SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩-૪ ૨૨૧ ઇત્યાદિ સમાન આકારપણે સમન્વયાત્મક એટલે કે દ્રવ્યાન્તરની સાથે અપેક્ષા વાળું જે વચન છે. તે પણ પ્રતીત્ય વચન છે. રંગ-બેરંગી, નાની-મોટી, જાડી-પાતળી તથા શાબલેય બાહુલેય આદિ નામવાળી અનેક ગાયોમાં “આ પણ ગાય છે. આ પણ ગાય છે.” ઇત્યાદિ સમાનતાસૂચક જે વચનવ્યવહાર છે તે સઘળો તિર્યગ્સામાન્ય સ્વરૂપે પ્રતીત્યવચન કહેવાય છે. બધા જ ઘટ, અને બધી જ ગાયો પર્યાયથી સમાન છે એટલે અભિન્ન છે. પણ દ્રવ્યથી ભિન્ન ભિન્ન છે. જ્યારે એક જ સોનાદ્રવ્યમાંથી બનાવેલા કડા-કુંડલ અને કેયુર આદિ આભૂષણો દ્રવ્યથી અભિન્ન છે. પણ પર્યાયથી ભિન્ન ભિન્ન છે. બાલ્યાવસ્થાયુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વર્તતું જીવદ્રવ્ય દ્રવ્યપણે અભિન્ન છે. પર્યાયપણે ભિન્ન ભિન્ન છે. આ રીતે ઉર્ધ્વતાસામાન્યરૂપે અને તિર્યસામાન્યરૂપે જે અભેદ પ્રવર્તે છે તે સઘળો અભેદ, ભેદસાપેક્ષ જ પ્રવર્તે છે. તેને લક્ષ્યમાં રાખીને વર્તતો જે સાપેક્ષ વચનવ્યવહાર છે તે સઘળો પ્રતીત્ય વચનવ્યવહાર કહેવાય છે. સ્યાદ્વાદયુક્ત વાણીને પ્રતીત્ય વચન કહેવાય છે. આ જ સર્વજ્ઞ વચન છે. આHવચન છે. આનાથી જરા પણ ફેરફારવાળું ઈતરવચન તે ઈતરનું (અર્થાત્ અનાત પુરૂષનું) વચન છે. ટીકામાં કહ્યું છે કે - દ્રવ્ય = ચેતના વેતન, યથા તારિર્થપ્રદરૂપતય પદાદ્વિરૂપतया वा परिणतं वर्तमानसमये तथैव अस्ति । विगतभविष्यभिद्भिस्तु पर्यायैर्भजना = कथञ्चितैस्तस्यैकत्वम्, विभजना = विगतभजना = विगतभविष्यद्भ्यां न सर्वथैकत्वमिति कथं तत्प्रतिपादकवचनस्याप्रतीत्यवचनतेति भावः । ઉર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્યનું લક્ષણ પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મીશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં આ પ્રમાણે કહ્યું છે - उरधता सामान्य शक्ति ते, पूरव अपर गुण करती रे । पिंड कुशूलादिक आकारि, जिम माटी अणफिरती रे ॥ વિનવા રંગરું મનડું ઘરડું | ૨-૪ | भिन्न विगतिमां रुप एक जे, द्रव्यशक्ति जगि दाखई रे । ते तिर्यक्सामान्य कहिजइ, जिम घट घट पण राखइ रे ॥ जिनवाणी रंगइ मनइ धरइं ॥२-५ ॥ તથા પૂજ્યપાદ શ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ પ્રમાણનયતત્ત્વ લોકાલંકારમાં પંચમ પરિચ્છદમાં પણ આ લક્ષણો જણાવ્યાં છે. તે ૩-૪ || જગતના તમામ પદાર્થો પોતાના સ્વરૂપે અસ્તિસ્વરૂપ છે અને પરસ્વરૂપે નાસ્તિસ્વરૂપ છે આમ અસ્તિ-નાસ્તિ ઉભયાત્મક છે પણ એકાત્તે કોઈ પણ એકસ્વરૂપ (અસ્તિ કે નાસ્તિ) નથી. તે હવે સમજાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy