SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાઠ-૧ – ગાથા-૧૦ ૨૭ ગાથાર્થ - દ્રવ્યાર્થિકનયનું જે વક્તવ્ય છે તે પર્યાયાર્થિક નયને નિયમો અવસ્તુ જ જણાય છે. તથા પર્યાયાર્થિકનયને માન્ય જે વસ્તુ છે (જે વક્તવ્ય છે.) તે દ્રવ્યાર્થિકનયને નિયમ અવસ્તુ જ જણાય છે કે ૧૦ | વિવેચન - જેમ એક કેરી દ્રવ્ય છે તેમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારે ગુણો શેયદ્રવ્યમાં (કેરીમાં) ભરેલા છે પરંતુ તે કેરીને આંખથી જોઈએ ત્યારે તે આંખને કેરીમાં રહેલા નીલ-પીતાદિ વર્ણગુણ જ દેખાય છે તેને જ વાસ્તવિક માને છે. ગંધ-રસ-સ્પર્શ તે આંખને દેખાતા નથી. તેથી તે આંખ તે ગુણોને અવસ્તુ છે. આમ માને છે. કારણ કે તે ભાવો તે ઇન્દ્રિયને દેખાતા નથી. તેવી જ રીતે તે કેરીને નાક સાથે જોડીએ તો તે નાક તે કેરીમાં રહેલી સુગંધ-દુર્ગધને જ જાણે છે તેને જ વસ્તુ માને છે પણ વર્ણ-રસ-સ્પર્શને તે નાક જાણતું નથી. તેથી તે નાક વર્ણ-રસ-સ્પર્શને અવસ્તુ જ સમજે છે. એવી જ રીતે તે કેરીને જીભ સાથે જ જોડીએ તો તે જીભ કેરીમાં રહેલા મધુર-આમ્લ આદિ રસને જ જાણે છે. તેથી તેને જ વસ્તુ માને છે. પરંતુ વર્ણ-ગંધ-સ્પર્શને તે જીભ જાણતી નથી. તેથી તે જીભ તે કેરીમાં રહેલા વર્ણ-ગંધ-સ્પર્શને, નથી જ એમ સમજીને અવસ્તુ માને છે. આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય પણ સ્પર્શમાત્રને વસ્તુ અને વર્ણાદિને અવસ્તુ માને છે. આ વાત અનુભવસિદ્ધ અને સકલજનને પ્રત્યક્ષ છે. તેવી જ રીતે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયના વક્તવ્યને, અને પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયના વક્તવ્યને અવસ્તુ માને છે. આ વાત આ ગાળામાં સમજાવી છે. દ્રવ્યાર્થિકનય અભેદવાળી દૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી સામાન્યમાત્રને જ (સમાનતાને જ) જુએ છે તેથી તેની દૃષ્ટિમાં પર્યાયાર્થિકનયનું ભેદબોધક વિશેષવાચક વચન મિથ્યા લાગે છે. અવસ્તુ જ છે એમ જણાય છે. જેમ કે બગીચામાં ઉગેલાં જુદા-જુદા ઝાડોમાં આ વૃક્ષ પણ વનસ્પતિ જ છે. તે વૃક્ષ પણ વનસ્પતિ જ છે પેલું વૃક્ષ પણ વનસ્પતિ જ છે. વનસ્પતિ નામના સામાન્ય રૂપે સર્વે વૃક્ષો સમાન છે. વનસ્પતિ નામના સામાન્યને છોડીને કહો કે તેમાં આંબાપણું લિંબડાપણું-સરગવાપણું કે બાવળપણું છે શું? અને ક્યાં છે ? માટે આ જે કંઈ આંબા-લીંબડા આદિ ઝાડો દેખાય છે તે સઘળાં વનસ્પતિરૂપ (સામાન્ય) જ છે પરંતુ વનસ્પતિ નામના સામાન્ય વિના આમ્રત્યાદિ વિશેષો નથી. આમ દ્રવ્યાર્થિકનય જાએ છે. આ નયને વનસ્પતિ નામનું સામાન્ય જ જણાય છે. આમ્ર-નિમ્બ આદિ વિશેષ જણાતા નથી. એવી જ રીતે પર્યાયાર્થિકનાં ભેદવાળી દૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી વિશેષમાત્રને જ (ભેદને જ) જુએ છે. તેથી તેની દૃષ્ટિમાં દ્રવ્યાર્થિકનયનું અભેદબોધક સામાન્યવાચક વક્તવ્ય મિથ્યા લાગે છે. અવસ્તુ જ છે એમ જણાય છે. જેમકે તે જ બગીચામાં ઉગેલાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy