________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨૭
૨૮૧ સર્વે પણ દ્રવ્યોને સંસારમાં રહેલા સર્વે પણ પ્રમેયોને) (મન એટલે) અનેકાન્ત સ્વરૂપે સમજાવે છે. કારણ કે સર્વે પણ પ્રમેયોનું સ્વરૂપ આ જ પ્રકારે અનેકાન્તાત્મક જ છે. જે પ્રમેયતત્ત્વ જેવું હોય તે પ્રમેયતત્ત્વને તેવું સમજાવવું. આ જ અનેકાન્તદષ્ટિનું કાર્ય છે. જેમ દર્પણનું કાર્ય જ એવું છે કે સામે જે પદાર્થ જેવો હોય તે પદાર્થને તેવો જણાવવો. તેની જેમ આ દૃષ્ટિ પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાવનારી હોવાથી દર્પણ સમાન છે. અનેકાન્ત દૃષ્ટિ એટલે દર્પણ (કાચ-અરિસો). આવી યથાર્થ અને સાચી આ દૃષ્ટિને જ નય અને પ્રમાણ કહેવાય છે. વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને સમજાવનારી જે જ્ઞાનદશા તે જ દૃષ્ટિ છે. તે જ આંશિક હોય ત્યારે નય છે અને તે જ પરિપૂર્ણ હોય ત્યારે પ્રમાણ છે. આટલા માટે જ તીર્થંકર પરમાત્માઓ “જ્ઞાન” જ પ્રમાણ અને નય કહે છે. પ્રમાણ એ પરિપૂર્ણ રૂપ છે. અને નય એ એક અંશરૂપ છે. તથા વળી આ નય અને પ્રમાણ વસ્તુ તત્ત્વને સમજાવનારું એક પ્રકારનું જ્ઞાન જ છે તેને જ દ્રષ્ટિ કહેવાય છે.
ટીકામાં કહ્યું છે કે યથા મનના = અનેકાન્તો મન = સર્વવતૂન તતત્ત્વમવિતા ज्ञापयति, तथा भजनाऽपि = अनेकान्तोऽपि भजनीयः अनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया "एकान्तश्चानेकान्तश्च'' इत्येवं ज्ञापनीयः । एवं च भजना = अनेकान्तः सम्भवति नियमश्च = एकान्तश्च सिद्धान्तस्य "रयणप्पहा सिआ सासया सियाऽसासया" (जीवाभिगम ३-१-७८) इत्येवमनेकान्तप्रतिपादकस्य "दव्वट्ठयाए सासया, पज्जवट्ठयाए असासया" इत्येवं चैकान्ताभिधायकाविरोधेन ।
મિથ્યાત્વમોહના ઉદયને કારણે વસ્તુસ્વરૂપને સમજવામાં જે કોઈ પણ એક બાજુ એકાન્ત દૃષ્ટિ ઢળી ગઈ હોય છે. તેની સામે આ અનેકાન્તમય દૃષ્ટિ એ પડકારરૂપ દૃષ્ટિ છે. જેમ કે બૌદ્ધદર્શન સર્વ વસ્તુઓને ક્ષણિક માને છે. વસ્તુમાં પ્રતિસમયે પર્યાયો જરૂર બદલાય છે. પરંતુ તેના તરફ જ દૃષ્ટિ ઢળી હોવાથી તેઓને દ્રવ્ય અને પર્યાય એમ બન્ને અનિત્ય-અસ્થિર નાશવંત જ દેખાય છે. તથા નૈયાયિક - વૈશેષિક આદિ દર્શનકારો પરમાણુ અને આત્મા વિગેરે પદાર્થોને નિત્ય જ માને છે વસ્તુ પોતે અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાવાળી છે. આમ દ્રવ્ય તરફ ઢળેલી દૃષ્ટિ હોવાથી તેઓને નિત્ય જ દેખાય છે. પર્યાયો તરફ ઉપેક્ષાબુદ્ધિ છે. આ જ રીતે કોઈ દર્શનકારોને દ્રવ્યથી ગુણ, દેહથી આત્મા એકાન્ત ભિન્ન જ જણાય છે. આ બધી એકાન્તભેદ તરફ ઢળેલી દૃષ્ટિ છે. અને કોઈને આ જ તત્ત્વ અભિન્ન જ જણાય છે. દ્રવ્યાત વાદીઓને સર્વે દ્રવ્યો દ્રવ્યસ્વરૂપે સમાન હોવાથી સર્વદ્રવ્યો એક જ છે આમ સામાન્ય જ જણાય છે. આ રીતે જે જ્ઞાતા અને વક્તાની દૃષ્ટિ મિથ્યાત્વ મોહના ઉદયને કારણે એકબાજુ જ વધારે ઢળી ગઈ હોય. તેની સામે આ અનેકાન્તદૃષ્ટિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org