SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ કાર્ડ-૩ – ગાથા-૨૨ સન્મતિપ્રકરણ આશ્રયી રસનેન્દ્રિય સાથે સમાન જ છે. જુદી જુદી કેરીમાં શા માટે જુદો જુદો રસ જણાય? જો નિમિત્તના સંબંધમાત્રથી જ વિશેષો જણાતા હોય તો જ્યાં નિમિત્ત સમાન છે ત્યાં નૈમિત્તિક પણ સમાન જ જણાવું જોઈએ. શા માટે એક કેરી ખાટી અને એક કેરી મધુર જણાય છે ? તથા જુદી જુદી બે કેરીઓમાં પણ એક કેરી અલ્પ મધુર અને બીજી કેરી દ્વિગુણમધુર આવું કેમ જણાય? આવું ન જણાવું જોઈએ એટલે કે જે જણાય છે તે પણ ન જણાવું જોઈએ. જો દ્રવ્ય એ સામાન્યમાત્ર જ હોય તો આવા પ્રકારનો અનુભવભેદ ન થવો જોઈએ. પણ અનુભવભેદ અવશ્ય થાય જ છે. તેથી કેવલ એકલા ઇન્દ્રિયના સંબંધરૂપ નિમિત્તમાત્રથી જ આ ગુણો જણાતા નથી કે ગુણોની તરતમતા પણ જણાતી નથી પરંતુ ઉપાદાનકારણ ભૂત એવી કેરી દ્રવ્યમાં જ પોતાના સ્વભાવથી જ સ્વતઃ સિદ્ધિવાળા ગુણો અને ગુણોની તરતમતા છે અને ઇન્દ્રિયોનો સંબંધ તો ફક્ત તેનો વ્યંજક માત્ર છે. આમ માનવું જોઈએ. સારાંશ કે નિમિત્ત માત્રથી જ ઉપાદાનમાં ગુણોનો કે ગુણોની તરતમતાનો વ્યવહાર કરાય છે આ વાત સાચી નથી પરંતુ ઉપાદાનમાં પોતાનામાં પોતાના સ્વરૂપે જ ગુણો અને ગુણોની હીનાધિકતા રૂપ પર્યાયો સ્વતઃ છે જ અને ઇન્દ્રિયોનો જે આ સંબંધ છે તે તેનો વ્યંજક છે આમ જ માનવું જોઈએ અને જગતનું સ્વરૂપ જ સ્વયં આમ છે એમ સ્વીકારી લેવું જોઈએ. તેથી દ્રવ્ય તથા ગુણ-પર્યાયો, તેમજ સામાન્ય અને વિશેષ તથા અભેદ અને ભેદ બન્ને સાથે જ છે. સ્વતઃ સિદ્ધ જ છે. દ્રવ્ય પોતે જ સ્વયં ગુણ અને પર્યાયવાળું છે. દ્રવ્યથી ગુણપર્યાયો કથંચિ ભિન્ન અને કથંચિ અભિન્ન છે. આવું જ જગતનું સ્વરૂપ છે અને તે સ્વયં અનાદિ સિદ્ધ છે. ઇન્દ્રિયો આદિના સંબંધો તેના વ્યંજક માત્ર છે. આમ સ્વીકારવું જોઈએ. તે ૨૧ | આ બાબતમાં એકાન્તઅમેદવાદી ફરીથી પ્રશ્ન કરે છે અનેકાન્તવાદીને પણ રૂપરસાદિ ગુણોની અને દ્વિગુણાદિ તરતમતાદિની પરિણતિ કેમ ઘટશે ? તે પ્રશ્ન તથા 'સિદ્ધાન્તકારશ્રી તે પ્રશ્નનો ફરીથી યથોચિત ઉત્તર આપે છે તે આ ગાથામાં જણાવે છે - भण्णइ विसमपरिणयं, कह एवं होहिइ त्ति उवणीयं । तं होइ परनिमित्तं, ण वत्ति एत्थत्थि एगंतो ॥ २२ ॥ भण्यते विषमपरिणतं कथमेतद् भविष्यतीत्युपनीतम् । तद् भवति परनिमित्तं न वेति अत्रास्त्येकान्तः ॥ २२ ।। ગાથાર્થ - આ દ્રવ્ય વિષમ (ભિન્ન ભિન્ન) પરિણતિવાળું બને છે આ પ્રમાણે કેમ કહેવાય છે ? તે દ્રવ્ય પરનિમિત્તે પરિણામ પામે છે. એમ પણ કહેવાય છે. અને પરનિમિત્તે જ પરિણામ પામે આવા પ્રકારનો એકાન્ત અહીં નથી. // ૨૨ / Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy