________________
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ – ગાથા-૨૦ તથા આ આત્માને એકાન્ત ઉચ્છેદવાદી (અનિત્ય) જ માનીએ તો કાલાન્તરે ઘટનારી આ વિવિધ પરિણતિ અને તજજન્ય હીનાધિક સ્થિતિબંધ-રસબંધ આદિ પણ કેમ ઘટશે? કારણ કે કોઈ પણ આત્મદ્રવ્ય જો ક્ષણિકમાત્ર જ છે, બીજા ક્ષણે તેની હયાતિ જ ન હોય તો કાલભેદથી થનારી વિવિધ પરિસ્થિતિ કેમ ઘટે? સારાંશ કે એકાત્ત અપરિણતવાદ કે એકાન્ત ઉચ્છેદવાદ માનવામાં અસંખ્યાતજાતની યોગની તરતમતા અન્ય સ્થાનો, તેનાથી થનારા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા પ્રકૃતિબંધો અને પ્રદેશબંધો, તથા અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાષાયિક અધ્યવસાયસ્થાનો અને તેનાથી બંધાતી સ્થિતિમાં અનેક સ્થિતિસ્થાનો તથા રસ સંબંધી અનુભાગ બંધના સ્થાનો કેમ ઘટે? તેથી આ એકાન્તવાદ યુક્તિયુક્ત નથી. ૧૯
बन्धम्मि अपूरन्ते, संसारभओघदसणं मोझं । बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ॥ २० ॥ ( बन्धे अपूर्यमाणे, संसारभयौघदर्शनं मुधा ।। વન્થ વ વિના, મોક્ષસુરપ્રાર્થના નાસ્તિ મોક્ષશ ૨૦ )
ગાથાર્થ - જો કર્મોનો બંધ ન થતો હોય તો સંસારમાં ભયોની પ્રાચુર્યતા જે દેખાડવામાં આવે છે તે વ્યર્થ થશે. અથવા કર્મનો બંધ માન્યા વિના મોક્ષ અને મોક્ષના સુખની પ્રાર્થના પણ સંભવતી નથી | ૨૦ ||
વિવેચન - ભયદર્શનાદિની નિરર્થકતા = ઉપરની ૧૯મી ગાથામાં એમ કહેવામાં આવ્યું હતું કે જો એકાન્ત અપરિણામી (નિત્ય) આત્મદ્રવ્ય માનવામાં આવે અથવા ઉચ્છેદવાદી (અનિત્ય) જ આત્મદ્રવ્ય માનવામાં આવે તો યોગ અને કષાયોની હીનાધિકતાપણે પ્રકૃતિબંધપ્રદેશબંધ-સ્થિતિબંધ-રસબંધ આદિ જે જીવમાત્રમાં થાય છે તે સઘળુંય કેમ ઘટી શકે ? કર્મો બાંધવાનાં કારણો અને કર્મો તોડવાનાં કારણોનું જૈનશાસ્ત્રમાં જે વિશદ વર્ણન જોવામાં આવે છે અને જૈનેતર શાસ્ત્રોમાં પણ અવિદ્યા - વાસના - પ્રકૃતિ ઈત્યાદિ બીજા શબ્દોથી આ જ વાત જે બીજી રીતે સમજાવવામાં આવી છે તે સઘળું ય શાસ્ત્રવિધાન ઘટતું નથી. આ બાબતમાં અપરિણામી આત્મદ્રવ્ય માનનાર અને ક્ષણિક આત્મદ્રવ્ય માનનાર વાદી અહીં કદાચ આવો બચાવ કરે કે -
કર્મ” જેવું કોઈ તત્ત્વ જ નથી. કર્મનો બંધ થતો જ નથી, “આત્મદ્રવ્ય તો શુદ્ધબુદ્ધ-નિરંજન જ છે.” આ સંસાર, આ સંસારજન્ય સુખ-દુઃખ, ઊંચી-નીચી અવસ્થા વિગેરે પ્રકૃતિ નામના અન્યતત્ત્વજન્ય જ છે. આત્મા કર્મ બાંધતો જ નથી. (સાંખ્યદર્શન આમ માને છે) આવો બચાવ ઉપરોક્ત એકાન્તવાદી જો કરે તો તેને આ ગાથામાં પ્રશ્નો પૂછીને નિરુત્તર કરવામાં આવે છે કે જો કર્મનો બંધ કપૂરને થતો ન જ હોય અને આત્મા શુદ્ધ-બુદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org