________________
કાડ-૩ – ગાથા-૪૩-૪૪
૩૩૪
સન્મતિપ્રકરણ કર્યો ? શાથી થયો? આ ભવ્ય અને આ અભવ્ય એમ આપણને શેનાથી ખબર પડે ? ઇત્યાદિ પ્રશ્નો કોઈ કરે, તો તે પ્રશ્નોનો કોઈ ઉત્તર નથી. તર્કથી (છાઘસ્થિક બુદ્ધિથી) આના ઉત્તર જાણી શકાતા નથી. આવી શાસ્ત્રીય કેટલીક બાબતોમાં આગમની પ્રમાણતા અને આગમના વક્તાનું આતત્વ જ સ્વીકારી લેવું જોઈએ. આવા ભાવો કહેનાર સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ આત છે. એ જ એક પ્રબળ ઉપાય છે. “જીવોનો તેવો તેવો સ્વભાવ” એમ કહીને કદાચ ઉત્તર આપીએ તો પણ છેવટે “તે તે જીવોનો આવો સ્વભાવ કેમ ? કોણે જોયો ? તેમાં આવો આવો સ્વભાવ હશે? તેની શું ખાત્રી? ઇત્યાદિ પ્રશ્નોમાં અન્ને તો “સર્વજ્ઞગમ્યત્વ” જ લાવવું પડે. તેથી આવા આવા કેટલાક ભાવોમાં તર્ક (બુદ્ધિ) ન દોડાવતાં શ્રદ્ધાને જ પ્રધાન કરવી જોઈએ. અને શ્રદ્ધાથી તે તત્ત્વ તેમ જ છે. આમ માની લેવું જોઈએ. આવી જ રીતે ચૌદ રાજલોકમાં અનંત અનંત સૂક્ષ્મનિગોદના જીવો ભરેલા છે. કંદમૂલમાં અનંત જીવો છે. નારકી સાત જ છે. દેવલોક બાર જ છે. ઇત્યાદિ અનેક વિષયો એવા છે કે જે તર્કગમ્ય નથી. પણ શ્રદ્ધાગમ્ય છે.
જો આવા વિષયોમાં “શ્રદ્ધા” ને પ્રધાન ન કરીએ અને બુદ્ધિને આગળ કરીને તેમાં બેસે એટલું જ સ્વીકારીએ તો છાવસ્થિક બુદ્ધિ લાયોપથમિક ભાવની હોવાના કારણે પરિમિત હોવાથી અપૂર્ણતામાં જ પૂર્ણતા માની લેવાનો, અને તે બુદ્ધિથી અગ્રાહ્યવિષયોની સદાકાલ અજ્ઞાનતા અને અગ્રહણતા જ રહેવાનો, તથા અલ્પજ્ઞતામાં જ પૂર્ણજ્ઞતા માની લેવાનો અને અભિમાન કરવાનો દોષ સ્પષ્ટ દેખાય છે. માટે શ્રદ્ધાગમ્ય ભાવોને શ્રદ્ધાથી જ સ્વીકારી લઈ ત્યાં તર્ક કરવાનો દાવો કરવો જોઈએ નહીં, શ્રદ્ધાગમ્ય એવી બીજી પણ કેટલીક બાબતો છે. (૧) કંદમૂળમાં અનંત જીવો છે (૨) સમગ્ર લોકાકાશ સૂક્ષ્મનિગોદજીવોથી ભરેલું છે. (૩) અલોકાકાશ બધી જ દિશામાં અનંત છે. (૪) અસંખ્યદ્વીપ સમુદ્ર પ્રમાણ તિથ્થલોક છે. ઇત્યાદિ ઘણી બાબતો છઘસ્થની તર્કબુદ્ધિથી અગમ્ય છે. ત્યાં સર્વજ્ઞવક્તા અને તેમની વાણીનું આતત્વ જ પ્રમાણ બને છે. આવા સઘળા ભાવો અહેતુવાદ કહેવાય છે. તલ્થ ૩ अहेउवाओ भवियाऽभवियादओ भावा.
(૨) ભવ્ય જીવમાં પણ જે જીવ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્ર, આમ રત્નત્રયીની પ્રાપ્તિથી, આરાધનાથી અને સાધનાથી સંપન્ન હોય છે. અથવા જે જીવ આવા પ્રકારનો થાય છે તે જ જીવ નિયમા ભવદુઃખના અંતને કરનારો બને છે. બીજો જીવ ભવ્ય હોવા છતાં પણ ભવદુઃખના અંતને કરનારો બનતો નથી. આ હેતુવાદનું ઉદાહરણ છે. જે જીવમાં ભવ્યત્વ છે. મુક્તિગમનની યોગ્યતા છે તો પણ મુક્તિના ઉપાયભૂત સમ્યજ્ઞાનાદિ ગુણોની ઉપાસના રૂપ હેતુ સેવતો નથી ત્યાં સુધી ભવદુઃખનો અંત થતો નથી. ઉપાયથી જ ઉપેયની પ્રાપ્તિ થાય છે. કાર્યના અથએ કારણ સેવવું જ જોઈએ. કારણ સેવવાથી જ કાર્યની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org