________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૨
૨૬૭ વિવેચન - સિધ્ધાન્તકાર (ગ્રથકાર શ્રી સિદ્ધસેનજી મહારાજશ્રીએ) ઉપરની બન્ને ગાથામાં ઘણા જ વિસ્તારથી સમજાવ્યું છે કે દ્રવ્ય પોતે પોતાના ભાવે સહજપણે જ ગુણોવાળું અને ગુણોની તરતમતા વાળું છે. માત્ર તે ગુણોનો અને તે તે ગુણોની તરતમતાનો વ્યંજક તેવો તેવો ઇન્દ્રિયાદિનો સંબંધવિશેષ છે. જેને સંબંધ વિશેષ કહેવાય છે. પુરૂષ પોતે જ પિતૃત્વ-પુત્રત્વ, પૌત્રત્વ આદિ ધર્મપણે પરિણમ પામ્યો છે. તેથી તે તે ધર્મ વાળો સ્વાભાવિકપણે છે જ, સામે રહેલાં પાત્રો તે પુરૂષના તે તે ધર્મના વ્યંજક તત્ત્વો છે. લાકડીવાળાપણું, પુસ્તકવાળાપણું અને દુધવાળાપણું આવા આવા પર્યાયો તે તે પુરૂષમાં સહજપણે પ્રગટેલા છે જ. લાકડી-પુસ્તક અને દૂધ તેના વ્યંજક પદાર્થો છે. કેરીમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ ગુણો, તથા તે તે ગુણોની હીનાધિકતા સ્વરૂપ તરતમતાપણાના પર્યાયો સહજ પણે પુગલમાં પ્રગટેલા છે જ. ઇન્દ્રિયોના સંબંધથી તે તે ગુણો પ્રગટ થતા નથી. પરંતુ ઇન્દ્રિયોનો સંબંધ તો તે તે ગુણોનો અને ગુણોની તરતમતાનો વ્યંજક માત્ર છે. જીવ અને અજીવ દ્રવ્યો પોતે જ પોત પોતાના ગુણોવાળા અને તે તે ગુણોની હીનાધિકતામાં સ્વયં પરિણામ પામનારાં પરિણામી દ્રવ્યો છે. દ્રવ્યમાં પોતાનામાં જ તે તે ગુણો અને પર્યાયો સ્વતઃ છે. સંબંધો તો તેના વ્યંજક માત્ર છે. પણ સંબંધો તે તે ગુણોના કે ગુણોની તરતમતાના ઉત્પાદક નથી.
આ પ્રમાણે અત્યન્ત સ્પષ્ટ જ્યાં સમજાવવામાં આવ્યું છે. ત્યાં એકાન્ત અમેદવાદી ફરીથી શિષ્યભાવે પ્રશ્ન કરે છે કે - સંબંધો જો વ્યંજક જ હોય અને ગુણો તથા ગુણોની હીનાધિકતા દ્રવ્યમાં સ્વાભાવિક રૂપે પોતાની જ હોય, તો એકદ્રવ્ય એકકાલે જુદા ગુણવાળું અને તે જ દ્રવ્ય બીજાકાલે જુદા ગુણવાળું આમ વિષમ પરિણતિવાળું કેમ થાય છે ? જેમકે એક કેરી પ્રથમકાલે આસ્ફરસવાળી અને નીલગુણવાળી જણાય છે. તે જ કેરી કાલાન્તરે મધુરરસવાળી અને પીતવર્ણવાળી જણાય છે તે કેમ ઘટશે? કારણ કે જે કેરીમાં પ્રથમ જે આસ્ફરસ અને નીલવર્ણ હતો. તે જો તેનો પોતાનો ગુણ છે અને તે આ ગુણ સ્વાભાવિક છે. તો ગુણ એ સહભાવી ધર્મ હોવાથી સદા રહેવો જોઈએ. બદલાવો ન જોઈએ તેથી આમ્લ મટીને મધુર અને નીલ મટીને પીત ન થવો જોઈએ. અને થાય તો છે જ. માટે આ આમ્લતા, નીલતા, મધુરતા અને પીતતા એ કેરીના સ્વાભાવિક મૂલભૂત ગુણો નથી. સહભાવી રહ્યા નથી પણ પરિવર્તન પામ્યા છે માટે, આ રીતે આ ધર્મો સહભાવી ન હોવાથી દ્રવ્યના પોતાના નથી. પરંતુ તે તે ધર્મો તો પરના નિમિત્તે જ આરોપાયેલા માત્ર છે. જો પોતાના સ્વાભાવિક ગુણો હોત તો આવુ બદલાવાપણું (વિષમ પરિણતિપણું) કેમ ઘટે ? જો ગુણ-પર્યાયો દ્રવ્યનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ હોત તો સહભાવી હોવાથી તે તે દ્રવ્ય સદા તેવું ને તેવું જ રહે. પણ વિષમ પરિણતિવાળું કેમ બને ? અને વિષમ પરિણતિવાળું તો બને જ છે. તેથી દ્રવ્ય પોતે ગુણ-પર્યાયવાળું નથી. પણ તે ગુણો પરનિમિત્તક જ માત્ર છે. શિષ્ય આવો પ્રશ્ન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org