________________
૪૪
કાણ્ડ-૧ – ગાથા-૨૧
સન્મતિપ્રકરણ
નિરંજન જ હોય તો સર્વે દર્શન શાસ્ત્રોમાં સંસારમાં અનેક પ્રકારના ભયોના સમૂહનું દર્શન જે જણાવાયું છે તે મિથ્યા ઠરશે, જો તમે પાપ કરશો તો નરક-નિગોદમાં જાશો ત્યાં આવા આવા પ્રકારનાં દુઃખો પામશો, જો પુણ્યનાં અને ધર્મનાં કાર્યો નહિ કરો તો ભવાન્તરમાં સ્વર્ગ અને અપવર્ગ કેમ મળશે ? આ સંસાર અનેક દુઃખોથી જ ભરેલો છે. ધન-પરિવાર ઘરભોગસામગ્રી મેળવવામાં ઘણાં કષ્ટો સહન કરવાનાં, મેળવેલાને સાચવવામાં પણ ઘણાં કષ્ટો સહન કરવાનાં, અને છતાં વિયોગ થાય ત્યારે ઘણાં દુ:ખો જ આવે, આવા પ્રકારનો ભયસમૂહ બતાવીને આત્મદ્રવ્યને વૈરાગ્યના માર્ગે વાળવાનો, ધર્મ પુરુષાર્થ તરફ જોડવાનો અને કર્મ તોડવા માટેનો ઉપદેશ આપવાનો શાસ્ત્રકારોએ જે પ્રયત્ન કર્યો છે તે સઘળો મુધા વ્યર્થ થશે.
=
તથા વળી વન્ધ વ વિળા = કર્મનો બંધ માન્યા વિના જો આત્મા શુદ્ધ - બુદ્ધ - નિરંજન જ છે તેને કંઈ મેળવવાનું છે જ નહીં આવું જ જો માનવામાં આવે તો સર્વે શાસ્ત્રોમાં મોક્ષના સુખની જે પ્રાર્થના કરવામાં આવી છે તે કેમ ઘટે ? મને આવું મોક્ષનું સુખ જલદી પ્રાપ્ત થાઓ આવી પ્રાર્થના પણ કેમ ઘટે ? તથા કર્મનો બંધ જો ન માનીએ તો આ આત્મા બંધાયો જ નથી તો તેને છુટવા સ્વરૂપ મોક્ષ પણ કેમ ઘટે ! અર્થાત્ કર્મનો બંધ જો નહીં માનો તો મોક્ષના સુખની પ્રાર્થના અને મોક્ષ આ બન્ને ઘટશે નહીં.
હવે ક્ષણિક આત્મદ્રવ્ય માનનાર (બૌદ્ધ) કદાચ આવો બચાવ કરે કે આત્મા તો ક્ષણિક જ છે. સંતાન અથવા વાસનાથી આ સંસાર સંભવે છે. તો તે બચાવ પણ ખોટો છે. કારણ કે સંતાન અથવા વાસના એ ક્ષણપરંપરાથી ભિન્ન વસ્તુ છે કે અભિન્ન ? જો ભિન્ન વસ્તુ હોય તો તે પણ ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક જ હોય તો જેમ કેવળ એકલી ક્ષણ પરંપરામાં સંસાર ન ઘટે તેમ સંતાન અથવા વાસના પણ ક્ષણિક જ માન્યા. તેથી તેનાથી પણ સંસાર નહીં જ ઘટે અને જો સંતાન અથવા વાસનાને અક્ષણિક માનશો તો ‘‘સર્વ ક્ષાિમ્’” આ તમારો સિદ્ધાન્ત જ ખંડિત થશે. અને જો ક્ષણપરંપરા તથા સંતાનને અભિન્ન માનશો તો સંતાન જેવું કોઈ તત્ત્વ જ સિદ્ધ નહીં થાય. આમ આવા આવા અનેક અવરોધો એકાન્તવાદમાં આવશે. ॥ ૨૦ ॥
तम्हा सव्वे विणया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण, हवंति सम्मत्तसब्भावा ।। २१ ॥ ( तस्मात्सर्वेऽपि नयाः, मिथ्यादृष्टयः स्वपक्षपतिबद्धाः । अन्योन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः ।। २१ ।। )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org