SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૮ ન લગાડીએ તો અનેકાન્ત અને જ્યારે અપેક્ષા લગાડીએ ત્યારે તે તે અપેક્ષાએ એકાન્ત. આમ અનેકાન્તદષ્ટિ પોતાનામાં પણ વિકલ્પ સૂચવનારી વૃષ્ટિ છે. આ જ વાતનું રહસ્ય ગ્રંથકારશ્રી જ્ઞાન અને ક્રિયાનાં બે ઉદાહરણ આપીને આગલી ગાથામાં સમજાવે છે. ર૭ll णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ॥ २८ ॥ नियमेन श्रद्धधन्, षट्कायान् भावतो न श्रद्दधति । हन्दि अपर्यवेष्वपि, श्रद्धा भवत्यविभक्ता ।। २८ ।। ગાથાર્થ - નિયમ વડે (એવકાર પૂર્વક - Yકાર પૂર્વક) છ કાયોની શ્રદ્ધા કરતો પુરૂષ ભાવથી (વાસ્તવિકપણે) શ્રદ્ધાવાળો નથી. કારણ કે અપર્યાયોમાં પણ અવિભક્ત (અભેદભાવવાળી) શ્રદ્ધા હોવી જોઈએ. // ૨૮ || વિવેચન - આ ગાથામાં આચારની બાબત ઉપર અનેકાન્ત દૃષ્ટિ સમજાવતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે જૈનદર્શનમાં જીવોના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનેક ભેદો કહ્યા છે. જેમ કે ત્રણ-સ્થાવર એમ બે પ્રકાર, સ્ત્રી-પુરૂષ-નપુંસક એમ ત્રણ પ્રકાર, દેવનારકી-તિર્યંચ-મનુષ્ય એમ ચાર પ્રકાર, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય એમ પાંચ પ્રકાર, પૃથ્વીકાય થી ત્રસકાય એમ ૬ પ્રકાર, દેવ-દેવી-મનુષ્ય-મનુષ્યની સ્ત્રી, તિર્યંચ-તિર્યંચની સ્ત્રી, અને નારકી એમ સાત પ્રકાર ઇત્યાદિ રીતે યાવત્ જીવવિચારમાં કહ્યા પ્રમાણે પ૬૩ ભેદો વિગેરે અનેક રીતે જીવોના અનેક ભેદો જણાવ્યા છે. તેમાં પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એમ કાયની અપેક્ષાએ છ જાતિઓ જણાવેલી છે. વીતરાગ તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન કેવલદર્શનથી કાયની અપેક્ષાએ જીવોની છ જાતિઓ જોયેલી છે. અને જેમ છે તેમ પ્રરૂપણા પણ કરેલી છે તેથી “છ કાય છે” આમ શ્રદ્ધા કરવી એ સમ્યગ્દષ્ટિત્વ છે. તથા આચારની બાબતમાં આ છ કાયમાંથી કોઈ પણ જીવનો ઘાત કરવો તે હિંસા કહેલી છે અને હિંસાનો ત્યાગ કરવો એ જ આચાર=સદાચાર જણાવેલો છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે તેમ સર્વે પણ જીવોને પોતાનો જીવ વહાલો છે. માટે હિંસા સર્વથા વર્જનીય છે. આ છ કાય અને જીવહિંસા એમ આ બન્નેની બાબતમાં થોડાક ઊંડા ઉતરીએ. (૧) જીવોની પૃથ્વીકાયાદિ ૬ જાતિ અવશ્ય છે. અને તે છ જાતિ છે આમ શ્રદ્ધા કરવી જોઈએ. શાસ્ત્રવચનોને શ્રદ્ધાથી સ્વીકારી લેવા જોઈએ. પરંતુ “નિયમે, સદંત છે,'' છ કાયની નિયમથી = એવકારથી શ્રદ્ધા કરતો પુરૂષ “આ સંસારમાં જીવોની છ જ કાયા છે” અથવા છ કાયા જ છે.” આમ એવકારપૂર્વક (એકાન્ત આગ્રહ પૂર્વક) શ્રદ્ધા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy