SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ કાઠ-૩ – ગાથા-૩૨-૩૩ સન્મતિપ્રકરણ ઈશ્વરનું કર્તુત્વ છે. આમ તેઓ માને છે. તથા વાદળાં - વીજળી - ઇન્દ્રધનુષ્ય આદિ કેટલાક પદાર્થોનો કર્તા પ્રત્યક્ષ જણાતો નથી. પરંતુ તેનો કર્તા પણ ઈશ્વર છે. આ પ્રમાણે માનીને જગતના સર્વે પણ પદાર્થોનો કર્તા ઈશ્વર જ છે. ઈશ્વરના પ્રયત્નથી જ જન્ય આ જગત છે. આવા પ્રકારનું તેઓ માને છે. પરંતુ આ વાત યુકિતથી અને અનુભવથી પણ બેસતી નથી. આ માન્યતામાં ઘણા-ઘણા દોષો આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રીએ અન્યયોગ વ્યવચ્છેદિકામાં કહ્યું છે કે कर्ताऽस्ति कश्चिद्जगत स चैकः, स सर्वगः सः स्ववशः स नित्यः । इमा कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥ આ જગતનો કોઈક કર્તા છે. તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર છે, તે નિત્ય છે. ઇત્યાદિ મનમાન્યા કદાગ્રહો તેઓને દુઃખદાયી (સંસાર પરિભ્રમણના હેતુઓ) બને છે કે હે વીતરાગ પ્રભુ ! જેઓના તમે નાથ નથી (જેઓના શિક્ષાદાતા તમે નથી.) | ૬ | ગ્રંથકારશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રી પણ ઈશ્વરકર્તવવાદ પ્રત્યે નારાજગી બતાવતાં કહે છે કે આ જગતના સઘળા પણ પદાર્થોના સઘળા પણ ઉત્પાદવિનાશો ઈશ્વરના પ્રયત્નથી જન્ય નથી. પરંતુ તે તે વ્યક્તિઓના પ્રયત્નથી જન્ય છે. અથવા વિશ્રા છે. પણ ઈશ્વરપ્રયત્ન જન્ય તો નથી જ. ઈશ્વરપ્રયત્નજન્ય માનવામાં અનેક દોષો આવે છે. (૧) ઈશ્વર તો પરમાત્મા છે. સંસારથી પર છે. સંસારમાંથી લોકોનો ઉદ્ધાર કરનારા છે. તેઓ આવો દુઃખમય સંસાર શા માટે બનાવે? તેમને બનાવવાનું પ્રયોજન (૨) ઈશ્વર તો દયાળુ કહેવાય અને સ્વતંત્ર કહેવાય. જો દયાળુ અને સ્વતંત્રવ્યક્તિ આ જગતની કર્તા હોય (કોઈની પરાધીનતા ન હોય) તો આ સંસારને સુખી જ સુખી બનાવે, દુઃખી કેમ બનાવે ? (૩) પોતે જ રચના કરી હોય તો જીવોને દુઃખી-અપંગ-રોગી બનાવ્યા. અને તેવા ભક્તોની વિનંતિથી પ્રસન્ન થઈ દયાળુ હોવાથી સુખી-પરિપૂર્ણ અંગવાળા અને નિરોગી બનાવી આપે તો પહેલેથી પોતે જ તે તે જીવોને તેવા સુખી પરિપૂર્ણ અંગવાળા અને નિરોગી વિગેરે કેમ ન બનાવ્યા? (૪) જો જીવોનાં જેવાં જેવાં શુભ-અશુભ કર્મો હોય - તે જોઈને તે જીવોને તેવા તેવા સુખી-દુઃખી બનાવ્યા હોય તો ઈશ્વર પણ પરાધીન (જીવના કર્મોને આધીન થઈને બનાવનારા) થયા - સ્વતંત્ર ન રહ્યા. સાચુ ઐશ્વર્ય તો કર્મમાં જ આવ્યું. ઈશ્વરમાં પરાધીનતા થવાથી સાચું ઐશ્વર્ય નથી. આવો અર્થ થયો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy