________________
૨૦૨
કાષ્ઠ-૨ – ગાથા-૩૯
સન્મતિપ્રકરણ (૧) જીવ એ અનાદિ અનંત છે. અને કેવલજ્ઞાનાદિ પર્યાયો સાદિ-અનંત છે. બન્નેની વચ્ચે આ ઘણી મોટી વિશેષતા છે. તેથી જીવ એ કેવલજ્ઞાનરૂપ છે. આમ કેમ મનાય ? જો બન્ને અભિન્ન હોત તો જીવ અનાદિ-અનંત હોવાથી કેવલજ્ઞાન પણ અનાદિ-અનંત હોવું જોઈએ, અથવા કેવલજ્ઞાન સાદિ-અનંત છે. તેથી જીવ પણ સાદિ-અનંત હોવો જોઈએ. પણ આમ નથી, તેથી સાબિત થાય છે કે તે બન્ને ભિન્ન છે.
(૨) તથા જીવ એ દ્રવ્ય છે. કેવલજ્ઞાનાદિ પર્યાયો એ દ્રવ્ય નથી પણ ગુણો છે. તેથી સ્વરૂપભેદ પણ છે. એક ગુણી છે. બીજો ગુણ છે. તેથી પણ તે બન્ને છે.
(૩) તથા જીવ દ્રવ્ય હોવાથી અને કર્મોની સાથે સંબંધવાળો હોવાથી ઔપશમિકાદિ પાંચે ભાવોવાળો છે અને કર્મોની સાથેના સંબંધની અવિવક્ષા કરો તો જીવ નામનુ મૂલભૂતદ્રવ્ય એકલા પારિણામિકભાવ વાળું છે. જ્યારે કેવલજ્ઞાનાદિ પર્યાયો તો માત્ર એક ક્ષાયિકભાવ વાળા જ છે. આમ લક્ષણને આશ્રયીને પણ જીવ અને કેવલજ્ઞાનમાં ભેદ છે.
આ રીતે કાલભેદ, સ્વરૂપભેદ અને લક્ષણભેદ આદિના કારણે જીવ એ અન્ય છે. અને કેવલજ્ઞાનાદિ પર્યાયો પણ અન્ય છે. આમ કોઈ કોઈ આચાર્યો ઈચ્છે છે. આમ માનવાનું કારણ વારંવાર સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિક દર્શનોનો અભ્યાસ તથા નિરંતર તેનું વાંચન-શ્રવણ કારણ છે. આવી માન્યતા થવી તે આ દર્શનની છાયા દયમાં ઉતરે છે. જો કે ગ્રન્થકારશ્રીને પણ ગુણ-ગુણીનો આ ભેદ ઇષ્ટ છે. પરંતુ તે ભેદ કથંચિ ઇષ્ટ છે. અર્થાત્ અભેદ સાપેક્ષ એવો ભેદ ઇષ્ટ છે. એકાન્તભેદ ઈષ્ટ નથી. જ્યારે ઉપરોક્ત આચાર્યો કેવલ એકલા એકાન્ત ભેદ જ માને છે. તે બરાબર નથી. તેથી તે મતનું નિરસન કરવા માટે જ અહીં આ પક્ષ રજુ કરાયો છે. ગ્રંથકારશ્રીએ આખા આ ગ્રંથમાં જેટલા જેટલા એકાન્તવાદના જે કોઈ આગ્રહો છે. તેનું નિરસન જ કરેલું છે અને સ્થાને સ્થાને અનેકાન્તવાદ જ પ્રસ્થાપિત કર્યો છે. તેથી હવે ગુણ-ગુણીના તે એકાન્ત ભેદવાદના પક્ષનું ખંડન શરૂ કરે છે. // ૩૭-૩૮ //
अह पुण पुव्वपयुत्तो, अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति, हेउपडिजोअणं वोच्छं ॥ ३९ ॥ अथ पुनः पूर्वप्रयुक्तोऽर्थ एकान्तपक्षप्रतिषेधे । तथाप्युदाहरणमिदमिति, हेतुप्रतियोजनं वक्ष्ये ।। ३९ ।।
ગાથાર્થ - એકાન્તવાદવાળા પક્ષના નિષેધ પ્રસંગે આ અર્થ (આ વિષય) પહેલાં કહેવાઈ જ ગયો છે. તો પણ હેતુનુ પ્રતિયોજન કરે તેવું (સાધ્યની સાથે હેતુની વ્યાતિ સિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org