SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ કાર્ડ-૩ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ પરમાત્માની વાણીનું અપમાન કરનારા જીવો સાચે જ કંઈ જાણતા નથી. પંડિત થઈને પણ ઘણા મૂર્ખ છે. || ૨૫-૨૬ // भयणा वि हु भइव्वा, जइ भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ।। २७ ।। भजनाऽपि तु भजनीया, यदि भजना भजति सर्वद्रव्याणि ।। एवं भजना नियमोऽपि भवति समयाविरोधेन ।। २७ ॥ ગાથાર્થ - જો અનેકાન્તદષ્ટિ સર્વદ્રવ્યોને (સર્વ પ્રમેયોને) અનેકાન્તસ્વરૂપે સમજાવે છે. તો તે અનેકાન્તદૃષ્ટિ પોતે પણ સ્વયં અનેકાન્તરૂપ હોવી જોઈએ. એમ હોતે છતે શાસ્ત્રની સાથે અવિરોધપણે આ અનેકાન્તદૃષ્ટિ (સાપેક્ષભાવે) એકાન્ત પણ બને છે. / ૨૭ | વિવેચન - અનેકાન્ત એ એક દૃષ્ટિ છે. વસ્તુના સ્વરૂપને સમજવા સમજાવવા અને જાણવાના ઉપાયભૂત છે. વસ્તુનું સ્વરૂપ વિવિધ પ્રકારનું હોવાથી તેને જાણનારી - સમજનારી અને અન્યને સમજાવનારી આ દૃષ્ટિ પણ વિવિધ પ્રકારની હોય છે. માત્ર એક રૂપ હોતી નથી. જેમ “અમદાવાદ” શહેર કઈ દિશામાં આવ્યું ? આટલું જ પુછવામાં આવે? અને તેને ઉત્તર દક્ષિણમાં જ આવ્યું કે ઉત્તરમાં જ આવ્યું આમ એક દિશાથી જ જણાવવામાં આવે તો તે સાચું ન પડે, ખોટું જ પડે. કારણ કે આ અમદાવાદ શહેર આવી રીતે કોઈ એક દિશામાં આવેલું છે જ નહીં, પણ સાપેક્ષપણે તે બધી જ દિશામાં આવેલું છે. સુરતની અપેક્ષાએ ઉત્તરમાં, રાજકોટની અપેક્ષાએ પૂર્વમાં, પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં, અને કલકત્તાની અપેક્ષાએ પશ્ચિમમાં આમ સાપેક્ષતાએ તે અમદાવાદ શહેર સર્વદિશામાં આવેલું છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. તેને માત્ર એકદિશામાં જ છે આમ કેમ કહેવાય ? સમજવા માટે અમદાવાદ શહેરનું તો આ એક ઉદાહરણ છે તેને અનુસાર આત્મા દ્રવ્યદૃષ્ટિએ નિત્ય પણ છે. અને પર્યાયદષ્ટિએ અનિત્ય પણ છે. જડ-ચેતનતાની અપેક્ષાએ દેહથી ભિન્ન પણ છે અને એકક્ષેત્રાવગાહીપણાની અપેક્ષાએ અભિન્ન પણ છે. બીજા જીવોની સાથે જીવતપણે સમાન પણ છે અને એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ ભાવે વિશેષ પણ છે. આમ વસ્તુના સાચા સ્વરૂપને જાણનારી સમજનારી અને સમજાવનારી સાપેક્ષપણાવાળી દૃષ્ટિઓનો યથોચિત સમન્વય જે દૃષ્ટિમાં કરવામાં આવે છે. તેને જ અનેકાન્તદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ જ વસ્તુના વાસ્તવિક અને યથાર્થ સ્વરૂપને સમજાવનારી છે. તેથી જ તેવી દૃષ્ટિને સાચી દૃષ્ટિ કહેવાય છે. અને તેવી દૃષ્ટિ વાળા આત્માને જ “સમ્યગ્દષ્ટિ” જીવ કહેવાય છે. અહીં મનના શબ્દનો અર્થ અનેકાન્તદૃષ્ટિ સમજવો. કારણ કે ભજના એટલે વિકલ્પ અર્થાત્ અપેક્ષાવિશેષ આમ પણ છે અને આમ પણ છે. આ અનેકાન્તદષ્ટિ (એટલે મનના) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy