________________
૨૭૦ કાડ-૩ – ગાથા-૨૩-૨૪
સન્મતિપ્રકરણ તથા જીવમાં કે પુદગલાદિ કોઈ પણ અન્ય દ્રવ્યમાં જે કોઈ વિષમપણે પર્યાયપરિણતિ થતી દેખાય છે તે સઘળી ગુણોને આશ્રયીને જ થાય છે અને દ્રવ્યમાં થાય છે. હીનાધિકતા થવારૂપ, અથવા તરતમતા થવારૂપ, અથવા નીલ-પીતાદિભાવે પરિણામાન્તર થવારૂપ જે કોઈ પર્યાયપરિણતિ છે. તે સર્વે ગુણો સંબંધી જ હોય છે. અને દ્રવ્યમાં જ થાય છે. આ રીતે કેરી દ્રવ્યમાં આમ્લતા મટીને મધુરતા, અને નીલતા મટીને પીતતા થવા રૂપ ગુણોની પર્યાયપરિણતિ ઉપાદાનશક્તિ અને બાહ્ય સંજોગોરૂપ નિમિત્ત શક્તિ આમ ઉભયશક્તિ જન્ય છે. તથા દ્રવ્યનો પણ તેવો તેવો પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી દ્રવ્યમાં આ પ્રમાણે ગુણોનું પરિણમન ચાલુ જ રહે છે. માટે જ સર્વે દ્રવ્યો “પરિણામી નિત્ય” છે કેવલ એકલું નિત્ય કે કેવલ એકલું અનિત્ય નથી.
- આ જ રીતે દ્રવ્યમાં રહેલા પર્યાયો પણ અનાદિ-અનંત પણ છે. અને સાદિ-સાન્ત પણ છે. આવિર્ભાવની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. અને ઉર્ધ્વતાશક્તિની અપેક્ષાએ તિરોભાવે દ્રવ્યમાં પર્યાયો સદા હોવાથી અનાદિ-અનંત છે. સત્તાગત રૂપે તે તે દ્રવ્યમાં તેવા તેવા પર્યાયો અનાદિકાળથી સહજપણે રહેલા જ છે. જે કેવલીપરમાત્મા જાણે છે. અને દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવ પાકતાં તેવાં તેવાં બાહ્યનિમિત્તો મળતાં તે તે પર્યાયો આવિર્ભાવ પામે છે. આ રીતે દ્રવ્ય પણ નિત્યાનિત્ય અને પર્યાયો પણ નિત્યાનિત્ય છે. સર્વે ભાવો ઉભયભાવવાળા અને ત્રિપદીમય છે. કેટલાક સ્થૂલ બુદ્ધિવાળા જીવો દ્રવ્યને અનાદિ-અનંત હોવાથી નિત્ય અને પર્યાયો સાદિ-સાન્ત હોવાથી અનિત્ય માને છે. પણ તે વાસ્તવિક નથી અને સાચું પણ નથી. ર૨/
અહીં સુધી એકાન્તઅભેદવાદીની સામે અનેક યુક્તિઓ જણાવી તેના એકાન્તઅભેદનું નિરસન કર્યું. હવે વળી કોઈ કોઈ એકાન્તભેદવાદી દર્શનકારો દ્રવ્ય અને ગુણનો એકાન્તભેદ સમજીને દ્રવ્યનું લક્ષણ કેવળ ધ્રિવ્ય અને ગુણનું લક્ષણ કેવલ ઉત્પાદ વ્યય કરે છે. તેની સાથેની સમાલોચના -
दव्वस्स ठिई जम्मविगमा य, गुणलक्खणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ, तं णो उ दवियस्स ॥ २३ ॥ दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज । जइ मुत्ता परमाणू, णत्थि अमुत्तेसु अग्गहणं ॥ २४ ॥
સંસ્કૃત છાયા द्रव्यस्य स्थितिजन्मविगमौ च, गुणलक्षणमिति वक्तव्यम् । एवं सति केवलिनो युज्यते तद् न तु द्रव्यस्य ।। २३ ।।
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org