________________
કાણ્ડ-૩ – ગાથા-૨૨
સન્મતિપ્રકરણ
તે પ્રશ્નનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે કે કોઈ પણ દ્રવ્ય પોત પોતાના અનંત ગુણોથી સદા કાલ સહજપણે (પારિણામિકભાવે) જ ભરેલું છે. દ્રવ્ય અને ગુણોનો તાદાત્મ્ય સંબંધ છે પણ સમવાય સંબંધ નથી અને તે દ્રવ્ય, ગુણ-પર્યાયો, અને તેઓનો તાદાત્મ્ય સંબંધ આ તે સર્વે સ્વયં છે અને અનાદિ અનંત છે. સાથે સાથે તે સર્વે દ્રવ્યો પરિણામી સ્વભાવવાળાં પણ છે. આમ હોવાથી તે તે ગુણોની હાનિ-વૃદ્ધિ થવારૂપ અથવા પરિણામાન્તર થવારૂપ ઓઘશક્તિ અને સમુચ્ચિતશક્તિ સ્વરૂપ ઉર્ધ્વતાસામાન્ય તે તે ઉપાદાન દ્રવ્યમાં પોતાનામાં છે. આ રીતે ઉપાદાનકારણ ભૂત મૂલદ્રવ્યમાં પરિણામાન્તર પામવાની બન્ને પ્રકારની શક્તિ છે. અને બાહ્ય સંજોગો (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ) તેમાં નિમિત્તભાવે એટલે કે વ્યંજકભાવે સહકારી કારણ બને છે. જેમ તલમાં તેલશક્તિ ઉપાદાનભાવે રહેલી જ છે. અને ઘાણીનો સંયોગ તે તેલને આવિર્ભાવે પ્રગટ કરવામાં નિમિત્તભાવે સહકારી કારણ બને છે. એકલી ઉપાદાનશક્તિથી કે એકલી નિમિત્તશક્તિથી કાર્ય થતું નથી. ઘાણીનો સંયોગ હોય પણ રેતી હોય તો તેમાંથી તેલ નીકળતું નથી. તેવી જ રીતે તલ હોય પણ ઘાણીના સંયોગ વિના તેલ નીકળતું નથી, દૂધમાં દહીં બનવાની ઉપાદાનશક્તિ છે અને છાશનો સંયોગ તેમાં નિમિત્તભાવે કામ કરે છે. જે ઉપાદાનમાં દહીં બનવાની ઉપાદાનશક્તિ નથી તેમાં છાશનો સંયોગ દહીં બનાવી શકતું નથી. જેમ પાણીમાં છાશનો સંયોગ દહીં બનાવી આપતું નથી. તેમજ દૂધમાં દહીં બનવાની શક્તિ હોવા છતાં છાશના સંયોગ સ્વરૂપ નિમિત્ત વિના દહીં કાર્ય બનતું નથી.
૨૬૮
આ રીતે જગતમાં જે કોઈ કાર્યો થાય છે તેમાં ઉપાદાન કારણમાં રહેલી કાર્ય થવાપણાની ઉપાદાનશક્તિ અને બાહ્યસંજોગોમાં રહેલી નિમિત્તભાવે નિમિત્ત બનવાની નિમિત્તભૂત શક્તિ આમ ઉભયના મીલનથી દ્રવ્યમાં વિષમપરિણતિ (નવા નવા પર્યાયોની ઉત્પત્તિ) થાય છે. દ્રવ્યમાં થતા ગુણાશ્રિત જે કોઈ પર્યાયો થાય છે તે સર્વે કેવલ બાહ્યસંજોગ માત્રથી જ થતા નથી તથા જે કોઈ વિષમપરિણતિ બને છે. તે પણ માત્ર બાહ્ય સંજોગોથી જ બનતી નથી. એટલે કે કેવલ પર નિમિત્ત જ નથી. તેમ જ કેવલ આન્તરિક ઉપાદાનશક્તિ માત્રથી પણ થતા નથી. એટલે કેવલ સ્વશક્તિ જ્ન્મ કે કેવલ પરનિમિત્ત શક્તિજન્ય નથી. પણ ઉભયજન્ય પર્યાયો છે. ઉપાદાન કારણની ઉપાદાનશક્તિથી અને નિમિત્ત કારણની નિમિત્તશક્તિથી જ સર્વે પર્યાયો બને છે. એટલે આ બાબતમાં મૂલ ગાથામાં સ્પષ્ટ જ કહ્યું છે કે -
तं होइ परनिमित्तं ण वत्ति, एत्थात्थि एगंतो
દ્રવ્યમાં તે તે જે વિષમપરિણતિ (ભિન્ન ભિન્ન પર્યાય પણે જે પરિણમન) થાય છે. તે પરિનિમિત્તક પણ છે. પરંતુ પનિમિત્તક જ હોય આવો એકાન્ત નથી. સારાંશ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org