________________
કાણ્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬
સન્મતિપ્રકરણ
ત્રીજું એક ઉદાહરણ માળાનું લઈએ, ધારો કે આપણે એક માળા ગણીએ છીએ, તેનો પચાસમો મણકો ગણી રહ્યા છીએ કે જે વર્તમાન છે. ૧ થી ૪૯ અતીત છે. ૫૧ થી ૧૦૮ અનાગત છે. હવે પચાસમો એક મણકો ગણીને નીચે ઉતાર્યો અને એકાવનમો મણકો ગણવા લીધો, ઉપરછલ્લી રીતે જોઈશું તો પચાસમો એક જ મણકો બદલાયો છે. તો પણ તેટલામાં તો ૧ થી ૪૯ મણકા પણ એક અધિક અતીતપણે બદલાઈ ગયા, પચ્ચાસમો મણકો પણ વર્તમાન મટીને અતીત થઈ ગયો, એકાવનમો મણસો પણ અનાગત હતો તે વર્તમાન થઈ ગયો અને ૫૨ થી ૧૦૮ મણકામાં અનાગતપણાના નંબરો બદલાઈ ગયા.
૨૦૦
કેવલી ભગવાન બીજા સમયે પણ માનવને, ટ્રેનના સુરત સ્ટેશનને અને માળાના પચાસમા મણકાને જાણે છે અને જુએ છે પણ જે પૂર્વે વર્તમાન સ્વરૂપે જોતા હતા અને જાણતા હતા, તેના બદલે હવે તે ભાવોને અતીત રૂપે જુએ છે અને જાણે છે આવા પ્રકારનું અતીતપણું અને અનાગતપણું તે તે પદાર્થોમાં પ્રથમ સમયમાં જોતા ન હતા, કારણ કે શેય એ ! માનવમાં, ટ્રેનમાં અને માળામાં માનવપર્યાય, સુરતના સ્ટેશનનો આવિર્ભાવ પર્યાય અને પચ્ચાસમો મણકો તે કાલે (પ્રથમ સમયે) અતીતપણે છે જ નહીં, વર્તમાનપણે જ છે. માટે તે તે ભાવોને પ્રથમ સમયે અતીતપણે જાણતા નથી. પણ વર્તમાનપણે જાણે છે. અતીત થવાના છે. આમ જાણે છે. પણ અતીત છે. આમ જાણતા નથી કારણ કે જ્ઞેય હાલ તેવું નથી. આમ સર્વત્ર જાણવું પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શન અપૂર્ણ છે. આમ ન સમજવું. પરંતુ શેય તેવું ન હતું. પ્રથમ સમયે જેવું જ્ઞેય છે તેવું તે જ્ઞેય બીજા સમયે નથી, બીજા સમયે જ્ઞેય જેવું છે તેવું ત્રીજા સમયે નથી. તેથી શેય જેમ જેમ બદલાય છે તેમ તેમ તે જ્ઞેયને તેવા તેવા સ્વરૂપે જોવા-જાણવાનું કામ કેવલજ્ઞાન-કેવલદર્શન કરે જ છે. તેથી શેયને અનુસારે ઉપયોગાત્મકભાવે કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે બદલાય જ છે. તેથી તે સિદ્ધ અવસ્થાની અંદર પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સર્વકાલે ઉત્પાદ-વ્યય થાય છે.
આ રીતે જ્ઞેયના પરિવર્તનના આધારે કેવલી પરમાત્માનાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે અવશ્ય પરિવર્તન પામે જ છે. તેનાથી તેમાં પણ ઉત્પાદ અને વ્યય થાય
છે. અને જ્ઞેય પ્રમાણે થતા આ પર્યાયો સંબંધી પરાવૃત્તિની જો અવિવક્ષા કરીએ તો કેવલજ્ઞાન અને કેવલદર્શન, કેવલજ્ઞાન માત્ર રૂપે અને કેવલદર્શન માત્ર રૂપે ધ્રુવ પણ રહે જ છે. આ રીતે ત્યાં પણ ત્રિપદી થાય છે. આ વિષય કંઈક સ્થિર થઈને વારંવાર વાંચવો અને વિચારવો. ॥ ૩૪-૩૫-૩૬ ॥
જીવ અને કેવલજ્ઞાનાદિ ગુણો કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ ભિન્નાભિન્ન છે. તેને બદલે કોઈક આચાર્યો જીવદ્રવ્યથી આ બન્ને ગુણોને એકાન્તે ભિન્ન જ છે. આમ માને છે. તેની ચર્ચા -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org