________________
કાર્ડ-૧ – ગાથા-૧૧
સન્મતિપ્રકરણ જાદાં જુદાં ઝાડોમાં કોઈ આંબો જ છે, કોઈ લીંબડો જ છે. કોઈ સરગવો જ છે. તો કોઈ બાવળ જ છે. આમ આશ્રાદિ વિશેષ રૂપે જ સર્વે વૃક્ષો છે. આમ્ર-નિંબાદિ વિશેષને છોડીને કહો કે તેમાં વનસ્પતિપણા રૂપ સામાન્ય શું છે ? અને કયાં છે ? માટે આ જે કોઈ વૃક્ષો દેખાય છે તે સઘળાં આમ્ર-નિંબાદિ રૂપે વિશેષ જ છે પરંતુ આમ્રાદિ વિશેષ વિના વનસ્પતિ નામનું સામાન્ય ક્યાંય દેખાતું નથી. આમ પર્યાયાર્થિકન જુએ છે. કોઈ પણ એક નય પોતાની માન્યતાવાળી દૃષ્ટિમાં બદ્ધ હોઈ અન્ય નયની વાતને અવસ્તુ જ માને છે. સંસારમાં પણ આગ્રહી માણસોમાં આવી જ પરિસ્થિતિ અનુભવાય છે. મિથ્યાત્વમોહના ઉદયજન્ય એકાન્તવાદનો જ આ પ્રભાવ છે. બીજા નયના વક્તવ્ય તરફ ઉપેક્ષા હોય ત્યારે સુનય, અને બીજા નયના વક્તવ્ય તરફ અપલાપકતા હોય ત્યારે દુર્નય કહેવાય છે. તે ૧૦ ||
આ બન્ને નો એક જ વસ્તુમાં કેવાં કેવાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને દેખે છે ? અને તેને - દેખીને તેને જ વધારે વધારે ગાય છે. તે જણાવે છે -
उप्पज्जति वियंति य भावा, नियमेण पज्जवणयस्स । दव्वट्टियस्स सव्वं, सया अणुप्पन्नमविणळें ॥ ११ ॥ उत्पद्यन्ते वियन्ति च, भावा नियमेन पर्यवनयस्य । द्रव्यार्थिकस्य सर्वं, सदाऽनुत्पन्नमविनष्टम् ।। ११ ।।
ગાથાર્થ - પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ સર્વે પણ ભાવો નિયમા ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે. જયારે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિમાં સર્વે વસ્તુ સર્વ કાળ અનુત્પન્ન અને અવિનષ્ટ અર્થાત્ ઉત્પત્તિ-નાશ વિનાની કેવળ ધ્રુવ જ છે ! ૧૧ /
- વિવેચન - પર્યાયાસ્તિકનય દ્રવ્યમાં રહેલા અને પ્રતિસમયે બદલાતા પર્યાયોને જ (વિશેષોને જ) જાએ છે. આ નય ભેદગ્રાહી દૃષ્ટિવાળો હોવાથી પ્રતિસમયે દ્રવ્યમાં થતું જે વિશેષ સ્વરૂપ છે અર્થાત્ પરિવર્તન પામતું પર્યાયાત્મક જે સ્વરૂપ છે તે જ આ નયને દેખાય છે. જેમ કે કેટલાક મગના દાણા ચૂલા ઉપર સીઝવવા માટે ચડાવ્યા, સમયે સમયે આ દાણા કંઈક કંઈક સીઝે છે. પ્રથમ સમયે અલ્પ, બીજા સમયે કંઈક અધિક, ત્રીજા સમયે તેનાથી પણ કંઈક અધિક આમ પ્રતિસમયે તે મગના દાણામાં નવા નવા પર્યાયો આવે છે અને જુના પર્યાયો જાય છે એવું જ આ નયને દેખાય છે. તેથી સર્વે ભાવો (સર્વે પદાર્થો) નિયમો (નક્કી) પ્રત્યેક સમયે જાના પર્યાયરૂપે નાશ પામે છે અને નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. ૧. વિદ્યા પ્રયોગમાં વિ ઉપસર્ગ અને રૂ ધાતુનું વર્તમાનકાળનું તૃતીય પુરૂષનું બહુવચનનું નિરૂપ સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org