________________
૩૬૭
સન્મતિપ્રકરણ
કાઠ-૩ – ગાથા-૫૮-૫૯ પ્રતિસ્પર્ધી એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ વાદીઓ વડે દ્રવ્યાશ્રયી ધ્રુવતા સિદ્ધ કરાતાં તે હાર ખાઈ જાય છે.
પરંતુ પ્રતિસ્પર્ધી એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ પ્રતિવાદીઓ વડે ધ્રુવતાને જણાવીને જે રીતે બૌદ્ધદર્શનને માન્ય એકાન્ત ક્ષણિકતાનું ખંડન કરાયું છે તે વાતને બૌદ્ધદર્શનવાળાએ જો પ્રથમથી જ ધ્યાનમાં લઈને દ્રવ્યાશ્રયી ધ્રુવતાની સાપેક્ષતા રાખીને માત્ર પર્યાયાશ્રયી જ ક્ષણિકતા જણાવી હોત તો તે બૌદ્ધદર્શનવાળો પ્રથમવાદી શું કોઈના પણ વડે જીતાત? અર્થાત્ કોઈના વડે પણ ન જ જીતાત? બૌદ્ધદર્શનવાળાની હાર થાત નહીં. કારણ કે વસ્તુસ્થિતિ જ દ્રવ્ય-પર્યાય મય એટલે ઉત્પાદ-વ્યય અને ધૃવાત્મક છે. દ્રવ્યદૃષ્ટિએ વસ્તુમાં ધ્રુવતા છે અને પર્યાયષ્ટિએ વસ્તુમાં ક્ષણિકતા (ઉત્પાદ-વ્યયતા) છે. જે વસ્તુ જેમ છે તેમ કહેનારો વાદી સત્યવાદી-યથાર્થવાદી હોવાથી કોઈનાથી પણ જીતી શકાતો નથી.
એવી જ રીતે કેવલ એકલા દ્રવ્યાર્થિકનયના આગ્રહયુક્ત દૃષ્ટિવાળા સાંખ્ય-વૈશેષિકાદિ વાદીઓ “નશાભાવિ, નિત્યમેવ, મનહિ-મનન્તત્વી' આ પ્રમાણે કેવળ એકલી ધ્રુવતાને જ સિદ્ધ કરવા હેતુ તથા સાધ્ય રજુ કરે છે. તેથી તે વાદીઓ, પરવાદીઓ દ્વારા અવશ્ય પરાભવ પમાડાય છે કારણ કે પ્રત્યેક વસ્તુ દ્રવ્યાર્થિકનય આશ્રયી ભલે નિત્ય હો, તો પણ પર્યાય આશ્રયી અનિત્ય પણ છે. તે તે વાદીઓએ બે બાજુની દ્રષ્ટિ નથી રાખી. એટલે હાર થાય છે. પરંતુ જો આ સાંખ્ય અને વૈશેષિકાદિ વાદીઓએ પ્રથમથી જ પ્રતિવાદીવડે રજુ કરાતી પર્યાયાર્થિકનયાશ્રયી રહેલી ક્ષણિકતાને લક્ષ્યમાં રાખીને “-િનિત્યતા, વાર્થવિદ્ નિત્યતા'' રજુ કરી હોત અને ગૌણપણે ક્ષણિકતાની પણ અપેક્ષા દયમાં અને કથનમાં રાખી હોત તો તે સાંખ્ય અને વૈશેષિકાદિ વાદી શું કોઈ પણ વાદીઓ વડે જીતાત ? અર્થાત્ કોઈ પણ વાદી વડે ન જીતાત. કારણ કે વસ્તુનું સ્વરૂપ જ તેવું છે. એટલે કે ઉભયાત્મક છે અને વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ કહેનારો વાદી કદાપિ કોઈના પણ વડે હાર પામતો નથી.
ઉપરની ચર્ચાથી એ ફલિત થાય છે કે કોઈ પણ વાદીની દૃષ્ટિ ગમે તેટલી વસ્તુના એકબાજુના સ્વરૂપને ગ્રહણ કરવા તરફ ઢળેલી હોય તો પણ તેણે વસ્તુના બીજી બાજુના સ્વરૂપને સમજાવનારી દૃષ્ટિ (અપેક્ષા) ગૌણપણે સ્વીકારીને જ તથા તેનો અપલાપ (અવગણના) કર્યા વિના જ સાપેક્ષભાવે જ સ્વમાન્ય વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવું જોઈએ. અન્યથા તે હાર જ પામે.
કોઈ પણ પદાર્થનું સ્વરૂપ નિત્યાનિત્ય, સામાન્યવિશેષ, સદસત્, ભિન્નભિન્ન એમ ઉભયાત્મક જ છે. અને તે પરિણામિકભાવે સહજ છે. કોઈ કર્તાવડે કરાયેલું નથી કે ઈશ્વરાદિ દ્વારા પ્રેરિત નથી. વસ્તુસ્થિતિ સહજભાવે જ તેવી છે તેથી તે ઉભયાત્મક સ્વરૂપમાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org