SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ કાર્ડ-૩ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ “સાપેક્ષતા” લાવીને બીજી બાજુની સાઈડ જણાવે છે. નિત્ય માનનારાને અનિત્યતા, અને અનિત્ય માનનારાને નિત્યતા પણ વસ્તુ તત્ત્વમાં છે. આમ સમજાવે છે. તેવી જ રીતે ભિન્નતા જ્યાં છે ત્યાં અભિન્નતા અને અભિન્નતા જ્યાં છે ત્યાં ભિન્નતા સમજાવે છે. તથા સામાન્ય જ્યાં છે ત્યાં જ વિશેષ પણ છે. આમ આ અનેકાન્ત દૃષ્ટિ એકાન્તદષ્ટિઓનો ઘાત કરીને યથાર્થવસ્તુ સ્વરૂપ સમજાવવામાં સક્ષમ છે. માટે જ તે સાચી દૃષ્ટિ છે સુનય છે અને સમ્ય પ્રમાણાત્મક છે. આ અનેકાન્તદૃષ્ટિ જ્યારે સર્વપ્રમેયોને જો અનેકાન્ત સ્વરૂપે સમજાવે છે અને સર્વપ્રમેય તત્ત્વો જ અનેકાન્તાત્મક પણ છે જ. તો પછી તે અનેકાન્તદષ્ટિ પોતે પણ સર્વની જેમ પોતાને પણ અનેકાન્તપણે જ સમજાવનાર બનવી જોઈએ. આ વાત પણ એટલી જ સત્ય છે. તેથી અનેકાન્તદૃષ્ટિ પોતાને પણ અનેકાન્તરૂપે કરે છે. એનો અર્થ એ થાય છે કે - બધે જ અનેકાન્ત જ હોય એમ નહીં પણ (અપેક્ષા લગાડી હોય ત્યારે) એકાત્ત પણ હોય છે. જેમ “અમદાવાદ શહેર” સર્વ દિશાઓમાં છે. કોઈ એક દિશામાં જ હોય એવું નથી, આ અનેકાન્ત દૃષ્ટિ છે. પરંતુ સુરતની જ્યારે અપેક્ષા લગાડીએ ત્યારે તે જ અમદાવાદ શહેર સર્વ દિશાઓમાં નથી. માત્ર ઉત્તર દિશામાં જ છે. આમ એકાન્ત પણ થાય છે. એવી રીતે રાજકોટની અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાના માનીને અમદાવાદ શહેર સર્વ દિશાઓમાં છે આમ નથી. પરંતુ માત્ર પૂર્વ દિશામાં જ છે. તથા “રત્નપ્રભા” નારકી શું શાશ્વત છે ? કે અશાશ્વત છે ? ઉત્તરમાં શાશ્વતાશાશ્વત છે આ અનેકાન્ત છે. છતાં દ્રવ્યાર્થિકનયથી જો જોઈએ તો નિયમા શાશ્વત છે અને પર્યાયાર્થિકનયથી જો જોઈએ તો અશાશ્વત જ નિયમો છે. આ અનેકાન્તગર્ભિત એકાન્ત પણ અવશ્ય છે. પ્રમાણની અપેક્ષાએ જે અનેકાન્ત છે તે જ નયની અપેક્ષાએ એકાન્ત પણ અવશ્ય છે જ. આમ અનેકાત તે અનેકાન્ત તો છે જ. છતાં નય સાપેક્ષતાએ એકાત્ત પણ છે. આ રીતે અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાન્ત પણ એકાન્ત બને છે. એટલે ત્યાં અનેકાન્તદૃષ્ટિ પોતાના વિષયમાં પણ અનેકાન્તતા સમજાવે છે. તેથી સમયાવરોÈUT = શાસ્ત્રની સાથે વિરોધ ન આવે તે રીતે જ્યારે સાપેક્ષતા લગાડીએ ત્યારે મા = અનેકાન્તદૃષ્ટિ નિયમો વિ ટોડ઼ = એકાન્ત પણ થાય છે. દેવદત્ત નામનો એક પુરૂષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે. અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. આ રીતે દેવદત્ત પુત્ર પણ છે અને પિતા પણ છે. કેવલ એકલો પિતા કે કેવલ એકલો પુત્ર નથી. માટે અનેકાન્તમય તો છે જ. છતાં પોતાના પિતાની જો અપેક્ષા લગાડીએ તો નિયમા પુત્ર જ છે. તથા તેના પુત્રની જો અપેક્ષા લગાડીએ તો નિયમ તે પિતા જ છે આમ અપેક્ષા લગાડીએ ત્યારે અનેકાન્ત એકાન્ત પણ છે તેથી અનેકાન્ત દૃષ્ટિ પણ ભજના વાળી અર્થાત્ અનેકાન્ત અને એકાન્ત એમ ઉભય સ્વરૂપ હોય છે. અપેક્ષા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy