છે. આથી આ દૃષ્ટાન્ત અને દાન્તિકનો સમન્વય કેમ થશે ? Jain Educationa International આ પ્રશ્નનો ઉત્તર સમજાવતાં પૂજ્ય ગ્રન્થકારશ્રી જણાવે છે કે ‘ગળો—ાળુાયાળ = જે બે દ્રવ્યો લોહ અને અગ્નિની જેમ એકમેક થયાં હોય છે. અરસપરસ મળી ચુક્યાં For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કાડ-૧ – ગાથા-૪૭-૪૮ સન્મતિપ્રકરણ હોય છે. અન્યોન્ય અનુગત થયેલાં હોય છે. તેવાં બે દ્રવ્યોમાં “i ai a' ત્તિ' આ અને તે” એવો વિમvi-મનુત્ત = વિભાગ કરવો તે અયુક્ત છે. નદ યુદ્ધપયાdi = જેમ દૂધ અને પાણી. જ્યારે દૂધ અને પાણી અથવા લોહ અને અગ્નિ ઓતપ્રોત બન્યાં હોય છે. એકમેક બન્યાં હોય છે ત્યારે આ દૂધ છે અને તે (પેલું) પાણી છે. અથવા આ લોહ છે અને તે (પેલું) અગ્નિ છે. આવો ભેદ કરી શકાતો નથી. અતિશય એકમેકતાના કારણે જ તેમાંનું એક દ્રવ્ય બીજા દ્રવ્યના પ્રભાવ વડે એવું પરાહત થયેલું છે કે એકના ધર્મો બીજામાં અને બીજાના ધર્મો પહેલામાં જણાય છે. જેમ દૂધની ચેતતા પાણીમાં અને અગ્નિની દાહકતા લોહમાં પણ જણાય જ છે. તેથી “આ અને તે” આવો ભેદ કરાતો નથી. તેવી જ રીતે સંસારી શરીરધારી જીવ અને પુગલ (શરીર), આ બન્ને દ્રવ્યો પણ એવાં એકમેક થયેલાં છે કે “આ દેહ છે અને તે (પેલો) જીવ છે” અથવા “આ જીવ છે અને તે (પેલું) દેહ (શરીર) છે” આવો ભેદ કરાતો નથી. જીવ અને શરીરનો ભેદ કરાતો નથી એટલું જ નહીં, પરંતુ બાલ્ય-યૌવન અને વૃદ્ધત્વ આવી અવસ્થાઓ કેવલ એકલા દેહની જ છે અને વર્ણ-ગંધ-રસ સ્પર્શ ઇત્યાદિ ભાવો પણ એકલા દેહના જ છે, આમ જે માનવામાં આવે છે. તથા અતીતનું સ્મરણ, દોષોની દુર્ગછા, સુખોની અભિલાષા વિગેરે ધર્મો એકલા જીવના જ છે. આવું જે માનવામાં આવે છે, તે બધું બરાબર નથી. (આવા એક એક દ્રવ્યના જુદા-જુદા ધર્મો માનવા તે એકાન્તભેદવાદ છે. માટે બરાબર નથી.) પરંતુ દેહમાં વર્તતો જીવ જો તેવી બાલ્યાદિ અવસ્થા આપનારૂં આયુષ્યકર્મ અને શ્વેતાદિ રૂપ-રસ-ગંધ-સ્પર્શને આપનારૂં નામકર્મ બાંધીને આ દેહમાં ન આવ્યો હોત તો દેહમાં પણ આ ભાવો બન્યા ન હોત. તેથી આ અવસ્થાઓ અને વર્ણાદિ ભાવો કેવલ એકલા દેહના જ ધર્મો છે અને તેમાં જીવનો કોઈ પ્રભાવ જ નથી એમ કહી શકાતું નથી. દેહમાં તેવા તેવા ભાવો પ્રગટ થવામાં દેહગત જીવનો ઔદયિક ભાવ અને દેહગત પારિણામિકભાવ એમ બન્ને દ્રવ્યોના બન્ને ભાવો કારણ છે. તેથી તેમાં જીવનો પણ સહયોગ હોવાથી આ સર્વે પરિવર્તનો દેહ અને જીવ એમ ઉભય દ્રવ્યનાં છે. એકલા દેહનાં નથી. એવી જ રીતે અતીતનું સ્મરણ, દોષોની દુર્ગછા અને સુખોની અભિલાષા આ ધર્મો પણ એકલા જીવ માત્રના નથી. તેમાં દેહનો સહયોગ પણ અવશ્ય છે જ. કારણ કે છપ્રસ્થ જીવોને સ્મરણ-જ્ઞાન-દુર્ગછા-અભિલાષા આ બધા ભાવો મોહયુક્ત મતિ-શ્રુતજ્ઞાન જન્ય છે. અને મતિ-શ્રુતજ્ઞાન બાહ્ય અત્યંતર એમ બન્ને પ્રકારની ઈન્દ્રિયોની અપેક્ષાવાળું છે. તથા ઈન્દ્રિયો પૌલિક હોવાથી શરીરરૂપ છે. તેથી સ્મરણાદિમાં ઈન્દ્રિયોનો સહકાર હોવાથી આ મતિ-શ્રુતજ્ઞાન પણ કેવલ એકલા જીવના જ પર્યાયો છે અને તેમાં દેહનો કોઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૪૭-૪૮ ૧૦૧ જાતનો સહયોગ નથી, આવું નથી. આ રીતે વિચારતાં બાલ્યાદિ અવસ્થાઓ, વર્ણાદિ વિકારો, અને સ્મરણાદિ જ્ઞાનપર્યાયો આ બધા જ ભાવો લોહાગ્નિની જેમ અને દૂધ-પાણીની જેમ અન્યોન્ય અનુગત થયેલા શરીરધારી ભવસ્થ જીવના છે. અર્થાત્ બન્ને દ્રવ્યોના સાથે મળીને થયેલા પર્યાયો છે. જો વાસ્તવિક વિચાર કરીએ તો સ્થિષિ ભવસ્થ જીવમાં રૂવાડું પનવા ને તે = રૂપાદિ જે જે દેહગત પર્યાયો દેખાય છે તથા સુદ્ધમ્પિ નીવ- વિHિ = શુદ્ધ જીવદ્રવ્યના (ચેતનના) જે જે પર્યાયો છે તે બધા જ પર્યાયો અપuruUITયા = અરસપરસ મળેલાં બન્ને દ્રવ્ય હોવાથી કર્મોદયથી થનારા પર્યાયો પુગલદ્રવ્ય તથા તદુદયજન્ય શરીરદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ બન્ને દ્રવ્યના પUUવિપ્નિા કહેવા જોઈએ. કારણ કે પૂર્વબદ્ધ કર્મોદયના અનુસારે ચેતનદ્રવ્યમાં તેવા તેવા પર્યાયો પ્રગટે છે. કેવલ એકલા જડને કર્યો હોતાં જ નથી ચેતનને જ હોય છે. તથા ચેતનને પણ કર્મોદય હોય છે તો જ આવા પર્યાયો થાય છે. તેથી કર્મોદય અને કર્મોદયજન્યશરીર તથા જીવ આમ બન્ને દ્રવ્યના સંયોગજન્ય આ પર્યાયો હોવાથી એક એક દ્રવ્યના જ છે એમ ન માનતાં ઉભય દ્રવ્યના છે, આમ માનવું જોઈએ. તેથી જીવગત જે પર્યાયો ભાસે છે તે દેહના પણ છે અને દેહગત જે પર્યાયો ભાસે છે તે જીવના પણ છે. આ કારણથી દેહમાં દેખાતા બાલ્ય-યૌવન-વૃદ્ધ અવસ્થાભેદ તથા વર્ણાદિ જન્ય ભેદ દેહની માફક જીવના પણ આ ભેદ માનવા જોઈએ. અને અતીતસ્મરણ, દોષોની દુર્ગછા તથા સુખોની લિસા ઇત્યાદિ ભાવો જીવના ધર્મો છે આવું જ જણાય છે તે દેહના પણ છે. આમ વિચારતાં “પુરૂષ”નું આ ઉદાહરણ “જીવ અને દેહ” આમ ઉભયદ્રવ્યનો બનેલો શરીરધારી જીવ નામનો જે પદાર્થ છે તે એક જ પદાર્થ છે, તેમાં જ ભેદભેદ સમજાવ્યો છે. તેથી તેને અનુસાર આત્મદ્રવ્યમાં કે શેષદ્રવ્યોમાં પણ ભેદભેદ સમજી શકાય છે. આ બાબતમાં કોઈ પણ જાતનું દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકનું વૈષમ્ય નથી. પણ બરાબર સામ્ય છે. - તથા વળી નીવંત વિસTMાયા = જેટલા દૂધના વિશેષ પર્યાયો છે. તે સઘળા પાણીદ્રવ્યના પણ છે અને જેટલા પાણીદ્રવ્યના વિશેષપર્યાયો છે તેટલા સઘળા દૂધદ્રવ્યના પણ છે. અન્યોન્યમીલન હોવાથી. તેવી જ રીતે દેહના જેટલા વિશેષપર્યાયો છે તેટલા સઘળા તે જીવદ્રવ્યના પણ છે. અને જેટલા જીવદ્રવ્યના વિશેષપર્યાયો છે તેટલા દેહના પણ છે. કારણ કે આ બન્ને દ્રવ્યો અન્યોન્ય અનુગત થયેલાં છે, તેથી આ રીતે ઉભયદ્રવ્યજન્ય આ પર્યાયો જાણવા. ટીકામાં કહ્યું છે કે - યથા સુધપાનીયયો, પરસ્પરપ્રદેશાનુપ્રવિઠ્ઠયોઃ અવિપરિમાણોऽयमविभागो जीवकर्मप्रदेशयोः ? इत्याह-यावन्तो विशेषपर्यायास्तावान् । Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કાણ્ડ-૧ – ગાથા-૪૯ સન્મતિપ્રકરણ જીવ અને દેહ એકાકાર હોવાથી ક્ષેત્રકૃત વિભાગ તેમાં શક્ય નથી. તો પણ એક ચેતન છે. બીજુ દ્રવ્ય જડ છે. એક અવિનાશી છે બીજુ વિનાશી છે. એક દ્રવ્ય ભવાન્તરયાયી છે. બીજું દ્રવ્ય આ ભવ પુરતું જ છે. એક દ્રવ્ય અસંખ્યપ્રદેશ છે. બીજુ દ્રવ્ય અનંતપ્રદેશી છે. આમ, બન્ને દ્રવ્યોનાં લક્ષણો અને ધર્મો ભિન્ન ભિન્ન હોવાથી તાત્ત્વિક દૃષ્ટિએ ભિન્ન તો છે જ, છતાં દૂધ-પાણીની જેમ અને લોહ-અગ્નિની જેમ અરસપરસ એકમેક હોવાથી ભવસ્થ એવા સંસારી જીવના બધા જ પર્યાયો જીવકૃત હોવા છતાં કર્મોદયની તથા કર્મોદયજન્ય શરીરની અપેક્ષાવાળા હોવાથી ઉભયકૃત કહેવાય છે. તેવી જ રીતે દેહકૃત પર્યાયો પણ જીવાધીન હોવાથી એટલે કે જીવના ઔદયિક ભાવને આધીન હોવાથી તે પણ ઉભયકત કહેવાય છે. આ રીતે જીવના અને દેહના સઘળા પર્યાયો અવિભક્તપણે ઓતપ્રોત રૂપે રહેલા એવા જીવ-પુદગલ એમ બન્નેના ઉભયદ્રવ્યકત જાણવા. તેથી પુરૂષમાં સિદ્ધ કરાયેલો ભેદભેદ આત્મામાં અને શેષ સર્વદ્રવ્યોમાં પણ ઉભયાત્મકતા (ભેદભેદતા) સિદ્ધ કરે જ છે. એટલે કે દૃષ્ટાન્ન અને દાન્તિક બરાબર સાનુકુળ જ છે. / ૪૭-૪૮ જીવ અને પુગલદ્રવ્યના અન્યોન્યપણાને લીધે શાસ્ત્રસિદ્ધ કેટલાક જાણવા યોગ્ય વ્યવહારો - एवं "एगे आया एगे दण्डे य होइ किरिया य" । करणविसेसेण य, तिविहजोगसिद्धी वि अविरुद्धा ॥ ४९ ॥ (ર્વ વિ માત્મા, , ઇશ, મવતિ ક્રિયા ચ | રવિ ૨, ત્રિવિયોગસિદ્ધિપિ વિરુદ્ધ છે ૪૨ ) ગાથાર્થ - આ પ્રમાણે એક આત્મા છે. એક દંડ છે અને એક ક્રિયા છે તથા ત્રિવિધ કરણવિશેષના કારણે ત્રિવિધ યોગની સિદ્ધિ પણ અવિરૂદ્ધ છે. અર્થાત્ સંભવી શકે છે. જે ૪૯ || વિવેચન - સંસારી જીવ અને શરીરાત્મક પુદ્ગલદ્રવ્ય લોહાગ્નિની જેમ પરસ્પર એકમેક થયેલાં છે. તેથી જ “આ અને તે” એવો ભેદ પાડી શકાતો નથી. તેથી રૂપાદિ શરીરના જે પર્યાયો દેખાય છે તે ભવસ્થ જીવના પણ કહેવાય છે. અને શુદ્ધ જીવદ્રવ્યના જ્ઞાનાદિ જે પર્યાયો જણાય છે તે શરીરના પણ કહેવાય છે. આવી જે વાત ગાથા ૪૭-૪૮માં કહી તે વાતને મજબૂત કરતાં શ્રી ઠાણાંગસૂત્રનો પાઠ આપીને પૂજય ગ્રંથકારશ્રી સમજાવે છે કે - “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે” આવો જે શ્રી ઠાણાંગસૂત્રમાં સૂત્રપાઠ છે તથા આત્મા અનંત છે. દંડ ત્રણ છે ક્રિયા અનેક છે. ઇત્યાદિ વ્યવહારો પણ જે થાય છે. તે આત્મા અને શરીરના અન્યોન્યપણાને લીધે જ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૪૯ સન્મતિપ્રકરણ ૧૦૩ (૧) નરક-નિગોદ આદિ ભવોમાં જીવો અસંખ્ય અને અનંત છે છતાં દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ સર્વે જીવો મૂલભૂત પદાર્થરૂપે સમાનતાવાળા હોવાથી એક છે આમ કહેવાય છે સર્વે જીવો અનંતજ્ઞાનવાળા, અનંતદર્શનવાળા, અનંતચારિત્રવાળા, અનંતવીર્યવાળા, અસંખ્યાતપ્રદેશવાળા, પારિણામિક સ્વભાવવાળા, સંકોચ વિકાશ ધર્મવાળા એમ મૂલસ્વરૂપે સમાન હોવાથી “એક છે એમ પણ કહેવાય છે. જુઓ શ્રી ઠાણાંગસૂત્ર સ્થાન ૧, સૂત્ર ૧, ૨. (૨) આ આત્મા જેના દ્વારા દંડાય, દુઃખી થાય તેને દંડ કહેવાય, જે પરિણતિ કર્મબંધના કારણભૂત બને અને જેના દ્વારા જીવને દંડની પ્રાપ્તિ થાય તે દંડ કહેવાય. સામાન્યથી આ દંડના ત્રણભેદ પ્રસિદ્ધ છે મનદંડ, વચનદંડ અને કાયદંડ, “જાવંત કવિ સાહૂ” સૂત્રમાં ચરમપદ “ તિવરયામાં આવે છે. તથા મનયોગ એટલે મનોવર્ગણાનાં પુગલદ્રવ્યોનું મનપણે પરિણમન, વચનયોગ એટલે ભાષાવર્ગણાનાં પુગલોનું ભાષાપણે પરિણમન, અને કાયયોગ એટલે ઔદારિકાદિવર્ગણાના પુગલોના બનેલા શરીરનું પરિસ્પંદન. આ મનોવર્ગણા-ભાષાવર્ગણા અને ઔદારિકાદિવર્ગણા ત્રણે પુગલદ્રવ્ય છે. અનંત-અનંત સ્કંધો જીવવડે ગૃહીત કરાયા છે. તેથી સંખ્યામાં અનંત છે. મન-વચન-કાયા રૂપે ત્રિવિધ પણ છે. છતાં તે સર્વે પુદ્ગલો જીવ નામના એક દ્રવ્યને આશ્રિત છે. એક જીવે ગ્રહણ કરેલાં છે. એક જીવે છે તે રૂપે પરિણમાવ્યાં છે. જીવની સાથે એકમયપણે રહેલાં છે. તેથી ત્રણ દંડ ન કહેતાં એક દંડ પણ કહેવાય છે. આ જીવ અને પુદ્ગલનો અભેદ જાણો તો જ ઘટી શકે છે. માટે અભેદ છે. જુઓ ઠાણાંગસૂત્ર, સ્થાન ૧, સૂત્ર ૩. આ પ્રમાણે અભેદ વિચારીએ તો એક દંડ જેમ કહેવાય છે. તેમ મન-વચન અને કાયાને કરણવિશેષે જો વિચારીએ તો ત્રિવિધયોગ અને ત્રિવિધદંડ પણ કહેવાય છે. જુઓ ઠાણાંગસૂત્ર સ્થાન ૩, સૂત્ર ૬ અને ૧૪. ટીકામાં કહ્યું છે કે - “વં કૃત્યનાહિતપ્રકારે બનાવાયવ્યમાત્મપ્રવેશત્ નૈવ, ન તથ્યતિરિત કૃતિ તૃતીય સ્થાને “જે માથા'' (ઠાણાંગ સૂત્ર ૨) इति प्रथमसूत्रप्रतिपादितः सिद्धः एक आत्मा, एको दण्ड, एका क्रियेति । 'भवति' मनोवाक्कायेषु दण्डक्रियाशब्दौप्रत्येकमभिसम्बन्धनीयौ, 'करणविशेषेण च' मनोवाक्कायस्वरूपेणात्मन्यनुप्रवेशादाप्तत्रिविधयोगस्वरूपत्वात् त्रिविधयोगसिद्धिरपि आत्मनः अविरुद्धैवेति एकस्य सतस्तस्य त्रिविधयोगात्मकत्वाद् अनेकान्तरूपता अविरुद्धैव । (૩) ક્રિયા પણ જીવ-પુગલના યોગે થયેલો પર્યાય વિશેષ છે. ક્રિયા એટલે પ્રવૃત્તિ, ક્રિયા એટલે પદાર્થની અર્થક્રિયા, આ ક્રિયાને પ્રવૃત્તિમાત્ર રૂપે વિચારીએ તો જીવની દેહાદિદ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ રૂપે = ક્રિયા રૂપે એક છે અથવા એક જ જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કાર્ડ-૧ – ગાથા-૪૯ સન્મતિપ્રકરણ આશ્રિત થતી હોવાથી પણ એક છે. છતાં તેને મન-વચન-કાયા દ્વારા કરાય છે એમ કરણવિશેષે વિચારો તો અથવા અનેક પુગલદ્રવ્ય આશ્રયીને ક્રિયા થાય છે આમ વિચારો તો તે ક્રિયા ત્રણ પણ છે અને અનેક પણ છે. જીવના પરિસ્પંદન રૂપે એક છે. પુદ્ગલદ્રવ્યની સહાયકતા રૂપે અનેક છે તેથી જ ઠાણાંગસૂત્રમાં એક ક્રિયા કહી છે અને પછી ત્યાં જ ત્રિવિધ કરણ પણ કહ્યાં છે. જુઓ શ્રી ઠાણાંગસૂત્ર સ્થાન ૧ સૂત્ર ૪, તથા ઠાણાંગ સૂત્ર સ્થાન ૩ પ્રથમ ઉદેશો સૂત્ર ૮. ઉપરોક્ત સઘળી વાત જીવ અને પુદગલ દ્રવ્યનો કથંચિદ અભેદ વિચારીએ તો જ સંભવે. તેથી દ્રવ્યાર્થિકનયથી (સંગ્રહનયથી) જે અભેદ છે તેને પણ માન્ય રાખવો જોઈએ. ઠાણાંગ સૂત્રના આ બધા પાઠો અહીં આપ્યા છે. ઠાણાંગ સૂત્રના તે પાઠો આ પ્રમાણે છે - સ્થાન-૧ સુર્ઘ મે માં, તેvi ભાવથા વમવઘાયં | સૂત્ર-૧ સ્થાન-૧ | મી . સૂત્ર-૨ સ્થાન-૧ અને વંદે ! સૂત્ર-૩ સ્થાન-૧ પ લિરિયા ! સૂત્ર-૪ સ્થાન-૧ ને તોપ, અને મનોહ, ઘણે, ને અમે ! સૂત્ર-૫ સ્થાન-૩ - ઉદેશો પહેલો - तिविहे जोगे पन्नत्ते - तं जहा-मणजोगे, वइजोगे, कायजोगे, एवं विगलिंदियवजाणं પરફયા નાવ માછિયા | સૂત્ર-૬ तिविहे पओगे पत्नत्ते, तं जहा-मणपओगे, वइपओगे, कायपओगे । एवं जहा जोगो વિપત્મિવિયવના તદ્દા પોતે વિના વેમાળિગાઈi | સૂત્ર-૭ तिविहे करणे पन्नत्ते, तं जहा-मणकरणे वइकरणे कायकरणे । एवं विगलिंदियवजं जाव वेमाणियाणं । तिविहे करणे पन्नत्ते, तं जहा-संरंभकरणे, समारंभकरणे, आरंभकरणे, નિરંતર નવ વેમrfrui સૂત્ર-૮ तओ दंडा पन्नत्ता, तं जहा-मणदंडे वइदंडे कायदंडे, णेरइयाणं तओ दंडा पन्नत्ता, તે નદી-મUવિંદે વરૂદંડે યહૂંડે, વિપત્મિવિયવનું ગીવ વેમાલાપ | સૂત્ર-૧૪ ભવસ્થજીવ અને દેહાદિ પુદગલદ્રવ્ય પરસ્પર અન્યોન્યભાવે એવાં તરૂપ થયેલાં છે કે જેનાથી ભવસ્થ જીવના જે પર્યાયો છે તે દેહના પણ કહેવાય છે અને દેહના જે પર્યાયો Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૫૦ છે તે ભવસ્થ જીવના પણ કહેવાય છે. જેમ કે વાસ્તવિક રીતે તો અગ્નિ જ બાળે છે તો પણ તHલોહ પણ બાળે છે એમ કહેવાય છે કારણ કે તપેલું લોહ પણ અગ્નિયુક્ત હોવાથી બાળે જ છે તથા વિષ તો વિષ છે જ, મારક છે જ, પરંતુ વિષથી મિશ્ર થયેલું દૂધ પણ વિષ જ કહેવાય છે. તે પણ મારક જ બને છે. એવી રીતે ભવસ્થ જીવ શરીરના યોગે રૂપી, આહારી, સંજ્ઞી વિગેરે શારીરિકપર્યાયવાળો કહેવાય છે અને શરીર પણ જીવગતજ્ઞાનાદિ પર્યાયવાળું કહેવાય છે. તે ૪૯ / બાહ્યભાવ અને અભ્યત્તરભાવની વ્યાખ્યા - ण य बाहिरओ भावो, अब्भंतरओ य अस्थि समयम्मि । णोइंदियं पुण पडुच्च, होइ अब्भंतर विसेसो ॥ ५० ॥ (न च बाह्यो भावोऽभ्यन्तरकश्चास्ति समये । नोइन्द्रियं पुनः प्रतीत्य, भवत्यभ्यन्तरविशेषः ॥ ५० ॥) ગાથાર્થ - અમુક ભાવો બાહ્ય જ છે અને અમુક ભાવો અત્યંતર જ છે. આવો ભેદ જૈનશાસ્ત્રોમાં નથી. પરંતુ નોઈદ્રિયને (મનને) આશ્રયી જૈનશાસ્ત્રોમાં અભ્યારપણાનો ભેદ છે. | પ0 | વિવેચન - જીવ અને પુગલ - આદિ દ્રવ્યોમાં તથા તેના ઉત્તરવિભાગમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક પદાર્થો સદાને માટે અભ્યત્તર જ છે આવો વિભાગ જૈન શાસ્ત્રોમાં નથી. અર્થાત્ દ્રવ્યોની બાબતમાં બાહ્યકાત કે અત્યંતરકાના નથી. એટલે કે ચૈિતન્ય-સુખ-દુઃખ-રાગ-દ્વેષ આદિ ભાવોનો અનુભવ કરનારૂં જીવ નામનું કોઈ એક વિશિષ્ટ તત્ત્વ આંતરિક જ છે અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ ગુણોને ધારણ કરનારૂં પુગલદ્રવ્ય બાહ્ય જ છે. એટલે કે “જીવ કેવલ અત્યંતર અને પુદ્ગલ કેવલ બાહ્ય છે.” આવી ભ્રમણા પ્રાયઃ પ્રસિદ્ધ છે. પણ તે બરાબર નથી કારણ કે જો જીવ આતરિક જ હોય અને પુગલ બાહ્ય જ હોય તો આ બન્ને દ્રવ્યોને દૂધ-પાણીની જેમ કે લોહ-અગ્નિની જેમ પરસ્પર એકમેકતા કેવી રીતે થઈ શકે? જે આગલી ૪૮-૪૯મી ગાથામાં સમજાવવામાં આવી છે. તે એકમેકતા કેમ ઘટે ? જો જીવ અને પુગલ અન્યોન્ય પ્રવેશ પામ્યું છે અને દૂધ-પાણીની જેમ એકમેક થયેલાં છે. તો પુદ્ગલ (શરીર) બાહ્ય હોવાથી તેમાં સર્વત્ર અનુપ્રવેશ પામેલો આત્મા પણ કથંચિત્ બાહ્ય કહેવાશે. તેવી જ રીતે શરીરસંબંધી પુગલો આત્માના સર્વપ્રદેશોમાં સમ્મીલિત થવાના કારણે શરીર પણ આન્તરિક કહેવાશે. અને આ રીતે જો માનીએ તો આત્મા જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કાર્ડ-૧ - ગાથા-૫૦ સન્મતિપ્રકરણ અત્યંતર છે તેમ બાહ્ય પણ છે. તેવી જ રીતે પુદ્ગલ જેમ બાહ્ય છે તેમ આત્માની સાથે અનુપ્રવેશવાળું હોવાથી આન્તરિક પણ છે. આવો અર્થ થશે અને આવો અર્થ થવાથી જીવ આન્તરિક જ અને પુગલ બાહ્ય જ, આ વ્યવસ્થા રહેતી નથી. આવા પ્રકારનો પ્રશ્ન ઉપરની બે ગાથાના અર્થમાંથી થવો સંભવિત છે. તેનો ઉત્તર આ ગાળામાં સમજાવ્યો છે. જીવ એ આન્તરિક પદાર્થ જ છે અને પુગલ એ બાહ્ય પદાર્થ જ છે, આવો એકાત વિભાગ જૈનશાસ્ત્રોમાં કરવામાં આવ્યો નથી. પરંતુ નોકું િTUT પદુર્ગ = મનના વિષયપણાને આશ્રયી બાહ્યથી અત્યંતરની વિશેષતા છે. એટલે કે જે જે દ્રવ્ય મનનો જ માત્ર વિષય હોય, માનસપ્રત્યક્ષનો જ વિષય હોય, અર્થાત્ બાહ્ય એવી ચક્ષુરાદિ શેષ પાંચ ઇન્દ્રિયોનો વિષય ન હોય તે દ્રવ્યને આન્તરિક દ્રવ્ય જાણવું. તેના ઉપરથી એ પણ ફલિત થયું કે જે જે દ્રવ્ય ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોનો વિષય હોય છે, અર્થાત્ બાહ્ય ઇન્દ્રિયને ગોચર હોય છે તે તે દ્રવ્ય બાહ્ય દ્રવ્ય કહેવાય છે માત્ર મનોવિષયકને અત્યંતર અને બાધેન્દ્રિયના વિષયકને બાહ્ય કહેવાય છે. આવી વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં કહેલી છે. આ વ્યાખ્યાના આધારે જીવ કે પુગલ કોઈ પણ દ્રવ્ય જ્યારે મનોગ્રાહ્ય બને છે ત્યારે તે અભ્યત્તર કહેવાય છે અને બાલ્વેન્દ્રિયગ્રાહ્ય બને છે ત્યારે તે જ દ્રવ્ય બાહ્ય પણ બને છે. આ વ્યાખ્યા પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય (બાહ્ય દ્રવ્ય તરીકે તો પ્રસિદ્ધ છે જ પણ) અભ્યત્તર દ્રવ્ય હોઈ શકે છે. અને જીવદ્રવ્ય (અભ્યતર દ્રવ્ય તરીકે તો પ્રસિદ્ધ છે જ છતાં) બાહ્ય દ્રવ્ય પણ હોઈ શકે છે. તે આ પ્રમાણે - પુદ્ગલદ્રવ્યમાં ઔદારિક-વૈક્રિય-આહારક આદિ આઠ વર્ગણાઓ (પુદ્ગલના પ્રકારો) છે. પ્રથમની ચાર વર્ગણાઓ સ્થૂલ અને અલ્પ પરમાણુઓથી નિષ્પન્ન હોવાથી બાદર પરિણામી છે. તેથી તે બાધેન્દ્રિયથી ગ્રાહ્ય છે. આથી બાહ્ય છે. પરંતુ ભાષા-શ્વાસ-મન અને કાર્પણ આ પાછલી ચાર વર્ગણા સૂક્ષમ અને બહુપરમાણુઓથી નિષ્પન્ન છે. તે માટે સૂર્મપરિણામી છે. આ સૂક્ષ્મપરિણામી વર્ગણાઓ પણ પુદ્ગલ હોવાથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળી તો છે જ. તો પણ બાધેન્દ્રિયનો વિષય ન હોવાથી આગમગમ્ય અને અનુમાનગણ્ય હોવાથી મનનો જ માત્ર વિષય બનવાથી પુગલ હોવા છતાં પણ તે અભ્યત્તર કહેવાય છે. એવી જ રીતે જીવદ્રવ્ય વર્ણાદિ ગુણોથી રહિત હોવાથી અમૂર્તિ છે. બાલ્યન્દ્રિયગોચર નથી. માત્ર મનથી જ ગોચર છે. માત્ર મનનો જ વિષય છે. એટલે અભ્યત્તર દ્રવ્ય જ હોવું જોઈએ. છતાં ૪૮-૪૯ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે જીવદ્રવ્યનો શારીરિક પુગલોની સાથે પરસ્પર અનુપ્રવેશ હોવાથી અને શરીર બાલ્વેન્દ્રિય ગોચર હોવાથી તેમાં રહેલું જીવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ - ગાથા-૫૧-૫૨ ૧૦૭ પણ તેવું જ બનવાથી બાહ્ય પણ કહેવાય છે જેમ વિષથી મિશ્રિત દૂધ એ દૂધ હોવા છતાં પણ વિષ કહેવાય છે. અગ્નિથી મિશ્રિત લોહ લોહ હોવા છતાં પણ દાહક બને છે. તેમ શરીરથી મિશ્રિત જીવ પણ (શરીરની ચેષ્ટાઓ દ્વારા બાહ્ય ઇન્દ્રિયોથી જણાતો હોવાથી) બાહ્ય ઇન્દ્રિયોનો વિષય છે. તે માટે બાહ્ય પણ કહેવાય છે. આ રીતે વિચારતાં બાહ્ય ઇન્દ્રિય ગોચર પુગલોને બાહ્ય અને બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર યુગલોને અભ્યન્તર કહેવાય છે તેથી પુદ્ગલદ્રવ્ય પણ બાહ્ય-અભ્યન્તર બન્ને છે. કોઈ પણ એક પુદ્ગલ દ્રવ્ય પણ એક કાલે બાહ્ય અને અન્યકાલે તે જ દ્રવ્ય અત્યંતર એમ પણ બની શકે છે. પાણીમાં ઓગળી ગયેલું મીઠું અથવા ઓગળી ગયેલી સાકર હવે પછી ચક્ષુગોચર ન હોવાથી અત્યંતર પણ કહેવાય છે. તેથી પુદ્ગલ દ્રવ્ય સદા બાહ્ય જ છે આવો એકાન્તવાદ ઉચિત નથી. તેવી જ રીતે જીવદ્રવ્ય બાહ્ય ઇન્દ્રિયોથી અગોચર છે એટલે અત્યંતર જરૂર છે. પરંતુ શરીરમાં ભળ્યો છતાં શરીરની ચેષ્ટાઓ વડે ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા ગોચર હોવાથી બાહ્ય પણ જરૂર છે. માટે જીવ દ્રવ્યને એકલો અભ્યત્તર માનવો તે એકાન્તવાદ છે. જે ઉચિત નથી. તેથી જ જૈનશાસ્ત્રોમાં આ દ્રવ્ય એકાને બાહ્ય જ છે અને આ દ્રવ્ય એકાતે અભ્યત્તર જ છે આવું વિધાન કરેલ નથી. પણ મનોગ્રાહ્ય તે અત્યંતર અને શેન્દ્રિયગ્રાહ્ય તે બાહ્ય આવું વિધાન કરેલ છે. આ કારણે પરસ્પર મીલનને લીધે બન્ને દ્રવ્યો બન્ને પ્રકારનાં થાય છે. આવા અનેકાન્તવાદ જ વિજયવંત બને છે. મેં પ૦ || દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ કર્મનો કર્તા અને ભોક્તા કોણ છે ? આ બાબતમાં તે બન્ને નયો શું કહે છે ? दव्वट्ठियस्स आया, बंधइ कम्मं फलं च वेएइ । बीयस्स भावमत्तं ण कुणइ ण य कोइ वेएइ ॥ ५१ ।। दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेएइ णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ॥ સંસ્કૃત છાયા (द्रव्यार्थिकस्य आत्मा, बध्नाति कर्म फलं च वेदयति । द्वितीयस्य भावमात्रं न करोति, न च कश्चिद् वेदयति ।। ५१ ॥) (द्रव्यार्थिकस्य यश्चैव करोति, स चैव वेदयति नियमात् । ૩: રોઃ પરિમન પર્થવનયી ૨૨ ) Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કાર્ડ-૧ – ગાથા-૫૧-૫૨ સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જે આત્મા છે તે કર્મ બાંધે છે અને તે કર્મનું ફળ ભોગવે છે. પરંતુ બીજા નયની (પર્યાયાર્થિક નયની) દૃષ્ટિએ પર્યાય માત્ર જ છે. તેથી કોઈ કશું કરતું નથી અને કોઈ કશું વેદતું નથી. / ૫૧ // દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જે કરે છે તે જ આત્મા નિયમ કર્મ ભોગવે છે. અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અન્ય કરે છે અને અન્ય ભોગવે છે. | પર તે વિવેચન - સાંખ્ય, નૈયાયિક, અને વૈશેષિક આદિ કેટલાંક દર્શનો આત્માને એકલો નિત્ય જ માને છે. આ કેવલ એકલા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. અને બૌદ્ધ આદિ કોઈ કોઈ દર્શનો આત્માને કેવળ એકલો ક્ષણિક - અનિત્ય માને છે. આ કેવલ પર્યાયાર્થિકનયની દૃષ્ટિ કહેવાય છે. એક નય સ્થિર તત્ત્વ માનનાર છે બીજો નય અસ્થિર તત્ત્વ માનનાર છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ગાથા ૩૨ થી ૫૦ માં સમજાવ્યું તેમ આત્મતત્ત્વ દ્રવ્યપણે સ્થિર (ધ્રુવ-નિત્ય) પણ છે. અને અવસ્થા ભેદથી (પર્યાયપણે) અસ્થિર (ઉત્પાદ-વ્યયવાળું) પણ છે. પરંતુ ઉપરોક્ત દર્શનકારોની દૃષ્ટિ મિથ્યાવાસનાના કારણે કોઈ પણ એકનય તરફ અતિશય ઢળેલી છે. જેથી બીજાનયની વાત તેને સ્વીકાર્ય બનતી નથી. તે દર્શનકારો મિથ્યાત્વમોહના ઉદયના કારણે એક નયની વાતમાં અંજાયેલા છે. ફસાયેલા છે. હવે જે પ્રથમ દ્રવ્યાર્થિકનય છે તે સ્થિર તત્ત્વ માનતો હોવાથી અનાદિ-અનંત એવો નિત્ય આત્મા છે એમ કહી શકે છે. તેથી તેની દેશનામાં આત્મા જેવું સ્થિર કોઈ એક તત્ત્વ છે. કે જે કર્મ કરે છે અને કર્મ ભોગવે છે એવું કહેવાનો, તથા જે કરે છે તે જ કાલાન્તરે ભોગવે છે આવું કહેવાનો અવકાશ છે. જેમ કે ૨૫ વર્ષની ઉંમરવાળા કોઈ એક પુરૂષે ખુન અથવા ચોરી કરી, પ્રારંભનાં કેટલાંક વર્ષો સુધી આ ગુન્હો ન પકડાયો, પરંતુ કાલ જતાં તે પુરૂષની ૫૦ વર્ષની ઉંમર થતાં તે ગુન્હો કોઈ મુદાથી પકડાયો. ત્યારે ખુન અથવા ચોરીની સજા ફાંસી-કારાવાસ આદિ તેને થાય છે. કારણ કે જેણે ખુન અથવા ચોરી કરી હતી તે જ આ પુરૂષ છે. તેથી તે શિક્ષા સ્વરૂપ ફલનો ભોક્તા બને છે. આ રીતે સ્થિર તત્ત્વ માનવાના કારણે એક જ આત્મામાં કર્તત્વ અને ભોસ્તૃત્વ હોય છે. દ્રવ્યાર્થિકનય આમ માને છે અને કહે છે. જો કે તેની આ માન્યતામાં ક્ષતિ તો આવે જ છે. કારણ કે એક નયની જ દૃષ્ટિ હોવાથી અને પયાર્યાર્થિક નયની અવગણના કરતો હોવાથી (પર્યાયની વાત ન માનતો હોવાથી) આત્માને કુટસ્થનિત્ય માનનાર થયો. તેથી તેમાં એકલું સ્થિરતત્ત્વ-ધ્રુવ આત્મા જ માન્યો પણ આમ એકાન્ત નિત્યતા માનવાથી અવસ્થાભેદ કેમ ઘટે ? અર્થાત્ પૂર્વકાલમાં કર્તુત્વ અને ઉત્તરકાલમાં ભોક્નત્વ એમ બે અવસ્થા કેમ ઘટે ? કારણ કે અવસ્થાભેદ માનવા જતાં એકાન્ત નિયતા ન રહે. પૂર્વકાલમાં તે ખુન અથવા ચોરી કરે છે. તેથી કતૃત્વાવસ્થા છે અને ઉત્તરકાલમાં ફાંસી અથવા કારાવાસ રૂપ શિક્ષા ભોગવે છે તે ભોવ્રુવાવસ્થા છે. હવે એકાત નિત્ય આત્મામાં આવો અવસ્થાભેદ કેમ ઘટે ? Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ - ગાથા-૫૧-૫૨ સન્મતિપ્રકરણ ૧૦૯ કર્તૃત્વ અને ભોક્નત્વ આ બન્ને ભિન્ન ભિન્ન અવસ્થા છે. હવે જો આ બન્ને અવસ્થાને માન્ય કરે તો અવસ્થાભેદ થવાથી આત્માનું કુટસ્થ નિયત્વ રહેતું જ નથી. અને જો કુટસ્થ નિત્યત્વ માન્ય રાખે તો આ અવસ્થાભેદ ઘટતો નથી. આવી ક્ષતિ (દોષ) તેને આવે છે. તથા વળી જે સમયમાં કર્મ કરે છે. તે સમયમાં કર્મનું ક્રિયમાણપણું જ છે. તેનું ભોગવવા પણું તે સમયમાં ઘટી શકે જ નહીં, કાલાન્તરે જ ભોગવવાપણું સ્વીકારવું પડે. અને એમ માનવા જતાં ઈચ્છા હોય કે ન હોય તો પણ બીજા નયની વાતને એટલે કે ભિન્ન ભિન્ન અવસ્થાને સ્વીકારવી જ પડે, તો જ યથાર્થ સંગતિ થાય. પણ તે દર્શનકારોની આવી સાપેક્ષ દૃષ્ટિ થતી નથી. તેથી પર્યાયનિરપેક્ષ એવી દ્રવ્યાર્થિકનયની દેશના કર્તુત્વ-ભોકતૃત્વને ભલે માનનારી બને તો પણ તે દોષમુક્ત નથી. એવી જ રીતે કેવલ પર્યાયાર્થિક નયની દૃષ્ટિ ક્ષણિક તત્ત્વને જ માને છે. તેથી તેના મતે સ્થાયિ આત્મતત્ત્વ તો છે જ નહીં. તેથી કર્મોને કરે અને કર્મોના ફળને ભોગવે એવું કોઈ સ્થાયિ તત્ત્વ જ નથી. એટલે આ નયને તો આત્મામાં કર્મનું કર્તૃત્વ અને ભોક્નત્વ છે આવું કહેવાનો અવકાશ જ નથી. આ નયના મતે વસ્તુ ઉત્પન્ન થઈને બીજા જ ક્ષણે નાશ પામતી હોવાથી કર્મ કરનાર કોણ? અને કર્મફળ ભોગવનાર કોણ? આ વાત સંગત થતી જ નથી. કદાચ ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તુત્વ અને ભોસ્તૃત્વ સાથે માને તો પણ બન્ને ક્રિયા ભિન્ન ભિન્ન હોવાથી અને આત્મતત્ત્વ પણ ક્ષણમાત્ર જ સ્થાયિ હોવાના કારણે ઉત્પદ્યમાન હોવાથી એકી સાથે બન્ને ક્રિયા કરે નહીં અને જો કાલાન્તરે આત્મક્ષણ કરે તો કર્મનો કર્તા કોઈ અન્ય અને કર્મફળનો ભોક્તા કોઈ અન્ય આવી અવ્યવસ્થા થાય. આ કારણથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળાને પણ કતૃત્વ-ભોક્નત્વ ઘટાવવા માટે કોઈ એક સ્થાયિતત્ત્વ માનવાની ફરજ પડે જ છે તેથી તેને પણ દ્રવ્યાર્થિક નયની સાપેક્ષતા રાખવી જ પડે છે. એના વિના કર્તૃત્વ અને ભોસ્તૃત્વ સંગત થતાં નથી. પ્રશ્ન - કેવલ પર્યાયાર્થિક નય માનીએ અને દ્રવ્યાર્થિકનયને માન્ય એવા એક સ્થાયિતત્ત્વને ન માનીએ તો પણ “વાસના અથવા સંતાન” માનીને ઉપરની ક્ષતિ દૂર કરી શકાય છે. જેમ કે એક પેઢીમાં એક પુરૂષ ધંધો-વ્યવસાય કરે છે. તેનું અવસાન થતાં તે જ પેઢી ઉપર તેનો પુત્ર આ કારભાર સંભાળે છે. કાલાન્તરે તેનું પણ અવસાન થતાં તેનો પુત્ર આ કારભાર સંભાળે છે. તો આવી વાસના-પરંપરા-સંતાન માનીએ તો પિતા-પુત્ર-પૌત્ર અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ તે પેઢીમાં પિતાએ ઉપાર્જન કરેલું ધન પુત્ર અને પૌત્રાદિ ભોગવે છે. અહીં ધનના ઉપાર્જનનો કર્તા અન્ય છે અને તેનું ફળ ભોગવનાર અન્ય છે. આમ સંતાન (પરંપરા) માનીને અન્યમાં કતૃત્વ અને અન્યમાં ભાતૃત્વ છે એમ કહીએ તો કંઈ ક્ષતિ આવતી નથી. (બૌદ્ધ સંતાન માનતા હોવાથી આવો બચાવ કરે છે.). Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કાડ-૧ – ગાથા-૫૧-૫૨ સન્મતિપ્રકરણ ઉત્તર - અહીં પણ “આ એક જ પેઢી છે” એવી એક્તા ધ્રુવતત્ત્વ તો છેવટે માન્યું જ. એટલે જ અમે તે બૌદ્ધને પુછીએ છીએ કે “આ સંતાન એ શું વસ્તુ છે? ક્ષણિક પદાર્થથી કોઈ અલગ તત્ત્વ છે કે જે ક્ષણિકતત્ત્વ છે તે જ સંતાન છે ? હવે જો તમે એમ કહો કે જે ક્ષણિકતત્ત્વ છે તે જ આ સંતાન છે. તો તો તે સંતાન પણ ક્ષણિક જ હોવાથી બીજા ક્ષણે તે સંતાન ટકતું જ નથી. તેથી જેમ એકલું ક્ષણિકતત્ત્વ કાલભેદે થનારા કર્તૃત્વ અને ભોસ્તૃત્વને સિદ્ધ નથી કરી શકતું, તેવી જ રીતે સંતાન પણ ક્ષણિક જ થવાથી કાલભેદે થનારા કર્તૃત્વને અને ભોસ્તૃત્વને સિદ્ધ નહીં કરી શકે. હવે જો આ સંતાનને ક્ષણિકતત્ત્વથી જુદું માનો તો તે ક્ષણિક નથી એટલે કે સ્થાયિતત્ત્વ છે એમ સિદ્ધ થશે જ. આમ થવાથી છેલ્લે થાકીને પણ સ્થાયિ એવું આત્મતત્ત્વ સ્વીકાર્યું જ. તો પહેલેથી જ તે સ્થાયિ આત્મ તત્ત્વ સ્વીકારી લેવું જોઈએ. તેથી બૌદ્ધદર્શનને માન્ય સંતાન-વાસનાની જે કલ્પના છે તે ખરેખર કલ્પના જ છે, સાચું નથી. શબ્દાન્તરથી તો ધ્રુવ એવું આત્મતત્ત્વ જ માનવું પડે છે. આ રીતે આ પર્યાયાર્થિકનયને પણ સ્થાયિતત્ત્વ માનવારૂપ દ્રવ્યાર્થિકનયની અપેક્ષા રાખવી જ પડે છે. અન્યથા ક્ષતિ (દોષ) આવ્યા વિના રહેતી જ નથી. આ પ્રમાણે વિચારતાં સ્થાયિ એવા ધૃવતત્ત્વને માનનારા દ્રવ્યાર્થિકનયને પણ અવસ્થાભેદ અવશ્ય સ્વીકારવો જ પડે છે, તો જ કર્તૃત્વ અને ભોક્નત્વ સંભવી શકે છે. તેથી પર્યાયાર્થિકનયની સાપેક્ષતા સ્વીકારવી જ પડે છે અને અસ્થાયિત્ર(ક્ષણિક એવા) ઉત્પાદ-વ્યયને જ કેવલ માનનારા પર્યાયાર્થિક નયને પણ કતૃત્વ અને ભોકતૃત્વની એકાધિકરણતા સિદ્ધ કરવા સ્થાયિતત્ત્વ માનવું જ પડે છે. તેથી દ્રવ્યાર્થિકનયની સાપેક્ષતા સ્વીકારવી જ પડે છે. આ પ્રમાણે બન્ને નો એક-બીજા નયની અપેક્ષા રાખે તો જ તે સુનય છે, સમ્યગ્દષ્ટિ છે. આવી જ દેશનાને જૈનદર્શનમાં સ્થાન છે. નિરપેક્ષ દેશના તે દુર્નય છે, મિથ્યાષ્ટિ છે. તીર્થંકર પરમાત્માની આશાતના છે. તેમની વાણીની ભયંકર અવગણના છે. એકાન્ત એવા આ બન્ને નયો કર્મના કર્તૃત્વ અને ભોસ્તૃત્વ વિષે કેવા વિચારો ધરાવે છે ? તથા તેઓને તેમ માનવામાં શું ક્ષતિ આવે છે ? આ વાત, તથા પાછલા બારણે પણ (માને કે ન માને તો પણ) બીજા નયની સાપેક્ષતા લેવી જ પડે છે આ વાત, આમ આ બન્ને વાતો આ ગાળામાં સમજાવવામાં આવી છે. તથા જગતના પદાર્થોનું સ્વરૂપ પણ દ્રવ્યભાવે સ્થાયિ અને અવસ્થાભેદ પ્રમાણે પર્યાયભાવે અસ્થાયિ એમ ઉભયાત્મક છે માટે જે જેમ છે તેને તેમ માનવું તે જ સાચો યથાર્થવાદ-નયવાદ છે. તે પ૧-પર / જૈનદર્શનને અનુસારે કેવી દેશના હોય ? તે સમજાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૫૩ जे वयणिज्जवियप्पा, संजुजंतेसु होन्ति एएसु । सा ससमयपण्णवणा, तित्थयरासायणा अण्णा ॥ ५३ ॥ ( ये वचनीयविकल्पाः, संयुज्यमानयोर्भवन्त्यनयोः । સા સ્વસમયપ્રજ્ઞાપના, તીર્થડ્રરાશાતડા || પરે ) ગાથાર્થ - આ બન્ને નયો સંયુક્ત થયે છતે (પરસ્પર સાપેક્ષ હોતે છતે) વસ્તુતત્ત્વને સમજાવનારા જે જે કહેવા લાયક વિકલ્પો (વિચારો અને વચનો) થાય છે. તે જ સાચી સ્વશાસનની (જૈન શાસનની) પ્રરૂપણા છે. વીતરાગવાણી છે. બાકીની અન્ય સઘળી વાણી અને વિચારો તીર્થંકર પરમાત્માની આશાતના છે. તે પ૩ || વિવેચન જગતના સચેતન અચેતન સઘળા પણ પદાર્થો દ્રવ્યસ્વરૂપે નિત્ય છે અને પર્યાયસ્વરૂપે અનિત્ય છે. ખરેખર સાચી આ જ હકિકત છે. વસ્તુનું આ જ સાચું સ્વરૂપ છે અને પૂર્ણ સ્વરૂપ છે. કારણ કે અનંતાનંત એવા આ સઘળા પણ પદાર્થો અનાદિકાળથી સહજપણે છે જ, અને ભાવિમાં પણ સહજ પણે રહેશે જ. કોઈ પણ વ્યક્તિએ આ પદાર્થોનું નિર્માણ કર્યું નથી અને કોઈ પણ વ્યક્તિ આ પદાર્થોનો વિનાશ કરનાર નથી. સર્વે પણ દ્રવ્યોનો સહજપણે વર્તવા પણાનો (સરૂપે હોવા પણાનો) પારિણામિક સ્વભાવ છે. તેથી દ્રવ્યપણે નિત્ય છે. ધ્રુવ છે. સ્થાયિ છે. તથા તે જ સર્વે દ્રવ્યો નિત્ય હોવા છતાં પણ કુટસ્થ નિત્ય નથી પણ “પરિણામી નિત્ય” છે તેથી પ્રતિસમયે પરિવર્તન પણ પામે જ છે. કોઈ પણ સમય એવો નથી કે જે સમયે દ્રવ્ય પરિણામ ન પામતું હોય? સમયે સમયે સર્વે પણ દ્રવ્યો પરિવર્તનશીલ છે. આ પણ દ્રવ્યોનો સહજ સ્વરૂપે પારિણામિક ભાવ છે. આ રીતે પરિણામી નિત્ય હોવાથી સર્વે પણ દ્રવ્યો નિત્યાનિત્ય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ અંશવાળાં, દ્રવ્યપર્યાય ઉભયમય છે. આ જ વસ્તુનું સાચું સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપ છે અને યથાર્થ સ્વરૂપ છે. “પરિણામી નિત્ય” આવું વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે તેમાં પરિણામીપણું સમજાવનારી પર્યાયાર્થિકની દ્રષ્ટિ છે. અને નિત્યપણું સમજાવનારી દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિ છે. આમ સાપેક્ષપણે ઉભયનય સ્વીકારવો એ જ સાચો માર્ગ છે. આ જ વીતરાગ પરમાત્માની દેશના (વાણી) છે. ટીકામાં કહ્યું છે કે જે વચનીયામિથેયસ્થ વિન્યાસ્તપ્રતિપાદ્રિ પથાનમે संयुज्यमानयोरन्योन्यसम्बद्धयोर्भवन्त्यनयोर्द्रव्यास्तिक पर्यायास्तिकवाक्यनययोः । ते च कथंचिन्नित्य आत्मा, कथञ्चिदमूर्त इत्येवमादयः । सा एषा स्वसमयस्येति तदर्थस्य प्रज्ञापना निदर्शना, अन्या तु निरपेक्षयोरन्ययोरेव नययोर्या प्ररूपणा सा तीर्थङ्करस्यासादनाऽधिक्षेपः । Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કાષ્ઠ-૧ - ગાથા-પ૩ સન્મતિપ્રકરણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બન્ને નયો પોતપોતાની મર્યાદાને સ્વીકારીને (લક્ષ્મણ રેખાને અનુસારે) જો ચાલે, એક નય સાપેક્ષભાવે વસ્તુનું નિત્યસ્વરૂપ સમજાવે અને બીજો નય સાપેક્ષભાવે વસ્તુમાં જ રહેલું અનિત્ય સ્વરૂપ સમજાવે તો આમ સાપેક્ષભાવે વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરતા એવા આ બન્ને નયો વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવનારા બનવાથી યથાર્થ છે. સુનય છે. સમ્યગૃષ્ટિ છે. આવા પ્રકારની પ્રસુ = આ બન્ને નયોને સંયુગમાકુ = સાથે રાખીને (સંયુક્ત કરીને), સાપેક્ષ દૃષ્ટિ રાખીને કરાતું ને = જે જે વયજ્ઞ = વાક્યોનું ઉચ્ચારણ અને વિયL = માનસિક વિકલ્પો ટોન્તિ = થાય છે. સ = તે તે સમયપUUવિUTT = પોતાના શાસનની અર્થાત્ જૈનશાસનની પ્રરૂપણા છે. વીતરાગ પરમાત્માની વાણી છે. કેવળ એકલા નિયત્વ અને કેવલ એકલા અનિત્યત્વની બાબતમાં જ સાપેક્ષતા રાખવાની છે એવું નથી પણ સર્વત્ર ઉભયવાદ છે. જેમ કે આત્મતત્ત્વ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ અપેક્ષાવિશેષે શરીરધારી હોવાથી મૂર્ત પણ છે અને મૂલભૂત પદાર્થ રૂપે અમૂર્ત પણ છે. શરીરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. બીજા જીવોની સાથે સત્તાગત સ્વરૂપની અપેક્ષાએ સમાન પણ છે અને આવિર્ભત ગુણોની અપેક્ષાએ વિશેષ પણ છે. જેટલો જેટલો ક્ષયોપશમ ભાવ છે (ગુણોની પ્રગટતા છે) તેટલો તેટલો શુદ્ધ પણ છે. અને જેટલો જેટલો ઔદયિકભાવ છે તેટલો તેટલો અશુદ્ધ પણ છે. કેવલજ્ઞાનથી આખા સૈકાલિક વિશ્વનો જ્ઞાતા હોવાથી જ્ઞાનની અપેક્ષાએ વ્યાપક પણ છે (અથવા કેવલી સમુદ્ધાત કાલે આત્મપ્રદેશોથી પણ વ્યાપક છે.) તથા શરીરમાત્ર વ્યાપી હોવાથી અવ્યાપક પણ છે. અસંખ્ય પ્રદેશોના પિંડાત્મક એવું અખંડદ્રવ્ય છે તેથી એક પણ છે અને અસંખ્યપ્રદેશાત્મક અથવા અનેકગુણાત્મક છે તેથી અનેક પણ છે. આવા પ્રકારનાં સમજાવાતાં વાક્યો અથવા મનમાં ઊઠતા વિકલ્પો (વિચારો) તે સઘળાં વાક્યો અને વિચારો વસ્તુના પૂર્ણ સ્વરૂપને અને યથાર્થ સ્વરૂપને સમજાવનારાં હોવાથી જિનેશ્વરપ્રભુની વાણી છે. તેઓની દેશના છે. શ્રી વીતરાગ પરમાત્મા વડે પ્રકાશિત કરાયેલી વાણી છે. આ જ જૈનશાસન છે. ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે આવા પ્રકારની સ્યાદ્વાદયુક્ત વાણી, અનેકાન્તવાદથી ભરેલી વાણી એ જ વીતરાગવાણી છે. તેનાથી મUT = અન્ય એવી એકાન્તવાદસૂચક જે કોઈ અન્ય દર્શનની વાણી હોય અથવા નામથી ભલે જૈનદર્શનની આ વાણી છે એમ તેના પ્રરૂપકો બોલતા હોય પણ તે એકાન્તનિશ્ચય તરફ ઢળેલી તથા એકાન્તવ્યવહાર તરફ ઢળેલી વાણી હોય તો તે સઘળી વાણી અને વિચારો તીર્થંકર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ હોવાથી આશાતના જ છે. આમ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાચ્છ-૧ – ગાથા-પ૩ ૧૧૩ ઉત્તરાર્ધમાં તો ગ્રન્થકારશ્રીએ ઘણું જ કડવું પણ સર્વથા નગ્નસત્ય કહી દીધું છે. જૈનેતર દર્શનો તો મિથ્યાત્વના ઉદયથી વાસિત હોવાથી અને તેવા પ્રકારના મિથ્યાત્વી ગુરુઓનો યોગ હોવાથી તથા તેવા પ્રકારનાં મિથ્યાશાસ્ત્રોનો અભ્યાસ હોવાથી આ સ્યાદ્વાદવાળી વાણી ન સમજી શકે અથવા સમજે તો પણ અહંભાવાદિના કારણે ન માને તે સમજી શકાય છે. પરંતુ જૈનદર્શનના નામને ધારણ કરનારા નવા નવા નીકળેલા અનેક પંથોમાં પોતપોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી હોય છે તે જ વાતને એકાન્ત સત્ય માની જોરશોરથી જે પ્રરૂપણા અને પ્રચાર કરાય છે તે કેટલા અંશે સત્ય છે અને કેટલા અંશે મિથ્યા છે તે સાચા આત્માર્થી જીવને મહાત્મા પુરુષોનાં ઉપરોક્ત વાક્યોમાંથી જરૂર સમજાશે. | મુનિ થનાર શ્વેતવસ્ત્રધારી જ હોય અથવા અચેલક જ હોય આ પણ એકાન્તવાદ જ છે. પ્રભુ મહાવીરસ્વામીથી ભદ્રબાહુ સ્વામી સુધી જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ બે પ્રકારના કલ્પ (મુનિઓના આચાર) હતા. એક ઉપકરણ વિનાનો અને તેથી અચેલક એવો જિનકલ્પ હતો. અને જે આત્માનું તેટલું સામર્થ્ય ન હતું તે જીવો ઉપકરણવાળો એટલે સચેલક કલ્પ આદરતા. આને અર્થ એ થયો કે સવસ હોય કે નિર્વસ્ત્ર હોય પણ જે મોહને જિતે તે મોક્ષે જાય. વળી વસ્ત્ર એ પરદ્રવ્ય હોવાથી તે રાખે તે મુનિ પરિગ્રહી અને ન રાખે તે અપરિગ્રહી આ વ્યાખ્યા પણ એકાન્તવાદના સંસ્કારમાંથી જ ઉત્પન્ન થયેલી છે. જો પદ્રવ્ય હોવાથી તેને પરિગ્રહ કહીએ તો પુસ્તક, મોરપિંછી, કમંડળ, ઓઘો, મુહપત્તિ અને આહારાદિ પણ પરદ્રવ્ય હોવાથી તે રાખનાર પણ સપરિગ્રહી કહેવાશે. અને આ વસ્તુઓને સેવનાર મુનિ પણ અમુનિ જ કહેવાશે. હવે જો એવો બચાવ કરીએ કે સ્વાધ્યાય માટે પુસ્તક જરૂરી છે, જયણા પાળવા માટે મોરપિંછી અને ઓધો (રજોહરણ), શરીરશુદ્ધિ માટે કમંડળ, વાઉકાયની રક્ષા માટે મુહપત્તિ અને શરીર ટકાવવા માટે આહાર જરૂરી છે. આ બધાં પરદ્રવ્યો છે. પરંતુ તે તે કાર્ય કરવા માટે અનિવાર્ય છે. તેથી તે રાખવા છતાં મુનિ મમતા વિનાના (મૂછ અને આસક્તિ વિનાના) છે માટે અપરિગ્રહી જ છે. તો બહારથી બિભત્સ લાગતી ઈન્દ્રિયને ઢાંકવા તથા અનાવૃત ઈન્દ્રિય દ્વારા થતા વિકારોને રોકવા નિર્મમત્વભાવે વસ્ત્ર રાખે તો તે સચેલક મુનિ પણ અપરિગ્રહી બની શકે છે. તે વસ્તુઓ રાખનારા મુનિને પણ નિર્મમત્વ ભાવ હોવાથી અપરિગ્રહી કેમ ન કહેવાય ? તત્ત્વાર્થસૂત્રાદિ શાસ્ત્રોમાં “મૂછ પરિપ્રદ:” મૂછને પરિગ્રહ કહ્યો છે. વસ્તુનો સંબંધ તે પરિગ્રહ કહ્યો જ નથી. જો વસ્તુના સંબંધને પરિગ્રહ કહીએ તો ઉપરોક્ત વસ્તુઓ શ્વેતાંબર-દિગંબર મુનિ રાખે જ છે. છતાં પોતાને અપરિગ્રહી માને છે. સમજે છે અને સમજાવે છે. તેથી આવા એકાન્તવાદના આગ્રહને છોડીને સમજવું જોઈએ કે સાધકદશાના પ્રારંભકાળમાં સવસ્ત્રાવસ્થા એટલે સચેલક અવસ્થા Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કાડ-૧ – ગાથા-૫૩ સન્મતિપ્રકરણ ઉપકારક છે અને જિનકલ્પ લઈ શકે તેવા સામર્થ્યવાળા અંતિમકાલમાં નિર્વસ્ત્રાવસ્થા ઉપકારક છે. તેથી જ્યાં જ્યાં જે જે અવસ્થા ઉપકારક હોય ત્યાં ત્યાં તે તે અવસ્થા સ્વીકારવામાં આવે તો સાપેક્ષપણે યથાસ્થાને બન્ને માર્ગ સમ્યમ્ બની શકે છે. એવી જ રીતે જ્યાં સુધી ચલચિત્રો જોઈને આ જીવ વિકારી બની જાય છે. કરૂણાનું ચિત્ર જોઈને કરૂણાળું, શૃંગારનું ચિત્ર જોઈને વિકારી, ભયનું ચિત્ર જોઈને ભયભીત થઈ જાય છે, આવા પ્રકારનો નિમિત્તવાસી આત્મા છે, આલંબનના અનુસારે પરિણામ પામનારો છે ત્યાં સુધી આત્માને વૈરાગી અને વીતરાગી બનાવવા વીતરાગની મૂર્તિનું આલંબન પણ આવશ્યક છે. અને આ જ આત્મા જ્યારે નિરાલંબન અવસ્થામાં આવે છે. ત્યારે આ બાહ્ય આલંબન યોગી જેવી મહાદશામાં જરૂરી નથી અર્થાત્ તે દશાએ છોડવા જેવું પણ છે. ચાલવામાં પગ કામ ન કરતા હોય ત્યાં સુધી લાકડી લેવા જેવી છે અને પગ સાજા થાય ત્યારે તે જ લાકડી છોડવા જેવી પણ છે. આંખ કામ ન કરતી હોય તો ચશ્મા રાખવા જરૂરી પણ છે અને આંખ નિર્દોષ થાય ત્યારે તે જ ચશ્માં છોડવા જેવા પણ છે એમ સાલંબન અવસ્થામાં મૂર્તિ મંદિર ઉપકારી છે માટે ઉપાદેય છે. અને નિરાલંબનાવસ્થા આવે ત્યારે આ જ આલંબન ઉપેક્ષ્ય છે. આમ જો સાપેક્ષભાવ સમજવામાં આવે તો આ વિવાદો કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે તુરત સમજાઈ જાય તેમ છે અને વિવાદ છુટી પણ જાય. જો આ જીવ તટસ્થપણે વિચારે તો બધું જ સરળ અને સમજાય તેવું છે. જૈનશાસનની એક પણ વાત ન સમજાય તેવી નથી. પોતાની દૃષ્ટિ સુધારવાની જ જરૂર છે. જ્ઞાનપ્રિય આત્માઓ ક્રિયાને ભાંડે અને ક્રિયાપ્રિય આત્માઓ જ્ઞાનને ભાડે આ પણ એકાન્તવાદ જ છે. જ્ઞાનની જ પ્રધાનતા કરનારા જીવો આવી ક્રિયા તો ભવોભવમાં ઘણી કરી, મેરૂપર્વત જેટલો ઢગલો થાય એટલી વાર ઓઘા લીધા પણ કલ્યાણ ન થયું. માટે આવી જડ ક્રિયા કરવાની કંઈ જ જરૂર નથી. તથા પતi ના તો ય આવા પાઠો આગળ કરીને આવી દલીલો જે કરાય છે તે પણ જ્ઞાનનો એકાતવાદ જ છે. તેથી મિથ્યા છે. એવી જ રીતે ક્રિયાપ્રિય જીવો ક્રિયાની જ પ્રધાનતા કરીને જ્ઞાનને વખોડે, ચૌદપૂર્વી પણ પ્રમાદને વશ થયા છતા નરક-નિગોદમાં ગયા. જેમ ચંદન ઉપાડનાર ગધેડો ચંદનના ભારને જ વહન કરનાર છે તેની સુગંધ તેને મળતી નથી. તેમ ક્રિયા વિનાના જ્ઞાનીને જ્ઞાનનો ભાર જ ઉપાડવાનો હોય છે. સદ્ગતિ મળતી નથી. આવી દલીલો કરીને ક્રિયા વિનાના જ્ઞાનને શુષ્કજ્ઞાન પોપટીયું જ્ઞાન કહીને ભાડે છે. આ પણ એકાન્તવાદ છે. કોઈ પણ બાજુનો આવો એકાન્તવાદ ઉપકારક નથી. પરંતુ યથાસ્થાને બન્ને વાર્તા ઉપકારક છે. એક ગામથી બીજે ગામ પહોંચવું હોય તો માર્ગનું જ્ઞાન પણ જરૂરી છે અને ગાડી ચલાવવી આ પણ એટલું જ જરૂરી છે. આમ આ બન્ને જરૂરી છે. ઉપરની એકાન્ત વાત કરનારા પોત પોતાના મતના આગ્રહી હોવાથી એકાન્તવાદી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૫૩ ૧૧૫ આ જ પ્રમાણે એકલા નિશ્ચયનયના પક્ષપાતી વ્યવહારનું ખંડન કરે છે. મનને જિતો, જો મન સ્વચ્છ છે તો ત્યાગ-તપ-ઉપવાસાદિ વ્યવહાર કરવાની કંઈ જ જરૂર નથી. આત્મા જો પવિત્ર છે તો કર્મ કંઈ લાગતાં જ નથી. શરીર શરીરનું (ભોગ ભોગવવાનું) કામ કરે તેમાં આત્માને શું નુકશાન ? આમ એકાન્ત નિશ્ચયવાળા કહે છે. આ પણ મિથ્યા છે. અને વ્યવહારનયના પક્ષપાતી નિશ્ચયનયનું ખંડન કરે છે. જો એમ એકલા મનની પવિત્રતાથી જ ચાલતું હોત તો પરમાત્મા મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ સુધી શા માટે ઘોર તપ કર્યું ? ગમે તેટલું મન પવિત્ર હોય તો પણ પરસ્ત્રી સાથે સ્વસ્રી જેવા વ્યવહાર કરાતા નથી. માટે વ્યવહાર ચોક્ખો હોવો જોઈએ. વ્યવહાર જ આદરવો જોઈએ, લીટા કરતાં કરતાં એકડો આવે તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય આવે. આવી દલીલો કરીને વ્યવહારને થાપે અને નિશ્ચયને વખોડે આ પણ સઘળો એકાન્તવાદ છે. લીટા કરતાં કરતાં એકડો તેને આવે કે જેણે એકડાનું લક્ષ્ય રાખીને લીટા કર્યા હોય. અન્યથા લીટાની દૃષ્ટિવાળાને લીટા જ રહે છે ક્યારેય પણ એકડો આવતો નથી. આવી સરળ અને સીધી આ વાત છે. અતીતકાલમાં સાંખ્ય-મીમાંસક-ચાર્વાક-બૌદ્ધ વિગેરે દર્શનકારો એકાન્તવાદી હતા. એટલે જ મહાશાસ્ત્રોમાં દર્શનવાદ ઘણો ચર્ચાયેલો છે. વર્તમાનકાલમાં જૈનદર્શનમાં જ કેટલાક પક્ષો પોતપોતાની માનેલી માન્યતાના પક્ષપાતી થયા છતા સાપેક્ષ દૃષ્ટિને ભૂલી જઈ નિરપેક્ષ દૃષ્ટિવાળા થયા છતા જોરશોરથી પોતાની એકાન્તવાતનો જ પ્રચાર કરે છે. અને ૫૦-૧૦૦-૫૦૦ માણસોનો (અને તેમાં પણ ધનવાનોનો) અનુયાયી વર્ગ મળી ગયે છતે પોત પોતાના પક્ષો થાપે છે. તેઓ જો સાચા આત્માર્થી હોય તો આ વાત તરફ ધ્યાન આપવા જેવું છે કે અંધ-પંગુના ન્યાયે જ્ઞાન અને ક્રિયા બન્ને ઉપકારક છે. સાધ્ય-સાધનભાવે નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉપકારક છે. સર્ચલકતા હોય કે અચેલકતા હોય પણ નિર્મોહદશા એ મોક્ષનું કારણ છે. પ્રારંભમાં સચેલક રહી અભ્યાસથી મોહને જીતી ઉપલી દશામાં જિનકલ્પાદિ લેવાના અવસરે અચેલક થાય તો તે બન્ને યથાસ્થાને ઉપકારી છે. સાલંબનાવસ્થામાં મૂર્તિપૂજા અને મંદિર ઉપકારી છે. નિરાલંબનાવસ્થામાં તે બાહ્ય આલંબનો છોડવાં પડતાં નથી. પરંતુ આપોઆપ છુટી જાય છે. આ રીતે જો સાપેક્ષદૃષ્ટિ આવી જાય તો કલ્યાણ થતાં વાર ન લાગે. નિરપેક્ષદૃષ્ટિએકાન્તવાદ એ જ સઘળું બાધકતત્ત્વ છે. આ જ મહા મિથ્યાત્વ છે. આ ગ્રંથકારશ્રી તો એમ કહે છે કે આ બધી તીર્થંકરપ્રભુની આશાતના છે. વિવેકી સમજુ આત્માઓએ આ પાઠમાંથી ઘણું ઘણું શીખવા જેવું છે. અને સાપેક્ષ દૃષ્ટિવાળા બનીને બધા ભાવો યથાસ્થાને ઉપકારક થાય તેમ જોડવા જોઈએ. ॥ ૫૩ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કાડ-૧ - ગાથા-પ૪ સન્મતિપ્રકરણ શું બધે જ બે નયની જ દેશના હોય? ક્યારેય એક નયની દેશના ન હોઈ શકે ? જો એક નયની દેશના આપે તો તે શું મિથ્યાત્વી જ હોય ? તે વિષય ઉપર સમજાવે છે पुरिसज्जायं तु पडुच्च, जाणओ पण्णवेज अण्णयरं । परिकम्मणानिमित्तं, दाएही सो विसेसं पि ।। ५४ ॥ (पुरुषजातं तु प्रतीत्य, ज्ञायकः प्रज्ञापयेदन्यतरत् । પરિર્મનિમિત્ત, સ્થિતિ સો વિશેષમgિ | ૨૪ ) ગાથાર્થ – જ્ઞાની મહાત્મા (એવા વક્તા) શ્રોતાવર્ગના પુરૂષસમૂહને આશ્રયી તે શ્રોતા વર્ગમાં બીજા નયના સંસ્કારના નિમિત્તે કોઈ એકનયની દેશના પણ પ્રરૂપે છે. પરંતુ તે જ્ઞાની મહાત્મા (અવસરે) બીજા વિશેષનયની વાત પણ શ્રોતાવર્ગને અવશ્ય આપે જ છે. તે પ૪ || વિવેચન - તીર્થંકર પરમાત્માની આજ્ઞાને સમજનારા વક્તાએ હૈયામાં સાપેક્ષદૃષ્ટિ રાખીને અનેકાન્તબોધક જ વચનો ઉચ્ચારવાં જોઈએ. આ આત્મા કથંચિત્ નિત્ય છે. આમ જ બોલવું જોઈએ અથવા આ આત્મા કથંચિત્ અનિત્ય છે. આમ જ બોલવું જોઈએ. વિચારો અને વચનો અનેકાન્તમય જ હોવાં જોઈએ. આ રાજમાર્ગ છે. છતાં પણ સામે બેઠેલા શ્રોતાવર્ગ રૂપે જે પુરૂષસમૂહ છે. તેને આશ્રયીને ઘણી વાર ઉપકારક એવા કોઈ પણ એક નયથી આશ્રિત દેશના પણ તે જ્ઞાની મહાત્મા આપી શકે છે. તેમાં કંઈ દોષ નથી. આવા પ્રકારની એકનયાશ્રિત દેશના આપવાની પાછળ એક જ કારણ છે અને તે કારણ એ છે કે શ્રોતાવર્ગ જો કોઈ એક નયમાં જ બદ્ધાગ્રહી બનેલા છે એમ જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે ત્યારે તે મહાત્મા પુરૂષ તે શ્રોતાવર્ગને, તેણે માનેલા એક નયના વિચારોથી ભિન્નનયને માન્ય એવી વાતના સંસ્કારો તેનામાં ઉતારવાના નિમિત્તે ઈતર એવા એકનયની દેશના પણ સાપેક્ષભાવે આપે છે અને તે રીતે તે દેશના તે શ્રોતાવર્ગને ઉપકારક પણ બને છે. પરંતુ આ વક્તા એવા કુશળ હોય છે કે શ્રોતાવર્ગવાળો પુરૂષસમૂહ એકનયનો બદ્ધાગ્રહી હોવાથી તેને ઉભયનયની સાપેક્ષતા વાળો બનાવવા માટે પ્રતિપક્ષી એવા બીજા એકનયની જ ભલે દેશના આપતા હોય તો પણ તેમના હૈયામાં બન્ને નયોની વાત સાપેક્ષ હોવાથી તેમની દેશનાના કોઈ પણ વાક્યોચ્ચારણમાં પ્રધાનપણે કહેવાતા ઈતર એકનયમાં પણ બીજા નયની વાતનો ઉચ્છેદ આવવા દેતા નથી. એટલું જ નહીં પણ શ્રોતાવર્ગને પ્રતિપક્ષી એવો એક નય સમજાવ્યા પછી તે જ વક્તા તે જ શ્રોતાવર્ગને સાપેક્ષપણે વિશેષ એવો બીજો નય કે જે નય તે શ્રોતાવ પ્રથમ માનેલો હતો તેને પણ સાપેક્ષભાવે અવશ્ય આપે જ છે. જેમ કે શ્રોતાવર્ગવાળો પુરૂષસમૂહ જો બૌદ્ધદર્શનનો અનુયાયી છે અને એકલા પર્યાયાર્થિકનયનો જ આગ્રહી છે એમ વક્તા એવા જ્ઞાની મહાત્મા જ્યારે જાણે છે. ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ - ગાથા-પ૪ ૧૧૭ તે જ્ઞાની વક્તા તે શ્રોતાવર્ગની સામે પોતાની કુશળતાપૂર્વક એકલા દ્રવ્યાર્થિકનયની જ પ્રરૂપણા કરે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા કરવા છતાં પણ ક્યાંય પર્યાયાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય). દ્રવ્યાર્થિક નયની પ્રરૂપણા કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને આ નયની વાત રૂચે છે નિત્યવાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે. ત્યારે તે શ્રોતાવર્ગ પાછો એકલા નિત્યવાદના કદાગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની વક્તા, તે જ શ્રોતા વર્ગની સામે વિશેષ (એવો પર્યાયાર્થિક) નય પણ સમજાવે જ છે. જેથી શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને. સાપેક્ષવૃષ્ટિ પૂર્વક બન્ને નયો શ્રોતાવર્ગ સ્વીકારે તેવી તેઓ ભવ્ય દેશના આપે છે. એવી જ રીતે શ્રોતાવર્ગ રૂપે સામે બેઠેલો પુરૂષસમૂહ જો સાંખ્ય-નૈયાયિક કે વૈશેષિક મતનો અનુયાયી હોય અને તેથી એકલા દ્રવ્યાર્થિકનયનો જ આગ્રહી છે એમ વક્તા એવા જ્ઞાની મહાત્મા જ્યારે જાણે છે. ત્યારે તેનામાં ઉભયનયના સંસ્કારોની પરિકર્મણા કરવાના નિમિત્તે તેની સામે એકલા પર્યાયાર્થિકનયની જ દેશના આપે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા પર્યાયાર્થિકનયની દેશના આપતાં આપતાં ક્યાંય દ્રવ્યાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય. પર્યાયાર્થિકનયની દેશના કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને હવે આ પર્યાયાર્થિકનયની વાત રૂચે છે અનિત્ય વાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે ત્યારે તે શ્રોતાવર્ગ પાછા એકલા પર્યાયાર્થિકનયના (એટલે અનિત્યવાદના) આગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની મહાત્મા તે જ શ્રોતાવર્ગની સામે વિશેષનય (એટલે કે દ્રવ્યાર્થિક નય અર્થાત્ નિત્યવાદ) પણ સમજાવે જ છે. આપે જ છે જેથી નિત્યવાદી એવો આ શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને. ટીકામાં કહ્યું છે કે - પુરુષનાd પ્રતિપદ્રવ્યપર્યાય તરસ્વરૂપ શ્રોતા વ પ્રતીત્ય आश्रित्य ज्ञकः = स्याद्वादविद् प्रज्ञापयेत् आचक्षीत अन्यतरं द्रव्यं पर्यायं वा = अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत् । किमित्येकमेव कथयेत् ? परिकर्मनिमित्तं = बुद्धिसंस्कारार्थम् । परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपमेकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात् । तदितराभावे तद्विषयस्याप्यभावात् । અનેકાન્તવાદને જાણનારા જ્ઞાની વક્તા બન્ને નયોને સાપેક્ષપણે જાણતા પણ હોય છે અને જોડતા પણ હોય છે. છતાં શ્રોતાવર્ગ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા હોઈ શકે છે. કોઈ શ્રોતાવર્ગ નિત્યવાદને (દ્રવ્યવાદને) જ માનતા હોય છે અને કોઈ શ્રોતાવર્ગ અનિત્યવાદને જ (એટલે કે પર્યાયવાદને જ) માનતા હોય છે. તેથી જ્યારે શ્રોતાવર્ગ દ્રવ્યવાદને જ માનનારા છે આવું વક્તાના ખ્યાલમાં આવે છે ત્યારે તે શ્રોતાવર્ગની સામે તેઓ દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કાર્ડ-૧ - ગાથા-૫૪ સન્મતિપ્રકરણ અસ્વીકૃત અંશનું જ એટલે કે પર્યાયનું જ પ્રતિપાદન આ જ્ઞાની કરે છે. એવી જ રીતે આ શ્રોતાવર્ગ પર્યાયવાદને જ માનનાર છે આવો ખ્યાલ જ્યારે જ્ઞાનીને આવે છે ત્યારે તે શ્રોતાવર્ગની સામે તેઓ દ્વારા અસ્વીકૃત અંશરૂપ દ્રવ્યવાદની જ પ્રરૂપણા કરે છે. આ રીતે આ જ્ઞાની મહાત્મા એકાત દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ પર્યાયવાદનું અને એકાન્ત પર્યાયવાદી શ્રોતા સમક્ષ દ્રવ્યવાદનું કથન કરે છે. આમ એક નયની દેશના પણ જૈનદર્શનમાં સંભવે છે. આવું કરવાની પાછળ તેઓનો આશય એ છે કે એક બાજુ ઢળી ગયેલી શ્રોતાવર્ગની દૃષ્ટિ બીજી બાજુના ભાવોને પણ જાણનારી બને, બીજી બાજુના ભાવોથી પણ સંસ્કારી બને અને તેના પરિણામે તે શ્રોતાવર્ગ અનેકાન્તદષ્ટિને સ્વીકારનારા બને. અને શ્રોતાવર્ગનો ઉપકાર થાય. હૈયામાં રહેલી આવી ભાવનાથી શ્રોતાવર્ગને ઉભયનય સાપેક્ષ બનાવવાની મનોવૃત્તિથી કરાયેલી સાપેક્ષભાવવાળી કોઈ પણ એકનયની દેશના પણ જૈનદર્શનની જ દેશના કહેવાય છે. વીતરાગવાણી જ છે. આ જ પ્રમાણે જ્ઞાનના એકાન્તવાદીની સામે કિયાનયની દેશના, ક્રિયાના એકાત્તવાદીની સામે જ્ઞાનનયની દેશના, નિશ્ચયનયના એકાન્તવાદીની સામે વ્યવહારનયની દેશના, વ્યવહારનયના એકાન્તવાદીની સામે નિશ્ચયનયની દેશના, એકાન્ત ભેદવાદીની સામે અમેદવાદની દેશના, એકાન્તઅમેદવાદની સામે ભેદવાદની દેશના, તથા એકાન્તસદ્ધાદીની સામે કથંચિત્ અસદ્વાદની દેશના અને એકાન્ત અસદ્ધાદીની સામે કથંચિત્ સવાદની દેશના, આ બધી દેશના એકનયાશ્રિત હોવા છતાં પણ શ્રોતાવર્ગને ઉભયનયની પરિકર્મણા (ઉભયનયના સંસ્કારો પડે તે) નિમિત્તે કરાય છે. હૈયામાં બન્ને નયોની સાપેક્ષતા રાખીને કરાય છે. તેથી આવી સાપેક્ષ એક નયાશ્રિત દેશના પણ જૈનદર્શનને માન્ય દેશના છે. આ રીતે આ પ્રથમ કાર્ડમાં કુલ ૫૪ ગાથાઓમાં જે કંઈ સમજાવવામાં આવ્યું છે તેનો સાર એ છે કે - જગતના તમામ પદાર્થો સામાન્ય ધર્માત્મક પણ છે અને વિશેષધર્માત્મક પણ છે દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. ઉભયસ્વરૂપ છે તેથી તે ઉભયસ્વરૂપને સમજાવનારી દૃષ્ટિ એટલે કે નયો પણ બે પ્રકારના છે એક દ્રવ્યાર્થિકનય અને બીજો પર્યાયાર્થિકનય. છેલ્લામાં છેલ્લો અંતિમ વિશેષ ધર્મ (એકક્ષણવર્તી પર્યાય) જે છે ત્યાં પર્યાયાર્થિકનય પ્રવર્તે છે. અન્તિમ સત્તા નામના સામાન્યમાં દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે અને વચ્ચેનાં સર્વે પણ સ્વરૂપો અભેદદષ્ટિથી જોઈએ તો સામાન્યાત્મક છે. માટે ત્યાં દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે અને તે જ સર્વે સ્વરૂપોને ભેદદષ્ટિથી જોઈએ તો તે વિશેષાત્મક છે માટે ત્યાં પર્યાયાર્થિકનય પ્રવર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ કાડ-૧ – ગાથા-૫૪ સન્મતિપ્રકરણ ૧૧૯ - જ્યારે દ્રવ્યાર્થિકનયથી વસ્તુનું સામાન્યસ્વરૂપ (અભેદપ્રધાન) પ્રતિપાદન કરીએ ત્યારે પણ તે જ વસ્તુમાં રહેલા (ભદપ્રધાન) વિશેષસ્વરૂપનો અપલાપ ન થઈ જાય અને આ સુનય દુર્નય ન બની જાય તે માટે તેની આગળ ચાલ્ અથવા થગ્નિદ્ આમ બોલાય છે અને લખાય છે. એવી જ રીતે જ્યારે પર્યાયાર્થિકનયથી વસ્તુનું વિશેષસ્વરૂપ (ભેદપ્રધાન) પ્રતિપાદન કરીએ ત્યારે પણ તે જ વસ્તુમાં રહેલા (અભેદપ્રધાન) સામાન્ય સ્વરૂપનો અપલાપ ન થઈ જાય અને આ સુનય દુર્નય ન બની જાય તે માટે તેની આગળ ચાલ્ અથવા થજી શબ્દ બોલાય છે અને લખાય છે. તેથી જગતના સર્વે પણ પદાર્થો (૧) સ્થા પ્તિ અને સ્વાતિ સ્વરૂપ છે. એમ સિદ્ધ થાય છે. આ બે ભાંગા બનવાથી તેના પરસ્પર મિશ્રણથી વધારેમાં વધારે સાત ભાંગા થાય છે તેને “સપ્તભંગી” કહેવાય છે. આવી સપ્તભંગીઓ અનંતી થાય છે. કારણ કે પરસ્પર વિરોધી બે બે ધર્મોની જોડીઓ અનંતી છે. રત્નાવલી"ના ઉદાહરણને અનુસાર સર્વે પણ નયો જો પરસ્પર નિરપેક્ષ રહે તો તે “સમ્યગ્દર્શન” (સુનયપણાને) પામતા નથી. પરંતુ યથાસ્થાને રત્નો ગોઠવવાથી જેમ “રત્નાવલી” કહેવાય છે. તેમ યથાસ્થાને નય જોડવાથી સમ્યગ્દર્શનપણાને (સુનયપણાને) પામે છે. સર્વે નયો તે કિંમતી રત્નો છે. અને તે સર્વેનું યથાસ્થાને જોડાણ તે રત્નાવલી છે. આમ દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકનો સમન્વય કરવો. વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય બન્ને છે આમ જો માનીએ તો જ સંસાર, જન્મ-મરણ, સુખદુઃખનો સંજોગ, મન-વચન-કાયાના યોગો, તેના નિમિત્તે કર્મનો બંધ, કર્મોમાં સ્થિતિબંધરસબંધ, કર્મોનો ક્ષય સ્વરૂપ મોક્ષ અને મોક્ષનાં નિમિત્તો, સંસારમાં ભયોનું પ્રદર્શન અને મોક્ષસુખની પ્રાર્થના ઇત્યાદિ ભાવો યુક્તિયુક્તપણે ઘટી શકે છે. જો એકાન્ત એક નય માનીએ તો ઉપરની કોઈ પણ વાત ઘટી શકતી નથી. “પુરૂષ”ના ઉદાહરણે સર્વે પણ પદાર્થો નિર્વિકલ્પક (સામાન્ય) પણ છે. અને સવિકલ્પક (વિશેષ) પણ છે તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવાત્મક પણ છે. પૂર્વપર્યાયથી વ્યય, નવા પર્યાયથી ઉત્પાદ અને પદાર્થરૂપે ધ્રુવ છે. બાલ્યાદિ અવસ્થામાં સેવેલા દોષોથી યુવાવસ્થામાં તે શરમાય છે અને વૃદ્ધાવસ્થાના સુખ માટે પ્રયત્ન કરે છે. માટે ત્રણ અવસ્થામાં અભિન્ન એવું એક દ્રવ્ય પણ છે અને અવસ્થાભેદથી ભિન્ન ભિન્ન પર્યાયવાળું દ્રવ્ય પણ તે છે. શરીર અને આત્મા લોહાગ્નિની જેમ તથા દૂધ-પાણીની જેમ અન્યોન્ય મીલિત હોવાથી “આ અને તે” એવો ભેદ થઈ શકતો નથી. તેથી જ ઠાણાંગ આદિ શાસ્ત્રોમાં આ એક આત્મા છે, એક દંડ છે, એક ક્રિયા છે, અનેક ક્રિયા છે, ત્રિવિધ યોગ છે. ઇત્યાદિ કહેલી વાતો સિદ્ધ થાય છે. પુદ્ગલ અને આત્મા પરસ્પર મીલિત હોવાથી પુદ્ગલ એ બાહ્ય તત્ત્વ અને આત્મા એ અત્તર તત્ત્વ છે - એવો એકાન્તભેદ શાસ્ત્રમાં નથી. પરંતુ મનોગ્રાહ્ય તે અભ્યત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કાડ-૧ – ગાથા-૫૪ સન્મતિપ્રકરણ તત્ત્વ અને ચક્ષુરાદિ શેષ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય તે બાહ્યતત્ત્વ આવું શાસ્ત્રવિધાન છે. તેથી આત્મા પણ શરીર સાથે વ્યાપક હોવાના કારણે બાલ્વેન્દ્રિય ગ્રાહ્ય પણ છે. પરમાણુ જેવા કેટલાંક સૂમપુદ્ગલો ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી અગોચર હોવાથી અત્યંતર તત્ત્વ અર્થાત્ સૂક્ષ્મ તત્ત્વ પણ છે. દ્રવ્યાર્થિકનય અભેદપ્રધાન હોવાથી આત્મા કર્મોનો કર્તા-ભોક્તા છે તથા જે કર્મો કરે છે તે જ આત્મા કાલાન્તરે કર્મો ભોગવે છે. બન્ને અવસ્થામાં આત્મતત્ત્વ એક જ (અભિન્ન જ) છે. એમ આ દ્રવ્યાર્થિકનય માને છે તથા પર્યાયાર્થિકનય ભેદપ્રધાન હોવાથી આત્મા જેવું કોઈ ધુવતત્ત્વ ન હોવાથી નિત્ય એવું કોઈ આત્મદ્રવ્ય કર્મોનું કર્તા નથી અને ભોક્તા પણ નથી. પરંતુ એક સમયવતી જુદી જ ચેતના કર્મો કરે છે અને અન્ય સમયવર્તી પૂર્વથી અત્યન્ત ભિન્ન એવી બીજી જ કોઈ ચેતના કર્મો ભોગવે છે. પ્રથમનયથી કનૃત્વ-ભોક્નત્વ એકદ્રવ્યમાં છે. બીજાનયથી કતૃત્વ અને ભોસ્તૃત્વ ભિન્ન ભિન્ન ચેતનામાં (ચેતનદ્રવ્યમાં) છે. ઉપર સમજાવ્યા મુજબ બન્ને નયોને સાથે રાખીને કરાયેલી અથવા બીજા નયનો અપલાપ ન થઈ જાય તે રીતે એકનયની પ્રધાનતાએ કરાયેલી તત્ત્વદેશના એ જ સાચી જૈનદેશના છે. બાકી કોઈ પણ એકનયનો અપલાપ કરીને બાકીના એકનયથી વસ્તુના સ્વરૂપને સમજાવનારી કરાયેલી ધર્મદેશના તે તીર્થંકર પરમાત્માની આશાતના છે. પરંતુ શ્રોતાવર્ગ કોઈ એકનયનો પક્ષપાતી હોય એવું વક્તાને જયારે જણાય છે. ત્યારે તેના કલ્યાણ માટે તેઓની સમક્ષ, તેઓને અમાન્ય એવા ઈતર એકનયની પણ સાપેક્ષભાવે બોલાતી તત્ત્વદેશના એ પણ શ્રોતાવર્ગના હિતની બુદ્ધિથી કરાતી હોવાથી અને કાલાન્તરે વિશેષનય (ગૌણ કરેલો નય) પણ વક્તા જણાવવાના જ હોવાથી જૈન દેશના છે. આ રીતે વસ્તુતત્ત્વ ઉભયાત્મક છે તે માટે તેને જોનારી વક્તાની દૃષ્ટિ પણ ઉભયનયવાળી છે અને હોવી પણ જોઈએ. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જોનારી-જાણનારી, સમજનારી અને સમજાવનારી જે દ્રષ્ટિ છે તે જ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. આ નય વિશેષે કરીને ધ્રુવતત્ત્વને જોનારો છે. અને તે જ વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જોનારી-જાણનારી, સમજનારી અને સમજાવનારી જે દૃષ્ટિ છે તે જ પર્યાયાર્થિકનય કહેવાય છે આ નય વિશેષ કરીને ઉત્પાદન વ્યયને જોનારો છે. આમ સાપેક્ષપણે જોડાતા બન્ને નયો સાચા છે. અને યથાર્થ છે. / ૫૪ | પ્રથમ કાર્ડ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કાર્ડ સામાન્ય ધર્મનો બોધ તે દર્શન અને વિશેષધર્મનો બોધ તે જ્ઞાન. આ બન્ને બોધમાં બન્ને નયોનો સમાવતાર - जं सामण्णग्गहणं, दंसणमेयं विसेसियं णाणं । दोण्ण वि णयाणं, एसो पाडेक्कं अत्थपज्जाओ ॥१॥ यत्सामान्यग्रहणं, दर्शनमेतद् विशेषितं ज्ञानम् । તોપ નરેષ: પ્રત્યેકર્થપર્યાયઃ || 8 ગાથાર્થ - વિષયભૂત પદાર્થનું સામાન્યપણે જે ગ્રહણ થાય છે તે દર્શન છે. અને વિશેષપણે જે ગ્રહણ થાય છે તે જ્ઞાન છે. બન્ને પણ નયોમાં એક એક નયનો આ અર્થપર્યાય (અર્થબોધ = જાણવાલાયક વિષય) છે. તે ૧ વિવેચન - પ્રથમ કાર્ડમાં આ વાત ઘણા જ વિસ્તારથી સમજાવી છે કે જગતમાં રહેલા સર્વે પણ શેય પદાર્થો સામાન્યધર્માત્મક પણ છે અને વિશેષધર્માત્મક પણ છે. જો પદાર્થમાં રહેલા ધર્મો બે પ્રકારના છે તો તેને જાણવા-જોવાની આત્મગત જે ચેતનાશક્તિ છે તે પણ બે પ્રકારની છે. શેયની દ્વિવિધતાને કારણે આત્મગત ચેતનાશક્તિ પણ દ્વિવિધ છે. એક દર્શનશક્તિ અને બીજી જ્ઞાનશક્તિ. આ બન્ને શક્તિ દર્શન અને જ્ઞાનના નામે જૈનશાસ્ત્રોમાં સારી રીતે પ્રસિદ્ધ છે. શેય પદાર્થમાં રહેલા સામાન્યધર્મને જાણવાની આત્માની જે ચેતનાશક્તિ છે તે દર્શનના નામે પ્રસિદ્ધ છે અને તે જ શેયમાં રહેલા વિશેષધર્મને જાણવાની આત્માની જે ચેતનાશક્તિ છે તે જ્ઞાનના નામે પ્રસિદ્ધ છે. બન્ને પ્રકારની જે આ ચેતનાશક્તિ છે, તે જ બન્ને નયો કહેવાય છે. સામાન્યધર્મને જાણવા મથતી જે ચેતનાશક્તિ છે કે જેનું નામ દર્શન છે તે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને વિશેષધર્મને જાણવા મથતી જે ચેતનાશક્તિ છે કે જેનું નામ જ્ઞાન છે. તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે. શેય પદાર્થ પોતે પોતાના સહજ એવા પારિણામિકભાવે જ બે પ્રકારના ધર્મવાળું છે. તેથી તેને જોનારી આત્મગત જે ચેતનાશક્તિ છે. તે ચેતનાના પણ બે ભાગ છે અને આ દ્વિવિધ જે ચેતના છે તે જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય કહેવાય છે. સામાન્ય ધર્મને જાણનારી દર્શનનામની જે ચેતનાશક્તિ છે તે દ્રવ્યાર્થિક નયની પ્રેરકદૃષ્ટિ છે અને વિશેષ ધર્મને જાણનારી જે જ્ઞાનનામની ચેતનાશક્તિ છે તે પર્યાયાર્થિકનયની પ્રેરકષ્ટિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ ગાથા-૨ સન્મતિપ્રકરણ ટીકામાં કહ્યું છે કે - દ્રવ્યાપ્તિસ્ય સામાન્યમેવ વસ્તુ તહેવ વૃદ્ઘતે અનેનેતિ પ્રહળ दर्शनमेतद् उच्यते । पर्यायास्तिकस्य तु विशेष एव वस्तु स एव गृह्यते येन तद् ज्ञानम् अभिधीयते ग्रहणम् विशेषितम् इति विशेषग्रहणमित्यभिप्रायः । द्वयोरपि अनयोर्नययोरेव प्रत्येकमर्थपर्यायः, अर्थं विशेषं पर्येति अवगच्छति यः सोऽर्थपर्यायः इदृग्भूतार्थग्राहकत्वમિત્યર્થઃ । ૧૨૨ - વેદાન્ત આદિ જે દર્શનકારો આખું જગત બ્રહ્મસ્વરૂપ છે. અભેદરૂપ જ છે. એક બ્રહ્મ એ જ તત્ત્વ છે. આમ માને છે. તે “સ” પણાના ધર્મવડે કેવલ એકલા અભેદને જ જોનારી અને ભેદનો અપલાપ કરનારી દૃષ્ટિ હોવાથી કેવલ એકલા દ્રવ્યાર્થિકનયની જ પક્ષપાતી દૃષ્ટિ છે. જે એકાન્તવાદ હોવાથી નયાભાસ (દુર્રય) છે. એવી જ રીતે બૌદ્ધ આદિ જે કોઈ દર્શનકારો સર્વ વસ્તુઓ ક્ષણે ક્ષણે સર્વથા બદલાય જ છે. પ્રતિસમયે વસ્તુ ભિન્ન ભિન્ન જ છે. આમ માને છે. તે ક્ષણ-ક્ષણના વિશેષધર્મ વડે કેવલ એકલા ભેદને જ જોનારી અને અભેદનો અપલાપ કરનારી દૃષ્ટિ હોવાથી કેવલ એકલા પર્યાયાર્થિકનયની જ પક્ષપાતી દૃષ્ટિ છે. જે એકાન્તવાદ હોવાથી નયાભાસ (દુર્રય) છે. ॥ ૧ ॥ જૈનદર્શનવાળાને સાપેક્ષપણે બન્ને નયોના ઉપયોગકાલે આ જ જ્ઞેયપદાર્થો કેવા કેવા દેખાય છે ? તે વાત આ ગાથામાં સમજાવે છે. दव्वट्ठिओ वि होऊण, दंसणे पज्जवट्ठिओ होइ । ૩વસમિયામાત્રં, પડુબ ળાને ૩ વિવરીય ॥૨॥ द्रव्यार्थिकोऽपि भूत्वा दर्शने पर्यवस्थितोऽपि भवति । औपशमिकादिभावं प्रतीत्य ज्ञाने तु विपरीतम् ।। २ ।। ગાથાર્થ - દર્શનના ઉપયોગકાલમાં આ આત્મા દ્રવ્યાર્થિક નયવાળો (પ્રધાનપણે દ્રવ્યને સામાન્યને અભેદને જાણવાવાળો) થઈને પણ ઉપશમ આદિ વિશેષ ભાવોને (ગૌણપણે પણ જાણવા વાળો હોવાથી તે ભાવોને) આશ્રયી પર્યાયાસ્તિક નયવાળો પણ હોય છે. તથા જ્ઞાનના ઉપયોગકાલે તેનાથી વિપરીત હોય છે. ॥ ૨ ॥ વિવેચન - સામે જ્ઞેય રૂપે રહેલા સ્ત્રી-પુરૂષ, ઘટ-પટ આદિ પદાર્થો સચેતન હોય કે અચેતન હોય, પરંતુ સર્વે અનંતધર્માત્મક છે. અને પદાર્થોમાં રહેલા તે સર્વે ધર્મો સામાન્યરૂપ અને વિશેષરૂપ એમ બે પ્રકારમાં વહેંચાયેલા છે. જ્ઞેયમાં રહેલા સામાન્ય ધર્મોને જાણવા આ આત્માની ચેતનાશક્તિ જ્યારે પ્રવર્તે છે. ત્યારે કેવી હોય છે અને તે જ ચેતના શક્તિ જ્ઞેયમાં રહેલા વિશેષર્મોને જાણવા જ્યારે પ્રવર્તે છે ત્યારે કેવી હોય છે. તે બન્નેની વચ્ચેનો ભેદ અહીં જણાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૨ ૧૨૩ | દર્શનના ઉપયોગવાળો કાલ હોય કે જ્ઞાનના ઉપયોગવાળો કાળ હોય. પરંતુ શેયપદાર્થમાં કંઈ ફરક પડતો નથી. શેય પદાર્થ તો જેમ છે તેમજ અનંતધર્માત્મક જ રહે છે અને તે અનંતધર્મો પણ સામાન્ય-વિશેષાત્મક જ જેમ છે તેમ જ રહે છે. જો કે શેયના ધર્મોમાં જ્ઞાતાના ઉપયોગ ભેદને લીધે કંઈ તફાવત થતો નથી. પરંતુ જ્ઞાતા જ્યારે દર્શનના ઉપયોગમાં પ્રવર્તે છે ત્યારે દર્શનોપયોગની શક્તિમાં સામાન્ય ધર્મને જ માત્ર જણાવવાનું સામર્થ્ય હોવાથી તે જ્ઞાતા તે કાલે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળો થઈ જાય છે. એટલે કે અભેદને - અર્થાત્ સામાન્યાત્મક એવા - દ્રવ્ય સ્વરૂપને પ્રધાનપણે જોનારો બની જાય છે. કંસને દ્રવ્યો વિ દોડ = દર્શનના ઉપયોગ કાલે આવા પ્રકારના અભેદને જોનારો બનીને પણ તે જ દ્રવ્યમાં રહેલા પથમિક આદિ ભાવ વિશેષને આશ્રયી ગૌણપણે પગમો હોવું = પર્યાયોને (વિશેષોને) જોવાવાળો પણ જરૂરી બને છે. આ ગાથામાં શેયના ઉદાહરણ રૂપે પણ આત્મા જ સમજાવવામાં આવ્યો છે. સામાન્યથી જોયપણે સચેતન અને અચેતન એમ બન્ને પ્રકારના પદાર્થો હોઈ શકે છે. તથા જ્ઞાતા માત્ર એક આત્મા જ હોય છે. કારણ કે જ્ઞાનગુણ આત્માનો જ છે, પરંતુ શેયતત્ત્વ સચેતન અચેતન એમ બન્ને પ્રકારનું હોય છે તેમાંથી સચેતનને ય સમજીને આ ઉદાહરણ ટાંકેલું છે કારણ કે ઔપથમિક આદિ પાંચે વિશેષભાવો શેય એવા સચેતનમાં જ હોય છે અચેતનમાં હોતા નથી. (અચેતનમાં એક પારિણામિક ભાવ જ હોય છે. તથા જીવના અન્યોન્યપણાને લીધે ક્વચિત્ ઔદયિકભાવ પણ માનેલો છે. પરંતુ ઔપશમિકાદિ પાંચે ભાવો તો ત્યાં હોતા નથી.) તેથી જ્ઞાતા એવો એક આત્મા શેય એવા આત્માને જ્યારે દર્શનોપયોગથી જાણે છે. ત્યારે “આ એક સચેતન વસ્તુ છે” સુખદુ:ખનો અનુભવ કરનારો પદાર્થ છે આત્મા નામનું દ્રવ્ય છે. આમ સચેતનપણે, પદાર્થપણે, દ્રવ્યસ્વરૂપે, “સત્ છે એ પણ” જાણે છે. આ બધો દ્રવ્યાર્થિકાય છે. આ નયની દૃષ્ટિકાલે સચેતન, પદાર્થ, દ્રવ્ય, સત્ આવા સામાન્યધર્મો પ્રધાનપણે આ જ્ઞાતા જાણે છે. છતાં વિશેષ ધર્મોને પણ નથી જ જાણતો એમ નથી. વિશેષ ધર્મો પણ તે આત્માને જણાય છે પણ તે ગૌણપણે જણાય છે. જેમ કે શરીરમાં આ જે પદાર્થ જણાય છે. તે પથમિક ભાવવાળો (ઉપશમ સમ્યક્તવાળો અને ઉપશમ ચારિત્રવાળો) પણ હોઈ શકે છે. તેમાં ઈચ્છાનુસાર હલનચલન, સુખ-દુઃખની સંવેદના, ઈન્દ્રિયો દ્વારા વિષયનું ગ્રહણ જણાતું હોવાથી મતિ-શ્રુતજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દર્શન, દાનાદિ લબ્ધિઓ વિગેરે ગુણો પણ તેમાં જણાય છે તેથી આ ક્ષયોપશમ ભાવવાળો પણ છે તથા આ મનુષ્ય છે શરીરધારી છે રૂપવાન છે પાંચ ઈન્દ્રિયો વાળો છે આવું જ જણાય છે તે ઔદયિકભાવ છે તથા આ જીવ છે. સ્વાભાવિકપણે જ ચેતનાવાળો Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કાર્ડ-૨ – ગાથા-૨ સન્મતિપ્રકરણ છે આવો ભાવ જે જણાય છે તે પારિણામિકભાવ છે. આ પ્રમાણે પાંચે ભાવોથી જીવનું જે ભિન્ન ભિન્ન સ્વરૂપ સંભવી શકે છે તે પણ તે શેય એવા આત્મામાં છે એવું દર્શનોપયોગકાલે જ્ઞાતા એવા તે આત્માને આત્માનું વિશેષ સ્વરૂપ પણ ગૌણપણે જણાય છે એટલા અંશે તે જ્ઞાતા આત્મા પર્યાયાર્થિકનયવાળો પણ હોય છે. તફાવત માત્ર એટલો જ છે કે સામાન્યસ્વરૂપ પ્રધાનપણે ભાસિત થાય છે. જ્યારે વિશેષ સ્વરૂપ ગૌણપણે ભાસિત થાય છે. આમ એક દર્શનોપયોગમાં પણ બન્ને ભાવો જણાય છે. તો જ તે નય (સુનય) કહેવાય છે ફક્ત દર્શનોપયોગવાળાને સામાન્યધર્મનું પ્રયોજન હોવાથી તે જ ધર્મો પ્રધાનતાએ જણાય છે વિશેષભાવોનું પ્રયોજન ન હોવાથી ભાસમાન હોવા છતાં અભાસમાન જેવા ગણાય છે. આ વાત આપણે એક ઉદાહરણથી સમજીએ. આપણી પાસે સોનાનું કડુ-કુંડલ-હાર-વીંટી વિગેરે વિવિધ અલંકારો મળીને ૫૦ તોલાના અલંકારો છે. કોઈ પ્રયોજનથી તે વેચવા છે તેથી તેના વેપારીને ત્યાં (ચોક્સીની દુકાને) ગયા, હવે તે અલંકારોને જોનારો અને વેચાતા લેનારો તે ચોક્સી આ બધા જુદા જુદા અલંકારો છે. એમ જુએ પણ છે અને જાણે પણ છે. આ ગરાગે પચીસ-પચાસ હજાર રૂપીયા આવો સુંદર ઘાટ બનાવવામાં ખર્યા છે એમ પણ જાણે છે છતાં તેને ઘાટનું ડિઝાઈનનું કે અલંકારોની વિવિધતાનું પ્રયોજન ન હોવાથી તે વિશેષભાવો તરફ તેની દૃષ્ટિ હોતી નથી. કસોટી ઉપર આ અલંકારોને ઘસીને તેમાં સોનું કેટલું છે ? આટલું જ તે દેખે છે તેના જ પૈસા આપે છે. આ કાલે આ વેપારી તે અલંકારોમાં રહેલી વિવિધતા રૂપ વિશેષધર્મોને નથી દેખતો એમ નહીં. દેખે છે. પરંતુ તે વિશેષ ધર્મોનું તને પ્રયોજન નથી તેથી દેખતો હોવા છતાં તેને તે ભાવો અભાસમાન જેવા જણાય છે (ગૌણ છે) અને તે સઘળા પણ અલંકારોમાં “સુવર્ણદ્રવ્ય માત્ર જ કેટલું છે ?” તે જુએ છે અને જેટલું છે અને જેવું છે તે જ ભાસમાન થાય છે. તેનું જ મૂલ્ય આપે છે. આ દર્શનોપયોગ છે એટલે કે દ્રવ્યાર્થિકનય છે સુવર્ણ દ્રવ્ય માત્રને દેખનારી આ દૃષ્ટિ છે. Tળે ૩ વિવરીયં = જ્ઞાનોપયોગ કાલે તેનાથી વિપરીત છે. જ્ઞાનોપયોગ પ્રધાનપણે વિશેષધર્મોને જોનારો બને છે અને ગૌણપણે સામાન્યધર્મોને જોનારો બને છે. અર્થાત્ તેને વિશેષધર્મો ભાસમાન થાય છે. સામાન્યધર્મો અભાસમાન જેવા રહે છે. તેથી પ્રથમ પર્યાયાર્થિક નયવાળો બનીને ગૌણપણે દ્રવ્યાર્થિકનયવાળો બને છે જેમકે ઉપર કહેલા ૫૦ તોલાના અલંકારો આપણે વેચવા ગયા અને ચોક્સી લેનારો હતો ત્યારે તેની દૃષ્ટિ તેમાં સોના દ્રવ્ય પુરતી જ હતી. તેથી સોનાની કિંમત જેટલા જ પૈસા આપીને તેણે આપણી પાસેથી દાગીના લીધા. પરંતુ તે જ અલંકારો આપણા જ પાડોશી વિગેરેને ઘણા જ ગમી ગયેલા હતા. આપણે તે ચોક્સીને ત્યાં વેચ્યા છે એમ સાંભળીને બરાબર જાણીને ત્યાં જ આ દાગીના વેચાતા Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ – ગાથા-૨ ૧૨૫ લેવા ગરાગ તરીકે તે જ ચોક્સીને ત્યાં આ પાડોશી જ્યારે જાય છે, ત્યારે લેવા જનારા તે ગરાગની દૃષ્ટિ એકલા સોનાદ્રવ્ય તરફ નથી હોતી, કારણ કે તે સમજે છે કે આ ચોક્સીની દુકાન છે એટલે બધા અલંકારો સોનાના જ હોય છે. એમાં દેખવા જેવું કંઈ છે જ નહીં. આ ગરાગ કસોટી લઈને આવતો નથી. અલંકારોને કસોટી ઉપર ચડાવતો નથી. પરંતુ કેવો સુંદર ઘાટ છે. કેવી સુંદર ડીઝાઈન છે. ઇત્યાદિ વિશેષોને જ (પર્યાયોને જ) ધારી ધારીને જુએ છે. એક વીંટી લેવી હોય તો પણ ૧૦૦ વીંટી જુદા જુદા ઘાટવાળી દેખે છે તેથી આ ગરાગ જ્ઞાનોપયોગવાળો છે તે વિશેષધર્મોને જ દેખે છે. સોનુદ્રવ્ય તેને ચોક્કસ જણાય જ છે. પણ મુખ્યતાએ તેનું પ્રયોજન ન હોવાથી ભાસમાન હોવા છતાં અભાસમાન તુલ્ય છે. આ પ્રયોજનને અનુસારે વિશેષધર્મોને જોતો હોવાથી પ્રધાનપણે પર્યાયાર્થિકનયવાળો થઈને ગૌણપણે દ્રવ્યાર્થિકનયવાળો કહેવાય છે. આ અલંકારોને ચોક્સી અને ગરાગ, બન્ને કાલભેદે ખરીદનારા છે. એક કાલે આપણી પાસેથી ચોક્સી ખરીદનાર છે અને બીજા કાલે તે જ ચોક્સી પાસેથી ગરાગ ખરીદનાર છે. છતાં ચોક્સીની દૃષ્ટિ વિશેષ એવા ઘાટ દેખાતા હોવા છતાં પણ સામાન્ય સોના તરફ ઢળેલી છે અને ગરાગની દૃષ્ટિ (આ સોનાના જ અલંકારો છે. એમ જાણતો હોવા છતાં પણ) વિવિધ ઘાટ અને ડીઝાઈન ઉપર છે. પ્રથમનો દર્શનોપયોગ છે. બીજાનો જ્ઞાનોપયોગ છે. પ્રથમ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાવાળો છે. બીજો પર્યાયાર્થિકનયની અપેક્ષાવાળો છે આમ સર્વત્ર સમજવું. કોઈક કાલે ઘણા માણસોએ એક વૃક્ષ તરફ નજર કરી. દરેકને આ એક વૃક્ષ છે. એમ દેખાયું. પરંતુ જેને સચિત્તનો સ્પર્શ કરવો નથી એવા પ્રયોજનવાળાને આખું ય વૃક્ષ સચિત્ત હોવાથી વૃક્ષમાત્ર છે આમ જણાય છે. જ્યારે જેને ફુલ સુંઘવાં છે. ફળ ખાવાં છે. ઔષધ માટે પત્રો લેવાં છે. તેવા માણસોને (આખુંય આ વૃક્ષ વૃક્ષપણે સામાન્ય જણાતું હોવા છતાં પણ) આ પત્ર છે. આ ફુલ છે. આ ફળ છે. આ શાખા છે. આ પ્રશાખા છે. એમ વિશેષો જ દેખાય છે અને વૃક્ષત્વ અભાસમાન જેવું જ રહે છે. ચોક્સી કે ગરાગ અલંકારોને સામાન્યપણે કે વિશેષપણે જુએ તેથી અલંકારોમાં કંઈ તફાવત (કે ફેરફાર) થતો નથી. યોગી વૃક્ષને સચેતન સમજી વૃક્ષપણે દેખે, અને ફલાદિનો અર્થી તેને જ ભિન્ન ભિન્ન રૂપે જુએ તેથી વૃક્ષમાં કંઈ ફરક પડતો નથી. પરંતુ તેને જોનારા આત્માઓની પ્રયોજનને અનુસારે આ બે જાતની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે તે જ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. એક સામાન્યોપયોગ રૂપ છે. બીજો વિશેષોપયોગરૂપ છે. તેને જ જૈનશાસ્ત્રોમાં દર્શન અને જ્ઞાન કહેલ છે. ११ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ કાડ-૨ – ગાથા-૩ સન્મતિપ્રકરણ દર્શનકાલે સામાન્ય ભાસમાન થાય છે. વિશેષ અભાસમાન જેવું (ગૌણ) રહે છે. અને જ્ઞાનકાલે વિશેષ ભાયમાન થાય છે. સામાન્ય અભાસમાન જેવું (ગૌણ) રહે છે. રો. દર્શન અને જ્ઞાન કાલભેદ હોય છે કે યુગપદ્ હોય છે. તેનું વર્ણન - मणपज्जवणाणंतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं त्ति य समाणं ॥ ३ ॥ मनःपर्यवज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः । केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ॥ ३ ॥ ગાથાર્થ - મન:પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં જ્ઞાનની અંદર અને દર્શનની અંદર પરસ્પર વિશેષતા (ભેદ) છે. પરંતુ કેવલજ્ઞાનની બાબતમાં જ્ઞાન અને દર્શન બન્ને સમાન છે. એક જ છે. // ૩ / વિવેચન - સામાન્યધર્મનું જે ગ્રહણ તે દર્શન અને વિશેષધર્મનું જે ગ્રહણ તે જ્ઞાન આવી આ જ કાંડની પહેલી ગાથામાં કહેલી વ્યાખ્યા જોતાં, અને દર્શનોપયોગકાલે સામાન્ય ધર્મો પ્રધાનતાએ ભાસમાન હોય છે અને વિશેષધર્મો (ગણપણે ભાસમાન હોવાથી) અભાસમાન તુલ્ય હોય છે તથા જ્ઞાનોપયોગકાલે વિશેષધર્મો પ્રધાનતાએ ભાસમાન હોય છે અને સામાન્યધર્મો (ગણપણે ભાસમાન હોવાથી) અભાસમાનતુલ્ય હોય છે આવી આ જ કાંડની બીજી ગાથામાં કહેલી વ્યાખ્યાને અનુસારે સહેજે સહેજે એવો ભાસ થાય છે કે દર્શન અને જ્ઞાન આ બન્ને ભિન્ન ભિન્ન શક્તિઓ છે. આત્માની એક જ ચેતનાશક્તિ અમુક કાલે દર્શનોપયોગરૂપે વપરાય છે. અને અમુકકાલે જ્ઞાનોપયોગરૂપે વપરાય છેઆમ આ બન્ને શક્તિઓ કાલભેદે ભિન્ન ભિન્ન છે. આમ સમજાય છે. આ કારણથી જ કર્મગ્રંથ-કમ્મપડિ-પંચસંગ્રહ તથા વિશેષાવશ્યકભાષ્ય આદિ ગ્રંથોના અભ્યાસકાલે ગ્રન્થકારો અને ટીકાકારોના અભિપ્રાયો જોતાં છવસ્થ જીવોમાં અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્તે ઉપયોગ બદલાય છે. પ્રથમ અંતર્મુહૂર્ત દર્શનોપયોગ અને પછીના અન્તર્મુહૂર્ત વિશેષોપયોગ આમ ઉપયોગની પરાવૃત્તિ સદા ચાલુ હોય છે. તથા કેવલી પરમાત્મામાં પણ સમયે સમયે ઉપયોગની પરાવૃત્તિ અવશ્ય હોય છે. ત્યાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને મુક્તિની પ્રાપ્તિ આ બધી લબ્ધિ વિશેષ (લાભવિશેષ) છે. અને તે સર્વે લબ્ધિઓ સાકારોપયોગવંતને જ થાય છે. તેથી પ્રથમ સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે જ્ઞાનોપયોગ અને ચોથા સમયે દર્શનોપયોગ આમ અનંતકાલ સુધી આ બન્ને ઉપયોગો Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કિાર્ડ-૨ – ગાથા-૩ ૧૨૭ સમયાન્તરે પરાવૃત્તિ પામે છે. તેથી સમયભેદ છે આવી વાત ઉપરોક્તગ્રન્થોમાં છે. જૈનદર્શનના અભ્યાસી મહાત્માઓમાં આ વાત જાણીતી છે. પરંતુ ગ્રંથકાર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સાહેબ આ બાબતમાં કંઈક જુદા વિચાર ધરાવે છે. તેથી આ ગાથામાં તેઓ પોતાના વિચારોને રજુ કરે છે. આ વિચારો અને પૂર્વસૂરિકૃત વિચારોની સમાલોચના ચોથી ગાથાથી ૩૧ ગાથા સુધીમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કથી પોતે જ કહે છે. જે ઘણી રસપ્રદ અને જાણવા જેવી છે. ઘણું જ શાન ચિત્ત રાખીને સ્વસ્થપણે આ ચર્ચા જાણવા જેવી છે. તથા આ ચર્ચા આજ સુધીના અભ્યાસ કરાયેલા ગ્રંથોમાં ક્યાંય આવી નથી. તેથી અપૂર્વ અને અભૂત છે. ગ્રન્થકારશ્રીનું કહેવું છે કે – મનઃ પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં એટલે કે મતિશ્રુત જ્ઞાનવાળા જીવોમાં, મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા જીવોમાં, મતિ-શ્રુત-મન:પર્યવજ્ઞાનવાળા જીવોમાં તથા ચારે જ્ઞાનવાળા જીવોમાં જ્ઞાનની અંદર અને દર્શનની અંદર તફાવત છે. વિશેષતા છે. પરસ્પર ભેદ છે. પ્રથમ દર્શનોપયોગ અને પછી જ્ઞાનોપયોગ થાય છે તથા બન્ને ઉપયોગ અંતર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત પરાવર્તન પામે છે. કારણ કે આ બે-ત્રણ-ચાર જ્ઞાનવાળા જીવો છદ્મસ્થ છે. સાવરણ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયવાળા છે. તથા સામાન્ય જાણ્યા પછી તેનું ચિંતન-મનન કરતાં-કરતાં ઉહાપોહ કરવાથી વિશેષધર્મોનો બોધ કરવાવાળા છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં અસ્પષ્ટ બોધ થયા પછી જ ઈહામાં ચિંતનમનન ચાલે છે. ત્યારબાદ તે ચિંતન મનનના સહારે અપાયમાં વિશેષ ધર્મોનો બોધ થાય છે અને ધારણાના કાલે તે જ વિશેષધર્મોનો બોધ દૃઢ-દઢતર-દઢતમ થાય છે. માટે છઘ0 જીવોમાં મન:પર્યવજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાનોમાં અંતર્મુહૂર્તે અન્તર્મુહૂર્ત દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ ભિન્ન ભિન્ન હોય છે આ વાત બરાબર છે. ટીકામાં કહ્યું છે કે - મન:પર્યવજ્ઞાનમન્ત: પર્યવસાન થસ્થ વિનેગસ્થ તથો: ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः पृथग्भावः मत्यादिषु चतुर्षु ज्ञानदर्शनोपयोगौ क्रमेण भवत इति यावत् । પરંતુ કેવલી પરમાત્માને સમયાન્તરે ઉપયોગ પરાવર્તન પામે છે. આ વાત બરાબર નથી. કેવલી પરમાત્મા નિરાવરણ હોવાથી દર્શન દ્વારા સર્વને (સામાન્ય અને વિશેષ બન્ને • ધર્મોને) દેખે છે. અને જ્ઞાન દ્વારા પણ સર્વને (સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોને) જાણે છે. તેથી જ તેઓને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. પરંતુ અલ્પજ્ઞ અને અલ્પદશ કે વિશેષજ્ઞ અને સામાન્યદર્શી આવું કહેવાતું નથી. વળી તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે જ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થઈ ચુકેલો હોવાથી જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ દર્શનાવરણીય Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ કાડ-૨ – ગાથા-૪ ૧૨૮ સન્મતિપ્રકરણ કર્મનો પણ ક્ષય થઈ ચુકેલો હોવાથી કેવલદર્શન પણ અવશ્ય પ્રગટ થાય છે. તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન પ્રગટ થાય અને કેવલદર્શન પ્રગટ ન થાય આવું કેમ બને? સમયાન્તરે થવામાં અને પ્રથમસમયે નહી થવામાં તેનો પ્રતિબંધ કરનાર કોણ ? એવી જ રીતે પ્રથમ સમયે પ્રગટ થયેલા કેવલજ્ઞાનને દ્વિતીય સમયમાં રહેવાની અટકાયત કરનાર કોણ? તેથી નિરાવરણ આત્મામાં દર્શન અને જ્ઞાનમાં સમયભેદ નથી. એક આ વિચારભેદ છે. તથા એક સમયમાં પણ તે દર્શન અને જ્ઞાન જુદા-જુદા નથી. જો બન્ને એક સમયમાં સાથે હોવા છતાં દર્શનશક્તિ એકલા સામાન્યધર્મને જ જાણતી હોય અને જ્ઞાનશક્તિ એકલા વિશેષધર્મને જ જાણતી હોય તો બન્ને શક્તિઓ શેયપદાર્થના એક એક અંશને (ભાગને) જ જાણનારી બનવાથી પરમાત્માને કેવલદર્શનથી સર્વદર્શી અને કેવલજ્ઞાનથી સર્વજ્ઞ કહેવાશે નહીં. આવી આવી બહુ દલીલો દ્વારા ગ્રથકારશ્રી જણાવે છે કે કેવલજ્ઞાનની બાબતમાં જ્ઞાન અને દર્શન બન્ને સમાન છે. અર્થાત્ કેવલદર્શન પણ સામાન્ય-વિશેષ એમ સર્વધર્મને દેખે છે અને કેવલજ્ઞાન પણ સામાન્ય-વિશેષ એમ સર્વધર્મને જાણે છે. તેથી બન્ને સર્વવિષયક હોવાથી સમાન છે. ટીકામાં કહ્યું છે કે - વનને પુન: વેવનાક્યો વાધ, તમિતિ વ જ્ઞાનગિરિ वा यत् केवलं तत् समानं समानकालं द्वयमपि युगपदेवेति भावः । तथाहि - एककालौ केवलिगत ज्ञानदर्शनोपयोगौ तथाभूताप्रतिहताविर्भूततत्स्वभावत्वात्, तथाभूतादित्यप्रकाशतापाविव यदैव केवली जानाति तदैव पश्यतीति सूरेरभिप्रायः । સારાંશ કે મતિ આદિ ચાર જ્ઞાનો, ત્રણ અજ્ઞાનો, અને ચક્ષુ આદિ ત્રણ દર્શનોમાં કાલભેદે દર્શન-જ્ઞાન માનવામાં સર્વે આચાર્યો વચ્ચે નિર્વિવાદ છે. પરંતુ નિરાવરણ એવા કેવલીમાં સમયભેદે ઉપયોગભેદ માનવામાં કે એક જ સમયમાં દર્શન-જ્ઞાનની શક્તિ ભિન્ન ભિન્ન માનવામાં ગ્રન્થકારશ્રીની અસમ્મતિ છે. તેઓની વિચારધારા પ્રમાણે તેવા પ્રકારે સૂર્ય જેમ એકીસાથે પ્રકાશ અને આલપ (ગરમી) એમ બન્ને આપે છે. તેમ આત્માની એક જ પ્રકારની ચેતનાશક્તિ છે અને તે એક ચેતના શક્તિ જ જોવાનું અને જાણવાનું એમ બે કાર્યો કરે છે એટલે તે એક શક્તિનાં જ દર્શન અને જ્ઞાન એવાં બે નામ છે. આ બાબતની વધારે ચર્ચા પોતે જ આગળ કરે છે. એટલે હાલ આપણે અહીં વિસ્તાર કરતા નથી. આગળ આવતી ચર્ચાથી જ આપણે વધારે જાણીશું. / ૩ / केई भणंति "जइया जाणइ तइया ण पासइ जिणो त्ति" । सुत्तमवलंबमाणा तित्थयरासायणाभीरू ॥ ४ ॥ केचिद् भणन्ति “यदा जानाति तदा न पश्यति जिनः" इति । सूत्रमवलम्बमानास्तीर्थङ्कराशातनाऽभीरवः ।। ४ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૪ ૧૨૯ ગાથાર્થ - કેવલ સૂત્રપાઠનું જ અવલંબન લેનારા અને તે સૂત્રપાઠ પ્રમાણે અર્થ કરવામાં થતી તીર્થંકર પરમાત્માની આશાતનાથી નહી ડરનારા કેટલાક આચાર્યો એમ કહે છે કે જિનેશ્વર પ્રભુ (કેવલી પ્રભુ) જ્યારે જાણે છે ત્યારે જોતા નથી. (અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી.). / ૪ || વિવેચન - ગ્રન્થકારશ્રી પોતાના વિચારો સાથે અસમ્મત એવા અન્ય આચાર્યોની વાત સાથે ચર્ચા કરવા માટે “ મuત' આ પદથી પ્રથમ અન્ય આચાર્યોનું કથન અહીંથી શરૂ કરે છે. તે કાલે અને તે સમયે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગની બાબતમાં ત્રણ પ્રકારના મતો પ્રવર્તતા હતા એમ આ બધી ગાથાઓ અને તેની ચર્ચા જોતાં લાગે છે. (૧) એક મત એવો હતો કે પ્રથમ સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે જ્ઞાનોપયોગ, ચોથા સમયે દર્શનોપયોગ, આ માન્યતાને ક્રમોપયોગવાદ કહેવાય છે. આ માન્યતામાં મુખ્ય આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી હતા. વિશેષાવશ્યક ભાષ્ય તથા વિશેષણવતી આદિ ગ્રન્થોમાં પોતાની આ માન્યતા તેઓએ કહેલી છે. આ માન્યતા માનવામાં તેઓને સૂત્રપાઠનું (આગમપાઠનું) આલંબન પ્રધાન કારણ છે પ્રજ્ઞાપના આદિ આગમમાં આવો સાક્ષી પાઠ છે. તે પાઠ હોવા છતાં ક્રમોપયોગવાદ ન માનવો, અથવા આ પાઠનો આડો અવળો અર્થ કરવો, તેમાં તીર્થંકર પરમાત્માની આશાતના થાય આવો ભય તેઓને છે તેથી ઉપરની માન્યતા તેઓ ધરાવે છે. ગ્રન્થકારશ્રી સિદ્ધસેન દિવકારસૂરિજીએ મૂલ ગાથાના ઉત્તરાર્ધમાં સૂત્રનું જ અવલંબન લેનારા, અને તીર્થંકર પ્રભુની આશાતનાથી ભયભીત આવા પ્રકારનો જે શબ્દપ્રયોગ કર્યો છે તે આ પ્રથમ માન્યતાવાળા ઉપર કર્યો છે. (૨) બીજો મત એવો છે કે કેવલી ભગવંતોમાં પ્રથમ સમયથી જ સર્વ સમયમાં દર્શનોપયોગ પણ હોય છે અને તેની સાથે જ જ્ઞાનોપયોગ પણ હોય છે. બન્ને કર્મોનો ક્ષય થયેલ હોવાથી અનાવરણતાના કારણે બન્ને ગુણો તે જીવમાં સાથે જ પ્રગટ થાય છે. અને સાથે જ વર્તે છે. આવી માન્યતા ધરાવનારાઓમાં પ્રધાનપણે પૂજય મલવાદસૂરિજી આદિ મહાત્મા પુરૂષો છે. તેઓને આવી માન્યતા માનવામાં કારણભૂત દલીલ આ પ્રમાણે છે કે બારમા ગુણઠાણાના ચરમસમયે બન્ને કર્મોનો જો એકી સાથે ક્ષય થાય છે. તો તે બન્ને કર્મોથી આવૃત થયેલા બન્ને ગુણો પણ નિરાવરણતાના કારણે સાથે જ પ્રગટ થવા જોઈએ અને હવે એક પણ આવરણ હાલ નથી તથા ભવિષ્યમાં ક્યારેય આવવાનું પણ નથી. તેથી સદા કાળ સર્વ સમયમાં બન્ને ગુણ પ્રગટપણે સાથે જ વર્તે છે. આ માન્યતાવાળાને “સહવાદી” અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ કાડ-૨ – ગાથા-૪ ૧૩૦ સન્મતિપ્રકરણ “ભેદવાદી” તરીકે અહીં સમજાવવામાં આવ્યા છે. બન્ને ગુણોને સાથે માને છે માટે સહવાદી, છતાં એક સમયમાં પણ જ્ઞાનથી દર્શન અને દર્શનથી જ્ઞાન ભિન્નતત્ત્વ છે. આવાર્યગુણનો ભેદ હોય તો જ આવારક કર્મનો ભેદ હોય એમ માનીને બન્ને ગુણોને ભિન્ન માનતા હોવાથી ભેદવાદી પણ કહેવાય છે. (૩) ત્રીજો મત એવો છે કે કેવલી પરમાત્મામાં દર્શન અને જ્ઞાનનો ભેદ જ સંભવતો નથી. એક જ શક્તિ છે અને તે એક શક્તિનાં જ બે નામો છે. આ પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદશ હોવાથી દર્શન પણ માત્ર સામાન્યધર્મોનો જ ગ્રાહક નહીં પણ સર્વધર્મોનો ગ્રાહકગુણ છે અને જ્ઞાન પણ માત્ર વિશેષ ધર્મોનો જ ગ્રાહક નહીં પણ સર્વધર્મોનો ગ્રાહક ગુણ છે. સામાન્યમાત્રને જાણવું તે દર્શન અને વિશેષ માત્રને જાણવું તે જ્ઞાન આ પરિભાષા છદ્મસ્થ જીવોને આશ્રયી ભલે હોય પરંતુ કેવલીમાં આ પરિભાષા ન લાગે. જો આમ ન લઈએ તો કેવલી પરમાત્માને સર્વજ્ઞ-સર્વદશીને બદલે વિશેષજ્ઞ અને સામાન્યદર્શી અર્થાત્ અલ્પજ્ઞ અને અલ્પદર્શી કહેવા પડે. આ માન્યતા ધરાવનારાઓમાં પ્રધાનપણે ગ્રંથકારશ્રીનું (પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મ.સાહેબનું) નામ છે. આ માન્યતાવાળાને અભેદવાદી કહેવાય છે. અથવા સમાનવાદી પણ કહેવાય છે. આ રીતે પ્રથમ ક્રમોપયોગવાદ છે. (કે જેમાં મુખ્ય જિનભદ્રગણિજી મ. શ્રી છે) બીજો ભેદવાદ અથવા સહવાદ છે (આ માન્યતામાં મુખ્ય શ્રી મલવાદી સૂરીશ્વરજી છે.) અને ત્રીજો અભેદવાદ અથવા સમાનવાદ છે. આ માન્યતામાં પ્રધાનપણે શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે. આ રીતે ૧ ક્રમોપયોગવાદ, ૨ ભેદવાદ, અને ૩ અમેદવાદ આ ત્રણની ચર્ચા અહીંથી શરૂ થાય છે. તે ધ્યાનથી સાંભળવા જેવી છે. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રી આ ગાથાથી આ વિષયની લંબાણપૂર્વક ચર્ચા શરૂ કરે છે. તેઓ સૌ પ્રથમ પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિજી આદિની માન્યતાવાળો ક્રમોપયોગવાદનો પક્ષ આ ગાથામાં ટાંકે છે. કેટલાક આચાર્યો (એટલે કે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ) કેવલીના ઉપયોગની બાબતમાં એમ કહે છે કે “નયા ના ડું તફયા | પાસરૂ નિત્તિ' જિનેશ્વર પરમાત્મા જ્યારે જાણે છે. ત્યારે જોતા નથી. તેથી જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. આ પાઠ લખીને જણાવે છે કે આવું માનવાની પાછળ તેઓને “સૂત્રપાઠનું” અવલંબન એ મોટું કારણ છે. તે તે સૂત્રપાઠોનો શબ્દમાત્રપણે તેવો તેવો અર્થ કરવામાં તીર્થંકર પરમાત્માની આશાતના લાગશે આવો પણ ભય જેઓને નથી તે આચાર્યો આમ માને છે. તે સૂત્રપાઠ આ પ્રમાણે છે. ટીકામાં “તીર્થશાતનાબીરવ:'' કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૪ "केवली णं भंते, इमं रयणप्पभं पूढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिलैंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति, तं समयं पासइ ? जं समयं पासइ तं समयं ગાડું ?' गोयमा, नो तिणढे समढे । "से केणट्टेणं भंते ! एवं वुच्चति-केवली णं इमं रयणप्पभं पूढविं आगारेहिं जं समयं जाणति, नो तं समयं पासति, जं समयं पासति, नो तं समयं जाणति ?" गोयमा, सागारे से णाणे भवति, अणागारे से दंसणे भवति, से तेणढेणं जाव णो तं समयं जाणति, एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव अच्चुयं गेविजविमाणा अणुत्तरविमाणा इसीपब्भारं पूढविं परमाणुपोग्गलं दुपएसियं खंधं जाव अणंतपएसियं खंधं ।' સૂત્રપાઠનો અર્થ - હે ભગવાન ! કેવલી ભગવાન આ રત્નપ્રભા નામની પ્રથમ નારકીને આકાર, હેતુ, ઉપમા, ઉદાહરણ, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતાર (આવા પ્રકારનાં બીજાં અનેક પેટા દ્વારા) વડે જે સમયે જાણે છે તે સમયે શું જુએ છે ? અને જે સમયે જુએ છે તે સમયે શું જાણે છે ? હે ગૌતમ ! તે આ અર્થ સમર્થ (સાચો અર્થ) નથી. હે ભગવાન ! કયા પ્રયોજનથી આપ એમ કહો છો કે કેવલી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને આકાર આદિ (તારા) વડે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી. અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. (આ વિધાનનું કારણ સમજાવો). હે ગૌતમ ! જે સાકારોપયોગ છે તે જ્ઞાન કહેવાય છે અને જે નિરાકારોપયોગ છે તે દર્શન કહેવાય છે. (આમ સાકાર નિરાકાર અવસ્થા ભિન્ન ભિન્ન હોવાથી) તે અર્થથી એમ કહેવાય છે કે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. ત્યાં સુધીના પાઠનો અર્થ જાણવો. આ પ્રમાણે યાવત્ સાતમી નારક પૃથ્વી, એમ સૌધર્મકલ્પથી યાવત્ અશ્રુત દેવલોક, રૈવેયક વિમાન, અનુત્તર વિમાન, ઈષધ્ધાશ્મારા પૃથ્વી સુધી, તથા પરમાણુ અને દ્વિપ્રાદેશિક સ્કંધથી માંડીને અનંતપ્રાદેશિક સ્કંધ સુધી જાણે પણ ના દેખે, તથા દેખે પણ ન જાણે આમ સમજી લેવું. ૧. આ પાઠ પન્નવણા સૂત્ર ૩૦, પશ્યતા દ્વાર સૂત્ર ૧૮ ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ભાગ-૩ પાના નં. ૨૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ – ગાથા-પ સન્મતિપ્રકરણ ઉપર કહેલા સૂત્રપાઠોના આધારે ક્રમોપયોગવાદી આચાર્યોનું (પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજી આદિનું) એવું કથન છે કે કેવલી પરમાત્મામાં પ્રતિસમયે ક્રમશર જ્ઞાનદર્શન પ્રવર્તે છે. વળી તેઓ પાસે બીજો પણ સાક્ષીભૂત એવો સૂત્રપાઠ છે કે ‘‘સમયં સ્થિ તો કવઓ।''શ્ ૧૩૨ એકી સાથે દર્શન-જ્ઞાન એમ બન્ને ઉપયોગો હોતા નથી. આવા આવા સૂત્રપાઠોના આલંબને આ આચાર્ય મહર્ષિઓનું કહેવું છે કે આ બન્ને ઉપયોગો ક્રમશર પ્રવર્તે છે. I૪ ક્રમવાદીની સામે સહવાદીની દલીલ - केवलणाणावरणखयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जड़ णियआवरणक्खयस्सं ॥ ५ ॥ केवलज्ञानावरणक्षयजातं केवलं यथा ज्ञानम् । तथा दर्शनमपि युज्यते निजावरणक्षयस्यान्ते ॥ ५ ॥ ગાથાર્થ - કેવલજ્ઞાનના આવરણનો ક્ષય થવાથી જેમ કેવલજ્ઞાન થાય છે. તેમ કૈવલદર્શન પણ પોતાના આવરણના ક્ષયને અંતે ઉત્પન્ન થાય એ જ યોગ્ય છે. || ૫ | વિવેચન - ક્રમવાદી - સહવાદી અને અભેદવાદી એવા પ્રકારના આ ત્રણ જાતના વાદીઓના વાદોની ચર્ચા ચાલે છે ચોથી ગાથામાં ક્રમવાદીએ સૂત્રપાઠનો આધાર લઈને અને તેના સુપ્રસિદ્ધ અર્થને જ અનુસરીને બીજો અર્થ કરવામાં તીર્થંકર પરમાત્માની આશાતનાના ભયને કારણે ક્રમોપયોગવાદ રજુ કર્યો, તેનો પ્રતિકાર કરવા માટે સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી સહવાદી આચાર્યને ઉભા કરે છે. અર્થાત્ હમણાં પોતે મૌન રહે છે. બીજા પક્ષવાળાની રજુઆત વડે જ પ્રથમ પક્ષવાળાનો પરાભવ જો થતો હોય તો આપણે બોલવાની શું જરૂર છે ? પહેલા અને બીજાનો જ સંવાદ જોઈએ. પછી બન્નેની સામે આપણે પ્રતિકાર કરીશું - એવી નીતિ અપનાવીને સહવાદી દ્વારા કરાયેલી દલીલો વડે ક્રમવાદીની વાતનું નિરસન કરે છે - ૧. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૩૦૯૬ नाणम्मि दंसणम्मि य, एत्तो एगयरम्मि उवउत्तो । સવ્વસ્ત્ર તિક્ષ્મ ગુાવ, વો સ્થિ કવોT / ૩૦૯૬ તથા પૂજ્યશ્રી વિનયવિજયજી મ.સા. કૃત લોકપ્રકાશ-દ્રવ્યલોકપ્રકાશ-સર્ગ ત્રીજો શ્લોક નંબર ૯૭૪ થી ૯૮૧. પૂ. અભયદેવસૂરિજીકૃત ટીકામાં આ બાબતની ચર્ચા માટેની નન્દિસૂત્ર-વિશેષાવશ્યક આદિગ્રન્થોની ઘણી ગાથાઓ લખી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૬ ૧૩૩ બારમા ગુણસ્થાનકના ચરમસમયે જેવું કેવલજ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે છે. અને તેનાથી તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન જો પ્રગટ થાય છે. તો તેવી જ રીતે ત્યાં જ કેવલદર્શનાવરણીય કર્મ પણ ક્ષય પામ્યું જ છે. તો તે જ આત્માને ત્યાં જ કેવલદર્શન પણ થવું જ ઘટે છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ કેવલજ્ઞાનાવરણીયકર્મનો ક્ષય છે અને તે કારણ ત્યાં વિદ્યમાન છે. તેથી તે કાર્ય ત્યાં થાય છે. તો પછી તેવી જ રીતે કેવલદર્શનની પ્રાપ્તિનું કારણ પણ કેવલદર્શનાવરણીયકર્મનો ક્ષય જ છે અને તે કારણ પણ ત્યાં વિદ્યમાન જ છે. તેથી તે કાર્ય પણ ત્યાં થવું જ જોઈએ. શા માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિના સમયે કેવલદર્શન ન થાય ? અને સમયાન્તરે થાય ? પ્રતિબંધકતત્ત્વ તો કોઈ છે જ નહીં, તો શા માટે સમયભેદ માનવો ? ટીકામાં કહ્યું છે કે - વતજ્ઞાનાવરળક્ષયે યથોત્પન્ન વિશેષાવવોધસ્વભાવ જ્ઞાનં, તથા तदैव दर्शनावरणे क्षये सति सामान्यपरिच्छेदस्वभावं दर्शनमपि उत्पद्यताम्, न हि अविकल कारणे सति कार्यानुत्पत्तिर्युक्ता । આ સંસારમાં સૂર્ય પ્રકાશ અને તાપ (ગરમી) આપવાનું કાર્ય સાથે જ કરે છે. પણ જો તેના ઉપર વાદળોની ગીચતાનું ગાઢ આવરણ આવી જાય છે તો તે સૂર્ય નથી પ્રકાશ આપતો કે નથી તાપ આપતો, પરંતુ જ્યારે તેના ઉપરનું વાદળોની ગીચતાનું આવરણ દૂર થઈ જાય છે. તો તે સૂર્ય પ્રકાશ આપે અને તાપ ન આપે કે તાપ આપે અને પ્રકાશ ન આપે આવું બનતું નથી પણ એકી સાથે બન્ને આપે જ છે. તેવી રીતે આત્માની આ ચેતનાશક્તિ વસ્તુતત્ત્વ જાણવા અને જોવામાં સૂર્યસમાન છે. આવરણ જ્યાં સુધી હતું ત્યાં સુધી સર્વ વસ્તુને જાણવાનું કે જોવાનું એમ એકે કાર્ય ચેતનાશક્તિ કરતી ન હતી. પરંતુ જ્યારે આવરણ ખસી જ ગયું છે. તો પછી જાણવાનું કામ કરે અને જોવાનું કામ ન કરે અથવા જોવાનું કામ કરે અને જાણવાનું કામ ન કરે આવું કેમ બને ? એટલે કે બન્ને આવરણોનો એકી સાથે ક્ષય થતો હોવાથી બન્ને ગુણો કેવલજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયથી સાથે જ હોવા જોઈએ. સમયાન્તરે થાય આ વાત બરાબર નથી. ન સાક્ષીભૂત સૂત્રપાઠના આલંબનનું મજબૂત કારણ ક્રમવાદી પાસે છે. અને આવરણીયકર્મોના ક્ષયની સહવર્તિતાનું મજબૂત કારણ સહવાદી પાસે છે. બન્ને વાદીઓ પાસે ઘણાં મજબૂત કારણો છે. તેથી આ ચર્ચા આગળ વધે છે. ॥ ૫ ॥ સહવાદીની ઉપરોક્ત દલીલની સાથે સહવાદી બીજી દલીલ પણ જણાવે છે. भण्णइ, खीणावरणे जह मइणाणं जिणे न संभवइ । तह खीणावरणिजे विसेसओ दंसणं नत्थि ॥ ६ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કાષ્ઠ-૨ – ગાથા-૭ સન્મતિપ્રકરણ भण्यते, क्षीणावरणे यथा मतिज्ञानं जिने न सम्भवति । तथा क्षीणावरणीये विश्लेषतो दर्शनं नास्ति ।। ६ ।। ગાથાર્થ - ક્ષીણ આવરણ વાળા ભગવાનમાં જેમ મતિજ્ઞાન સંભવતું નથી. એમ જેમ કહેવાય છે. તેમ ક્ષીણાવરણવાળા ભગવાનમાં કેવલજ્ઞાનથી ભિન્ન સમયે કેવલદર્શન હોતું નથી. / ૬ છે. વિવેચન - સહવાદીએ ક્રમવાદીની સામે ઉપરની પાંચમી ગાથામાં જે દલીલ કરી કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે તેમ ત્યાં જ દર્શનાવરણીય - કર્મનો પણ ક્ષય થયેલ હોવાથી કેવલદર્શન પણ સાથે જ થવું જોઈએ - સમયાન્તરે નહીં. આ દલીલની સાથે સહવાદી બીજી દલીલ પણ કરે છે કે બારમા ગુણસ્થાનકના ચરમ સમયે મતિજ્ઞાનાવરણ આદિ પાંચ જ્ઞાનાવરણીયકર્મનો જો કે ક્ષય થાય છે. છતાં તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો ભિન્નપણે = ક્રમોપયોગપણે સંભવતાં નથી. ફક્ત એક કેવલજ્ઞાન જ હોય છે એમ કહેવાય છે. કારણ કે જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે તારા આદિ અપ્રકાશમાન કહેવાય છે. એમ કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે મત્યાદિજ્ઞાનો અપ્રકાશમાન કહેવાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી થયેલા કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી થયેલ કેવલદર્શન પણ વિશ્લેષથી એટલે કે ભિન્નપણે હોતું નથી. સાથે જ હોય છે. પાંચે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય એકીસાથે સમાન હોવા છતાં ફક્ત એક કેવલજ્ઞાન જ હોય છે. મત્યાદિ શેષ ચારજ્ઞાનો જુદાં હોતાં નથી. તેમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એમ બન્ને કર્મોનો ક્ષય એકીસાથે સમાન હોવાથી વિશ્લેષરૂપે = ભિન્નરૂપે = સમયાન્તર પણે કેવલદર્શન હોતું નથી. અર્થાત્ બન્ને આવરણોનો ક્ષય સાથે જ થતો હોવાથી તેના ક્ષયના કારણે બન્ને ગુણો તેરમાના પ્રથમસમયે સાથે જ પ્રગટ થાય છે. ટીકામાં કહ્યું છે કે - યથા શીવરને મશ્રિતવિધિમન:પર્યાયજ્ઞાનાનિ જિને ન संभवन्तीत्यभ्युपगम्यते, तथा तत्रैव क्षीणावरणीये विश्लेषतो = ज्ञानोपयोगादन्यदा दर्शनं न संभवतीत्यप्यभ्युपगन्तव्यम्, क्रमोपयोगस्य मत्याद्यात्मकत्वात् तदभावे तदभावात् ॥ ६ ॥ સહવાદી કહે છે કે ક્રમવાદીને આગમ વિરોધ પણ આવશે. सुत्तम्मि चेव साई, अपज्जवसियं ति केवलं वुत्तं । सूत्तासायणभीरूहिं तं च दट्ठव्वयं होइ ॥ ७ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૭ सूत्रे एव सादि, अपर्यवसितमिति केवलमुक्तम् । सूत्राशातनाभीरुभिः, तच्च द्रष्टव्यं भवति ॥ ७ ॥ ગાથાર્થ - કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્નેને સૂત્રમાં જ સાદિ અપર્યવસિત કહેલાં છે. તેથી સૂત્રની આશાતનાના ભીરૂ એવા આચાર્યોએ તે સૂત્ર પણ દેખવું જોઈએ. આ ૭ // વિવેચન - સહવાદી આચાર્ય ક્રમવાદી આચાર્યને કહે છે કે જો તમે આવો બચાવ કરો છો કે પાંચે આવરણોનો ક્ષય સાથે જ થાય છે તેથી મતિજ્ઞાનાદિ પાંચે જ્ઞાન પ્રગટ થયાં જોઈએ પણ તેમ ન થતાં ફક્ત એક કેવલજ્ઞાન જ પ્રગટ થાય છે. મત્યાદિ શેષ ચાર જ્ઞાનો આવરણોનો ક્ષય હોવા છતાં ત્યાં સંભવતાં નથી. તેવી જ રીતે કેવલદર્શનાવરણીયકર્મનો ક્ષય . ભલે થયો પરંતુ ત્યાં પ્રથમ સમયે વિશેષોપયોગ હોવાથી કેવલદર્શન હોતું નથી, પણ સમયાન્તરે જ હોય છે. તથા તમારી આ વાતને સિદ્ધ કરવામાં વં સમયે નારૂં, તે સમયે પાસ ઇત્યાદિ “સૂત્રપાઠ” ની સાક્ષીનું જ તમે આલંબન લો છો અને તે પાઠનું જ આલંબન અમને કહો છો તો અમે પણ તમને કહીએ છીએ કે સૂત્રમાં જ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને એમ બન્નેને સાદિ-અનંત કહેલાં છે. આ બન્ને ભાવો ઉત્પન્ન થયા પછી ભવસ્થાવસ્થામાં કે સિદ્ધસ્થાવસ્થામાં ક્યારેય પણ જતા રહેતા નથી. તેથી જ સાદિ-અનંત છે. પ્રતિસમયે સદા રહેનારાં છે. “વUTI પુછા" गोयमा ! सातिए अपज्जवसिए' હે ભગવાન ! આ કેવલજ્ઞાની, આ કેવલજ્ઞાની, એમ કાલથી ક્યાં સુધી કહેવાય? હે ગૌતમ ! કેવલી કાલથી સાદિ-અનંત છે. હવે જો સમયાન્તરે કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં હોય તો જ્ઞાન પછી દર્શન અને દર્શન પછી જ્ઞાન થવાથી બન્ને સાદિ-સાત્ત જ થશે. બન્નેમાંથી એક પણ સાદિ-અનંત ઘટશે નહીં. જો તમને “વફા નાફુ તા પાસ' ઇત્યાદિ સૂત્રપાઠનો જ વધારે આગ્રહ હોય અને જરા પણ અર્થભેદ કરવાની ઈચ્છા ન જ હોય તો તમારે કેવલજ્ઞાન-કેવલદર્શનને “સાદિ-અનંત” કહેનારૂં સૂત્ર સંગત થશે નહીં. તમારે તે સૂત્ર પણ જોવું જોઈએ. એક સૂત્રના અમુક અર્થનો આગ્રહ રાખતાં જો બીજા સૂત્રના અર્થનો ઉચ્છેદ જ થતો હોય તો તીર્થકર પ્રભુની આશાતનાના ભીરૂએ તે સૂત્ર પણ જોવું જોઈએ અર્થાત્ અન્ય સૂત્રની અસંગતિ થવાથી ત્યાં પણ તીર્થંકર પ્રભુની આશાતના થશે એવો ભય મનમાં સેવવો જોઈએ, અને ૧. પ્રજ્ઞાપતા સૂત્રમાં ૧૮ મા કાયસ્થિતિ વાદમાં દસમું જ્ઞાન દ્વાર. સૂત્ર નંબર ૧૩૫૧. જુઓ ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ભાગ-૨ પાના નંબર ૪૬૨. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કાડ-૨ – ગાથા-૮ સન્મતિપ્રકરણ કંઈક એવો વિચાર મનમાં કરવો જોઈએ કે આગમના બન્ને સૂત્રપાઠોના અર્થની વધારે સંગતિ કેમ થાય ? સહવાદીની પ્રધાન આ ત્રણ દલીલો ક્રમવાદીની સામે છે. એક દલીલ તો એ છે કે ગાથા ૫ માં બન્ને આવરણોનો ક્ષય સાથે થતો હોવા છતાં જ્ઞાનનું હોવાપણું માનવું અને દર્શનનું હોવા પણું ન માનવું આ તર્કસંગત નથી. તથા ગાથા ૬ માં બીજી દલીલ એ છે કે પાંચે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય સાથે હોવા છતાં જેમ કેવલજ્ઞાન હોય છે. પણ અત્યાદિ જ્ઞાનો ભિન્ન પણ હોતાં નથી તેવી જ રીતે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો ક્ષય સમાન હોવા છતાં કેવલજ્ઞાનથી કેવલદર્શન જુદુ - સમયાતરે હોતું નથી. તથા ગાથા ૭ માં ત્રીજી દલીલ એ છે કે બન્નેને જૈનશાસ્ત્રોમાં સાદિ-અનંત કહ્યાં છે. સમયાન્તરે માનવાથી આ પાઠ પણ સંગત થતો નથી. આવી ત્રણ દલીલોથી તેઓનું કહેવું છે કે પ્રત્યેક સમયોમાં કેવલીપણામાં દર્શન અને જ્ઞાન બન્ને સાથે જ હોય છે. ક્રમશર હોતાં નથી. બન્ને આવરણોનો ક્ષય જો સાથે થાય છે. તો તેનાથી અનાવૃત એવા બન્ને ગુણો સાથે જ પ્રગટ થાય છે. ટીકામાં કહ્યું છે કે - સીદપર્યવસાને વનજ્ઞાનતને, #મોપો તુ દ્વિતીય तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता ? तेन क्रमोयोगवादिभिः सूत्रासादनाभीरुभिः "केवलणाणे णं भंते, गोयमा, सांतिए अपजवसिए" इत्यादि आगमे साद्यपर्यवसानताभिधानं केवलज्ञानस्य केवलदर्शनस्य च द्रष्टव्यं पर्यालोचनीयं भवति ।। ७ ॥ સહવાદી પોતાનો પક્ષ વધારે મજબૂત કરે છે - संतम्मि केवले दसणम्मि, णाणस्स संभवो णत्थि । केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाइं ॥ ८ ॥ सति केवले दर्शने, ज्ञानस्य सम्भवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात्सनिधने ।। ८ ।। ગાથાર્થ - કમોપયોગવાદ માનવામાં કેવલદર્શન હોતે છતે કેવલજ્ઞાનનો સંભવ નથી. અને કેવલજ્ઞાન હોતે છતે કેવલદર્શનનો સંભવ નથી. તેથી તે બન્ને ગુણો સનિધન (સાત્ત) બને છે. | ૮ | વિવેચન - આ ગાથાનો ભાવાર્થ લગભગ સાતમી ગાથાના વિવેચનમાં આવી જ ગયો છે. સાર એ છે કે ક્રમવાદ સ્વીકારવામાં કેવલદર્શન હોય છે ત્યારે કેવલજ્ઞાન હોતું નથી અને કેવલજ્ઞાન હોય છે ત્યારે કેવલદર્શન સંભવતું નથી. આવી વાત થાય છે. પરંતુ ત્યાં પહેલી વાત તો એ છે કે બન્ને આવરણીય કર્મોના અભાવવાળા નિરાવરણ આત્મામાં Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૯ ૧૩૭ એક હોય અને બીજું ન હોય તે ઘટે નહીં. વળી બીજી વાત એ છે કે આમ માનવાથી બન્ને ઉપયોગો છેલ્લે સાદિ-સાત્ત જ ઠરવાના. જ્યારે શાસ્ત્રોમાં સાદિ-અનંત કહ્યા છે. એટલે સૂત્રપાઠનો વિરોધ પણ ઉભો જ રહેવાનો, તથા સૂત્રમાં સાદિ-અનંત કહ્યાં હોય અને આપણે ક્રમવાદ આગળ કરીને સાદિ-સાન્ત માનીએ તો તીર્થંકર પ્રભુની આશાતનાનો ભય પણ ઉભો જ રહે છે તેથી જો આ સઘળા દોષમાંથી બચવું જ હોય તો વિના વિલંબે ક્રમવાદ ત્યજીને અમારો કહેલો સહવાદ સ્વીકારી લેવો જોઈએ. બારમા ગુણઠાણાના ચરમસમયે જેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થયો છે. તેમ દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય થયેલો જ છે. તેથી તેરમા ગુણઠાણાના પ્રથમસમયે જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ તેની સાથે જ કેવલદર્શન પણ પ્રગટ થાય જ છે. તેથી સહવાદ જ બરાબર ઉચિત છે. આ પ્રમાણે ક્રમવાદી અને સહવાદીનો વાદવિવાદ ચાલે છે ત્યારે ત્રીજા નંબરે રહેલા અમેદવાદી એવા સિદ્ધાન્તકાર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મૌન રાખીને દૂર બેઠા બેઠા સાંભળે છે. હવે પછીની ગાથામાં તેઓ મુખ ખોલે છે અને ક્રમવાદી તથા સહવાદી એમ બન્નેને કહે છે. બન્નેની વાતને દોષિત સિદ્ધ કરે છે. બન્નેની સામે ત્રીજા વાદી હવે આવે છે. ટીકામાં કહ્યું છે કે - મીત્યારે સત વનને 7 તા જ્ઞાન સંભવસ્તથી केवलज्ञाने न दर्शनस्य, तस्मात् सनिधने केवलज्ञानदर्शने ॥ ८ ।। સિદ્ધાન્તકારની બન્ને વાદીઓ પ્રત્યે દલીલ - दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज समं उप्पाओ, हंदि दुए णत्थि उवओगा ।। ९ ॥ दर्शनज्ञानावरणक्षये, समाने कस्य पूर्वतरम् । भवेत् सममुत्पादो, हन्दि द्वौ न स्त उपयोगी ॥ ९ ॥ ગાથાર્થ - કેવલદર્શનાવરણ અને કેવલજ્ઞાનાવરણ આ બન્નેનો ક્ષય એકી સાથે સમાન હોતે છતે કહો પહેલો ઉત્પાદ કોનો થશે ? જો બન્નેનો સાથે ઉત્પાદ કહેશો તો એક સમયમાં બે ઉપયોગો હોતા નથી. | ૯ || વિવેચન - ક્રમવાદી અને સહવાદી એમ બન્નેની સામે અત્યાર સુધી મૌન રાખીને તેઓના વાદને બરાબર સાંભળનારા એવા અમેદવાદી દિવાકરજી પોતે જ હવે મુખ ખોલીને બોલી ઉઠે છે કે હે ભાઈઓ ! જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ એમ બન્ને કર્મોનો (સર્વ ઘાતકર્મોનોક્ષય બારમા ગુણઠાણાના ચરમ સમયે એકી સાથે જ થાય છે. તો હું તમને બન્નેને પ્રશ્ન કરું છું કે કહો બન્ને આવરણોનો ક્ષય થતાંની સાથે જ કેવલજ્ઞાન અને Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કાર્ડ-૨ – ગાથા-૯ સન્મતિપ્રકરણ કેવલદર્શનમાંથી પ્રથમ ઉત્પાદ કોનો થાય? બે તપેલી ઉપરનાં બન્ને ઢાંકણ એકી સાથે જો લઈ લેવામાં આવે તો કહો કઈ તપેલી પહેલી ઉઘડેલી થાય ? પ્રગટ થતા એવા ઉઘાડને રોકનારૂં કોઈ પ્રતિબંધક તત્ત્વ તો છે જ નહીં. આમ બન્ને માટે “પ્રતિબંધકાભાવ” સમાન હોવાથી પ્રથમ ઉત્પાદકોનો માનશો? કોઈ એકના ઉત્પાદ માનવા માટેનું ઉત્તેજકતત્ત્વ હોય તો તો એકનો ઉત્પાદ થવા દે અને બીજાનો રોકે પરંતુ એમ નથી. કારણ કે ત્યાં કોઈ ઉત્તેજક તત્ત્વ પણ નથી. અને પ્રતિબંધક તત્ત્વ પણ નથી. તેથી ઉત્તેજકાભાવ વિશિષ્ટ પ્રતિબંધકાભાવ હોવાથી બન્નેનો ઉત્પાદ સંભવી શકે છે. કહો કે જ્ઞાન-દર્શનમાંથી તેમાં પ્રથમ ઉત્પાદ કોનો કહેશો? પ્રથમ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય અને પછી જ સમયાન્તરે કેવલદર્શન ઉત્પન્ન થાય આવો ઉત્તર આપવા માટે ક્રમવાદી પાસે કોઈ જ પ્રબળ કારણ નથી. છતાં આગ્રહમાત્રથી જો પોતાની વાતને વળગી જ રહે તો તેમની જ સામે કોઈ પ્રતિપક્ષી જો એમ કહે કે ના-ના પહેલું તો કેવળદર્શન જ થાય પછી જ સમયાન્તરે કેવલજ્ઞાન થાય આવું કહેતા પોતાના પ્રતિપક્ષીને તે અટકાવી શકશે નહીં. કારણ કે પોતાની વાતની સિદ્ધિ માટે પોતાની જ પાસે તેની સામે પ્રતિકાર કરે તેવી પ્રબળ યુક્તિ કોઈ નથી. કે જેથી પ્રતિપક્ષીનો તે પ્રતિકાર કેમ કરી શકે ? સર્વે લબ્ધિઓ સાકારોપયોગે જ થાય” આવી યુક્તિ કદાચ ક્રમવાદી આપે તો તે પણ યુક્તિ બરાબર નથી. કારણ કે કેવલજ્ઞાન એ જો લબ્ધિ વિશેષ છે તો કેવલદર્શન પણ એક લબ્ધિવિશેષ જ છે. તથા લબ્ધિવિશેષની પ્રાપ્તિકાલે વિશિષ્ટ સાવધાનદશા જરૂરી છે એમ જો કહો તો અસાવધાન અવસ્થાવાળાને સાવધાનતાની જરૂર રહે છે. આ તો કેવલી હોવાથી સદા સાવધાન જ છે કારણ કે ઉજાગરદશાવાળા જ છે. તેથી લબ્ધિની પ્રાપ્તિ સમયે સાકારોપયોગ જ હોય છે. આ વિધાન છઘ0ને આશ્રયી જ છે. કેવલીને આશ્રયીને નથી. કારણ કે છદ્મસ્થ જ સાવધાન અને અસાવધાન એમ બન્ને હોઈ શકે છે તેથી લબ્ધિની પ્રાપ્તિકાલે તેવા જીવને સાવધાનતાની જરૂરિયાત છે. કેવલીને આવા ભાવો સ્પર્શતા જ નથી કે લબ્ધિપ્રાપ્તિના કાલે સાકારોપયોગવંત કહેવા પડે. માટે કહો કે શું કારણ કે એકનો ઉત્પાદ થાય અને બીજાનો ઉત્પાદ ન થાય ? અને જેનો ઉત્પાદ થાય એમ કહો તો તેનો જ ઉત્પાદ થાય અને અન્યનો ન થાય, આનું કારણ શું ? અમેદવાદી સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનજીના ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર ક્રમવાદી પાસે તો નથી જ. અને સહવાદીને આ પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેતો જ નથી. કારણ કે તે કોઈ એકનો પ્રથમ ઉત્પાદ થાય એવું માનતા જ નથી. તે તો બન્નેનો સાથે જ ઉત્પાદ માને છે. તેથી આ પ્રશ્ન ક્રમવાદીને મુંઝવનાર છે અને સહવાદીને હર્ષઘેલો કરનાર છે. કારણ કે તે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૯ ૧૩૯ અમેદવાદીની ઉપરોક્ત વાત સાંભળીને મનમાં ફુલાશે કે સારું થયું કે અમેદવાદીએ ક્રમવાદીને મુંઝવણમાં મુક્યા. મારો વિજય થવામાં આ વાત પુષ્ટિ કરનારી બનશે. અમે બન્ને (સહવાદી અને અભેદવાદી) સાથે મળીને ક્રમવાદીનો પુરેપુરો પરાભવ કરીશું. આવો તે હર્ષઘેલો થાય છે. તેટલામાં જ હવે આ અભેદવાદી આચાર્યશ્રી એકલા સહવાદીની સામે બીજો પ્રશ્ન કરે છે કે - સમં ૩પ્પા, દ્રિકુઈ ત્નિ ૩વો = હે સહવાદી ! તારી માન્યતામાં ક્રમવાદીના જેવી મુશ્કેલી તને નથી. પરંતુ તેથી તું અહંભાવમાં ન આવતો, તારી માન્યતા પણ દોષથી ભરેલી જ છે. જો બન્નેનો ઉત્પાદ સાથે માનશો તો શાસ્ત્રોમાં દર્શન અને જ્ઞાનના ઉપયોગો એકી સાથે કહ્યા નથી. એકી સાથે બે ઉપયોગો ન જ હોય એમ કહ્યું છે. એટલે તને પણ આ સૂત્રપાઠના ઉલ્લંઘનનો દોષ તો લાગશે જ. માટે તારે ગર્વિષ્ટ થવા જેવું નથી. ચાલ આ પ્રશ્નનો ઉત્તર આપ. આ પ્રમાણે અમેદવાદી સિદ્ધાન્તકાર દિવાકરસૂરિજી આ ગાથામાં બે પ્રશ્નો પૂછવા વડે બન્ને વાદીઓનો પરાભવ કરે છે. ટીકામાં કહ્યું છે કે - સામાચવિશેષ પરિચ્છેવિરVIITને સમાને વચ્ચે પ્રથમતરमुत्पादो भवेत् ? अन्यतरस्योत्पादे तदितरस्याप्युत्पादः स्यात्, न चेदन्यतरस्यापि न स्यादविशेषात्, इत्युभयोरप्यभावप्रसक्तिः । अक्रमोपयोगवादिनः कथमिति चेत्-समम् = एककालम् उत्पादस्तयोर्भवेत् सत्यक्रमकारणे कार्यस्याप्यक्रमस्य भावादित्यक्रमौ उपयोगौ । अत्रैकोपयोगवाद्याह - हंदि “दुवे णत्थि उवओगा" इति द्वावप्युपयोगौ नैकदेति ज्ञायताम् सामान्यविशेषपरिच्छेदात्मकत्वात् केवलस्येति । સિદ્ધાન્તકાર અભેદવાદીનું કથન એવું છે કે નથી ક્રમશર ઉપયોગવાદ કે નથી એકસમયમાં ઉપયોગભેદ. પરંતુ કેવલી અવસ્થામાં એક જ ચેતનાશક્તિ નિરાવરણ થવાથી સર્વને જાણે છે અને સર્વને દેખે છે. આમ જાણવાની અને જોવાની ક્રિયાની દ્વિવિધતાના કારણે એક જ શક્તિનાં બે નામો છે જેમ એક જ માણસ ભણાવતો પણ હોય અને અવસરે પરીક્ષા પણ લેતો હોય તો એક જ માણસમાં ક્રિયાની વિવિધતાને લીધે અધ્યાપક અને પરીક્ષક એમ બન્ને કહેવાય છે. તેમ અહીં પણ આત્માની એક જ ચેતનાશક્તિ સામાન્યવિશેષ એમ ઉભયને અર્થાત્ સર્વને વિષય કરે છે. ફક્ત જાણવા-જોવાની ક્રિયા બે પ્રકારની હોવાથી એક જ શક્તિનાં બે નામ છે. દર્શન અને જ્ઞાન જેવો ભેદ કેવલી ભગવાનમાં હોતો જ નથી. અભેદ જ હોય છે. પહેલાં સામાન્ય ઉપયોગ અને પછી વિશેષ ઉપયોગ, કે પહેલાં વિશેષ ઉપયોગ અને પછી સામાન્ય ઉપયોગ, કે ભિન્ન ભિન્ન એવા બે ઉપયોગોનું એક Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪) કાર્ડ-૨ – ગાથા-૧૦ સન્મતિપ્રકરણ સમયમાં સાથે હોવું આ સઘળું નિરાવરણ કેવલીમાં અસંભવિત છે. છપ્રસ્થમાં જ આવરણ હોવાથી આ બધું સંભવે છે. તેથી આ બન્ને વાદીઓએ પોતાના પક્ષમાં જે જે દોષો આવે છે. તે તે બરાબર દેખવા જોઈએ. ૯ / બે પ્રશ્નો પુછવા દ્વારા કરાયેલી અભેદવાદીની ઉપરોક્ત દલીલથી ક્રમવાદી અને સહવાદી બન્ને નિરુત્તર થવાના કારણે કંઈક વિજય તરફ ઢળેલા અભેદવાદી સિદ્ધાન્તકાર બીજી પણ અનેક યુક્તિ રૂપી શસ્ત્રોથી આ બન્ને વાદીઓની સામે જાણે યુદ્ધની કેલિ (કીડારમત) કરતા હોય તેમ ગાથા ૧૦ થી ૧૪ સુધી પાંચ ગાથામાં કહે છે કે - जइ सव्वं सायारं, जाणइ एक्कसमएण सव्वण्णु । जुज्जइ सया वि एवं, अहवा सव्वं ण याणाइ ॥ १० ॥ यदि सर्वं साकारं, जानाति एकसमयेन सर्वज्ञः । युज्यते सदाऽप्येवमथवा सर्वं न जानाति ॥ १० ॥ ગાથાર્થ - જો સર્વજ્ઞ પરમાત્મા (નિરાવરણ થવાથી) એક જ સમયમાં સર્વ વસ્તુને સાકારપણે જાણે છે અને જુએ છે. તો સર્વકાલ સર્વાપણું અને સર્વદશીપણું હોવું જોઈએ. અથવા સર્વને જાણતા નથી એવો અર્થ ફલિત થાય છે. ૧oil વિવેચન - ગ્રન્થકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી અભેદવાદી છે. કેવલીમાં જ્ઞાનદર્શન જેવો ભેદ હોતો જ નથી. એક જ ચેતનાશક્તિ છે તેનાં જ ક્રિયાની વૈવિધ્યતાના કારણે જ્ઞાન અને દર્શન એવાં બે નામો છે આમ માને છે. તેથી તેઓ એકોપયોગવાદી અથવા અભેદવાદી કહેવાય છે. તેઓ ક્રમવાદીને અને સહવાદીને એમ બન્નેને એક પછી એક એવા ઘણા દોષો ગાથા ૧૦ થી ૧૪ માં આપે છે. કારણ કે ક્રમવાદી ભલે સમયાન્તરે જ્ઞાન અને દર્શન માને અને સહવાદી ભલે એક જ સમયમાં જ્ઞાન અને દર્શન સાથે માને, પરંતુ આખરે આ બન્ને મતોમાં જ્ઞાન અને દર્શનનો ભેદ તો મનાયેલો જ છે. તે જ વાતનો આ ગ્રન્થકર્તાને વિરોધ છે. સમયાન્તરે હોય કે એક સમયમાં સાથે હોય પણ નિરાવરણ એવા કેવલી પરમાત્મામાં જ્ઞાન-દર્શનનો ભેદ હોય, આ વાત આ ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી આ બન્નેથી જુદી માન્યતા ધરાવનારા ગ્રંથકારશ્રી આ બન્ને પ્રતિપક્ષોને નીચે મુજબ દોષ આપે (૧) કેવલી ભગવાન જો સર્વજ્ઞ બન્યા છે અને તેમનાં બધાં જ આવરણો ક્ષીણ થઈ ચુક્યાં છે. ગુણોનો પ્રતિબંધ કરે તેવું કોઈ પણ ઘાતકર્મ અંશમાત્રથી પણ બાકી રહ્યું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૧૦ આવું જો તમે (ક્રમવાદી અને સહવાદી) બન્ને માનો જ છો તો તેનાથી જ કેવલી ભગવાન કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ સર્વવસ્તુને સાકારપણે (વિશેષોપયોગપણે) એક સમયમાં જાણી લે છે. અને નિરાકારપણે જોઈ પણ લે છે. આવો અર્થ થશે. તો બીજા-ત્રીજાચોથા-પાંચમા આદિ શેષ સમયોમાં પણ એ જ સર્વવસ્તુને આ ભગવાન સાકારપણે જાણનારા પણ રહે છે. અને નિરાકારપણે જોનારા પણ રહે છે. આમ જ માનવું યોગ્ય છે. કારણ કે સાકારપણે સર્વવસ્તુને જાણવામાં પ્રતિબંધકતત્ત્વ જ્ઞાનાવરણીય કર્મ અને નિરાકારપણે જોવામાં દર્શનાવરણીય કર્મ જે પહેલાં હતું તે હવે આડુ આવવાનું જ નથી. કારણ કે તે છે જ નહીં અને ભાવિમાં આવવાનું પણ નથી જ. તેથી જો પ્રથમ સમયે સાકારોપયોગપણે સર્વવસ્તુને જાણી લે છે અને જોઈ લે છે. તો સર્વસમયોમાં પણ તેમ જ જાણે, એટલે કે સર્વસમયોમાં બન્ને આવરણોનો ક્ષય સમાન હોવાથી સર્વસમયમાં સર્વવસ્તુને સાકારપણે (વિશેષાત્મકપણે) જાણે છે. અને તે જ સર્વવસ્તુને નિરાકારપણે (સામાન્યાત્મકપણે) દેખે છે. આવો જ અર્થ થશે. પણ સમયાન્તરે જાણે અને સમયાન્તરે દેખે એવો અર્થ પણ નહીં સંભવે તથા એક સમયમાં પણ માત્ર વિશેષને જ જાણે અને સામાન્યને જ દેખે એવો અર્થ પણ નહીં ઘટે. કહેવાનો આશય એવો છે કે કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ બન્ને આવરણોનો ક્ષય સમાન જ છે. તેથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી જેમ સર્વજ્ઞયવસ્તુઓને સાકારપણે જાણે છે તેમ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય હોવાથી સર્વજ્ઞયવસ્તુઓને સામાન્યપણે દેખે જ છે. અને ત્યારબાદના સર્વસમયોમાં પણ તેમ જ જાણે દેખે છે. તેથી ક્રમવાદ કે સહવાદ સંભવતો જ નથી. વ = અથવા પ્રથમ સમયમાં જ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય થયેલો હોવા છતાં તમે વિશેષોપયોગ જ માનેલો હોવાથી સર્વવસ્તુઓનો સામાન્યપણે બોધ થતો નથી એમ તમે માનો છો. તેથી તેની જેમ જ પ્રથમસમયમાં જ જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષય થયેલો હોવા છતાં એ જ સર્વવસ્તુઓનો વિશેષપણે પણ બોધ ન થાય. આવું બનવાની પણ આપત્તિ આવશે. કારણ કે દર્શનાવરણીયનો ક્ષય હોવા છતાં જો સામાન્ય બોધ થતો નથી તો જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષનો બોધ પણ કેમ થાય? ન્યાય તો બન્ને માટે સમાન જ પ્રવર્તે. તેથી સામાન્યબોધ જેમ ન થાય તેમ વિશેષ બોધ પણ નહી થાય તેથી આ ભગવાન “સળં યા " = સર્વને ન જાણનારા અને સર્વને ન જોનારા બનશે. બીજા આદિ સમયોમાં પણ બન્ને કર્મોનો ક્ષય હોવા છતાં જો એક વિષયને ન જાણે તો બીજા વિષયને પણ ન જ જાણે. તેથી કોઈ પણ સમયોમાં આ ભગવાન કંઈ પણ જાણતા નથી અને જોતા ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કાર્ડ-૨ – ગાથા-૧૧ સન્મતિપ્રકરણ નથી સર્વથા અજ્ઞાની અને અદર્શની જ છે. આવો જ અર્થ થશે. આ દોષ પણ તમને આવશે. કારણ કે દર્શનાવરણીયનો ક્ષય થયેલો હોવા છતાં જો પ્રથમસમયમાં સામાન્યને ન જાણે તો જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષને પણ ન જ જાણે તેવી જ રીતે શેષસમયોમાં પણ કંઈ ન જ જાણે અને કંઈ જ ન દેખે તેથી સર્વથા અજ્ઞાની અને અદર્શની જ ઠરશે. તથા વળી ક્રમવાદ હોય કે ભલે સહવાદ હોય પણ બન્નેની માન્યતામાં ઉપયોગનો ભેદ સ્વીકારેલો હોવાથી તેઓએ આટલું તો માનવું જ પડે છે કે કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ જ છે. અને કેવલ દર્શનનો વિષય માત્ર સામાન્ય જ છે. એકનો પણ સર્વ વિષય નથી આમ માનવાથી જેમ મતિજ્ઞાન ઇન્દ્રિયાર્થ વિષય માત્રને જ જાણે, શ્રુતજ્ઞાન જેમ શાસ્ત્રીયભાવોને જ માત્ર જાણે, અવધિજ્ઞાન રૂપી દ્રવ્યવિષયક જ માત્ર હોય, અને મન:પર્યવજ્ઞાન જેમ માનસિકભાવોને જ માત્ર જાણે અર્થાત્ અમુક અમુક નિયતવિષયગ્રાહી હોવાથી પરિમિત ગ્રાહી છે. આ ચાર જ્ઞાનો જેમ સર્વ વિષયને જાણનારાં બનતાં નથી. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પોતપોતાના નિયતવિષયને જ જાણનારા હોવાથી સર્વવિષયમાંથી અમુક અમુક અંશના જ ગ્રાહક બનશે. અને તે બન્ને વાદીઓએ આવું માન્યું છે. એટલે જ્ઞાનોપયોગ . હોય કે દર્શનોપયોગ હોય, પણ તે બન્નેમાંનો કોઈ પણ એક ઉપયોગ સર્વગ્રાહક ન થવાથી “સર્વજ્ઞ-સર્વદશી” પણું તેઓના મતે ભગવાનમાં ઘટશે નહીં. આ દોષ પણ આવશે. આ રીતે પ્રથમ સમયે જો માત્ર સાકાર જ જાણે તો નિરાવરણતા સમાન હોવાથી સર્વસમયોમાં સાકાર માત્રને જ જાણનારા બનશે. અથવા પ્રથમ સમયે દર્શનાવરણીયનો ક્ષય હોવા છતાં સામાન્યને નથી જાણતા તો તેની જેમ જ ત્યાં જ્ઞાનાવરણીયનો ક્ષય હોવા છતાં વિશેષને પણ ન જાણે આવો અર્થ પણ થશે. તેથી કંઈ ન જાણે આવું માનવું પડશે. અથવા એક અંશને જાણે અને બીજા અંશને ન જાણે તેથી અલ્પજ્ઞ અને અલ્પદર્દીપણું થશે પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું ઘટશે નહીં. આવા ઘણા દોષો આ બન્નેને આવશે. તેથી સર્વને જાણે અને સર્વને દેખે આવો અર્થ કરવો જોઈએ. / ૧૦. परिशुद्धं सायारं, अवियत्तं दंसणं अणायारं ।। ण य खीणावरणिज्जे, जुज्जइ सुवियत्तमवियत्तं ॥ ११ ॥ परिशुद्धं साकारं, अव्यक्तं दर्शनमनाकारम् । न च क्षीणावरणीये, युज्यते सुव्यक्तमव्यक्तम् ॥ ११ ॥ ગાથાર્થ - સાકાર એવો જે બોધ છે તે પરિશુદ્ધ છે એટલે કે વ્યક્તબોધ-સ્પષ્ટબોધ છે અને અનાકાર એવો જે દર્શનાત્મકબોધ છે તે અવ્યક્તબોધ છે પરંતુ ક્ષીણ આવરણવાળા કેવલી પરમાત્મામાં અમુક બોધ સુવ્યક્ત હોય, અને અમુક બોધ અવ્યક્ત હોય આવો ભેદ ઘટી શકતો નથી. // ૧૧ ||. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૧૨ ૧૪૩ વિવેચન - સર્વે પણ વસ્તુઓનું સાકારપણે-વિશેષપણે જે ગ્રહણ છે તે વ્યક્તબોધ છે. સ્પષ્ટબોધ છે. અને તે જ સર્વે વસ્તુઓનું નિરાકારપણે - સામાન્યપણે જે ગ્રહણ છે તે અવ્યક્તબોધ અર્થાત્ અસ્પષ્ટબોધ છે. જ્ઞાન અને દર્શન શબ્દોના આ અર્થો પ્રસિદ્ધ છે. હવે ક્ષીણ આવરણવાળા એટલે કે સર્વથા નિરાવરણ બનેલા એવા શુદ્ધ-બુદ્ધ-નિરંજન એવા આ કેવલી પરમાત્મામાં વ્યક્તબોધ અને અવ્યક્તબોધ આવો ભેદ શી રીતે સંભવે ? કારણ કે આવો ભેદ તો જ્યાં આવરણીયકર્મનો ઉદય હોય ત્યાં જ હોઈ શકે. આ ભેદ આવરણકૃત હોવાથી છદ્મસ્થમાં ઘટી શકે. પરંતુ કેવલી પરમાત્મામાં ન હોઈ શકે. માટે ક્રમવાદ માનો કે સહવાદ માનો પરંતુ ક્ષીણાવરણવાળા કેવલી પરમાત્મામાં વ્યક્તબોધ અને અવ્યક્તબોધ એવા બે ભેદ અર્થાત્ જ્ઞાન-દર્શનનો ભેદ સંભવતો જ નથી. સામાન્યાત્મક અને વિશેષાત્મક એવા ઉભયાત્મકશેયને જાણનારો અને જોનારો એવો એકસ્વભાવાત્મક કેવલીનો બોધ હોય છે. ટીકા - જ્ઞાનસ્ય હિ વ્યńતા પં, વનસ્ય પુનરવ્યસ્તતા, ન ચ ક્ષીળાવરને અતિ व्यक्तताऽव्यक्तते युज्येते । ततः सामान्यविशेषज्ञेयसंस्पृशी उभयैकस्वभाव एवायं केवलिप्रत्ययः ।। ૧ ।। अदिट्टं अण्णायं च, केवली एव भासइ सया वि । एगसमयम्मि हन्दि वयणवियप्पो न संभवइ ।। १२ ।। अदृष्टमज्ञातञ्च केवल्येव भाषते सदाऽपि । एकसमये हन्दि, वचनविकल्पो न सम्भवति ॥ १२ ॥ ગાથાર્થ - કેવલી પરમાત્મા સદાકાલ અદૃષ્ટને અને અજ્ઞાતને જ બોલનારા ઠરશે. આ કારણે જ કેવલી ભગવાન સમસ્ત વસ્તુને એક સમયમાં જ પરિપૂર્ણપણે જોઈને અને જાણીને જ બોલે છે. આવો શાસ્ત્રોક્ત વચનવિકલ્પ (બોલવાનો વ્યવહાર) ઘટશે નહીં. ॥ ૧૨ ॥ વિવેચન - કેવલી પરમાત્મા સર્વથા નિરાવરણ હોવાથી ત્રણે કાળના ત્રણે લોકના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જાણનારા અને જોનારા છે એવું ત્રિકાલાબાધિત શાસ્રવચન છે. પરંતુ ક્રમવાદ માનવામાં કે સહવાદ માનવામાં ઉપરોક્ત શાસ્ત્રવચન સંભવતું જ નથી કારણ કે ક્રમવાદ પ્રમાણે પ્રથમ સમયે સાકારોપયોગ હોવાથી જાણે છે પણ દર્શનોપયોગ ન હોવાથી જોતા નથી એટલે તેનો અર્થ એ થાય છે કે તેઓ અદૃષ્ટને જાણે છે અને બીજા સમયે દર્શનોપયોગ છે. પણ જ્ઞાનોપયોગ નથી, એટલે જે કંઈ દેખે છે. તે સઘળું જ્ઞાત નથી આવો અર્થ થાય છે. અર્થાત્ બીજા સમયે અજ્ઞાતને (નહીં જાણેલાને) દેખે છે. આ પ્રમાણે શેષ સર્વસમયોમાં જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ - ગાથા-૧૩ સન્મતિપ્રકરણ જેમ ક્રમવાદની માન્યતામાં આ દોષ આવે છે. તે જ દોષ સહવાદની માન્યતામાં પણ આવે જ છે. કારણ કે સહવાદમાં ભલે એકસમયમાં બન્ને બોધ સાથે હોય તો પણ જ્ઞાનની અને દર્શનની પોત-પોતાની વિષયમર્યાદા ભિન્ન ભિન્ન માનેલી હોવાથી વિશેષ અને સામાન્યરૂપે બે ભાગમાં વહેંચાયેલી છે તેથી જે ભાગ (વિશેષભાગ) જ્ઞાનથી જ્ઞાત થાય છે તે ભાગ દૃષ્ટ થતો નથી. અને જે ભાગ કેવલદર્શનથી દૃષ્ટ થાય છે તે ભાગ જ્ઞાત થતો નથી એટલે સહવાદમાં પણ અદૃષ્ટને જાણનારા અને અજ્ઞાતને જોનારા કેવલી ભગવાન છે આવો અર્થ તો થશે જ. ૧૪૪ = આ રીતે બન્ને વાદોની માન્યતાને અનુસારે કેવલી ભગવાન અદૃષ્ટને જાણનારા અને અજ્ઞાતને જ જોનારા ઠરશે. તેથી નિરાવરણ એવા આ કેવલી ભગવાન સર્વે પણ દ્રવ્યોના ત્રણેકાલના સર્વે સામાન્ય ભાવો અને સર્વે વિશેષ ભાવો એમ સર્વભાવોના જોનારા અને સર્વ ભાવોના જાણનારા છે આ શાસ્ત્રવચન ઘટતું નથી. આમ થવાથી કેવલી ભગવાન સદાકાલ અદૃષ્ટભાષી અને અજ્ઞાતભાષી જ બનવાના. જે વસ્તુને ભગવાને પ્રથમ સમયના ઉપયોગકાલે જોઈ નથી અને બીજા સમયના ઉપયોગકાલે જાણી નથી એવા ભગવાન થયા. અને કેવલીભગવાન જેવું સૌથી મોટું બીરુદ તેઓ ધરાવે છે. તે ભગવાન તે વસ્તુને જગતના જીવોને સમજાવવા માટે વવવિયો = વચનવિકલ્પ વાણી ફરમાવવાનો વ્યવહાર જે કરે છે. તે કેમ કરે ? અર્થાત્ આવો વચનવ્યવહાર સંભવતો જ નથી. સામાન્ય યોગી મહાત્માઓ પણ ન જાણેલું અને ન જોયેલું “ખોટું બોલાઈ જશે” એવા ભયથી બોલતા નથી, કોઈને સમજાવતા નથી તો આવા પ્રકારના મહાબિરુદવાળા (અર્થાત્ સર્વોપરિ થયેલા અને નિરાવરણ થયેલા મહાત્મા પુરૂષ) ન દેખેલુ અને ન જાણેલુ કેમ બોલે ? અર્થાત્ ન જ બોલે. તેથી તેમનામાં વાણી પ્રકાશવાનો વ્યવહાર સંભવરા જ નહીં. આ વિષયનો વિચાર ક્રમવાદ અને સહવાદ માનનારા આચાર્યોએ કરવો જોઈતો હતો. કારણ કે બન્નેના મતમાં આ દોષ તો આવે જ છે કે જ્ઞાનના વિષયને એટલે વિશેષને જાણે છે પણ દેખતા નથી. અને દર્શનના વિષયને એટલે સામાન્યને દેખે છે પણ જાણતા નથી. ટીકા - અદૃષ્ટમેવ જ્ઞાતં ખાત્યન્યસ્તિીિજ્ઞાનવત્, અજ્ઞાતમેવ ચ દૃષ્ટમજાત વર્ણનવત્ ।। ૨ ।। अण्णायं पासंतो, अद्दिनं च अरहा वियाणंतो । વિં નાળજ્ઞ, વિં પાસફ, જ્જ સવ્વષ્ણુ ત્તિ વા હોડ્।। ૧૨ ।। अज्ञातं पश्यन्, अदृष्टञ्चार्हन् विजानन् । િનાનાતિ, િપયંતિ, થં સર્વજ્ઞ કૃતિ વા મત ।। oરૂ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૩ ગાથાર્થ - અજ્ઞાતવસ્તુને જોતા, અને અદૃષ્ટવસ્તુને જાણતા એવા કેવલી ભગવાન શું જાણે છે? તથા શું જુએ છે અર્થાત્ કંઈ જ જાણતા નથી. કંઈ જ જોતા નથી. તથા તે સર્વજ્ઞ (અને સર્વદર્શી) છે એ વાત પણ કેમ સંભવે ? ૧૩ વિવેચન - ક્રમવાદમાં સમયભેદ છે. અને સહવાદમાં ભલે સમયભેદ નથી. પણ શાનદર્શનનો ભેદ તો અવશ્ય છે જ. એક જ સમયમાં બન્ને ઉપયોગી સાથે છે. આ રીતે બન્ને મતમાં કાલમર્યાદા ભિન્ન ભિન્ન છે. એક આચાર્ય સમયાન્તરે માને છે અને બીજા આચાર્ય એક સમયમાં માને છે. પરંતુ જ્ઞાનોપયોગ એકલા વિશેષને જાણે છે અને દર્શનોપયોગ એકલા સામાન્ય દેખે છે. આવો વિષયભેદ તો તે બન્ને મતમાં છે જ. જ્ઞાનનો વિષય માત્ર વિશેષ અને દર્શનનો વિષય માત્ર સામાન્ય. આમ બન્નેએ માનેલું છે. તેથી બન્ને મતમાં આવું માનવું પ્રાપ્ત થાય છે કે કેવલી પરમાત્મા જે અંશને (ભાગને) દેખે છે તે અંશ તેઓ વડે અજ્ઞાત છે. અને જે અંશને આ ભગવાન જાણે છે તે ભાગ આ ભગવાન વડે અદૃષ્ટ છે તેથી ભગવાન અજ્ઞાત અંશને જોનારા થયા. અને અદૃષ્ટ અંશને જાણનારા થયા. આ પ્રમાણે શેષ સમયોમાં પણ સમજવું. પોતાની ઈચ્છા હોય કે ન હોય તો પણ અજ્ઞાત અંશનું દેખાપણું અને અદૃષ્ટ અંશનું જ્ઞાતાપણું આ બન્ને માન્યતા કેવલી પરમાત્મામાં માનવાની આવીને ઉભી જ રહે છે. હવે ખરેખર વાસ્તવિક જો આમ જ બનતું હોય તો અજ્ઞાતને જોનારા ભગવાને શું જોયું? અર્થાત્ કંઈ જ નથી જોયું, એમ જ સમજવું કારણ કે વસ્તુને જાણ્યા વિના, ઓળખ્યા વિના, પરિચય કર્યા વિના જે જોયું તે સામાન્ય વ્યવહારમાં પણ ન જોયા બરાબર છે કારણ કે કંઈ જ ઉપકાર કરનારું બનતું નથી. માટે ન જોયું જ ગણાય. તેવી જ રીતે અદૃષ્ટને જાણનારા ભગવાને શું જાણ્યું? અર્થાત્ કંઈ જ નથી જાણ્યું. એમ જ સમજવું જોઈએ. કારણ કે સર્વથા સાક્ષાત્ ન જોયેલી વસ્તુનું જાણપણું છઘ0ના જેવું અલ્પ માત્રાવાળું હોવાથી કંઈ જ વિશેષ ઉપકાર કરનારૂં થતું નથી માટે ન જાણ્યું જ ગણાય. આ રીતે અજ્ઞાતને જોનારા અને અદેખને જાણનારા ભગવાન શું જાણે છે અને શું જુએ છે ? એટલે કે કંઈ જ જાણતા નથી અને કંઈ જ જોતા નથી. ટીકા અજ્ઞાત્તિ પથઈ ર નાના: વિં નાનાતિ વિંવા પશ્યતિ? વિઝિતિ भावः । कथं वा तस्य सर्वज्ञता भवेत् ? તથા જ્યારે અજ્ઞાતને દેખે છે ત્યારે તે અંશ અજ્ઞાત હોવાથી સર્વજ્ઞ નથી. અને જ્યારે અષ્ટને જાણે છે ત્યારે તે અંશ અદૃષ્ટ હોવાથી સર્વદશ નથી. આવા વીતરાગ કેવલી પરમાત્મામાં (તેરમા-ચૌદમાં ગુણસ્થાનકે અને સિદ્ધ આત્મામાં) સર્વજ્ઞતા અને સર્વદર્શિતા Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કાષ્ઠ-૨ – ગાથા-૧૪ સન્મતિપ્રકરણ ઘટશે નહીં, પરંતુ અલ્પજ્ઞતા અને અલ્પદર્શિતા એટલે કે ફ્રિજ્ઞતા અને શિક્ઝિર્લૅર્શિતા જ ઘટશે. ત્યાં પણ શાસ્ત્રનો વિરોધ આવશે. ક્રમવાદ માનો કે સહવાદ માનો, તો પણ એક ઉપયોગમાં એક જ વિષય માનેલો હોવાથી બીજો વિષય છુટી જવાથી ઉપરના સઘળા દોષો તેઓને આવે જ છે. જ્ઞાનોપયોગકાલે સામાન્યધર્મોની અદર્શિતા અને સામાન્યોપયોગકાલે વિશેષધર્મોની અજ્ઞાતદશા થવાની આપત્તિ બન્નેને સમાનપણે દોષ રૂપે આવશે. મે ૧૩ II केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणायारं ॥ १४ ॥ केवलज्ञानमनन्तं, यथैव तथा दर्शनमपि प्रज्ञप्तम् । साकारग्रहणाच्च नियमपरीतमनाकारम् ॥ १४ ॥ ગાથાર્થ - (વિષયને આશ્રયી) જૈનશાસ્ત્રોમાં જેમ કેવલજ્ઞાન અનંત કહ્યું છે. તેમ દર્શન પણ (તેની સમાન જ) અનંત પ્રરૂપેલું છે. પરંતુ ઉપયોગભેદ માનવાથી) સાકારગ્રહણથી અનાકારગ્રહણ નિયમાં પરિમિત વિષયવાળું જ (અલ્પવિષયવાળું જ) બનવાનું. / ૧૪ || વિવેચન - કાલને આશ્રયી કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્નેને સાદિ-અનંત શાસ્ત્રમાં કહ્યાં છે. ત્યાં ક્રમવાદ માનવાથી સમયાન્તરે સમયાન્તરે બન્ને ઉપયોગ થવાથી બન્ને સાદિ-સાજો થઈ જાય છે. તેથી સાદિ-અનંતનો પાઠ ક્રમવાદવાળા પક્ષમાં ઘટતો નથી. તેથી ક્રમવાદમાં તો આ દોષ આવે જ છે. પરંતુ સહવાદમાં આ દોષ આવતો નથી કારણ કે તે સહવાદી સર્વસમયોમાં કેવલજ્ઞાનની સાથે કેવલદર્શન પણ માને છે તેથી કાલને આશ્રયી સાદિ-અનંતનો પાઠ સહવાદમાં સંગત થઈ શકે છે. સાદિ-અનંતનો સૂત્રપાઠ ન ઘટવાનો દોષ સહવાદીને આવતો નથી. તેથી સહવાદી પોતે જ ક્રમવાદીને આ દોષ આપીને ગાથા ૭મીમાં પૂર્વકાલમાં પરાભવ કરતા હતા. પરંતુ જેમ કાલને આશ્રયી સાદિ-અનંત છે. તેમ વિષયને આશ્રયી પણ જૈનશાસ્ત્રોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્ને અનંત (અનંતવિષયવાળાં) કહ્યાં છે અને તે પણ પરસ્પર સમાન એવા અનંત વિષયવાળાં કહ્યાં છે. એટલે કે કેવલજ્ઞાનનો જેટલો અનંતો વિષય છે તેટલો જ અનંતો વિષય કેવલદર્શનનો પણ છે. તે આ ઉપયોગ ભેદ માનવાથી ઘટતું નથી. કારણ કે ઉપયોગભેદ માનવામાં કેવલજ્ઞાનનો વિષય માત્ર વિશેષ ધર્મો જ થાય છે. અને કેવલદર્શનનો વિષય માત્ર સામાન્યધર્મો જ થાય છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સાકાર ધર્મો જ માત્ર થાય છે. વિશેષધર્મો જ માત્ર થાય છે અને કેવલદર્શનનો વિષય નિરાકાર ધર્મો જ માત્ર રહે છે. સામાન્ય ધર્મો જ માત્ર રહે છે. બન્નેની વિષય મર્યાદા ભિન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૧૪ ૧૪૭ ભિન્ન માની છે તેથી આમ જ થશે. અને હંમેશાં સાકારધર્મો (વિશેષધર્મો) કરતાં નિરાકારધર્મો (સામાન્યધર્મો) ઓછા જ હોય છે પરિમિત જ હોય છે. તથા નિરાકાર ધર્મો કરતાં સાકાર ધર્મો અનંતગુણા હોય છે. આ રીતે બનવાથી કેવલજ્ઞાન અનંતગુણા વિશેષ ધર્મોનું ગ્રાહક બનવાથી સામાન્યધર્મ માત્રનું જ ગ્રાહક એવું અનાકારોપયોગવાળું કેવલદર્શન તો નિયમ પરિમિતવિષયવાળું જ અર્થાત્ કેવલજ્ઞાન કરતાં અનંતમા ભાગના જ વિષયવાળું બનવાનું. કેવલજ્ઞાન અનંતગુણા વિષયવાળું અને કેવલદર્શન અનંતમા ભાગના વિષયવાળું જ બનવાનું. આમ બન્નેની અસમાન વિષયતા જ થવાની આપત્તિ આવશે. અહીં પણ શાસ્ત્રવિરોધ આવવાનો. ક્રમવાદમાં અને સહવાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગનો ભેદ માનેલ હોવાથી, બન્નેમાંનો એક ઉપયોગ વિશેષનો અને એક ઉપયોગ સામાન્યનો જ, એમ એક એક અંશમાત્રનો જ ગ્રાહક થવાથી ઉપરોક્ત સર્વે પણ દોષો આવે છે. સિદ્ધાન્તકાર શ્રીસિદ્ધસેનજી મહારાજશ્રીએ તર્ક દ્વારા વીણી વીણીને ઉપરોક્ત એક એક દોષો તેઓની સામે ઠાલવ્યા છે. પોતે માનેલા અભેદવાદમાં આમાંનો એક પણ દોષ લાગતો નથી. કારણ કે પોતે એમ માને છે કે સર્વથા ક્ષીણ આવરણવાળા આ કેવલી ભગવાનનું કેવલજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોને અર્થાત્ સર્વધર્મોને જાણે છે એટલે સર્વધર્મોનું ગ્રાહક છે. (એકલા વિશેષ ધર્મમાત્રનું જ ગ્રાહક નથી) તથા આ જ કેવલી ભગવાનનું કેવલદર્શન પણ સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોનું અર્થાત્ સર્વધર્મોને દેખે છે. એટલે સર્વધર્મનું ગ્રાહક છે (એકલા સામાન્યધર્મ માત્રનું જ ગ્રાહક દર્શન નથી.) આ રીતે જ્ઞાન સામાન્ય અને વિશેષ આમ બન્ને પ્રકારના સર્વ ધર્મોને જાણે છે અને દર્શન પણ આ જ સર્વધર્મોને દેખે છે. જાણવું અને દેખવું આ બન્ને જ્ઞાનનાં જ સ્વરૂપો છે. તેથી એક જ ઉપયોગ છે. અભેદ ઉપયોગ છે. ઉપયોગભેદ નથી. એક જ ઉપયોગ સર્વધર્મોને જોવાનું અને જાણવાનું એમ બન્ને કામ કરે છે તેથી એક જ ઉપયોગનાં દેખવાની અને જાણવાની એમ ક્રિયાની વિવિધતાને લીધે દર્શન અને જ્ઞાન એવાં બે નામો છે. ટીકા - સત્ર તાત્પર્યાર્થઃ - યત્વે જ્ઞાનનોર્ન થા, તતડત્યવિષયત્વત્ दर्शनमनन्तं न स्यादिति "अणंते केवलणाणे अणंते केवलदर्शने' इत्यागमविरोधः प्रसज्येत । दर्शनस्य हि ज्ञानाद् भेदे साकारग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकारं सामान्यमात्रावलम्बि केवलदर्शनं यतो नियमेनैकान्तेनैव परीतमल्पं भवतीति कुतो विषयभेदादनन्तता ? આવી માન્યતા ધરાવવાથી ક્ષીણ આવરણવાળા કેવલી ભગવાન સર્વ સમયમાં સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને એકી સાથે જાણે છે તે કેવલજ્ઞાન છે. અને તે જ સર્વ ધર્મોને જુએ છે આ કેવલદર્શન છે. તેથી અલ્પજ્ઞતા કે અલ્પદર્શિતાના કોઈ પણ દોષ આવતા નથી. જે Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કાર્ડ-૨ – ગાથા-૧૫ સન્મતિપ્રકરણ કંઈ જાણે છે તે સર્વ જુએ છે અને જે કંઈ જુએ છે. તે સર્વ જાણે છે. તેથી અજ્ઞાતને જોતા અને અદેખને જાણતા ભગવાન શું જાણે અને શું જુએ? આ દોષ પણ લાગતો નથી. તેથી અભેદવાદ (એકોપયોગવાદ) માનવો એ જ નિર્દોષ માર્ગ છે. આવું ગ્રંથકારશ્રીનું કહેવું છે. ./૧૪| - ઉપરોક્ત સર્વ હકીકત સાંભળીને હવે આ ૧૫મી ગાથામાં ક્રમવાદી આચાર્યશ્રી પોતાનો બચાવપક્ષ રજુ કરે છે - भण्णइ जह चउणाणी, जुज्जइ णियमा तहेव एयं पि । भण्णइ ण पंचणाणी, जहेव अरहा तहेयं पि ॥ १५ ॥ भण्यते यथा चतुर्ज्ञानी, युज्यते नियमात्तथैवैतदपि । भण्यते न पञ्चज्ञानी, यथैवार्हन् तथैतदपि ।। १५ ।। ગાથાર્થ - ક્રમવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં કહે છે કે મતિ આદિ કોઈ પણ એક જ્ઞાનના ઉપયોગવાળો જીવ જેમ લબ્ધિથી ચારજ્ઞાની કહેવાય છે. તેમ કેવલીમાં પણ આ નક્કી ઘટી શકે છે. સિદ્ધાન્તકાર કહે છે કે જેમ અરિહંત ભગવાન પંચજ્ઞાની કહેવાતા નથી. તેમ આ પણ (નથી જ ઘટવાનું એમ) સમજવું. ૧૫ || વિવેચન - ક્રમવાદી અને સહવાદી એમ બન્ને વાદીઓ મતિજ્ઞાની એવા છઘસ્થનું એક ઉદાહરણ આપીને અમેદવાદી એવા સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની સામે પોતાના પક્ષનો બચાવ કરે છે કે - છઘ0 એવા ચાર જ્ઞાનવાળા મહાત્મા પુરૂષને મતિશ્રુત-અવધિ અને મન:પર્યવ આમ ચારે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ પ્રગટ થયેલો હોવાથી શક્તિથી (લબ્ધિથી) ચારે જ્ઞાનો તે આત્માને હોય છે તેથી જ તે “ચતુર્કાની” કહેવાય છે. જેમ કે કેવલજ્ઞાન થયા પૂર્વેના શ્રી ગૌતમસ્વામીજી. પરંતુ ઉપયોગ તો (વપરાશ તો) કોઈ પણ એક જ્ઞાનનો જ કરે છે. જીવસ્વભાવ જ એવો છે કે ચારે જ્ઞાનશક્તિઓનો વપરાશ સાથે હોતો નથી. થતો નથી. આ રીતે એક જ્ઞાનશક્તિનો ઉપયોગ (વપરાશ) હોવા છતાં પણ લબ્ધિને આશ્રયી તે ચાર જ્ઞાની કહેવાય છે. તેમ આ કેવલી પરમાત્મામાં બન્ને આવરણોનો ક્ષાયિકભાવ હોવાથી શક્તિથી (લબ્ધિથી) કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્ને ઘટે છે. બન્ને સાથે જ હોય છે. પરંતુ વપરાશની દૃષ્ટિએ (ઉપયોગની અપેક્ષાએ) એક સમયમાં એક શક્તિનો જ વપરાશ હોય છે બીજા સમયે બીજી શક્તિનો જ વપરાશ કરે છે. આ બચાવ ક્રમવાદી પક્ષનો છે. સહવાદી પક્ષનો એવો બચાવ છે કે ક્ષાયિકભાવ હોવાથી બન્ને લબ્ધિ સાથે પ્રગટ થયેલી જ છે પરંતુ ઉપયોગ એક શક્તિનો વિશેષ ધર્મ જાણવામાં અને બીજી Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૧૫ ૧૪૯ શક્તિનો સામાન્ય ધર્મ જાણવામાં થાય છે સારાંશ કે લબ્ધિથી ચારજ્ઞાનીની જેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે હોય છે પણ ઉપયોગથી ક્રમવાદીની અપેક્ષાએ સમયભેદ અને વિષય ભેદ પ્રમાણે તથા સહવાદીની અપેક્ષાએ માત્ર વિષયભેદ પ્રમાણે આ જ્ઞાન અને દર્શન પ્રવર્તે છે. આ કારણે મતિ આદિ કોઈ પણ એક જ્ઞાનના ઉપયોગવાળો જીવ લબ્ધિથી ચારે જ્ઞાનના વિષયને જાણવાની એકી સાથે શક્તિ ધરાવે છે. તેથી આવા પ્રકારની લબ્ધિની અપેક્ષાએ ચતુર્ગાની પણ કહેવાય છે. તેમ કેવલજ્ઞાની પરમાત્મા જ્ઞાનદર્શનમાંથી કોઈ પણ એકશક્તિનો વપરાશ કરતા હોવા છતાં પણ લબ્ધિથી સર્વને જાણવાની અને સર્વને જોવાની શક્તિ ધરાવે છે તેથી સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. પણ અલ્પજ્ઞ કે અલ્પદશી કહેવાતા નથી. આ રીતે લબ્ધિને આશ્રયી કેવલજ્ઞાની ભગવાનમાં સાદિ-અનંતપણું, સદાકાલ જ્ઞાતાદૃષ્ટાપણું, જ્ઞાતભાષીપણું અને દૃષ્ટભાષીપણું, સદાકાલ સાકાર-નિરાકારને લબ્ધિથી જાણવાજોવાવાળાપણું આમ બધું જ ઘટી શકે છે ઉપરોક્ત તમારો કહેલ એક પણ દોષ અમને આવતો નથી. કેવલી ભગવાન લબ્ધિથી બન્ને શક્તિવાળા અને ઉપયોગથી એક શક્તિના વપરાશવાળા હોય છે. આવો બચાવ ક્રમવાદી અને સહવાદી કરે છે. આ બચાવનું નિરસન કરતાં સિદ્ધાન્તકાર શ્રીસિદ્ધસેનજી મહારાજશ્રી કહે છે કે - મUાર પંચUTUી = છદ્મસ્થની માફક કેવલીમાં લબ્ધિ અને ઉપયોગ (અર્થાત્ શક્તિથી અને વપરાશથી) આવા બે ભેદ સંભવતા જ નથી. છદ્મસ્થ આત્મા, સાવરણ છે, ક્ષયોપશમભાવવાળો જીવ છે, સાથે ઘાતકર્મનો ઔદયિકભાવ પણ છે. તથા મતિ-શ્રુતજ્ઞાન તો મન અને બાધેન્દ્રિય સાપેક્ષ પણ છે. તેથી તેમાં ચાર જ્ઞાન લબ્ધિથી અને એક જ્ઞાન ઉપયોગથી આમ સંભવે. પરંતુ કેવલી પરમાત્મા તો નિરાવરણ છે. ક્ષાયિકમાવવાળા છે. તથા ઘાતી કર્મોના ઉદય અને સત્તા વિનાના છે. તથા બાહ્ય ઈન્દ્રિય અને મન નિરપેક્ષ જ્ઞાનવાળા છે. તેથી તેમાં આવો લબ્ધિ અને ઉપયોગનો જુદો જુદો વ્યવહાર ઘટાવવો તે યોગ્ય નથી. તથા કેવલી ભગવાન સદા ઉપયોગાત્મક જ હોય છે. તેઓને ઉપયોગ મુકવાનો હોતો જ નથી. અન્યથા = જો આમ નહી માનો અને કેવલીમાં પણ લબ્ધિ અને ઉપયોગનો વ્યવહાર ઘટાવશો તો જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિનો ભગવાનને ક્ષય થયેલ છે. પાંચે જ્ઞાન ઉપરનાં પાંચે આવરણો ચાલ્યાં ગયાં હોવાથી લબ્ધિથી પંચજ્ઞાની અને ઉપયોગથી કેવલજ્ઞાની એમ કહેવરાવું જોઈએ. કારણ કે લબ્ધિથી તેઓની પાસે પાંચ જ્ઞાનો પણ છે. ભલે વપરાશથી ઉપયોગમાં એક જ કેવલજ્ઞાન કામ આવતું હોય તો પણ લબ્ધિથી પંચજ્ઞાની કહેવરાવવા જોઈએ. છપ્રસ્થમાં ચારજ્ઞાની ગૌતમસ્વામી મહારાજા પધાર્યા આવું જેમ બોલાય Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ કાડ-૨ – ગાથા-૧૬-૧૭ ૧૫૦ સન્મતિપ્રકરણ છે તેમ પંચજ્ઞાની મહાવીરસ્વામી પરમાત્મા પધાર્યા એવું કહેવરાવું જોઈએ. પરંતુ આવું ક્યાંય બોલાતું નથી. માટે કેવલીમાં લબ્ધિ અને ઉપયોગને આશ્રયી જુદા-જુદા વ્યવહાર હોતા નથી. જે કંઈ વ્યવહાર છે તે સઘળા ઉપયોગને આશ્રયી જ છે. તેથી કેવલીમાં લબ્ધિથી જ્ઞાન શક્તિ અને દર્શનશક્તિ એમ ૨, અને ઉપયોગને આશ્રયી ૧, આવા ભેદ સંભવતા નથી. ટીકામાં કહ્યું છે કે - યથા મોપયો પ્રવૃત્તપિત્યિાત્રિતુની મર્યવસિતવાન उत्पद्यमानतज्ज्ञानसर्वस्योपलब्धिको व्यक्तबोधो ज्ञातदृष्टभाषी ज्ञाता द्रष्टा संज्ञेयवर्ती चावश्यमेव युज्यते तच्छक्तिमत्त्वस्यान्वयात्, तथैतदपि एकत्ववादिना यदपर्यवसितादि केवलिनि प्रेर्यते तद् युज्यते एव । अत्र एकत्ववादिना प्रतिसमाधानं भण्यते यथैवाहन्न पञ्चज्ञानी भवति, तथैतदपि क्रमवादिना यदुच्यते भेदतो ज्ञानवान् दर्शनवानिति च, तदपि न भवतीति સૂત્રતોમપ્રાયઃ || 8 | ક્રમવાદીએ અને સહવાદીએ પોતાના બચાવ માટે આપેલા મતિ-શ્રુતજ્ઞાનના ઉદાહરણનું વધારે સ્પષ્ટીકરણ - पण्णवणिज्जा भावा, समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपजवाण उ अण्णोण्णविलक्खणो विसओ ॥ १६ ॥ तम्हा चउविभागो जुज्जइ, ण उ णाणदंसणं जिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ॥ १७ ॥ प्रज्ञापनीया भावास्समस्तश्रुतज्ञानदर्शनाविषयः । अवधिमनःपर्यवयोस्तु अन्योन्यविलक्षणो विषयः ॥ १६ ॥ तस्माच्चतुर्विभागो युज्यते, न तु ज्ञानदर्शनं जिनानाम् । सकलमनावरणमनन्तमक्षयं केवलं यस्मात् ।। १७ ।। ગાથાર્થ - જેટલા પ્રજ્ઞાપનીય (અભિલાપ્ય) ભાવો છે. તે સર્વે, સમસ્ત શ્રુતજ્ઞાન (અને તેની સાથેના મતિજ્ઞાન) નો, તથા તેના સહચર એવા દર્શનાત્મક બુદ્ધિનો વિષય હોય છે. અવધિજ્ઞાન (અવધિદર્શન) અને મન:પર્યવજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ હોય છે.ll૧૬ll તેથી તે ચારજ્ઞાનમાં અને ત્રણ દર્શનમાં ચારનો (અને ત્રણનો) વિભાગ (ભેદક્રમવર્તિતા) ઘટી શકે છે. પરંતુ જિનેશ્વરોનું જ્ઞાન અને દર્શન તેવું વિભાગવાળું નથી. કારણ 'કે તે જ્ઞાન અને દર્શન સકલ છે. અનાવરણ છે અનંત છે અને અક્ષય છે. / ૧૭ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૬-૧૭ ૧૫૧ વિવેચન - પંદરમી ગાથામાં ક્રમવાદીએ અને સહવાદીએ કેવલી ભગવાનમાં ઉપયોગભેદ સિદ્ધ કરવા માટે મતિજ્ઞાન આદિ ચારજ્ઞાનવાળા જીવનું જે દૃષ્ટાન્ન આપ્યું છે. તે બરાબર નથી. આ વાત પહેલાં પંદરમી ગાથાના જ ઉત્તરાર્ધમાં કહેવાઈ જ ગઈ છે. છતાં આ વાતનું આ બે ગાથામાં વધારે સ્પષ્ટીકરણ કરે છે - મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયને ગ્રહણ કરવા વડે થાય છે અને સમસ્ત એવું શ્રુતજ્ઞાન ફક્ત અભિલાપ્ય ભાવો પુરતું જ પ્રવર્તે છે. એટલે કે મતિજ્ઞાન ફક્ત ઇન્દ્રિય ગ્રાહ્મવિષય પુરતુ અને શ્રુતજ્ઞાન અભિલાપ્ય ભાવો પુરતું જ પ્રવર્તે છે આટલો જ અર્થાત્ તેઓનો પરિમિત જ વિષય છે. હવે અતીન્દ્રિય ભાવો કરતાં ઇન્દ્રિયગમ્ય ભાવો અને અનભિલાપ્યભાવો કરતાં અભિલાપ્યભાવો હંમેશાં અનંતમા ભાગના જ હોય છે. આ - કારણથી શક્ય હોય તેટલું વધારે પ્રગટ થયેલું મતિજ્ઞાન અને વધારે પ્રગટ થયેલું શ્રુતજ્ઞાન (તથા તેના અનુસંધાનમાં આવતી દર્શનાત્મક બુદ્ધિ એટલે કે ચક્ષુદર્શન અચક્ષુદર્શન એમ બે જ્ઞાન અને બે દર્શનો) અલ્પવિષય વાળાં જ છે. સર્વવિષયના અનંતમા ભાગ માત્રને જ જાણનારાં છે. એટલે કે “અસર્વગ્રાહી” છે. તેવી જ રીતે અવધિજ્ઞાન તથા તેના સંબંધવાળું અવધિદર્શન પણ માત્ર રૂપીદ્રવ્યને જ ગ્રહણ કરે છે તથા વળી મન:પર્યવજ્ઞાન તો રૂપી એવી પૌગલિક આઠ વર્ગણાઓમાંથી માત્ર એક મનોવર્ગણાને જ જાણે છે. અને તે પણ અઢી દ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે મનપણે પરિણાવેલ પુદ્ગલોને જ માત્ર જાણે છે. સર્વભાવોની અપેક્ષાએ આ પણ અનંતમા ભાગ માત્રને જ જાણનારાં જ્ઞાન-દર્શનો છે. કારણ કે સર્વ દ્રવ્યો કરતાં રૂપીદ્રવ્યો અને મનોવર્ગણા સદા અલ્પ જ હોવાની છે. તથા રૂપીદ્રવ્યોના કે મનોવર્ગણાના પણ અસર્વપર્યાયોને જ જાણે છે આ રીતે વિચારતાં આ અવધિજ્ઞાન તથા તેના અનુસંધાનમાં અવધિદર્શન અને મન:પર્યવજ્ઞાન પણ અલ્પવિષયને જ ગ્રહણ કરનારાં હોવાથી “અસર્વાર્થગ્રાહી” જ છે. આ પ્રમાણે મતિ આદિ ચાર જ્ઞાનો અને ચક્ષુ આદિ ત્રણ દર્શન અલ્પવિષયગ્રાહી હોવાથી અસવર્થગ્રાહી છે ક્ષાયોપશમિક ભાવવાળાં છે. તેથી તેમાં લબ્ધિથી પોતાના વિષયને જાણવાની શક્તિ હોય અને ઉપયોગથી ક્રમશર એકથી બીજા અને બીજાથી ત્રીજા વિષયમાં પ્રવર્તે એમ ઉપયોગભેદ ક્રમવર્તીપણું આ બધું ઘટી શકે છે. જેમ ચક્ષુરિન્દ્રિય દ્વારા મતિજ્ઞાનનો ઉપયોગ જે કાલે ચાલતો હોય છે. તે કાલે શેષેન્દ્રિય દ્વારા વિષય જાણવાની શક્તિ આત્મામાં હોવા છતાં પણ તેનો ઉપયોગ ન ચાલતો હોય, આમ બને. કારણ કે તે જ્ઞાનો અને તે દર્શનો ઇન્દ્રિયોની અને મનની સહાયથી થનારાં છે. છએ કર્મગ્રંથોના વિષયોનું ઊંડુ શ્રુતજ્ઞાન જેને વર્તે છે તેને લબ્ધિથી તેટલું શ્રુતજ્ઞાન હોવા છતાં પણ જે કાલે જે કર્મગ્રંથ ભણતા-ભણાવતા હોય છે. ત્યારે તેનો ઉપયોગ પ્રવર્તે છે. શેષકર્મગ્રંથોનો નહીં. આ વાત અનુભવસિદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ – ગાથા-૧૬-૧૭ સન્મતિપ્રકરણ અવધિજ્ઞાનથી ઘણા-દ્વીપ-સમુદ્ર સુધી જોવાની લબ્ધિ હોવા છતાં પરમાત્મા મહાવીર પ્રભુના જન્મને જાણવામાં તેનો ઉપયોગ મુક્યો હોય છે. ત્યારે ક્ષત્રિયકુંડ નગર આદિ જ જણાય છે. ૧૫૨ સારાંશ કે જે જ્ઞાનો અને જે દર્શનો અલ્પવિષયવાળાં છે, ક્ષયોપશમની સાથે આવરણીય-કર્મના ઉદયવાળાં છે. એક વિષયના ઉપયોગમાંથી બીજા વિષયના ઉપયોગમાં જવાના કારણે અંતવાળાં છે. અને કાળાન્તરે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી ક્ષય પણ પામનારાં છે. તેવાં આ ચાર જ્ઞાનો અને ત્રણ દર્શનો છે. તેથી તેમાં લબ્ધિને આશ્રયી ચઉનાણી આવો વિભાગ ઘટે છે તથા વારાફરતી જુદા જુદા વિષયને જાણે એમ ક્રમવર્તિતા પણ ઘટે છે પરંતુ સર્વજ્ઞ-સર્વદર્શી એવા કેવલી પરમાત્મામાં આવા પ્રકારનું મતિજ્ઞાનશ્રુતજ્ઞાનનું ઉદાહરણ ઘટાવવું ઉચિત નથી. કારણ કે ચારજ્ઞાન અને ત્રણ દર્શનોની જેમ અસર્વાર્થગ્રાહીતા, સાવરણતા, ક્ષયોપશમ ભાવવાળાપણું, વારાફરતી જુદા જુદા વિષયમાં ઉપયોગનું બદલાવાપણું કે તે ઉપયોગનો નાશ થઈ જવા પણું આ કંઈ જ કેવલી પરમાત્મામાં ઘટતું નથી. કારણ કે આ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્ષાયિકભાવથી પ્રગટ થયેલાં છે. તેથી તે બન્ને સકલ છે. એટલે જાણવા-જોવા પણે પરિપૂર્ણ વિષયને સ્પર્શનારાં છે. તથા અનાવરણ છે. સંપૂર્ણ પણે આવરણ ચાલ્યું જ ગયું છે. અર્થાત્ ક્ષાયિકભાવ છે તથા અનંત છે. વારાફરતી જુદા જુદા વિષયમાં ઉપયોગ બદલાવાથી અંતવાળાં બને તેવાં નથી. હવે કદાપિ જ્ઞાનાવરણીયકર્મ બંધમાં કે ઉદયમાં આવવાનું જ નથી તેથી આ જ્ઞાન-દર્શન નાશ પામનારાં પણ નથી અર્થાત્ અક્ષય છે. અર્થાત્ આ કેવલજ્ઞાન અને કેવલદર્શન સકલ, અનાવરણ અક્ષય અને અનંત છે. મતિ આદિ છાઘસ્થિક શાનો અને દર્શનો પરિમિતવિષયવાળાં, સાવરણ, ક્ષાયોપશમિક-ભાવવાળાં અને ઉપયોગની પરાવૃત્તિએ અંતવાળાં, તથા જ્ઞાનાવરણીયના ઉદયે ક્ષય પામનારાં (ચાલ્યાં જનારાં) છે. તેથી તેમાં ક્રમવર્તીપણું પણ ઘટે, અસર્વાર્થવિષયતા પણ ઘટે, પરંતુ તેનું ઉદાહરણ આ કેવલીમાં ન જ લગાડાય. આ કેવલી ભગવાન પરિમિતવિષયને જાણનારા નથી. પણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી જ જ્ઞાનથી વિશેષ માત્રને જ જાણે છે. અને દર્શનથી સામાન્યમાત્રને જ દેખે છે આવો વ્યવહાર કેવલીમાં સંભવતો જ નથી. તથા સર્વથા નિરાવરણ છે. કેવલજ્ઞાનથી જેમ વિશેષને જાણે છે તેમ તે જ કેવલજ્ઞાનથી સામાન્યને પણ કેમ ન જાણે ? કેવલદર્શનથી જેમ સામાન્યને જુએ છે તેમ તે જ કેવલદર્શનથી વિશેષને પણ કેમ ન જુએ ? અર્થાત્ બન્નેથી બન્નેને જાણે અને બન્નેને જુએ છે આ જ પરમાર્થ છે. અને બરાબર છે. સમાનપણે અનંતવિષયવાળાં છે અને અક્ષત (ક્યારેય નહી ચાલ્યાં જનારાં) છે. તેથી છદ્મસ્થનું આવું ઉદાહરણ કેવલીમાં ઘટાડવાની ભૂલ તે આચાર્યોએ ન કરવી જોઈએ. આ ગ્રન્થના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે. હંમેશાં જે કોઈ ગ્રન્થકર્તા હોય છે તે બીજાની માન્યતાઓનો પરાભવ કરીને પોતાની માન્યતાને જ વધારે તર્કસિદ્ધ અને Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ કાડ-૨ – ગાથા-૧૮ સન્મતિપ્રકરણ ૧૫૩ યુક્તિસિદ્ધ કરે છે. તેમ અહીં પણ ગ્રન્થકર્તાએ ક્રમવાદ અને સહવાદની માન્યતાનો પરાભવ કરીને પોતાને માન્ય અભેદવાદની નિર્દોષપણે સિદ્ધિ કરી છે. આપણને પણ આ ચર્ચા સાંભળતાં આ અભેદવાદની જ વાત વધારેમાં વધારે સંગત હોય અને યુક્તિયુક્ત હોય તેમ જરૂર લાગશે. પરંતુ આ અભેદવાદમાં પણ એક મોટી શંકા તો રહે જ છે કે જો આ રીતે દર્શન અને જ્ઞાનમાં કેવલીપણામાં ભેદ ન જ હોય તો “નફ ના તફયા ન પાસરૂ" ઇત્યાદિ જે આગમપાઠો છે અને અહીં ચોથી ગાથામાં જે પાઠો આપ્યા છે તથા ગ્રન્થકારે પોતે પણ પૂર્વપક્ષકારના મતની રજુઆત કરવાના કાલે જણાવ્યા છે. તે આગમપાઠોનું શું? આગમના સાક્ષીપાઠો તો અત્યન્ત સ્પષ્ટપણે પોકારે છે કે કેવલી જ્યારે જાણે છે ત્યારે જુએ નહીં અને જ્યારે જુએ છે ત્યારે જાણે નહીં. તથા ક્રમવાદને સિદ્ધ કરે તેવો ઉપરોક્ત સૂત્રપાઠનો પ્રઘોષ તો સન્મતિપ્રકરણ ન ભણેલા અને કર્મગ્રન્થાદિના અભ્યાસીઓમાં પણ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. વળી પ્રાથમિક એવા તે અભ્યાસીઓમાં તો એવું પણ પ્રસિદ્ધ છે કે છઘમાં પહેલું દર્શન હોય પછી જ્ઞાન હોય અને બન્ને ઉપયોગ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તન પામે. તથા કેવલી ભગવાનમાં પહેલું જ્ઞાન હોય અને પછી દર્શન હોય અને તે પણ સમયે સમયે ઉપયોગની પરાવૃત્તિ પામે. આ સાક્ષીભૂત આગમપાઠોનો અને પ્રસિદ્ધપ્રઘોષનો આ અભેદવાદી ગ્રન્થકાર શું ઉત્તર આપશે? તેમના પક્ષમાં પણ સાક્ષીપાઠોને સંગત કરવાની મુશ્કેલી તો ઉભી જ રહે છે. તે વાત જાણવા માટે હવે પછીની ૧૮મી આદિ ગાથા જોઈએ. || ૧૬-૧૭ | પોતાના માનેલા અભેદવાદમાં આવતા આગમવિરોધનો પરિહાર કરતાં કહે છે - परवत्तव्वयपक्खा, अविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसिं, वियंजणं जाणओ कुणइ ।। १८ ॥ परवक्तव्यपक्षा अविशिष्टास्तेषु तेषु तेषु सूत्रेषु ।। ઉર્થાત્યા તુ તેષાં, બ્રૂન (ચારડ્યાં) : રોતિ મે ૨૮ || ગાથાર્થ - તે તે આગમસૂત્રોમાં લખેલા પાઠો (જ્યાં સુધી વિશિષ્ટ કરવામાં ન આવે જો કોઈ અપેક્ષાવિશેષ લગાડવામાં ન આવે, આગળ-પાછળ કોઈ વિવક્ષા જોડવામાં જો ન આવે તો) પરદર્શનના વક્તવ્યવાળા પક્ષની સમાન પક્ષો છે. પરંતુ જાણકાર (શાસ્ત્રનો અનુભવી) માણસ અર્થની સંગતિને અનુસાર તે આગમપાઠોનો અપેક્ષા લગાડવાપૂર્વક વિભાગ કરે છે. જે ૧૮ | Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ – ગાથા-૧૮ સન્મતિપ્રકરણ વિવેચન - આ અભેદવાદ તર્કથી અને યુક્તિપ્રમાણોથી એવો સંગત થાય છે કે જાણે આ પક્ષ જ સાચો છે. આ અભેદવાદની જ વાત નિર્વિવાદ છે. પરંતુ આગમપાઠોના વિરોધનું શું કરવું ? તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે - તે તે આગમશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે લખાયેલાં જે જે વાક્યો (પાઠો) હોય છે તેને જો તમે વિશિષ્ટ ન કરો, ફેંદો નહીં, ઊંડા ઉતરો · નહીં, કયા આશયથી અને કઈ અપેક્ષાએ આ વાક્યો લખાયાં છે. તે જો જાણો નહીં અને લખાયેલા શબ્દો અને કેવળ તદ્વાચ્ય શબ્દાર્થોને જ પોપટીયા જ્ઞાનમાત્રથી જ ઉપરછલ્લી રીતે વિચારો તો તમને તે તે સૂત્રોમાંથી એવા અર્થો જણાશે કે આ માન્યતા તો પરદર્શનની છે. જૈનદર્શનની નથી. આમ પરદર્શનની માન્યતાવાળા પક્ષોથી વિસા = અભિન્ન અર્થાત્ તુલ્ય તે તે પક્ષો ભાસશે. તેથી જાણકાર અનુભવી કુશળ પુરૂષ તે તે સૂત્રોના અર્થો નય-નિક્ષેપા લગાડીને જૈનદર્શનને માન્ય અર્થ થાય તેવી અર્થસંગતિ કરવાપૂર્વક તે તે સૂત્રોના અર્થનો વિભાગ કરવો જોઈએ. કેવળ શબ્દાર્થમાત્રને પકડી રાખવો જોઈએ નહીં. શબ્દમાત્ર વાચ્ય અર્થને બદલે ઐદંપર્ય અર્થ સમજવો જોઈએ. ૧૫૪ જેમ કે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં જ પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે ‘‘નિત્યાવસ્થિતાન્યરૂપાળિ'' ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને (આગળ સૂત્રમાં કહેવાતા પુદ્ગલાસ્તિકાયને છોડીને શેષ ચાર દ્રવ્યો) અરૂપી છે. આ સૂત્રમાં આ સિવાય · આગળ પાછળ કોઈ બીજો શબ્દ નથી. તેથી શબ્દ પ્રમાણે અર્થ કરતાં ઉપરોક્ત અર્થ જ થાય છે. આ પાંચે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનાં છે માટે નિત્ય છે. પરદ્રવ્યોની સાથે રહેવા છતાં પરદ્રવ્ય સ્વરૂપે થતાં નથી પોતાના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર) છે અને વર્ણાદિ ગુણોથી રહિત છે માટે અરૂપી છે. જૈનદર્શનમાં સર્વત્ર એવી વાત આવે છે કે સર્વ દ્રવ્યો નિત્યાનિત્ય છે. પરિણામીનિત્ય છે. આ વાત સાચી માનવી કે કેવલ નિત્યત્વને કહેનારી તત્ત્વાર્થસૂત્રની પાંચમા અધ્યાયમાં કહેલી ઉપરની વાત સાચી માનવી ? જો તમે આ સૂત્રને કંઈ ફેંદશો નહીં, કોઈ અપેક્ષા લગાડશો નહીં, કોઈ રીતે જો વિભાગ કરશો નહીં તો એકલા નિત્યત્વને કહેનારૂં આ સૂત્ર શું સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિકદર્શનના વક્તવ્યતા જેવું નહી બની જાય ? શું એકલું નિત્યત્વ જૈનદર્શનકારોને માન્ય છે ? તો અનુભવી કુશલ પુરૂષે અહીં શું કરવું જોઈએ ? કહેવું જ પડશે કે આ વાક્ય દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી લખાયું છે. દ્રવ્યદૃષ્ટિએ • પાંચે દ્રવ્યો નિત્ય છે. તો આ દ્રવ્યયર્થિકનયની અપેક્ષા અથવા દ્રવ્યની દૃષ્ટિ ભલે મૂળસૂત્રમાં લખી નથી તો પણ અર્થની સંગતિ કરવા કુશલ અનુભવી પુરૂષે નય લગાડવો જોઈએ, તેમ નવા ગાળણૅ આ પાઠમાં પણ જાણકાર મહાત્માઓએ અપેક્ષા લગાડવી જોઈએ. બીજા શાસ્ત્રપાઠોની સાથે વિરોધ ન આવે તેવો અર્થ આ પાઠનો કરવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૮ તત્ત્વાર્થાધિગમના તે જ સૂત્રમાં જીવને અરૂપી કહ્યો છે. હવે શરીર ધારી જીવ રૂપી પણ છે. એટલે આ સૂત્રમાં સિદ્ધસ્થાવસ્થામાં રહેલા, તથા કર્મ અને શરીર રહિત એવા મૂળભૂત જીવદ્રવ્યની અપેક્ષાએ અરૂપી કહ્યો છે. આવી અપેક્ષા પણ અનુભવીએ લગાડવી જ પડે છે. પ્રશ્ન - “ગડુ ગાડું, તફા ન પાસ વિ' તથા “સમર્થ પાલત તં સમર્થ ‘નો પતિ વત્ની' આ પાઠમાં તો અતિશય સ્પષ્ટ જ લખ્યું છે કે કેવલી આત્મા જે સમયે જાણે તે સમયે ન જુએ અને જે સમયે જુએ તે સમયે ન જાણે, અહીં કોઈ બીજી અપેક્ષા લગાડીને કે બીજો કોઈ અર્થ કરીને સૂત્રસંગતિ કરી શકાય એવો કોઈ વિકલ્પ જ દેખાતો નથી, કોઈ નયભેદ પણ દેખાતો નથી. તો નવી વિવેક્ષા વળી અહીં શું હોઈ શકે ? ઉત્તર - ગાથા ૧ થી ૧૭માં એટલી બધી લંબાણપૂર્વક ચર્ચા કરી છે અને તે ચર્ચા સાંભળતાં તર્કથી, યુક્તિથી અને પ્રમાણથી આ વાત એક ચોક્કસ નક્કી થાય છે કે કેવલી પરમાત્મા સર્વઘાતકર્મના ક્ષયવાળા હોવાથી, નિરાવરણ હોવાથી, તેઓના ઉપયોગમાં કોઈ પ્રતિબંધક તત્ત્વ નહી હોવાથી અને શાસ્ત્રોમાં સર્વજ્ઞ-સર્વદર્શી કહ્યા હોવાથી આવા કેવલી પરમાત્મામાં તો ક્રમશર ઉપયોગ કે એક સમયમાં ઉપયોગ ભેદ કોઈ રીતે ઘટી શકતો નથી. તો અહીં ઘનઘાતી કર્મોના ક્ષયવાળા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે બીરાજમાન અને સિદ્ધાવસ્થામાં બીરાજમાન યથાર્થ સર્વજ્ઞ સર્વદર્શ એવા કેવલી ન લેતાં “ઔપચારિક” કેવલી લેવા જોઈએ. અર્થાત્ આ પાઠ ઔપચારિક કેવલીને આશ્રયી છે. એવી વિવક્ષા-અપેક્ષા લગાડવી જોઈએ. મૂલ પાઠમાં સર્વત્ર “વની" એવો વિશેષ્યવાચી જ શબ્દ છે. તેની આગળ વિશેષણ આપણે જ વિવક્ષાથી જોડવું જોઈએ કે કેવલી બે જાતના છે. (૧) યથાર્થકેવલી અને (૨) ઔપચારિક કેવલી. આ સૂત્રપાઠ યથાર્થકેવલીને આશ્રયીને સંગત થતો નથી તેથી અવશ્ય આ પાઠ ઔપચારિક કેવલીને આશ્રયી જ છે એવો નિર્ણય કરીને કેવલી શબ્દની આગળ “ઔપચારિક” એવું વિશેષણ કુશલ અનુભવી પુરૂષે લગાડીને બન્ને સૂત્રપાઠોની સંગતિ કરવી જોઈએ. પ્રશ્ન - “ઔપચારિક” કેવલી એટલે શું? શું કેવલી પણ ઔપચારિક હોય? આવા ઔપચારિક કેવલી કોણ હોય ? કેવલીમાં આવો ભેદ અમે ક્યારેય જાણ્યો નથી અને સાંભળ્યો પણ નથી. ઉત્તર - ચૌદ પૂર્વધારી, દ્વાદશાંગીના જાણકાર ભદ્રબાહુ સ્વામી વિગેરે જેવા મહાત્મા પુરૂષોને “શ્રુતકેવલી” જે કહેવાય છે તે ઔપચારિકકેવલી જાણવા. એટલું બધું વિશિષ્ટ શ્રુતજ્ઞાન હોય અથવા અવધિજ્ઞાન હોય અથવા મન:પર્યવજ્ઞાન હોય કે જે કેવલીપરમાત્માતુલ્ય ઉત્તર આપે, કેવલી જેવી ભવ્ય દેશના આપે, કેવલી જેવો સંતોષ આપે, ખ્યાલ પણ ન આવે Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કાર્ડ-૨ – ગાથા-૧૮ સન્મતિપ્રકરણ કે આ કેવલી નથી. આવા પ્રકારના કેવલી પરમાત્માની તુલ્ય સભાને સંતોષ આપનારા શ્રુતાદિ જ્ઞાનવાળાને પણ ઉપચારથી કેવલી કહેવાય છે. તે શ્રુતકેવલી, અવધિકેવલી અને મન:પર્યવકેવલી એવા છઘ0 મહાત્મા પુરૂષો “ઔપચારિક કેવલી કહેવાય છે. તેઓને આશ્રયી આ સર્વે શાસ્ત્રપાઠો છે. આમ કુશળ અનુભવી એવા શાસ્ત્રજ્ઞ પુરૂષોએ અર્થ કરવો જોઈએ. પ્રશ્ન - પ્રજ્ઞાપનાસૂત્ર અને ભગવતીજી સૂત્ર આદિમાં લખેલા ઉપરોક્ત સૂત્રપાઠીમાં યથાર્થકેવલી ન લેતાં ઔપચારિકકેવલી લેવા. એવો આશય તે તે સૂત્રકારોના હૃદયમાં હશે, તેની ખાત્રી શું? તેમાં પ્રમાણ શું? અહીં ઔપચારિક કેવલી લેવાના છે. પણ યથાર્થ કેવલી લેવાના નથી. એવું તમે કોના આધારે કહો છો ? ઉત્તર - જો કેવલીપદનો યથાર્થકેવલી અર્થ કરીએ તો મૂલસૂત્રોના પાઠોની સંગતિ થતી નથી. પૂર્વાપર ઘણો વિરોધ આવે છે. વળી ૪ થી ૧૭ સુધીની ગાથાઓમાં કહેલા અનેક દોષો આવે છે. તે જ ખાત્રી કરાવે છે અને પ્રમાણ જણાવે છે કે તે તે સૂત્રકારોના હૈયામાં આ જ આશય છે વળી તે તે સૂત્રકારો પણ તીર્થંકરપ્રભુની આશાતનાના ભીરૂ હતા. ઉસૂત્રતાનું પાપ ન લાગે તેના ભયવાળા હતા. તેથી તે મહાપુરુષો દ્વારા નયસાપેક્ષ લખાયેલાં વચનોમાં અનુભવીએ આવા નય લગાડવા જોઈએ. નદીના કાંઠાને પણ પવિત્રતા અને શીતળતા હોવાથી જેમ નદી કહેવાય છે. ગાયના પૂતળાને પણ ગાયસરખી આકૃતિ હોવાથી જેમ ગાય કહેવાય છે. તેમાં કેટલાક છઘ0 મહાત્માઓ પણ સભાને કેવલીની તુલ્ય સંતોષ આપનારા હોવાથી કેવલી કહેવાય છે. કુમારપાલ મહારાજાના પ્રતિબોધક શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીને કલિકાલ સર્વજ્ઞ કહેવાતા જ હતા, આમ આગળ કલિકાલ શબ્દ લગાડીને જેમ સર્વજ્ઞતા ઉપચારાય છે. તેમ આગળ શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાન આવાં વિશેષણો લગાડીને પાઠમાં લખેલા “કેવલી' શબ્દને “વિશિષ્ટ” કરી શકાય છે. જો આવાં વિશેષણો લગાડીને કેવલી' શબ્દને વિશિષ્ટ ન કરો અને અવિશિષ્ટ રાખો તો પરદર્શનના વક્તવ્ય તુલ્ય વિરોધી જ ભાસે, પરંતુ આ રીતે આગળ વિશેષણ જોડીને “વિશિષ્ટ” કરાય તો કોઈ પણ જાતનો વિરોધ આવે નહી અને સર્વ વિરોધો શમી જાય - તેથી જ અનુભવી પુરૂષોએ સર્વ ઠેકાણે નયો લગાડીને સૂત્રોના મૂલપાઠોનો એવો અર્થ કરવો જોઈએ કે બીજા મૂલસૂત્રપાઠોની સાથે ક્યાંય વિરોધ ન આવે. પણ વધારે ને વધારે સંગતિ થાય. ઉપરની ચર્ચાથી આ વાત નક્કી સિદ્ધ થાય છે કે પ્રસ્થ એવા શ્રુતકેવલી, અવધિકેવલી અને મન:પર્યવકેવલીને આશ્રયી આ સઘળા ઉપયોગમેદસૂચક પાઠો છે અને તેઓ સાવરણ હોવાથી અને પ્રસ્થ હોવાથી તેઓમાં ક્રમશર જ ઉપયોગ પ્રવર્તે છે. પ્રશ્ન - જે ચૌદપૂર્વી હોય, પરિપૂર્ણ દ્વાદશાંગીના જાણકાર હોય, ઉત્કૃષ્ટ શ્રુતધર હોય તેઓને શું શ્રુતજ્ઞાનાવરણનો ઉદય હોય ? જેટલું શ્રુતજ્ઞાન હતું તેટલું સઘળુ ય શ્રુત જ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૮ ૧૫૭ તેઓએ પ્રાપ્ત કરી લીધું છે. હવે કંઈ પણ શ્રુતજ્ઞાન બાકી જ રહ્યું નથી. તેથી તો તેઓ ઉત્કૃષ્ટ મૃતધર કહેવાય છે. તેવા ઉત્કૃષ્ટ કૃતધરને શ્રુતજ્ઞાનાવરણીયનો ઉદય કેમ હોય ? તે કર્મો ઉદયમાં આવીને કયા શ્રતને ઢાંક્યું? એવી જ રીતે અલોકમાં પણ લોક જેવડા અસંખ્યાતા ખંડોમાં જો રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકત એટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન કહ્યું છે. જેટલું કહ્યું છે તેટલું જેને થઈ ચુક્યું છે. તેવા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળાને (પરમાવધિવાળાને) શું અવધિજ્ઞાનાવરણનો ઉદય હોય ? તેનાથી આવાર્ય અવધિજ્ઞાન શું? કંઈ બાકી તો છે જ નહીં, આવી જ રીતે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળાને, જેટલી મન:પર્યવજ્ઞાનની મર્યાદા શાસ્ત્રમાં કહી છે તેટલું સઘળું ય મન:પર્યવજ્ઞાન જેને થઈ ચુક્યું છે તેને શું મન:પર્યવજ્ઞાનાવરણનો ઉદય હોય? કંઈ બાકી તો છે જ નહી. પછી તો મન:પર્યવજ્ઞાનાવરણનો ઉદય શેને ઢાંકે? સારાંશ કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળાને, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળાને અને ઉત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાનવાળાને તે તે કર્મોનો ઉદય કેમ ઘટાવવો? આવાર્ય ગુણો તો કોઈ બાકી રહ્યા જ નથી. તે તે ગુણો તો પુરેપુરા ખુલી જ ગયા છે. ઉત્તર - આવા મહાત્મા પુરૂષોને પણ પાંચ જ્ઞાનાવરણીયનો ઉદય નિયમ હોય જ છે. આવાર્ય એવું શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંપૂર્ણપણે પુરેપુરૂ ખુલ્યું જ નથી. જે કંઈ ખુલવાને શક્ય હતું, તેટલું જ ખુલ્યું છે. આ ચારે જ્ઞાનો સંપૂર્ણપણે ક્યારેય પણ ખુલતાં જ નથી. તેથી જ આ ચાર જ્ઞાન લાયોપથમિકભાવનાં જ શાસ્ત્રમાં કહ્યાં છે. સાયિકભાવનાં નહીં, છ વસ્થપણામાં સંપૂર્ણપણે ક્ષય ક્યારેય થતો જ નથી. અને જ્યારે બારમા ગુણઠાણાના ચરમ સમયે ક્ષય થાય છે ત્યારે નિયમાં કેવલજ્ઞાન જ થઈ જાય છે આ ચારજ્ઞાનો રહેતા જ નથી. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીને પણ અનાવૃત શ્રત કરતાં આવૃત શ્રુત અનંતગુણ બાકી હોય છે. ત્યાં શ્રુતજ્ઞાનાવરણનો ઉદય કામ કરે છે. જે જે અભિલાપ્યભાવો છે તેને જાણવા તે શ્રુતજ્ઞાન કહેવાય છે પરંતુ અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ પરમાત્મા બોલે છે. કારણ કે તેઓ બધા જ ભાવને જાણે છે પણ તેઓનું આયુષ્ય પરિમિત છે અને વાચા ક્રમવર્તી છે તથા વળી જે બોલે છે તેનો અનંતમો ભાગ ગણધરો ઝીલે છે. જે ઝીલે છે તેનો પણ અનંતમો ભાગ સૂત્રનિબદ્ધ કરે છે. તેથી ચૌદપૂર્વના સૂત્રપાઠવાળા મહાત્માઓ સૂત્રપાઠથી સમાનબોધવાળા હોય છે. પરંતુ અર્થબોધથી તેઓમાં પણ તરતમતા અર્થાત્ ષસ્થાનપતિત હોય છે. આ રીતે ચૌદપૂર્વધરનું પણ શ્રુતજ્ઞાન, સર્વ-અભિલાપ્યભાવોના શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અનંતમો ભાગ જ ખુલ્લું થયું છે અને તેટલું જ (એટલે તે અનંતમો ભાગ જ) અનાવૃત (પ્રગટ) થયેલું છે. શેષશ્રુત તો આવૃત જ છે. આવી જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં પણ જે Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કાડ-૨ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ અસંખ્યખંડુક કે વિપુલમતિપણું કહ્યું છે તે વધુમાં વધુ આટલું જ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. એમ તે પ્રગટવાની સીમા છે. પણ અવધિજ્ઞાન આટલું જ છે મનઃ પર્યવજ્ઞાન આટલું જ છે એમ ન સમજવું. કારણ કે જો એમ જ હોય તો અસંખ્યાત ખંડુકની સીમા શા માટે ? જો અસંખ્યાત ખંડુકમાં રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકત તેમ અનંતખંડુકમાં કે અલોકમાં ક્યાંય પણ રૂપીદ્રવ્ય હોય તો જોઈ શકત આમ કેમ ન કહ્યું? એટલે આ બધી જે કંઈ સીમાઓ કહી છે તે અવધિજ્ઞાનની કે મન:પર્યવજ્ઞાનની નથી, તેના ક્ષયોપશમભાવની (પ્રગટ થવા પણાની) સીમા છે. તેથી બાકી રહેલા જ્ઞાનને આ આવરણો ઢાંકે જ છે. તથા વળી આ ચારે જ્ઞાનો ક્ષયોપશમભાવનાં છે અને ક્ષયોપશમ ભાવ સદા ઉદયની સાથે જ હોય છે. તેથી ચઉનાણી મહાત્માને પણ આ પાંચ જ્ઞાનાવરણીયકર્મનો ઉદય અવશ્ય હોય છે. વળી મતિ-શ્રુત અને અવધિ આ ત્રણ જ્ઞાનવાળા મહાત્મા પુરૂષો સામાન્યથી ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધીમાં વર્તતા હોય છે. અને મન:પર્યવજ્ઞાનવાળા ૬ થી ૧૨માં વર્તતા હોય છે. ત્યાં આ પાંચ પ્રકૃતિઓનો ધુવોદય કહેલ છે. આ રીતે જે જે ઉત્કૃષ્ટ શ્રુતધર છે અવધિજ્ઞાની છે કે મન:પર્યવજ્ઞાની છે તે તે મહાત્માઓ ધર્મદેશના આદિ દ્વારા સભાને કેવલીની તુલ્ય સંતોષ આપનારા હોવાથી ઉપચારે કેવલી કહેવાય છે. આવા પ્રકારના છઘસ્થ અવસ્થામાં વર્તતા ઔપચારિક કેવલીને આશ્રયીને આ સઘળા આગમપાઠોમાં “જ્યારે જાણે ત્યારે ન જુએ” વિગેરે કહેવાયેલું છે. તેઓ છવસ્થ હોવાથી તેઓમાં ક્રમસર ઉપયોગ અને ઉપયોગભેદ પણ ઘટી શકે છે. માટે કુશલ પુરૂષોએ અર્થની સંગતિને અનુસાર તે તે સૂત્રોનો વિભાગ (વિશિષ્ટ અર્થ) કરવો જોઈએ. શાસ્ત્રમાં પણ આવું એક વાક્ય આવે છે કે “વ્યસ્થાનો વિશેષ પ્રતિપત્તિ ” કોઈ પણ સૂત્રનું વિશેષ વ્યાખ્યાન (વિવેચન-વિવક્ષા) કરવાથી જ વધારે વધારે બોધ થાય છે. તે ૧૮ . જો જ્ઞાન અને દર્શન આ બન્ને એક જ શક્તિનાં બે નામો જ હોય તો મન:પર્યવજ્ઞાનમાં દર્શનશબ્દનો પ્રયોગ કેમ નથી? એટલે કે શાસ્ત્રોમાં મન:પર્યવદર્શન કેમ કહેવાતું નથી ? તે હવે જણાવે છે. जेण मणोविसयगयाणं, दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं, णियमा णाणं तु णिद्दिट्टुं ॥ १९ ॥ येन मनोविषयगतानां, दर्शनं नास्ति द्रव्यजातानाम् । ततो मनःपर्यवज्ञानं, नियमाद् ज्ञानं तु निर्दिष्टम् ॥ १९ ॥ ગાથાર્થ - જે કારણથી મનના વિષયમાં આવેલાં દ્રવ્યસમૂહમાં (મનોવર્ગણાના Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૯ પુગલસમૂહમાં) દર્શન (સામાન્યબોધ) નથી. તેથી જ મન:પર્યવજ્ઞાનને નિયમાં જ્ઞાન જ કહેલું છે. તે ૧૯ || | વિવેચન - ઉપરની ગાથાઓમાં જ્ઞાન અને દર્શનની ઘણી લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી, તે ચર્ચાથી એક અર્થ એ ફલિત થાય છે કે જે કેવલજ્ઞાન છે. તે જ કેવલદર્શન છે. જ્ઞાન અને દર્શન ભિન્ન ભિન્ન ઉપયોગ નથી. એક જ ઉપયોગનાં બે નામો છે. તો મન:પર્યવજ્ઞાન સ્વરૂપ જે જ્ઞાનશક્તિ છે તેને જ મન:પર્યવ-દર્શન જૈનશાસ્ત્રોમાં કેમ કહ્યું નથી? આવી શંકા અહીં થાય છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાત્મક જે જ્ઞાનશક્તિ છે તે ઇન્દ્રિયજન્યબોધ હોવાથી તેનાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શન નામ શાસ્ત્રોમાં છે. અવધિજ્ઞાનમાં અવધિદર્શન નામ શાસ્ત્રમાં છે. કેવલજ્ઞાનમાં કેવલદર્શન નામ શાસ્ત્રમાં છે તેથી મન:પર્યવજ્ઞાનમાં જ આ શંકા ઉઠે છે. કે મન:પર્યવજ્ઞાનની શક્તિને જેમ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. તેમ તે જ જ્ઞાનશક્તિને મન:પર્યવદર્શન પણ કહેવું જોઈએ. અથવા મન:પર્યવમાં જેમ કેવલ જ્ઞાનશબ્દ જ વાપર્યો છે. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ એક જ શક્તિ હોવાથી જ્ઞાનશબ્દનો જ પ્રયોગ કેમ કર્યો નથી ? અને દર્શન-જ્ઞાન બે શબ્દપ્રયોગો શા માટે છે ? આ શંકાનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે જે જ્ઞાન છે તે જ દર્શન છે, અને જે દર્શન છે તે જ જ્ઞાન છે. એક જ શક્તિનાં જોવા અને જાણવાની ક્રિયાત્મદે બે નામ છે. આવી વ્યાખ્યા જે સમજાવવામાં આવી છે. તે કેવલીને આશ્રયી જાણવી. કારણ કે તે નિરાવરણ હોવાથી સર્વ ભાવોને જાણે છે અને સાક્ષાત્ જુએ છે. સર્વજ્ઞ છે એટલે સર્વને (સામાન્ય અને વિશેષને એમ બન્નેને) તેઓ જાણે છે, એકલા વિશેષમાત્રને જ જાણે છે. એમ નહીં, તથા સર્વદર્શી છે એટલે સર્વને (સામાન્ય અને વિશેષને એમ બન્નેને) તેઓ દેખે છે. એકલા સામાન્યમાત્રને જ દેખે છે એમ નહીં. આ રીતે જ્ઞાન અને દર્શન બન્ને નામો એક જ શક્તિનાં છે પણ તે માત્ર કેવલજ્ઞાની પરમાત્મામાં જ જાણવું. છગ્રસ્થમાં નહીં કારણ કે છઘસ્થ જીવ સાવરણ છે. આવરણવાળા જીવોમાં તો સામાન્ય ધર્મોનો જે બોધ છે તે દર્શન છે અને વિશેષધર્મોનો જે બોધ છે તે જ્ઞાન છે. આમ દર્શન અને જ્ઞાન ભિન્ન ભિન્ન છે અને તેનો ઉપયોગ પણ અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત ભિન્ન ભિન્ન છે. તથા પ્રથમ નિયમો દર્શનોપયોગ જ હોય છે. તેનો વિશેષ ઉહાપોહ તથા ચિંતન મનન કરતાં કરતાં પછી જ જ્ઞાનોપયોગ પ્રવર્તે છે. આવા જીવોને ચિંતન-મનન-ઉહાપોહ કરવું જ પડે છે. તે કરવાથી જ વિશેષબોધ થાય છે અન્યથા વિશેષબોધ થતો જ નથી. સામાન્યબોધ જ રહે છે. કેવલી ભગવાનમાં તેવું નથી. ત્યાં ચિંતન-મનન નથી, ચિંતન-મનન કરવાથી કેવલીને વિશેષબોધ થાય એવું નથી. તેથી કેવલીમાં તો જે દર્શન છે. તે જ જ્ઞાન કહેવાય છે. પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કાષ્ઠ-૨ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ છપ્રસ્થમાં પૂર્વકાલવર્તી જે સામાન્યબોધ છે તે દર્શન છે અને પશ્ચાત્કાલવર્તી જે વિશેષબોધ છે તે જ્ઞાન છે. આમ છઘસ્થમાં ક્રમવર્તી ઉપયોગભેદ હોય છે. મતિ-શ્રત અને અવધિજ્ઞાનવાળા આત્માઓ પોત પોતાના વિષયને પ્રથમ સામાન્યપણે જ જાણે છે. અને પછી વિશેષપણે જાણે છે તેથી તે ત્રણમાં પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે એમ કહેલ છે. પરંતુ મન:પર્યવજ્ઞાનની બાબતમાં કંઈક જુદુ જ છે. તે એ છે કે મન:પર્યવજ્ઞાનનો વિષય અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે મન રૂપે પરિણમાવાયેલ મનોવર્ગણાના સ્કંધો છે. તે સ્કંધોને આ જ્ઞાન પહેલેથી જ સ્વાભાવિક રીતે જ વિશેષપણે જ જાણે છે. સામાન્યપણે જાણવું તે આ જ્ઞાનનો સ્વભાવ જ નથી. આ કારણે સામાન્યપણે જાણવા પણું ન હોવાથી મન:પર્યવજ્ઞાનમાં મન:પર્યવદર્શન કહ્યું નથી. જ્યારે જ્યારે છદ્મસ્થને આશ્રયી જ્ઞાન અને દર્શનની વ્યાખ્યા કરાય છે. ત્યારે ત્યારે સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આમ વ્યાખ્યા કરવી અને પૂર્વકાલંમાં દર્શન તથા પશ્ચાત્કાલમાં જ્ઞાન આવું ક્રમવર્તિપણું લેવું. ફક્ત કેવલીમાં આમ ન લેવું. નિરાવરણ હોવાથી સૂર્યના પ્રકાશની જેમ પહેલેથી જ સર્વવસ્તુઓને સામાન્ય અને વિશેષ એમ બન્ને રૂપે જાણે છે અને જુએ છે. તેથી જે જ્ઞાન છે તે જ દર્શન છે આવો અર્થ કેવલીમાં કરવો. મન:પર્યવજ્ઞાનવાળો આત્મા છઘ0 જ છે. એટલે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થવું જોઈએ પરંતુ મન:પર્યવજ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે પ્રથમથી જ સ્વગ્રાહ્ય વિષયને વિશેષપણે જ જાણે, સામાન્યપણે નહીં, તેથી ત્યાં દર્શન કહ્યું નથી. જ્ઞાન જ કહ્યું છે. ટીકામાં કહ્યું છે કે - યતો મન:પર્યાયજ્ઞાનવિષયમતીનાં પરમનોવ્યવિશેષા વિરોષरूपतया बाह्यस्य चिन्त्यमानस्य घटादेर्लिङ्गिनो गमकतोपपत्तेः दर्शनं सामान्यरूपं नास्ति द्रव्यरूपाणां चिन्त्यमानालम्बनपरमनोद्रव्यगतानां चिन्त्याविशेषाणां विशेषरूपतया बाह्यार्थगमकत्वात् तद्ग्राहि मनःपर्यायज्ञानं विशेषाकारत्वाद् ज्ञानमेव, ग्राह्यदर्शनाभावाद् ग्राहकेऽपि तदभावः, ततो मनःपर्यायाख्यो बोधो नियमाद् ज्ञानमेवागमे निर्दिष्टो न तु दर्शनम् । केवलं तु सामान्यविशेषोपयोगैकरूपत्वात् केवलं ज्ञानं केवलं दर्शनं चेत्यागमे निर्दिष्टम् । અહીં એક પ્રશ્ન એવો થાય કે સામાન્ય ધર્મો જાણ્યા વિના પ્રથમથી જ વિશેષધર્મોનો બોધ કેમ થાય ? તેનો ઉત્તર આટલો જ માત્ર છે કે “આ જ્ઞાનનો આવો સ્વભાવ છે” જ્યાં સ્વભાવ ઉત્તર આવે છે ત્યારે પુછવાનું કંઈ રહેતું જ નથી. જેમકે ગામડીયા અભણ માણસને ગામડીયો કંઈક ભણેલો એટલે કે વિશિષ્ટ ભણતરની અપેક્ષાએ અભણ માણસ, પોતાની સામાન્ય ભાષામાં જે સમજાવી શકે છે તે વિશેષ ભણેલો વિદ્વાન-વકીલ કે બેરિસ્ટર તે અભણ પુરૂષને સમજાવી શકતો નથી. કારણ કે તેઓની ભાષા પ્રથમથી જ ઉંચી (વિશેષ) જ હોય છે. જેને સામાન્ય માણસ સમજાવી શકે છે તેને વિશેષજ્ઞ સમજાવી શકતો નથી Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૦ ૧૬૧ કારણ કે તેઓની ભાષા જ અથવા તેઓનું જ્ઞાન જ સ્વાભાવિક રીતે વિશેષ જ હોય છે. તેમ મન:પર્યવજ્ઞાનની શક્તિ પહેલેથી જ વિશેષને જ જાણવાની છે. માટે ત્યાં દર્શન કહ્યું નથી. ll૧૯ો. જો કેવલજ્ઞાન અને કેવલદર્શન આમ એક જ શક્તિનાં બે નામો છે પણ દર્શન એ જ્ઞાનથી કોઈ જુદુ તત્ત્વ નથી. તો જૈનશાસ્ત્રોમાં જે પાંચ જ્ઞાન અને ચાર દર્શન કહ્યાં છે એમાં જ્ઞાન-દર્શન ભિન્ન ભિન્ન કેમ ગણાવે છે ? તેનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે - चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा । परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ॥ २० ॥ चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः । परिपठिताः केवलज्ञानदर्शने तेन ते अन्ये ॥ २० ॥ ગાથાર્થ - જૈન શાસ્ત્રોમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એવા દર્શનના ચાર વિકલ્પો કહેલા છે. તેથી તે કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ તે બન્ને કથંચિ ભિન્ન ભિન્ન પણ કહેલાં છે. #Roll વિવેચન - છઘસ્થ આત્મામાં સાવરણતા હોવાથી પ્રથમ સામાન્ય જાણીને ઉહાપોહ કરતાં કરતાં તે છઘસ્થ આત્મા વિશેષ જાણે છે. તેથી ત્યાં દર્શન પ્રથમ થાય છે. પછી જ્ઞાન થાય છે. આમ કાલભેદથી દર્શન અને જ્ઞાનમાં ભેદ સંભવે છે. તથા પ્રથમ સામાન્યને જાણે છે તેને દર્શન કહેવાય છે. પછી વિશેષને જાણે છે તેને જ્ઞાન કહેવાય છે આમ ગ્રાહ્યના ભેદથી પણ દર્શન અને જ્ઞાનમાં ભેદ છે. આ રીતે છઘસ્થમાં તો કાલભેદથી અને ગ્રાહ્યભેદથી (વિષયના ભેદથી) દર્શન અને જ્ઞાનમાં ભેદ ઘટે છે. પરંતુ કેવલી પરમાત્મા તો એક જ સમયમાં સામાન્ય અને વિશેષ એમ સર્વભાવોને સાક્ષાત્ જાણતા હોવાથી સમયભેદ કે વિષયભેદ (ગ્રાહ્યભેદ) સંભવતો જ નથી. તો પછી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ભિન્ન ભિન્ન કહેવાનું કારણ શું ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે કેવલજ્ઞાન અને કેવલ દર્શનમાં સમયભેદ (કાલભેદ) ભલે નથી, તથા વિષયભેદ (ગ્રાહ્યભેદ) પણ ભલે નથી. તો પણ જૈનશાસ્ત્રોમાં સર્વ ઠેકાણે ચક્ષુદર્શન અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શન આમ ચાર પ્રકારનાં દર્શન કહેલાં છે. આવા પ્રકારના જૈનદર્શનના શાસ્ત્રીય જે વ્યવહારો છે તે જ દર્શનભેદની પ્રસિદ્ધિનું કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ – ગાથા-૨૦ સન્મતિપ્રકરણ પ્રશ્ન - પરંતુ જૈનદર્શનના શાસ્ત્રીય વ્યવહારો પણ કોઈ પણ જાતના પ્રયોજન વિના આવા પ્રકારના કેમ પ્રસિદ્ધ થયા ? જૈન શાસ્ત્રકાર ભગવંતો પણ આ તો જાણે જ છે કે કેવલજ્ઞાની પરમાત્મા એક જ સમયમાં સામાન્ય-વિશેષ એમ સર્વભાવોને જાણે-દેખે છે તો શાસ્ત્રકારોએ પણ આવો ભેદવ્યવહાર કેમ કર્યો ? ૧૬૨ ઉત્તર - કેવલજ્ઞાનનું કામ જગતના સર્વદ્રવ્યોના ત્રૈકાલિક સામાન્ય અને વિશેષ એમ સર્વ પર્યાયોને જાણવાનું છે અને કેવલદર્શનનું કામ આ જ ત્રૈકાલિક સામાન્ય અને વિશેષ સર્વપર્યાયોને સાક્ષાત્કાર કરવાનું અર્થાત્ દેખવાનું છે. જેમ આપણે ચક્ષુરિન્દ્રિય દ્વારા ભગવાનની મૂર્તિને સાક્ષાત્ દેખીએ પણ છીએ અને જેટલો શાસ્રાનુભવ હોય તેટલો બોધ તે મૂર્તિમાં કરીએ પણ છીએ, તેની જેમ ‘જાણવું તે જ્ઞાન અને દેખવું તે દર્શન', કેવલી પરમાત્મા કેવલી હોવાથી ચક્ષુની સાહાય્ય વિના આત્મસાક્ષીએ જ આખા જગતને જુએ છે અને જાણે છે. આમ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં કાલભેદ ભલે નથી. વિષયભેદ (ગ્રાહ્યભેદ) ભલે નથી. તો પણ “ક્રિયાભેદ” છે આત્માની એક જ ચેતનાશક્તિ જાણવાની અને જોવાની એમ બે ક્રિયા કરે છે. ભલે આત્મશક્તિ રૂપ ચેતના એક જ હોય છે. તો પણ તે ચેતનાશક્તિ જોવામાં પ્રવર્તે છે તેથી તેને દર્શન કહેવાય છે. અને આ જ ચેતનાશક્તિ જાણવામાં પ્રવર્તે છે તેથી તેને જ્ઞાન કહેવાય છે. આમ એક જ શક્તિ એક જ કાલે બે પ્રકારની (જાણવાની અને જોવાની) ક્રિયા કરે છે. તેથી તે એક શક્તિનો ક્રિયાભેદે ભેદ છે. તેથી જ જૈનશાસ્ત્રોમાં જ્ઞાનદર્શન આવા જુદા શબ્દ ભેદો છે. તથા કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં જુદાં ગણાવ્યાં છે. વિષયની ગ્રાહક એવી ચેતનાશક્તિ જુદી-જુદી નથી, એક જ ચેતનાશક્તિમાં બન્ને પ્રકારના (સામાન્ય અને વિશેષ) ધર્મો જણાતા અને દેખાતા હોવાથી ગ્રાહ્યભેદ પણ નથી, એક જ સમયમાં બધા જ ભાવો જણાતા હોવાથી કાલભેદ પણ નથી. આમ ગ્રાહકભેદ, ગ્રાહ્યભેદ અને કાલભેદ નથી. પરંતુ જોવાની અને જાણવાની એમ બે પ્રકારની ક્રિયા હોવાથી ક્રિયાભેદે બે જુદાં જુદાં નામોનો શાસ્ત્રીય વ્યવહાર પ્રસિદ્ધ છે. કેવલજ્ઞાન તથા કેવલદર્શનમાં ઉપરોક્ત વાત જાણવી. ચક્ષુ-અચક્ષુ અને અવધિદર્શનમાં ક્ષાયોપશમિક ભાવ હોવાથી ગ્રાહ્યભેદ પણ છે. કાલભેદ પણ છે. ક્રિયાભેદ પણ છે. તેથી જ ચેતનાશક્તિ બે ભાગમાં વહેંચાઈ જતાં ગ્રાહકભેદ પણ થાય છે. ॥ ૨૦ II છદ્મસ્થ જીવોમાં મતિ-શ્રુત-અવધિજ્ઞાનમાં સામાન્યને જાણે તે દર્શન અને વિશેષને જાણે તે જ્ઞાન, આમ ગ્રાહ્યના ભેદની અપેક્ષાએ જેમ દર્શન અને જ્ઞાન જુદાં જુદાં કહ્યાં છે. તેવી જ રીતે કેવલીમાં પણ સામાન્યને જાણે તે દર્શન અને વિશેષને જાણે તે જ્ઞાન આવો અર્થ કરીને બીજા કેટલાક એકદેશીય આચાર્યો ગ્રાહ્યના ભેદથી કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૨૧ ૧૬૩ ભેદ ઘટાવે છે પણ તે મત ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી તે મતનું ખંડન કરવા માટે પ્રથમ તે મત ટાંકતાં ગ્રન્થકારશ્રી કહે છે કે दंसणमोग्गहमेत्तं, "घडो" त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि, विसेसणं एत्तियं चेव ।। २१ ॥ दर्शनमवग्रहमात्रं, "घट" इति निर्वर्णना भवति ज्ञानम् । यथाऽत्र केवलयोरपि, विशेषणमेतावदेव ॥ २१ ।। ગાથાર્થ - અવગ્રહ માત્રને દર્શન કહેવાય છે અને “આ ઘટ છે” એવું નિશ્ચિતપણે જે વર્ણન, તે જ્ઞાન કહેવાય છે. જેમ અહીં (મત્યાદિમાં) છે. તેવી જ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આટલી જ વિશેષતા છે. | ૨૧ / વિવેચન - વળી બીજા કેટલાક એકદેશીય આચાર્યો આ જ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ અવશ્ય માને છે. પરંતુ કંઈક જુદી રીતે અભેદ માને છે. તેઓ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ઉદાહરણ આપીને કેવલીના દર્શન અને જ્ઞાનમાં કથંચિ અભેદ તથા કથંચિત્ ભેદ એમ બન્ને સમજાવે છે. પરંતુ તેઓ જે રીતે ઘટાવે છે તેવો અભેદ કેવલીના દર્શન અને જ્ઞાનમાં ઘટતો નથી. તેથી તે મતનું પણ આ પ્રસંગે ખંડન કરવું છે તે માટે પહેલાં તે મત પૂર્વપક્ષ રૂપે કહે છે. મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના ક્રમે જ જ્ઞાન થાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહને ક્યારેક ક્યારેક “અવગ્રહ” સ્વરૂપે એક પણ લેવાય છે. આ પ્રમાણે “અવગ્રહ ઈહા-અપાય અને ધારણા એમ ચારેનો મળીને ઘણા લાંબા કાળ (અંતર્મુહૂર્ત) સુધી ચાલતો જે ઉપયોગ છે તેને “મતિજ્ઞાન રૂપે” એક ઉપયોગ જ કહેવાય છે. તો પણ તેમાં પ્રાથમિક જે અવગ્રહ માત્ર છે તે અસ્પષ્ટ બોધાત્મક હોવાથી દર્શન કહેવાય છે અને “આ ઘટ જ છે” આવા પ્રકારના ઘટના નિર્ણયને કહેનારો “અપાય અને ધારણા” રૂપ જે બોધ છે તે સ્પષ્ટબોધાત્મક હોવાથી જ્ઞાન કહેવાય છે. સારાંશ કે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ આ પૂર્વકાલવ જે અસ્પષ્ણાંશ ગ્રાહી બોધ છે. તે દર્શન અને અપાયધારણા કે જે પશ્ચાત્કાલવ સ્પષ્ટશગ્રાહી બોધ છે તે જ્ઞાન કહેવાય છે. આમ ભેદ પણ છે. તથા ચારેને (અથવા પાંચને) પણ “આ પણ મતિ, આ પણ મતિ, આ પણ મતિ” આમ મતિના ઉપયોગ પણે અભેદ પણ કહેવાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આમ જ જાણવું. એમ કેટલાક આચાર્યોનું કહેવું છે. કેવલી પરમાત્મા પણ “કેવલ ઉપયોગ રૂપે” સુદીર્ઘકાલ સુધી જે એક ઉપયોગમાં વર્તે છે તેમાં જગતના સર્વે પદાર્થોને પ્રથમ વિશેષપણે જાણે દેખે છે. અને ત્યારબાદ તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કાર્ડ-૨ – ગાથા-૨૨ સન્મતિપ્રકરણ સઘળા પદાર્થોને સામાન્યપણે જાણે-દેખે છે તેથી પૂર્વકાલવાર્તા વિશેષ ધર્માશનો જે બોધ છે તે કેવલજ્ઞાન છે. અને ઉત્તરકાલવર્તી સામાન્યધર્માશનો જે બોધ છે તે કેવલદર્શન છે આમ કાલભેદે તથા વિષયભેદે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ભેદ છે તથા અવગ્રહાદિ ચારે “મતિ ઉપયોગ રૂપે” જેમ એક છે. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ “કેવલ ઉપયોગ રૂપે એક છે અર્થાત્ અભેદ છે. આ નવા મતવાળા આચાર્યોને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં અભેદ અવશ્ય સ્વીકાર્ય છે. પરંતુ “કેવલપણાના ઉપયોગ પણે” અભેદ છે. આમ તેઓનું માનવું અને કહેવું છે. તેમાં પૂર્વકાલવર્તી બોધ તે જ્ઞાન અને ઉત્તરકાલવતી બોધ તે દર્શન, વિશેષધર્મગ્રાહી જે બોધ તે જ્ઞાન અને સામાન્યધર્મગ્રાહી જે બોધ તે દર્શન આમ કાલભેદથી અને ગ્રાહ્ય એવા વિષયના ભેદથી કેવલમાં ભેદ પણ છે અને કેવલ ઉપયોગરૂપે અભેદ પણ છે આ રીતે ભેદસાપેક્ષ અભેદ છે. આમ તેઓનું કહેવું છે. તેથી જ તેઓ આ સમજાવવા “મતિના ઉપયોગનું” ઉદાહરણ આપે છે. / ૨૧ / ગ્રન્થકાર શ્રી સિધ્ધસેન દિવાકરસૂરિજીને અન્ય આચાર્યોનો આ મત પણ માન્ય નથી. કારણ કે તેમાં અભેદ ઔપચારિક બને છે અને ભેદ વાસ્તવિક દેખાય છે. નિરાવરણ કેવલીમાં આવું ન હોય. તે સમજાવતાં અને ઉપરોક્ત આચાર્યોના મતનું ખંડન કરતાં જણાવે છે કે दंसणपुव्वं णाणं, णाणनिमित्तं तु दंसणं णत्थि । तेण सुविणिच्छियामो, दंसणणाणाण अन्नत्तं ॥ २२ ॥ दर्शनपूर्वं ज्ञानं, ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । તેન સુવિનાશનુમ:, તનજ્ઞાનયોરન્યત્વમ્ ૨૨ | ગાથાર્થ - દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. પરંતુ જ્ઞાનપૂર્વક દર્શન ક્યાંય હોતું નથી. તેથી અમે સારી રીતે નિર્ણય જાહેર કરીએ છીએ કે પ્રસ્થમાં જ દર્શન અને જ્ઞાનમાં અન્યત્વ (ભદ) હોય છે. તે ૨૨ . | વિવેચન - જેમ મતિરૂપે ઉપયોગ એક છે અને તેમાં પૂર્વવર્તી અવગ્રહ-ઈહા પણે રહેલું જે જ્ઞાન છે. તે સામાન્યબોધ હોવાથી દર્શન છે. અને અપાય-ધારણા રૂપે જે જ્ઞાન છે એ વિશેષબોધ હોવાથી જ્ઞાન છે. આમ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ આપીને જે અન્ય આચાર્યો કેવલીમાં પણ કેવલઉપયોગ રૂપે અભેદ સમજાવે છે અને સામાન્યબોધ તે કેવલદર્શન અને વિશેષબોધ તે કેવલજ્ઞાન આવો ભેદ સમજાવે છે. પણ તેમ માનવા જતાં મતિજ્ઞાનાદિની જેમ પ્રથમ દર્શન અને પછી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું જ માનવું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાપડ-૨ - ગાથા-૨૨ ૧૬૫ મતિજ્ઞાન તો છાઘસ્થિક જ્ઞાન છે. તેને તો એટલે કે છઘસ્થને તો મનન કરવા પૂર્વક જ્ઞાન થાય છે. તેથી તેમાં તો દર્શનપૂર્વક જ્ઞાન થાય, આમ આ વાત સંભવે છે. પરંતુ દાર્ટાબ્લિક એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં આમ ઘટી શકે નહીં, કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ એક લબ્ધિ વિશિષ્ટ હોવાથી, અને સર્વે પણ લબ્ધિઓ સાકાર ઉપયોગ જ પ્રગટ થતી હોવાથી આવા પ્રકારના સૈદ્ધાત્ત્વિક નિયમાનુસાર કેવલજ્ઞાનની પ્રાપ્તિના પ્રથમ સમયે ક્રમવાદ પ્રમાણે તો જ્ઞાનોપયોગ જ માનવો પડે, પછી જ દર્શનોપયોગ મનાય. આમ માનવા જતાં “જ્ઞાન પૂર્વક દર્શન થાય” એવો અર્થ સિદ્ધ થઈ જ જાય છે. જે બરાબર નથી. - તથા મતિજ્ઞાનના ઉદાહરણ પ્રમાણે પ્રથમસમયે દર્શન, બીજા સમયે જ્ઞાન, ત્રીજા સમયે દર્શન, અને ચોથા સમયે જ્ઞાન આમ માનતાં દર્શનપૂર્વક જેમ જ્ઞાન થાય છે. તેમ જ્ઞાનપૂર્વક દર્શન થાય છે. એવો અર્થ પણ આ મત માનવાથી નીકળે છે. પણ શાસ્ત્રોમાં ક્યાંય જ્ઞાનપૂર્વક દર્શન કહ્યું નથી. મતિજ્ઞાન” માં સાવરણદશા છે. અલ્પજ્ઞાન અનાવૃત છે. બહુજ્ઞાન આવૃત છે. તેથી ચિંતન-મનન-ઉહાપોહ દ્વારા જ વિશેષબોધ થાય એ ઉચિત છે. તેથી ત્યાં પ્રથમ સામાન્યબોધ અને પછી ચિંતન-મનન કરવાથી વિશેષબોધ થાય તેથી ત્યાં દર્શનપૂર્વક જ્ઞાન થાય, આ સઘળી વાત બરાબર ઘટે પણ છે અને સંભવી પણ શકે છે. પરંતુ તેનું દૃષ્ટાન્ન આપીને દાન્તિક એવા કેવલજ્ઞાન-કેવલદર્શનમાં તેને અનુસારે અન્ય આચાર્યો વડે જે કલ્પના કરવામાં આવે છે તે ખરેખર કલ્પના જ છે. વાસ્તવિક નથી. કારણ કે ત્યાં નિરાવરણ દશા અને ક્ષાયિકભાવ હોવાથી મતિજ્ઞાનની જેમ સંભવતું નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ એક પ્રકારની મહા લબ્ધિની પ્રાપ્તિ છે. લબ્ધિઓની પ્રાપ્તિકાલે જીવ હંમેશાં વિશિષ્ટોપયોગમાં જ વર્તતો સંભવી શકે છે. સામાન્યોપયોગકાલે આવા પ્રકારની કોઈ પણ લબ્ધિઓ પ્રગટ થતી નથી તેથી પ્રથમ સમયે જ સાકારોપયોગ માનવો જોઈએ ત્યારબાદ જ દર્શનોપયોગ લેવો પડે પણ તેમ લેવા જતાં જ્ઞાનપૂર્વક દર્શનની પ્રાપ્તિનો ક્રમ આવી જાય છે. જૈન શાસ્ત્રોમાં ક્યાંય જ્ઞાનપૂર્વક દર્શનની પ્રાપ્તિ કહી નથી. માટે આ વાત સંભવતી જ નથી. આ રીતે લાંબો વિચાર જો કરીએ તો કેવલજ્ઞાન એ એક લબ્ધિ હોવાથી પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એમ પણ ન ઘટે, અને જ્ઞાનપૂર્વક દર્શનનો અસંભવ હોવાથી પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એમ પણ કેવલીમાં ન ઘટે, તેથી સુવિffછાપો = છાતી ઠોકીને અમે સારી રીતે જોરશોરથી ઉદ્ઘોષણા કરીએ છીએ કે દર્શન અને જ્ઞાનનો જે ભેદ છે. તે છઘસ્થમાં જ છે. અને તે ક્ષયોપશમભાવના કારણે છે. કેવલીમાં ક્ષયોપશમભાવનો અભાવ હોવાથી આવા ભેદાત્મક ક્રમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કાષ્ઠ-૨ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ ટીકામાં કહ્યું છે કે - તનપૂર્વ જ્ઞાનમ, જ્ઞાનનિમિત્ત તું તનં નાસ્તીત્યુ યતઃ सामान्यमुपलभ्य पश्चाद् विशेषमुपलभते, न विपर्येणेत्येवं छद्मस्थावस्थायां हेतुहेतुमद्भावक्रमः । तेनाप्यवगच्छामः कथञ्चित्तयोर्भेदः इति । अयं तु क्षयोपशमनिबन्धनः क्रमः, केवलिनि च तदभावादक्रम इत्युक्तम् । પ્રથમ દર્શન પછી જ્ઞાન આમ જો માનીએ તો લબ્ધિની પ્રાપ્તિ સાકારોપયોગે જ થાય છે તે સિદ્ધાન્તને બાધા આવે છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એમ માનીએ તો જ્ઞાનપૂર્વક દર્શન થાય એવો અર્થ થાય છે. જે સંભવતું નથી શાસ્ત્રોમાં ક્યાંય કહ્યું નથી. તેવું માનવાની આપત્તિ આવે, બન્નેને એક સમયમાં સાથે માનીએ તો એકસમયમાં બે ઉપયોગ સાથે નથી હોતા, તે માનવાની આપત્તિ આવે છે. તથા વળી એક સમયમાં જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગ માનીએ તો પણ જ્ઞાન વિશેષને જ જાણે અને દર્શન સામાન્યને જ દેખે એટલે અલ્પજ્ઞત્વ અને અલ્પદર્શિત્વ જ માનવાની આપત્તિ આવે છે. સર્વજ્ઞ અને સર્વદશી મનાય જ નહીં આવા પ્રકારના બહુ દોષો આવતા હોવાથી અન્ય આચાર્યોના આ સઘળા પણ મત બરાબર નથી, એક સમયમાં અભેદોપયોગ માનવો એ જ સાચો માર્ગ છે અને શ્રેયસ્કર માર્ગ છે. ll ૨૨ // સામાન્ય બોધ તે દર્શન, અને વિશેષબોધ તે જ્ઞાન આટલી પ્રચલિત વ્યાખ્યા જ જો દર્શન-જ્ઞાનની માનવામાં આવે અને તેને અનુસારે કેવલીમાં ભેદભેદ સમજાવવા માટે ઉપરોક્ત અન્ય આચાર્યો વડે જે મતિજ્ઞાનનું દૃષ્ટાન્ત અપાય છે. તેમાં તેઓને બીજો પણ દોષ આવે છે તે હવે જણાવે છે जड ओग्गहमेत्तं दंसणं ति, मण्णसि विसेसियं णाणं । मइणाणमेव दंसणमेवं, सइ होइ निप्फण्णं ॥ २३ ॥ एवं सेसेंदियदंसणम्मि, नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं, घेप्पइ चक्खुम्मि वि तहेव ॥ २४ ॥ यदि अवग्रहमानं दर्शनमिति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं, सत्ति भवति निष्पन्नम् ॥ २३ ॥ एवं शेषेन्द्रियदर्शने, नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।। २४ ॥ ગાથાર્થ - “અવગ્રહમાત્રને (સામાન્યબોધમાત્રને) દર્શન, અને વિશેષબોધમાત્રને જ્ઞાન કહેવાય” આવું જો તમે માનો છો તો એમ હોતે છતે તેમાંથી એ અર્થ નિષ્પન્ન થાય છે કે (વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬, અને ઈહાના ૬ એમ ૧૬ મેદવાળું) મતિજ્ઞાન જ દર્શન સ્વરૂપ થશે. ૨૩ | Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કિડ-૨ – ગાથા-૨૩-૨૪ ૧૬૭ આમ થવાથી ચક્ષુની જેમ શેષ ઇન્દ્રિયોના દર્શનમાં પણ નિયામાં જ્ઞાન જ સિદ્ધ થશે, પરંતુ આ યુક્ત નથી, હવે જો ત્યાં (શેષેન્દ્રિયમાં) દર્શન હોતે છતે જ્ઞાન જ છે આમ કહેશો તો ચક્ષુરિન્દ્રિયમાં પણ તેમજ થશે. / ૨૪ / વિવેચન - પ્રાથમિક અભ્યાસમાં (કર્મગ્રંથાદિકના અભ્યાસકાલે) સર્વત્ર સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આ વાત પ્રસિદ્ધ છે. તથા સામાન્યબોધ થયા પછી તે વિષય સંબંધી ઉહાપોહ કરતાં કરતાં વિશેષબોધ થાય છે. માટે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન આમ સંભવે પણ છે છતાં છદ્મસ્થમાં આમ સંભવે પણ કેવલીમાં આમ સંભવે નહીં તેથી ગ્રન્થકારને આ વ્યાખ્યા છઘસ્થ માટે માન્ય છે પણ કેવલી માટે આ વ્યાખ્યા માન્ય નથી. કેવલીમાં કેવલજ્ઞાનથી ભગવાન એકલા વિશેષ ધર્મોને જાણતા નથી પણ સામાન્ય-વિશેષ એમ બન્ને ધર્મોને જાણે છે તેથી જ સર્વજ્ઞ કહેવાય છે. જો એકલા વિશેષ ધર્મોને જ જાણતા હોત તો અલ્પજ્ઞ કહેવાત. એવી જ રીતે કેવલદર્શનથી પણ એકલા સામાન્ય ધર્મોને ભગવાન જોતા નથી પણ સામાન્ય અને વિશેષ આમ બન્ને ધર્મોને જુએ છે. તેથી જ સર્વદર્શી કહેવાય છે. માટે કેવલીમાં તો જાણવું તે જ્ઞાન અને દેખવું તે દર્શન આટલી જ વ્યાખ્યા ઈષ્ટ છે. સામાન્યધર્મ હોય કે વિશેષધર્મ હોય પણ બન્નેને જાણવા તે જ્ઞાન અને બન્નેને જોવા તે દર્શન આવી વ્યાખ્યા કેવલીમાં ગ્રંથકારશ્રીને ઈષ્ટ છે. તથા સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આ વ્યાખ્યા ગ્રંથકારશ્રીને પ્રસ્થમાં પણ સર્વત્ર માન્ય નથી. તેથી જ આગલી ગાથા ૨૧ માં અન્ય આચાર્યોએ જે મતિજ્ઞાનનું દૃષ્ટાન્ત આપ્યું હતું ત્યાં “અવગ્રહમાત્ર” તે દર્શન આમ જે માનવામાં આવ્યું છે ત્યાં દોષાપત્તિ આપતાં જણાવે છે કે જૈનશાસ્ત્રોમાં ગાથા ૨૦ માં કહ્યા પ્રમાણે ચાર પ્રકારનાં દર્શનો કહ્યાં છે. ચક્ષુ-અચક્ષુ વિગેરે, અન્ય આચાર્યોને ગ્રન્થકારશ્રી પ્રશ્ન કરે છે કે જો તમે “ગોપત્તિ વંસVi" અવગ્રહમાત્રને (સામાન્યબોધ માત્રને જ) દર્શન કહો છો અને વિડ્યુિં છે. વિશેષબોધને જ જ્ઞાન મUofસ = માનો છો. તો તે માન્યતા પ્રમાણે તો ૪ પ્રકારનો વ્યંજનાવગ્રહ, ૬ પ્રકારનો અર્થાવગ્રહ અને ૬ પ્રકારની ઈહા, આમ ૧૬ મેદવાળું સઘળું ય પણ મતિજ્ઞાન દર્શનપણાને જ પામશે, કારણ કે આ ૧૬ ભેદો સામાન્યબોધાત્મક જ છે અને જો એમ જ હોય તો ચક્ષુ દ્વારા થયેલા સામાન્યબોધને જેમ ચક્ષુરિન્દ્રિયનું નામ અલગ કરીને ચક્ષુદર્શન કહ્યું, તેમ શ્રોત્ર, ઘાણ, રસના, સ્પર્શન અને મન દ્વારા થતા સામાન્યબોધને પણ દર્શન જ કહેવાશે. તેથી તે તે ઇન્દ્રિયોથી થતા વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઈહાને અર્થાત્ તે તે સઘળા ૧૬ ભેટવાળા મતિજ્ઞાનને દર્શન જ કહેવાતાં ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શન, ઘાણદર્શન, રસનાદર્શન, સ્પાર્શનદર્શન અને માનસદર્શન આવા ભેદો પણ થશે અને શાસ્ત્રોમાં પણ આવા Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કાડ-૨ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ ભેદો કહેલા હોવા જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં તો શ્રોત્રદર્શનાદિ ભેદો ક્યાંય આવતા નથી. તેથી તમે કહેલી આવી વ્યાખ્યા કરવી આ બરાબર નથી જો ચક્ષુર્જન્ય સામાન્યબોધને ચક્ષુદર્શન કહેવાય છે તો પર્વ સેવિંછબિ નિયા હો = એ જ પ્રમાણે શેષ ઇન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહાદિ જે જે સામાન્યબોધ છે તે સર્વને પણ નિયમા તે તે દર્શન જ કહેવાશે. તેથી ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શનાદિ પણ સિદ્ધ થશે જ, જે શાસ્ત્ર સંગત લાગતું નથી “ ય ગુત્ત' = એટલે કે આ યોગ્ય નથી. કારણ કે આવા પ્રકારનાં ૬ ઇન્દ્રિયોનાં ૬ દર્શનો તથા અવધિ દર્શન અને કેવલ દર્શન ઉમેરીને ૮ દર્શન કર્યા હોય એવો પાઠ ક્યાંય જોવા મળતો નથી. માટે તમારી આ માન્યતા બરાબર નથી. પ્રશ્ન - ચક્ષુરિન્દ્રિયજન્ય સામાન્યબોધને ચક્ષુદર્શન અને શેષ પાંચ ઇન્દ્રિયજન્ય સામાન્યબોધને અચક્ષુદર્શન આમ કહીએ તો ૪ દર્શનમાં જ બધો સમાવેશ થઈ જાય છે અને તેથી જ શાસ્ત્રોમાં ૪ દર્શનની પ્રસિદ્ધિ છે. વળી કર્મગ્રંથાદિના પ્રાથમિક અભ્યાસકાલે પણ આવી વ્યાખ્યા સમજાવવામાં આવે છે કે ચક્ષુ વિનાની શેષ બધી જ ઇન્દ્રિયોથી થતો જે સામાન્ય બોધ તે અચક્ષુદર્શન છે. તો આવી સમજણને અનુસારે સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આમ આ વ્યાખ્યા બરાબર જ છે અને તેનાથી ચક્ષુ-અચક્ષુદર્શનની માન્યતા પણ સંગત થાય છે. અચક્ષુદર્શનમાં સઘળી ઇન્દ્રિયોનો સમાવેશ કરેલ હોવાથી શ્રોત્રદર્શનાદિ ભિન્ન ભિન્ન દર્શન માટેનો પાઠ ન હોય અને તેથી જ આઠ દર્શનનો પાઠ ન હોય તે બરાબર ઉચિત જ છે. કારણ કે અચક્ષુ દર્શનમાં શેષ તે પાંચે દર્શનો સમજી લેવાં જોઈએ. આમ થવાથી (૧૬ ભેદવાળું) સઘળું ય જે મતિજ્ઞાન છે. તે જ જો દર્શન થાય તો તેમાં કંઈ ખોટુ નથી. ઉત્તર - જો આમ “સામાન્યબોધ તે જ દર્શન” હોય તો ચક્ષુને અને શેષ (પાંચ) ઇન્દ્રિયોને અલગ કરીને ચક્ષુ-અચક્ષુ એમ બે દર્શન કહેવાની શી જરૂર ? છએ ઇન્દ્રિયોમાં જે સામાન્યબોધ છે તેને જ તમારે દર્શન કહેવું છે તો “ઇન્દ્રિયદર્શન” એવું એક જ દર્શન કહેવું જોઈએ, ચક્ષુને શેષ પાંચથી અલગ કરી અલગ દર્શન કહેવાનું કારણ શું? કાં તો છએ ઇન્દ્રિયોને ભેગી કરીને “ઇન્દ્રિયદર્શન” એમ એક દર્શન કહો, અથવા એક એક ઇન્દ્રિયને ચક્ષુની જેમ જ જુદી કરીને ચક્ષુદર્શન-શ્રોત્રદર્શન-ધ્રાણ દર્શન એમ ૬ દર્શન કહો, પણ શાસ્ત્રકારો તેમ કરતા નથી અને તેઓ દ્વારા માત્ર એક ચક્ષુને જે જુદી કરવામાં આવી છે તેમાં કંઈક બીજુ તથ્ય કારણ છે. જે તમારી જાણ બહાર છે. તેથી તમારી આ કલ્પના બરાબર નથી. પ્રશ્ન - દર્શન શબ્દનો વાચ્ય અર્થ “જોવું” આ પ્રમાણે થાય છે. અને તે વાચ્ય અર્થ માત્ર ચક્ષુમાં જ લાગુ પડે છે. શેષ ઇન્દ્રિયોમાં “જોવું” એવો વાચ્ય અર્થ લાગુ પડતો નથી Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાઠ-૨ – ગાથા-૨૩-૨૪ ૧૬૯ એટલે કલ્પના કરીને “જાણવું” એવો લક્ષ્ય અર્થ કરવો પડે છે અને તે લક્ષ્ય અર્થ શેષ પાંચે ઇન્દ્રિયોમાં લાગુ પડે છે. માટે વાચ્ય અર્થની પ્રધાનતાએ ચક્ષુને અલગ કરીને ચક્ષુદર્શન કર્યું હોય અને વાચ્ય અર્થ જ્યાં સંગત ન થતો હોય ત્યાં લક્ષ્ય અર્થને પ્રધાન કરીને શેષ પાંચ ઇન્દ્રિયોને સાથે રાખીને અચક્ષુદર્શન કર્યું હોય, આવું કારણ કેમ ન હોય ? અમારી આ કલ્પના સાચી હોઈ શકે છે. ઉત્તર - આ કલ્પના પણ બરાબર નથી. “સામાન્યબોધ તે દર્શન” આ વ્યાખ્યાને વળગી રહેવા માટે તેના એકાન્ત આગ્રહમાંથી જ આ કલ્પના ઉપસ્થિત કરવામાં આવી છે. હકીકત એવી છે કે જ્યારે વાચ્ય અર્થ લેવામાં કોઈ બાધા આવતી હોય તો જ લક્ષ્ય અર્થ કરાય છે. અહીં “અચક્ષુ” નો અર્થ માત્ર મન ઇન્દ્રિય જ લેવાની છે. કારણ કે ચહ્યું અને મન આ બે ઇન્દ્રિયો જ અપ્રાપ્યકારી છે તથા આ બે ઇન્દ્રિયોમાં જ “દર્શન” નો વાચ્ય અર્થ જે “દેખવું” એવું થાય છે. તે વાચ્ય અર્થ ઘટે છે. ચક્ષુ દ્વારા જેમ સાક્ષાત્ દેખાય છે. તેમ પૂર્વે જોયેલી વસ્તુ મન દ્વારા પણ ઔપચારિક રીતિએ સાક્ષાત્ દેખાય છે. પાલીતાણાની જાત્રા કરીને આવેલા પુરૂષને દાદાનો દરબાર મનથી પણ બરાબર દેખાય છે. તેથી “દેખવું” આવા પ્રકારનો વાચ્ય અર્થ ચક્ષુ અને મન બે ઈન્દ્રિયોમાં જ લાગુ પડે છે અને જ્યાં સુધી વાચ્ય અર્થ મળે ત્યાં સુધી લક્ષ્મ અર્થ કરવાનો હોતો નથી. તેથી અપ્રાપ્યકારી એવી આ બે ઇન્દ્રિયોનાં જ આ બે દર્શનો છે અહીં સામાન્યબોધ તે દર્શન એવો અર્થ નથી. આ જ વાત ગ્રન્થકારશ્રી પોતે જ આગળ આવનારી ૨૫મી ગાથામાં કહેવાના છે. હવે આખી વાતનો સાર એ છે કે જો સામાન્યબોધને દર્શન કહેશો તો એ ઇન્દ્રિયોથી થનારા સામાન્યબોધને દર્શન કહેવું પડશે એટલે સોળે ભેદવાળું પ્રાથમિક સઘળું ય મતિજ્ઞાન દર્શન થઈ જશે. તેથી ચક્ષુદર્શનની જેમ શ્રોત્રદર્શનાદિ ૬ પ્રકારનાં દર્શન થતાં અનેક ભેદો થવાની આપત્તિ આવશે. હવે જો આ આપત્તિમાંથી બચવા માટે “સદ તત્ય ખે છેuડું = જો ત્યાં (શેષ પાંચ ઇન્દ્રિયોમાં) જ્ઞાનમાત્ર જ (વિશેષબોધ માત્ર જ) થાય છે. સામાન્યબોધ થતો નથી. તેથી શ્રોત્રદર્શનાદિ ૬ દર્શન કહ્યાં નથી. આમ જો કહેશો તો પછી વ્રુષિ વિ તદેવ = ચક્ષુરિન્દ્રિયમાં પણ તેમજ માનો. ચક્ષુને શા માટે જુદી કરો છો. જો શેષ પાંચ ઇન્દ્રિયોમાં વિશેષબોધ થાય છે. અર્થાત્ જ્ઞાનમાત્ર થાય છે. પણ સામાન્યબોધ થતો નથી. અર્થાત્ દર્શન નથી. એમ માનીને જો શ્રોત્રદર્શનાદિ ન કહેતા હો તો ચક્ષુમાં પણ તેમજ કહો, ચક્ષુદર્શન એવું એક ઇન્દ્રિય માટે અલગ દર્શન કરવાનું પ્રયોજન શું ? માટે તમારી માન્યતા યુક્તિસંગત નથી - જો સામાન્યબોધને દર્શન કહો તો કાં તો છએ ઇન્દ્રિયોમાં ૬ દર્શન કહો અથવા એકલા ચક્ષુર્દશનની માન્યતાને જતી કરો. ૨૩-૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કાડ-૨ – ગાથા-૨૫ સન્મતિપ્રકરણ પ્રશ્ન - “સામાન્યબોધ” તે દર્શન કહેવાય આવી દર્શનશબ્દની વ્યાખ્યા અત્યન્ત પ્રચલિત છે. પણ તમારા તર્કમુજબ આ વ્યાખ્યામાં જો આવી આપત્તિઓ આવે છે. તો હવે દર્શન શબ્દની એવી વ્યાખ્યા શું હોઈ શકે કે જેમાં શાસ્ત્રસમ્મતિ હોય અને પૂર્વાપર આપત્તિઓ ન આવે? આવી શિષ્યની શંકા જાણીને ગ્રન્થકારશ્રી પોતે જ આપત્તિ ન આવે તેવી “દર્શન” શબ્દની નવી જ વ્યાખ્યા જણાવે છે - णाणं अप्पुढे अविसए य, अत्थम्मि स दंसणं होइ । मोत्तुण लिंगओ जं, अणागयाईयविसएसु ॥ २५ ॥ ज्ञानमस्पृष्टेऽविषये चार्थे तदर्शनं भवति । મુવત્વ નિત થના તાતવિયેષુ ૫ રજ | ગાથાર્થ - અનાગત અને અતીત વિષયોને વિષે હેતુ દ્વારા જે અનુમાન જ્ઞાન થાય છે તેને છોડીને અસ્કૃષ્ટ અને (બાલ્વેન્દ્રિયના) અવિષયભૂત પદાર્થને વિષે જે કોઈ જ્ઞાન થાય છે તે (સામાન્યજ્ઞાન હોય કે વિશેષજ્ઞાન હોય પણ બન્ને) જ્ઞાનને જ દર્શન કહેવાય છે. રિપી વિવેચન - જે સામાન્યબોધ તે દર્શન, આવી વ્યાખ્યા ભલે પ્રાથમિક અભ્યાસકાલે જૈન દર્શનમાં પ્રસિદ્ધ હોય પરંતુ ગ્રન્થકારશ્રીને તે માન્ય નથી. કારણ કે કેવલદર્શનમાં સામાન્ય ધર્મમાત્રનો જ બોધ લઈએ તો કેવલજ્ઞાનીને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય નહીં. તથા ચક્ષુરિન્દ્રિયજન્ય અવગ્રહ-ઈહા જેમ સામાન્ય બોધ છે માટે ચક્ષુદર્શન કહેવાય છે. તેમ શેન્દ્રિયજન્ય અવગ્રહ અને ઇહા પણ સામાન્યબોધ હોવાથી શ્રોત્રદર્શન ઘાણદર્શન પણ કહેવરાવાં જોઈએ. આ બધી મુશ્કેલીઓ દેખાતી હોવાથી આવી માન્યતામાં ઘણા દોષો આવતા હોવાથી “દર્શન” શબ્દનો અર્થ કંઈક જુદો જ છે તે કહે છે. ઇન્દ્રિયોની સાથે અસ્પષ્ટ (ન સ્પર્શલા), અને બાહ્ય ઇન્દ્રિયોના અવિષયભૂત એવા પદાર્થોનું જે કોઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે. ફક્ત તેમાં ભૂત-ભાવિના વિષયોનું લિંગ દ્વારા થતું જે અનુમાન અને આગમ આદિ જ્ઞાન છે તેને છોડીને.” આ વ્યાખ્યામાં એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે “જે કોઈ જ્ઞાન છે તે જ દર્શન છે” અર્થાત્ જ્ઞાન અને દર્શન જરા પણ જુદાં નથી દર્શન પૂર્વવર્તી હોય અને જ્ઞાન ઉત્તરવતી હોય એમ પણ નથી, માત્ર સામાન્યબોધ તે દર્શન અને માત્ર વિશેષબોધ તે જ્ઞાન એમ પણ નથી. દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે એમ પણ નથી. સામાન્યબોધ હોય કે વિશેષબોધ હોય, જે કોઈ પ્રત્યક્ષ બોધ થાય છે તેને જ્ઞાન પણ કહેવાય છે અને તે જ્ઞાનને Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૫ જ દર્શન કહેવાય છે. અર્થાત્ જ્ઞાનથી દર્શન, કે દર્શનથી જ્ઞાન કોઈ જુદુ તત્ત્વ નથી. “જે કોઈ જ્ઞાન છે તે સઘળુંય દર્શન છે.” હવે જ્ઞાનની આગળ બે વિશેષણો છે. ૧ અસ્પષ્ટ, અને ૨ અવિષય, તેથી ઇન્દ્રિયોથી અસ્પષ્ટ અને બાહ્ય ઇન્દ્રિયના અવિષયભૂત એવું જે જ્ઞાન છે તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે. બાલ્વેન્દ્રિયોની સાથે નહીં સ્પર્શેલા અને બાહ્યન્દ્રિયોના વિષયભૂત જે ન હોય તેવા વિષયોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા જે કોઈ જ્ઞાન થાય છે તે ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી અસ્કૃષ્ટ વિષયવાળી પણ છે. અને ચક્ષુરિન્દ્રિય રૂપગ્રાહી હોવાથી તે રૂપનો વિષય શેષ (બાકીની ૪). બાલ્વેન્દ્રિયનો અવિષય પણ છે. તેથી ચક્ષુરિન્દ્રિયજન્ય જે કોઈ પ્રત્યક્ષ બોધ થાય છે. (ભલે તે અવગ્રહ હોય, ઈહા હોય, અપાય હોય કે ધારણા હોય) તે બધા જ બોધને ચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુર્જન્ય સામાન્ય અને વિશેષ એવો જે કોઈ બોધ છે તે અસ્પૃષ્ટ અને શેષ બાલ્યન્દ્રિયના અવિષયભૂત છે તથા પ્રત્યક્ષ બોધ પણ છે. તેથી તે ઇન્દ્રિયજન્ય સામાન્યવિશેષ એવા તમામ બોધને ચક્ષુદર્શન કહેવાય છે. તથા મન દ્વારા જે કોઈ અવગ્રહથી ધારણા સુધીનો બોધ થાય છે તે સઘળો ય બોધ, મન અપ્રાપ્યકારી હોવાથી અસ્પષ્ટ પણ છે. અને મન એ અભ્યત્તર ઇન્દ્રિય હોવાથી તેનો જે વિષય છે તે બાહ્ય ઇન્દ્રિયનો અવિષય પણ છે. માટે મનોજન્ય તમામ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. ચક્ષુ અને મન આ બે જ ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. તેથી બે જ ઇન્દ્રિયોમાં અસ્પૃષ્ટ અને શેષ બાધેન્દ્રિયનો અવિષય મળવાનો સંભવ છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના બધા જ બોધને દર્શન કહેવાય છે. શ્રોત્ર વિગેરે શેષ ચારે ઇન્દ્રિયો જન્ય જે કોઈ બોધ છે તે બોધને દર્શન કહેવાતું નથી. કારણ કે આ ઇન્દ્રિયો પ્રાપ્યકારી હોવાથી તેઓનો વિષય અસ્પષ્ટ નથી પણ સ્પષ્ટ છે તથા આ બાધેન્દ્રિયો છે. માટે તેનો જે વિષય છે તે બાધેન્દ્રિયનો અવિષય નથી પણ વિષય છે. તેથી આ ચારે ઇન્દ્રિયજન્ય બોધને દર્શન કહેવાતું નથી. આ કારણે જ જૈન શાસ્ત્રોમાં ક્યાંય શ્રોત્રદર્શન-ધ્રાણદર્શન વિગેરે કહેવાતાં નથી. મતિ-શ્રુતજ્ઞાનમાં ૬ ઇન્દ્રિયોનો ઉપયોગ હોય છે. તેમાં ચહ્યું અને મન આ બે જ ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. તેથી આ બે જ ઇન્દ્રિયો અસ્પૃષ્ટ વિષયને જણાવનાર છે અને શેષ બાલ્વેન્દ્રિયના અવિષયભૂત પણ આ જ બે ઇન્દ્રિયો છે. તેથી ચક્ષુરિન્દ્રિયજન્ય સામાન્ય કે વિશેષ વિષયવાળા તમામ બોધને ચક્ષુદર્શન અને મનોજન્ય સામાન્ય કે વિશેષ વિષયવાળા તમામ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. આમ બે જ ઇન્દ્રિયોનાં બે જ દર્શન છે. અવધિજ્ઞાન દ્વારા દૂર દૂર ક્ષેત્રમાં અને દૂર દૂર કાલમાં રહેલા રૂપી પદાર્થનું જે કંઈ જ્ઞાન થાય છે. તે જ્ઞાન ભલે સામાન્યધર્મવિષયક હોય કે વિશેષધર્મવિષયક હોય પણ તે Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કાર્ડ-૨ – ગાથા-૨૫ સન્મતિપ્રકરણ સઘળાય જ્ઞાનને અવધિદર્શન કહેવાય છે. કારણ કે ઇન્દ્રિયોની સાથે અસ્પષ્ટ પણ છે અને બાધેન્દ્રિયોના અવિષયભૂત પણ છે અને પ્રત્યક્ષ પણ છે. માટે તે સઘળાય અવધિજ્ઞાનને અવધિદર્શન કહેવાય છે. કેવલજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને સર્વભાવોનું જે કોઈ સામાન્ય-વિશેષધર્મોનું જ્ઞાન થાય છે. તે સઘળું ય જ્ઞાન કેવલદર્શન કહેવાય છે. કારણ કે આ બોધ પણ અસ્કૃષ્ટ અને બાધેન્દ્રિયના અવિષયભૂત છે. માટે જે આ કેવલજ્ઞાન છે તે સઘળાય કેવલજ્ઞાનને જ કેવલદર્શન કહેવાય છે. તેથી કેવલદર્શનવાળા પુરૂષને સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. મન:પર્યવજ્ઞાન દ્વારા જે બોધ થાય છે તે બાહ્યઇન્દ્રિયના અવિષયભૂત અવશ્ય છે. પણ સર્વથા અસ્પૃષ્ટ નથી. પણ કંઈક પૃષ્ટ છે. કારણ કે મન:પર્યવજ્ઞાની તે જ મનોવર્ગણાને જાણે છે કે જે મનોવર્ગણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત થઈ હોય અને મનપણે પરિણામ પમાડેલી હોય, હવે વિચાર કરીએ તો સમજાશે કે આ વર્ગણા ચિંતન કરનારા જીવોને સૃષ્ટ છે. તેથી ત્યાં દર્શનશબ્દ લાગુ પડતો નથી. આ વાત આગળ ૨૬મી ગાથામાં આવે જ છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં પ્રાપ્યકારી એવી ચાર ઇન્દ્રિયોથી જે કોઈ જ્ઞાન થાય છે. તે સ્કૃષ્ટ વિષયક હોવાથી દર્શન કહેવાતું નથી. ચક્ષુર્જન્ય બોધ અસ્પૃષ્ટ અને અવિષયભૂત હોવાથી દર્શન કહેવાય છે. મનોજન્ય સઘળો ય પણ બોધ અસ્પૃષ્ટ વિષયક અને બાહ્યન્દ્રિયના અવિષયભૂત છે. તેથી મનોજન્ય સઘળા ય પણ બોધને અચક્ષુદર્શન કહેવાય છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે અતીત-અનાગત અને વર્તમાનકાલના વિષયોવાળુ લિંગ દ્વારા જે અનુમાન જ્ઞાન થાય છે. તથા આગમપ્રમાણથી જે આગમસંબંધી જ્ઞાન થાય છે. તેને છોડીને જે ચિંતન-મનનાત્મક ભાવનામય, વિચારણારૂપ જે જ્ઞાન છે. તેને જ દર્શન કહેવાય છે. ધૂમ જોઈને વહ્નિનું અનુમાન, નદીપૂર જોઈને ઉપરવાસમાં વરસાદનું અનુમાન બહાર ગાડીઓ કે સ્કૂટરોનો ઢગ જોઈને અંદર માણસોનું અનુમાન, ગ્રીન સીગ્નલ જોઈને ટ્રેન આવવાનું અનુમાન, આ બધાં જ્ઞાનો મનોજન્ય છે. અસ્પૃષ્ટવિષયક છે અને બાધેન્દ્રિયના અવિષયભૂત પણ છે. તેથી તેમાં દર્શનશબ્દની વ્યાખ્યા ચાલી જાય છે. પરંતુ તેને જૈનશાસ્ત્રોમાં અનુમાનજ્ઞાન કહેવાય છે. દર્શન કહેવાતું નથી તેથી તેને વર્જીને દર્શન કહેવાય એવો અપવાદ મૂલમાં જ જણાવેલો છે તેથી જ વ્યાખ્યામાં પણ જે પ્રત્યક્ષજ્ઞાન છે તે જ દર્શન કહેવાય છે. આમ પ્રત્યક્ષ શબ્દ જોડવામાં આવ્યો છે. અનુમાનજ્ઞાનને છોડીને અસ્પષ્ટવિષયક અને બાહ્ય ઇન્દ્રિયના અવિષયભૂત પદાર્થોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે. તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે” આ વ્યાખ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત ચક્ષુ-અચક્ષુ-અવધિ અને કેવલદર્શન સિદ્ધ થાય છે. અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ ક્યાંય આવતી Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાઠ-૨ – ગાથા-૨૬ ૧૭૩ નથી. છએ ઇન્દ્રિયજન્ય બોધને દર્શન કહેવાતું નથી. કારણ કે તેમાં ચાર ઇન્દ્રિયો તો પ્રાપ્યકારી જ છે તેથી તે ચાર ઇન્દ્રિયોમાં અસ્પૃષ્ટવિષયક બોધ થતો નથી, ચહ્યું અને મન બે જ અપ્રાપ્યકારી છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના બોધને અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. તેમાં પણ માનસિકજ્ઞાનમાં અતીતાદિવિષયક અનુમાનને છોડીને અચક્ષુ દર્શન જાણવું - કારણ કે અનુમાનજ્ઞાન એ સાક્ષાત્સાન નથી. અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનમાં આ વ્યાખ્યા બરાબર લાગુ પડે છે. તેથી તે બન્ને જ્ઞાનને દર્શન કહેવાય છે. મન:પર્યવજ્ઞાનમાં જે કોઈ બોધ થાય છે. તે મનોવર્ગણાના પુલવિષયક બોધ થાય છે. અને તે પુગલો ચિંતન કરનારા જીવવડે પૃષ્ટ હોવાથી અસ્પૃષ્ટ વિશેષણ ત્યાં સંભવતું નથી. તેથી ત્યાં દર્શન કહેવાતું નથી. આ રીતે અતિવ્યાપ્તિ અવ્યાતિ આદિ દોષ વિનાનું દર્શનનું આ લક્ષણ યથાર્થ જાણવું. ટીકામાં કહ્યું છે કે - મઝૂરેડર્થરૂપે રક્ષા ય તિ પ્રત્યયઃ સ વક્ષનું જ્ઞાનમેવ सत् इन्द्रियाणामविषये च परमाण्वादौ अर्थे मनसा ज्ञानमेव सत् अचक्षुर्दर्शनम्, मुक्त्वा मेघोन्नतिरूपाल्लिङ्गाद् भविष्यवृष्टौ, नदीपूराद् वोपर्यतीतवृष्टौ वा लिङ्गिविषयं यद् ज्ञानम्, तस्यास्पृष्टाविषयस्याप्यदर्शनात् । અનુમાનને છોડીને અસ્પષ્ટ અને બાલ્વેન્દ્રિયના અવિષયનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે.” ૨૫ II દર્શનશબ્દની આ વ્યાખ્યામાં અતિવ્યાપ્તિનું હોવું અને તેનું નિવારણ કરવું તે આ ગાથામાં જણાવે છે - मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ॥ २६ ।। मन:पर्यवज्ञानं दर्शनमिति तेनेह भवति न च युक्तम् । भण्यते ज्ञानं नोइन्द्रिये, न घटादयो यस्मात् ।। २६ ॥ ગાથાર્થ - પ્રશ્ન - ઉપરોક્ત તે વ્યાખ્યા વડે અહીં મન:પર્યવજ્ઞાન પણ મન:પર્યવદર્શન થઈ જશે અને તેને દર્શન કહેવું યોગ્ય નથી, કારણ કે શાસ્ત્રોમાં મન:પર્યવદર્શન ક્યાંય કહ્યું નથી માટે), ઉત્તર - મન:પર્યવજ્ઞાન માત્ર મનોવર્ગણામાં જ પ્રવર્તે છે. પરંતુ તેનાથી ઘટાદિ શેય પદાર્થો જણાતા નથી. / ર૬ | વિવેચન - “બાહ્યઇન્દ્રિયો વડે અસ્કૃષ્ટ અને અગ્રાહ્ય એવા વિષયનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે જ્ઞાન જ દર્શન કહેવાય છે” આવી કોઈ દિવસ નહી સાંભળેલી, નહી જાણેલી ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કાણ્ડ-૨ – ગાથા-૨૬ સન્મતિપ્રકરણ અને નહી અનુભવેલી ગ્રંથકારશ્રીએ કરેલી વ્યાખ્યા સાંભળીને પ્રાથમિક અભ્યાસીઓને તો ઘણું જ આશ્ચર્ય થાય તેમ છે. પણ તર્કથી આમ જ સિદ્ધ થાય છે એટલે સ્વીકારવાનું પણ રહે છે જ, આ વ્યાખ્યા જાણીને જિજ્ઞાસુ જીવોને અહીં એક આવી શંકા થાય છે કે આ વ્યાખ્યા પ્રમાણે તો જે મન:પર્યવજ્ઞાન છે તે પણ દર્શનપણાને પામશે, એટલે અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સંશી પંચેન્દ્રિય જીવોએ મનમાં જે ઘટ-પટ આદિ પદાર્થોનો વિચાર કર્યો હોય છે. તે ઘટ-પટ આદિ પદાર્થો મન:પર્યવજ્ઞાનથી જણાય છે. આ ઘટ-પટ આદિ પદાર્થો મનઃપર્યવજ્ઞાનીને કે (વિચારણા કરનારા એવા) ચિંતક જીવને એમ કોઈને પણ સ્પર્શેલા નથી, એટલે અસ્પૃષ્ટ પણ છે. તથા વિચારણામાં આવેલા તે ઘટ-પટ આદિ પદાર્થો દૂર-દૂર ક્ષેત્રમાં અને દૂર-દૂર કાળમાં સંભવી શકે છે એટલે બાહ્યઇન્દ્રિયનો અવિષય પણ છે જ, તથા જ્ઞાનીને મનઃપર્યવજ્ઞાન દ્વારા સાક્ષાત્ દેખાય પણ છે જ, તેથી અસ્પૃષ્ટ, અગ્રાહ્ય વિષયભૂત ઘટ-પટાદિનું આ સાક્ષાત્ જ્ઞાન હોવાથી આ જ્ઞાનને ઉપરની વ્યાખ્યા પ્રમાણે દર્શન માનવું પડશે. મળપ વળાળ હંસનું ત્તિ તેોહ્ન સ્રોડ્ = તે વ્યાખ્યા (લક્ષણ) પ્રમાણે ફદ = અહીં જે મન:પર્યવજ્ઞાન છે તે જ દર્શન થશે. કારણ કે મનઃપર્યવજ્ઞાન વડે તે વિષયો જણાય છે કે જે ઘટ-પટાદિ પદાર્થો ચિંતક જીવ વડે વિચારાયા છે. અને તે વિષયો સ્પર્શાયેલા નથી કે અન્ય ઇન્દ્રિયોના વિષયભૂત પણ નથી. માટે આ જ્ઞાનને તમારે દર્શન માનવું પડશે, આથી તમને અતિવ્યાપ્તિ આવવાની આપત્તિ આવશે. આવા પ્રકારનો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. હે ગ્રન્થકારશ્રી ! કદાચ તમે એમ કહો કે બહુ જ સારૂં, અમે મન:પર્યવજ્ઞાનને પણ દર્શન કહેવાય છે એમ માની લઈશું અમને તો આ ઈષ્ટાપત્તિ છે. અમારે જે માનવું છે તે તમે જ સિદ્ધ કરી આપ્યું, તો આમ ઈષ્ટાપત્તિ માની લઈ મનઃપર્યવજ્ઞાનને દર્શન માનવું. તે ય નુત્ત ઉચિત નથી, કારણ કે કોઈ પણ જૈનશાસ્ત્રોમાં મન:પર્યવજ્ઞાનને દર્શન માનવામાં આવ્યું જ નથી, મન:પર્યવની સાથે દર્શન શબ્દનો વ્યવહાર ક્યાંય જોવાયો જ નથી. તમે પણ શાસ્ત્રોમાં જે ન હોય, તે કેમ માની શકો ? તે કેમ કહી શકો ? = આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે તમારો આ પ્રશ્ન જ ખોટો છે. શંકા જ અનુચિત છે. કારણ કે તમે જે એમ કહ્યું કે ચિંતકજીવે જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો મનમાં વિચાર્યા, તે મન:પર્યવજ્ઞાનીએ જાણ્યા અને જોયા, તે પદાર્થો અસ્પષ્ટ અને અવિષયભૂત છે. આ જે કંઈ તમે (પ્રશ્નકારે) કહ્યું તે મિથ્યા છે. કારણ કે ઘટ-પટ આદિ ગ્રાહ્ય એવા જે બાહ્ય પદાર્થો છે. તે મનઃપર્યવજ્ઞાનનો વિષય જ નથી, મન:પર્યવજ્ઞાન વડે તે બાહ્ય પદાર્થો જણાતા જ નથી. ચિંતક જીવે મન દ્વારા જે ઘટ-પટ આદિ પદાર્થો વિચાર્યા છે. તે ઘટ-પટ આદિ પદાર્થો તો મનઃપર્યવજ્ઞાનનો વિષય જ બનતો નથી તેથી તમારો આ પ્રશ્ન મિથ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૬ પ્રશ્ન - જો એમ ન હોય, તો મન:પર્યવજ્ઞાનનો વિષય શું? અને ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો કયા જ્ઞાન વડે જણાય છે ? તે ઘટપટાદિ પદાર્થો મન:પર્યવજ્ઞાનવડે ન જણાતા હોય તો કયા જ્ઞાનનો વિષય બને છે ? ઉત્તર - મUUM= હવે ઉત્તર કહેવાય છે કે ICT નોટ્ટવિષ્યિ ચિંતક જીવ વડે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોની વિચારણા કરવામાં કામે લગાડેલાં મનોવર્ગણાનાં જે પુદ્ગલ દ્રવ્યો છે. જેને પરકીય મન કહેવાય છે. તેને જ આ મન:પર્યવજ્ઞાન જાણે છે. પરંતુ ન પદ્રિયો ગઠ્ઠ = ચિંતક જીવ વડે વિચારાયેલા જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો છે એ મન:પર્યવજ્ઞાની આત્મા મન:પર્યવજ્ઞાન વડે જાણતા નથી. મન:પર્યવજ્ઞાની મહાત્મા પુરૂષો મન:પર્યવજ્ઞાન વડે તો માત્ર ચિંતક જીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણામ પમાડાયેલી અર્થાત્ વિચારણામાં જોડેલી પુદ્ગલ દ્રવ્યભૂત એવી મનોવર્ગણાને જ (ચિંતક જીવના દ્રવ્યમનને જ) જાણે છે. ચિંતક જીવનું આ દ્રવ્યમન જ મન:પર્યવજ્ઞાનનો વિષય છે. પરંતુ ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોને તે જ્ઞાની મન:પર્યવજ્ઞાન વડે જાણતા નથી. પરંતુ તે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું જ્ઞાન “અનુમાન” દ્વારા કરે છે. અનુમાન એ શ્રુતજ્ઞાન છે. ગૃહીતમનોવર્ગણા સાક્ષાત્ દેખાય છે. તેની રચાયેલી આકૃતિ એ લિંગ છે. જેમ ધૂમ લિંગ દ્વારા સાધ્ય એવા વહ્નિનું અનુમાન કરાય છે. નદીપૂર સ્વરૂપ લિંગ દ્વારા ઉપરવાસમાં વરસાદનું અનુમાન કરાય છે. તેમ ચિંતવેલી મનોવગણામાં પડેલી રચના (અર્થાત્ આકૃતિ), એ લિંગ છે. તેના દ્વારા ઘટપટાદિ બાહ્ય પદાર્થોનું અનુમાન આ જ્ઞાની કરે છે. આ અનુમાન પોતાના વિશાળ એવા અનુભવાત્મક શ્રુતજ્ઞાન દ્વારા થાય છે. તેથી હવે સમજાશે કે મન:પર્યવજ્ઞાનનો વિષય ચિંતિત એવી મનોવણા જ માત્ર છે. બાહ્યપદાર્થ નથી, અને બાહ્યપદાર્થનું જ્ઞાન અનુમાનાત્મક શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. મન:પર્યવજ્ઞાન વડે તે બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું નથી. મન:પર્યવજ્ઞાની સૌ પ્રથમ ચિંતક જીવ વડે વિચારણામાં લેવાયેલી મનોવર્ગણાને જ સાક્ષાત્ જાણે છે. ત્યારબાદ તેમાં દેખાયેલી છે તે વિષયોની ભવ્ય આકૃતિ દ્વારા તે તે વિષયો વિચાર્યાનું અનુમાન કરે છે. જેને શ્રુતજ્ઞાન કહેવાય છે. હવે વિચારો કે જે ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો અસ્પૃષ્ટ અને અવિષયભૂત છે. તે મન:પર્યવજ્ઞાનનો વિષય જ નથી. આ મન:પર્યવજ્ઞાન તે વિષયમાં પ્રવર્તતું જ નથી કે જેથી દર્શન શબ્દ કહેવાની આપત્તિ આવે અને ચિંતકજીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણમાવેલી મનોવર્ગણા સ્વરૂપ જે મનોદ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્યમાન છે. તે આ જ્ઞાનનો વિષય છે તે મન:પર્યવજ્ઞાની વડે ભલે અસ્પૃષ્ટ છે પરંતુ ચિંતકજીવને તો સ્પષ્ટ જ છે. તેથી મન:પર્યવજ્ઞાની જે પરકીયમનોદ્રવ્યનું જ્ઞાન કરે છે તે ચિંતકજીવને ધૃષ્ટ હોવાથી સર્વથા અસ્પૃષ્ટ નથી પરંતુ કથંચિત્ સ્પષ્ટ છે. એટલે ત્યાં પણ દર્શન શબ્દની વ્યાખ્યા લાગુ પડતી Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કાણ્ડ-૨ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ નથી. ઘટપટાદિ પદાર્થો અસ્પષ્ટ છે. પરંતુ તે મનઃપર્યવજ્ઞાનનો વિષય જ નથી. શ્રુતજ્ઞાનનો વિષય છે. અને ચિંતકજીવ વડે ગ્રહણ કરાયેલી મનોવર્ગણા મન:પર્યવજ્ઞાનનો વિષય છે. પરંતુ તે અસ્પૃષ્ટ નથી. કારણ કે ચિંતક જીવને તે સ્પષ્ટ છે. ટીકામાં કહ્યું છે કે एतेन लक्षणेन मन: पर्यायज्ञानमपि दर्शनं प्राप्तं परकीयमनोगतानां घटादीनामालम्ब्यानां तत्रासत्त्वेनास्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात्, न चैतद् युक्तम्, आगमे तस्य दर्शनत्वेनापाठात् । भण्यतेऽत्रोत्तरम्, णोइंदियम्मि मनोवर्गणाख्य मनोविषये प्रवर्तमानं मनः पर्यायबोधरूपं ज्ञानमेव, न दर्शनम्, यस्मादस्पृष्टा घटादयो नास्य विषया लिङ्गानुमेयत्वात्तेषाम् । तथा चागमः " जाणइ बज्झेऽणुमाणाओ" (विशेषावश्यक भाष्य गाथा ८१४ ) ।। આ રીતે મનઃપર્યવજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દ લાગુ પડવાની આપત્તિ કે અતિવ્યાપ્તિ આવતી જ નથી. જરા સ્થિરમને વિચાર કરશો તો આ વિષય જરૂર સમજાશે. ॥ ૨૬ ॥ દર્શનશબ્દની વ્યાખ્યાનો મતિ-શ્રુતજ્ઞાન પ્રસંગે આવતો અસંભવદોષ, અને તેનું નિવારણ - - मइसुयणाणनिमित्तो, छउमत्थे होइ अत्थउवलंभो । एयरम्मिवि सिं, ण दंसणं दंसणं कत्तो ।। २७ ।। मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थे भवत्यर्थोपलम्भः । एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।। २७ ।। " ગાથાર્થ - છદ્મસ્થ જીવોમાં મતિ અને શ્રુતજ્ઞાનના નિમિત્તે જ અર્થબોધ થાય છે. હવે જો તે બન્ને જ્ઞાનોમાંથી કોઈ એકેમાં પણ દર્શન માનવામાં ન આવે તો દર્શન ક્યાં સંભવશે ? અર્થાત્ દર્શનનો અસંભવ જ થશે. ॥ ૨૭ ॥ વિવેચન - અવધિજ્ઞાનમાં દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યા લાગુ પડતી હોવાથી અવધિદર્શન છે. મનઃપર્યવજ્ઞાનમાં કથંચિત્ સ્પષ્ટ વિષય હોવાથી વ્યાખ્યા લાગુ ન પડવાથી મનઃપર્યાવદર્શન નથી, કેવલજ્ઞાનમાં પણ વ્યાખ્યા બરાબર લાગુ પડતી હોવાથી કેવલદર્શન છે આ ચર્ચા વિવેચનમાં બહુ બહુ થઈ ગઈ છે. જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને જ્ઞાનો છ ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. છદ્મસ્થ જીવોને પ્રાયઃ આ બે જ્ઞાનવડે જ બહુધા અર્થનો બોધ થાય છે. કારણ કે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન તો વિશિષ્ટ લબ્ધિ હોવાથી કોઈકને જ થાય છે. અને ક્યારેક જ થાય છે. તેથી છદ્મસ્થ જીવોને બહુધા આ બે જ્ઞાનો વડે જ અર્થનો (વિષયનો) બોધ (ઉપલંભ) થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૭ ૧૭૭ હવે ગ્રંથકારશ્રી કહે છે કે “અસ્કૃષ્ટ અને અવિષયનું જે જ્ઞાન થાય છે. તે જ દર્શન છે” આ અમારી વાત જો નહી માનવામાં આવે અને “સામાન્ય બોધ તે જ દર્શન” આ જ વ્યાખ્યાને આગ્રહથી વળગી રહેવામાં આવશે તો મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છઘસ્થ જીવોમાં દર્શન ક્યાંય ઘટશે જ નહીં અને અસંભવ દોષ આવશે. કારણ કે શ્રુતજ્ઞાન, મતિપૂર્વક જ થાય છે એટલે કે પ્રથમ મતિજ્ઞાન થયા પછી જ શ્રુતજ્ઞાન થાય છે. આ રીતે પ્રથમ મતિજ્ઞાનનો કેટલોક કાલ વીત્યા પછી શાસ્ત્રાનુસારી ચિંતન-મનન કરતાં કરતાં ઉત્તરકાલે શ્રુતજ્ઞાન થતું હોવાથી તે તો વિશેષબોધાત્મક જ થવાનું, સામાન્ય બોધાત્મક નહીં થવાનું, તેથી તે શ્રુતજ્ઞાનમાં ક્યાંય સામાન્યબોધ એ અર્થવાળો દર્શનશબ્દ પ્રવર્તશે નહીં. હવે બાકી રહ્યું ફક્ત મતિજ્ઞાન, તેના છ ઇન્દ્રિયો દ્વારા ૨૮ ભેદ અને ૩૩૬ અથવા (૩૪) ઉત્તરભેદ કર્મગ્રંથાદિમાં આવે છે. તે જોતાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ સઘળા પણ ભેદો મતિજ્ઞાનના જ ગણાવ્યા છે. તમે “જે જ્ઞાન તે જ દર્શન” આ વ્યાખ્યા સ્વીકારતા નથી. “જે સામાન્યબોધ તે દર્શન” આ વ્યાખ્યા સ્વીકારો છો તેથી - જો વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદોને (અથવા તે ભેદોમાંથી પ્રથમના ૧૬ ભેદોને) દર્શન કહો તો છેવટે જ્ઞાનને જ દર્શન માન્યું, એવો અર્થ થાય કારણ કે ૨૮ ભેદો કે પ્રથમના ૧૬ ભેદો, આ સઘળુંય છે તો મતિજ્ઞાન જ, અર્થાત્ જ્ઞાન જ છે અને તેને જ દર્શન કહેવાય આમ માનવા જતાં છેવટે જે જ્ઞાન છે તે જ દર્શન છે. આવી અમારી વ્યાખ્યા જ સ્વીકારવી પડે, અને જો એમ ન માનવું હોય તો વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદો જ્ઞાનના જ હોવાથી અને જે જ્ઞાન તે દર્શન ન કહેવાય તેવો તમારો આગ્રહ હોવાથી વ્યંજનાવગ્રહાદિના કાલની પણ પૂર્વે કોઈ સામાન્યબોધ માનવો પડે કે જેને દર્શન કહેવાનું સ્થાન થાય, આમ તો છે જ નહીં, કારણ કે વ્યંજનાવગ્રહાદિ જ એટલા બધા અસ્પષ્ટ બોધાત્મક છે કે જેની પૂર્વે સામાન્યબોધ થાય છે. આ વાત ન સંભવે. અસંભવિત જ છે. | વ્યંજનાવગ્રહાદિની પૂર્વે સામાન્યબોધનો અવકાશ જ નથી કે જેને દર્શન કહેવાય, અને વ્યંજનાવગ્રહાદિ મતિજ્ઞાનના જ ભેદ છે એવું કહેલ હોવાથી, તથા “જ્ઞાન એ જ દર્શન છે” આ માન્યતા તમે ન સ્વીકારતા હોવાથી મતિજ્ઞાનમાં (એટલે તેના ૧૬ કે ૨૮ ભેદોમાં) પણ દર્શનશબ્દનો વ્યવહાર તમારા મતે ક્યાંય થશે નહીં. આ રીતે જો શ્રુતજ્ઞાનમાં અને મતિજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દનો વ્યવહાર થશે નહીં. તો ચક્ષુ-અચક્ષુદર્શન રહેશે ક્યાં ? ટીકામાં કહ્યું છે કે - મતિશ્રુતજ્ઞાનનિમિત્તાસ્થાનાકર્થોપત્નH ૩જી સામે છે तयोरेकतरस्मिन्नपि न दर्शनं सम्भवति, न तावदवग्रहो दर्शनं, तस्य ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम् ? नास्तीत्यर्थः, अस्पृष्टेऽविषये चार्थे ज्ञानमेव दर्शनम्, नान्यदिति प्रसक्तम् । Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કાર્ડ-૨ – ગાથા-૨૮ સન્મતિપ્રકરણ વ્યંજનાવગ્રહાદિ ભેદો જ્ઞાનના છે અને તેની પૂર્વે બોધ થવાની સંભાવના નથી. તેથી વ્યંજનાવગ્રહાદિ જ્ઞાનને જ દર્શન માનવું જોઈએ. ત્યાં ચક્ષુમાં અસ્પૃષ્ટવિષયનું જ્ઞાન છે અને મનમાં બાધેન્દ્રિયથી અગ્રાહ્મવિષયનું જ્ઞાન છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના જ્ઞાનમાં દર્શનની વ્યાખ્યા લાગુ પડે છે. તેથી શાસ્ત્રકારોએ ચક્ષુ અને અચક્ષુ (મનસંબંધી) એમ બે જ દર્શનો કહ્યાં છે. શેષ ચાર ઇન્દ્રિયજન્ય જ્ઞાન અસ્પષ્ટ નથી તેથી તે ચાર ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિશ્રુત જ્ઞાન જ કહેવાય છે. પણ દર્શન કહેવાતું નથી. આ પ્રમાણે હોવાથી મતિ અને શ્રુતજ્ઞાનમાં જ જો દર્શનશબ્દની વ્યાખ્યા નહી જોડો તો વ્યંજનાવગ્રહાદિના કાલની પૂર્વે અવકાશ નહી હોવાથી દર્શનશબ્દ ક્યાંય લાગશે નહીં, તેથી અસંભવદોષ આવશે, પણ જો જ્ઞાનને જ દર્શન માનશો અને તે પણ અસ્કૃષ્ટ અને અવિષયના જ્ઞાનને જ, તો આવા પ્રકારનો અસંભવદોષ પણ નહી આવે, અને શાસ્ત્રોક્ત ચક્ષુ-અચક્ષુ દર્શનની વ્યવસ્થા પણ બરાબર ઘટશે. માટે આ વ્યાખ્યા સ્વીકારવી જોઈએ. / ૨૭ જેટલું શ્રુતજ્ઞાન છે. તેટલું સઘળુંય શ્રુતજ્ઞાન અચક્ષુદર્શન બનતું નથી. કારણ કે અનુમાન ઉપમાન તથા આગમ આદિ પ્રમાણોથી જાણી શકાય તેવું જે શ્રુતજ્ઞાન છે. તે પ્રત્યક્ષ નથી તેથી તેને છોડીને શેષ શ્રુતજ્ઞાન મનોગ્રાહ્ય હોવાથી અચક્ષુદર્શન થાય છે. આ વાત સ્પષ્ટ કરે છે. जं पच्चक्खग्गहणं, ण इंति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो, ण होइ सयले वि सुयणाणे ॥ २८ ॥ यत्प्रत्यक्षग्रहणं, न यन्ति श्रुतज्ञानसम्मिता अर्थाः । तस्माद्दर्शनशब्दो, न भवति सकलेऽपि श्रुतज्ञाने ।। २८ ॥ ગાથાર્થ - શ્રુતજ્ઞાનથી સારી રીતે જાણેલા સઘળા પણ પદાર્થો પ્રત્યક્ષ ગ્રહણમાં આવતા નથી, તેથી સકલ એવા શ્રુતજ્ઞાનમાં પણ દર્શનશબ્દ લાગતો નથી. તે ૨૮ / વિવેચન - છએ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનમાં દર્શનશબ્દ લાગુ પડતો નથી. પરંતુ માત્ર ચહ્યું અને મનોજન્ય મતિજ્ઞાનમાં જ દર્શન શબ્દ લાગુ પડે છે કારણ કે તે બે ઇન્દ્રિયજન્ય જ જ્ઞાન અસ્પૃષ્ટવિષયક, બાલ્વેન્દ્રિયના અવિષયભૂત અને સાક્ષાબોધરૂપ છે. શેષ ઇન્દ્રિયોમાં આવો બોધ નથી. તેથી ચહ્યું અને મનોજન્ય મતિજ્ઞાનને દર્શન કહેવાય છે. આમ ગાથા ૨૭ માં મતિજ્ઞાનની અંદર દર્શનશબ્દ ક્યાં લગાડાય ? તે જણાવ્યું, હવે આ ગાથામાં શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ ક્યાં લગાડાય તે જણાવે છે. પાંચ ઇન્દ્રિયોથી અને મનથી જે ભાવો જણાય છે તે મતિજ્ઞાન છે. જે ૨૮ મેદવાળું છે. આ મતિજ્ઞાન થવાપૂર્વક શ્રુતાનુસારી (ગુરુજી દ્વારા અથવા પૂર્વે અભ્યાસ કરેલા ગ્રન્થો Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૮ ૧૭૯ દ્વારા) જે બોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તથા અનુમાન - ઉપમાન - આગમ આદિ પરોક્ષ પ્રમાણોથી જે જ્ઞાન થાય છે તે પણ પૂર્વે અનુભવેલા સાધ્ય - સાધનભાવની વ્યાપ્તિ આદિ દ્વારા થાય છે. તેથી તે પણ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન બે જાતનું થાય છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા ગુરુજી ભણાવે ત્યારે, ચક્ષુરિન્દ્રિય દ્વારા પુસ્તક વાંચન કરીએ ત્યારે, સ્પર્શનેન્દ્રિય દ્વારા અંધપુરૂષો પોતાની લીપીમાં વાંચે ત્યારે એમ યથાયોગ્ય પાંચ ઇન્દ્રિયો દ્વારા અને તેમાં પરોવાયેલા મન દ્વારા શ્રુતાનુસારી જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો દ્વારા થતું શ્રુતજ્ઞાન હોવાથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે અને અનુમાનાદિ પરોક્ષ પ્રમાણો વડે મનની કલ્પનાઓ કરીને પૂર્વે અનુભવેલા સાધ્ય-સાધનભાવની વ્યાપ્તિ - પરામર્શ - ઉદાહરણ આદિ દ્વારા જે થાય છે તે પણ શ્રુતજ્ઞાન છે. પણ આ કલ્પનાઓમાં અભ્યત્તર એવા મન ઇન્દ્રિયની જ વધારે પ્રધાનતા છે. અહીં દર્શનશબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે કે “ઇન્દ્રિયો વડે અસ્પષ્ટ અને બાહ્ય ઇન્દ્રિયો વડે અગ્રાહ્યવિષયવાળું અને અનુમાનાદિને છોડીને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અર્થાત્ જે સાક્ષાત્ જ્ઞાન થાય છે. તે દર્શન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે સઘળાય પણ શ્રુતજ્ઞાનમાં આ દર્શનશબ્દ લગાડાતો નથી. કારણ કે અનુમાન ઉપમાન અને આગમ આદિ દ્વારા જે શ્રુતજ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. અને વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ એવું વિશેષણ કહેલું છે. તેથી અનુમાનાદિથી થનારૂં ઘણું ઘણું શ્રુતજ્ઞાન દર્શનશબ્દની વ્યાખ્યાથી બહાર નીકળી જાય છે. એટલે કે તેવા શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાન જ કહેવાય છે. પણ તે શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ વપરાતો નથી. પરંતુ શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળવાથી, ચક્ષુરિન્દ્રિય દ્વારા વાંચન કરવાથી આમ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થવાપૂર્વક ચિંતન-મનન-ભાવનાત્મક જે મન દ્વારા શ્રુતજ્ઞાન થાય છે. તે જ પ્રત્યક્ષ હોવાથી અચક્ષુદર્શન નામના દર્શનશબ્દથી વાચ્ય બને છે. સઘળા એવા શ્રુતજ્ઞાનમાં આ દર્શનશબ્દ વપરાતો નથી. ગાથા-૨૭ અને ગાથા-૨૮ નો સાર એ છે કે સકલ એવું મતિજ્ઞાન પણ દર્શનશબ્દથી વાચ્ય નથી અને સકલ એવું શ્રુતજ્ઞાન પણ દર્શનશબ્દથી વાચ્ય નથી. પરંતુ મતિજ્ઞાનમાં માત્ર ચહ્યું અને મનોજન્ય જે મતિજ્ઞાન છે તે બે જ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાન અનુક્રમે ચક્ષુ-અચક્ષુ દર્શન કહેવાય છે. શેષ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાન તે મતિજ્ઞાન જ રહે છે દર્શન કહેવાતું નથી. તેમાં અસ્પષ્ટતા નથી માટે. એવી જ રીતે સકલ શ્રુતજ્ઞાનમાં પણ દર્શનશબ્દ વપરાતો નથી પરંતુ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થયા પછી શ્રુતાનુસારી મનન-ચિંતન-વિચારણા કરવા રૂપ મને દ્વારા જે શ્રુતજ્ઞાન થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ હોવાથી તેટલા જ શ્રુતજ્ઞાનને અચક્ષુ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કાષ્ઠ-૨ – ગાથા-૨૯ સન્મતિપ્રકરણ દર્શન કહેવાય છે. પરંતુ અનુમાનાદિ ઇતરપ્રમાણો વડે જે શ્રુતજ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષ ન હોવાથી શ્રુતજ્ઞાન જ રહે છે. દર્શન કહેવાતું નથી. કારણ કે ત્યાં પ્રત્યક્ષ ગ્રહણ નથી. ટીકામાં કહ્યું છે કે - Wાત્ શ્રુતજ્ઞાનપ્રતિ: પાર્થ ૩૫૭ધ્યયનવિષયાસ્તથાભૂતાર્થवाचकत्वात् श्रुतशब्दस्य प्रत्यक्षं न गृह्यन्ते, अतो न श्रुतं चक्षुदर्शनसंज्ञम्, मानसमचक्षुर्दर्शनसंज्ञम्, श्रुतं भविष्यतीत्येतदपि नास्ति अवग्रहस्य मतित्वेन पूर्वमेव दर्शनतया निरस्तत्वात् । મતિજ્ઞાનમાં પણ કેટલાક મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દનો વ્યવહાર અને શ્રુતજ્ઞાનમાં પણ કેટલાક શ્રુતજ્ઞાનમાં જ દર્શનશબ્દનો વ્યવહાર જાણવો. પુરેપુરા મતિજ્ઞાનમાં કે પુરેપુરા શ્રુતજ્ઞાનમાં ઉપરોક્ત વ્યાખ્યા પ્રમાણે દર્શનશબ્દ વ્યવહારાતો નથી. / ૨૮ // મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની બાબતમાં કેટલાક ભાગમાં જ જો દર્શન શબ્દ વ્યવહારાય છે, સર્વત્ર નહીં, તો અવધિજ્ઞાનની બાબતમાં શું છે ? અવધિજ્ઞાનમાં પણ શું કેટલાક ભાગમાં જ દર્શનશબ્દ વ્યવહારાય છે કે સર્વત્ર ? આ વાત ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે जं अप्पुट्ठा भावा, ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे, दंसणसद्दो वि उवउत्तो ॥ २९ ।। यस्मादस्पृष्टा भावा, अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने, दर्शनशब्दोऽप्युपयुक्तः ॥ २९ ॥ ગાથાર્થ - અવધિજ્ઞાન દ્વારા અસ્પૃષ્ટ સઘળા પણ ભાવો જે કારણથી પ્રત્યક્ષ જણાય છે. તેથી સઘળા પણ અવધિજ્ઞાનમાં (જ્ઞાનશબ્દની જેમ) દર્શનશબ્દ પણ જોડાયેલો છે. વિવેચન - અવધિજ્ઞાન આ એક વિશિષ્ટલબ્ધિ છે. આવી વિશિષ્ટ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય, તેને ઇન્દ્રિયોની સાહાધ્ય વિના પરમાણુ-યણુક આદિ જેવા અત્યન્ત સૂક્ષ્મ અને મેરૂપર્વત જેવા દૂરતરવતી, પદાર્થો જોવા-જાણવાનું જ્ઞાન થાય છે. સિંહાસન ઉપર બેઠેલા ઇન્દ્ર મહારાજા ભૂમિ ઉપર જન્મેલા પરમાત્માને સાક્ષાત્ જોઈ શકે છે. આવી લબ્ધિઓમાં “સામાન્યબોધ” પ્રથમ થાય, તેને દર્શન કહેવાય અને વિશેષબોધ પછી થાય તેને જ્ઞાન કહેવાય” આ બધી વાત સંભવિત જ નથી. માટે દર્શનશબ્દની સામાન્યબોધવાળી વ્યાખ્યા છોડીને આ વ્યાખ્યા જ સ્વીકારી લેવી જોઈએ - આ વ્યાખ્યા પ્રમાણે સઘળા પણ અવધિજ્ઞાનને અવધિદર્શન કહી શકાય છે. તેમાં કોઈ જ મુશ્કેલી આવતી નથી. જે કોઈ અવધિજ્ઞાન છે. તે સઘળું પણ અવધિજ્ઞાન દર્શનશબ્દની નવી વ્યાખ્યાથી યુક્ત છે. તેથી સઘળા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૩૦ ૧૮૧ અવધિજ્ઞાનને અવધિદર્શન કહેવાય છે. જે અવધિજ્ઞાન છે. તે જ ઉપરોક્ત વ્યાખ્યાવાળું હોવાથી અવધિદર્શન પણ કહેવાય છે. કારણ એ છે કે આવા પ્રકારના અવધિજ્ઞાનથી સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ, દૂરથી પણ દૂર જે કોઈ પદાર્થો જણાય છે તે બધા જ પદાર્થો આત્મસાક્ષીએ સાક્ષાત્ જણાય છે. તેમાં ઇન્દ્રિયાદિ કોઈ પણ પરપદાર્થની સાહાટ્ય લેવી પડતી નથી. તથા તેમાં ઇન્દ્રિયોની સાથે વિષયનો સંબંધ નથી માટે અસ્પૃષ્ટ પણ છે જ, બાહ્ય ઇન્દ્રિયોના વિષયો નથી માટે અવિષયભૂત પણ છે જ, અને આત્મા સાક્ષાત્ દેખે છે. કલ્પના કરતા નથી, અનુમાન લગાવતા નથી માટે પ્રત્યક્ષ પણ છે જ, એટલે દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યા પરિપૂર્ણ એવા અવધિજ્ઞાનમાં સંભવે છે. તેથી જરા પણ વિવાદ વિના સઘળા પણ અવધિજ્ઞાનમાં આ દર્શન શબ્દનો વ્યવહાર કરાય છે. તેથી જે અવધિજ્ઞાન છે તે જ અસ્પષ્ટ, અવિષયભૂત, અને પ્રત્યક્ષ હોવાથી દર્શન કહેવાય છે. પરંતુ અવધિજ્ઞાની આત્મા પ્રથમ જે સામાન્ય જાણે તે દર્શન અને પછી જે વિશેષ જાણે તે જ્ઞાન આવું નથી પણ સઘળું ય જે અવધિજ્ઞાન છે તે જ અવધિદર્શન છે. મતિ અને શ્રુતમાં જેમ અમુક મતિજ્ઞાનને જ અને અમુક શ્રુતજ્ઞાનને જ દર્શન કહેવાય છે. સઘળાય મતિજ્ઞાનને અને સઘળાય શ્રુતજ્ઞાનને દર્શન કહેવાતું નથી. તેવું અવધિજ્ઞાનમાં નથી, કારણ કે સઘળું ય અવધિજ્ઞાન દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યાથી યુક્ત છે. માટે અનુગામી અવધિજ્ઞાન હોય કે અનનુગામી અવધિજ્ઞાન હોય, તેમજ વર્ધમાન, હાયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, જઘન્ય અવધિ, લોકાવધિ કે પરમાવધિ એમ જે કોઈ અવધિજ્ઞાન છે તે સર્વ અવધિજ્ઞાન દર્શનશબ્દથી પણ વાચ્ય બને જ છે. મન:પર્યવજ્ઞાન અસ્કૃષ્ટવિષયક નથી, ચિંતક જીવ વડે ગ્રહણ કરાયેલી અને મનપણે પરિણાવેલી વર્ગણાને જ મન:પર્યવજ્ઞાની જાણે છે. તેથી તે કથંચિત્ ઋષ્ટ છે. માટે મન:પર્યવજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દનો વ્યવહાર થતો નથી. હવે કેવલજ્ઞાનની બાબત ૩૦મી ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. તે ૨૯ | जं अप्पुढे भावे जाणइ, पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च, अविसेसओ सिद्धं ॥ ३० ॥ यदस्पृष्टान्भावान् जानाति पश्यति च केवली नियमात् । तस्मात्तद् ज्ञानं दर्शनञ्चाविशेषतस्सिद्धम् ॥ ३० ।। ગાથાર્થ - કેવલી ભગવાન જે ભાવોને જાણે છે અને દેખે છે તે તમામ અસ્કૃષ્ટ જ છે. તેથી તે કેવલાવબોધ, અવિશેષ પણે કેવલજ્ઞાન પણ છે અને કેવલદર્શન પણ છે. આમ સિદ્ધ થાય છે. ૩૦. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કાડ-૨ – ગાથા-૩૦ સતિપ્રકરણ - વિવેચન - કેવલી પરમાત્મા કેવલજ્ઞાન વડે સંપૂર્ણ જગતને સામાન્યપણે અને વિશેષપણે એમ ઉભયપણે પ્રત્યક્ષરૂપે સાક્ષાત્ જાણે છે અને જુએ છે. અને આખું ય જગત તેઓને કંઈ પૃષ્ટ નથી, કદાચ પોતાનો આત્મા, પોતાનું શરીર, કે પોતાનાં અઘાતી કર્મો ઈત્યાદિ કંઈક પૃષ્ટ હશે, તો પણ તે ઋષ્ટ છે માટે જાણે છે એમ નથી, તેઓના જ્ઞાન માટે તે તે પદાર્થોની ધૃષ્ટતા જરૂરી નથી. તેથી તે કેવલજ્ઞાન અસ્પૃષ્ટવિષયને જાણનારું છે. તથા કેવલી ભગવાન આખા જગતને જાણે છે. તે આખુંય જગત કંઈ બાહ્ય ઇન્દ્રિયનો વિષય નથી તેથી અવિષય પણ છે જ, અને પરમાત્મા નિરાવરણ હોવાથી અને આ કેવલજ્ઞાન પરમાર્થપ્રત્યક્ષ હોવાથી આખાય જગતને સાક્ષાત્ જાણે છે તેથી પ્રત્યક્ષ પણ છે. આમ સંપૂર્ણ કેવલજ્ઞાન કેવળદર્શનશબ્દના વ્યવહારથી યુક્ત છે. આ વાત બરાબર સિદ્ધ થાય છે. ટીકામાં કહ્યું છે કે - યતોડસ્કૃષ્ટ માવાન્નિયનાવિદ્યુતથા વતી ચક્ષુનિવ पुर:स्थितं चक्षुषा पश्यति जानाति चोभयप्राधान्येन । तस्मात् तत् केवलावबोधस्वरूपं ज्ञानमप्युच्यते, दर्शनमप्यविशेषत उभयाभिधाननिमित्तस्याविशेषात्, न पुनर्ज्ञानमेव, सदविशेषतोऽभेदतो दर्शनमिति सिद्धम् । यतो न ज्ञानमात्रमेव तत्, नापि दर्शनमात्रं केवलम्, नाप्युभयाक्रमरूपं परस्परविविक्तम्, नापि क्रमस्वभावम्, अपि तु ज्ञानदर्शनात्मकमेकं प्रमाणमन्यथोक्तवत् तदभावप्रसङ्गात् । પાંચ જ્ઞાનોમાં દર્શનશબ્દ કેવી રીતે ક્યાં વપરાયો છે તે સઘળી વાત આ ગાથાઓમાં સ્પષ્ટ સમજાવી છે. આ રીતે વિચારતાં શાસ્ત્રીય વ્યવહારો પણ બધા સંગતિને પામે છે. માટે જ્ઞાન અને દર્શનને જુદા ન સમજતાં એક જ છે. (અભેદ જ છે.) આમ સમજવું જોઈએ, સમયાન્તરે પણ આ ઉપયોગ નથી, તથા એક સમયમાં પણ ભિન્ન ભિન્ન શક્તિઓ નથી. એક જ ચેતનાશક્તિ છે. તેનાં જ પ્રવૃત્તિનિમિત્તક ધર્મની ભિન્નતાને લીધે બે નામો પ્રવર્તે છે. જગતને જાણે છે માટે જ્ઞાન, અને જગતને દેખે છે માટે દર્શન, આમ જાણપણારૂપ અને દેખવાપણારૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મોના કારણે એક શક્તિનાં જ બે નામો છે. જેમ એક જ માણસ ભણાવે છે માટે તે અધ્યાપક પણ કહેવાય છે અને પરીક્ષા લે છે માટે પરીક્ષક પણ કહેવાય છે. એક જ માણસનાં અધ્યાપક અને પરીક્ષક એવાં બે નામો પ્રવર્તવાનું કારણ અધ્યાપન કરાવવા રૂપ અને પરીક્ષા લેવા રૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મો જુદા જુદા છે. તેથી એકનાં જ બે નામો પ્રવર્તે છે. જગતને જાણે છે માટે જ્ઞાન, અને જગતને દેખે છે માટે દર્શન આમ જાણવારૂપ અને જોવારૂપ પ્રવૃત્તિનિમિત્તક ધર્મો ભિન્ન ભિન્ન હોવાથી એક જ ચેતનાશક્તિનાં બે નામો છે. પરંતુ વાસ્તવિકપણે તે બન્ને ભિન્ન ભિન્ન નથી. તેથી કેવલીમાં પ્રથમ વિશેષબોધ થાય અને પછી સામાન્યબોધ થાય આમ માનવું તે ઉચિત નથી. આ પ્રમાણે હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને જુદાં જાણવાં જોઈએ નહીં. પરંતુ જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે. ૩૦ . Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૧ ૧૮૩ જે કેવલજ્ઞાન છે. તે જ કેવલદર્શન છે. આમ માનવાથી શાસ્ત્રીય વ્યવહારોનો જે કંઈ વિરોધ પૂર્વે જણાવ્યો, તે સઘળો પણ વિરોધ દર્શનશબ્દની આ વ્યાખ્યા સ્વીકારવાથી ટળી જાય છે. તે જણાવે છે - साई अपज्जवसियं ति, दो वि ते ससमयओ हवइ एवं । परतित्थयवत्तव्वं च, एगसमयंतरुप्पाओ ।। ३१ ।। साद्यपर्यवसिते इति द्वे अपि ते स्वसमयतो भवत्येवम् । परतीर्थकवक्तव्यञ्चैकसमयान्तरोत्पादः ।। ३१ ।। ગાથાર્થ - કેવલજ્ઞાન અને કેવલદર્શન આ તે બન્ને પણ જો યુગપ અને અભિન્ન છે. આમ માનીએ તો જ “આ બન્ને સાદિ અનંત છે.” તે વાત સ્વસિદ્ધાન્તથી સિદ્ધ થાય છે. માટે એક એક સમયાન્તરે જ્ઞાન-દર્શનના ઉત્પાદનું જે કથન હાલ પ્રવર્તે છે તે પરદર્શનનું વક્તવ્ય જાણવું. ૩૧// વિવેચન - સમયાન્તરે કેવલજ્ઞાન અને કેવલદર્શન માનવાથી શી શી મુશ્કેલીઓ આવે છે? તે વાત ગાથા ૫ થી ૧૪ માં પૂર્વે જણાવી ગયા છીએ, તેમાંની એક પણ મુશ્કેલી આ અભેદ માનવામાં આવતી નથી, બલ્ક આવતા તમામ વિરોધો આ અભેદ માનવામાં શમી જાય છે. જેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્નેને જૈનશાસ્ત્રોમાં “સાદિ-અનંત” કહ્યાં છે. ક્ષાવિકભાવે પ્રગટ થયેલાં હોવાથી આ બન્ને (જ્ઞાન અને દર્શન) સદાકાળ રહેવાનાં હોવાથી સાદિ-અનંત છે. ઉત્પન્ન થયા પછી ક્યારેય પણ જતાં નથી. સમયાન્તરે ઉપયોગ માનવાથી આ બાબતમાં વિરોધ આવતો હતો, પ્રથમ સમયે કેવલજ્ઞાન, બીજા સમયે કેવલદર્શન, ત્રીજા સમયે કેવલજ્ઞાન અને ચોથા સમયે કેવલદર્શન આમ માનવાથી બન્ને સાદિ-સાજો થતાં હતાં, અભેદ માનવાથી આ વિરોધ શમી જાય છે. કારણ કે જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે. આમ અભેદ માનવાથી પ્રત્યેક સમયમાં કેવલજ્ઞાન પણ છે અને પ્રત્યેક સમયમાં કેવલદર્શન પણ છે. તેથી સાદિ-અનંત જ સિદ્ધ થાય છે. એટલે સાદિ-સાન્ત માનવાનો દોષ આવતો નથી. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ દર્શનાવરણીયકર્મનો પણ ક્ષય થવાથી કેવળદર્શન પણ પ્રગટ થવું જ જોઈએ, બીજા સમયે કેવળદર્શન માનવાથી ઉપરોક્ત વાત નો'તી સંભવતી, તે વિરોધ પણ આ અભેદ માનવાથી શમી જાય છે. કારણ કે બન્ને તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે જ પ્રગટ થાય છે. વાસ્તવિક પણે બે છે જ નહીં. આમ સઘળા પણ વિરોધો આ અભેદ માનવાથી શાન્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કાર્ડ-૨ – ગાથા-૩૧ સન્મતિપ્રકરણ અહીં કદાચ કોઈને આવી શંકા થાય કે બીજા બધા વિરોધો તો શમી જાય છે. પરંતુ “ના ના ફિ તફા પાસફ' આ સૂત્રપાઠનો અર્થ તો સ્પષ્ટ જ છે કે “કેવલી જ્યારે જાણે ત્યારે જુએ નહી અને જ્યારે જુએ ત્યારે જાણે નહી” આ પાઠનો વિરોધ તો ચોક્કસ આવશે જ. તેનું શું કરવું? સૂત્રપાઠનો વિરોધ તો ઉભો જ રહેશે? તેનું નિવારણ કેવી રીતે થાય ? ઉપરોક્ત શંકાનું સમાધાન ગાથા ૧૮ માં અપાઈ જ ગયું છે. શાસ્ત્રોના જ બીજા અનેક પાઠો જોતાં પરસ્પર વિરોધ ન આવે તે રીતે જ તે તે સૂત્રપાઠોના અર્થો પણ સમન્વય થાય તેવા જ કરવા જોઈએ. તથા સાદિ-અનંતતા, નિરાવરણતા, ક્ષાવિકભાવની વિદ્યમાનતા, પ્રથમ સમયે જ બન્ને ગુણોના પ્રતિબંધકનો અભાવ, સર્વજ્ઞતા-સર્વદર્શિતાનો સમન્વય, ઇત્યાદિ યુક્તિ પ્રમાણોથી જો બન્ને સાથે જ હોવા જોઈએ, અર્થાત્ બન્ને વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ છે જ નહીં, આ વાત જો એકવાર સિદ્ધ થઈ જ ચુકી છે. બરાબર શાસ્ત્રસમ્મત યથાર્થ અર્થ સંગત થયો જ છે. તો ત્યાં કેવલી” શબ્દનો અર્થ સર્વજ્ઞ કેવલી ન કરતાં ઔપચારિક કેવલી લઈને સૂત્રપાઠના અર્થનો સમન્વય કરવો જોઈએ. નયવાદના અભ્યાસમાં કુશળ પુરૂષોએ અર્થની સંગતિ થાય તેવી રીતે સૂત્રપાઠોના અર્થ કરવા જોઈએ. ટીકામાં કહ્યું છે કે પોતે જ્ઞાતિને દ્વિ , નાના મવતસ્તા સ્વસમય: स्वसिद्धान्त: 'साद्यपर्यवसिते' इति घटते, यस्त्वेकसमयान्तरोत्पादस्तयोः 'यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते, स परतीर्थिकशास्त्रम्, नार्हद्वचनम्, नयाभिप्रायेण प्रवृत्तत्वादिति सूररभिप्रायः । અથવા ગ્રન્થકારશ્રી જ કહે છે કે સમયંતપ્પામો એક સમયના અંતરે આંતરે કેવલજ્ઞાન અને કેવલદર્શનનો જે ઉત્પાદ જણાવ્યો છે તે “પતિસ્થથવત્તવૃં” પરદર્શનનું વક્તવ્ય જાણવું. જેમ તૈયાયિક - વૈશેષિક - સાંખ્ય - મીમાંસક અને બૌદ્ધ આદિ અન્ય દર્શનકારો પોત પોતાની દૃષ્ટિ જે બાજુ વધારે ઢળી હોય છે તે બાજુનું જ જોરશોરથી પ્રવચન કરે છે. એક નય તરફના આગ્રહી બને છે. તેમ જૈનદર્શનમાં રહેલા પણ કોઈ કોઈ પ્રવચનકારની દૃષ્ટિ કોઈ એક બાજુ વધારે ઢળેલી હોય છે. તો તે તે પ્રવચનકારો વસ્તુને તે બાજુથી જ પોતે વધારે સમજે છે અને બીજાને પણ તે બાજુ જ વધારે સમજાવે છે. એક નયના ગ્રહણનો આગ્રહવિશેષ જ હોવાથી તેઓનું આ વચન પરતીર્થિકના વક્તવ્યતુલ્ય છે. જેમ વર્તમાનકાલમાં પણ દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી કે તેના પછી પડેલા વ્યક્તિગત સંપ્રદાયોની દૃષ્ટિ જે બાજુ ઢળી છે. તે બાજુની જ વાત પક્કડપૂર્વક કહે છે તેથી જ વિવાદો સર્જાય છે. જૈન હોવા છતાં પણ સાપેક્ષદૃષ્ટિ ન રાખવાથી વર્તમાનકાલના Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ – ગાથા-૩૧ ૧૮૫ સંપ્રદાયોનું વક્તવ્ય જેમ પરતીર્થિક તુલ્ય બને છે. તેમ આ પણ કોઈ એક બાજુના નયવાદની પક્કડથી કહેવાયેલું છે. માટે પરતીર્થિકનું વક્તવ્ય છે. પ્રશ્ન - ક્રમોપયોગવાદ અને હોપયોગવાદ માનનારા આચાર્યો પણ જૈનશાસનના મહાપ્રભાવક અને મહાગ્રન્થોના રચયિતા છે. જૈનશાસનના અનુયાયી તમામ વ્યક્તિઓ તેઓના પ્રત્યે પણ ગૌરવપૂર્ણ મહાન સદ્ભાવ અને બહુમાન હૈયામાં ધરાવે છે તેઓના રચેલા સૂત્રપાઠોની જ્યાં ત્યાં સાક્ષી આપવામાં આવે છે તેવા શ્રી જિનભદ્રગણિજી અને શ્રીમલ્લવાદીસૂરિજી જેવા મહાન સમર્થક આચાર્યોના વક્તવ્યને વિષે શ્રી ગ્રન્થકર્તાએ “પરતીર્થિકના વક્તવ્ય તુલ્ય” જેવા અરોચકભાવો કેમ વ્યક્ત કર્યા ? એટલું જ નહીં, પરંતુ આટલા બધા ભારે શબ્દપ્રયોગવાળી ભાષાનો પ્રયોગ કેમ કર્યો ? તે સમજાતું નથી. ઉત્તર - તે સમર્થ આચાર્યો પ્રત્યે ગ્રન્થકર્તાને પણ અતિશાય ઘણો અહોભાવ છે. જરા પણ અરોચક ભાવ નથી. પણ “આ વાદ-વિવાદની ભાષા છે’ જ્યારે જ્યારે કોઈ મુદ્દા ઉપર વાદ-વિવાદ અથવા તેની વાદી-પ્રતિવાદી રૂપે ચર્ચા ચાલે છે, ત્યારે તે પ્રસંગે આવી, અરોચકભાવ જાણે હોય શું તેવી ભારે શબ્દોના પ્રયોગવાળી ભાષા જ માત્ર હોય છે. હાર્દિક સદ્ભાવ કે બહુમાન ઓછું હોતું નથી, તેઓ પણ આ આચાર્યો પ્રત્યે તેટલા જ વિશિષ્ટ ભાવવાળા જ હોય છે. અને આ આચાર્યો પણ જૈનશાસનના મહાપ્રભાવક છે. તેઓએ પણ તેઓના રચેલા મહાપ્રભાવકગ્રંથોમાં અભેદોપયોગવાદનું ખંડન કરવાપૂર્વક ક્રમો૫યોગવાદાદિનું સમર્થન કરેલું છે એટલે સૃષ્ટિભેદના કારણે વાદ વિવાદની ભાષા માત્ર જ તીખી છે. કોઈને કોઈના પણ પ્રત્યે અરોચકભાવ પણ નથી. તથા અહોભાવ પણ ન્યૂન નથી. માત્ર વાદવિવાદની આવી ભાષા હોય છે. બીજો કોઈ અનર્થ મનમાં વિચારવો નહીં. તથા આ ગ્રંથ પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજશ્રી રચિત છે. જે જે ગ્રન્થો જેના જેના રચેલા હોય છે તે તે ગ્રન્થોમાં તે તે ગ્રન્થકર્તાને માન્ય જ મુદ્દાઓ યુક્તિપ્રયુક્તિથી સિદ્ધ કરવામાં આવતા હોય છે. આપણે જો ક્રમોપયોગવાદ અને સહવાદને માનનારા આચાર્યો વડે રચાયેલા ગ્રન્થોનો અભ્યાસ કરીએ તો ત્યાં આ માન્યતાની સામે ક્રમોપયોગવાદની અને સહવાદની સાર્થકતા, તેના હેતુઓ, અને તેનાં પ્રમાણો પણ વધારે પ્રમાણમાં આપેલાં જ હોય છે. તેથી વિશેષાર્થીએ તે તરફના મુદ્દાઓ અને દલીલો પણ તેઓના ગ્રન્થોમાંથી જાણવા પ્રયત્ન કરવો, પરંતુ એકે પણ આચાર્યો તરફ હૈયામાં સદ્ભાવ કે બહુમાન ઓછું કરવું નહીં, નયવાદથી થતા વાદ-વિવાદો આવા જ હોય છે. તે સાંભળતાં અને સમજતાં પોતે તટસ્થ રહેવું, પોતાના હૃદયને મધ્યસ્થ રાખવું, પણ કોઈ પણ જાતનો કોઈના પણ પ્રત્યે અનુચિત વિચાર કે રાગ-દ્વેષવાળો વિચાર મનમાં લાવવો નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કાષ્ઠ-૨ – ગાથા-૩૨ સન્મતિપ્રકરણ કેવલજ્ઞાન અને કેવલદર્શનની ચર્ચા હવે અહીં સમાપ્ત થાય છે. કર્મગ્રન્થાદિના પ્રાથમિક અભ્યાસની દૃષ્ટિએ અહીં ઘણી વાત જુદી પણ આવી છે. પરંતુ જુદા જુદા નયવાદોથી જુદી જુદી વાત પણ સંભવી શકે છે. તે તે નયથી (સાપેક્ષદષ્ટિથી) સમન્વય કરતાં શીખવું જોઈએ પણ વિવાદવાળા ન બનવું. તથા નયવાદનો અભ્યાસ કરીને ધીર-વીર અને ગંભીર બનવા પ્રયત્નશીલ થવું. પણ વિખવાદવાળા ન બનવું. // ૩૧ || સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન, આમ બોધ (જાણવું એવા) અર્થવાળા દર્શનશબ્દની ચર્ચા સમાપ્ત કરીને હવે “શ્રદ્ધા અર્થમાં વપરાતા દર્શનશબ્દનું પણ વધારે સ્પષ્ટીકરણ કરતાં કહે છે - एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो ॥ ३२ ।। एवं जिनप्रज्ञप्तान् श्रद्दधानस्य भावतो भावान् । पुरुषस्याभिनिबोधे, दर्शनशब्दो भवति युक्तः ।। ३२ ।। ગાથાર્થ - આ જ પ્રમાણે જિનેશ્વરપરમાત્માએ કહેલા ભાવોને ભાવથી શ્રદ્ધા કરતા પુરૂષના મતિજ્ઞાનમાં જ દર્શનશબ્દ લગાડવો યોગ્ય છે. || ૩૦ || વિવેચન - “દર્શન” શબ્દ જૈનદર્શનમાં પારિભાષિક છે અને અતિશય પ્રસિદ્ધ છે. જૈનદર્શનની પરિભાષા પ્રમાણે આ દર્શન શબ્દના ખાસ કરીને બે અર્થો લેવાય છે. એક અર્થ એ થાય છે કે સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગ, કે જેને સામાન્યોપયોગ અથવા દર્શનોપયોગ કહેવાય છે. તથા આ દર્શનગુણને આવૃત કરનારૂં જે કર્મ છે તે દર્શનાવરણીય કર્મ છે. આ એક અર્થ થયો. બીજો અર્થ છે શ્રદ્ધા-રુચિ-વિશ્વાસ, આ ગુણનો ઘાત કરનારૂં જે કર્મ છે. તે દર્શનમોહનીય કર્મ છે. આવાર્ય ગુણ ભિન્ન છે. એટલે તેનું આવારક કર્મ પણ ભિન્ન છે. આ વાત કર્મગ્રન્થાદિના અભ્યાસીઓમાં પ્રસિદ્ધ છે. નિરાકારોપયોગ તે દર્શન” આ પ્રથમ અર્થમાં વપરાયેલ દર્શનશબ્દ એ જ્ઞાનથી ભિન્ન નથી, એટલે કે જે જ્ઞાન છે તે જ્ઞાન જ, જો અસ્પૃષ્ટ અને બાહ્યન્દ્રિયના અવિષયભૂત વિષયનું પ્રત્યક્ષજ્ઞાન હોય તો તે જ્ઞાનને જ દર્શન કહેવાય છે. આવી વાત જણાવીને ગ્રંથકારે પોતાનો અભિપ્રાય પ્રસિદ્ધ પ્રવાહથી જુદો બતાવીને દર્શનશબ્દનો અર્થ શું કરવો ? તે જણાવ્યું. અહીં સુધીની ગાથાઓની રચના કરીને તેમાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓ જણાવીને જ્ઞાનશબ્દથી વાચ્ય એવા સાકારોપયોગથી ભિન્ન એવો નિરાકારોપયોગવાચ્ય દર્શન શબ્દ નથી. પરંતુ જે જ્ઞાન છે તે જ ઉપરોક્ત વિશેષણવાળું હોય તો દર્શન બને છે. સઘળુંય જ્ઞાન, દર્શન કહેવાતું નથી એમ પોતાનો વિચારભેદ જણાવ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૩૨ ૧૮૭ એ જ પ્રમાણે શ્રદ્ધા-રૂચિ - વિશ્વાસ આદિ બીજા અર્થમાં પણ ગ્રન્થકારશ્રી પોતાની વિચારધારા પ્રસિદ્ધ પ્રવાહથી કંઈક જુદી છે. તે વાતનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે ‘‘સમ્ય વર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાń:'' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે ગુણોનો યોગ તે મોક્ષમાર્ગ છે આ સૂત્ર જોતાં, તથા તેવા તેવા પ્રકારના શાસ્ત્રપાઠો જોતાં એમ લાગે છે કે જિનેશ્વર પરમાત્માનાં વચનો ઉપર શ્રદ્ધા-રુચિ-વિશ્વાસ-પ્રેમ. તે સમ્યગ્દર્શન છે. અને મોહને મારે તે રીતે તેમના વચનોનો અભ્યાસ (જાણપણું) તે સમ્યજ્ઞાન છે. અને તેને અનુસારે મોહના નાશને અનુલક્ષીને ત્યાગ-વૈરાગ્યમય પ્રવર્તન તે સમ્યક્ચારિત્ર છે. આ અર્થો જોતાં દર્શન અને જ્ઞાન જુદાં જુદાં હોય તેમ સમજાય છે. અને પ્રસિદ્ધપ્રવાહ પણ એવો જ છે કે સમ્યગ્દર્શન, એ સમ્યજ્ઞાનથી જુદું છે. પરંતુ ઊંડો અભ્યાસ અને સૂક્ષ્મ ચિંતન કરતાં જણાય છે કે વાસ્તવિકપણે તેમ નથી. સમ્યગ્દર્શન એ સમ્યજ્ઞાનથી ભિન્ન નથી. જે સમ્યજ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે. આ વાત ગ્રંથકારશ્રી હવે સમજાવે છે. અહીં એક પ્રશ્ન થાય કે જો જ્ઞાન એ જ સમ્યગ્દર્શન હોય તો મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાંથી કયા જ્ઞાનને સમ્યગ્દર્શન કહેવાય ? તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે‘મિળિવોદે હંસળસદ્દો દ્દવરૂ નુત્તો = આ દર્શનશબ્દ આભિનિબોધિકજ્ઞાનમાં (મતિજ્ઞાનમાં) જોડાયેલો છે. 44 શ્રી જિનેશ્વર વીતરાગ પરમાત્માએ પ્રરૂપણા કરેલા ભાવોની ભાવથી (હાર્દિક=સાચી) શ્રદ્ધા કરતા એવા પુરૂષનું ‘‘નં બિળેન્હેિં પન્નાં, તમેવ સત્ત્વ નિશ્ચંદ્ર'' જિનેશ્વર પરમાત્માએ જૈનશાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે તે જ સાચું છે. નિઃશંક છે આવા પ્રકારનું અપાયાત્મક (નિર્ણયાત્મક) જે આભિનિબોધિક (મતિજ્ઞાન) વર્તે છે. તે અપાયાત્મક આભિનિબોધિકજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શન પરમાત્માના વચનો પ્રત્યે રુચિરૂપ, શ્રદ્ધારૂપ, અત્યન્ત પ્રીતિસ્વરૂપ, અને વિશ્વાસાત્મક જરૂર છે. તો પણ જ્ઞાન વિનાની એકલી રુચિ નથી. જિનોક્ત તત્ત્વોને વિષે “આ જ સાચું છે” આવા નિર્ણયવાળી (અપાયવાળી) જે રુચિ છે તે સમ્યગ્દર્શન જાણવું. હૃદયમાં થયેલો જે અટલ નિર્ણય, અફર નિશ્ચય, સાચાપણાનો અચલિત અપાયાત્મક જે બોધ તે સમ્યગ્દર્શન છે. તેથી આ રુચિ અપાયાત્મક હોવાથી અપાયાત્મક એવા બોધથી (મતિજ્ઞાનથી) ભિન્ન નથી. અર્થાત્ મતિજ્ઞાનના ચોથા-પાંચમા ભેદ સ્વરૂપ જે અપાય અને ધારણા છે તે બન્ને પ્રકારનું મતિજ્ઞાન જ પરમાત્મા પ્રત્યે રૂચિવિશ્વાસ અને પ્રીતિવાળું જ્યારે બને છે, ત્યારે તે મતિજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રની શ્રી સિદ્ધસેનગણિજીની બનાવેલી ટીકામાં પ્રથમ અધ્યાયના સૂત્ર ૮ ના ભાષ્યમાં સ્પર્શન દ્વારમાં તથા તેની ટીકામાં આ પ્રમાણે પાઠ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કડ-૨ – ગાથા-૩૨ સન્મતિપ્રકરણ "स्पर्शनम् । सम्यग्दर्शनेन किं स्पृष्टम् ? । लोकस्यासङ्खयेयभागः, अष्टौ चतुर्दशभागा देशोनाः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति । अत्राह-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति ? उच्यते - अपायसद्व्यतया सम्यग्दर्शनम्, अपाय: - आभिनिबोधिकम्, तद्योगात् सम्यग्दर्शनम् । तत् केवलिनो नास्ति । तस्मात् न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु મતિ '' ભાષ્યના આ પાઠની પૂજ્ય સિદ્ધસેનગણિકૃત ટીકાનો પાઠ જોવાથી સમજાશે કે અપાયાત્મક જે બોધ છે તેનો યોગ (સંબંધ) અને સદ્ધવ્યનો (સમ્યકત્વ મોહનીય કર્મનો) યોગ હોતે છતે સમ્યગ્દર્શન કહેવાય છે આ સમ્યગ્દર્શન કેવલીને હોતું નથી. તેથી તેઓ સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. અપાય-ધારણાત્મક પ્રતિજ્ઞાન સ્વરૂપે જે નિર્ણયાત્મક બોધ છે. તે બોધ રૂચિસ્વરૂપ પણ હોય છે. રૂચિરહિત પણ હોય છે. જેમ કોઈ એક દર્શનના અનુયાયી જીવો જ્યારે ઈતરદર્શનનાં શાસ્ત્રો ભણે છે. ત્યારે તે અન્યદર્શનમાં જે જે પદાર્થો જેમ કહ્યા હોય છે, તેમ અધ્યાપક પાસે અથવા ગુરુજી પાસે ભણે છે. પણ પોતાને તે ભાવો રુચતા નથી, ગમતા નથી, વિશ્વસનીય બનતા નથી. આમ તે કંઈ હોતું હશે ? આવી શંકા - અવિશ્વાસ મનમાં રહ્યા જ કરે છે. જેમ જૈનદર્શનના અનુયાયી જીવો તર્કસંગ્રહ-મુક્તાવલી કે બૌદ્ધદર્શનનાં શાસ્ત્રો ભણે ત્યારે ગુણ-ગુણીનો એકાન્તભેદ, સમવાય સંબંધ, એકાન્તનિત્યતા અને એકાન્તક્ષણિકતા ભણવા ભણાવવામાં જે આવે છે. તે તેને રુચતી નથી. પણ સમજી લે છે. આ રુચિરહિત અપાયાત્મક મતિજ્ઞાન છે. જ્યારે જૈનદર્શનના અનુયાયી આ જ આત્માઓ જ્યારે જિનેશ્વરપ્રભુકથિત શાસ્ત્રો ભણે છે. ત્યારે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિ-નાસ્તિ આદિ સ્વરૂપ સ્યાદ્વાદયુક્ત ભાવોને જાણતાં હૈયું નાચી ઉઠે છે. યથાર્થ બોધ મળવાથી થનગની ઉઠે છે. અતિશય-રૂચિ-પ્રીતિ-વિશ્વાસવાળું મતિજ્ઞાન થાય છે. આવા પ્રકારના રૂચિવિશ્વાસવાળા આ મતિજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે – વમનન્ત વિધિના નિપ્રસન્ માવાન્ શ્રદ્ધાનસ્થ પુરુષ यद् आभिनिबोधिकं ज्ञानं तदेव सम्यग्दर्शनम् विशिष्टावबोधरूपाया रुचेः सम्यग्दर्शनशब्दवाच्यत्वादिति भावः । જો આવું જ્ઞાન ન હોય અને કેવલ એકલી રૂચિ હોય તો તે અજ્ઞાનદશાની જ રૂચિ થાય, તે આ આત્માને ઉપકારક થતી નથી. લખાણ વિનાના કોરા કાગળ ઉપર સહી કરવાથી અથવા લખેલા પણ નહીં વાંચેલા કાગળ ઉપર સહી કરવાથી જેમ નુકશાન થાય છે તેમ જ્ઞાન વિનાની રૂચિ પણ જીવને ઉપકારક નથી. તેથી અપાય-ધારણાત્મક જે જ્ઞાનમય રૂચિ Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કિાડ-૨ – ગાથા-૩૩ ૧૮૯ છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શન ચાર થી બાર ગુણસ્થાનક સુધી જ હોય છે. ૧ થી ૩ ગુણસ્થાનકોમાં જિનેશ્વર પ્રભુ ઉપર રૂચિ નથી. અને તેરમા-ચૌદમા ગુણસ્થાનકે ક્ષાયોપથમિક ભાવવાળું આવું આભિનિબોધિક જ્ઞાન નથી માટે કેવલી ભગવાન સમ્યગ્દર્શની નથી. પરંતુ અપાય અને સદ્ધવ્યના ક્ષયથી થનારી નિર્મળ દૃષ્ટિવાળા છે એટલે કે તે કેવલી ભગવાન સમ્યગ્દષ્ટિ છે. તે ૩૨ // सम्मण्णाणे णियमेण, दंसणं दंसणे उ भयणिजं । सम्मण्णाणं च इमं ति, अत्थओ होइ उववण्णं ॥ ३३ ॥ सम्यग्ज्ञाने नियमेन, दर्शनं दर्शने तु भजनीयम् । सम्यग्ज्ञानञ्चेदमिति, अर्थतो भवत्युपपन्नम् ॥ ३३ ॥ ગાથાર્થ - સમ્યજ્ઞાન હોતે છતે દર્શન નિયમ હોય છે પરંતુ દર્શન હોતે છતે (સમ્યજ્ઞાન) ભજનાએ હોય છે. તેથી અર્થ દ્વારા એ સિદ્ધ થયું કે જે સમ્યજ્ઞાન છે તે જ આ (સમ્યગ્દર્શન) છે. || ૩૩ / વિવેચન - ઉપરની ગાથાની ચર્ચાથી સમજાશે કે એકલી રુચિ તે સમ્યગ્દર્શન નથી, કારણ કે સર્વે દર્શનકારોને તથા તેના અનુયાયીઓને પોત પોતે માનેલી માન્યતાઓ વાસ્તવિકપણે ખોટી હોય તો પણ તેઓની દૃષ્ટિ તે તરફ ઢળેલી છે. તેથી તેવા પ્રકારની ખોટી ખોટી માન્યતાઓમાં પણ અતિશય રુચિ હોય જ છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે વર્તતા જીવોને પણ પોતે માનેલા જુદા જુદા એકાન્તવાદમાં ઘણી જ રુચિ હોય છે. એટલે જ પોતે માનેલા પક્ષનો ઘણો જ બચાવ કરતા હોય છે. જેમકે સાંખ્યો કહે છે કે આત્મા નિત્ય જ છે નૈયાયિક - વૈશેષિકો કહે છે કે આત્મા સર્વવ્યાપી છે. બૌધ્ધો કહે છે કે આત્મા ક્ષણિક અનિત્ય છે. ચાર્વાક કહે છે કે આત્મા પાંચ ભૂતોનો જ બનેલો છે. આવા સેંકડો મુદાઓના જુદા જુદા એકાન્તવાદ લોકો માનતા જ હોય છે. તેઓએ માનેલા તે તે પક્ષની જોરદાર દલીલો રજુ કરે છે. બીજાના પક્ષનું નિરસન અને પોતાના પક્ષનું સ્થાપન સર્વે પણ વાદીઓ જોરશોરથી કરે છે. આ બધું ક્યારે થતું હશે ? પોતાના પક્ષની અતિશય રુચિ હોય તો જ, એટલે “એકલી રુચિ તે દર્શન” આમ જો અર્થ કહીએ તો આવા પ્રકારના એકાન્તવાદના મિથ્યા આગ્રહવાળાઓને પણ પોત પોતાના પક્ષની રુચિ હોવાથી દર્શન કહેવું પડે, તેથી જ મૂલગાથામાં લખ્યું છે કે “સ ૩ મહ્નિ '' દર્શન (એટલે રુચિ) જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં સમ્યજ્ઞાન હોય જ એવો નિયમ નથી, કારણ કે એકાન્તમાન્યતામાં પણ રુચિ હોઈ શકે છે. તેથી અનેકાન્ત વિષયક રુચિ જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં સમ્યજ્ઞાન હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કાડ-૨ – ગાથા-૩૩ સન્મતિપ્રકરણ એકાન્તવાદ વિષયક જો રુચિ હોય તો તે રુચિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન હોવાથી સમ્યજ્ઞાન કહેવાતું નથી, અને અનેકાન્તવાદ વિષયક જો રુચિ હોય તો તે રૂચિ યથાર્થ અપાય-ધારણાત્મક હોવાથી તેવા જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. એટલે આ સમ્યજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. પ્રશ્ન - અમે એકલી રુચિને સમ્યગ્દર્શન કહેતા જ નથી કે જેથી ઉપરની આપત્તિ આવે, પરંતુ જિનેશ્વર પ્રભુએ કહેલાં જે તત્ત્વો છે તે તત્ત્વો અનેકાન્તમય છે. તેના કહેનારા વીતરાગ-સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા છે. વળી કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જેવું જોયું છે તેવું જ કહ્યું છે અને જેવું કહ્યું છે તેવું જ સંસારમાં દેખાય છે અનુભવાય છે. તેથી તેવા વીતરાગપ્રણીત તત્ત્વો ઉપર જે રુચિ, તેને જ અમે સમ્યગ્દર્શન કહીએ છીએ. માટે રૂચિ તે જ દર્શન આમ કહીએ તો શું દોષ ? ઉત્તર - વીતરાગપ્રણીત તત્ત્વો જ સાચાં છે. તે તો સ્વયં જ અનેકાન્ત ધર્મ વિષયક છે. સંસારમાં પણ પદાર્થો તેવા જ દેખાય છે તેવા જ અનુભવાય છે. આવું નિર્ણયાત્મક (અપાયાત્મક) જે જ્ઞાન છે તથા આવું સચોટ થયેલું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પરમાત્મા પ્રત્યેના વિશ્વાસ સ્વરૂપ છે. આ અફર એવું જે જ્ઞાન છે. તે રુચિસ્વરૂપ છે તેથી આવા જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા પ્રકારનું સમ્યજ્ઞાન જેને વર્તે છે તેને નિર્ણય (વિશ્વાસવાળો અપાય) નક્કી હોવાથી સમ્યગ્દર્શન નિયમા હોય છે. “HOUT Tયા વંvi, સમ્યજ્ઞાન હોતે છતે સમ્યગ્દર્શન નિયમ હોય છે. તેથી એકલી રુચિને જો દર્શન કહીએ તો મિથ્યાવાદવાળાને પણ પોત પોતાના પક્ષની રુચિ હોવાથી સમ્યગ્દર્શન કહેવું પડે તે બરાબર નથી, માટે યથાર્થ તત્ત્વનો નિર્ણયાત્મક જે બોધ છે તે બોધ જ સમ્યજ્ઞાન સ્વરૂપ છે. અને તેમાં જે અચલતા છે. તે જ સમ્યગ્દર્શન છે આ કારણે દર્શન તે જ્ઞાનથી જુદુ નથી. પણ જે સમ્યજ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે. આમ સારાંશરૂપે સિદ્ધ થયું. જિનેશ્વર વીતરાગદેવે શું કહ્યું છે. તેનો કંઈ જ જો ખ્યાલ ન હોય, અને સંપૂર્ણ અજ્ઞાનદશા જ હોય તો ગમે તેટલી રુચિ હોય તો પણ આત્માનો ઉપકાર કરનારી તે રુચિ બનતી નથી. કારણ કે પાપ શું? પુણ્ય શું? નિર્જરા શું? કર્મ શું? આત્મા શું અને ધર્મ શું? શું શું કરવાથી પાપ બંધાય, શું શું કરવાથી પુણ્ય બંધાય, શું શું કરવાથી કર્મોની નિર્જરા થાય? મોક્ષ શું છે ? મોક્ષના ઉપાયો શું છે ? આવા પ્રકારનું પ્રાથમિક કક્ષાનું પણ જો કંઈ જ્ઞાન ન હોય, અને ભગવાનના નામે પોતાના મગજમાં બેઠેલા દૂરાગ્રહો ઉપર જ રુચિ-પ્રેમ થઈ જાય તો આત્માનો ઉપકાર થવાને બદલે અપકાર થઈ જાય છે. તેથી રુચિ કરતાં પણ યથાર્થતત્ત્વનિર્ણયાત્મક બોધ પહેલો જરૂરી બને છે. આવો જે યથાર્થ બોધ થાય છે. તે બોધ જ રૂચિ રૂપે પરિણામ પામતાં તે બોધને જ સમ્યગ્દર્શન કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ ૧૯૧ ટીકામાં કહ્યું છે કે સીજ્ઞાને નિયન સગવર્ન, તને પુનર્જનની વિરત્વનીયમ્ सम्यग्ज्ञानं । एकान्तरुचौ न सम्भवति, अनेकान्तरुचौ तु सम्यग्दर्शने समस्ति । यतश्चैवमतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शनं च विशिष्टरुचिस्वभावमवबोधरूपमर्थतः सामर्थ्यादुपपन्नं भवति । ઉત્તમ મહાત્મા પાસેથી પૂર્વાચાર્યરચિત ગ્રન્થોના ભાવાર્થો ભણતાં, સાંભળતાં, સમજતાં અને તેનું વારંવાર પરિશીલન કરતાં “અહા ! આ કેવું સુંદર તત્ત્વ છે, કેટલું બધું સત્ય છે, મહાત્મા જેમ કહે છે તેમ જ દેખાય છે. તેવું જ અનુભવાય છે. આવું સત્ય આજ સુધી ક્યારેય મેં જાણ્યું જ ન હતું. આવા પ્રકારના નિર્ણયાત્મક (નિશ્ચયબોધાત્મક) જે રુચિસ્વરૂપ જ્ઞાન થાય છે. તે જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તેથી જ આવું સમ્યજ્ઞાન થયે છતે નિયમા દર્શન (રુચિ) હોય જ છે. પરંતુ કેવલ એકલું દર્શન (રુચિ) હોતે છતે (મિથ્યાભાવે જાણેલાં તત્ત્વો ઉપર અથવા સર્વથા અજ્ઞાતાવસ્થામાં પણ રુચિ થવાનો સંભવ હોવાથી તેવી રુચિ હોતે છતે) પણ સમ્યજ્ઞાન હોય જ એવો નિયમ નથી. વ્યવહારનયથી રુચિની પ્રધાનતા જેમ છે તેમ નિશ્ચયનયથી સમ્યજ્ઞાનની પ્રધાનતા છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેની રુચિવાળુ જ્ઞાન જ અને આવા જ્ઞાનવાળી રુચિ જ, આત્માનું કલ્યાણ કરનારી છે. યથાર્થ તત્ત્વજ્ઞાન રુચિને ઉત્પન્ન કરનાર છે. તેથી યથાર્થતત્ત્વનિર્ણય રૂપ જે બોધ છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. માટે રુચિ સ્વરૂપ દર્શન જે પ્રસિદ્ધ છે તે પણ અનેકાન્ત વિષયક રુચિ લેવી. અને તેવી વિશિષ્ટ રુચિ જ્યાં હોય છે. ત્યાં તે રુચિ જ્ઞાનથી ભિન્ન તત્ત્વ નથી. // ૩૩ | જ્ઞાન અને દર્શનનો ભેદ નથી પણ અભેદ છે તેની બહુ ચર્ચા કરી. હવે કેવલજ્ઞાનને જૈનશાસ્ત્રોમાં “સાદિ-અપર્યવસિત” કહેલું છે. તેથી તે વાક્ય તરફ જ વધારે ભાર આપીને કેટલાક આચાર્યો કેવલજ્ઞાનમાં કેવલ એકલું ધૃવત્વ જ માને છે. પ્રતિસમયમાં થનારા ઉત્પાદ-વ્યય નથી સ્વીકારતા, તેમના એકાન્તવાદનું પણ નિરસન કરે છે. केवलणाणं साई, अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तुणा, केइ विसेसं ण इच्छंति ॥ ३४ ।। जे संघयणाईया ( भावा) भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होति विगयं तओ होइ ॥ ३५ ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ । વેવેનમાવં તુ વહુ, દેવેન્દ્ર (મuid) વાદ્ય સુત્તે ૫ રૂદ | Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ સંસ્કૃત છાયા केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे । तावमात्रेण गर्विताः, केचिद् विशेषं नेच्छन्ति ।। ३४ ॥ ये संघयणादिका (भावा ) भवस्थकेवलिविशेषपर्यायाः । ते सिध्यमानसमये, न भवन्ति, विगतं ततो भवति ॥ ३५ ॥ सिद्धत्वेन च पुन उत्पन्न एष अर्थपर्यायः । વત્નમજં તુ પ્રતીત્વ, વત્ન (અનન્ત) ર્શિત સૂત્રે એ રૂદ્દ ગાથાર્થ - સૂત્રમાં કેવલજ્ઞાન સાદિ-અનંત કહેલું છે. તેટલા પાઠમાત્રને જોઈને અહંભાવી બનેલા કોઈ કોઈ આચાર્યો તે કેવલજ્ઞાનમાં વિશેષને (પર્યાયન = ઉત્પાદવ્યયને) ઈચ્છતા નથી. તે ૩૪ / સંઘયણ આદિ સંબંધી જે જે દેહધારી કેવલી પરમાત્માના વિશેષપર્યાયો છે તે પર્યાયો મુક્તિગમન સમયમાં હોતા નથી. તેથી તે કેવલજ્ઞાન પણ (તે ભાવે) વિનાશ પામેલું કહેવાય છે. તે ૩૫ || તથા વળી સિદ્ધાવસ્થાપણે જે ઉત્પત્તિ થાય છે. તે આ કેવલજ્ઞાનનો અર્થપર્યાય છે. વળી કેવલભાવને આશ્રયી કેવલજ્ઞાનને સૂત્રમાં (અનંત-અપર્યવસિત) પણ કહેલું છે. ૩૬ વિવેચન - જૈન દર્શનમાં જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મનો સર્વથા ક્ષય થવાથી પ્રગટ થનારાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભાવિમાં હવે ક્યારેય પણ આવરણ વાળાં બનનાર ન હોવાથી અને તેથી તેનો હવે ક્યારેય અંત આવનાર ન હોવાથી “સાદિઅપર્યવસિત” કહેલાં છે. સાદિ એટલે આદિવાળાં, ઉત્પત્તિવાળાં, જેની ઉત્પત્તિ થાય છે તેવાં, આવરણીયકર્મના સર્વથા વિલય સમયે આ બન્નેની ઉત્પત્તિ થાય છે. તેથી આ બન્ને સાદિવાળાં છે. પરંતુ આ પરમાત્મા સર્વથા ક્ષીણ આવરણવાળા હોવાથી અને ફરીથી ક્યારેય પણ આવરણીયકર્મ બાંધે એવા બંધહેતુઓ તેઓમાં આવવાના ન હોવાથી ક્યારેય પણ આવરણીયકર્મ બંધ-ઉદય કે સત્તામાં તેઓને આવવાનાં જ નથી તેથી પ્રગટ થયેલું આ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્યારે ય પણ જવાનું નથી. તે માટે તે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે એમ શાસ્ત્રોમાં કહેલું છે. પર્યવસિત એટલે પર્યવસાનવાળું, છેડાવાળું, અંતવાળું, અર્થાત્ નાશ પામનારૂં અને અપર્યવસિત એટલે પર્યવસાનવિનાનું, છેડાવિનાનું, અંતવિનાનું, અર્થાત્ નાશ નહી પામનારૂં. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ આ કેવલજ્ઞાન અને કેવલદર્શન તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે ઉત્પત્તિ પામે છે માટે સાદિ છે. પરંતુ પછીથી ક્યારેય ચાલ્યું જતું નથી, યાવત્ અનંતકાળ રહે છે. તેથી અપર્યવસિત છે. આમ હોવાથી આ બન્ને સાદિ-અનંત છે. પરંતુ તે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સમયે-સમયે હવે ઉત્પાદ-વ્યય થતા જ નથી, સદાકાળ ધ્રુવ જ રહે છે. અર્થાત્ ઉત્પાદ-વ્યય વિનાનું કેવલ એકલું ધૃવત્વ જ રહે છે. આવું કેટલાક આચાર્યો માને છે. સંસારી જીવોમાં દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય આદિ ભાવે જન્મ-મરણ થાય છે. તથા બાલ-યુવત-વૃદ્ધત્વ રૂપે ઉત્પાદ-વ્યય દેખાય છે. તેવા પ્રકારના ઔદયિકભાવવાળા ઉત્પાદ-વ્યય ત્યાં કેવલજ્ઞાનકેવલદર્શનમાં કંઈ દેખાતા નથી, તથા મતિ-શ્રુત આદિ જ્ઞાનોમાં લાયોપથમિક ભાવ હોવાથી સમયે સમયે હીનાધિકતા થવા રૂપ પર્યાયો દેખાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન * ક્ષાવિકભાવના છે તેથી તેમાં આવા હાનિ-વૃદ્ધિ થવારૂપ પર્યાયો પણ દેખાતા નથી, પ્રથમ સમયે જેવું અને જેટલું પ્રગટ થયું છે. તેવું અને તેટલું જ કાયમ રહે છે. માટે આ બન્નેમાં કેવલ એકલું ધૃવત્વ જ હોય છે. ઉત્પાદ-વ્યય હોતા નથી. આ પ્રમાણે કેટલાક આચાર્યો માને છે કે જેઓની દૃષ્ટિ દ્રવ્યાર્થિકનય તરફ વધારે ઢળેલી છે. (પર્યાયને જોવામાં અને સમજવામાં ઉપેક્ષાભાવવાળી દ્રષ્ટિ જેઓની છે તેઓ આમ કહે છે.) ટીકામાં કહ્યું છે કે - “વત્રજ્ઞાનં સીદપર્યવસતતિ ર્શિત સૂત્રે રૂચેતાવાપી गर्विताः केचन विशेष पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छन्ति, ते च न सम्यग्वादिनः । ગ્રન્થકારશ્રી તેઓને સમજાવતાં કહે છે કે તમે તો “સાદિ અપર્યવસિત” આવા શબ્દના વાચ્યાર્થીમાત્રમાં જ વ્યામોહિત (ભ્રમિત) થઈ ગયા, શાસ્ત્રોક્ત યથાર્થતત્ત્વ જ ભૂલી ગયા, “સાદિ અનંત” શબ્દ સાંભળીને મન ફાવે તેવી એકનયાશ્રિત કલ્પના જ કરી બેઠા છો, બીજા નય તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી. આ તમારી મોટી ભૂલ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં દ્રવ્યાર્થિકનયને આશ્રયી જેવું સાદિ-અનંતપણું છે. તેવું જ પર્યાયાર્થિક નયને આશ્રયી સાદિ-સાન્તપણું પણ છે જ, તે આ પ્રમાણે સમજવું. જિનેશ્વર પરમાત્માના કથન પ્રમાણે કોઈ પણ પદાર્થ ઉત્પાદ-વ્યય- અને ધૃવત્વથી રહિત નથી. જે કોઈ ભાવ ઉત્પાદાદિ ત્રણ ધર્મોથી રહિત છે. તે આ સંસારમાં છે જ નહીં અર્થાત્ અસત્ છે. જેમ કે શશશૃંગ, વધ્યાપુત્ર, આકાશપુષ્પ ઇત્યાદિ, અને જે કોઈ સત્ છે તે પદાર્થ આ ત્રણ ધર્મવાળો જ છે. તથા આ ત્રણે ધર્મવાળો જે પદાર્થ હોય તે જ સત્ છે. આ વાત કેમ ભુલી જાઓ છો? તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સત્ હોવાથી ઉત્પાદાદિ ત્રણે ધર્મવાળાં જ છે. કેવલ એકલું ધૃવત્વ આ બન્નેમાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ પ્રશ્ન - કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં વૃદ્ધિ-હાનિ તો થતી નથી. પ્રગટ થયેલાં તે કદાપિ ચાલ્યાં જતાં નથી તો તેમાં પર્યાયો કેવી રીતે સમજવા ? ઉત્તર - જે સમયે કેવલી પરમાત્મા સંસારમાંથી નિર્વાણ પામે છે. મુક્તિએ જાય છે. ત્યારે સંઘયણ આદિના સંબંધવાળું કેવલજ્ઞાન અને કેવલદર્શન છે. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન સંઘયણ આદિના સંબંધવાળા ભાવપણે નાશ પામે છે. અને અશરીરીભાવે કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. તેથી તે બન્નેમાં ઉત્પાદ અને વ્યય પણ પર્યાયસ્વરૂપે અવશ્ય છે જ. સંસારી સર્વે જીવોના આત્મા દેહની સાથે લોહાગ્નિ અને ક્ષીર-નીરની જેમ પરસ્પર એવા એકમેક સંબંધવાળા છે કે દેહગતપર્યાયો આત્માના પણ કહેવાય છે. લોહ અને અગ્નિ આ બન્ને દ્રવ્યો એવાં એકમેક થયેલાં છે કે અગ્નિગત દાહાત્મક પર્યાય લોહનો પણ ગણાય છે. કારણ કે જેમ અગ્નિ બાળે છે તેમ અગ્નિથી તપેલો લોહ પણ બાળે જ છે. એટલે દાહધર્મ અગ્નિનો જેમ છે. તેમ પરસ્પર મિશ્રણતાના કારણે લોહનો પણ છે. તેવી જ રીતે દેહગત સંઘયણ, લંબાઈ-પહોળાઈનું પરિમાણ, સશરીરીઅવસ્થા, વર્ણાદિ ગુણોવાળાપણું, રૂપિપણું, માનવભવપણું, ઇત્યાદિ દેહસંબંધી અનેકપર્યાય બન્ને દ્રવ્યોની મિશ્રણતાના કારણે આત્માના પણ કહેવાય છે. સંઘયણ એટલે હાડકાંની રચના, આ પૌગલિક સ્થિતિ હોવાથી દેહગતપર્યાય છે. તો પણ તે આત્મા પ્રથમ સંઘયણનામકર્મના ઉદયવાળો હોવાથી અને શરીરની સાથે અન્યોન્ય ભાવવાલો હોવાથી આત્માનો પર્યાય પણ કહેવાય છે. તેવી જ રીતે છ ફુટની ઉંચાઈ દોઢ ફુટની પહોળાઈ વિગેરે પરિમાણપર્યાય દેહગત હોવા છતાં તન્મયતાના કારણે આ પુરૂષ (પુરૂષનો આત્મા) છ ફુટ ઉંચો અને દોઢ ફુટ પહોળો આમ કહેવાય છે. આ રીતે બાકીના પર્યાયો પણ દેહગત હોવા છતાં તન્મયતાના કારણે આત્માના પણ ગણાય છે. તથા આત્મા અને કેવલજ્ઞાન આદિ ગુણો કથંચિ ભિન્નભિન્ન હોવાથી આત્માના જે જે પર્યાયો છે. તે તે પર્યાયો કેવલજ્ઞાન-કેવલદર્શનના પણ ગણાય છે. આત્મા એ દ્રવ્ય છે. અને કેવલજ્ઞાનાદિ તે ગુણો છે. દ્રવ્ય અને ગુણો એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. તથા જે ગુણો છે. તેને પર્યાયો પણ કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે - જે વર્ષમનાર/વસંદૃનનો ભવસ્થ વેવન: आत्मपुद्गलप्रदेशयोरन्योन्यानुवेधाद् व्यवस्थितेः - विशेषपर्यायास्ते सिध्यत्समयेऽपगच्छन्ति, तदपगमे तदव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात्, अन्यथाऽवस्थातुरवस्थानाम् आत्यन्तिकभेदप्रसक्तेः केवलज्ञानं ततो विगतं भवतीति सूत्रकृतोऽभिप्रायः । Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ આ રીતે વિચારતાં મુક્તિપ્રાપ્તિના પ્રથમ સમયે દેહનો નાશ થતાં દેહગત આત્માનો પણ દેહધારી તરીકે નાશ જાણવો, તથા આત્માનો દેહધારી તરીકે નાશ થતાં, આત્મગત કેવલજ્ઞાન-કેવલદર્શનનો પણ દેહધારી આત્માના ગુણ તરીકે નાશ થયો જાણવો. આ રીતે સંઘયણ આદિ સાંસારિકભાવોના સંબંધવાળાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભવસ્થ કેવલી પરમાત્મામાં જે છે તેવાં કેવલજ્ઞાન અને કેવલદર્શન નિર્વાણ સમયે વિનાશ પામે છે. તેથી તેમાં વ્યય પણ છે જ, તથા સિધ્યમાનસમયે તેનાથી વિપરીત ભાવવાળાં (એટલે કે સંઘયણ આદિ સાંસારિક સંબંધો વિનાનાં અશરીરી ભાવવાળાં) કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. તેથી તેમાં ઉત્પાદ પણ છે જ, આમ કેવલજ્ઞાન તથા કેવલદર્શનમાં ઉત્પાદ-વ્યય પણ છે જ, તથા સાંસારિક ભાવોનો સંબંધ કે તે સાંસારિક ભાવોનો વિયોગ જો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ન જોડીએ અને ફક્ત એકલા ક્ષેત્રે પદુર્ગ = કેવલજ્ઞાન અને કેવલદર્શનાત્મક ધર્મમાત્ર લઈએ તો તેવા પ્રકારના ધર્મમાત્રને આશ્રયીને વેવર્ન = આ બન્ને જ્ઞાન-દર્શનને, સુ (૩મનિવસિર્ચ = મvid) ટ્રાફર્ઘ = સૂત્રમાં અપર્યવસિત - અર્થાત્ અનંત એટલે કે ધ્રુવ કહેલાં છે. આમ પણ જાણવું. ભાવાર્થ એ છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન જેમ સાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. તેમ તે બન્ને પર્યાયને આશ્રયી ઉત્પાદ વ્યયવાળાં પણ છે અને સાદિ-અનંત હોવાથી ધ્રુવ પણ અવશ્ય છે જ. તેથી ત્રિપદીવાળાં છે તથા જે કારણે ત્રિપદીવાળાં છે તે કારણે સત્ છે. ટીકામાં કહ્યું છે કે સિદ્ધત્વેના શેષવિરામસ્વરૂપે ( પુનઃ પૂર્વવત્પન્ન અપ વત્નज्ञानाख्योऽर्थपर्याय उत्पादविगमध्रौव्यात्मकत्वाद्, वस्तुनः अन्यथा वस्तुत्वहानेः । यत् तु अपर्यवसितत्वं सूत्रे केवलस्य दर्शितं तत् तस्य केवलभावं सत्तामात्रमाश्रित्य कथंचिदात्मव्यतिरिक्तवात् तस्य आत्मनश्च द्रव्यरूपतया नित्यत्वात् । પ્રશ્ન - નિર્વાણ સમયે ઉપર સમજાવ્યા પ્રમાણે ધારો કે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ઉત્પાદ-વ્યય થાય છે. એમ માની લઈએ તો પણ આ નિર્વાણ સમય ન આવે ત્યાં સુધી ભવસ્થાવસ્થામાં, તથા નિર્વાણ સમય પછી મુક્તાવસ્થામાં પ્રતિસમયે આવા પ્રકારના દેહગતપર્યાયોના સંબંધનો વિયોગ, કે અદેહગતપર્યાયોનો ઉત્પાદ તો કંઈ છે જ નહીં, કોઈ પણ જાતનું હાનિ વૃદ્ધિ રૂપ પરિવર્તન પણ દેખાતું જ નથી. તો તેવા કાલે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ત્રિપદી કેમ ઘટાવશો? આ બન્ને અવસ્થામાં તો આ બન્ને ગુણો એક સરખા (અલ્પ પણ પરિવર્તન વિનાના) રહેતા હોય છે. એવું અમને લાગે છે. તો ત્યાં ત્રિપદી કેવી રીતે લગાડશો ? ઉત્તર - તમારી વાત ઠીક છે. પરંતુ કોઈ પણ એક જીવ જે દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય થાય છે. તે આયુષ્યકર્મના ઉદયથી થાય છે. એટલે તેમાં પરિવર્તન (ઉત્પદ-વ્યય) Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ દેખાય છે. આ જીવનો ઔદયિકભાવ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણાના જે જે ભાવો બદલાય છે. તે પણ જાતિનામકર્મના ઉદયજન્ય હોવાથી ઔદયિકભાવના પર્યાયો થાય છે. તેથી પણ જીવમાં ઉત્પાદ-વ્યય સંભવે છે. એમ રોગી-નિરોગી, રાજા-રંક, સુખી-દુઃખી તથા બાલ્યાદિ અવસ્થા ઇત્યાદિ જે ચડતા-ઉતરતા ભાવો બદલાય છે. તે સઘળા ભાવો કર્મના ઉદયજન્ય હોવાથી ઔદયિક ભાવના પર્યાયો છે અને તેને આશ્રયી સંસારી જીવમાં ઉત્પાદ-વ્યય પ્રગટપણે ચોક્કસ દેખાય છે. આવા પ્રકારના ઔદયિકભાવના ઉત્પાદ-વ્યય સિદ્ધમાં હોતા નથી. તથા ચારે ગતિના સંસારી જીવોમાં મતિ-શ્રુતજ્ઞાનાદિ પ્રત્યેક સમયમાં હાનિ-વૃદ્ધિ પામે જ છે. દાનાદિ લબ્ધિઓની પણ હાનિ-વૃદ્ધિ થાય છે. આ બધા ક્ષાયોપથમિક ભાવના પર્યાયો છે. તેને આશ્રયીને પણ સંસારી જીવોમાં ઉત્પાદ વ્યય થાય છે. આ બન્ને તો ઉદાહરણ માત્ર છે. અર્થાત્ આ ઉદાહરણ આપીને હવે કેવલીમાં ઉત્પાદ-વ્યય સમજાવવા છે. જેમ છઘસ્થ જીવોમાં ઔદયિકભાવના અને ક્ષાયોપથમિક ભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે અને તેને આશ્રયી ઉત્પાદ-વ્યય સંસારી જીવોમાં સંભવે છે. તેવી જ રીતે કેવી પરમાત્મામાં પણ જ્યારે દેહસ્થ અવસ્થા હોય છે ત્યારે ઔદયિકભાવના અને ક્ષાયિકભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે. તથા સિધ્ધસ્થાવસ્થામાં કેવળ એકલા ક્ષાયિકભાવના પર્યાયોનું પરિવર્તન થાય છે. એટલે કે દેહસ્થાવસ્થામાં બન્ને ભાવોને આશ્રયીને અને દેહાતીતાવસ્થામાં કેવળ એકલા ક્ષાયિકભાવને આશ્રયીને કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ ઉત્પાદ અને વ્યય પ્રતિસમયે થાય જ છે. સર્વે પણ દ્રવ્યોનો જેમ પારિણામિક ભાવ છે. તેવી જ રીતે જીવદ્રવ્યનો પણ પરિણામિક સ્વભાવ હોવાથી પરિવર્તન ચાલુ જ રહે છે માટે ઉત્પાદ-વ્યય થાય જ છે. પ્રશ્ન - ઉપરની વાત બરાબર સમજાતી નથી. કર્મોના ઉદયથી તો જીવમાં રોગીનિરોગી પરિવર્તન આવે, કર્મોના ક્ષયોપશમથી પણ ગુણોની હાનિ-વૃદ્ધિથી પરિવર્તન આવે, એટલે કે નવા નવા પર્યાયો આવવાથી ઉત્પાદ-વ્યય થાય પરંતુ ક્ષાયિકભાવમાં પરિવર્તન (પર્યાયો) હોય આ વાત સમજાતી નથી. ક્ષાયિકભાવે થયેલું કેવલજ્ઞાન અને કેવલદર્શન તો સદાકાલ એકસરખું સમાન જ રહે છે. આવેલું કદાપિ જતું નથી, ક્યારેય પણ વધઘટ થતી નથી. તો આવા ક્ષાયિકભાવથી થનારા ગુણોમાં ઉત્પાદ-વ્યય કેમ હોય ? કોઈને પણ પુછો તો સિદ્ધસ્થાવસ્થામાં રહેલા પરમાત્મા સદાકાલ એકસરખા સમાન ઉપયોગમાં જ પ્રવર્તે છે. આમ જ કહેશે. તેનો અર્થ એ થયો કે હવે આ બન્ને ગુણોમાં (ક્ષાયિકભાવના તમામ ભેદોમાં) આવા ઉત્પાદ-વ્યય સંભવતા નથી. કેવલ એકલું ધ્રુવવ જ સંભવે છે. ઉત્તર - આપણે બધા સાંસારિક જીવો ઔદયિકભાવવાળા અને ક્ષાયોપથમિક ભાવવાળા છીએ, એટલે તે ભાવથી થયેલા પર્યાયો જ આપણને દ્રષ્ટિગોચર થાય છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ " સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ ૧૯૭ પર્યાયોનો જ અનુભવ થાય છે. આપણને હાલ ક્ષાવિકભાવ નથી તેથી તે ભાવજન્ય પર્યાયો સમજાતા નથી. પણ જરાક સૂક્ષ્મબુધ્ધિથી વિચારીશું તો તે પર્યાયો પણ સમજાશે, તે આ પ્રમાણે છે – કંઈક સ્થિર બુદ્ધિવાળા થઈને આપણે સમજીએ. કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બન્ને ગુણો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી થયેલા છે. તેથી તેમાં મતિજ્ઞાનાદિની જેમ હાનિ-વૃદ્ધિ કે વધઘટ કે પ્રગટતા અપ્રગટતા હોતી નથી. તેથી તેવા હાનિ-વૃદ્ધિ થવા રૂપ પર્યાયો તેમાં નથી. પરંતુ જગતમાં રહેલા સર્વેદ્રવ્યોના ત્રણેકાળના સર્વક્ષેત્રોમાં થયેલા-થતા અને થવાવાળા સર્વપર્યાયો કેવલી ભગવાન કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જાણે છે અને જુએ છે આ વાત તો બરાબર છે ? હા, કેવલી ભગવાન સર્વભાવોને જાણે છે. અને જુએ છે. આ વાતમાં કોઈ સંદેહ નથી, નિર્વિવાદ આ વાત સત્ય છે. હવે સંસારમાં રહેલા સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયો પ્રતિસમયે બદલાય છે. આ વાત પણ બરાબર છે ને ? એટલે કે ઘટ-પટ આદિ દ્રવ્યો પારિણામિકભાવે અને એકેન્દ્રિય - વિકલેન્દ્રિયાદિ જીવો પારિણામિકભાવે, ઔદયિકભાવે અને ક્ષાયોપથમિકભાવે યથાયોગ્ય પ્રતિસમયે પરિવર્તન પામે છે. પર્યાયાન્તર થાય છે. આ વાત બરાબર છે ને? હા, સર્વે દ્રવ્યો પરિણામી નિત્ય છે. તેથી પ્રતિસમયે સર્વે દ્રવ્યો પરિવર્તન પામે જ છે. તો તેના ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે સર્વે દ્રવ્યો પ્રતિસમયે જો પરિણામી જ છે (પરિવર્તન પામે જ છે) અને પ્રતિસમયે પરિવર્તન પામતા એવા સર્વદ્રવ્યોને અને તેના સર્વપર્યાયોને કેવલી પરમાત્મા જુએ છે અને જાણે છે. તેથી સર્વદ્રવ્યોને જાણતા અને જોતા એવા કેવલી ભગવાનનું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે શેયદ્રવ્યોને જાણવા અને જવારૂપે પરિવર્તન વાળું જ બન્યું, તે માટે તે બન્ને ગુણો પણ પરિવર્તન પામે જ છે. આ વાત પણ સિદ્ધ થાય છે. કારણ કે જેમ જેમ શેય બદલાય છે તેમ તેમ તે શેયને જાણવા રૂપે અને જોવા રૂપે પ્રવર્તનારૂં - જ્ઞાન-દર્શન પણ બદલાય જ છે. જેમ સીનેમામાં પિક્સર જોનારા સ્ત્રી-પુરૂષો ખુરશી ઉપર ભલે સ્થિર બેઠા છે. ગમનાગમન કંઈ કરતા નથી. અને સામે ચાલતું ચિત્ર એકી નજરે નિહાળી રહ્યા છે. ત્યારે તે ચિત્રમાં જેમ જેમ જુદા જુદા રસવાળું ચિત્ર આવે છે. તેમ તેમ જોનારા માણસોને પણ તે તે ચિત્રને અનુસારે અવશ્ય ચિત્ર-વિચિત્રભાવે જ તે ચિત્રનું જ્ઞાન થાય છે. (તથા જોનારા જીવો મોહના ઉદયવાળા હોવાથી તેઓમાં તેવા હાવ-ભાવ પણ = વિકારો પણ થાય છે) તેવી જ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શનથી કેવલી ભગવાન પણ સંસારમાં રહેલા સર્વદ્રવ્યોના પ્રતિસમયે બદલાતા પર્યાયોને જુએ છે અને જાણે છે તેથી જોયધર્મોની પરાવૃત્તિ પ્રમાણે જ્ઞાતાનું જ્ઞાન પણ જોવા-જાણવારૂપે નવા-નવા પર્યાયોને પામે છે અને તેથી બદલાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ અવશ્ય પરિવર્તન પામે છે. (ફક્ત તેઓ મોહોદયવાળા ન હોવાથી ક્ષીણમોહી હોવાથી સમસ્ત વિશ્વને જોવા છતાં અને જાણવા છતાં તેવા પ્રકારના હાવભાવવાળા કે વિકારોવાળા પર્યાયો તેઓમાં બનતા નથી.) સીનેમાનાં ચિત્રો જોનારાં સ્ત્રી-પુરૂષો જ્ઞાનવાળાં પણ બને છે અને વિકારોવાળાં પણ બને છે. આ મહાત્માઓ સર્વદ્રવ્યોમાં પરિવર્તન પામતા પર્યાયોના માત્ર જ્ઞાનવાળા જ બને છે. મોહોદય નથી. તેથી તેવા પ્રકારના વિકારોવાળા બનતા નથી. આ રીતે કેવલી પરમાત્મામાં પણ જગદ્દવર્તી સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયોને જોવા અને જાણવા રૂપે જ્ઞાન અને દર્શનમાં પરિવર્તન થાય જ છે. ફક્ત મોહોદયજન્ય વિકારો નથી તેથી તેમાં સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જોવા-જાણવા રૂપે ઉત્પાદ-વ્યય પણ છે જ. પ્રશ્ન - કેવલી પરમાત્માને જે સમયે કેવલજ્ઞાન અને કેવલદર્શન થયાં, તે જ સમયે સર્વે દ્રવ્યોના સૈકાલિક સર્વે પણ પર્યાયો જોઈ જ લીધા છે. જાણી જ લીધા છે. કોઈ ભાવ અજ્ઞાત રહ્ય જ નથી. તો હવે બીજા-ત્રીજા સમયે શું જુએ અને શું જાણે ? દ્રવ્યોમાં થયેલા અતીત પર્યાયોને અને ભાવિમાં આવનારા અનાગતપર્યાયોને પણ ભગવાને પ્રથમસમયે જ જાણી લીધા છે જોઈ લીધા છે. કોઈ પણ જાતનું અજ્ઞાતપણે તેઓમાં રહ્યું જ નથી. તો દ્વિતીયાદિ સમયોમાં આ કેવલીભગવાન શું દેખે ? અને શું જાણે ? ઉત્તર - કેવલી ભગવાને પ્રથમ સમયે જ સર્વદ્રવ્યોના અતીત- અને અનાગત પર્યાયોને જાણી લીધા છે. આ વાત સર્વથા સાચી છે. પરંતુ જે જે અતીતપર્યાયો જેટલા કાલવિશિષ્ટ છે. તેટલા કાલવિશિષ્ટ પણે જાણે છે અને જુએ છે તેમાં ૧ સમય પસાર થતાં સર્વે અતીતપર્યાયો ૧ સમયાધિક અતીતકાલપણે બદલાઈ જ ગયા, તે પર્યાયોને તેવા સ્વરૂપે કેવલી ભગવાન બીજા સમયે જ જુએ છે અને જાણે છે પ્રથમ સમયે નહીં, કારણ કે પ્રથમ સમયે તે પર્યાયો તેવા સમયાધિક અતીતકાળવાળા હતા જ નહીં એવી જ રીતે ભાવિપર્યાયોને પણ કેવલીભગવાન પ્રથમ સમયે જરૂર જાણે છે અને દેખે છે. પરંતુ જેટલા કાલવિશિષ્ટ ભાવિમાં બનવાના છે તેટલા કાલવિશિષ્ટ ભાવિપણે જાણે છે અને દેખે છે તેમાં ૧ સમય પસાર થતાં ભાવિમાં થનારા તમામ પર્યાયો ૧ સમયગૂનભાવિકોલપણે બદલાઈ જ ગયા, તે પર્યાયોને તેવા કાલવિશિષ્ટપણે કેવલીભગવાન બીજા સમયમાં જ જાણે છે. પ્રથમ સમયમાં નહીં. કારણ કે પ્રથમ સમયે તે પર્યાયો તેવા હતા જ નહીં. તેથી પૂર્વ સમયમાં કેવલી ભગવાન તેવા ભાવોને તેવા કાલ વિશિષ્ટપણે જાણતા જ નથી. કારણ કે શેય દ્રવ્ય જ તેવું નથી. આ વાત આપણે એક ઉદાહરણથી સમજીએ. એક જીવનો પ્રથમ ભવ ગાયનો, બીજો ભવ ઘોડાનો, ત્રીજો ભવ માનવનો, ચોથો ભવ દેવનો અને પાંચમો ભવ ધારો કે માછલાનો છે. તેમાંથી બે ભવ અતીત છે. ત્રીજો Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ માનવનો ભવ વર્તમાન છે અને પાછલા બે ભવ ભાવી છે. આજે કેવલી ભગવાન આ જીવને “માનવ છે” એમ દેખે છે. ઘોડાપણું પૂર્વભવમાં હતું અને ગાયપણે પૂર્વતરભવમાં આ જીવ હતો એમ દેખે છે. દેવ પણે ભાવિ, અને મત્સ્યપણે દીર્ઘભાવિ પણ જાણે છે. આમ જાણવાનું કારણ શેય એવું આ જીવદ્રવ્ય હાલ તેવું છે. માટે તેમ જુએ છે અને જાણે છે. પરંતુ તેમાંથી માનવનો ભવ પૂર્ણ કરી તે જીવ દેવ થયો, એકભવ બદલાયો, પરંતુ એક ભવ બદલાયે છતે ખરેખર પાંચે ભવો બદલાઈ જ જાય છે. (માળાના મણકાની જેમ). કેવલી ભગવાન હવે આ જીવને માનવપણે વર્તમાનરૂપે નથી જોતા અને નથી જાણતા, કારણ કે હવે જોય તેવું નથી, માનવપણે અતીત, ઘોડાપણે અતીતતર, અને ગાયપણે અતીતતમ જાણે છે. જ્યારે દેવપણે વર્તમાન અને મત્સ્યપણે માત્ર ભાવિ આમ જાણે છે અને જુએ છે. આ જીવ જ્યારે માનવ હતો ત્યારે પણ કેવલીભગવાન તેના ભાવિ એવા દેવપર્યાયને જાણતા જ હતા, પરંતુ દેવ થશે એમ ભાવિ રૂપે જાણતા હતા, હવે ભાવિ રૂપે દેવપર્યાય નથી જાણતા, કારણ કે કેવલજ્ઞાનમાં કંઈ ખામી નથી ન્યૂનતા નથી પરંતુ જીવગત તે દેવપર્યાય હાલ ભાવિ નથી, વર્તમાન છે. દેવપર્યાય ભાવિ મટીને વર્તમાન બન્યો છે. તેથી તેવા તેવા પર્યાયોને જાણવાવાળાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ બદલાય છે. આ રીતે સર્વત્ર સમજવું. બીજુ એક ટ્રેનનું દ્રષ્ટાન્ત લઈએ - અમદાવાદથી ઉપડેલી એક ટ્રેન મુંબઈ જઈ રહી છે. હાલ અડધે સુરત આવીને ઉભી છે. તે ટ્રેનમાં નડીયાદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરના સ્ટેશનોનું અતીતપણું છે. સુરત સ્ટેશનનું વર્તમાનપણું છે અને નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, દહાણું, વિરાર, બોરીવલ્લી અને બોમ્બે સેન્ટ્રલનું ભાવિપણું છે. કેવલી ભગવાન પણ આ દ્રવ્યના આ પર્યાયોને ક્રમશઃ અતીત પર્યાયોને અતીતપણે અને ક્રમશઃ અનાગત પર્યાયોને અનાગતપણે જાણે જ છે. તથા ટ્રેનના અનુભવી મતિ-શ્રુતજ્ઞાની પણ આ જાણે જ છે કે આ ટ્રેન આટલાં સ્ટેશનો પસાર કરીને આવી છે અને આટલાં સ્ટેશનો હવે પસાર કરવાનાં છે. હવે તે ટ્રેન સુરતથી ઉપડીને નવસારી ગઈ, ઉપરછલ્લી રીતે જોઈએ તો એક જ સ્ટેશન બદલાયું છે આમ લાગે છે પરંતુ સુરત જે વર્તમાન હતું તે અતીત થઈ ગયું, અંકલેશ્વર પ્રથમ પણે અતીત હતું તે દ્વિતીયપણે અતીત થયું, ભરૂચ દ્વિતીયપણે અતીત હતું તે તૃતીયપણે અતીત થયું એમ ભાવિમાં પણ નવસારી ભાવિ હતું કે વર્તમાન થઈ ગયું, બીલ્લીમોરા બીજા નંબરે ભાવિ હતું તે પ્રથમ નંબરે ભાવિ થઈ ગયું. આમ સર્વે અતીત સ્ટેશનો અને અનાગન સ્ટેશનો કાલને આશ્રયી બદલાઈ જ ગયાં, તેથી પેસેન્જરોમાં પણ તેને તેને અનુકુલ હીલચાલ શરૂ થઈ જાય છે. આ રીતે એક સ્ટેશન બદલાયે છતે સર્વે સ્ટેશનો બદલાય છે. (આ વાત જરાક સ્થિરબુદ્ધિ કરીને વિચારવાથી સમજાય તેમ છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ ત્રીજું એક ઉદાહરણ માળાનું લઈએ, ધારો કે આપણે એક માળા ગણીએ છીએ, તેનો પચાસમો મણકો ગણી રહ્યા છીએ કે જે વર્તમાન છે. ૧ થી ૪૯ અતીત છે. ૫૧ થી ૧૦૮ અનાગત છે. હવે પચાસમો એક મણકો ગણીને નીચે ઉતાર્યો અને એકાવનમો મણકો ગણવા લીધો, ઉપરછલ્લી રીતે જોઈશું તો પચાસમો એક જ મણકો બદલાયો છે. તો પણ તેટલામાં તો ૧ થી ૪૯ મણકા પણ એક અધિક અતીતપણે બદલાઈ ગયા, પચ્ચાસમો મણકો પણ વર્તમાન મટીને અતીત થઈ ગયો, એકાવનમો મણસો પણ અનાગત હતો તે વર્તમાન થઈ ગયો અને ૫૨ થી ૧૦૮ મણકામાં અનાગતપણાના નંબરો બદલાઈ ગયા. ૨૦૦ કેવલી ભગવાન બીજા સમયે પણ માનવને, ટ્રેનના સુરત સ્ટેશનને અને માળાના પચાસમા મણકાને જાણે છે અને જુએ છે પણ જે પૂર્વે વર્તમાન સ્વરૂપે જોતા હતા અને જાણતા હતા, તેના બદલે હવે તે ભાવોને અતીત રૂપે જુએ છે અને જાણે છે આવા પ્રકારનું અતીતપણું અને અનાગતપણું તે તે પદાર્થોમાં પ્રથમ સમયમાં જોતા ન હતા, કારણ કે શેય એ ! માનવમાં, ટ્રેનમાં અને માળામાં માનવપર્યાય, સુરતના સ્ટેશનનો આવિર્ભાવ પર્યાય અને પચ્ચાસમો મણકો તે કાલે (પ્રથમ સમયે) અતીતપણે છે જ નહીં, વર્તમાનપણે જ છે. માટે તે તે ભાવોને પ્રથમ સમયે અતીતપણે જાણતા નથી. પણ વર્તમાનપણે જાણે છે. અતીત થવાના છે. આમ જાણે છે. પણ અતીત છે. આમ જાણતા નથી કારણ કે જ્ઞેય હાલ તેવું નથી. આમ સર્વત્ર જાણવું પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શન અપૂર્ણ છે. આમ ન સમજવું. પરંતુ શેય તેવું ન હતું. પ્રથમ સમયે જેવું જ્ઞેય છે તેવું તે જ્ઞેય બીજા સમયે નથી, બીજા સમયે જ્ઞેય જેવું છે તેવું ત્રીજા સમયે નથી. તેથી શેય જેમ જેમ બદલાય છે તેમ તેમ તે જ્ઞેયને તેવા તેવા સ્વરૂપે જોવા-જાણવાનું કામ કેવલજ્ઞાન-કેવલદર્શન કરે જ છે. તેથી શેયને અનુસારે ઉપયોગાત્મકભાવે કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે બદલાય જ છે. તેથી તે સિદ્ધ અવસ્થાની અંદર પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સર્વકાલે ઉત્પાદ-વ્યય થાય છે. આ રીતે જ્ઞેયના પરિવર્તનના આધારે કેવલી પરમાત્માનાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે અવશ્ય પરિવર્તન પામે જ છે. તેનાથી તેમાં પણ ઉત્પાદ અને વ્યય થાય છે. અને જ્ઞેય પ્રમાણે થતા આ પર્યાયો સંબંધી પરાવૃત્તિની જો અવિવક્ષા કરીએ તો કેવલજ્ઞાન અને કેવલદર્શન, કેવલજ્ઞાન માત્ર રૂપે અને કેવલદર્શન માત્ર રૂપે ધ્રુવ પણ રહે જ છે. આ રીતે ત્યાં પણ ત્રિપદી થાય છે. આ વિષય કંઈક સ્થિર થઈને વારંવાર વાંચવો અને વિચારવો. ॥ ૩૪-૩૫-૩૬ ॥ જીવ અને કેવલજ્ઞાનાદિ ગુણો કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ ભિન્નાભિન્ન છે. તેને બદલે કોઈક આચાર્યો જીવદ્રવ્યથી આ બન્ને ગુણોને એકાન્તે ભિન્ન જ છે. આમ માને છે. તેની ચર્ચા - Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સન્મતિપ્રકરણ કિડ-૨ – ગાથા-૩૭-૩૮ जीवो अणाइनिहणो, केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे, कहं जीवो केवलं होइ ॥ ३७ ॥ तम्हा अण्णो जीवो, अण्णे णाणाइपजवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ॥ ३८ ॥ સંસ્કૃત છાયા जीवोऽनादिनिधनः, केवलज्ञानं तु सादिकमनन्तम् । इति स्थूरे विशेषे, कथं जीवः केवलं भवति ॥ ३७ ॥ तस्मादन्यो जीवोऽन्ये ज्ञानादिपर्यायास्तस्य । उपशमितादिलक्षणविशेषतः केचिदिच्छन्ति ।। ३८ ।। ગાથાર્થ - જીવ એ અનાદિ-અનંત છે અને કેવલજ્ઞાન સાદિ-અનંત છે. આટલી મોટી વિશેષતા (ભદ) હોતે છતે જીવ એ કેવલજ્ઞાનમય છે. આમ (અભેદ) કેમ કહેવાય ? // ૩૭ || તેથી ઔપશમિક આદિ લક્ષણરૂપ ભેદને કારણે જીવ એ ભિન્ન વસ્તુ છે અને તેના જ્ઞાનાદિપર્યાયો એ ભિન્ન વસ્તુ છે. એમ પણ વળી કોઈ કોઈ આચાર્યો ઈચ્છે છે (કોઈ એમ માને છે) II ૩૮ || વિવેચન - દ્રવ્ય અને તેના ગુણ-પર્યાયો વાસ્તવિકપણે ભિન્નભિન્ન છે. આ વાત પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૨-૩-૪ માં ઘણા જ વિસ્તારથી સમજાવેલી છે. તથા જૈનદર્શનમાં તો સર્વત્ર સામાન્યધર્મ આશ્રયી અભેદ અને વિશેષધર્મ આશ્રયી ભેદ હોય જ છે. ડગલે અને પગલે વારંવાર ગુણ અને ગુણીનો ભેદભેદ સમજવા - સમજાવવામાં આવે છે. છતાં કોઈ કોઈ આચાર્યો જીવ અને તેના કેવલજ્ઞાનાદિ ગુણોની વચ્ચે એકાન્ત ભેદ જ માને છે. તે મતનું નિરસન કરવા માટે ગ્રંથકારશ્રી હવે પ્રથમ તેઓ તરફનો પૂર્વપક્ષ રજુ કરે છે - (આ પૂર્વપક્ષ સમજાવાય છે). ટીકામાં કહ્યું છે કે - નીવોનાવિનિઘન, વસ્ત્રજ્ઞાનં તુ સાદપર્યવસમિતિ શ્રે विरुद्धधर्माध्यासलक्षणे विशेषे छायातपवदत्यन्तभेदात् कथं जीवः केवलं भवेत् ? जीवस्यैव तावत् केवलरूपता असंगता दूरतः संहननादेरिति भावः तस्माद् विरुद्धधर्माध्यासतोऽन्यो जीवो ज्ञानादिपर्यायेभ्यः, अन्ये च ततो ज्ञानादिपर्याया लक्षणभेदाच्च तयोर्भेदः । तथाहि - ज्ञान-दर्शनयों: क्षायिकः क्षायोपशमिको वा भावो लक्षणम्, जीवस्य तु पारिणामिकादि वो लक्षणमिति केचित् व्याख्यातारः प्रतिपन्नाः । Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કાષ્ઠ-૨ – ગાથા-૩૯ સન્મતિપ્રકરણ (૧) જીવ એ અનાદિ અનંત છે. અને કેવલજ્ઞાનાદિ પર્યાયો સાદિ-અનંત છે. બન્નેની વચ્ચે આ ઘણી મોટી વિશેષતા છે. તેથી જીવ એ કેવલજ્ઞાનરૂપ છે. આમ કેમ મનાય ? જો બન્ને અભિન્ન હોત તો જીવ અનાદિ-અનંત હોવાથી કેવલજ્ઞાન પણ અનાદિ-અનંત હોવું જોઈએ, અથવા કેવલજ્ઞાન સાદિ-અનંત છે. તેથી જીવ પણ સાદિ-અનંત હોવો જોઈએ. પણ આમ નથી, તેથી સાબિત થાય છે કે તે બન્ને ભિન્ન છે. (૨) તથા જીવ એ દ્રવ્ય છે. કેવલજ્ઞાનાદિ પર્યાયો એ દ્રવ્ય નથી પણ ગુણો છે. તેથી સ્વરૂપભેદ પણ છે. એક ગુણી છે. બીજો ગુણ છે. તેથી પણ તે બન્ને છે. (૩) તથા જીવ દ્રવ્ય હોવાથી અને કર્મોની સાથે સંબંધવાળો હોવાથી ઔપશમિકાદિ પાંચે ભાવોવાળો છે અને કર્મોની સાથેના સંબંધની અવિવક્ષા કરો તો જીવ નામનુ મૂલભૂતદ્રવ્ય એકલા પારિણામિકભાવ વાળું છે. જ્યારે કેવલજ્ઞાનાદિ પર્યાયો તો માત્ર એક ક્ષાયિકભાવ વાળા જ છે. આમ લક્ષણને આશ્રયીને પણ જીવ અને કેવલજ્ઞાનમાં ભેદ છે. આ રીતે કાલભેદ, સ્વરૂપભેદ અને લક્ષણભેદ આદિના કારણે જીવ એ અન્ય છે. અને કેવલજ્ઞાનાદિ પર્યાયો પણ અન્ય છે. આમ કોઈ કોઈ આચાર્યો ઈચ્છે છે. આમ માનવાનું કારણ વારંવાર સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિક દર્શનોનો અભ્યાસ તથા નિરંતર તેનું વાંચન-શ્રવણ કારણ છે. આવી માન્યતા થવી તે આ દર્શનની છાયા દયમાં ઉતરે છે. જો કે ગ્રન્થકારશ્રીને પણ ગુણ-ગુણીનો આ ભેદ ઇષ્ટ છે. પરંતુ તે ભેદ કથંચિ ઇષ્ટ છે. અર્થાત્ અભેદ સાપેક્ષ એવો ભેદ ઇષ્ટ છે. એકાન્તભેદ ઈષ્ટ નથી. જ્યારે ઉપરોક્ત આચાર્યો કેવલ એકલા એકાન્ત ભેદ જ માને છે. તે બરાબર નથી. તેથી તે મતનું નિરસન કરવા માટે જ અહીં આ પક્ષ રજુ કરાયો છે. ગ્રંથકારશ્રીએ આખા આ ગ્રંથમાં જેટલા જેટલા એકાન્તવાદના જે કોઈ આગ્રહો છે. તેનું નિરસન જ કરેલું છે અને સ્થાને સ્થાને અનેકાન્તવાદ જ પ્રસ્થાપિત કર્યો છે. તેથી હવે ગુણ-ગુણીના તે એકાન્ત ભેદવાદના પક્ષનું ખંડન શરૂ કરે છે. // ૩૭-૩૮ // अह पुण पुव्वपयुत्तो, अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति, हेउपडिजोअणं वोच्छं ॥ ३९ ॥ अथ पुनः पूर्वप्रयुक्तोऽर्थ एकान्तपक्षप्रतिषेधे । तथाप्युदाहरणमिदमिति, हेतुप्रतियोजनं वक्ष्ये ।। ३९ ।। ગાથાર્થ - એકાન્તવાદવાળા પક્ષના નિષેધ પ્રસંગે આ અર્થ (આ વિષય) પહેલાં કહેવાઈ જ ગયો છે. તો પણ હેતુનુ પ્રતિયોજન કરે તેવું (સાધ્યની સાથે હેતુની વ્યાતિ સિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કા-૨ – ગાથા-૩૯ ૨૦૩ કરી આપે તેવું) આ ઉદાહરણ અમે કહીશું. (ઉદાહરણ આપીને અમે આ વ્યાતિ સમજાવીશું) ૩૯ // | વિવેચન - પ્રથમકાંડની બારમી ગાથામાં એકાન્તવાદના ખંડન પ્રસંગે જ અમારા વડે પહેલાં કહેવાઈ જ ગયું છે કે દ્રવ્ય વિનાના કેવલ એકલા પર્યાયો ક્યાંય હોતા નથી, તથા પર્યાયો વિનાનું એકલું દ્રવ્ય પણ ક્યાંય હોતુ નથી. અર્થાત્ દ્રવ્ય સદા પર્યાયોથી યુક્ત હોય છે. અને પર્યાયો સદા દ્રવ્યથી યુક્ત જ હોય છે. ક્યારેય પણ એકલું દ્રવ્ય કે એકલા પર્યાયો હોતા જ નથી. તેથી જ સર્વે પણ દ્રવ્યો ઉત્પાદ-વ્યય અને સ્થિતિવાળાં જ છે. આ જ દ્રવ્યનું સાચું અને પરિપૂર્ણ લક્ષણ છે. પર્યાયાર્થિકનયની એકાત્તવૃષ્ટિવાળા કેવળ એકલા પર્યાયોને જ દેખે છે. દ્રવ્યને જોતા નથી, તેથી તેઓને ઉત્પાદ-વ્યય જ દેખાય છે. ધૃવત્વ દેખાતું નથી (જેમ કે બૌદ્ધ) અને દ્રવ્યાર્થિકનયની એકાન્તવ્રુષ્ટિવાળાને કેવળ એકલું દ્રવ્ય જ દેખાય છે. પર્યાયો દેખાતા નથી. તેથી તેઓને કેવલ એકલું ધૃવત્વ જ દેખાય છે. ઉત્પાદ-વ્યય દેખાતા નથી. (જેમ કે સાંખ્યાદિ). આ એકાત્તવૃષ્ટિ જ જીવને મિથ્યાભ્રમ કરાવે છે. (પ્રથમકાંડ ગાથા-૧૧ થી ૧૩). પરંતુ બન્ને નયોને સાપેક્ષપણે જો જોડવામાં આવે તો જ વસ્તુનું પરિપૂર્ણ ત્રિપદીવાળું અનેકાન્તાત્મક સ્વરૂપ જોવા અને જાણવા મળે છે અને આ જ યથાર્થવાદ છે અનેકાન્તવાદ છે. સાપેક્ષવાદ છે. સમ્યગ્વાદ છે. ખરેખર આ જ પદાર્થનું સાચું લક્ષણ અને સાચું સ્વરૂપ છે. આ વૃષ્ટિવાળા જીવો જ સમ્યગ્દષ્ટિ છે. જો પદાર્થનું પરિપૂર્ણ ત્રિપદીવાળું સ્વરૂપ જાણવું હોય તો દ્રવ્યથી પર્યાયોનો અને પર્યાયોથી દ્રવ્યનો એકાન્ત ભેદ (કે એકાન્ત અભેદ) ન માનતાં કથંચિ ભેદ અને કથંચિત્ અભેદ જ માનવો જોઈએ. ટીકામાં કહ્યું છે કે - ચાણયં પૂર્વમેવ દ્રવ્યપર્યાયોમેંમેશાત્તાક્ષાતિરેઘન્નક્ષmડ પ્રયુ યોનિત: "૩પ્રાય-દ્વિ-બંગા'' (પ્રથમ કાંડ ગાથા-૧૨) ત્યાદિના ગાન્તવ્યવस्थापनात् तथापि केवलज्ञाने अनेकान्तात्मकैकरूपप्रसाधकस्य हेतोः साध्येनानुगमप्रदर्शकप्रमाणविषयम् उदाहरणमिदमुत्तरगाथया वक्ष्ये । આ વાત સમજાવવા માટે હવે પછીની ર/૩ ગાથાઓમાં એક સુંદર ઉદાહરણ આપે છે. અને તે ઉદાહરણ, કથંચિત્ અભેદ સાધક અનુમાનમાં સાધ્ય અને સાધનની (હેતુની) વ્યાપ્તિ સિદ્ધ કરવા માટે જ અપાય છે. જેમ કે દ્રવ્ય (પક્ષ), પ થગ્નિમિત્રમ્ (સાધ્ય), ઋથગ્નિદેવ મેવવ્યવહારત્ (હતુ-સાધન). યથા પષ્ટિવર્ષાયુક્ક: પુરુષ: ત્રિશમે વર્ષે નરાધિપ નાતઃ (ઉદારહણ) : કોઈ પણ દ્રવ્ય (પક્ષ), પોતાના પર્યાયોથી કથંચિત્ અભિન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ કિડ-૨ – ગાથા-૪૦-૪૧ ૨૦૪ સન્મતિપ્રકરણ છે (સાધ્ય) કારણ કે જે ભેદનો વ્યવહાર થાય છે. તે કથંચિત્ જ હોવાથી (હેતુ), જેમ ૬૦ વર્ષના આયુષ્યવાળો પુરૂષ ૩૦ મા વર્ષે રાજા થયો. (ઉદાહરણ). આ અનુમાનને આગળ આવનારી ગાથામાં ઉદાહરણ સાથે વધારે વિસ્તારથી સમજાવાશે. ૩૯ जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो, वरिसविभागं विसेसेइ ॥ ४० ॥ एवं जीवद्दव्वं, अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स सविसेसो ॥ ४१ ॥ સંસ્કૃત છાયા यथा कश्चित्षष्ठिवर्षस्त्रिंशद्वर्षो नराधिपो जातः । उभयत्र जातशब्दो, वर्षविभागं विशेषयति ॥ ४० ॥ एवं जीवद्रव्यं अनादिनिधनमविशेषितं यस्मात् । राजसदृशस्तु केवलिपर्यायस्तस्य स विशेषः ॥ ४१ ॥ ગાથાર્થ - જેમ કોઈક સાઠ વર્ષની ઉંમરવાળો પુરૂષ ત્રીસ વર્ષની ઉંમરે રાજા થયો, આમ બોલવામાં વપરાયેલો નાત શબ્દ બન્નેમાં માત્ર વર્ષનો વિભાગ જ સૂચવે છે. તે ૪૦ || એ પ્રમાણે કોઈ પણ પ્રકારની વિશેષતાઓની અવિવક્ષા કરાય ત્યારે જે કારણથી આ જીવદ્રવ્ય અનાદિ-અનંત છે અને તે જીવદ્રવ્યનો જે કેવલી પર્યાય છે. તે રાજપર્યાયતુલ્ય વિશેષ પર્યાય છે. . ૪૧ // વિવેચન - દ્રવ્યથી તેના પર્યાયો એકાત્તે ભિન્ન નથી, પરંતુ કથંચિ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન પણ છે. તે વાત ગ્રન્થકારશ્રી એક ઉદાહરણ આપીને સમજાવે છે. જેમ કોઈ એક સાએઠ વર્ષની ઉંમરવાળો પુરૂષ છે તે પોતાના ઉદિતપુણ્યના કારણે ત્રીસ વર્ષની ઉંમરે રાજા થયો. ત્યારે જગતમાં આમ કહેવાય છે કે “જે આ મનુષ્ય હતો તે હવે રાજા થયો” આ દૃષ્ટાન્તમાં મનુષ્યપણું તો પહેલેથી છે જ, અને રાજાપણું આવ્યું તો પણ મનુષ્યપણું તો રહે જ છે. એટલે કે રાજાપણું આવ્યા પહેલાં પણ અને રાજાપણું આવ્યા પછી પણ મનુષ્યપણું સદા છે જ, ફક્ત અરાજપર્યાય ત્રીસ વર્ષની ઉંમર સુધી જ રહે છે પછી તે પર્યાય ચાલ્યો જાય છે અને રાજપર્યાય પ્રગટ થાય છે જે પાછલા ત્રીસ વર્ષ સુધી રહે છે. આમ મનુષ્યપણું જન્મથી મરણ સુધી ધ્રુવ, અને અરાજપર્યાય તથા રાજપર્યાય Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ કાડ-૨ – ગાથા-૪૦-૪૧ સન્મતિપ્રકરણ ૨૦૫ પૂર્વકાલમાં અને પાછલા કાલમાં વ્યય-ઉત્પાદભાવે વર્તે છે. આ એક દૃષ્ટાન્ત છે. તેની જેમ જીવદ્રવ્ય અને કેવલજ્ઞાનમાં પણ આમ જ છે. તે દાન્તિક છે. મનુષ્યપણાની જગ્યાએ જીવપણું છે અને અરાજપર્યાયની જગ્યાએ છદ્મસ્થપર્યાય છે તથા રાજપર્યાયની જગ્યાએ કેવલી પર્યાય છે. હવે આપણે દૃષ્ટાન્તને અનુસારે દાર્દાન્તિકમાં વિચારી જોઈએ. ટીકામાં કહ્યું છે કે - યથા શ્રદ્ પુરુષ: પgિવર્ષ સર્વાયુદ્ધHશ્રત્ય વંશવઈ: सन्नराधिपो जातः, उभयत्र मनुष्ये राजनि च जातशब्दोऽयं प्रयुक्तो वर्षविभागमेवास्य दर्शयति । જેમ જન્મથી મરણ સુધી મનુષ્ય તેનો તે જ છે. તેમાં અરાજપર્યાય હોય કે રાજપર્યાય હોય પણ પૂર્વાપર બન્ને અવસ્થામાં મનુષ્યપણુ સદા ધ્રુવ છે. તેની જેમ અનાદિકાલથી અને અનંતકાલ સુધી જીવદ્રવ્ય તેનું તે જ છે. તેમાં અકેવલી પર્યાય (છાસ્થતા) હોય કે કેવલપર્યાય હોય પણ પૂર્વાપર બન્ને અવસ્થામાં જીવપણું સદા ધ્રુવ જ રહે છે. તથા તે જ મનુષ્ય હવે અરાજા મટી રાજા બન્યો એમાં વપરાયેલ “ના” શબ્દ (એટલે ગુજરાતી ભાષામાં “બન્યો” શબ્દ) તે જ મનુષ્યને મનુષ્યપણે જીવંત રાખીને અરાજપર્યાયથી રાજપર્યાયરૂપે વિશિષ્ટ બનાવે છે. તેવી જ રીતે આ જીવ પણ જીવપણે જીવંત હોતે જીતે હવે અકેવલી (છઘ0) મટીને કેવલી બન્યો, આમાં વપરાયેલ “નાત" શબ્દ તે જ જીવને જીવપણે ધ્રુવ રાખીને અકેવલીપણાના પર્યાયમાંથી કેવલીપણાના પર્યાયરૂપે વિશિષ્ટ બનાવે છે. જન્મથી મરણ પર્યન્ત “આ મનુષ્ય છે. આ મનુષ્ય છે” આવો પણ વ્યવહાર થાય છે કારણ કે તેમાં માનવપણું સદા છે. આ સામાન્યનો વ્યવહાર થયો ગણાય, કારણ કે માનવપણું એ અરાજપર્યાય અને રાજપર્યાયની અપેક્ષાએ સામાન્ય છે. તેમાં જ એટલે કે તે સામાન્યમાં જ આ માનવ પહેલાં અરાજા હતો, તે હવે અરાજા મટી ગયો અને રાજા બન્યો, તેમાં અરાજાપણું અને રાજાપણું જે જણાવવામાં આવ્યું છે તે સામાન્ય એવા માનવમાં વિશેષનો વ્યવહાર છે. તેવી જ રીતે અનાદિ-અનંતકાલ સુધી જીવદ્રવ્યમાં જીવપણાનો જે વ્યવહાર છે. તે સામાન્યનો વ્યવહાર છે. તેમાં જ અકેવલીપણું અને કેવલીપણું જે જણાવવામાં આવે છે તે વિશેષનો વ્યવહાર છે આ રીતે સામાન્યપણાના વ્યવહારમાં જ વિશેષપણાનો વ્યવહાર થતો હોવાથી સામાન્યથી આ વિશેષપર્યાયો એકાન્ત ભિન્ન નથી. આ પ્રમાણે વિશેષધર્મો સામાન્યથી કથંચિત્ ભિન્ન છે. અને કથંચિત્ અભિન્ન છે. પણ એકાન્ત ભિન્ન નથી. જો એકાન્ત ભિન્ન હોત તો આ જીવ જે અનાદિ-અનંત છે તે અનાદિથી અનંતકાળ સુધી એકસ્વરૂપવાળો જ રહેવો જોઈએ, કારણ કે તેમાં આવતા પર્યાયો જો તેનાથી એકાન્ત Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કાર્ડ-૨ – ગાથા-૪૦-૪૧ સન્મતિપ્રકરણ ભિન્ન જ હોય, તો પર્યાય બદલાયે છતે પણ દ્રવ્ય બદલાયું નહી કહેવાય, તેથી જે દેવપણે દેહધારી જીવ છે. તે મરીને પુરૂષપણે દેહધારી થાય ત્યારે, તથા જે પુરૂષપણે દેહધારી છે તે મરીને નારકીપણે દેહધારી થાય ત્યારે માત્ર પર્યાયો જ જો બદલાતા હોય અને દ્રવ્ય જો અવિચલિત ધ્રુવ જ રહેતું હોય તો જીવદ્રવ્યમાં જે તે તે ભાવે પરિણામ પામવા પણું જણાય છે તે ન દેખાવું જોઈએ અને ન કહેવરાવવું જોઈએ પરંતુ આમ થતું નથી. ઉલટું એમ કહેવાય છે કે દેવરૂપે જે જીવદ્રવ્ય હતું, તે જ જીવદ્રવ્ય હવે પુરૂષરૂપે બન્યું, પુરૂષરૂપે જે જીવદ્રવ્ય હતું તે જીવદ્રવ્ય હવે નારકીરૂપે બન્યું, આમ તે તે પર્યાય સ્વરૂપે દ્રવ્ય બન્યું = દ્રવ્ય પરિવર્તન પામ્યું, આમ બોલાય છે અને આમ જણાય છે દેવપણે લોમાહારી આ જ જીવદ્રવ્ય માનવ બનતાં કવલાહારી આદિ રૂપે પરિણામ પામે છે. માત્ર શરીર જ બદલાય છે. અને જીવ નથી બદલાતો આમ નથી. પણ જીવના પણ સર્વ ભાવો બદલાય છે. તે તે ભવની પરિસ્થિતિ રૂપે જીવદ્રવ્ય પણ પરિણામ પામે છે. તેથી તે પર્યાયો (પરિવર્તનો) જીવદ્રવ્યથી કથંચિત્ અભિન્ન પણ અવશ્ય છે અને જો આમ હોય તો જ આ વ્યવહાર સંભવે અને આ રૂપાન્તર સંભવે. ટીકામાં કહ્યું છે કે - પ્રવમનન્ત દ્રષ્ટાર્તવ નીદ્રવ્યમનાનિધનમવોષિતભવ્ય• जीवरूपं सामान्यं यतो राजत्वपर्यायसदृशः केवलित्वपर्यायस्तस्य तथाभूतजीवद्रव्यस्य विशेषस्तस्मात् तेन रूपेण जीवद्रव्यसामान्यस्यापि कथंचिदुत्पत्तेः सामान्यमप्युत्पन्नं प्राक्तनरूपस्य विगमात् सामान्यमपि तदभिन्नं कथंचिद् विगतं पूर्वोत्तरपिण्डघटपर्यायपरित्यागोपादानप्रवृत्तैकमृद्रव्यवत् । “જીવદ્રવ્ય” એ સામાન્ય છે. અને અકેવલપર્યાય તથા કેવલી પર્યાય તે વિશેષ છે. જેમ “મનુષ્યપણુ” એ સામાન્ય છે અને અરાજપર્યાય તથા રાજપર્યાય એ વિશેષ છે. વિશેષોના પરિવર્તનને લીધે વિશેષોથી અભિન્ન એવું સામાન્ય પણ પરિવર્તન પામે જ છે. તેથી સામાન્ય એવું જીવદ્રવ્ય સામાન્યપણે જેમ ધ્રુવ છે તેમ અકેલિપર્યાય અને કેવલિ પર્યાયાત્મક વિશેષોના પરિવર્તનને લીધે તેનાથી અભિન્ન એવું સામાન્ય જીવદ્રવ્ય પણ પરિવર્તનવાળું હોવાથી ઉત્પાદ-વ્યય વાળું છે જ. તેથી જીવદ્રવ્ય નામનું સામાન્ય પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળું છે. તથા તે જ જીવદ્રવ્ય દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ પણ અવશ્ય છે જ, માટે સામાન્ય એવું જીવદ્રવ્ય ત્રિપદીમય છે. નિત્યાનિત્ય છે તથા તેના અકેવલિપર્યાય અને કેલિપર્યાય પણ સત્તાગત રીતે જીવદ્રવ્યમાં અતીતકાલમાં પણ હતા જ, તો જ પ્રગટ થયા છે અને તે કેવલજ્ઞાનાદિ ગુણોનો પ્રગટપણે ઉત્પાદ થયો છે અને અપ્રગટપણાનો નાશ થયો છે. જેમ તલમાં તેલ પ્રથમથી જ સત્તાગત રીતે છે જ, તો જ ઘાણી આદિ સંયોગજન્ય પુરૂષાર્થથી નીકળે છે. તેથી આ પર્યાયો પણ પ્રગટ હોય કે Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ – ગાથા-૪૦-૪૧ અપ્રગટ હોય પણ સત્તાગત રીતે તો દ્રવ્યમાં સદા છે જ, તેથી પર્યાયો પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ છે અને પ્રગટ-અપ્રગટ ભાવે ઉત્પત્તિ-વિનાશ વાળા પણ છે. જેમ અકેવલિપર્યાય નાશ પામ્યો અને કેવલિપર્યાય ઉત્પન્ન થયો, તેવી જ રીતે તે કેવલિપર્યાય પણ પ્રતિસમયે જ્ઞેયતત્ત્વના પરિવર્તન પ્રમાણે ઉત્પાદ-વિનાશ પામે જ છે. આ રીતે પર્યાયો પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આવિર્ભાવ-તિરોભાવ સ્વરૂપે ઉત્પાદ-વિનાશશાલી પણ છે. દ્રવ્ય હોય કે પર્યાય હોય, આમ બન્ને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદવ્યયવાળાં છે. તેથી બન્ને નયો જોડતાં દ્રવ્ય અને પર્યાયો બન્ને ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપવાળા છે. જો પર્યાયોને (વિશેષોને) દ્રવ્યથી (સામાન્યથી) એકાન્તે ભિન્ન માનીએ તો પર્યાયોમાં માત્ર ઉત્પાદ અને વ્યય જ આવે, ધ્રુવત્વ ન સંભવે, અને દ્રવ્યમાં માત્ર વત્વ જ સંભવે, ઉત્પાદ-વ્યય ન સંભવે એટલે કોઈ પણ દ્રવ્ય અથવા પર્યાય ત્રિપદીમય બનશે જ નહીં, અને ત્રિપદીમય જે ન હોય તે સત્ કહેવાય જ નહીં, તેથી પર્યાયોને (વિશેષોને) દ્રવ્યથી (સામાન્યથી) કથંચિદ્ અભિન્ન પણ માનવા જોઈએ. તો જ “જે આ મનુષ્ય અરાજા હતો તે જ મનુષ્ય ૩૦ વર્ષે રાજા બન્યો'' આમ સંસારમાં જેમ કહેવાય છે. તેમ જે આ જીવ અકેવલી હતો, તે જ કેવલી બન્યો આવો વ્યવહાર સુસંગત થાય છે. ૨૦૭ ઉપરની ચર્ચાથી સમજાશે કે જીવ અનાદિ-અનંત છે. અને કેવલજ્ઞાન કેવલદર્શન સાદિ-અનંત છે. આટલી મોટી (સ્થૂલ) વિશેષતા હોતે છતે પણ જીવ અને કેવલનો અભેદ કેમ હોય ? આવો (ગાથા ૩૭-૩૮માં) પ્રશ્ન કરીને જીવને કેવલજ્ઞાનથી એકાન્તે ભિન્ન માનવાનો ભેદવાદીનો જે આશય હતો. તે ખોટો છે. એકાન્તે ભેદ નથી. આમ સિદ્ધ કર્યું. જીવદ્રવ્ય જેમ દ્રવ્યપણે અનાદિ-અનંત જરૂર છે. પણ સાથે સાથે જીવ જુદા જુદા પર્યાયને આશ્રયી અનાદિ-સાન્ત, સાદિ-અનંત અને સાદિ-સાન્ત એમ ચારે ભાંગાવાળો પણ અપેક્ષાવિશેષે જરૂર છે. માત્ર ૧ ભાંગાવાળો નથી, જેમ કે આ જીવ, જીવપણે અનાદિઅનંત, અકેવલીપણે અનાદિ-સાન્ત, કેવલીપણે સાદિ-અનંત અને પ્રત્યેક સમય સમયના પરિવર્તન પ્રમાણે સાદિ-સાન્ત એમ ચારે ભાંગાવાળો છે. એવી જ રીતે કૈવલજ્ઞ ન-કેવલદર્શન પણ સત્તાગતપણે અનાદિ-અનંત, તિરોભાવે (અપ્રગટપણે) અનાદિ-સાન્ત, આવિર્ભાવે (પ્રગટપણે) સાદિ-અનંત અને પ્રતિસમયના જ્ઞેયતત્ત્વાનુસાર પરિવર્તન પ્રમાણે ઋજુસૂત્ર નયની અપેક્ષાએ સાદિ-સાન્ત એમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ચારભાંગા વાળું જ છે. હવે જો જીવદ્રવ્ય અને કેવલજ્ઞાનાદિ પર્યાયો આ બન્ને ચારભાંગા વાળા જ હોય તો સ્થૂલ એવી (મોટી) વિશેષતા ક્યાં રહી ? કે જેથી એકાન્તભેદ માનવો પડે ? જો નયપૂર્વક વસ્તુતત્ત્વ વિચારીએ તો આ વસ્તુતત્ત્વ જરૂર સમજાય. Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કાર્ડ-૨ -- ગાથા-૪૨ સન્મતિપ્રકરણ આ રીતે દ્રવ્યથી પર્યાયો (સામાન્યથી વિશેષ) કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન એમ બન્ને છે જ. એકાત્તે એકલા ભેદને જ અથવા એકલા અભેદને જ માત્ર માનવું તે મિથ્યાત્વ છે. કથંચિત્ અભેદ પણ છે તેને સિદ્ધ કરનાર ન્યાયશાસ્ત્રાનુસારી અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - સામાન્ય (પક્ષ), વિશેષ્યઃ ૧થગ્નિમિત્રમ્ (સાધ્ય), (સામાન્ચેપ વિશેÈ ) મેદ્રવ્યવહારપ્રામાUિવાત્ (હેતુ), યથા શ્વમેવ પુરુપદ્રવ્ય કરીનપર્યાયરીનપર્યાયાખ્યાં भेदव्यवहारभावमाप्नोति, तद्वत् एकमेव जीवद्रव्यं अकेवलि-केवलिपर्यायाभ्यां भेदव्यवहारमाप्नोति । तस्मात् तज्जीवद्रव्यं अकेवलिकेवलिपर्यायाभ्यां कथञ्चिदभिन्नमेव ।। આ રીતે જોતાં કોઈ પણ વાતનો વિરોધ આવતો નથી, જે લોકો જગતના સ્વરૂપને અનેકાન્તવૃષ્ટિથી સમજે છે અને એ રીતે જુએ છે. તેને યથાર્થ સમજાય છે. કોઈ પણ જાતનો ક્યાંય વિરોધ કે કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. જેઓની એકાન્ત ભેદદ્રષ્ટિ છે અથવા એકાત્ત અભેદદ્રષ્ટિ છે. તેને જ વિરોધ આવે છે. તેને જ ઉપર કહ્યા પ્રમાણે વિરોધ-અર્થાત્ અસમન્વય દેખાય છે. પણ આ એકાત્તવૃષ્ટિ એ જ મોટો અંધાપો છે. અજ્ઞાનદશા છે. //૪૦-૪૧ ઉપરની ચર્ચાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે (જીવ અને અકેવલી અને કેવલી પર્યાય વચ્ચે, તથા પુરૂષ અને અરાજપર્યાય-રાજપર્યાય વચ્ચે) કથંચિત્ અભેદ સમજાવ્યો છે. પરંતુ આ સાંભળીને કોઈ કદાચ એકાન્ત અભેદ જ સમજી લે અને ભેદનો અપલાપ કરે તો તે પણ એકાન્તવાદ બનવાથી મિથ્યાત્વ જ કહેવાય છે. તેથી તેવા એકાન્ત અભેદવાદની સામે જીવ અને કેવલજ્ઞાનાદિ વચ્ચે કથંચિત્ ભેદ પણ છે તે હવે સમજાવે છે નીવો માનો, “નીવ" ત્તિ મિત્રો પણ વળ્યો. जं पुरिसाउयजीवो, देवाउयजीवियविसिट्ठो ॥ ४२ ॥ નીવોનાિિનધનો, “નવ'' કૃતિ = નિયમતો વચ્ચઃ | यत्पुरुषायुष्कजीवो, देवायुष्कजीवितविशिष्टः ।। ४२ ।। ગાથાર્થ - જીવદ્રવ્ય અનાદિ-અનંત છે. તો પણ “આ જીવ સદા જીવમાત્ર જ છે” આમ એકાંતથી ન કહેવાય, કારણ કે પુરૂષપણે થયેલો જીવ દેવપણાથી ભિન્ન (વિશિષ્ટ) વ્યવહાર પામે છે. / ૪૨ || વિવેચન - આ સંસારમાં રહેલાં સર્વ જીવદ્રવ્યો “જીવપણે” અનાદિ-અનંત છે એટલે કે જીવમાત્રપણે સામાન્યરૂપે જરૂર છે જ. તો પણ તે માત્ર “જીવરૂપ જ” છે. સામાન્યાત્મક Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૪૨ ૨૦૯ જ છે. અર્થાત્ એકાને અભેદ જ છે આમ નથી. કારણ કે દેવભવમાં રહેલો જીવ દેવભવ સમાપ્ત કરીને જયારે પુરૂષાયુષ્ક (મનુષ્યભવ) ધારણ કરે છે ત્યારે પુરૂષાયુષ્ક બનેલો તે જીવ, દેવભવના સ્વરૂપથી વિશિષ્ટ (ભિન્ન) છે. અર્થાત્ દેવાવસ્થાથી ભિન્ન અવસ્થા પામ્યો છે. આવા પ્રકારનો વિશેષનો વ્યવહાર થાય છે અને વિશેષસ્વરૂપ દેખાય પણ છે. દેવભવમાં તે અનિમેષ નયણી, ચાર આંગળભૂમિથી અધ્ધર, લોમાહારી, વૈક્રિયશરીરી, અવધિજ્ઞાની, બાલ્ય-જરાવસ્થારહિત ઇત્યાદિ ભાવો વાળો જે આ જીવ હતો તે બધા જ ભાવો પુરૂષાયુષ્ય (મનુષ્ય) બનતાં ચાલ્યા જાય છે. એટલે કે તે તે પર્યાયોનો તથા તે તે પર્યાયરૂપે જીવદ્રવ્યનો જરૂર નાશ થાય છે અને તેનાથી વિપરીતભાવવાળો બને છે. તેથી તે જીવની અવસ્થા (પર્યાય) જરૂર પલટાય છે. “જીવપણે” જરૂર સામાન્ય છે. પરંતુ સામાન્ય માત્ર જ છે આમ નથી. વિશેષ પણ છે જ. કેવલ એકલો અભેદ નથી. ભેદ પણ જરૂર છે. જેમ ૬૦ વર્ષની ઉંમરવાળો પુરૂષ સાએઠે વરસ સુધી પુરૂષપણે સમાન (સામાન્ય-અભેદ) હોવા છતાં પણ ત્રીસ વરસ બાદ અરાજમાંથી રાજાપણે વિશિષ્ટ બને છે. ભેદ પણ પામે છે. તથા અકેવલીમાંથી કેવલીપણે બને છે અને ભેદ પામે છે. તેમ અનાદિ-અનંત એવો જીવ પણ “જીવપણે” અભિન્ન હોવા છતાં પણ દેવ-માનવ આદિ પર્યાયરૂપે ભિન્ન પણ છે વિશેષ પણ છે. દેવ અને પુરૂષ આ તો દૃષ્ટિગોચર થાય એવા બે પર્યાય જણાવ્યા છે તેના ઉપરથી પ્રતિસમયે સ્કૂલ અને સૂક્ષ્મ ઔદયિકભાવના અને ક્ષાયોશિમિકભાવના પર્યાયો પારિણામિક ભાવના કારણે ૧ થી ૧૨ ગુણઠાણાના જીવોમાં પલટાય છે. ૧૩-૧૪ ગુણઠાણામાં ઔદયિક અને ક્ષાયિકભાવના પર્યાયો પારિણામિક ભાવના કારણે બદલાય છે અને સિદ્ધાવસ્થામાં શેયની પરાવૃત્તિને અનુસારે ક્ષાયિકભાવના પર્યાયો પારિણામિક ભાવને અનુસારે પલટાય છે. તેથી આ જીવદ્રવ્ય જેમ સામાન્ય છે તેમ વિશેષ પણ અવશ્ય છે. અભિન્ન જેમ છે તેમ ભિન્ન પણ છે આ રીતે સર્વે પદાર્થો સામાન્ય-વિશેષ અને ભેદભેદ એમ ઉભય સ્વરૂપ છે. ટીકામાં કહ્યું છે કે - ગીવોડનાિિનધનો નીવ વિ વિશેષવિન તિ નિયમો 7 वक्तव्यम्, यतः पुरुषायुष्कजीवो देवायुष्कजीवाद् विशिष्ट जीव एव इति त्वभेदे पुरुषजीव इत्यादिभेदो न भवेत् । केवलस्य सामान्यस्य विशेषप्रत्ययाभिधानानिबन्धनत्वान्निर्निमित्तस्यापि विशेषप्रत्ययाभिधानस्य सम्भवे सामान्यप्रत्ययाभिधानस्यापि निर्निमित्तस्यैव भावात् तन्निबन्धनसामान्याभ्युपगमोऽप्ययुक्तः स्यादिति सर्वाभावः । न च विशेषप्रत्ययस्य बाधारहितस्यापि मिथ्यात्वम्, इतरत्रापि तत्प्रसक्तेरिति प्रतिपादनात् ।। ४२ ॥ કોઈ પણ એક જીવદ્રવ્ય અનાદિ-અનંતકાળ સુધી સંખ્યામાં એક જ દ્રવ્ય રહે છે. છતાં તેમાં ક્ષાયોપથમિક-ક્ષાયિક અને ઔદયિકભાવના પર્યાયો અસંખ્યાતા અને અનંતા થાય છે. આમ સંખ્યાથી પણ કથંચિ ભેદ છે. તે હવે જણાવે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ કારડ-૨ – ગાથા-૪૩ ૨૧૦ સન્મતિપ્રકરણ संखेजमसंखेजं, अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा, अण्णे वि य जीवपज्जाया ।। ४३ ।। सङ्ख्यातमसङ्ख्यातमनन्तकल्पञ्च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा, अन्येऽपि च जीवपर्यायाः ।। ४३ ।। ગાથાર્થ - કેવલજ્ઞાન સંખ્યાત-અસંખ્યાત અને અનંત ભેદવાળું છે. તથા તેવી જ રીતે રાગ-દ્વેષ અને મોહ વિગેરે જીવના બીજા પણ પર્યાયો (સંખ્યાત-અસંખ્યાત અને અનંત) છે. તેથી જીવદ્રવ્યથી આ પર્યાયો કથંચિત્ ભિન્ન પણ છે. જે ૪૩ || વિવેચન - કોઈ પણ જીવદ્રવ્ય તે સંખ્યામાં પોતે એક છે અને તેના કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો તથા રાગદ્વેષમોહાદિ અશુદ્ધ પર્યાયો સંખ્યાત-અસંખ્યાત અને અનંત છે હવે જો એકાતે અભેદ જ હોય તો આ સંખ્યાભેદ કેમ ઘટે ? જીવ અને કેવલજ્ઞાનાદિ પર્યાયો જો સર્વથા અભિન્ન જ હોય તો જીવદ્રવ્ય એક હોવાથી કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો અને રાગાદિ અશુદ્ધ પર્યાયો પણ સંખ્યામાં એક જ હોવા જોઈએ. સંખ્યાત-અસંખ્યાત અને અનંત કેમ ઘટે ? અને જો પર્યાયો ત્રિવિધ સંખ્યાવાળા હોય તો જીવદ્રવ્ય પણ ત્રિવિધ સંખ્યાવાળું હોવું જોઈએ, એક કેમ હોય? તે પણ ત્રિવિધ સંખ્યાવાળું હોવું જોઈએ. પરંતુ આમ નથી. તેથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ. પ્રશ્ન - કેવલજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો અને રાગદ્વેષાદિ અશુદ્ધ પર્યાયો જીવદ્રવ્યથી ભિન્નભિન્ન છે. તે તો સમજાયું. પરંતુ તે પર્યાયો સંખ્યા - અસંખ્યાત અને અનંત જે કહ્યા, તે કેવી રીતે ઘટે ? ઉત્તર - કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ધર્મ-અધર્મ-આકાશાદિ છ દ્રવ્યો જણાય છે. અહીં જોય એવાં ૬ દ્રવ્યો જાતિની અપેક્ષાએ (સંખ્યાત) હોવાથી તેને જોનારૂં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સંખ્યાત કહેવાય છે. તથા તે કેવલજ્ઞાન-કેવલદર્શનથી ધર્મ-અધર્મ-લોકાકાશકે જે અસંખ્યાત પ્રદેશવાળાં છે. તેના અસંખ્યાતા પ્રદેશો જણાય છે. તેથી તેને જોનારૂં અને જાણનારૂં કેવલજ્ઞાન-કેવલદર્શન અસંખ્યાતું કહેવાય છે. તથા જીવદ્રવ્યો અલોકાકાશ અને ત્રણે કાળના સમયો અનંત છે. તે અનંતાને આ જ્ઞાન-દર્શન જાણે છે માટે આ જ્ઞાનદર્શન અનંત પણ છે. તથા પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય સંખ્યાતપ્રદેશી-અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી પણ છે. તેવા પ્રકારના દ્રવ્યને જાણતું અને જોતું એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન સંખ્યાતુઅસંખ્યાતુ અને અનંતુ પણ છે જ. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૪૩ ટીકામાં કહ્યું છે કે - માત્મણ પત્િરાથશ્ચિત્ તતિરિ વત્રણેક્ષ, केवलस्य वा ज्ञानदर्शनरूपतया द्विरूपत्वात् तदव्यतिरिक्त आत्मापि द्विरूपः असंख्येयप्रदेशात्मकत्वादात्मनः केवलमप्यसंख्येयम्, अनन्तार्थविषयतया केवलस्यानन्तत्वादात्माऽप्यनन्तः । एवं रागद्वेषमोहा अन्येऽपि जीवपर्यायाश्छद्मस्थावस्थाभाविन संख्येयासंख्येयानन्तप्रकारा आलम्ब्यभेदात् तदात्मकत्वात् संसार्यात्माऽपि तद्वत् तथैव स्यात् । જીવદ્રવ્ય એક, અને તેના ગુણ-પર્યાયો અનંત, તથા તે એક-એક ગુણપર્યાયમાં પણ સંખ્યાનું વૈવિધ્ય. આ સઘળી વાત એમ સૂચવે છે કે જીવદ્રવ્ય જેમ સામાન્ય છે. તેમ વિશેષ પણ છે. જેમ અભિન્ન છે. તેમ ભિન્ન પણ જરૂર છે. ચોથા કર્મગ્રંથમાં અને લોકપ્રકાશમાં સંખ્યાતા-અસંખ્યાતા અને અનંતાના સ્વરૂપમાં છેલ્લે “કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયા” ઉમેરીને નવમું અનંતુ જે કરવામાં આવે છે ત્યાં એક એક જીવના કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો અનંતાનંત જણાવ્યા છે. કારણ કે સર્વે દ્રવ્યોના સર્વક્ષેત્ર સંબંધી સર્વકાલ સંબંધી સર્વે પણ પર્યાયો કેવલજ્ઞાન-દર્શનમાં ઝળકે છે. જણાય છે. તેથી તે સર્વે પર્યાયો જ્ઞાયકપણે કેવલજ્ઞાન-કેવલદર્શનના પણ કહેવાય છે. આમ સંખ્યાકૃત વૈવિધ્યને લીધે પણ જીવદ્રવ્ય ભેદાભદવાળું અને સામાન્ય વિશેષવાળું - એમ ઉભયાત્મક છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ રીતે જ્યાં સામાન્ય છે. ત્યાં જ અનંત વિશેષો રહેલા છે. અને જ્યાં અનંતા વિશેષો રહેલા છે. ત્યાં જ સામાન્ય પણ રહેલું છે. કોઈ પણ વસ્તુ ઉભયાત્મક માત્ર છે. વિવક્ષાના વશથી એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા કરવામાં આવે છે. || ૪૩ . બીજો કાડ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ તૃતીય કાણ્ડ સામાન્યથી વિશેષ, કે વિશેષથી સામાન્ય એકાન્તે ભિન્ન પણ નથી, તેમ જ એકાન્તે અભિન્ન પણ નથી અર્થાત્ ભિન્નાભિન્ન છે. તેનું કથન सामण्णम्मि विसेसो, विसेसपक्खे य वयणविणिवेसो । નવ્વરગામમાં, વાડ઼ તયં ચ પ્પિયમેડ઼ા ? ॥ सामान्ये विशेषो, विशेषपक्षे च वचनविनिवेश: । द्रव्यपरिणतिमन्यां दर्शयति तकञ्च नियमयति ।। १ ।। તથા ગાથાર્થ - સામાન્યમાં વિશેષનો, અને વિશેષમાં સામાન્યનો જે કોઈ વચનવ્યવહાર થાય છે. તે દ્રવ્યને અને તેના અન્ય પરિણમનને (દ્રવ્યને અને પર્યાયને) સિદ્ધ કરે તે વિશેષ વસ્તુ તેમજ છે. સામાન્યાત્મક પણ છે. આમ નિયમિત (અભેદને પણ) જાહેર કરે છે. ॥ ૧ ॥ વિવેચન - જગતમાં પ્રામાણિક પુરુષોના જે કોઈ પણ વચનવ્યવહારો થાય છે. તે સઘળાય સમજી શોચીને જ્ઞાનપૂર્વક થાય છે. વચનવ્યવહારોમાં કોઈ પણ જાતની બાધા ન આવે એવું જો જ્ઞાન હોય તો જ તે જ્ઞાન યથાર્થ છે. સાચુ છે. તેથી જ્યાં જે કોઈ સમ્યજ્ઞાનપૂર્વક વચનવ્યવહાર થાય છે. તેવું જ તે વસ્તુમાં સ્વરૂપ પણ હોય છે. તે સ્વરૂપને સમજીને (જાણીને) જ તે વચન વ્યવહાર થાય છે. જેમ કે દેવદત્ત નામનો એક પુરૂષ છે. તેને જન્મથી મરણ પર્યન્ત લોકો “આ પુરૂષ છે આ પુરૂષ છે” એમ જ કહે છે. પુરૂષપણાનો જ વચનવ્યવહાર કરે છે. આ વચનવ્યવહાર અબાધિત (સાચો) તો જ કહેવાય કે જો તેમાં જન્મથી મરણ પર્યન્ત પુરૂષપણું રહેતું હોય અને ખરેખર તવું પુરૂષપણું તે દેવદત્તમાં જન્મથી મરણ પર્યન્ત રહે જ છે. માટે પુરૂષપણે સામાન્ય જરૂર છે. તથા તે જ દેવદત્તને અમુક વર્ષો સુધી બાલક, પછીનાં કેટલાંક વર્ષો સુધી યુવાન, અને ત્યારપછીનાં કેટલાંક વર્ષો સુધી વૃદ્ધ પણ કહેવાય છે. આ વચનવ્યવહાર પણ તો સાચો કહેવાય કે જો તે પુરૂષમાં બાલ્યાદિભાવો હોય તો, અને તે બાલ્યાદિ ભાવો તેમાં છે જ, તેથી વિશેષ પણ અવશ્ય છે જ. તે દેવદત્તમાં જેમ પુરુષપણા રૂપ સામાન્ય જન્મથી મરણ પર્યન્ત સદા વર્તે છે. તેવી જ રીતે બાલ્યાદિ ભાવો રૂપ વિશેષ પણ કાલભેદે અવશ્ય વર્તે જ છે. આ ઉદાહરણ ઉપરથી નક્કી થાય છે કે દેવદત્ત નામના માનવીમાં “પુરૂષપણાનો’ સામાન્ય વ્યવહાર, અને “બાલ્યાદિપણાનો” વિશેષવ્યવહાર એમ બન્ને વચનવ્યવહારો જગતમાં પ્રવર્તે છે. આ વચનવ્યવહારો તો જ પ્રવર્તતા હશે કે આ બન્ને પ્રકારના ભાવો દેવદત્ત નામના Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાઠ-૩ – ગાથા-૧ ૨૧૩ દ્રવ્યમાં હોય તો જ, તેથી બન્ને ભાવો તેમાં છે. તેથી જ આવા સામાન્ય-વિશેષના અબાધિતવ્યવહારો થાય છે. તેથી પુરૂષપણે સામાન્ય એવા દેવદત્તમાં બાલ્યાદિભાવ વિશેષનો વ્યવહાર પ્રવર્તે છે અને બાલ્યાદિભાવ વિશેષ એવા દેવદત્તમાં પુરૂષપણાના સામાન્યનો વ્યવહાર પણ પ્રવર્તે છે. તેથી દેવદત્ત નામનું આ દ્રવ્ય સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. જ્યારે પુરૂષપણે સામાન્ય એવા દેવદત્તમાં બાલ્યાદિ વિશેષનો વચન વ્યવહાર થાય છે ત્યારે તે દ્રવ્ય બાલ્યાદિભાવ રૂ૫ અન્ય પરિણતિને પણ દેખાડે છે. કારણ કે બાલ્યાદિ પર્યાયો ભેદસૂચક છે તથા તક્ષૐ એટલે કે તે બાલ્યાદિ વિશેષો દેખાતા હોવા છતાં તેમાં જ્યારે પુરૂષપણાની” સામાન્યબુદ્ધિ થાય છે. ત્યારે તે બુદ્ધિ પર્યાયોમાં સામાન્ય રૂપ અન્ય પરિણતિને પણ સિદ્ધ કરે છે. આમ દ્રવ્ય-પર્યાય માત્ર સ્વરૂપ અર્થાત્ ઉભયાત્મક સ્વરૂપવાળો આ પદાર્થ છે. એમ સિદ્ધ થાય છે. બીજુ એક ઉદાહરણ લઈએ “એક વૃક્ષ છે” તેમાં અનેક શાખા-પ્રશાખા-ફુલ-ફળપાંદડાં (પત્ર) આદિ છે. તે આખા વૃક્ષને વૃક્ષપણે જોઈએ અને વચનવ્યવહાર કરીએ કે આ એક અખંડ વૃક્ષ છે ત્યારે તે સામાન્ય છે. અને હકીકતથી આખા વૃક્ષમાં વૃક્ષપણે સમાનતાએકતા-અભેદતા છે જ, અને તો જ બોલાય છે વૃક્ષના એક એક અંશમાં વૃક્ષત્ર વાસ્તવિકપણે વર્ત જ છે. આ વાત નિઃસંદેહ છે. છતાં વૃક્ષપણે એક-અખંડ-સમાન હોવા છતાં પણ તે વૃક્ષમાં શાખા-પ્રશાખા આદિ પણે વિશેષાત્મક અન્ય પરિણમન પણ એટલે કે ભેદ પણ છે જ. શાખા-પ્રશાખા ઘસીને ઔષધ રૂપે વપરાય છે. ફુલ સુંઘવા રૂપે વપરાય છે. ફળ ખાવા રૂપે વપરાય છે. આ બધા ભાગો એક રૂપ = સમાન નથી અર્થાત્ વિશેષ વિશેષ પણ છે. તેથી સામાન્ય એવા વૃક્ષમાં શાખાદિનો જે ભેદવાળો વચનવ્યવહાર થાય છે. તે સામાન્યને રાખીને વિશેષને સૂચવે છે અર્થાત્ તે સાપેક્ષપણે ભેદસૂચક છે. તથા શાખાદિ વિશેષોમાં પણ “આ વૃક્ષ છે આ વૃક્ષ છે” આવો જે સામાન્ય વ્યવહાર થાય છે તે વિશેષોમાં સામાન્ય પણ છે આમ નિયમન કરે છે. આ જ રીતે શરીર નામનું અવયવી એ સામાન્ય છે અને તેમાં હાથ-પગ-માથુ-પેટછાતી-કમ્મર આદિ અવયવો એ વિશેષ પણ છે જ. શરીરમાં બધા અવયવો જુદા-જુદા છે. એમ સમજીને જે અવયવનો વચનવ્યવહાર પ્રવર્તે છે તે સામાન્યમાં વિશેષનો વ્યવહાર છે. અને બધા જ અવયવો અવયવ સ્વરૂપે ભિન્ન ભિન્ન દેખાતા હોવા છતાં શરીર રૂપે એક છે - સમાન છે અખંડ છે. આવો જે વચનવ્યવહાર પ્રવર્તે છે તે વિશેષમાં સામાન્યનો વચનવ્યવહાર કહેવાય છે. “ટ: મસ્તિ' ઘટ છે. આવું બોલવામાં જેમ સત્તા (સામાન્ય) જણાય છે. તેમ ઘટાન્ડ (ઘટ નામની) વિશેષાત્મક અન્ય પરિણતિ પણ દેખાય છે. તથા તે ઘટાત્મક વિશેષ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કાર્ડ-૩ – ગાથા-૧ સન્મતિપ્રકરણ પણ સત્તા નામના સામાન્યની સાથે જ છે એમ નિયમન કરે છે આ બન્નેમાંના કોઈ પણ એક વિના બીજું સંભવતું નથી. જગતમાત્રના સઘળા પણ પદાર્થો આ રીતે સામાન્યાત્મક અને વિશેષાત્મક એમ ઉભયાત્મક છે. આ ઉભયાત્મકપણું એ જ વસ્તુનું સહજ અને સાચું સ્વરૂપ છે. પરિણામિકભાવ છે. સામાન્ય રૂપે રહેલા દ્રવ્યનું નવા નવા વિશેષપણે પરિણમન થવું એ જ પદાર્થનું સ્વાભાવિક સ્વરૂપ છે. તે બન્નેમાં જ્યારે વિશેષને આશ્રયી વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યારે દ્રવ્ય અને પર્યાયનું અન્યત્વ (ભિન્નત્વ) જણાય છે. અને જ્યારે સામાન્યને આશ્રયી વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યારે દ્રવ્ય અને પર્યાયનો અભેદ (અનન્યત્વ) જણાય છે. પદાર્થમાત્રનું આવું સ્વરૂપ છે. સામાન્યમાં વિશેષ પણ છે જ, અને વિશેષમાં સામાન્ય પણ છે જ. માટીનો એક પિંડ લઈને ઘટ બનાવીએ ત્યારે કાલક્રમે થતા મૃત્યિંડ-સ્થાસ-કોશકુશુલ-ઘટ આદિ જે અવસ્થાઓ છે તે જુદી-જુદી હોવાથી વિશેષ છે. પરંતુ તે સઘળા ય વિશેષોમાં “મૃત્વ” માટીપણું તો રહેલું જ છે. આ જે મૃત્વ (માટીપણું) છે. તે સામાન્ય છે. એવી જ રીતે મૃત્વ (માટીપણું) સામાન્ય ચાલુ રહેતે છતે મૃતિંડાદિ વિશેષો પણ તેમાં જ થાય છે. બહાર થતા નથી. માટે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક પદાર્થ છે. તેથી જ વચનવ્યવહારો પણ તેવા તેવા થાય છે અને તે પદાર્થોનું તેવું જ જ્ઞાન કરવું જોઈએ, તો જ તે જ્ઞાન યથાર્થ બને છે. | વેદાદર્શન (જૈમીનીય દર્શન પ્રભાકર તથા કુમારિલ્લ ભટ્ટ) આદિ “સત્યં વ્ર ના ” કહીને આખું જગત એકબ્રહ્મ રૂપ જ છે. સર્વવસ્તુઓ સર્વથા એકરૂપ જ છે આમ જે માને છે તે એકાત્ત સામાન્યવાદી છે. સકલવસ્તુને એકરૂપ માનીને તેમાં રહેલા વિશેષોનો અપલાપ કરે છે. સઘળી ય વસ્તુ સર્વથા એકસ્વરૂપ ક્યાં છે? જીવ સચેતન છે, જડ અચેતન છે. જીવમાં પણ સ્થાવર જીવો અલ્પચેતના વાળા છે. બીજા જીવો અધિકઅધિક ચેતનાવાળા છે. પંચેન્દ્રિયમાં પણ કોઈ સ્ત્રીઆકારે છે. કોઈ પુરૂષ આકારે છે કોઈ નપુંસક આકારે છે. તેથી પદાર્થપણે સામાન્ય હોવા છતાં પણ ઉપરોક્ત વિશેષોથી વિશેષ પણ છે જ. સર્વથા સામાન્યાત્મક કે એકાત્મક નથી. આ કારણે આવો જ એકાત્ત અભેદ વાદ છે તે મિથ્યા છે. માટે વેદાન્તદર્શનનો સર્વથા એકાન્ત સામાન્યવાદ ઉચિત નથી. તથા બૌદ્ધદર્શન “ર્વ ક્ષ મ્' કહીને એકાન્ત વિશેષ વાદનું જ સમર્થન કરે છે. આ પણ સામાન્યના અપક્ષાપક હોવાથી બરાબર નથી. તે આ પ્રમાણે - તેઓનું કહેવું છે કે પ્રત્યેક વસ્તુઓ પ્રતિસમયે સર્વથા નાશ પામી જાય છે. અને બીજા સમયે સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રતિસમયે વિશેષ-વિશેષ જ છે તેમાં સામાન્ય નામનું Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૧ ૨૧૫ ધ્રુવ કોઈ સ્થિર દ્રવ્ય છે જ નહીં. હવે જો મૂલભૂત ધ્રુવ એવું સામાન્ય (દ્રવ્યો જ ન હોય તો વિશેષ પ્રગટ થાય કોનામાં? પુરૂષસ્વરૂપ ધ્રુવ દ્રવ્ય હોય, તો બાલ્યાદિભાવો તેમાં પ્રગટે વૃક્ષ નામનું સામાન્ય હોય તો તેમાં શાખા-પ્રશાખા આદિ વિશેષ પ્રગટે, માટી નામનું મૂલભૂત દ્રવ્ય (સામાન્ય) જો ધ્રુવ હોય તો તેમાં કૃલિંડાદિ વિશેષ પ્રગટે, જો સામાન્ય જ ન હોય તો જે માટીમાંથી પિંડ બનાવ્યો, તે પિંડમાંથી ઘટ બનાવતાં બનાવતાં જો મૂળભૂત માટી દ્રવ્ય જ સર્વથા નાશ પામી જાય તો કંઈ રહ્યું જ નહીં, ભૂતલ ચોખ્ખું જ થઈ ગયું. હવે ઘટ બનશે શેમાંથી ? દુનીયાના લોકોને પણ દેખાય છે કે મૃર્લિંડમાંથી માટી રહેતે છતે જ ઘટ બને છે. તેથી બૌદ્ધની વાત એકાન્તવિશેષમાત્રની છે. તે સામાન્યના (ધ્રુવતત્ત્વના) અપલાપક હોવાથી તેની વાત પણ ઉચિત નથી. તથા નિયાયિક અને વૈશેષિકો સામાન્યને તથા વિશેષને એમ બન્નેને માને છે ખરા, પરંતુ જે સામાન્ય છે તે વિશેષ વિનાનું છે અને જે વિશેષ છે તે સામાન્ય વિનાનું છે આમ માને છે. ઉભયાત્મક વસ્તુ છે આમ માનતા નથી. તેથી તેની વાત પણ મિથ્યા છે. તેઓનું કહેવું છે કે “સત્તા' એ સામાન્ય છે. જે દ્રવ્ય-ગુણ અને કર્મમાં રહેનાર છે. આ સામાન્ય એ સામાન્ય માત્ર છે. વિશેષ નથી. આમ કહે છે. અને અન્તિમ વિભાજક જે પદાર્થ છે તે વિશેષ છે. તે નિત્યદ્રવ્ય માત્રમાં જ રહેનાર છેઆ સામાન્ય નથી. જો આ વિશેષને સામાન્યાત્મક માનીએ તો તેનું વિશેષાત્મકપણાનું જ સ્વરૂપ છે તે જ નષ્ટ થઈ જાય. આમ કહીને બન્નેને એકાન્ત જુદા માને છે. પરંતુ જગતના પદાર્થો તેવા નથી. તેઓએ જે સત્તા સામાન્ય માન્યું છે તે પણ દ્રવ્ય-ગુણ અને કર્મમાં વર્તનાર હોવાથી દ્રવ્યાત્મક-ગુણાત્મક અને કર્માત્મક છે. માટે ત્રિવિધ અને તેના ઉત્તરભેદ રૂપે અનેકવિધ હોવાથી વિશેષ સ્વરૂપ પણ છે જ, અને પરમાણુએ પરમાણુએ જે વિશેષો છે તે સર્વે પણ વિશેષો વિશેષપણે સમાન હોવાથી સામાન્યાત્મક પણ છે જ. આ રીતે અન્યદર્શનકારોની દ્રષ્ટિ એકાન્તસામાન્ય તરફ, એકાન્તવિશેષ તરફ અને એકાત બન્ને તરફ ઢળેલી છે. તેથી તેઓની સઘળી પણ વાત મિથ્યાત્વ છે. તે માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે સામાન્યમાં વિશેપનો અને વિશેષમાં સામાન્યનો જે વચનવ્યવહાર જગતમાં પ્રવર્તે છે. તે જ યથાર્થ છે. બરાબર છે. પદાર્થનું સ્વરૂપ પણ તેવું જ છે. પદાર્થના અબાધિત સ્વરૂપને સમજાવનારો જે વચનવ્યવહાર છે. તે જ યથાર્થજ્ઞાનમૂલક છે. આ રીતે સર્વે પણ દ્રવ્યો વ્યાત્મક અને પરિણામાત્મક (પર્યાયાત્મક) માત્ર જ છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. અને આ રીતે સામાન્યની સાથે વિશેષ તથા વિશેષની સાથે સામાન્ય સંકળાયેલું જ છે. આ રીતે જ સર્વે પણ દ્રવ્યો મેદાભદવાળા નિયમિત છે. આવું જાહેર કરે છે. આ ગાથાનો વિષય તથા આના પછીની બીજી-ત્રીજી ગાથાનો વિષય પ્રથમ કાર્ડની ગાથા ૧૨ માં પણ સમજાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કાડ-૩ – ગાથા-૨ સન્મતિપ્રકરણ ટીકાકારશ્રી જણાવે છે કે “મતિ દ્રવ્યમ્' આમ બોલવામાં “ગતિ' = સત્તા નામના સામાન્યમાં દ્રવ્ય એવા વિશેષનો, અને “ઘટઃ તિ'' ત્યાં ઘટ નામના વિશેષમાં મતિ રૂપ સામાન્યનો વચનવ્યવહાર થાય છે. માટી નામના દ્રવ્ય વિના ઘટવિશેષ હોતો નથી, અને ઘટાદિ કોઈ પણ વિશેષ વિના સામાન્ય એવું મૃદ્રવ્ય હોતું નથી. તેથી સર્વે પદાર્થો સામાન્યાત્મક અને વિશેષાત્મક છે. અર્થાત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. વિશેષમાવે सामान्यस्याप्यन्यथाभावप्रसक्तेः, तथा तदभावे (सामान्याभावे) तस्याप्यभावप्रसङ्गात् (વિશેષસ્થામાવપ્રફ) | ૨ | જો એકાન્ત વિશેષો વિનાનું સામાન્ય અને સામાન્ય વિનાનું વિશેષ માનવામાં આવે તો શું દોષ આવે? તે જણાવે છે ? एगंतणिव्विसेसं, एगंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे, पज्जवा हि दवियं णियत्तेइ ॥ २ ॥ एकान्तनिर्विशेषं, एकान्तविशेषितं च वदन् । द्रव्यस्य पर्यायान्, पर्यायेभ्यो हि द्रव्यं निवर्तते ॥ २ ॥ ગાથાર્થ - એકાને નિર્વિશેષ (વિશેષ વિનાના) એવા સામાન્યને, તથા એકાન્ત વિશેષને જ, (સામાન્ય વિનાના વિશેષને જ) કહેતો એવો વક્તા દ્રવ્યમાંથી દ્રવ્યના પર્યાયોને, અને પર્યાયોમાંથી દ્રવ્યને દૂર કરે છે. (એકાન્ત અલગ કરે છે.) II ૨ / વિવેચન - પહેલી ગાથામાં સમજાવ્યું તેમ સામાન્ય એ વિશેષોથી અને વિશેષ એ સામાન્યથી ભરેલું જ છે. અર્થાત્ કથંચિદ અભિન્ન છે. છતાં જે જે દર્શનકારો એકાન્ત નિર્વિશેષ માને છે. એટલે કે વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય માત્ર જ છે આમ જેઓ માને છે અને કહે છે તેઓએ વસ્તુને જોઈને માત્ર સામાન્યવિષયક જ્ઞાન કરવું જોઈએ, માત્ર સામાન્ય વિષયક વાણીનું ઉચ્ચારણ કરવું જોઈએ, વિશેષોને તો વિચારમાંથી વાણીમાંથી અને વ્યવહારમાંથી કાઢી નાખવા જોઈએ, જેમ કે પાંચ તોલા સોનામાંથી બનાવાતા કડુકુંડલ-કેયુર અને હાર ઇત્યાદિ વિશેષોને જોઈને આ સોનું જ છે આ સોનું જ છે આ સોનું જ છે. આવો જ વિચાર-વાણી અને વ્યવહાર કરવો જોઈએ, કડા-કુંડલ આદિના વિચારો મનમાં લાવવા જોઈએ નહીં, કડા-કુંડલ આદિ વિશેષોનો વચનોચ્ચાર પણ કરવો જોઈએ નહીં, તે તે વિશેષોને આશ્રયી ભાવવધારો આપવો-લેવો જોઈએ નહીં, કડુ જે હાથે પહેરાય છે. કુંડલ જે કાને પહેરાય છે કેયુર (કંદોરો) જે કેડ ઉપર પહેરાય છે અને હાર જે ગળે પહેરાય છે. તેને બદલે ગમે તે અલંકાર ગમે તે સ્થાને પહેરાવા જોઈએ. કારણ કે તેમાં આવા વિશેષો તમારા મતે છે જ નહીં. પરંતુ આ સંસારમાં ક્યાંય આવું બનતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨ ૨૧૭ અનુભવમાં પણ આવું આવતું નથી. તે માટે એકાન્તનિર્વિશેષની આ માન્યતા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી વિરૂદ્ધ હોવાથી સર્વથા ખોટી છે. આ માન્યતા સ્વીકારતાં દ્રવ્યમાંથી પર્યાયો (વિશેષો) સર્વથા અલગ (દૂર) થઈ જાય છે. વિશેષો તેમાં છે જ નહીં માત્ર સામાન્ય જ છે. આવો અર્થ થાય છે. જે ઉચિત નથી. એવી જ રીતે આખું વૃક્ષ એક વૃક્ષ તરીકે જ દેખાવું-મનાવું અને બોલાવું જોઈએ. તેમાં શાખા-પ્રશાખા-ફલ-ફળ આદિના જે ભેદો (વિશેષો) દેખાય છે. તે ભેદો (વિશેષા) વિચારમાં વાણીમાં અને ખાવા-સુંઘવા આદિના વ્યવહારોમાં જે દેખાય છે. અનુભવાય છે તે દૂર કરીને આખા વૃક્ષનો સામાન્ય વૃક્ષમાત્ર તરીકે જ વિચાર-વાણી વ્યવહાર થવો જોઈએ. પણ આમ થતું નથી. દુનીયામાં પણ આવું અનુભવાતું નથી. માટે આ એકાન્ત નિર્વિશેષની માન્યતા બરાબર નથી. આખા શરીરનો શરીર તરીકે જ વચનોચ્ચાર અને વ્યવહાર થવો જોઈએ. હાથપગ-મુખ-પેટ આમ વિશેષ-વિશેષ અવયવ રૂપે જે વ્યવહાર થાય છે તે થવો જોઈએ નહીં. પણ થાય છે. તેથી એકાન્ત નિર્વિશેષ એવા સામાન્યની માન્યતા યુક્તિસંગત નથી. તેવી જ રીતે એકાન્ત વિશેષને જ માનવું અને સામાન્યને ન માનવું અર્થાત્ સામાન્ય વિનાનું કેવલ એકલું વિશેષ માત્ર જ છે. આમ માનવું તે પણ ઉચિત નથી. કારણ કે તેમ માનવાથી પર્યાયોમાંથી (વિશેષોમાંથી) દ્રવ્ય (નામનું સામાન્ય) દૂર થઈ જાય છે. ધ્રુવતત્ત્વ જ ઉડી જાય છે. કડુ-કંકણ-કેયુર-હાર ઇત્યાદિ વિશેષો જ માત્ર હોય અને તેમાં સુવર્ણ નામનું છુવાશ દ્રવ્ય ન હોય આવું કેમ બને ? સુવર્ણદ્રવ્ય તો સર્વેમાં અનુભવાય જ છે. તથા શાખા-પ્રશાખાફૂલ-ફળ ઇત્યાદિ વિશેષો જ માત્ર હોય અને સામાન્ય વૃક્ષ ન હોય, આમ કેમ બને? હાથપગ-માથુ-પેટ ઇત્યાદિ અવયવવિશેષ જ હોય અને શરીર નામનો અવયવી સામાન્ય ન હોય આવું કેમ બને? દોરા વિના મણકાની માળા કેમ બને? તેમજ મણકા વિના કેવળ એકલા દોરાની માળા પણ કેમ બને? જીવદ્રવ્ય નામના સામાન્ય વિના બાલ્યાદિ અવસ્થાસ્વરૂપ વિશેષો અને બાલ્યાદિ અવસ્થારૂપ વિશેષો વિના સામાન્ય એવા જીવદ્રવ્યનું હોવાપણું કેમ ઘટે ? તેથી એકલા વિશેષોને જ માનનારાએ અને સામાન્યને નહીં માનનારાએ ઉપરોક્ત સામાન્યદ્રવ્યના વિચારો, વચનો અને વ્યવહારો મનમાંથી કાઢી નાખવા જોઈએ. “આ પણ સોનું છે. આ પણ સોનું જ છે” ઇત્યાદિ સામાન્યદ્રવ્યનો વચનોચ્ચાર જે થાય છે તે વચન વ્યવહાર પણ દૂર કરી દેવો જોઈએ. તથા સામાન્ય દ્રવ્યમાત્રને માનીને થતી લેવડ-દેવડની પ્રવૃત્તિમય વ્યવહાર પણ ત્યજી દેવો જોઈએ. પણ આમ કંઈ બનતું નથી. તેથી આ માન્યતા પણ ખોટી જ છે. આ સંસારમાં સર્વ પદાર્થોમાં ધ્રુવાંશે રહેલા દ્રવ્યસામાન્યનો અને ઉત્પાદ-વ્યય રૂપે બદલાતા પર્યાયવિશેષનો વ્યવહાર, વચનોચ્ચાર અને તે સંબંધી માનસિક વિચારો સર્વજન સાધારણમાં અબાધિતપણે અનુભવાય છે. માટે સકલપદાર્થો સામાન્યાત્મક પણ છે. અને Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કાર્ડ-૩ – ગાથા-૩-૪ સન્મતિપ્રકરણ વિશેષાત્મક પણ છે. ધૃવાત્મક પણ છે અને ઉત્પાદ-વ્યયાત્મક પણ છે. દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. તેથી દ્રવ્યથી પર્યાયો, અને પર્યાયોથી દ્રવ્ય કથંચિ અભિન્ન પણ છે જ. આ પ્રમાણે સામાન્યથી વિશેષ અને વિશેષથી સામાન્ય કથંચિત્ અભિન્ન અવશ્ય છે જ. આ સિદ્ધ કર્યું. એકાન્ત એકને જ માનનાર વાદી કાં તો દ્રવ્યનો અપલાપક થાય છે. કાં તો પર્યાયનો અપલાપક થાય છે. સામાન્યવાદી પર્યાયોનો અપલાપક બને છે અને વિશેષવાદી દ્રવ્યનો અપલાપક બને છે. તેને જ દ્રવ્યમાંથી પર્યાયોની અને પર્યાયોમાંથી દ્રવ્યની નિવૃત્તિ . કરી આમ કહેવાય છે. દ્રવ્યમાંથી પર્યાયો કાઢી નાખ્યા, અને પર્યાયોમાંથી દ્રવ્ય કાઢી નાખ્યું. આમ કહેવાય છે. આ રીતે આ એકાન્તવાત પ્રત્યક્ષ વિરૂદ્ધ હોવાથી બરાબર નથી. રા. સામાન્ય અને વિશેષ સ્વરૂપ અનેકાત્મક વચન જ આત પુરૂષનું હોય છે. તેનાથી ઈતર વચન, ઈતર પુરૂષનું (અનાનું) હોય છે તે સમજાવે છે - पच्चुप्पन्नं भावं, विगयभविस्सेहिं जं समण्णेइ । યં પડુવા, વ્યંતરપિસિનં ૨ ૫ રૂ ૫ दव्वं जहा परिणयं, तहेव अत्थित्ति तम्मि समयम्मि । विगयभविस्सेहिं उ, पज्जएहिं भयणा विभयणा वा ।। ४ ॥ સંસ્કૃત છાયા प्रत्युत्पन्नं भावं, विगतभविष्यद्भ्यां यत् समन्वेति । एतत्प्रतीत्यवचनं, द्रव्यान्तरनिश्रितं यच्च ॥ ३ ॥ द्रव्यं यथा परिणतं, तथैवास्तीति तस्मिन्समये । विगतभविष्यैस्तु पर्यायैर्भजना विभजना वा ॥ ४ ॥ ગાથાર્થ - જે વચનવ્યવહાર વર્તમાનકાળના વસ્તુસ્વરૂપને, ભૂત તથા ભાવિ પર્યાયોની સાથે સમન્વય કરે છે. તે વચનવ્યવહાર પ્રતીત્યવચન કહેવાય છે તથા જે વચનવ્યવહાર એક દ્રવ્યનો અન્યદ્રવ્યોની સાથે સમન્વય કરાવનાર હોય છે. તે વચનવ્યવહાર પણ પ્રતીત્યવચન કહેવાય છે. / ૩ // જે દ્રવ્ય, જે (વર્તમાનકાલીન) સમયમાં જેવું પરિણામ પામ્યું છે તે દ્રવ્ય તે (વર્તમાનકાલીન) સમયમાં તેવું અવશ્ય છે જ. પરંતુ તે દ્રવ્યના જ અતીત અને અનાગત પર્યાયોની સાથે તે દ્રવ્યનો અભેદ પણ છે. અને ભેદ પણ છે. | ૪ | વિવેચન - પ્રતીત્ય વચન કોને કહેવાય? તે સમજાવે છે. પ્રતીતિપૂર્વક (પૂરેપૂરી Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩-૪ ૨૧૯ ખાત્રી પૂર્વક, પૂરેપુરા અનુભવ પૂર્વક), જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જ કહેનારૂં જે વચન તે પ્રતીત્યવચન કહેવાય છે. સાપેક્ષ વચન, યથાર્થ વચન, કોઈ પણ જાતની અપેક્ષાપૂર્વક બોલાતુ વચન, કોઈ પણ જાતની બાધા ન આવે તે પ્રકારે બોલાતું જે વચન તે પ્રતીત્ય વચન છે. અર્થાત્ જે આપ્તવચન છે જે સર્વજ્ઞ વચન છે. તે પ્રતીત્યવચન કહેવાય છે. આપ્તવચન, સાપેક્ષવચન, યથાર્થવચન, સ્યાદ્વાદવચન, અનેકાન્તવચન, સર્વજ્ઞવચન આ બધા પ્રતીત્યવચનના પર્યાયવાચી શબ્દો છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપની સાથે જરા પણ બાધા ન આવે તેવા પ્રકારનો જે વચનવ્યવહાર છે. તે પ્રતીત્ય વચન છે. કોઈ પણ વિવક્ષિત એકદ્રવ્ય વર્તમાનકાળે જે સ્વરૂપે પરિણામ પામ્યું હોય છે. તે દ્રવ્ય વર્તમાનકાલે તે સ્વરૂપે તો ચોક્કસ છે જ, તેમ કહેવામાં કંઈ વિવાદ નથી. પણ તે દ્રવ્ય તેના પોતાના અતીત અને અનાગત પર્યાયોની સાથે સંકળાયેલું (સમન્વય પામેલું) પણ છે. અતીત-અનાગત પર્યાયોથી વર્તમાન પર્યાયાપન્ન એવું આ દ્રવ્ય સર્વથા ભિન્ન (વિખુટુ પડેલું) નથી. જેમ કે ૧૦ તોલા સોનું છે. તેનું કડુ બનાવેલું હતું, તે ભંગાવીને કુંડલ હાલ બનાવેલ છે. ભાવિમાં તેમાંથી કેયૂર (કંદોરો) બનાવવાની ઈચ્છા છે. કડુ અતીત પર્યાય, કુંડલ વર્તમાન પર્યાય, અને કેયૂર એ ભાવિપર્યાય છે. તેમાં તે ૧૦ તોલા સોનું હાલ કુંડલ સ્વરૂપે પરિણામ પામ્યું છે. માટે કુંડલ સ્વરૂપે તો તે સુવર્ણ છે જ. પરંતુ તે કુંડલરૂપે રહેલું વર્તમાનકાલીન સુવર્ણદ્રવ્ય અતીત એવા કડા પર્યાયની સાથે અને ભાવિ એવા કેયૂર પર્યાયની સાથે પણ અવશ્ય સંકળાયેલું છે. સમન્વયાત્મક છે. તેથી જ જગતમાં આવા વચનવ્યવહારો થાય છે કે પહેલાં મારૂં જે કડુ હતું તેમાંથી મેં આ કુંડલ બનાવ્યું છે. કુંડલ દેખતાં જ અતીતકાલીન કહાપર્યાયનું સ્મરણ થાય છે. કડુ પહેરવાનો જેને ઘણો રાગ છે. (ભાવ છે) તેને કુંડલ દેખતાં જ કડાની સ્મૃતિ થતાં જ ઘણા દુઃખનો અનુભવ થાય છે. તેથી કડા અને કુંડલની વચ્ચે સુવર્ણ દ્રવ્ય સ્વરૂપે સંબંધ છે. (અર્થાત્ કથંચિત્ અભેદ છે) અને કડાકુંડલપણાના પર્યાય સ્વરૂપે કથંચિત્ ભેદ પણ છે. કડુ હાથે પહેરાય છે અને કુંડલ કાને પહેરાય છે. હાથે કુંડલ નથી પહેરાતું અને કાને કડુ નથી પહેરાતું, માટે કથંચિ ભેદ પણ જરૂર છે જ. આ પ્રમાણે વર્તમાનકાલીન કુંડલ પર્યાય ભાવિમાં બનનારા કેયૂર પર્યાયની સાથે પણ કથંચિત્ સંકળાયેલું છે અભેદ પણ છે અને કથંચિભેદ પણ છે. સુવર્ણપણે અભિન્ન છે અને કુંડલ-કેયૂર પણ ભિન્ન છે. આને જ જૈનશાસ્ત્રોમાં ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. કાલક્રમે ઉપરા ઉપર આવતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા (સામાન્યતા) છે. તે જ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તેને લક્ષ્યમાં રાખીને જ જગતમાં આવા વચનવ્યવહારો પ્રવર્તે છે કે મારું જે પહેલાં કડુ હતું, તેનું જ મેં આ કુંડલ બનાવ્યું છે અને હવે હું તેનું જ કેયૂર બનાવવાનો છું. વર્તમાન પર્યાયને પામેલા કોઈપણ દ્રવ્યને અતીત અને અનાગત પર્યાયોની સાથે સમન્વયાત્મક જે વચનવ્યવહાર છે. તે જ ઉર્ધ્વતા સામાન્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કાર્ડ-૩ – ગાથા-૩-૪ સન્મતિપ્રકરણ બીજું ઉદાહરણ લઈએ તો યુવાવસ્થામાં આવેલો ચૈત્ર, અતીત એવી બાલ્યાવસ્થાથી અને ભાવિ એવી વૃદ્ધાવસ્થાથી કથંચિત્ સંકળાયેલું દ્રવ્ય છે. તેથી જ અતીત એવી બાલ્યાવસ્થામાં કરેલી ભૂલો સ્મૃતિગોચર થતાં શરમાય છે. જો અતીતાવસ્થાનો બાલ ચૈત્ર અને વર્તમાનાવસ્થાનો યુવાન ચૈત્ર અત્યન્ત ભિન્ન જ હોત તો બાલ્યાવસ્થાની ભૂલો સ્મરણમાં આવે નહી અને શરમાવાનું બને જ નહીં, પણ આવું સ્મરણ થવાનું અને શરમાવાનું બને છે. તે માટે કથંચિ અભિન્ન પણ અવશ્ય છે જ, તથા ભાવિની વૃદ્ધાવસ્થા સાથે પણ વર્તમાન યુવાવસ્થાવાળો ચૈત્ર કથંચિ સમન્વયાત્મક છે. તેથી જ ભાવિની વૃદ્ધાવસ્થામાં સુખે સુખે રહેવાય તે માટે ધનોપાર્જન-ધનસંચય આદિ કરે છે અને તેની ચિંતા રાખે છે. જો યુવાવસ્થાનો ચિત્ર અને વૃદ્ધાવસ્થાનો ચૈત્ર (બૌદ્ધમત પ્રમાણે) અત્યન્ત ભિન્ન જ હોત તો ભાવિના સુખ માટેનો પ્રયત અને તેની ચિંતા યુવાવસ્થાવાળો ચૈત્ર ન જ કરત, માટે કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. આ રીતે માનવભવમાં વર્તતો જીવ અતીત એવા નરકાદિ ભવની સાથે અને અનાગત એવા દેવાદિભવની સાથે પણ કથંચિત્ અભિન્ન અને કથંચિ ભિન્ન અવશ્ય છે જ. આમ સર્વે પણ દ્રવ્યો પોત પોતાના અતીત અનાગત પર્યાયો સાથે સમન્વયવાળાં છે. કથંચિ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. દ્રવ્ય સ્વરૂપે અભેદ છે અને પર્યાય સ્વરૂપે ભેદ છે. કાલક્રમે આવતા જુદા જુદા પર્યાયોમાં આ તેનું તે જ દ્રવ્ય છે. તેનું તે જ દ્રવ્ય છે આવી જે બુદ્ધિ થાય છે આ ઉર્ધ્વતાસામાન્યનો પ્રભાવ છે. ઉપરાઉપર (એક પછી એક) આવતા પર્યાયોમાં દ્રવ્ય તેનું તે જ છે. દ્રવ્ય તેનું તે જ છે. આવા પ્રકારનું સમન્વયાત્મક (ઐક્યતા) સ્વરૂપ પદાર્થનું હોવાપણું જે છે તેને જ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. અને આવા પ્રકારની પૂર્વાપરની અપેક્ષાવાળા વચનને ઉર્ધ્વતાસામાન્યને આશ્રયી પ્રતીત્યવચન કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે પ્રત્યુત્પન્ન ભાā વસ્તુનો વર્તમાનપરિધામ, વિતમવિષ્યષ્ય पर्यायाभ्यां यत्समानरूपतया नयति = प्रतिपादयति वचः, तत्प्रतीत्यवचनं = समीक्षितार्थवचनं सर्वज्ञवचनमित्यर्थ अन्यच्चानाप्तवचनम् । હવે તિર્ય સામાન્યને આશ્રયી પ્રતીત્ય વચન સમજાવે છે. તેāતથિં ચ = તથા દ્રવ્યાન્તર એટલે કે જ્યાં દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. પરંતુ ભિન્ન ભિન્ન એવા તે દ્રવ્યોમાં પર્યાયની જે સમાનતા છે અને તેના કારણે સમન્વયાત્મક એવો જે વચનવ્યવહાર થાય છે. તે પણ પ્રતીત્યવચન છે આ તિર્ય સામાન્ય રૂપ પ્રતીત્ય વચન છે. જેમ કે માટીનો ઘડો હોય, સોનાનો ઘડો હોય, રૂપાનો ઘડો હોય કે તાંબાનો ઘડો હોય, આમ ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા અનેક ઘડા છે. છતાં ઘટાકારપણે બધા સરખા - અર્થાત્ સમાન છે. ગયા વટ, મયમપિ ટ: Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩-૪ ૨૨૧ ઇત્યાદિ સમાન આકારપણે સમન્વયાત્મક એટલે કે દ્રવ્યાન્તરની સાથે અપેક્ષા વાળું જે વચન છે. તે પણ પ્રતીત્ય વચન છે. રંગ-બેરંગી, નાની-મોટી, જાડી-પાતળી તથા શાબલેય બાહુલેય આદિ નામવાળી અનેક ગાયોમાં “આ પણ ગાય છે. આ પણ ગાય છે.” ઇત્યાદિ સમાનતાસૂચક જે વચનવ્યવહાર છે તે સઘળો તિર્યગ્સામાન્ય સ્વરૂપે પ્રતીત્યવચન કહેવાય છે. બધા જ ઘટ, અને બધી જ ગાયો પર્યાયથી સમાન છે એટલે અભિન્ન છે. પણ દ્રવ્યથી ભિન્ન ભિન્ન છે. જ્યારે એક જ સોનાદ્રવ્યમાંથી બનાવેલા કડા-કુંડલ અને કેયુર આદિ આભૂષણો દ્રવ્યથી અભિન્ન છે. પણ પર્યાયથી ભિન્ન ભિન્ન છે. બાલ્યાવસ્થાયુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વર્તતું જીવદ્રવ્ય દ્રવ્યપણે અભિન્ન છે. પર્યાયપણે ભિન્ન ભિન્ન છે. આ રીતે ઉર્ધ્વતાસામાન્યરૂપે અને તિર્યસામાન્યરૂપે જે અભેદ પ્રવર્તે છે તે સઘળો અભેદ, ભેદસાપેક્ષ જ પ્રવર્તે છે. તેને લક્ષ્યમાં રાખીને વર્તતો જે સાપેક્ષ વચનવ્યવહાર છે તે સઘળો પ્રતીત્ય વચનવ્યવહાર કહેવાય છે. સ્યાદ્વાદયુક્ત વાણીને પ્રતીત્ય વચન કહેવાય છે. આ જ સર્વજ્ઞ વચન છે. આHવચન છે. આનાથી જરા પણ ફેરફારવાળું ઈતરવચન તે ઈતરનું (અર્થાત્ અનાત પુરૂષનું) વચન છે. ટીકામાં કહ્યું છે કે - દ્રવ્ય = ચેતના વેતન, યથા તારિર્થપ્રદરૂપતય પદાદ્વિરૂપतया वा परिणतं वर्तमानसमये तथैव अस्ति । विगतभविष्यभिद्भिस्तु पर्यायैर्भजना = कथञ्चितैस्तस्यैकत्वम्, विभजना = विगतभजना = विगतभविष्यद्भ्यां न सर्वथैकत्वमिति कथं तत्प्रतिपादकवचनस्याप्रतीत्यवचनतेति भावः । ઉર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્યનું લક્ષણ પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મીશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં આ પ્રમાણે કહ્યું છે - उरधता सामान्य शक्ति ते, पूरव अपर गुण करती रे । पिंड कुशूलादिक आकारि, जिम माटी अणफिरती रे ॥ વિનવા રંગરું મનડું ઘરડું | ૨-૪ | भिन्न विगतिमां रुप एक जे, द्रव्यशक्ति जगि दाखई रे । ते तिर्यक्सामान्य कहिजइ, जिम घट घट पण राखइ रे ॥ जिनवाणी रंगइ मनइ धरइं ॥२-५ ॥ તથા પૂજ્યપાદ શ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ પ્રમાણનયતત્ત્વ લોકાલંકારમાં પંચમ પરિચ્છદમાં પણ આ લક્ષણો જણાવ્યાં છે. તે ૩-૪ || જગતના તમામ પદાર્થો પોતાના સ્વરૂપે અસ્તિસ્વરૂપ છે અને પરસ્વરૂપે નાસ્તિસ્વરૂપ છે આમ અસ્તિ-નાસ્તિ ઉભયાત્મક છે પણ એકાત્તે કોઈ પણ એકસ્વરૂપ (અસ્તિ કે નાસ્તિ) નથી. તે હવે સમજાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ કાષ્ઠ-૩ – ગાથા-પ સન્મતિપ્રકરણ परपज्जवेहिं असरिसगमेहं, णियमेण णिच्चमवि नत्थि । सरिसेहिं वि वंजणओ अत्थि ण पुणऽत्थपज्जाए ।। ५ ।। परपर्यायैरसदृशगमैर्नियमेन नित्यमपि नास्ति । सदृशैरपि व्यञ्जनतोऽस्ति न पुनरर्थपर्यायैः ॥ ५ ॥ ગાથાર્થ - અસંદેશ (અર્થાત્ વિજાતીય) એવા પરપર્યાયો દ્વારા વિવક્ષિત એવી વસ્તુ સદાકાલ નિયામાં નથી જ. તથા સંદેશ (અર્થાત્ સજાતીય) એવા પર્યાયોમાં પણ વ્યંજનપર્યાયથી વસ્તુ છે. પરંતુ અર્થપર્યાયથી વસ્તુ નથી. / ૫ // | વિવેચન - આ સંસારમાં રહેલા તમામ પદાર્થોમાંના કોઈ પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે ? તે આ ગાળામાં સમજાવે છે. આ સંસારમાં જે કોઈ વસ્તુ છે અને તેને જે જે નામથી બોલાવાય છે. તથા તેનો જે જે રૂપે લેવડ-દેવડ પણે વ્યવહાર કરાય છે. તેમાં જે જે કાર્ય કરાય છે તે સઘળું કે તેમાં રહેલા અમુક પ્રકારના ચોક્કસ સ્વરૂપને લીધે જ થાય છે. જેમ કે ઘટ ઘટ કહેવાય છે. જેની પાસે ઘટ છે તેની પાસે જ ઘટનો અર્થી જીવ ઘટ માગે છે અને તે અર્થીને ઘટવાળી વ્યક્તિ જ ઘટ આપે છે આવી ઘટને ઘટ સમજીને જ લેવડ-દેવડ થાય છે. તથા ઘટ ઘટ સમજીને જ તેમાં જલ-ઘી-તેલ ઈત્યાદિ ઉચિત પદાર્થો રાખવાનું કાર્ય કરાય છે. ઘટપણે બોલાવવાનો વ્યવહાર (ઘટશબ્દવાચ્યતા), ઘટની લેવડદેવડ (ઘટની આદાન-પ્રદાનતા), અને ઘટ સમજીને તે તે કાર્ય કરવાપણાનો વ્યવહાર, (તન્નિમિત્તકકાર્યવ્યવહાર) ઇત્યાદિ સઘળું ય ઘટમાં જે કંઈ થાય છે. તે વિવક્ષિત ઘટમાં “ઘટપણાનું અમુક ચોક્કસ સ્વરૂપ” અર્થાત્ પ્રતિનિયત સ્વરૂપ એટલે કે કંબુગ્રીવાદિ આકારવિશિષ્ટતા તે પદાર્થમાં છે જ. તો જ તેને ઘડા તરીકે ઉપરોક્ત સઘળો વ્યવહાર થતો સંસારમાં દેખાય છે. આ જ પ્રમાણે સઘળા પદાર્થમાં પણ સમજવું. તે ઘટને જોઈને “આ ગાય છે” એમ સમજીને કોઈ દોહવા બેસતું નથી, “આ સાપ છે” એમ સમજીને કોઈ ભયભીત થતું નથી કે “આ અલંકાર છે” એમ સમજીને કોઈ તેને શરીર ઉપર અલંકારરૂપે ધારણ કરતું નથી. સારાંશ કે તે વિવક્ષિત ઘટને “આ ઘટ છે” આમ સમજીને સર્વે સંસારી લોકો ઘટસંબંધી જ વ્યવહાર કરે છે પરંતુ ઘટથી ઈતરપદાર્થ સંબંધી વ્યવહાર કરતા નથી. તેથી ચોક્કસપણે ખાત્રી થાય છે કે તે ઘટપદાર્થ ઘટરૂપે જ છે. ઈતર સ્વરૂપે નથી. સ્વસ્વરૂપે જ છે. પરસ્વરૂપે નથી. એટલે કે સ્વસ્વરૂપે અસ્તિ છે અને પરસ્વરૂપે નાસ્તિ છે. કેવલ એકલું સ્વસ્વરૂપ જ હોય અને પરસ્વરૂપનું નાસ્તિપણું ન હોય એમ પણ બનતું નથી, તથા કેવલ એકલું પરસ્વરૂપનું નાસ્તિપણું જ હોય અને સ્વસ્વરૂપનું Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ - ગાથા-૫ ૨૨૩ અસ્તિપણું ન હોય આમ પણ બનતું નથી. કેવલ એકલું ભાવાત્મક કે કેવલ એકલું અભાવાત્મક સ્વરૂપ ઘટમાં કે કોઈ પણ પદાર્થમાં નથી. પરંતુ સ્વસ્વરૂપે ભાવાત્મક અને પરસ્વરૂપે અભાવાત્મક સ્વરૂપ ઘટમાં તથા સર્વ પદાર્થમાં છે. આ પ્રમાણે સર્વે પણ પદાર્થો અસ્તિ-નાસ્તિ એમ ઉભય રૂપ છે. આ રીતે જગતના સઘળા પણ પદાર્થોનું સ્વરૂપ પોતાના પર્ણ, અમુક પ્રતિનિયત સ્વરૂપે હોવારૂપ છે. ગાય નામનો પદાર્થ ગાય સ્વરૂપે છે. ઈતરસ્વરૂપે નથી, સર્પ નામનો પદાર્થ સર્પ પણે છે ઈતરપણે નથી, અલંકાર નામનો પદાર્થ અલંકારપણાના સ્વરૂપે છે ઈતરસ્વરૂપે નથી. આવા પ્રકારનું પ્રતિનિયત (અમુકપ્રકારનું ચોક્કસ) સ્વરૂપ તેમાં છે આમ સમજીને જ જગતના સર્વે વ્યવહારો થાય છે. બોલનાર, સાંભળનાર, આપનાર, લેનાર વિગેરે જે કોઈ વ્યવહાર કરનારા જીવો છે તે સર્વે પણ જીવો તે તે પદાર્થમાં રહેલા પ્રતિનિયત સ્વરૂપને’ સમજીને વિચારીને માનીને જ તેવા તેવા ઉચિત વ્યવહારો કરે છે. આ જ વાત આ ગાથામાં સમજાવી છે કે - સંસારની પ્રત્યેક વસ્તુમાં અસ્તિ અને નાસ્તિ એમ ઉભયરૂપતા છે. અરિસામેદિ પરપન્નવેર્દિ = અસદૃશતાને જણાવનારા એવા પરપર્યાયો વડે ખિત્ત્વવિ = સદાકાળ, નિયમેળ નસ્થિ = નક્કી તે વસ્તુ નથી જ. અસદશતા એટલે સમાનતા નહીં અર્થાત્ વિલક્ષણતા, તેથી ઘટની અપેક્ષાએ વિલક્ષણતાવાળી બુદ્ધિના જનક એવા ગોત્વ, સર્પત્વ, તથા અલંકારત્વ ઇત્યાદિ જે કોઈ ઈતર પદાર્થોરૂપ પર્યાયો છે. તે ઘટની અપેક્ષાએ પરપર્યાયો છે આવા પ્રકારની અસદૃશતાની બુદ્ધિના જનક એવા પરપર્યાયો વડે તે ઘટ સદાકાળ અવશ્ય નથી, નથી, અને નથી જ. આ ગાથાના પૂર્વાર્ધ વડે સઘળી વસ્તુમાં · અસદૃશતાજનક પરપર્યાયો દ્વારા જે નાસ્તિપણું છે. તે સમજાવ્યું છે. સ્વસ્વરૂપે રહેલા અસ્તિત્વની ચર્ચા હવે પછીના ઉત્તરાર્ધવડે કરે છે. પૂર્વાર્ધ પદ વડે સર્વે પણ પદાર્થો પર સ્વરૂપે સદાકાળ નાસ્તિ છે. આ વાત સમજાવી છે. સર્દશતાજનક એવા જે સ્વપર્યાયો છે. તે સ્વપર્યાયો વડે સ્થૂલદૃષ્ટિએ જો કે તે તે વસ્તુ અસ્તિસ્વરૂપ છે જેમ ઘટ એ ઘટપણાના પર્યાય વડે રચનાથી વિનાશ કાલ સુધી છે. છે અને છે જ. તથાપિ તેમાં જો સૂક્ષ્મબુદ્ધિ લગાડાય તો તેમાં પણ વ્યંજનપર્યાયથી અસ્તિ છે અને અર્થપર્યાયથી વળી નાસ્તિ પણ છે સેëિપિ = સર્દશતાબુદ્ધિજનક એવા સ્વપર્યાયો વડે બંનળો અસ્થિ = વ્યંજનપર્યાયની અપેક્ષાએ વસ્તુ અસ્તિ છે. પુળ = પરંતુ ળ અત્ય પદ્માણ = અર્થપર્યાયની અપેક્ષાએ તે વસ્તુ નાસ્તિ છે. પ્રશ્ન - આ વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એટલે શું ? અને તેની અપેક્ષાએ અનુક્રમે અસ્તિ છે અને નાસ્તિ છે. એટલે શું ? આ કંઈ સમજાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કાષ્ઠ-૩ – ગાથા-૫ સન્મતિપ્રકરણ ઉત્તર - વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કોને કહેવાય? તે વિષય પ્રથમ કાષ્ઠની ગાથા ૩૦-૩૧ માં આવી ગયો છે. સદેશતાની બુદ્ધિને ઉત્પન્ન કરનારો અને ઘણા લાંબા કાળ સુધી રહેનારો એવો જે પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે ઘટ જ્યારથી બન્યો છે ત્યારથી માંડીને જયાં સુધી ફુટે નહી ત્યાં સુધી ઘટને “આ ઘટ છે - આ ઘટ છે - આ ઘટ છે” એમ સદેશતાવાળી જ બુદ્ધિ થાય છે. એમ સમજીને જ તેના શબ્દવ્યવહાર, આદાન પ્રદાનના વ્યવહાર અને કાર્ય કરવાના વ્યવહારો થાય છે. તેથી રચનાથી વિનાશ સુધી લાંબોકાળ રહેનારો જે ઘટપણાનો પર્યાય છે. તે વ્યંજન પર્યાય કહેવાય છે. દેવદત્ત નામનો માણસ જન્મથી મરણપર્યન્ત જે દેવદત્ત કહેવાય છે તથા આ દેવદત્ત છે એમ સમજીને જ તેની સાથે સઘળા વ્યવહારો થાય છે. તે વ્યંજનપર્યાય કહેવાય છે. આ રીતે ગાયમાં રહેલો ગાય પર્યાય, પશુમાં રહેલો પશુ પર્યાય, માનવમાં રહેલો માનવ પર્યાય ઇત્યાદિ દીર્ઘકાલવતી જે જે પર્યાયો છે તે સઘળા વ્યંજનપર્યાય છે. આવા પ્રકારના વ્યંજનપર્યાયની અપેક્ષાએ સઘળા પણ પદાર્થો રચનાથી વિનાશકાલ સુધી અસ્તિસ્વરૂપ છે. સદશતાબુદ્ધિજનક પર્યાય ભલે હો પરંતુ તેમાં એકસમય માત્ર વર્તતો જે પર્યાય તે અર્થપર્યાય છે. ઘટની રચનાના કાલથી ઘટના વિનાશના કાલ સુધી ઘટપણું રહેલું હોવા છતાં પણ સમયે સમયે પુદ્ગલપરમાણુઓનું પુરણ-ગલન તેમાં થયા જ કરે છે. તથા વળી ક્યારેક ઘી ભરાય છેક્યારેક પાણી ભરાય છે તો ક્યારેક તેલ ભરાય છે. ક્યારેક તે જુનો થાય છે તો ક્યારેક તે નવો હોય છે. ક્યારેક તે કાચો છે તો ક્યારેક તે પક્વ છે. ક્યારેક તે ઘટ કૃષ્ણ છે. તો ક્યારેક તે શ્વેત છે. તો ક્યારેક તે ઘટ રંગ-બેરંગી છે. આ રીતે વિચારતાં એક એક સમયે તે તે ઘટમાં કંઈક કંઈક બદલાવાપણું પણ છે જ. તેથી કોઈ પણ એક સમયમાં તે ઘટનું જે જાતનું ઘટપણું છે. તે જાતનું ઘટપણે બીજા સમયે નથી અને બીજા સમયે જે પ્રકારનું ઘટપણું છે. તે પ્રકારનું ઘટપણું ત્રીજા સમયે નથી. અર્થાત્ પ્રતિસમયે ઘટપણું કંઈક કિંઈક ભિન્ન ભિન્ન થાય છે. આ રીતે એક એક સમયમાત્રવતી એવું જે ઘટપણું છે. તે ઘટપણું ઘટપદાર્થમાં છે ખરું પણ શબ્દોથી બોલી શકાતું નથી. વ્યંજનો દ્વારા ઉચ્ચારણયોગ્ય નથી. ભાષા દ્વારા બીજાને સમજાવી શકાતું નથી. તેથી તેવા પર્યાયને વ્યંજનપર્યાય ન કહેતાં અર્થપર્યાય કહેવાય છે. શબ્દોથી બોલી શકાય તેવા પર્યાયને વ્યંજનપર્યાય કહેવાય છે. અને જે માત્ર એક સમયવર્તી જ પર્યાય છે એટલે શબ્દથી બોલી શકાતા નથી પણ પદાર્થના (અર્થના) પર્યાય છે. તેથી તેવા પર્યાયને અર્થપર્યાય કહેવાય છે. આવા પ્રકારના અર્થપર્યાયની અપેક્ષાએ એકસમય પુરતો જ તે પદાર્થ તે પ્રકારે અસ્તિ છે. બીજા સમયે પ્રથમસમયના અર્થપર્યાયની અપેક્ષાએ અને તૃતીયાદિ સમયના અર્થપર્યાયની અપેક્ષાએ તે ઘટ નાસિરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૫ ૨ ૨૫ છે. આ રીતે ત્રીજા સમયમાં વર્તતો તે જ ઘટ, પ્રથમ અને દ્વિતીય સમયગત અર્થપર્યાયની અપેક્ષાએ અને ચતુર્થાદિ સમયગત અર્થપર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે. દેવદત્ત નામનો પુરૂષ, જન્મથી મરણપર્યત દેવદત્તસ્વરૂપે હોવા છતાં પણ, પ્રથમ દિવસે એક દિવસના વયપર્યાયપણે અસ્તિ છે. પરંતુ બે દિવસ કે ત્રણ દિવસની વયપર્યાયપણે નાસ્તિ છે. બીજા દિવસે બે દિવસની વયપર્યાયપણે અસ્તિ છે. પરંતુ એક દિવસની વયપર્યાયપણે કે ત્રણ-ચાર દિવસની વયપર્યાયપણે નાસ્તિ છે. આ રીતે જોતાં બાળકમાંથી યુવાન થયેલો દેવદત્ત હવે બાલપર્યાય રૂપે અને ભાવિના વૃદ્ધ પર્યાયરૂપે નાસ્તિ છે. તેથી જ યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત બાલચેષ્ટા કે વૃદ્ધચેષ્ટા કરતો નથી. આ રીતે એક એક સમયના અર્થપર્યાયની અપેક્ષાએ વિવક્ષિત કોઈ પણ દ્રવ્ય તે સમય પુરતું જ તે સ્વરૂપે અસ્તિસ્વરૂપ છે. શેષ સર્વ અતીત-અનાગત સમયોમાં વિવક્ષિત એવા અર્થપર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે. જે ઘટ છે તે રચનાથી વિનાશકાલ સુધી ઘટ હોવા છતાં પણ નવો છે ત્યારે જુનો નથી અને જુનો છે ત્યારે નવો નથી. જે દેવદત્ત છે. એ જન્મથી મરણ સુધી દેવદત્ત હોવા છતાં પણ બાળક છે ત્યારે યુવાન અને વૃદ્ધ નથી. યુવાન છે ત્યારે બાળક અને વૃદ્ધ નથી. તથા વૃદ્ધ છે ત્યારે બાળક અને યુવાન નથી. આ રીતે સમય સમયના અર્થપર્યાયની અપેક્ષાએ તે તે પદાર્થો માત્ર એક સમય પુરતા જ વિવક્ષિત સ્વરૂપે અસ્તિ છે. શેષ સઘળા ય સમયોમાં આવનારા અથવા આવેલા અર્થપર્યાયોની અપેક્ષાએ તે નાસ્તિસ્વરૂપ પણ છે. ટીકામાં કહ્યું છે કે - મચવતુમાતા પર્યાય વિશ-દુતિયા gિuRI:, તત્ર विसदृशैर्विवक्षितो घटादिनॆवास्ति, सदृशैस्तु कैश्चिदुक्तवदस्ति, कैश्चिन्नेति तात्पर्यार्थः । આ પ્રમાણે વિવક્ષિત એવું કોઈ પણ એક દ્રવ્ય અસદેશબુદ્ધિજનક (અર્થાત્ વિજાતીય) એવા પરપર્યાયોથી તો સદાકાલ અવશ્ય નાસ્તિ સ્વરૂપ છે. પરંતુ સદેશબુદ્ધિજનક એવા (સજાતીય) પર્યાયોની વિવક્ષામાં પણ જો વ્યંજનપર્યાયોની વિરક્ષા કરીએ તો અસ્તિ સ્વરૂપ છે અને જો સમય-સમયના (એટલે કે પ્રતિસમયે પલટાતા એવા) અર્થપર્યાયની અપેક્ષા લઈએ તો અતીત અનાગત પર્યાયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ અને માત્ર વર્તમાન એકસમયના પર્યાયની અપેક્ષાએ અસ્તિસ્વરૂપ દ્રવ્ય છે. તેથી અર્થપર્યાયની વિવક્ષાએ ભજનાગતિવાળું (એટલે કે અસ્તિ અને નાસ્તિ એમ ઉભયસ્વરૂપવાળું) દ્રવ્ય છે. આમ સમજીને જ વર્તમાનપર્યાયમાં વર્તતા દ્રવ્યમાં ભૂત-ભાવિના પર્યાયો સત્તાગત રીતે સત્ હોવા છતાં પણ આવિર્ભતપણે તે નથી એમ સમજીને જ તેની સાથેના તે તે પર્યાયો સંબંધી વ્યવહારો વર્તમાનકાલ થતા નથી. / ૫ II Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ કાડ-૩ – ગાથા-૬ સન્મતિપ્રકરણ સુવર્ણદ્રવ્યનાં જ બનાવેલાં હજારો કુંડલો હોય તે સર્વે “કુંડલાકારપણે” અને આ કુંડલ છે. આ કુંડલ છે. આ પણ કુંડલ છે. આમ એક શબ્દ વાચ્યવના વ્યવહારરૂપે સમાન હોવા છતાં પણ, (એટલે કે તિર્યસામાન્યની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ), તથા વિવક્ષિત એક કુંડલ પોતાની ઉત્પત્તિથી પોતાના વિનાશ સુધી કુંડલાકારપણે અને કુંડલ-કુંડલ એવા એક જ શબ્દથી વાચ્યત્વના વ્યવહારરૂપે સમાન હોવા છતાં પણ (એટલે કે ઉર્ધ્વતા સામાન્યની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ) વર્તમાન કાળવતી કંડલમાં પણ વિવક્ષિત એવા અર્થપર્યાયની અપેક્ષાએ સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારની તરતમતા હોવાથી અસ્તિ-નાસ્તિ એમ ઉભયરૂપ દ્રવ્ય છે. તે વાત હવે પછીની આ ગાળામાં સમજાવે છે - पच्चुप्पण्णम्मि वि पज्जयम्मि, भयणागइं पडइ दव्वं । जं एगगुणाईया, अणंतकप्पा गुणविसेसा ॥ ६ ॥ प्रत्युत्पन्नेऽपि पर्याये, भजनागतिं पतति द्रव्यम् । यदेकगुणादिका अनन्तकल्पा गुणविशेषाः ॥ ६ ॥ ગાથાર્થ - પ્રત્યુત્પન્ન (એટલે વર્તમાનકાલના એકસમયવર્તી) એવા પણ પર્યાયમાં વર્તતું દ્રવ્ય ભજનાગતિવાળું (એટલે કે અતિ નાસ્તિ એમ ઉભયસ્વરૂપ) દ્રવ્ય જાણવું. કારણ કે એકગુણ - દ્વિગુણ - ત્રિગુણ આદિ અનંતપ્રકારના ગુણવિશેષો (તે દ્રવ્યમાં) હોય છે. દા. વિવેચન - તિર્યસામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય છે. સામાન્ય એટલે સમાનપણું - સદેશબુદ્ધિજનક અવસ્થા. આવા પ્રકારના બન્ને સામાન્યમાં પણ વિશેષ (ભેદ) અવશ્ય હોય જ છે. અર્થાત્ વિશેષ વિનાનું એકલું સામાન્ય હોતું નથી. અને સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યારેય હોતું નથી. ત્યાં સરખે સરખા આકારાદિ ભાવોવાળી ભિન્ન ભિન્ન અનેક વસ્તુઓમાં જે સરખાપણાની (સદેશતાની) બુદ્ધિ થાય છે તે તિર્યસામાન્ય છે. જેમ કે અનેક કુંડલોમાં, આ પણ કુંડલ, આ પણ કુંડલ ઇત્યાદિ કંડલાકારપણે જે સમાનતા જણાય છે તે તિર્યસામાન્ય છે. અનેક પ્રકારના ઘટમાં જે ઘટપણાની સદેશતા જણાય છે. તે તિર્યસામાન્ય છે. તથા વિવક્ષિત કોઈ પણ એક વસ્તુની ઉત્પત્તિથી વિનાશ સુધીમાં જે સદેશતાની બુદ્ધિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે સુવર્ણના બનાવેલા એક કુંડલમાં રચના કાળથી ભંગ કાલ સુધીના કાલમાં કુંડલપણે જે એકાકાર પ્રતીતિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. માટીના બનાવેલા ઘટમાં ઉત્પત્તિથી વિનાશ સુધીના કાલમાં ઘટાકારપણે જે સમાનપણાની બુદ્ધિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૬ | વિવક્ષિત એવા કુંડલમાં જે કુંડલાકારપણાનો દીર્ઘ કાલવર્તી પર્યાય છે તે વ્યંજનપર્યાય છે. વિવક્ષિત એવા એક ઘટમાં જે દીર્ઘકાલવર્તી ઘટાકાર પર્યાય છે તે વ્યંજનપર્યાય છે પરંતુ તે કુંડલમાં અને તે ઘટમાં પ્રતિસમયે પુરણ-ગલનાદિના કારણે જે પરિવર્તન થાય છે તેમાંનો એક સમયવર્તી કોઈ પણ પર્યાય તે અર્થપર્યાય કહેવાય છે. પ્રથમ સમયે જે કુંડલ કે ઘટ છે તે કુંડલ કે તે ઘટ બીજા સમયે તેવું રહ્યું નથી. બીજા સમયે જે સ્વરૂપ છે તે ત્રીજા સમયે રહ્યું નથી. આમ અર્થપર્યાયો એક એક સમયવર્તી હોય છે. પરંતુ તે અર્થપર્યાયો એકસમય માત્રવતી હોવાથી વચનોચ્ચારણયોગ્ય નથી માટે વ્યંજનપર્યાય કહેવાતા નથી. ઉત્પત્તિકાલથી વિનાશકાલ સુધી સરખી જણાતી વસ્તુ પણ પ્રત્યેક સમયના અર્થપર્યાયની દૃષ્ટિએ ભિન્ન ભિન્ન છે. અર્થાત્ વિશેષ છે. ઉર્ધ્વતા સામાન્યથી જે સમાન (સામાન્ય) ભાસે છે. તેવા કુંડલમાં અને ઘરમાં પ્રતિસમયના અર્થપર્યાયથી વિશેષ - વિશેષ પણ છે આ વાત જણાવી. ઉર્ધ્વતાસામાન્યમાં વિશેષ સમજાવીને હવે તિર્યક્ષામાન્યમાં પણ વિશેષ છે. તે સમજાવે છે તિર્યસામાન્યથી સમાન જણાતા વર્તમાનકાલવર્તી અનેક કુંડલોમાં કુંડલાકારપણે જે સમાનતા છે. તેમાં પણ એકગુણ પીળાશ, દ્વિગુણ પીળાશ, ત્રિગુણ પીળાશ ઇત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન એવું જે દ્રવ્યસ્વરૂપ છે. તે વિશેષ છે. આમ તિર્યસામાન્યમાં પણ વિશેષ-વિશેષ છે તે હવે સમજાવે છે. પ્રવૃUUU િવિઝિયમ = પ્રત્યુત્પન્નકાલ એટલે વર્તમાનકાલ, વર્તમાનકાળે જે કુંડલાકારપણે પરિણામ પામેલાં હજારો કુંડલો છે તથા ઘટાકારપણે બનેલા હજારો ઘડો છે તેમાં કુંડલાકારતા અને ઘટાકારતા સમાન હોવા છતાં પણ એટલે કુંડલાકારપણે અને ઘટાકારપણે અસ્તિસ્વરૂપ હોવા છતાં પણ તેમાંના એક કુંડલમાં સોનાની જે પીળાશ છે તેવી પીળાશ બીજા કુંડલમાં નથી. બીજા કુંડલમાં જે પીળાશ છે તેવી પીળાશ ત્રીજા કુંડલમાં નથી કાં તો અધિક પીળાશ છે. અથવા કાં તો હીન પીળાશ છે. એવી જ રીતે એક ઘટમાં જે રક્તવર્ણ છે તે બીજા ઘટમાં નથી. બીજા ઘટમાં જેવો રક્તવર્ણ છે તેવો ત્રીજા ઘટમાં નથી. પણ હીનાધિક છે. આ પ્રમાણે વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં ઇત્યાદિ કોઈ પણ ગુણમાં એકગુણ (એક ગણો) વર્ણાદિ છે કોઈમાં દ્વિગુણ (બમણો) વર્ણાદિ છે. કોઈમાં ત્રિગુણ (ત્રણ ગણો) વર્ણાદિ છે. આમ “|UITયા સાંતUા મુવિસ'' એકગુણપીતતા, એકગુણરક્તતા, ઈત્યાદિથી પ્રારંભીને અનંતગુણ પીતતા, અનંતગુણરક્તતા સુધીના વદિ સંબંધી અનંતભેદોને (વિશેષોને) આશ્રયી આ દ્રવ્ય દ્રવ્યું માનવું પડે = ભજના ગતિવાળું બને છે. અર્થાત્ બધાં જ કુંડલ સોનાનાં હોવાથી પીળાં હોવા છતાં પણ જે કુંડલ એકગુણ (એકગણી) પીળાશવાળું છે તે એક ગુણપીળાશને આશ્રયી અસ્તિસ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કાષ્ઠ-૩ – ગાથા-૬ સન્મતિપ્રકરણ છે. પણ તે જ કુંડલ દ્વિગુણ પીળાશ, ત્રિગુણપીળાશ, ચારગુણપીળાશને આશ્રયી તેવું નથી. માટે તેવા પર્યાયને આશ્રયી નાસ્તિસ્વરૂપ પણ છે. આમ અસ્તિ-નાસ્તિ ઉભયસ્વરૂપ હોવાથી ભજનાગતિવાળું છે. તેવી જ રીતે વિવક્ષિત એકઘટમાં જે રક્તતા છે. તે રક્તતા બધા ઘટમાં નથી અને બીજા ઘટમાં જે રક્તતા છે તે રક્તતા વિવક્ષિત ઘટમાં નથી. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં પોતપોતાના ગુણોની હિનાધિકતાના કારણે વર્તમાનકાલીન એવા એક અર્થપર્યાયમાં સમાન તરીકે ભાસતા અનેક પદાર્થોમાં પણ ભેદ હોય છે. અસ્તિ-નાસ્તિ ઉભયસ્વરૂપ હોય છે. આ જ પ્રમાણે વિવક્ષિત એવો એક ઘટ પણ પોતાની ઉત્પત્તિથી પોતાના વિનાશ સુધી ઘટપણે ઉર્ધ્વતા સામાન્ય હોવા છતાં પણ પ્રતિસમયે હીનાધિક રક્તતા આદિ ગુણોને લીધે એકગુણરક્તતા ઇત્યાદિ રૂપે અનંતગુણ રક્તતા સુધીના વર્ણાદિના ભેદને અનુસારે અનેક વિશેષો વાળો બને છે. કોઈ પણ એક સ્વરૂપે અસ્તિ છે અને શેષ સ્વરૂપે નાસ્તિ છે. આમ ભજનાગતિવાળું દ્રવ્ય છે. આ રીતે પ્રતિસમયે સ્વરૂપ બદલાતું હોવાથી સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વકાલીન સમયોના અને ઉત્તરકાલીન સમયોના અર્થપર્યાયોથી વર્તમાનકાલીન અર્થપર્યાય ભિન્ન છે. તથા એક જ કાલે વર્તતા એક જ સરખા આકારવાળા અનેક કુંડલોમાં અને અનેક ઘટમાં પણ એકગુણપીતતા દ્વિગુણપીતતા ત્રિગુણપીતતા ઇત્યાદિ રૂપે વર્ણ-ગંધરસ અને સ્પર્શને આશ્રયી અનેક જાતનો ભેદ હોય છે. જીવાદિ દ્રવ્યમાં પણ પોત પોતાના ગુણોની હીનાધિકતા પ્રમાણે અર્થપર્યાયને આશ્રયી દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય છે. વિવક્ષિત એવા એક અર્થપર્યાય રૂપે અસ્તિ છે અને શેષ અર્થપર્યાયો રૂપે નાસ્તિ છે. માટે સર્વે પણ દ્રવ્યો વર્તમાનકાલના પર્યાયમાં પણ વર્તમાન પર્યાય આશ્રયી અસ્તિ અને અતીત-અનાગત પર્યાયને આશ્રયી નાસ્તિ એમ ભજનાગતિવાળું દ્રવ્ય છે. એક સરખા સમાન આકારવાળા પદાર્થોમાં પણ શ્વેત-નીલ-પીત-રક્ત-કૃષ્ણ એમ પાંચ પ્રકારના વર્ષોની, સુગંધ-દુર્ગધ એમ બે પ્રકારની ગંધની, તિક્ત-મધુર-કટુ-કષાય અને આમ્લ એમ પાંચ પ્રકારના રસની, મૃદુ-કર્કશ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, ગુરૂ-લઘુ એમ આઠ પ્રકારના સ્પર્શની તથા ચોરસ-ત્રિકોણ, ગોળ, લંબગોળ અને ષટ્કોણ આમ પાંચ પ્રકારના સંસ્થાનની કંઈક કંઈક હીનાધિકતા પ્રમાણે સમાન વસ્તુમાં પણ અવશ્ય ભેદ હોય છે. જ્યાં જ્યાં દ્રવ્યનો ભેદ છે ત્યાં ત્યાં પર્યાયનો ભેદ પણ અવશ્ય છે. કાચો ઘટ કૃષ્ણ હોય છે. જલાધારને માટે અયોગ્ય હોય છે. ભટ્ટામાં પકવતાં તે જ ઘટ રક્ત બને છે અને જલાધારને યોગ્ય બને છે. આ રીતે ઉત્પત્તિથી વિનાશ સુધી ઘટપણે અભેદ છતાં કાચા-પાકાપણે, કૃષ્ણ-રક્તપણે, અને જલાધારને અયોગ્ય-યોગ્યપણે ભેદ પણ અવશ્ય છે જ. કૃષ્ણ એવા કાચા ઘટમાં પણ અને પક્વ એવા રક્ત ઘટમાં પણ સમયે સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૭ ૨૨૯ ઘટપણે અભેદ અને પ્રતિસમયના બદલાતા અર્થપર્યાયની અપેક્ષાએ ભેદ અવશ્ય છે જ. સામાન્ય-વિશેષની અને ભેદાભેદની આ ચર્ચા અતિશય સુંદર અને સૂક્ષ્મબુદ્ધિજનક છે એટલે સ્યાદ્વાદ સમજવાના અર્થી જીવોએ જરા પણ કંટાળ્યા વિના નિરંતર આવા વિષયોનું વાંચન કરવું. અને સ્થિરચિત્તે ઘણું મનન કરવું. તથા ઊંડો અભ્યાસ કરવો. ટીકામાં કહ્યું છે કે - વર્તમાનેષ પરિળામે સ્વવરૂપતા સલવાભવતામ્, अधोमध्योर्ध्वादिरूपेण च भेदाभेदात्मकता च भजनागतिमासादयति द्रव्यम् । यत एकगुण· कृष्णत्वादयोऽनन्तप्रकारास्तत्र गुणविशेषास्तषां च मध्ये केनचिद् गुणविशेषेण युक्तं तत् । तथाहि - कृष्णं द्रव्यं तद्द्रव्यान्तेण तुल्यं अधिकं ऊनं वा भवेत् ? प्रकारान्तराभावात्, प्रथमपक्षे सर्वथा तुल्यत्वे तदेकत्वापत्तिः उत्तरपक्षयोः सङ्ख्येयादिभागगुणवृद्धिहानियां षट्स्थानकप्रतिपत्तिरवश्यंभाविनी । આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં જાણવું. ॥ ૬ ॥ ગાથા ૫-૬ માં કુંડલ-ઘટ વિગેરેનાં ઉદાહરણ આપીને પુદ્ગલમાં ભેદાભેદ સમજાવ્યો. એ જ પ્રમાણે આ ગાથામાં પુરૂષનું ઉદાહરણ આપીને જીવમાં ભેદાભેદ (આત્માની અંદર અનેકાન્તતા) સમજાવે છે. कोवं उप्पायंतो पुरिसो, जीवस्स कारओ होइ । तत्तो विभयव्वो, परम्मि सयमेव भइयव्वो ।। ७ ।। कोपमुत्पादयन् पुरुषो, जीवस्य कारको भवति । तस्माद् विभक्तव्यः, परस्मिन् स्वयमेव भक्तव्यः ॥ ७ ॥ ગાથાર્થ - ક્રોધને ઉત્પન્ન કરતો એવો પુરૂષ આ જીવની (ભાવિ) અવસ્થાનો કારક છે. તેથી વિશેષે ભેદ યોગ્ય છે. પરભવમાં સ્વયં પોતે જ રહે છે. માટે અભેદ પણ છે. આમ ભજનાગતિ જાણવી. || ૭ || અથવા કટુવચન બોલતો એવો પુરૂષ પરમાં (કષાયાધીન એવા કોઈકમાં) ક્રોધને ઉત્પન્ન કરતો છતો તે જીવના ક્રોધનો કારક છે અને (કષાય વિજેતા એવા) પરમાં ક્રોધ ન ઉત્પન્ન કરતો છતો અકારક પણ છે. તેથી ભજનાગતિવાળું દ્રવ્ય છે (આવો બીજો અર્થ પણ ટીકામાં છે). | ૭ | વિવેચન - કોઈ પણ સંસારી આત્મા વર્તમાનકાલમાં શુભ અથવા અશુભ એવી જે કંઈ મન-વચન અને કાયાની કરણી કરે છે તેનાથી જ તેની ભાવિ સારી-નરસી પરિસ્થિતિ સર્જાય છે. જેમ કે કોઈએ ચોરી કરી, અથવા ખુન કર્યુ આવા દોષ સેવનને લીધે કાલાન્તરે Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કાષ્ઠ-૩ – ગાથા-૭ સન્મતિપ્રકરણ ભાવિમાં તે જ જીવ કારાવાસ અથવા ફાંસીની સજાને પામે છે. આ વાત જગપ્રસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. તેથી ચોરી કરવાવાળી અથવા ખુન કરવાવાળી પૂર્વકાલીન જે અવસ્થા છે. તે કારાવાસ કે ફાંસીની સજાવાળી ભાવિની અવસ્થાની સર્જક અવસ્થા છે એટલે કે દોષ સેવનારી જે અવસ્થા છે તે કારણ અવસ્થા છે. અને કારાવાસાદિ જે કાર્ય (ફળ) અવસ્થા છે તે ફળવાળી એટલે કાર્ય અવસ્થા છે. આ રીતે કારણપણે અને કાર્યપણે વર્તતી બન્ને અવસ્થા કારણપણે અને કાર્યપણે કથંચિ અવશ્ય ભિન્ન છે. છતાં સર્વથા ભિન્ન નથી. કારણ કે બન્ને અવસ્થામાં પુરૂષ તેનો તે જ છે. તેથી આ બન્ને કથંચિ અભેદ અવસ્થા પણ અવશ્ય છે જ. આ જ વાત ગ્રંથકારશ્રી ક્રોધ કરતા એક પુરૂષનું ઉદાહરણ આપીને ભેદભેદ સમજાવે છે કે ક્રોધ કરતો પુરૂષ ક્રોધ કરવા દ્વારા અવિવેકભર્યું વર્તન અને અનુચિત વાણીના ઉચ્ચારણ વડે ચીકણાં કર્મો બાંધે છે. તેનાથી નરકગતિ અથવા તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મૃત્યુ પામીને ત્યાં જાય છે. અને ઘણો કાલ વેદવી પડે એવી દુઃખી અવસ્થા પામે છે. આ ઉદાહરણમાં ક્રોધવાળી જે અવસ્થા છે તે ભાવિની દુઃખી અવસ્થાની સર્જક અવસ્થા છે અને ભાવિની નરક-તિર્યંચની દુઃખદાયી જે અવસ્થા છે તે પૂર્વકાલમાં કરેલા ક્રોધના ફળરૂપ, ઉદયકાલસ્વરૂપ અર્થાત્ કાર્યસ્વરૂપ અવસ્થા છે. તેને સુમાણ અવસ્થા કહેવાય છે. સર્જક અવસ્થા એ કારણભૂત અવસ્થા છે. અને સૃજ્યમાણ અવસ્થા એ કાર્યભૂત અવસ્થા છે. કારણથી કાર્ય કથંચિ ભિન્ન છે. જેમ માટીના પિંડમાંથી ઘટ બનાવાય છે. ત્યાં મૃતિંડાવસ્થા એ કારણ છે અને ઘટાવસ્થા એ કાર્ય છે. ઘટમાં જેમ જલાધારપણું છે તેવું જલાધારપણું મૃર્લિંડમાં નથી. ઘડામાં પાણી ભરાય છે પણ માટીના પિંડમાં પાણી ભરાતું નથી. તેથી તે બન્ને અવસ્થા એક નથી. કંઈક જુદી છે. આ રીતે કારણ-કાર્યભાવ કંઈક ભેદવાલો હોય છે. તેવી જ રીતે ક્રોધવાળી અવસ્થા અને તેનાથી ફલીભૂત નરકાદિ અવસ્થા કંઈક ભિન્ન છે. તેથી જ મૂલગાથામાં કહે છે કે ક્રોધને ઉત્પન્ન કરતો પુરૂષ જીવની ભાવિની દુઃખમય અવસ્થાનો કારક છે. તેથી કારકરૂપ અવસ્થા અને કાર્યરૂપ અવસ્થા અવશ્ય કંઈક ભિન્ન છે. આમ હોવા છતાં પણ સર્જકાવસ્થાવાળો (ક્રોધભાવે પરિણામ પામેલો) જે જીવ છે. તે જ જીવ ભાવિમાં આવનારી (નરક-તિર્યંચના ભવરૂપ) સૃજ્યમાનાવસ્થા પામે છે. બન્ને પણ અવસ્થામાં કર્તા-ભોક્તા રૂપે એકનું એક જ જીવદ્રવ્ય છે. તેથી કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. જેમ કે મૃપિંડ અને ઘટ એમ બન્ને અવસ્થામાં માટી તેની તે જ છે. મૃતિંડ એ કારણ અને ઘટ એ કાર્ય આમ અવસ્થા ભેદે ભિન્ન હોવા છતાં પણ મૃતિંડમાં અને ઘટમાં એમ બન્નેમાં મૃત્તિકા (માટી) દ્રવ્ય તેનું તે જ છે. આ રીતે પર્યાયભેદે Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૭ ૨૩૧ ભેદ હોવા છતાં પણ દ્રવ્યભેદે ભેદ નથી પણ અભેદ છે. માટે સર્વત્ર આ રીતે ભેદભેદ જાણવો. સોનાના કડા-કુંડલ અને કેયુરમાં પણ તે તે અલંકારભેદે ભેદ હોવા છતાં સુવર્ણદ્રવ્ય સ્વરૂપે અભેદ પણ સાથે સાથે રહેલો જ છે. આ રીતે વર્તમાનમાં કોઈ પણ પ્રકારના પર્યાયને પ્રાપ્ત થયેલું દ્રવ્ય, પોતાના અતીત અને અનાગત પર્યાયોથી પર્યાયસ્વરૂપે ભિન્ન પણ છે. છતાં દ્રવ્યપણે અભિન્ન પણ છે. તથા વર્તમાન કાલમાં વર્તતા એક સરખા પર્યાયવાળા અનેક પદાર્થોમાં પણ એકગુણ-દ્વિગુણત્રિગુણ રૂપે ગુણોને આશ્રયી અનંતપ્રકારના ભેદ પણ છે. છતાં સરખા આકાર સ્વરૂપે અભેદ પણ છે. પદાર્થોનું પરિણામિકભાવે આવું સ્વાભાવિક સ્વરૂપ જ છે કે જ્યાં ઉર્ધ્વતાસામાન્યથી ત્રણેકાલના પર્યાયોમાં દ્રવ્ય તેનું તે જ છે અર્થાત્ દ્રવ્ય આશ્રયી અભેદ છે. ત્યાં જ પૂર્વાપર કાલ વત પર્યાયોમાં પર્યાય આશ્રયી ભેદ પણ છે જ. તથા એક જ કાલે એક સરખા પર્યાયવાળા તિર્યક સામાન્યયુક્ત અનેક પદાર્થોમાં (અનેક ઘટમાં, અનેક કુંડલમાં, અનેક ગાયમાં) અભેદ (સમાનતા) હોવા છતાં પણ એકગુણ-દ્વિગુણ-ત્રિગુણ હીનાધિકતાને આશ્રયી ભેદ પણ (તરતમતા પણ) ચોક્કસ છે જ. પદાર્થમાત્રનું સ્વરૂપ આવું સામાન્ય અને વિશેષાત્મક જ છે ભેદ-અભેદાત્મક જ છે. આવું સ્વરૂપ કોઈ ઈશ્વરાદિકે કર્યું નથી અને ઈશ્વરાદિક તેનો નાશ કરનાર પણ નથી. સ્વયં અનાદિનું પ્રત્યેક પદાર્થોનું સહજ - સ્વાભાવિક સ્વરૂપ છે અને સદા કાળ આવું જ સ્વરૂપ રહેશે. આને પરિણામિકભાવ કહેવાય છે. એટલે કે પારણિામિકભાવે સર્વે પણ પદાર્થો પ્રતિસમયે પરિણામી નિત્યપણે આવા પ્રકારના સ્વરૂપાત્મક છે. ટીકામાં કહ્યું છે કે - પપરિતિમુનિયન પુરુષો ની વચ્ચે પરમવપ્રાદુર્ભાવે નિર્વર્તો भवति, तन्निभित्तस्य कर्मण उपादानात् । कोपपरिणाममापद्यमानस्य पुरुषस्ततः = परभवजीवाद विभजनीयो = भिन्नो व्यवस्थापनीयः । कार्यकारणयोर्मत्पिण्डघटवत् कथञ्चिद् भेदात्, अन्यथा कार्यकारणभावाभावप्रसङ्गात् । न चासौ ततो भिन्न एव, परस्मिन् भवे स्वयमेव पुरुषो भजनीयः = आत्मरूपतया अभेदेन व्यवस्थाप्यत इति भावः घटाद्याकारपरिणतमृद्रव्यवत् कथञ्चिद् भिन्न इत्यनेकान्तः । આ રીતે કોઈ પણ જીવદ્રવ્ય પ્રસન્નતા રૂપ શુભ અને ક્રોધાદિકષાય રૂપ અશુભ અધ્યવસાયપણે પરિણામ પામે છે. ત્યારે તે તે અધ્યવસાયને અનુસાર તે તે જીવદ્રવ્ય જ પોતાની ભાવિની સારી-નબળી પરિસ્થિતિનું સર્જન કરે છે. દેવ-નરકાદિ ગતિયોગ્ય આયુષ્ય કર્મ-નામકર્માદિ બાંધીને કાલાન્તરે ભાવિમાં તેવી તેવી ગતિ પામે છે. આ પ્રમાણે સર્જકાવસ્થા અને સૃજ્યમાણાવસ્થા કંઈક ભિન્ન ભિન્ન હોવા છતાં, બન્ને અવસ્થામાં અનુગામી દ્રવ્ય પણે તે સ્વયં એક દ્રવ્ય જ હોવાથી કથંચિ અભેદ પણ છે જ. અર્થાત્ સર્વત્ર ભેદાભેદ છે. આછા Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કાડ-૩ – ગાથા-૮ સન્મતિપકરણ કોઈ પણ દ્રવ્ય પોતાના અતીત - અનાગત પર્યાયોથી ભિન્નભિન્ન છે. તથા વર્તમાનકાલ સમાન દેખાતા પર્યાયવાળાં અનેક દ્રવ્યો પણ પરસ્પર ભિન્નભિન્ન છે. આ વાત સમજાવીને હવે સર્વે પણ દ્રવ્યો પોત પોતાના ગુણોથી પણ ભિન્નભિન્ન જ છે. પરંતુ એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી જ. આ વાત સમજાવવા માટે જે કોઈ દર્શનકારો દ્રવ્યથી તેના ગુણોનો અને ગુણોથી તે તે દ્રવ્યનો એકાન્ત ભેદ જ માને છે. (તેનું ખંડન કરવા માટે) તેનો પૂર્વપક્ષ પ્રથમ રજુ કરે છે. रूवरसगंधफासा, असमाणग्गहणलक्खणा जम्हा । तम्हा दव्वाणुगया, गुणत्ति ते केइ इच्छंति ॥ ८ ॥ रूप-रस-गन्ध-स्पर्शा असमानग्रहणलक्षणा यस्मात् । तस्माद् द्रव्यानुगता “गुणा" इति ते केचिदिच्छन्ति ।। ८ ॥ ગાથાર્થ - જે કારણથી રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ગુણો દ્રવ્યથી અસમાન (ભિન્ન) પ્રમાણગ્રાહ્ય છે. તથા અસમાન (ભિન્ન) લક્ષણવાળા છે. તેથી દ્રવ્યને આશ્રિત (એટલે કે દ્રવ્યમાં રહેલા) છે. પરંતુ દ્રવ્યથી એકાન્ત ભિન્ન એવા આ ગુણો છે. આમ કોઈ કહે છે. || ૮ || વિવેચન - દ્રવ્યમાં જ રહેલા છે તે દ્રવ્યના ગુણો, તે તે દ્રવ્યથી એકાન્ત ભિન્ન જ છે. એમ કેટલાક માને છે. તેનું ખંડન કરીને દ્રવ્યથી પોતપોતાના ગુણો ભિન્નભિન્ન છે. તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી પ્રથમ જે એકાન્ત ભિન્ન માને છે તેની માન્યતા (એટલે કે પૂર્વપક્ષ) રજુ કરે છે. આવું એકાન્ત ભિન્નત્વ કોણ માને છે ? તેનો મૂલમાં ઉલ્લેખ નથી. મૂલમાં તો હું શબ્દ લખીને કેટલાક દર્શનકારો એમ સામાન્ય નિર્દેશ કરેલ છે છતાં નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો અહીં પ્રધાનપણે લેવા. કારણ કે તેઓ ગુણ-ગુણી, અવયવ-અવયવી, કાર્ય અને કારણ વચ્ચે એકાન્તભેદ માની સમવાયસંબંધ વડે સંબંધિતપણું માને છે. તથા દિગંબરો પણ સમજવા. તેઓ પણ ગુણ-ગુણીનો ભેદ માને છે. ટીકામાં કહ્યું છે કે વન વૈશેષિ :, સ્વયુધ્ધ વા સિદ્ધાન્તોનમજ્ઞા અગ્રુપત્તિ . ત્યાં પ્રથમ વૈશેષિકાદિનો પૂર્વપક્ષ કહે છે. આવા પ્રકારના એકાન્તભેદવાદી તૈયાયિક-વૈશેષિકોનું કહેવું એવું છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ પુગલાસ્તિકાય દ્રવ્યના ગુણો છે. પરંતુ આ ચારે ગુણો, તથા તે ચારે ગુણોવાળું ગુણી એવું દ્રવ્ય, અસમાન (એટલે - ભિન્ન ભિન્ન) ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. તથા અસમાન (એટલે ભિન્ન-ભિન્ન) લક્ષણવાળાં છે. તેથી ગુણોથી દ્રવ્ય અને દ્રવ્યથી ગુણ ભિન્ન જ છે. પણ અભિન્ન નથી. ગુણોથી દ્રવ્યને અને દ્રવ્યથી ગુણોને ભિન્ન કહેવામાં તેઓની પાસે મુખ્યપણે બે યુક્તિ છે. તે આ પ્રમાણે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૮ ૨૩૩ (૧) અસમાનગ્રહણ = રૂપગુણ ચક્ષુરિન્દ્રિયથી, રસગુણ રસનેન્દ્રિયથી, ગંધગુણ ધ્રાણેન્દ્રિયથી, અને સ્પર્શગુણ સ્પર્શનેન્દ્રિયથી આમ એક એક ગુણ એક એક ઇન્દ્રિયથી જ ગ્રહણ કરાય છે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચારે ગુણોમાંથી કોઈ પણ ગુણ એક ઈન્દ્રિય કરતાં વધારે ઈન્દ્રિયથી ગ્રહણ થતા નથી. જ્યારે તે તે ગુણોવાળું દ્રવ્ય ચક્ષુ અને સ્પર્શને આમ બે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. જેમ કે ઘટ નામનું દ્રવ્ય ચક્ષુથી પણ જોઈ શકાય છે અને અંધકારમાં હોય ત્યારે સ્પર્શન (ચામડી) થી પણ જાણી શકાય છે. સાકર નામના દ્રવ્યનો મધુરાત્મક રસ, માત્ર રસનેન્દ્રિયથી જ ગ્રહણ કરાય છે. પરંતુ જે સાકરદ્રવ્ય છે. તે ચક્ષુથી જોવા દ્વારા અને સ્પર્શનથી સ્પર્શ કરવા દ્વારા જાણી શકાય છે. આમ સર્વત્ર સમજવું. સારાંશ કે ગુણો એક એક ઇન્દ્રિયગ્રાહ્ય છે. અને દ્રવ્ય બેઇન્દ્રિયગ્રાહ્ય છે. તેથી ગુણોથી દ્રવ્ય ભિન્ન છે. દ્રવ્યથી ગુણોનો અને ગુણોથી દ્રવ્યનો ભેદ માનવામાં આ એક યુક્તિ થઈ.' (૨) અસમાનલક્ષણ = દ્રવ્ય અને ગુણનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. દ્રવ્યનું લક્ષણ છે કે- TUપર્યાયવ દ્રવ્યમ્ = જે ગુણ અને પર્યાયવાળું હોય, અર્થાત્ ગુણ અને પર્યાયનો જે આધાર હોય તેને દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યનું લક્ષણ છે. જ્યારે દ્રવ્યાશ્રયા નિપુI TUT: = જે દ્રવ્યના આશ્રયે રહે અને સ્વયં નિર્ગુણ હોય તે ગુણ કહેવાય છે. આ ગુણનું લક્ષણ છે. દ્રવ્ય આધાર અને ગુણો આધેય, તથા દ્રવ્ય એ ગુણોવાળું, અને ગુણ એ સ્વયં નિર્ગુણ હોય છે. આમ દ્રવ્યનું અને ગુણનું લક્ષણ ભિન્ન ભિન્ન છે. તેથી સિદ્ધ થાય છે કે દ્રવ્યથી ગુણ અને ગુણથી દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. ૧. ગુણોને એક-એક ઇન્દ્રિયગ્રાહ્ય અને દ્રવ્યને ચક્ષુ-સ્પર્શન એમ ઉભયેન્દ્રિયગ્રાહ્ય જે કહ્યા છે. તે તૈયાયિકવૈશેષિકોની માન્યતાનુસાર જાણવું. કારણ કે તેઓ દ્રવ્યનો બોધ સંયોગસન્નિકર્ષથી થાય છે. આમ માને છે. અને સંયોગસન્નિકર્ષ નેત્ર-સ્પર્શન અને મન આમ ત્રણ જ ઇન્દ્રિયનો થાય છે. તેમાં બાલ્વેન્દ્રિય નેત્ર-સ્પર્શન બે જ છે. આમ માને છે. તેથી પુદ્ગલ દ્રવ્ય નેત્ર-સ્પર્શન એમ ઉભયેન્દ્રિયગ્રાહ્ય છે. જ્યારે તેમાં રહેલા રૂપ-રસ ગંધસ્પર્શ નામના જે ગુણો છે. તે ગુણો તે તે ઇન્દ્રિયના સંયુક્ત સમવાય નામના બીજા ત્રિકર્ષથી જણાય છે. તેથી ગુણો ફક્ત એક જ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આવી માન્યતા નૈયાયિક-વૈશેષિકોની છે. જૈનદર્શનની આવી માન્યતા નથી. જૈનદર્શન આ બાબતમાં આમ કહે છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ ચારે ગુણો, તેના દ્રવ્યથી એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. પરંતુ ભિન્નભિન્ન છે. તેથી જ્યારે કથંચિ ભિન્ન વિચારીએ ત્યારે રૂપ-રસાદિ ચારે ગુણો જ એક એક ઇન્દ્રિયોથી ગોચર થાય છે. દ્રવ્ય એક પણ ઇન્દ્રિયથી ગોચર થતું નથી. પરંતુ દ્રવ્ય અનુમાનથી જણાય છે. માટે અતીન્દ્રિય છે. પણ તૈયાયિકાદિ જેવું ઉભય ઇન્દ્રિયગ્રાહ્ય માને છે. તેવું ઉભયેન્દ્રિય ગ્રાહ્ય નથી. જેમ રસનાઈન્દ્રિયથી મધુર રસ જ જણાય છે. પણ સાકરદ્રવ્ય જણાતું નથી. મધુર રસ જણાવાથી સાકર દ્રવ્યનું અનુમાન થાય છે. ઘાણથી ગુલાબની ગંધ જ જણાય છે. ગંધ જણાયા પછી સુગંધના કારણે ગુલાબનું અનુમાન થાય છે. ચક્ષુથી લાલ-લીલું-પીળું રૂપ જ જણાય છે. રૂપ જણાવાથી તે તે ફુલો કે વસ્ત્રો વિગેરે હોવાનું અનુમાન થાય છે. સ્પર્શનઈન્દ્રિયથી શીતળતા અને ઉષ્ણતા જ જણાય છે અને શીતળતા તથા ઉષ્ણતા જણાવાથી જળ તથા અગ્નિનું અનુમાન થાય છે આ રીતે ગુણો જ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. પણ ગુણી Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કાડ-૩ – ગાથા-૮ સન્મતિપ્રકરણ આ પ્રમાણે અસમાનગ્રાહ્યતા અને અસમાનલક્ષણ હોવાથી દ્રવ્યથી ગુણ ભિન્ન તત્ત્વ છે આમ તૈયાયિક-વૈશેષિકો તો માને જ છે. પરંતુ હું શબ્દથી સૂચવેલા તથા ટીકાકારે જણાવેલા સ્વયુધ્ધા વા શબ્દથી કેટલાક જૈનો પણ (દિગંબરમતાનુયાયી જૈનો પણ) દ્રવ્યથી ગુણને એકાન્ત ભિન્ન માને છે. દ્રવ્ય એ એક સ્વતંત્ર તત્ત્વ છે અને તેમાં પર્યાય પામવાની જેમ શક્તિ છે. તેમ ગુણ એ પણ દ્રવ્યાશ્રયે રહેલું સ્વતંત્ર એવું એક તત્ત્વ છે અને તે પણ પર્યાય પામે છે. આમ દિગંબરમતાનુયાયી જૈનો માને છે. આવી માન્યતા દિગંબરમતમાં શ્રીકુંદકુંદાચાર્યે બનાવેલા પ્રવચનસાર ગ્રંથમાં શેયતત્ત્વાધિકાર ગાથા ૯૩ માં છે તથા તેના ઉપર રચાયેલી શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત ટીકામાં પણ આ વાત છે. તે ગાથા તથા ટીકાનો સંક્ષિપ્ત પાઠ આ પ્રમાણે છે - अत्थो खलु दव्वमओ, दव्वाणि गुणप्पगाराणि भणिदाणि । तेहिं पुणो पज्जाया, पजयमूढा हि परसमया ।। (શ્રીકુંદકુંદાચાર્ય કૃત પ્રવચનસાર - ગાથા ૯૩) इह किल यः कश्चन परिच्छिद्यमानः पदार्थः सः सर्व एव विस्तारायात सामान्यसमुदायात्मना द्रव्येणाभिनिवृत्तत्वाद् द्रव्यमयः । द्रव्याणि तु पुनरेकाश्रयविस्तारविशेषात्मकैर्गुणैरभिनिवृत्तत्वाद् गुणात्मकानि । पर्यायास्तु पुनरायतविशेषात्मका उक्तलक्षणैर्द्रव्यैरपि गुणैरप्यभिनिवृत्तत्वाद् द्रव्यात्मका अपि, गुणात्मका अपि । तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो द्रव्यपर्यायः । स द्विविधः । समानजातीयोऽसमानजातीयश्च । तत्र समानजातीयो नाम यथा अनेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इत्यादि, असमानजातीयो नाम यथा जीवपुद्गलात्मको देवो मनुष्य इत्यादि ।। એવું દ્રવ્ય ઇન્દ્રિયગ્રાહ્ય નથી. અનુમાનગ્રાહ્ય છે. માટે અતીન્દ્રિય છે તત્ત્વાર્થસુત્ર “રાન્યarfશબ્દાર્તામથ: ૨-૨૧ માં ગણોને જ ઇન્દ્રિયોના વિષયો સમજાવ્યા છે. દ્રવ્યને નહીં. માટે દ્રવ્ય ઇન્દ્રિયગોચર નથી. તથા જ્યારે દ્રવ્ય અને ગુણોની કથંચિ અભેદ સમજવામાં વિક્ષામાં આવે છે ત્યારે ગુણો ભલે એક એક ઇન્દ્રિયથી ગોચર હોય, પરંતુ દ્રવ્ય બધા જ ગુણોવાળું હોવાથી દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોથી ગોચર છે. જેમ કે કેરીનું રૂપ ચક્ષુગચ છે. તેથી તે રૂપગુણથી અભિન્ન એવી કેરી પણ ચક્ષુર્ગોચર છે. કેરીની ગંધ ઘાણ ગોચર છે. તેથી ગંધગુણથી કેરી પણ ઘણગોચર છે. કેરીનો રસ રસનેન્દ્રિયગોચર છે. તેથી કેરી પણ તે ગુણથી રસનાગોચર છે. કેરીનો મૃદુ આદિ સ્પર્શ સ્પર્શનેન્દ્રિયગોચર છે. તેથી કેરી પણ સ્પર્શનેન્દ્રિયગોચર જાણવી. આમ ગુણો ભલે એક એક ઇન્દ્રિયગ્રાહ્ય હોય પરંતુ બધા જ ગુણોથી અભિન્ન એવું દ્રવ્ય પંચેન્દ્રિય ગોચર છે. આ રીતે જૈનદર્શનકારની દૃષ્ટિએ ગુણો એક એક ઇન્દ્રિયગોચર છે. પરંતુ દ્રવ્ય જો ગુણોથી કથંચિત્ ભિન્ન સમજીએ તો અતીન્દ્રિય છે (અનુમાનગોચર છે. ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય નથી) અને જો ગુણોથી કથંચિ અભિન્ન સમજીએ તો પાંચે ઇન્દ્રિયથી ગોચર છે. પરંતુ દીન્દ્રિયગોચર તો નથી જ. માટે તીન્દ્રિયગોચરવાળી આ કલ્પના પ્રધાનપણે તૈયાયિક અને વૈશેષિકોની માન્યતા જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૮ गुणद्वारेणायतानैक्यप्रतिपत्तिनिबन्धनो गुणपर्यायः । सोऽपि द्विविधः, स्वभावपर्यायो विभावपर्यायश्च । तत्र स्वभावपर्यायो नाम समस्तद्रव्याणामात्मीयात्मीयागुरुलघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमानषट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः, विभावपर्यायो नाम रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्यय प्रवर्तमान - पूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शित-स्वभावविशेषा नेकत्वापत्तिः । अथेदं दृष्टान्तेण द्रढयति - પ્રવચનસારની ગાથાનો અર્થ-પદાર્થ તે દ્રવ્યસ્વરૂપ છે અને દ્રવ્યો તે ગુણોના ભેદપ્રતિભેટવાળાં કહેલાં છે તે બન્નેમાં પર્યાયો થાય છે મૂઢજીવો આ પર્યાયોમાં મોહબ્ધ બનેલા ટીકાનો સારાંશ પણ આવો જ છે કે - જ્ઞાનથી જણાતો કોઈ પદાર્થ છે તે સર્વે પણ દ્રવ્યસ્વરૂપે બનેલો હોવાથી દ્રવ્યાત્મક છે અને દ્રવ્યો ગુણો વડે બનેલાં હોવાથી ગુણાત્મક છે તે બન્નેમાં બે બે જાતના પર્યાય થાય છે. ૧ સજાતીયદ્રવ્યપર્યાય અને ૨ વિજાતીય દ્રવ્યપર્યાય. તથા ૧ સ્વભાવગુણપર્યાય અને ૨ વિભાવગુણપર્યાય. બે પરમાણુઓ સાથે મળીને જે લયણુક બને તે સજાતીયદ્રવ્યપર્યાય અને જીવ તથા પુગલ આ બન્ને દ્રવ્યો સાથે મળીને દેવભવ કે મનુષ્યભવ ઇત્યાદિ રૂપે જીવનો જે પર્યાય બને છે તે વિજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. તથા સમસ્ત દ્રવ્યોમાં પોત પોતાના અગુરુલઘુ નામના ગુણવડે પ્રતિસમયે પસ્થાનપતિત એવી વૃદ્ધિ હાનિની ભિન્નતાનો જે અનુભવ થાય છે તે સ્વભાવગુણપર્યાય અને રૂપાદિ ગુણો તથા જ્ઞાનાદિગુણોની પ્રતિસમયે થતી જે તરતમતા (હાનિ-વૃદ્ધિ) તે વિભાવગુણપર્યાય છે. ઉપરોક્ત માન્યતા દિગંબરમતાનુયાયી જૈનોની છે. તેમાં સ્પષ્ટપણે દ્રવ્યમાં જેમ પર્યાય પામવાની શક્તિ છે. તેમ ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ છે. આમ કહ્યું છે. તેથી સ્પષ્ટ જણાય છે કે - દ્રવ્ય એ પણ એક સ્વતંત્ર તત્ત્વ છે. અને ગુણ એ પણ ભલે દ્રવ્યના આશ્રયે રહેલું હોય તો પણ સ્વતંત્ર તત્ત્વ છે. આ એકાન્તભેદની માન્યતા હોવાથી તે ઉચિત (યથાર્થ) નથી. તેથી તેનું નિરસન હવે પછીની ત્રીજા કાંડની ગાથા ૯ થી ૧૮ માં પૂજય ગ્રંથકારશ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલ છે. પંડિતજી શ્રી સુખલાલભાઈએ તેમના કરેલા વિવેચનમાં પૃષ્ઠ ૨૭ર ઉપર આ ગાથાના અર્થમાં એક ફુટનોટ લખી છે તેમાં લખ્યું છે કે ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ આ ગાથાની ટીકા લખતાં વેરૂ પદના અર્થમાં વિત્ = યૂટ્ય: કેટલાક અમારા યૂથના લોકો દ્રવ્યથી ગુણને એકાન્ત ભિન્ન માને છે આવો જે અર્થ લખ્યો છે તે કયા જૈન વિદ્વાનોને અનુલક્ષીને ટીકાકારે આ અર્થ કર્યો હશે? તે કહી શકાય નહીં. કોઈ એવા પણ જૈન વિદ્વાનો Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કાષ્ઠ-૩ – ગાથા-૮ સન્મતિપ્રકરણ અથવા તેમના ગ્રંથો ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની સામે હોય કે જેઓ વૈશેષિક આદિની પેઠે ગુણોને દ્રવ્યથી ભિન્ન માનતા હોય, તથા પંડિતજી આ જ ફુટનોટમાં આગળ લખે છે કે “કુંદકુંદ, ઉમાસ્વાતી વિગેરે ગુણોને ભિન્ન માને છે ખરા પણ તેઓ એકાંતવાદી તો નથી જ, એટલે તેમને લક્ષીને ટીકાકાર સ્વયૂથ્ય કેમ કહી શકે ? આ ફુટનોટ જોતાં પંડિતજીનું કહેવું એવું છે કે દિગંબરમાન્ય શ્રી ઉમાસ્વાતિજી તથા આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિગેરે “સ્વયૂછ્ય” શબ્દથી ન લેવા. પણ બીજા કોઈ જૈનવિદ્વાનો અથવા તેઓના ગ્રંથો તે કાલે ટીકાકારશ્રી અભયદેવસૂરિજીની સામે હતા. તેને આશ્રયી આ “સ્વચૂથ્ય” શબ્દ લખ્યો હશે. કારણ કે ઉપરોક્ત આ બન્ને આચાર્યો દ્રવ્ય-ગુણનો ભેદ માને છે ખરા, પણ બહુમાન્ય, વિશિષ્ટ ખ્યાતિધર અને વિશિષ્ટ શાસ્ત્રરચનાના કારક એવા તે જૈનાચાર્ય હોવાથી એકાન્તભેદ માનતા હોય આવું કેમ બને ? અર્થાત્ ન બને. આવા પ્રકારનો આશય તેમના લખાણમાંથી નીકળે છે. પરંતુ પંડિતજી આ જ સન્મતિપ્રકરણની પ્રસ્તાવનામાં પાના નંબર ૧૦૬-૧૦૭ માં ફરી આમ લખે છે કે “ખાસ મહત્ત્વનો અને સૌથી વધારે વિચારવા જેવો ફેરફાર કે જેને સુધારો કહી શકાય, તે એ છે કે કુંદકુંદ અને ઉમાસ્વાતિ જેવા આચાર્યોએ આગમને આધારે દ્રવ્યનું લક્ષણ બાંધવામાં ગુણ અને પર્યાય બન્ને વસ્તુઓને જુદી જુદી માની તે મુજબ “ગુણપર્યાયવાળું હોય તે દ્રવ્ય” એમ કહેવું હતું અને એ જ દ્રષ્ટિ પ્રમાણે જયાં પ્રસંગ આવ્યો ત્યાં તે બન્નેએ (બન્ને આચાર્યોએ) દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનું જુદુ જુદુ નિરૂપણ કર્યું હતું. સિદ્ધસેન સન્મતિકાંડ ૩, ગાથા ૮ થી ૧૫ માં એ નિરૂપણ સામે બળપૂર્વક વાંધો લે છે અને આગમિક અકાર્ય દલિલોથી સાબિત કરે છે કે - ગુણ અને પર્યાય એ બે કોઈ જુદી જુદી વસ્તુ નથી, પણ બન્ને શબ્દો માત્ર એક જ અર્થના બોધક છે. સિદ્ધસેનનું આ મંતવ્ય એટલું સ્પષ્ટ અને પ્રભાવશાલી છે કે જેનો સ્વીકાર કરવાની ફરજ અકલંક જેવા કુંદકુંદના અનુગામીઓને પણ પડી. યશોવિજયજી જેવા વિચારકે પણ એ વાત મંજુર રાખી. ગુણ-પર્યાયના ભેદવિષયક મતનું સંશોધન સિદ્ધસેને કર્યું છે તે કુંદકુંદ અને ઉમાસ્વતિને લક્ષીને જ કર્યું હોય એવો વધારે સંભવ છે. પંડિતજીનું આ લખાણ જોતાં તેમના વિચાર પ્રમાણે પણ આચાર્યશ્રી કુંદકુંદાચાર્યજી તથા તેમના માનેલા આ. શ્રીઉમાસ્વાતિજી દ્રવ્ય-ગુણનો ભેદ માનતા હશે. આવું અનુમાન તેમના જ લખાણમાંથી નીકળે છે. પૂજય યશોવિજયજી મહારાજશ્રીએ તો દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં સ્પષ્ટ જ ઉલ્લેખ કરેલો છે. એટલે “સ્વયૂછ્ય” શબ્દથી દિગંબરાચાર્યો જ લેવાના હોય, અને તે પણ તે કાલના સમર્થ આચાર્યો શ્રી કુંદકુંદાચાર્યજી તથા તેમના માનેલા શ્રી ઉમાસ્વાતિજી જેવા જ હોય, આમ માનવામાં કંઈ વિરોધ દેખાતો નથી. પંડિતજીનું આ ગાથાની ટિપ્પણીનું લખાણ તથા પ્રસ્તાવનાનું લખાણ કંઈક જુદુ જુદુ દેખાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૯ ૨૩૭ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ૨ માં ગાથા ૧૦ માં મૂળમાં તથા સ્વોપજ્ઞ ટબામાં દિગંબરમતાનુયાયીનો ઉલ્લેખ કર્યો છે. પણ આચાર્યનું નામ લખ્યું નથી. તે ગાથા તથા ટબાનો પાઠ આ પ્રમાણે છે. ' गुण पर्याय विगति बहुभेदई, निज निज जातिं वरतई रे । शक्तिरुप गुण कोइक भाषइ, ते नही मारगी निरतई रे ॥ २-१० ॥ “ટબો - કોઈક દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઈ, જે માટઈ તે ઈમ કહઈ છઈ, જે - “જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ, દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથાભાવ, જિમ નર-નારકાદિક, અથવા ધયણુક-ચણુકાદિક, ગુણપર્યાય = ગુણનો અન્યથાભાવ, જિમ મતિધૃતાદિ વિશેષ અથવા સિદ્ધાદિકેવલજ્ઞાન વિશેષ, ઈમ દ્રવ્યગુણ એ જાતિ શાશ્વત. અનઈ પર્યાયથી અશાશ્વત ઇમ આવ્યું. એહવું કહઈ છઈ. તે નિરતઈ = રુડઈ માર્ગઈ નહીં જે માર્ટિ એ કલ્પના શાર્ડ્સિ તથા યુક્તિ ન મીલઈ.” તથા પૂજય ઉપાધ્યાયજી મ.શ્રીએ જ “પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખિઓ” ઈત્યાદિ ઢાળ અને ગાથા દ્વારા દિગંબરમાન્ય આ માન્યતાનું નિરસન પણ કરેલું જ છે. તેથી ઉપાધ્યાયજી મહારાજશ્રીના કહેવા પ્રમાણે “સ્વયુધ્ધ” શબ્દથી કેટલાક જૈનાચાર્યોમાં દિગંબર મતાનુયાયી આચાર્યો અને તેમાં પણ વધારે પ્રસિદ્ધ એવા શ્રી કુંદકુંદાચાર્યજી અને તેમના માનેલા શ્રી ઉમાસ્વાતિજી, આ આચાર્યો જ દ્રવ્ય-ગુણનો ભેદ માનતા હોવા જોઈએ. એમ લાગે છે. આ પ્રમાણે ઉપરોક્ત બે મુખ્ય દલીલોના આધારે કેટલાક દર્શનકારો અટેલે કે પ્રધાનપણે તૈયાયિક-વૈશેષિકો દ્રવ્ય-ગુણનો ભેદ માને છે અને સ્વયુધ્ધ શબ્દથી દિગંબરાચાર્યો પણ દ્રવ્ય-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માનતા હોય એમ લાગે છે. આ વિષયનું નિરસન (ખંડન) હવે પછીની ગાથા ૯ થી ૧૮માં આવે જ છે. | ૮ દ્રવ્યથી ગુણ અને ગુણથી દ્રવ્ય ભિન્ન છે. આવા પ્રકારની ચર્ચાના પ્રસંગે સૌથી પ્રથમ તે ગુણ એ પર્યાયથી ભિન્ન નથી પણ ગુણ અને પર્યાય એક સ્વરૂપ છે. તેની વિચારણા - दूरे ता अण्णत्तं, गुणसद्दे चेव ताव पारिच्छं । किं पजवाहिओ होज, पजवे चेव गुणसण्णा ॥ ९ ॥ दरे तावदन्यत्वं, गुणशब्दे चैव तावत्पारीक्ष्यम् । किं पर्यायाधिके, भवेत्पर्याये चैव गुणसञ्ज्ञा ।। ९ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કાર્ડ-૩ – ગાથા૯ સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યથી ગુણની ભિન્નતા તો દૂર રહો, પરંતુ પ્રથમ તો ગુણશબ્દની જ આપણે પરીક્ષા કરીએ. ગુણ એ શું પર્યાયથી અધિક (પર્યાયથી ભિન્ન) એવો કોઈ અર્થ (વસ્તુ) છે ? કે પર્યાયમાં જ ગુણશબ્દનો પ્રયોગ થાય છે ? / ૯ / | વિવેચન - દ્રવ્ય એ પદાર્થ છે. સ્વતંત્ર તત્ત્વ છે. સ્વતંત્ર એક વસ્તુ છે. તેમાં નવા નવા પર્યાયો (પરિવર્તનો) પામવાની શક્તિ છે. તેવી જ રીતે જો ગુણ નામનો કોઈ પદાર્થ જુદો હોય, સ્વતંત્ર પદાર્થ સ્વરૂપ હોય, તો જ તેમાં પર્યાય પામવાની શક્તિ હોય પરંતુ ગુણ એ કોઈ સ્વતંત્ર પદાર્થ જ નથી. દ્રવ્યનું સહજ પણે રહેલું સદાકાલ સહભાવી સ્વરૂપ છે. તેથી દ્રવ્યથી ગુણ એ ભિન્નપણે કોઈ પદાર્થ કે સ્વતંત્રતત્ત્વ નથી. દ્રવ્ય પોતે જ ગુણાત્મક છે. અર્થાત્ દ્રવ્યથી ગુણ ભિન્નતત્ત્વ નથી. છતાં તેની ચર્ચા આપણે પછી કરીએ. તે દ્રવ્યથી ગુણના એકાન્તભેદની વાત હમણાં તો દૂર રહો. પછી કરીશું. પ્રથમ તો એ વિચારીએ કે ગુણશબ્દથી” શું સમજવું? ગુણ એ શું વસ્તુ છે ? ટીકામાં કહ્યું છે કે - તૂ તાવત્ UTFરેલાનીત્વમ્ - મHવનીતિ यावत्, गुणात्मकद्रव्यप्रत्ययबाधितत्वाद् एकान्तगुणगुणिभेदस्य । દ્રવ્યનું પ્રતિસમયે થતું જે પરિવર્તન (પર્યાય) છે. તે પર્યાયથી અધિક (ભિન્ન) એવું કોઈ ગુણતત્ત્વ છે? કે જે પર્યાય છે તે જ ગુણ છે? એટલે કે ગુણ અને પર્યાય જુદી જુદી વસ્તુ છે કે પર્યાયને જ ગુણ કહેવાય છે? પર્યાયથી અધિકમાં (ભિન્નમાં) ગુણ શબ્દ વપરાયો છે? કે પર્યાયમાં જ ગુણ શબ્દ વપરાયો છે. વાસ્તવિક રીતે સૂક્ષ્મબુદ્ધિથી જો વિચારીએ, અને શાસ્ત્રોના રહસ્યોને જો યથાર્થ સમજીએ તો દ્રવ્યના આશ્રયે (આધારભૂત એવા દ્રવ્યમાં) પ્રતિસમયે ગુણોસંબંધી જે હાનિ-વૃદ્ધિ થાય છે. ગુણોની જે તરતમતા થાય છે ગુણોની જે વધઘટ થાય છે. તે જ પર્યાય છે. આ પર્યાયને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. જો કે પ્રતિસમયે બદલાય છે ગુણો, પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ થાય છે ગુણોની, તરતમાતા કે હીનાધિકતા કે રૂપાન્તરતા થાય છે ગુણોની તો પણ તેને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે. આની પાછળ જો કોઈ કારણ હોય તો તે જ કારણ છે કે દ્રવ્યથી ગુણ એકાન્ત ભિન્ન નથી. અર્થાત્ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન પણ છે. જેમ કે ઘટમાં રહેલો “વર્ણ” નામનો ગુણ જ કાચાપણાની અવસ્થામાં કૃષ્ણરૂપે (કાળારૂપે) જે હતો. તે જ પકવાવસ્થામાં રક્તરૂપે (લાલરૂપે) બદલાય છે. તેને જ ઘડો બદલાયો અર્થાત્ જે ઘટ પહેલાં કાચો અને કાળો હતો તે જ ઘટ હવે પાકો અને રક્ત બન્યો આમ કહેવાય છે. આમ જણાય છે અને આમ અનુભવાય છે. વાસ્તવિક પણે બદલાયી છે વર્ણાદિ ગુણોની અવસ્થા, ઘટ કંઈ બદલાયો નથી તે તો જેમ છે તેમ જ રહ્યો છે. પરંતુ તે ગુણો દ્રવ્યથી કથંચિત્ અભિન્ન છે તેથી ઘટદ્રવ્ય બદલાયું છે. આમ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૯ ૨૩૯ જે જીવ પહેલાં અજ્ઞાની હતો તે જ જીવ હવે જ્ઞાની બન્યો. આ પ્રસંગમાં હકીકતથી તો અજ્ઞાનાત્મક ગુણ બદલાઈને જ્ઞાનાત્મક ગુણ બન્યો છે તો પણ જીવ અજ્ઞાનપર્યાય ત્યજીને જ્ઞાનપર્યાયવાળો બન્યો આમ કહેવાય છે. તેથી ગુણોની જ હાનિ-વૃદ્ધિ વાસ્તવિકપણે થાય છે. ગુણીની જ તરતમતા થાય છે. ગુણો જ પ્રતિસમયે બદલાય છે. તેને જ પર્યાય અર્થાત્ દ્રવ્યપર્યાય કહેવાય છે. તેથી ગુણો એ પર્યાયથી જુદા નથી. પણ પ્રતિસમયે બદલાતા ગુણોને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. હવે તે ગુણો સંબંધી થતી હાનિ-વૃદ્ધિ કે ગુણો સંબંધી થતી તરતમતા કે ગુણો સંબંધી થતું રૂપાન્તર, એ ગુણોનું જ સ્વરૂપ છે. ગુણો સંબંધી જ પરિવર્તન છે છતાં તે પર્યાયો દ્રવ્યના કહેવાય છે તેનું કારણ એ છે કે તે ગુણો, દ્રવ્યના પોતાના છે. અર્થાત્ તે ગુણો દ્રવ્યથી જુદા નથી. જો કે પ્રતિસમયે થાય છે ગુણોનું જ પરિવર્તન, તેને જો સ્વતંત્રપણે ગુણોના પર્યાય માનીએ તો તેને છોડીને દ્રવ્યોનું પરિવર્તન કંઈ જ થવાનું નથી. ગુણોની હાનિ-વૃદ્ધિ કે ગુણોના પરિવર્તનને જો ગુણપર્યાય કહીએ અને તેને જો દ્રવ્યપર્યાય ન કહીએ તો તેને છોડીને દ્રવ્યમાં બીજુ કાંઈ પરિવર્તન સંભવતું જ નથી. તેથી જો ગુણોના પર્યાયને (ગુણપર્યાયરૂપે) સ્વતંત્ર માનશો તો દ્રવ્યના પર્યાયો ઘટશે જ નહીં. ઘટમાં કૃષ્ણતાને બદલે રક્તતા થવી. કાચાપણામાંથી પાકાપણું થવું, તે જ ઘટદ્રવ્યના પર્યાય છે. માટે ગુણોનું જે પરિવર્તન છે તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે અને આ તો જ ઘટી શકે કે જો ગુણને દ્રવ્યથી કથંચિત્ અભિન્ન માનીએ તો. માટે ગુણો એ દ્રવ્યથી એકાન્ત ભિન્ન નથી. તથા ગુણોની હાનિ-વૃદ્ધિ કે તરતમાતા કે રૂપાન્તરતા એ જ પર્યાય છે. તેથી ગુણો એ પર્યાયથી પણ એકાન્ત ભિન્ન નથી. દિગંબરાસ્નાયમાં બે પરમાણુ ભેગા થવાથી જે લયણુક બને છે તે સજાતીય દ્રવ્યપર્યાય અને કર્મોદયથી આ જીવ દેવ-મનુષ્ય બને છે તે વિજાતીય દ્રવ્યપર્યાય આમ જે કહ્યું છે તેમાં પણ ધણુકમાં એકત્વને બદલે દ્ધિત્વ, સૂક્ષ્મતાને બદલે કંઈક સ્કૂલતા ઇત્યાદિ ગુણો જ બદલાયા છે. તથા કર્મોદયથી દેવ-મનુષ્યપણે થતા જીવમાં પણ તે તે ભવને યોગ્ય ગુણો જ બદલાયા છે. ગુણોની પરાવૃત્તિને છોડીને સ્વતંત્રપણે દ્રવ્યની કંઈ પણ પરાવૃત્તિ થતી જ નથી. માટે ગુણોની હાનિ-વૃદ્ધિ કે તરતમતા રૂપે જે પર્યાયો થાય છે તે જ દ્રવ્યના પર્યાયો છે અને આ તો જ બની શકે જો ગુણો દ્રવ્યથી કંઈક અભિન્ન હોય તો. એટલે દ્રવ્યના આશ્રયે ગુણોની જે તરતમતા, દ્રવ્યના આશ્રયે ગુણોની જે હાનિ-વૃદ્ધિ, દ્રવ્યના આશ્રયે ગુણોનો જે બદલો થવો તે ગુણોનું પરિવર્તન હોવા છતાં પણ ગુણપર્યાય ન કહેતાં દ્રવ્યપર્યાય કહેવાય છે અને તેનું કારણ એ છે કે ગુણ અને દ્રવ્યનો કથંચિત્ અભેદ છે. એટલે કે આ જે ગુણ પર્યાય છે તેને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે. માટે ગુણો એ દ્રવ્યથી કે પર્યાયથી ભિન્ન નથી. ગુણો પોતે જ પરિવર્તન પામે છે. ગુણો પોતે જ પર્યાય સ્વરૂપે બને છે. તેથી પહેલાં ગુણશબ્દની પરીક્ષા કરીએ (વિચારીએ). Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કાડ-૩ – ગાથા-૯ સન્મતિપ્રકરણ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ રાસની ઢાળ ૨ માં ગાથા ૧૩ માં આ જ વાત કહી છે. તે ગાથા આ પ્રમાણે છે - जो गुण, दल पर्यवर्नु होवइ, तो द्रव्यइ स्युं कीजइ रे । શુ-પરિણામ પરંતર વન, ગુuT-પર્યાયે વદી નડું રે || ર-૩ | ટબો - કોઈ કહસ્યઈ “વ્યપર્યાય ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ, તે માઢિ દ્રવ્ય ૧, ગુણ ૨, રૂપ કારણ ભિન્ન કલ્પઈ” તે જૂઠું, જે માટિ કાર્યમાંહિ કારણ શબ્દનો પ્રવેશ છઈ. તેણઈ કારણભેદઈ કાર્યભેદ સિદ્ધ થાઈ. અનઈ કાર્યભેદ સિદ્ધ થયો હોઈ, તો કારણભેદ સિદ્ધ થાઈ. એ અન્યોન્યાશ્રય નામઈ દૂષણ ઉપજઈ. તે માટd ગુણ-પર્યાય જે કહઈ, તે ગુણ-પરિણામનો જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ. પણિ પરમાર્થઈ નહીં. અનઈ એ ૩ નામ કહઈ છઈ તે પણિ ભેદોપચારઈ જ. ઈમ જાણવું. જો ગુણ એ પર્યાયનું દલ કહિતાં - ઉપાદાનકારણ હોઈ, તો દ્રવ્યઈ સ્યું, કીજઈ ? દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ-પર્યાય પદાર્થ કહો. પણ ત્રીજો ન હોઈ. ઉપાધ્યાયજી મહારાજશ્રી આ ગાથામાં તથા તેના ટબામાં સ્પષ્ટ કહે છે કે જો ગુણ એ જ પર્યાયનું ઉપાદાનકારણ કહીએ, અર્થાત્ ગુણોમાં પણ સ્વતંત્રપણે પર્યાય પામવાની શક્તિ છે આમ કહીએ તો દ્રવ્ય શું કરશે ? દ્રવ્ય તો પર્યાય વિનાનું કેવલ એકલું ધ્રુવ અપરિણામી જ ઠરશે. કારણ કે દ્રવ્યનું જે કામ હતું. તે ગુણે જ કરી લીધું અને જો તેમ હોય તો ગુણ એ આધારભૂત મૂલ પદાર્થ, અને તેનું જે પરિવર્તન (અર્થાત્ આધારભૂત એવા ગુણમાં થતું રૂપાતર) તે પર્યાય આમ ગુણ-પર્યાય બે જ પદાર્થ થશે. પણ ત્રીજો દ્રવ્ય નામનો કોઈ પદાર્થ નહીં રહે. કારણ કે પર્યાય વિનાનું કેવલ એકલું ધ્રુવતાવાળું તત્ત્વ આ સંસારમાં કોઈ હોતું જ નથી. તથા વળી ૧ દ્રવ્યપર્યાય અને ૨ ગુણપર્યાય રૂપ કાર્ય ભિન્ન છે તે માટે દ્રવ્ય અને ગુણરૂપ કારણ પણ ભિન્ન છે આમ જે દિગંબરાનુયાયી લોકો કલ્પે છે તે જૂઠું છે. નરનારકાદિ તે દ્રવ્યપર્યાય અને મતિ-શ્રુતમાં જે વિશેષતા તે ગુણપર્યાય. આ પ્રમાણે પર્યાયાત્મક કાર્યનો ભેદ છે. તેથી તેના કારણરૂપે દ્રવ્ય-ગુણનો પણ ભેદ છે. આવી વાત દિંગબરાસ્નાય પ્રમાણે જે કરે છે તે વાત પણ જુદી છે. કારણ કે પર્યાયાત્મક કાર્યના ભેદથી દ્રવ્ય અને ગુણાત્મક કારણનો ભેદ સિદ્ધ થાય કે દ્રવ્ય અને ગુણાત્મક કારણના ભેદથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયાત્મક કાર્યભેદ સિદ્ધ થાય. આ બન્ને બાબત પરસ્પર અન્યોન્યાશ્રય દોષવાળી છે. માટે દિગંબર આમ્નાયની આ વાત બરાબર નથી. પરંતુ ગુણ અને પર્યાયનો જે ભેદ છે તે પટંતર = કલ્પનાકૃત ભેદ છે. વાસ્તવિક ભેદ નથી. જેમ તેલની ધારા પડે છે. ત્યાં તેલ અને ધારા જુદી નથી. છતાં કલ્પનાથી ભેદ કહેવાય છે. તેમ અહીં કલ્પના કૃત ભેદ સમજવો પણ પરમાર્થે ભેદ નથી. પરમાર્થે તો દ્રવ્ય એ વાસ્તવિક તત્ત્વ છે અને તેના આશ્રયે તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૧૦ ૨૪૧ રહેલા ગુણોનું જ પરિવર્તન થાય છે. તેને જ પર્યાય પણ કહેવાય છે અને દ્રવ્યપર્યાય પણ · કહેવાય છે. આ પ્રમાણે આધારભૂત જે પદાર્થ તે દ્રવ્ય, અને તેના આશ્રયે થતું જે (ગુણસંબંધી) પરિવર્તન તે પર્યાય, આમ બે જ વસ્તુ છે. ટીકામાં કહ્યું છે કે - શુનુશિનોરેવાન્તાન્યત્વસ્થાસક્ષવાત્, મુળશબ્દે વ સાવારીશ્ર્વमस्ति, किं पर्यायादधिके गुण शब्दः ? उत पर्याय एव प्रयुक्त इति ? अभिप्रायश्च न पर्यायादन्यो गुणः पर्यायश्च कथञ्चिद् द्रव्यात्मकः इति विकल्पः कृतः ॥ ९ ॥ ગુણ એ ત્રીજી સ્વતંત્ર વસ્તુ નથી તે ઉપર યુક્તિ જણાવે છે - दो पुण या भगवया, दव्वट्ठियपज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे, गुणट्ठियणओ वि जुज्जंतो ॥ १० ॥ द्वौ पुनर्नय भगवता, द्रव्यार्थिकपर्यायार्थिको नियतौ । एतस्माच्च गुणविशेषे, गुणार्थिकनयोऽपि युज्येत ॥ १० ॥ ગાથાર્થ - પરમાત્મા વડે જૈન આગમશાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે જ નયો કહેવાયા છે. આ કારણથી જો ગુણ એ જુદો પદાર્થ હોત તો ગુણવિશેષમાં ગુણાર્થિક નામનો જુદો ત્રીજો નય પણ યોજ્યો હોત. ॥ ૧૦ ॥ વિવેચન - દ્રવ્ય એ મૂલભૂત અને ગુણ-પર્યાયોના આધારભૂત પદાર્થવિશેષ છે. જેના ધર્મ-અધર્મ-આકાશ-જીવ અને પુદ્ગલ આમ પાંચ ભેદ છે. અને છઠ્ઠું કાલ એ ઔપચારિક દ્રવ્ય છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક-એક છે, અને પાછલાં ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે. તે દ્રવ્યોમાં પ્રતિસમયે થતું જે પરિવર્તન છે તે ગુણોસંબંધી પરિવર્તન છે. તેને જ પર્યાય કહેવાય છે. અને દ્રવ્યના પર્યાય અર્થાત્ દ્રવ્યપર્યાય પણ કહેવાય છે. ગુણોની થતી હાનિવૃદ્ધિ કે ગુણોમાં રહેલી જે તરતમતા છે તે જ દ્રવ્યપર્યાય છે. જો તેને ગુણના જ પર્યાય માનીને જુદા કહીએ તો તેને છોડીને દ્રવ્યોમાં બીજું કશું જ પરિવર્તન સંભવતું જ નથી. આમ થવાથી આ પર્યાયથી જુદા દ્રવ્યના પર્યાય કોઈ સંભવશે જ નહીં. માટે દ્રવ્યથી ગુણોને • કથંચિત્ અભિન્ન સમજીને ગુણોને આશ્રયી થતા પરિવર્તનને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે આમ સમજવું જોઈએ. અને આ જ વાત યુક્તિથી પણ સંગત થાય છે. તેથી દ્રવ્ય એ મૂલવસ્તુ છે અને તેમાં ગુણોને આશ્રયી થતું પરિવર્તન તે પર્યાય છે. આમ બે જ મૂલ તત્ત્વ છે. બન્ને તત્ત્વને જોનારી જીવોની જે દૃષ્ટિ છે તેને જ બે નય કહેવાય છે. ભૂલભૂત દ્રવ્યને જોનારી જે દૃષ્ટિ છે તે દ્રવ્યાર્થિકનય છે. અને તેના પરિવર્તનને જોનારી જે દૃષ્ટિ છે તે પર્યાયાર્થિકનય છે. પરિવર્તન શેનું થાય છે ? તો દ્રવ્યના આશ્રયે રહેલા ગુણોનું, તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કાર્ડ-૩ – ગાથા-૧૦ સન્મતિપ્રકરણ જિનેશ્વર પરમાત્માએ તે તે આગમશાસ્ત્રોમાં વસ્તુઓના સ્વરૂપને સમજાવતા બે જ નયો કહ્યા છે. એક દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક. જો ગુણ એ ત્રીજો સ્વતંત્ર પદાર્થ હોત - તો પરમાત્મા ક્યાંઈક (કોઈક એકાદ આગમશાસ્ત્રમાં) પણ ત્રીજો ગુણાર્થિકાય છે. આવું કથન કરત. પરંતુ ક્યાંય ગુણાર્થિક નામના ત્રીજા નયનું કથન આવતું જ નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે નયો બે જ છે માટે તત્ત્વ પણ દ્રવ્ય અને પર્યાય આમ બે રૂપ જ છે. એટલે કે મૂલભૂત દ્રવ્ય એ એકતત્ત્વ અને તે દ્રવ્યને આશ્રયી થતું ગુણોનું પરિવર્તન = (અર્થાત) પર્યાય. એ બીજુ તત્ત્વ, આમ દ્રવ્ય અને પર્યાય એ બે જ તત્ત્વ છે. ગુણ નામનું ત્રીજું સ્વતંત્ર તત્ત્વ જ નથી કે જેના અલગ પર્યાયો કહેવાય. ટીકામાં કહ્યું છે કે - પ્રવેવ મૂનની ભવિતા દ્રવ્યાર્થિપથાર્થ નિયમિત ! तत्रातः पर्यायादधिके गुणविशेषे ग्राह्ये सति तद्ग्राहक-गुणास्तिकनयोऽपि नियमितुं युज्यमानकः स्यात्, अन्यथा अव्यापकत्वं नयानां भवेत्, अर्हतो तदपरिज्ञानं प्रसज्येत । વિશેષાવશ્યકભાષ્યમાં પૂજય જિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ પણ કહ્યું છે કે - दोहिं वि णयेहिं णीयं, सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण, अण्णुण्णनिरवेक्खा ।। २१९५ ।। દિગંબરાસ્નાયમાં “નયચક્ર” ગ્રંથમાં પણ બે જ મૂલનય કહ્યા છે. दो चेव य मूलणया भणिया, दव्वत्थ पज्जयत्थगया । अण्णे असंखसंखा, ते तब्भेआ मुणेयव्वा ॥ १८३॥ પ્રમાણનયતત્ત્વલોકમાં પૂજય વાદિદેવસૂરિજી મ.શ્રીએ પણ કહ્યું છે કે स व्याससमासाभ्यां द्विप्रकार: ७-३ व्यासतोऽनेकविकल्पः ७-४ समासस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ७-५ आद्यो नैगमसङ्कहव्यवहारभेदात् त्रेधा ७-६ पर्यायार्थिकश्चतुर्धा, ऋजुसूत्रः, शब्दः, समभिरूढः, एवम्भूतश्च ७-७ પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પણ કહ્યાં છે કે - जो गुण त्रीजो होइ पदारथ, तो त्रीजो नय लहिइ रे । द्रव्यारथ पर्यायारथ नय, दोइ ज सूत्रिं कहिइ रे । નિનવા સારૂ મન ઘડુિં ૨-૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૧૦ - જો ગુણ નામની ત્રીજી વસ્તુ હોત તો ત્રીજો નય પણ શાસ્ત્રમાં લખ્યો હોત. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે જ નયો સૂત્રમાં કહ્યા છે. માટે માનવું જોઈએ કે ગુણ એ સ્વતંત્ર ત્રીજી વસ્તુ નથી. ઉપરોક્ત ચર્ચા જોતાં સમજાશે કે ગુણ એ સ્વતંત્ર ત્રીજી વસ્તુ નથી જ. માટે દ્રવ્યથી ગુણને ભિન્ન ન સમજતાં દ્રવ્યના આશ્રય ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ પર્યાય કહેવાય છે આમ સમજીને દ્રવ્ય અને પર્યાય આ બે જ તત્ત્વ સ્વીકારવાં જોઈએ. પ્રશ્ન - જો ગુણ એ ત્રીજુ સ્વતંત્ર તત્ત્વ ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવું નામ રાખવામાં ત્રણનો ઉલ્લેખ કેમ કરાય છે ? તથા जो जाणइ अरिहंते, दव्वत्तगुणत्तपज्जत्तेहिं सो जाणइ अप्पाणं मोहो खलु नासइ तस्स. ઇત્યાદિ પાઠોમાં પણ ત્રણ તત્ત્વોનો ઉલ્લેખ કેમ જોવા મળે છે ? ઉત્તર - આ ત્રણ તત્ત્વનો ઉલ્લેખ વિવક્ષાના વશથી કરેલો છે. જેનો ભેદ નથી, તેનો પણ વિવક્ષા માત્રથી બોલવા પુરતો ભેદ બોલાય છે. જેમકે “મારું માથું દુઃખે છે. તેલની ધારા પડે છે. પાણીનું પૂર વહે છે” આ દરેક વાક્યોમાં જો કે ષષ્ટીવિભક્તિ દ્વારા ભેદ જણાવાય છે. પરંતુ વાસ્તવિક પણે ભેદ નથી. “હું અને માથું, તેલ અને ધારા, પાણી અને પૂર, આ તત્ત્વો જેમ જુદાં જુદાં બોલાય છે પણ તે બન્ને જુદાં જુદાં નથી. તેમ દ્રવ્ય અને તેના ગુણોનું પરિવર્તન પણ ભિન્ન ભિન્ન નથી. આજે મારો આત્મા બળ છે. આજે મારો આત્મા પ્રસન્ન છે ઇત્યાદિ ઘણા સ્થળોએ આવા પ્રકારનો ષષ્ઠી વિભક્તિ દ્વારા વિવક્ષાના વશથી ભેદ કરાય છે. પણ વાસ્તવિક ભેદ હોતો નથી. તેમ અહીં પણ સમજવું. પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ રાસમાં આ જ વાત કહી છે. पर्यायथी गुण भिन्न न भाखिओ, सम्मति ग्रंथि विगति रे । નેદનો ભેદ્ર વિવાવશથી, તે વેમ દિડું શm ? | ૨-૨ . પર્યાયથી ગુણ ભિન્ન નથી. આવું સ્પષ્ટ સન્મતિપ્રકરણમાં કહ્યું છે. જેનો વિવક્ષાના વશથી ભેદ કરાય છે. તેને સ્વતંત્ર પર્યાય પામવાની શક્તિરૂપ વાસ્તવિક ભેદ કેમ કહેવાય ? - અર્થાત્ ન જ કહેવાય. તેથી દ્રવ્યનું પરિવર્તન તે દ્રવ્યપર્યાય અને ગુણનું પરિવર્તન તે ગુણપર્યાય આવી દિગંબરાચાર્યોએ કરેલી વ્યાખ્યા બરાબર નથી. દ્રવ્યથી ગુણ જો ભિન્ન હોત અને દ્રવ્યમાં જેમ પરિવર્તન પામવાની શક્તિ છે. તેવી ગુણમાં પણ પરિવર્તન પામવાની શક્તિ હોત તો જ ઉપરોક્ત કલ્પના સંભવી શકે. પણ તેમ નથી. તેથી દિગંબરાચાર્યોની આ કલ્પના એ Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કાર્ડ-૩ – ગાથા-૧૧ સન્મતિપ્રકરણ કલ્પનામાત્ર છે. તથ્ય નથી. વાસ્તવિક નથી સાચી વાત એ છે કે દ્રવ્યના આશ્રયે થતી ગુણોની જે હાનિ-વૃદ્ધિ છે. અથવા જે તરતમતા છે એ જ પર્યાય છે અને તેને જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. આ જ વાત હવે પછીની ગાથાઓમાં ગ્રંથકારશ્રી પોતે જ વિશેષ સમજાવે છે. તે ૧૦ || जं च पुण अरिहया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियमा, वागरिया तेण पज्जाया॥ ११ ॥ यच्च पुनरर्हता, तेषु तेषु सूत्रेषु गौतमादिभ्यः । पर्यायसञ्ज्ञा नियमाद् व्याकृता तेन पर्यायाः ॥ ११ ॥ ગાથાર્થ - તથા વળી અરિહંત ભગવંત વડે તે તે સૂત્રોમાં ગૌતમસ્વામી આદિ ગણધરોની સમક્ષ (ગુણોની જ) પર્યાય એવી સંજ્ઞા કહેલી છે. તેથી એમ માનવું જોઈએ કે ગુણો એ પર્યાયો જ છે. (પણ પર્યાયથી જુદા ગુણ નથી.) વિવેચન - ભગવતીજી આદિ આગમશાસ્ત્રોમાં પરમાત્માશ્રી મહાવીર પ્રભુજી અને ગણધર એવા શ્રી ગૌતમસ્વામિની પ્રશ્નોત્તરી જે ચાલે છે. તે સઘળી જગ્યાએ ભગવંતે ગુણોને પણ “પર્યાય” એવી સંજ્ઞાથી જ એવા નામથી જ) કહ્યા છે. તેથી ગુણો એ પર્યાયો જ છે. પર્યાયોથી ગુણ નામનો સ્વતંત્ર કોઈ પણ પદાર્થ નથી. કે જેથી દ્રવ્યપર્યાયથી જુદા ગુણપર્યાય સિદ્ધ થાય. ચેતન એવા આ આત્માનો જ્ઞાન એ ગુણ છે. પરંતુ તે જ્ઞાન ગુણ જ કાલક્રમે મતિજ્ઞાનરૂપે, શાસ્ત્રાભ્યાસ દ્વારા શ્રુતજ્ઞાન રૂપે, અને કાલાન્તરે મોહનો ક્ષય કરવા વડે કેવલજ્ઞાનરૂપે પરિણામ પામે છે. આ રીતે જ્ઞાન એ ગુણ છે. તે જ જુદા-જુદા ભાવે પરિણામ પામે છે. તેને જ પર્યાય કહેવાય છે એવી જ રીતે જડ વસ્તુમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારે ગુણો છે પણ તેમાં વર્ણ નામનો ગુણ જ કાલે કાલે નીલ-પીત-શ્વેત-રક્ત અને કૃષ્ણ રૂપે પરિણામ પામે છે. તેથી નીલાદિ પાંચે પર્યાયો કહેવાય છે. અહીં વર્ણગુણ અને નીલાદિપર્યાયો કંઈ જુદા નથી. પરંતુ વર્ણ નામનો ગુણ જ નીલાદિ ભાવે પરિણામ પામે છે તેથી તે ગુણને જ પર્યાય કહેવાય છે. તેવી જ રીતે ગંધ એ ગુણ છે. તે જ ગુણ ક્યારેક સુગંધરૂપે હોય છે અને ક્યારેક દુર્ગધરૂપે હોય છે. તેથી સુગંધ-દુર્ગધ એ પર્યાય છે અને ગંધ એ ગુણ છે. તેથી ગંધ નામનો ગુણ જ સુગંધ-દુર્ગધ રૂપે પરિણામ પામે છે. આ રીતે જે ગુણો છે તે જ બદલાતા હોવાથી અથવા હાનિ-વૃદ્ધિ પામતા હોવાથી અથવા તેમાં તરતમતા થતી હોવાથી, તેઓની જ નીલ-પીતાદિ ભાવે જે પરાવૃત્તિ થાય છે એટલે કે આધારભૂત એવા દ્રવ્યમાં ગુણોનું જે પરિવર્તન થાય છે તેને જ પર્યાય કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૧ ૨ ૨૪૫ સન્મતિપ્રકરણ આ કારણે જ ભગવતીજી આદિ સૂત્રોમાં ગૌતમસ્વામિજીના પ્રશ્નોના ઉત્તર સમયે પરમાત્મા મહાવીર પ્રભુએ વર્ણપર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તથા લોકવ્યવહારમાં પણ આમ કહેવાય છે કે આ જીવનો ચારિત્રપર્યાય ઘણો લાંબો છે. આ જીવનો જ્ઞાનપર્યાય શ્રેષ્ઠ છે. આ જીવનો તપપર્યાય પ્રશંસનીય છે આમ સર્વત્ર ગુણોને પર્યાયશબ્દથી જ સંબોધ્યા છે. માટે ગુણો એ પર્યાયથી જુદા નથી. ગુણોનું જ પરિવર્તન થાય છે. અને તે ગુણો દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે ગુણોની પરાવૃત્તિને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. તેથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ બન્ને ભિન્ન ભિન્ન નથી. પરમાત્માની વાણી ઉપર પ્રમાણે હોવાથી ગુણશબ્દનો પ્રતિપાદ્ય અર્થ પર્યાય જ થાય છે. ગુણોની પરાવૃત્તિને છોડીને દ્રવ્યના અન્ય કોઈ પર્યાયો સંભવતા જ નથી. દ્રવ્યના આશ્રયે ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે - યતઃ પુનર્માવતી તસ્વિંતસ્મિન્સૂન્ને“વUOTSનવેëિ ધપવેટિં" (માવતી સૂત્ર ૨૪-૪-૧૨૩ ) રૂાવિના પર્યાયસંજ્ઞા નિયમિતા વUrfવિપુ નૌતમવિષ્ય: व्याकृतास्ततः पर्याया एव वर्णादयो न गुणा इत्यभिप्रायः ।। ११ ।। परिगमणं पजाओ, अणेगकरणं गुणत्ति तुल्लत्था । तह वि ण गुण त्ति भण्णइ, पजवणयदेसणा जम्हा ॥ १२ ॥ परिगमनं पर्यायोऽनेककरणं गुण इति तुल्यार्थौ । तथापि न गुण इति भण्यते, पर्यायनयदेशना यस्मात् ॥ १२ ॥ . ગાથાર્થ - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ બન્ને શબ્દો તુલ્ય અર્થવાળા છે. તો પણ “આ ગુણ છે” આમ કહેવાતું નથી. કારણ કે પરમાત્માની દેશના પર્યાયાર્થિકનયની છે. / ૧૨ / | વિવેચન - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ સર્વે પણ શબ્દો સમાન અર્થવાળા (એકાર્થક) છે. પરિવર્તન એટલે પરિગમન, નવા નવા રૂપે થવું તે પર્યાય, તથા વિવક્ષિત એવા એકદ્રવ્યને અનેક સ્વરૂપે કરવું તે અનેકકરણ એ ગુણ એટલે કે દ્રવ્યમાં રહેલા પ્રતિસમયે પલટાતા સહભાવી જે ધર્મો તે ગુણ. આમ શબ્દોથી પ્રતિપાદ્ય અર્થ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તાત્ત્વિકપણે આ બન્ને શબ્દોથી વાચ્ય અર્થમાં અર્થભેદ હોતો નથી. કારણ કે પ્રતિસમયે દ્રવ્યનું પરિવર્તન થવું કહો કે નવા નવા સ્વરૂપે પલટાવું કહો, બન્ને એક જ છે. તથા દ્રવ્યનું નવા નવા સ્વરૂપે પરિણામ પામવાપણું જે છે તે જ દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વરૂપે અનેકપણે કરે છે. તથા દ્રવ્યમાં સહભાવી પણે રહીને જે ધર્મો પલટાતા રહે છે તે Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કાર્ડ-૩ – ગાથા-૧૨ સન્મતિપ્રકરણ જ ગુણો છે. આ રીતે પર્યાય ક્રમભાવી પણે રહીને પલટાતા રહે છે અને ગુણો સહભાવીપણે રહીને પલટાતા રહે છે. તે માટે ક્રમભાવી અને સહભાવી પણાની વિવક્ષા દ્વારા કંઈક ભેદ હોવા છતાં પણ તે બન્નેમાં તાત્ત્વિક પણે અર્થભેદ કંઈ જ નથી. જે જે પરિવર્તન થાય છે. તે તે ગુણોનું જ પરિવર્તન થાય છે. ગુણોને છોડીને દ્રવ્યનું સ્વતંત્ર પરિવર્તન કંઈ જ થતું નથી. પરંતુ દ્રવ્યના આશ્રયે ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ દ્રવ્યનો ધર્મ હોવાથી દ્રવ્યપર્યાય કહેવાય છે. આ રીતે વર્ણાદિ જે ગુણો છે. તે જ નીલ-પીતાદિ રૂપે પરિવર્તન પામતા હોવાથી તે વર્ણાદિ ગુણોને જ પર્યાય કહેવાય છે. તથા ચૈતન્યાદિ જીવના જે ગુણો છે તે જ હાનિવૃદ્ધિ રૂપે પરિણામ પામતા હોવાથી તે ચૈતન્યાદિ ગુણોને જ પર્યાય કહેવાય છે. આમ ગુણ અને પર્યાય તાત્ત્વિક પણે ભિન્ન નથી. છતાં પણ જિનેશ્વર ભગવંતોએ તે તે સૂત્રોમાં વર્ણપર્યાય ગંધ પર્યાય, જ્ઞાનપર્યાય, દર્શનપર્યાય, ચારિત્રપર્યાય આમ સઘળા પણ દ્રવ્યધર્મોને પર્યાય શબ્દથી જ વર્ણવેલા છે. ક્યાંય ગુણશબ્દથી વર્ણવેલા નથી. તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણો નથી. ટીકામાં પણ આમ જ કહેલ છે. તેથી પરિવર્તન પામતા એવા દ્રવ્યધર્મોને (ગુણોને) જ પર્યાય કહેલા છે અને તે પર્યાયોને આશ્રયી કરાતી ભગવાનની ધર્મ દેશના પર્યાયાર્થિકનયની દેશના છે. આમ કહેવાય છે. શાસ્ત્રોમાં ક્યાંય ગુણાર્થિકનયની દેશના છે આમ કહેવાતું નથી. તેથી સમજવું જોઈએ કે દ્રવ્યમાં રહેલા ગુણધર્મોનું વધઘટ થવા રૂપે કે રૂપાન્તર થવા રૂપે જે પરિવર્તન થાય છે. તે જ પર્યાય કહેવાય છે અને તેને જ દ્રવ્યપર્યાય સમજવા જોઈએ. પૂજ્ય ઉપાધ્યાજી મ.શ્રીએ રાસમાં કહ્યું છે કે જો ગુણ ત્રીજો હોઈ પદારથ, તો ત્રીજો નય લહિઈ રે ! દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઈ જ સૂત્રિ કહિઈ રે ! ઢાળ-૨, ગાથા ૧૨ કહેવાનો સારાંશ એ છે કે દ્રવ્ય એ મૂળભૂત આધારદ્રવ્ય છે. તેમાં રહેલા ગુણો હીનાધિકપણે અથવા રૂપાન્તર થવા રૂપે પરિણામ પામ્યા જ કરે છે. એટલે “તેલની ધારા પડે છે” આવું બોલીએ ત્યાં તેલ પોતે જ ધારારૂપે પરિણામ પામીને પડે છે. તેલ અને ધારા જુદાં જુદાં નથી. તે રીતે દ્રવ્યાશ્રયે રહેલા ગુણો પરિવર્તન શીલ છે. માટે ગુણો અને પર્યાયો એ ભિન્ન ભિન્ન નથી. તેથી દ્રવ્યથી પણ ગુણો ભિન્ન પદાર્થ નથી. ગુણોના પર્યાયો એ જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. દ્રવ્ય અને પર્યાય એમ બે જ સ્વરૂપ હોવાથી નય પણ બે જ છે. પર્યાયો (પરિવર્તનો) કોના થાય છે ? તેના ઉત્તરમાં સમજવું કે દ્રવ્યના આશ્રયે રહેલા ગુણોના પર્યાયો થાય છે. અને તેને જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. | ૧૨ ll Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૧૩ जंपन्ति अस्थि समये, एगगुणो दसगुणो अणंतगुणो । रूवाई परिणामो, भण्णइ तम्हा गुणविसेसो ॥ १३ ॥ जल्पन्त्यस्ति समये, एगगुणो दसगुणोऽनन्तगुणः । रूपादिः परिणामो, भण्यते तस्माद् गुणविशेषः ॥ १३ ॥ ગાથાર્થ - કોઈક કહે છે કે - “રૂપ-રસાદિનો પરિણામ એકગુણ-દશગુણ અને અનંતગુણ છે.” આવું શાસ્ત્રોમાં કહેવાય છે. તેથી પર્યાયથી ગુણ એ વિશેષવસ્તુ (ભિન્નવસ્તુ) છે. તે ૧૩ || | વિવેચન - કોઈક ભેદવાદી દર્શનકાર જુદા અર્થમાં લખાયેલા શાસ્ત્રપાઠને જુદા અર્થમાં લઈ જઈને પર્યાયથી ગુણ ભિન્ન માનવો જોઈએ. આવો પ્રશ્ન કરે છે - તે કહે છે કે રૂપ-રસ-ગંધ અને સ્પર્શાદિની બાબતમાં જૈન આગમ શાસ્ત્રોમાં “ગુણ” શબ્દ પણ વપરાયેલો જોવા મળે છે. જેમ વર્ણપર્યાય, ગંધાર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાય, જ્ઞાનપર્યાય, ચારિત્રપર્યાય, તપપર્યાય વિગેરે શબ્દોમાં પર્યાયશબ્દનો વ્યવહાર શાસ્ત્રોમાં દેખાય છે. તેવો જ “મુળાનંદુમુર્તિા '' (ભગવતીસૂત્ર પ-૭-૨૧૭) માં એકગુણકાલો, દ્વિગુણકાળો વિગેરે વાક્યપ્રયોગોમાં ગુણશબ્દના પ્રયોગનો વ્યવહાર પણ જૈન આગમશાસ્ત્રોમાં જોવા મળે જ છે. તો એમ કેમ કહો છો કે જૈન આગમશાસ્ત્રોમાં કેવલ એકલા પર્યાયશબ્દનો જ વ્યવહાર દેખાય છે. પણ ગુણશબ્દનો વ્યવહાર નથી દેખાતો. એકગુણો કાળો, બે ગુણો (બમણો) કાળો, ત્રિગુણ (ત્રણ ગણો) કાળો વિગેરે વાક્યોમાં ગુણશબ્દનો વ્યવહાર પણ થયેલો જોવા મળે છે. માટે ગુણ એ પર્યાયથી ભિન્ન તત્ત્વ છે. આવા પ્રકારના ગુણશબ્દથી યુક્ત એવા વાક્યપ્રયોગો પણ શાસ્ત્રમાં દેખાતા હોવાથી ભગવંતે જેમ પર્યાયાર્થિકનયની દેશના કરી છે. તેમ ભગવંતે ગુણાર્થિકનયની દેશના પણ કરેલી હોવી જોઈએ. આવો પ્રશ્ન કોઈ શિષ્ય ગુરુજીની સામે કરે છે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં ગુરૂજી પોતે આપે જ છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલાસ્તિકાયના ગુણો છે. જ્ઞાનદર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્મદ્રવ્યના ગુણો છે. આવા પ્રકારનું વિધાન તો શાસ્ત્રોમાં અનેક સ્થાને દૃષ્ટિગોચર થાય છે. માટે પર્યાયશબ્દની જેમ ગુણશબ્દનું વિધાન પણ જૈન આગમ સાહિત્યમાં અનેક સ્થાને છે જ. ટીકામાં કહ્યું છે કે - નત્પત્તિ વ્યTUત્વવાદ્રિ - વિદ્યતે ઇવ સિદ્ધાન્ત “મુવિના હુમુવિના' (માવતીસૂત્ર ૬-૭-૨૨૭) રૂત્યાદિ રૂપી વ્યારા:, तस्माद् रूपादिगुणविशेष एवेत्यस्ति गुणार्थिको नयः उपदिष्टश्च भगवतेति ॥ १३ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કાષ્ઠ-૩ – ગાથા-૧૪-૧૫ સન્મતિપ્રકરણ गुणसद्दमंतरेणावि, तं तु पज्जवविसेससंखाणं । सिज्जइ णवरं संखाणसत्थधम्मो तइगुणोत्ति ।। १४ ॥ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे, तहेव एयं पि दट्ठव्वं ॥ १५ ॥ સંસ્કૃત છાયા गुणशब्दमन्तरेणापि, तत्तु पर्यवविशेषसङ्ख्यानाम् । सिध्यति नवरं, सङ्ख्यानशास्त्रधर्मस्तावद्गुण इति ॥ १४ ।। यथा दशसु दशगुणे चैकस्मिन् दशत्वं समं चैव । अधिकेऽपि गुणशब्दे, तथैवैतदपि द्रष्टव्यम् ।। १५ ।। ગાથાર્થ - “રૂપાદિ” અર્થના બોધક એવા TV શબ્દ વિના અન્યત્ર જ્યાં જ્યાં ગુણ શબ્દનું ગ્રહણ શાસ્ત્રોમાં જે કરેલ છે. તે પર્યાયવિશેષ રૂપ (પરસ્પર તરતમતા રૂપ) સંખ્યાનો જ બોધક છે. અર્થાત્ આ વસ્તુ તેટલા ગણી છે. આમ સંખ્યાના શાસ્ત્રનો (ગણિતશાસ્ત્રનો) જ બોધક ગુણશબ્દ છે. || ૧૪ || જેમ ઓછી કિંમતવાળી દશ વસ્તુઓમાં (રૂપીયા રૂપીયાની ૧૦ નોટોમાં) અને તેનાથી દશગણી કિંમતવાળી એવી એક વસ્તુમાં (દશ રૂપીયાની ૧ નોટમાં) દશપણું સમાન જ છે. તેવી જ રીતે અહીં ગુણશબ્દ અધિક વાપરવા છતાં પણ સમાનતાને જણાવનારો આ શબ્દ જાણવો. તે ૧૫ | | વિવેચન - વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર પુગલદ્રવ્યના ગુણો છે. ચેતના એ જીવદ્રવ્યનો ગુણ છે. ઇત્યાદિ સ્થળોમાં જે ગુણ શબ્દ વપરાયો છે. તે વપરાયેલો ગુણ શબ્દ ગુણનો (ગુણાત્મક પર્યાયનો) બોધક છે. તેના વિના, આ વસ્તુથી આ વસ્તુ બે ગુણ કાળી, ત્રણ ગુણ કાળી, ચાર ગુણ કાળી વિગેરે પ્રયોગોમાં જે ગુણશબ્દ વપરાયેલો જોવા મળે છે. તે કાળાપણાના વર્ણપર્યાયની પરસ્પર રહેલી જે તરતમાતા સ્વરૂપ વિશેષતા છે. તરતમતા સ્વરૂપ જે પર્યાય છે. તેની સંખ્યાનો જ બોધક છે. અર્થાત્ તરતમતા = હીનાધિકતા રૂપ સંખ્યાત્મક પર્યાયનો જ વાચક આ ગુણશબ્દ છે. સર્વે પણ દ્રવ્યોના જે જે ગુણો છે તે ગુણોને સમજાવવા માટે જ્યારે ગુણશબ્દ વપરાય છે. ત્યારે તે ગુણશબ્દ વર્ણપર્યાય, રસપર્યાય ચેતના પર્યાય ઇત્યાદિ પર્યાયાત્મક ગુણનો જ બોધક છે. કારણ કે દ્રવ્યના જે વર્ણાદિ પર્યાયો છે તેને જ ગુણ કહેવાય છે. પણ Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૧૪-૧૫ ૨૪૯ પર્યાયથી ભિન્ન એવા ગુણ નામના ત્રીજા તત્ત્વનો બોધક તે ગુણશબ્દ નથી. તથા જ્યારે દ્રવ્યોના ગુણોને જણાવવા માટે ગુણશબ્દ ન વપરાયો હોય પણ દ્વિગુણકૃષ્ણ-ત્રિગુણકૃષ્ણ ઇત્યાદિ સ્થળોએ તરતમતા સૂચક જે ગુણ શબ્દ વપરાયેલો જોવા મળે છે. તે ગુણશબ્દ પણ બે ચીજો વચ્ચેની વિષમતા સ્વરૂપ પર્યાયનો જ બોધક ગુણશબ્દ છે. તેને ગુણાકારસૂચક એટલે કે “તેટલા ગણો આ પદાર્થ છે” આમ ગુણાકારને જણાવનારો આ ગુણ શબ્દ છે. આ રીતે ગણિત સૂચક જે ગુણશબ્દ વપરાય છે. એ પણ પર્યાય અર્થને જ કહેનારો છે. કોઈ પણ બે ત્રણ પદાર્થોમાં રહેલા રૂપપર્યાય વચ્ચે રસપર્યાય વચ્ચે, બે-ત્રણ જીવોમાં રહેલી ચેતના પર્યાય વચ્ચે પરસ્પર કેટલી તરતમતા છે? કેટલી હીનાધિકતા છે? કેટલી ચડા-ઉતાર છે ? તેવા પ્રકારની માત્ર વિષમતાનો સૂચક આ ગુણ શબ્દ છે. આ ચડા-ઉતાર રૂપ જે વિષમતા છે તે પણ એક પ્રકારના પર્યાય જ કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે - રૂપીfમધથિTUTણવ્યતિરેng “TUાઃ કૃત્યવિવું पर्यायविशेषसङख्यावाचकं वचः सिध्यति, न पुनर्गुणास्तिकनयप्रतिपादकत्वेन, यतः सडख्यानं गणितशास्त्रधर्मः "अयं तावद्गुण' इति "एतावताऽधिको न्यूनो वा भावः इति गणितशास्त्रधर्मत्वादस्येत्यर्थः । જેમ જુદી જુદી રહેલી એક એક રૂપીયાની કિંમતની ૧0 નોટો પડી હોય તો “આ ૧૦ રૂપીયા છે” આવો વ્યવહાર જગતમાં થાય છે. અને તે એક રૂપીયાની કિંમતની એક નોટ કરતાં દશગણી કિંમતની ૧૦ રૂપીયાની ફક્ત ૧ જ નોટ પડી હોય તો ત્યાં પણ “આ ૧૦ રૂપીયા છે” આમ જ વ્યવહાર કરાય છે. અહીં એક રૂપીયાની કિંમતની ૧ નોટ કરતાં ૧૦ રૂપીયાની કિંમતની ૧ નોટમાં જે દશગણાપણું છે તે પણ તેનો કિંમતપણાનો (વેલ્યુવિશેષ રૂપ) પર્યાયવિશેષ જ છે. એકની કિંમતની ૧૦ નોટમાં અને ૧૦ ની કિંમતની એક નોટમાં “દશપણાની સંખ્યા તુલ્ય જ છે”. અર્થાત્ ૧ ની કિંમતની ૧ નોટ કરતાં ૧૦ ની કિંમતની ૧ નોટમાં જે દશગુણાપણું છે. તે પણ ચડા-ઉતાર રૂપ પર્યાય વિશેષ જ છે. આ બન્ને સ્થાનમાં “ગુણશબ્દ” અધિક વાપરવા છતાં દશપણાની સંખ્યામાં સમાનતા જ છે. એક એક રૂપીયાની કિંમતવાળી ૧૦ નોટો જ્યાં છે. ત્યાં “રા' શબ્દ નોટનું વિશેષણ હોવાથી ધર્મીગત દશત્વ સૂચવે છે એટલે કે ૧૦ નોટ છે. આમ દશ એ નોટનું વિશેષણ થાય છે. અને ૧૦ રૂપીયાની કિંમતવાળી ૧ નોટ જ્યાં છે ત્યાં રહેલો દશ શબ્દ નોટને નથી જણાવતો પણ તે નોટનું મૂલ્ય સૂચવે છે. તેથી ત્યાં આ શબ્દ ધમાં એવી નોટનું વિશેષણ નથી. પરંતુ નોટના મૂલ્યાત્મક પર્યાયનું વિશેષણ છે. એક સ્થાને ધર્મીનું વિશેષણ છે અને બીજા સ્થાને ધમના પર્યાયાત્મક ધર્મનું વિશેષણ છે. આ જ પ્રમાણે કાળા રંગવાળી Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કાષ્ઠ-૩ – ગાથા-૧૪-૧૫ સન્મતિપ્રકરણ બે ત્રણ વસ્તુઓમાં જે કાળાવર્ણ સ્વરૂપ વર્ણપર્યાય વર્તે છે. તે વર્ણપર્યાયની જ તરતમતાસૂચક આ ગુણશબ્દ અધિકપણે વપરાયેલો છે. આ રીતે રસની તરતમતા, ગન્ધની તરતમતા, કે સ્પર્શની તરતમતા સૂચવવા સર્વત્ર આ ગુણશબ્દ વપરાય છે અને વર્ણાદિ ગુણોની જે આ તરતમતા છે, જે વિષમતા છે, જે હિનાધિકતા છે તે પણ તે તે વસ્તુનો એક જાતનો પર્યાય જ છે. તેથી આ ગુણશબ્દ પણ પર્યાય અર્થવાળો જ છે. પર્યાયથી ભિન્ન એવો ગુણ નામનો કોઈ પદાર્થ નથી. સારાંશ કે “પર્યાય” શબ્દથી સૂચવાતો જે અર્થ છે. તે જ અર્થને કહેનાર આ ગુણશબ્દ છે. પણ તેનાથી ભિન્ન એવો પદાર્થમાં રહેલો કોઈ જુદો ધર્મ હોય અને તેનો સૂચક ગુણ શબ્દ હોય, તેવું નથી. ટીકામાં કહ્યું છે કે – યથા શપુ દ્રવ્યેષુ, ક્રિમિન્વી દ્રવ્ય દ્રશસ્તેિ શશીतिरेकेऽपि दशत्वं सममेव, तथैव एतदपि न भिद्यते - "परमाणुरेकगुणकृष्णादिः" इति एकादिशब्दाधिक्ये गुणपर्यायशब्दयोर्भेदः वस्तु पुनस्तयोस्तुल्यमिति भावः ॥ ઉપરોક્ત ચર્ચા અને મૂલગાથાનો પાઠ જોતાં સમજાય છે કે ધર્મ એવા મૂલપદાર્થને દ્રવ્ય” કહેવાય છે. અને તે દ્રવ્યમાં રહેલા સર્વે પણ ધર્મોને પછી તે ગુણ હોય કે ગુણોની હીનાધિકતા હોય કે રૂપાન્તરતા હોય, તે સર્વને પર્યાય કહેવાય છે. અને જે આ પર્યાયો છે તેને જ ક્રમભાવીપણે જોઈએ ત્યારે પર્યાય અને તેને જ સહભાવપણે જોઈએ ત્યારે ગુણ કહેવાય છે. જેમ કે કાળા-નીલા-ધોળા-પીળા અને લાલપણે જોઈએ ત્યારે ક્રમભાવિ હોવાથી પર્યાય અને તે પાંચને વર્ણપણે વિચારીએ ત્યારે સહભાવી હોવાથી ગુણ કહેવાય છે. સુરભિ દુરભિ પણે જોઈએ તો પર્યાય અને ગંધપણે વિચારીએ ત્યારે સહભાવી હોવાથી તે ગુણ કહેવાય છે. તેથી પર્યાયથી ગુણ એ સ્વતંત્ર ભિન્ન વસ્તુ નથી. આ રીતે ગુણ એ પર્યાયથી ભિન્ન નથી આ વાત પ્રથમ સિદ્ધ થઈ. આવી જ રીતે તિક્ત-કટુ-કષાય-આસ્લક-મધુર પણે જોઈએ તો ક્રમભાવી હોવાથી પર્યાય કહેવાય છે. તે જ ભિન્ન ભિન્ન પાંચ પ્રકારના રસને માત્ર રસ પણે જોઈએ તો સહભાવી ધર્મ હોવાથી ગુણ કહેવાય છે. આ રીતે સર્વત્ર સમજવું. તેથી પર્યાયથી ગુણ એ ભિન્ન તત્ત્વ નથી. આ વાત બરાબર સિદ્ધ કરી. હવે તે ગુણ, દ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન છે. તેની કંઈક વિચારણા કરીએ. જૈનદર્શનકારો દ્રવ્યથી ગુણને, દ્રવ્યથી પર્યાયને, ગુણથી પર્યાયને, અને ગુણથી દ્રવ્યને, પર્યાયથી દ્રવ્યને, તથા પર્યાયથી ગુણને ભિન્નભિન્ન જ કહે છે. અર્થાત્ કંઈક ભિન્ન અને કંઈક અભિન્ન છે. આમ કહે છે અને જગતમાં પણ આમ જ દેખાય છે. આધાર-આયભાવથી, સંજ્ઞાથી, સંખ્યાથી અને ઇન્દ્રિયગોચરતાથી કથંચિ ભેદ પણ જરૂર છે. તથા દ્રવ્ય પોતે જ Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૧૬ તે તે ગુણપણે અને તે તે પર્યાયપણે પરિણામ પામતું હોવાથી, દ્રવ્યના પ્રદેશ પ્રદેશે તે તે ગુણો અને પર્યાયો વ્યાપેલા હોવાથી, તથા “ઘડો લાલ છે” “આત્મા ચેતન છે” “આ ગોળ ગળ્યો છે” ઇત્યાદિ અભેદપ્રધાન વ્યવહાર થતો હોવાથી આ ત્રણેનો કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. પાંચ તોલા સોનાનો હાર ઘડાવીએ ત્યારે જે સોનું છે. તે જ હારસ્વરૂપે પરિણામ પામે છે. માટે દ્રવ્યથી ગુણો અને પર્યાયો કથંચિત્ અભિન્ન છે. જો ભેદ હોત તો પાંચ તોલા સોનું અને પાંચ તોલાનો હાર, એમ મળીને ૧૦ તોલા વજન થવું જોઈએ. પણ આમ થતું નથી તેથી કથંચિત્ અભિન્ન પણ જરૂર છે જ. આ જ વાત પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહેલી છે. તે ગાથાઓ આ પ્રમાણે છે. સ્વર્ણ કુંડલાદિક હુઉં જી, ઘટ રક્તાદિક ભાવ, એ વ્યવહાર ન સંભવઈ છે, જો ન અભેદ સ્વભાવ રે ભવિકા ધારો ગુરુ ઉપદેશ. ૩-૩ બંધ દેશ ભેદ હુઈ જી, બિમણી ગુરુતા રે ખંધિ, પ્રદેશ ગુરુતા પરિણમઈજી, ખંધ અભેદહ બંધ રે. ભવિકા, ધારો ગુરુ ઉપદેશ. ૩-૪ આમ જગતમાં સર્વે પણ પદાર્થો પોત પોતાના ગુણ અને પર્યાયથી કથંચિત્ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. જગતનું આ જ સાચું વાસ્તવિક સ્વરૂપ છે. છતાં સાંખ્ય-નૈયાયિક વૈશેષિક (તથા દિગંબર) આદિ કેટલાક દર્શનકારો દ્રવ્યથી ગુણોને એકાન્ત ભિન્ન જ માને છે. અને તેમ એકાન્ત ભિન્ન માનવાથી વિવક્ષિત એવો ગુણ-ગુણી ભાવનો સંબંધ ઘટતો નથી. તે સંબંધ ઘટાવવા માટે વચ્ચે સમવાય સંબંધ લઈ આવે છે. અને તે પ્રમાણે દ્રવ્ય તથા ગુણોનો સમવાય સંબંધથી પરસ્પર સંબંધ થયેલો છે. આમ માને છે પણ તે ઘટતું નથી. કારણ કે સમવાય સંબંધ એક, નિત્ય અને વ્યાપક હોવાથી નિયત ગુણીની સાથે ગુણોનો સંબંધ કરવામાં અસમર્થ છે. તેવા એકાન્તભેદવાદનું નિરસન હવે પછીની ગાથામાં એકાન્ત અભેદવાદી કરે છે. તે જણાવે છે. ll૧૪-૧૫ll એકાન્તભેદવાદનું નિરસન કરતાં એકાન્તઅમેદવાદી આ પ્રમાણે કહે છે - एगंतपक्खवाओ, जो उण दव्व-गुण-जाइभेयम्मि । अह पुव्वपडिक्कुट्ठो, उआहरणमित्तमेयं तु ॥ १६ ॥ પળાન્તપક્ષપાતો યઃ પુનર્વવ્ય-ગુણ-જ્ઞાતિ-ભેદ્દે ! अथ पूर्वप्रतिक्रुष्ट (प्रतिक्षिप्तः) उदाहरणमात्रमेतत्तु ॥ १६ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કાડ-૩ – ગાથા-૧૬ સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યની જાતિને વિષે તથા ગુણની જાતિને વિષે જે જે એકાન્તભેદનો પક્ષપાત (આગ્રહ) છે. તેનું જો કે પહેલાં જ અમે નિરસન કરેલું છે. તો પણ તે ભેદભેદ સમજાવવા માટે હવે પછીની ગાથામાં આ એક ઉદાહરણ કહેવાય છે. ll૧૬ | વિવેચન - નવથી પંદર સુધીની ગાથામાં જણાવ્યા પ્રમાણે ગુણથી પર્યાય અને પર્યાયથી ગુણ એકાન્તભિન્ન નથી આ વાત સિદ્ધ કરી છે. અર્થાત્ પુદ્ગલની સાથે વર્ણપણે જે ધર્મ છે તે સહભાવી હોવાના કારણે જેને ગુણ કહેવાય છે. તે વર્ણ નામનો ગુણ જ નીલપીત-રક્ત-શ્વેત અને કૃષ્ણ પણે વિચારતાં ક્રમભાવી થવાના કારણે પર્યાય કહેવાય છે. આ જ કારણથી પર્યાયથી ગુણ ભિન્ન તત્ત્વ નથી. એમ સિદ્ધ થાય છે. વળી આ જ કારણથી ભગવંતોએ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય આમ બે જ નવો સૂચવ્યા છે ત્રીજો ગુણાર્થિકનય જણાવ્યો નથી. આ રીતે ગુણ-પર્યાયનો ભેદ નથી આ સિદ્ધ થયું. પરંતુ ગાથા આઠમીમાં જણાવેલો દ્રવ્યથી ગુણો એકાન્ત ભિન્ન માનવાનો જે મુદો છે. તે તો ઉભો જ રહે છે. તેનું નિરાકરણ બાકી જ રહે છે. સારાંશ કે ગાથા ૯ થી ૧૫ માં ગુણ-પર્યાય વચ્ચે ભેદ નથી કથંચિ અભેદ છે આમ સિદ્ધ કર્યું. પરંતુ આઠમી ગાથામાં જે કોઈ દર્શનકારો ઘટ આધાર છે. અને જલ આધેય છે. તે બન્ને પદાર્થો જેમ ભિન્ન છે તેમ ઘટ-પટાદિ દ્રવ્યો આધાર છે અને વર્ણાદિ ગુણો આધેય છે આ રીતે દ્રવ્ય એ ગુણોનો આધાર અને ગુણો એ દ્રવ્યાશ્રિત હોવાથી ઘટ-જલની જેમ દ્રવ્યથી ગુણો એકાન્ત ભિન્ન જ છે આમ માને છે. અને પછી ગુણ-ગુણી ભાવનો સંબંધ ઘટાવવા માટે સમવાય સંબંધ લાવે છે તે દ્રવ્ય-ગુણ વચ્ચેના એકાન્તભેદનો મુદો તો ચર્ચવાનો બાકી જ રહી જાય છે. તેનું નિરસન ગાથા ૯ થી ૧૫ માં આવતું નથી. તથા ૯મી ગાથામાં કહ્યું હતું કે દ્રવ્યથી ગુણ એકાન્ત ભિન્ન નથી. તે વાત હમણાં દૂર રહો. આગળ ઉપર તે વિચારીશું તેથી હવે તે વિચાર કરવા માટે એકાન્તભેદનું નિરસન આ ૧૬મી ગાથામાં એકાન્ત અભેદવાદી જણાવે છે - આઠમી ગાથામાં દ્રવ્યો આશ્રય છે અને ગુણો તેમાં આશ્રિત છે. સમવાયસંબંધથી દ્રવ્યમાં ગુણો વર્તે છે. આમ કહીને ઘટ-જલની જેમ જે કોઈ દર્શનકારો (નૈયાયિક અને વૈશેષિક તથા દિગંબરો) દ્રવ્ય-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માને છે. તેનું નિયાયિક વૈશેષિકાદિનું) નિરસન કરતાં ભેદભેદ એમ ઉભયવાદી એવું જૈનદર્શન કંઈ પણ કહે તે પહેલાં એકાન્ત અમેદવાદી જ આ ભેદવાદીની સામે પોતાનો માનેલો અભેદપક્ષ કહે છે. એકાન્તભેદવાદીની સામે તેનું ખંડન કરવા માટે એકાન્તઅભેદવાદીનું કથન ગાથા ૧૮માં ગ્રંથકારશ્રી રજુ કરે છે. ત્યારબાદ ગાથા ૧૯માં આ બન્ને એકાન્તવાદીઓના મતનું ખંડન ભેદભેદવાદી એવા ગ્રંથકારશ્રી પોતે જ રજુ કરશે. અને સાપેક્ષ ભેદભેદવાદ જ યથાર્થ છે. તે સિદ્ધ કરશે. Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૧૭-૧૮ આ એકાન્તભેદવાદનું નિરસન અમે પૂર્વે ત્રીજા કાંડની પહેલી અને બીજી ગાથામાં કહી જ દીધું છે. ત્યાં કહ્યું છે કે સામાન્યમાં વિશેષનો, અને વિશેષમાં સામાન્યનો જે વ્યવહાર જગતમાં જણાય છે. તેથી દ્રવ્યથી વિશેષનો કથંચિ ભેદ જેમ છે તેમ તે વિશેષો દ્રવ્યમાં જ હોવાથી કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. જે દર્શનકારો એકાન્ત નિર્વિશેષ (વિશેષ વિનાનું) એવું સામાન્ય માને છે. અને (સામાન્ય વિનાના) કેવલ એકલા વિશેષ છે આમ માને છે. તે દ્રવ્યમાંથી પર્યાયોને કાઢી મુકે છે. અર્થાત્ પર્યાયો વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો છે આવો મિથ્યા અર્થ કરે છે. તેથી તેઓની આ માન્યતા યથાર્થ નથી જગતના વ્યવહારોથી અબાધિત જે જ્ઞાન થાય છે તે જ જ્ઞાન યથાર્થજ્ઞાન કહેવાય છે. ઉલટસુલટ કલ્પનાઓ કરીને જગતના વ્યવહારોને બાધા આવે તેવી મનમાની માન્યતા કલ્પવી તે અયથાર્થજ્ઞાન છે. ટીકામાં કહ્યું છે કે - પાન્તવ્યતિરાવુપમવારો યઃ પુનર્વવ્યાપ ક્રિયાપુ ન यद्यपि पूर्वमेव प्रतिक्षिप्तः, भेदैकान्तग्राहकप्रमाणाभावात् अभेदग्राहकस्य च "सर्वं विश्वमेकं सदविशेषात्, विशेषे वा वियत्कुसुमवदसत्त्वप्रसङग्रात्" इति प्रदर्शितत्वात् । तथापि तत्स्वरूपे दाढर्योत्पादनार्थमुदाहरणमात्र मभिधीयते । આમ એકાન્તભેદનું ખંડન તે બન્ને ગાથામાં કરેલું જ છે. તો પણ “તેવો એકાતભેદ જગતમાં નથી” આ વાત વધુ દઢપણે સમજાવવા માટે (એકાન્ત અમેદવાદી) આવું એક ઉદાહરણ અહીં ગાથા ૧૭-૧૮ માં આપે છે . અર્થાત્ એકાન્તભેદવાદીની સામે તેના એકાન્તભેદવાદને તોડવા માટે એકાત્તઅમેદવાદી એક ઉદાહરણ રજુ કરે છે. મેં ૧૬ ! पिउ-पुत्त-णत्तु-भव्वय-भाऊणं एगपुरिससंबंधो । ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ॥ १७ ॥ जह संबंधविसिट्ठो सो पुरिसो पुरिसभावणिरइसओ । तह दव्वमिंदियगयं, रूवाइविसेसणं लहइ ॥ १८ ॥ સંસ્કૃત છાયા પિતૃ-પુત્ર-નર્મુ-બાય-બ્રાહુનાં પુરુષસમ્બન્ધઃ | न च स एकस्य पितेति शेषकानां पिता भवति ॥ १७ ॥ ૨. મલ્વો વરતાર, “મવ્યો મનેય:'' દેશીનામમાલા ૬-૧૦) આ ભવય” શબ્દ બેનના પુત્ર (ભાણેજ) અર્થમાં વપરાય છે અને શબ્દ છે. તે માને વાચક છે પુષોદરાદિથી મળતી નો મન શબ્દ બને છે. તથા: મચાઃ મપત્ય = : આવો અર્થ કરવો. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮ સન્મતિપ્રકરણ यथा सम्बन्धविशिष्टः सः पुरुषः पुरुषभावनिरतिशयः । तथा द्रव्यमिन्द्रियगतं, रूपादि विशेषणं लभते ॥ १८ ॥ ગાથાર્થ - વિક્ષિત એવા એક પુરૂષનો પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ અને ભાઈની સાથે “સંબંધમાત્ર” છે. આમ માનવું જોઈએ. કારણ કે તે પુરૂષ એકનો પિતા છે તેથી શેષ સર્વેનો તે કંઈ પિતા નથી. / ૧૭ || પુરૂષભાવપણે નિરતિશય (સામાન્યપણે) રહેલો તે પુરૂષ જેમ સંબંધમાત્રને લીધે વિશિષ્ટ (ભિન્ન ભિન્ન) જણાય છે તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું દ્રવ્ય રૂપાદિ વિશેષણને પામે છે. તે ૧૮ / ભાવાર્થ - એકાન્ત ભેદવાદીના પક્ષનું નિરસન કરતા એવા એકાન્ત અભેદવાદી તેની સામે પોતાના પક્ષની રજુઆત કરતાં નીચે પ્રમાણે એક ઉદાહરણ આપે છે. આ કહેનાર એકાત્ત અભેદવાદી છે. તેનું માનવું છે કે પ્રત્યેક દ્રવ્યો દ્રવ્યમાત્ર જ છે. અર્થાત્ સામાન્ય માત્ર જ છે. તેમાં ગુણો કે પર્યાયો જેવું વિશેષતત્ત્વ કોઈ છે જ નહીં દ્રવ્યતવી" દ્રવ્યમાત્ર જ છે. બીજું કંઈ છે જ નહીં. પુદ્ગલદ્રવ્ય જે છે તે દ્રવ્ય માત્ર સ્વરૂપ જ છે. તેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ જેવા ગુણો કે પાંચ પ્રકારનાં સંસ્થાન આદિ પર્યાયો જેવું વિશેષતત્ત્વ કોઈ છે જ નહીં, જેમ એક વૃક્ષ છે. તે મૂળથી ફૂલ-ફળ-બીજ સુધી સર્વ પણ ભાગો વૃક્ષમાત્ર જ છે. પણ વૃક્ષ નામના સામાન્યને છોડીને મૂળ-થડ-શાખા-પ્રશાખાપર્ણ-ફૂલ-ફળ કે બીજ જેવા વિશેષ કોઈ છે જ નહીં. કારણ કે મૂળ પણ આખર તો વૃક્ષ જ છે. થડ પણ આખર તો વૃક્ષ જ છે. શાખા-પ્રશાખા પણ આખર તો વૃક્ષ જ છે આમ સર્વે પણ વિશેષ અંશો આખર તો વૃક્ષાત્મક જ છે. વૃક્ષનામના સામાન્યને છોડીને કોઈ વિશેષ હોય તો બતાવો ! તમને જે કોઈ વિશેષો દેખાય છે તે સર્વે પણ વૃક્ષાત્મક જ છે. એવી જ રીતે હાથ-પગ-મસ્તક-ઉદર આદિ જે કોઈ વિશેષો તમને જણાય છે. તે સર્વે પણ શરીરરૂપ સામાન્ય જ છે. શરીરાત્મક સામાન્યને છોડીને હાથ-પગ આદિ વિશેષો જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. આમ સર્વત્ર સામાન્યમાત્ર જ છે, વિશેષો નથી. તેથી દ્રવ્ય જ માત્ર છે. પણ ગુણ-પર્યાયાત્મક વિશેષસ્વરૂપ કોઈ જુદુ તત્ત્વ જ નથી. આવું એકાન્ત અમેદવાદી (અદ્વૈતવાદી વેદાન્ત આદિ) દર્શનો માને છે. તે દર્શનકારો ભેદવાદીની સામે ઉપરોક્ત દલીલ કરે છે આ બન્નેની લડાઈમાં ભેદભેદવાદી જૈનાચાર્ય હાલ મૌન રહે છે. ભેદવાદીના પક્ષનું ખંડન અમેદવાદી દ્વારા કરાવીને ત્યારબાદ ભેદભેદવાદી ગ્રંથકારશ્રી એકાન્ત અમેદવાદીનું પણ ખંડન કરશે. અને બન્નેનો એકાન્તવાદ ઉચિત નથી. એમ સમજાવશે. તેથી હાલ આ બન્નેની તાર્કિક લડાઈ ભેદભેદવાદી ગ્રંથકારશ્રી માત્ર સાંભળે જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮ જેમ ૪૦/૫૦ વર્ષની ઉંમરનો દેવદત્ત નામનો કોઈ એક પુરૂષ છે. તે ખરેખર વાસ્તવિકપણે પુરૂષમાત્ર રૂપ સામાન્ય જ છે. તે પુરૂષ, કંઈ પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ કે ભાઈ નથી. અર્થાત્ તે પુરૂષમાં પુરૂષત્વ સ્વરૂપ સામાન્યપણું જ છે. પરંતુ પિતા-પુત્રાદિ વિશેષ ધર્મો તેમાં વાસ્તવિક છે જ નહીં. જો તે પુરૂષમાં પિતૃત્વ નામનો વિશેષ ધર્મ પોતાનો સ્વયં હોત તો જેમ સાકરને જ્યાં નાખો ત્યાં ગળપણ જ આપે. તેમ આ પુરૂષની આજુબાજુ કોઈ પણ માણસ ઉભો રાખીએ તો સર્વની સાથે તેનું પિતાપણુ જ દૃષ્ટિ ગોચર થવું જોઈએ એટલે કે આ પુરૂષ એકનો પિતા છે. તેમ તે સર્વનો પણ પિતા જણાવો જોઈએ. કારણ કે તેનામાં તે પિતૃત્વધર્મ સાચો છે અર્થાત્ વાસ્તવિક છે. પોતાનો સહજ છે. એમ તમે માન્યું છે. પણ આવું જણાતું નથી. તેથી તે પુરૂષમાં પુરૂષત્વ નામનું સામાન્ય સ્વરૂપ જેવું છે. તેવો પિતૃત્વ નામનો વિશેષધર્મ છે જ નહીં. માત્ર પુત્રના સંબંધથી તેને પિતાપણે સંસારમાં વ્યવહારાય છે. તેવી જ રીતે તે દેવદત્ત નામના પુરૂષમાં પુત્રત્વ નામનો વિશેષ ધર્મ પણ નથી જ. જો આ ધર્મ હોત તો જેમ તેના પિતાને આશ્રયી “પુત્રત્વ” જણાય છે. તેવી જ રીતે સર્વ પુરૂષોને આશ્રયી તેમાં પુત્રત્વ જણાવું જોઈએ. જેમ વૃક્ષમાં વૃક્ષત્વધર્મ સાચો-યથાર્થ છે તેથી જે કોઈ પુરૂષો તેના તરફ દૃષ્ટિપાત કરે ત્યારે સર્વે પુરૂષોને તે વૃક્ષ જ દેખાય છે. તેમ પુરૂષમાં પુત્રત્વ આદિ ધર્મો જો સાચા વાસ્તવિક હોત, પોતાનામાં સહજપણે જ હોત તો સર્વે પણ પુરૂષોને તેમાં જેમ પુરૂષત્વ ધર્મ દેખાય છે. તેમ તે સાચા પુત્રત્યાદિ ધર્મ પણ દેખાવા જોઈએ. પરંતુ સર્વને આશ્રયી તેમાં પુત્રત્વ જણાતું નથી. તે દેવદત્ત એકનો (પોતાના પિતાનો) જ પુત્ર છે એટલે કંઈ સર્વનો પુત્ર થઈ જતો નથી. દેવદત્તમાં રહેલું પુરૂષત્વ બધાને જણાય છે. તેથી તે ધર્મ તેનો પોતાનો વાસ્તવિક છે. સાચો છે. પરંતુ પુત્રત્વ કે પિતૃત્વ સર્વ પુરૂષોને તેમાં જણાતું નથી. તેથી તે સંબંધમાત્ર વડે કલ્પનાકૃત છે. માટે વ્યવહાર માત્ર જ છે. ટીકામાં કહ્યું છે કે - પિતૃ-પુત્ર-ન-બાય-પ્રાતૃમર્થ ઇસ્ય પુરુષી સમ્બન્ય तेनासावेक एव पित्रादिव्यपदेशमासादयति । न चासावेकस्य पिता पुत्रसम्बन्धतः - इति शेषाणामपि पिता भवति । આ રીતે વસ્તુતત્ત્વ વિચારતાં સર્વત્ર સામાન્યમાત્ર (અભેદ) જ છે. ક્યાંય વિશેષધર્મો (ગુણ અને પર્યાયો ભેદ સ્વરૂપે) જણાતા નથી જ. વિવક્ષિત દેવદત્તનામનો પુરૂષ પોતાના પિતાના સંબંધથી પુત્રત્વપણે, પોતાના પુત્રના સંબંધથી પિતૃત્વપણે પોતાના દાદાની સાથેના સંબંધથી પૌત્રતપણે માત્ર સંસારમાં વ્યવહાર કરાય છે. બાકી તેમાં પુરૂષત્વ નામનો સામાન્યધર્મ જ છે. અભેદ જ છે. પણ ગુણ-પર્યાયો સ્વરૂપ વિશેષો નથી તેથી ભેદ નથી. જેમ પાંચ ફુટ ઉંચો એક પુરૂષ ઉભો છે તે પુરૂષ વાસ્તવિક પણે ઉંચો પણ નથી અને ઠીંગણો પણ નથી. જેવો છે તેવો છે અર્થાત્ પાંચ ફુટ ઉંચાઈવાળો છે. પણ તેની પડખે Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮ સન્મતિપ્રકરણ ત્રણ-ચાર ફુટ ઉંચાઈવાળો પુરૂષ ઉભો રાખીએ તો તે પુરૂષ ઉંચો જણાશે. અને તેની પડખે છ-સાત ફુટ ઉંચાઈવાળો પુરૂષ ઉભો રાખીશું તો ઠીંગણો દેખાશે. આ ઉચાપણુ અને ઠીંગણાપણું પરાપેક્ષિત હોવાથી અને પરને આધીન હોવાથી અસલ પોતાનું સ્વરૂપ નથી. આ જ રીતે પિતૃત્વ-પુત્રત્વ-પૌત્રત્વ આદિ પર્યાયો અને ગુણો પરાપેક્ષિત કલ્પનામાત્ર સ્વરૂપ હોવાથી વાસ્તવિક નથી. હવે જો ગુણ અને પર્યાયો વાસ્તવિક છે જ નહીં તો તેને દ્રવ્યથી જુદા તત્ત્વ તરીકે માનવા, તે ઉચિત નથી. પુરૂષભાવે જ માત્ર રહેલો નિરફથી = વિશેષ ધર્મોરૂપી અતિશય વિનાનો અર્થાત્ સામાન્ય માત્ર રૂપે જ રહેલો આ પુરૂષ, તે પુરૂષમાત્ર જ છે. (વિશેષધર્મોથી યુક્ત નથી.) ફક્ત પુત્ર, પિતા અને દાદા આદિની સાથે જોડાયો છતો તેઓની સાથેના સંબંધથી અનુક્રમે પિતા-પુત્ર-પૌત્ર પણે સંસારમાં વ્યવહારાય છે. કોઈ પુરૂષ રાજાને ત્યાં નોકરીમાં જોડાય એટલે તેને રાજપુરૂષ કહેવાય પણ તે વ્યક્તિમાં રાજપુરૂષત્વ નામનો કોઈ વિશેષ પર્યાય પ્રગટ થતો નથી, પુરૂષત્વ નામનું સામાન્ય જ છે. રાજાના સંબંધથી તે રાજપુરૂષત્વ કહેવાયું. તેમ આ વિવણિત પુરૂષમાં પણ સામાન્ય માત્ર જ છે. ગુણ-પર્યાય સ્વરૂપ વિશેષો જુદા નથી. સંબંધ માત્રથી તેમાં તેવા તેવા સંબંધીપણું કહેવાય છે. આ જ રીતે જગતમાં રહેલાં કેરી આદિ દ્રવ્યો પણ ચક્ષુ નામની ઇન્દ્રિય સાથે જોડો ત્યારે કાળી-નીલી-પીળી ઇત્યાદિ પણે રૂપ નામના ગુણવિશેષને પામે છે. અને ધ્રાણેન્દ્રિય સાથે જોડો ત્યારે સુગંધી દુર્ગધી આવા ગુણવિશેષને પામે છે. રસનેન્દ્રિય સાથે જોડો ત્યારે ખાટીમીઠી ઇત્યાદિ રસાત્મક ગુણવિશેપને પામે છે. પરંતુ તે કેરી આદિ દ્રવ્યોમાં રૂપ-રસ-ગંધસ્પર્શાદિ ગુણો રૂપી જુદુ કોઈ તત્ત્વ નથી. કેરી તે દ્રવ્ય માત્ર જ છે. ઇન્દ્રિયોના સંબંધને લીધે તેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદિ વિશેપો વ્યવહારાય છે. વાસ્તવિકપણે દ્રવ્ય સામાન્ય રૂપ જ છે. વિશેષો છે જ નહી. માત્ર જુદા જુદા સંબંધોને લીધે પરાપેક્ષિત કલ્પના માત્ર જ છે. ટીકામાં કહ્યું છે કે - યથા પ્રતિસMWવિશિષ્ટઃ પિત્રાદ્દિવ્યપદેશમશ્રત્યાયી पुरुषरूपतया निरतिशयोऽपि सन् तथा द्रव्यमपि घ्राण-रसन-चक्षुस्-त्वक्-श्रोत्रसम्बन्धमवाप्य रूपरसगन्धस्पर्शशब्दव्यपदेशमात्रं लभते द्रव्यस्वरूपेणाविशिष्टमपि, न हि शक्रेन्द्रादिशब्दभेदाद् गीर्वाणनाथस्येव रूपादिशब्दभेदाद् वस्तुभेदो युक्तः । પુરૂષ જેમ પિતા-પુત્રાદિના સંબંધવિશેષથી પુત્ર-પિતાપણે સંબંધી બને છે. અસલ સ્વરૂપે તો પુરૂષ જ છે. તેવી રીતે કેરી આદિ પુદ્ગલ દ્રવ્ય પણ ઇન્દ્રિયોની સાથે જોડાયું છતું રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ વિશેષણવાળું (વિશેષધર્મોવાળું) વ્યવહારાય છે. પરંતુ વાસ્તવિક તો તે દ્રવ્યમાત્ર જ છે. ગુણ-પર્યાયાત્મક વિશેષો તેમાં ભિન્ન તત્ત્વરૂપે નથી. આ Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૧૯ ૨૫૭ પ્રમાણે સર્વે પણ દ્રવ્યો દ્રવ્યાત્મક માત્ર રૂપે સામાન્ય જ છે. તેમાં ગુણ-પર્યાયાત્મક કોઈ વિશેષો જુદા નથી. જે કોઈ વિશેષો જણાય છે તે તેવા તેવા સંબંધવિશેષોને લીધે જ જણાય છે. પણ પદાર્થમાં તેના વિશેષો છે અને જણાય છે તેવું નથી. પાંચ ફુટની ઉંચાઈવાળાની આગળપાછળ ઓછી-વધતી ઉંચાઈવાળાને ઉભો રાખો તો આ પુરુષ તમને નાનો-મોટો દેખાશે. પરંતુ તે પુરુષ વાસ્તવિકપણે નાનો-મોટો નથી. ફક્ત પાંચ ફુટની ઉંચાઈવાળો છે. તેવી જ રીતે દ્રવ્યને જુદી જુદી ઇન્દ્રિયો સાથે જોડો છો. તો જુદા જુદા ભાવે જણાય છે. તેથી દ્રવ્યમાં કંઈ વિશેષો આવી જતા નથી. આવા પ્રકારનું એકાન્તઅમેદવાદીનું કથન છે. દ્રવ્યાદ્વૈતવાદ જ છે. ગુણાદિ વિશેષો નથી. દ્રવ્યજાતિ જ માત્ર છે. ગુણ-આદિ કોઈ અન્ય જાતિ નથી. આવા પ્રકારનું કથન એકાન્ત અમેદવાદી એકાન્તભેદવાદીની સામે કહે છે. ૧૭-૧૮ જેમ એકાન્તભેદવાદ યથાર્થ નથી. તેમ એકાત્ત અભેદવાદ પણ યથાર્થ નથી. તેમાં પણ દોષો જ આવે છે. તેથી તે પણ સ્વીકારવા જેવો નથી. આ કારણે હવે ઉભયવાદી (અનેકાન્તવાદી) સિધ્ધાન્તકારશ્રી (જૈન દર્શનકારશ્રી) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી એકાન્ત અભેદવાદીને પણ સમજાવતાં કહે છે કે होज्जाहि दुगुणमहुरं, अणंतगुणकालयं तु जं दव्वं । ण उ डहरओ महल्लो वा होइ संबंधओ पुरिसो ।। १९ ।। भवेद् द्विगुणमधुरं, अनन्तगुणकालकं तु यद् द्रव्यम् । न तु महरको महान् वा, भवति सम्बन्धतः पुरुषः ।। १९ ।। ગાથાર્થ - આ દ્રવ્ય દ્વિગુણમધુર (બમણું મીઠું) છે અને અનંત ગુણ કાળું છે. આવો જે વ્યવહાર થાય છે તે, તથા આ પુરૂષ આ પુરૂષથી નાનો-મોટો છે. આ વ્યવહાર જે થાય છે. તે (વિશેષ માન્યા વિના) કેવલ એકલા સંબંધમાત્રથી ઘટશે નહીં. | ૧૦ વિવેચન - દ્રવ્ય સામાન્ય માત્ર સ્વરૂપ જ જો હોય, અને તેમાં વિશેષ (ગુણ-પર્યાયો) કથંચિત્ જુદા જ ન હોય, તથા આવા એકાન્ત અભેદવાદને (દાન્તિકને) સમજાવવા માટે “વ્યવિય" ઇત્યાદિ પદો દ્વારા તમારા વડે કહેવા પ્રમાણે જુદી જુદી ઇન્દ્રિયોની સાથેના જોડાણથી જ રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ગુણો જો ભાસતા હોય, એટલે કે બાહ્ય ઉપાધિજન્ય જ માત્ર વિશેષ જણાતા હોય, દ્રવ્યમાં પોતાનામાં સ્વતઃ વિશેષ (એટલે આવા ગુણો અને પર્યાયો) જ ન હોય તો એક જ ઇન્દ્રિય સાથે જોડાયેલા બે દ્રવ્યોમાં જે તરતમતા જણાય છે. તે કેમ ઘટશે ? અર્થાત્ નહી જ ઘટે. તે આ પ્રમાણે - જુદાં જુદાં બે આમ્રફળોને (કેરીને) જુદા જુદા કાળે રસનેન્દ્રિયની (જીભની) સાથે જોડી. તે બન્ને કેરીમાં એક કેરી થોડી મધુર લાગી. અને બીજી કેરી પ્રથમની કેરી કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કાડ-૩ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ બમણી (દ્વિગુણ) મધુર લાગી. ત્યાં આ કેરીથી આ કેરી દ્વિગુણ મધુર છે આવો જે સંસારી જીવોને રસનેન્દ્રિય દ્વારા અનુભવ થાય છે તે કેમ ઘટશે ? કારણ કે જો ઇન્દ્રિયના સંજોગે જ વિશેષ ભાસિત થતા હોય પણ દ્રવ્યમાં પોતાનામાં સહજસ્વભાવે વિશેષ ન વર્તતા હોય તો આવા સ્થળે એક જ ઇન્દ્રિયો (રસનેન્દ્રિયનો) કેરી નામના ફળની સાથે સરખો જ સંબંધ છે. તે બન્નેમાંથી એકમાં મહું હોઝાર્દિ = દ્વિગુણમધુરતા અને એકમાં અર્ધમધુરતાનો જે અનુભવ થાય છે. તે ઘટશે નહીં. કારણ કે તમારા મતે તો તે બન્નેમાં કેરી દ્રવ્ય સામાન્ય માત્ર છે અને રસનેન્દ્રિયનો સંયોગ રસને જણાવશે. પણ તેની હીનાધિકાને કોણ જણાવશે ? તમારા મતે દ્રવ્યમાં તો સ્વતઃ તરતમતા છે જ નહીં તેથી આ અનુભવ મેદ ઘટશે નહીં. જો કેરી નામના દ્રવ્યમાં જ અધમધુરતા અને દ્વિગુણમધુરતા સહજ રીતે રહેલ છે એમ માનીએ અને રસનેન્દ્રિયનો સંયોગ તેનો વ્યંજક (જણાવનાર) છે. આમ માનવામાં આવે તો જ આ અનુભવ યુક્તિસંગત થાય. અન્યથા નહીં થાય. માટે દ્રવ્યમાં અધમધુરતા અને દ્વિગુણમધુરતા રૂપ વિશેષો સ્વાભાવિકપણે જ છે. સહજ છે. સ્વતઃ જન્ય છે. વ્યંગ્ય છે અને રસનેન્દ્રિયનો સંયોગ તેનો વ્યંજક છે. આમ માનવું જોઈએ જેમ અગરબત્તીમાં સુગંધ અને નવા ઘટમાં ગંધ સ્વતઃ પોતાનો ગુણ છે. વ્યંગ્ય છે. અને અનુક્રમે પહેલામાં અગ્નિનો સંયોગ અને બીજામાં જલનો સંયોગ તે ગંધનો વ્યંજક છે. આમ માનવું જોઈએ. જો આમ ન માનીએ અને અગ્નિ તથા જલના સંયોગથી જ માત્ર ગંધ થાય છે અને જણાય છે. પણ દ્રવ્યમાં સ્વતઃ સુગંધ કે દુર્ગધ છે જ નહીં આમ જ જો માનવામાં આવે તો તે જ અગ્નિ અને જલનો સંયોગ અગરબત્તી અને - નવા ઘટને છોડીને અન્ય પદાર્થ સાથે કરતાં તેવી વિશિષ્ટ ગંધ તે અન્ય પદાર્થમાં કેમ જણાતી નથી ? માટે માનવું જોઈએ કે આ ગુણો દ્રવ્યના પોતાના સહજ છે. અને ઇન્દ્રિયનો સંયોગ તો માત્ર તે ગુણોનો ભંજક છે. પણ ઇન્દ્રિયોનો સંયોગ કંઈ દ્રવ્યમાં અછતા ગુણોને જણાવનારો બનતો નથી. આવી જ રીતે મidhયં ત = બં = કોઈ પણ બે કાળી વસ્તુઓમાં એક અલ્પ કાળી વસ્તુ છે. અને બીજી વસ્તુ તેનાથી અનંતગુણી કાળી વસ્તુ છે ત્યાં બન્ને કાળી વસ્તુની સાથે ચક્ષુરિન્દ્રિયનો સંયોગ કરો, તો તે સંયોગ તો સમાન જ છે. જો ચક્ષના સંયોગ માત્રથી જ કાળાશની પ્રતીતિ થતી હોય અને વસ્તુમાં પોતાના ધર્મ રૂપે કૃષ્ણગુણ ન હોય (વિશેષધર્મ ન હોય) તો બન્ને કાળી વસ્તુઓની સાથે કાલભેદે કરાયેલો ચક્ષુનો સંયોગ તો સમાન જ છે. જો માત્ર ચક્ષુરિન્દ્રિયના સંયોગથી જ કૃષ્ણગુણાત્મક વિશેષધર્મ ભાસિત થતો હોય તો એક વસ્તુમાં અલ્પકાળાશ અને બીજી વસ્તુમાં અધિકકાળાશ કેમ જણાય ? અને . આવો તરતમતાવાળો અનુભવ તો થાય જ છે. તે માટે કાળાશ નામનો ગુણ (વિશેષ ધર્મ) વસ્તુમાં પોતાનામાં સહજ રીતે જ છે. અને તે પોતાનો જ ગુણવિશેષ છે. સ્વતઃ જન્ય છે. સ્વાભાવિક છે પણ ઇન્દ્રિયના સંબંધ માત્રથી આ ગુણો ઉત્પન્ન થતા નથી કે જણાતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ ૨૫૯ આમ માનવું જોઈએ. અને ચક્ષુના સંયોગને તે રૂપગુણનો વ્યંજક (જણાવનાર) માનવો જોઈએ. એક વસ્તુમાં સ્વતઃ જ ઓછી કાળાશ છે અને બીજી વસ્તુમાં સ્વતઃ જ અધિક કાળાશ છે. જેમાં જે કંઈ હીન અથવા અધિક સ્વતઃ કાળાશ છે. તેનો આ ઇન્દ્રિયસંયોગ વ્યંજક છે આમ માનવું જોઈએ અને એ જ યથાર્થ અને નિર્યાબાધ છે. તેથી સામાન્ય એવુ દ્રવ્ય પોતે જ રૂપાદિ વિશેષોવાળું (ગુણ-પર્યાયવાળું) છે. આમ માનવું જ જોઈએ. કેવળ એકલું સામાન્ય માનવું તે ખોટું છે. ટીકામાં કહ્યું છે કે - દ્રિ નામ/પ્રતિદ્રવ રસના સમ્બન્યા “ર "રૂતિ વ્યવશાત્રमासादयेत् द्विगुणमधुरं रसतः कुतो भवेत् ? तथा नयनसम्बन्धाद् यदि नाम "कृष्णम्" इति भवेत्, अनन्तगुणकृष्णं तत् कुत: स्यात् ? वैषम्यभेदावगतेर्नयनादिसम्बन्धमात्रादसम्भवात्, तथा, पुत्रादिसम्बन्धद्वारेण पित्रादिरेव पुरुषो भवेत् न त्वल्पो महान् वेति युक्तः विशेषप्रतिपत्तेरुपचरितत्त्वे मिथ्यात्वे वा सामान्यप्रतिपत्तावपि तथाप्रसक्तेरिति भावः । ગુણો અને પર્યાયો પદાર્થના પોતાના સ્વતઃ વિશેષ ધર્મો છે. દ્રવ્ય પોતે જ વિશેષ ગુણ-પર્યાયવાળું છે. આવું જ નહીં માનો અને ઇન્દ્રિયોના સંબંધમાત્રથી જ તેમાં આવી વિશેષતા જણાય છે. આમ ઘટાવશો. તો જ્યાં સમાન ઇન્દ્રિય સંયોગ હશે અને વસ્તુના ગુણધર્મો ભિન્નભિન્ન જણાતા હશે ત્યાં શું કરશો? માટે વસ્તુગત ગુણ-પર્યાયો રૂપ વિશેષધર્મોનો અપલાપ કરીને માત્ર ઇન્દ્રિયોના સંયોગજન્ય જે વિશેષતા માનવામાં આવે છે. તે સાચી નથી. બરાબર નથી. પરંતુ દ્રવ્યમાં પોતાનામાં જ આ વિશેષો છે અને તે સ્વાભાવિક પણે જ રહેલા છે. ઇન્દ્રિય સંયોગ તેનો વ્યંજક માત્ર છે. આ જ રીતે એક પુરૂષમાં દર (સંસ્કૃત મદા:) એટલે નાનાપણું (લઘુત્વ) અને મહ (સંસ્કૃતમાં મહાન) એટલે મોટાપણું (ગુરુત્વ) જે જણાય છે. તે જ પુરૂષમાં કાલાન્તરે અનુક્રમે ગુરુત્વ અને લઘુત્વ પણ જણાય છે અને વ્યવહારાય છે તે પણ કેમ ઘટશે? આ વાત વિસ્તારથી આ પ્રમાણે જાણવી. વિવલિત એવો દેવદત્ત નામનો એક પુરૂષ છે. જેની ઉંચાઈ આશરે પાંચ ફુટ છે. તેની પાસે બીજો એક પુરૂષ યજ્ઞદત્ત નામનો ઉભો છે કે જેની ઉંચાઈ છ ફુટ છે. તથા દેવદત્તની બીજી બાજુ ચૈત્ર નામનો ત્રીજો એક પુરૂષ ઉભો છે કે જેની ઉંચાઈ ૪ ફુટ છે. આ રીતે દેવદત્ત-યજ્ઞદત્ત-ચૈત્ર નામના ત્રણ પુરૂષોની ઉંચાઈ અનુક્રમે પ-૬-૪ ફુટ છે. ત્યાં ૧. કુદર એટલે (પદ) નનાનું લઘુ અર્થમાં આ શબ્દ છે. પવિત્પરિપૂનિ જીવવષfજ, પોડશવર્ષાત્ મ તાવઉંદર વૃવતે સમયવિદ્રઃ (અભિધાન રાજેન્દ્ર કોશ ભાગ-૪ પૃષ્ઠ ૧૭૩૪) ૨. પહો એટલે મન્ મોટો, મોટું. (અભિધાન રાજેન્દ્રકોશ ભાગ-૬ પૃષ્ઠ ૧૮૦) Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કાડ-૩ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ દેવદત્તમાં યજ્ઞદત્તની અપેક્ષાએ જે લઘુત્વ (નાનાપણું = હૃસ્વત્વ) જણાય છે અને ચૈત્રની અપેક્ષાએ જે ગુરુત્વ (લાંબાપણુ = મોટાપણું) જણાય છે. તે લઘુત્વ અને ગુરુત્વ આ બન્ને ધર્મો (વિશેષધર્મો) દેવદત્તમાં વાસ્તવિકપણે છે જ. પોતાના સહજ ધર્મો છે. માત્ર બન્ને બાજુના પુરૂષોના સંયોગથી જ જન્ય નથી. ફક્ત તે તે વિશેષધર્મોનો ભંજક અનુક્રમે તે બીજા-ત્રીજા પુરૂષનો સંયોગ છે. જો આમ ન સમજીએ અને આ ધર્મોને માત્ર પરાપેક્ષિત જ સમજીએ અને વાસ્તવિકપણે અછત સમજીએ તો કાલાન્તરે તે વિપરીત બોધ થાય છે તે ઘટશે નહીં. પાંચ ફટવાળો દેવદત્ત શરીરમાં વધારે ઉંચો વધ્યો અને ધારો કે સાત ફૂટની ઉંચાઈવાળો બન્યો. ત્યારે તે જ દેવદત્ત નામનો પ્રથમ પુરૂષ યજ્ઞદત્ત નામના બીજા પુરૂષની અપેક્ષાએ જે પહેલાં લઘુ હતો અને લઘુપણે જણાતો હતો. તે હવે ગુરુપણે જણાય છે. તે કેમ જણાય ? કારણ કે બે નંબરના યજ્ઞદત્તની અપેક્ષાએ જ દેવદત્તમાં લઘુત્વ ધર્મ પ્રથમ હતો પણ વાસ્તવિક તો દેવદત્તમાં કોઈ વિશેષ ધર્મ હતો જ નહીં. આવું કહીએ તો તે પ્રમાણે તમારા મતે તે દેવદત્તમાં કોઈ વિશેષ ધર્મ છે જ નહીં. તે તો સામાન્ય માત્ર જ છે. તો પછી તે દેવદત્ત પાંચ ફુટનો હોય કે સાત ફુટનો હોય પણ છ ફુટની ઉંચાઈવાળા યજ્ઞદત્ત કરતાં તો સદાકાલ લઘુતા જ રહેવી જોઈએ, અને લઘુતા જ દેખાવી જોઈએ. કારણ કે પરાપેક્ષા તો સદા એની એ જ છે. પણ આમ બનતું નથી. એક કાલે યજ્ઞદત્તની અપેક્ષાએ લઘુતા જણાય છે ત્યાં જ કાલાન્તરે ગુરુતા પણ ક્યારેક જણાય છે. તેથી દેવદત્તમાં જ ઉંચાઈ વધવા રૂપ વિશેષધર્મ સ્વતઃ સિધ્ધ થાય છે. માત્ર તેનો વ્યંજક યજ્ઞદત્તનો સંયોગ છે. એવી જ રીતે જે દેવદત્તની ઉંચાઈ ફૂટ છે. તે વૃદ્ધાસ્થાના કારણે કે રૂધિર આદિ ધાતુઓ સુકાવાના કારણે ધારો કે તેની ઉંચાઈ ઘટીને ૩ ફુટ થઈ ગઈ. તો ત્રણ નંબરના ચૈત્રની અપેક્ષાએ જે ગુરુત્વધર્મ દેવદત્તમાં જણાતો હતો તેને બદલે હવે લઘુત્વધર્મ જે જણાય છે. તે પણ કેમ ઘટશે ? અર્થાત્ નહીં ઘટે. કારણ કે તમે દેવદત્તમાં તો કોઈ વિશેષ ધર્મ માનતા જ નથી. માત્ર પરાપેક્ષિત (ત્રીજા પુરૂષને આશ્રયિને) જ ગુરુતા હતી એમ કહો છો. તે પરાપેક્ષા તો કાલાન્તરે પણ તેની તે જ છે. જેવી પહેલાં હતી. તેવી જ હાલ પણ છે. તેથી ગુરુતાને જણાવનારી આ પરાપેક્ષા હવે દ્રવ્યમાં પરિવર્તન માન્યા વિના લઘુતાને જણાવનારી કેમ બને ? જો એમ માનીએ કે દેવદત્તમાં પહેલાં ત્રીજા પુરૂષને આશ્રયી ગુરુતા (પાંચ ફુટ ઉંચાપણું) એ વાસ્તવિક વિશેષ ધર્મ હતો. અને હવે તે જ વિશેષ ધર્મ વૃદ્ધાવસ્થાદિના કારણે રૂધિરાદિ ધાતુઓ સુકાવાથી લઘુતારૂપે પરિણામ પામેલો છે. આમ ગુરુતા અને લઘુતા નામના ગુણો કાલભદે દેવદત્તમાં પરિણામ પામે છે આમ જો માનીએ તો જ આ વાત ઘટી શકે. આમ માનવા જતાં સામાન્યમાં વિશેષ ધર્મ સ્વીકારવા જ રહ્યા. આમ જો Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ કાઠ-૩ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ ૨૬૧ સામાન્યમાં પોતાનામાં જ પોતાના વિશેષ ધર્મો ન માનીએ તો આ વાત ઘટતી નથી. માટે સર્વ સામાન્ય દ્રવ્યો વિશેષોથી ભરેલાં જ છે પણ એકલો અભેદ (સામાન્ય) નથી જ. આ પ્રમાણે જ્યાં જ્યાં એક સરખી સમાન ઇન્દ્રિયગોચરતા હશે એક સરખો ઇન્દ્રિયોનો વિષય હશે ત્યાં જે દ્વિગુણમધુર-અનંતગુણકાળુ વિગેરે જે કંઈ જણાય છે તે વિશેષધર્મો માન્યા વિના ઘટશે નહીં. તથા એક પુરૂષમાં જ અન્યની અપેક્ષાએ જે લઘુતા અને ગુરુતા જણાય છે તે જ વિવક્ષિત પુરૂષમાં કાળાન્તરે તે જ બીજા-ત્રીજા પુરૂષની અપેક્ષાએ જે વૈપરીયતા (ગુરુતા અને લઘુતા) જણાય છે. તે પણ માત્ર પરાપેક્ષાથી નહીં ઘટે. પણ વિચલિત એવા તે દેવદત્ત નામના પુરુષમાં પુરુષત્વ નામના સામાન્યધર્મની જેમ પાંચ ફુટ ઉંચાઈ વાળો, સાત ફુટ ઉંચાઈવાળો અને ત્રણ ફુટ ઉંચાઈ વાળો વિશેષ પરિણામ પણ અવશ્ય થાય જ છે. આમ જ માનવું રહ્યું. અને તે વિશેષધર્મો પણ તે પુરૂષસામાન્યમાં અવશ્ય છે જ. તેથી કોઈ પણ દ્રવ્ય જેમ સામાન્ય ધર્માત્મક સ્વતઃ છે. એ જ રીતે વિશેષધર્માત્મક પણ સ્વતઃ જ છે. માત્ર તે તે વિશેષ ધર્મોના ભંજક આવા આવા અન્યદ્રવ્યના સંજોગો છે. આવા પ્રકારનું વસ્તુસ્વરૂપ છે. અને આવું જ સ્વરૂપ વસ્તુમાં જ છે. તે જ સાચું તત્ત્વ છે. તેથી જેમ સામાન્યપણે અભેદ છે. તેવી જ રીતે વિશેષપણે ભેદ પણ અવશ્ય છે જ. આ ગાથાનો સાર એ છે કે (૧) સમાન જાતિના બે ફળોમાં રહેલી મધુરાદિ રસની તરતમતા, (દ્વિગુણમધુરતાદિ) (૨) સમાન જાતિના બે પદાર્થોમાં રહેલી કૃષ્ણાદિ રૂપની તરતમતા (અનંતગુણ કૃષ્ણતાદિ) સિદ્ધ કરે છે કે પદાર્થોમાં આ ગુણો અને ગુણોની તરતમતા સ્વતઃ સિદ્ધ છે. વાસ્તવિક છે. છતા ભાવો છે. સદ્ ભાવો છે. સ્વયંસિદ્ધ છે. માત્ર તેની વ્યંજકતા વ્યંજકને આધીન છે પણ તે ગુણોનું અને ગુણોની તરતમતાનું હોવાપણું વ્યંજકને આધીન નથી. આ દૃષ્ટાન્ન અચેતનને આશ્રયી છે. અને લઘુતા-ગુરુતાની (દરનો મહ વા) વાત સચેતનને આશ્રયી છે. તેવી જ રીતે દેવદત્ત નામના પુરૂષમાં લઘુતા અને ગુરુતા, તથા કાલાન્તરે આવતી ગુરુતા અને લઘુતા પોતાના સ્વયંસિદ્ધ ધર્મ છે. સહજધર્મ છે. વિશેષ ધર્મ છે. માત્ર તે વ્યંગ્ય ધર્મનો બોધ વ્યંજકને આધીન છે. પણ તે ગુણોનું કે કાલાન્તરે બદલાયેલા ગુણોનું હોવાપણું વ્યંજકને આધીન નથી. અગરબત્તીમાં સુગંધનું હોવાપણું જેમ સ્વતઃ છે. માત્ર તેનું વ્યંજક અગ્નિદ્રવ્ય છે. પણ અગ્નિદ્રવ્યના સંયોગથી અગરબત્તીમાં ગંધ આવતી હોય આમ બનતું નથી. તેમ અહીં સમજવું. / ૧૯ // સામાન્ય (દ્રવ્ય) માત્રમાં વિશેષ (ગુણ-પર્યાયો) સ્વતઃ જ હોય છે. આ પ્રમાણે સિધ્ધાન્તકારે કરેલા વિશેષ ધર્મોના સમર્થનની સામે એકાન્તઅમેદવાદી (એકાન્તસામાન્યવાદી) પોતાના પક્ષનો બચાવ કરતાં કહે છે કે - Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કાષ્ઠ-૩ – ગાથા-૨૦ સન્મતિપ્રકરણ भण्णइ संबंधवसा, जह संबंधित्तणं अणुमयं ते । णणु संबंधविसेसं, संबंधिविसेसणं सिद्धं ॥ २० ॥ भण्यते सम्बन्धवशाद् यथा सम्बन्धित्वमनुमतं तव । ननु सम्बन्धविशेषं, सम्बन्धिविशेषणं सिद्धम् ॥ २० ॥ ગાથાર્થ - એકાન્ત અભેદવાદી વડે બચાવ કહેવાય છે કે હે ઉભયવાદી જૈન આચાર્યશ્રી ! જેમ સામાન્ય સંબંધના વશથી સામાન્ય સંબંધીપણું તમને માન્ય છે. તેમ ખરેખર સંબંધવિશેષના લીધે સંબંધી વિશેષપણુ પણ અવશ્ય સિદ્ધ થાય છે. માની લેવું જોઈએ. || ૨૦ || વિવેચન -ગાથા ૧૮-૧૯ માં સિધ્ધાન્તકારે અભેદવાદીની વાતનો ઉચ્છેદ કરતાં જે કહ્યું કે સમાનજાતિના બે ફળોમાં સમાનપણે ઇન્દ્રિયસંબંધ હોવા છતાં જે ગુણોની તરતમતા સ્વરૂપ વિશેષ જણાય છે અને વિવક્ષિત એવા એક જ પુરૂષમાં તેની સાથેના બીજા-ત્રીજા પુરૂષનો સંબંધ સમાન હોવા છતાં પણ કાલાન્તરે બીજાની સાથે લઘુતાને બદલે ગુરુતા અને ત્રીજાની સાથે ગુરુતાને બદલે લઘુતા જે જણાય છે. તે અન્યદ્રવ્યના સંબંધ માત્રથી તો ન જ ઘટે. પણ વસ્તુમાં પોતાનામાં જ તેવા તેવા ગુણધર્મો વિશેષધર્મો માનવા જોઈએ. આવા પ્રકારની સિધ્ધાન્તકારની વાતની સામે એકાન્ત અભેદવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં આ ગાથામાં જણાવે છે કે - હે આચાર્યશ્રી ! મUU3 = તમે કહેલી વાતની સામે મારા વડે આવા પ્રકારનો ઉત્તર કહેવાય છે કે – જેમ વિવક્ષિત પુરૂષમાં પુત્ર-પિતા અને દાદા આદિના સંબંધોને લીધે અનુક્રમે પિતાપણુ-પુત્રપણુ અને પૌત્રપણુ વિગેરે ભાવો સ્વરૂપ સંબંધીપણુ હોય છે. આ વાત તમને અનુમત (સમ્મત) છે તેની જેમ વિવક્ષિત એવાં કેરી આદિ પુદ્ગલદ્રવ્યોમાં પણ રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયોના સંબંધની વિશેષતાને લીધે સંબંધી (સંબંધ પામેલી) એવી કેરી આદિ વસ્તુમાં રહેલી વિશેષતા (વિવિધતા) પણ પરાપેક્ષિત સિદ્ધ થાય જ છે. સારાંશ એવો છે કે - કોઈ એક દેવદત્ત નામનો પુરૂષ એ ખરેખર તો સામાન્ય પુરૂષમાત્ર જ છે. (સામાન્ય માત્ર જ - દ્રવ્યાàત જ છે). છતાં તેની સામે તેનો પુત્ર ઉભો હોય ત્યારે તે પુત્રની સાથેના સંબંધથી પિતાપણે વ્યવહારાય છે. તેની સામે તેના પિતા ઉભા હોય તો પિતાની સાથેના સંબંધથી પુત્રપણાના સંબંધીપણે વ્યવહારાય છે. તેની સામે તેના દાદા ઉભા હોય તો તે દાદાની સાથેના સંબંધથી પૌત્રપણાના સંબંધી તરીકે વ્યવહારાય છે. આ રીતે પરસ્પરના સંબંધ માત્રથી જેમ તેવા તેવા સંબંધવાળાપણું (સંબંધિત્વ) વ્યવહાર Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૦ ૨૬૩ છે. એટલે કે વિવક્ષિત એવો તે પુરૂષ તો સામાન્ય પુરૂષમાત્ર જ છે. પણ તે પુરૂષ કંઈ જન્મમાત્રથી પિતા પુત્ર કે પૌત્ર ઇત્યાદિ ધર્મોપેતપણે જન્મ્યો નથી. આ સંબંધો તો સંબંધના વિશથી જ માત્ર આરોપાય છે. અને આ વાત તમને પણ સ્વીકાર્ય છે. તથા જેમ એક જ પુરૂષ સામાન્યપણે પુરૂષમાત્ર જ હોવા છતાં પણ લાકડીના સંબંધથી લાકડીવાળો કહેવાય છે. પુસ્તકના સંબંધથી પુસ્તકવાળો કહેવાય છે અને દુધના સંબંધથી દુધવાળો કહેવાય છે. તેવી જ રીતે કેરી આદિ પુદ્ગલ દ્રવ્યો પણ રસનેન્દ્રિયના સંબંધથી રસવાળાં, અને ચક્ષુરિન્દ્રિયના સંબંધથી રૂપવાળાં, અને ધ્રાણેન્દ્રિયના સંબંધથી ગંધવાળાં કહેવાય છે. આમ જ માનો તો ચાલે તેમ છે. ગુણો અને પર્યાયો શા માટે માનવા? વિશેષો નથી જ. તેથી નક્કી થાય છે કે વાસ્તવિક તો સામાન્ય માત્ર જ છે. પુરૂષ તે વાસ્તવિક પુરૂષાદ્વૈત જ છે. છતાં પુત્ર-પિતા-દાદા આદિના સંબંધથી પિતાપુત્ર-પૌત્ર કહેવાય છે. લાકડી-પુસ્તક અને દુધના સંબંધથી લાકડીવાળો-પુસ્તકવાળો અને દુધવાળો જેમ કહેવાય છે તેવી જ રીતે આમ્રફલાદિ દ્રવ્યો પણ દ્રવ્યાàતમાત્ર જ છે. (તેમાં રસ-રૂ૫ ગંધ આદિ ગુણો અને પર્યાયો નથી જ.) છતાં તે તે ઇન્દ્રિયોના સંબંધથી રસ-રૂપ અને ગંધાદિ ગુણોનો અને પર્યાયોનો વિશેષ વ્યવહાર થાય છે. આમ માનીએ તો ચાલે તેમ છે. તો શા માટે દ્રવ્યમાં રહેલા અને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન એવા ગુણ-પર્યાયો છે. આમ માનવું જોઈએ ? અભેદ જ છે આમ કેમ ન મનાય ? તથા વળી આમ્રફલાદિ દ્રવ્યો દ્રવ્યાàત માત્ર જ છે. તેમાં ગુણ-પર્યાય જેવું ભિન્ન તત્ત્વ કોઈ છે જ નહીં. ફક્ત તે તે ઇન્દ્રિયોના સંબંધના વશથી જ રસ-રૂપ-ગંધ આદિ ગુણોવાળાપણું (સંબંધિપણું) તેમાં જણાય છે. આમ માનીએ તો કોઈ દોષ જણાતો નથી. જો આ વાત એકવાર સિદ્ધ થયેલી માનીએ અને સાચી છે. આમ માનીએ તો તેની જેમ જ આ વાત વધારે આગળ પણ સિદ્ધ થાય છે કે જેમ સંબંધ માત્રથી સંબંધિપણું સિદ્ધ થયું તેની જેમ સંબંધની વિવિધતાને લીધે સંબંધિની વિવિધતા પણ આમ જ સિદ્ધ થશે. એમ માની લેવું જોઈએ. એટલે કે જુદા જુદા આમ્રફળનો કાલભેદે રસનેન્દ્રિય સાથે સંબંધવિશેષ ભિન્ન ભિન્ન થયો તેથી તેમાં રસની પણ ભિન્ન-ભિન્નતા જણાઈ. પ્રથમકાલે આમ્રફળનો રસનેન્દ્રિય સાથે જે સંબંધ છે. તે આમ્રફળની અંદરની આમ્લતાને જણાવનારો હતો અને ઉત્તરકાલે થયેલો તે જ રસનેન્દ્રિયની સાથે બીજા આમ્રફળની સાથેનો સંબંધ કાલભદવાળો હોવાથી વિશેષ સંબંધને લીધે મધુરતાને જણાવનારો બન્યો. તથા એકફળની સાથેનો સંબંધ જે પ્રથમકાલે થયો તે અલ્પમધુરતાને જણાવનારો બન્યો અને બીજા ફળની સાથેનો સંબંધ જે બીજાકાલે થયો તે કાલભેદના કારણે દ્વિગુણમધુરતાને જણાવનારો બન્યો. આમ જ માની લઈએ તો ચાલે તેમ છે. આ રીતે ઇન્દ્રિયોની સાથેના સંબંધોની જ વિવિધતાથી વિશેષતાથી) સંબંધી Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કાડ-૩ – ગાથા-૨૧ સન્મતિપ્રકરણ એવા રસ-રૂપ-ગંધ આદિ ગુણો અને પર્યાયો, તથા તેની તરતમતા રૂપ સંબંધિનું વૈવિધ્યપણું (એટલે કે વિશેષપણું) એમ બન્ને પણ જણાઈ જશે. સારી રીતે સિદ્ધ થઈ જશે. તેથી ગુણપર્યાયો ભિન્ન માનવાની હે આચાર્યશ્રી ! જરૂર નથી. ટીકામાં કહ્યું છે કે - સવિશ્વસામાન્યવશાત્ ઃ સમ્બન્ધિત્વામચિમ્ અનુમતિ તવ, ननु सम्बन्धविशेषद्वारेण तथैव सम्बन्धिविशेषोऽपि किं नाभ्युपगम्यते ॥ २० ॥ એકાન્તઅભેદવાદીની આ દલીલ સામે સિદ્ધાન્તકારશ્રી ઉત્તર આપે છે કે - जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण पुण एयं । णयणाइ विसेसगओ, रूवाइ विसेसपरिणामो ॥ २१ ॥ युज्यते सम्बन्धवशात् सम्बन्धिविशेषणं न पुनरेतत् । नयनादिविशेषगतः रूपादिविशेषपरिणामः ॥ २१ ॥ ગાથાર્થ સંબંધના વશથી સંબંધિપણું હજુ ઘટી શકે, પરંતુ પાદિગુણોની વિશેષતાનો પરિણામ નયનાદિ ઇન્દ્રિયોના સંબંધવિશેષથી કરાયેલો છે આ વાત (સંબંધમાત્રથી) ઘટતી નથી. ૨૧ | વિવેચન - પુરૂષમાં લાકડીના સંબંધથી લાકડીવાળાપણું, પુસ્તકના સંબંધથી પુસ્તકવાળાપણું, દૂધના સંબંધથી દૂધવાળાપણું, પુત્રના સંબંધથી પિતાપણું, પિતાના સંબંધથી પુત્રપણું, દાદાના સંબંધથી પૌત્રપણું આ બધા વ્યવહારો જે થાય છે. તેમાં પુરૂષ એ ઉપાદાન કારણ છે. અને લાકડી પુસ્તક-દૂધ-પુત્ર-પિતા અને દાદા આદિ પદાર્થો નિમિત્તકારણ છે. જો કે આ ઉદાહરણોમાં પણ તે તે નિમિત્તકારણોને લીધે પુરૂષનામનું ઉપાદાનકારણ પણ લાકડીવાળાપણે, પુસ્તકવાળાપણે, દૂધવાળાપણે, પિતાપણે, પુત્રપણે અને પૌત્રપણે પરિણામ પામે જ છે. તો જ તેવા તેવા વ્યવહારો થાય છે. ઉપાદાન કારણ અપરિણામી દ્રવ્ય હોય અને નિમિત્તમાત્રના સંબંધથી જ આ વ્યવહારો થતા હોય તેમ બનતું નથી. તે તે ઉદાહરણોમાં પણ ઉપાદાનકારણભૂત એવો તે પુરૂષ લાકડી-પુસ્તક આદિના સંબંધકાળે તેવા તેવા ભાવે પરિણામ પામે જ છે કારણ કે જ્યારે પુરૂષના હાથમાં લાકડી હોય છે ત્યારે “હું લાકડીવાળો છું” આવો ભાવ તેના હૈયામાં પ્રગટે છે અને તે લાકડીના યોગે વિશિષ્ટ બળ પણ તેમાં પ્રગટે છે. એટલે પરિણામી દ્રવ્ય છે છતાં ચૂલવ્યવહારી જીવો વડે ઉપાદાનકારણભૂત પુરૂષમાં આ રૂપાન્તર (પરિણામોત્તર) જલ્દી જલ્દી દૃષ્ટિગોચર થતું નથી. એટલે થોડીવાર માની લઈએ કે લાકડી-પુસ્તક-દુધ-પુત્ર-પિતા અને દાદા આદિ નિમિત્તકારણોના સંબંધમાત્રથી તેવા Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૧ ૨૬૫ તેવા સંબંધિપણું જ છે. અર્થાત્ ઉપાદાનકારણમાં રહેલા પરિણામી સ્વભાવના લીધે જ નિમિત્ત કારણો મળતાં તે તે દ્રવ્ય તેવા તેવા સંબંધિપણે પરિણામ પામ્યું છે છતાં પણ સ્થૂલદૃષ્ટિવાળા જીવો આટલું સૂક્ષ્મ પરિણામ પણ જોઈ-સમજી શકતા નથી. એટલે હાલ પુરતુ માની લઈએ કે માત્ર નિમિત્તોના સંબંધના વશથી તેમાં સંબંધીપણુ જણાય છે. તો પણ નયનેન્દ્રિયના સંબંધમાત્રથી જ આમ્રફળમાં રૂપ જણાય છે અને રસનેન્દ્રિયના સંબંધમાત્રથી જ રસ જણાય છે તથા ધ્રાણેન્દ્રિયના સંબંધમાત્રથી જ તેમાં ગંધ જણાય છે તથા તે તે ગુણોની હીનાધિકતારૂપ તરતમતા પણ તે તે ઈન્દ્રિયોના સંબંધમાત્રથી જ જણાય છે. આ વાતમાં નિમિત્ત માત્રથી જ જણાય છે અને ઉપાદાનમાં તેવા ગુણો નથી કે ગુણોની તરતમતા નથી. આ વાત ઘટતી નથી. અર્થાત્ નિમિત્તમાત્રના સંબંધથી જ ઉપાદાનમાં તેવા તેવા ગુણો ભાસે છે પરંતુ ઉપાદાનમાં વાસ્તવિક તેવા ગુણો અને પર્યાય રૂપ વિશેષ ધર્મો નથી. આ વાત સર્વથા ખોટી છે. કારણ કે જો આમ્રફળમાં પોતાનામાં રૂપગુણ ન હોય અને નયનેન્દ્રિયના સંબંધમાત્રથી જ રૂપવત્તા આવતી હોય તો નીલી-પીળી અને લાલ કેરીની સાથે નયનેન્દ્રિયનો સંબંધ જ્યારે થયો. ત્યારે સર્વત્ર ઉપાદાન અને નિમિત્તના સંયોગ રૂપ સંબંધ સરખો જ છે. સરખુ જ રૂપ જણાવું જોઈએ, ભિન્ન ભિન્ન રૂપ કેમ જણાય ? તથા કાળા રંગવાળી બે વસ્તુની સાથે એક જ કાળે એક સરખો જ નયનેન્દ્રિયનો સંબંધ થયો. તો એક વસ્તુ થોડી કાળી અને બીજી વસ્તુ અનંતગુણી કાળી આમ કેમ જણાય? જો નિમિત્ત માત્રથી જ આ વ્યવહાર થતો હોય તો નયનેન્દ્રિયનો સંબંધ કે જે સંબંધ રૂપને જણાવવામાં નિમિત્ત ભૂત છે. તે તો સર્વત્ર સમાન જ છે. ભિન્ન ભિન્ન રૂપ અને રૂપની વચ્ચે અનંતગણાપણાની તરતમતા કેમ જણાય? તેવી જ રીતે રસનેન્દ્રિયનો કેરીની સાથે સંબંધ સરખો હોવા છતાં દ્વિગુણમધુરતાનો અનુભવ કેમ થાય? અને આવું જણાય તો છે જ. તેથી અવશ્ય માનવું જોઈએ કે ઉપાદાન કારણભૂત એવી કેરીમાં પોતાનામાં તેવા તેવા ગુણો અને તેવી તેવી ગુણોની તરતમતા વાસ્તવિકપણે સ્વયં છે જ, અને તે સ્વતઃ સિદ્ધ પોતાના સહજ સ્વરૂપે ગુણો રહેલા છે અને પર્યાયો નિમિત્ત માત્રથી નથી. ફક્ત નિમિત્તે તેનું વ્યંજક છે. ટીકામાં કહ્યું છે કે - {qસ્થવિશેષવશ યુ સમ્બવિશેષઃ યથા પતિसम्बन्धिविशेषजनितसम्बन्धविशेषसमासादितसम्बन्धिविशेषोऽवगतः । द्रव्याद्वैतवादिनस्तु न सम्बन्धिविशेषः, नापि सम्बन्धविशेषः संगच्छत इति कुतो रसनादिविशेषसम्बन्धजनितो रसादिविशेषपरिणाम: ? । આવી જ રીતે રસનેન્દ્રિયના સંબંધ રૂપ કેવલ એકલા નિમિત્તકારણથી જ રસ અને રસની હીનાધિકતા આવતી હોત તો આમ્બ-મધુરાદિ કેરીઓનો સંબંધ ભિન્ન ભિન્ન પુરૂષોને Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કાર્ડ-૩ – ગાથા-૨૨ સન્મતિપ્રકરણ આશ્રયી રસનેન્દ્રિય સાથે સમાન જ છે. જુદી જુદી કેરીમાં શા માટે જુદો જુદો રસ જણાય? જો નિમિત્તના સંબંધમાત્રથી જ વિશેષો જણાતા હોય તો જ્યાં નિમિત્ત સમાન છે ત્યાં નૈમિત્તિક પણ સમાન જ જણાવું જોઈએ. શા માટે એક કેરી ખાટી અને એક કેરી મધુર જણાય છે ? તથા જુદી જુદી બે કેરીઓમાં પણ એક કેરી અલ્પ મધુર અને બીજી કેરી દ્વિગુણમધુર આવું કેમ જણાય? આવું ન જણાવું જોઈએ એટલે કે જે જણાય છે તે પણ ન જણાવું જોઈએ. જો દ્રવ્ય એ સામાન્યમાત્ર જ હોય તો આવા પ્રકારનો અનુભવભેદ ન થવો જોઈએ. પણ અનુભવભેદ અવશ્ય થાય જ છે. તેથી કેવલ એકલા ઇન્દ્રિયના સંબંધરૂપ નિમિત્તમાત્રથી જ આ ગુણો જણાતા નથી કે ગુણોની તરતમતા પણ જણાતી નથી પરંતુ ઉપાદાનકારણ ભૂત એવી કેરી દ્રવ્યમાં જ પોતાના સ્વભાવથી જ સ્વતઃ સિદ્ધિવાળા ગુણો અને ગુણોની તરતમતા છે અને ઇન્દ્રિયોનો સંબંધ તો ફક્ત તેનો વ્યંજક માત્ર છે. આમ માનવું જોઈએ. સારાંશ કે નિમિત્ત માત્રથી જ ઉપાદાનમાં ગુણોનો કે ગુણોની તરતમતાનો વ્યવહાર કરાય છે આ વાત સાચી નથી પરંતુ ઉપાદાનમાં પોતાનામાં પોતાના સ્વરૂપે જ ગુણો અને ગુણોની હીનાધિકતા રૂપ પર્યાયો સ્વતઃ છે જ અને ઇન્દ્રિયોનો જે આ સંબંધ છે તે તેનો વ્યંજક છે આમ જ માનવું જોઈએ અને જગતનું સ્વરૂપ જ સ્વયં આમ છે એમ સ્વીકારી લેવું જોઈએ. તેથી દ્રવ્ય તથા ગુણ-પર્યાયો, તેમજ સામાન્ય અને વિશેષ તથા અભેદ અને ભેદ બન્ને સાથે જ છે. સ્વતઃ સિદ્ધ જ છે. દ્રવ્ય પોતે જ સ્વયં ગુણ અને પર્યાયવાળું છે. દ્રવ્યથી ગુણપર્યાયો કથંચિ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. આવું જ જગતનું સ્વરૂપ છે અને તે સ્વયં અનાદિ સિદ્ધ છે. ઇન્દ્રિયો આદિના સંબંધો તેના વ્યંજક માત્ર છે. આમ સ્વીકારવું જોઈએ. તે ૨૧ | આ બાબતમાં એકાન્તઅમેદવાદી ફરીથી પ્રશ્ન કરે છે અનેકાન્તવાદીને પણ રૂપરસાદિ ગુણોની અને દ્વિગુણાદિ તરતમતાદિની પરિણતિ કેમ ઘટશે ? તે પ્રશ્ન તથા 'સિદ્ધાન્તકારશ્રી તે પ્રશ્નનો ફરીથી યથોચિત ઉત્તર આપે છે તે આ ગાથામાં જણાવે છે - भण्णइ विसमपरिणयं, कह एवं होहिइ त्ति उवणीयं । तं होइ परनिमित्तं, ण वत्ति एत्थत्थि एगंतो ॥ २२ ॥ भण्यते विषमपरिणतं कथमेतद् भविष्यतीत्युपनीतम् । तद् भवति परनिमित्तं न वेति अत्रास्त्येकान्तः ॥ २२ ।। ગાથાર્થ - આ દ્રવ્ય વિષમ (ભિન્ન ભિન્ન) પરિણતિવાળું બને છે આ પ્રમાણે કેમ કહેવાય છે ? તે દ્રવ્ય પરનિમિત્તે પરિણામ પામે છે. એમ પણ કહેવાય છે. અને પરનિમિત્તે જ પરિણામ પામે આવા પ્રકારનો એકાન્ત અહીં નથી. // ૨૨ / Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૨ ૨૬૭ વિવેચન - સિધ્ધાન્તકાર (ગ્રથકાર શ્રી સિદ્ધસેનજી મહારાજશ્રીએ) ઉપરની બન્ને ગાથામાં ઘણા જ વિસ્તારથી સમજાવ્યું છે કે દ્રવ્ય પોતે પોતાના ભાવે સહજપણે જ ગુણોવાળું અને ગુણોની તરતમતા વાળું છે. માત્ર તે ગુણોનો અને તે તે ગુણોની તરતમતાનો વ્યંજક તેવો તેવો ઇન્દ્રિયાદિનો સંબંધવિશેષ છે. જેને સંબંધ વિશેષ કહેવાય છે. પુરૂષ પોતે જ પિતૃત્વ-પુત્રત્વ, પૌત્રત્વ આદિ ધર્મપણે પરિણમ પામ્યો છે. તેથી તે તે ધર્મ વાળો સ્વાભાવિકપણે છે જ, સામે રહેલાં પાત્રો તે પુરૂષના તે તે ધર્મના વ્યંજક તત્ત્વો છે. લાકડીવાળાપણું, પુસ્તકવાળાપણું અને દુધવાળાપણું આવા આવા પર્યાયો તે તે પુરૂષમાં સહજપણે પ્રગટેલા છે જ. લાકડી-પુસ્તક અને દૂધ તેના વ્યંજક પદાર્થો છે. કેરીમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ ગુણો, તથા તે તે ગુણોની હીનાધિકતા સ્વરૂપ તરતમતાપણાના પર્યાયો સહજ પણે પુગલમાં પ્રગટેલા છે જ. ઇન્દ્રિયોના સંબંધથી તે તે ગુણો પ્રગટ થતા નથી. પરંતુ ઇન્દ્રિયોનો સંબંધ તો તે તે ગુણોનો અને ગુણોની તરતમતાનો વ્યંજક માત્ર છે. જીવ અને અજીવ દ્રવ્યો પોતે જ પોત પોતાના ગુણોવાળા અને તે તે ગુણોની હીનાધિકતામાં સ્વયં પરિણામ પામનારાં પરિણામી દ્રવ્યો છે. દ્રવ્યમાં પોતાનામાં જ તે તે ગુણો અને પર્યાયો સ્વતઃ છે. સંબંધો તો તેના વ્યંજક માત્ર છે. પણ સંબંધો તે તે ગુણોના કે ગુણોની તરતમતાના ઉત્પાદક નથી. આ પ્રમાણે અત્યન્ત સ્પષ્ટ જ્યાં સમજાવવામાં આવ્યું છે. ત્યાં એકાન્ત અમેદવાદી ફરીથી શિષ્યભાવે પ્રશ્ન કરે છે કે - સંબંધો જો વ્યંજક જ હોય અને ગુણો તથા ગુણોની હીનાધિકતા દ્રવ્યમાં સ્વાભાવિક રૂપે પોતાની જ હોય, તો એકદ્રવ્ય એકકાલે જુદા ગુણવાળું અને તે જ દ્રવ્ય બીજાકાલે જુદા ગુણવાળું આમ વિષમ પરિણતિવાળું કેમ થાય છે ? જેમકે એક કેરી પ્રથમકાલે આસ્ફરસવાળી અને નીલગુણવાળી જણાય છે. તે જ કેરી કાલાન્તરે મધુરરસવાળી અને પીતવર્ણવાળી જણાય છે તે કેમ ઘટશે? કારણ કે જે કેરીમાં પ્રથમ જે આસ્ફરસ અને નીલવર્ણ હતો. તે જો તેનો પોતાનો ગુણ છે અને તે આ ગુણ સ્વાભાવિક છે. તો ગુણ એ સહભાવી ધર્મ હોવાથી સદા રહેવો જોઈએ. બદલાવો ન જોઈએ તેથી આમ્લ મટીને મધુર અને નીલ મટીને પીત ન થવો જોઈએ. અને થાય તો છે જ. માટે આ આમ્લતા, નીલતા, મધુરતા અને પીતતા એ કેરીના સ્વાભાવિક મૂલભૂત ગુણો નથી. સહભાવી રહ્યા નથી પણ પરિવર્તન પામ્યા છે માટે, આ રીતે આ ધર્મો સહભાવી ન હોવાથી દ્રવ્યના પોતાના નથી. પરંતુ તે તે ધર્મો તો પરના નિમિત્તે જ આરોપાયેલા માત્ર છે. જો પોતાના સ્વાભાવિક ગુણો હોત તો આવુ બદલાવાપણું (વિષમ પરિણતિપણું) કેમ ઘટે ? જો ગુણ-પર્યાયો દ્રવ્યનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ હોત તો સહભાવી હોવાથી તે તે દ્રવ્ય સદા તેવું ને તેવું જ રહે. પણ વિષમ પરિણતિવાળું કેમ બને ? અને વિષમ પરિણતિવાળું તો બને જ છે. તેથી દ્રવ્ય પોતે ગુણ-પર્યાયવાળું નથી. પણ તે ગુણો પરનિમિત્તક જ માત્ર છે. શિષ્ય આવો પ્રશ્ન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૩ – ગાથા-૨૨ સન્મતિપ્રકરણ તે પ્રશ્નનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે કે કોઈ પણ દ્રવ્ય પોત પોતાના અનંત ગુણોથી સદા કાલ સહજપણે (પારિણામિકભાવે) જ ભરેલું છે. દ્રવ્ય અને ગુણોનો તાદાત્મ્ય સંબંધ છે પણ સમવાય સંબંધ નથી અને તે દ્રવ્ય, ગુણ-પર્યાયો, અને તેઓનો તાદાત્મ્ય સંબંધ આ તે સર્વે સ્વયં છે અને અનાદિ અનંત છે. સાથે સાથે તે સર્વે દ્રવ્યો પરિણામી સ્વભાવવાળાં પણ છે. આમ હોવાથી તે તે ગુણોની હાનિ-વૃદ્ધિ થવારૂપ અથવા પરિણામાન્તર થવારૂપ ઓઘશક્તિ અને સમુચ્ચિતશક્તિ સ્વરૂપ ઉર્ધ્વતાસામાન્ય તે તે ઉપાદાન દ્રવ્યમાં પોતાનામાં છે. આ રીતે ઉપાદાનકારણ ભૂત મૂલદ્રવ્યમાં પરિણામાન્તર પામવાની બન્ને પ્રકારની શક્તિ છે. અને બાહ્ય સંજોગો (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ) તેમાં નિમિત્તભાવે એટલે કે વ્યંજકભાવે સહકારી કારણ બને છે. જેમ તલમાં તેલશક્તિ ઉપાદાનભાવે રહેલી જ છે. અને ઘાણીનો સંયોગ તે તેલને આવિર્ભાવે પ્રગટ કરવામાં નિમિત્તભાવે સહકારી કારણ બને છે. એકલી ઉપાદાનશક્તિથી કે એકલી નિમિત્તશક્તિથી કાર્ય થતું નથી. ઘાણીનો સંયોગ હોય પણ રેતી હોય તો તેમાંથી તેલ નીકળતું નથી. તેવી જ રીતે તલ હોય પણ ઘાણીના સંયોગ વિના તેલ નીકળતું નથી, દૂધમાં દહીં બનવાની ઉપાદાનશક્તિ છે અને છાશનો સંયોગ તેમાં નિમિત્તભાવે કામ કરે છે. જે ઉપાદાનમાં દહીં બનવાની ઉપાદાનશક્તિ નથી તેમાં છાશનો સંયોગ દહીં બનાવી શકતું નથી. જેમ પાણીમાં છાશનો સંયોગ દહીં બનાવી આપતું નથી. તેમજ દૂધમાં દહીં બનવાની શક્તિ હોવા છતાં છાશના સંયોગ સ્વરૂપ નિમિત્ત વિના દહીં કાર્ય બનતું નથી. ૨૬૮ આ રીતે જગતમાં જે કોઈ કાર્યો થાય છે તેમાં ઉપાદાન કારણમાં રહેલી કાર્ય થવાપણાની ઉપાદાનશક્તિ અને બાહ્યસંજોગોમાં રહેલી નિમિત્તભાવે નિમિત્ત બનવાની નિમિત્તભૂત શક્તિ આમ ઉભયના મીલનથી દ્રવ્યમાં વિષમપરિણતિ (નવા નવા પર્યાયોની ઉત્પત્તિ) થાય છે. દ્રવ્યમાં થતા ગુણાશ્રિત જે કોઈ પર્યાયો થાય છે તે સર્વે કેવલ બાહ્યસંજોગ માત્રથી જ થતા નથી તથા જે કોઈ વિષમપરિણતિ બને છે. તે પણ માત્ર બાહ્ય સંજોગોથી જ બનતી નથી. એટલે કે કેવલ પર નિમિત્ત જ નથી. તેમ જ કેવલ આન્તરિક ઉપાદાનશક્તિ માત્રથી પણ થતા નથી. એટલે કેવલ સ્વશક્તિ જ્ન્મ કે કેવલ પરનિમિત્ત શક્તિજન્ય નથી. પણ ઉભયજન્ય પર્યાયો છે. ઉપાદાન કારણની ઉપાદાનશક્તિથી અને નિમિત્ત કારણની નિમિત્તશક્તિથી જ સર્વે પર્યાયો બને છે. એટલે આ બાબતમાં મૂલ ગાથામાં સ્પષ્ટ જ કહ્યું છે કે - तं होइ परनिमित्तं ण वत्ति, एत्थात्थि एगंतो દ્રવ્યમાં તે તે જે વિષમપરિણતિ (ભિન્ન ભિન્ન પર્યાય પણે જે પરિણમન) થાય છે. તે પરિનિમિત્તક પણ છે. પરંતુ પનિમિત્તક જ હોય આવો એકાન્ત નથી. સારાંશ કે Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨૨ ઉપાદાનશક્તિથી અને બાહ્યકારણભૂત નિમિત્તગત શક્તિથી પર્યાયની પરિણતિ થાય છે. બાહ્યકારણભૂત નિમિત્તગતશક્તિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ નિમિત્ત સમજવા. - પુરૂષમાં પિતૃત્વભાવે, પુત્રત્વભાવે, પૌત્રત્વભાવે પરિણામ પામવાની સ્વયંસિદ્ધ ઉપાદાનશક્તિ છે. તેમાં પુત્ર-પિતા અને દાદા રૂપ બાહ્યનિમિત્તો નિમિત્તભાવે કારણ બને છે. લાકડીવાળાપણે, પુસ્તકવાળાપણે, દૂધવાળાપણે પરિણામ પામવાની ઉપાદાનશક્તિ પુરૂષમાં સ્વયં પોતાની છે અને લાકડી પુસ્તક તથા દૂધના સંજોગો રૂપ બાહ્યનિમિત્તો તેમાં નિમિત્તકારણ બને છે. આવી જ રીતે કેરી દ્રવ્યમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ મૂળભૂત ગુણો પોતાના છે. સહજસિદ્ધ છે. અનાદિ-અનંત છે. પરંતુ તેની વિષમ પરિણતિ (તે તે ગુણોનું જુદા-જુદા રૂપે પરિણામ પામવું પરિણામાતર થવું) તે પથાય છે. રૂપ એ ગુણ છે. નીલાપણું પીળાપણું એ પર્યાય છે. રસ એ ગુણ છે. આમ્લતા અને મધૂરતા એ પર્યાય છે. નીલાપણામાંથી પીળાપણે અને આમ્લતામાંથી મધુરતારૂપે પરિણામ પામવાની શક્તિ ઉપાદાનકારણભૂત કેરી દ્રવ્યમાં સ્વયંસિદ્ધ છે જ. અને તેના આવિર્ભાવમાં તૃણાદિસંજોગો રૂપ દ્રવ્ય, તેને અનુરૂપ ગરમીવાળું ક્ષેત્ર, ગ્રીષ્મઋતુ રૂપ કાલ, અને તેવા પ્રકારના વાતાવરણ રૂપ ભાવ તેમાં કારણ બને છે. આ રીતે પરનિમિત્તે પર્યાયો થાય છે. છતાં ક્યારેક પરનિમિત્તે જ થાય એવો નિયમ નથી, પરનિમિત્ત વિના પણ થાય છે સ્વરૂપ જ નિમિત્ત બને છે. જેમકે કોઈક કેરી તૃણાદિથી પાકે છે અને કોઈક કેરી સ્વયં પણ પાકે છે. આ રીતે જીવદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો પોતાના છે. સ્વયંસિદ્ધ છે. તે અનાદિ અનંત છે. સહભાવી ધર્મ છે. પરંતુ તે જ્ઞાનાદિ ગુણો ઉપર કર્મનું આવરણ હોવાથી તે જ્ઞાનાદિગુણોની હાનિ-વૃદ્ધિ થવામાં જ્ઞાનની-જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના અને આરાધના રૂપ બાહ્યનિમિત્ત કારણની શક્તિ પણ કામ કરે છે. કેવલ એકલી ઉપાદાનશક્તિથી કે કેવલ એકલી નિમિત્તશક્તિથી દ્રવ્યમાં વિષમ પરિણતિ થતી નથી. આ રીતે ગુણો એકદ્રવ્ય આશ્રિત છે. પણ તેની પર્યાયરૂપે પરિણતિ ઉપાદાન-નિમિત્ત એમ ઉભયકારણજન્ય છે. પણ જેમ નિમિત્ત બને છે તેમ ક્યારેક સ્વરૂપ પણ નિમિત્ત બને છે. તે માટે કોઈ એકથી જ પર્યાય થાય છે આવો એકાન્ત નથી. ટીકામાં કહ્યું છે કે - શીતUાસ્પર્શવસૈદ્રા વિરોથાત્ મળ્યતે પત્ર ડાહ્મહત્ની विषमपरिणतिः कथं भवति ? इति परेण प्रेरिते उपनीतं = प्रदर्शितमाप्तेन - तद् भवति परनिमित्तम् - द्रव्यक्षेत्रकालभावानां सहकारिणां वैचित्र्याद् कार्यमपि वैचित्र्यमासादयति, तद्-आम्रादि वस्तु विषमरूपतया परनिमित्तं भवति । न वा परनिमित्तमेव इत्यत्रापि एकान्तोऽस्ति, स्वरूपस्यापि कथञ्चिनिमित्तत्वात् । तन्न द्रव्याद्वैतैकान्तः सम्भवी । Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કાડ-૩ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ તથા જીવમાં કે પુદગલાદિ કોઈ પણ અન્ય દ્રવ્યમાં જે કોઈ વિષમપણે પર્યાયપરિણતિ થતી દેખાય છે તે સઘળી ગુણોને આશ્રયીને જ થાય છે અને દ્રવ્યમાં થાય છે. હીનાધિકતા થવારૂપ, અથવા તરતમતા થવારૂપ, અથવા નીલ-પીતાદિભાવે પરિણામાન્તર થવારૂપ જે કોઈ પર્યાયપરિણતિ છે. તે સર્વે ગુણો સંબંધી જ હોય છે. અને દ્રવ્યમાં જ થાય છે. આ રીતે કેરી દ્રવ્યમાં આમ્લતા મટીને મધુરતા, અને નીલતા મટીને પીતતા થવા રૂપ ગુણોની પર્યાયપરિણતિ ઉપાદાનશક્તિ અને બાહ્ય સંજોગોરૂપ નિમિત્ત શક્તિ આમ ઉભયશક્તિ જન્ય છે. તથા દ્રવ્યનો પણ તેવો તેવો પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી દ્રવ્યમાં આ પ્રમાણે ગુણોનું પરિણમન ચાલુ જ રહે છે. માટે જ સર્વે દ્રવ્યો “પરિણામી નિત્ય” છે કેવલ એકલું નિત્ય કે કેવલ એકલું અનિત્ય નથી. - આ જ રીતે દ્રવ્યમાં રહેલા પર્યાયો પણ અનાદિ-અનંત પણ છે. અને સાદિ-સાન્ત પણ છે. આવિર્ભાવની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. અને ઉર્ધ્વતાશક્તિની અપેક્ષાએ તિરોભાવે દ્રવ્યમાં પર્યાયો સદા હોવાથી અનાદિ-અનંત છે. સત્તાગત રૂપે તે તે દ્રવ્યમાં તેવા તેવા પર્યાયો અનાદિકાળથી સહજપણે રહેલા જ છે. જે કેવલીપરમાત્મા જાણે છે. અને દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવ પાકતાં તેવાં તેવાં બાહ્યનિમિત્તો મળતાં તે તે પર્યાયો આવિર્ભાવ પામે છે. આ રીતે દ્રવ્ય પણ નિત્યાનિત્ય અને પર્યાયો પણ નિત્યાનિત્ય છે. સર્વે ભાવો ઉભયભાવવાળા અને ત્રિપદીમય છે. કેટલાક સ્થૂલ બુદ્ધિવાળા જીવો દ્રવ્યને અનાદિ-અનંત હોવાથી નિત્ય અને પર્યાયો સાદિ-સાન્ત હોવાથી અનિત્ય માને છે. પણ તે વાસ્તવિક નથી અને સાચું પણ નથી. ર૨/ અહીં સુધી એકાન્તઅભેદવાદીની સામે અનેક યુક્તિઓ જણાવી તેના એકાન્તઅભેદનું નિરસન કર્યું. હવે વળી કોઈ કોઈ એકાન્તભેદવાદી દર્શનકારો દ્રવ્ય અને ગુણનો એકાન્તભેદ સમજીને દ્રવ્યનું લક્ષણ કેવળ ધ્રિવ્ય અને ગુણનું લક્ષણ કેવલ ઉત્પાદ વ્યય કરે છે. તેની સાથેની સમાલોચના - दव्वस्स ठिई जम्मविगमा य, गुणलक्खणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ, तं णो उ दवियस्स ॥ २३ ॥ दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज । जइ मुत्ता परमाणू, णत्थि अमुत्तेसु अग्गहणं ॥ २४ ॥ સંસ્કૃત છાયા द्रव्यस्य स्थितिजन्मविगमौ च, गुणलक्षणमिति वक्तव्यम् । एवं सति केवलिनो युज्यते तद् न तु द्रव्यस्य ।। २३ ।। For Personal and Private Use Only Jain Educationa International Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૨૩-૨૪ द्रव्यार्थान्तरभूता मूर्ता अमूर्ताश्च ते गुणा भवेयुः । यदि मूर्ताः परमाणवो न सन्त्यमूर्तेष्वग्रहणम् ॥ २४ ।। ગાથાર્થ - “સ્થિતિ” (ધ્રૌવ્ય) એ દ્રવ્યનું લક્ષણ છે. અને ઉત્પત્તિ અને નાશ એ ગુણનું લક્ષણ છે. આમ એકાન્તભેદવાદી કહે છે. પરંતુ આમ હોતે છતે કેવલી ભગવાનમાં આ લક્ષણ ઘટે છે. પરંતુ અણુ આદિ દ્રવ્યમાં આ લક્ષણ સંભવતું નથી. // ૨૩ // તથા વળી દ્રવ્યથી અર્થાન્તરભૂત માનેલા એવા તે ગુણો શું મૂર્તિ છે ? કે શું અમૂર્ત છે? જો મૂર્ત હોય તો પરમાણુ તે પરમાણુ છે. આમ નહીં ઘટે. અને જો ગુણો અમૂર્ત હોય તો ઘટપટાદિ સ્થૂલ પદાર્થોનું અગ્રહણ થશે. // ૨૪ || વિવેચન - નૈયાયિક - વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો એકાન્તભેદવાદી છે. તેઓ ગુણોને માને છે ખરા, પરંતુ દ્રવ્યથી ગુણો અને ગુણોથી દ્રવ્યોને એકાન્ત ભિન્ન માને છે. અને સમવાયસંબંધ વડે દ્રવ્યમાં ગુણો જોડાયેલા છે આમ માને છે. દ્રવ્ય આધાર છે અને ગુણા આધેય છે. આવી એકાન્તભેદની માન્યતા દૃઢ હોવાથી “સ્થિતિ” એ દ્રવ્યનું લક્ષણ છે અને ઉત્પત્તિ-વિનાશ એ ગુણનું લક્ષણ છે આમ કહે છે. (અહીં ગુણ એટલે ગુણો અને ગુણસંબંધી પર્યાયો સમજવા.) દ્રવ્ય અનાદિથી છે અને અનંતકાલ રહેનાર છે તેથી “સ્થિતિ” અર્થાત્ ધૃવત્વ-સદા રહેવાપણું આ દ્રવ્યનું લક્ષણ છે. તથા ગુણ-પર્યાયો આવે છે અને જાય છે. જેમ જીવદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો ક્ષયોપશમાનુસાર વધે છે અને ઘટે છે. પુદ્ગલદ્રવ્યમાં નીલ પીતાદિ-તથા આમ્લ-મધુરતાદિ ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી ઉત્પત્તિ અને વિનાશ એ ગુણનું લક્ષણ છે. આ પ્રમાણે એકાન્તભેદવાદી તૈયાયિકાદિ કેટલાક દર્શનકારી સ્થિતિ એ દ્રવ્યનું લક્ષણ અને જન્મ-મરણ (ઉત્પાદ-વ્યય) એ ગુણ-પર્યાયનું લક્ષણ છે. આમ કહે છે. ઉપરોક્ત દ્રવ્ય-ગુણનાં લક્ષણોમાં દોષ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - દ્રવ્ય અને ગુણનાં આવાં લક્ષણ કરીએ તો આ લક્ષણ કેવલી પરમાત્મામાં સંભવે છે. પરંતુ પરમાણુ આદિ અન્ય દ્રવ્યમાં સંભવતું નથી. કારણ કે કેવલી ભગવાન વીતરાગ હોવાથી કેવલાત્મ ભાવે સ્થિત જ હોય છે. તેમના જ્ઞાનમાં ચેતનાચેતન સઘળા પદાર્થો જણાય છે પરંતુ પોતે તે ભાવે પરિણામ પામતા નથી. તથા ચેતનાચેતન સઘળા પદાર્થો શેયરૂપે (જ્ઞાનમાં જણાવા રૂપે) ઉત્પન્ન થાય છે અને અજ્ઞેયરૂપે (જ્ઞાનમાં ન જણાવા રૂપે) નાશ પામે છે. આ રીતે કેવલીમાં આ લક્ષણ ઘટે છે. પરંતુ પરમાણુ આદિ દ્રવ્યમાં આ લક્ષણ ઘટતું નથી. કારણ કે જેમ ગાયમાં અશ્વની ઉત્પત્તિ હોતી નથી અને અશ્વમાં ગાયની ઉત્પત્તિ હોતી નથી કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કાર્ડ-૩ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ કે તે અત્યંત ભિન્ન છે. તેવી જ રીતે પરમાણુદ્રવ્ય અને રૂપાદિગુણોનો અત્યન્તભેદ માને છતે પરમાણુમાં રૂપરસાદિ ગુણો ઉત્પન્ન થશે નહીં અને પૂર્વગુણી ત્યાં છે જ નહીં તેથી તેનો નાશ પણ ત્યાં સંભવશે નહીં. તેથી પરમાણુમાં આ લક્ષણ ઘટતું નથી. તથા ગુણ-પર્યાય વિનાનું આ દ્રવ્ય પણ આકાશપુષ્પની જેમ સર્વથા અસત્પણાને પામશે. અથવા સકલજોયને જાણનારા કેવલીમાં પણ આ લક્ષણ ઘટશે નહીં. કારણ કે ગુણગુણીનો અત્યન્તભેદ માને છતે ગુણો વિનાનું કેવલ એકલું ગુણીદ્રવ્ય, અને આધારભૂત ગુણીદ્રવ્ય વિના કેવલ એકલા ગુણો અસત્યણાને જ પામે છે. હવે જો ગુણ અને ગુણી ખરશ્ચંગની જેમ સર્વથા અસત્ જ છે. તો પછી તેમાં કોઈ પણ પ્રકારનું લક્ષણ સંભવે જ કેવી રીતે ? ટીકામાં કહ્યું છે કે – દ્રવ્ય તૈક્ષUાં સ્થિતિ:, ગન્મવિલામ નક્ષU TUIનામું, પર્વ सति केवलिनो युज्यते एतल्लक्षणम्, तत्र किल केवलात्मना स्थिते एव चेतनाचेतनरूपा अन्ये अर्था ज्ञेयभावनोत्पद्यन्ते, अज्ञेयरूपतया च नश्यन्ति । न तु द्रव्यस्याण्वादेर्लक्षणमिदं युज्यते, न हि अणौ रूपादयो जायन्ते अत्यन्तभिन्नत्वात् गव्यश्वादिवत् । अथवा केवलिनोऽपि सकलज्ञेयग्राहिणो नैतल्लक्षणं युज्यते, न चापि द्रव्यस्य अचेतनस्य, गुणगुणिनोरत्यन्तभेदेऽ सत्त्वापत्तेः असतोश्च खरविषाणादेरिव लक्षणाऽसम्भवादिति ॥ ટીકાનો પાઠ ઉપર મુજબ હોવાથી અમે તે પ્રમાણે અર્થ લખ્યો છે છતાં અહીં બીજો પણ આવા પ્રકારનો અર્થ સંભવે છે કે - આ બન્ને લક્ષણો કેવલ એક-એકમાં જ ઘટે છે અર્થાત્ ગુણશૂન્ય એવા ધર્મી દ્રવ્યમાં સ્થિતિ, અને દ્રવ્ય શૂન્ય (આધારશૂન્ય) એવા ગુણાત્મક ધર્મમાં ઉત્પત્તિ-વિનાશ હોય છે. પરંતુ ઉત્પત્તિ-વિનાશ અને ધૃવત્વ આમ ત્રિપદીયુક્ત લક્ષણ એકમાં (ગુણમાં કે દ્રવ્યમાં) ક્યાંય ઘટતું નથી. તથા વળી આમ માનવાથી દ્રવ્યથી ગુણોનો અને ગુણોથી દ્રવ્યોનો એકાન્તભેદ જ સિદ્ધ થાય છે. પરંતુ પદાર્થોનું તેવું સ્વરૂપ નથી. “આ ઘટ લાલ છે” “આ સોનું કુંડલ બન્યું” ઇત્યાદિ રૂપે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો અભેદસંબંધ પણ છે તેથી ધર્મી એવું દ્રવ્ય જેમ સ્થિતિધર્મવાળું છે તેમ સમયે સમયે નવા નવા ગુણ-પર્યાય સ્વરૂપે દ્રવ્ય પોતે જ પરિણામ પામતું હોવાથી ઉત્પત્તિ-વિનાશ ધર્મવાળું પણ દ્રવ્ય છે. તેથી ત્રિપદીમય છે. તેવી જ રીતે ગુણ-પર્યાયો પણ ઉત્પત્તિ વિનાશવાળા તો છે જ પરંતુ તિરોભાવે દ્રવ્યમાં સૈકાલિક સંબંધવાળા હોવાથી ધ્રુવ પણ છે જ. દ્રવ્યમાં અતીત અને અનાગત પર્યાયો પણ તિરોભાવે અનાદિ-અનંત રૂપે પડેલા છે. માટે ધ્રુવ પણ અવશ્ય છે જ. આ રીતે ધર્મી એવું દ્રવ્ય અને ધર્મભૂત એવા ગુણ-પર્યાયો એમ બન્ને ઉત્પાદ-વિનાશ અને ધ્રુવધર્મવાળા (ત્રિપદીમય) છે અને જો ત્રિપદીમય છે. એમ માનીએ તો જ પૂર્ણલક્ષણ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૨૩-૨૪ ૨૭૩ આ રીતે સર્વે પણ પદાર્થોને દ્રવ્યાત્મક-ગુણાત્મક અને પર્યાયાત્મક માનવામાં આવે અર્થાત્ દ્રવ્યથી ગુણપર્યાયોનો અને ગુણપર્યાયોથી દ્રવ્યનો કથંચિદ્ અભેદ લેવામાં આવે એટલે કે ભેદાભેદ માનવામાં આવે તો જ તેમાં ત્રિપદીવાળું પૂર્ણ લક્ષણ ઘટી શકે છે અને જેમાં ત્રિપદીવાળું લક્ષણ સંભવે તેને જ સત્ કહેવાય છે. અન્યથા વસ્તુ સત્ કહેવાતી જ નથી. તેથી આવા પ્રકારના એકાન્તભેદવાદીએ પોતાના એકાન્તભેદવાદને છોડીને ભેદાભેદ ઉભયવાદ અર્થાત્ કથંચિદ્ (અભેદ સાપેક્ષ) એવો ભેદવાદ સ્વીકારવો જોઈએ. પરંતુ એકાન્તભેદવાદ માનવો જોઈએ નહી. એકાન્તભેદ માનવાની વાસના છોડી દેવી જોઈએ. જો કથંચિદ્ ભેદાભેદ માનો તો જ વસ્તુનું પૂર્ણલક્ષણ થાય છે અને તે લક્ષણ વસ્તુમાં પૂર્ણપણે ઘટે છે. એકાન્તભેદ માત્ર માનવાથી ત્રિપદીવાળું સત્ નું લક્ષણ ક્યાંય ઘટતું નથી. કારણ કે દ્રવ્યમાં એકલું ધ્રૌવ્ય અને ગુણ-પર્યાયમાં એકલું ઉત્પાદ-વ્યય લેવાથી ત્રિપદીમય લક્ષણ ક્યાંય સંભવશે નહીં. તેથી “અસંભવ” દોષ આવે છે. માટે આમ માનવું બરાબર નથી. તથા એકાન્તભેદ માનવાથી બીજો પણ દોષ આવે છે અને તે એ દોષ આવે છે કે દ્રવ્યથી એકાન્તે ભિન્ન માનેલા આ ગુણ-પર્યાયોને શું તમે મૂર્ત માનશો કે અમૂર્ત માનશો ? (અહીં મૂર્તનો અર્થ ઇન્દ્રિયગોચર અને અમૂર્તનો અર્થ ઇન્દ્રિયથી અગોચર એવો કરવો). હવે જો આ ગુણ-પર્યાયોને મૂર્ત કહેશો એટલે કે ઈન્દ્રિય ગોચર છે. આમ જો કહેશો, તો પરમાણુ-યણુક-ચણુક આદિ સૂક્ષ્મસ્કંધો કે જે અતીન્દ્રિય છે. તે અતીન્દ્રિય રહેશે નહીં. કારણ કે તમે ગુણોને મૂર્ત માન્યા છે. અને દ્રવ્યને ગુણોના આધારભૂત માન્યું છે. તેથી જો ગુણ-પર્યાયો મૂર્ત (ઇન્દ્રિય ગોચર) હોય તો તેના આધારભૂત દ્રવ્ય પણ મૂર્ત જ ઠરશે. તેથી પરમાણુ આદિ સૂક્ષ્મ દ્રવ્યો પણ તેના ગુણો મૂર્ત માન્યા હોવાથી ગુણો ઇન્દ્રિય ગોચર થવાથી ઇન્દ્રિયગોચર થશે. પણ અતીન્દ્રિય રહેશે નહીં અને જો ખરેખર પરમાણુ આદિ સૂક્ષ્મદ્રવ્યો ગુણોની મૂર્તતાને લીધે મૂર્ત બને એમ માનીએ તો તે દ્રવ્યોનું સૂક્ષ્મત્વ-અતીન્દ્રિયત્વ વિગેરે કેમ રહેશે ? તેમાં પરમાણુત્વ પણ કેમ સિદ્ધ થશે ? સ્થૂલત્વ થવાથી સંધત્વ આવી જશે. પરમાણુ જેવું કોઈ સૂક્ષ્મ દ્રવ્ય જ સંસારમાં સિદ્ધ નહી રહે. તથા ગુણોને જો અમૂર્ત માનશો તો ગુણો ઇન્દ્રિયોથી અગોચર થશે. તેથી તે ગુણો · જે દ્રવ્યમાં હશે તે દ્રવ્ય પણ ઇન્દ્રિયોથી અગોચર બનશે. આમ બનવાથી ઘટ-પટ-શકટ જેવી ઘણી સ્થૂલ વસ્તુઓ પણ ઇન્દ્રિયોથી અગોચર બનશે. જ્યારે ઘટ-પટ-શકટ આદિ પદાર્થો તો ઇન્દ્રિયોથી ગોચર છે. આ રીતે વિચારતાં દ્રવ્યથી ગુણોને એકાન્તે ભિન્ન માનવા તે વ્યાજબી નથી. જો મૂર્ત માનીએ તો તે ગુણો જેમાં રહે તે પરમાણુ-યણુક-ત્ર્યણુક આદિ સૂક્ષ્મ દ્રવ્ય પણ મૂર્ત થઈ જાય અને તે ગુણોને જો અમૂર્ત માનીએ તો તેવા ગુણો વાળુ ઘટપટ-શકટ આદિ સ્થૂલ દ્રવ્ય પણ અતીન્દ્રિય બની જાય. આવા દોષો આવે. તેથી ગુણોને દ્રવ્યથી એકાન્ત ભિન્ન ન માનતાં કથંચિત્ અભિન્ન પણ માનવા જોઈએ. For Personal and Private Use Only Jain Educationa International Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કાડ-૩ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ કથંચિત્ અભિન્ન માનવાથી ઉપર કહેલો એક પણ દોષ આવતો નથી. કારણ કે પરમાણુ કયણુક આદિ જે જે દ્રવ્ય સૂક્ષ્મ હોવાથી અતીન્દ્રિય છે. તેના ગુણો પણ અતીન્દ્રિય (અમૂર્ત) થશે અને તેથી તે ગુણો અને તે દ્રવ્ય એમ બન્ને ઇન્દ્રિયગોચર નહીં થાય. તથા જે જે ઘટ-પટાદિ દ્રવ્યો સ્થૂલ હોવાથી ઇન્દ્રિયગોચર (મૂર્ત) છે. તેના ગુણો પણ ઇન્દ્રિયગોચર (મૂર્ત) થશે. અને તેથી તે ગુણો અને તે દ્રવ્ય ઇન્દ્રિયગોચર (મૂર્ત) બનશે. આમ થવાથી પરમાણુ આદિ અતીન્દ્રિય દ્રવ્યો અતીન્દ્રિય જ રહેશે અને ઘટ પટાદિ ઇન્દ્રિયગ્રાહ્ય દ્રવ્ય ઇન્દ્રિયગ્રાહ્ય જ રહેશે. કોઈ પણ જાતનો કોઈ દોષ આવશે નહીં. આ રીતે દ્રવ્ય અને ગણ-પર્યાયોનો કેવલિ ભાષિત ભેદભેદ સ્વીકારવામાં કોઈ દોષ આવતા ન હોવાથી અને વસ્તુ સ્થિતિ પણ યથાર્થ તેવીજ હોવાથી ગુણો એ દ્રવ્યથી એકાન્ત ભિન્ન પણ નથી અને એકાન્ત અભિન્ન પણ નથી. પરંતુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિ અભિન્ન છે. જૈન દર્શનકારોએ જણાવેલો દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદાભેદ ગ્રંથકારશ્રી ગાથા ૧ થી ૭ માં સમજાવતા હતા. અને અનુભવ પણ આવો જ થાય છે કે જે દ્રવ્ય છે તે જ દ્રવ્ય ગુણ-પર્યાયોથી તાદાભ્ય સંબંધ આદિ ભાવે કથંચિ અભિન્ન પણ છે. સર્વલોકને સાધારણપણે અનુભવ પણ આમ જ થાય છે કે સુવર્ણ તે જ કુંડલ બન્યું છે. જે ઘટ છે તે જ રક્ત બન્યો છે. જે ગોળ-સાકર છે. તે જ ગળ્યાં છે. આમ અભેદ જણાય છે. માટે કથંચિ અભિન્ન પણ છે જ. જિનેશ્વર પરમાત્માથી કથિત અને અનુભવસિદ્ધ જ આવો નિર્દોષ ભેદાભેદ છે તો પછી ગાથા ૮ માં દ્રવ્યથી ગુણના એકાન્તભેદવાદનો, તેની સામે ગાથા ૯ થી ૧૫ માં કહેલા ગુણથી પર્યાયના એકાત અભેદનો, અને ત્યારબાદ ગાથા ૧૬ થી ૧૮ માં કહેલ દ્રવ્યથી ગુણતા એકાત્ત અભેદનો, અને ગાથા ૧૭ થી ૨૨ માં એકાન્ત અમેદવાદીની સામે ઉભયવાદી સિદ્ધાન્તકારે કરેલી ચર્ચાનો, તથા ગાથા ૨૩-૨૪ માં ફરીથી એકાન્ત ભેદવાદનો બહુ જ ઝીણી ઝીણી દલીલોથી જે આ ઘણો લાંબો પ્રસંગ અહીં લખવામાં આવ્યો છે. તેનું કારણ શું ? આવા પ્રકારના એકાન્તવાદોનું કથન કે વર્ણન તથા તેના તરફની દલીલોનો આટલો બધો વિસ્તાર કરવાની આવા અનેકાન્ત વાદીઓના (જૈનોના) ગ્રંથોમાં જરૂર જ નથી. કારણ કે જૈનદર્શન તો વીતરાગ પરમાત્માથી પ્રણીત છે. સર્વજ્ઞ-સર્વદર્શીથી કથિત છે. તેથી સંપૂર્ણ યથાર્થકથન છે. તે દર્શનમાં નથી એકાન્ત અમેદવાદ કે નથી એકાત્તે ભેદવાદ. આ રીતે જો આ જૈનદર્શન અનેકાન્તવાદ વાળું હોવાથી સંપૂર્ણ નિર્દોષ અને સત્ય છે જ્યાં અલ્પ પણ મિથ્યાભાવ નથી. તો તે દર્શનમાં (તે દર્શનના આવા શાસ્ત્રોમાં) આવા પ્રકારના એકાન્તવાદની ચર્ચા - સમાલોચના કરવાની શું જરૂર ? ઘણી વખત આવી લાંબી લાંબી દાર્શનિક ચર્ચા અભ્યાસુ વર્ગને નિરસતા લાવનારી પણ બને છે. આવો પ્રશ્ન અહીં જરૂર થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ ૨૭૫ આ ભેદભેદની ચર્ચા ઘણી લાંબી કરી હોવાથી અભ્યાસકવર્ગને ઉગ ઉત્પન્ન કરે એવી પણ બને, તેનો ગ્રંથકારશ્રી હવે પછીની ૨૫મી ગાથામાં સુંદર ઉત્તર આપે છે. / ૨૩-૨૪ / सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामहं चेव, णत्थि एवं ससमयम्मि ।। २५ ॥ ण वि अत्थि अण्णवादो, ण वि तव्वाओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता, अवमण्णंता ण याणंति ॥ २६ ।। शिष्यमतिविकाशनमात्रार्थोऽयं कृतः समुल्लापः । इतरथा कथामुखं चैव, नास्त्येवं स्वसमये ।। २५ ।। नाप्यस्त्यन्यवादो, नापि तद्वादो जिनोपदेशे । तच्चैव च मन्यमाना, अवमन्यमाना न जानन्ति ।। २६ ।। ગાથાર્થ - શિષ્યોની બુદ્ધિના માત્ર વિકાસ માટે જ આ ચર્ચાનો સઘળો ય પ્રસંગ અહીં લખ્યો છે. અન્યથા જૈનશાસ્ત્રોમાં આવા પ્રકારની એકાન્તવાદની કથાનો આરંભ જ સંભવતો નથી. ૨૫ // કારણ કે જિનેશ્વર પરમાત્માના ઉપદેશમાં એકાન્ત અન્યવાદ (મેદવાદ) પણ નથી. તથા તદ્દાદ (અભેદવાદ) પણ નથી. છતાં તેમ જ માનતા (એકાન્ત ભેદવાદને કે એકાન્ત અભેદવાદને જ માનતા) કેટલાક દર્શનકારો વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપનું અપમાન કરતા છતા યથાર્થપણે કંઈ જાણતા જ નથી. / ૨૬ છે. વિવેચન - ઉપરની ૨૪મી ગાથાના વિવેચનમાં અંતે જે પ્રશ્ન કર્યો. તેના અનુસંધાનમાં ખુલાશો કરતાં ગ્રંથકારશ્રી પોતે જ આટલી બધી લાંબી ચર્ચા કરવાનું પ્રયોજન શું છે ? તે સમજાવતાં કહે છે કે વાસ્તવિક રીતે આવા પ્રકારની કોઈ પણ જાતના એકાન્તવાદની ચર્ચાને જૈનદર્શનમાં સ્થાન જ નથી. કારણ કે તેમાં દ્રવ્યથી ગુણને, કે ગુણથી પર્યાયને, કે પર્યાયથી દ્રવ્યને, કે ગુણથી દ્રવ્યને ક્યાંય નથી એકાન્ત ભેદ માનવામાં આવ્યો કે ક્યાંય નથી એકાત્તે અભેદ માનવામાં આવ્યો. કારણ કે “વસ્તુસ્થિતિ” જ તેવી (એકાન્તભેદવાળી કે એકાન્ત અભદવાળી) નથી. અને જે જે દર્શનકારો જેવી જેવી વસ્તુસ્થિતિ હોય તેવી તેવી વસ્તુસ્થિતિને પોતે ન જાણે અને બીજાને તેવી સાચી ન કહે અને મનમાની કલ્પનાઓ કરીને અન્યથા કહે, તેઓ વસ્તુની વાસ્તવિકતાના અજાણ અને વાસ્તવિકતાના લોપક હોવાથી સાચી રીતે તો તેઓ કંઈ Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ સન્મતિપ્રકરણ જાણતા જ નથી અર્થાત્ અજ્ઞાની જ છે. ભલે વ્યવહારમાં પંડિત કહેવાતા હોય, જગતમાં વિદ્વાન તરીકે પંકાતા હોય તો પણ વસ્તુ સ્વરૂપને યથાર્થ ન જાણતા હોવાથી અને અયથાર્થ જાણતા હતા અને તેવી પ્રરૂપણા કરતા છતા તેઓ મહાઅજ્ઞાની અને મહામિથ્યાત્વી છે. આ કારણથી જ જૈનદર્શનમાં આવા પ્રકારના એકાન્તવાદની ચર્ચાને કોઈ સ્થાન જ નથી. આમ હોવા છતાં આ ગ્રંથમાં વારંવાર અનેકસ્થાને જે આવા પ્રકારના એકાન્તવાદની ઘણી લાંબી લાંબી ચર્ચા કરવામાં આવી છે. તે અભ્યાસ રૂચિ વાળા શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે જ કરવામાં આવી છે. જિજ્ઞાસુ અને તત્ત્વરુચિવાળા શિષ્યોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ સમજાવવું જોઈએ તેમ જે જે દર્શનકારો અયથાર્થ સ્વરૂપ માને છે. તે પણ સમજાવવું જોઈએ, કારણ કે જેથી ભદ્રિક સ્વભાવવાળા એવા તેઓ આવા મિથ્યાવાદીઓની મિથ્યા માન્યતાના ફંદામાં ન ફસાય. અને આવા જિજ્ઞાસુ શિષ્યોના આત્માનું અકલ્યાણ ન થઈ જાય, કલ્યાણકારી યથાર્થ માર્ગમાં જ રહે. તથા ભાવિમાં તેઓ પણ બન્ને બાજુના યથાર્થ - અયથાર્થ સ્વરૂપના જ્ઞાતા બની તેમાં આવતા ગુણ-દોષોના જાણકાર બની અયથાર્થવાદના પડકાર સામે પ્રતિકાર કરવામાં પાવરધા બને. તે આશયથી આટલી લાંબી ચર્ચા અહીં કરવામાં આવી છે. આ સંસારમાં આ જીવનો ઉપકાર થાય તે માટે જેમ ઉપાદેય ભાવો એટલે કે આદરવા યોગ્ય ભાવો જાણવા જોઈએ, તેમ આ જીવનો અપકાર ન થઈ જાય તે માટે તેનાથી બચવા સારૂં હેય ભાવો પણ જાણવા જોઈએ. રજુ (દોરડું) ઘરના કામકાજમાં કામ લાગે એટલ રજુ કોને કહેવાય? કેવું હોય? તેનું સ્વરૂપ શું હોય? આ સઘળું જેમ જાણવું જોઈએ, તેમ સર્પ કરડી ન જાય, મરી ન જઈએ આમ અકલ્યાણ ન થઈ જાય તે માટે સર્પથી બચવા સારૂં સર્પ કેવો હોય ? સર્પ કોને કહેવાય? કેટલી જાતના હોય? તેનું સ્વરૂપ શું? આ પણ સઘળું હેયભાવે જાણવું જોઈએ. “રજુને” સાચું અને પૂર્ણ જાણ્યું ત્યારે જ કહેવાય કે સર્પાદિ ઈતર વસ્તુઓને બરાબર જાણીને, આ રજુ તે સર્પાદિ નથી, સર્પાદિની જેમ કરડશે નહી આમ જાણ્યું હોય તો જ. તેથી ઉપકાર કરવા માટે જેમ ઉપકારીને જાણવા જોઈએ તેમ અપકારીને પણ તેમાંથી બચવા માટે જાણવા જોઈએ. સજ્જનને જેમ ઓળખવા જોઈએ તેમ દૂર્જનને પણ (તેનાથી બચવા) બરાબર ઓળખવા જોઈએ. બલ્ક વધારે સારી રીતે ઝીણવટથી ઓળખવા જોઈએ જેથી નુકશાન ન થાય. આ બાબતમાં સાક્ષી આપતા કવિઓએ કહ્યું છે કે - दुर्जनं प्रथमं वन्दे, सज्जनं तदनन्तरम् । गुदाप्रक्षालनं कृत्वा, हस्तप्रक्षालनं यथा ।। १ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ ૨૭૭ ઉપકારીતત્ત્વો કદાચ ઓછો જણાય તો લાભ ઓછો થાય પણ નુકશાન તો ન જ થાય. પણ અપકારી તત્ત્વોને જો બરાબર ન જાણ્યાં હોય તો તેના ફંદામાં ફસાવા રૂપ નુકશાન થયા વિના રહે જ નહીં માટે અપકારીને તો બરાબર ઓળખી લેવા જોઈએ. તેથી આત્માના કલ્યાણ કરવાના અર્થ જીવોએ અજ્ઞાની-અહંકારી અને મિથ્થા દલીલબાજી કરનારા મિથ્યાત્વીઓનાં શાસ્ત્રો પણ હેયભાવે તેમાંથી બચવા સારૂં યોગ્ય અવસરે ગુરુનિશ્રાએ (પાકી વય થાય ત્યારે) ભણવાં જોઈએ. આ કારણે જિજ્ઞાસુ-મુમુક્ષુ આત્મહિતની અપેક્ષાવાળા શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે જ આટલી લાંબી લાંબી તત્ત્વ ચર્ચા અમે અહીં કરી છે. તથા અન્ય જૈનશાસ્ત્રોમાં પણ યત્ર-તત્ર આવી ચર્ચા જે કરવામાં આવી છે. તે શિષ્યોના હિત માટે જ કરવામાં આવી છે. આ પ્રયોજન વિના જૈનશાસ્ત્રોમાં આવી મિથ્યાવાતોની કથાનો પ્રારંભ જ હોતો નથી. અંશમાત્રથી પણ આવી કથા (ચર્ચા) હોતી નથી. જીવનનો ઉપકાર કરવા માટે જેમ અમૃત જાણવા જેવું છે. તેમ જીવનના જ બચાવ માટે વિષને પણ ઓળખવું આવશ્યક છે. ટીકામાં કહ્યું છે કે - તત: શિષ્યવૃદ્ધિવશનમીત્રાર્થોથં તે: પ્રવિન્દઃ, રૂતરથા कथैवैषा नास्ति स्वसिद्धान्ते किमेते गुणा गुणिनो भिन्नाः, आहोस्विद् अभिन्नाः इति, अनेकान्तात्मकत्वाद् सकलवस्तुनः । તત્ત્વજિજ્ઞાસુ આત્માઓએ જાણી લેવું જોઈએ કે નૈયાયિક અને વૈશેષિક દ્રવ્યગુણોનો, દ્રવ્ય-પર્યાયોનો એકાન્તભેદ માને છે. તેથી તે દર્શનકારોને ભેદવાદી કહેવાય છે. તથા સાંખ્ય મીમાંસક વેદાન્ત દર્શન દ્રવ્ય-ગુણો વિગરેનો એકાન્ત અભેદ માને છે. તેથી તેઓને અભેદવાદી કહેવાય છે. જ્યારે જૈન દર્શનકારો ભેદભેદ (ઉભયવાદ-સ્યાદ્વાદઅનેકાન્તવાદ) જણાવે છે. કારણ કે જગતના પદાર્થોનું સ્વરૂપ જ તેવું છે. તેથી તેઓને યથાર્થવાદી કહેવાય છે. જૈન ભેદભેદને માનનારા છે કે ભદાભંદવાદી છે આમ નહીં, પરંતુ વસ્તુનું સ્વરૂપ જ ભેદાભદાત્મક હોવાથી તેમજ જાણનારા અને તેમજ કહેનારા એટલે કે યથાર્થવાદી છે જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ કહેનારા છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ત્રીજીમાં ગાથા ૧૫ માં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ કહ્યું છે કે - ભેદ ભણઈ નઈયાયિકોજી, સાંખ્ય અભેદ પ્રકાશ | જઈને ઉભય વિસ્તારતોજી, પામઈ સુજશ વિલાસ રે || ભવિકા, ધારો ગુરુ ઉપદેશ ને ૩-૧૫ II તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કૃત “અન્યયોગવ્યવચ્છેદિકા” નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ સન્મતિપ્રકરણ य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । ___परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिन ! शासनं ते ॥ २६ ॥ કેવલ એકલા નિત્યવાદમાં જે દોષો આવે છે. તે જ સઘળા દોષો વિનાશિવાદમાં પણ (અનિત્યવાદમાં પણ) સરખા જ છે. આ રીતે બન્ને કાંટાઓ પરસ્પર નાશ પામતે જીતે હે જિનેશ્વર પ્રભુ ! તમારૂં શાસન અવૃષ્ય (કોઈ જેની હોડ ન કરી શકે તે) રીતે જય પામે છે. વિજય પામે છે. ૨૬ / તથા વળી તત્ત્વજિજ્ઞાપુ મહાત્માઓએ બીજી પણ એક વાત અહીં ખાસ જાણવા જેવી છે કે નૈયાયિકાદિ ભેદ માને છે. અને સાંખ્યાદિ અભેદ માને છે. આમ બોલાય, પણ જૈનો ભેદભેદવાદ માને છે આમ ન બોલાય, તેને બદલે જૈનો ભેદાભદવાદ કહે છે આમ બોલાય. કારણ કે “માનવું” આ શબ્દ મનન-ચિંતન-કલ્પના કરવા વાળામાં સંભવે. અને મનન-ચિંતન કલ્પના કરવાપણું છદ્મસ્થમાં જ સંભવે. તેથી તે નિયાયિકાદિ છદ્મસ્થ છે. અલ્પજ્ઞ છે. સર્વજ્ઞ નથી. માટે તૈયાયિકાદિમાં અને સાંખ્યાદિમાં “માને છે” આમ કહી શકાય પરંતુ તીર્થંકરભગવંતો નથી છઘ0 કે નથી અલ્પજ્ઞ, તેઓ તો પરિપૂર્ણ સર્વજ્ઞ-કેવલીવીતરાગ પ્રભુ છે. તેઓને નથી કલ્પના કરવાની કે નથી મનન-ચિંતન કરવાનું. પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનથી આ જગતનું સ્વરૂપ જેવું છે તેવું દેખે છે અને જેવું દેખે છે તેવું જગતના જીવોને સમજાવે છે. કહે છે તેથી જિનેશ્વરો આમ કહે છે આવું બોલાય પણ જિનેશ્વરો આવું માને છે એમ મતિજ્ઞાનની અપેક્ષવાળું “માને છે” આમ ન બોલાય. જિનેશ્વર ભગવંતોએ જગતનું જ સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમાં નથી મનન-ચિંતનશક્તિનો વ્યવહાર કે નથી કલ્પનાશક્તિનો વ્યવહાર કે નથી કોઈ બાજુના પક્ષપાતનો વ્યવહાર. તેથી તેઓનાં વચનો જગતના સ્વરૂપની કલ્પના કરીને કહેવાવાળાં નથી પણ પ્રત્યક્ષ દેખીને કહેવાવાળાં છે. તેથી જ અલૌકિક છે. લોકોત્તર છે અને સંપૂર્ણપણે સત્ય છે. તથા યથાર્થ છે. “જૈનદર્શનકારો આમ માને છે એવું મતિની સાપેક્ષતાવાળું ક્યારેય પણ બોલવું નહીં.” પણ જિનેશ્વરભગવંતો આમ કહે છે. આવું બોલવું. તેઓશ્રી યથાર્થવાદી છે. જૈનકુલમાં જન્મેલા, જૈનદર્શનનો કંઈક અભ્યાસ કરનારા અને અધ્યાત્મવાદના નામે સ્વાધ્યાય કરતા અને કરાવતા, કેટલાક વક્તાઓ કોઈ કોઈ સંપ્રદાયોમાં “શરીરથી આત્માને” એકાન્ત ભિન્ન માનીને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ શરીર જ માત્ર કરે છે. શરીરથી આત્મા તો ભિન્ન જ છે. આત્મા તો અણાહારી જ છે. શરીર જ સુખ-દુઃખ ભોગવે છે. જડ એવું શરીર શરીરનું કામ કરે છે. તેમાં આત્માને શું લાગે વળગે ? આત્મા તો તેનાથી નિરાલો છે” ઇત્યાદિ કહીને ઉપવાસાદિ તપ કરવા તે વ્યર્થ છે. આત્મા આહાર કરતો જ નથી તો આત્માને આહારત્યાગની જરૂર જ રહેતી નથી. આવી વાતો કહીને તેને અધ્યાત્મની Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૨૫-૨૬ ૨૭૯ મહોર મારે છે. તે પણ ખોટું છે. આ પણ એકાન્તભેદવાદની જ માન્યતા છે. ભેદવાદવાળા દર્શનોની માન્યતાની આ એક પ્રકારની છાયા જ છે. કમરહિત સિદ્ધાત્મા અાહારી છે. કર્મસહિત સશરીરી આત્મા અણાહારી નથી પણ આહારી છે તથા શરીર પૌદ્ગલિક દ્રવ્ય હોવાથી અચેતન છે. તે માટે તે પોતે એકલું પાંચ ઇન્દ્રિયોના વિષયને ભોગવતું નથી પણ શરીર દ્વારા આત્મા જ ભોગવે છે. ભોક્તા આત્મા જ છે. જો શરીર ભોકતા હોત તો મૃતકશરીર પણ ભોક્તા બનવું જોઈએ. તેથી શરીર એ આહારાદિનું સાધન માત્ર છે. આત્મા જ આહારાદિનો કર્તા ભોક્તા છે. તથા આહારાદિની ઈચ્છા-આનંદ-હર્ષ-શોક-ગ્લાનિ જીવને જ થાય છે. શરીરને થતાં નથી. માટે કુહાડો અને સુથાર છેદનક્રિયાના કાલે જેમ સંયોગસંબંધથી જોડાઈને જો કથંચિત્ અભિન્ન બને તો જ છેદનક્રિયા કરી શકે છે તેમ આત્મા અને શરીર વિશિષ્ટસંયોગસંબંધ પામીને કથંચિત્ અભેદભાવ પામે છે તો જ આ સંસારના ભોગઉપભોગો ઘટે છે. એકાન્તભેદમાં ઘટતા જ નથી. માટે શરીરથી આત્મા એકાન્ત ભિન્ન જ છે. આવા પ્રકારના મિથ્યાવાદીઓના ફંદામાં ન ફસાવું. જગતના પદાર્થોનું સ્વરૂપ જ સ્વયં ભેદભેદાદિ ઉભયાત્મક છે, જેવું છે તેવું પરમાત્મા દેખે છે અને કહે છે તેઓને કોઈ સ્વરૂપ તરફ પક્ષપાત કે દ્વેષ નથી તે કારણે તીર્થકર ભગવંતોની વાણીમાં નથી ક્યાંય એકાન્તભેદવાદને સ્થાન કે નથી ક્યાંય એકાન્ત અભેદવાદને સ્થાન, તેથી એકાન્ત ભેદ પણ નથી અને એકાત્ત અભેદ પણ નથી. એકાન્ત નિત્ય પણ નથી અને એકાત્ત અનિત્ય પણ નથી. એકાન્ત અસ્તિ પણ નથી અને એકાતે નાસ્તિ પણ નથી, તથા એકાન્ત સામાન્ય પણ નથી અને એકાન્ત વિશેષ પણ નથી. સર્વત્ર અપેક્ષા વિશેષ બન્ને છે. આ કારણે પરમાત્માની વાણીને સાપેક્ષવાદ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ અને સમન્વયવાદ કહેવાય છે. આ વાણી જ અત્યન્ત શુદ્ધ નિર્દોષ અને અમૃત સમાન છે. ટીકામાં કહ્યું છે કે – “નૈવાતિ વાતો TUITળો:, નાણચવીતો વિનોપશે. = द्वादशाङ्गे-प्रवचने, सर्वत्रैव कथञ्चिदित्याश्रयणात् "तदेव अन्यदेवेति वा मन्यमानाः, मननीयमेव अवमन्यमाना वादिनोऽभ्युपगतविषयावज्ञाविधायित्वाद् अज्ञा भवन्ति । अभ्युपगमनीयवस्त्वस्तित्वप्रतिपादकोपायनिमित्तापरिज्ञानाद् मृषावादिवदिति तात्पर्यार्थः ततोऽनेकान्तवाद एव व्यवस्थितः । જે જે દર્શનકારો આ વાતને નથી સમજતા, અને મનમાની કલ્પનાઓ કરીને પોતાની માન્યતાને આગળ ધરીને પરમાત્માની વાતનું અપમાન કરે છે અસ્વીકાર કરે છે. તે સાચે જ કંઈ જાણતા નથી, ઘણા અજ્ઞાની છે. અત્યન્ત મિથ્યાભાવવાળી દૃષ્ટિયુક્ત છે. જિનેશ્વર Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કાર્ડ-૩ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ પરમાત્માની વાણીનું અપમાન કરનારા જીવો સાચે જ કંઈ જાણતા નથી. પંડિત થઈને પણ ઘણા મૂર્ખ છે. || ૨૫-૨૬ // भयणा वि हु भइव्वा, जइ भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।। २७ ।। भजनाऽपि तु भजनीया, यदि भजना भजति सर्वद्रव्याणि ।। एवं भजना नियमोऽपि भवति समयाविरोधेन ।। २७ ॥ ગાથાર્થ - જો અનેકાન્તદષ્ટિ સર્વદ્રવ્યોને (સર્વ પ્રમેયોને) અનેકાન્તસ્વરૂપે સમજાવે છે. તો તે અનેકાન્તદૃષ્ટિ પોતે પણ સ્વયં અનેકાન્તરૂપ હોવી જોઈએ. એમ હોતે છતે શાસ્ત્રની સાથે અવિરોધપણે આ અનેકાન્તદૃષ્ટિ (સાપેક્ષભાવે) એકાન્ત પણ બને છે. / ૨૭ | વિવેચન - અનેકાન્ત એ એક દૃષ્ટિ છે. વસ્તુના સ્વરૂપને સમજવા સમજાવવા અને જાણવાના ઉપાયભૂત છે. વસ્તુનું સ્વરૂપ વિવિધ પ્રકારનું હોવાથી તેને જાણનારી - સમજનારી અને અન્યને સમજાવનારી આ દૃષ્ટિ પણ વિવિધ પ્રકારની હોય છે. માત્ર એક રૂપ હોતી નથી. જેમ “અમદાવાદ” શહેર કઈ દિશામાં આવ્યું ? આટલું જ પુછવામાં આવે? અને તેને ઉત્તર દક્ષિણમાં જ આવ્યું કે ઉત્તરમાં જ આવ્યું આમ એક દિશાથી જ જણાવવામાં આવે તો તે સાચું ન પડે, ખોટું જ પડે. કારણ કે આ અમદાવાદ શહેર આવી રીતે કોઈ એક દિશામાં આવેલું છે જ નહીં, પણ સાપેક્ષપણે તે બધી જ દિશામાં આવેલું છે. સુરતની અપેક્ષાએ ઉત્તરમાં, રાજકોટની અપેક્ષાએ પૂર્વમાં, પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં, અને કલકત્તાની અપેક્ષાએ પશ્ચિમમાં આમ સાપેક્ષતાએ તે અમદાવાદ શહેર સર્વદિશામાં આવેલું છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. તેને માત્ર એકદિશામાં જ છે આમ કેમ કહેવાય ? સમજવા માટે અમદાવાદ શહેરનું તો આ એક ઉદાહરણ છે તેને અનુસાર આત્મા દ્રવ્યદૃષ્ટિએ નિત્ય પણ છે. અને પર્યાયદષ્ટિએ અનિત્ય પણ છે. જડ-ચેતનતાની અપેક્ષાએ દેહથી ભિન્ન પણ છે અને એકક્ષેત્રાવગાહીપણાની અપેક્ષાએ અભિન્ન પણ છે. બીજા જીવોની સાથે જીવતપણે સમાન પણ છે અને એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ ભાવે વિશેષ પણ છે. આમ વસ્તુના સાચા સ્વરૂપને જાણનારી સમજનારી અને સમજાવનારી સાપેક્ષપણાવાળી દૃષ્ટિઓનો યથોચિત સમન્વય જે દૃષ્ટિમાં કરવામાં આવે છે. તેને જ અનેકાન્તદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ જ વસ્તુના વાસ્તવિક અને યથાર્થ સ્વરૂપને સમજાવનારી છે. તેથી જ તેવી દૃષ્ટિને સાચી દૃષ્ટિ કહેવાય છે. અને તેવી દૃષ્ટિ વાળા આત્માને જ “સમ્યગ્દષ્ટિ” જીવ કહેવાય છે. અહીં મનના શબ્દનો અર્થ અનેકાન્તદૃષ્ટિ સમજવો. કારણ કે ભજના એટલે વિકલ્પ અર્થાત્ અપેક્ષાવિશેષ આમ પણ છે અને આમ પણ છે. આ અનેકાન્તદષ્ટિ (એટલે મનના) Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨૭ ૨૮૧ સર્વે પણ દ્રવ્યોને સંસારમાં રહેલા સર્વે પણ પ્રમેયોને) (મન એટલે) અનેકાન્ત સ્વરૂપે સમજાવે છે. કારણ કે સર્વે પણ પ્રમેયોનું સ્વરૂપ આ જ પ્રકારે અનેકાન્તાત્મક જ છે. જે પ્રમેયતત્ત્વ જેવું હોય તે પ્રમેયતત્ત્વને તેવું સમજાવવું. આ જ અનેકાન્તદષ્ટિનું કાર્ય છે. જેમ દર્પણનું કાર્ય જ એવું છે કે સામે જે પદાર્થ જેવો હોય તે પદાર્થને તેવો જણાવવો. તેની જેમ આ દૃષ્ટિ પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાવનારી હોવાથી દર્પણ સમાન છે. અનેકાન્ત દૃષ્ટિ એટલે દર્પણ (કાચ-અરિસો). આવી યથાર્થ અને સાચી આ દૃષ્ટિને જ નય અને પ્રમાણ કહેવાય છે. વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને સમજાવનારી જે જ્ઞાનદશા તે જ દૃષ્ટિ છે. તે જ આંશિક હોય ત્યારે નય છે અને તે જ પરિપૂર્ણ હોય ત્યારે પ્રમાણ છે. આટલા માટે જ તીર્થંકર પરમાત્માઓ “જ્ઞાન” જ પ્રમાણ અને નય કહે છે. પ્રમાણ એ પરિપૂર્ણ રૂપ છે. અને નય એ એક અંશરૂપ છે. તથા વળી આ નય અને પ્રમાણ વસ્તુ તત્ત્વને સમજાવનારું એક પ્રકારનું જ્ઞાન જ છે તેને જ દ્રષ્ટિ કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે યથા મનના = અનેકાન્તો મન = સર્વવતૂન તતત્ત્વમવિતા ज्ञापयति, तथा भजनाऽपि = अनेकान्तोऽपि भजनीयः अनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया "एकान्तश्चानेकान्तश्च'' इत्येवं ज्ञापनीयः । एवं च भजना = अनेकान्तः सम्भवति नियमश्च = एकान्तश्च सिद्धान्तस्य "रयणप्पहा सिआ सासया सियाऽसासया" (जीवाभिगम ३-१-७८) इत्येवमनेकान्तप्रतिपादकस्य "दव्वट्ठयाए सासया, पज्जवट्ठयाए असासया" इत्येवं चैकान्ताभिधायकाविरोधेन । મિથ્યાત્વમોહના ઉદયને કારણે વસ્તુસ્વરૂપને સમજવામાં જે કોઈ પણ એક બાજુ એકાન્ત દૃષ્ટિ ઢળી ગઈ હોય છે. તેની સામે આ અનેકાન્તમય દૃષ્ટિ એ પડકારરૂપ દૃષ્ટિ છે. જેમ કે બૌદ્ધદર્શન સર્વ વસ્તુઓને ક્ષણિક માને છે. વસ્તુમાં પ્રતિસમયે પર્યાયો જરૂર બદલાય છે. પરંતુ તેના તરફ જ દૃષ્ટિ ઢળી હોવાથી તેઓને દ્રવ્ય અને પર્યાય એમ બન્ને અનિત્ય-અસ્થિર નાશવંત જ દેખાય છે. તથા નૈયાયિક - વૈશેષિક આદિ દર્શનકારો પરમાણુ અને આત્મા વિગેરે પદાર્થોને નિત્ય જ માને છે વસ્તુ પોતે અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાવાળી છે. આમ દ્રવ્ય તરફ ઢળેલી દૃષ્ટિ હોવાથી તેઓને નિત્ય જ દેખાય છે. પર્યાયો તરફ ઉપેક્ષાબુદ્ધિ છે. આ જ રીતે કોઈ દર્શનકારોને દ્રવ્યથી ગુણ, દેહથી આત્મા એકાન્ત ભિન્ન જ જણાય છે. આ બધી એકાન્તભેદ તરફ ઢળેલી દૃષ્ટિ છે. અને કોઈને આ જ તત્ત્વ અભિન્ન જ જણાય છે. દ્રવ્યાત વાદીઓને સર્વે દ્રવ્યો દ્રવ્યસ્વરૂપે સમાન હોવાથી સર્વદ્રવ્યો એક જ છે આમ સામાન્ય જ જણાય છે. આ રીતે જે જ્ઞાતા અને વક્તાની દૃષ્ટિ મિથ્યાત્વ મોહના ઉદયને કારણે એકબાજુ જ વધારે ઢળી ગઈ હોય. તેની સામે આ અનેકાન્તદૃષ્ટિ Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કાર્ડ-૩ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ “સાપેક્ષતા” લાવીને બીજી બાજુની સાઈડ જણાવે છે. નિત્ય માનનારાને અનિત્યતા, અને અનિત્ય માનનારાને નિત્યતા પણ વસ્તુ તત્ત્વમાં છે. આમ સમજાવે છે. તેવી જ રીતે ભિન્નતા જ્યાં છે ત્યાં અભિન્નતા અને અભિન્નતા જ્યાં છે ત્યાં ભિન્નતા સમજાવે છે. તથા સામાન્ય જ્યાં છે ત્યાં જ વિશેષ પણ છે. આમ આ અનેકાન્ત દૃષ્ટિ એકાન્તદષ્ટિઓનો ઘાત કરીને યથાર્થવસ્તુ સ્વરૂપ સમજાવવામાં સક્ષમ છે. માટે જ તે સાચી દૃષ્ટિ છે સુનય છે અને સમ્ય પ્રમાણાત્મક છે. આ અનેકાન્તદૃષ્ટિ જ્યારે સર્વપ્રમેયોને જો અનેકાન્ત સ્વરૂપે સમજાવે છે અને સર્વપ્રમેય તત્ત્વો જ અનેકાન્તાત્મક પણ છે જ. તો પછી તે અનેકાન્તદષ્ટિ પોતે પણ સર્વની જેમ પોતાને પણ અનેકાન્તપણે જ સમજાવનાર બનવી જોઈએ. આ વાત પણ એટલી જ સત્ય છે. તેથી અનેકાન્તદૃષ્ટિ પોતાને પણ અનેકાન્તરૂપે કરે છે. એનો અર્થ એ થાય છે કે - બધે જ અનેકાન્ત જ હોય એમ નહીં પણ (અપેક્ષા લગાડી હોય ત્યારે) એકાત્ત પણ હોય છે. જેમ “અમદાવાદ શહેર” સર્વ દિશાઓમાં છે. કોઈ એક દિશામાં જ હોય એવું નથી, આ અનેકાન્ત દૃષ્ટિ છે. પરંતુ સુરતની જ્યારે અપેક્ષા લગાડીએ ત્યારે તે જ અમદાવાદ શહેર સર્વ દિશાઓમાં નથી. માત્ર ઉત્તર દિશામાં જ છે. આમ એકાન્ત પણ થાય છે. એવી રીતે રાજકોટની અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાના માનીને અમદાવાદ શહેર સર્વ દિશાઓમાં છે આમ નથી. પરંતુ માત્ર પૂર્વ દિશામાં જ છે. તથા “રત્નપ્રભા” નારકી શું શાશ્વત છે ? કે અશાશ્વત છે ? ઉત્તરમાં શાશ્વતાશાશ્વત છે આ અનેકાન્ત છે. છતાં દ્રવ્યાર્થિકનયથી જો જોઈએ તો નિયમા શાશ્વત છે અને પર્યાયાર્થિકનયથી જો જોઈએ તો અશાશ્વત જ નિયમો છે. આ અનેકાન્તગર્ભિત એકાન્ત પણ અવશ્ય છે. પ્રમાણની અપેક્ષાએ જે અનેકાન્ત છે તે જ નયની અપેક્ષાએ એકાન્ત પણ અવશ્ય છે જ. આમ અનેકાત તે અનેકાન્ત તો છે જ. છતાં નય સાપેક્ષતાએ એકાત્ત પણ છે. આ રીતે અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાન્ત પણ એકાન્ત બને છે. એટલે ત્યાં અનેકાન્તદૃષ્ટિ પોતાના વિષયમાં પણ અનેકાન્તતા સમજાવે છે. તેથી સમયાવરોÈUT = શાસ્ત્રની સાથે વિરોધ ન આવે તે રીતે જ્યારે સાપેક્ષતા લગાડીએ ત્યારે મા = અનેકાન્તદૃષ્ટિ નિયમો વિ ટોડ઼ = એકાન્ત પણ થાય છે. દેવદત્ત નામનો એક પુરૂષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે. અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. આ રીતે દેવદત્ત પુત્ર પણ છે અને પિતા પણ છે. કેવલ એકલો પિતા કે કેવલ એકલો પુત્ર નથી. માટે અનેકાન્તમય તો છે જ. છતાં પોતાના પિતાની જો અપેક્ષા લગાડીએ તો નિયમા પુત્ર જ છે. તથા તેના પુત્રની જો અપેક્ષા લગાડીએ તો નિયમ તે પિતા જ છે આમ અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાન્ત એકાન્ત પણ છે તેથી અનેકાન્ત દૃષ્ટિ પણ ભજના વાળી અર્થાત્ અનેકાન્ત અને એકાન્ત એમ ઉભય સ્વરૂપ હોય છે. અપેક્ષા Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૮ ન લગાડીએ તો અનેકાન્ત અને જ્યારે અપેક્ષા લગાડીએ ત્યારે તે તે અપેક્ષાએ એકાન્ત. આમ અનેકાન્તદષ્ટિ પોતાનામાં પણ વિકલ્પ સૂચવનારી વૃષ્ટિ છે. આ જ વાતનું રહસ્ય ગ્રંથકારશ્રી જ્ઞાન અને ક્રિયાનાં બે ઉદાહરણ આપીને આગલી ગાથામાં સમજાવે છે. ર૭ll णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ॥ २८ ॥ नियमेन श्रद्धधन्, षट्कायान् भावतो न श्रद्दधति । हन्दि अपर्यवेष्वपि, श्रद्धा भवत्यविभक्ता ।। २८ ।। ગાથાર્થ - નિયમ વડે (એવકાર પૂર્વક - Yકાર પૂર્વક) છ કાયોની શ્રદ્ધા કરતો પુરૂષ ભાવથી (વાસ્તવિકપણે) શ્રદ્ધાવાળો નથી. કારણ કે અપર્યાયોમાં પણ અવિભક્ત (અભેદભાવવાળી) શ્રદ્ધા હોવી જોઈએ. // ૨૮ || વિવેચન - આ ગાથામાં આચારની બાબત ઉપર અનેકાન્ત દૃષ્ટિ સમજાવતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે જૈનદર્શનમાં જીવોના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ભેદો કહ્યા છે. જેમ કે ત્રણ-સ્થાવર એમ બે પ્રકાર, સ્ત્રી-પુરૂષ-નપુંસક એમ ત્રણ પ્રકાર, દેવનારકી-તિર્યંચ-મનુષ્ય એમ ચાર પ્રકાર, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય એમ પાંચ પ્રકાર, પૃથ્વીકાય થી ત્રસકાય એમ ૬ પ્રકાર, દેવ-દેવી-મનુષ્ય-મનુષ્યની સ્ત્રી, તિર્યંચ-તિર્યંચની સ્ત્રી, અને નારકી એમ સાત પ્રકાર ઇત્યાદિ રીતે યાવત્ જીવવિચારમાં કહ્યા પ્રમાણે પ૬૩ ભેદો વિગેરે અનેક રીતે જીવોના અનેક ભેદો જણાવ્યા છે. તેમાં પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એમ કાયની અપેક્ષાએ છ જાતિઓ જણાવેલી છે. વીતરાગ તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન કેવલદર્શનથી કાયની અપેક્ષાએ જીવોની છ જાતિઓ જોયેલી છે. અને જેમ છે તેમ પ્રરૂપણા પણ કરેલી છે તેથી “છ કાય છે” આમ શ્રદ્ધા કરવી એ સમ્યગ્દષ્ટિત્વ છે. તથા આચારની બાબતમાં આ છ કાયમાંથી કોઈ પણ જીવનો ઘાત કરવો તે હિંસા કહેલી છે અને હિંસાનો ત્યાગ કરવો એ જ આચાર=સદાચાર જણાવેલો છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે તેમ સર્વે પણ જીવોને પોતાનો જીવ વહાલો છે. માટે હિંસા સર્વથા વર્જનીય છે. આ છ કાય અને જીવહિંસા એમ આ બન્નેની બાબતમાં થોડાક ઊંડા ઉતરીએ. (૧) જીવોની પૃથ્વીકાયાદિ ૬ જાતિ અવશ્ય છે. અને તે છ જાતિ છે આમ શ્રદ્ધા કરવી જોઈએ. શાસ્ત્રવચનોને શ્રદ્ધાથી સ્વીકારી લેવા જોઈએ. પરંતુ “નિયમે, સદંત છે,'' છ કાયની નિયમથી = એવકારથી શ્રદ્ધા કરતો પુરૂષ “આ સંસારમાં જીવોની છ જ કાયા છે” અથવા છ કાયા જ છે.” આમ એવકારપૂર્વક (એકાન્ત આગ્રહ પૂર્વક) શ્રદ્ધા Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કાણ્ડ-૩ - ગાથા-૨૮ સન્મતિપ્રકરણ કરતો તે પુરૂષ અયથાર્થ રીતે (ખોટી રીતે) શ્રદ્ધા કરતો હોવાથી માવો 7 સદ્દ$ = ભાવથી યથાર્થપણે શ્રદ્ધા કરતો નથી. કારણ કે પ્રથમ વાક્યમાં “છ જ જાતિઓ છે” આમ આગ્રહપૂર્વક શ્રદ્ધા કરવાથી ત્રસ-સ્થાવરની અપેક્ષાએ બે, લિંગભેદે ત્રણ, ગતિભેદે ચાર, અને ઇન્દ્રિયભેદે પાંચ ઇત્યાદિ જે અન્ય અન્ય જાતિઓ (પ્રકારો - ભેદો) છે તે સર્વે ભેદોનો અપલાપ થઈ જતો હોવાથી આવી આગ્રહવાળી (એકાન્તવાદવાળી) શ્રદ્ધા તે ભાવથી (વાસ્તવિકપણે) અશ્રદ્ધા જ છે. કારણ કે આવો આગ્રહ રાખવાથી જુદી જુદી વિવક્ષાએ જૈનશાસ્ત્રોમાં જે જુદા જુદા, દ્વિત્વ, ત્રિત્વ આદિ બીજા ભેદો જણાવ્યા છે તે ભેદો રહેતા નથી જ આમ તેનો અપલાપ થઈ જાય છે. તથા બીજા વાક્યમાં “છ જાતિઓ જ છે” અર્થાત્ “છ પ્રકારો છ ભેદો જ છે’ આમ આગ્રહપૂર્વક શ્રદ્ધા કરવાથી પૃથ્વીકાયાદિ છએ જાતિઓમાં ચૈતન્ય રૂપે જે અભેદ છે તે અભેદતત્ત્વનો અપલાપ થઈ જાય છે. તેથી વાસ્તવિકતાનો લોપ થતો હોવાથી આ શ્રદ્ધા પણ અશ્રદ્ધા જ છે. આ બન્ને વાક્યોમાં જે એકાન્તતા છે તે ઉચિત નથી. ‘છ જ જાતિઓ છે” અહી પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાવિશેષે છ જાતિઓ અવશ્ય છે. પરંતુ બીજી બીજી અપેક્ષાએ ઓછી-વધતી ઘણી જાતિઓ પણ છે તથા જીવરાશિની અપેક્ષાએ એકત્વ પણ છે આમ માનવું જોઈએ. આ અનેકાન્ત તો જ મનાય જો ઉપરોક્ત આગ્રહ (એકાન્ત) ન હોય તો, તેથી બીજા સપત્નવસુ = અપર્યાયોમાં પણ વિમત્તા અભેદભાવવાળી સી શ્રદ્ધા હોર્ = હોવી જોઈએ. તો જ તે અનેકાન્તભાવવાળી શ્રદ્ધા બને છે. અન્યથા કરાયેલી શ્રદ્ધા તે દ્રવ્યથી (ઉપરછલ્લી રીતે) શ્રદ્ધા હોવા છતાં પણ ભાવથી શ્રદ્ધા રૂપ રહેતી નથી. તેવી જ રીતે ‘છ જાતિઓ જ છે” આવા પ્રકારના બીજા વાક્યમાં પણ એકાન્તે ૬ ભેદ જ છે આમ માનવાથી “ચૈતન્યની દૃષ્ટિએ જે એકતા (અભેદ) છે’ તેનો અપલાપ થઈ જતો હોવાથી અયથાર્થ શ્રદ્ધા બનવાથી આ શ્રદ્ધા પણ અશ્રદ્ધા જ બને છે. આમ જ્ઞાનની બાબતમાં છ કાયને છ ભેદરૂપે સાપેક્ષપણે જો સમજીએ તો જ તે યથાર્થશ્રદ્ધા કહેવાય છે. એકાન્તે જો સ્વીકારીએ તો તે અશ્રદ્ધા જ બને છે. આ જ્ઞાનસંબંધી એક ઉદાહરણ થયું. Jain Educationa International = 44 = પૃથ્વીકાયાદિ ૬ કાય જરૂર છે. પરંતુ તે છએ કાય ‘કાયરૂપે” એક પણ છે જીવ અને શરીર એકમેક થયેલ હોવાથી જીવ કથંચિદ્ અજીવ પણ છે. જીવો છ જાતિ રૂપે ૬ પ્રકારના હોવા છતાં “જીવપણે” એક પણ છે. માટે એકાન્તતા પૂર્વકની શ્રદ્ધા તે અશ્રદ્ધા જ છે. તથા 'अपर्यायेष्वपि न विद्यन्ते अर्चि र्मुर्मुरादयो विवक्षितपर्याया येषु पुद्गलेषु तेष्वपि” अविभक्तश्रद्धानं यत् तदपि भावत एव भवेत् अर्चिष्मानयं भावो भूतो भावी वा इति । तन्नाव्यापकोऽनेकान्तवादः । નહી બળેલા તથા અર્ધ બળેલા કાષ્ટ અને તૃણાદિમાં વર્તમાનકાલમાં સર્વિ: = અગ્નિ For Personal and Private Use Only - Page #322 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ - ગાથા-૨૮ ૨૮૫ અથવા મુસ્કુરા = અગ્નિના કણીયા રૂપ વિવક્ષિતપર્યાયો વિદ્યમાન નથી. તેવા તૃણકાષ્ટાદિમાં “આ પગલદ્રવ્ય અગ્નિમય બનેલા છે. તથા અથવા અગ્નિમય બનવાનાં છે. આ રીતે વર્તમાનકાલે અગ્નિપર્યાય વિનાના કાષ્ટ-તૃણાદિમાં પણ તે તે પર્યાયોની તિરોભાવે અખંડ શ્રદ્ધા આ જીવને હોય છે માટે અનેકાન્તવાદ અવ્યાપક નથી. પરંતુ સર્વત્ર વ્યાપક છે. હવે આ જ ૬ કાયોને હિંસા અને અહિંસાના આચરણમાં જ્યારે જોડીએ ત્યારે તે આચરણરૂપે અનેકાન્તનું બીજું ક્રિયાસંબંધી ઉદાહરણ બને છે. જીવઘાત એ પાપ છે. અધર્મ છે. કર્મબંધનો હેતુ છે આમ સમજતો આ જીવ જીવઘાત વર્જવા પ્રયત્નશીલ બને છે. અને જીવઘાત વર્જવો પણ જોઈએ. પરંતુ “જીવઘાત એકાતે વર્જવો જ જોઈએ” આવો આગ્રહ ક્યારેક અનર્થકારી પણ થાય છે. જેમ કે આપણાં બાળકો અથવા કુટુંબીઓ દુખવ્યસનો તરફ જતાં હોય ત્યારે તેઓને આપેલો દંડ, ભય, અને યથોચિત તાડન (હિંસા રૂપ હોવા છતાં પણ) હિંસાની કોટિમાં ગણાતો નથી. સાધુ-સાધ્વીજી કે સજ્જનો ઉપર ત્રાસ વરતાવતા અને ઉપસર્ગ કરતા દુર્જનો ઉપર કરેલો દંડ, ભય, તાડન-મારણ વિગેરે હિંસાની કોટિમાં ગણાતો નથી. આ રીતે જે આચાર હિંસામય ભલે હોય પરંતુ તે આચાર પરંપરાએ વમાં કે પરમાં ગુણપ્રાપ્તિનો, કે પ્રાપ્તગુણોની રક્ષાનો હેતુ બને અથવા દોષનાશનો કે અપ્રાતદોષોના આગમનનો નિષેધક બને તો હિંસામય તે આચાર (આશય શુદ્ધ હોવાથી) હિંસાની કોટિમાં ગણાતી નથી “હિંસા ન જ કરવી” આટલી જ માત્ર શ્રદ્ધા કરતો પુરૂષ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને ન સમજવાથી તથા લાભાલાભ કે હિતાહિતને ન સમજવાથી અપેક્ષાવાદની દૃષ્ટિ વિના શાસ્ત્રકારોની દૃષ્ટિએ ભાવથી શ્રદ્ધાવાળો કહેવાતો નથી. ક્યાંઈક ગુણોની પ્રાપ્તિ માટે કે પ્રાપ્તગુણોની રક્ષા આદિ માટે જીવઘાત સ્વીકાર્ય પણ બને છે. જેમ કે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને એક ગામમાં વધુ રહેવાથી પરિચય વધારે થવાથી રાગ-દ્વેષ જે થાય છે તે ન થાય તે માટે વિહાર કરવાની ભગવાનની આજ્ઞા છે. ત્યાં રસ્તામાં નદી આવતી હોય તો ઉતરતાં અપ્લાયની હિંસા હોય તો પણ વિહારની અનુજ્ઞા છે. આ તત્ત્વ જાણવા માટે સ્વરૂપહિંસા હેતુહિંસા અને અનુબંધહિંસા એમ ત્રણ પ્રકારની હિંસાના સ્વરૂપને ગુરુનિશ્રાએ બરાબર સમજવું જોઈએ. ટીકામાં કહ્યું છે કે - અવધારન ‘‘પડેતે નવી: વા'' રૂત્યેવં શ્રદ્ધાન: षटकायान् भावतः = परमार्थतो न श्रद्धत्ते, जीवराश्यपेक्षया तेषामेकत्वात्, कायानामपि पुद्गलतयैकत्वात्, जीवपुद्गलप्रदेशानां परस्पराविनिर्भागवृत्तित्वाच्च-जीवप्रदेशानां स्याद् अजीवत्वम्, प्रत्येकं प्राधान्यविवक्षया स्याद् अनिकायत्वम् । सूत्रविहितन्यायेन प्रवृत्तस्याप्रमत्तस्य "हिंसाऽप्यहिंसा" । इति "तद्धाते स्यादधर्मः इति न भावसम्यग्दृष्टिरसौ स्यात्, द्रव्यसम्यग्दृष्टिस्तु स्यात्, “भगवतैवमुक्तम्" इति जिनवचनरुचिस्वभावत्वात् । Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કાડ-૩ – ગાથા-૨૯ સન્મતિપ્રકરણ આ તત્ત્વ સમજવા માટે વિશાળ અને સૂક્ષ્મદૃષ્ટિ કેળવવી જ રહી. અને તે સાપેક્ષવાદને એ જ (અનેકાન્તદૃષ્ટિને જ) આભારી છે. તેથી એકાન્ત આગ્રહ ઉપકારી બનતો નથી. / ૨૮ ! અનેકાન્તદૃષ્ટિ જેમ પોતાના વિષયમાં અનેકાન્તતા સૂચવે છે. તેમ સઘળા પ્રમેયતત્ત્વોમાં પણ અનેકાન્તતા સૂચવે છે. તે વિષય ઉપર બીજાં કેટલાંક સુંદર ઉદાહરણો ગ્રંથકારશ્રી આપે છે. गइपरिगयं गई चेव, केइ णियमेण दवियमिच्छंति । तं पि य उड्ढगईयं, तहा गई अनहा अगई ॥ २९ ॥ गतिपरिगतं गतिमच्चैव केचिद् नियमेन द्रव्यमिच्छन्ति । तदपि चोर्ध्वगतिकं तथा गतिमदन्यथाऽगतिमत् ॥ २९ ॥ ગાથાર્થ - ગતિ ભાવે પરિણામ પામેલું દ્રવ્ય નિયમો ગતિમાન જ છે. એમ કેટલાક ઈચ્છે છે. પરંતુ ગતિમાન એવું તે દ્રવ્ય ઉર્ધ્વગતિને આશ્રયી જેમ ગતિમાન છે. તેમ અન્યથા (અન્ય દિશાની ગતિને આશ્રયી) અગતિમાન પણ અવશ્ય છે જ. / ર૯ | વિવેચન - અનેકાન્તદૃષ્ટિની ઘણી વિસ્તૃત ચર્ચા એટલા માટે કરી છે કે વ્યાપક પણે સર્વત્ર અનેકાન્તમય વસ્તુતત્ત્વ છે. તે સમજવું અત્યન્ત આવશ્યક છે. અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપ બારીકાઈથી સમજ્યા વિના વસ્તુનું સાચું સ્વરૂપ હાથમાં આવતું નથી. તેથી અજ્ઞાનતાને વશ થયેલો આ જીવ એક તરફી વસ્તુ સ્વરૂપ માની લે છે. તેનો આગ્રહ એવો અને એટલો બધો વધી જાય છે કે તેને બીજી બાજુનું સ્વરૂપ સમજાતું તો નથી, પરંતુ બીજી બાજુનું સ્વરૂપ સમજાવતાં તેને વિરોધો જ દેખાયા કરે છે. તે જીવ સમન્વય કરી શકતો જ નથી. અને પરસ્પર વિરૂદ્ધ બે સ્વરૂપોનો વિરોધ માત્ર દેખીને ઘણા કુતર્કો જ કરે છે. અને એકાન્તતા તરફ જ વધારે વળી જાય છે આ વાત સમજાવવા માટે ગ્રંથકારશ્રી આ ગાળામાં અને આ ગાથા પછીની બે ગાથામાં કેટલાંક સુંદર ઉદાહરણો આપે છે - (૧) ધારો કે એક રોકેટ અથવા પ્લેન ભૂમિ ઉપર ઉભું છે અને તેનો પાયલોટ તેને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને ધીરે ધીરે તે રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે ઉર્ધ્વગતિ કરે છે. સ્થૂલદષ્ટિએ વિચાર કરીએ તો તે રોકેટ અથવા પ્લેન ગતિમાન જ દેખાય છે અને તે પણ ઉર્ધ્વગતિમાન જ જણાય છે. કોઈને પણ પુછો તો આમ જ કહેશે કે આ રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે. અર્થાત્ ગતિમાન છે. તેમાં ગતિ જ છે. પણ ગતિનો અભાવ નથી. આપણે તેને વસ્તુસ્થિતિ સમજાયા વિના જો આમ કહીએ કે આ રોકેટ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૨૯ ૨૮૭ પ્લેન ગતિમાન જ માત્ર નથી. પણ ગતિવાળું પણ છે અને ગતિના અભાવ વાળું પણ છે. તો તે ભૂલદષ્ટિવાળા જીવો તેનો તુરત વિરોધ કરશે. અને આપણને ઠપકો જ આપશે કે તમને આટલું ય દેખાતું નથી. આટલા બધા વેગથી તો આ રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે. અને ગતિ જ કરે છે. તેને ગતિવાળું જ કહેવાય, ગતિના અભાવવાળું કેમ કહેવાય? અર્થાત્ ગતિના અભાવવાળું ન જ કહેવાય. માત્ર ગતિવાળું જ કહેવાય. આવું જોરશોરથી તે બોલશે. પરંતુ “આ રોકેટ અથવા પ્લેન કેવળ એકલી ગતિવાળું જ માત્ર છે” તે કેટલા અંશે સાચુ છે ? તે તપાસવા જરા ઊંડા ઉતરીએ અને તેને જ પુછીએ કે આ રોકેટ અથવા પ્લેન શું ઉર્ધ્વગતિ કરે છે કે અધોગતિ કરે છે? પૂર્વદિશા તરફ તિચ્છ ગતિ કરે છે કે પશ્ચિમદિશા તરફ તિથ્વી ગતિ કરે છે ? ઈત્યાદિ પ્રશ્નો જ્યારે પુછીએ ત્યારે તે જ કહેશે કે ના-ના, માત્ર ઉર્ધ્વગતિ જ કરે છે. અન્ય કોઈ પણ દિશામાં આ રોકેટ અથવા પ્લેન ગતિ કરતું નથી. ત્યારે સિધ્ધ થાય છે કે વિવક્ષિત આ દ્રવ્ય જ્યારે ગતિભાવે પરિણામ પામ્યું છે. ત્યારે ઉર્ધ્વગતિને આશ્રયી જેમ ગતિમાન છે તેમ તે જ કાલે અન્ય દિશાની ગતિને આશ્રયી અગતિમાન : (ગતિના અભાવવાળું) પણ જરૂર છે જ. સ્થૂલદેષ્ટિએ દેખાતો વિરોધ તુરત શાન્ત થઈ જાય છે. આ જ અનેકાન્ત દૃષ્ટિનો પ્રભાવ છે. તે દ્રવ્યમાં ગતિમત્તા અને અગતિમત્તા એમ બન્ને સ્વરૂપ વાસ્તવિક સાચાં છે. પરંતુ પરિપૂર્ણ આ બન્ને સ્વરૂપ તેને જ દેખાય છે અને તેને જ સમજાય છે કે જેની દૃષ્ટિ આવા પ્રકારના અનેકાન્તવાદ રૂપ અમૃતના સંસ્કારથી રંગાઈ હોય છે. જેની દૃષ્ટિ અનેકાન્તવાદના સંસ્કારથી રંગાયેલી નથી હોતી તેઓ ઉપરછલ્લી રીતે ગતિમાન દ્રવ્યને નિયમો ગતિમાન જ કહે છે અને આમ માની લે છે. અને તેવા પ્રકારના અજ્ઞાન અને કદાગ્રહને લીધે ગતિ - અને અગતિને એકી સાથે એકદ્રવ્યમાં એકકાલે માનવામાં વિરોધ જ કર્યા કરે છે. પરંતુ અનેકાન્તવાદના સંસ્કારથી સંસ્કાર પામેલી આવા પ્રકારની સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં ગતિમાન દેખાતું દ્રવ્ય પણ અન્ય દિશાઓની અપેક્ષાએ અગતિમાન પણ ચોક્કસ છે જ. આમ વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ સ્વયં સમજાઈ જ જાય છે અને સર્વ વિરોધો શાન્ત થઈ જાય છે. આ જ અનેકાન્ત વૃષ્ટિનો ચમત્કાર વિશેષ છે. રોકેટ અથવા પ્લેનનું તો આ એક ઉદાહરણ માત્ર જ છે. આ રીતે તૃણાદિદ્રવ્ય પણ વાયુના જોરે જે દિશામાં ગતિ કરતું હોય છે. ત્યારે એક જ દિશામાં તે ગતિમાન છે. શેષ સર્વ દિશામાં તે ગતિમાન નથી. તેથી અન્ય દિશાઓને આશ્રયી તે તૃણાદિ અગતિમાન પણ અવશ્ય છે. ટીકામાં કહ્યું છે કે - “તિક્રિયાવિ દ્રવ્ય મિત્ર" રૂત્તિ વિદ્ મચત્તે, तदपि गतिक्रियापरिणतं जीवद्रव्यं सर्वतो गमनायोगाद् उर्ध्वादिप्रतिनियतदिग्गतिकं तैर्वादि Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૩૦ ૨૮૮ સન્મતિપ્રકરણ भिरभ्युपगन्तव्यम् । एवं च तद् तथा = प्रतिनियतदिग्गमनेनैव गतिमद्, अन्यथाऽपि गतिमद् स्यात्, तदाऽभिप्रेतदेशप्राप्तिवद् अनभिप्रेतदेशप्राप्तिरपि तस्य भवेदित्यनुपलभ्यमानयुगपद्विरुद्धोभयदेशप्राप्तिप्रसक्तेरत्राप्यनेकान्तो नाव्यापकः । આવી જ રીતે અત્યન્ત સ્થિર કાયોત્સર્ગ મુદ્રામાં રહેલો કોઈ પુરૂષ ઉપરછલ્લી દૃષ્ટિથી સ્થિર જ જણાશે પણ તે સ્થૂલદૃષ્ટિએ જેમ સ્થિર છે તેમ અંદરની રૂધિરાદિ ધાતુઓના પરિભ્રમણની અપેક્ષાએ તથા શ્વાસઉચ્છવાસની અપેક્ષાએ અને તેની સાથે સાથે આત્મપ્રદેશોની ચંચલતા - ભ્રમણતા - તથા મન વચન અને કાયાના યોગદશાની અપેક્ષાએ અસ્થિરતા પણ જરૂર છે જ. આમ ઉભયાત્મક સ્વરૂપ વસ્તુનું માનવું તે જ યથાર્થ છે. જેની આવી દૃષ્ટિ હોય છે. તેને જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. મેં ૨૯ || गुणणिव्वत्तियसण्णा, एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं, दव्वमदव्वं तहा होइ ।। ३० ॥ गुणनिर्वर्तितसज्ञा, एवं दहनादयोऽपि द्रष्टव्याः । યથા પ્રતિષિદ્ધ, દ્રવ્યમદ્રિવ્ય તથા (= મનના) ભવતિ | ૩૦ || ગાથાર્થ - ગુણથી બનેલાં છે નામ જેનાં એવા “દહન” આદિ શબ્દો પણ આમ જ જાણવા. જે દ્રવ્ય જે સ્વરૂપે નિષિદ્ધ હોય છે તે દ્રવ્ય તે સ્વરૂપે અદ્રવ્ય પણ કહેવાય છે. ૩૦ વિવેચન - અનેકાનદષ્ટિને સમજાવવા ગ્રંથકારશ્રી બીજાં ઉદાહરણો પણ આપે છે. શબ્દો ત્રણ જાતના હોય છે. ૧ યૌગિક, ૨ યોગ રૂઢ, અને ૩ રૂઢ. જ્યાં શબ્દની વ્યુત્પત્તિ થતી હોય અને તે વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ તેમાં સંભવતો હોય તે શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. જેમકે જ્ઞાનવૃતિ કૃતિ જ્ઞાનાવરીયમ્ = જ્ઞાનનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય. આ અર્થ જ્ઞાનાવરણીય કર્મમાં બરાબર સંભવે છે. તેથી તે યૌગિક શબ્દ છે. જ્યાં વ્યુત્પત્તિ થતી હોય. તથા વ્યત્પત્તિ પ્રમાણે અર્થ પણ તેમાં સંભવતો હોય પણ શબ્દનો વ્યુત્પત્તિથી કહેલો અર્થ બહુમાં સંભવતો હોય છતાં તેમાંથી અમુકમાં જ આ શબ્દ રૂઢ થયો હોય (વપરાતો હોય) તે યોગરૂઢ કહેવાય છે. જેમ કે વેદ્યતે રૂતિ વેનીયમ્ = જે કર્મ વેદાય, અનુભવાય, તે વેદનીયકર્મ, આ અર્થ આઠે કર્મમાં લાગુ પડે છે કારણ કે આઠ કર્મો જીવ દ્વારા વેદાય તો છે જ. છતાં ત્રીજા કર્મમાં જ આ શબ્દ રૂઢ થયેલો છે. કારણ કે જે સુખદુઃખાત્મક અનુભવ છે. તે ત્રીજા કર્મથી જ થાય છે. તેથી ત્રીજા કર્મને જ વેદનીયકર્મ કહેવાય છે. એવી જ રીતે પ ગાયતે રૂતિ નિમ્ = કાદવમાં ઉત્પન્ન થાય તે પંકજ. Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૩૦ ૨૮૯ આ અર્થ કમળમાં-કીડામાં-સૂક્ષ્મજીવાતમાં આમ બહુ અર્થમાં લાગુ પડે છે. પણ કમલમાં જ રૂઢ છે. તે સઘળા શબ્દો યોગરૂઢ જાણવા, તથા જેમાં શબ્દનો અર્થ ન સંભવતો હોય પણ શબ્દપ્રયોગ માત્ર થતો હોય તે રૂઢ કહેવાય છે. જેમ કે કોઈ છોકરાનું નામ દેવેન્દ્ર કે સુરેશ પાડ્યું હોય પણ તે કંઈ દેવોનો ઇન્દ્ર કે સુરોનો સ્વામી નથી. આ રૂઢ નામ કહેવાય છે. આમ નામો ત્રણ પ્રકારનાં હોય છે. આવા પ્રકારના નામોમાંથી જે જે નામો ગુણથી પાડ્યાં હોય, અર્થની સંગતિ થતી હોય એટલે જે નામો પાડ્યાં હોય તે મુનિવર્તિત સન્તા = ગુણનિષ્પન્ન નામ કહેવાય છે. યૌગિક અને યોગરૂઢ નામો આવાં જ હોય છે. જેમકે દહન (અગ્નિ), પવન (વાયુ) વિગેરે. વહતીતિ વદનમ્, પુનાતીતિ પવનમ્ = જે બાળે તે દહન એટલે જે બાળવાનું કામ કરે તે દહન, ખરેખર બાળવાનું કામ અગ્નિ કરે છે. માટે અગ્નિને દહન કહેવાય છે અને જે પવિત્ર કરે - - સાફ કરે - ચોખ્ખુ કરે તે પવન એટલે વાયુ. આ રીતે દહનાદિ (દહન-પવન વિગેરે શબ્દો) ગુણનિષ્પન્નનામો છે. લાકડાં કાગળ-કપડાં આદિ દ્રવ્યોને અગ્નિ બાળે છે તેથી અગ્નિને દહન કહેવાય છે અને વાયુ કચરાને ખેંચી જાય છે. તથા ઘરને સાફ કરે છે તેથી વાયુને પવન કહેવાય છે. આમ દહન (અગ્નિ) બાળે જ, અને પવન (વાયુ) પવિત્ર સાફ કરે જ, આ અર્થ અગ્નિમાં તથા વાયુમાં ઘટે જ છે. તેથી આ નામો ગુણનિષ્પન્ન નામ તરીકે પ્રસિદ્ધ છે. મૂલગાથામાં ‘“વળાઓ વિ’” પદમાં દહન-પવન આદિનાં ઉદાહરણો કહ્યાં છે. લોકો આવી વ્યુત્પત્તિને જાણનારા ભલે હોય પણ જો તે સ્થૂલદૃષ્ટિવાળા હોય (અર્થાત્ બહુ સૂક્ષ્મ તત્ત્વમાં ન ઉતરેલા હોય) તેવા પુરૂષને કહીએ કે ભાઈ ! અગ્નિ એ દહન તો જરૂર છે. પરંતુ સાથે સાથે અદહન પણ જરૂર છે. તથા વાયુ પવન તો જરૂર છે પરંતુ સાથે સાથે અપવન પણ જરૂર છે. તો તુરત જ તે બોલી ઉઠશે અને વિરોધ રજુ કરશે કે શું આમ તે કંઈ હોતું હશે ! અગ્નિ તો સર્વને બાળે જ છે. કોઈને છોડતું નથી માટે દહન જ કહેવાય. તેને અદહન કેમ કહેવાય ? તોફાની જોરદાર વાયુ બધાને જ ખેંચી જાય છે. માટે પવન જ કહેવાય, તેને અપવન કેમ કહેવાય ? આમ એકાન્ત તરફ ઢલેલી દૃષ્ટિથી તે પુરૂષ દહન-અદહન અને પવન-અપવન વચ્ચે વિરોધ જ દેખવાનો છે. અને પોતે માનેલા એકાન્તવાદને જ પોષવાનો છે. અને કહેવાનો જ છે કે અગ્નિને દહન જ કહેવાય અને વાયુને પવન જ કહેવાય પણ અદહન અને અપવન ન કહેવાય. પરંતુ ધીરેથી જ્યારે તેને સમજાવીએ કે દહન એટલે અગ્નિ બાળે છે જરૂર, પણ દાહ્યને (બાળી શકાય તેવા પદાર્થોને) જ બાળે છે. આત્મા-આકાશ-પરમાણુ-દ્રયણુકધર્માસ્તિકાયાદિ ઘણા અદાહ્ય (ન બાળી શકાય તેવા) પદાર્થો છે. તેને કંઈ તે અગ્નિ બાળતો Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કાડ-૩ – ગાથા-૩૧ સન્મતિપ્રકરણ નથી. તેથી લાકડાં કાગળ આદિને આશ્રયી તે દહન છે અને આત્મા-આકાશ આદિને આશ્રયી તે અદહન છે. આમ બન્ને ધર્મો માનવા શું ખોટા છે ? ત્યારે તે શાન્ત થઈ જાય છે. વિરોધ શમી જાય છે અને સ્વીકારી લે છે કે હા, દહન તે અદહન પણ જરૂર છે. તેવી જ રીતે કાગળ-ધૂળ-કચરા આદિને પવન ખેંચી જાય છે માટે પવન તે પવન જરૂર છે પરંતુ પર્વતો કે શીલાઓને તે કંઈ ખેંચી જતો નથી. તેથી તે અપવન પણ જરૂર છે. આ રીતે સાચી સમજ આવતાં અનેકાન્તદૃષ્ટિ ખીલી ઉઠે છે. અને સઘળા વિરોધો શાન્ત થઈ જાય છે. વિરોધ કરનારા એવા તે વિરોધીના હૃદયમાં પણ વિરોધને બદલે સમન્વય સધાતો જાય છે. તેથી આ અનેકાન્ત દૃષ્ટિ વિરોધભંજક અને સમન્વય સાધક છે. ટીકામાં કહ્યું છે કે - પન = નાવિના નિર્વર્તિતા-ઉત્પવિતા સંજ્ઞા = મથાને શેષાં तेऽपि दहनपवनादय एवमेवानेकान्तात्मका द्रष्टव्याः । तथाहि - दाहपरिणामयोग्यं तृणादिकं दहतीति दहनः, तदपरिणतिस्वभावं स्वात्माकाशाप्राप्तवज्राण्वादिकं न दहतीति । तेन यद् द्रव्यं यथा दहनरूपतया प्रतिषिद्धं तद् अद्रव्यं = अदहनादिरूपं, तथा = भजनाप्रकारेण "स्याद्दहनः स्यान्न" इति भवति, ततो नाव्यापि अनेकान्तः । આ રીતે જે જે દ્રવ્ય જે જે કાર્ય કરવામાં નિપુણ છે તે તે દ્રવ્ય, તે તે ભાવે એટલે કે તે તે કાર્ય કરવાની અપેક્ષાએ તે તે નામને ધારણ કરવામાં જેમ સમર્થ છે તેવી જ રીતે તે તે દ્રવ્ય જે જે કાર્ય કરવામાં પ્રતિષિદ્ધ હોય. નિષિદ્ધ હોય અથવા જે કાર્ય કરવામાં તે અસમર્થ હોય તે તે કાર્યને આશ્રયી તે જ દ્રવ્ય અદ્રવ્ય પણ જરૂર છે જ. દાહ્યને આશ્રયી અગ્નિ જેમ દહન છે. તેમ અદાલ્યને આશ્રયી અગ્નિ અદહન પણ જરૂર છે. માટે દહન એવો અગ્નિ દહન પણ છે. અને અદહન પણ છે આમ ભજના જાણવી. તથા પહેલા દેવલોકનો દેવેન્દ્ર, ત્યાંના પ્રથમ દેવલોકના દેવોનો ઇન્દ્ર હોવાથી દેવેન્દ્ર જરૂર છે. પરંતુ ઉપરના દેવલોકના દેવોનો તે ઇન્દ્ર નથી. માટે અદેવેન્દ્ર પણ જરૂર છે. રાજા પોતાના દેશનો રાજા હોવાથી રાજા જરૂર છે. પરંતુ અન્ય દેશોમાં તેનું કંઈ ચાલતું નથી. તેથી અરાજા પણ જરૂર છે. આમ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો સર્વત્ર અનેકાન્તતા જરૂર સમજાશે. અને આ અનેકાન્તદૃષ્ટિ એ જ સંપૂર્ણ સાચી દ્રષ્ટિ છે. જે સર્વત્ર વ્યાપક છે. || ૩૦ || कुंभो ण जीवदवियं, जीवो वि ण होइ कुंभदवियं ति । तम्हा दो वि अदवियं, अण्णोण्णविसेसिया होंति ॥ ३१ ॥ कुम्भो न जीवद्रव्यं, जीवोऽपि न भवति कुम्भद्रव्यमिति । तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेषितौ भवतः ॥ ३१ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૩૧ ૨૯૧ ગાથાર્થ - ઘટ એ કંઈ જીવદ્રવ્ય નથી. અને જીવ પણ કંઈ કુંભદ્રવ્ય નથી. તેથી તે બન્ને (કુંભ અને જીવ) પરસ્પર વિશેષિત કરાયા છતા “અદ્રવ્ય” પણ જરૂર છે જ. II૩૧॥ વિવેચન - ત્રીસમી ગાથામાં વિસ્તારથી સમજાવ્યું તેમ અહીં પણ સમજવું. આ ગાથામાં અનેકાન્ત દૃષ્ટિ વધુ દૃઢપણે સમજાવવા માટે ઘટ અને જીવનું ઉદાહરણ ગ્રંથકારશ્રી આપે છે. ઘટ-પટ, ઘર-દુકાન આદિ કેટલાંક દ્રવ્યો આ સંસારમાં એવાં છે. કે જે પુદ્ગલ દ્રવ્યો છે. અને તેમાં વર્ણ ગંધ-૨સ-સ્પર્શ આદિ ઇન્દ્રિયગ્રાહ્ય ગુણો છે. તેથી તે મૂર્ત દ્રવ્ય તથા અજીવ દ્રવ્ય કહેવાય છે. તેમાં ચૈતન્યાદિ ગુણો નથી. તથા જીવ નામનું એક એવું દ્રવ્ય છે કે જેમાં ઇન્દ્રિયગ્રાહ્ય વર્ણાદિ મૂર્ત ગુણો નથી પણ ચૈતન્યાદિ અમૂર્ત ગુણો છે. અને તે જીવ દ્રવ્ય અમૂર્ત અને ચેતન કહેવાય છે. આ વાત શાસ્ત્રજ્ઞ જગતમાં જાણીતી છે. હવે ઉપલકદૃષ્ટિથી જોઈએ તો ઘટપટ એ પણ દ્રવ્ય છે કારણ કે તે પણ ગુણો અને પર્યાયોનો આધાર છે. અને તેનું પુદ્ગલદ્રવ્ય રૂપે અસ્તિત્વ ત્રૈકાલિક છે. તેવી જ રીતે જીવ એ પણ એક દ્રવ્ય છે. કારણ કે તે પણ ચૈતન્યાદિ ગુણ-પર્યાયોનો આધાર છે. તથા વૈકાલિક પદાર્થ છે. તેથી દ્રવ્યનું લક્ષણ બન્નેમાં બરાબર લાગુ પડે છે તત્ત્વાર્થ સૂત્રકારે કહ્યું છે કે ‘‘મુળપર્યાયવત્ દ્રવ્યમ્’’ તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કે - ગુણ પર્યાયતણું જે ભાજન, એક રૂપ ત્રિહું કાલિ રે । તેહ દ્રવ્ય નિજ જાતિં કહીઈ, જસ નહીં ભેદ વિચાલઈ રે જિનવાણી રંગઈ મનિ ધિરઈ ॥ ૨-૧ ॥ આ રીતે વિચારતાં ઘટ-પટ આદિ જડ પદાર્થો આ પણ પુદ્ગલાત્મક દ્રવ્ય છે અને જીવ પણ ચેતનાત્મક દ્રવ્ય છે ધર્માસ્તિકાયાદિ ૬ દ્રવ્યોમાંના આ બન્ને પુદ્ગલ અને જીવરૂપે દ્રવ્યો છે. દ્રવીભૂત થાય છે. નવા નવા પર્યાયરૂપે પરિણામ પામે છે. તેથી ઘટપટ આદિ પુદ્ગલદ્રવ્ય પણ દ્રવ્ય જ કહેવાય અને જીવ પણ દ્રવ્ય જ કહેવાય. દ્રવ્યનું લક્ષણ તથા દ્રવ્યનું સ્વરૂપ દરેકમાં બરાબર ઘટે છે. આ વાત દરેકના મગજમાં એવી ઠસી ગઈ છે કે ઘટ-પટ એ અદ્રવ્ય છે અને જીવ એ પણ અદ્રવ્ય છે આવું જો કહેવામાં આવે, સાંભળવામાં આવે કે સંભળાવવામાં આવે તો તે સાંભળનારાઓ તુરત ખળભળી ઉઠે છે. આકુળ-વ્યાકુળ થાય છે અને વિરોધ જ ઉભો કરે છે કે ઘટ-પટ-જીવ આ પદાર્થો તો દ્રવ્ય જ છે. તેને અદ્રવ્ય કેમ કહેવાય ? તમારૂં (આવું ખોટું કહેનારાનું) મગજ ખસી ગયું હોય એમ લાગે છે. ઘટપટ અને જીવને અદ્રવ્ય કહેવાની તમારી વાત તદ્દન ખોટી છે. આ સર્વે તો નિયમા દ્રવ્ય જ છે. આમ એકાન્તતાને જ પકડી રાખે છે. અને દ્રવ્યપણે સ્વીકાર કરેલા એકાન્તવાદનો બહુ જ આગ્રહ રાખે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કાડ-૩ - માથા-૩૧ સન્મતિપ્રકરણ પરંતુ જ્યારે તે સાંભળનારાઓનો વિરોધ સંબંધી આ ખળભળાટ સાંભળી લીધા પછી (ઉભરો ઠલવાયા પછી) ધીરેથી સમજાવીએ કે જે ઘટ-પટ આદિ દ્રવ્યો છે તે પોતપોતાના ગુણધર્મોવાળું દ્રવ્ય હોવાથી દ્રવ્ય તો અવશ્ય છે. વર્ણાદિ મૂર્તગુણોવાળું પણ જરૂર છે. જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ પર્યાય રૂપે પરિણામ પામનારૂં પણ જરૂર છે. પરંતુ તે ઘટ-પટ આદિ દ્રવ્ય ચૈતન્યાદિ ઈતરગુણોવાળું અને દેવ-નારકાદિ જીવગતપર્યાયવાળું શું છે કે નથી ? તો આ ખળભળાટ વાળા જ કહેશે કે ના, તે ચૈતન્યાદિ ગુણોવાળું દ્રવ્ય નથી તો પછી ચૈતન્યાદિ ગુણોવાળુ આ દ્રવ્ય ન હોવાથી અને દેવ-નારકાદિ પર્યાયવાળું આ દ્રવ્ય ન હોવાથી “TUJપર્યાયવેત્ દ્રવ્યમ્'' આવા પ્રકારનું દ્રવ્યનું આ લક્ષણ તે ઘટપટમાં લાગુ ન પડવાથી “અદ્રવ્ય” છે આમ પણ અવશ્ય કહેવાય જ. એમાં કંઈ ખોટું નથી. એવી જ રીતે જીવદ્રવ્ય પણ પોતાના ચૈતન્યાદિ ગુણોવાળું અને દેવ-નારકાદિ પર્યાયોવાળું હોવાથી દ્રવ્ય તો અવશ્ય કહેવાય જ, પરંતુ સાથે સાથે વર્ણાદિ મૂર્ત ગુણોવાળું દ્રવ્ય ન હોવાથી અને જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ પર્યાય રૂપે પરિણામ ન પામતું હોવાથી તે સ્વરૂપે આ જીવદ્રવ્ય અદ્રવ્ય પણ અવશ્ય કહેવાય જ, આમાં આટલો બધો વિરોધ અને ખળભળાટ કરવાની શી જરૂર ? સાંભળનારા બધા જ શાન્ત થઈ જાય છે. - આ રીતે જો સૂમદૃષ્ટિએ વિચારીએ તો કુંભ એ જીવદ્રવ્ય સ્વરૂપ નથી. અને જીવદ્રવ્ય કુંભદ્રવ્યસ્વરૂપ નથી. તેથી તે બન્ને દ્રવ્યો સ્વગુણ-પર્યાયનો આશ્રય હોવાથી તેને આશ્રયી દ્રવ્ય તો જરૂર છે જ. પરંતુ સાથે સાથે અન્યોન્ય (અરસપરસ) વિશેષિત કરાયા છતા અર્થાત્ પરદ્રવ્યના ગુણો અને પારદ્રવ્યના પર્યાયો રૂપે વિચારાયા છતા “અદ્રવ્ય” પણ અવશ્ય છે જ. દ્રવ્યને અદ્રવ્ય કહેતાં પહેલાં તો આ વ ખળભળી ઉઠે છે. પરંતુ સ્વ અને પરના ગુણ પાયાના આધારની વિવક્ષા સમજાવતાં તે ખળભળાટ શાન્ત થઈ જાય છે. સઘળા પણ વિરોધો શમી જાય છે. સિધ્ધાન્તકારશ્રી સિધ્ધસે દિવાકરસૂરિજી મહારાજશ્રીએ વીતરાગ પરમાત્મા દ્વારા પ્રણીત “અનેકાનતદષ્ટિ'ને સમજાવવા આ સઘળી ગાથાઓમાં અથાગ પ્રયત્ન કર્યો છે. અનેક ઉદાહરણો આપ્યાં છે અને પદાર્થોનું વાસ્તવિક યથાર્થ ઉભયાત્મક સ્વરૂપ સમજાવ્યું છે. કોઈ પણ પદાર્થ જેમ દ્રવ્ય છે તેમ ઈતરદ્રવ્યના ગુણ-પર્યાયરૂપ ન હોવાથી અદ્રવ્ય પણ જરૂર છે. (ઈતર દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યનું નાસ્તિપણું પણ તેમાં છે) સ્વદ્રવ્યરૂપે અસ્તિ અને પદ્રવ્યરૂપે નાસ્તિ આમ સમજીએ તો જ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ થાય છે અને આ જ સાચી વાત છે. સાચું સ્વરૂપ છે. કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના ડાહ્યા માણસો (તત્ત્વજ્ઞજીવો) છે. આ વાત સ્વીકારી લે છે. આ વાત સ્વીકારવામાં જ ડહાપણ છે. ટીકામાં કહ્યું છે કે - મુક્યો નીવડ્યું ન વિતતિ, નીવોપર મવતિ ઘટદ્રવ્યમ્ | तस्माद् द्वावपि अद्रव्यमन्योन्यविशेपितौ-परस्पराभावात्मकौ । यतोऽयमभिप्राय: जीवद्रव्यं Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૩૨-૩૩ સન્મતિપ્રકરણ ૨૯૩ कुम्भादेरजीवद्रव्याद् व्यावृत्तम् अव्यावृत्तम् वा ? प्रथमपक्षे स्वरूपापेक्षया जीवो जीवद्रव्यम्, कुम्भाधजीवद्रव्यापेक्षया तु न जीवद्रव्यमित्युभयरूपत्वादनेकान्त एव । द्वितीयपक्षे तु सर्वस्य सर्वात्मकतापत्तेः प्रतिनियतरूपाभावतस्तयोरभावः खरविषाणवद् । ततः सर्वमनेकान्तात्मकम्, अन्यथा प्रतिनियतरूपताऽनुपपत्तेः इति व्यवस्थितम् । અનેકાન્તદષ્ટિ સમજાવવા માટે ગ્રંથકારશ્રીએ અથાગ પ્રયત્ન આ ગાથાઓમાં કર્યો છે, વાંચનારા શ્રોતા થાકી જાય, કંટાળી જાય, એકની એક વાત ઘણીવાર આવી. એમ લાગી જાય. પરંતુ વક્તા એવા ગ્રંથકારશ્રી આપણા જેવા જીવો ઉપર કૃપા કરીને અનેક રીતે સમજાવે છે તેઓનો ઉપકાર કદાપિ ભુલાય તેમ નથી. હવે આ ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે ત્રિપદીના પ્રકારો (ભદ-પ્રતિભેદ) સમજાવે છે. તે ૩૧ | હવે ઉત્પત્તિ-નાશ અને ધૃવત્વના પ્રકારો (ભેદો) સમજાવે છે. ત્યાં પ્રથમ ઉત્પત્તિના બે પ્રકાર છે. તે કહે છે - उप्पाओ दुवियप्पो, पओगजणिओ य वीससा चेव । तत्थ उ पओगजणिओ, समुदयवाओ अपरिसुद्धो ॥ ३२ ॥ साभाविओ वि समुदयकओव्व, एगंतिओ व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा ॥ ३३ ॥ उत्पादो द्विविकल्पः, प्रयोगजनितश्च विश्रसा चैव । तत्र तु प्रयोगजनितः समुदायवादोऽपरिशुद्धः ।। ३२ ।। स्वाभाविकोऽपि समुदयकृतो वैकान्तिको वा भवेत् । आकाशादीनां त्रयाणां परप्रत्ययोऽनियमात् ।। ३३ ।। ગાથાર્થ – ઉત્પાદના બે વિકલ્પો (ભેદો) છે. એક પ્રયોગજનિત અને બીજો વિશ્રસા. ત્યાં જે પ્રયોગજનિત ઉત્પાદ છે તે સમુદાયકૃત જ હોય છે. અને તે અશુદ્ધ હોય છે. ૩રા બીજા નંબરનો જે સ્વાભાવિક ઉત્પાદ છે. તે પણ સમુદાય કૃત પણ હોય છે અથવા એકાન્તિક પણ હોય છે. તથા આકાશાદિ ત્રણ દ્રવ્યો (કે જે વ્યવહારથી અપરિણામી જણાય) છે. તેનો ઉત્પાદ અવશ્ય પરપ્રત્યયિક છે અને તેથી અનિયમિત છે. ૩૩ . વિવેચન - આ સંસારમાં જે કોઈ કાર્યો બને છે તે સર્વ ઈશ્વરકૃત છે. આમ તૈયાયિકવૈશેષિક આદિ કેટલાક દર્શનકારો માને છે. ઘટ-પટ-ઘર આદિ કેટલાક પદાર્થોમાં કુંભકારવણકર અને સૂત્રધાર (સુથાર) આદિનું ભલે કર્તુત્વ જણાય છે. તો પણ ત્યાં પરોક્ષરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કાઠ-૩ – ગાથા-૩૨-૩૩ સન્મતિપ્રકરણ ઈશ્વરનું કર્તુત્વ છે. આમ તેઓ માને છે. તથા વાદળાં - વીજળી - ઇન્દ્રધનુષ્ય આદિ કેટલાક પદાર્થોનો કર્તા પ્રત્યક્ષ જણાતો નથી. પરંતુ તેનો કર્તા પણ ઈશ્વર છે. આ પ્રમાણે માનીને જગતના સર્વે પણ પદાર્થોનો કર્તા ઈશ્વર જ છે. ઈશ્વરના પ્રયત્નથી જ જન્ય આ જગત છે. આવા પ્રકારનું તેઓ માને છે. પરંતુ આ વાત યુકિતથી અને અનુભવથી પણ બેસતી નથી. આ માન્યતામાં ઘણા-ઘણા દોષો આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રીએ અન્યયોગ વ્યવચ્છેદિકામાં કહ્યું છે કે कर्ताऽस्ति कश्चिद्जगत स चैकः, स सर्वगः सः स्ववशः स नित्यः । इमा कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥ આ જગતનો કોઈક કર્તા છે. તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર છે, તે નિત્ય છે. ઇત્યાદિ મનમાન્યા કદાગ્રહો તેઓને દુઃખદાયી (સંસાર પરિભ્રમણના હેતુઓ) બને છે કે હે વીતરાગ પ્રભુ ! જેઓના તમે નાથ નથી (જેઓના શિક્ષાદાતા તમે નથી.) | ૬ | ગ્રંથકારશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રી પણ ઈશ્વરકર્તવવાદ પ્રત્યે નારાજગી બતાવતાં કહે છે કે આ જગતના સઘળા પણ પદાર્થોના સઘળા પણ ઉત્પાદવિનાશો ઈશ્વરના પ્રયત્નથી જન્ય નથી. પરંતુ તે તે વ્યક્તિઓના પ્રયત્નથી જન્ય છે. અથવા વિશ્રા છે. પણ ઈશ્વરપ્રયત્ન જન્ય તો નથી જ. ઈશ્વરપ્રયત્નજન્ય માનવામાં અનેક દોષો આવે છે. (૧) ઈશ્વર તો પરમાત્મા છે. સંસારથી પર છે. સંસારમાંથી લોકોનો ઉદ્ધાર કરનારા છે. તેઓ આવો દુઃખમય સંસાર શા માટે બનાવે? તેમને બનાવવાનું પ્રયોજન (૨) ઈશ્વર તો દયાળુ કહેવાય અને સ્વતંત્ર કહેવાય. જો દયાળુ અને સ્વતંત્રવ્યક્તિ આ જગતની કર્તા હોય (કોઈની પરાધીનતા ન હોય) તો આ સંસારને સુખી જ સુખી બનાવે, દુઃખી કેમ બનાવે ? (૩) પોતે જ રચના કરી હોય તો જીવોને દુઃખી-અપંગ-રોગી બનાવ્યા. અને તેવા ભક્તોની વિનંતિથી પ્રસન્ન થઈ દયાળુ હોવાથી સુખી-પરિપૂર્ણ અંગવાળા અને નિરોગી બનાવી આપે તો પહેલેથી પોતે જ તે તે જીવોને તેવા સુખી પરિપૂર્ણ અંગવાળા અને નિરોગી વિગેરે કેમ ન બનાવ્યા? (૪) જો જીવોનાં જેવાં જેવાં શુભ-અશુભ કર્મો હોય - તે જોઈને તે જીવોને તેવા તેવા સુખી-દુઃખી બનાવ્યા હોય તો ઈશ્વર પણ પરાધીન (જીવના કર્મોને આધીન થઈને બનાવનારા) થયા - સ્વતંત્ર ન રહ્યા. સાચુ ઐશ્વર્ય તો કર્મમાં જ આવ્યું. ઈશ્વરમાં પરાધીનતા થવાથી સાચું ઐશ્વર્ય નથી. આવો અર્થ થયો. Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ કાઠ-૩ – ગાથા-૩૨-૩૩ ૨૯૫ સન્મતિપ્રકરણ (૫) ઈશ્વરે રચના કર્યા પહેલાં જીવો અને કર્મો બન્યા ક્યાંથી ? (૬) ઈશ્વરને ખુદને કોણે બનાવ્યા ? (૭) ઈશ્વરે જગતની રચના જેમાંથી કરી હોય તે કાચો માલ પહેલાં હતો કે ન હતો? જો હતો તો તે કાચા માલનો કર્તા ઈશ્વર નથી. આ વાત નક્કી થઈ જાય છે અને જો પ્રથમ કાચો માલ હતો જ નહીં, તો કાચા માલ વિના ઈશ્વરે આ જગત બનાવ્યું શેમાંથી. આવી અનેક આપત્તિઓ આવે છે. તેથી જ જૈનદર્શનકારો આવા પ્રકારના ઈશ્વરકર્તુત્વવાદની સામે વિરોધ વ્યક્ત કરવા રૂપે ઉત્પાદ અને વિનાશની જે સાચી રીતિનીતિ છે તે સમજાવે છે. આ જગતના સઘળા પણ પદાર્થોનો ઉત્પાદ-વ્યય ઈશ્વરને આધીન નથી. કેટલાક પદાર્થો વ્યક્તિના (કર્તાના) પોતાના પ્રયત્નથી જન્ય છે. અને બીજા કેટલાક પદાર્થો વિશ્રસા (પોતાની મેળે સ્વયં) ઉત્પાદ અને નાશ પામનારા છે આ રીતે ઉત્પાદના બે ભેદ છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) વિશ્રસા. જ્યાં કોઈ પણ પ્રાણીનો પ્રયત્ન કારણ હોય છે તે ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા જોઈએ અને જે ઉત્પાદ-વિનાશમાં કોઈનો પણ પ્રયત્ન કારણ ન હોય તેવા ઉત્પાદ-વિનાસને વિશ્રસા (અપ્રયત્નજન્ય) માનવા જોઈએ. ઘટપટ ઘર આદિનો ઉત્પાદ પ્રયત્નજન્ય છે અને વાદળાં-વિજળી-ઈન્દ્રધનુષ્ય આદિનો ઉત્પાદ વિશ્રયા છે. આમ જૈન દર્શનકારની દૃષ્ટિ ગ્રંથકારશ્રી ખુલ્લી કરે છે. હવે જે પ્રયત્નજન્ય નામનો પ્રથમ ઉત્પાદ-વિનાશ છે. તે નિયમા સમુદાયકૃત જ હોય છે. છુટા છુટા રહેલા નાના નાના કણોને (અવયવોને) સાથે સાથે મેળવવાથી (જોડવાથી) સમુદાયસ્વરૂપે (અવયવી સ્વરૂપે) તે પદાર્થ બને છે અને અવયવો છુટા પડવાથી તેનો નાશ થાય છે આ ઉત્પાદ અને નાશને સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ કહેવાય છે. જેમ બુંદીના ઘણા દાણા ભેગા કરીને લાડુ રૂપે વાળવામાં આવે તે અનેક બુંદીના કણોનો એક લાડવો બન્યો. તે સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ થયો. તેવી જ રીતે પંખાના સ્પેરપાર્સોને યથાસ્થાને જોડવાથી પંખો બનાવ્યો. કાગળોને યથાસ્થાને ગોઠવીને બાઈન્ડીંગ કરાવીને બુક બનાવી તે, તથા તખ્તઓને યથાસ્થાને તાણાવાણા રૂપે ગોઠવીને પટ બનાવ્યો (વસ્ત્ર બનાવ્યું) તે. આવાં આવાં જે કોઈ કાર્યોનો ઉત્પાદ થાય છે. તે સમુદાય કૃત પ્રયત્નજન્ય ઉત્પાદ છે. આવાં આવાં અનેક અવયવોના મીલનથી થનારાં જે જે કાર્યો છે તે અનેક અંશોના સમુદાયથી બને છે. માટે તેને સમુદાયકૃત ઉત્પાદ કહેવાય છે. અને તે સઘળાં કાર્યો કોઈને Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કાર્ડ-૩ – ગાથા-૩૨-૩૩ સન્મતિપ્રકરણ કોઈ પ્રાણીના પ્રયત્નથી જ થાય છે. માટે પ્રયત્નજન્ય કહેવાય છે. એકલા કોઈ પણ એક અંશ (અવયવ) માત્રથી આ ઉત્પાદ થતા નથી પણ ઘણા અવયવોના સમૂહથી બને છે. તેથી તેને અપરિશુદ્ધ અર્થાત્ અશુદ્ધ કહેવાય છે. અંશોનું (અવયવોનું) જોડાવું અને વિખેરાવું માત્ર પગલાસ્તિકાય દ્રવ્યમાં જ બને છે. તેથી આ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ પુલાસ્તિકાયમાં જ હોય છે. અને તે પણ બાદરસ્કંધોમાં જ (સ્થૂલસ્કંધોમાં જ) હોય છે. તથા કોઈ કોઈ ઉત્પાદ રૂપાન્તર થવા રૂપે પણ થાય છે. જેમ કે દૂધનું દહીં થવું. દહીંનું માખણ થવું. અને માખણનું ઘી રૂપે થવું. આ પણ ઉત્પાદ અને નાશ સમુદાયમાં જ થાય છે. તથા જીવના પ્રયત્નથી જ થાય છે. માટે આ પણ સમુદયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ અમૂર્તદ્રવ્યો છે તેમાં અવયવોનું જોડાવાપણું કે અવયવોનું વિખેરાવાપણું હોતું નથી. તેથી સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ તે આ ત્રણ દ્રવ્યોમાં સંભવતો નથી. પુદ્ગલાસ્તિકાયમાં પણ સર્વત્ર આ ઉત્પાદ નથી. કારણ કે જે યણુક-ચણકાદિ સૂક્ષ્મ સ્કંધો છે. ત્યાં અવયવોનું જોડાવાપણું અને વિખેરાવાપણું છે. પણ સૂક્ષ્મદ્રવ્ય હોવાથી ત્યાં પ્રાણીનો પ્રયત્ન શક્ય નથી. તેથી ઉત્પાદ પ્રયત્નજન્ય કહેવાતો નથી પરંતુ વિશ્રસામાં ગણાય છે. તથા જે જે બાદરસ્કંધા (ચૂલસ્કંધો) છે. તેમાં પણ ઘટ-પટ આદિ કેટલાંક કાર્યોનો ઉત્પાદ પ્રાણીના પ્રયત્નથી જન્ય છે. પણ પર્વત વાદળાં વિજળી વિગેરે કેટલાંક કાર્યો બાદરસ્કંધો હોવા છતાં પણ તે પ્રાણીના પ્રયત્નથી જન્ય નથી. સમુદાયકૃત છે પણ પ્રયત્નજન્ય નથી. આ રીતે ઘટ-પટ-ઘર આદિ સ્વરૂપ પગલાસ્તિકાયના કેટલાક બાદરસ્કંધોના જ ઉત્પાદ અને વિનાશ અવયવોના મિલનથી અને વિસર્જનથી થાય છે. તે જ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ અને વિનાશ છે અને તે એક અંશ (એક અવયવ) માત્રના જ નથી. પરંતુ અનેક અંશોના મીલનથી બને છે. માટે અપરિશુદ્ધ છે. અશુદ્ધ છે. અનેકના મીલનથી જન્ય છે. માટે અશુદ્ધ છે. આ ઉત્પાદ સ્વતંત્ર એવા કોઈ એક અવયવનો નથી માટે અશુદ્ધ છે. આ રીતે સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ સમજાવ્યો કે જે બાદર સ્કંધો સ્વરૂપ કેટલાક પુગલસ્કંધોમાં જ થાય છે. અને તેને અપરિશુદ્ધ કહેવાય છે. કારણ કે તે અનેક અવયવોના સમૂહમાં જ થાય છે. અને આ કારણે જ આ ઉત્પાદને સમુદાયકૃત ઉત્પાદ કહેવાય છે. જે આવા પ્રકારનો પ્રયત્નજન્ય ઉત્પાદ હોય છે તેમાં ઐકત્વિક ઉત્પાદ હોતો નથી. કારણ કે તે એક અવયવ માત્ર જન્ય સંભવતો જ નથી. આ હવે જે વિશ્રા ઉત્પાદ છે કે જેને સ્વાભાવિક ઉત્પાદ કહેવાય છે. તેના બે ભેદ 'છે. સમુદાયકૃત અને ઐત્વિક. જ્યાં કોઈ પ્રાણી કર્તા ન હોય, આપ મેળે ઉત્પાદ થાય. દ્રવ્યના પરિણામિક સ્વભાવને લીધે જે ઉત્પાદ થાય, તેને વિશ્રા અથવા સ્વાભાવિક ઉત્પાદ Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૨-૩૩ ૨૯૭ કહેવાય છે. તેના બે ભેદ છે ત્યાં વાદળાં જે થાય છે. વિજળી જે થાય છે. મેઘધનુષ્ય જે થાય છે પર્વતો તથા લયણુકચણુક-ચતુરણકાદિક જે સ્કંધો થાય છે અને વિનાશ પામે છે. આ સઘળા ઉત્પાદ અને વિનાશ પ્રાણીકૃત ન હોવાથી વિશ્રા એટલે સ્વાભાવિક તો છે. પરંતુ અનેક અંશોથી (અનેક અવયવોથી) બનેલા છે. એટલે તેને સમુદાયકૃત વિશ્રસા ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ અને સમુદાયકૃત અપ્રયત્નજન્ય (વિશ્રા) ઉત્પાદ-વિનાશ માત્ર પુદ્ગલાસ્તિકાય નામના મૂર્તદ્રવ્યના સ્કંધોમાં ' જ સંભવે છે. કારણ કે ત્યાં જ અંશોનું મળવાપણું અને વિખેરાવાપણું થાય છે. પ્રયત્નજન્ય હોય કે વિશ્રસા હોય, પણ જે સમુદાયકૃત ઉત્પાદ હોય છે. તે પુદ્ગલદ્રવ્યમાં જ માત્ર હોય છે. કારણ કે ત્યાં જ પુરણ અને ગલન થાય છે. ટીકામાં કહ્યું છે કે - ક્રિએઃ ૩ત્પા, પુખેતર-વ્યાપારનીતાડધ્યક્ષાનુमानाभ्यां तथा तस्य प्रतीतेः । पुरुषव्यापारान्वयव्यतिरेकानुविधायित्वेऽपि शब्दविशेषस्य तदजन्यत्वे घटादेरपि तदजन्यताप्रसक्तेर्विशेषाभावात् । प्रत्यभिज्ञानादेश्च विशेषस्य प्रागेव निरस्तत्वात् । तत्र प्रयोगेण यो जनितः उत्पादः मूर्तिमद्रव्यारब्धावयवकृतत्वात् स समुदयवादः, तथाभूताऽऽरब्धस्य समुदायात्मकत्वात् । तत एवासावपरिशुद्धः, सावयवात्मकस्य तच्छब्दवाच्यत्वेन अभिप्रेतत्वात् । હવે વિશ્રસા એકત્વિક ઉત્પાદ આ પ્રમાણે છે - જ્યાં કોઈ પ્રાણી કર્તા નથી તથા ઘણા અવયવો સાથે મળીને સ્કંધરૂપે સમુદાયનું બનવાપણું પણ જ્યાં નથી. માત્ર આખી એક અખંડ દ્રવ્યવ્યક્તિમાં સ્વયં જે ઉત્પાદ-વિનાશ થાય છે અન્ય દ્રવ્યની સાથે મળી જવા પણું - એકમેક થવા પણું કે અન્યનો સંયોગ કે વિયોગ જ્યાં નથી તેવા ઉત્પાદ-વિનાશને ઐકત્વિક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આવા ઉત્પાદ અને વિનાશ માત્ર એકદ્રવ્યાશ્રિત હોવાથી અને તેમાં અન્ય દ્રવ્યનો સમુદાય ન હોવાથી પરિશુદ્ધ ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આવા પ્રકારનો ઐકત્વિક વિશ્રસા ઉત્પાદ-વિનાશ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ અમૂર્ત દ્રવ્યોમાં હોય છે. આકાશાદિ ત્રણે અમૂર્ત દ્રવ્યો નિશ્ચયનયથી પોતાના પર્યાયરૂપે પરિણામ પામતાં હોવાથી પરિણામ છે પણ વ્યવહારનયથી અન્યદ્રવ્ય સાથે મળીને સ્કંધરૂપે બનવાપણે, કે ક્ષેત્રભેદે ગમનાગમન કરવા રૂપે, કે કાળભેદે જીવની બાલ્યાદિઅવસ્થાની જેમ નવી નવી અવસ્થારૂપે બનવા પણ પરિણામ પામતાં નથી તેથી વ્યવહારનયથી તે અપરિણામી દ્રવ્ય છે. આ કારણે આ ત્રણ દ્રવ્યમાં જે ઉત્પાદ-વ્યય થાય છે. તેને ઐકત્વિક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. સ્વયં પોતાના ગતિ-સ્થિતિ અને અવગાહનાના પરિણામથી ગતિ-સ્થિતિ-અવગાહના - ભાવને પામેલાં જીવ-પુગલોને ઉદાસીનભાવે સહાયક બનવું-તટસ્થપણે નિમિત્ત બનવું. એવા જ ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં છે. એટલે જીવ-પુદ્ગલાત્મક પરદ્રવ્ય જયારે Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કાડ-૩ – ગાથા-૩૨-૩૩ સન્મતિપ્રકરણ ગત્યાદિ ક્રિયામાં પ્રવર્તે છે. ત્યારે તેને તેમાં નિમિત્ત માત્ર બનવા રૂપે ઉત્પાદ-વ્યય અહીં આ ત્રણ દ્રવ્યમાં છે. જ્યારે જ્યારે જે જે જીવ અને પુદ્ગલ ગતિ આદિ ભાવમાં પરિણામ પામે છે. ત્યારે ત્યારે તે તે દ્રવ્યને સહાયક થવા પણાના ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં થાય છે. આ રીતે આ ત્રણ દ્રવ્યમાં થતા સઘળા ઉત્પાદ-વિનાશ નિયમા પરપ્રત્યયિક જ હોય છે.' ટીકાનો પાઠ - સ્વામવિશ્વ વિધ ઉત્પાદ - : સમુd: = પ્રWતપदितावयवारब्धो घटादिवत् । अपरश्च एकत्विको = अनुत्पादितामूर्तिमद्रव्यावयवारब्ध आकाशादिवत् । आकाशादीनां च त्रयाणां द्रव्याणामव गाहकादिघटादिपरद्रव्यनिमित्तो ऽ वगाहनादिक्रियोत्पादो ऽ नियमाद् अनेकान्ताद् भवेत् । अवगाहक-गन्तृ-स्थातृद्रव्यसन्निधानतो ऽम्बरधर्माधर्मेष्ववगाहनगतिस्थिति क्रियोत्पत्तिनिमित्त-भावोत्पत्तिरित्यभिप्रायः । ઉત્પાદના પ્રકાર પ્રયત્નજન્ય-૧ વિશ્રા (સ્વાભાવિક-૨ પુદ્ગલાસ્તિકાયમાં જ તે પણ બાદરશૂલ સ્કંધોમાંજ સમુદાયકૃત-૧ ઐકત્વિક-૨ સમુદાયકૃત ઉત્પાદ યણુકાદિ સૂક્ષ્મ સ્કંધો ધર્માસ્તિકાય તથા વાદળ વીજળી પર્વત અધર્માસ્તિકાય વિગેરે કેટલાક બાદર સ્કંધોમાં આકાશાસ્તિકાય પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૯ માં ૧૯ થી ૨૩ ગાથામાં ઉપર પ્રમાણે ઉત્પાદના પ્રકારો જણાવ્યા છે. તેઓશ્રીએ સ્વકૃત ટબામાં શ્રી સન્મતિ પ્રકરણની ગાથાઓની જ સાક્ષી આપેલી છે. રાસની તે ગાથાઓ આ પ્રમાણે છે ૧. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોના ઉત્પાદિ ભાવો નિયમ = નક્કી પરપંચો પોતાના ભાવે ગતિ-સ્થિતિ અને અવગાહનાભાવને પામેલા જીવ-પુદ્ગલાત્મક પરદ્રવ્ય પ્રત્યયિક જ હોય છે. મૂલગાથા-૩૩ નું ચોથુ ચરણ હસ્તલેખિત પ્રતમાં “પગલે નિમ" આવા પાઠવાળું છે એટલે અમે ઉપર મુજબ અર્થ કર્યો છે. દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી છપાયેલ પાંચમા ભાગમાં તથા પંડિતજી શ્રી સુખલાલભાઈના વિવેચનમાં પરપૌત્રમાં છાપ્યું છે. હવે જો એ ડુબેલ માનીએ તો ધર્માદિ ત્રણ દ્રવ્યના ઉત્પાદાદિ પરપ્રત્યયિક હોવાથી અનિયત છે. આવો અર્થ સંભવે છે. અને તે અર્થ પણ આ રીતે સંગતિને પામે છે કે જીવ-પુદ્ગલ દ્રવ્યો જ્યારે ગતિ-સ્થિતિ-અવગાહનાના ભાવમાં પરિણામ પામે છે. ત્યારે જ તે તે દ્રવ્યસંબંધી ગતિ આદિ ભાવોની પરિણતિમાં નિમિત્તરૂપે થવાપણાનો ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં હોય છે. જીવ-પુદ્ગલદ્રવ્યની પરિણતિને આધીન આ ઉત્પાદ-વિનાશ હોવાથી પરપ્રત્યયિક છે અને અનિયત છે. આમ પણ અર્થ સગતિને પામે છે. ટીકામાં “મણિય' પદ પ્રમાણે અર્થ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૨-૩૩ દ્વિવિધ પ્રયોગ જ વસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે ! તે નિયમઈ સમુદયવાદનો, યતનઈ સંયોગ જ સિદ્ધરે ૯-૧૯ || જિનવાણી પ્રાણી સાંભળો. સહજઈ થાઈ, તે વિસસા, સમુદાય એકત્વ પ્રકાર રે ! સમુદય અચેતન ખંધનો, વલી સચિત્ત મિશ્ર નિરધાર રે | ૯-૨૦ || જિનવાણી પ્રાણી સાંભળો. ઇત્યાદિ ગાથાઓ તથા તેનું વિવેચન દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના વિવેચનમાંથી જોઈ લેવું. ઉત્પાદની જેમ વિનાશના ભેદો પણ આમ જ છે જે હવે પછીની ૩૪ મી ગાથામાં સમજાવાશે. પ્રશ્ન - ઉત્પાદના જે જે પ્રકારો ઉપર જણાવ્યા, તેમાં ધયણુકાદિ સૂથમ સ્કંધોના તથા બાદરસ્કંધોના તથા ધર્માસ્તિકાયાદિ ત્રણ અમૂર્તદ્રવ્યોના ઉત્પાદ જણાવ્યા. ૧ બાદર સ્કંધો ૨ સૂક્ષ્મ સ્કંધો અને ૩ આકાશાદિ ત્રણ અમૂર્ત દ્રવ્યો, આટલાના જ પાના નંબર ૨૯૮ ઉપર દોરેલા ચિત્ર પ્રમાણે ત્રણ પ્રકારના ઉત્પાદ તમે સમજાવ્યા. પરંતુ પરમાણુ નામનું જે પુગલદ્રવ્ય છે તથા જીવાસ્તિકાયનામનું જે દ્રવ્ય છે. આ બે દ્રવ્યના ઉત્પાદના પ્રકારો ઉપરના ભેદમાં ગણાવ્યા નથી. તેનું શું કારણ? અથવા સમુદાયકૃત પ્રયત્નજન્ય, સમુદાયકૃત વિશ્રા અને ઐકત્વિક વિશ્રસા આ ત્રણ પ્રકારના ઉત્પાદમાંથી પરમાણુ તથા જીવના ઉત્પાદ કયા ભેદમાં આવે? અથવા તેઓના ઉત્પાદ માટે બીજા કોઈ પ્રકારો હોય? અથવા તેઓના ઉત્પાદના પ્રકારો કેમ ન જણાવ્યા ? ઉત્તર - અન્યદર્શનકારો (નૈયાયિક વૈશેષિકો) જે જે પદાર્થોને ઈશ્વરકર્તક માને છે ઈશ્વરના પ્રયત્નથી જન્ય માને છે. તેની જ સામે પ્રધાનતાએ આ ઉત્પાદની ચર્ચા પ્રસ્તુત છે. ઈશ્વરકર્તક આ જગત નથી. પણ સ્વયંસિદ્ધ છે. આવું સમજાવવાનો આશય ગ્રંથકારશ્રીનો હોય એમ લાગે છે. તેથી ઈશ્વરપ્રયત્નજન્ય કાર્યોના જ ઉત્પાદની ચર્ચા અહીં કરી છે. ઈશ્વરકર્તકવાદી પણ પરમાણુને અને જીવને ઈશ્વરના પ્રયત્નથી જન્ય માનતા નથી. તેથી તે બન્નેના ઉત્પાદની ચર્ચા અહીં ન કરી હોય તેમ લાગે છે. પરમાણુ વિનાનું સમસ્ત પુગલદ્રવ્ય અનેક અવયવોથી બનેલું છે તેથી ત્યાં અવયવ-અવયવીભાવ નૈયાયિક-વૈશેષિક માને છે અને તેને જ ઈશ્વરપ્રયત્નજન્ય તથા અનિત્ય માને છે તેથી તેના જ ઉત્પાદની ચર્ચા લીધી છે. ઈશ્વરકર્તકવાદીના મતે પરમાણુ પણે રહેલાં પૃથ્વી-જલ-તેજ અને વાયુ નિત્ય હોવાથી અજન્ય જ છે. તેથી તેના ઉત્પાદની ચર્ચા ન કરી હોય એમ લાગે છે. તથા આકાશને Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કાણ્ડ-૩ – ગાથા-૩૪ સન્મતિપ્રકરણ ઉપનિષદ દર્શનકાર જ ઈશ્વરપ્રયત્નજન્ય માને છે. બાકીના દર્શનકારો નિત્ય માને છે. તથા ધર્મ-અધર્મદ્રવ્યને જૈનેતર દર્શનો સ્વીકારતા જ નથી. તેથી જે જે દ્રવ્યમાં ઈશ્વરપ્રયત્ન જન્ય માનવું કે ન માનવું આવો વિવાદ છે. તેના જ ઉત્પાદની આ ચર્ચા પ્રસ્તુત હોવાથી મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યમાંથી પરમાણુના ઉત્પાદ, અને અમૂર્ત એવા ૪ દ્રવ્યોમાંથી જીવદ્રવ્યના ઉત્પાદ ન ચર્ચા હોય એમ લાગે છે. અથવા જે જે દ્રવ્યો સ્કંધાત્મક હોય તેના જ ઉત્પાદની ચર્ચા અન્ય દર્શનનોની સામે વિવાદવાળી હોવાથી તેની જ ચચા કરી હોય એમ લાગે છે. પરમાણુ દ્રવ્ય સ્કંધાત્મક નથી તેથી સ્કંધની જેમ મીલન અને વિસજન વાળા ઉત્પાદ-વિનાશ પરમાણુમાં સંભવતા નથી. તથા પરમાણુના ઉત્પાદ ઈશ્વરપ્રયત્ન જન્ય હોય એવું કોઈ માનતું નથી. તેથી તેની ચર્ચા ન કરી હોય એમ લાગે છે. જીવ જો કે અસંખ્યાતપ્રદેશોનો પિંડ હોવાથી ધર્માસ્તિકાયાદિની જેમ સ્કંધ છે ખરો પરંતુ તેના કોઈ પ્રદેશો છુટા પડ્યા નથી. પડતા નથી અને પડશે નહીં તે માટે ત્યાં સ્કંધ-દેશ-પ્રદેશ કે પરમાણુ શબ્દોનો વ્યવહાર થતો નથી.તેથી મીલન-વિસર્જન રૂપ ઉત્પાદ ત્યાં (જીવદ્રવ્યમાં) થતા નથી. પરંતુ જોવં ૩પ્પાયંતો પુરિમો ઇત્યાદિ પદવાળી ત્રીજા કાંડની સાતમી ગાથામાં જે જણાવ્યું છે તે પ્રમાણે ક્રોધાદિ પર્યાયોનું પરિવર્તન થવું રૂપે પર્યાયાત્મકભાવે થતા જીવના ઉત્પાદ છે અને તે ઉત્પાદનું વર્ણન ત્યાં આવી ગયું છે અને તે મોહના ઉદયને આધીન એવા જીવના જ પ્રયત્નવિશેષથી આ ઉત્પાદ થાય છે. તેથી સમુદાયકૃત પ્રયત્નજન્ય નામના પ્રથમભેદમાં આવે છે. સંસારીજીવ કોઈ પણ અવસ્થામાં વર્તતો હોય તો પણ તેમાં થતા તમામ પર્યાયો પ્રયત્નજન્ય એટલે કે (અભિસંધિજ અને અનભિસંધિજ નામના) બે પ્રકારના વીર્ય વિશેષથી જ જન્ય હોય છે. તથા સિદ્ધ પરમાત્મામાં થતા ક્ષાયિકભાવના તમામ પર્યાયો ઉપયોગાત્મક લબ્ધિવીર્યથી જ જન્મ હોય છે. તેથી પ્રયત્નજન્ય ઉત્પાદ નામના પ્રથમભેદમાં આવે છે. એવી જ રીતે પરમાણુમાં થતા ઉત્પાદ પારિણામિકભાવે થતા હોવાથી “ઐકત્વિક વિશ્વસા’ નામના ઉત્પાદના ત્રીજા ભેદમાં આવી જાય છે. આ રીતે સર્વે દ્રવ્યોના ઉત્પાદની ચર્ચા આ ત્રણ ભેદોમાં જ સમાપ્ત થઈ જાય છે. વધારે ભેદો કરવાની જરૂર રહેતી નથી. II ૩૨-૩૩ II હવે વિનાશના ભેદ જણાવે છે - विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उदुवियप्पो । સમુદ્રવિભાગમેન્ન, અત્યંતરમાવામાં ૨૫ રૂ૪ ॥ विगमस्याप्येषो विधिस्समुदयजनिते स तु द्विविकल्पः । સમુવિમાનમાત્ર:, અર્થાન્તરમાવામનજી ૫ રૂ૪ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૪ ગાથાર્થ વિનાશની પણ આ જ વિધિ છે. પરંતુ સમુદાયજનિત વિનાશમાં તે વિનાશ બે ભેદવાળો જાણવો. એક સમુદાયવિભાગ માત્રથી થયેલો અને બીજો અર્થાન્તરભાવગમન સ્વરૂપ. // ૩૪ છે. વિવેચન - આ ગાથામાં વિનાશના ભેદ સમજાવે છે જો કે ગાથા-૩ર અને ૩૩ ના વિવેચન પ્રસંગે જ ઉત્પાદના પ્રકાર સમજાવતી વેળાએ જ સાથે સાથે વિનાશના ભેદ પણ અમે તે વિવેચનમાં જ સમજાવી દીધેલ છે. કારણ કે વિનાશના ભેદ પણ ઉત્પાદના ભેદની જેમજ છે. કારણ કે કોઈ પણ નવા નવા પર્યાય રૂપે ત્યારે જ ઉત્પાદ થાય છે. જ્યારે તે જુના જુના પર્યાય રૂપે તેનો નાશ થાય છે. તો જ, તેથી નાશના પ્રકાર ઉત્પાદની જેમ જ છે. આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે “વિમસ્ત વિ પણ વિદી” = વિનાશની પણ આ જ વિધિ છે. અર્થાત્ ઉત્પાદ અને વિનાશના ભેદો સમાન છે. જે કંઈ વિશેષતા છે તે જણાવે છે. જે જે સમુદાયજનિત વિનાશ છે તેના બે વિકલ્પો (ભેદો) છે એક સમુદાયવિભાગ માત્ર અને બીજો અર્થાન્તરગમન છે. પૂર્વે ઉત્પાદના મુખ્ય ભેદ છે, અને ઉત્તરભેદ સાથે ૩ ભેદ આવ્યા હતા. તે આ પ્રમાણે - ઉત્પાદનો ભેદ વિશ્રા શ્રસા સમુદાયજન્ય સમુદાયજન્ય ઐત્વિક પ્રયત્નજન્ય પેટાભેદ સાથે પાડેલા આ ૩ ભેદોમાંથી વિનાશના ભેદમાં પ્રથમ ભેદ અને દ્વિતીય ભેદ આમ સમુદાયજન્ય જે બે ભેદ છે. તે બન્નેના બે બે ભેદ થાય છે. એટલે આ ચાર ભેદ થયા અને ત્રીજા નંબરના એકત્વિક વિનાશનો એક જ ભેદ રહે છે. જેથી પેટાદો સાથે વિનાશના કુલ પાંચભેદ થાય છે. વિનાશના ભેદ પ્રયત્નજન્ય વેશ્રસા સમુદાયકૃત સમુદાયકૃત એકત્વિક વિભાગજાત અર્થાન્તરગમન વિભાગજાત અર્થાન્તરગમન અર્થાન્તરગમન Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૩૪ ૩૦૨ સન્મતિપ્રકરણ પ્રયત્નજન્ય સમુદાયકૃતવિનાશ ઘટ-પટ-ઘર આદિ બાદર સ્થૂલસ્કંધોમાં જ બને છે કારણ કે પ્રાણીઓના પ્રયત્નથી તેને જ તોડી ફોડીને નાશ કરી શકાય છે. તેના બે ભેદ છે. એક અવયવોનું વિખેરાઈ જવું. સ્કંધરૂપે બનેલા અંશોનું છુટા પડવું. તે વિભાગ જાત વિનાશ કહેવાય છે. જેમ કે ઘણ-પત્થર આદિથી ઘટને ભાંગવો, કાતરથી પટને (વસ્ત્રને) છેદવું, શસ્ત્રોથી ઘરને પાડવું - આ બધા વિનાશ પ્રાણીના પ્રયત્નથી જન્ય છે અને અવયવોના વિખેરાવા રૂપ છે. તેથી વિભાગજાત સમુદાયકૃતપ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. નાશનો આ પ્રથમ ભેદ થયો. તથા કડુ ભાંગીને કુંડલ બનાવવું, દૂધ જમાવીને દહીં બનાવવું, માખણ ગરમ કરીને ઘી બનાવવું આવા ઉદાહરણોમાં કડાનો, દૂધનો અને માખણનો જે નાશ થાય છે તે વિનાશ ઘટ-પટ ભાંગવાની જેમ અવયવોના વિખેરાવા રૂપ વિનાશ નથી. પણ બીજા પદાર્થ રૂપે રૂપાન્તર થવાપણે અર્થાત્ કુંડલ-દહીં અને ઘી પણ બનવા સ્વરૂપે પૂર્વ અવસ્થાનો વિનાશ છે. તેથી આવા વિનાશને અર્થાન્તરભાવગમન રૂપ સમુદાયકૃત પ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. પ્રાણીના પ્રયત્નથી થાય છે માટે પ્રયત્નજન્ય, સ્કંધોમાં આ વિનાશ છે માટે સમુદાયકૃત અને એકઅવસ્થામાંથી બીજી અવસ્થારૂપે અર્થાન્તર થાય છે. તેથી અર્થાન્તર ભાવગમન વિનાશ કહેવાય છે. ઘડાની જેમ અવયવો છુટા પડી જઈને વસ્તુનો નાશ થતો નથી. તેથી આ નાશને વિભાગ જાત એવો નાશ કહેવાતો નથી. પણ અર્થાન્તરભાવગમનરૂપ સમુદાયકૃત પ્રયત્નજન્ય વિનાશ કહેવાય છે. વિનાશનો આ બીજો ભેદ થયો. આ પ્રમાણે પ્રયત્નજન્ય સમુદાયકૃત વિનાશ સમજાવીને હવે વિશ્રસાજન્ય વિનાશ સમજાવે છે. હવે વિશ્રસાવિનાશમાં જે પ્રથમ સમુદાયકૃતવિનાશ છે ત્યાં ઉપર પ્રમાણે જ બે ભેદ છે. વાદળાંનું વિખેરાવું, પહાડની શીલાઓનું સ્વયં પડવું-ભાંગવું-તુટવું, મેઘધનુષ્યનું વિખેરાઈ જવું. આ બધા વિનાશો પ્રાણીના પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ પારિણામિકભાવે જ થાય છે. તેથી વિશ્વસા છે. તથા અનેક અવયવોના સમુદાયમાં આ વિનાશ થાય છે. તેથી સમુદાયકૃત છે તથા તેવા તેવા અવયવો વિખેરાવાથી આ વિનાશ થાય છે. તે માટે વિભાગજાત વિનાશ છે. આ રીતે આ વિનાશ “વિભાગજાતસમુદાયકૃતવિશ્રસા” કહેવાય છે. વિનાશનો આ ત્રીજો ભેદ છે. તથા વળી વિશ્રામાં જ્યાં અવયવોનો વિભાગ થયા વિના જ પૂર્વ અવસ્થાનો વિનાશ થઈને નવી અવસ્થા સ્વરૂપે દ્રવ્ય બનતું હોય ત્યારે અર્થાન્તરવિનાશ કહેવાય છે. જેમ કે, બરફનું ઓગળીને પાણી થવું, રાંધેલ ભોજનમાં સ્વાદિષ્ટતાનો નાશ થઈને ચલિતરસનું થવું, ફ્રીજમાં ઘણી શીતળતાથી પાણીનું બરફરૂપે થવું, ઘણી શીતળતાથી તળાવોના પાણીનું જામી જવું વિગેરે. આ સઘળા વિનાશમાં અવયવોના વિભાગ થતા નથી પણ આખું દ્રવ્ય જ રૂપાન્તર થઈ જાય છે. તેથી આવા વિનાશને વિભાગજાત વિનાશ ન કહેતાં અર્થાન્તરગમન Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૪ ૩૦૩ વિનાશ કહેલ છે. તથા અંધાત્મક હોવાથી સમુદાયકૃત કહેલ છે. તથા પ્રાણીના પ્રયત્નવિના જ થાય છે માટે વિશ્રસા કહેલ છે. આ રીતે આ વિનાશ અર્થાન્તરગમનસમુદાયકૃત વિશ્રસાવિનાશ કહેવાય છે. વિનાશનો આ ચોથો ભેદ છે. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ અમૂર્તદ્રવ્યોમાં અવયવો (તે તે દ્રવ્યના પ્રદેશો) ક્યારેય પણ વિખેરાતા નથી. માટે ત્યાં વિભાગજાત વિનાશ સંભવતો જ નથી. માત્ર ગતિભાવે, સ્થિતિભાવે અને અવગાહનાભાવે પરિણામ પામેલાં જીવ અને પુગલોને સહાયક થવા રૂપે તેનામાં જે જે પર્યાયો થાય છે. તે તે પર્યાયો, જીવ-પુગલો તે તે ગતિ આદિ ભાવે જે પરિણામ પામ્યાં છે. તે વિનાશ પામતાં વિનાશ પામે છે. માટે અર્થાન્તરભાવગમન વિનાશ કહેવાય છે. પ્રાણીના પ્રયત્ન વિના આ વિનાશ થાય છે. માટે વિશ્રા છે. અંધાત્મક આખા અખંડ એક દ્રવ્યમાં આ વિનાશ થાય છે. તે માટે ઐકત્વિક વિનાશ છે. વિનાશનો આ પાંચમો ભેદ છે. ટીકાનો પાઠ - વિમાગૅપ ઇવ દિપો મેઃ સ્વાભાવિ: પ્રથાનિતતિ, तद्वयातिरिक्तस्य वस्तुनोऽभावात् । पूर्वावस्थाविगमव्यतिरेकेणोत्तरावस्थोत्पत्त्यनुपपत्तेः । न हि बीजादीनामविनाशेऽङकुरादिकार्यप्रादुर्भावो दृष्टः । न चावगाह-गति-स्थित्याधारत्वं तदनाधारत्वस्वभावप्राक्तनावस्थाध्वंसमन्तरेण सम्भवति । तत्र समुदयजनितो यो विनाशः स उभयत्रापि द्विविधः, एकः समुदयविभागमात्रप्रकारो विनाशः, यथा पटादेः कार्यस्य तत्कारणपृथक्करणे तन्तुविभागमात्रम्, द्वितीयप्रकारस्त्वर्थान्तरभावगमनं विनाशः, यथा मृत्पिण्डस्य घटार्थान्तरभावेनोत्पादो विनाशः ।। અહીં પણ પરમાણુ, સંસારીજીવ અને સિદ્ધ પરમાત્મામાં થતા પૂર્વપર્યાયોના વિનાશ જણાવ્યા નથી. પણ થાય છે અવશ્ય. છતાં ઈશ્વરજન્ય આ જગત છે આવી મિથ્યા માન્યતાના નિરસન માટે તેની સામે જ પ્રધાનપણે આ ચર્ચા છે. તેથી આ દ્રવ્યોના વિનાશનો અહીં ઉલ્લેખ નથી. પરંતુ પરમાણુઓમાં થતા પૂર્વપર્યાયોનો વિનાશ પાંચમા ભેદમાં લેવો. અર્થાન્તરગમન ઐકત્વિક વિશ્રસાવિનાશ જાણવો. સંસારી જીવોમાં પૂર્વ પર્યાયનો જે વિનાશ થાય છે તે અર્થાન્તરગમન સમુદાયકૃત પ્રયત્ન જન્ય નામના બીજા ભેદમાં ગણવો. કારણ કે ઈચ્છાપૂર્વકના અભિસંધિજ કે અનભિસંધિજ કરણવીર્યવિશેષથી પૂર્વપર્યાયનો વિનાશ થાય છે. આત્મપ્રદેશો વિખેરાતા નથી. તેથી તે વિનાશ વિભાગ જાતમાં આવતો નથી. પણ અર્થાન્તરગમન નામના આ ભેદમાં તે આવે છે. તથા સિદ્ધપરમાત્મામાં પ્રતિસમયે જે પૂર્વપર્યાયનો વિનાશ થાય છે. તે ક્ષાવિકભાવે પ્રવર્તતા કેવલજ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મકભાવે લબ્ધિવીર્યજન્ય પૂર્વ-ઉત્તર પર્યાયો જાણવા. તેથી તે પણ બીજાભેદમાં આવે છે. ચિત્ર આવા પ્રકારનું બને છે - Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ કાડ-૩ – ગાથા-૩૪ સન્મતિપ્રકરણ વિનાશ પ્રયત્નજન્ય વિશ્રસા સમુદાયકૃત વિભાગજાત અર્થાન્તરંગમન સમુદાયકૃત વિભાગનાત અર્થાન્તરગમન ઐકત્વિક અર્થાન્તરગમન ઘટ-પટ-ઘર કડુ-દૂધ-માખણ વાદળાં-પર્વત પાણીનું બરફ થવું ધર્મ-અધર્મ આદી બાદર સંસારી જીવ તથા મેઘધનુષ્યાદિ બરફનું પાણી થવું આકાશ તથા પુદ્ગલસ્કંધો સિદ્ધ પરમાત્મા ચલિત રસ થવો પરમાણુ આ પ્રમાણે ઉત્પાદનો અને વિનાશના મુખ્યત્વે બે બે ભેદ છે. તથા તેના ઉત્તરભેદો ઉત્પાદના ત્રણ અને વિનાશના પાંચ છે. સર્વે દ્રવ્યોના ઉત્પાદન અને વિનાશને ઉપરોક્તભેદપ્રભેદોમાં યથાયોગ્ય સ્થાને જોડી દેવા. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૯ માં ગાથા ૨૪ થી ૨૬ માં વિનાશના ભેદો જણાવ્યા છે. દ્વિવિધ નાશ પણિ જાણિઈ, એક રૂપાંતર પરિણામ રે ! અર્થાન્તરભાવ ગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે II ૯-૨૪ / જિન વાણી પ્રાણી સાંભળો. ઇત્યાદિ. જેમ ઉત્પાદના ૨ પ્રકાર છે. તથા વિનાશના જેમ ૨ પ્રકાર છે તેમ ધ્રુવત્વના પણ ૨ પ્રકાર છે. અહીં સન્મતિપ્રકરણમાં સિદ્ધાન્તકારે કોઈ અગમ્ય કારણે ધ્રુવના તે ભેદો મૂલ ગાથામાં જણાવ્યા નથી. ઈશ્વરકર્તુત્વ વાદની સામે આ ચર્ચા હોવાથી કદાચ ધૃવત્વના ભેદો મૂલગાથામાં ન કહ્યા હોય એમ કલ્પી શકાય છે. છતાં સાચું કારણ તો જ્ઞાની જ જાણે. પરંતુ તે બન્ને ભેદો પણ આ પ્રસંગે જાણવા જેવા છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસને અનુસારે આ પ્રમાણે છે. (૧) શૂલધ્રુવભાવ (વર્તમાનકાલીન ધ્રુવતા) ઋજુસૂત્ર નયને અનુસાર સ્થૂલ (કંઈક દીર્ધ વર્તમાનકાલને આશ્રયી) જે ધ્રુવતા છે. તે ધ્રુવતાનો પ્રથમભેદ જાણવો. જેમ કે જીવમાં બાલ્યાદિ ત્રણ અવસ્થાનો જે ઉત્પાદ-વ્યય થાય છે. તેને આશ્રયી દીર્ઘવર્તમાનકાલવ “માનવપણે ધ્રુવતા” તે, તથા કડુ-કુંડલ-કેયુરાદિ બદલાતા પર્યાયોને આશ્રયી સુવર્ણપણાની દીર્ઘવર્તમાનકાલાશ્રયી જે ધ્રુવતા. તે આ પ્રથમભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ (૨) સૂફમધ્રુવભાવ = સંગ્રહનયને આશ્રયી સૈકાલિક દ્રવ્યની જે ધ્રુવતા તે સૂમધુવભાવ નામનો બીજો ભેદ છે. જેમ કે જીવદ્રવ્યની જીવદ્રવ્યપણે જે ધ્રુવતા, પુદ્ગલદ્રવ્યની પુગલદ્રવ્ય પણે જે સૈકાલિક ધ્રુવતા છે કે જે અનાદિ-અનંત છે. સંગ્રહનય આવી અનંતકાલની ધ્રુવતાનો સંગ્રહ કરે છે. તે આ ધ્રુવતાનો બીજો ભેદ છે. ધ્રુવભાવ ધૂલ જુસૂત્રનો, પર્યાય સમય અનુસાર રે સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજદ્રવ્યજાતિ નિરધાર રે / ૯-૨૭ જિનવાણી પ્રાણી સાંભળો - ઈત્યાદિ આ પ્રમાણે ૩૨ થી ૩૪ આમ ત્રણ ગાથાઓમાં ઉત્પાદ-વિનાશ અને ધ્રુવતાના ભેદપ્રભેદ જણાવ્યા. ધ્રુવતાના ભેદો ગ્રંથકારશ્રીએ કહ્યા નથી. પણ અન્યગ્રન્થોના આધારે લખ્યા છે. આમ ઉત્પાદ-વિનાશ અને ધ્રુવતાના એમ ત્રણેના બે બે ભેદો જાણવા. ત્રિપદીના અવાન્તરભેદ-પ્રભેદો જણાવ્યા. તે ૩૪ / હવે ઉત્પાદ-વિનાશ અને ધ્રુવવ (સ્થિતિ) ના કાલભેદની ચર્ચા શરૂ કરે છે એટલે કે આ ત્રણે એક જ સમયમાં હોય છે? કે સમયાન્તરે હોય છે ? અર્થાત્ અભિન્નકાલવર્તી છે? કે ભિન્નકાલવર્તી છે? તેની ચર્ચા. તથા ધર્મથી એટલે કે દ્રવ્યથી આ ત્રણે ધર્મો ભિન્ન છે? કે અભિન્ન છે? તેની ચર્ચા. तिण्णि वि उप्पायाई, अभिण्णकाला य भिण्णकाला य । अत्यंतरं अणत्थंतरं च. दवियाहिं णायव्वा ॥ ३५ ॥ जो आउंचणकालो, सो चेव पसारियस्स वि ण जुत्तो । तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ॥ ३६ ॥ त्रयोप्युत्पादादयः, अभिन्नकालाश्च भिन्नकालाश्च । अर्थान्तरमनर्थान्तरञ्च द्रव्येभ्यो ज्ञातव्याः ॥ ३५ ॥ य आकुञ्चनकालः स चैव प्रसारितस्यापि न युक्तः । तयोः पुनः प्रतिपत्ति-विगमयोः कालान्तरं नास्ति ॥ ३६ ।। ગાથાર્થ - ઉત્પાદાદિ ત્રણે ધર્મો પરસ્પર અભિન્નકાલવર્સી પણ છે અને ભિન્નકાલવર્તી પણ છે. તથા આ ત્રણે ધર્મો, ધર્મી એવા દ્રવ્યથી અર્થાતર પણ છે અને અનર્થાન્તર પણ છે. તે ૩૫ | Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૬ સન્મતિપ્રકરણ અંગુલીનો જે આકુંચનકાલ છે. તે જ કાલ પ્રસારણનો માનવો, તે યુક્ત નથી. (એટલે કે તે બન્ને ભિન્નકાલવતી છે.) તથા તે આકુંચનના અને પ્રસારણના ઉત્પત્તિ અને વિનાશમાં કાલનું અંતર ઘટતું નથી. અર્થાત્ તે બન્ને એક જ કાલે થાય છે. / ૩૬ / વિવેચન - તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પ-૨૯ માં સત્ (એટલે વિદ્યમાન કોઈ પણ પદાર્થ) નું આવું લક્ષણ કરવામાં આવ્યું છે કે જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણ ધર્મથી યુક્ત હોય છે. તે જ પદાર્થ સત્ છે આ ત્રણ ધર્મોમાંના કોઈ પણ એક અથવા બે ધર્મો હોય અથવા એકે ધર્મ ન હોય તો તે આ સંસારમાં “” હોતું નથી જ. એટલે કે એક-બે ધર્મવાળો કોઈ પદાર્થ જ આ સંસારમાં નથી. નૈયાયિક-વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો આત્મા-આકાશ આદિ પદાર્થોને એકલા ધ્રુવ ધર્મવાળા જ (નિત્ય જ) માને છે. બૌદ્ધ આદિ કેટલાક દર્શનકારો આત્મા આદિ પદાર્થોને એકલા ઉત્પાદ-વ્યય આમ બે ધર્મવાળા જ માને છે. અર્થાત્ એકાન્ત ક્ષણિક (અનિત્ય) જ માને છે. તેથી તેઓના માનેલા ઉપરોક્ત સર્વે ભાવો ત્રણ ધર્મ વિનાના હોવાથી અસત્ છે. સત્ એ લક્ષ્ય છે અને આ ત્રણ ધર્મોનું હોવું તે તેનું લક્ષણ છે. લક્ષ્યભૂત કોઈ પણ સત્ પદાર્થ લક્ષણભૂત એવા ઉત્પાદાદિ ત્રણે ધર્મોથી સહિત જ હોય છે. ક્યારે ય પણ આ ત્રણ ધર્મરૂપ લક્ષણ વિનાનું લક્ષ્ય હોતું જ નથી. અહીં સામાન્યથી નીચે મુજબ બે પ્રશ્નો થવા સંભવિત છે. (૧) લક્ષણભૂત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો કોઈ પણ એક ધર્મોમાં પરસ્પર એક જ કાલે સાથે હોય છે. કે ભિન્ન ભિન્ન કાલે હોય છે ? આ ત્રણે ધર્મો એક જ સમયમાં સાથે હોય કે સમયાન્તરે હોય ? (૨) રક્ષણભૂત એવા ઉત્પાદાદિ આ ત્રણે ધર્મો, ધર્મી એવા સત્ પદાર્થથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે? આ ત્રણ ધર્મો, ધર્મી એવા દ્રવ્યથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? (૧) લક્ષણભૂત ત્રણ ધર્મો ઉત્પાદ 1. આ ત્રણે ધર્મો પરસ્પર ભિન્નકાલવર્તી છે કે અભિન્ન વ્યય ) કાલવત છે. ધ્રૌવ્ય ) (આ ત્રણ ધર્મોમાં પરસ્પર ભિન્નભિન્નતાનો આ પ્રશ્ન) Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યથી સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૭ (૨) લક્ષ્યભૂત એવા લક્ષણભૂત એવા ઉત્પાદાદિત્રણ ધર્મો, ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? (દ્રવ્યથી ત્રણ ધર્મોની ભિન્નભિન્નતાનો આ પ્રશ્ન) ઉપરના બન્ને પ્રશ્નોનો ઉત્તર સિદ્ધાન્તકારે આ ગાથામાં આપેલો છે. તે સૂક્ષ્મદૃષ્ટિથી કંઈક વિચારીશું તો જ સમજાય તેમ છે. તેથી અતિશય સ્થિરતાપૂર્વક વાંચવું. પદાર્થમાત્ર દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક એમ ઉભયાત્મક છે અને “ઉભયાત્મક હોવું” એ જ સાચું પદાર્થનું સ્વરૂપ છે. આમ માનીએ તો જ વસ્તુનું “પરિપૂર્ણ યથાર્થ સ્વરૂપ થાય છે. જગતમાં પણ સર્વે પદાર્થોનો આવો જ અનુભવ થાય છે. જેમ કે ઘટનું એક ઉદાહરણ લઈએ તો “મૃતિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ” આમ અવસ્થા બદલાય પણ છે છતાં તેમાં “માટી અણફિરતી” માટી તેની તે જ ધ્રુવ રહે છે. સોનાના બનાવાતા કડા-કંકણેકેયુરમાં પર્યાય બદલાવા છતાં “સુવર્ણ” તેનું તે જ રહે છે. બાલ્ય-યુવાન-વૃદ્ધ અવસ્થા બદલાવા છતાં દેવદત્ત તેનો તે જ રહે છે. દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યપણાના પર્યાયો બદલાવા છતાં જીવદ્રવ્ય તેનું તે જ રહે છે. આમ આ સંસારના તમામ પદાર્થો દ્રવ્યમય પણ છે અને પર્યાયમય પણ છે. હવે કોઈ પણ દ્રવ્યના “પલ્ટાતા પૂર્વાપર” બે પર્યાયો લઈએ તો પૂર્વપર્યાયનો જે નાશકાલ છે. તે જ ઉત્તરપર્યાયનો ઉત્પાદકાલ છે. જેમ કે જે સમયે જ્ઞાનગુણ ઉપરના આવરણભૂત જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય છે. તે જ સમયે પૂર્ણજ્ઞાન રૂપ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. આ કારણથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો અને સત્તાનો નાશકાલ તથા કેવલજ્ઞાનનો ઉત્પત્તિકાલ, તથા તે કાલે જીવદ્રવ્યની ધ્રુવતા, આમ ત્રણે ધર્મો એકકાલવતી અર્થાત્ અભિન્નકાલવર્તી છે. આમ સમજાય છે. આ એક નય છે. એક દૃષ્ટિ છે. આવરણના ક્ષયરૂપ કારણ અને કેવલજ્ઞાનના આવિર્ભાવ રૂપ કાર્ય એક જ કાલે હોય છે. આ નિશ્ચય નયની દૃષ્ટિ છે. તે નય કારણ-કાર્યને અભિન્નકાલવીં માને છે. એટલે કે કારણ-કાર્ય એક જ સમયમાં સાથે જ હોય છે. આમ માને છે. બારમા ગુણસ્થાનકના ચરમ સમયે જ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સાથે જ થાય છે અને તેને જ તેરમાનો પ્રથમ સમય કહેવાય છે. આ બન્ને વચ્ચે સમયભેદ નથી. વાંકી આંગળી આપણે ધારો કે ધીરે ધીરે સીધી કરી રહ્યા છીએ ત્યાં આંગળીમાં જે સમયે જેટલા અંશે વક્રતાનો નાશ થાય છે. તેટલા અંશે સરળતાનો ઉત્પાદ પણ તે કાલે જરૂર થાય જ છે. છતાં આંગળી સ્વરૂપે રહેવાપણાની ધ્રુવતા પણ તે સમયે અવશ્ય છે જ. તથા ઉપરથી નીચે સુધી ફડાતું એક વસ્ત્ર લઈએ, તેમાં જે સમયે જેટલું જેટલું તે વસ્ત્ર ફડાય છે તે સમયે તેટલા તેટલા અખંડ વસ્ત્રનો નાશ અને ખંડપટની ઉત્પત્તિ અને વસ્ત્રમાત્રની ધ્રુવતા Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કાષ્ઠ-૩ – ગાથા-૩૫-૩૬ સન્મતિપ્રકરણ પણ ત્યાં સાથેજ રહેલી છે. એક જીવ મૃત્યુ પામીને મનુષ્યમાંથી દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં મનુષ્યપણે નાશ, દેવપણે ઉત્પાદ, અને જીવપણે ધ્રુવતા આ ત્રણે ધર્મો એકી સાથે એક દ્રવ્યમાં એક જ કાળે રહેલા છે. તેથી આ ત્રણે ધર્મો અભિન્નકાલવત છે. કોઈ પણ દ્રવ્યના પૂર્વાપરવર્તી ક્રમસર થનારા બે પર્યાયો લેશો તો પૂર્વપર્યાયનો નાશ, ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યની દ્રવ્યરૂપે ધ્રુવતા આ ત્રણે ધર્મો એકી સાથે એક કાલમાં જ જણાશે. આ નિશ્ચયનય છે. નિશ્ચયનયની દૃષ્ટિ જે સમયમાં કારણ હોય છે. તે જ સમયમાં કાર્ય હોય છે. આવી છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ તો આનાથી પણ કંઈક આગળ વધે છે. તે એમ કહે છે કે “નાશ અને ઉત્પત્તિ” જેવા બે ધર્મો જ નથી કે જેને એક સમયમાં સાથે માનીએ. દ્રવ્યનું પ્રતિસમયે રૂપાન્તર માત્ર જ છે. રૂપાન્તર થવું એ જ દ્રવ્યનો પારિણામિક સ્વભાવ છે. સહજ સ્વભાવ છે રૂપાન્તર થતા તે સ્વરૂપને પૂર્વપર્યાયથી જોઈએ છીએ ત્યારે નાશ દેખાય છે અને રૂપાન્તર થતા તે જ સ્વરૂપને ઉત્તરપર્યાયથી જોઈએ છીએ ત્યારે ઉત્પાદ દેખાય છે. પરંતુ હકિકતથી તો રૂપાન્તરતા જ માત્ર છે. જેમકે નોનસ્ટોપ દોડતી એક ટ્રેન છે. તે પોતાના દોડવાના ગમનશીલ સ્વભાવમાં જ વર્તે છે. તેને આગલા સ્ટેશને ઉભેલા મુસાફરો ગાડી આવે છે આમ (ઉત્પાદ) દેખે છે અને પાછલા સ્ટેશને ઉભેલા મુસાફરો ગાડી ગઈ આમ (નાશ) દેખે છે તથા ગાડીમાં બેઠેલા મુસાફરો “ગાડી દોડી રહી છે” આમ તેઓ ગાડીની ધ્રુવતાને જ માત્ર દેખે છે. આમ નિશ્ચયનયની દૃષ્ટિએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મો એક સમયમાં અભેદકાલવત છે. તથા શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ તો ઉત્પાદ-વ્યય જેવું કંઈ છે જ નહીં. માત્ર દ્રવ્યની રૂપાન્તરતા જ છે. પૂર્વાપર પર્યાયની અપેક્ષાએ જોઈએ છીએ ત્યારે વ્યયઉત્પાદ જેવું દેખાય છે. આ વિચાર નિશ્ચયનયથી કર્યો. હવે આપણે વ્યવહારનયને આશ્રયી વિચારીએ. વ્યવહારનય પૂલદષ્ટિવાળો છે. લોકભોગ્યદૃષ્ટિવાળો છે. તે નય પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય માને છે (સમજે છે) દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ બીજી ગાથા નવમીમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી કહે છે કે “કારણભેદઈ શક્તિભેદ” ઈમ વ્યવહારિ વ્યવહરીઈ રે ! નિશ્ચય “નાના કારય-કારણ એક રૂપ” તે ધરીઈ રે | - જિનવાણી રંગઈ મનિ ધરિઈ / ર-૯ || આ વ્યવહારનયની દૃષ્ટિ સ્થૂલ છે. નિશ્ચયનય જેવી સૂક્ષ્મદ્રુષ્ટિ નથી તેથી તે કહે છે કે (૧) આંગળી વક્ર પણે જે છે તે માટે તો જ પછી સરળ થાય. (૨) જે પટ અખંડ છે. તે (ફાડવાથી) પ્રથમ તેની અખંડતાનો નાશ થાય, તો જ પછી ખંડપટ બને. (૩) જે જીવ મનુષ્યપણે હાલ જીવે છે. તે મનુષ્યપણે મૃત્યુ પામી જાય તો જ પછી તે દેવપણે ઉત્પન્ન થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૯ શકે. આ રીતે જોતાં વક્રતાનો નાશ પૂર્વસમયમાં અને સરળતાની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, અખંડપટનો નાશ પૂર્વસમયમાં અને ખંડપટની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, મનુષ્યપણાનો નાશ પૂર્વસમયમાં અને દેવપણાની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, તથા જ્ઞાનાવરણીયકર્મનો નાશ બારમા ગુણસ્થાનકના ચરમ સમયમાં અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ તેરમાં ગુણસ્થાનકના પ્રથમસમયમાં, આમ પૂર્વસમયમાં નાશ, ઉત્તર સમયમાં ઉત્પાદ, અને દ્રવ્યપણે ધ્રુવતા તો સર્વ સમયમાં છે જ આમ માનવાથી નાશ-ઉત્પાદ-ધ્રુવ આ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન કાલવતી છે. આમ આ નય માને છે. વ્યવહારનય પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય માનતો હોવાથી નાશ પૂર્વસમયમાં અને ઉત્પાદ ઉત્તરસમયમાં છે. એમ ભિન્નકાલવત ઉત્પાદાદિ છે આમ માને છે. નિશ્ચયનય કારણ અને કાર્ય એક જ સમયમાં છે આમ માનતો હોવાથી અભિન્નકાલવત ઉત્પાદાદિ ત્રણે ધર્મો છે. આમ માને છે અને શુદ્ધ નિશ્ચયનય દ્રવ્યનું રૂપાન્તર માત્ર જ છે. કાર્ય-કારણ જેવું કંઈ છે જ નહીં આમ માને છે. આ રીતે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો જુદા જુદા બન્ને નયોના અભિપ્રાય પ્રમાણે પરસ્પર કથંચિ ભિન્નકાલવત અને કથંચિ અભિન્નકાલવર્તી છે. આ વાત સમજાવી. તથા કોઈ પણ એક પર્યાયને દૃષ્ટિમાં લઈએ તો તે પર્યાયના ઉત્પાદ-વ્યય ભિન્ન ભિન્ન સમયમાં જણાશે અને પૂર્વાપર થતા બે પર્યાયોને દૃષ્ટિમાં લઈને જો પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ વિચારીશું તો તે ઉત્પાદ અને નાશ બન્ને ધર્મો અભિન્નકાલવર્તી જણાશે. તે વિશેષવિચાર આ પ્રમાણે - જેમ જીવનો મનુષ્યપણાનો એક પર્યાય દૃષ્ટિમાં લઈએ તો જન્મકાલે મનુષ્યપણાનો ઉત્પાદ, મૃત્યકાલે મનુષ્યપણાનો વ્યય અને જીવનકાલમાં મનુષ્યપણાની ધ્રુવતા આમ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન કાલવર્તી થયા. જે સમયે મનુષ્યપણાનો ઉત્પાદ છે. તે સમયે તે મનુષ્યપણાનો વ્યય નથી. ૨૫-૫૦-૧૦૦ વર્ષ જીવ્યા પછી કાલાન્તરે મૃત્યુ થાય છે. આંગળી રોગાદિના કારણે જ્યારે વાંકી બની ત્યારે વક્રતાનો ઉત્પાદ છે અને ઔષધિના સેવનથી ઘણા કાલ પછી જ્યારે સરળ થાય છે ત્યારે વક્રતાનો નાશ છે. તેથી ઉત્પાદ અને નાશ ભિન્નકાલવતી જણાય છે. આમ વિવક્ષિત એવા કોઈ પણ એક પર્યાયને નજરમાં લઈને જો વિચારીશું તો તેનો ઉત્પાદ બાજુનો અંશ અને વિનાશ બાજુનો અંશ ભિન્ન ભિન્ન કાલવર્તી જણાશે. પરંતુ પૂર્વાપરપણે પસાર થતા બે પર્યાય સાથે વિચારીશું ત્યારે પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ આ બન્ને એક જ ક્ષણમાં સાથે થાય છે. આમ જણાશે. તેથી અભિન્નકાલવર્તી પણ છે. જે સમયે જીવ દેવભવથી ચ્યવીને મનુષ્યભવમાં આવે છે તે એક Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧0 કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ સન્મતિપ્રકરણ જ સમયમાં દેવભવનો નાશ અને મનુષ્યભવનો ઉત્પાદ આ બન્ને એકી સાથે એકસમયમાં થાય છે. તેથી અભિન્નકાલવર્સી પણ છે. આ રીતે વિક્ષિત એક પર્યાય વિચારીએ ત્યારે ભિન્નકાલવર્તી અને પૂર્વાપર થતા બે પર્યાય સાથે વિચારીએ ત્યારે ઉત્પાદ-વિનાશ અભિન્નકાલવર્તી છે આમ ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો પરસ્પર અભિન્નકાલવતી પણ છે અને ભિન્નકાલવત પણ છે આ વાત સિદ્ધ કરી. એવી જ રીતે “ઘટપર્યાય” લઈએ તો ઘટ બને ત્યારે ઉત્પાદ અને ઘટ ફુટે ત્યારે વિનાશ, આ ભિન્નકાલવત થયા. તથા મૃર્લિંડનો નાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ આમ બે પર્યાય સાથે વિચારીએ ત્યારે અભિન્નકાલવત છે. અહીં સુધીની આ ચર્ચા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો પરસ્પર ભિન્નકાલ વાત છે કે અભિન્નકાલવતી છે તેના સંબંધમાં કરી. બે પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્નના ઉત્તરની આ ચર્ચા કરીને હવે બીજા પ્રશ્નના ઉત્તરની વિચારણા કરીએ. ટીકાનો આંશિક પાઠ ત્રયોડયુત્પાદ્ર-વિામ-સ્થિતિવમાવા: પરસ્પતોડાની , यतो न घटादेरुत्पादसमय एव विनाशः, तस्यानुत्पत्तिप्रसक्तेः । नाऽपि तद्विनाशसमये तस्यैवोत्पत्तिः , अविनाशापत्तेः । न च तत्प्रादुर्भावसमय एव तत्स्थितिः, तद्रूपेणैवावस्थितस्यानवस्थाप्रसक्तितः प्रादुर्भावायोगात् । ___न च तद् भिन्नमेवास्तु, तत्रितयविकलस्य तस्य तथाऽनुपलब्धितोऽसत्त्वात् । न चैकस्य द्रव्यस्याभावादनेकान्ताभावप्रसक्तिः, यतोऽभिन्न-कालाश्चोत्पादादयः । न च कुशूलविनाशघटोत्पादयोर्भिनकालता, अन्यथा विनाशात् कार्योत्पत्तिः स्यात्, घटाद्युत्तरपर्यायानुत्पत्तावपि प्राक्तनपर्यायध्वंसप्रसक्तिश्च स्यात् । अत एव अर्थान्तरमनर्थान्तरं चोत्पादादयो द्रव्यात्, तद्वा तेभ्यस्तथेति प्रतिज्ञेयम् । यद्वा देशादिविप्रकृष्टा उत्पत्ति-विनाश-स्थितिस्वभावा भिन्नाभिन्नकाला अर्थान्तरानर्थान्तररूपाः द्रव्यात् = द्रव्याव्यतिरिक्तत्वादित्यर्थः । अन्यथोत्पादादीनामभावप्रसक्तेः, तेभ्यो वा द्रव्यमर्थान्तरानन्तरम् द्रव्यत्वात् । હવે ધર્મી (એવા દ્રવ્ય)થી આ ત્રણે ધર્મો કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે.તે સમજાવીએ છીએ. (૧) કોઈ પણ વિવક્ષિત ધર્મીદ્રવ્ય સંખ્યામાં એક છે. અને ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય આ ધર્મો ત્રણ હોવાથી સંખ્યામાં બહુ છે. માટે કથંચિત્ ભિન્ન છે. જેમ ધર્મી ઘટ એક, અને તેના ધર્મો ઉત્પાદાદિ બહુ. (૨) ઘટ-પટ આદિ વિવક્ષિત દ્રવ્યને ધર્મી કહેવાય છે અને ઉત્પાદાદિને ધર્મો કહેવાય છે. આમ સંજ્ઞાથી (નામથી) ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ • સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ (૩) ધર્મવાળું હોય તે ધર્મી, અને ધર્મમાં જે રહે તે ધર્મ. આ રીતે ધર્મી આધારભૂત પદાર્થ છે અને ધર્મો આયભૂત છે. તેથી કંઈક ભિન્ન છે. (૪) ધર્મી એવું દ્રવ્ય સદાકાલ રહેનાર છે અને ધર્મો પ્રતિસમયે પલટાવાવાળા છે. તેથી પણ કથંચિ ભિન્ન છે. આમ ધર્મી એવા દ્રવ્યથી ઉત્પાદાદિ ત્રણે ધર્મો કથંચિ ભિન્ન છે. હવે અભેદની વિચારણા - (૧) ધર્મી એવા દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ત્રણે ધર્મો સમાયેલા છે પણ ધર્મીને છોડીને ધર્મીથી ભિન્ન એવા ઉત્પાદાદિ ધર્મો નથી. અને ઉત્પાદાદિ ધર્મોથી ભિન્ન એવું ધર્મી દ્રવ્ય નથી. ધર્મી પોતે જ ધર્મમય છે અને ધર્મો પણ ધર્મીમાં જ અંતર્ગત છે તેથી અભિન્ન છે. (૨) ધર્મી એવું જીવદ્રવ્ય પોતે જ દેવ-મનુષ્યાદિ પર્યાયરૂપે ઉત્પત્તિવાળું અને વ્યયવાળું થાય છે. સુવર્ણદ્રવ્ય જે છે. તે જ કડા-કેયુર-કંકણ આદિ પર્યાય રૂપે ઉત્પત્તિ અને વિનાશ ધર્મવાળું થાય છે. ધમીંદ્રવ્ય પોતે જ તે તે ધર્મરૂપે પરિણામ પામે છે તેથી અભિન્ન છે. (૩) “જે સોનું હતું તે પોતે જ કુંડલ બન્યું છે” જે કાચો ઘટ હતો અને કાલો હતો તે જ ઘટ પાકો અને રક્ત બન્યો છે.” આમ ધર્મી અને ધર્મનો અભેદવ્યવહાર જગતમાં પ્રસિદ્ધ છે. (૪) જો ધર્મ-ધર્મીને અભિન્ન ન માનીએ અને એકાન્ત ભિન્ન માનીએ તો “આ ધર્મો આ ધર્મીના છે” અને “આ ધર્મી આ ધર્મોનો છે” આવો પ્રતિનિયત જે વ્યવહાર થાય છે તે ઘટે નહીં. (૫) જો ધર્મ-ધર્મી ભાવ ઘટાવવા માટે તે બન્નેની વચ્ચે નૈયાયિક વૈશેષિક આદિને માન્ય એવો “સમવાયસંબંધ” માનીએ તો જેમ ધર્મ-ધર્મીનો સંબંધ કરવા સમવાય સંબંધ લાવ્યા, તેમ ધર્મી અને સમવાયનો સંબંધ કરવા માટે બીજો સમવાય લાવવો પડે. અને બીજા સમવાયને જોડવા ત્રીજો સમવાય લાવવો પડે તેમ કરતાં અનવસ્થા દોષ આવે. અને જો પ્રથમ સમવાયનો જ એવો સ્વભાવ માનીએ કે બીજા સમવાય વિના ધર્મ સાથે સ્વયં જોડાય. તો ધર્મ-ધર્મી જ (સમવાય વિના) સ્વયં જોડાય છે. આમ માનવામાં શું દોષ ? સમવાયસંબંધ અધિક માનીને નાહક ગૌરવ કરવાની શી જરૂર ? ઉપરોક્ત બન્ને તરફની ચર્ચા વિચારતાં ધર્મી એવા દ્રવ્યથી ઉત્પાદાદિ ધર્મો કથંચિદ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. પણ એકાન્ત ભિન્ન પણ નથી. તથા એકાન્ત અભિન્ન પણ નથી. છેવટે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)નો સ્વીકાર કરવો એ જ સાચું શરણ છે એ જ સાચો માર્ગ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૩ – ગાથા-૩૫-૩૬ સન્મતિપ્રકરણ ઉપરની જ વાત સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજશ્રી “આંગળીનો’’ એક દાખલો આપીને ૩૬મી ગાથામાં સમજાવે છે કે - ૩૧૨ ધારો કે કોઈ એક પુરૂષ પોતાની આંગળીને વાળે છે. (સંકોચે છે) તે આઉંટણ કાલ કહેવાય છે. (આઉંટણ=સંકોચવું) અને પછી સીધી કરે છે (પહોળી કરે છે) તે પ્રસારણ કાલ કહેવાય છે(પ્રસારણ=સીધી કરવી. વાળેલીને પહોળી કરવી). હવે જ્યારે તે પુરૂષ પોતાની આંગળીને વાળી રહ્યો છે. સંકોચી રહ્યો છે ત્યારે પહોળી-સીધી કરતો નથી અને જ્યારે પહોળી-સીધી કરે છે ત્યારે વાળતો નથી એટલે કે જે આઉંટણ કાલ છે તે પ્રસારણનો કાલ નથી. અને જે પ્રસારણનો કાલ છે. તે આઉંટણનો કાલ નથી. અર્થાત્ આઉંટણકાલથી પ્રસારણનો કાલ કંઈક ભિન્ન છે. બન્ને ક્રિયા (પરસ્પર વિરોધી હોવાથી) બન્ને ક્રિયા એકકાલે થતી નથી. આ ભેદ સમજાવ્યો. તથા આઉંટણમાંથી જ્યારે પ્રસારણ કરે છે ત્યારે જ આઉંટણનો નાશ અને પ્રસારણની ઉત્પત્તિ થાય છે. પરંતુ તે પ્રસારણની પ્રતિપત્તિ (ઉત્તરપર્યાયની ઉત્પત્તિ) અને આઉંટણનો વિગમ (પૂર્વપર્યાયનો નાશ) થવામાં વચ્ચે કાલનું અંતર નથી. વચ્ચે વિરહવાળો કાળ સંભવતો નથી અર્થાત્ જે સમયે પૂર્વપર્યાયનો (આઉંટણનો) નાશ થાય છે. તે જ સમયે ઉત્તરપર્યાયની (પ્રસારણની) ઉત્પત્તિ થાય છે. કાચના ગ્લાસનું ફુટવું અને કકડાની ઉત્પત્તિ થવી આ બન્ને વચ્ચે કાલાન્તર નથી. તથા અખંડ પટનું ફાટવું અને ખંડપટ્ટની ઉત્પત્તિ થવી. આ બન્ને વચ્ચે કાલનું અંતર નથી. તેથી એક જ સમયમાં બન્ને સાથે થતા હોવાથી કથંચિદ અભિન્ન છે તથા તે કાલે ધ્રુવતા તો અવશ્ય રહેલી જ છે. આમ ત્રણે કથંચિદ્ અભિન્ન છે. વધારે બારીકાઈથી જોઈએ તો આઉંટણનો નાશ એ જ પ્રસારની ઉત્પત્તિ છે. ઘટનું ફુટવું એ જ ઠીકરાંની ઉત્પત્તિ છે. તેથી બન્ને વચ્ચે કાલનું અંતર નથી. અર્થાત્ અભિન્નકાલવર્તી પણ છે. આ રીતે સર્વત્ર સમજવું. ટીકામાં ‘‘વિમેજાનાનાં નાસ્તિ'' પાઠમાં અજાર નો પ્રશ્ર્લેષ કરીને બે નિષેધ થવાથી મૂલ અવિધાન થવાથી, ઉત્પત્તિ અને વિનાશ વચ્ચે કાલાન્તર (કાલનો ભેદ) છે આમ પણ કહ્યું છે. ॥ ૩૫-૩૬ ॥ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો છે. તેથી તે નયની અપેક્ષાએ પૂર્વપર્યાયનો નાશ થયા પછી ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે આમ ભેદ જણાય છે. જ્ઞાનાવરણીય કર્મ નાશ થયા પછી કેવલજ્ઞાન થાય છે. સશરીરી અવસ્થાના નાશ થયા પછી અશરીરી અવસ્થા આવે છે. અખંડપટના નાશ પછી ખંડપટ થાય છે. આમ ભેદ જણાય છે. જ્યારે નિશ્ચયનય સૂક્ષ્મદૃષ્ટિવાળો હોવાથી જે સમયે આવરણનો નાશ, તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ, Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૭. ૩૧૩ સશરીરી અવસ્થાનો જે નાશ તે જ અશરીરી અવસ્થાની ઉત્પત્તિ, જે અખંડ પટનો નાશ તે જ ખંડપટની ઉત્પત્તિ છે આમ અભેદ છે. એમ નિશ્ચય નય જાણે છે. ટીકાનો આંશિક પાઠ – ય માર્શના7ોડડગુન્યાવ્યસ્થ સ વ તપ્રસારની न युक्तः, भिन्नकालतया आकुञ्चनप्रसारणयोः प्रतीतेस्तयोर्भेदः, अन्यथा तयोः स्वरूपाभावापत्तेरित्युक्तम् । तत्तत्पर्यायाभिन्नस्याङगुल्यादिद्रव्यस्यापि तथाविधत्वात्, तदपि भिन्नमभ्युपगन्तव्यम्, अन्यथा तदनुपलम्भात्, अभिन्तं च तदवस्थयोस्तस्यैव प्रत्यभिज्ञायमानत्वात् । તોઃ પુનાવિનાશયો: પ્રતિપત્તિ = પ્રાદુર્ભાવ:, વિમર્શ = વિપત્તિ: = પ્રતિપત્તિવિપાપં, तत्र कालान्तरं भिन्नकालत्वमडगुलीद्रव्यस्य च नास्ति । पूर्वपर्यायविनाशोत्तरपर्यायोत्पत्त्यङगुलिद्रव्यावस्थितीनामभिन्नकालता अभिन्नरूपता च प्रतीयते । एकस्यैव द्रव्यस्य तथाविवर्ताત્યાધ્યક્ષત: પ્રતીતઃ || રૂપ-ર૬ || સૂક્ષ્મ રીતે વિચારીએ તો ઉત્તરપર્યાય રૂપે “ઉત્પન્ન થતુ” અને પૂર્વપર્યાયરૂપે “નાશ પામતું” એવું આ દ્રવ્ય ત્રણે કાલના વિષયવાળું કહેવાય છે. તે વાત જણાવે છે - उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ।। ३७ ॥ उत्पद्यमानकालमुत्पन्नमिति विगतं विगच्छत् । द्रव्यं प्रज्ञापयन्, त्रिकालविषयं विशेषयति ।। ३७ ।। ગાથાર્થ - ઉપદ્યમાન કાલવાળું દ્રવ્ય ઉત્પન્ન થયું છે. (તથા ઉત્પન્ન થનાર છે.) અને વિનાશ પામતું દ્રવ્ય વિનાશ પામ્યું છે. (તથા વિનાશ પામનાર છે.) આમ દ્રવ્યના સ્વરૂપને સમજતા અને સમજાવતા તથા આવી પ્રરૂપણા કરતા તે મહાત્મા કોઈ પણ એક દ્રવ્યને ત્રણેકાળના વિષયવાળું કરે છે. ૩૭ || વિવેચન - સ્થૂલદષ્ટિએ ઉપદ્યમાન એવું દ્રવ્ય (એટલે કે હાલ ઉત્પન્ન થતું એવું કોઈ પણ દ્રવ્ય) સૂક્ષ્મદૃષ્ટિએ ઉત્પન્ન-ઉત્પદ્યમાન-અને ઉત્પસ્યમાન (ઉત્પન્ન થયેલું, ઉત્પન્ન થતું, અને ઉત્પન્ન થનારું) છે. અર્થાત્ ત્રણે કાલના વિષયવાળું છે. એવી જ રીતે વિનાશ પામતું એવું કોઈ પણ દ્રવ્ય (એટલે કે હાલ વિનાશ પામી રહ્યું છે એવું કોઈ પણ દ્રવ્ય) વિનાશ પામેલું, વિનાશ પામતું અને વિનાશ પામનારૂં આમ ત્રણે કાળના વિષયવાળું બને છે. આમ દષ્ટિભેદથી જણાય છે. આ વાત સમજવા માટે એક ટ્રેનનું ઉદાહરણ લઈએ. જેમ કે “અમદાવાદથી વડોદરા નોન સ્ટોપ જતી એવી એક ટ્રેન દોડી રહી છે” તે દોડતી ટ્રેનને જોનારા લોકો Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કાર્ડ-૩ – ગાથા-૩૭ સન્મતિપ્રકરણ સામાન્યથી (ચૂલદેષ્ટિથી) આમ જ કહેશે કે આ ટ્રેન હાલ દોડી રહી છે ચાલી રહી છે આમ દોડતી-ચાલતી-ગતિક્રિયા કરતી આ ટ્રેન છે. ગમ્યમાન ક્રિયાવાળી છે. એટલે કે લોકો વર્તમાનકાલનો જ ભાસ કરશે. પરંતુ કંઈક સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈએ તો દોડતી એવી તે ટ્રેને જેટલું ક્ષેત્ર કાપ્યું છે તેટલા ક્ષેત્રની અપેક્ષાએ દોડી ગયેલી - ચાલી ગયેલી પણ દેખાય છે. આમ ભૂતકાલનો વિષય પણ અંદર છે. જે આકાશપ્રદેશો ઉપર હાલ તે દોડે છે ચાલે છે તે પ્રદેશોની અપેક્ષાએ દોડતી-ચાલતી પણ છે. એટલે વર્તમાન ક્રિયાવાળી પણ છે. તથા જે ક્ષેત્ર હજુ કાપવાનું બાકી છે તે ક્ષેત્રને આશ્રયી આ ટ્રેન દોડનારી - ચાલનારી પણ છે. આમ સ્થૂલદષ્ટિએ વર્તમાનકાલવર્તી ટ્રેન નામનું તે દ્રવ્ય તેના કાર્યના અંશોને લઈને સૂમિદૃષ્ટિએ ત્રણે કાલના વિષયને સ્પર્શનારું પણ બને છે. ચુલા ઉપર “મગ” સીઝવવા માટે ચડાવ્યા. હવે ધારો કે અર્ધો કલાક તે મગને સીઝતાં થાય છે. ૩૦ મીનીટે આ મગ બરાબર સીઝી જાય છે ત્યાં જ્યારે ચૂલા ઉપર તે મગ સીઝતા હોય છે ત્યારે ૩૦ મીનીટમાંની કોઈ પણ મીનીટે પુછશો તો “હાલ મગ સીઝે છે” “હાલ મગ સીઝે છે” આમ વર્તમાનકાલવર્તી જ ઉત્તર મળશે. એટલે “આ મગ સીઝે છે” આમ વર્તમાન કાલવત જે આ ઉત્તર છે તે સ્થૂલદષ્ટિ છે. એટલે કે વ્યવહારનય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ જો તેમાં વિચારશો તો પ્રતિસમયે તેમાં દાણે દાણે જેટલા અંશે સીઝવાની ક્રિયા થઈ ચુકી છે તેટલા અંશની અપેક્ષાએ “આ મગ સીઝયા છે” આમ ભૂતકાલીન ભાવ પણ અંદર છે. જેટલા અંશે સીઝવાની ક્રિયા હાલ થઈ રહી છે તેટલા અંશની અપેક્ષાએ “સીઝ છે” આમ વર્તમાનકાલીન ભાવ પણ છે. અને દાણે દાણે જેટલો અંશ સીઝવાનો હજુ બાકી છે. તેટલા અંશની અપેક્ષાએ “હવે સીઝશે” આમ ભવિષ્યકાલવતભાવ પણ તેની અંદર છે. કોઈ પણ એક મકાન બનાવાય છે. ત્યાં સ્થૂલદષ્ટિએ જ્યારે પુછો ત્યારે હજુ આ મકાન બને છે. હજુ આ મકાન બને છે. આમ વર્તમાનકાલ જ જણાશે. પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ તેમાં જેટલો ભાગ બની ચુક્યો છે તેટલા અંશને આશ્રયી “આ મકાન કંઈક બની ચુક્યું છે” આમ ભૂતકાલીન પણ છે. કેટલોક ભાગ હાલ હજુ બને છે. આમ વર્તમાનકાલીન પણ છે. અને જેટલો અંશ બનાવવાનો બાકી છે અને ભવિષ્યમાં બનાવવાનો છે. તેટલા અંશને આશ્રયી “હજુ આ મકાન બનવાનું બાકી છે હવે થોડાક સમયમાં જ પૂર્ણ થશે” આમ ભવિષ્યકાલના વિષયવાળું પણ છે. આ રીતે કોઈ પણ ઉત્પન્ન થતું દ્રવ્ય ઉત્પન્ન પણ છે. ઉત્પધમાન પણ છે. તથા ઉત્પસ્યમાન પણ છે. એવી જ રીતે વિનાશ પામતી કોઈ પણ વસ્તુ વિનષ્ટ પણ છે. વિનશ્યમાન પણ છે. અને વિનંક્યમાન પણ છે. કેટલાક અંશોની અપેક્ષાએ વિનષ્ટ છે. કેટલાક અંશોની અપેક્ષાએ Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૭ ૩૧૫ વિનાશ પામતું પણ છે. કેટલાક અંશોની અપેક્ષાએ વિનાશ પામનારું પણ છે. કોઈ એક મકાન જર્જરિત થયું હોય અને તેને પાડવાનું હોય. તો જેમ જેમ તે મકાન પડાતું જાય છે તેમ તેમ જુદા જુદા ભાગોને આશ્રયી વિનષ્ટ પણ છે. વિનશ્યમાન પણ છે. અને વિનશ્યમાન પણ છે. કોઈ એક આંગળી ધારો કે “વાંકી (આઉટણ ધર્મવાળી) છે તેની વક્રતાને તોડીને પ્રસારિત કરાય છે. ત્યાં પ્રસારિત કરાતી તે આંગળીમાં જેટલી (જેટલા અંશે) વક્રતા ગઈ છે. તેટલી (તેટલા અંશે) વક્રતા નષ્ટ થઈ છે. આ ભૂતકાળના વિષયવાળી નષ્ટતા થઈ. હાલ જેટલા અંશે તે આંગળી સીધી કરાય છે. તેટલા અંશની અપેક્ષાએ વક્રતાનો નાશ થઈ રહ્યો છે. આ વર્તમાનકાલના વિષયવાળો નાશ છે. અને હજુ આ આંગળીને જેટલી સરળ કરવાની બાકી છે. તેટલા અંશની અપેક્ષાએ વક્રતાનો નાશ ભાવિમાં થવાનો છે. તેથી તે નાશ ભવિષ્યકાળના વિષયવાળો છે. આ રીતે નાશ પામતી વક્રતા પણ ત્રણે કાલના વિષયવાળી છે. આમ ઉત્પદ્યમાન અને વિનશ્યમાન કોઈ પણ દ્રવ્ય સ્કૂલદષ્ટિએ જે વર્તમાનકાલના વિષયવાળું છે. તે જ દ્રવ્ય સૂમિદષ્ટિએ ત્રણે કાલના વિષયવાળું પણ છે. તેથી ઉત્પદ્યમાન એવું દ્રવ્ય ઉત્પન્ન-ઉત્પદ્યમાન અને ઉત્પસ્યમાન પણ છે અને વિનાશ પામતું દ્રવ્ય વિનષ્ટ, વિનશ્યમાન અને વિનંફ્યુમાણ પણ છે. આ જ વાત હવે આપણે કંઈક વધારે ઝીણવટથી લઈએ અને એક જ સમયમાત્રમાં પરિવર્તન પામતું તે દ્રવ્ય વિચારીએ તો કોઈ પણ એક સમયમાં કંઈક ને કંઈક અંશે પરિવર્તન પામતું તે દ્રવ્ય તે વિવક્ષિત સમયમાં કંઈક ઉત્પન્ન પણ છે. કંઈક ઉત્પદ્યમાન પણ છે. અને કંઈક ઉત્પસ્યમાન પણ છે. એ જ રીતે તે જ દ્રવ્ય તે જ સમયમાં પૂર્વપર્યાયની અપેક્ષાએ કથંચિત્ નષ્ટ, કથંચિત્ નશ્યમાન, અને કથંચિ નંક્યમાણ પણ અવશ્ય છે. અને જો આમ હોય તો જ ઘણા સમયો ગયે છતે વિશિષ્ટ ઉત્પાદ અને વિશિષ્ટ નાશ થયો દેખાય. અન્યથા કોઈ સમયમાં વિશિષ્ટ ઉત્પાદ-નાશ દેખાય જ નહીં. માટે નિશ્ચયનયની દૃષ્ટિએ કોઈ પણ સમયમાં પરિવર્તન પામતું દ્રવ્ય તે એક સમયમાં પણ ત્રણે કાળના વિષયને સ્પર્શનારૂં છે. ટીકાનો પાઠ - યથા ય વોત્ય, તત્ તવોત્પન્નત્યસ્થ રાય વોત્પન્ન तद् तदैव उत्पद्यत उत्पत्स्यते च । यद् यदैव उत्पत्स्यते, तद् तदैवोत्पद्यत उत्पन्नं च । तथा तदेव तदैव यदुत्पद्यते तद् तदैव विगतं विगच्छद विगमिष्यच्च । तथा यदेव यदैवोत्पन्नं तदेव तदैव विगतं विगच्छद विगमिष्यच्च । तथा यदेव यदैवोत्पत्स्यते, तदेव तदैव विगतं विगच्छद् विगमिष्यच्च । एवं विगमोऽपि त्रिकाल उत्पादादिना दर्शनीयः । तथा स्थित्याऽपि त्रिकाल Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કાડ-૩ – ગાથા-૩૭. સન્મતિપ્રકરણ एव सप्रपञ्चः दर्शनीयः । एवं स्थितिरपि उत्पादविनाशाभ्यां सप्रपञ्चाभ्यामेकैकाभ्यां त्रिकाला प्रदर्शनीयेति द्रव्यमन्योन्यात्मकतथाभूतकालत्रयात्मकोत्पाद-विनाश-स्थित्यात्मकं प्रज्ञापयंस्त्रिकालविषयं द्रव्यस्वरूपं प्रतिपादितं भवति, अन्यथा द्रव्यस्वाभाव्यात् तद्वचनस्य मिथ्यात्वप्रसक्तिरिति भावः । જીવ નામના દ્રવ્યમાં પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જે જે પર્યાયો થાય છે. તે ઔદાયિકભાવના પર્યાય કહેવાય છે. જેમકે દેવ મનુષ્ય-તિર્યંચ નરક, રોગી, નિરોગી, સુખી દુઃખી ઇત્યાદિ જે પર્યાયો છે તે ઔદયિક ભાવના પર્યાયો છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી ગુણોની હાનિ-વૃદ્ધિ થવા રૂપ જે પર્યાયો થાય છે તે (ગુણ સંબંધી પર્યાયો હોવા છતાં પણ) જીવદ્રવ્યના જ પર્યાયો છે. અને તે ક્ષાયોપથમિક ભાવના પર્યાયો કહેવાય છે. સિદ્ધ પરમાત્માના આત્મામાં જે શેય દ્રવ્યોને જાણવા રૂપ ઉપયોગાત્મક ભાવે પર્યાયો થાય છે. તે ક્ષાયિકભાવના પર્યાયો છે. મોહનીય કર્મના સર્વથા ઉપશમથી ઉપશમશ્રેણીમાં અથવા મિથ્યાત્વમોહના સર્વથા ઉપશમથી ઉપશમસમ્યકત્વમાં જીવના તે તે ગુણ સંબંધી જે પર્યાયો થાય છે તે પથમિકભાવના પર્યાયો છે એ જ રીતે જીવમાં રહેલા જીવત્વ અને ભવ્યત્વ વિગેરે ભાવોમાં કાલ આશ્રયી જે પરિવર્તન થાય છે તે પારિણામિક ભાવના પર્યાયો છે. આમ જીવમાં પ્રત્યેક સમયોમાં ઉપરોક્ત પાંચ ભાવો પૈકી યથાયોગ્ય ૨-૩-૪-૫ ભાવો સંબંધી પર્યાયોનો ઉત્પાદ-વ્યય અને દ્રવ્ય આશ્રયી સ્થિતિ આમ ત્રિપદી અવશ્ય હોય જ છે. આ રીતે ત્રિપદીમય જીવદ્રવ્ય છે. ધર્માસ્તિકાયાદિ ચાર અજીવદ્રવ્યોમાં કર્મોનો સંબંધ ન હોવાથી લગભગ બધા જ પર્યાયોનો પ્રતિસમયે ઉત્પાદ-વ્યય અને સ્થિતિ પારિણામિક ભાવે જ હોય છે. એટલે કે ધર્માદિ દ્રવ્યોનો એવા પ્રકારનો પારિણામિક સ્વભાવ જ છે કે પોતાના સ્વભાવે જ પરિણામ પામ્યા કરે છે. આ પરિણામિક ભાવ છે. અને પુદ્ગલાસ્તિકાયમાં ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોની જેમ પારિણામિક ભાવના પર્યાયો તો છે જ. છતાં ઔદારિકાદિ શરીરની રચના રૂપ કેટલાક પર્યાયો જીવના ગાઢ સંબંધને લીધે “ઔદયિક ભાવના પર્યાય પણ કહેવાય છે” આમ પણ નૈગમનયથી (ઔપચારિક રીતિએ) આ વાત જાણવી. આ રીતે છએ દ્રવ્યોના આ પર્યાયો પ્રતિસમયે પરિવર્તન પામે છે અને પરિવર્તન પામતા તે પર્યાયો, તથા તે પર્યાયોવાળું દ્રવ્ય ત્રણે કાલના વિષયવાળું બને છે. ત્રણે કાળના સંબંધવાળું બને છે. l૩૭ી. ઉત્પાદાદિ ત્રણે ધર્મોના ભિન્ન ભિન્ન કાલની ચર્ચા સમાપ્ત કરીને હવે વૈશેષિક તથા નિયાયિક આદિ દર્શનકારો દ્રવ્યના ઉત્પાદની પ્રક્રિયા જે રીતે માને છે. તે બરાબર નથી. આ વાત સમજાવવા માટે તેઓએ માનેલી ઉત્પાદની પ્રક્રિયાની ચર્ચા ગ્રંથકારશ્રી હવે કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ दव्वंतरसंजोगाहिं केचिद्दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला, विभागजायं ण इच्छंति ॥ ३८ ॥ अणु दुअणुएहिं दव्वे, आरद्धे “तिअणुअं" ति ववएसो । तत्तो य पुण विभत्तो, अणु त्ति जाओ अणू होइ ।। ३९ ॥ द्रव्यान्तरसंयोगेभ्यः केचिद् द्रव्यस्य ब्रुवन्त्युत्पादम् । उत्पादाकुशला, विभागजातं नेच्छन्ति ।। ३८ ॥ अणु-द्वयणुकाभ्याम् द्रव्ये आरब्धे "त्र्यणुकमिति" व्यपदेशः । ततश्च पुनर्विभक्तोऽणुरिति जातोऽणुर्भवति ॥ ३९ ।। ગાથાર્થ - કેટલાક દર્શનકારો (ખાસ કરીને તૈયાયિક-વૈશેષિકો) દ્રવ્યોના સંયોગમાત્રથી જ દ્રવ્યનો ઉત્પાદ થાય છે એમ કહે છે. પરંતુ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં અકુશળ એવા તેઓ વિભાગથી થનારા ઉત્પાદને જાણતા જ નથી. ૩૮ | એક પરમાણુ અને એક યણુક મળવા વડે પ્રારંભાયેલ દ્રવ્યને “આ ચણુક થયો” આ પ્રમાણે જેમ કહેવાય છે. તેવી જ રીતે તે ચણુકથી વિભક્ત થયેલો (છૂટો પડેલો) જે અણુ છે તે હવે “પરમાણુ” બન્યો, આમ પણ જરૂર કહેવાય છે. ૩૯ || વિવેચન - આ કાંડની ગાથા ૩૨-૩૩ માં જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર ઉત્પાદના પ્રયોગજનિત અને વિશ્રા એમ બે પ્રકારના ઉત્પાદ જણાવ્યા એટલે કે પ્રાણીઓના પ્રયતથી, તથા વિશ્રા સ્વભાવથી અને રૂપાન્તર થવા રૂપે સંયોગ જન્ય અને વિભાગજન્ય કાર્યો થાય છે. આમ ૩૨-૩૩માં ઉત્પાદ સમજાવ્યો છે. આ બાબતમાં બીજા દર્શનકારો ઉત્પાદન જુદી રીતે વર્ણવે છે. તેઓએ માનેલી ઉત્પાદની આ રીત પ્રત્યે નારાજગી જણાવવા (અર્થાત્ આ રીત બરાબર નથી એમ જણાવવા) માટે ગ્રંથકારશ્રી આ ચર્ચા શરૂ કરે છે - સાંખ્યદર્શન આદિ કેટલાક દર્શનકારો કાર્યને કારણનો પરિણામ માત્ર (રૂપાન્તર થવા પણા રૂ૫) માને છે. અર્થાત્ કાચા મગ એ કારણ છે અને સીઝેલા મગ એ કાર્ય છે. ત્યાં કાચા મગનું સીઝેલા મગ રૂપે રૂપાન્તર માત્ર થવા રૂપ જે પરિણામ છે તે જ કાર્ય છે એટલે બીજું કશું જ નહીં પણ પૂર્વના પર્યાય રૂપે રહેલા દ્રવ્યનું નવા પર્યાય રૂપે રૂપાન્તર માત્ર થવું તે જ કાર્ય છે. આ જ રીતે દૂધનું દહીંરૂપે રૂપાન્તર થવું - પરિણામાન્તર થવું તે જ દહીં કાર્ય છે. બીજું કશું નથી. આ માન્યતાવાળાને પરિણામવાદી કહેવાય છે. સર્વે પણ દ્રવ્યો પોત પોતાના નવા નવા પર્યાયરૂપે રૂપાન્તર માત્ર થાય છે. નવા નવા પર્યાય માત્ર રૂપે જ બને છે પર્યાયાન્તર જ થાય છે. આ મતને પરિણામવાદી જાણવા. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ સન્મતિપ્રકરણ બૌદ્ધ આદિ બીજા કેટલાક દર્શનકારો અવયવોનો સમૂહ ભેગો થવાથી કાર્ય થાય છે. આમ માને છે. જેમ કે બુંદીના દાણાનો વાળીને એક લાડુ બનાવ્યો. ત્યાં દાણાઓના સમૂહથી જ લાડુ સ્વરૂપ કાર્ય થયું છે. તેવી જ રીતે યથાસ્થાને દરેક કાર્યોના પોત-પોતાના અવયવો ગોઠવવાથી ટેબલ-ખુરશી-પંખી-મકાન વિગેરે કાર્ય થતાં દેખાય છે. અને પૌગલિક તમામ સ્થૂલકાર્યો અવયવોના સમૂહની રચનાથી જ બનતાં દેખાય છે તેથી આ દર્શનકારો અવયવોના (અંશોના) સમૂહનો યથાસ્થાને સંયોગવિશેષ કરવાથી કાર્ય થાય છે. આમ માને છે. તેથી તે દર્શનકારોને “સમૂહવાદી” કહેવાય છે. આ બૌદ્ધ દર્શનકારો સાંખ્યદર્શનની જેમ રૂપાન્તર થવા સ્વરૂપ પરિણામાત્મક કાર્ય માનતા નથી. કારણ કે ક્ષણિકવાદની માન્યતા હોવાથી વ સ્થિર એવું કોઈ દ્રવ્ય નહીં હોવાથી પૂર્વાપર સમયે પરિણામાન્તર થતું હોય આવું તેઓ માનતા નથી. તથા નૈયાયિક અને વૈશેષિક દર્શનકારોની જેમ “અવયવોની યથાસ્થાને રચના થવાથી તે અવયવોથી ભિન્ન (અર્થાત્ અપૂર્વ) એવું, અને સમવાયસંબંધથી તેમાં રહેલું એવું “અવયવી” નામનું એક જુદા પદાર્થ રૂપે સમવેત કાર્ય ઉત્પન્ન થાય છે. આમ પણ આ બૌદ્ધદર્શનકારો સ્વીકારતા નથી. માત્ર અવયવોનો સમૂહ એ જ કાર્ય બને છે. આમ માને છે. તેથી તે સમૂહવાદી કહેવાય છે. તથા નિયાયિક અને વૈશેષિક દર્શનકારો અવયવોના સમૂહની યથાસ્થાને રચના કરવાથી તેમાં સમવાય સંબંધથી છુપ છુપો રહેલો અને અવયવોથી સર્વથા ભિન્ન એવો અપૂર્વ “અવયવી” નામનો પદાર્થ અવયવોમાં કાર્યરૂપે ઉત્પન્ન થાય છે. અને તે કાર્ય કહેવાય છે. આમ માને છે. બુંદીના સેંકડો દાણા જે છે તે અવયવ છે. તેને વ્યવસ્થિતપણે વાળવાથી તે દાણાથી ભિન્ન એવો અને તે દાણામાં જ સમવાય સંબંધથી રહેલો એવો (મોદક) “લાડુ” નામનો જે અવયવી પદાર્થ ઉત્પન્ન થાય છે તે જ કાર્ય છે. આમ કારણોના સમૂહનું યથાસ્થાને આરંભ (જોડાણ) થવાથી અવયવી નામનું અપૂર્વ અર્થાત્ અવયવોથી સર્વથા ભિન્ન અને તે જ અવયવોમાં સમવાયસંબંધથી રહેલું એવું કાર્ય ઉત્પન્ન થાય છે. આમ માને છે. તેથી આ દર્શનકારો અવયવોના જોડાણથી (સંયોગથી આરંભથી) કાર્ય થાય છે. આમ માને છે. તેથી તે દર્શનકારોને સંયોગવાદી અથવા આરંભવાદી કહેવાય છે. સાંખ્યો પરિણામવાદી છે. બૌદ્ધો સમૂહવાદી છે અને તૈયાયિક-વૈશેષિકો સંયોગવાદી અર્થાત્ આરંભવાદી છે. તે તમામની સામે જૈનદર્શનકારોનું કહેવું આવું છે કે પરિણામવાદ સમૂહવાદ અને આરંભવાદ આ ત્રણે કથંચિત્ એક સ્વરૂપ છે. માત્ર જોનારા એવા તે તે દર્શનકારોની દૃષ્ટિ જુદી જુદી છે. કોઈ કોઈ દર્શનકારો પોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી ગઈ હોય છે તે એક બાજુ જ એટલે કે (એક) એક નયનો (દષ્ટિનો) જ આગ્રહ રાખે છે ત્યારે તેઓને એક જ દેખાય છે. બીજું દેખાતું નથી. પણ જો આગ્રહ (કદ પ્રહ) છોડીને તટસ્થ Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ પણે વસ્તુનું કાર્યાત્મક સ્વરૂપ વિચારવામાં આવે તો કાર્યના આ ત્રણે પ્રકારો એક સ્વરૂપ જ છે. પરિણામ કહો કે સમૂહ કહો, સમૂહ કહો કે સંયોગ કહો. આખર બધું એક સ્વરૂપ જ છે. બુંદીના દાણા જે છુટા છુટા સ્વરૂપે હતા. તે જ હવે લાડુ સ્વરૂપે પરિણામ પામ્યા એમ કહો કે સમૂહરૂપે ગોઠવાયા એમ કહો કે તે અવયવો હવે સંયોગથી અવયવી રૂપે બની ગયા. આમ કહો આ બધું સમાન જ છે. તે ત્રણે કાર્યનાં સ્વરૂપો છે. આવું કાર્ય પુલાસ્તિ કાયમાં હોય છે. તથા ધર્મ-અધર્મ-આકાશ અને જીવ આ ચાર દ્રવ્યો (તેમાં ૩ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોના અને આકાશદ્રવ્ય અનંતા પ્રદેશોના પિંડાત્મક હોવાથી) જુના જુના પર્યાયમાંથી નવા નવા પર્યાય રૂપે “પરિણામોત્તર” અર્થાત્ રૂપાન્તર પામે છે. ત્યાં અવયવોનું (પ્રદેશોનું) જોડાવું અને વિખેરાવું નથી. કારણ કે અવયવોનો સમૂહ (પ્રદેશોનો સમૂહ) સદાને માટે છે જ. તથા અવયવોનો પ્રદેશોનો) પિંડ હોવાથી સદાકાલ “અવયવી” આત્મક જ છે. આમ ત્રણે અર્થવાળું કાર્ય તેમાં સંભવે છે. અને કાલ એ જીવ-પુદ્ગલ દ્રવ્યની વર્તના પર્યાયસ્વરૂપ હોવાથી વાસ્તવિક દ્રવ્ય નથી. માત્ર ઔપચારિક દ્રવ્ય છે. હવે પુદ્ગલાસ્તિકાયમાં બે પ્રકાર છે. પ્રવ: કચાશ = અણુઓ અને સ્કંધો. ત્યાં સ્કંધોમાં ઉપરોક્ત ચાર દ્રવ્યોની જેમ જ છે. અને અણુઓ પોતે જો કે પ્રદેશોનો સમૂહ નથી તો પણ બીજા-ત્રીજા પરમાણુઓ સાથે મળીને યમુક-ચણુક રૂપે પરિણામ પામે છે. અન્ય અણુઓ સાથે ભળ્યા છતા સમૂહ રૂપે બને છે. અને તેમાંથી અવયવી પણ બને છે. તથા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોમાં સંયોગજન્ય વિભાગનન્ય અને ઉભયજન્ય એમ ત્રણ પ્રકારનું કાર્ય થાય છે. તે આગળ સમજાવેલ છે. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં જે જે કોઈ પણ કાર્ય થાય છે તે પર્યાયાત્મક હોવાથી દ્રવ્યનું રૂપાન્તર પણ છે. અવયવોનો સમૂહ પણ છે અને અવયવો સાથે મળીને અવયવી સ્વરૂપ પણ બને છે. આ રીતે સાંખ્યાદિ ત્રણે દર્શન કેવલ એકલા પરિણામવાદને, સમૂહવાદને અને સંયોગવાદને જ માનતા હોવાથી મિથ્યાદેષ્ટિ છે. જ્યારે જૈનદર્શન નયોની સાપેક્ષતા પ્રમાણે રૂપાન્તર થવા રૂપે રહેલા કાર્યને ત્રણે ભાવે કાર્ય કહેતા હોવાથી અનેકાન્તવાદી છે. તેથી સમ્યગ્દષ્ટિ છે. પરમાર્થથી ત્રણ પ્રકારનું આ કાર્ય એ દ્રવ્યનું એક પ્રકારનું રૂપાન્તર જ છે. જેને પર્યાય કહેવામાં આવે છે. - સાંખ્યાદિ આ ત્રણે એકત્તવાદી હોવાથી તે ત્રણેની સામે જૈનદર્શનકારોનો વિરોધ તો છે જ. તો પણ ત્રીજા નંબરના નિયાયિક અને વૈશેષિકો જે “સંયોગવાદી” અર્થાત્ “આરંભવાદી” છે. તેઓની સામે સંયોગની જેમ વિભાગ જન્ય કાર્ય પણ થાય છે. આ વાત સમજાવવા માટે વિશેષ વિરોધ જણાવીને તેઓને સાચી દિશા સમજાવવા માટે કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કાડ-૩ – ગાથા-૩૮-૩૯ સન્મતિપ્રકરણ નૈયાયિક-વૈશેષિકો કેવલ એકલા સંયોગજન્ય જ કાર્ય થાય છે, આમ કહે છે. તેઓનું કહેવું છે કે કયણુક-ચણુક આદિ સૂર્મકાર્ય હોય કે ઘટ-પટ આદિ કોઈ સ્થલ કાર્ય હોય. પણ બધાં જ કાર્યો અવયવોના સંયોગથી જ બને છે. કયણુકાત્મક કાર્ય બે અણુઓના સંયોગથી થાય છે. તેમ ચણકાદિ સઘળાં પણ કાર્યો અવયવોના સંયોગ માત્રથી જ થાય છે. પટ પણ વસ્તુના સંયોગથી, ઘટ પણ કપાલના સંયોગથી જ થાય છે. તથા તૃણનું જે દૂધ થાય છે ત્યાં પણ તૃણારંભક પરમાણુઓમાં જઠરાગ્નિનો પાકવિશેષ થવાથી પ્રથમ આપરમાણ્વન્તભંગ થાય છે. એટલે કે પરમાણુ-પરમાણુ પ્રથમ છુટા છુટા થઈ જાય છે. “પરમાણ્વન્તમ" પરમાણુ સુધી છુટા પડ્યા પછી તે પરમાણુઓમાં તૃણાનુકુલ જે વર્ણાદિગુણો છે તેનો નાશ થાય છે અને દૂધને અનુકુલ વર્ણાદિ ગુણો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પરમાણુઓનો ક્રમશર સંયોગમાત્ર થવાથી જ મહાદૂધની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે દૂધમાંથી દહીં બને ત્યારે પણ આ પ્રમાણે પાક વિશેષથી પરમાણ્વન્તભંગ થયા પછી દહીને અનુરૂપ વર્ણાદિ પ્રગટ થયા બાદ અવયવોના સંયોગ માત્રથી જ આ દહીં કાર્ય થાય છે. વિભાગથી કોઈ કાર્ય બનતું નથી. ઉલટુ - વિભાગથી તો પૂર્વે બનેલું જે કાર્ય છે તે નાશ પામે છે. માટે સર્વે પણ કાર્યો સંયોગજન્ય જ છે. વિભાગથી જન્ય ઉત્પાદ બીલકુલ સંભવતો નથી વિભાગથી જન્ય તો નાશ જ હોય છે. આવી માન્યતા નૈયાયિક વૈશેષિકની છે. નૈયાયિક-વૈશેષિકોની ઉપરોક્ત માન્યતાની સામે જૈનદર્શનકારો કહે છે કે – કેટલાક દર્શનકારો જે કેવલ બે દ્રવ્યોના સંયોગમાત્રથી જ કાર્યનો ઉત્પાદ થાય છે એમ માને છે. તેઓ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં કુશલ નથી. અર્થાત્ ઉત્પાદનો સાચો અર્થ જાણવામાં તે વાદીઓ અકુશલ છે. તેઓ વિભાગથી થનારા ઉત્પાદને સમજતા નથી. સારાંશ કે જેમ સંયોગથી કાર્ય થાય છે. તેમ વિભાગથી પણ કાર્ય જરૂર થાય છે. એટલું જ નહીં પણ ક્યાંક “સંયોગ-વિભાગ એમ ઉભયજન્ય કાર્ય પણ હોય છે” તે આ પ્રમાણે - (૧) સંયોગજન્ય કાર્ય - એક પરમાણુ અને બીજો પરમાણુ આ બન્ને જોડાવાથી જે યણુક બને છે. એક પરમાણુ અને એક યણુકનો સંયોગ થવાથી જે ચણુક થાય છે. તથા તખ્તઓના સંયોગથી જે પટ થાય છે તે સઘળાં કાર્યો અવયવોના સંયોગથી થાય છે. આ સંયોગજન્ય કાર્ય છે. (૨) વિભાગજન્ય કાર્ય - જેમ સંયોગજન્ય કાર્ય હોય છે એવી જ રીતે વિભાગજન્ય કાર્ય પણ થાય છે. જેમ એક પરમાણુ અને એક યણુક મળીને ચણક કાર્ય થાય છે. તેવી જ રીતે તે ચણકમાંથી એક પરમાણુ જ્યારે છુટો પડે છે. ત્યારે તે છુટો પડેલો અણુ “છુટો પડવાથી” હવે પરમાણુ બન્યો છે આમ કહેવાય છે. મૂળ ગાથામાં જ કહ્યું છે કે તો ય Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ ૩૨૧ પુવિપત્તો “મy'ત્તિ ના મધૂ હોવું = તે વ્યણુકથી વિભક્ત થયેલો એવો જે અણુ છે. તે અણપણે જમ્યો છે. તે અણુ થયો એમ કહેવાય છે. એવી રીતે ઘટ ફુટવાથી ઠીકરાં ઉત્પન્ન થાય છે. અખંડ પટ ફાડવાથી ખંડપટની ઉત્પત્તિ થાય છે. દહીંને ભાંગવાથી માખણ અને છાશની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સંયોગની જેમ વિભાગથી પણ કાર્ય થાય છે. (૩) ઉભયજન્ય કાર્ય - જ્યાં સંયોગ અને વિભાગ એમ બન્ને સાથે હોય અને તેનાથી જે કાર્ય થાય છે તે ઉભયજન્ય કાર્ય કહેવાય છે. જેમ કે રેડીમેડ શર્ટ વિગેરે જે કોઈ કાર્ય બનાવાય છે ત્યાં વધારાનો ભાગ કાતરથી કાપી નાખવામાં પણ આવે છે અને પરસ્પર અનુકુળ બે ટુકડા સોંયથી જોડવામાં પણ આવે છે. આમ કાતર અને સોંય બન્નેના ઉપયોગથી જે કાર્ય થાય છે તે કાતર દ્વારા વિભાગ અને સોય દ્વારા સંયોગ આમ ઉભયજન્ય કાર્ય થયું કહેવાય છે. ટેબલ-ખુરશી-મકાન વિગેરે કાર્યો આવાં જાણવાં. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પાંચમા અધ્યાયના સૂત્રમાં કહ્યું છે કે “સંધાનમેષ્યઃ” પુલોના સ્કંધો સંઘાતથી (પરસ્પર જોડાવાથી), ભેદથી (પરસ્પર વિખેરાવાથી) અને બહુવચન હોવાથી ભેદ-સંઘાત એમ ઉભયથી આ સ્કંધો બને છે. સંયોગજન્ય, વિભાગજન્ય અને ઉભયજન્ય આમ ત્રણ પ્રકારનાં કાર્યો પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ બને છે. આ રીતે ત્રણે પ્રકારે પુગલના સ્કંધો સ્વરૂપ કાર્ય આ સંસારમાં બનતું હોવાથી કેવલ એકલા સંયોગથી જ કાર્ય થાય છે એવી માન્યતા નૈયાયિક-વૈશેષિકોની જે છે. તે યોગ્ય નથી. અર્થાત્ સાચી નથી. તેઓ વિભાગજાત અને ઉભયજાત કાર્યને જાણતા નથી. તેથી ઉત્પાદના યથાર્થ અર્થ જાણવામાં અકુશલ છે અભણ છે મુર્ખ છે. સંયોગજન્ય કાર્ય, વિભાગજન્ય કાર્ય અને ઉભયજન્ય કાર્ય પગલાસ્તિકાય દ્રવ્યના સ્કંધોમાં જ ઘટે છે. બીજા દ્રવ્યોમાં આ ભેદ ઘટતા નથી. કારણ કે તે અન્ય દ્રવ્યો અસંખ્યાત અને અનંત પ્રદેશોના પિંડરૂપ છે. પણ તે પિંડ સંયોગથી બન્યો નથી તથા તેનો વિભાગ થતો નથી. તેથી તેમાં મુખ્યત્વે “પરિણામાત્તર”થવા રૂપ કાર્ય ઘટે છે. એટલે કે ધર્મ-અધર્મ આકાશ અને કાલ આ ચાર દ્રવ્યોમાં પ્રદેશોનો સંયોગ વિભાગ થતો નથી તેથી તજજન્ય કાર્ય ત્યાં નથી, માત્ર પરિણામાન્તર થવા રૂપ કાર્ય છે તથા “પરમાણુ” દ્રવ્ય પુદ્ગલ છે. પણ તે વિભાગનન્ય કાર્ય છે. સંયોગજન્ય કાર્ય નથી. કારણ કે યણુકચણુક-ચતુરસુકાદિ સ્કંધોથી પરમાણુ જ્યારે છુટો પડે છે ત્યારે “આ પરમાણુ હવે સ્કંધપણે મટીને પરમાણુ રૂપે બન્યો” એમ કહેવાય છે. આ વિભાગજન્ય કાર્ય થયું. પરંતુ પરમાણુ અવિભાજય દ્રવ્ય હોવાથી તથા અંતિમ અણુ હોવાથી, તેના પુનઃ અવયવો (અંશો) ન હોવાથી બે-ત્રણ-ચાર અંશોનો સંયોગ થવાથી એટલે કે આવા અંશોનો સંયોગ બનવાથી આ “પરમાણુ” બન્યો Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કાઠ-૩ – ગાથા-૪૦ સન્મતિપ્રકરણ છે. આમ બની શકતું નથી તથા એમ કહી શકાતું પણ નથી. માટે પરમાણુ સંયોગજન્ય ઉત્પાદ નથી. માત્ર વિભાગજન્ય જ ઉત્પાદાત્મક છે. ટીકાનો પાઠ - સમાનગતિયદ્રવ્યનવ સમાવિIRUI તત્સંયોગસમવાયकारण-निमित्तकारणादिसव्यपेक्षाद् अवयवि कार्यद्रव्यं भिन्नं कारणद्रव्येभ्यः उत्पद्यत इति द्रव्यस्योत्पादं केचन ब्रुवते । ते चोत्पादार्थानभिज्ञा विभागजातं नेच्छन्ति ॥ આ રીતે તૈયાયિક-વૈશેષિકો જે કેવલ સંયોગજન્ય ઉત્પાદ માને છે. તેઓ ધર્મઅધર્મ-આકાશ-જીવ-પરમાણુ અને કાલના ઉત્પાદને તો સમજી શકતા જ નથી કારણ કે તે દ્રવ્યોમાં સંયોગ નથી તથા તેઓએ ધર્મ-અધર્મ દ્રવ્યોને તો માન્યાં જ નથી અને આકાશાદિ દ્રવ્યોને માન્યાં છે, પરંતુ તે દ્રવ્યોને એકાન્ત નિત્ય માની લીધાં છે. અનિત્યતા ન માની હોવાથી આકાશાદિમાં ઉત્પાદ વ્યય માન્યા જ નથી. તેથી ત્યાં સંયોગજન્ય કે વિભાગજન્યની વાત રહેતી જ નથી. તથા સ્કંધાત્મક પગલાસ્તિકાય દ્રવ્યને જ તેઓ કાર્ય સમજે છે. અને તે પણ માત્ર સંયોગજન્ય. આ સ્કંધોમાં સંયોગ-વિભાગ અને ઉભયજન્ય જે કાર્ય થાય છે. તેને તો આ દર્શનકારો સમજતા જ નથી. તેથી તેઓ ઉત્પાદના અર્થને સમજવામાં અકુશલ છે. અજ્ઞાની છે. તે ૩૮-૩૯ અંધાત્મક પુદગલાસ્તિકાય દ્રવ્યમાં સંયોગજન્ય ઉત્પાદની જેમ વિભાગજન્ય ઉત્પાદ પણ હોય છે. આ વાત બીજી યુક્તિથી પણ સિદ્ધ કરે છે - बहुयाण एगसद्दे, जह संयोगाहि होइ उप्पाओ। णणु एगविभागम्मि वि जुज्जइ बहुयाण उप्पाओ ॥ ४० ॥ बहुकानामेकशब्दे यथा संयोगाद् भवत्युत्पादः । नन्वेकविभागेऽपि, युज्यते बहुकानामुत्पादः ।। ४० ।। ગાથાર્થ - બહુમાં (બહુ અવયવના બનેલા એક પદાર્થમાં) એક શબ્દના પ્રયોગને લીધે જેમ સંયોગથી ઉત્પત્તિ દેખાય છે. તેમ સ્કંધમાંથી એક-એકનો વિભાગ થયે છતે બહુ (અંશો)ની ઉત્પત્તિ પણ થાય છે. તે ૪૦ || વિવેચન - અહીં સ્થૂલદૃષ્ટિવાળા જીવો કદાચ આવો પ્રશ્ન કરે કે તન્દુઓના સંયોગથી જેમ પટ થાય છે. કપાલયના સંયોગથી જેમ ઘટ થાય છે. બુંદીના કણોને જોડવાથી જેમ લાડુ થાય છે. પંખાના અવયવોને યથાસ્થાને સંયોગ કરવાથી જેમ પંખો બને છે. તેમ વિભાગથી થતું કોઈ કાર્ય દેખાતું નથી. ઉલટુ વિભાગથી તો પૂર્વકૃતકાર્યનો નાશ જ દેખાય Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૦ છે. ઉત્પત્તિ દેખાતી નથી - જેમ કે ઘટને ફોડવાથી ઘટનાશ જ થાય છે. પટને ફાડવાથી અખંડપટનો નાશ જ થાય છે આમ વિભાગથી તો પૂર્વકૃતકાર્યનો નાશ થયેલો જણાય છે. પણ તેમાં કોઈ અપૂર્વકાર્યની ઉત્પત્તિ થતી હોય એમ જણાતું નથી. આવી શંકા કરનારા ચૂલદૃષ્ટિવાળા જીવને ગ્રંથકારશ્રી સમજાવે છે કે - વધુ ઘણા-ઘણા અંશો (અવયવો) યથાયોગ્ય રીતે જ્યારે સાથે મળી જાય છે. પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. ત્યારે તે એકશબ્દથી વાચ્ય બને છે. જેમ બુંદીના ઘણા અવયવો યથાસ્થાને ગોઠવાયા ત્યારે તે અનેક અવયવોના સમૂહથી બનેલાને આ એક “મોદક” (લાડુ) છે. આમ “મોદક” (લાડુ) આવા એક શબ્દથી કથન કરવામાં આવે છે. તેથી તમને “સંયોગજન્ય ઉત્પત્તિમાં દેખાય છે. પરંતુ તેવી જ રીતે બહુ અંશોના (અવયવના) બનેલા તે તે કાર્યમાંથી જ્યારે જ્યારે એક એક અંશનો વિભાગ થાય છે. ત્યારે તેવા તેવા પ્રકારના વિભાગથી પણ બહુ અંશોના બહુ ઉત્પાદ થયા, આમ પણ અવશ્ય કહેવાય જ છે. જેમ તત્તઓના સંયોગથી પટાત્મક કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ અખંડપટ ફાડવાથી ખંડપટની ઉત્પત્તિ પણ જરૂર થાય જ છે. જેમ કપાલયના સંયોગથી ઘટની ઉત્પત્તિ થાય છે. તેમ ઘટ ફુટવાથી “અનેક ઠીકરાંની” ઉત્પત્તિ પણ અવશ્ય થાય જ છે. બુંદીના દાણાને જોડવાથી જેમ લાડુ બને છે તેમ લાડુને ભાંગવાથી તે લાડુના ઘણા ઘણા ટુકડાની ઉત્પત્તિ પણ જરૂર બને જ છે. બહુ તંતુઓનો સંયોગ થવાથી બનેલા કાર્યને “આ પટ છે” આમ એકશબ્દથી જેમ બોલાવાય છે. તેમ તે પટ ફાડવાથી બનેલા ટુકડાઓને નાના-મોટા ખંડપટ (ટુકડા) તરીકે અનેક જાતના અનેક શબ્દપ્રયોગો પણ થાય જ છે. માટે જેટલા ટુકડા થાય તેટલા ખંડની ઉત્પત્તિ થાય છે તેથી આ બહુ અવયવોની ઉત્પત્તિ થઈ છે એમ જાણવું. કાચનું વાસણ જ્યારે ફુટે છે ત્યારે કાચના અનેક ટુકડાઓની ઉત્પત્તિ સાક્ષાત્ નજરે દેખાય છે. માટે વિભાગથી ઉત્પાદ નથી થતો એમ નહીં પરંતુ વિભાગથી પણ બહુ અવયવોના બહુ ઉત્પાદ થાય છે. ટીકાનો પાઠ - દુgિવીનાં સતિ સંયો એચ ચાવઃ દ્રવ્યોત્પાતો भवति - अन्यथैकाभिधानप्रत्ययव्यवहारायोगात्, न हि बहुषु "एको घट: उत्पन्नः" इत्यादि व्यवहारो युक्तः - "ननु" इत्यक्षमायाम् एकस्य कार्यद्रव्यस्य विनाशेऽपि युज्यते एव बहूनां समानजातीयानां तत्कार्यद्रव्यविनाशात्मकानां प्रभूततया विभक्तात्मनामुत्पाद इति । तथाहि - घटविनाशाद् बहूनि कपालान्युत्पन्नानीत्यनेकाभिधानप्रत्ययव्यवहारो युक्तः । अन्यथा तदसम्भवात् । ततः प्रत्येकं त्र्यात्मकास्त्रिकालाश्चोत्पादादयो व्यवस्थिता इत्यनन्तपर्यायात्मकमेकं द्रव्यम् । Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કાડ઼-૩ – ગાથા-૪૧ સન્મતિપ્રકરણ તથા વળી “વિભાગથી” પૂર્વકૃતકાર્યનો નાશ જ થાય છે પણ અપૂર્વ કોઈ કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પૂર્વકૃત કાર્ય તરફ દૃષ્ટિપાત કરો છો તો જેમ તમને તે પૂર્વકૃત કાર્યનો નાશ થયો આમ દેખાય છે તેમ ઉત્તર પર્યાય તરફ જો દૃષ્ટિપાત કરશો તો અંશોની (ભિન્ન ભિન્ન અવયવોની) થતી ઉત્પત્તિ પણ જરૂર દેખાશે. ઘટ ફુટવાથી જેમ ઘટનો નાશ થતો દેખાય છે. તેમ તેની સાથે જ ઠીકરાંની ઉત્પત્તિ પણ અવશ્ય છે જ. ગ્લાસ ફુટે ત્યારે ગ્લાસનો નાશ જેમ દેખાય છે. તેમ ટુકડાની ઉત્પત્તિ પણ જરૂર થાય જ છે. આમ સર્વત્ર અવયવોના સંયોગથી સ્કંધાત્મક કાર્યની ઉત્પત્તિ જેમ થાય છે તેમ અવયવી વિખારાવાથી (અવયવીનો વિભાગ થવાથી) અનેક અવયવોની ઉત્પત્તિ પણ જરૂર છે જ. માત્ર પોતાની દૃષ્ટિને વિશાળ બનાવવાની જરૂર છે. તથા પોતાની દૃષ્ટિને અનેકાન્તમય બનાવવી જોઈએ. આ પ્રમાણે તૈયાયિક-વૈશેષિકની સામેની આ ચર્ચા અહીં પૂર્ણ થાય છે. તે ૪૦ || કોઈ પણ એક દ્રવ્યના એક સમયમાં અનંત ઉત્પાદ, અનંત વ્યય અને અનંતસ્થિતિ છે. આ વાત હવે સમજાવે છે – एगसमयम्मि एगदवियस्स, बहुया वि होंति उप्पाया । उप्पायसमा विगमा, ठिईउ उस्सग्गओ णियमा ॥ ४१ ।। एकसमये एकद्रव्यस्य, बहुका अपि भवन्त्युत्पादाः । उत्पादसमा विगमास्स्थितय उत्सर्गतो नियताः ।। ४१ ॥ ગાથાર્થ – એક સમયમાં એકદ્રવ્યના બહુ બહુ ઉત્પાદો થાય છે. ઉત્પાદની સમાન જ (બહુ બહુ) વિનાશ પણ થાય જ છે. તથા (બહુ-બહુ) સ્થિતિઓ પણ સામાન્યથી નિયત (નક્કી) હોય જ છે. || ૪૧ વિવેચન - ધર્મ-અધર્મ-આકાશ-પુગલ-કાલ અને જીવ આ છએ દ્રવ્યો (કે જેમાં ૩ દ્રવ્યો એક એક છે અને ત્રણ દ્રવ્યો અનંત અનંત છે એવાં આ છએ દ્રવ્યો) અનાદિકાળથી આ સંસારમાં સ્વયં પારિણામિક ભાવથી છે જ. અને ભાવિમાં પણ અનંતકાલ સુધી રહેશે જ એટલે અનંતકાલવતી છે. સાથે સાથે નિયમા “પરિણામી” છે. એટલે કે પરિણામ પામવાના સ્વભાવવાળાં પણ છે જ, એટલે સમયે સમયે પૂર્વપર્યાય રૂપે નાશ, ઉત્તર પર્યાય રૂપે ઉત્પાદ, અને દ્રવ્ય માત્ર રૂપે સ્થિતિ એમ એક એક સમયમાં નાશ, ઉત્પાદ અને સ્થિતિ હોવાથી અનંતકાલને આશ્રયી અનંતા નાશ, અનંતા ઉત્પાદ અને અનંતી સ્થિતિ છે જ. આ તો ત્રણે કાળનાં મળીને અનંતા ઉત્પાદ, અનંતા નાશ અને અનંતી સ્થિતિ સમજાવી કે જે Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૧ ૩૨૫ સહેજે સહેજે સમજાઈ તેવી છે. પરંતુ ઉપરોક્ત છએ દ્રવ્યોમાં (વ્યક્તિવાર અનંતા પણ દ્રવ્યોમાં) ના કોઈ પણ એક એક દ્રવ્યમાં એક એક સમયમાં અનંતા નાશ, અનંતા ઉત્પાદ અને અનંતી સ્થિતિઓ છે. આમ ઉત્પાદાદિ ત્રણે પણ ધર્મો એક એક સમયમાં સર્વદ્રવ્યોમાં અનંત અનંત છે. તે આ ગાળામાં સમજાવે છે - ટીકાનો પાઠ - સ્મિન્ સાથે વ્યસ્થ વદવ ૩ ભવન્તિ ઉત્પમાન सडख्या विगमा अपि तस्यैव तदैवोत्पद्यन्ते, विनाशमन्तरेणोत्पादस्यासम्भवात् । न हि पूर्वपर्यायाविनाशे उत्तरपर्यायः प्रादुर्भवितुमर्हति, प्रादुर्भावे वा सर्वस्य सर्वकार्यताप्रसक्तिः, तदकार्यत्वं वा कार्यान्तरस्येव स्यात् । स्थितिरपि सामान्यरूपतया तथैव नियता, स्थितिरहितस्योत्पादस्याभावात्, भावे वा शशशृङगादेरप्युत्पत्तिप्रसङग्रात् । કોઈ પણ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળું હોવાથી પ્રતિસમયે પરિણામ પામે જ છે. પ્રતિ સમયે કોઈ પણ દ્રવ્યના પર્યાય બદલાય જ છે. આ વાત તો સમજાવાઈ જ ચુકી છે. ત્યાં કોઈ પણ એક સમયમાં જે જે દ્રવ્યનું જે જે પરિણમન થાય છે. તે ભિન્ન ભિન્ન અનેક ગુણોને આશ્રયી અનેક જાતનું પરિણમન થાય છે. જેમ કે એક પુરૂષે સંસાર છોડીને સંયમ લીધો ત્યારે તેનામાં રહેલાં અનેક સંસારી સગપણોનો (પિતાપણુ-પુત્રપણું-પતિપણુ-ભાઈપણુંજમાઈપણુ-બનેવીપણુ-ભાણેજપણું-ભત્રીજાણુ-દાદાપણું વિગેરે અનેક સગપણરૂપ પર્યાયોનો) એકી સાથે નાશ થયો, તથા સંસારીપણું ધનવાનપણું-ઘરવાળાપણુ-અવિરતિપણું અસંયમીપણુંકુટુંબીપણું વિગેરે પણ અનેક પર્યાયોનો નાશ થયો. આ ઘણા નાશ એક સમયમાં થયા. તે સમજાવ્યું. તથા શિષ્યપણુ-ગુરુભાઈપણું-સાધુપણું-મહાવ્રતધારીપણું-સંયમીપણુ-વિરતિધરપણુંમુનિપણું, શિષ્ય-પ્રશિષ્યપણું વિગેરે અનેક પર્યાયોનો ઉત્પાદ પણ તે જ એક સમયમાં થયો. તથા તે તે પૂર્વપર્યાયોના નાશ કાલે અને તે તે ઉત્તરપર્યાયોના ઉત્પાદકાલે દ્રવ્યની તે તે પર્યાયપરિવર્તનકાલે આધાર સ્વરૂપે મૂલભૂત દ્રવ્યરૂપે સ્થિતિ હોવાથી સ્થિતિ પણ તેટલી થઈ અર્થાત્ અનંત થઈ. આ રીતે કોઈ એક જીવ મનુષ્ય મરીને દેવ થયો. તે એક જ સમયમાં મનુષ્યપણુંદારિક શરીરધારીપણું-બે જ્ઞાનવાળાપણું-કવલાહારીપણું અનેક સાંસારિક સગપણવાળાપણું એમ માનવભવ સંબંધી આ તમામ પર્યાયોનો આપણી દ્રષ્ટિએ ઘણા, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ અનંતા પર્યાયોનો એકી સાથે નાશ થાય છે. અને દેવપણુ-વૈક્રિયશરીરપણુ-ત્રણજ્ઞાન વાળાપણુંલોમાહારીપણુ-દેવ-દેવીઓની સાથે અનેકપ્રકારના સાંસારિક સંબંધોવાળાપણું વિગેરે દેવભવ સંબંધી અનેક પર્યાયોની એકી સાથે એક જ સમયમાં ઉત્પત્તિ થાય છે અને નાશ પામતા તથા ઉત્પન્ન થતા તે તે પર્યાયોમાં દ્રવ્યની અનેક પર્યાય સાથે રહેવાપણા રૂપે અનંતી સ્થિતિ For Personal and Private Use Only Jain Educationa International Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કાડ-૩ – ગાથા-૪૨ સન્મતિપ્રકરણ પણ રહેલી છે. આ રીતે પ્રતિસમયે ૧૫૮ માંની કેટલીક કર્મ પ્રકૃતિઓના ઔદયિક ભાવજન્ય અને કેટલીક કર્મપ્રકૃતિઓના ક્ષયોપશમભાવજન્ય અને કેટલાક પારિણામિકભાવજન્ય પર્યાયો આ જીવદ્રવ્યમાં પ્રતિસમયમાં બદલાય છે. જે જ્ઞાનીની દૃષ્ટિએ બહુ-બહુ (અનંત) ઉત્પાદ, બહુ-બહુ (અનંત) વ્યય અને બહુ બહુ (અનંત) ધ્રુવત્વ રહેલું છે. દૂધમાંથી દહીં બન્યું” આ કાર્ય ભલે ૧૨ કલાકે થાય છે પરંતુ તેમાં પ્રતિસમયે કંઈક ને કંઈક પર્યાયાન્તર થાય જ છે. તો જ બાર કલાકે દૂધનું દહીં જોવા મળે છે. હવે પ્રતિસમયે જે સ્વરૂપ બદલાય છે. તેમાં વર્ણ પણ બદલાય છે. સ્વાદ પણ મોળાપણામાંથી ખાટાપણાનો થાય છે. એટલે કે બદલાય છે. ગંધ પણ જુદી જ જણાય છે. સ્પર્શ પણ દ્રવીભૂતને બદલે કઠીનતાવાળો અનુભવાય છે. આકાર પણ જામેલો થાય છે આ રીતે દૂધ સંબંધી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિગેરે ઉપરોક્ત વર્તમાન પર્યાયાનો તથા ખીર બનવાની યોગ્યતારૂપ પર્યાય, દૂધપાક બનવાની યોગ્યતા રૂપ પર્યાય, માવો-પેંડા વિગેરે પદાર્થો બનવાની યોગ્યતા રૂપ પર્યાય આમ અનેક પ્રકારની શક્તિરૂપે રહેલા પર્યાયોનો પણ એકી સાથે નાશ થાય છે એ જ રીતે દહીં સંબંધી વર્ણાદિ અનેક પર્યાયોનો ઉત્પાદ તથા શિખંડ-છાશ-માખણકઢી-રાઈતું આદિ અનેક પદાર્થો બનવાની યોગ્યતારૂપ અનેક પર્યાયોનો ઉત્પાદ તે જ એક સમયમાં એકી સાથે થાય છે. તથા તે તે પર્યાય આશ્રયી દ્રવ્યની અનેક પ્રકારની સ્થિતિ પણ ત્યાં વર્તે જ છે. આમ સર્વદ્રવ્યમાં સર્વસમયમાં પૂર્વસમયવત અનંત-અનંત પર્યાયોના નાશ, ઉત્તરસમયવર્તી અનંત-અનંત પર્યાયોના ઉત્પાદ તથા તે તે પર્યાયસ્વરૂપે અનંત-અનંત પ્રકારે દ્રવ્યની ધ્રુવતા તે તે દ્રવ્યમાં પ્રતિસમયે રહેલાં છે તેથી મૂલ ગાથામાં વંદુ વિ દાંતિ ૩Uાય, ૩UાયસT વિમ, અને ડિફર, આ જે પાઠ છે તે બહુ જ સાચી રીતે કહેવાયેલો છે તેના મર્મને બરાબર સમજવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ જ વિષય ઉપર જીવના પર્યાયો સંબંધી ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ આગલી ૪૨ મી ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. ll૪૧|| વાવ-મUT-વ-જિરિયા-રૂવાડું-વિનો વાવિ ! संजोयभेयओ जाण, तो वि दवियस्स उप्पाओ ।। ४२ ॥ વાવ-મન-વન-ક્રિય-રૂપવિ-તિવિશેષતો વાપિ | संयोगभेदतो जानीहि, ततोऽपि द्रव्यस्योत्पादः ॥ ४२ ॥ ગાથાર્થ - કાયા-મન-વચન-ક્રિયા-રૂપાદિ- અને ગતિ વિશેષથી તથા સંયોગથી અને ભેદથી (વિભાગથી) દ્રવ્યના અનેક પ્રકારે ઉત્પાદ થાય છે. આમ હે જીવ! તું જાણ. ૪રા. વિવેચન - શરીરધારી સંસારી સર્વે પણ જીવો ત્રસ સ્થાવર સૂક્ષ્મ-બાદર સંજ્ઞીઅસંજ્ઞી એમ અનેક ભેદયુક્ત છે. સિદ્ધ અવસ્થાના સર્વે પણ જીવો અશરીરી છે. જે જે Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૨ સશરીરી જીવો છે તેમાં ઔદયિકભાવના, લાયોપથમિક ભાવના તથા પારિણામિક ભાવના અનેક પર્યાયો સમયે સમયે પરિણામ પામતા જ હોય છે. અને અશરીરી એવા સિદ્ધ જીવોમાં ક્ષાયિક ભાવના અને પારિણામિક ભાવના અનંત અનંત પર્યાયો પ્રતિસમયે પરિણામ પામતા જ હોય છે. ઔદારિક આદિ વર્ગણાઓનું કાયા પણે, ભાષાવર્ગણાના પુદ્ગલોનું વચન પણે, મનોવર્ગણાના પુદ્ગલોનું મન પણે, શરીરોનું કંપન આદિ ક્રિયા પણે, ચામડીમાં તથા શારીરિક ધાતુઓમાં રૂપ-રસ-ગંધાદિ ગુણોનું, વિગેરે વિગેરે જે પરિણમન થાય છે. તે પરિણમન જો કે થાય છે પુદ્ગલ દ્રવ્યમાં જ, કારણ કે તે પુગલના ધર્મો છે. તો પણ તે કેવલ પુગલાશ્રિત નથી. પરંતુ જીવની સાથેના શરીરમાં થતાં આ બધાં પરિવર્તનો જીવના કર્મના ઉદયને અનુસારે થાય છે. તેથી તે જીવકર્તક પુદ્ગલાશ્રિત પર્યાયો છે. જીવના સંબંધને લીધે પુગલમાં બનેલા પર્યાયો છે. તેથી તેને ઔદયિકભાવના પર્યાયો કહેવાય છે. તથા જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય આ ગુણો જો કે જીવના છે તો પણ સમયે સમયે થતી તેની હાનિ-વદ્ધિ રૂપ પર્યાયો કેવલ જીવ આશ્રિત નથી. કારણ કે જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી જ્ઞાનાદિગુણોની હાનિ-વૃદ્ધિ પામવા સ્વરૂપ આ પર્યાયો થાય છે. આ કારણે તે પર્યાયો કર્મ સાપેક્ષ છે. તેથી આ સઘળા પર્યાયો ક્ષાયોપથમિકભાવના કહેવાય છે. આમ ઘાતી અઘાતી કર્મોના ઉદયથી થનારા અને ચાર ઘાતકર્મોના ક્ષયોપશમથી થનારા પર્યાયો કેવલ એકલા જીવાશ્રિત કે કેવલ એકલા પુદ્ગલાશ્રિત નથી. પરંતુ ઉભયાશ્રિત છે. ત્યાં ઔદયિક ભાવથી પ્રતિસમયે જીવમાં થનારા અનેક પર્યાયો પ્રથમ સમજાવે છે. ૧ ના = ઔદારિક-વૈક્રિય આદિ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને આ જીવ શરીર નામકર્મના ઉદયથી ઔદારિક શરીર આદિ રૂપે પરિણાવે છે. તથા સાથે સાથે પોતાના આત્મપ્રદેશોને પણ તે તે આકારે તથા તે તે ભાવે પરિણાવીને પોતે પણ શરીરાકારે બને છે. તથા શરીરરચના થયા પછી પણ સમયે સમયે તે ઔદારિક પુગલોનું ગ્રહણમોચન પણ ચાલુ જ રહે છે. આમ એક એક સમયમાં ઔદારિક આદિ કાયા સંબંધી તથા કાયવ્યવહાર સંબંધી આ જીવના અનેક પર્યાયો નવા નવા ઉત્પન્ન થાય છે. ૨ મUT = ઔદારિક આદિ કાયાના પુગલોનું પરિણમન જયારે થાય છે. ત્યારે આ જીવ આહાર-શરીર-ઇન્દ્રિય-શ્વાસ અને ભાષા એમ પાંચ પર્યાયિઓ પૂર્ણ કર્યા પછી મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનોવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને મનરૂપે પરિણાવીને જુદા જુદા અનેક વિષયોના વિચારો કરવાની શક્તિ રૂપે મનસંબંધી ઔદયિકભાવના અનેક પર્યાયોને પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કાર્ડ-૩ – ગાથા-૪૨ સન્મતિપ્રકરણ ૩ વય: = જે સમયે કાયાના તથા મનના પર્યાયો ઉત્પન્ન થાય છે. તે જ સમયે જ્યારે ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારથી વચન પર્યાપ્તિ નામકર્મના ઉદયથી ભાષાવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને જુદા જુદા વચનો રૂપે પરિણમાવીને ભાષારૂપે છોડવા રૂપે વચન સંબંધી પણ ઔદયિકભાવના અનેક પર્યાયો થાય છે. ૪ વિશ્વરિયા = મન-વચન-કાયાના પુગલોના પરિણમનાત્મક પર્યાયોની સાથે સાથે તે જ સમયમાં કાયાની સાત ધાતુઓની રૂપાન્તર થવા રૂપ ક્રિયા, રૂધિરાદિની ગમનાગમનાત્મક ગતિ, શરીરની પણ હલનચલનાત્મક ક્રિયા, આમ ક્રિયા સંબંધી પણ અનેક પર્યાયો પ્રતિસમયે થતા જ રહે છે. ૫ રૂવાડુિં =શરીરની ચામડી, માંસ, રૂધિર, ચરબી આદિ તમામ પુદ્ગલોમાં પણ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઇત્યાદિ પૌગલિક ગુણોનું પરિવર્તન થવારૂપ, અનેકવિધ ઔદયિકભાવના રૂપાદિ ગુણસંબંધી પર્યાયો પણ તે જ સમયે ચાલુ હોય છે. ૬ વિશેષ = આ જીવ એક ગતિ (ભવ) પૂર્ણ કરીને બીજી ગતિમાં (ભવમાં) જતાંની સાથે જ આ ચાલુ ભવસંબંધી તમામ પર્યાયોનો નાશ થાય છે. અને નવા ભવ સંબંધી આહાર-શરીર-સ્વરૂપ-હાવભાવ વિગેરે પર્યાયોનો ઉત્પાદ થાય છે અને નવા ભવમાં પણ પ્રતિસમયે તે ભવસંબંધી પર્યાય પરિવર્તન પામતા જ રહે છે. ૭ સંયોગ બેય = પ્રતિસમયે જુદાં જુદાં કાર્યોનાં પ્રયોજનોને અનુસાર આ જીવ ઔદારિકાદિ આઠવર્ગણાઓમાંથી યથાયોગ્ય વર્ગણાઓનાં તથા ઘટ-પટ આદિ સ્થૂલ પદાર્થોનાં અનંતાનંત પુદ્ગલોનું વારંવાર ગ્રહણ કરવા રૂપ સંયોગજન્ય અને મોચન કરવા રૂપ ભેદજન્ય પણ અનેક પર્યાયો ઉપરોક્ત પર્યાયોની સાથે જ પામે છે. આ જીવનો પુદ્ગલની સાથે સંયોગસંબંધ ચાલુ જ હોવાથી વિવિધ પ્રકારનાં પુગલોના સંયોગો, અને વિવિધ પ્રકારનાં પુદ્ગલોના વિભાગો થવારૂપ અનેક પર્યાયો થાય છે. ૮ વીર્ય વિશેષ = વીયાન્તર કર્મના ક્ષયોપશમને અનુસાર સમયે સમયે હાનિ-વૃદ્ધિ થવા રૂપે લબ્ધિવીર્યના પણ અનેકપર્યાયો આ જીવમાં થાય છે. તથા જુદા જુદા કાર્યોમાં વિર્યશક્તિનો વપરાશ કરવા રૂપે કરણવીર્યના પણ અનેક પર્યાયો થાય છે. ૯ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઘટવા અને વધવા રૂપે જ્ઞાનાદિગુણોની હીનાધિકતા રૂપે તથા તેના ઉપયોગાત્મક ભાવે પણ અનેક પર્યાયો થાય છે. આ પ્રમાણે સંસારી દેહધારી જીવમાં એક એક સમયમાં અઘાતી અને ઘાતી કર્મોના ઉદયજન્ય ઔદયિકભાવના અને ઘાતી કર્મોના ક્ષયોપશમ જન્ય ક્ષાયોપથમિક ભાવના તથા Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૪૨ ૩૨૯ જીવના સ્વભાવભૂત પારિણામિકભાવના અનેક અનેક પર્યાયોનો નાશ અને ઉત્પાદ થાય છે. સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક ભાવ હોવાથી ઔયિક અને ક્ષાયોપશમિક ભાવના પર્યાયો હોતા નથી પરંતુ જગર્તી સમસ્તદ્રવ્યો પરિણામી સ્વભાવવાળાં હોવાથી સર્વદ્રવ્યોનું પરિણમન તેમના કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ઝળકે છે તેથી જ્ઞેયદ્રવ્યોના જેટલા જેટલા પર્યાયો એક સમયમાં બદલાય છે તે સર્વેને બદલાતા પણે કેવલજ્ઞાન-કેવલદર્શનથી તેઓશ્રી જાણતા-જોતા હોવાથી તેઓનું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉપયોગ રૂપે પ્રતિસમયે તેટલા તેટલા પર્યાયો પામતું હોવાથી ત્યાં પણ અનંત અનંત પર્યાયોના ઉત્પાદ-નાશ રહેલા છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ રાસમાં કહ્યું છે કે - જે જ્ઞેયાકારઈ પરિણમઈ, જ્ઞાનાદિક નિજ પર્યાય રે, વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિયલક્ષણ ઈમ પણિ થાઈ રે. જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૧૬ ॥ નિજ પરપર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે । ઉત્પત્તિ-નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે । જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૧૮ | સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ જે પોતાના પર્યાયો છે કે જે પ્રતિસમયે શેયાકારે ઉપયોગ સ્વરૂપે પરિણામ પામે છે. તેથી સિદ્ધ પરમાત્માને પણ આ રીતે ક્ષાયિકભાવે ઉત્પાદાદિ ત્રણ લક્ષણ સંભવે છે. પ્રત્યેકદ્રવ્યોમાં એક એક સમયમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ એક જ કાલે બહુ પ્રકારના સંબંધોને લીધે બહુ પ્રકારના ઉત્પત્તિ-અને નાશ સંભવે છે તથા નક્કી તેટલી ધ્રુવતા પણ અવશ્ય સંભવે છે. II ૯-૧૬, ૯-૧૮ ॥ આ જીવ દ્રવ્યના અનંત અનંત ઉત્પાદ-વ્યય રૂપ પર્યાયો સમજાવ્યા. હવે પુદ્ગલદ્રવ્યના અનંત અનંત પર્યાયો પ્રતિસમયે સમજાવે છે. Jain Educationa International પુદ્ગલદ્રવ્યમાં પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન-પુરણ અને ગલન વિગેરે ધર્મોની અપેક્ષાએ એક જ સમયમાં અનેક ગુણોની હાનિ-વૃદ્ધિ થવા રૂપે અથવા રૂપાન્તર થવા સ્વરૂપે તે તે પુદ્ગલ દ્રવ્યમાં પણ અનેક પર્યાયોના નાશ અને ઉત્પાદ એક સમયમાં થાય છે. ધર્મઅધર્મ-આકાશ દ્રવ્યમાં પણ પ્રતિસમયે અનંતા અનંતા ઉત્પાદ-નાશ રહેલા છે. કારણ કે અનંત જીવો અને અનંત પુદ્ગલો એક એક સમયમાં ગમનાગમન, સ્થિરીભાવ અને અવગાહના લેવાનું કામ કરે છે. અને સહાય લેનારાં તે તે જીવ-પુદ્ગલો પણ બદલાતાં જ For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩) કાડ-૩ – ગાથા-૪૨ સન્મતિપ્રકરણ રહે છે. તેથી તેઓને સહાયક થવા રૂપે આ ત્રણ દ્રવ્યોમાં પણ અનંતજીવ અને અનંતપુગલોને આશ્રયી અનંત ઉત્પાદ-નાશ થાય છે. આમ સર્વદ્રવ્યોમાં એક એક સમયમાં પૂર્વસમયવતી અનંત પર્યાયોનો નાશ અને ઉત્તરસમયવતી અનંત પર્યાયોનો ઉત્પાદ થાય છે. જો કે આ વિષય કંઈક સૂક્ષ્મ છે. તો પણ જો સ્થિરબુદ્ધિ કરીને વિચારીએ તો સમજાય તેવું છે. આ જે કંઈ સમજાવ્યું છે તે કોઈ પણ એક વર્તમાનસમયમાં થતા અનંત-ઉત્પાદ અને અનંત વ્યય સમજાવ્યા છે. હજુ આગલા ફકરામાં એવી વાત સમજાવાય છે કે અતીત કાળમાં વીતેલા અને ભાવિમાં આવવાવાળા અનંતા-અનંતા પર્યાયોના ઉત્પાદ અને વિનાશ વર્તમાન એક સમયમાં પણ ચાલુ જ હોય છે. તે હવે સમજાવાય છે. તથા ઘણી સૂક્ષ્મ દૃષ્ટિએ જરાક વધારે વિચાર કરીએ તો કોઈ પણ એક દ્રવ્યમાં એકસમયવર્તી પર્યાયોનો તો ઉત્પાદ વ્યય થાય જ છે. પરંતુ તે ઉત્પાદ-વ્યય થયે છતે તેમાં જ તિરોભાવે રહેલા અતીતકાલસંબંધી પર્યાયોમાં જે કાલ થયો હોય છે. તેમાં ૧ સમયની વૃદ્ધિ થવા રૂપે તે તમામ તિરોભાવે રહેલા પર્યાયોની પણ પરાવૃત્તિ થવાથી તેનો ઉત્પાદન વ્યય પણ વર્તમાન એક સમયમાં હોય છે. તેવી જ રીતે અનાગત એવા સર્વ પર્યાયોમાં જેટલો કાલ બાકી છે તેમાં એક સમયની હાનિ થવારૂપે ભાવિના પણ તે સર્વપર્યાયોનો પણ ચાલુ સમયમાં ઉત્પાદ વ્યય થાય છે. જેમ કે કોઈ એક પુરૂષને આજે પુરે પુરાં ૨૫ વર્ષ થયાં છે. તેમાં આજનો દિવસ પસાર થઈને આવતી કાલનો દિવસ આવે છે ત્યારે ૧ થી ૨૫ વર્ષમાં વીતી ચુકેલા જે કોઈ પર્યાયો છે તે તમામ પર્યાયોનો જે કોઈ કાલ થયો હતો તે કાલના તેવા તેવા પરિમિતપણાના ભાવે તેનો નાશ થાય છે. અને તેમાં ૧ અધિક દિવસ પણે તે સર્વે પર્યાયોનો ઉત્પાદ થાય છે. એ જ રીતે ભાવિના સર્વે પણ પર્યાયોનો જે કાલ હતો - તે માપે તે પર્યાયોનો નાશ થાય છે અને એક દિવસ હનપણાના પર્યાય રૂપે તે સર્વે પર્યાયોનો ઉત્પાદ થાય છે. આ વિષય બરાબર સમજવા માટે “એક માળાનું” ઉદાહરણ વિચારીએ જેમ કે એક માળા ગણતા પુરૂષે માળાના ૫૦ મણકા ગણ્યા છે. ૫૧મો મણકો ગણે છે. પર મા મણકાથી બધા જ મણકા ગણવાના બાકી છે. તેમાં ૫૧ મો મણકો ગણીને જેવો ઉતાર્યો તે જ સમયે પૂર્વે ગણેલા ૧ થી ૫૦ મણકામાં ગણેલાપણાના અતીત કાળમાં સંખ્યાના નંબરોને આશ્રયી પરાવર્તન થઈ ગયું. જેમકે ૫૧ મો મણકો ગણાતો હતો ત્યારે ગણેલા પણે ૫૦ મો પહેલો હતો, ૪૯ મો બીજો હતો, ૪૮ મો ત્રીજો હતો ઇત્યાદિ. તેને બદલે ૫૧ મો ગણી લેવાથી ૫૦ મો બીજો થયો, ૪૯ મો ત્રીજો થયો, ૪૮ મો ચોથો થયો, આમ સર્વમાં પરિવર્તન થયું અને પર થી ભાવિમાં ગણાવા વાળામાં ૧ નંબરની હાનિરૂપે સર્વેનો ઉત્પાદ-વ્યય થયો. એવી જ રીતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન જેમ જેમ ક્ષેત્ર કાપે Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૩-૪૪ છે તેમ તેમ અતીત ક્ષેત્ર એક એક પ્રદેશની વૃદ્ધિ રૂપે અને અનાગત ક્ષેત્ર એક એક પ્રદેશની હાનિ રૂપે બદલાય છે. તેમ કોઈ પણ દ્રવ્યમાં એક સમયે માત્ર પસાર થાય છે. તેટલામાં તો અનાદિકાળથી પસાર થઈ ચુકેલા સમસ્ત પર્યાયોમાં જે કોઈ અતીતકાળ થયેલો છે તેમાં ૧ સમયની વૃદ્ધિ થવારૂપે અને ભાવિમાં આવવાવાળા જે કોઈ પર્યાયો છે. તે સર્વમાં ૧ સમયની હાનિ થવારૂપે આ ચાલુ વર્તમાનકાલીન ૧ સમયમાં પણ અતીત-અનાગત કાલના સર્વપર્યાયોનો તે વિવલિત દ્રવ્યમાં વિવક્ષિત એક સમયમાં પણ ઉત્પાદ અને વિનાશ થાય છે. આમ પણ અનંત અનંત પર્યાયોનો નાશ અને અનંત-અનંત ઉત્પાદ પ્રતિસમયે જાણવો. આ વિષય ગંભીરતાથી સ્થિરબુદ્ધિપૂર્વક વિચારવો. || ૪૨ // આગમશાસ્ત્રકથિત ભાવોમાં કેટલાક ભાવો શ્રદ્ધગમ્ય હોય છે અને કેટલાક ભાવો તર્કગમ્ય હોય છે. આમ શાસ્ત્રકથિત ભાવોને યથાર્થપણે જાણવાના યથાસ્થાને એક એક ઉપાય, એમ બન્ને ઉપાયો છે. પરંતુ એકાને એકલો એક ઉપાય નથી. આ વિષય ઉપર પણ અનેકાન્ત વૃષ્ટિ સમજાવતાં કહે છે કે - दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ य अहेउवाओ, भवियाऽभवियादओ भावा ॥ ४३ ॥ भविओ सम्मइंसण-णाण-चरित्त-पडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति, लक्खणं हेउवायस्स ।। ४४ ।। द्विविधो धर्मवादोऽहेतुवादश्च हेतुवादश्च ।। तत्र चाहेतुवादो, भव्याऽभव्यादयो भावाः ।। ४३ ।। भव्यस्सम्यग्दर्शन-ज्ञान-चारित्र-प्रतिपत्तिसंपन्नः । नियमाहुःखान्तकृदिति लक्षणं हेतुवादस्य ॥ ४४ ॥ ગાથાર્થ - ૧ અહેતુવાદ અને ૨ હેતુવાદ આમ ધર્મવાદ બે પ્રકારનો છે. ત્યાં આ જીવ ભવ્ય અને આ જીવ અભવ્ય ઇત્યાદિ જે ભાવો છે. તે અહેતુવાદ છે. અને જે ભવ્ય હોય છે તથા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના અંગીકારથી સંપન્ન હોય છે. તે નિયમાં સર્વદુઃખોનો અંત કરનાર બને છે. તે હેતુવાદનું લક્ષણ (ઉદાહરણ) છે. I૪૩-૪૪ વિવેચન - જગતના સર્વે શેય-પ્રમેય ભાવોને જાણવા માટે ઉપાયરૂપે શું શ્રદ્ધાબળ કામ કરે છે? કે તર્કનુસારિણી એવી બુદ્ધિનું બળ કામ કરે છે ? આ એક મોટો વિકટ Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કાડ-૩ – ગાથા-૪૩-૪૪ સન્મતિપ્રકરણ પ્રશ્ન છે. મનુષ્યના સ્વભાવમાત્રમાં જ આ બન્ને બલો રહેલાં છે. તેથી જ આ બન્ને બળોવાળા જીવો પરસ્પર વિરોધ કર્યા કરે છે અને લલ્યા જ કરે છે. જેમ પુરૂષાર્થ અને પ્રારબ્ધની લોકો ચર્ચા જ કરતા હોય છે. તેમ શ્રદ્ધા અને તર્કની પણ સતત ચર્ચા જ કરતા હોય છે. એકાન્તદષ્ટિ હોવાથી તેમાં કદાપિ નિર્ણય આવી શકતો નથી. કોઈ પુરૂષાર્થવાદી મનુષ્ય પોતાની દૃષ્ટિપ્રમાણે ઘણીવાર દલીલ કરે છે કે માણસે ધનોપાર્જન વાસ્તુ પ્રયત્ન કરવો જોઈએ, ભાગ્ય ઉપર ભરોસો રાખીને ઘેર બેસી રહેવાથી કંઈ ફુટી કોટી પણ મળતી નથી. જે મહેનત કરે છે તે જ આખરે કમાય છે. પ્રમાદી અને આળસુ માણસો નિર્ધનદશાને અને લાચારીને જ પામે છે. આ વ્યક્તિ આમ બોલે છે તેની સામે પ્રારબ્ધવાદી મનુષ્ય પોતાની દૃષ્ટિપ્રમાણે વારંવાર આવી જ દલીલ કરે છે કે મજુરી કરનારા મજુરને ઘણો ઘણો પુરૂષાર્થ કરવા છતાં દૈનિક વેતન જેટલું જ ધન મળે છે. જ્યારે ભાગ્ય ખીલે છે ત્યારે લોટરી લાગવાથી, વડીલો દ્વારા ભૂમિમાં દટાયેલું ધન મળવાથી, અથવા ભાવોની મોટી વધઘટ થવાથી એક રાતમાં લાખોની સંપત્તિ મળે છે. માટે ભાગ્ય જ પ્રધાન છે. આમ પુરૂષાર્થવાદી અને પ્રારબ્ધવાદી સદા તર્કબાજી કર્યા જ કરે છે. ક્યારે ય પણ તેનો અંત આવતો નથી. કારણ કે બન્નેની દૃષ્ટિ પોત પોતાના માનેલા એક બાજુના એકાન્ત છેડા ઉપર છે. દૃષ્ટિ સમન્વયાત્મક નથી. આ જ પ્રમાણે હેતુવાદ અને અહેતુવાદ સંબંધી ધર્મવાદ (ધર્મચર્ચા) પણ આ સંસારમાં આમ જ ચાલતી હોય છે. કોઈક વ્યક્તિ એમ જ કહ્યા કરે છે કે ધર્મની બાબતમાં લોકો મન ફાવે તેમ કહેનારા હોય છે. સૌ પોતપોતાની મનમાન્યો ધર્મ બતાવે છે. ધર્મમાં પણ કેટલીક વાત બુદ્ધિમાં બેસે તેવી હોય છે. અને કેટલીક બુદ્ધિમાં ન બેસે તેવી હોય છે. તેથી શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું હોય તે માની લેવું જ જોઈએ એમ નહીં પરંતુ આપણી તર્કનુસારિણી બુદ્ધિ જ્યાં પહોંચે તે જ સ્વીકારવું જોઈએ. માનવું જોઈએ. ન સમજાય કે બુદ્ધિમાં ન બેસે તેવા ઉપર શ્રદ્ધા રાખવાનો કોઈ અર્થ જ નથી. માટે હેતુવાદ જ બરાબર છે. બધી વાત તર્કથી જ બેસાડવી જોઈએ, અહેતુવાદ (શ્રદ્ધાવાદ) બરાબર નથી. તર્કવાદી જીવ આમ કહે છે. તેની સામે શ્રદ્ધાવાદી આમ કહેવાના જ છે કે “સર્વશે કહેલી બધી વાતો તમારી બુદ્ધિમાં બેસે” “તમને સમજાય જ” એવો નિયમ નથી. કારણ કે સર્વજ્ઞકથિત ભાવો અનંતાનંત છે. અને તમારી બુદ્ધિ ઘણી અલ્પ છે. તેથી બધુ સમજાય જ, તેમ હોતું નથી, જો બધું જ સમજાય તેમ હોત તો તો તમે જ સર્વજ્ઞ બન્યા હોત. માટે આપણી બુદ્ધિ અલ્પ હોવાથી અને સર્વજ્ઞકથિત બધુંજ બુદ્ધિમાં ઉતરે તેમ ન હોવાથી સર્વજ્ઞોના વચનો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. શ્રદ્ધા કરવી જોઈએ. આ અહેતુવાદ છે. આ બન્ને વાદો જ્યારે એકાન્તદૃષ્ટિ તરફ ઢળેલા હોય છે ત્યારે પરસ્પર વિરોધ જ કરવાના અને ઝઘડવાના, પણ સમન્વય નહીં સાધવાના. Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૪૩-૪૪ ટીકાનો પાઠ - વસ્તુથHUામસ્તિત્વીવીનામું આસમતત્િ વાઃ = તપ્રતિપાલા; आगमः अहेतु-हेतुवादभेदेन द्वैविध्यं प्रतिपद्यते । प्रमाणान्तरानवगतवस्तुप्रतिपादक आगमोऽहेतुवादः, तविपरीतस्त्वसौ हेतुवादः, "हिनोति-गमयति, अर्थमिति हेतुः, तत्परिच्छिन्नोऽर्थोपि हेतुः तं वदति य आगमः सः हेतुवादः । यस्तु वस्तुस्वरूपप्रतिपादकत्वेऽपि तविपरीतोऽसावहेतुवादो दृष्टिवादात् प्रायेणान्यः । આ બન્ને એકાન્તવાદોને (અને તેઓના કલેશને) દૂર કરવા માટે અને પરસ્પર સમન્વય સાધવા માટે ગ્રંથકારશ્રી આ બન્ને વાદોમાં “સાપેક્ષતા” ઉમેરી અનેકાન્તાત્મક બનાવી પરસ્પર સમન્વય (અકલેશવૃત્તિ) સાધતાં જણાવે છે કે આ સંસારમાં કેટલાક ભાવો શ્રદ્ધાપ્રધાન છે અને કેટલાક ભાવો બુદ્ધિપ્રધાન છે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષના અને અનુમાનાદિ પ્રમાણના વિષયભૂત જે જે ભાવો છે તે સઘળા ભાવો તર્કનુસારિણી બુદ્ધિથી ગમ્ય છે. તે માટે તે ભાવોને જાણવા “બુદ્ધિ” ને પ્રધાન કરવી જોઈએ. અને તર્કનુસારિણી તે બુદ્ધિથી તેવા તેવા ભાવોને જાણવા જીવે પ્રયત્ન કરવો જોઈએ તથા જ્યાં જ્યાં ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ અને અનુમાનાદિ છાઘસ્થિક જ્ઞાનો પહોંચી શકતાં નથી અને માત્ર કેવલજ્ઞાનથી જ ગમ્ય જે ભાવો હોય છે. તેવા ભાવોને જાણવા માટે છવચ્ચે “બુદ્ધિ” લગાડવી જોઈએ નહીં કારણ કે ત્યાં બુદ્ધિ પહોંચી શકવાની જ નથી તેથી તેવા વિષયમાં સર્વજ્ઞ પરમાત્મા ઉપરની શ્રદ્ધા રાખીને તેને જ પ્રધાન કરવી જોઈએ. જેથી વિરોધ વધવાને બદલે વિરોધ શમી જાય છે. શ્રદ્ધાયુગના મનુષ્યો શ્રદ્ધાને જ આગળ કરીને બુદ્ધિવાદની સામે બળવો પોકારી તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે. તેવી જ રીતે બુદ્ધિયુગના મનુષ્યો બુદ્ધિને જ પ્રધાન કરીને “એમ કંઈ સમજ્યા વિના માની લેવાતું હશે?” તમે અમને સમજાવો, પુરાવો આપો. તો જ અમે માનીએ. આમ કહીને શ્રદ્ધા વાદની સામે બળવો કરી તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે પરંતુ માત્ર શ્રદ્ધાવાદી થવું કે માત્ર બુદ્ધિવાદી થવું તે બન્ને વસ્તુતત્ત્વને જાણવામાં અપૂર્ણ અંશો છે. જગતમાં સ્વત:સિદ્ધ કેટલાક ભાવો જ એવા હોય છે કે જે અમુક ભાવો શ્રદ્ધાથી જ સ્વીકારાય અને અમુકભાવો બુદ્ધિથી (તર્કથી) સ્વીકારાય. તે બન્ને ઉપર સિદ્ધાન્તકારશ્રી એક એક સુંદર ઉદાહરણ આપે છે. (૧) મોક્ષે જવાને યોગ્ય હોય તે ભવ્ય અને મોક્ષે જવાને અયોગ્ય હોય તે અભવ્ય, આમ જૈનશાસ્ત્રોમાં ભવ્ય-અભવ્ય એમ જીવોની બે જાત જણાવવામાં આવી છે. ભવ્યતા અભવ્યતા એ પારિણામિક ભાવ હોવાથી કર્મકૃત કોઈ લક્ષણો કે બાહ્યદૃષ્ટિથી ગોચર થાય તેવાં કોઈ લક્ષણો શાસ્ત્રમાં જણાવ્યાં નથી. તેથી બધા જીવો ભવ્ય કેમ નહીં? બધા જીવો અભવ્ય કેમ નહીં? આ જીવ ભવ્ય અને આ જીવ અભવ્ય એમ ભેદ કેમ? આ ભેદ કોણે Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૪૩-૪૪ ૩૩૪ સન્મતિપ્રકરણ કર્યો ? શાથી થયો? આ ભવ્ય અને આ અભવ્ય એમ આપણને શેનાથી ખબર પડે ? ઇત્યાદિ પ્રશ્નો કોઈ કરે, તો તે પ્રશ્નોનો કોઈ ઉત્તર નથી. તર્કથી (છાઘસ્થિક બુદ્ધિથી) આના ઉત્તર જાણી શકાતા નથી. આવી શાસ્ત્રીય કેટલીક બાબતોમાં આગમની પ્રમાણતા અને આગમના વક્તાનું આતત્વ જ સ્વીકારી લેવું જોઈએ. આવા ભાવો કહેનાર સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ આત છે. એ જ એક પ્રબળ ઉપાય છે. “જીવોનો તેવો તેવો સ્વભાવ” એમ કહીને કદાચ ઉત્તર આપીએ તો પણ છેવટે “તે તે જીવોનો આવો સ્વભાવ કેમ ? કોણે જોયો ? તેમાં આવો આવો સ્વભાવ હશે? તેની શું ખાત્રી? ઇત્યાદિ પ્રશ્નોમાં અન્ને તો “સર્વજ્ઞગમ્યત્વ” જ લાવવું પડે. તેથી આવા આવા કેટલાક ભાવોમાં તર્ક (બુદ્ધિ) ન દોડાવતાં શ્રદ્ધાને જ પ્રધાન કરવી જોઈએ. અને શ્રદ્ધાથી તે તત્ત્વ તેમ જ છે. આમ માની લેવું જોઈએ. આવી જ રીતે ચૌદ રાજલોકમાં અનંત અનંત સૂક્ષ્મનિગોદના જીવો ભરેલા છે. કંદમૂલમાં અનંત જીવો છે. નારકી સાત જ છે. દેવલોક બાર જ છે. ઇત્યાદિ અનેક વિષયો એવા છે કે જે તર્કગમ્ય નથી. પણ શ્રદ્ધાગમ્ય છે. જો આવા વિષયોમાં “શ્રદ્ધા” ને પ્રધાન ન કરીએ અને બુદ્ધિને આગળ કરીને તેમાં બેસે એટલું જ સ્વીકારીએ તો છાવસ્થિક બુદ્ધિ લાયોપથમિક ભાવની હોવાના કારણે પરિમિત હોવાથી અપૂર્ણતામાં જ પૂર્ણતા માની લેવાનો, અને તે બુદ્ધિથી અગ્રાહ્યવિષયોની સદાકાલ અજ્ઞાનતા અને અગ્રહણતા જ રહેવાનો, તથા અલ્પજ્ઞતામાં જ પૂર્ણજ્ઞતા માની લેવાનો અને અભિમાન કરવાનો દોષ સ્પષ્ટ દેખાય છે. માટે શ્રદ્ધાગમ્ય ભાવોને શ્રદ્ધાથી જ સ્વીકારી લઈ ત્યાં તર્ક કરવાનો દાવો કરવો જોઈએ નહીં, શ્રદ્ધાગમ્ય એવી બીજી પણ કેટલીક બાબતો છે. (૧) કંદમૂળમાં અનંત જીવો છે (૨) સમગ્ર લોકાકાશ સૂક્ષ્મનિગોદજીવોથી ભરેલું છે. (૩) અલોકાકાશ બધી જ દિશામાં અનંત છે. (૪) અસંખ્યદ્વીપ સમુદ્ર પ્રમાણ તિથ્થલોક છે. ઇત્યાદિ ઘણી બાબતો છઘસ્થની તર્કબુદ્ધિથી અગમ્ય છે. ત્યાં સર્વજ્ઞવક્તા અને તેમની વાણીનું આતત્વ જ પ્રમાણ બને છે. આવા સઘળા ભાવો અહેતુવાદ કહેવાય છે. તલ્થ ૩ अहेउवाओ भवियाऽभवियादओ भावा. (૨) ભવ્ય જીવમાં પણ જે જીવ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્ર, આમ રત્નત્રયીની પ્રાપ્તિથી, આરાધનાથી અને સાધનાથી સંપન્ન હોય છે. અથવા જે જીવ આવા પ્રકારનો થાય છે તે જ જીવ નિયમા ભવદુઃખના અંતને કરનારો બને છે. બીજો જીવ ભવ્ય હોવા છતાં પણ ભવદુઃખના અંતને કરનારો બનતો નથી. આ હેતુવાદનું ઉદાહરણ છે. જે જીવમાં ભવ્યત્વ છે. મુક્તિગમનની યોગ્યતા છે તો પણ મુક્તિના ઉપાયભૂત સમ્યજ્ઞાનાદિ ગુણોની ઉપાસના રૂપ હેતુ સેવતો નથી ત્યાં સુધી ભવદુઃખનો અંત થતો નથી. ઉપાયથી જ ઉપેયની પ્રાપ્તિ થાય છે. કાર્યના અથએ કારણ સેવવું જ જોઈએ. કારણ સેવવાથી જ કાર્યની Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૩-૪૪ ૩૩૫ સિદ્ધિ થાય છે. આવા પ્રકારની કાર્ય-કારણભાવ વાળી જે જે વસ્તુઓ છે તે સઘળીમાં બુદ્ધિતર્ક પ્રવેશી શકે છે. તે માટે તેને જાણવામાં બુદ્ધિશક્તિનો (તર્કશક્તિનો) ઉપયોગ કરવો જોઈએ. જો બુદ્ધિગમ્ય ભાવોને પણ શ્રદ્ધગમ્ય જ કરી નાખીએ તો સર્વથા પરાધીનતા જ થવાથી, પોતાની બુદ્ધિના થતા વિકાસનું રૂંધાવાપણું થવાથી અને તેથી જ બુદ્ધિગમ્ય ભાવોમાં પણ જાણવાના પુરૂષાર્થના અભાવે અસત્યતા આવી જવાના ભયો હોવાથી આ માર્ગ કલ્યાણકારી નથી. આ ઉદાહરણ હેતુવાદનું છે. (ગાથા-૪૪). આવાં બીજાં પણ ઘણાં ઉદાહરણો સમજી લેવાં (૧) જેમ કે ચેતના જેમાં જણાય તે જીવ, (૨) ચેતના જેમાં ન જણાય તે અજીવ, (૩) ધર્માસ્તિકાયાદિના અસ્તિત્વથી લોકાલોકની વ્યવસ્થા, (૪) એકેન્દ્રિયમાં પણ આહાર ગ્રહણ-જલપાન-વાયુની અપેક્ષા આદિ જીવધર્મો જણાતા હોવાથી જીવનું અસ્તિત્વ સ્વીકારવું. આ સઘળાં હેતુવાદનાં ઉદાહરણો છે. ઉપર કરેલી ચર્ચા પ્રમાણે સર્વત્ર શ્રદ્ધાવાદ કે સર્વત્ર બુદ્ધિવાદ ન સ્વીકારતાં સત્યતત્ત્વનું સમતોલપણું જાળવી રાખવા માટે “અનેકાન્તદૃષ્ટિ”નો આશ્રય લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને અનુમાનાદિપ્રમાણોથી ગમ્યભાવોમાં બુદ્ધિવાદ (હેતુવાદ), અને તે પ્રમાણોથી અગમ્ય તથા સર્વજ્ઞના જ્ઞાનથી જ ગમ્ય એવા ભાવોમાં શ્રદ્ધાવાદ (અહેતુવાદ) સ્વીકારી યથાસ્થાને બન્નેનો આદરપૂર્વક સ્વીકાર કરવો. કલ્યાણ કરનારો અને ક્લેશનો નાશ કરનારો આ જ સર્વોત્તમ માર્ગ છે. આમ અનેકાન્તદૃષ્ટિવાળા બનવું એ જ એક સત્યનો માર્ગ છે. કલ્યાણકારી માર્ગ છે. જે કદાગ્રહોને કલેશોને અજ્ઞાનતાને અને પરસ્પરના વિરોધને ભાંગે છે. ગ્રંથકારશ્રીએ આ બન્નેનું પૃથક્કરણ કરીને એક એક ઉદાહરણ આપીને શ્રદ્ધાનું ક્ષેત્ર કયું ? અને બુદ્ધિનું ક્ષેત્ર કયું? તેનો સ્પષ્ટ ખુલાસો આપ્યો છે. અને તેના દ્વારા પરસ્પરના વિરોધને શમાવી સમન્વય સમજાવ્યો છે. જૈનશાસ્ત્ર સમજનારાએ અને સમજાવનારાએ આવી અનેકાનાદેષ્ટિ જ કેળવવી જોઈએ. ગુરુગમમાં રહીને વિનયપૂર્વક ગીતાર્થગુરુ પાસે શાસ્ત્રાધ્યયન કરીને વિશાળ દૃષ્ટિવાળા બનવું જોઈએ અને ગીતાર્થગુરુઓએ શિષ્યોને નિરંતર શાસ્ત્રાધ્યયન કરાવવા દ્વારા અનેકાન્તવાદના અમૃતરસનું સિંચન કરીને દિવ્યદૃષ્ટિવાળા બનાવવા જોઈએ. શિષ્યોને શાસ્ત્રાધ્યયનના રસિયા બનાવવા, વાચનાઓ આપવી, વિશાળ સ્યાદ્વાદ દૃષ્ટિ ખીલવવી અને અધ્યાત્મ રસ જગાડવો એ જ ગીતાર્થ ગુરુઓનું કામ છે. અને વિનયપૂર્વક ગુરુઓની વૈયાવચ્ચ કરવા સાથે શાસ્ત્રાધ્યયન કરી ગીતાર્થ અને વૈરાગી થવાના માર્ગે આગળ વધવું એ જ શિષ્યધર્મ છે. પરસ્પર બન્ને સાપેક્ષ છે. શેષ બધો સ્વાર્થ છે. શ્રદ્ધાના ક્ષેત્રમાં શ્રદ્ધાની અને બુદ્ધિના ક્ષેત્રમાં બુદ્ધિની પ્રધાનતા કરતો પુરૂષ જ પ્રવચન સંબંધી ઉપદેશ આપવાને અધિકારી બને છે આરાધક છે. સ્વ-પર કલ્યાણકારક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કાડ઼-૩ – ગાથા-૪૫ સન્મતિપ્રકરણ એકતરફી ઢળેલી દૃષ્ટિવાળો જીવ પોતાના ઈષ્ટને જ પોષતી વાણી બોલતો છતો પ્રવચનનો વિરાધક છે આવી વાત ગ્રંથકારશ્રી ૪૫મી ગાવામાં કહેવાના છે. આ બાબત ઉપર આપણે કંઈક આત્મગવેષણા કરીએ કે અનેકાન્તદૃષ્ટિનો કેવો પ્રભાવ છે? અને એકાદૃષ્ટિ કેવી ભયંકર છે ? કેટલી દુઃખદાયી છે ? તે આત્માર્થી જીવને જરૂર સમજાશે. / ૪૩-૪૪ / जो हेउवाय पक्खम्मि, हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अन्नो ॥ ४५ ॥ यो हेतुवादपक्षे, हेतुत आगमे चागमिकः । स स्वसमयप्रज्ञापकस्सिद्धान्तविराधकोऽन्यः ॥ ४५ ॥ ગાથાર્થ - જે પુરૂષ હેતુવાદના પક્ષમાં હેતુથી અને આગમવાદના પક્ષમાં આગમથી પ્રવર્તે છે તે જ સ્વશાસ્ત્રોના (જૈનાગમોના) પ્રરૂપક (પ્રજ્ઞાપક) કહેવાય છે. બાકીનો પુરૂષ સિદ્ધાન્તનો વિરાધક જાણવો. | ૪૫ . વિવેચન - હેતુવાદનું (તકનુસારિણી બુદ્ધિનું) અને અહેતુવાદનું (શ્રદ્ધાવાદનું) ક્ષેત્ર કયું કર્યું ? તે સંબંધી વિષયમર્યાદા ગુરુગમથી અથવા સ્વાનુભવથી જાણી લીધા પછી હેતુવાદના જે જે વિષયો હોય, તેમાં હેતુનો (તર્કનો અર્થાત્ બુદ્ધિનો) જે પુરૂષ ઉપયોગ કરે છે. બની શકે તેટલા વધારે સુયોગ્ય તર્ક અને ઉદાહરણોથી તે વિષયને સમજવા તથા સમજાવવા પૂર્વક શાસ્ત્રોની પ્રરૂપણા કરે છે. અને જે જે અહેતુવાદના (માત્ર શ્રદ્ધાગમ્ય ભાવો હોય કે જે આગમ ઉપરની શ્રદ્ધાથી જ ગ્રાહ્ય હોય તેવા) વિષયોમાં શ્રદ્ધા રાખીને આગમન આધાર લઈને તેનો સ્વીકાર કરે છે. અને શ્રોતા સમક્ષ આગમની જ પ્રધાનતાએ પ્રરૂપણા કરે છે. પણ તેમાં તર્કબાજી લગાવતા નથી તો તે વક્તા જૈનશાસ્ત્રોની પ્રરૂપણા કરવાનો સાચો અધિકારી બને છે. તે જ પુરૂષ જૈનશાસ્ત્રોને સમજાવવાને (પ્રરૂપણા કરવાને) અધિકારી છે કે જેની દૃષ્ટિ આવા પ્રકારની અનેકાન્તદૃષ્ટિરૂપી અમૃતથી સિંચાણી છે. અને જે પુરૂષ નિષ્પક્ષપાત પણે શાસ્ત્રોના મર્મો યથાર્થ રૂપે શ્રોતાસમક્ષ રજુ કરવાની શક્તિ ધરાવે છે. તેવા પ્રકારનો આ જ જીવ જૈનપ્રવચનનો સાચો આરાધક છે. અને જૈનપ્રવચનની પ્રરૂપણા કરવાનો સાચો અધિકારી છે. ટીકાનો પાઠ - ચો હેતુવતિમવિષયમર્થ હેતુવીવીપમેન, તેવિપરીતા વિષયં चार्थमागममात्रेण प्रदर्शयति वक्ता स स्वसिद्धान्तस्य-द्वादशाडगस्य प्रतिपादनकुशलः, अन्यथा प्रतिपादयंश्च-तदर्थस्य प्रतिपादयितुमशक्यत्वात् तत्प्रतिपादके वचस्यनास्थादिदोषमुत्पादयन् सिद्धान्तविराधको भवति । सर्वज्ञप्रणीतागमस्य निस्सारता प्रदर्शनात् तत्प्रत्यनीको भवतीति થાવત્ | Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ 339 સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૫ શાસ્ત્રકાર મહારાજા તો તેથી આગળ વધીને કંઈક અધિક પણ કહે છે કે “સિદ્ધવિરહિશો મન્નો' આનાથી અન્ય પુરૂષ શાસ્ત્રનો વિરાધક જાણવો. આગમગમ્ય ભાવોમાં જે તર્ક-બુદ્ધિનો ઉપયોગ કરે છે. તે પ્રરૂપણાનો અધિકારી પણ નથી. અને તે જો પ્રરૂપણા કરે તો જૈન પ્રવચનનો વિરાધક બને છે. કારણ કે જે પુરૂષ બુદ્ધિજીવી માત્ર જ થાય છે તે પોતાનાં મતિ-શ્રુતજ્ઞાનો કે જે ક્ષાયોપથમિકભાવનાં હોવાથી અપૂર્ણ છે. તો પણ તેનાથી બધું જ જાણવા પ્રયત્ન કરે છે તેથી તેમાં પૂર્ણતા માની લે છે. અથવા પોતાની તર્કબુદ્ધિમાં જે ન બેસે, તે જગતમાં નથી જ આમ માની લે છે અને તેથી અહંભાવ અને અજ્ઞાનદશાનો વધારો થાય છે. જેથી ઘણી ઘણી સાચી વસ્તુઓ પણ બુદ્ધિથી અગમ્ય હોય તેવી તેના હાથમાંથી છૂટી જાય છે. તે જીવ સ્વીકારતો નથી અને મિથ્યા આગ્રહ તથા અહંકારને પોષે છે. એવી જ રીતે સર્વત્ર માત્ર શ્રદ્ધાજીવી થવામાં જે જે ભાવો બુદ્ધિગમ્ય હોય છે ત્યાં પણ બુદ્ધિનો ઉપયોગ ન કરતાં બુદ્ધિના વિકાસનો નાશ થાય છે. સદા પરાધીનતા જ રહે છે. અને તે જીવ પોતે અજ્ઞાની જ રહે છે. આવો જીવ પ્રવચનની પ્રરૂપણા કરવા જતાં સ્વયં પોતે જ્ઞાની ન હોવાથી ઉસૂત્ર પ્રરૂપણા કરનારો અથવા અસ્ત-વ્યસ્ત પ્રરૂપણા કરનારો બને છે તેથી વિરાધક બને છે માટે તર્કગમ્યભાવોને તર્કથી અને શ્રદ્ધાગમ્યભાવોને શ્રદ્ધાથી જાણવા જોઈએ. “જીવ” આ એક સચેતન દ્રવ્ય છે તેથી જ્યાં જ્યાં ચેતના દેખાય છે. ત્યાં ત્યાં જીવ છે. તે જીવને પકડવા જતાં ભાગાભાગ કરે, જે આહાર પાણી પવન અને પ્રકાશ સ્વીકારે, દુઃખ સુખની લાગણીઓ જેને થાય તથા જે સમજે, તેને જીવ કહીએ તેટલો વિષય તર્કગમ્ય (એટલે કે બુદ્ધિગમ્ય) છે. પરંતુ આ જીવના પ્રદેશો અસંખ્ય જ કેમ ? લોકાકાશ પ્રમાણ જ કેમ ? અમૂર્ત જ કેમ ? જીવ અને કર્મનો સંબંધ અનાદિ જ શા માટે ? સાધારણ વનસ્પતિમાં અનંતજીવ છે તે કેવી રીતે ? સમસ્તલોકાકાશમાં સૂક્ષ્મનિગોદના અનંતાનંત જીવો ભર્યા છે તેમાં પ્રમાણ શું? આ બધા વિષયો તર્ક કે બુદ્ધિનો વિષય નથી. સર્વજ્ઞકથિત આગમથી જ તે તે વાતોની પ્રમાણતા સ્વીકારી લેવી જોઈએ એટલે કે આ વિષયો શ્રદ્ધાગમ્ય છે અને તેને શ્રદ્ધાથી સ્વીકારી જ લેવા જોઈએ. આવા વિષયોમાં તર્ક કરવાથી અને આ ભાવો કેવલિગમ્ય હોવાથી સમાધાન ન મળતાં તેને ઉડાવાનું તથા ન માનવાનું અને ઉલટી કલ્પનાઓ કરવાનું મન થાય, અને તેમ થતાં આ જીવ જૈનસૂત્રનો વિરાધક બને. કેવી સુંદર ભાવવાહી વાત છે? કેવી સુંદર સુયોગ્ય વહેંચણી અને વ્યવસ્થા છે? શાસ્ત્રકારકથિત આ દૃષ્ટિથી જો આ જીવ સિંચાઈ જાય તો બધા કદાગ્રહો-ફ્લેશ-કડવાશો અને વેરઝેરો ચાલી જાય. સરળતા, સજ્જનતા અને કોમળતા ઝળહળી ઉઠે. આત્મા આગમોનો આરાધક બને, સાચો પ્રરૂપક બને અને સ્વ-પરનો કલ્યાણકારક બને. જીવને Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કાડ-૩ – ગાથા-૪૬ સન્મતિપ્રકરણ સુધારવા માટે આ અનેકાન્ત દ્રષ્ટિ જ ઘણી ઘણી ઉપકારક છે. આવા પ્રકારના ઉત્તમ શાસ્ત્રોના અભ્યાસથી હૃદયને સરળ અને ઉદાર બનાવીએ. . ૪૫ / હવે “નયવાદ"માં પણ અનેકા દેષ્ટિ જ ઉપકારક છે. તે સમજાવે છે - परिसुद्धो नयवाओ, आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो, दोण्णि वि पक्खे विहम्मेइ ॥ ४६ ॥ परिशुद्धो नयवादः, आगममात्रार्थसाधको भवति । स चैव दुर्निर्गीर्णः, द्वावपि पक्षौ विहन्ति ।। ४६ ॥ ગાથાર્થ - અતિશય શુદ્ધ એવો (એટલે કે પરસ્પર સાપેક્ષ એવો) કોઈ પણ નયવાદ હોય તો તે આગમમાં કહેલા સઘળા અર્થમાત્રને સમજાવવામાં સાધક બને છે. પરંતુ તે જ નયવાદ જો દુષ્ટ રીતે (પરસ્પરની અપેક્ષા વિના - નિરપેક્ષપણે) રજુ કરાયો હોય તો તે નય બન્ને પક્ષોનો નાશ કરે છે. / ૪૬ / વિવેચન - નય એટલે વસ્તુતત્ત્વ સમજવા માટેની એક દૃષ્ટિ. સર્વે વસ્તુઓ અનંતધર્માત્મક તો સ્વયં છે જ. તેમાંથી જ્યાં જે ધર્મ જરૂરી હોય, જ્યાં જે ધર્મ ઉપકારક હોય ત્યાં તે અંશને (ધર્મને) પ્રધાનપણે સમજાવનારી જે દૃષ્ટિ તે નય કહેવાય છે. આ નયને કહેનારાં-પ્રગટ કરનારાં જે વચનો તે નયવાદ કહેવાય છે. આ નયવાદ બે પ્રકારનો છે એક પરિશુદ્ધ નયવાદ અને બીજી અપરિશુદ્ધ નયવાદ. નયષ્ટિ હંમેશાં વસ્તુસ્વરૂપના એક અંશને ગ્રહણ કરનાર હોય છે. વસ્તુનુ પરિપૂર્ણ સ્વરૂપ તો પ્રમાણ જ બતાવી શકે છે. આ રીતે નય વસ્તુના એકાંશનો પ્રતિપાદક હોવા છતાં બીજા અવિવક્ષિત અંશ પ્રત્યે તે નય ઉદાસીન હોય એટલે કે તે ઈતરાંશનું નિરસન ન કરતો હોય, નિરસન કરવાનો આગ્રહ પણ ન રાખતો હોય તો તે નયવાદ “પરિશુદ્ધ નયવાદ” કહેવાય છે. વાંશમ્રાહી રૂતરાંશાનપત્તાપ નથ: સુનય, તેનાથી ઉલટો જે નય, પોતાના ગૃહીત અંશને જ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ માની લઈ તેનું જ પ્રતિપાદન કરવા સાથે ઈતર અંશોનું નિરસન કરવા લાગે અને એકાન્ત એકપક્ષની જ વાત જોર શોરથી રજુ કરે તો તે અપરિશુદ્ધ નયવાદ કહેવાય છે. આત્મા” પ્રત્યેક ભવે જન્મ-મરણ પામતો હોવા છતાં, તથા એકભવમાં પણ બાલ્યાદિ અનેક અવસ્થારૂપે પરિવર્તન પામતો હોવા છતાં દ્રવ્યરૂપે અનાદિ-અનંત” છે. આમ દ્રવ્યદૃષ્ટિએ રહેલી નિત્યતાને એવી સમજાવીએ કે ભવની પરાવૃત્તિથી થતી અને - અવસ્થા આદિની પરાવૃત્તિથી થતી અનિત્યતાનું નિરસન તેમાં થઈ ન જાય તો તે પરિશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૬ નયવાદ કહેવાય છે. નિરસન ન કરવાનું કારણ પણ તે છે કે ભવપરાવૃત્તિ અને અવસ્થા આદિની પરવૃત્તિથી અનિત્યતા પણ તે જીવદ્રવ્યમાં સાચે જ રહેલી છે. તેને કેમ ઉડાવાય? આમ સાપેક્ષપ્રતિપાદનને પરિશુદ્ધનયવાદ કહેવાય છે. આ પરિશુદ્ધનયવાદ જ્યાં જે ઉપકારક હોય ત્યાં તે એક અંશનું ભલે પ્રતિપાદન કરે. તો પણ ઈતરઅંશોનું તે નય નિરસન ન કરે, અને ઈતર અંશો પ્રત્યે ઉદાસીનતા (ગજનિમિલિકા) (ગૌણતા) રાખે તો આ નયને અન્ય ઈતરનયો સાથે વિરોધ કે વિવાદ ઉભો થતો નથી એટલે ગૌણતાએ અન્ય ઈતરનયગ્રાહ્ય વિષયને પણ પોતાનામાં સમાવી લેવાથી આવી વિવક્ષાવાળા સુનયો શ્રુતપ્રમાણથી ગ્રાહ્ય પરિપૂર્ણ વસ્તુસ્વરૂપના પ્રતિપાદક પણ બને છે. કોઈ પણ નય હંમેશાં હોય છે માત્ર અંશગામી જ, (જો તે અંશગ્રાહી હોય તો જ નય કહેવાય છે. જો પરિપૂર્ણ વસ્તુગ્રાહી હોય તો તો તે પ્રમાણ કહેવાય છે.) તથાપિ ઈતરનય સાપેક્ષ રહેવાથી ઈતર નયગ્રાહ્ય એવા ઈતરાંશોનો પણ મૌન રહેવા દ્વારા “ર નિષિદ્ધ તુ ૩નુત્તિ'' આ ન્યાયને અનુસારે ગૌણતાએ ગ્રાહક બનવાથી વસ્તુતત્ત્વના યથાર્થસ્વરૂપનો ગ્રાહક અને પ્રતિપાદક તે નય બને છે. તેથી જ તે નયને શુદ્ધનય કહેવાય છે. સર્વે પણ પરિશુદ્ધનયો પોતપોતાએ સ્વીકારેલા અંશભૂત વક્તવ્યને ભલે કહેતા હોય, પ્રધાનપણે સ્વીકારતા હોય, પરંતુ તે કથન દ્વારા અને ઈતરાંશનો અનપલાપ કરવા દ્વારા પરિપૂર્ણ વસ્તુ સ્વરૂપ કહેનારા થાય છે. તેથી જ તે પરિશુદ્ધ નય કહેવાય છે. પરિશુદ્ધનયવાદની આ જ સાચી સફળતા છે. ટીકાનો પાઠ - પર = સમત્તાત્ શુદ્ધો નથવા, યા વિક્ષતાવિવક્ષિતાનન્તरूपात्मकवस्तुप्रतिपादकं नयवाक्यं प्रवर्तते । "स्यान्नित्यम्" इत्यादिकं तदा भवति, प्रमाणपरिशुद्धागमार्थमात्रस्य न्यूनाधिकव्यवच्छेदेन प्रतिपादनात् अधिकस्यासम्भवेन न्यूनस्य च नयानामसर्वार्थत्वप्रसङ्गतोऽर्थस्य परिशुद्धागमविषयत्वायोगात् । स एव नयवादः इतररूपनिरपेक्षकरूपप्रतिपादकत्वेन यदा दुर्निक्षिप्तः प्रमाणविरुद्धार्थप्रतिपादकत्वेनावतारितस्तदा द्वितीयधर्मनिरपेक्षस्य प्रतिपाद्यधर्मस्याप्यभावतोऽप्रतिपादनाद् अपरिशुद्धो भवति । प्रमाणविरुद्धस्य तथातदर्थस्य व्यवस्थापयितुमशक्यत्वात् । અપરિશુદ્ધનયવાદ તેનાથી ઉલટો છે. તે પોતાને માન્ય એક અંશને (દાખલા તરીકે આત્માના નિત્યત્વને) એવો ગાય છે કે જાણે તેમાં બીજા અંશો (ઈતરનયમાન્ય અનિત્યતા) છે જ નહીં. આમ માનતાં આ નય એકાન્ત દૃષ્ટિવાળો બનવાથી તથા અન્ય ઈતરનયોનો અપલાપક બનવાથી અપરિશુદ્ધ નયવાદ અર્થાત્ દુર્નય કહેવાય છે. આ નય દુર્નય થયો છતો માત્ર ઈતર પક્ષોનો અપલાપક જ બને છે. એમ નહીં પરંતુ “રોUિT વ પ વિદખેફ' Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪) કાડ-૩ – ગાથા-૪૭ સન્મતિપ્રકરણ પરપક્ષ અને સ્વપક્ષ એમ ઉભયપક્ષનો વિનાશ કરનાર તે બને છે. કારણ કે તે નય પરપક્ષને માન્ય વસ્તુનું જ સ્વરૂપ છે તેનો તિરસ્કાર કરીને પોતાને માન્ય વસ્તુનું સ્વરૂપ સ્વીકારવા જાય છે. હકીકતથી વસ્તુમાં તેવું સ્વરૂપ સંભવતું જ નથી કારણ કે તે વિવક્ષિતનયે માનેલું જે વસ્તુ સ્વરૂપ છે તે ઈતરનય માન્ય વસ્તુ સ્વરૂપની સાથે જ વર્તે છે. (દાખલા તરીકે જીવમાં જેવી નિત્યતા વર્તે છે તેવી જ તેની સાથે અનિત્યતા પણ વર્તે જ છે) એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે બીજા અંશ વિના પોતાને માન્ય અંશ પણ વસ્તુમાં ન હોવાથી પોતાના પક્ષનું પણ નિરસન થઈ જાય છે. આ રીતે દુષ્ટપણે રજુ કરાયેલો આ દુર્નય પરપક્ષનું તો નિરસન કરે જ છે. પરંતુ સાથે સાથે પરપક્ષથી નિરપેક્ષ એવું સ્વપક્ષમાન્ય સ્વરૂપ વસ્તુમાં ન હોવાથી સ્વપક્ષનું પણ ખંડન થઈ જાય છે. આમ ઉભયપક્ષનો આ નય નાશ કરે છે. બીજા નયને માન્ય વસ્તુસ્વરૂપ વસ્તુમાં હોવા છતાં પણ અપરિશુદ્ધ નયવાદ તેનો અપલાપ કરે છે અને અન્યનયમાન્ય આ સ્વરૂપને અવગણીને સ્વમાન્યસ્વરૂપ સમજવા અને સમજાવવા જાય છે. પરંતુ વસ્તુમાં વાસ્તવિક તેવું સ્વરૂપ છે જ નહીં. તેથી આ દુર્ણય પરપક્ષ અને સ્વપક્ષ એમ બન્ને પક્ષોનું નિરસન કરનાર બને છે તેથી પરિશુદ્ધ નયવાદ જ આગમકથિત અર્થોનો સાધક બને છે. માટે ગર્ભિત રીતે ઈતરનયમાન્ય અંશનો આદર કરીને સ્વમાન્ય અંશ પ્રકાશિત કરવો જોઈએ. જૈનદર્શન જ એક એવું દર્શન છે કે કોઈ પણ એકનયથી વસ્તુનું સ્વરૂપ જણાવતાં જણાવતાં અવશ્ય ઈતરનયમાન્ય અંશની અપેક્ષા રાખે જ છે. કારણ કે તે દર્શનનું કથન સર્વત્ર “ચાત્'' શબ્દથી લાચ્છિત હોય છે. ઈતર સર્વે પણ દર્શનો એકાતવાદ ઉપર રચાયેલાં હોવાથી ઈતરાંશનાં અપલાયક હોય છે. માટે જ તે સર્વે દર્શનો અયથાર્થદર્શી છે. અને તેથી જ મિથ્યા છે. ૪૬ जावइया वयणपहा, तावइया चेव होंति णयवाया । जावइया णयवाया, तावइया चेव होंति परसमया ॥ ४७ ।। यावन्तो वचनपथास्तावन्तो चैव भवन्ति नयवादाः । यावन्तो नयवादास्तावन्तश्चैव भवन्ति परसमयाः ।। ४७ ॥ ગાથાર્થ - જેટલા જેટલા વચનોના માર્ગો છે (શબ્દપ્રયોગો છે). તેટલા તેટલા નયવાદો છે અને જેટલા જેટલા (એકાત્તતાવાળા) નયવાદો છે. તેટલાં તેટલાં પરદર્શનો છે. જો ૧. દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રસૂરિજીના રત્નકરંડક ગ્રંથમાં તથા પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના જ કોઈ ગ્રંથમાં કહ્યું છે કે - नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्या प्रणता हितैषिणः ।। Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૭ ટીકાનો પાઠ - અનેકાન્તાચ વસ્તુને દેશી વત્ નિરપેક્ષાવારીમ્ अपरिशुद्धो नयः, तावन्मात्रार्थस्य वाचकानां शब्दानां यावन्तो मार्गाः = हेतवो नयाः, तावन्त एव भवन्ति नयवादास्तत्प्रतिपादकाः शब्दाः । यावन्तो नयवादास्तावन्त एव परसमयाः भवन्ति, स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात् परसमयानां परिमितिर्न विद्यते ।। વિવેચન - કોઈ પણ વક્તા જે કોઈ શબ્દપ્રયોગ (વચનવ્યવહાર) કરે છે. તે તેના હૈયામાં રહેલા આશયવિશેષથી (દૃષ્ટિવિશેષથી) જ કરે છે. હૈયામાં રહેલ આશય, કહેવાની પાછળલો ભાવ, મનમાં પ્રવર્તતી દૃષ્ટિ તે નય છે. આ નયને અનુસારે જ શબ્દપ્રયોગ (વચનવ્યવહાર) ચાલે છે. જુદા જુદા આશયથી જુદા જુદા શબ્દપ્રયોગો થાય છે. તેથી જેટલા જેટલા શબ્દપ્રયોગો (વચનવ્યવહારો) થાય છે. તેટલા તેટલા નયવાદો છે. જે કંઈ પણ બોલાય છે તે કોઈને કોઈ આશયથી જ (અભિપ્રાયવિશેષથી જ) બોલાય છે. આ સઘળા નયવાદો જો એક-બીજાથી પરસ્પર નિરપેક્ષ હોય તો તે એકાન્તપણે મનાયેલા નવો જ દુર્નય બને છે અને તે જ પરસમય (પરદર્શનો છે) અર્થાત્ જૈનેતરદર્શન છે, એકાન્ત એક તરફ ઢળેલી દૃષ્ટિથી પ્રયોગ કરતા જે જે વચનવ્યવહાર થાય છે. તે જ પરદર્શન (જૈનેતર) દર્શન છે. એક બીજાથી નિરપેક્ષ હોવાથી એકાન્ત માનેલી પોતાની જ માન્યતાના બદ્ધાગ્રહી હોવાથી આ સર્વે પરદર્શનો અંદરોઅંદર વિરોધ કરનારાં, પક્ષ-પ્રતિપક્ષ ભાવવાળાં, અને વૈરાયમાન પ્રકૃતિવાળાં દર્શનો હોય છે. આવાં અનેક જૈનેતર દર્શનો છે. “મુદ્દે મુખડે તિર્ભિન્ના' આ લોકોક્તિ જગપ્રસિદ્ધ છે. આ રીતે એક બીજાનું નિરસન કરતી વિરોધાત્મક જેટલી જેટલી વિચારસરણીઓ છે અથવા જગતમાં જેટલી આવી વિચારસરણીઓ સંભવે છે. તેટલા પરસમયો (પરદર્શનો) છે. જેટલા જેટલા પરસ્પર સાપેક્ષ અને એકબીજાની વાતનો સમન્વય કરતા વચનવ્યવહારો છે. તે સઘળાં વચનો જૈનદર્શન છે. વિરોધને શમાવનારી, સમન્વયને સાધનારી, સાપેક્ષભાવવાળી જે દૃષ્ટિ છે તે જ વીતરાગદર્શન છે. એટલે કે જૈનદર્શન છે. પરસ્પર વિરોધ કરવો અને પરસ્પર સમન્વય સાધવો આ જ જૈનેતરદર્શન અને જૈનદર્શનનાં લક્ષણો છે. અથવા નિરપેક્ષતા અને સાપેક્ષતા એ પણ ઈતરદર્શન અને જૈનદર્શનનાં લક્ષણો છે તેથી પરસ્પર નિરપેક્ષપણે પોતાની બંધાયેલી એકાન્તદૃષ્ટિને અનુસાર જેટલા પણ વચનવ્યવહારો થાય છે. હૈયામાં જેટલા એકાન્ત અભિપ્રાય વિશેષ હોય છે. તે સઘળા નયવાદો (દુર્નયવાદો) છે અને તે જ પરસમયો (પરદર્શનો) છે. આવા પરસમયો અનંત અને અપાર છે પરંતુ સમન્વયાત્મક - સાપેક્ષભાવવાળી જે દૃષ્ટિ છે. તે જ જૈનદર્શન છે અને તે સદાકાળ એક જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૩ – ગાથા-૪૮-૪૯ સન્મતિપ્રકરણ એક સરખું પ્રતિપાદન કરવા છતાં જે પ્રતિપાદનની અંદર અપેક્ષાવાદને નહી સમજીને કોઈનો અને કોઈનો વિરોધ કરવાનો આશય હોય તો આવી વિરોધાત્મક જે દૃષ્ટિ છે તે જ દુર્નય (પરસમય) છે અને જો સમન્વયાત્મક ભાવ હોય તો તે જૈન દર્શન છે. ॥ ૪૭ ॥ जं काविलं दरिसणं, एयं दव्वट्ठियस्स वत्तव्वं । सुद्धो अणतणअस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ४८ ॥ ૩૪૨ दोहिं वि णएहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण, अण्णोण्णनिरवेक्खा ।। ४९ ।। यत्कापिलं दर्शनमेतद् द्रव्यार्थिकस्य वक्तव्यम् । शुद्धोदनतनयस्य तु परिशुद्धो पर्यायविकल्पः ।। ४८ ।। द्वाभ्यामपि नयाभ्यां नीतं, शास्त्रमुलूकेन तथापि मिथ्यात्वम् । यत्स्वविषयप्रधानत्वेनान्योन्यनिरपेक्षौ ।। ४९ ।। ગાથાર્થ - કપિલઋષિનું જે (સાંખ્યદર્શન) દર્શન છે તે એકાન્તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે તથા બૌદ્ધનું જે દર્શન છે તે એકાન્તે પર્યાયાર્થિકનયનું વક્તવ્ય છે. ॥ ૪૮ ॥ ઉલૂકૠષિ વડે કહેવાયેલું જે (વૈશેષિક-નૈયાયિક) દર્શન છે તે જો કે દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક એમ બન્ને નયો વડે કહેવાયેલું છે તો પણ તે મિથ્યાત્વ છે. કારણ કે પોત પોતાના વિષયની એકાન્તપ્રધાનતા કરતા હોવાથી પરસ્પર નિરપેક્ષ છે. ॥ ૪૯ || ટીકાનો પાઠ - યત્ વ્યાપિનું વર્ણન = સાંધ્યમતમેતમ્ કવ્યાપ્તિ નયસ્ય વર્તાવ્યમ્ । तद्विषयविषयं तदुत्थापितं चेति भावः । शुद्धोदनेस्तु परिशुद्धः पर्यायविशेष एव वक्तव्यः - परिशुद्धपर्यायास्तिकनयविशेषविषयं तदुत्थापितं च सौगतमतमित्यभिप्रायः । मिथ्यास्वरूपअनयोः मिथ्यात्वं प्राक् प्रदर्शितमेव ॥ नयप्रभवत्वात् વિવેચન - સાંખ્યદર્શન કપિલઋષિનું કહેલું છે અને બૌદ્ધ દર્શન શુદ્ધોદનતનય એટલે બુદ્ધનામના ઋષિનું કહેલું છે. આ બન્ને દર્શનો આત્મા આદિ પદાર્થોના સ્વરૂપ પ્રત્યે પરસ્પર વિરોધી વિચાર ધરાવે છે. સાંખ્યદર્શન આત્મા આદિને એકાન્તે નિત્ય માને છે. તેથી તે એકાન્ત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અને બૌદ્ધદર્શન આ જ આત્મા આદિ તત્ત્વોને એકાન્તે અનિત્ય (ક્ષણિક) માને છે તેથી તે એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે. આ બન્ને દૃષ્ટિઓ એકાન્તમાન્યતા ધરાવતી હોવાથી અને પરસ્પર નિરપેક્ષ હોવાથી પરસમય છે. મિથ્યાત્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૪૮-૪૯ ૩૪૩ છે, વિરોધ કરનારી તે દ્રષ્ટિ છે. તે બન્ને દર્શનો એક બીજાની માન્યતાનું જોરશોરથી નિરસન કરે છે માટે વૈરાયમાણવૃત્તિ વાળાં આ દર્શનો છે. જૈનદર્શન આ જ બન્ને વાતોનો સાપેક્ષપણે બન્ને નય લગાડીને સમન્વય સાધે છે. જૈનદર્શન કહે છે કે આત્મા આદિ સઘળા પણ પદાર્થો દ્રવ્યરૂપે (પદાર્થરૂપે) કોઈએ બનાવ્યા નથી અને કોઈ તેનો નાશ કરનાર નથી. સહજપણે સ્વયં અનાદિના છે અને અનંતકાળ રહેશે માટે નિત્ય છે. અને પ્રતિસમયે પર્યાયરૂપે પલટાતા પણ છે કોઈ એક સમય એવો જતો નથી કે તે દ્રવ્યોમાં ગુણોની હિનાધિકતા થવારૂપ અથવા રૂપાન્તરતા થવારૂપ પર્યાયો પલટાયા ન હોય. તેથી પ્રતિસમયે અવશ્ય સર્વે પણ દ્રવ્યો પલટાય જ છે. માટે પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. આ જૈનદર્શન પરસ્પર વિરોધી લાગતી બાબતોનો પણ સાપેક્ષભાવ લગાડીને સમન્વય તરફ આગળ વધે છે. તેથી સંકલેશને શમાવનાર છે. આત્મા આદિ પદાર્થોને એકાન્ત નિત્ય માનવામાં પ્રતિક્ષણે તેમાં થતું પર્યાયોનું જે પરિવર્તન છે તેનો અપલોપ થઈ જાય છે. એટલે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને કહેનારૂં તે દર્શન રહેતું નથી. એવી જ રીતે એકાન્ત અનિત્ય (માત્રક્ષણવત) માનવામાં પણ દ્રવ્યાશ્રયી જે ધૃવત્વ છે. તેનો અપલોપ થઈ જાય છે. તેથી તે દર્શન પણ વસ્તુગત યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદક રહેતું નથી. અન્ને આ ધૃવત્વ ઘટાવવા તે બૌદ્ધદર્શનને “વાસના અથવા સંતાન” ની કલ્પના કરવી જ પડે છે. તે વાસના અથવા સંતાનને જો નિત્ય માને તો સર્વવસ્તુઓ ક્ષણિક છે એવો પોતે માનેલો ક્ષણિકવાદ જ ઉડી જાય છે અને જો અનિત્ય માને તો ક્ષણપરંપરાથી સંતાન કે વાસના જેવો કોઈ અલગ પદાર્થ સિદ્ધ જ થતો નથી. તેથી તે પણ એકાત ક્ષણિક જ થઈ જાય છે. આમ આ બધાં જ દર્શનોમાં એકાતે એક એક તત્ત્વ જ સ્વીકારાયું હોવાથી બીજી બાજુના સ્વરૂપનો અપલાપ જ કરનારી આ દૃષ્ટિઓ છે. તેથી અપૂર્ણ છે. અયથાર્થ છે અને પરસ્પર વિરોધ કરનારી છે. અને આ બધી દૃષ્ટિઓ (દર્શન) મિથ્યાષ્ટિ છે. આમ સર્વે પણ દર્શનો એકાન્ત એક એક અંશસ્પર્શી જ માત્ર હોવાથી ઈતરઅંશના અપક્ષાપક હોવાથી વસ્તુના યથાર્થસ્વરૂપના પ્રતિપાદક થતા નથી માટે મિથ્યાષ્ટિ છે. જૈનદર્શન સાપેક્ષભાવે ઉભયસ્વરૂપનું પ્રતિપાદક હોવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર બને છે. માટે સમ્યગ્દર્શન છે સાચુ દર્શન છે. યથાર્થ દર્શન છે. ટીકાનો પાઠ - ખ્યાપિ વ્યાર્થિવ પર્યાયાર્થિનયાભ્યાં પ્રd શાસ્ત્રમ્ ૩નૂન वैशेषिकशास्त्रप्रणेत्रा, द्रव्यगुणादेः पदार्थषट्कस्य नित्यानित्यैकान्तरूपस्य तत्र प्रतिपादनात् । Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૩ – ગાથા-૪૮-૪૯ સન્મતિપ્રકરણ પ્રશ્ન - સાંખ્યદર્શન નિત્યાંશ માત્રને જ કહેતું હોવાથી અને બૌદ્ધદર્શન અનિત્યાંશ માત્રને જ કહેતું હોવાથી અપૂર્ણ - અને મિથ્યાર્દષ્ટિ ભલે હો પરંતુ નૈયાયિક અને વૈશેષિકદર્શન તો નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, એમ ઉભયાંશને કહેનાર અને માનનાર હોવાથી તે તો જૈનદર્શનની જેમ પરિપૂર્ણદર્શન અને સમ્યગ્દર્શન કહેવાશે જ ને ? તો શું આ દર્શનને સમ્યગ્દર્શન કહેવાય ? કે સમ્યગ્દર્શન ન કહેવાય ? ૩૪૪ ઉત્તર - ના, આ ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન પણ સમ્યગ્દર્શન નથી. કારણ કે તે દર્શનો દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય એમ બન્ને નયને તથા બન્ને નયને માન્ય એવું અનુક્રમે નિત્યત્વ-અનિત્યત્વ ઇત્યાદિ માને છે ખરા, પરંતુ બન્ને નયો પોત પોતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. પરંતુ સાપેક્ષભાવે પ્રતિપાદન કરતા નથી. કારણ કે નૈયાયિક - વૈશેષિકોનું કહેવું એવું છે કે પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ અને વાયુ જે છે તે તથા આકાશ-કાલ-દિશા આત્મા અને મન આ પદાર્થો કેવળ એકલા નિત્ય જ છે. આ દ્રવ્યો જે નિત્ય છે તે અનિત્ય નથી. તથા કાર્યાત્મક પૃથ્વી-જલ-તેજ વાયુ (જેમ કે ઘટ-પટઘર-હાટ) વિગેરે સ્થૂલપદાર્થો જે છે તે એકલા અનિત્ય જ છે આ જે પદાર્થો અનિત્ય છે તે નિત્ય નથી. આમ નિત્યત્વ અને અનિત્યત્વ બન્ને માનવા છતાં બન્નેને સ્વતંત્રપણે એકલા એકલા માનતા હોવાથી મિથ્યાર્દષ્ટિ છે અપૂર્ણ છે. જ્યારે જૈનદર્શન જગતમાં રહેલા પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ-વાયુ હોય કે સ્થૂલકાર્ય રૂપ પૃથ્વી-જલ-તેજ-વાયુ હોય, કે આકાશાદિ કોઈ પણ દ્રવ્ય હોય આમ સર્વે દ્રવ્યોને નિત્ય અને અનિત્ય બન્ને ભાવવાળાં કહે છે. કારણ કે પરમાણુ આત્મક નિત્ય લાગતાં પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશાદિ દ્રવ્યો પણ અનાદિ-અનંત હોવાથી દ્રવ્યસ્વરૂપે જરૂર નિત્ય છે. પરંતુ પ્રતિસમયે પોતાના ગુણધર્મોની પરાવૃત્તિને અનુસારે નવા નવા પર્યાયને અવશ્ય પામે જ છે. તેથી નિત્ય એવાં તે દ્રવ્યો પર્યાયાર્થિકનયને આશ્રયી અનિત્ય પણ અવશ્ય છે જ. એવી જ રીતે ઘટ-પટ-ઘર-હાટ વિગેરે સ્થૂલ કાર્યરૂપે રહેલ પૃથ્વી-જલ-તેજવાયુ કાર્યાત્મક હોવાથી અનિત્ય હોવા છતાં પણ મૂલભૂત દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત હોવાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય પણ છે જ. આમ આ સંસારમાં જે કોઈ નિત્ય પદાર્થ ભાસે છે તે પણ પર્યાય સ્વરૂપે અનિત્ય પણ છે. અને જે કોઈ પદાર્થ અનિત્ય ભાસે છે તે પણ દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ છે જ. પરમાણુથી પ્રારંભીને આકાશ સુધીનાં સમસ્ત દ્રવ્યો દ્રવ્યરૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્ય આમ ઉભયાત્મક જ છે પણ વૈશેષિકાદિ દર્શનકારોના મત પ્રમાણે એકાન્તે એક નિત્ય જ અને બીજું અનિત્ય જ છે. આ પ્રમાણે તેઓ જેવું માને છે તેવું જગત નથી. For Personal and Private Use Only Jain Educationa International Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૮-૪૯ - વૈશેષિકાદિ દર્શનકારો નિત્ય અને અનિત્ય એમ ઉભય માનતા હોવા છતાં પરસ્પર નિરપેક્ષ માનતા હોવાથી જુદા-જુદા સ્થાને નિત્ય અને અનિત્ય માને છે. પણ એક જ સ્થાને બન્ને સાપેક્ષભાવે સાથે હોય તેમ માનતા નથી. તેવી જ રીતે સામાન્ય અને વિશેષની બાબતમાં પણ જાણવું. તેઓ સામાન્ય અને વિશેષ આમ બન્ને માને છે. પરંતુ તે બન્ને પરસ્પર એકલા એકલા સ્વતંત્ર છે આમ માને છે. સાપેક્ષપણે બન્ને એકી સાથે હોય તેમ માનતા નથી તેથી મિથ્યાષ્ટિ છે. નવ દ્રવ્ય, ચોવીસ ગુણો અને પાંચ ક્રિયા આટલા પદાર્થમાં સામાન્ય (સત્તા) રહે છે ત્યાં વિશેષ રહેતું જ નથી. વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય જ રહે છે. અને વિશેષો નિત્યદ્રવ્યવૃત્તિ છે ત્યાં સામાન્ય રહેતું નથી. આમ પરસ્પર નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષ છે આમ માનતા હોવાથી એકાન્તવાદી બનવાથી અને જગતનું સ્વરૂપ તેવું ન હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. જૈનદર્શન આ બાબતમાં એમ જણાવે છે કે જગતના સઘળા ય પણ ભાવો અભેદદૃષ્ટિએ સામાન્યાત્મક પણ છે. અને ભેદદષ્ટિએ વિશેષાત્મક પણ છે. જે સામાન્યાત્મક છે તે જ બીજાનયની અપેક્ષાએ વિશેષાત્મક પણ છે અને જે વિશેષાત્મક છે તે જ અન્યાયની અપેક્ષાએ સામાન્યાત્મક પણ છે. સર્વત્ર સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મકપણું છે. તથા વળી - “સામાન્ય અને વિશેષ” નામના સ્વતંત્ર બે પદાર્થો છે અને તે દ્રવ્યગુણ-કર્મથી તથા સમવાય-અભાવથી અલગ પદાર્થ છે. અને પોતપોતાના આધારભૂત દ્રવ્યોમાં સમવાયસંબંધથી રહે છે. આમ પણ વૈશેષિકાદિ માને છે. હકીકતથી જોઈએ તો આવા પ્રકારના સ્વતંત્ર કોઈ બે પદાર્થો છે જ નહીં. કારણ કે સામાન્ય અને વિશેષ આ બન્ને સર્વે દ્રવ્યોના ધર્મો છે. એટલે કે તે બન્ને સ્વતંત્ર ધર્મ નથી પણ ધર્મ છે. પદાર્થ નથી પણ જીવ પુદ્ગલાદિ પદાર્થોના ધર્મ છે. પદાર્થોનું સામાન્યાત્મક અને વિશેષાત્મક સ્વરૂપ છે. તેથી સર્વે પદાર્થો પોતે જ સામાન્યાત્મક (સામાન્ય ધર્મવાળા) અને વિશેષાત્મક (વિશેષ ધર્મવાળા) છે. આ રીતે સામાન્ય અને વિશેષ એ સ્વતંત્ર પદાર્થો નથી તેથી તેઓને જોડવા માટે સમવાયસંબંધ માનવાની પણ જરૂર રહેતી નથી. જૈનદર્શનકાર તીર્થકર ભગવંતો આમ કહે છે અને જગતમાં રહેલા સઘળા પણ પદાર્થો આ રીતે જ છે. તથા પ્રત્યક્ષ પણ આમ જ જણાય છે. આ કારણે વૈશેષિકાદિ દર્શનકારો એકાન્તવાદી હોવાથી તથા સ્વતંત્રપણે પદાર્થય માનતા હોવાથી અને જગતમાં તેમ ન હોવાથી તેઓ મિથ્યાવાદી છે. મિથ્યાદૃષ્ટિ છે. તે ૪૮-૪૯ / એકાન્ત સત્કાર્યવાદ કે એકાન્ત અસત્કાર્યવાદમાં આવતા દોષો - Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કાષ્ઠ-૩ – ગાથા-૫૦ સન્મતિપ્રકરણ जे संतवायदोसे, सक्कोलूया भणंति संखाणं । संखा य असव्वाए, तेसिं सव्वे वि ते सच्चा ॥ ५० ॥ यान् सद्वाददोषान् शाक्यौलूक्या भणन्ति साह्यानाम् । साडख्याश्चासद्वादे, तेषां सर्वेऽपि ते सत्याः ॥ ५० ।। ગાથાર્થ - શાક્યો (બૌદ્ધો) અને ઔલુક્યો (વૈશેષિકો) સાંખ્યોને સત્કાર્યવાદ માનવામાં જે જે દોષો કહે છે. તથા સાંખ્યો તેઓના (શાક્ય અને ઔલુક્યોના) અસત્કાર્યવાદમાં જે જે દોષો કહે છે. તે સર્વે પણ દોષો સાચા છે. / ૫૦ || ટીકાનો પાઠ - યાન્તિસર્વપક્ષે દ્રવ્યાસ્તિષ્ણુપતિપવાથગ્રુપને વિયૌનૂક્યા दोषान् वदन्ति सांख्यानां क्रियागुणव्यपदेशोपलब्ध्यादिप्रसंगादिलक्षणान् - ते सर्वेऽपि तेषां सत्या इत्येवं सम्बन्धः कार्यः । ते च दोषा एवं सत्याः स्युः, यद्यन्यनिरपेक्षनयाभ्यु• पगतपदार्थप्रतिपादकं तत्शास्त्रं मिथ्या स्यात्, नान्यथा, प्रागपि कार्यावस्थात एकान्तेन तत्सत्त्वनिबन्धनत्वात् तेषाम्, अन्यथा कथञ्चित्सत्त्वेऽनेकान्तवादापत्तेर्दोषाभाव एव स्यात् । सांख्या अपि असत्कार्यवाददोषान् असदकरणादीन् यान् वदन्ति, ते सर्वे तेषां सत्या एव, एकान्ताऽसति कारणव्यापारासम्भवादन्यथा शशशृङगादेरपि कारणव्यापारादुत्पत्तिः स्यात् । વિવેચન - કારણમાં કાર્ય સત્ (વિદ્યમાન) છે અને પ્રગટ થાય છે કે કારણમાં કાર્ય અસત્ (અવિદ્યમાન) છે અને પ્રગટ થાય છે. આ વિષય ઉપર દર્શનકારોની માન્યતા ભિન્ન ભિન્ન પ્રવર્તે છે. ઘટ એ માટીમાંથી થાય છે. પટ એ તખ્તમાંથી થાય છે. અલંકારો એ સુવર્ણમાંથી થાય છે. તેલ એ તલમાંથી થાય છે. આમ સર્વત્ર કાર્ય-કારણભાવ જાણીતો છે. ત્યાં માટી-તન્ત-સુવર્ણ અને તલ નામના ચારે કારણોને જૈનદર્શનમાં ઉપાદાનકારણ કહેવાય છે. અને ન્યાય-વૈશેષિક દર્શનોમાં સમાયિકારણ કહેવાય છે. તથા ઘટ-પટ-અલંકાર અને તેલ આ ચારે તે તે કારણોમાંથી પ્રગટ થતાં કાર્યો છે. આ ચાર તો વસ્તુસ્થિતિ સમજાવવા માટે ઉદાહરણો છે. પરંતુ સર્વત્ર કાર્ય-કારણભાવ આ રીતે જાણવો. માટી-તન્ત આદિ કારણોમાં ઘટ-પટ આદિ કાર્યો વિદ્યમાન છે અને પ્રગટ થાય છે. આમ માનવું તે “સત્કાર્યવાદ” કહેવાય છે. તથા તે જ માટી-તન્ત આદિ કારણોમાં ઘટપટ આદિ કાર્ય અવિદ્યમાન છે અને પ્રગટ થાય છે. આમ માનવું તે “અસત્કાર્યવાદ” છે. સાંખ્યદર્શનના અનુયાયીઓ સત્કાર્યવાદી છે. કારણ કે તેઓ કારણમાં કાર્યની સત્તા છે. અને ઉત્પન્ન થાય છે. એમ માને છે. આ કારણથી તેઓ અમેદવાદી પણ કહેવાય છે. અને શાક્યો તથા ઔલુક્ય (એટલે કે બૌદ્ધો અને વૈશેષિકો) તથા તેઓના અનુયાયીઓ અસત્કાર્યવાદી Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૦ ૩૪૭ છે. કારણ કે તેઓ કારણમાં કાર્ય અવિદ્યમાન છે. (અસત્ છે) અને ઉત્પન્ન થાય છે તેમ માને છે. આ કારણથી તેઓ ભેદવાદી પણ કહેવાય છે. સાંખ્યો અભેદકાર્યવાદી હોવાથી સત્કાર્યવાદી છે અને બૌદ્ધો તથા વૈશેષિકો ભેદકાર્યવાદી હોવાથી અસત્કાર્યવાદી છે આમ હોવાથી આ બન્ને દર્શનકારો સામસામા એકબીજાનું જોરશોરથી ખંડન કરે છે અને પરસ્પર દોષો આપે છે. સત્કાર્યવાદી અસત્કાર્યવાદીને અને અસત્કાર્યવાદી સત્કાર્યવાદીને પરસ્પર દોષો આપે છે. ત્યાં પ્રથમ સત્કાર્યવાદી એવા સાંખ્યો અસત્કાર્યવાદી એવા બૌદ્ધોને અને વૈશેષિકોને કેવા કેવા દોષો આપે છે ? તે કહે છે. સાંખ્યોનું કહેવું છે કે માટીમાં ઘટ છે તો જ ઉત્પન્ન થાય છે. ઘટ બનાવવા માટે લોકો માટી જ કેમ લાવે છે ? પત્થર કેમ લાવતા નથી ? ઘટ બનાવવા તખ્ત કેમ લાવતા નથી? લોકો સમજે છે કે પત્થરમાં કે તખ્તમાં ઘટ નથી. પણ માટીમાં જ ઘટ છે. તેથી નિશ્ચિત થાય છે કે માટીમાં ઘટ છે જ. આ રીતે પટ બનાવનાર તખ્ત જ કેમ લાવે છે ? માટી કેમ લાવતા નથી ? તેઓ સમજે છે કે પટ તત્ત્વમાં જ છે. માટીમાં નથી. માટે માટીમાં ઘટ, તત્ત્વમાં પટ, સુવર્ણમાં અલંકાર અને તલમાં તેલ સત્ છે અને ચક્રદંડાદિ-તુરીવેમાદિ સામગ્રી પ્રાપ્ત થતાં સત્ એવાં તે તે કાર્યો પ્રગટ થાય છે. આમ સાંખ્યો કારણમાં કાર્ય અભેદભાવ રહેલું છે. સત્ છે. અને સામગ્રીથી પ્રગટ થાય છે. આવિર્ભાવ પામે છે. આવું માને છે. તેથી તે અભેદવાદી અને સત્કાર્યવાદી કહેવાય છે. બૌદ્ધો અને વૈશેષિકોનું કહેવું છે કે માટીમાં ઘટ નથી તો જ ઉત્પન્ન થાય છે જો ઘટ બન્યા પહેલાં પણ માટી કાલે જ માટીમાં ઘટ સત્ હોય તો દંડચક્રાદિ સામગ્રી લાવવાની અને ઘટ બનાવવાની શી જરૂર ? માટી કાલે જ જો ઘટ છે તો તે સમયે જ જલાધારાદિ ઘટકાર્ય થવા લાગો. તનતુમાં પટ જો પ્રથમથી છે જ તો તુરીવેમાદિ લાવવાની અને વણકરે પ્રયત્ન કરવાની શી જરૂર છે ? તતુકાલે જ શરીર આચ્છાદનાદિ પટકાર્ય થવા લાગો. સુવર્ણકાલે જ અલંકારો જો હોય તો ઘડાવવાની શી જરૂર? તે સુવર્ણ જ અલંકાર રૂપે શરીર ઉપર ધારણ કરાઓ. તલમાં તેલ જો પ્રથમથી છે જ. તો ઘાણીમાં પીસવાની શી જરૂર ? તલથી જ પુરી તળવાનું તેલ કાર્ય થઈ જાઓ. તથા રસોઈનું કાર્ય પણ થઈ જાઓ. પણ આમ થતું નથી. માટે કારણમાં કાર્ય નથી. કારણથી કાર્ય ભિન્ન છે અને તેને તેને ઉચિત સામગ્રી મળવાથી જ તે તે કાર્ય ઉત્પન્ન થાય છે આમ બૌદ્ધો અને વૈશેષિકો કારણથી કાર્ય ભિન્ન છે કારણમાં કાર્ય સત્ નથી પણ અસત્ છે. સામગ્રી મળવાથી ઉત્પન્ન થાય છે એવું માને છે તેથી તે ભેદવાદી એટલે કે અસત્કાર્યવાદી કહેવાય છે. બન્નેની દૃષ્ટિ જુદી જુદી છે તેથી માન્યતાભેદ છે. માન્યતાનો ભેદ થવાથી એક બીજા એક બીજાને વૈરાયમાનવૃત્તિથી જોતા છતા અનેક દોષો આપે છે. સૌથી પ્રથમ સાંખ્યોના Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કાડ-૩ – ગાથા-૫૧ સન્મતિપ્રકરણ માનેલા સત્કાર્યવાદમાં બૌદ્ધો અને વૈશેષિકો આવા પ્રકારના દોષો આપે છે કે જો કારણમાં કાર્ય પોતાની ઉત્પત્તિની પૂર્વે પણ સત્ જ છે. તો તેને ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ કરવાની શી જરૂર ? તથા ઉત્પાદક એવી દંડચક્રાદિ સામગ્રી લાવવાની શી જરૂર ? માટી કાલે જ જલાધારાદિ ઘટકાર્ય થઈ જવું જોઈએ કારણ કે તમારા મતે તો પ્રથમથી જ કાર્ય ત્યાં છે જ. પણ આમ થતું નથી. માટે તે સાંખ્ય ! તારો માનેલો સત્કાર્યવાદ મિથ્યા છે. આમ માનવામાં તમને આવા પ્રકારના અનેક દોષો આવે છે. એવી જ રીતે બૌદ્ધોને અને વૈશેષિકોને સાંખ્યો કહે છે કે હે બૌદ્ધ તથા વૈશેષિક ! જો કારણમાં કાર્ય અસત્ હોય અવિદ્યમાન હોય અને થતું હોય તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય થવું જોઈએ, જો માટીમાં ઘટ નથી અને થતો હોય તો માટીની જેમ તજુમાંથી પણ ઘટ બનવો જોઈએ, તજુમાં જો પટ ન હોય અને થતો હોય તો તનુની જેમ માટીમાંથી પણ પટ બનવો જોઈએ. સુવર્ણમાં જો અલંકારો સત્ ન હોય અને થતા હોય તો સુવર્ણની જેમ પત્થરમાંથી પણ અલંકારો બનવા જોઈએ. તલમાં તેલ ન હોય અને નીકળતું હોય તો રેતીમાંથી પણ તેલ નીકળવું જોઈએ કારણ કે વિવક્ષિત કારણમાં જેમ કાર્ય નથી અને થાય છે તો તેનાથી ઇતરમાંથી પણ કાર્ય થવું જોઈએ. કારણ કે ત્યાં તો કાર્ય નથી જ. તેથી ત્યાં પણ થવું જોઈએ. પણ આખા જગતમાં ક્યાંય આમ દેખાતું નથી. માટે જે જે કારણમાંથી જે જે કાર્ય થાય છે તે તે કાર્ય તે તે કારણમાં અસત્ નથી. પણ સત્ છે. અને સત્ છે તો જ થાય છે. આમ સાંખ્યો બૌદ્ધોને અને વૈશેષિકોને કહે છે. આ પ્રમાણે બૌદ્ધો તથા વૈશેષિકો સાંખ્યોને સાંખ્યોના માનેલા સત્કાર્યવાદમાં જે જે દોષો આપે છે. તથા સાંખ્યો બૌદ્ધોને અને વૈશેષિકોને તેઓએ માનેલા અસત્કાર્યવાદમાં જે જે દોષો આપે છે તે સર્વે પણ દોષો સાચા છે. કારણ કે આ સર્વે વાદીઓ એકાન્ત વાદીઓ છે. અને એકાન્ત સત્ અથવા એકાન્ત સત્ માનતા હોવાથી આવા દોષો આવે જ છે. તેઓએ કાર્યને એકાન્ત સત્ તથા એકાન્ત અસત્ માન્યું છે તેથી જ તેઓને દોષો આવે છે. ISOI પ્રશ્ન - જો એકાન્ત સત્ અથવા એકાન્ત સત્ એવું કાર્ય માનવામાં દોષો જ આવે છે. તો શું માનીએ તો કોઈ દોષ ન આવે ? અને તમે જેમ કહો તેમ માનવામાં કેમ દોષો ન આવે ? ઉત્તર - આ બાબત હવે પછીની ૫૧મી ગાથામાં કહેવાય છે. // ૫૦ / ते उ भयणोवणीया, सम्मइंसणमणुत्तरं होति । जं भवदुक्खविमोक्खं, दोवि न पुरंति पाडिक्कं ॥ ५१ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૫૧-૫૨ नत्थि पुढवीविसिट्ठो, “घडोत्ति" जं तेण जुज्जइ अणण्णो । i , “ઘ' ત્તિ બં, યાસિ પુઢવી તો માળો | ૧૨ ૫ तौ तु भजनोपनीतौ सम्यग्दर्शनमनुत्तरं भवतः । यद् भवदुःखविमोक्षं द्वावपि न पूरयतः प्रत्येकम् ॥ ५१ ।। नास्ति पृथ्वीविशिष्टो "घट" इति यत्तेन युज्यतेऽनन्यः ।। यत्पुनः “घट" इति पूर्वं न चासीत् पृथ्वी ततोऽन्यः ॥ ५२ ॥ ગાથાર્થ - તે બન્ને નયો જો ભજનાએ (સાપેક્ષપણે) લગાડાય તો તે બન્ને નયો અનુપમ સમ્યગ્દર્શન પણાને પામે છે. જે કારણથી બન્ને નયો પણ જો એક એક છુટા છુટા હોય તો ભવ સંબંધી દુઃખોનો વિમોક્ષ કરાવી શકતા નથી. આ પ૧ || વિશિષ્ટ (અત્યજા ભિન્ન) ઘટ નથી. તેથી તે અભિન્ન પણ સંભવે છે. તથા પૂર્વે રહેલી જે માટી છે તે (ઘટ બન્યા પૂર્વે) ઘટ રૂપે નથી. તેથી ઘટ ભિન્ન પણ છે. તે પર II વિવેચન - ઉપરની ગાથા ૫૦ માં સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદમાં જે કોઈ દોષો આપવામાં આવ્યા છે. તે સઘળા દોષો સાચા છે. અને આવા પ્રકારનો એકાન્ત માનવામાં દોષો આવે જ છે. કારણ કે આ બન્ને દૃષ્ટિઓ એક બાજુ જ જોતી હોવાથી બીજી બાજુ જોવામાં સર્વથા અંધ છે. “એક બાજુ જ જોવું અને બીજી બાજુ ન જોવું” આ ઉણપને લીધે તે બન્ને માન્યતાઓમાં દોષો આવી જ જાય છે. પરંતુ જો આ બન્ને વિચારસરણીને યથાસ્થાને નિયુક્ત કરીને બન્નેનો પરસ્પર સમન્વય કરવામાં આવે એટલે કે યથાર્થ રીતે ગોઠવવામાં આવે તો એક બીજાની બાકી રહેલી ઉણપ ટળી જવાના કારણે પરિપૂર્ણ દૃષ્ટિ બને છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને (એટલે કે વાસ્તવિક સ્વરૂપને તથા પરિપૂર્ણ સ્વરૂપને) સમજાવનારી દૃષ્ટિ બને છે. જેથી બન્ને પક્ષે કહેલા દોષોમાંનો એક પણ દોષ આવતો નથી. - જે સત્કાર્યવાદ છે તે શક્તિની અપેક્ષાએ એટલે કે દ્રવ્યગતશક્તિની અપેક્ષાએ છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયની છે અને જે અસત્કાર્યવાદ છે તે ઉત્પત્તિની એટલે પ્રગટપણાની અપેક્ષાએ અર્થાત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છે. માટીમાં ઘટ અવશ્ય સત્ છે. પરંતુ તે શક્તિની અપેક્ષાએ જ સત્ છે સર્વથા સત્ નથી. માટીમાં ઘટ બનવાની શક્તિ છે. માટે શક્તિથી ત્યાં ઘટ સત્ છે. પણ ઉત્પત્તિ હજુ થઈ નથી. તેથી ઉત્પત્તિની અપેક્ષાએ ત્યાં ઘટ સત્ નથી. આ કારણે ઉત્પત્તિ કરવા માટે દંડચક્રાદિ સામગ્રીની જરૂર રહે છે. પ્રયત્નવિશેષ પણ કરવાનો રહે છે. કર્તા-કર્મ કરણ આદિ કારકોની આવશ્યકતા પણ રહે જ છે. તેથી પ્રયત્ન કર્યા પહેલાં જલાધારાદિ ઘટસંબંધી કાર્યો અને તેના વ્યવહારો થતા નથી. આમ Jain Educationa International For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કાડ-૩ – ગાથા-૫૧-૫૨ સન્મતિપ્રકરણ શક્તિથી ઘટ સત્ હોવા છતાં પણ ઉત્પત્તિથી અસત્ પણ છે. સાંખ્યોએ એકાન્ત સર્વથા કારણમાં કાર્ય સત્ માન્યું છે. તે માટે તેને બૌદ્ધો તથા વૈશેષિકો દોષ આપે છે. અને આપી શકે છે. તથા એકાન્ત સત્ માનવાથી આવા પ્રકારના દોષો અવશ્ય આવે જ છે. આ કારણથી તે દોષો સાચા છે. એવી જ રીતે બૌદ્ધ-વૈશેષિકોએ કાર્ય થયા પહેલાં કારણમાં કાર્યને સર્વથા અસત્ માન્યું છે. તેથી તેને પણ દોષો આવે જ છે. કારણ કે એકાત્તે અસત્ નથી. ઉત્પત્તિની અપેક્ષાએ જેમ અસત્ છે. તેમ શક્તિની અપેક્ષાએ સત્ પણ છે. ઉત્પત્તિ થઈ નથી. તેથી જેમ દંડચક્રાદિ સામગ્રી લાવવી પડે છે. પ્રયત્નવિશેષ કરવો પડે છે. સર્વકારકો જોડવાં પડે છે. છતાં શક્તિથી સત્ પણ છે માટે ઘટ બનાવવા માટી જ લવાય છે. તન્ત લવાતા નથી. માટીમાં જ શક્તિથી ઘટ રહેલો છે. તેનુમાં નહીં. આમ શક્તિથી કારણમાં કાર્ય વિદ્યમાન છે. આમ માનવાથી તે તે કાર્ય કરવાના કાળે તે તે પ્રતિનિયત માટી-તન્ત આદિ કારણોનું જ આદાન-પ્રદાન થાય છે. ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય નીપજતું નથી. તેથી ૩ની જેમ સત્ પણ બૌદ્ધ-વૈશેષિકોએ સ્વીકારી લેવું જોઈએ. બન્ને દૃષ્ટિઓનો એકાન્ત આગ્રહ જો ત્યજી દેવામાં આવે અને યથાસ્થાને ગોઠવીને બન્નેનો સમન્વય જો કરવામાં આવે તો બધા જ દોષો ટળી જાય છે. દૃષ્ટિ પરિપૂર્ણ, યથાર્થ, નિર્મળ અને શુદ્ધ બને છે. વસ્તુતત્ત્વનું આવું જ વાસ્તવિક સ્વરૂપ છે. કારણમાં કાર્ય જે સત્ છે તે શક્તિની અપેક્ષાએ છે. તિરોભાવની અપેક્ષાએ છે. એટલે કાર્યને પ્રગટ કરવા માટે દંડચક્રાદિ સામગ્રીની આવશ્યકતા અને તેની ઉત્પત્તિને અનુરૂપ પ્રયત્નવિશેષની પણ આવશ્યકતા રહે જ છે. તે માટે જ ઉત્પત્તિ થયા પૂર્વે કારણકાલે વ્યક્ત કાર્યસંબંધી જલાધારાદિ વ્યવહારો સંભવતા નથી. આ જ પ્રમાણે કારણમાં કાર્ય અસત્ પણ જરૂર છે પરંતુ તે ઉત્પત્તિની અપેક્ષાએ અસત્ છે. સર્વથા અસત્ નથી. માટીમાં હજુ ઘટ પ્રગટ નથી થયો માટે અસત્ છે. પરંતુ શક્તિની અપેક્ષાએ અસત્ નથી, સત્ છે. માટીમાં જ ઘટ બનવાની શક્તિ છે. પત્થરમાં કે તખ્તમાં ઘટ બનવાની શક્તિ નથી. તેથી પ્રતિનિયત કારણમાં જ કાર્યની સત્તા શક્તિની અપેક્ષાએ હોવાથી પ્રતિનિયત કારણમાંથી જ પ્રતિનિયત કાર્ય થાય છે. ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય થતું નથી. આ રીતે વિચારતાં જે જે કારણમાં જે જે કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ છે. તે તે કારણમાંથી જ તે તે કાર્ય થાય છે. માટે તે તે કાર્ય તે તે પ્રતિનિયત કારણમાં શક્તિ અપેક્ષાએ સત્ છે. તથા કારણમાં શક્તિની અપેક્ષાએ કાર્ય જો સત્ છે તો જ પ્રગટ થાય છે જો કારણમાં કાર્ય શક્તિ અપેક્ષાએ સત્ ન જ હોત તો પ્રગટ ન જ થાત. તથા પર્યાય પણે પ્રગટ થવા રૂપે, એટલે કે ઉત્પત્તિની અપેક્ષાએ પોત પોતાના કારણમાં તે તે કાર્ય અસત્ પણ અવશ્ય છે જ. તે માટે તેને ઉત્પન્ન કરવા સામગ્રીની અને Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૫૧-પર ૩૫૧ પ્રયત્નવિશેષની આવશ્યકતા અવશ્ય રહે જ છે. તથા તે તે કાર્ય બન્યા પહેલાં કાર્યસંબંધી જલાધારાદિ કે શરીરાચ્છાદનાદિ વ્યવહારો થતા નથી. કારણ કે તિરોભાવે હોવા છતાં પણ ઉત્પત્તિરૂપે એટલે કે આવિર્ભાવ રૂપે તે તે કાર્યો હજુ કારણકાલે થયાં નથી. આમ જો શક્તિની અપેક્ષાએ સત્ અને ઉત્પત્તિની અપેક્ષાએ અસત્ એમ બન્ને દૃષ્ટિ માનવામાં આવે અને તે બન્નેનો યથાસ્થાને સમન્વય કરવામાં આવે તો કોઈ દોષો સંભવતા નથી. નિર્દોષ અનુપમ સમ્યગ્દર્શન બની જાય છે. આ જ વાત એક ઉદાહરણ આપીને પરમી ગાથામાં સમજાવે છે કે જે માટી છે તેનાથી ભિન્ન (એટલે કે જુદો) ઘટ બનતો નથી. પણ માટી પોતે જ ઘટપણે પરિણામ પામે છે. તેથી માટીથી ઘટ ભિન્ન નથી. જો ભિન્ન હોત તો ૧ કિલો માટીના બનાવેલા ઘટનું વજન ૧ કિલો માટી અને ૧ કિલો ઘટ બનવાથી ૨ કિલો વજન થવું જોઈએ તથા ઘટ અને માટી બે પદાર્થ દેખાવા જોઈએ. પણ વજન ડબલ થતું નથી અને બે પદાર્થો જુદા જુદા હોય એમ દેખાતું પણ નથી. તેથી કાર્ય-કારણ અભિન્ન છે. અને કારણમાં જ કાર્ય સત્ છે. અન્યત્ર તે કાર્ય સત્ નથી તથા પૂર્વકાલમાં એટલે કે માટીના કાલમાં ઘટ પ્રગટ થયેલો જણાતો પણ નથી અને ઘટસંબંધી જલાધારાદિ વ્યવહારો થતા પણ નથી. તેથી માટીથી ઘટ કંઈક ભિન્ન પણ છે. જો માટી અને ઘટ સર્વથા અભિન્ન જ હોત તો માટીકાલે પણ ઘટ દેખાવો જોઈએ અને ઘટના જલાધારાદિ વ્યવહારો પણ થવા જોઈએ. પરંતુ તે ઘટ દેખાતો નથી. તથા વ્યવહારો પણ સંભવતા નથી. ઘટદર્શન અને ઘટસંબંધી વ્યવહારોનો સંભવ ઘટકાલે જ થાય છે, માટે માટીથી ઘટ કંઈક ભિન્ન પણ છે. તેથી માટીકાલે ઘટ તિરોભાવની અપેક્ષાએ સત્ અને આવિર્ભાવની અપેક્ષાએ અસત્ છે તેથી જ સામગ્રીથી ઉત્પન્ન થાય છે. આ રીતે “સત્ - અસત્” એમ ઉભય માનવામાં તથા કાર્ય-કારણ “ભિન્ન - અભિન્ન” એમ ઉભય માનવામાં જ યથાર્થવાદ છે નિર્દોષતા છે. આ જ સાચો માર્ગ છે. અનુપમ એવી સાચી દષ્ટિ છે સમ્યગ્દર્શન છે આ જ જૈનદર્શન છે. શક્તિની અપેક્ષાએ કારણમાં કાર્ય જે સત સમજાવવામાં આવ્યું છે. તે દ્રવ્યાર્થિકનય છે. દ્રવ્ય પોતે તે તે પર્યાય પામવાની શક્તિ ધરાવે છે તેથી ભૂત-ભાવિના તમામ પર્યાયો શક્તિની અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યમાં છતા છે. સત્ છે અભિન્ન છે. તેથી વિવક્ષિત એવું કોઈ પણ એક દ્રવ્ય ભૂતકાળમાં પસાર કરેલા અને ભાવિમાં આવવાવાળા સર્વ પર્યાયોથી તિરોભાવે ભરેલું છે. અનંત પર્યાયવાળું દ્રવ્ય છે. અતીત અને અનાગત એમ સર્વે પર્યાયો દ્રવ્યમાં તિરોભાવે વિદ્યમાન છે. સત્ છે. અને તેથી જ સર્વજ્ઞ કેવલી ભગવંતો દ્રવ્યમાં રહેલા છે તે અનંત પર્યાયોને જોઈ શકે છે. આ કારણે જ ક્રમબદ્ધપર્યાય પણ છે જ. પરંતુ તે કેવલી ભગવાનના કેવળજ્ઞાનમાં ઝળકે છે અને વસ્તુમાં તિરોભાવે રહેલા છે. તેનો Jain Educationa International For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૩ – ગાથા-૫૩ ૩૫ર સન્મતિપ્રકરણ આવિર્ભાવ કરવા પુરૂષાર્થની જરૂરિયાત રહે જ છે. તેથી છઘલ્વે ક્રમબદ્ધ પર્યાયને પ્રધાન કરીને પુરૂષાર્થનો ત્યાગ કરવો જોઈએ નહીં. તથા ઉત્પત્તિની અપેક્ષાએ કારણમાં કાર્ય જે અસત્ સમજાવવામાં આવ્યું છે. તે પર્યાયાર્થિકનય છે. પર્યાયસ્વરૂપે કાર્ય હજુ પ્રગટ થયું નથી તેને કરવું પડે છે. તેથી દંડચક્રાદિની સામગ્રીની અને પ્રયત્નવિશેષની આવશ્યકતા પણ રહે છે. તેનાથી જ તે તે કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રગટ થાય છે. માટે કાર્ય ઉત્પન્ન થયા પહેલાં માટી - તતુમાં કારણકાલે ઘટ-પટ કાર્ય આવિર્ભાવ રૂપે અસત્ છે અર્થાત્ નથી. તેથી જ તેના જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ વ્યવહારો થતા નથી. આ પર્યાયાર્થિકાય છે. આમ બન્ને નયોને સાપેક્ષ રાખીને સ-અસત્ ઉભયવાદ માનવો તે જ સાચો માર્ગ છે. // ૫૧-૫૨ / ખરેખર તો સર્વત્ર આ એકાન્તવાદ જે માનવામાં આવે છે. તે જ સર્વથા ખોટો છે. અનેકાન્તવાદ વાળી દૃષ્ટિ જ સાચી છે. આ વાતને સચોટપણે સાબિત કરવા માટે જેમ “સ-અસ” અને “ભેદ-અભેદ”ના એકાન્તવાદનું નિરસન કર્યું. તેમ કાલ-સ્વભાવ-નિયતિપૂર્વકૃત કર્મ અને પુરૂષ આ પાંચ કારણોના પણ એકાન્તવાદો મિથ્યા જ છે. તે સમજાવતાં કહે છે કે – कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उव्वं, समासओ होति सम्मत्तं ।। ५३ ।। कालस्स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणैकान्ताः । मिथ्यात्वं ते चैवापूर्वं समासतो भवति सम्यक्त्वम् ।। ५३ ।। ગાથાર્થ - કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષ (જીવ) આ પાંચે - કારણોના તે તે એકાન્તવાદો મિથ્યાત્વ છે. પરંતુ તેઓનો પરસ્પર સમન્વય કરવાથી તે પાંચે વાદો અપૂર્વ સભ્યત્વભાવને પામે છે. જે પ૩ || ટીકાનો પાઠ - ન-સ્વભાવ-નિયતિ-પૂર્વ-પુરુષIRIST: પાન્તા: સર્વેપિ एकका मिथ्यात्वम् । त एव समुदिताः परस्पराजहवृत्तयः सम्यक्त्वरूपतां प्रतिपद्यन्ते इति તાત્યર્થ છે વિવેચન - “એકાન્તવાદ” નો આગ્રહ જ ભયંકર છે. દુઃખદાયી છે. મિથ્યાત્વ છે. અયથાર્થ છે. સર્વે પણ ભાવો સત્-અસત્, ભેદ-અભેદ, સામાન્ય-વિશેષ, નિત્ય-અનિત્ય, વાચ્ય-અવાચ્ય, એમ ઉભયાત્મક છે અનેકાન્તાત્મક છે. જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ માનવામાં જ ડહાપણ છે. બુદ્ધિ છે. સમ્યગ્દર્શન છે. આ વિષય ઉપર કાલાદિ પાંચ કારણોના એકાન્ત - અનેકાન્તવાદની ચર્ચા ગ્રંથકારશ્રી કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૩ ૩૫૩ કાલાદિ પાંચમાંના કોઈ એક એકને જ કારણ માનીને બીજાં કારણોનો અપલાપ કરનારાં ઘણાં દર્શનો છે. આ જગતમાં મિથ્યા માનનારાઓનો તોટો જ ક્યાં છે ? જેમ નટવૈયાને નાચવાના અનેક પ્રકારો હોય છે. તેમ મિથ્યાત્વમોહ નામનો રાજા આ સંસારી જીવોને નટવૈયાની જેમ અનેક મિથ્યા માન્યતાઓ દ્વારા નાચ નચાવે છે. તે જ દર્શનવાદ છે. આવા પ્રકારની એકાન્ત માન્યતા ધરાવનારાં અનેક દર્શનો છે. તે સઘળાં દર્શનો એકાન્તવાદવાળાં હોવાથી મિથ્થારૂપ છે. તેમાંના એક એક એકાન્તવાદીનું કહેવું આ પ્રમાણે છે - (૧) કાલૈકાન્તવાદી - બધાં કાર્યો કાલકારણથી જ થાય છે. કાલ જ સર્વનું કારણ છે. ઠંડી, ગરમી, વરસાદ પોત પોતાના કાળે જ (શીયાળામાં - ઉનાળામાં અને ચોમાસામાં જ) આવે છે. દરેક જાતનાં ફળો તથા શાકભાજી પોત પોતાના ઋતુકાળે જ આવે છે. ગર્ભાધાનાદિ કાર્યો યુવાવસ્થાના કાળે જ થાય છે યોગ્યકાળે જ ચંદ્ર-સૂર્ય ઉગે છે અને આથમે છે. આ બધાં દષ્ટાન્નો જોતાં કાળ જ સર્વકાર્યનું કારણ છે. આમ કહીને કાલવાદી કાલને જ કારણ જણાવે છે. અને બીજાં કારણો દેખાતાં હોવા છતાં તે વાદી બીજાં કારણોનો અપલાપ કરે છે. (૨) સ્વભાવેકાન્તવાદી - બધાં જ કાર્યો ફક્ત સ્વભાવ નામના કારણથી જ થાય છે. સ્વભાવ એ જ કાર્યમાત્રનું કારણ છે. જેમ કે કાંટાઓ અણીદાર કેમ ? ફુલો કોમળ કેમ ? ચંદ્ર શીતળ અને સૂર્ય ઉષ્ણ કેમ? પશુઓ ભૂમિ ઉપર જ ચાલે, માછલાં - દેડકાં પાણીમાં જ ચાલે અને પક્ષીઓ આકાશમાં જ ઉડે આમ કેમ ? અગ્નિ બાળે અને પાણી ઠારે આમ કેમ ? જવાબ એક જ છે. તેનો તેનો તેવો તેવો સ્વભાવ. માટે સ્વભાવ જ સર્વકાર્યનું કારણ છે. સ્વભાવવાદીને એક સ્વભાવ જ કારણ દેખાય છે. (૩) નિયતિવાદી - સંસારમાં જે કાંઈ થાય છે અને થશે તે સઘળું ય નિયતિને આધીન છે. નિયતિ વિના બીજુ કોઈ જ કારણ નથી. નિયતિ એટલે ભાવિભાવ. “આમ થવાનું જ અવશ્ય નિયત છે. અત્યન્ત નિશ્ચિત. ભાવિમાં જે થવાનું હોય તે જ થાય છે. તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. અને જે ન થવાનું હોય તેને કોઈ કરી શકતું નથી. રામચંદ્રજીને દશરથ રાજા જ (એટલે કે પોતાના પિતા જ) રાજ્ય આપવાના હતા, વસિષ્ઠ ઋષિ જેવા મહાજ્યોતિષી મૂહુર્ત જોનારા હતા. છતાં તે જ મૂહુર્ત રાજ્યને બદલે વનવાસ મળ્યો. સ્ત્રી સંબંધી કલેશને કારણે લંકાનો નાશ થશે એમ મહાજ્યોતિષીઓએ કહ્યું હતું. બિભીષણ આદિ અનેક મહારથીઓએ તે રોકવા પ્રયત્ન પણ કર્યો. છતાં અંતે તેમ જ થયું. માટે ભાવિના લેખ જે લખાયા હોય છે તેમ જ થાય છે. તેથી નિયતિ જ સર્વ કાર્યનું કારણ છે. એકાન્ત નિયતિ વાદીને આમ જ દેખાય છે. (૪) પૂર્વકૃત કર્મ - આ સંસારમાં સર્વે પણ કાર્યો પૂર્વે કરેલા કર્મ પ્રમાણે જ થાય છે. પૂર્વે કરેલું કર્મ જ સર્વનું મૂલ છે. ગયા ભવથી આ જીવ જન્મે છે ત્યારથી જ પૂર્વસંચિત Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કિાઠ-૩ – ગાથા-૫૩ સન્મતિપ્રકરણ કર્મ લઈને જ આવે છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ આટલી બધી ઉંચી વિરલવિભૂતિ હોવા છતાં પણ પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી ઘણા ઉપસર્ગો પામ્યા. ઘણા ઘણા પુરૂષોને અને સતી સ્ત્રીઓને પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી અનેક દુઃખો આવ્યાં. માટે પૂર્વકૃત કર્મ જ સર્વ કાર્યોનું કારણ છે. કર્મવાદીને કર્મ જ કારણ દેખાય છે. (૫) પુરૂષવાદ - આ સંસારમાં જે કોઈ કાર્ય થાય છે. તે સઘળાં કાર્યો પુરુષથી જ (જીવના પ્રયત્નવિશેષથી જ અથવા ઈશ્વરાદિ પુરૂષવિશેષથી જ) થાય છે. જીવ પોતે કાર્ય કરવા મહેનત કરે તો જ તે તે કાર્ય થાય છે. નસીબ ઉપર આધાર રાખીને ઘેર બેસી રહે તો કંઈ ફળ મળતું નથી. નાના-મોટા તમામ જીવો પોત પોતાના કાર્યો સાધવા પ્રયત્નવિશેષ જ કરે છે અને જો પ્રયત્ન વિશેષ કરે છે. તો જ તે તે કાર્ય થાય છે. તે માટે સઘળાં કાર્યો પુરુષને (પુરુષના પ્રયત્નને) જ આધીન છે. (અહીં કોઈ લોકો પુરૂષનો અર્થ પુરૂષ વિશેષ એટલે કે ઈશ્વરવિશેષ પણ કરે છે. તેથી સઘળાં પણ કાર્યો પુરૂષવિશેષથી એટલે કે ઈશ્વરવિશેષવડે જ કરાયાં છે. ઈશ્વર જો કર્તા ન હોત તો કંઈ થાત નહીં. ઈશ્વર નામના પુરૂષવડે જ સકલ કાર્યો થાય છે. આમ પણ કોઈ કોઈ કહે છે.) “પુરુષ હું સર્વ, ભૂત, વચ્ચ માધ્યમ્' આમ પુરુષવાદીને સર્વ કાર્યો પુરુષથી (એટલે કે જીવના પ્રયત્નથી અથવા ઈશ્વરથી) જ જણાય છે. આ પાંચે વાદો એકાન્તવાદ છે. પોત પોતાના પક્ષનાં જ ગાણાં ગાય છે. એક બીજાથી સર્વથા નિરપેક્ષ છે. તેથી જ લડવૈયા સ્વભાવવાળાં છે. અને અરસપરસ વિસંવાદ ઉભો કરીને વિરોધ વ્યક્ત કરે છે. પોત પોતે માનેલી માન્યતા ઉપર જ મજબૂત પક્કડવાળા છે. પોતાનું જે માનેલું છે તે જ સાચું છે આવા હઠાગ્રહ વાળા છે. બીજી બાજુ તો જોતા જ નથી. તેથી અપૂર્ણ છે. અને એકાન્તઆગ્રહી હોવાથી મિથ્યાત્વી છે. આ સઘળા વાદો ઈતર કારણોના અપક્ષાપક હોવાથી સાચા નથી. યથાર્થ નથી. જુઠા છે. પરસ્પર વિરોધ કરનારા છે. લડવૈયા છે. વૈરાયમાનવૃત્તિવાળા છે. વાસ્તવિક્ષણે જો વિચારીએ તો વસ્તુસ્વરૂપ પાંચ કારણોના સમન્વયવાળું છે. પાંચે કારણો સાથે મળીને સૌ પોત પોતાનો આંશિક ઉપકાર કરતું છતું કાર્યનું પરિપૂર્ણ કારણ બને છે. પાંચ કારણો ભેગાં મળવાથી કાર્ય થાય છે. જેમ પાંચે આંગળીઓ સાથે મળીને લોટાને પકડી શકે છે, ઉંચકી શકે છે તેમ અહીં પણ જાણવું. કોઈ પણ એક આંગળી એવો પાવર કરે કે હું છું તો જ લોટો પકડાય છે અને ઉંચકાય છે. મારાથી જ આ કામ થાય છે. હું જ ઉચકવાનું કામ કરું તો તે ખોટું છે. જો બાકીની ચાર આંગળીઓ ખસી જાય તો તે એક આંગળીથી લોટો ઉંચકાતો નથી. આ વાત અનુભવ સિદ્ધ છે. તેમજ તે આંગલી લોટો ઉંચકવામાં કંઈ મદદ નથી કરતી એમ પણ નથી. પાવર કરનારી તે આંગલી પણ લોટો ઉંચકવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-પ૪-૫૫ ૩૫૫ આંશિક પણ મદદગાર જરૂર છે. આ રીતે પાંચે આંગળીઓની યથોચિત સાહાધ્ય છે. પરંતુ આંશિક કારણતાને પરિપૂર્ણ કારણતા છે આમ માની લઈ એકને જ કારણ માનવું અને બીજાં કારણોનો અપલાપ કરવો તે ઘણી ખોટી વાત છે. મિથ્યાવાદ છે. આમ સર્વત્ર સમજવું. પરસ્પર સાપેક્ષપણે રહીને કાલ-સ્વભાવ-નિયતિપૂર્વકૃત અને પુરૂષાર્થ આ પાંચે કારણો કાર્યજનક છે. જ્યારે આ પ્રમાણે સમન્વયાત્મક દૃષ્ટિ વિચારીએ છીએ ત્યારે પરસ્પર વિરોધ ચાલ્યો જાય છે કલેશ-કડવાશ નાશ પામે છે યથાર્થપણે કાર્યકારણદાવ સિદ્ધ થાય છે. તેમાં જ પૂર્ણતા છે. સાપેક્ષવાદ - સ્યાદ્વાદ એ સમન્વયને કરનાર છે. વિરોધને અને કડવાશને ટાળનાર છે. વસ્તુના સાચા યથાર્થ સ્વરૂપને સિદ્ધ કરનાર છે. તેથી જીવન માત્રમાંથી હઠવાદ કદાગ્રહ એકાન્તઆગ્રહ ત્યજી દેવો જોઈએ. અને કોઈ પણ જાતનું અભિમાન રાખવું નહીં. આ પ્રમાણે કાલાદિ પાંચ સમવાય કારણોના એકાન્તવાદનું ખંડન કર્યું અને અનેકાન્ત દૃષ્ટિ સિદ્ધ કરી. હવે આત્મ તત્ત્વ વિષે પ્રવર્તતી એકાન્તવાદની વાતો દૂર કરે છે. || ૫૩ || આત્મતત્ત્વ” વિષે પ્રવર્તતી એકાન્તવાદયુક્ત મિથ્યા કલ્પનાઓ, તથા તેના પ્રતિકાર સ્વરૂપે સમ્યક બાબતો જણાવે છે. णत्थि ण णिच्चो ण कुणइ, कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाइं ॥५४ ॥ अत्थि अविणासधम्मो, करेइ वेएइ अस्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाइं ॥ ५५ ॥ नास्ति, न नित्यो, न करोति, कृतं न वेदयति, नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपायः, षड् मिथ्यात्वस्य स्थानानि ।। ५४ ।। अस्ति, अविनाशधर्मः, करोति वेदयत्यस्ति निर्वाणम् ।। अस्ति च मोक्षोपायः, षट् मिथ्यात्वस्य स्थानानि ।। ५५ ।। ગાથાર્થ - આત્મા નથી, નિત્ય નથી, કર્મ કરતો નથી, કરેલા કર્મને આત્મા વેદતો નથી, નિર્વાણ નથી, અને નિર્વાણના ઉપાય નથી. આ ૬ મિથ્યાત્વનાં સ્થાનો છે. // ૫૪ // આત્મા છે. અવિનાશી ધર્મવાળો અર્થાત્ (નિત્ય) છે. કર્મનો કર્તા છે. કર્મને ભોગવનાર છે. નિર્વાણ છે અને નિર્વાણના ઉપાયો પણ છે. આ બાબતના એકાન્તવાદ પૂર્વકના જે આગ્રહો છે તે પણ છ મિથ્યાત્વનાં સ્થાનો છે. મેં પપ // વિવેચન - આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં બાધકતા ઉત્પન્ન કરે એવા કેટલાક વાદો છે. અને સહાયકતા આપે એવા કેટલાક વાદો છે. તેની ચર્ચા આ ગાથામાં Jain Educationa International For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ કાઠ-૩ – ગાથા-૫૪-૫૫ * ૩પ૬ સન્મતિપ્રકરણ છે. એકાન્તાગ્રહો જીવને પોતાની આધ્યાત્મિક વિકાસયાત્રામાં ઘણો જ અવરોધ કરનારા છે. આ એકાન્તાગ્રહોમાંથી જ જુદા જુદા ૬ દર્શનોની ઉત્પત્તિ થઈ છે. (૧) “આત્મા જેવું” કોઈ તત્વ જ નથી. આવી માન્યતા તે મિથ્યાત્વનું પ્રથમ સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ ચાર્વાક દર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “ચૈતન્ય ગુણ” વાળો એક આત્મા નામનો ઉદેશ્ય અને અરૂપી પદાર્થ છે અને તે પૂર્વભવથી આવે છે. તથા ભવાન્તરમાં જાય છે. આ બધી વાત મિથ્યા છે. કલ્પનામાત્ર છે. વાસ્તવિક નથી. આત્મા જેવું કોઈ દ્રવ્ય છે જ નહીં. પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂત પદાર્થો જ આ સંસારમાં છે. તેના પરસ્પરમીલનથી તેમાં ચેતના પ્રગટે છે. જેથી સુખ-દુઃખહર્ષ-શોકાદિ લાગણીઓ થાય છે. જેમાં તેલ-કોડીયુ, વાટ, માચીસ અને અનુકુળપવન આ પાંચ વસ્તુઓ પરસ્પર મળવાથી દીપક પ્રગટ થાય છે અને ઉપરોક્ત પાંચ પદાર્થોમાંથી તેલ - કે વાટ આદિ કોઈ પણ એક પદાર્થ ખુટી પડતાં તે જ દીપક બુઝાઈ જાય છે. આ દીપક ક્યાંયથી આવતો નથી અને બુઝાઈને ક્યાંય જતો નથી. તેમ પાંચભૂતોના મીલનથી ચેતના પ્રગટ થાય છે અને એક-બે ભૂત ખુટી પડવાથી ચેતના (જ્ઞાનશક્તિ) નાશ પામે છે. આમ જ વસ્તુસ્વરૂપ છે. પરંતુ ચેતનાવાળો આત્મા નામનો દ્રવ્યાત્મક સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. આ માન્યતા બૃહસ્પતિ ઋષિની છે. તેમનાથી થયેલા આ દર્શનને ચાર્વાક દર્શન કહેવાય છે. તેમના વિચારને અનુસરનારો અનુયાયી વર્ગ ચાર્વાકદર્શનવાળો કહેવાય છે. હવે જો આત્મા જ નથી. તો તે નિત્ય છે અને કર્મને કરે છે અને કર્મને ભોગવે છે ઇત્યાદિ કોઈ વાત માનવાની રહેતી જ નથી આ પ્રમાણે “આત્મા નથી” એ નામનું મિથ્યાત્વનું આ પ્રથમ સ્થાન છે. આત્મા નથી” આવું જ જ્યારે માનવામાં આવે છે. ત્યારે તેની શુદ્ધિનો પ્રયત્ન કે આધ્યાત્મિક વિકાસ કરવાનો રહેતો જ નથી. કારણ કે જીવ જેવું જો કોઈ દ્રવ્ય જ નથી. તો પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કંઈ રહેતું જ નથી. કર્મ કે કર્મજન્ય દુઃખ-સુખ પણ રહેતાં જ નથી. તેથી શુદ્ધિ કરવાની અને અશુદ્ધિ ટાળવાની પણ રહેતી જ નથી. આ આગ્રહ આધ્યાત્મિક વિકાસયાત્રાનો સૌથી પ્રથમ બાધક છે. સૌથી મોટુ મિથ્યાત્વ છે. આ જ દર્શનને નાસ્તિકદર્શન પણ કહેવાય છે. (૨) “આત્મા તો છે પણ તે નિત્ય નથી અર્થાત્ ક્ષણિક છે.” આ મિથ્યાત્વનું બીજું સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ બૌદ્ધદર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “સર્વ ક્ષણમ્' સંસારની સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તેથી આત્મા પણ ક્ષણિક છે. આત્મા નામનો પદાર્થ તો છે. પણ તે માત્ર ક્ષણજીવી જ છે. હવે જો પ્રત્યેક આત્માને એકક્ષણ માત્ર જ રહેવાનું હોય અને બીજા ક્ષણે નિરન્વયનાશ (સંપૂર્ણપણે નાશ) જ પામવાનું હોય તો બીજા ક્ષણે આ જીવનું અસ્તિત્વ જ રહેતું નથી. ધર્મકાર્યો કરીને આત્મશુદ્ધિ મેળવવા દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ — ગાથા-૫૪-૫૫ ૩૫૭ આધ્યાત્મિક વિકાસ કરવાનો રહેતો જ નથી. જો બીજા ક્ષણે પોતે જ નથી રહેવાનો, તો વિકાસ કોનો ? આ રીતે બૌદ્ધદર્શનની ક્ષણિકપણાની આ માન્યતા આધ્યાત્મિક વિકાસયાત્રાની અવરોધક બને છે. તેઓ સંતાન અને વાસના જેવા તત્ત્વોની કલ્પના કરીને ધર્મપુરૂષાર્થ ઘટાવે છે. પરંતુ તે બૌદ્ધો વડે સંતાન અને વાસનાની કલ્પના કરીને જે ધ્રુવત્વ સમજાવાય છે. તે પણ ક્ષણપરંપરાથી ભિન્ન માને તો પણ અને ક્ષણપરંપરાથી અભિન્ન માને તો પણ સંભવતાં નથી. આ રીતે આત્માને નિત્ય ન માનવાથી આત્મશુદ્ધિ તરફનો વિકાસ કરવાનો રહેતો જ નથી. તેથી આ વિચાર પણ આધ્યાત્મિક વિકાસનું બાધક છે. (૩) “આત્મા તો છે. વળી તે નિત્ય પણ છે. પરંતુ કર્મોનો કર્તા નથી” આવી પણ એક માન્યતા છે. અને તે કપિલ ઋષિકૃત સાંખ્યદર્શનની માન્યતા છે. સાંખ્યદર્શનનું કહેવું એવું છે કે આ સંસારમાં “પુરૂષ અને પ્રકૃતિ” એમ બે જ તત્ત્વ છે. ત્યાં પુરૂષ એટલે આત્મા છે. તે નિત્ય છે. શુદ્ધ-બુદ્ધ છે. કર્મોનો અકર્તા અને અભોક્તા છે. પ્રકૃતિ (કે જે સત્ત્વ-રજસ અને તમસની બનેલી છે તે) જ કર્મોની કર્તા-ભોક્તા છે. આ માન્યતામાં આત્મા નિત્ય તો છે. પરંતુ તે આત્મા કર્મોનો અકર્તા હોવાથી મલીન જ થતો નથી. શુદ્ધ-બુદ્ધ જ રહે છે તેને શુદ્ધિ માટે કંઈ કરવાનું રહેતું જ નથી. તેથી આ પણ મિથ્યાત્વનું જ સ્થાન છે કર્મોનું કર્તૃત્વ માન્યા વિના આ સંસારની ચિત્ર વિચિત્રતા કેમ ઘટે ? જો આત્મા કર્તા ન હોય અને કેવલ એકલી પ્રકૃતિ જ કર્તા હોય તો મૃતક શરીરમાં પણ કર્તૃત્વ ઘટવું જોઈએ. જો આ આત્મા કર્મ કરતો જ નથી તો તેનો ક્ષય કરવા માટે ધર્મ પુરુષાર્થ પણ કરવાનો રહેતો જ નથી. આમ આ માન્યતા પણ આધ્યાત્મિક વિકાસયાત્રાની બાધક છે. (૪) “આત્મા છે, તે નિત્ય પણ છે. કર્મોનો કર્તા પણ છે. પરંતુ કર્મોનો ભોક્તા નથી’’ આવી પણ એક વિચારસરણી છે તેઓનું કહેવું એવું છે કે ચૈતન્યતાવાળો આત્મા છે. તે અનાદિ-અનંત હોવાથી નિત્ય છે. શુભાશુભ પરિણામો પ્રમાણે કર્મોનો કર્તા છે. પરંતુ · આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્લેપ હોવાથી કોઈ પણ કર્મોનો તે ભોક્તા નથી, કર્મોનું કર્તૃત્વ હોવા છતાં પણ સ્ફટિકની જેમ સદા નિર્લેપ અવસ્થા હોવાથી કાળાન્તરે પણ ભોગવવાનું કંઈ રહેતું જ નથી. માટે કર્તા છે પણ ભોક્તા નથી. આ પણ મિથ્યા માન્યતા છે. મિથ્યાત્વનું સ્થાન છે. કારણ કે પ્રથમ તો આત્મા કેવળ એકલો નિર્લેપ નથી. મલીન દ્રવ્ય છે. તેથી જેવો કર્મોનો કર્તા છે તે જ પ્રમાણે પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવવાથી ભોક્તા પણ છે જ. તો જ સુખીદુઃખી રાજા-રંક પણું સંભવે છે. તથા જો કરેલાં કર્મો ભોગવવાનાં જ ન હોય તો ગમે તે જીવ નિર્ભયપણે ગમે તેટલાં કર્મો કરનારો થશે અને જો આમ જ હોય તો ધર્મ-અધર્મસંસ્કાર-અસંસ્કાર જેવી કોઈ વ્યવસ્થા જ રહેશે નહીં માટે આ મત પણ બરાબર નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ કાણ્ડ-૩ – ગાથા-૫૪-૫૫ સન્મતિપ્રકરણ (૫) કોઈ દર્શનકાર એમ માને છે કે આત્મા પણ છે અને તે નિત્ય છે. કર્મોનો કર્તા છે અને કર્મોનો ભોક્તા પણ છે. પરંતુ નિર્વાણ એટલે મોક્ષ નથી. આવું માનનાર વેદાન્ત દર્શન છે. તેઓનું કહેવું છે કે આ આત્મા નિરંતર કર્મો કરતો જ રહે છે અને ભોગવતો જ રહે છે. ભોગવતી વખતે નવાં નવાં પણ કર્મો બંધાતાં જ રહે છે તેથી કર્મોની આ સાઈકલ ચાલતી જ રહે છે. તેમાંથી છટકી શકાતું નથી માટે કોઈનો પણ મોક્ષ થતો નથી. વળી માનવીનું આયુષ્ય અને બુદ્ધિ પરિમિત છે. અને જગતના પદાર્થો તથા તેના ત્રિકાળવર્તી પર્યાયો અનંતાનંત છે. તેથી માનવીની આ બુદ્ધિ સકલ અનંતાનંત ભાવોને જાણવાને સમર્થ નથી. નાનામાં મોટી વસ્તુ સમાતી નથી. તેથી સર્વજ્ઞ કોઈ થયા નથી અને થશે પણ નહીં માટે મોક્ષ નથી. આ માર્ગ પણ બરાબર નથી. નાના કાચના ટુકડામાં મોટો પહાડ પણ પ્રતિબિંબિત થાય છે. આંખની નાની કીકીમાં સામેનું હજારો માનવીઓથી ભરેલું દૃશ્ય પ્રતિબિંબિત થાય છે. નાના કેમેરામાં મોટુ દૃશ્ય પણ દેખાય છે. તો જ્ઞાન એ તો આત્માનો અરૂપી ગુણ છે. તે જો નિરાવરણ હોય તો ત્રણે લોકના ત્રણે કાળના સર્વ ભાવો પ્રતિબિંબિત કેમ ન થાય ? અર્થાત્ થાય જ. એટલે કે સર્વજ્ઞ પણ હોય અને નિર્વાણ પણ હોય. છતાં કોઈ સર્વજ્ઞ નથી. અને કોઈ જીવનો કોઈ કાલે મોક્ષ થતો નથી આમ માનવું તે આધ્યાત્મિક વિકાસયાત્રાનું બાધક પાંચમું સ્થાન છે. ૩૫૮ (૬) કોઈ દર્શનકાર એમ માને છે કે નિર્વાણ (મોક્ષ) તો છે. પરંતુ મોક્ષના ઉપાયો નથી. તેઓનું કહેવું છે કે આ આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ-નિર્મળ થાય ત્યારે જ મોક્ષ કહેવાય છે. આવું મોક્ષ છે. પરંતુ પ્રતિસમયે આ આત્મા કર્મો બાંધ્યા જ કરે છે અને ભોગવ્યા જ કરે છે. તેમાંથી છુટવાના કોઈ ઉપાયો જ નથી. તથા મુક્તિની પ્રાપ્તિ થાય તેવા સાધનભૂત કોઈ ઉપાયો નથી. આ રીતે ઉપાયોના અભાવે કોઈ પણ જીવનો મોક્ષ થતો નથી. જેમ અલોકાકાશ છે. પરંતુ ધર્માસ્તિકાયાદિ સહાયક દ્રવ્ય ન હોવાથી કોઈ ત્યાં જઈ શકતું નથી. તેમ મુક્તિ છે પણ તેને મેળવવાના ઉપાયો ન હોવાથી ત્યાં કોઈ જઈ શકતું નથી. આ માન્યતા પણ ખોટી છે. રત્નત્રયીની સાધના એ જ મુક્તિનો પરમ ઉપાય છે. જ્ઞાનાદિ આત્મગુણોની લયલીનતા, અને ભોગોનો ત્યાગ, ભોગોથી વૈરાગ્ય, વીતરાગદેવની પરમભક્તિ, આત્મતત્ત્વનું લક્ષ્ય. દ્રવ્ય-ભાવથી નિગ્રંથપણું, યથાર્થજ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઇત્યાદિ આ બધા મુક્તિના ઉપાયો છે. ઉપર ૫૪ મી ગાથામાં કહેલાં છએ સ્થાનો આત્મકલ્યાણના બાધક વિચારો છે. જેવા વિચારો હોય તેવાં જ વાણી અને વર્તન પ્રવર્તે છે. તેથી મન-વચન અને કાયાની સમસ્ત પ્રવૃત્તિ મુક્તિ માર્ગથી વિરૂદ્ધ પ્રવર્તે છે. આ કારણે આત્મકલ્યાણનાં આ બાધક તત્ત્વો છે. માટે મિથ્યાત્વનાં સ્થાનો છે. તેનાથી વિપરીત એવાં ગાથા ૫૫ માં કહેલાં છએ સ્થાનો જો એકાન્તતાપૂર્વક સ્વીકારવામાં આવે તો તે પણ મિથ્યાત્વનાં જ સ્થાનો છે જેમ કે ‘આત્મા અત્યેવ, નિત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-પ૪-૫૫ ૩પ૯ વ ઇત્યાદિ વચનો પણ એકાન્તવાદનાં હોવાથી મિથ્યાત્વ છે. કારણ કે આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષાએ જેમ અસ્તિ છે તેમ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવને આશ્રયી નાસ્તિ પણ છે. તેવીજ રીતે દ્રવ્યાર્થિકનયથી જેમ નિત્ય છે તેમ પર્યાયાર્થિકનયથી અનિત્ય પણ છે. માટે અતિ આદિ છ વાક્યોનો પણ જો એકાન્ત આગ્રહ હોય તો તે પણ મિથ્યાત્વનાં જ સ્થાનો છે. કોઈ કોઈ આચાર્યો આ ૫૫ મી ગાથાના ચોથાચરણનો પાઠ “છ સેમ્પસ કાપડુિં” આમ કહે છે. ત્યાં આ જ છ વાક્યો જ્યારે “ચાત્' શબ્દથી યુક્ત કરવામાં આવે તો અપેક્ષાવાળાં વાક્યો બનવાથી સ્થાતિ માત્મા, ચાન્નિત્ય માત્મા આવાં જે વાક્યો છે. તે સમ્યત્ત્વનાં છ સ્થાનો બને છે. આવા પ્રકારના જે વિચારો છે તે આત્મકલ્યાણના સાધક વિચારો છે. તેવા વિચારો પ્રમાણે વાણી અને વર્તન પ્રવર્તવાથી તેવા વિચારવાળાની મન-વચન અને કાયાની સમસ્ત પ્રવૃત્તિ મોક્ષમાર્ગને અનુકુળપણે ચાલે છે અને તેનાથી કાળે કાળે આ આત્મા આત્મકલ્યાણ (મુક્તિપદ) સાધે છે તેથી આ ૬ સ્થાનો સમ્યત્વનાં સ્થાનો કહેવાય છે. સમ્યત્વનાં ૬ સ્થાનોનું વર્ણન પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રી એ સમ્યક સપ્તતિકામાં, પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી એ સમકિતના ૬૭ બોલની સઝાયમાં, અને શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓની પોતાની બનાવેલી “આત્મસિદ્ધિ”માં વિસ્તારથી કરેલ છે. નંબર મિથ્યાત્વનાં કયુ દર્શન સમ્યક્તનાં કયું દર્શન સ્થાનો | માને છે ! સ્થાનો માને છે આત્મા નથી. | ચાર્વાક | આત્મા છે જૈનદર્શન છએ આત્મા નિત્ય નથી | બૌદ્ધ | આત્મા નિત્ય છે સ્થાન સ્યાદ્ શબ્દ આત્મા કર્મોનો કર્તા નથી સાંખ્ય | આત્મા કર્મોનો કર્તા છેપૂર્વક સ્વીકારે આત્મા કર્મોનો ભોક્તા | સાંખ્ય | આત્મા કર્મોનો ભોક્તા | છે. બીજાં દર્શનો નથી અને બૌદ્ધ છે અમુક અમુક મોક્ષ નથી વેદાન્ત | મોક્ષ છે સ્થાન એકાન્તયાજ્ઞિક = વાદપૂર્વક મીમાંસક સ્વીકારે છે. તેથી ૬ મોક્ષના ઉપાયો નથી |મંડલી | મોક્ષના ઉપાયો છે | મિથ્યાત્વી છે. જો આત્મા જેવું જ્ઞાનાદિ શુદ્ધગુણોવાળું મૂળભૂત દ્રવ્ય છે. આમ માનીએ તો જ સંસારમાં રખડાવનાર કર્મતત્ત્વ અને તેમાંથી મુક્ત કરાવનાર ધર્મતત્ત્વ ઘટે. તથા પુણ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કાણ્ડ-૩ – ગાથા-૫૪-૫૫ સન્મતિપ્રકરણ પાપનો યોગ અને તજ્જન્ય સુખદુઃખ પણ ઘટે. તથા સંસારમાં દેખાતી ચિત્ર વિચિત્રતા પણ સંભવે. તેથી આત્મા જેવું સૂક્ષ્મ, અર્દશ્ય, અરૂપી અસંખ્યપ્રદેશી, લોકાકાશપ્રમાણ, શરીરપ્રમાણોની અવગાહના વાળું, સ્વાભાવિકપણે અનંતગુણોનું સ્વામી, પરદ્રવ્યના યોગે વૈભાવિકપણે પરિણામ પામનારૂં પરિણામી એવું સ્વતંત્ર દ્રવ્ય છે આમ માનવું તે સાચુ સ્વરૂપ હોવાથી સમ્યક્ત્વનું પ્રથમ સ્થાન છે. આત્મા સ્વીકાર્યા પછી તે આત્મા દ્રવ્યરૂપે અનાદિકાળથી છે અને દ્રવ્યરૂપે અનંતકાળ રહેશે. પ્રત્યેકસમયે કર્મ આદિ અન્ય દ્રવ્યોના યોગે આ આત્મા પરિવર્તનશીલ પરિણામી હોવા છતાં પણ મૂલભૂત દ્રવ્યપણે ધ્રુવ છે. નિત્ય છે. આમ સ્વાવ નિત્ય છે. આમ માનવું તે સમ્યક્ત્વનું બીજું સ્થાન છે. આમ માનવાથી ઈશ્વરે આ જગત બનાવ્યું નથી. પણ જીવ પોતે જ પોતાના શુભાશુભ કર્મોનો કર્તા છે. અને કર્મોના ઉદયથી તે તે પર્યાયોને પામનાર છે. આ વાત સિદ્ધ થાય છે. આ જીવ જ શુભાશુભ અધ્યવસાય પ્રમાણે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શુભાશુભ કર્મસ્વરૂપે બાંધનાર છે. અર્થાત્ કર્મોનો કર્તા છે. આમ સિદ્ધ થાય છે, આ જીવ જ પોતાની સુખી-દુઃખી એવી ભાવિની અવસ્થા સરજનાર છે. પણ ઈશ્વર સુખદુઃખ આપે છે. એમ નથી. તેમજ અન્ય પણ કોઈ કર્તા નથી. જીવ જ કર્મોનો કર્તા છે. જીવમાં જ શુભાશુભ પરિણામ આવતા હોવાથી તેવા તેવા પરિણામના આધારે આ જીવ જ કર્મ બાંધે છે. આમ સ્વાત્ ાં માનવો આ સમ્યક્ત્વનું ત્રીજું સ્થાન છે. = જે ચોરી કરે છે તે જ કારાવાસના ફળને પામે છે. જે ખૂન કરે છે તે જ ખુની તરીકે ગુન્હેગાર થઈને દંડ પામે છે. તેમ પ્રત્યક્ષ દેખાય છે. માટે જે જીવ કર્મોનો કર્તા છે તે જ જીવ કર્મોનો ભોક્તા છે. કર્તા-ભોક્તા એક દ્રવ્ય જ હોઈ શકે છે. પ્રકૃતિતત્ત્વ કર્મો કરે અને આત્મતત્ત્વ કર્મ ભોગવે છે. આવું નથી. તથા આત્મા કર્મો કરે અને પ્રકૃતિતત્ત્વ કર્મ ભોગવે આ વાત પણ બરાબર નથી. તથા આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે અને પ્રકૃતિ જ સંસારનું બધું નાટક ચલાવે છે. આમ પણ નથી. આત્મા મૂળભૂત સ્ફટિક જેવો નિર્મળ હોવા છતાં પણ પૂર્વ બદ્ધ મોહોદયથી વિકારી પણ છે વૈભાવિક પરિણામવાળો પણ છે અને તે પ્રમાણે નવા-નવા કર્મોનો કર્તા અને ભોક્તા પણ છે આ પ્રમાણે સ્વાર્ મોત્તા માનવો આ સમ્યક્ત્વનું ચોથું સ્થાન છે. હવે જો આ જીવ કર્મો કરી શકે છે તો તે જ જીવ કર્મો તોડી પણ શકે છે. જે જીવમાં જ્ઞાનાદિ ગુણોનો ઉઘાડ તરતમ ભાવે હાલ દેખાય છે. તો ક્યાંઈક તેનો અંત પણ હોઈ જ શકે છે. અર્થાત્ સર્વથા ઉઘાડ પણ થાય જ છે. જે જે ગુણો હીનાધિકપણે પ્રગટ થતા હોય છે. તેનો અંત પણ ક્યાંઈક હોય જ છે. તેથી આત્મા સર્વજ્ઞ-સર્વદર્શી થઈ શકે છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-પ૬-૫૭ ૩૬૧ નિર્વાણ એટલે મોક્ષ પણ છે જ. મોક્ષમાં આ જીવ અશરીરી, સ્વભાવસુખમગ્ન, વિભાવિકપરિણતિથી સર્વથા રહિત, કર્મોનો અકર્તા-અભોક્તા-જન્મ મરણરહિતપણે વર્તે છે ઉર્ધ્વગતિ જવાનો જીવનો સહજ સ્વભાવ હોવાથી લોકના અંતે જઈને રહે છે. અલોકમાં ધર્માસ્તિકાયાદિની સહાયતા ન હોવાથી અલોકમાં જતો નથી. આમ દ્િ મોક્ષ માનવો તે સમ્યત્વનું આ પાંચમું સ્થાન છે. જો નિર્વાણ (મોક્ષ) જગતમાં છે. તો તેના ઉપાયો પણ અવશ્ય છે. જ્ઞાન-દર્શનચારિત્ર કે જેને શાસ્ત્રોમાં રત્નત્રયી કહેવાય છે. તેની સમ્યગ્દકારે આરાધના અને સાધના કરવાથી અને આત્માના તે મૂલભૂત વાસ્તવિક ગુણો હોવાથી તે ગુણોની સાધના કર્મોનો ક્ષય કરાવી શકે છે. કર્મ અને ધર્મ આ બન્ને તત્ત્વો સામસામી દિશાવાળાં છે. ધર્મની વૃદ્ધિ થતાં જ કર્મોનો નાશ થાય છે. માટે રત્નત્રયીની સાધના રૂપ ધર્મ જ નિર્વાણનો ઉપાય છે. આમ થાત્ મોક્ષોપાય: માનવું આ સમ્યકત્વનું છઠું સ્થાન છે. આ પ્રમાણે “માત્મા નાસ્તિ' ઇત્યાદિ ૬ સ્થાનો તથા “માત્મા તિ' ઇત્યાદિ છ સ્થાનો આમ બન્ને પ્રકારનાં છ છ સ્થાનો જો એકાન્તવાદથી સ્વીકારાય તો તે સ્થાનો મિથ્યાત્વનાં છે અને “હાત્મા મસ્તિ” ઇત્યાદિ સાપેક્ષતાપૂર્વકનાં જે ૬ સ્થાનો છે. તે સમ્યકત્વનાં છે. તે પ૪-૫૫ | કોઈ પણ વ્યક્તિની સાથે ધર્મચર્ચા કરીએ અથવા ધર્મસંબંધી સામાન્ય વાદ કરીએ અથવા રાજયસભામાં વાદમાં ઉતરીએ પણ જો અને કાનદષ્ટિ ન રાખીએ અને એકાન્તદૃષ્ટિવાળા બનીએ તો નિયમા હાર જ ખાઈએ; કદાપિ વિજય ન થાય પણ પરાભવ જ થાય, તે બાબત સમજાવીને અનેકાન્તદૃષ્ટિ જ સાચી છે. યથાર્થ છે અને વિજય અપાવનાર છે. એ સમજાવે છે - साहम्मउ व्व अत्थं, साहेज्ज परो विहम्मओ वा वि । अण्णोण्णं पडिकुट्ठा, दोण्णवि एए असव्वाया ॥ ५६ ॥ दव्वट्ठियवत्तव्वं, सामण्णं पज्जवस्स य विसेसो । एए समोवणीआ, विभज्जवायं विसेसंति ॥ ५७ ॥ साधर्म्यत इवार्थं साधयेत्परो वैधर्म्यतो वाऽपि । अन्योन्यं प्रतिकुष्टौ, द्वावपि एतावसद्वादौ ।। ५६ ॥ द्रव्यार्थिकवक्तव्यं, सामान्यं पर्यायस्य च विशेषः । एतौ समुपनीतौ विभज्यवादं विशेषयतः ॥ ५७ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કાર્ડ-૩ – ગાથા-૫૬-૫૭ સન્મતિપ્રકરણ ગાથાર્થ - પર એવો કોઈ પણ એકાન્ત વાદી અર્થની (પદાર્થની-સાધ્યની) સિદ્ધિ જાણે સાધર્મથી કરે કે જાણે વૈધર્મ્સથી કરે કે ભલે ઉભયથી કરે, તો પણ પરસ્પર મલ્લની જેમ લઢતા આ બધા વાદો અસહ્વાદ અર્થાત્ મિથ્યાવાદ ઠરે છે. તે પ૬ // સામાન્ય” એ દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. અને “વિશેષ” આ પર્યાયાર્થિકનયનું વક્તવ્ય છે. પરંતુ સમાન બલવાન પણે (એટલે કે નિરપેક્ષપણે) રજુ કરાયેલા આ બન્ને નયો વિભજનવાદને (એટલે કે અનેકાન્તવાદન) ઓળંગી જાય છે અથવા આ બન્ને નય સમ્યક્ટ્રકારે (ાત્ પદ યુક્તપણે) રજુ કરાયા છતાં વિભાજનવાદને (એકાન્તવાદને) દૂર કરે છે. પછી વિવેચન - સંસારમાં રહેલાં છએ દ્રવ્યો પરિણામી નિત્ય છે. એટલે નિત્યાનિત્ય છે. સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. ઉત્પાદવ્યય અને ઘવ્યધર્મવાળા છે. કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે ત્યાં શરીરધારી જીવ અને પુગલ આમ એ બે દ્રવ્ય જ ચક્ષુર્ગોચર છે. શેષ દ્રવ્યો ચક્ષુથી અગોચર છે. આવું જગતનું સ્વરૂપ સ્વયં સહજ છે જ, અને તે પારિણામિકભાવવાળું છે. કોઈ કોઈ વાદીઓ (દર્શનકારો)ની દૃષ્ટિ પદાર્થના ઉભયાત્મક સ્વરૂપમાંથી ચલિત થઈને કોઈ પણ એકબાજુના સ્વરૂપ તરફ વધારે પડતી ઢળી ગયેલી બની જાય છે. તેથી તે બીજી બાજુના સ્વરૂપની સંપૂર્ણપણે અવગણના કરીને પોતાની ઢળેલી દૃષ્ટિ વાળા એકસ્વરૂપને જ એકાન્ત સ્વીકારી લે છે. અને તેના એકાન્ત આગ્રહને લીધે તેની સામેના સ્વરૂપના એકાન્ત આગ્રહી એવા પ્રતિવાદીની સાથે લડાઈમાં ઉતરી પડે છે. અને તેથી પરસ્પર વાદવિવાદ જામે છે. જેમ કોઈ એક માણસ પોતાના કોઈ મિત્રનો અત્યન્ત પક્ષપાતી બની જાય છે. તેનો જ રાગ કરે છે. ત્યારે લેવા-દેવા વિના તેના વિરોધી સાથે તે લડી પડે છે તેમ અહીં સમજવું. આવો વાદવિવાદ જ્યારે વધારે પડતો જામે છે ત્યારે રાજાની ન્યાયસંપન્નતાના કારણે તેની નિશ્રામાં પણ આ વાદ ચાલે છે. અને હાર-જીત મેળવાય છે. આવા પ્રકારની વાદ ભૂમિમાં ઉતરનાર કોઈ પણ વાદી અનેકાન્તદૃષ્ટિ રાખ્યા વિના પોતાના માનેલા વિષયનો એકાન્તઆગ્રહ રાખવા પૂર્વક જો વાદમાં પ્રવર્તે તો તે અવશ્ય હાર જ પામે છે. અસદ્ગાદી પણે જ પંકાય છે અને તટસ્થ એવા સજ્જનપુરૂષોની દૃષ્ટિમાંથી ઉતરી જાય છે. તથા નિંદાપાત્ર પણ બને છે. તે વાત આ ગાથાઓમાં સમજાવે છે - ન્યાયશાસ્ત્રમાં સાધ્ય સાધવા માટે રજુ કરાતો હેતુ બે પ્રકારની વ્યાતિ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે. ૧ એક અવયવ્યાપ્તિ અને ૨ બીજી વ્યતિરેક વ્યાપ્તિ. ત્યાં અવયવ્યાપ્તિ સાધર્મ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે અને વ્યતિરેક વ્યાપ્તિ વૈધર્મ દ્વારા સાધ્યસિદ્ધિ કરે છે આ વાત ન્યાયશાસ્ત્રને જાણનારા આવા ગ્રંથોના અભ્યાસી જીવો સારી રીતે જાણતા જ હોય છે. છતાં આ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણથી સમજીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૬-૫૭ ૩૬૩ पर्वतो वह्निमान्, धूमात्, महानसवत्, यत्र यत्रः धूमः, तत्र तत्र वह्निः, यथा महानसम् इत्यन्वयव्याप्तिः । यत्र यत्र वक़्यभावः, तत्र तत्र धूमाभावः । यथा जलहूदः । इति व्यतिरेक વ્યાતિ: આ એક પ્રસિદ્ધ અનુમાન છે. પર્વત નામના પક્ષમાં “વહ્નિ' નામનું સાધ્ય સધાય છે મહાનસનું ઉદાહરણ સાધર્મ્યુદર્શક છે અને જલદનું ઉદાહરણ વૈધર્ખદર્શક છે. સામાન્યથી કોઈ પણ વાદી પર્વતમાં ધૂમ દેખીને જ્યાં ધૂમ હોય છે ત્યાં વહ્નિ અવશ્ય હોય જ છે. એવા સાધર્મ્સથી પર્વતમાં વહ્નિ છે જ. એમ સિદ્ધ કરે છે. પણ જો હૃદયમાં અનેકાન્તદૃષ્ટિ રાખીને વતિ સિદ્ધ કરે તો તો કોઈ દોષ આવતો નથી. કારણ કે પર્વતમાં વતિ છે ખરો પણ ત્યાં પર્વતીય જ વહ્નિ હોવાથી કથંચિત્ જ વતિ છે. કારણ કે પર્વતીય વહ્નિ જ છે. ઈતરવહ્નિ નથી. સંયોગસંબંધથી જ છે. ઈતરસંબંધથી ત્યાં વહ્નિ નથી. એક ખીણમાં જ (એક ભાગમાં જ) વહ્નિ છે. આખા પર્વત ઉપર સર્વત્ર વહ્નિ નથી. તેથી અનેકાન્ત દૃષ્ટિ રાખ્યા વિના જો એકાન્તદષ્ટિ રાખીને સાધ્ય એવા વહ્નિ નામના અર્થને સાધે તો તે વાદી રાજસભામાં અથવા મિત્રો સાથેની ધર્મચર્ચામાં અવશ્ય હાર જ ખાય છે. કારણ કે પર્વત ઉપર ધૂમ હોવા છતાં પણ માત્ર સંયોગ સંબંધથી જ ત્યાં વતિ છે. પણ સમવાયસંબંધથી ત્યાં વતિ નથી. કારણ કે સમવાયસંબંધથી તો વહ્નિ કાષ્ટ અને ઈન્ધનમાં જ હોય છે. ઉપાદાન કારણમાં જ હોય છે. એટલે પર્વતમાં ધૂમ હોવા છતાં સમવાય સંબંધથી વહ્નિ નથી. એટલે કથંચિત્ જ વહ્નિ છે. (આ દોષ દૂર કરવા માટે એકાનદષ્ટિવાળા નૈયાયિકોને “સાધ્યતા વચ્ચે સમ્બન્ધાdછન્ન” પદ ઉમેરવું પડે છે.) તથા તે જ પર્વત ઉપર ધૂમ હોવા છતાં તેના સાધચ્ચેથી ત્યાં માત્ર પર્વતીય જ વતિ છે. મહાનસીયાદિ ઈતરવતિ નથી. એટલે ધૂમ હોવા છતાં ઈતરવહ્નિનો તો અભાવ જ છે. એમ સિદ્ધ થાય છે. તેથી મહાનસીય વતિ આદિ ઈતર સકલ વહ્નિ ત્યાં છે એમ સિદ્ધ થતું નથી. (આ દોષ દૂર કરવા તૈયાયિકોને આધ્યતિવિષેથર્નાવચ્છિન્ન પદ ઉમેરવું પડે છે.) તથા પર્વત ઉપર ધૂમ ઉડી ઉડીને અનેક શિખરો ઉપર દેખાય છે. જ્યારે વહિં સર્વત્ર હોતી નથી. માત્ર ખીણવાળા ભાગમાં જ હોય છે. તેથી પણ “જ્યાં ધૂમ ત્યાં વહ્નિ” આ સાધર્મ સિદ્ધ થતું નથી. (આ દોષ ટાળવા નૈયાયિકોને વૈધરાવચ્છિન્ન પદ ઉમેરવું પડે છે) તથા ધૂમના જે કણો (ધૂમના જે અવયવો) છે તે અવયવોમાં વહ્નિ નથી પણ સમવાયસંબંધથી અવયવી એવો ધૂમ તો છે. ત્યાં પણ ધૂમ હોવા છતાં વહ્નિ નથી માટે સાધર્મે સિદ્ધ થતું નથી (આ દોષ નિવારવા નૈયાયિકોને “તુતાવછે સમ્બન્યાવચ્છિન્ન” આ પદ ઉમેરવું પડે છે.) “ધૂમ હોય ત્યાં વહ્નિ છે જ” આવા પ્રકારની એકાન્તદૃષ્ટિ રાખીને ધૂમહેતુ દ્વારા સાધર્યુવડે વહિની સિદ્ધિ કરવા જતાં આવા અનેકદોષો આવે છે અને છેવટે તે તે દોષોના નિવારણ માટે નવાં નવાં અનેકપદો ઉમેરીને ઘણાં પુંછડાંવાળું લાંબું લાંબુ હેતુવાચી પદ બનાવવું પડે છે અને છતાં દોષ તો રહે જ છે. તે માટે આવી એકાદૃષ્ટિનો ત્યાગ કરી જો અનેકાન્તદષ્ટિ રાખવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કાષ્ઠ-૩ – ગાથા-૫૬-૫૭ સન્મતિપ્રકરણ આવે અને “ચ” શબ્દ જો લગાડવામાં આવે કે ધૂમ અને વહ્નિનું સાધર્યુ છે. પરંતુ તે સ્થ અર્થાત્ કથંચિત્ સાધર્મ છે. સર્વથા સાધણ્યું નથી. તો ઉપરોક્ત એક પણ દોષ આવતા નથી. માટે અનેકાન્તદષ્ટિ જ ઉપકાર કરનારી છે. એવી જ રીતે વૈધર્મમાં પણ એકાન્તદૃષ્ટિ રાખવાથી દોષ આવે છે. “જ્યાં જ્યાં વહ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમ પણ ન જ હોય” આવા પ્રકારના વૈધર્યનો જો એકાન્તઆગ્રહ રાખવામાં આવે તો આકાશમાં વહ્નિ હોતો નથી છતાં પણ ઉડીને ગયેલો ધૂમ હોય છે. અને તપેલા લોઢાના ગોળામાં (તતાયોગોલકમાં) અગ્નિ છે પણ ધૂમ નથી આવા દોષો આવે જ છે. તેથી આવા એકાન્ત આગ્રહો રાખનારા વાદી બળવાન પ્રતિસ્પર્ધી પ્રતિવાદી વડે હાર ખાઈ જાય છે. તે વાદી ગમે તેટલો તર્કવાદી અને સમર્થ હોય, તો પણ અનેકાન્તવૃષ્ટિ વિના હાર જ પામે છે. તેને બદલે “ચત્'' પદનો પ્રયોગ કરનાર અનેકાન્તવાદીને આ દોષો આવતા નથી. તેથી સાધ્યની કલ્પના અને હેતુની કલ્પના કથંચિત્ સાધર્મ દ્વારા અને કથંચિ વૈધર્મ્સ દ્વારા જ થવી જોઈએ. એકાન્ત આગ્રહો ખોટા છે દોષ આપનારા છે. અને હાર આપનારા છે. (૫૬મી ગાથાના પૂર્વાર્ધમાં લખેલો વ શબ્દ સમુચ્ચય અર્થવાળો છે તેથી એકાન્તસાધર્મ્સ, એકાત્તવૈધર્ય, અથવા એકાન્ત ઉભયથી વાદી વાદ કરે તો પણ તે વાદી હાર પામે છે. આવો અર્થ કરવો. ટીકામાં કહ્યું છે કે મનુષ્ય વા, “વા''શબ્દસ્થ સમુથાર્થત્યાત) બન્ને બાજુના એકાન્ત આગ્રહો સામ સામા લડતા છતા છેવટે અસદ્ધાદ - મિથ્યાવાદ જ સિદ્ધ કરે છે. સાધર્મ એટલે સમાનતા, વૈધર્મે એટલે વિશેષતા. (અસમાનતા) કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થની સાથે સાધર્મ (સમાનતા) અવશ્ય ધરાવે છે. પણ તે અનેકાન્તદષ્ટિએ એટલે કે અમુક અપેક્ષાએ. જેમ કે “બધા મનુષ્યો સરખા છે સમાન છે” આવું વાક્ય જરૂર સાચું છે. પણ તે માનવધર્મની અપેક્ષાએ સાચું છે. બીજા ધર્મની અપેક્ષાએ નહીં. કારણ કે સર્વે માનવો માનવતાની દૃષ્ટિએ સમાન હોવા છતાં પણ સ્ત્રી-પુરૂષનપુંસકતાની અપેક્ષાએ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય-શૂદ્રની અપેક્ષાએ, આર્ય-અનાર્યત્વની અપેક્ષાએ વૈધર્યવાળા પણ જરૂર છે જ. તેથી એકાન્ત સાધર્મ્સ સંભવતું જ નથી. આ જ રીતે વૈધર્મે પણ કથંચિત્ એટલે અમુક અમુક ધર્મની અપેક્ષાએ જ ઘટે છે. સર્વથા વૈધર્મ પણ હોતું નથી જ. છેલ્લે છેલ્લે ચેતન અને અચેતન જેવા અત્યન્ત વૈધર્યુ પણે દેખાતા પદાર્થો પણ “દ્રવ્યત્વ”ની અપેક્ષાએ સાધમ્ય ધરાવે છે માટે જો કોઈ વાદી એકાન્ત સાધર્મ (સામાન્ય) જ છે આમ વાત કહે (જેમ કે વેદાન્તાદિ દર્શનોનો અદ્વૈતવાદ) તો તે, તથા કોઈ વાદી એકાન્ત વૈધર્મે જ છે આમ કહે (જેમ કે બૌદ્ધદર્શન,) તથા કોઈ એકાન્ત સાધર્મ અને વૈધર્મ એમ ઉભયથી કહે (જેમ ન્યાય વૈશેષિકાદિ) તે બધા વાદો એકાન્ત હોવાથી મિથ્યા ઠરે છે અને આવા વાદી વાદસભામાં હારને પાત્ર બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૫૬-૫૭ ૩૬૫ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ હંમેશાં સામાન્યને ભારપૂર્વક વર્ણવે છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિ હંમેશાં વિશેષને ભારપૂર્વક વર્ણવે છે આ બન્ને નયોના એકાન્તવાદીઓ જ્યારે સામસામાં આવે છે અને સમાનબલપણે પોતપોતાના નયોની રજુઆત કરે છે (એકે નયને તે વાદીપ્રતિવાદીઓ ગૌણ-મુખ્ય ભાવે રજુ કરતા નથી.) પણ નિરપેક્ષપણે બન્ને નયો સામસામા આવે છે. ત્યારે લડવાડ-પરસ્પર કલેશ અને ઝઘડા સિવાય બીજું કશું જ હોતું નથી. તેથી નિરપેક્ષપણે રજુ કરાયેલા આ બન્ને નયો વિભજન વાદનું = અનેકાન્તવાદનું વધારે વધારે ઉલ્લંઘન કરે છે. (હાર્દિક અંતર અર્થાત્ એકાન્ત આગ્રહ વાળું કથન) વધતું જ જાય છે આ પ્રમાણે એક બીજાનો જે વાદ છે તે માંહોમાંહે લડીને અસહ્વાદ કરે છે. તેથી એકાન્તાગ્રહ વાળી દૃષ્ટિ સદા પરાભવકારી છે. મિથ્યા છે. અને અનેકાન્તવાદવાળી દ્રષ્ટિ જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી ઉપકાર કરનારી છે. આત્મકલ્યાણ કરનારી છે. તેવી તે દૃષ્ટિ જે વિજયવંત છે. ટીકાનો પાઠ - દ્રવ્યાતિય વચ્ચે = વીધ્યમ, વિશેષનિરપેક્ષત્ સામાન્ય માત્રામ, पर्यायास्तिकस्य पुनः अनुस्यूताकारविविक्तो विशेष एव वाच्यः । एतौ च सामान्यविशेषौ अन्योन्यनिरपेक्षौ एकैकरूपतया परस्परप्राधान्येन वा एकत्र उपनीतौ = प्रदर्शितौ विभज्यवादम् = अनेकान्तवादं सत्यवादस्वरूपमतिशयाते - असत्यरूपतया ततः तौ अतिशयं लभेते इति થાવત્ | ટીકામાં “સમોવલીયા અને વિમઝવર્થ આ બન્ને પદોના જુદા જુદા બે બે અર્થો કર્યા છે. પ્રથમ અર્થ એવો કર્યો છે કે સમાનબલવાળાપણે રજુ કરાયેલા એટલે પરસ્પર એકાન્ત નિરપેક્ષપણે રજુ કરાયેલા આ બન્ને નયો વિભજ્યવાદનુએટલે કે વ્યવસ્થિપણે વિભાગ કરીને વસ્તુ સ્વરૂપને કહેનારા એવા અનેકાન્તવાદનું ઉલ્લંઘન કરે છે. સત્યસ્વરૂપે રહેલા એવા અનેકાન્તવાદનું અસત્યસ્વરૂપે બનેલા આ બન્ને નયો ઉલ્લંઘન કરે છે. બીજો અર્થ એવો કર્યો છે કે “સમોવીયા'' સમ્યક્ઝકારે અર્થાત્ “સ્યાસ્પદપૂર્વક” પરસ્પર સાપેક્ષતા પૂર્વક રજુ કરાયેલા આ બન્ને નયો વિભજ્યવાદને એટલે એકાન્તવાદને (પોતપોતાના વિષયની એકાન્ત વિભાગ કરીને જ કહેનારા એવા એકાન્તવાદને) દૂર કરે છે. અનેકાન્તવાદ સમજાવવા દ્વારા એકાન્તવાદનું ખંડન કરે છે. ટીકાનો પાઠ આ પ્રમાણે છે - મત મુવ થાપર્ધન પતી = સાચવશેષો समुपनीतौ परस्परव्यपेक्षतया "स्यात्" पदप्रयोगतो धर्मिणि अवस्थापितौ विभज्यवादम् = ન્તિવાહિં વિશેષતિઃ = નિરરુતિઃ | પ૬-૧૭ | Jain Educationa International For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૩ – ગાથા-૫૮-૫૯ સન્મતિપ્રકરણ કોઈ પણ વાદીએ વાદકથામાં કેવું કથન કરવું જોઈએ કે જેથી તે હાર ન ખાય તે જણાવે છે. हेउविसओवणीअं, जह वयणिज्जं परो णियत्तेइ । जइ तं तहा पुरिल्लो, दाइंतो केण जिव्वंतो ॥ ५८ ॥ एगंताऽसब्भूयं, सब्भूयमणिच्छियं च वयमाणो । लोइयपरिच्छियाणं, वयणिज्जपहे पडइ वादी ।। ५९ ॥ हेतविषयोपनीतं, यथा वचनीयं परो निवर्तयति । यदि तत्तथा पूर्वमेव दापयमानः केन जीयमानः ॥ ५८ ॥ एकान्तासद्भूतं सद्भूतमनिश्चितञ्च वदन् । लौकिकपरीक्षितयोः, वचनीयपथे पतति वादी ॥ ५९ ॥ ગાથાર્થ – કોઈ પણ એકવાદી દ્વારા એકનયની જ દૃષ્ટિ રાખીને તેના આગ્રહપૂર્વક હેતુ અને તે હેતુના વિષયભૂત (સાધ્ય)ને રજુ કરાય છે અને તે રજુ કરાયેલા કથનને પરવાદી (બીજોવાદી) બીજા નયનો આશ્રય લઈને જે રીતે તે અનુમાનને તોડી પાડે છે તે રીતે તે બરાબર જ છે. પરંતુ જો તે કથન, પ્રથમવાદી વડે (તે બીજાનયની અપેક્ષા રાખીને જ) પહેલેથી જ તે રીતે રજુ કરાયું હોત તો તે પ્રથમવાદી કોના વડે જિતાત ? અર્થાત્ કોઈના વડે પણ ન જિતાત, તેથી એકાત્તે અસદ્ભૂત (મિથ્યા) વાદને કહેનારો, અને સદ્ભત (સત્ય) વાદને પણ અનિશ્ચિતપણે કહેનારો વાદી ગમે તેટલો હોંશિયાર હોય તો પણ તે વાદી લૌકિક અને પરીક્ષક પુરૂષોની દૃષ્ટિમાં નિંદનીયપણાને પામે છે. / ૫૮-૫૯ || | વિવેચન - વાદભૂમિમાં ઉતરેલો અથવા ધર્મચર્ચામાં જોડાયેલી કોઈ પણ વાદી પોતાની જે બાજુ એકાન્તદૃષ્ટિ ઢળેલી છે. તે બાજુનો જ પક્ષ લઈને તે બાજુના એકાન્ત આગ્રહપૂર્વક હેતુને અને હેતુથી સિદ્ધ કરવા ધારેલા પોતાના વિષયભૂત સાધ્યને (એકાન્તાગ્રહવાળા હેતુ અને એકાન્તાગ્રહ યુક્ત સાર્થવાળા પૂર્વપક્ષને) જ હંમેશાં તે રજુ કરે છે. એકાન્ત આગ્રહી હોવાથી તે વાદી બીજી બાજુની વસ્તુસ્થિતિ જોતો જ નથી તેથી તે પ્રતિવાદી વડે હાર ખાય છે. જેમ કે એકલા પર્યાયાર્થિકનય તરફ જ જેની દૃષ્ટિ ઢળેલી છે તેવો બૌદ્ધદર્શનાનુયાયી વાદી “સર્વ ક્ષ , સર્વત્' સર્વ વસ્તુઓ ક્ષણિકમાત્ર છે સત્ હોવાથી આવા પ્રકારની એકાન્તવાદ વાળી હેતુની અને તેના સાધ્યભૂત ક્ષણિકતાની જે રજુઆત કરે છે તે વાદી આવા પ્રકારની એકાત્ત એક દૃષ્ટિનો આગ્રહી બન્યો હોવાથી તેના Jain Educationa International For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ સન્મતિપ્રકરણ કાઠ-૩ – ગાથા-૫૮-૫૯ પ્રતિસ્પર્ધી એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ વાદીઓ વડે દ્રવ્યાશ્રયી ધ્રુવતા સિદ્ધ કરાતાં તે હાર ખાઈ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધી એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ પ્રતિવાદીઓ વડે ધ્રુવતાને જણાવીને જે રીતે બૌદ્ધદર્શનને માન્ય એકાન્ત ક્ષણિકતાનું ખંડન કરાયું છે તે વાતને બૌદ્ધદર્શનવાળાએ જો પ્રથમથી જ ધ્યાનમાં લઈને દ્રવ્યાશ્રયી ધ્રુવતાની સાપેક્ષતા રાખીને માત્ર પર્યાયાશ્રયી જ ક્ષણિકતા જણાવી હોત તો તે બૌદ્ધદર્શનવાળો પ્રથમવાદી શું કોઈના પણ વડે જીતાત? અર્થાત્ કોઈના વડે પણ ન જ જીતાત? બૌદ્ધદર્શનવાળાની હાર થાત નહીં. કારણ કે વસ્તુસ્થિતિ જ દ્રવ્ય-પર્યાય મય એટલે ઉત્પાદ-વ્યય અને ધૃવાત્મક છે. દ્રવ્યદૃષ્ટિએ વસ્તુમાં ધ્રુવતા છે અને પર્યાયષ્ટિએ વસ્તુમાં ક્ષણિકતા (ઉત્પાદ-વ્યયતા) છે. જે વસ્તુ જેમ છે તેમ કહેનારો વાદી સત્યવાદી-યથાર્થવાદી હોવાથી કોઈનાથી પણ જીતી શકાતો નથી. એવી જ રીતે કેવલ એકલા દ્રવ્યાર્થિકનયના આગ્રહયુક્ત દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ વાદીઓ “નશાભાવિ, નિત્યમેવ, મનહિ-મનન્તત્વી' આ પ્રમાણે કેવળ એકલી ધ્રુવતાને જ સિદ્ધ કરવા હેતુ તથા સાધ્ય રજુ કરે છે. તેથી તે વાદીઓ, પરવાદીઓ દ્વારા અવશ્ય પરાભવ પમાડાય છે કારણ કે પ્રત્યેક વસ્તુ દ્રવ્યાર્થિકનય આશ્રયી ભલે નિત્ય હો, તો પણ પર્યાય આશ્રયી અનિત્ય પણ છે. તે તે વાદીઓએ બે બાજુની દ્રષ્ટિ નથી રાખી. એટલે હાર થાય છે. પરંતુ જો આ સાંખ્ય અને વૈશેષિકાદિ વાદીઓએ પ્રથમથી જ પ્રતિવાદીવડે રજુ કરાતી પર્યાયાર્થિકનયાશ્રયી રહેલી ક્ષણિકતાને લક્ષ્યમાં રાખીને “-િનિત્યતા, વાર્થવિદ્ નિત્યતા'' રજુ કરી હોત અને ગૌણપણે ક્ષણિકતાની પણ અપેક્ષા દયમાં અને કથનમાં રાખી હોત તો તે સાંખ્ય અને વૈશેષિકાદિ વાદી શું કોઈ પણ વાદીઓ વડે જીતાત ? અર્થાત્ કોઈ પણ વાદી વડે ન જીતાત. કારણ કે વસ્તુનું સ્વરૂપ જ તેવું છે. એટલે કે ઉભયાત્મક છે અને વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ કહેનારો વાદી કદાપિ કોઈના પણ વડે હાર પામતો નથી. ઉપરની ચર્ચાથી એ ફલિત થાય છે કે કોઈ પણ વાદીની દૃષ્ટિ ગમે તેટલી વસ્તુના એકબાજુના સ્વરૂપને ગ્રહણ કરવા તરફ ઢળેલી હોય તો પણ તેણે વસ્તુના બીજી બાજુના સ્વરૂપને સમજાવનારી દૃષ્ટિ (અપેક્ષા) ગૌણપણે સ્વીકારીને જ તથા તેનો અપલાપ (અવગણના) કર્યા વિના જ સાપેક્ષભાવે જ સ્વમાન્ય વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવું જોઈએ. અન્યથા તે હાર જ પામે. કોઈ પણ પદાર્થનું સ્વરૂપ નિત્યાનિત્ય, સામાન્યવિશેષ, સદસત્, ભિન્નભિન્ન એમ ઉભયાત્મક જ છે. અને તે પરિણામિકભાવે સહજ છે. કોઈ કર્તાવડે કરાયેલું નથી કે ઈશ્વરાદિ દ્વારા પ્રેરિત નથી. વસ્તુસ્થિતિ સહજભાવે જ તેવી છે તેથી તે ઉભયાત્મક સ્વરૂપમાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કાણ્ડ-૩ - ગાથા-૫૮-૫૯ સન્મતિપ્રકરણ કોઈ પણ એકસ્વરૂપનો અપલાપ કરીને બીજી બાજુના સ્વરૂપને એકાન્તપણે સમજાવનારો વાદી ગમે તેટલો પાવરધા હોય અને હોંશિયાર હોય તો પણ અલ્પાંશગ્રાહી હોવાથી “અસદ્ભૂત” ને કહેનારો બની જાય છે. આ રીતે એકાન્તે અસદ્ભૂત (મિથ્યા) સ્વરૂપને કહેનારો વાદી, પ્રતિવાદી દ્વારા અવશ્ય હાર ખાય છે અને લૌકિક પુરૂષો (વ્યવહારજ્ઞ તટસ્થસભ્ય પુરૂષો)ની દૃષ્ટિમાંથી અને પરીક્ષક પુરૂષો (શાસ્ત્રજ્ઞ-ગીતાર્થ પુરૂષો)ની દૃષ્ટિમાંથી તે વાદી ઉતરી જાય છે તેઓની દૃષ્ટિએ આવા પ્રકારનો એક તરફની દૃષ્ટિવાળો પુરૂષ નિંદાનું પાત્ર બને છે કારણ કે વસ્તુનું સાચુ અને પરિપૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું તે સમજતો પણ નથી અને સમજાવતો પણનથી. પ્રશ્ન - જે વાદી બન્ને નયોથી ઉભયાત્મક એવું વસ્તુનુ સ્વરૂપ જેવું છે તેવું જ જાણે છે. સ્વીકારે છે. સમજી લે છે પરંતુ વાદોષ્ટિમાં સભાક્ષોભથી કે આકુલવ્યાકુલતાથી કે પોતાને સૂક્ષ્મ એવી સંદગ્ધિતા હોવાથી સંદગ્ધિભાવે જ વસ્તુસ્વરૂપ સિદ્ધ કરે જેમ કે બૌદ્ધ કદાચ એમ કહે કે સર્વ વસ્તુ છે તો ક્ષણિક પણ એકલી ક્ષણિકતા માનવામાં પૂર્વાપરાનુસંધાન ઘટતું નથી અને અનેક દોષો આવે છે. માટે નિત્યતા-ધ્રુવતા પણ કદાચ હશે. એમ ક્ષણિકતા તથા નિત્યતા બન્ને સ્વીકારે તો તે વાદીનો શું વિજય થાય ? ના, ન થાય, કારણ કે તે વાદીએ બન્ને સ્વરૂપ સ્વીકાર્યાં ખરાં. પણ સંદિગ્ધભાવે સ્વીકાર્યાં. નિશ્ચિતભાવે ન સ્વીકાર્યાં. તેથી સદ્ભૂત વસ્તુને (યથાર્થ વસ્તુને) ઉભયાત્મક ભાવે માનવા છતાં પણ જો સંદિગ્ધભાવે માનવામાં આવે તો હૈયુ પરિપૂર્ણ કબૂલાતવાળું ન હોવાથી તે વાદી પણ વાત-વાતમાં સંદિગ્ધ થઈ જવાથી લૌકિક અને શાસ્ત્રજ્ઞ પુરૂષોની દૃષ્ટિમાંથી ઉતરી જાય છે. માન ખોઈ બેસે છે. હારી જાય છે અને નિંદનીય પણાને પામે છે. ટીકાનો પાઠ - આસ્તાં તાવત્ ાનેન અસદ્ભૂતમ્ = અસત્યમ્, સદ્ભૂતપિ અનિશ્ચિતં वदन् वादी लौकिकानां परीक्षकाणां च वचनीयमार्गं पतति । ततः अनेकान्तात्मकाद् हेतोः तथाभूतमेव साध्यधर्मिणं साधयन् वादी सद्वादी स्यादिति, तथैव साध्याविनाभूतो हेतुर्धर्मिणि तेन प्रदर्शनीयः तत्प्रदर्शनेन च हेतोः सपक्ष-विपक्षयोः सदसत्त्वमवश्यं प्रदर्शनीयम् = इति यदुच्यते परैः तदपास्तं भवति, तावन्मात्रादेव साध्यप्रतिपत्तेः || આ કારણથી અસદ્ભૂત વસ્તુ માનવી (એકાન્તાગ્રહવાળી એકબાજુના જ સ્વરૂપવાળી વસ્તુ માનવી) કે સદ્ભૂતવસ્તુને પણ સંદિગ્ધપણે માનવી. (વસ્તુના ઉભયાત્મક યથાર્થ સ્વરૂપને પણ ડગમગ હૃદય-અસ્થિરપણે-સંદેહભાવયુક્ત માનવી) તે બન્ને ખોટું છે. નિંદાનું જ કારણ બને છે. તેનાથી હાર જ પ્રાપ્ત થાય છે. તેથી કેવળ એકલી “અનેકાન્તદૃષ્ટિની જ” જરૂર છે એમ નહીં પણ તેની સાથે સાથે “અસંદિગ્ધપણું” નિઃશંકપણું (નિશ્ચયાત્મક પણું) પણ તેટલું જ જરૂરી છે. અનેકાન્તદૃષ્ટિ અને નિઃશંકતા આ બન્ને ભાવો જો હૃદયમાં હોય તો જ વાદગોષ્ટિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૦ ૩૬૯ વાદી વસ્તુના યથાર્થ સ્વરૂપને સિંહગર્જનાપૂર્વક સિદ્ધ કરી શકે છે અને તે વાદી કોઈ પણ પ્રતિવાદીઓથી જીવાતો નથી. પણ તે સર્વ પ્રતિવાદીઓને જીતી લે છે. તેથી એકાન્ત અસભૂત વસ્તુને જે કહે છે તથા સદ્ભુત વસ્તુને પણ અસ્થિરહૃદયે જે કહે છે. તે બન્ને વાદીઓ વાદગોષ્ટીમાં હારી જાય છે. માટે બન્ને નય સાપેક્ષ અનેકાન્તવૃષ્ટિ પણ જરૂરી છે. અને તેના તરફનો નિઃશંકભાવ પણ અત્યન્ત જરૂરી છે. આ રીતે બન્ને નયોની સાપેક્ષતાયુક્ત દૃષ્ટિવાળા બનવું. . ૫૮-૫૯ // ઉપરોક્ત ચર્ચાને અનુસાર રાજયસભામાં વાદવિવાદકાલે, અથવા મિત્રો સાથે ધર્મચર્ચાના અવસરે અથવા પાટ ઉપરથી વ્યાખ્યાન આપવાના કાલે કેવી રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ ? તેની રીતભાતનું વર્ણન પણ ગ્રંથકારશ્રી કહે છે. दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।। ६० ॥ . . द्रव्यं क्षेत्रं कालं भावं पर्याय-देश-संयोगान् । भेदञ्च प्रतीत्य समा भावानां प्रज्ञापनापर्या ॥६० ॥ ગાથાર્થ - પદાર્થોની પ્રરૂપણા કરવાની પ્રજ્ઞા (બુદ્ધિ) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-પર્યાયદેશ-સંયોગ અને ભેદને આશ્રયીને જો પ્રવર્તે, તો જ તે સમા છે. સીધી છે કલ્યાણ કરનારી છે. ૬૦ ટીકાનો પાઠ - દ્રવ્ય-ક્ષેત્ર-વ-ભાવ-પર્યાય-તેજી-સંયો મે ત્યઠ્ઠી માવાનાશ્રિત્ય वस्तुनो भेदे सति समा-सर्ववस्तुविषयायाः प्रज्ञापनायाः स्याद्वादरूपायाः पर्या = पन्थाः मार्ग इति यावत् ॥ વિવેચન - જ્યારે જ્યારે તત્ત્વની પ્રરૂપણા કરવાનો અવસર આવે છે. ત્યારે ત્યારે સર્વત્ર એક સરખી રીતે સમાન પણે તત્ત્વોની પ્રરૂપણા કરાતી નથી. તત્ત્વનું સ્વરૂપ એક જ પ્રકારનું છે. સત્ય સદા એક જ હોય છે. આમ હોવા છતાં અવસરને ઉચિતપણે પરસ્પર સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે તથા તત્ત્વના સ્વરૂપની હાનિ કે અવહેલના જરા પણ ન થઈ જાય તે રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. તત્ત્વવાર્તા રજુ કરવાની રીત એક સરખી સમાન હોતી નથી. તેથી દ્રવ્ય-ક્ષેત્ર કાલાદિ ભાવોને જોઈને સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે પ્રરૂપક આત્માએ તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. - (૧) જેની સામે તત્ત્વની પ્રરૂપણા કરવી છે તે દ્રવ્યની પાત્રતા યોગ્યતા જોઈને જ પ્રરૂપણા કરવી હિતકારી છે. જેમકે ૫ થી ૧૫ વર્ષનાં બાળકોની સામે, ૧૫ થી ૨૫ વર્ષના Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કાષ્ઠ-૩ – ગાથા-૬૦ સન્મતિપ્રકરણ કુમારાવસ્થા વાળા સામે, ૨૫ થી ૫૦ વર્ષના યુવાન જીવો સામે અને ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના પ્રૌઢ અનુભવીઓ સામે નવતત્ત્વ અને છ દ્રવ્યોના સ્વરૂપની પ્રરૂપણા ભિન્ન ભિન્ન રીતે થાય છે. તથા તત્ત્વજિજ્ઞાસુ જીવોની સામે ગુરૂ-શિષ્યભાવે જાણે તત્ત્વ સમજાવતા હોઈએ તેવી રીતે પ્રરૂપણા થાય છે અને જિગીષભાવવાળા જીવોની સામે વાદિ-પ્રતિવાદીભાવે સાચું તત્ત્વ સિદ્ધ કરવાની નીતિ રીતિ મુજબ તત્ત્વપ્રરૂપણા થાય છે. પ્રરૂપણા કરતી વખતે આ દ્રવ્યભેદ જાણીને તેના ઉપયોગ રાખીને જ તત્ત્વ સમજાવવું જોઈએ. સામેનો જીવ શિષ્યભાવે જાણવા માગે છે કે વાદિ-પ્રતિવાદિભાવે જાણવા માગે છે. તે જોઈને બોલવું જોઈએ. તત્ત્વોની પ્રરૂપણા કરનારા એવા પ્રરૂપકે આ વાતનો પુરેપુરો ખ્યાલ રાખવો જોઈએ. (૨) ગુજરાતનું ક્ષેત્ર હોય તો ગુજરાતી ભાષામાં, મહારાષ્ટ્રનું ક્ષેત્ર હોય મરાઠી ભાષામાં, મારવાડનું ક્ષેત્ર હોય તો મારવાડી ભાષામાં તત્ત્વ પ્રરૂપણા કરવી જોઈએ એમ જુદા જુદા ક્ષેત્ર આશ્રયી સમજવું. વળી જે ક્ષેત્રમાં વધારે પડતા ક્રિયારૂચિ વાળા જીવો હોય ત્યાં જ્ઞાનની પ્રરૂપણા અને જ્યાં વધારે પડતા જ્ઞાનની રૂચિવાળા જીવો હોય ત્યાં ક્રિયાની પ્રરૂપણા કરવી જોઈએ. વળી જે તે ક્ષેત્રમાં રાજા પ્રધાનાદિની પ્રકૃતિ કેવી છે? તે જોઈને પ્રરૂપણા કરવી. (૩) અવસરને ઉચિત પ્રરૂપણા કરવી જોઈએ. ચાતુર્માસનો કાલ હોય ત્યારે ચાતુર્માસમાં કરવા યોગ્ય ધર્મ તત્ત્વની પ્રરૂપણા, પર્યુષણના કાલે પર્યુષણને યોગ્ય, જ્ઞાનપંચમીના કાલે જ્ઞાનને યોગ્ય, નવપદની ઓળીના કાલે નવપદની આરાધનાને યોગ્ય પ્રરૂપણા કરવી જોઈએ. વાદવિવાદકાલે વાદી-પ્રતિવાદીભાવે સમયોચિત વાદ-વિવાદના નિયમોને સાચવીને તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. (૪) શ્રોતાઓના પ્રસન્નભાવ હોય ત્યારે સૂક્ષ્મ તત્ત્વચર્ચા, શ્રોતાઓના અપ્રસન્નભાવ હોય ત્યારે ઉપરછલ્લી જ તત્ત્વચર્ચા, શ્રોતાઓના મધ્યસ્થ ભાવ હોય ત્યારે મધ્યસ્થ રીતે તત્ત્વચર્ચા કરવી જોઈએ. શ્રોતાઓના તત્ત્વ જાણવા માટેના જેવા જેવા ભાવો હોય તે જોઈને જ પ્રરૂપણા કરવી હિતાવહ છે. (૫) એક-બે-ત્રણ-ચાર-પાંચ વર્ષ આદિના ચારિત્ર પર્યાયવાળા મુનિઓની સામે આ ચારિત્રવાળા જીવો જેમ જેમ વધારે ઘડાયા હોય, વધારે વધારે અનુભવી બન્યા હોય તેમ તેમ સૂક્ષ્મ સૂક્ષ્મ તત્ત્વચર્ચા કરીએ તો જ ઉપકાર થાય છે. માટે શ્રોતાના ચારિત્રાદિ પર્યાયને તથા વયપર્યાય જ્ઞાનપર્યાય આદિને ધ્યાનમાં રાખીને તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. (૬) ગુજરાતનું જ ક્ષેત્ર ભલે હોય પણ સ્મશાનવાળી ભૂમિ (દેશ) હોય, ચૌટાવાળી ભૂમિ (દેશ) હોય, ગૃહસ્થના ઘરવાળી ભૂમિ હોય, અને ઉપાશ્રય-જ્ઞાનશાળા જેવી વ્યાખ્યાનભૂમિ હોય તો જુદી જુદી રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૦ (૭) સંયોગ-આજુ-બાજુની પરિસ્થિતિ, વિદ્વાનોનો સંયોગ મળ્યો હોય ત્યારે, મુમુક્ષુ જીવોનો સંયોગ મળ્યો હોય ત્યારે, તત્ત્વજિજ્ઞાસુ જીવોનો પરસ્પર સંયોગ મળ્યો હોય ત્યારે અને પરસ્પર જિગીષભાવવાળા જીવોનો સંયોગ મળ્યો હોય ત્યારે ભિન્ન ભિન્ન રીતે તત્ત્વપ્રરૂપણા થાય છે. | (૮) ભેદ એટલે પ્રકારો, પેટાવિભાગો, સ્કૂલબુદ્ધિવાળા શ્રોતાઓ સામે થોડા ભેદપ્રભેદ કરાય છે. અને સૂકમબુદ્ધિવાળા શ્રોતાઓની સામે ઘણા ભેદ-પ્રભેદ વાળી પણ તત્ત્વની પ્રરૂપણા કરાય છે. જેમ એક જ રોગ (તાવ) હોવા છતાં બાલ-કુમાર-યુવાન અને પ્રૌઢને જ ગોળી, ગોળી, ૧ ગોળી કે ૨ ગોળી અપાય છે તેમ ઉપરોક્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પર્યાય-દેશસંયોગ અને ભેદ આદિ ભાવો જોઈને જેવા પ્રકારની તત્ત્વપ્રરૂપણા કરવાથી સ્વ-પરનો ઉપકાર થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, ધર્મની પ્રશંસા થાય, સામેના જીવો પણ ધર્મ પામે તે રીતે અનુભવપ્રમાણે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. બાવીસ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો ઋજુ અને પ્રાશ હોવાથી ચાર મહાવ્રતવાળી ધર્મપ્રરૂપણા હોય છે અને પ્રથમ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો ઋજુ અને જડ હોવાથી તથા ચરમ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો વક્ર અને જડ હોવાથી પાંચ મહાવ્રતવાળી ધર્મદેશના હોય છે. તથા ઈચ્છાકાર આદિ સામાચારીની પણ ભિન્ન ભિન્ન પ્રરૂપણા હોય છે. આ ભિન્ન ભિન્ન પ્રરૂપણા તત્ત્વના ભેદથી નથી. પરંતુ દ્રવ્ય-ક્ષેત્રાદિના ભેદથી છે. તેમ વર્તમાન કાલે પ્રરૂપક જીવે પણ આ ધ્યાન રાખવું જોઈએ. સામાન્યના એકાન્તાગ્રહીની સામે વિશેષની વિશેષ પ્રરૂપણા હોય છે. અને વિશેષના એકાન્તાગ્રહની સામે સામાન્યની વિશેષ પ્રરૂપણા હોય છે. નિત્યના એકાન્તાગ્રહીની સામે અનિત્યની વિશેષ પ્રરૂપણા અને અનિત્યના એકાન્તાગ્રહીની સામે નિત્યની વિશેષ પ્રરૂપણા હોય છે. આમ સર્વત્ર સમજવું. “હમેવ ડમ્' કરાયું હોય તેને જ કરાયું કહેવાય એવા એકાન્ત આગ્રહી જમાલીને સમજાવવા માટે પરમાત્મા મહાવીર પ્રભુ કે જે બે નયની દષ્ટિવાળા અનેકાન્તવાદી હતા, છતાં પણ માને છે કરાતું હોય તેને પણ કર્યું કહેવાય એવી પ્રતિપક્ષી એકનયની પ્રધાનતાવાળી દેશના પરમાત્માએ કરી. આ રીતે દૃયમાં બન્ને નયોની અપેક્ષા તુલ્ય હોવા છતાં પણ લાભકારી થાય તેમ તત્ત્વપ્રરૂપણા કરવી. નિશ્ચયનયના એકાન્ત આગ્રહી જીવો નિશ્ચયનયની જ વારંવાર ભારપૂર્વક પ્રરૂપણા કરે છે. તપ-ક્રિયા-પૂજા આદિ અનુષ્ઠાનોને વારંવાર વખોડે છે. તેને પોષક “ઢi ના તા તયા” ઇત્યાદિ અનેક પાઠો સભા સમક્ષ ગાય છે. તેવી જ રીતે વ્યવહારનયના એકાન્તઆગ્રહી જીવો વ્યવહારનયની જ વારંવાર ભારપૂર્વક પ્રરૂપણા કરે છે અને જ્ઞાનને વખોડે છે. તથા તેને પોષક “નદ નું ચંતન મારવાદી” ઇત્યાદિ અનેક પાઠો સભા સમક્ષ વારંવાર ગાય છે. તે પોતાના એકાન્ત Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કાઠ-૩ – ગાથા-૬૧ સન્મતિપ્રકરણ પક્ષના જામેલા વિચારને જ વિસ્તારવાનો આશય છે સત્ય પ્રરૂપણા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુ જીવે બન્ને નયોને હૃદયમાં રાખીને ઉપકારક થાય તે રીતે સાપેક્ષ ભાવપૂર્વક એકનયની દેશના આપવી. II૬oો. જ્યાં જે નયને પ્રધાન કરવાથી અને બીજાનયને ગૌણ કરવાથી સ્વ-પરનો ઉપકાર થાય તેમ હોય ત્યાં તે રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. આ રીતે સ્વ-પરના ઉપકારભાવને ધ્યાનમાં રાખીને આગમ શાસ્ત્રોમાં કે પ્રકીર્ણકશાસ્ત્રોમાં કોઈ એક નયના એકાન્ત આગ્રહી જીવોના મિથ્યાત્વને દૂર કરવાના આશયથી તેના વિરોધી ભાવવાળા બીજા એક નયાશ્રિત સૂત્રપાઠો તથા તે તે નયની પ્રધાનતા અને ઈતરનયની ગૌણતાએ લખાયેલાં સૂત્રો જોઈને તેનો મર્મ અથવા આશય સમજ્યા વિના પોતાના એકાન્ત વિચારોને જ દોહરાવવા માટે તેવા તેવા પાઠ કંઠસ્થ કરીને તે એકજ નયનાં ગાણાં ગાવાં અને બીજા નયનો વારંવાર અપલાપ કરવો અથવા બીજા નયના અપલાપ માટે જ આ સૂત્રો આગળ ધરવાં અને તેના દ્વારા સૂત્રધર” નામ ધારણ કરી દુનીયામાં પંકાવું તે કલ્યાણકારી નથી. આત્મવંચના છે. આત્માને હિત કરનારી આ પ્રરૂપણા નથી. આ વાત ગ્રંથકારશ્રી ગંભીરતાપૂર્વક સમજાવે છે - पाडिक्कनयपहगयं, सुत्तं सुत्तहरसद्दसंतुट्ठा । अविकोवियसामत्था, जहागमविभत्तपडिवत्ती ॥ ६१ ॥ प्रत्येकनयपथगतं, सूत्रं सूत्रधरशब्दसन्तुष्टाः ।। अविकोविदसामर्थ्या यथागमविभक्तप्रतिपत्तयः ॥ ६१ ॥ ગાથાર્થ - એક એક નયના માર્ગને કહેનારાં (કારણવશાત્ સાપેક્ષભાવથી લખાયેલાં) સૂત્રને ભણીને “સૂત્રધર” શબ્દધારીપણા માત્રથી જ ખુશ ખુશ થયેલા કેટલાક પંડિત પુરૂષો વાસ્તવિકપણે સાચી પંડિતાઈના સામર્થ્ય વિનાના રહ્યા છતા આગમપાઠો જે અર્થમાં છે તે અર્થનો (સમજ્યા વિના) અવિવેકે સ્વીકાર કરનારા એટલે કે પાઠમાત્રના શબ્દ સ્પર્શી જ બને છે. “ઐદંપર્યાર્થિને નહી સમજનારા થાય છે. ૬૧ | વિવેચન - જૈનદર્શન હંમેશાં બન્ને નયોની દૃષ્ટિએ પદાર્થોનું ઉભયાત્મક સ્વરૂપ જેમ રહેલું છે. તેમ સમજાવે છે. અને વાસ્તવિક પણે પદાર્થોનું સ્વરૂપ તેવું સ્વાભાવિક પણે છે જ. આ પારિણામિકભાવ છે અને જે પદાર્થનું જેવું સ્વરૂપ છે તે પદાર્થનું તેવું સ્વરૂપ કહેવું. તે જ સાચો પથાર્થવાદ છે. સમ્યગ્દર્શન છે. જૈનદર્શન છે. જગતના ભાવો પોતાના પરિણામિકભાવે જ ઉભયાત્મક છે. માટે તેવા સમજવા જોઈએ અને તેવા જ વર્ણવવા જોઈએ. (૧) “ક્ષણિવ: સર્વલં :",(૨) “વિજ્ઞાનમાત્રવેલમ્', (૩)“પ્રાઈપ્રહજયશ્ચં તત્ત્વમ્',(૪) “નિત્યમેમgવ્યાપિ નિયિમ્'',(૨) “સારવ નિત્યમ્', Jain Educationa International For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૩ – ગાથા-૬૧ 393 સન્મતિપ્રકરણ (૬)‘માત્મા શ્રોતવ્યો જ્ઞાતિવ્યો માવ્યો નિતિધ્યાસિતવ્ય:",(૭)“સત્તા-દ્રવ્યત્વસમ્બન્થાત્ સન્ દ્રવ્ય વસ્તુ', (૮) “પરત્નોનિોડભાવાત્ પરત્નોમાવ:', (૧) “ચનાત્મક્ષો થર્ષ', (૨૦) “ ધર્મક્ષયરી વીક્ષા' આ સર્વે સૂત્રો એક એક નયાશ્રિત છે. તેનો એકાન્તાગ્રહ પકડીને પરદર્શનકારો પોતાની જાતને “સૂત્રધર” શબ્દ લગાડીને સાચા સૂત્રાર્થને નહી પામ્યા છતા વિદ્વાનપણાના સાચા સામર્થ્યરહિત થયા છતા યથારામ = જે પ્રમાણે સાપેક્ષપણે આગમવાક્યોનો ભાવાર્થ છે. તેનો વિન વિભાગ કર્યા વિના અર્થાત્ વિવેકદ્રુષ્ટિ રાખ્યા વિના પ્રતિપત્તિ = મનફાવે તેમ એકાન્ત આગ્રહપૂર્વક વસ્તુનો સ્વીકાર કરનારા આ વિદ્વાનો સાચે જ અજ્ઞાની છે. જેમ જૈનેતરદર્શનકારો એકાત્ત આગ્રહવાળા હોવાથી અજ્ઞાની છે. તેવી જ રીતે જૈનદર્શનના અભ્યાસી આત્માઓમાં પણ જે એકાન્ત આગ્રહવાળા નયને ગ્રહણ કરે છે. તે પણ આવા જ અજ્ઞાની છે. આ વાત કંઈક ઊંડાણથી સમજીએ. આગમશાસ્ત્રોમાં અને બીજા પ્રકીર્ણકશાસ્ત્રોમાં પણ એકાન્ત એક નયના આગ્રહવાળા જીવને માર્ગે લાવવા માટે, તથા સાચું ઉભયાત્મક સ્વરૂપ સમજાવવા માટે તેના પ્રતિસ્પધી બીજી બાજુના નયને માન્ય વાતને વધારે પ્રધાનપણે કહેનારાં એક એક નયાશ્રિત એટલે કે સાપેક્ષપણે સૂત્રો પણ કોઈ કોઈ વાર આવા પ્રયોજનથી બનાવ્યાં હોય છે. જેમકે (૧) જ્ઞાનયાખ્યાં મોક્ષ (નાઇજિરિયાëિ મોલ્લો) વિશેષાવશ્યક ભાષ્ય. જ્ઞાન અને ક્રિયા એમ ઉભયવડે મોક્ષ થાય છે. તળાવ તરવાની કલા જાણનાર અને તળાવને તરવાની ક્રિયા કરનાર પુરૂષ જ પેલે પાર પહોંચે છે. એમ સંસારસમુદ્રને તરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને જરૂરી છે. આમ જાણવું. વિશેષાવશ્યકભાષ્યમાં આમ ઉભય નયની વાત કહેલી છે. છતાં જ્ઞાનના એકાન્તપક્ષપાતીને સમજાવવા ક્રિયાની પ્રધાનતા વાળો પાઠ અને ક્રિયાના એકાન્ત પક્ષપાતીને સમજાવવા માટે જ્ઞાનની પ્રધાનતાવાળો પાઠ અને તેવા તેવા પ્રકારના જીવોના ઉપકાર માટે તેવા તેવા એક નયની પ્રધાનતાવાળા પાઠની જરૂર પણ રહે છે. જેમકે - નીચેના બે શ્લોકોના પાઠો પ્રતિસ્પર્ધી નયવાળા પણ અનુક્રમે જોવા મળે છે. क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् જ્ઞાનસારાષ્ટક ૯૨ जहा खलु चंदन भारवाही, भारस्स भागी न हु चंदणस्स एवं खु नाणी चरणेण हीनो, णाणस्स भागी न हु सग्गइए Jain Educationa International For Personal and Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કાડ-૩ – ગાથા-૬૧ સન્મતિપ્રકરણ तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ।। શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગાથા ૨૨૩ અહીં પ્રથમના બે શ્લોકપાઠમાં ક્રિયાની પ્રધાનતા અને ત્રીજા શ્લોકપાઠમાં જ્ઞાનની પ્રધાનતાવાળી પ્રરૂપણા જણાય છે. આવી જ રીતે ક્યાંઈક ક્યાંઈક એકાન્તએકનયના આગ્રહને છે દવા બીજા પ્રતિસ્પર્ધી એક એક નયને માન્ય સિદ્ધાને સમજાવનારાં સૂત્રો પણ આગમાદિ શાસ્ત્રોમાં હોઈ શકે છે. જે ગીતાર્થ અને ગંભીર મહાત્મા પુરૂષો હોય છે. તેઓ તો આ વાતને બરાબર જાણતા હોય છે. એટલે એક એક નયને આશ્રયી રચાયેલાં સૂત્રોને પણ તેઓ ગૌણ-મુખ્યપણે ઉભયનયને કહેનારાં અને અનેકાન્તદષ્ટિસૂચક જાણીને તે રીતે જ શિષ્યસમૂહ મધ્યે પ્રરૂપણા કરે છે. સાપેક્ષ ભાવ રાખીને જ કહે છે. શિષ્યોનો, સમાજનો અને પોતાનો ઉપકાર થાય તે રીતે જ એકનયની પ્રધાનતાને અને એકનયની ગૌણતાને (જ્યાં જ્યાં જે જે જરૂરી હોય ત્યાં ત્યાં તે તે રીતે) ગંભીરતાપૂર્વક સમજાવે છે. તથા પ્રરૂપક એવા તે મહાત્મા પુરૂષો પણ સમજે છે કે આ પાઠો આ કારણે રચાયા છે. પરંતુ એકાન્તવાદીઓના પોતાના વિચારો કોઈ એક નયના કથન તરફ વધારે ઢળેલા હોય છે. એટલે કે જેઓ એકાન્ત એક નય તરફ જ ઢળ્યા હોય છે. (જેમકે એકાંતે નિશ્ચય તરફ અથવા એકાન્ત વ્યવહાર તરફ), તેઓ પોતાના વિચારોને પોષક અને વર્ધક એવા પ્રત્યેક નયને આશ્રયીને (એટલે કે કોઈ એક એક નયને આશ્રયીને) રચાયેલાં સૂત્રોના પાઠોને શોધી કાઢે છે. અને તેવા પાઠોને કંઠસ્થ કરી લે છે. અને ભોળા-ભદ્રિક તથા આગમશાસ્ત્રોના અજાણ એવા શ્રોતાઓની સમક્ષ તેવા તેવા એકનયાશ્રિત પાઠો દોહરાવીને પોતાના એકાન્ત એક જ નયાશ્રિત વિચારોને જોરશોરથી પ્રવર્તાવે છે અને કહે છે કે જુઓ શાસ્ત્રોમાં પણ આ જ કહ્યું છે. તથા કંઠસ્થ પાઠોનું સભાસમક્ષ વારંવાર ઉચ્ચારણ કરવા વડે “આ સૂત્રધર છે. આગમજ્ઞ છે. આ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર છે. બધાં જ સૂત્રો આ મહાત્માને આવડે છે. આ કહે છે તે જ સાચું છે” આવી છાપ ઉભી કરતા છતા ખરેખર એકાન્ત એક દૃષ્ટિના જ (મિથ્થામતિના જ) વધારે વધારે પોષક અને વર્ધક બને છે. જેમ કે જેઓને એકલો નિશ્ચય જ રૂચે છે. તેઓ મરૂદેવામાતા, ભરત મહારાજા, પૃથ્વીચંદ્ર, ગુણસાગરનાં જ ઉદાહરણો વધારે કહે છે. તથા તેવા પાઠો લઈ આવે છે અને સંયમની તપની કે ક્રિયાની કંઈ જરૂર નથી. મનને પવિત્ર રાખો. ભાવથી કેવળ એકલા આત્મતત્ત્વને ઓળખો તો અંતર્મુહૂર્ત માત્રમાં જ કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જશે. ક્રિયા Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૧ ૩૭૫ કરવાની કંઈ જરૂર નથી મરૂદેવા માતા વિગેરેએ ક્યાં કંઈ ક્રિયા કરી હતી. આવી પ્રરૂપણા કરે છે. અને પોતાની જાતને આગમજ્ઞ અને સૂત્રધર આવા આવા પ્રકારના મોટાઈ વાચક શબ્દો લગાડે છે. મનમાં ફુલાય છે. હાલે છે. અને અજ્ઞાનતાથી તથા મોહથી ઉસૂત્ર પ્રરૂપણા કરવા દ્વારા સંસાર વધારે છે. તેવી જ રીતે જેઓને એકલો વ્યવહાર જ રૂચે છે તેઓ તીર્થકર ભગવંતો નિયમ મોક્ષે જવાના હોવા છતાં અને જાણતા હોવા છતાં તપ-જપ-ધ્યાન અને યથોચિત ક્રિયા કરીને જ કેવલી થયા છે. કોળીયા દ્વારા આહાર મુખમાં નાખ્યા વિના અને ચાવવાની ક્રિયા કર્યા વિના આહારના જ્ઞાનમાત્રથી પેટ ભરાતું નથી. આવાં ઉદાહરણો આપીને અને તે વાતને જ પોષક તેવા તેવા પાઠો લઈ આવે છે. માપતુષ મુનિની ઈલાયચીની અને ચિલાતીની કથા કરે છે અને જ્ઞાનની કંઈ જરૂર નથી. ક્રિયાથી જ મોક્ષ થાય છે આવી પ્રરૂપણા કરે છે. અને તેવી પ્રરૂપણા કરવા દ્વારા પોતાની જાતને આગમધર અને સૂત્રધર આવાં વિશેષણો લગાડીને ફૂલાય છે. પોતે પોતાના વિચાર પ્રમાણે કોઈ એક નયને જ પોષે, તેને અનુસરતા જ પાઠો લાવે તેનું જ વ્યાખ્યાન આપે અને સૂત્રધર, સર્વ આગમજ્ઞ જેવાં બિરૂદો લગાવે અને મનમાં ફૂલાય. આ સંસાર તરવાનો માર્ગ નથી. પણ ડુબવાનો જ માર્ગ છે. આમ એકાન્તદૃષ્ટિવાળા જ્ઞાનીઓ પોતાના વિચારોને પોષક અને વર્ધક સૂત્રપાઠોને વીણી વીણીને, કંઠસ્થ કરીને, ભોળી સભાસમક્ષ રજુ કરીને “અમે જ આગમના રહસ્યોને જાણનારા છીએ, અમે જ શાસ્ત્રપ્રમાણે પ્રરૂપણા કરનારા છીએ સકલારામરહસ્યવેદી, સકલશાસ્ત્રપારંગત. સર્વશાસ્ત્રવેત્તા, આદિ મનમાન્યાં વિશેષણો સંસ્કૃત ભાષાની પંડિતાઈ વડે લગાડી લગાડીને ફૂલાય છે. તેઓ એક બાજુની બદ્ધદષ્ટિવાળા હોવાથી બીજી બાજુના નયની વાતને જાણવા કે સાંભળવા જ તૈયાર ન હોવાથી તે બાજુનો વિષય ન જણાવાથી પરિપૂર્ણ એવું પંડિતપણાનું સામર્થ્ય તેઓમાં વિકાસ પામતું નથી, અલ્પાંશમાં જ પૂર્ણતા માનીને નિરર્થક માન વહન કરનારા બને છે અને તેથી જ આગમના જે સાપેક્ષપણાના ભાવાર્થો છે સાપેક્ષપણે રહસ્યાર્થો છે. તેના અજાણ રહીને માત્ર જેવા શબ્દો લખ્યા છે તેવા શબ્દસ્પર્શી જ જ્ઞાનવાળા બની જાય છે. એટલે કે તેઓ વાસ્તવિકપણે કંઈ જ જાણતા નથી. જે જે જીવોને જે જે નયવિચાર તરફ વધારે રૂચિ હોય તે નય તરફની તે રૂચિને પોતાના માટે પ્રધાન કરે અને અન્યનયના દૃષ્ટિબિંદુને ગૌણપણે પણ સાપેક્ષભાવે જો સ્વીકારે અને તેનો અપલાપ ન કરે તો જ તે નય સુનય કહેવાય છે. પરંતુ પોતાને ગમતા વિચારોને જ સ્વીકારે, તેને અનુસરતા જ પાઠો શોધી કાઢે, તેને જ કંઠસ્થ કરીને ભોળા શ્રોતાઓ સામે ગાયા કરે, તેનો જ એકાન્ત પક્ષ ખેંચે અને આગમજ્ઞ કે શાસ્ત્રજ્ઞનાં બિરૂદ ધરાવે, આવાં આવાં વિશેષણો પોતે લખે અને લખાવે તેને જોઈ જોઈને તે જીવો ઘણા રાજી થાય મનમાં મકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કાઠ-૩ – ગાથા-૬૨ સન્મતિપ્રકરણ તો તે સાચા અનેકાન્તવાદના જ્ઞાતા નથી. સાચી પંડિતાઈ વાળા નથી. ઉસૂત્રના પ્રરૂપક છે. માત્ર આગમને શબ્દથી જ સ્પર્શનારા છે. જૈનશાસનમાં આવા પ્રકારના એકાન્તવાદીની કોઈ કિંમત નથી. પોતે પણ સંસારમાં ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે. તેથી શાસ્ત્રોના ભાવાર્થોને અનેકાન્તદૃષ્ટિથી જ જાણવા-ભણવા-ભણાવવા જોઈએ. અને પ્રયોજનને અનુસાર સ્વ-પરના કલ્યાણ માટે ઉપકારક એવા એકનયને પ્રધાન અને બીજાનયને ગૌણ કરીને બન્ને નયોની હૃદયમાં સાપેક્ષતા રાખવા પૂર્વક જ શાસ્ત્રોની પ્રરૂપણા કરવી જોઈએ. / ૬૧ / सम्मइंसणमिणमो, सयलसमत्त वयणिज्जणिद्दोसं । अत्तुक्कोसविणट्ठा, सलाहमाणा विणासेंति ॥ ६२ ॥ सम्यग्दर्शनमिदं, सकलसमस्तवचनीयनिर्दोषम् । आत्मोत्कर्षविनष्टाः श्लाघ्यमाणा विनाशयन्ति ।। ६२ ।। ગાથાર્થ પોતાનો જ ઉત્કર્ષ ગાવા વડે મૂલમાર્ગથી ભ્રષ્ટ થયેલા અને માત્ર આત્મપ્રશંસા જ કરતા કેટલાક આત્માઓ સમસ્ત પણે સકલ ભરેલા છે વક્તવ્યભાવો જેમાં એવા અને તેનાથી જ નિર્દોષ બનેલા એવા આ સમ્યગ્દર્શનનો પોતાના આત્મામાંથી પોતેજ વિનાશ કરે છે. દુરા ટીકાનો પાઠ - સ નખેતન્ પરસ્પરવિપાપરિત્યાપ્રવૃત્તાને નામ, તંત્ર "स्यान्नित्यः" "इत्यादि सकलधर्मपरिसमाप्तवचनीयतया निर्दोषम्, एकनयवादिनस्त्वविषये सूत्रव्यवस्थापनेन आत्मोत्कर्षेण विनष्टाः, स्याद्वादाभिगमं प्रति अनाद्रियमाणा "वयं सूत्रधराः" इत्यात्मानं श्लाघमानाः सम्यग्दर्शनं विनाशयन्ति-तदात्मनि न व्यवस्थापयन्तीति यावत् । વિવેચન - એકાન્ત કોઈ પણ એકનયના વિચારો વાળી દૃષ્ટિની પક્કડ વધતાં, અને તેને જ પોષક સૂત્રપાઠોનો ટેકો મળતાં, અહંકારમાં આવી ગયેલા આત્માઓ જ્યાં ત્યાં પોતાના જ ઉત્કર્ષને ગાતા ફરે છે. પોતાની વિદ્વત્તાની જ બડાઈ મારે છે. શાસ્ત્ર આમ કહે છે. અમે તો શાસ્ત્ર પ્રમાણે જ કહીએ છીએ શાસ્ત્રને છોડીને કેમ ચલાય ? અમે તો શાસ્ત્રો ભણીને આમ કહીએ છીએ. આમ શાસ્ત્રોના અજાણ સામે શાસ્ત્રનાં જ ગાણાં ગાતા ગાતા થોડુ જાણતા છતા અલ્પમાં ઘણું જ અધિક માની લઈ ફુલાઈ જાય છે. સર્વત્ર પોતાની જ પ્રશંસા કરતા ફરે છે. આવા પ્રકારના આ આત્માઓ સાચા-યથાર્થ એવા સમ્યગ્દર્શનનો (અનેકાન્તભાવવાળી દૃષ્ટિનો) વિનાશ કરે છે. કારણ કે સામાન્ય-વિશેષ, નિત્ય-અનિત્ય, અસ્તિ-નાસ્તિ, નિશ્ચય-વ્યવહાર, ભેદ-અભેદ આમ સર્વભાવો ઉભયાત્મકસ્વરૂપે જે સમ્યગ્દર્શનમાં સમાયેલા છે. એટલે સર્વભાવોને સમજાવનારા નયો જેમાં સમાયેલા છે એવા પ્રકારના અનુપમ આ સમ્યગ્દર્શનનો આ એકાન્તદૃષ્ટિવાળા, આત્મોત્કર્ષને ગાનારા અને Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૩ ૩૭૭ પોતાની જ પ્રશંસા કરનારા આત્માઓ મૂલથી જ નાશ કરે છે. અનંતભવે પણ પુન:પ્રાપ્ત ન થાય તેવું ઘોર કર્મ બાંધે છે. અર્થાત્ દુર્લભબોધિ થાય છે. જગતના ભાવો સ્વયં પોતે જ અનેકાન્તાત્મક હોવાથી તેને સમજાવનારી દૃષ્ટિ પણ અનેકાન્તમય જ ધારણ કરવી જોઈએ. તો જ યથાર્થજ્ઞાન અને યથાર્થ શાસ્ત્રપ્રરૂપણા થાય. એકાન્તદષ્ટિ વાળા બનવાથી અને તેવી પ્રરૂપણા કરવાથી ઉત્સુત્ર પ્રરૂપણા થાય. પોતે જ્ઞાની ન હોવા છતાં જ્ઞાની માનવાનો - મનાવવાનો તથા આત્મપ્રશંસા કરવાનો અને પોતાની બડાઈ મારવાનો અને પોતાના એકાત વિચારોને જ પોષક સૂત્રપાઠોને જ ગાવાથી ઉન્માર્ગ પ્રરૂપણાનો મહાદોષ આ જીવનમાં લાગે છે. શાસનને પામીને સમ્યગારાધક બનવાને બદલે આ જીવ મહાવિરાધક બને છે. માટે ઉત્તમ આત્માર્થી અને મુમુક્ષુ આત્માઓએ કદાગ્રહઅભિમાન સ્વપ્રશંસાની પરિણતિ અને બડાઈ મારવાની આદત ત્યજી દઈ, નરમ-કોમલ અને નિખાલસ સ્વભાવવાળા બની અનેકાન્તદૃષ્ટિનું સારી રીતે રક્ષણ કરવું જોઈએ. અને પોતાના આત્માને અનેકાન્ત દૃષ્ટિમય બનાવવો જોઈએ. આવા પ્રકારની અનુપમવૃષ્ટિ રૂપ અમૃતથી આત્માને સિંચવો જોઈએ. જૈનકુળમાં જન્મ્યા, જૈનધર્મ પામ્યા, વડીલો અને સગુરૂઓ દ્વારા ધર્મસંસ્કારો મળ્યા. હૃદયમાં ભક્તિભાવ જન્મ્યો, શાસન ઉપર પ્રીતિ વધી. આટલા સુધી તો બરાબર છે. આત્મામાં આટલી આરાધક અવસ્થા આવી તે ઘણું સારું છે અને ઉપકારક છે. પણ આ ભક્તિ ભાવાદિ સંસ્કારો આવે એટલે જૈનશાસ્ત્રોનું સાપેક્ષતાપૂર્વકનું અનેકાન્ત દૃષ્ટિયુક્ત સમ્યજ્ઞાન પણ આવી જાય છે. તેવું બનતું નથી તેથી તે જ્ઞાન પણ મારામાં આવી ગયું છે. તેમ માની લેવું જોઈએ નહીં. કારણ કે આગમો ઉપર પ્રેમ ભક્તિ-બહુમાન થાય તો તેનાથી તેને ભાવથી વંદના કરાય, નમન-પૂજન કરાય, પણ માત્ર ભક્તિ બહુમાન થઈ જવાથી શાસ્ત્રના ભાવાર્થો કંઈ સમજાઈ ગયા છે આવું બનતું નથી શાસ્ત્રના ગૂઢ ભાવો ભક્તિભાવમાત્ર વડે આવડી જતા નથી. અને કદાચ સમજાઈ જાય તો પણ સાપેક્ષભાવે પ્રરૂપણા કરવાનો અનુભવ આવી જતો નથી (પ્રરૂપણા કરવાની કલા આવી જતી નથી.) તથા દ્રવ્ય-ક્ષેત્રકાલાદિ ભાવોના વિશિષ્ટ અનુભવો ન થાય ત્યાં સુધી જ્ઞાની હોવા છતાં પણ પ્રરૂપણા કરવાનો અધિકાર (શાસ્ત્રોના અર્થો સમજાવવાનો અધિકાર) આ જૈનશાસનમાં આવતો નથી. આ જ વાત આગલી ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. ૬૨ ण हु सासणभत्तीमेत्तएण सिद्धंतजाणओ होई । ण वि जाणओ वि णियमा पण्णवणाणिच्छिओ णाम ॥ ६३ ॥ न हु शासनभक्तिमात्रकेण सिद्धान्तज्ञाता भवति । न विज्ञाताऽपि नियमात्प्रज्ञापनानिश्चितो नाम ।। ६३ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ-૩ – ગાથા-૬૩ ૩૭૮ સન્મતિપ્રકરણ ગાથાર્થ - શાસન ઉપરની ભક્તિવિશેષ હોય, તેટલા માત્રથી તે જીવ કંઈ જૈનસિદ્ધાન્તનો જ્ઞાતા થઈ જતો નથી. તથા જે જીવ સિદ્ધાન્તશાસ્ત્રોનો જ્ઞાતા બન્યો હોય, તે જીવ જ્ઞાતા બનવા છતાં પણ અવશ્ય ભણાવવાના નિશ્ચય વાળો (પ્રરૂપણા આપવાનો અધિકારી) થઈ જતો નથી. / ૬૩ ! ટીકાનો પાઠ - ૧ ૨ શાસનમમિત્રેવ સિદ્ધાતિજ્ઞાતિ ભવતિ ન તરજ્ઞાનવાન भावसम्यक्त्ववान् भवति, अज्ञातस्यार्थस्य विशिष्टरुचिविषयत्वानुपपत्तेः । तद्भक्तिमात्रेण श्रद्धानुसारितया द्रव्यसम्यक्त्वं मार्गानुसार्यवबोधमात्रानुपक्तरु चिस्वभावं तु सदपि न भावसम्यक्त्वसाध्यफलनिर्वर्तकम्, भावसम्यक्त्वनिमित्तत्वेनैव तस्य द्रव्यसम्यक्त्व रूपत्वोपपत्तेः न च जीवादितत्त्वैकदेशज्ञाताऽपि नियमतोऽनेकान्तात्मकवस्तुस्वरूपप्रज्ञापनायां निश्चितो भवति । एकदेशज्ञानवतः सकलधर्मात्मकवस्तुज्ञानविकलतया सम्यक् तत्प्ररूपणाऽ સમવાત્ વિવેચન - આ ગાથામાં મુખ્યત્વે બે બાબત સમજાવી છે. એક તો એ વાત છે કે પરમાત્માના શાસન ઉપર હૃદયમાં ભક્તિભાવ પ્રગટ્યો હોય એટલા માત્રથી તે જીવ જૈનશાસ્ત્રોનો જ્ઞાતા બની જતો નથી. કારણ કે શ્રદ્ધા થવી, ઋચિ થવી, પ્રીતિ થવી, વિશ્વાસ બેસી જવો. તે જ સાચું છે કે જે વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું છે. આ બધું દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી, ક્ષયથી અને ઉપશમથી થાય છે. તેને સમ્યકત્વ કહેવાય છે. પણ તે સમ્યકત્વ પ્રગટ થઈ જવાથી જૈનશાસ્ત્રોનું વિશાળ જે જ્ઞાન છે તે કંઈ થઈ જતું નથી કારણ કે તે જ્ઞાન તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય છે. સમ્યકત્વનાં અને જ્ઞાનનાં આવારક કર્મો બન્ને જુદાં જુદાં છે. શ્રેણીક મહારાજા, પુણીયો શ્રાવક ઇત્યાદિ અનેક આત્માઓ શાસન પ્રત્યે નિર્મળ ભક્તિભાવવાળા હતા. પરંતુ શાસ્ત્રોના જ્ઞાતા ન હતા. તેથી શ્રદ્ધાસંપન્ન હોય એટલે જ્ઞાની જ હોય એવો નિયમ નથી. તેથી આપણો આત્મા શ્રદ્ધા સંપન્ન કદાચ બન્યો હોય, તો પણ તેનાથી શાસ્ત્રોનો જ્ઞાતા બની ગયો છે. આપણે સૂત્રધર છીએ આમ માનવું જોઈએ નહીં અને તેનો અહંકાર કરવો નહી. બીજી વાત એ છે કે જે જીવો ઘણો પ્રયત્ન કરીને જૈન સિદ્ધાન્તના જ્ઞાતા બન્યા છે. જૈનશાસ્ત્રોના સૂક્ષ્મજ્ઞાની બન્યા છે. તો પણ તે બધા શાસ્ત્રજ્ઞાનીઓ અન્યજીવોને પ્રરૂપણા કરવાના અધિકારી બની જતા નથી. કારણ કે જૈન સિદ્ધાન્તશાસ્ત્રોના જ્ઞાની બનવા છતાં જે મહાત્માઓ માત્ર શબ્દસ્પર્શી જ્ઞાનવાળા જ હોય છે. એકનયમાં બદ્ધદષ્ટિવાળા હોય છે. અનેકાન્તદૃષ્ટિ જેઓની ખીલી હોતી નથી. સ્વ-પરનો ઉપકાર કેમ થાય તેવી બોલવાની કળા જેઓની વિકસી હોતી નથી સાપેક્ષભાવે વસ્તુ સ્વરૂપ રજુ કરવાનું સામર્થ્ય જેને પ્રગટયું નથી. પોતાના કોઈ એક બાજુના જામી ચુકેલા વિચારો પ્રમાણે વાણી વારંવાર તે બાજુ જ ખેંચાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૬૩ જતી હોય છે. તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવાદિ ભાવોના જે વિશિષ્ટ અનુભવી બન્યા નથી. તેવા આત્માઓ જ્ઞાની હોવા છતાં અન્યશ્રોતાઓની સામે પ્રરૂપણા કરવાના અધિકારી બની શકતા નથી. પોતે શાસ્ત્રો જાણવાં એ એક જુદી વસ્તુ છે અને બીજાની સામે શાસ્ત્રોની પ્રરૂપણા કરવી એ અત્યન્ત જુદી વસ્તુ છે. આ બન્ને બાબતો લખીને ગ્રંથકારશ્રીએ આપણને ઘણી ઘણી ટકોર કરી છે. મિથ્યાભાવમાંથી બચવા ગંભીર ઈશારો કર્યો છે. ઘણા ઘણા જીવો કુળપરંપરાથી, સગુરૂઓના સમાગમથી અથવા કલ્યાણમિત્રોના પરિચયથી જિનેશ્વર પરમાત્માના શાસનના પરમરાગી પરમભક્તિભાવવાળા થઈ શકે છે. પરંતુ ભક્તિભાવ આવ્યો, કે શાસન ઉપર પરમ પ્રેમ પ્રગટ્યો એટલે જૈનસિદ્ધાન્તનાં રહસ્યો આવડી ગયાં છે. આપણે શાસ્ત્રોમાં કુશળ થઈ ગયા છીએ આમ માનવાની કંઈ જરૂર નથી. કારણ કે શ્રદ્ધા માત્ર પ્રગટ થવાથી કંઈ શાસ્ત્રોના અર્થો અને ભાવાર્થો આવડી જતા નથી. આ સત્ય હકીકત છે. છતાં આ જીવ શાસન ઉપર રાગ પ્રગટ્યો, પ્રેમ થયો એટલે મને બધું આવડી જ ગયું છે. એમ માની ભક્ત-ભગત નામ ધરાવી જેને તેને પોતાને જેવો ઠીક લાગે તેવો ધર્મ સમજાવવા બેસી જાય છે. બધે ડહાપણ કરતો થઈ જાય છે. નામના અને યશકીર્તિ તરફ ખેંચાઈ જાય છે અને પરિપૂર્ણ જ્ઞાન નહી હોવાથી ઉસૂત્ર પ્રરૂપક પણ બની જાય છે અને અનંત સંસારી પણ થઈ જાય છે. તેથી ભક્તિ પ્રગટી એટલે બધો સિદ્ધાન્ત સમજાઈ ગયો છે એમ ન માનતાં શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન મેળવવા અને અનુભવી બનવા સંવેગ-વૈરાગ્ય ભાવયુક્ત થઈને વધારે ને વધારે ગીતાર્થની નિશ્રામાં રહી પરમ વિનયભાવપૂર્વક શાસ્ત્રજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ આ પ્રથમ ટકોર છે. તથા ધારો કે ગીતાર્થોની નિશ્રામાં રહ્યા, શાસ્ત્રાભ્યાસ કર્યો, ભક્તિભાવ તો પ્રથમથી પ્રગટેલો હતો જ, આમ ભક્તિભાવ અને શાસ્ત્રજ્ઞાન બન્ને મળી ગયાં તો પણ અનેકાન્તદૃષ્ટિ ખીલી ન હોય, સાપેક્ષભાવ લગાડવાની કલા વિકસી ન હોય. નયવાદના ગંભીર અર્થો જોઈએ તેવા અનુભવ્યા ન હોય, જ્યાં જ્યાં જે ઉપકારક ભાવ હોય ત્યાં ત્યાં તે ભાવ પ્રધાન કરીને રજુ કરવાની કળા આવી ન હોય, કોઈ એક બાજુના વિચારો વધારે જામ થઈ ગયા હોય. શાસ્ત્રોના વાક્યોના ઘણીવાર અનેક અર્થો થતા હોય તેમાંથી પૂર્વાપર અનુસંધાનવાળા અને પૂર્વાચાર્યોથી વિહિત પરંપરાના અબાધક અર્થો કયા? તેની વિશાળદૃષ્ટિ ખીલી ન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ જોઈને સંઘના જીવોનો કેમ ઉપકાર થાય તે રીતે વિષય રજુ કરવાની આવડત આવી ન હોય તો જ્ઞાની હોવા છતાં પણ પ્રરૂપણા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી તેથી કદાચ કંઈક થોડુ આવડ્યું એટલે બીજાને કહેવા બેસી જવું, તથા સમજાવવાની કલાની આવડત વિના સમજાવવા બેસી જવું. આ પણ ઉચિત નથી. આ બીજી ટકોર છે. આ ગાથાનો ભાવાર્થ આપણને ઘણું ઘણું કહી જાય છે. ૬૩ // Jain Educationa International For Personal and Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કાડ-૩ – ગાથા-૬૪ સન્મતિપ્રકરણ सुत्तं अत्थनिमेणं, न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण नयवायगहणलीणा दुरहिगम्मा ॥ ६४ ।। सूत्रमर्थस्थानम्, न सूत्रमात्रेणार्थप्रतिपत्तिः । अर्थगतिः पुनः नयवादगहनलीना दुरधिगम्या ॥ ६४ ॥ ગાથાર્થ - સૂત્ર એ અર્થનો ભંડાર છે. પણ સૂત્રમાત્રની પ્રાપ્તિથી અર્થબોધની પ્રાપ્તિ થઈ જતી નથી. કારણ કે અર્થબોધની પ્રાપ્તિ તો નયવાદની ગહનતાને આધીન છે. તેથી તે દુઃખે દુઃખે સમજાય તેવી છે. તે ૬૪ || વિવેચન - કોઈ કોઈ જીવો સૂત્રપાઠ કંઠસ્થ થયો એટલે અમને તો બધાં શાસ્ત્રો આવડી ગયાં છે. અમે તો તત્ત્વજ્ઞાતા બની ગયા છીએ આવો દાવો કરતા પોતાનાં ગાણાં ગાતા પણ દેખાય છે. જ્યાં ત્યાં મન ફાવે તેવી અર્થની પ્રરૂપણા કરતા દેખાય છે. અતિશય કઠણ હૃદયવાળા થઈને નિર્ભયપણે મનમાની શાસ્ત્રાર્થ પ્રરૂપણા કરતા જણાય છે. તેના જ કારણે વિવાદ જગવતા, પક્ષાપક્ષી કરતા, નવા નવા ગચ્છ અને સંપ્રદાયો ઉભા કરતા, સામાચારીભેદ કરતા, જૈનશાસનને ચાળણીની જેમ ટુકડા ટુકડા કરતા પણ દેખાય છે. તેવા જીવોને લક્ષ્યમાં રાખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે સૂત્ર” એ તાળુ મારેલી દાગીનાની ભરેલી પેક પેટીની જેમ અર્થોનો ભંડાર છે. જેમ ખંભાતી મજબૂત તાળુ મારેલું છે જેને એવી હીરા-માણેક-મોતી અને સોનાના અનેક દાગીનાઓથી ભરેલી પેક પેટી મળી જાય એટલે તેને ખોલ્યા વિના કંઈ દાગીના મળી જતા નથી અને શરીરે ધારણ કરાતા નથી. તેમ સૂત્ર કંઠસ્થ થયાં એટલે તેમાં જે અપાર અર્થે ભર્યા છે તે બધા કંઈ આવડી જતા નથી અને બીજાને કહેવાનો અધિકાર મળી જતો નથી. પરંતુ પ્રથમ તો તાળું ખોલવાના અનુભવી (ચાવી કરવાવાળા) પાસે જવું પડે છે. ચાવી કરાવવી પડે છે. તાળું ખોલાવવું પડે છે તેમ સૂત્રોમાં ભરેલા અપાર અને જાણવા માટે નય વિધિને જાણનારા જ્ઞાની અનુભવી નિયવિધિજ્ઞ એવા ગીતાર્થ આચાર્યની પાસે જવું પડે છે. તેઓની નિશ્રા સ્વીકારવી પડે છે. તેઓ જ આ તાળું ખોલવાના, ચાવી બનાવવાના અનુભવી અને અધિકારી છે. તેઓની પાસેથી અર્થો જાણી લીધા પછી પણ તુરત જ પ્રરૂપણા કરવાનો અધિકાર મળી જતો નથી. કારણ કે દાગીનાની પેટી ખોલી એટલે દાગીના મળ્યા. પણ કોઈ દિવસ ન જોયેલા દાગીનાને પ્રથમ તો ઓળખવા પડે, કયો દાગીનો ક્યાં પહેરાય, કેવી રીતે પહેરાય, કેવી રીતે ગોઠવ્યો હોય તો શોભાસ્પદ લાગે. શરીરની શોભા વધારનારો બને આ બાબત પણ જાણવી પડે છે. અને શરીરની શોભા વધે તેમ યથાસ્થાને દાગીના પહેરવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૬૪ ૩૮૧ તો જ શરીરશોભા અને તે જીવનું માનપાન વધે છે. તેમ સદ્ગુરૂ પાસેથી શાસ્ત્રોના અર્થોનું જ્ઞાન મેળવ્યા પછી પણ કયા અવસરે શાસ્ત્રનો કેવો અર્થ કરવો? ક્યાં કયો વિષય ઉપકારક બને? કયા કયા નયને આશ્રયી આ સૂત્રપાઠો લખાયા છે. તે વિધિ પણ જાણવી જોઈએ. શાસ્ત્રોના અર્થોનો બોધ જુદા જુદા નયવાદને આધીન છે અને તેથી જ ઘણો ગહન છે. દુઃખે દુઃખે સમજાય તેવો છે. જ્યાં સુધી આ જીવનો સ્વછંદ ટળે નહી. અહંભાવ મટે નહી. મને બધું જ આવડે છે એવી કુબુદ્ધિ દૂર થાય નહીં. નમ્રતા-સરળતા પ્રગટે નહી. ગીતાર્થ-અનુભવી એવા જ્ઞાનીની નિશ્રા સ્વીકારાય નહીં. નિરંકુશપણે ચાલવાની વૃત્તિ દબાય નહી. માન-માયા આદિ મોહના ઉછાળા શમે નહીં. વિકારીભાવો શાન્ત થાય નહીં. સ્વપ્રશંસા કરવાની આદત જાય નહીં તથા અનાદિનો જે સ્વચ્છેદ ભાવ છે. તે ટળે નહીં ત્યાં સુધી નયવાદ સમજાતો નથી. અને નયસાપેક્ષ અર્થબોધ પણ થતો નથી. જેમ મહાવીર પ્રભુના જીવને (૧) મરીચિના ભવમાં ષષદેવપ્રભુએ તીર્થકર કહ્યા, (૨) નન્દનઋષિના ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું એટલે સદંશ આવવાથી તીર્થકર કહેવાયા, (૩) દેવાનંદા કે ત્રિશલામાતાની કુક્ષિમાં આવ્યા અને ચૌદ સ્વપ્નાદિ જોયાં ત્યારે તીર્થકર કહેવાયા, (૪) જન્મ્યા, મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ થયો, નિશાળે ગયા, ઈદ્રમહારાજાએ આવી ઘટસ્ફોટ કર્યો ત્યારે તીર્થકર તરીકે વધારે પ્રસિદ્ધ થયા. (૫) સંસારના સર્વથા ત્યાગી થઈ, નિઃસ્પૃહ પણે જ્ઞાનધ્યાનમાં ૧૨ વર્ષ વિચર્યા અને ઘનઘાતી કર્મોને ખપાવવા ઉદ્યમશીલ બન્યા ત્યારે તીર્થકર કહેવાયા. (૬) કેવલજ્ઞાન પામ્યા, તીર્થકર નામ કર્મના ઉદયવાળા બન્યા ત્યારે તીર્થકર કહેવાયા, (૭) ધર્મદેશના આપી, પ્રતિબોધ પામેલાને સર્વવિરતિ-દેશવિરતિ ઉચ્ચરાવી તીર્થની અનુમતિ આપી વાસક્ષેપપ્રદાન કરવા દ્વારા તીર્થની સ્થાપના કરી ત્યારે તીર્થકર કહેવાયા. ઉપરોક્ત ઉદાહરણમાં પરમાત્મા મહાવીરપ્રભુ સર્વત્ર તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરંતુ દરેક સ્થળે જુદા જુદા નયની અપેક્ષાએ ઘણી ઘણી ભિન્નતા છે. આ વાત નયવાદના અભ્યાસ વિના સમજાય તેમ નથી. (૧) મરીચીના ભવમાં દૂર દૂરવતી થનારા ભાવ નિક્ષપાનું દૂરતરવર્તી કારણ હોવાથી ઉપચારે તીર્થકરપણું કહેવાય છે. જે ગમનયનો વિષય છે. (૨) નન્દનઋષિના ભવમાં પરંપરાએ કારણતા હોવા છતાં તીર્થંકર નામકર્મના બંધાત્મક સદંશ અંદર પ્રગટ થયો છે. માટે તીર્થકર કહેવાય છે. તેથી સંગ્રહનય છે. (૩) માતાની કુક્ષિના કાલે ચૌદસ્વાદિ તીર્થંકરપણાનાં પ્રતીકો જણાય છે. આ પ્રતીકોથી લોકવ્યવહારના જીવો પણ આ તીર્થકર થવાના છે આમ જાણે છે તેથી વ્યવહારનયથી તીર્થકર છે. (૪) બાલ્યાવસ્થાયુવાવસ્થા-મુનિ અવસ્થા આદિમાં દ્રવ્યથી તીર્થકરપણાનો વર્તમાનકાલ વર્તે છે તેથી જુસૂત્રનયથી તીર્થકર છે (૫) છદ્મસ્થાવસ્થાના અંતે ક્ષપકશ્રેણીના કાલે ભાવનિક્ષેપો પ્રગટ થઈ રહ્યો છે તેથી ભાવનિપાને માનનારા શબ્દનયથી પ્રભુ તીર્થકર છે. (૬) કેવલી Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કાષ્ઠ-૩ – ગાથા-૬૫ સન્મતિપ્રકરણ અવસ્થામાં તીર્થને કરવા રૂપ વ્યુત્પત્તિ અર્થ સંભવે છે માટે તીર્થકર છે. આ સમભિરૂઢ નયથી તીર્થકર છે. (૭) અને ચતુર્વિધ સંઘની સ્થાપનાકાલે વાસક્ષેપ પ્રદાન અવસરે ક્રિયાપરિણત અર્થ ઘટે છે તેથી એવંભૂત નયથી મહાવીર પ્રભુ તીર્થકર છે. નયોના અભ્યાસ વિના આ રીતે અર્થસંગતિ કેવી રીતે થાય? તેથી સૂત્રપાઠ માત્ર આવડી જવાથી અર્થગાંભીર્ય કંઈ આવી જતું નથી અને અર્થગાંભીર્ય કદાચ ગુરૂગમથી આવી જાય તો પણ નયોના અભ્યાસની નિપુણતા વિના, દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવાદિના જાણકાર થયા વિના, વિશિષ્ટ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કર્યા વિના પ્રરૂપણા કરવાનો અધિકાર તો બીલકુલ સાંપડતો નથી. તેથી ઉતાવળે ઉતાવળે મને બધું જ આવડી ગયું છે એમ માની “અધુરા ઘડો છલકાય ઘણા” એ કહેવતને અનુસારે અલ્પશ્રુતની પ્રાપ્તિમાં બહુશ્રુતપણાનો દાવો કરવો નહીં, આવો દાવો કરનારા, અમે પણ પેલાથી કંઈ કમ નથી આવું માની મનમાં ફુલાતા, શ્રતધર શબ્દ લગાવી ખુશ ખુશ થનારા પોતાના જ ઉત્કર્ષને ગાનારા, મિથ્યા બડાઈ માનનારા, આત્માઓ અનંત સંસાર વધારનારા, અને ઉસૂત્રભાષી જાણવા. / ૬૪ || જો આ જ્ઞાનની પ્રાપ્તિ તથા પ્રરૂપણા કરવાના અધિકારની પ્રાપ્તિ આટલી બધી ગંભીર છે. ઊંડી છે. જોખમી છે. તો જેણે સૂત્રપાઠ જ માત્ર કંઠસ્થ કરી લીધો છે પણ અર્થ સંપાદન નથી કર્યું. અને તેથી આગળ જે નથી વધ્યા તેવા સાચા આત્માર્થી અને અધ્યાત્મી આત્માઓએ શું કરવું જોઈએ કે જેથી તેઓનું અકલ્યાણ ન થાય અને કલ્યાણ થાય? અને જ્ઞાનીના કહ્યા પ્રમાણે જે આત્માઓ પોતાનું વર્તન સુધારતા નથી તેવા આત્માઓના જીવનની શું દશા થાય? તે ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે - तम्हा अहिगयसूत्तेण, अत्थसंपायणम्मि जइयव्वं । સાવિધીરહસ્થા, ઇંદ્ધિ માપ વિનંતિ तस्मादधिगतसूत्रेण, अर्थसम्पादने यतितव्यम् । आचार्या धीरहस्ता हन्दि महान्तं विडम्बयन्ति ॥ ६५ ।। ગાથાર્થ - તેથી સૂત્રપાઠ ભણેલા આત્માઓએ તે તે સૂત્રોના અર્થવિશેષ પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ થવું જોઈએ. જે આત્માઓ અર્થવિશેષ મેળવવામાં અકુશળ છે. આળસુ છે ૧. થીરદસ્થા નું ટીકાકારશ્રીએ શિક્ષિતસૂત્રાર્થ એવો સમાનાર્થક શબ્દ કહેલ છે. મારા થીરતા = अशिक्षितसूत्रार्था अनभ्यस्त कर्मापि कर्मणि धृष्टतया व्याप्रियते येषां हस्तास्ते धीरहस्ता आचार्याश्च ते अशिक्षित ધૃષ્ટ- જે આચાર્યો જે વિષયના અનભ્યાસી છે. બીનઅનુભવી છે. છતાં તે તે વિષયમાં ધૃષ્ટપણે જેઓનો હાથ પ્રવર્તે છે. બિનઅનુભવવાળા કામમાં જે કઠણ કાળજુ રાખીને હસ્તપ્રક્ષેપ કરે છે તેવા આચાર્યો જૈનશાસનની વિડંબના કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૫ ૩૮૩ પ્રમાદી છે શાસ્ત્રોના સૂક્ષ્મ અર્યો જે સમજ્યા નથી. તથા અનુભવ વિનાના કામમાં કઠણ કાળજુ રાખીને જે હસ્તક્ષેપ કરે છે તેઓ મહાન એવા જૈનશાસનની વિડંબના કરે છે. પણ વિવેચન - ઉપરની ગાથામાં સમજાવ્યા પ્રમાણે જૈન આગમોના સૂત્રપાઠ કંઠસ્થ થઈ જાય, અને શાસન ઉપરનો ઘણો ભક્તિરાગ (ભક્તિભાવ) પ્રગટ થઈ જાય. તેટલા માત્રથી તે આત્મા સૂત્રોના અર્થનો કંઈ જાણકાર થઈ જતો નથી અને અર્થનિપુણતા આવ્યા વિના ઉત્સર્ગ-અપવાદના અનુભવી થયા વિના પ્રરૂપણા કરવાનો અધિકાર તો બીલકુલ આવતો નથી. એટલું જ નહીં પરંતુ અર્થનિપુણતા આવવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવાદિની જાણકારી અને વિશાળ અનુભવ પ્રાપ્ત કર્યા વિના પ્રરૂપણાનો અધિકાર તો બીલકુલ પ્રાપ્ત થતો નથી. તેથી ઉત્તમ આત્માઓએ અપ્રાપ્તપૂર્વ એવા આગમપાઠો કંઠસ્થ કરવા, તે કંઠસ્થ કર્યા પછી તેના વિશાળ અને ગંભીર અર્થોને મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું, ત્યારબાદ અનુભવ મેળવવા પ્રયત્ન કરવો. સૂત્રોના અર્થોની પ્રાપ્તિ ગહન એવા નયવાદને આધીન છે નયવાદના અભ્યાસ વિના યથાર્થ રીતિએ અર્થજ્ઞાન થતું નથી તેથી સાપેક્ષવાદ - અનેકાન્તદૃષ્ટિ (અર્થાત્ ગહન એવા નયવાદનો અભ્યાસ) ખીલવવા માટે ગીતાર્થ અને અનુભવી એવા ગુરૂની નિશ્રામાં જ રહેવું જોઈએ તો જ પ્રાપ્ત થયેલા આ જૈનશાસનની સાચી સેવા કરી શકીએ. તે માટે પ્રથમ તો પોતે જ સૂત્ર-અર્થ અને વિશાળ અનુભવમાં તૈયાર થવું. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી રૂચિ-શ્રદ્ધા પ્રગટે પરંતુ તેટલા માત્રથી સૂત્રોના અર્થની જાણકારી અને બોલવાનો અધિકાર મળી જતો નથી. અજ્ઞાતદશામાં ઉત્સુત્ર બોલાઈ જાય, જ્યાં જે ઉપકારક ન હોય ત્યાં તે વાત સમજાઈ જાય અને સમજાવાઈ જાય. તેથી આ આત્મતત્ત્વને ઘણું જ ઘણુ નુકશાન થાય માટે ભલે નયવાદ ગહન છે. દુર્ગમ છે. તો પણ તે ભણવો અત્યન્ત જરૂરી છે. સૂત્રમાત્ર ભણવાથી કે ત્યારબાદ શબ્દાર્થરૂપે અર્થમાત્ર ભણવાથી પણ પ્રરૂપણા કરવાનો અધિકાર તો નયવાદના અભ્યાસ વિના અને વિશાળ અનુભવ વિના પ્રાપ્ત થતો નથી જ. વિશેષાવશ્યકભાષ્યમાં મલ્લધારી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રીની ટીકામાં કહ્યું છે કે કુવા ઉપરથી કોશ દ્વારા પાણી ખેંચનારો બળદ જ્યારે તે કાર્યમાંથી છૂટે છે ત્યારે અત્યા ભુખ્યો અને તરસ્યો થયેલો તે બળદ, તેનો માલીક જે કોઈ ઘાસ નાખે તે સઘળું ઘાસ ખાઈ જ જાય છે. ચાવવાની પણ રાહ જોતો નથી. પેટ ભરાય તેટલું ઘાસ પ્રથમ ખાઈ જાય છે. ત્યારબાદ બેસીને ખાધેલું પાછું મુખમાં લાવીને વાગોળે છે (ચાવે છે) તેની જેમ સંસારરૂપી આ અરઘટ્ટથી છુટેલો એટલે કે દીક્ષિત થયેલો આ આત્મા પ્રથમ ૧૨ વર્ષ સુધી જૈન શાસ્ત્રોનો મુખપાઠ જ કરે છે. જે જે શાસ્ત્ર પોતાને ઉપયોગી જણાય છે તથા ઉપકારી જણાય છે. તે સઘળાં શાસ્ત્રો તેના અર્થને જાણવાનો સ્વાદ માણ્યા વિના કંઠસ્થ જ કરી લે છે. ગોખી Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૬૫ ૩૮૪ સન્મતિપ્રકરણ જ લે છે. ત્યારબાદ બીજા ૧૨ વર્ષ સુધી ગીતાર્થોની નિશ્રામાં તે જ સૂત્રોના અર્થોનું અધ્યયન કરે છે. આ રીતે વિશાળ અર્થજ્ઞાન મેળવ્યા પછી ૧૨+૧ ૨=૨૪ વર્ષો પછી આ આત્મા દ્રવ્યક્ષેત્ર-કાલાદિ ભાવોનો વિશાળ અનુભવી થાય તેટલા માટે બીજા બે શિષ્યો તેમની સાથે આપીને ગુરૂ મહારાજશ્રી તે ત્રણને ત્રીજા ૧૨ વર્ષ સુધી જુદો વિહાર કરાવે છે. આ રીતે ગુરૂજીની આજ્ઞાને અનુસાર સ્વતંત્રપણે ત્રીજા ૧૨ વર્ષ સુધી અનુભવી થવા માટે તે આત્મા બે શિષ્યો સાથે વિહાર કરે છે. આમ ૩૬ વર્ષે તે આચાર્યપદને યોગ્ય બને. ટીકાનો પાઠ યતિ મુવમેનેત્તાવાર્થપ્રતિપત્વેિ સૂત્ર વ્યાયમ્ “તH" इति पूर्वोक्तार्थप्रत्यवमर्शार्थः, अधिगतम् = अधीतम् अशेषं सूत्रं येनासौ तथा - अधीततत्कालव्यावहारिकाशेषसिद्धान्तेन इति यावत् अर्थसम्पादने-तद्विषयप्रमाणनयस्वरूपावधारणे यतितव्यम् । अधीत्य सूत्रं श्रोतव्यम्, श्रुत्वा च नयसर्वसंवादविनिश्चयपरिशुद्धं भापनीयम् अन्यथा आचार्या धीरहस्ता = अशिक्षितशास्त्रार्था अनभ्यस्तकर्माऽपि कर्मणि घृष्टतया व्याप्रियते येषां हस्तास्ते धीरहस्ता आचार्याश्च ते अशिक्षितधृष्टाश्च इति यावत् । हंदि गृह्यताम् ते तादृशा महाज्ञाम् - आप्तशासनं विगोपयन्ति विडम्बयन्ति इति यावत् ।। આ કથન ઉપરથી સમજાય છે કે પ્રરૂપણા કરવી તે કેટલી મહાન જવાબદારીભર્યું કાર્ય છે ? ભવભીરૂ આત્માને જ આ વાત સમજાય તેમ છે માટે સૂત્રપ્રાપ્તિ થયા પછી અર્થપ્રાપ્તિ કરવામાં અને અર્થપ્રાપ્તિ કર્યા પછી નયવાદનો ઊંડો ગહન અભ્યાસ કરવા દ્વારા અનુભવ મેળવવામાં જ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ જે આત્માઓ આમ નથી કરતા અને પ્રમાદ સેવે છે આળસુ થાય છે અર્થપ્રાપ્તિ આદિમાં ઉપેક્ષાબુદ્ધિ સેવે છે તેઓ પ્રાપ્ત થયેલા મહાન મોંઘા એવા આ જૈનશાસનની આરાધના અને સેવા કરવાને બદલે વિડંબના કરે છે. અવહેલના કરે છે. આશાતના કરે છે. પોતાને યથાર્થ રીતે શાસ્ત્ર ન આવડતું હોય અને પ્રરૂપણા કરવા જાય તો જેમ તેમ પ્રરૂપણા કરતાં ઉસૂત્રતા થાય છે અને વાદીઓ સામે વાદમાં વિવક્ષિત સૂત્રના મનમાન્યા આડા-અવળા અર્થ કરવાથી બોલવામાં બંધાઈ જવાથી તે વક્તા હાર પામે છે. તથા તે વાદીના હાથે જ વિવક્ષિત એવા મહાગંભીર આગમ શાસ્ત્રોની વિડંબના થાય છે. વાદી તથા સભ્યો વચ્ચે વિવક્ષિત સૂત્રની કિંમત ઘટાડનાર બને છે. જે તીર્થંકર પરમાત્માની આશાતના રૂપ છે. આ પાઠથી આચાર્યપદે બીરાજમાન અને શાસ્ત્રોના અર્થની પ્રરૂપણા કરવાના અધિકારી બનેલા આત્માઓએ સૂત્રપાઠમાં, ઊંડા સૂક્ષ્મ અર્થપાઠમાં, ગહન એવા નયવાદના અભ્યાસમાં અને વિશાળ અનુભવ પ્રાપ્ત કરવામાં સદા સતત જાગૃત રહેવું જોઈએ. જે આત્મા આમ નથી કરતા, તે જૈન શાસનની આશાતના માત્ર જ કરે છે એમ નહીં પણ જૈનશાસનના અત્યન્ત વૈરી (મહાદુશ્મન) છે. એમ પણ હવે પછીની ૬૬મી ગાથામાં આચાર્ય શ્રી કહે છે. ૬૫ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #422 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૬૬-૬૭ जह जह बहुस्सुओ, सम्मओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥ ६६ ॥ चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं ण याणंति ।। ६७ ।। यथा यथा बहुश्रुतः, सम्मतश्च शिष्यगणसंपरिवृतश्च । अविनिश्चितश्च समये, तथा तथा सिद्धान्तप्रत्यनीकः ।। ६६ ।। चरणकरणप्रधानाः, स्वसमयपरसमयमुक्तव्यापाराः । વળરામ્ય સારં, નિશ્ચયશુદ્ધ ન નાનન્તિ।। ૬૭ ।। ગાથાર્થ - જેમ જેમ મુનિ બહુશ્રુત થાય છે. જૈનસમાજમાં માનવંતા (માનીલો) થાય છે અને બહુ બહુ શિષ્યગણથી પરિવરેલો થાય છે તેમ તેમ “જો જૈનઆગમશાસ્ત્રોમાં નિશ્ચિતપણે નયદૃષ્ટિ (અનેકાન્તદૃષ્ટિ) ખીલેલી ન હોય તો” તે જૈન સિદ્ધાન્તનો પ્રત્યનીક (મહાવિડંબક) મહાવૈરી થાય છે. ॥ ૬૬ ચારિત્રપાલનમાં અને ક્રિયા કરવામાં જેઓ ઓતપ્રોત છે પણ સ્વશાસ્ત્રમાં અને પરશાસ્ત્રમાં શું કહ્યું છે ? તે બાબતમાં મુક્તવ્યવસાય વાળા છે. એટલે કે ઉદાસીન છે. તેઓ ચારિત્ર અને ક્રિયાનો નિશ્ચયથી શુદ્ધ એવો સાર જાણતા જ નથી. ॥ ૬૭ ॥ ૩૮૫ ટીકાનો પાઠ यथा यथा बहुश्रुतः सम्यगपरिभावितार्थानेकशास्त्रश्रवणमात्रतः तथाविधापराऽविदितशास्त्राभिप्रायजनसम्मतश्च शास्त्रज्ञत्वेन, अत एव श्रुतविशेषानभिज्ञैः शिष्यगणैः समन्तात् परिवृतश्च अविनिश्चितश्च समये तथाविधपरिवारदर्पात् समयपर्यालोचने नादृतत्वात् तथा तथा सिद्धान्तप्रत्यनीकः यथावस्थितवस्तुस्वरूपप्रकाशकार्हदागमप्रतिपक्षः निस्सारप्ररूपणयाऽन्यागमेभ्योऽपि भगवदागमम् अधः करोतीति यावत् ॥ – Jain Educationa International વિવેચન - જે મુનિપુરૂષો શાસ્ત્રનું ચિંતન મનન અને અવગાહન છોડી દઈને “અમે બહુશ્રુત છીએ” આવો દાવો કરે છે. આવા પ્રકારની પોતાની પ્રસિદ્ધિ પાથરે છે. તથા બોલવાની ચતુરાઈના (વાગ્છટાના) કારણે સમાજમાં માનીતા (માનવંતા) થાય છે. અને તેથી પદવી તથા શિષ્યગણના પરિવારના મોહમાં આસક્ત બને છે. તેઓને ઉદ્દેશીને ગાથા ૬૬માં તથા જેઓ માત્ર ક્રિયામાર્ગમાં જ રત બની પોતાની જાતને આરાધક કે પ્રરૂપણા કરવાના અધિકારી વિગેરે માની લે છે તેઓને ઉદ્દેશીને ગાથા ૬૭માં ગ્રંથકારશ્રી ખાસ ખાસ ટકોર કરતાં જણાવે છે કે For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કાડ-૩ – ગાથા-૬૬-૬૭ સન્મતિપ્રકરણ જૈનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ, ઊંડું ચિંતન-મનન, ગહન એવા નયવાદનો પ્રવેશ, સાપેક્ષદષ્ટિતા, અનેકાન્તદૃષ્ટિનો યથાર્થ ઉઘાડ, વિવેકપૂર્વકનું મર્યાદાવાળું કથન, આ બધા ગુણો મેળવ્યા વિના બહાર-બહારના ભાવોથી જે પ્રસિદ્ધિ મેળવે છે અને બાહ્ય ભાવોના આડંબરમાં જેઓ રાચે માચે છે. પોતાની જાતને મોટી માની લઈ જેઓ સ્વચ્છેદપણે પ્રવર્તે છે. તે જૈનશાસનના આરાધક નથી, પણ વિરાધક તો છે પરંતુ તદુપરાંત તે જૈનશાસનના પ્રત્યેનીક (દુશમન-શત્રુ-અર્થાત્ વૈરી) પણ છે. આટલા બધા ભારે ભારે શબ્દો લખવાનું કારણ એ છે કે આ જીવની બાહ્યમહત્તા જેમ જેમ વધે છે તેમ તેમ તે મહત્તા જ સાચા મૂલમાર્ગે આવવામાં ઘણી ઘણી બાધક બનતી જાય છે. અને તે પોતે તો સંસારમાં ડુબે છે પણ તેના હાથે બીજા પણ અનેકજીવો ઉન્માર્ગે દોરાય છે. અને સંસાર સાગરમાં ડુબે છે. આ જ મોટુ નુકશાન છે. બહારથી પ્રસિદ્ધિ પામેલાને સાચુ કોઈ કહી શકતું નથી. તે જીવ પોતાની ભૂલ પોતાની જાતે જોતો નથી. કોઈનું સાંભળતો નથી. કદાચ કોઈ કંઈ કહે તો તે જીવનો ભક્ત વર્ગ જ તે મુનિનો ઘણો પક્ષ કરીને સાચું હિત કહેનારાને દબાવી દે છે. તેથી બાહ્ય મહત્તા જ પડતીનું કારણ બને છે. ૧. બહુશ્રુતપણાની પ્રસિદ્ધિ, ૨ જૈનસમાજમાં માનવંતાપણું, અને બહુશિષ્યગણ પરિવાર. આ ત્રણે બાહ્યવિભૂતિઓ છે. આના દ્વારા પદવીની પ્રાપ્તિ કે પદવીનો મોહ વધતો જાય છે આવી અવસ્થા પામેલા જીવને કોઈ ગીતાર્થ ભવભીરૂ મહાત્મા જલ્દી જલ્દી સાચો માર્ગ કહેવા હિમ્મત કરતું નથી. કારણ કે બાહ્યવિભૂતિ વાળો આ આત્મા સાચી હિતશિક્ષા હવે ન પણ સાંભળે અને ન પણ સ્વીકારે આવી ભીતિ મનમાં રહે છે. કદાચ હિંમત કરે અને ઉપદેશ અથવા શિખ આપે તો ઉપરોક્ત ત્રણે બાહ્ય વિભૂતિઓ ઘણી બાધા ઉભી કરે છે. આવા મુનિ પ્રત્યે અંજાયેલો અને રાગી બનેલો શિષ્યગણ પરિવાર જ તથા ભક્તગણ પરિવાર જ આ મુનિનો મજબૂત પક્ષ લઈને ઉપદેશકની સામે સખત વિરોધ કરે છે. સકલ સભા સમક્ષ ઉપદેશકને જ દબાવી દે છે. જેથી કોઈ સત્ય કહેવા તૈયાર થતું નથી અને થાય તો તે સત્ય કહેનાર પણ દબાઈ જાય છે. અને આવા જીવનો સ્વછંદ વધતો જાય છે માટે તે જૈનશાસનનો પ્રત્યેનીક બને છે. આ સ્વચ્છંદતા અનાદિની છે. મજબૂત છે. ગાઢ છે. અને મોહનીયકર્મનો ક્ષયોપશમ કર્યા વિના તથા અંતરંગ આત્મપરિણતિ સુધાર્યા વિના બહારની આ વિભૂતિઓ સ્વચ્છંદતાની પોષક અને વર્ધક બને છે. તેથી આ આત્મા જૈનશાસનનો વૈરી (શત્રુ) બની જાય છે. જો જૈન આગમશાસ્ત્રોનું સૂક્ષ્મ રીતે ચિંતન-મનન-અભ્યાસ તથા વાચનાનું આદાન પ્રદાન આ જીવનમાંથી નીકળી જાય અને માન સન્માન શિષ્યગણ પરિવારાદિ બાહ્યવિભૂતિ વધી જાય તો તેની જ આળ પંપાળમાં પરોવાયેલા જીવો અધ્યાત્મમાર્ગથી ચલિત થઈ પૌગલિક આયોજનોના ભાવોમાં જ સતત રચ્યા-પચ્યા બની જાય છે. અને તે તે પૌગલિક ભાવોની Jain Educationa International For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૬-૬૭ પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિ દ્વારા આર્ત-રૌદ્ર ધ્યાન વધતાં, આવા જીવો બહિરાત્મભાવને પામે છે. મિથ્યાત્વદશા તરફ જાય છે. ઉત્સુત્રપ્રરૂપણા વધી જાય છે અને જીવનમાં સ્વચ્છંદતા વધી જતાં કોઈ રોકનાર કે કોઈ ટોકનાર ન રહેતાં મન માની બાહ્ય પ્રવૃત્તિ વધતાં આંતરિક શુદ્ધિ ઘટતાં આવા જીવો નવા નવા પ્રવાહો ચલાવતાં જૈન શાસનને છિન્ન ભિન્ન કરે છે. નિર્મોહી આત્માર્થી જીવને આ ત્રણે બાહ્ય વિભૂતિઓ વધે, તો પણ તે તરફ નિઃસ્પૃહભાવ હોવાથી આ વિભૂતિઓ સંવેગ-નિર્વેદમાં વૃદ્ધિ કરનારી બને છે. તેથી જ આવા જીવો નિરંતર શાસ્ત્રાભ્યાસની વાચના લેવા-દેવામાં જ પ્રવૃત્તિશીલ રહે છે. તેઓ શિષ્ય પરિવાર દ્વારા કરાતી સેવાથી નિરપેક્ષ રહીને શિષ્ય પરિવારને સતત વાચના આપવા દ્વારા, હિતશિક્ષા આપવા દ્વારા તથા સાયણા-વાયણા આદિ કરવા દ્વારા શિષ્યોનું પણ પરમહિત કરીને પરમાત્માના શાસનની પ્રભાવના કરનારા બને છે અને શાસ્ત્રોનું ચિંતન-મનન ત્યજી દેનારા જીવો બાહ્યભાવમાં જ મસ્ત થઈને તેના દ્વારા પોતાની જ મહત્તા વધારીને તે મહત્તામાં અંજાઈને તેને જ પ્રભાવનાનું અંગ માની લઈ તેમાં જ દોટ મુકે છે. ઘણા ઘણા પુણ્યોદયે મળેલી આટલી બધી ઉંચી પરિસ્થિતિ, મોહ અને અજ્ઞાનદશાના કારણે ક્ષુલ્લક એવી સ્વપ્રશંસાના પ્રપંચમાં આવા જીવો હારી જાય છે. ગ્રંથકારશ્રીએ તો “જૈનશાસનનો દુશ્મન-વૈરી” કહીને ઘણું ઘણું કહી દીધું છે આનું વિવેચન લખતાં ઘણું લખી શકાય તેમ છે.પણ લખાણમાં અમારી મર્યાદા રહે છે. અમારી મર્યાદાને ઉચિત જ અમારાથી લખાય. એટલે વધારે પડતું હું કંઈ લખતો નથી. જો કોઈ ગીતાર્થ આચાર્ય મહારાજશ્રી આ ૮/૧૦ ગાથાઓનું વિવેચન લખે તો તેઓશ્રી આ ગાથાઓમાં ઘણું કહી શકે છે. તથા ઉત્તમ આત્માથી મુમુક્ષુ મહાત્માઓ પોતે જ બીજા કોઈના અર્થ ઉપર આધાર રાખ્યા વિના ગ્રંથકારશ્રીની ગાથાઓના પદોનું ભાવથી જો ચિંતન-મનન અને નિદિધ્યાસન કરે તો પણ પોતાના જીવનમાં ઘણો ઘણો પલટો લાવી શકે છે. વળાંક બદલી શકે છે. અને પરદ્રવ્યનાં મોહનાં તોફાનો, સ્વચ્છંદતા અને ઉશ્રુંખલતા ઇત્યાદિ જે કોઈ દુષણો જીવનમાં આવ્યાં હોય તે પોતે જ સમજી શોચીને દૂર કરી શકે તેમ છે. અને સુંદરતમ એવા કલ્યાણના માર્ગે વળી શકે તેમ છે. ઉપરની વાતને અનુસરનારી વાતો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ૧૨૫-૧૫૦૩૫૦ ગાથાના સ્તવનોમાં, તથા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ૧૫-૧૬ માં ઘણી યુક્તિપ્રયુક્તિ પૂર્વક કહી છે. વિશેષાથીએ ત્યાંથી અભ્યાસ કરવા જેવો છે. જિમ જિમ બહુશ્રુત, બહુજનસમ્મત, બહુશિષ્ય પરિવરિયો ! તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ / સાડા-ત્રણસો ગાથાનું સ્તવન ઢાળા ૧/૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કાષ્ઠ-૩ – ગાથા-૬૬-૬૭ સન્મતિપ્રકરણ રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી | એહમાં એકે હેલીઓ, દિયે સંસાર અનર્થ જિનજી | સાડા ત્રણસો ગાથાનું સ્તવન ઢાળ ૯/૨૮ ગાથા ૬૬ માં બાહ્યવિભૂતિમાત્રમાં જ રાચતા અને સૂત્રાર્થની વાચનાના આદાનપ્રદાનને ત્યજી દેતા, નિશ્ચય દૃષ્ટિની ઉપેક્ષા કરતા આત્માને જેમ હિતશિક્ષા કહી છે તેવી જ રીતે ગાથા ૬૭માં ક્રિયામાત્રમાં જ આત્મહિત સમજી, તેમાં જ રચ્યા પચ્યા રહેતા, અને તેનાથી જ સંતોષ માની લેતા, મેં તો ઘણું ઘણું આત્મકલ્યાણ સાધી લીધું આમ માની મનમાં ફુલાતા જીવને શિખામણ આપી છે કે - આવા જીવો પણ જે ચારિત્ર પાળે છે અને ધર્મક્રિયાનું આચરણ કરે છે. તેઓ પણ નિશ્ચયદેષ્ટિએ શુદ્ધ એવો ચારિત્રનો સાર પામી શકતા નથી. કારણ કે તેઓ પણ “જ્ઞાન-ક્રિયા” રૂપ બે અંગમાંથી માત્ર એક અંગ જ સેવે છે. અને સેવેલા એવા તે ક્રિયારૂપ એક અંગનું પણ મનમાં માન ઘણું કરે છે. બીજા અંગ તરફ ઘણી જ ઉપેક્ષાભાવ હોય છે. કેવળ એકલો ઉપેક્ષાભાવ જ હોય છે એટલું જ નહીં પણ નયવાદનો અભ્યાસ ઘણો ગહન અને કઠીન હોવાથી માથાના દુઃખાવા રૂપ પણ લાગે છે. તેથી તેના પ્રત્યે અણગમો - નારાજગીભાવ અને ઊંડે ઊંડે તિરસ્કાર ભાવ પણ હૃદયની અંદર આ જીવમાં વર્તતો હોય છે. - તથા બાહ્યક્રિયામાર્ગ ઈતરલોકો વડે જોઈ શકાય છે યશ કીર્તિનું પણ કારણ બને છે પોતાને પણ તે સેવેલા ક્રિયામાર્ગની ગણતરી (સંખ્યા) ગણીને મેં આ કર્યું. મેં આ કર્યું એમ ગાણાં ગાવાની તમન્ના પણ થઈ જાય છે. તેનાથી મેં ઘણી સાધના-આરાધના કરી એવો હાર્દિક સંતોષ પણ થઈ જાય છે. ઈતરલોકો પણ તે જીવની સાધના-આરાધના દેખતા હોવાથી અહો ! તમે તો આએ કર્યું છે. આએ કર્યું છે. તમે જીવનમાં સાધનામાં કંઈ બાકી રાખ્યું નથી. આમ કહી તે જીવને માનમાં ચડાવતા હોય છે અને ભોળા ભદ્રિક જીવો પોતાની ઉણપ ન જોતાં કરેલી ક્રિયાના માનમાં ચડી જાય છે. જ્ઞાનદશા વિના લાભાલાભનું રહસ્ય સમજાતું નથી. સાચુ તત્ત્વજ્ઞાન પ્રસરતું નથી. તેથી હિતાહિતની વિવેકબુદ્ધિ પ્રગટતી નથી અને આ જીવ સ્વપ્રશંસા-પરનિંદા અને માનાદિ કષાયમાં ધકેલાઈ જાય છે. માટે ગ્રંથકારશ્રીએ સૂત્ર નહી ભણનારાને, તથા સૂત્રપાઠ ભણીને અર્થપાઠ નહી ભણનારાને, અને સૂત્ર તથા અર્થપાઠ ભણ્યા પછી અનેકાનંદૃષ્ટિનો વિકાસ નહી કરનારાને, તથા ગીતાર્થો પાસે વાચનાનો વ્યવહાર નહી કરનારાને, અને સ્વચ્છંદ મતિવાળાને આ ગાથાઓમાં ઘણી ઘણી માર્મિક ટકોર કરી છે અને હિતશિક્ષા રૂપ ઉપદેશ પણ આપ્યો છે. સાધક અને આરાધક આત્માએ આ ગાથાઓમાંથી સ્વયં સમજી લેવું. આ ૧૦/૧૨ ગાથાઓના અર્થો તથા વિવેચન વારંવાર વાંચવું અને એકાન્તમાં બેસીને આત્માર્થભાવે ઘણું જ ચિંતન કરવું. એવી ભાવભરી અમારી Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૮ વિનંતિ છે. નમ્રભાવે અરજ છે. અમારી મર્યાદા પ્રમાણે અમે લખ્યું છે વધારે ગીતાર્થ ભગવંતો પાસેથી સમજી લેવું. / ૬૬-૬૭ | જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગમાં કોઈ પણ એક માર્ગ મોક્ષસાધક બનતો નથી. બન્નેનો સમન્વય જ મોક્ષદાયક બને છે. તે વિષે પણ ગ્રંથકારશ્રી અનેકાન્ત દ્રષ્ટિવાળો જ માર્ગ જણાવે છે - णाणं किरियारहियं, किरियामेत्तं च दो वि एगंता । સમસ્થા રાઉં, -મરVgિવવું જ મારૂં . ૬૮ | ज्ञानं क्रियारहितं क्रियामात्रञ्च द्वावप्येकान्तौ । असमर्थौ दापयितुं जन्म-मरणदुःखेभ्य मा भैषीः ॥ ६८ ॥ ગાથાર્થ - ક્રિયા વિનાનું કેવળ એકલું જ્ઞાન, અને (જ્ઞાનવિનાની) કેવળ એકલી ક્રિયામાત્ર, આ બન્ને એકાન્તદૃષ્ટિ છે. તેથી તે બન્ને એકાન્તમાર્ગો આ જીવને જન્મ-મરણના દુ:ખનો ભાગી ન બને તેવી પરિસ્થિતિ અપાવવાને અસમર્થ છે. || ૬૮ | ટીકાનો પાઠ - સાતે યથાવત્ નવાવિતત્ત્વમતિ જ્ઞાનમ્ ક્ષિય તિ ક્રિયા, यथोक्तानुष्ठानम्, तया रहितम्, "जन्ममरणदुःखेभ्यो मा भैषीः' इति दर्शयितुं दातुं वा असमर्थम् । न हि ज्ञानमात्रेणैव पुरुषो भयेभ्यो मुच्यते, क्रियारहितत्वात् । दृष्टप्रदीपनकपलायनमार्गपङ्गवत् । क्रियामात्रं वा ज्ञानरहितम् न "तेभ्यो मा भैषीः" इति दर्शयितुं दातुं वा समर्थम् । न हि क्रियामात्रात् पुरुषो भयेभ्यो मुच्यते, सज्ज्ञानविकलत्वात् प्रदीपनकभयप्रपलायमानान्धवत् तथा चागमः । "हयं णाणं कियाहीणं, हया अण्णाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो य अंधओ ॥" (આવશ્યક-નિયુક્તિ ગાથા-૨૨) વિવેચન - પાછલી ગાથાઓમાં સૂત્રપાઠ-અર્થપાઠ અને સાપેક્ષ નયવાદનો અભ્યાસ ઇત્યાદિમાં ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે જીવનની સાર્થકતા જો કરવી હોય તો આ કરવું જરૂરી છે. આ સાંભળીને કોઈ એકાન્ત જ્ઞાનમાર્ગમાં જ ચડી ન જાય અને ક્રિયામાર્ગ ત્યજી ન દે, તથા કેવલ એકલા ક્રિયા માર્ગમાં જ સંતુષ્ટ ન થઈ જાય. તે માટે આ ગાથામાં બન્નેનો સમન્વય સાધતાં જણાવે છે કે આત્માની મુખ્ય બે શક્તિઓ છે. એક ચેતનાશક્તિ અને બીજી વીર્યશક્તિ. આ બન્ને શક્તિઓનો એકસરખો વિકાસ સાધવો જરૂરી છે. એટલું જ નહીં પરંતુ પરસ્પર ઉપકારક Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કાર્ડ-૩ – ગાથા-૬૮ સન્મતિપ્રકરણ બને, એક-બીજાની પોષક અને વર્ધક બને તે રીતે બન્ને શક્તિઓનો જો વિકાસ સાધવામાં આવે તો જ ફળપ્રાપ્તિ થાય છે. ચેતનાશક્તિ તે જ્ઞાનમાર્ગ છે. અને વીર્યશક્તિ તે ક્રિયામાર્ગ છે. બન્નેની સમન્વયપણે સાધના-વિકાસ કરવાથી અનંતસુખગુણની પ્રાપ્તિ થાય છે જો એક શક્તિનો વિકાસ સાધીએ અને બીજી શક્તિની ઉપેક્ષા કરીએ તો તે વિકાસ અપૂર્ણ જ રહી જાય છે. જે આ જીવ જન્મમરણના દુઃખનો ભાગી ન બને એવી અજરામર પરિસ્થિતિ આપવાને અસમર્થ થાય છે. કોઈ જીવ પાણીથી ભરેલા તળાવને કે સરોવરને તરીને પેલે પાર જવા ઈચ્છે પરંતુ ઈચ્છા કરવા માત્રથી કંઈ તરી જવાતું નથી. તે તરવા માટે તે જીવને તરવાની કળાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તરવા માટેની હાથ-પગ યથોચિતપણે હલાવવાની ક્રિયાની પણ જરૂરિયાત છે. બન્ને શક્તિના વિકાસ વિના પાર પામવું અશક્ય છે. કોઈ જીવ અમદાવાદથી મુંબઈ જવા ગાડી લઈને નીકળે. પરંતુ અમદાવાદથી મુંબઈ જવાના સરળ અને સુખદાયી રસ્તાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તે રસ્તા ઉપર ગાડી ચલાવવાની ક્રિયા કરવી પણ જરૂરી છે. બન્નેમાંના કોઈ એકના પણ અભાવે ફળપ્રાપ્તિ થતી નથી. કોઈ પણ માણસ કોઈ પણ જાતનો ધંધો-વ્યવસાય કરે તો તે ધંધા વ્યવસાયનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તે માલની લેવડ-દેવડ કરવા રૂપ ક્રિયા કરવી પણ જરૂરી છે. આવાં અનેક ઉદાહરણોથી સમજાય તેમ છે કે જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્વય હોવો જરૂરી છે. 'શાસ્ત્રમાં આ વાત સમજાવવા માટે “અંધ-પંગુ” ન્યાય અતિશય પ્રસિદ્ધ છે, કોઈ એક અંધ પુરૂષ અને બીજો પાંગળો પુરૂષ એક જંગલમાં હતા. અને ત્યાં આગ લાગી, અથવા માર્ગ ભુલ્યા પણ તે જંગલમાં બન્ને સાથે મળ્યા. જેથી પાંગલાએ દૃષ્ટિ આપી માર્ગ બતાવ્યો અને આંધળાએ પાંગળાને ખભા ઉપર લીધો અને પગ દ્વારા ગતિક્રિયા આપી. આમ બન્ને સાથે મળવાથી ઈષ્ટનગરે પહોંચ્યા. તેમ અહીં જાણવું. ચેતનાનો વિકાસ એટલે જ્ઞાનપ્રાપ્તિ કરવી અને વીર્યવિકાસ એટલે તેને અનુસાર ધર્મક્રિયા, ધર્મસંસ્કાર, અને ધર્મમય વાતાવરણવાળું જીવન ઘડવું. એ જ માર્ગ આત્મ કલ્યાણ કરનારો છે. સંસારમાં પણ જેમ વ્યાવહારિક શિક્ષણ સારૂં મેળવ્યું હોય (ધારો કે ડોક્ટરનું શિક્ષણ લીધું હોય) અને તેને અનુસારે જીવન પણ તે પ્રાપ્ત કરેલી કળાના આચરણવાળું બનાવ્યું હોય (ડોક્ટરી લાઈનની પ્રેક્ટીશ કરવા દ્વારા સારો અનુભવ મેળવ્યો હોય ૨/૩ વર્ષ રેસીડન્સી કરી હોય) તો ધનપ્રાપ્તિ દ્વારા જીવન સંસારના સુખે સુખી થાય છે તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સંવેગ-નિર્વેદના પરિણામને વધારનારું આત્મતત્ત્વનું વિશાળ Jain Educationa International For Personal and Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૮ ૩૯૧ જ્ઞાન મેળવ્યું હોય અને તેને અનુસારે જીવન પણ ત્યાગ તપાદિ ધર્મક્રિયામય બનાવ્યું હોય તો પૂર્વબદ્ધ કર્મોની વિપુલ નિર્જરા થતાં આ જીવની વહેલી પહેલી મુક્તિ થાય છે. - હવે જો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જ ન કરી હોય તો જીવન સારું કેમ ઘડી શકાય? યથાર્થ ધર્મક્રિયામય જીવન કેવી રીતે બને? અર્થાત્ ન બને, માટે સમ્યજ્ઞાન મેળવવું જરૂરી છે. અને જો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય પરંતુ તેને અનુસાર વર્તનવ્યવહારમાં જો સુધારો કરવામાં ન આવ્યો હોય તો તેવા જ્ઞાન માત્રથી પણ આ જીવને શું લાભ ? તેથી જ શાસ્ત્રકાર મહારાજા આ ગાળામાં જણાવે છે કે જ્ઞાન અને ક્રિયા આમ આ બન્નેના એકાન્ત માર્ગો જો સ્વીકારાય તો તે છુટા છુટા છેડાઓ છે. તે બન્ને છેડાઓ છુટા છુટા જો રહે તો આંધળા અને પાંગળાની જેમ આ જીવ ઘણો દુઃખી જ થાય. પરંતુ આંધળા અને પાંગળાનો જેમ સમન્વય થયો અને યથોચિત પણે વર્યા તો સુખી થયા તેમ જ્ઞાન અને ક્રિયા યથાસ્થાને ગોઠવાય તો મુક્તિની પ્રાપ્તિ કરાવવા રૂપ કાર્યના સાધક બને. અને આ આત્મા આત્મિક એવા અનંતસુખે સુખી થાય અન્યથા આત્માના કલ્યાણનો સાધક ન બને. આ વિષય ઉપર અન્યશાસ્ત્રોમાં પણ ઘણું બધું કહેલું છે. તેથી મુનિપણું પ્રાપ્ત કરેલા અને ત્યાગ-તપાદિ ચરણ-કરણમાં વ્યાપ્ત એવા મુનિએ સૂત્રપાઠ-અર્થપાઠ અને અનુભવાદિ જ્ઞાન મેળવવામાં નિરંતર ઉદ્યમશીલ બનવું. અને બહુશ્રુતત્વ બહુશિષ્યગણ પરિવારત્વ અને સમાજમાં માનવત્તા આદિ બાહ્ય વિભૂતિવાળા આત્માએ પણ તે બાહ્યવિભૂતિમાં ન રાચતાં આત્માનું દમન કરે તેવા સમ્યજ્ઞાનને મેળવવા માટે વાચના લેવા-દેવાના જ વ્યવહારમાં વધારે લયલીન રહેવું. શાસ્ત્રકારોએ મુનિને ઉદ્દેશીને આ ઉપદેશ આપ્યો છે પરંતુ આ ઉપદેશ એકલા મુનિ ગણ પુરતો જ નથી - શ્રાવક-શ્રાવિકાએ પણ પોત પોતાની ભૂમિકાનુસાર આ જ માર્ગને અનુસરવાનું છે. સ્વચ્છંદતા, અહંભાવ, પદ્ગલિકભાવની પ્રીતિ, પરભાવદશા, અને બહિરાત્મભાવ ત્યજીને સદ્ગુરૂની નિશ્રા લઈને યથોચિત ધર્મારાધના કરવી અને સમ્યગૂ જ્ઞાન મેળવવું આ જ માર્ગ અતિશય આવશ્યક અને આત્મહિતકારક છે. જ્ઞાન અને ક્રિયાના, નિશ્ચય અને વ્યવહારના, દ્રવ્ય અને ભાવના, સામાન્ય અને વિશેષના એકાન્ત વાદને ન સ્વીકારતાં સર્વત્ર બન્નેનો યથાસ્થાને સમન્વય થાય, પરસ્પર સાપેક્ષતા જળવાય તે રીતે અનેકાન્તવાદની દૃષ્ટિવાળા બનવું. પોતાના જીવનમાં પણ બન્નેના વ્યવહારો યથાયોગ્ય રીતે મેળવવા. સંસારના પણ સર્વે વ્યવહાર અનેકાન્તવાદ ઉપર જ રહેલા છે. તો મુક્તિના અર્થી એવા ચતુર્વિધ સંઘમાં રહેલા સર્વે પણ મહાત્માઓએ સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં અને તેને અનુસાર સર્વથા નિર્લેપ એવું પોતાનું જીવન ઘડવામાં તથા ત્યાગ-તપ શુદ્ધાચરણમય જીવન બનાવવામાં નિરંતર પ્રયત્નશીલ બનવું આ જ કલ્યાણપ્રાપ્તિનો પરમ ઉપાય છે. તે ૬૮ || Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ * ૩૯૨ કારડ-૩ - ગાથા-૬૯ સન્મતિપ્રકરણ 'जेण विणा लोगस्स वि, ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो, नमो अणेगंतवायस्स ।। ६९ ॥ येन विना लोकस्यापि, व्यवहारो सर्वथा न निपतति । तस्मै भुवनैकगुरवे, नमोऽनेकान्तवादाय ।। ६९ ॥ ગાથાર્થ - જે (અનેકાન્તદૃષ્ટિ) સ્વીકાર્યા વિના લોકના પણ સઘળા વ્યવહારો ઘટતા નથી. તેથી ઉપર સમજાવ્યા પ્રમાણે સઘળા ત્રણે ભુવનના એકગુરૂતુલ્ય એવા તે અનેકાન્તવાદને અમારા નમસ્કાર હોજો. || ૬૯ છે. વિવેચન - અનેકાન્તવાદ એ જૈનોનો સિદ્ધાન્ત છે એમ દર્શનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પરંતુ વાસ્તવિક તેમ નથી. કારણ કે જગતના સઘળા પણ પદાર્થોના સઘળા પણ વ્યવહારો સહજપણે અનેકાન્તમય છે. દાખલા તરીકે સુરત શહેર કઈ દિશામાં આવ્યું? પાર્શ્વનાથ પ્રભુ આગળ થયા કે પાછળ થયા ? આ ગામ (સુરત) નાનું કે મોટું દૂધ પીવા જેવું કે ત્યજવા જેવું? આવા પ્રકારનાં અનેક વાક્યોમાં કેવળ એકતરફી કોઈ જવાબ આપી શકાશે નહીં. કારણ કે વસ્તુ સ્વરૂપ જ ઉભયાત્મક (સાપેક્ષમય) છે. - સુરત શહેર અમદાવાદની અપેક્ષાએ દક્ષિણમાં, મુંબઈની અપેક્ષાએ ઉત્તરમાં, બારડોલીની અપેક્ષાએ પશ્ચિમમાં અને અરબી સમુદ્રની અપેક્ષાએ ઉત્તરમાં આવેલ છે. આમ સાપેક્ષ પણે જ ઉત્તર આપી શકાય ? આવી સાપેક્ષતા વિના સાચો ઉત્તર જ ન મળે. એવી જ રીતે પાર્શ્વનાથ પ્રભુ મહાવીર પ્રભુની અપેક્ષાએ પહેલાં થયા અને તેમનાથ પ્રભુની અપેક્ષાએ પછી થયા. સુરત શહેર અમદાવાદ શહેરની અપેક્ષાએ નાનું છે પણ ભરૂચ શહેરની અપેક્ષાએ મોટું છે. દૂધ ઘણા પરિશ્રમથી અશક્ત બનેલા માટે પેય છે. પરંતુ સંઘણી આદિના રોગવાળા માટે અપય છે. આમ સર્વ લોકવ્યવહારમાં સ્વતઃ જ સાપેક્ષવાદ જ રહેલો છે. અનેકાન્તવાદ વિના લોક આખાના કોઈ પણ વ્યવહારો સંગત થતા નથી. તેથી સંપૂર્ણ જગત પોતે જ સ્વાભાવિક પણે જ અનેકાન્તાત્મક છે. તીર્થકર ભગવંતો તો કેવલ જ્ઞાનથી જોયેલા અને જગતમાં સ્વતઃ રહેલા એવા અનેકાન્તવાદના માત્ર પ્રરૂપક છે. તે સંપૂર્ણ કેવલ જ્ઞાની છે. વીતરાગી છે. પરિપૂર્ણજ્ઞાનવાળા છે. જગત જેવું છે તેવું જ સ્વરૂપ સાક્ષાત જોનારા છે અને જોઈને તેવું જ કહેનારા છે. રાગપ-ભય-અજ્ઞાનતા આદિ દોષો ન હોવાથી અલ્પાંશે પણ અસત્ય બોલતા નથી. તેમના ૧. આ ગાથા મૂલગ્રંથકારશ્રીની ન હોય અને પાછળથી પ્રષિત કરાઈ હોય એમ લાગે છે. પરંતુ વિ. સંવત ૧૮૨૮ માં લખાયેલી અને હાલ કોબાના ભંડારમાં રહેલી હસ્તલેખિત પ્રતમાં આ ગાથા છે. એટલે અમે પણ લખી છે. પૂ. અભયદેવસૂરિજીકૃત ટીકામાં પણ આ ગાથા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૭૦ ૩૯૩ જ્ઞાનમાં તથા તેમની વાણીમાં અસત્યતા સંભવતી જ નથી. તેથી યથાર્થદૃષ્ટા છે અને વીતરાગ તથા સર્વજ્ઞ હોવાથી યથાર્થવક્તા છે. આ રીતે જગત સ્વયં અનેકાન્તાત્મક છે તેથી તીર્થકર ભગવંતો તે જગતને તેવું દેખે છે અને તેવું જ વર્ણવે છે તેથી ભગવંતો અનેકાન્તવાદના પ્રરૂપક (સમજાવનારા) કહેવાય છે. જૈનદર્શનકારોએ અનેકાન્તવાદ થાપ્યો નથી. અનેકાન્તતા તો સ્વતઃ છે જ. ભગવંતોએ તો તે અનેકાન્તતા માત્ર બતાવી જ છે. સાંખ્ય-મીમાંસક-નૈયાયિક-વૈશેષિક-બોદ્ધ-ચાર્વાક કે વેદાન્ત ઇત્યાદિ દર્શનોના નેતાઓ પરિપૂર્ણ જ્ઞાની કે વીતરાગી નથી. તે સઘળા ઋષિમુનિઓ છે કે જે પોતપોતાની માન્યતા પ્રમાણે પોતાની સાધનાદશામાં વર્તનારા છે એટલે પોત પોતાની બુદ્ધિને અનુસારે કલ્પના કરીને (અનુમાન દ્વારા) જગતનું સ્વરૂપ સમજાવનારા છે અને કલ્પના હંમેશાં એકદેશીય હોવાથી એકાન્તતાવાળી છે. તેથી સત્ય હોતી નથી. માટે તે સર્વે મિથ્યાવાદી છે. - સાંખે નિત્યવાદ થાપ્યો છે. બૌદ્ધોએ અનિત્યવાદ થાપ્યો છે તૈયાયિક-વૈશેષિકોએ ક્યાંઈક નિત્યવાદ અને ક્યાંઈક અનિત્યવાદ થાપ્યો છે. વેદાન્તિઓએ અભેદવાદ થાપ્યો છે. તેઓની જેમ જૈનદર્શનકારોએ અનેકાન્તવાદ થાપ્યો છે. આમ ક્યારેય પણ ભુલેચુકે બોલવું નહી કે સમજવું નહીં. જૈનદર્શનકારોને “અમારું આમ માનવું છે” આવો મત ક્યારેય પણ હોતો નથી. મત છદ્મસ્થોને જ હોય છે. આગ્રહ પણ છઘસ્યોને જ હોય છે. જૈનદર્શનકારો તો જગત અનેકાન્તાત્મક છે એમ કેવલજ્ઞાનથી સાક્ષાત્ દેખે છે અને દેખીને જગતના જીવોને જેવું છે. તેવું સમજાવે છે. માટે યથાર્થદૃષ્ટા છે અને યથાર્થ ઉપદેશક છે. પણ મતાવલંબી નથી. તેથી “જૈનમત” આવો શબ્દપ્રયોગ પણ ક્યારેય ન કરવો. જિનેશ્વર ભગવંતોને મત (મતિજ્ઞાન) હોતો જ નથી. તેઓ દેખીને યથાર્થ કહેનારા માત્ર છે. હવે જો જગત પોતે જ અનેકાન્તાત્મક હોય તો અનેકાન્તવાદ સમજ્યા વિના અને સ્વીકાર્યા વિના કેમ ચાલે ? તેથી જે અનેકાન્તવાદ માન્યા વિના લોકના વ્યવહારો સંભવતા જ નથી તેવા અનેકાન્તવાદને અને તેથી જ સકલભાવાના ગુરૂતમસ્થાનીય એવા અનેકાન્તવાદને અમારા ભાવપૂર્વક વારંવાર નમસ્કાર. // ૬૯ ગ્રંથનો ઉપસંહાર અને સમાપ્તિ - भई मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। ७० ।। भद्रं मिथ्यादर्शनसमूहमयस्य अमृतसारस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगम्यस्य ।। ७० ।। Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૬૯ ૩૯૪ સન્મતિપ્રકરણ ગાથાર્થ - નિરપેક્ષપણે પ્રવર્તતાં સર્વે મિથ્યાદર્શનોના (સાપેક્ષભાવે) સમૂહાત્મક એવું, અમૃત = મોક્ષને પ્રાપ્ત કરવાના સારવાળું અથવા અમૃત જેવો સાર છે જેમાં એવું, અને સંવિજ્ઞપાક્ષિક જીવો વડે જ સુખે સુખે સમજી શકાય એવું પરમાત્મા વીતરાગદેવશ્રી જિનેશ્વરપ્રભુનું વચન (જિનવાણી) કલ્યાણ પામો. (યાવચંદ્રદિવાકર સુધી જગતના જીવોનું કલ્યાણ કરનારી આ વાણી બનો) | ૭૦ | ટીકાનો પાઠ - મામ્ નિનવરની મસ્તુ તિ સવશ્વ: મિથ્યાતનસમૂહमयस्य । ननु यद् मिथ्यादर्शनसमूहमयं, तत् कथं सम्यग्रूपतामासादयति ?। न हि विषकणिकासमूहमयस्य अमृतरूपतापत्तिः प्रसिद्धा । न, परस्परनिरपेक्षसंग्रहादिनयरूपापन्नसांख्यादिदर्शनानां परस्परसव्यपेक्षतासमासादितानेकान्तरूपाणां विषकणिकासमूहविशेषमयस्य अमृतसंदोहस्येव सम्यक्त्वापत्तेः । વિવેચન - જિનેશ્વર પરમાત્માનું “શુદ્ધ આત્મદ્રવ્ય” તો ઘનઘાતી કર્મ રહિત, સ્ફટિક જેવું અતિશય નિર્મળ, અનંતગુણી જરૂર છે જ. પરંતુ તે આત્મદ્રવ્ય અરૂપી હોવાથી તથા ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી તથા વર્તમાન કાલે મુક્તગત હોવાથી સામાન્ય લોકો વડે જોઈ શકાતું નથી. પરંતુ તેઓ જ્યારે શરીરધારી હતા ત્યારે શરીરધારી હોવાથી શરીરસંબંધી રૂપવડે રૂપી છે. તેથી વાચા દ્વારા પવિત્ર ધર્મદેશના ફરમાવે છે આ ધર્મદેશના વીતરાગતા-સર્વજ્ઞતાનિઃસ્પૃહતા-પરોપકારપરાયણતા આદિ ગુણોમાંથી જન્મ પામતી હોવાથી તથા તીર્થકર નામકર્મના અનુપમ પુણ્યના ઉદયથી જન્ય હોવાના કારણે ૩૫ ગુણોવાળી, પરમકલ્યાણકારી, શ્રોતાના હૈયાને તુરત અસર કરનારી, અમૃત જેવી મીઠી, અને મોક્ષાભિલાષી જીવો વડે સુખે સુખે સમજાય તેવી હોય છે. આ ધર્મદેશના દ્વારા જ પ્રભુ આપણો અનંત-અનંત ઉપકાર કરે છે. આ ધર્મદેશના વડે જ આપણો અને પ્રભુનો નિકટતમ સંબંધ થાય છે. ઉપકાર કરનારી વાણી આપણને પ્રભુએ જે આપી છે. તે જ ઘણું ઘણું આપ્યું છે. તેથી આ ધર્મદેશના કે જેને જિનવાણી પણ કહેવાય છે તેની મંગલકામના ઈચ્છતા ગ્રંથકારશ્રી જણાવે છે કે આ જિનવાણી ત્રણ વિશેષણોવાળી છે. (૧) મિથ્યાદર્શનોના સમૂહાત્મક - સર્વે નયો જ્યારે પરસ્પર નિરપેક્ષ હોય છે. ત્યારે એક બીજાની અવગણના કરવા પૂર્વક પોત પોતાના જ માન્ય વિષયને જ કહેનારા બને છે ત્યારે તે અતિશય છુટા પડેલા માળાના મણકા સમાન હોય છે. તેથી તે સર્વે નયો મિથ્યા દ્રષ્ટિ છે. સર્વે પણ નયો આવા પ્રકારના એકાન્તવાદને જ કહેનારા હોય છે. પરંતુ કોઈ પણ એક નયના એકાન્તવાદના કથન પ્રમાણેનું એકાન્ત સ્વરૂપવાળું આ જગત નથી. તેથી તે સઘળા નો એકાન્તવાદી હોવાથી મિથ્યાદર્શન સ્વરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ કાડ-૩ – ગાથા-૭૦ સન્મતિપ્રકરણ ૩૯૫ માળાના છુટા છુટા વિખેરાયેલા તે મણકા જ જ્યારે એક દોરામાં યથાસ્થાને પરોવાયા હોય છે ત્યારે તે મણકાની જ માળા બને છે. મણકાને છોડીને કોઈ જુદી માળા બનતી નથી. તેવી જ રીતે પરસ્પર નિરપેક્ષ એવા મિથ્યાદર્શનાત્મક જે નયો છે તે જ સઘળા નયો વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની આજ્ઞારૂપ દોરાથી પરોવાયા છતા પરસ્પરનિરપેક્ષતા રૂપ સ્વચ્છંદતાના ઝેરને ત્યજી દેનારા જ્યારે બને છે અને પરસ્પરસાપેક્ષતા રૂપ અમૃતને ધારણ કરનારા જ્યારે બને છે. ત્યારે તે સઘળા નયો જ જૈનદર્શન કહેવાય છે. જે સઘળા નો એકાન્તવાદના કારણે મિથ્યાદર્શન આત્મક હતા તે જ સઘળા નયો અનેકાવાદની દૃષ્ટિથી સિંચાયા છતા અદ્ભૂત અવર્ણનીય અને અનુપમ યથાર્થદર્શન સ્વરૂપ બન્યા છતા “જૈનદર્શનતાને પામે છે. અભૂત અમૃત તુલ્ય બને છે. આ વિશેષણથી વીતરાગ પરમાત્માએ બતાવેલ આ જૈનદર્શન એ કંઈ તેમનો મત નથી, તેમનો પક્ષ નથી. કોઈ પણ જાતનો એકાન્તવાદ નથી. સાપેક્ષભાવે અનેકાન્તાત્મક જગતનું સ્વરૂપ છે અને તે સ્વરૂપે જ તત્ત્વ સમજાવનારું આ જૈનદર્શન છે માટે પરિપૂર્ણ સત્ય છે. સો ટચના સોના જેવું નિર્દોષ અને યથાર્થદર્શન છે. વીતરાગ પરમાત્માએ તે જ બતાવ્યું છે. (૨) અમૃતસારસ્સ - જેવું જગત છે તેવું જ સ્વરૂપ આ દર્શન જણાવતું હોવાથી મધ્યસ્થવચન છે પક્ષપાતી વચનો નથી. તેથી સાંભળનારાને - ભણનારાને “અમૃત” ના જેવું મીઠું લાગે છે. અમૃતના જેવું હિતકારી થાય છે. કલ્યાણકારી થાય છે. નિરપેક્ષતારૂપી વિષને ત્યજાવીને સાપેક્ષતારૂપી અમૃતને પાનાર હોવાથી વધારે ને વધારે મધ્યસ્થતા - તટસ્થતા જ લાવનાર છે જેથી કોઈ પણ બાજુના પક્ષની ખેંચાખેંચી રહેતી નથી. પરસ્પર ઝઘડા-ક્લેશ કડવાશ કે વેરઝેર થતાં નથી. જે કોઈ પક્ષાપક્ષી ભૂતકાળમાં હતી તે પણ નાશ પામતાં પરમ શાન્તિ આપનાર આ દર્શન બને છે. આ રીતે ક્લેશ અને કષાયોનો નાશ થવાથી વીતરાગતા અપાવવા દ્વારા મુક્તિપદ આપનાર બને છે. જીવને અમૃત = અમર બનાવે છે માટે અમૃતસાર છે. ટીકામાં કહ્યું છે કે - વિદ્યતે મૃતં પરંvi સ્મિન ગણ મૃત: = મોક્ષ, તં સારયતિ गमयति = प्रापयतीति वा तस्य अवन्ध्यमोक्षकारणत्वात् मोक्षप्रतिपादकत्वाच्च । अमयसायस्स વા કૃતિ પાડે અમૃતવત્ સ્વાદાતે ડ્રત્યકૃતસ્વામ્ = અમૃતતુન્યમિતિ યાવત્ / અથવા અમૃતના જેવા આસ્વાદવાળુ આ જૈનશાસન છે. (૩) વિદાદિષ્પ - જે જીવો સંવેગપરિણામી છે. વૈરાગી છે. આત્માર્થી છે. તટસ્થ હૃદયવાળા છે. સત્યતત્ત્વ જાણવાના અભિલાષી છે. પક્ષાપક્ષી ખેંચતાણ વિનાના Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ કાઠ-૩ – ગાથા-૬૯ સન્મતિપ્રકરણ છે. તેવા જીવો વડે જ આ જૈનદર્શન સુખે સુખે સમજાય તેવું છે. જો કે આ સઘળા નો જુદી જુદી વાતોને કહેનારા, પરસ્પર વિરૂદ્ધ ભાષણ કરનારા છે. એટલે ઉપરછલ્લી દૃષ્ટિથી જોતાં વ્યામોહ થાય, ભ્રમ થાય, આશ્ચર્ય થાય તેવા આ નયો છે અને તેથી જ સમજવામાં જટિલ અને દુર્ગમ લાગે છે. પરંતુ “સ્યાદ્વાદ” એટલે અનેકાન્ત દષ્ટિ જો વિકસી જાય તો તે દૃષ્ટિરૂપી દોરામાં પરસ્પર વિરોધી દેખાતા બધા જ નયો યથાસ્થાને ગોઠવાઈ જતાં દુર્ગમતા ચાલી જવાથી દુર્ગમ દેખાતા એવા પણ આ નવો અતિશય સુગમ બની જાય છે. દુર્ગમ દેખાતું કોઈ ગણિત તેની ચાવી મળી જતાં જેમ સુગમ બની જાય છે. તેમ અહીં સમજવું. પોત પોતાના પક્ષ તરફ એકાન્ત ખેંચનારી, તેથી જ એકબીજાની અવગણના કરનારી ખોટા જેવી લાગતી અનેક વિચારસરણીઓ અનેકાન્તદૃષ્ટિરૂપી દોરામાં યથાસ્થાને યોગ્ય રીતે ગોઠવાઈ છતી, અનુપમ જૈનદર્શન બને છે. આ સર્વે નયોનું જ સાપેક્ષભાવે બનેલું જે દર્શન થાય છે તે જ આ અનુપમ દર્શન છે. તેને જ જૈનદર્શન કહેવાય છે. આ ત્રણે વિશેષણોથી જૈનદર્શનનું માહાસ્ય સમજાવ્યું છે. આવા સુંદર, ઉત્તમોત્તમ, નિષ્પક્ષપાતે તત્ત્વપ્રતિપાદક, એવા ગ્રંથોનો ચીવટપૂર્વક અભ્યાસ કરીને આપણે પણ શુદ્ધ સ્યાદ્વાદમય જૈનદર્શનના પરમ અનુયાયી બનીએ. એકાન્તાગ્રાહાત્મક વિષમય દૃષ્ટિ ત્યજીને સાપેક્ષભાવવાળી અમૃતતુલ્ય અનેકાન્તાત્મક દૃષ્ટિવાળા બનીએ જેથી ક્લેશ-કડવાશ અને કષાયોનો નાશ થાય અને પરમશાન્તિ પ્રગટ થાય - માનવજીવનની સાચી આ જ સફળતા છે. ૭૦ || इति विततमोहतिमिरतरतिरस्करण तरुणतरणिसम श्री सिद्धसेन दिवाकरसूरीश्वर विरचितं सन्मतिप्रकरणं समाप्तम् આ પ્રમાણે વિશાળ મોહ રૂપી ગાઢ અંધકારનો નાશ કરવામાં મધ્યદિવસના જાજ્વલ્યમાન સૂર્યસમાન એવા પરમપૂજ્ય, આરાધ્ધપાદ, વિવિધ ગુણગણાલંકૃત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. શ્રી વિરચિત સન્મતિપ્રકરણ નામનો આ ગ્રંથ, સમાપ્ત થયો. તેનું સરળ ગુજરાતી વિવેચન પણ અહીં સમાપ્ત થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only ECARA ORAR-CS.Anmecacao-1