SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨૨ ઉપાદાનશક્તિથી અને બાહ્યકારણભૂત નિમિત્તગત શક્તિથી પર્યાયની પરિણતિ થાય છે. બાહ્યકારણભૂત નિમિત્તગતશક્તિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ નિમિત્ત સમજવા. - પુરૂષમાં પિતૃત્વભાવે, પુત્રત્વભાવે, પૌત્રત્વભાવે પરિણામ પામવાની સ્વયંસિદ્ધ ઉપાદાનશક્તિ છે. તેમાં પુત્ર-પિતા અને દાદા રૂપ બાહ્યનિમિત્તો નિમિત્તભાવે કારણ બને છે. લાકડીવાળાપણે, પુસ્તકવાળાપણે, દૂધવાળાપણે પરિણામ પામવાની ઉપાદાનશક્તિ પુરૂષમાં સ્વયં પોતાની છે અને લાકડી પુસ્તક તથા દૂધના સંજોગો રૂપ બાહ્યનિમિત્તો તેમાં નિમિત્તકારણ બને છે. આવી જ રીતે કેરી દ્રવ્યમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ મૂળભૂત ગુણો પોતાના છે. સહજસિદ્ધ છે. અનાદિ-અનંત છે. પરંતુ તેની વિષમ પરિણતિ (તે તે ગુણોનું જુદા-જુદા રૂપે પરિણામ પામવું પરિણામાતર થવું) તે પથાય છે. રૂપ એ ગુણ છે. નીલાપણું પીળાપણું એ પર્યાય છે. રસ એ ગુણ છે. આમ્લતા અને મધૂરતા એ પર્યાય છે. નીલાપણામાંથી પીળાપણે અને આમ્લતામાંથી મધુરતારૂપે પરિણામ પામવાની શક્તિ ઉપાદાનકારણભૂત કેરી દ્રવ્યમાં સ્વયંસિદ્ધ છે જ. અને તેના આવિર્ભાવમાં તૃણાદિસંજોગો રૂપ દ્રવ્ય, તેને અનુરૂપ ગરમીવાળું ક્ષેત્ર, ગ્રીષ્મઋતુ રૂપ કાલ, અને તેવા પ્રકારના વાતાવરણ રૂપ ભાવ તેમાં કારણ બને છે. આ રીતે પરનિમિત્તે પર્યાયો થાય છે. છતાં ક્યારેક પરનિમિત્તે જ થાય એવો નિયમ નથી, પરનિમિત્ત વિના પણ થાય છે સ્વરૂપ જ નિમિત્ત બને છે. જેમકે કોઈક કેરી તૃણાદિથી પાકે છે અને કોઈક કેરી સ્વયં પણ પાકે છે. આ રીતે જીવદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો પોતાના છે. સ્વયંસિદ્ધ છે. તે અનાદિ અનંત છે. સહભાવી ધર્મ છે. પરંતુ તે જ્ઞાનાદિ ગુણો ઉપર કર્મનું આવરણ હોવાથી તે જ્ઞાનાદિગુણોની હાનિ-વૃદ્ધિ થવામાં જ્ઞાનની-જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના અને આરાધના રૂપ બાહ્યનિમિત્ત કારણની શક્તિ પણ કામ કરે છે. કેવલ એકલી ઉપાદાનશક્તિથી કે કેવલ એકલી નિમિત્તશક્તિથી દ્રવ્યમાં વિષમ પરિણતિ થતી નથી. આ રીતે ગુણો એકદ્રવ્ય આશ્રિત છે. પણ તેની પર્યાયરૂપે પરિણતિ ઉપાદાન-નિમિત્ત એમ ઉભયકારણજન્ય છે. પણ જેમ નિમિત્ત બને છે તેમ ક્યારેક સ્વરૂપ પણ નિમિત્ત બને છે. તે માટે કોઈ એકથી જ પર્યાય થાય છે આવો એકાન્ત નથી. ટીકામાં કહ્યું છે કે - શીતUાસ્પર્શવસૈદ્રા વિરોથાત્ મળ્યતે પત્ર ડાહ્મહત્ની विषमपरिणतिः कथं भवति ? इति परेण प्रेरिते उपनीतं = प्रदर्शितमाप्तेन - तद् भवति परनिमित्तम् - द्रव्यक्षेत्रकालभावानां सहकारिणां वैचित्र्याद् कार्यमपि वैचित्र्यमासादयति, तद्-आम्रादि वस्तु विषमरूपतया परनिमित्तं भवति । न वा परनिमित्तमेव इत्यत्रापि एकान्तोऽस्ति, स्वरूपस्यापि कथञ्चिनिमित्तत्वात् । तन्न द्रव्याद्वैतैकान्तः सम्भवी । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy