SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ સન્મતિપ્રકરણ કિડ-૨ – ગાથા-૩૭-૩૮ जीवो अणाइनिहणो, केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे, कहं जीवो केवलं होइ ॥ ३७ ॥ तम्हा अण्णो जीवो, अण्णे णाणाइपजवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ॥ ३८ ॥ સંસ્કૃત છાયા जीवोऽनादिनिधनः, केवलज्ञानं तु सादिकमनन्तम् । इति स्थूरे विशेषे, कथं जीवः केवलं भवति ॥ ३७ ॥ तस्मादन्यो जीवोऽन्ये ज्ञानादिपर्यायास्तस्य । उपशमितादिलक्षणविशेषतः केचिदिच्छन्ति ।। ३८ ।। ગાથાર્થ - જીવ એ અનાદિ-અનંત છે અને કેવલજ્ઞાન સાદિ-અનંત છે. આટલી મોટી વિશેષતા (ભદ) હોતે છતે જીવ એ કેવલજ્ઞાનમય છે. આમ (અભેદ) કેમ કહેવાય ? // ૩૭ || તેથી ઔપશમિક આદિ લક્ષણરૂપ ભેદને કારણે જીવ એ ભિન્ન વસ્તુ છે અને તેના જ્ઞાનાદિપર્યાયો એ ભિન્ન વસ્તુ છે. એમ પણ વળી કોઈ કોઈ આચાર્યો ઈચ્છે છે (કોઈ એમ માને છે) II ૩૮ || વિવેચન - દ્રવ્ય અને તેના ગુણ-પર્યાયો વાસ્તવિકપણે ભિન્નભિન્ન છે. આ વાત પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૨-૩-૪ માં ઘણા જ વિસ્તારથી સમજાવેલી છે. તથા જૈનદર્શનમાં તો સર્વત્ર સામાન્યધર્મ આશ્રયી અભેદ અને વિશેષધર્મ આશ્રયી ભેદ હોય જ છે. ડગલે અને પગલે વારંવાર ગુણ અને ગુણીનો ભેદભેદ સમજવા - સમજાવવામાં આવે છે. છતાં કોઈ કોઈ આચાર્યો જીવ અને તેના કેવલજ્ઞાનાદિ ગુણોની વચ્ચે એકાન્ત ભેદ જ માને છે. તે મતનું નિરસન કરવા માટે ગ્રંથકારશ્રી હવે પ્રથમ તેઓ તરફનો પૂર્વપક્ષ રજુ કરે છે - (આ પૂર્વપક્ષ સમજાવાય છે). ટીકામાં કહ્યું છે કે - નીવોનાવિનિઘન, વસ્ત્રજ્ઞાનં તુ સાદપર્યવસમિતિ શ્રે विरुद्धधर्माध्यासलक्षणे विशेषे छायातपवदत्यन्तभेदात् कथं जीवः केवलं भवेत् ? जीवस्यैव तावत् केवलरूपता असंगता दूरतः संहननादेरिति भावः तस्माद् विरुद्धधर्माध्यासतोऽन्यो जीवो ज्ञानादिपर्यायेभ्यः, अन्ये च ततो ज्ञानादिपर्याया लक्षणभेदाच्च तयोर्भेदः । तथाहि - ज्ञान-दर्शनयों: क्षायिकः क्षायोपशमिको वा भावो लक्षणम्, जीवस्य तु पारिणामिकादि वो लक्षणमिति केचित् व्याख्यातारः प्रतिपन्नाः । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy