________________
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ – ગાથા-૪૫-૪૬ ઘેલછા એ માનસિક પરિણામ છે. તેથી આ આન્તરિક ભાવો કહેવાય છે તેને આશ્રયી આ ભેદભેદ સમજાવ્યો.
આ રીતે વિવક્ષિત તે પુરૂષમાં ભેદભેદ માનીએ તો જ બંધ-મોક્ષ અને સુખ-દુઃખની પ્રાર્થના ઘટે છે. કારણ કે જે પુરૂષ દોષસેવન દ્વારા કર્મો બાંધે છે તે જ જીવ ગુણસેવન દ્વારા કર્મોનો નાશ કરીને કાલાન્તરે મોક્ષે જાય છે. જે બંધાયો હોય છે તે જ બંધનોને તોડીને મુક્તિગામી થાય છે. જે પુરૂષ બંધાવસ્થાવાળો છે તે જ પુરૂષ બંધાવસ્થાને ત્યજીને મુક્તાવસ્થા પામે છે. જે પુરૂષ જેલમાં ગયો હોય છે. તે જ પુરૂષ મુદત પુરી થતાં મુક્ત થાય છે. આ રીતે અવસ્થાભેદથી ભેદ સિદ્ધ થાય છે અને બન્ને અવસ્થામાં પુરૂષ તેનો તે એક જ હોવાથી અભેદ સિદ્ધ થાય છે. જો બન્ને અવસ્થામાં પુરૂષ એકાન્ત ભિન્ન જ હોય તો જે બંધાયો હતો તે મુક્ત થયો એમ કહેવાય જ નહીં. તથા અન્યની મુક્તિ માટે અન્ય પુરૂષ પ્રયત શા માટે કરે? માટે અભેદ પણ છે. છતાં બંધાવસ્થામાંથી તે પુરૂષ છુટ્યો છે. હવે મુક્તાવસ્થા પામ્યો છે તેથી પૂર્વાવસ્થાના નાશ રૂપે અને અપૂર્વાવસ્થાના ઉત્પાદ રૂપે ભેદ પણ અવશ્ય છે જ. આમ માનીએ તો જ બંધ મોક્ષ ઘટી શકે છે, અન્યથા એકાન્તભેદ કે એકાન્ત અભેદમાં આ બંધ-મોક્ષની વ્યવસ્થા ઘટે નહીં.
તેવી જ રીતે સુખ-દુઃખની પ્રાર્થના પણ ઉભયભાવ માનીએ તો જ ઘટે છે. દુઃખી માણસ ધનોપાર્જન, વિવાહ, માન-મોભા આદિના સુખને ઈચ્છે છે. તથા તે સુખ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અનુભવે પણ છે. તથા વળી કાલાન્તરે ધનોપાર્જનાદિના વ્યવસાયમાં વધારે દેવું થઈ જાય અથવા ઘણી નુકશાની આવે ત્યારે, વિવાહિત અવસ્થામાં પણ પતિ-પત્નીને અણબનાવ થાય ત્યારે, વળી માન-મોભાની હાનિ (અપમાનાદિ) થાય ત્યારે તે જ પુરૂષ વિષપાનાદિ વડે આપઘાત કરતા પણ (દુઃખપ્રાર્થના = મૃત્યુની પ્રાર્થના કરતા પણ) જોવા મળે છે. બન્ને અવસ્થામાં પુરૂષ તે જ છે. માટે અભેદ છે છતાં એકકાલે સુખની પ્રાર્થના છે. બીજા કાલે મૃત્યુની (દુઃખની) પ્રાર્થના છે માટે ભેદ પણ અવશ્ય છે જ.
આ રીતે જેમ પુરૂષમાં ભેદભેદ છે. તે જ રીતે જીવદ્રવ્યમાં પણ દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય ભવો બદલાવા રૂપી સ્થૂલ અવસ્થાભેદથી તથા ક્ષણે-ક્ષણે બદલાતી સૂક્ષ્માવસ્થાના ભેદથી જીવમાં ભેદ પણ છે અને બધી જ અવસ્થામાં અવસ્થાવાન જીવ તેનો તે જ છે. જીવદ્રવ્ય અન્ય થતું નથી તે અપેક્ષાએ અભેદ પણ અવશ્ય છે. આ જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પણ પુગલ દ્રવ્યપણે અભેદ અને તેની બદલાતી ઋપિંડ-સ્થા-કોશ-કુશલ આદિ અવસ્થાઓ વડે ભેદ એમ બન્ને છે. ધર્મ-અધર્મ અને આકાશ ત્રણે દ્રવ્યોમાં પણ તે તે દ્રવ્ય સદાકાલ તે તે દ્રવ્યરૂપે જ રહે છે અને તે તે વિવક્ષિત દ્રવ્યરૂપે જ રહેશે. ધર્મદ્રવ્ય તે ધર્મદ્રવ્ય જ રહેશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org