________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૪૩-૪૪
૩૩૫ સિદ્ધિ થાય છે. આવા પ્રકારની કાર્ય-કારણભાવ વાળી જે જે વસ્તુઓ છે તે સઘળીમાં બુદ્ધિતર્ક પ્રવેશી શકે છે. તે માટે તેને જાણવામાં બુદ્ધિશક્તિનો (તર્કશક્તિનો) ઉપયોગ કરવો જોઈએ. જો બુદ્ધિગમ્ય ભાવોને પણ શ્રદ્ધગમ્ય જ કરી નાખીએ તો સર્વથા પરાધીનતા જ થવાથી, પોતાની બુદ્ધિના થતા વિકાસનું રૂંધાવાપણું થવાથી અને તેથી જ બુદ્ધિગમ્ય ભાવોમાં પણ જાણવાના પુરૂષાર્થના અભાવે અસત્યતા આવી જવાના ભયો હોવાથી આ માર્ગ કલ્યાણકારી નથી. આ ઉદાહરણ હેતુવાદનું છે. (ગાથા-૪૪). આવાં બીજાં પણ ઘણાં ઉદાહરણો સમજી લેવાં (૧) જેમ કે ચેતના જેમાં જણાય તે જીવ, (૨) ચેતના જેમાં ન જણાય તે અજીવ, (૩) ધર્માસ્તિકાયાદિના અસ્તિત્વથી લોકાલોકની વ્યવસ્થા, (૪) એકેન્દ્રિયમાં પણ આહાર ગ્રહણ-જલપાન-વાયુની અપેક્ષા આદિ જીવધર્મો જણાતા હોવાથી જીવનું અસ્તિત્વ સ્વીકારવું. આ સઘળાં હેતુવાદનાં ઉદાહરણો છે.
ઉપર કરેલી ચર્ચા પ્રમાણે સર્વત્ર શ્રદ્ધાવાદ કે સર્વત્ર બુદ્ધિવાદ ન સ્વીકારતાં સત્યતત્ત્વનું સમતોલપણું જાળવી રાખવા માટે “અનેકાન્તદૃષ્ટિ”નો આશ્રય લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ અને અનુમાનાદિપ્રમાણોથી ગમ્યભાવોમાં બુદ્ધિવાદ (હેતુવાદ), અને તે પ્રમાણોથી અગમ્ય તથા સર્વજ્ઞના જ્ઞાનથી જ ગમ્ય એવા ભાવોમાં શ્રદ્ધાવાદ (અહેતુવાદ) સ્વીકારી યથાસ્થાને બન્નેનો આદરપૂર્વક સ્વીકાર કરવો. કલ્યાણ કરનારો અને ક્લેશનો નાશ કરનારો આ જ સર્વોત્તમ માર્ગ છે. આમ અનેકાન્તદૃષ્ટિવાળા બનવું એ જ એક સત્યનો માર્ગ છે. કલ્યાણકારી માર્ગ છે. જે કદાગ્રહોને કલેશોને અજ્ઞાનતાને અને પરસ્પરના વિરોધને ભાંગે છે.
ગ્રંથકારશ્રીએ આ બન્નેનું પૃથક્કરણ કરીને એક એક ઉદાહરણ આપીને શ્રદ્ધાનું ક્ષેત્ર કયું ? અને બુદ્ધિનું ક્ષેત્ર કયું? તેનો સ્પષ્ટ ખુલાસો આપ્યો છે. અને તેના દ્વારા પરસ્પરના વિરોધને શમાવી સમન્વય સમજાવ્યો છે. જૈનશાસ્ત્ર સમજનારાએ અને સમજાવનારાએ આવી અનેકાનાદેષ્ટિ જ કેળવવી જોઈએ. ગુરુગમમાં રહીને વિનયપૂર્વક ગીતાર્થગુરુ પાસે શાસ્ત્રાધ્યયન કરીને વિશાળ દૃષ્ટિવાળા બનવું જોઈએ અને ગીતાર્થગુરુઓએ શિષ્યોને નિરંતર શાસ્ત્રાધ્યયન કરાવવા દ્વારા અનેકાન્તવાદના અમૃતરસનું સિંચન કરીને દિવ્યદૃષ્ટિવાળા બનાવવા જોઈએ. શિષ્યોને શાસ્ત્રાધ્યયનના રસિયા બનાવવા, વાચનાઓ આપવી, વિશાળ સ્યાદ્વાદ દૃષ્ટિ ખીલવવી અને અધ્યાત્મ રસ જગાડવો એ જ ગીતાર્થ ગુરુઓનું કામ છે. અને વિનયપૂર્વક ગુરુઓની વૈયાવચ્ચ કરવા સાથે શાસ્ત્રાધ્યયન કરી ગીતાર્થ અને વૈરાગી થવાના માર્ગે આગળ વધવું એ જ શિષ્યધર્મ છે. પરસ્પર બન્ને સાપેક્ષ છે. શેષ બધો સ્વાર્થ છે.
શ્રદ્ધાના ક્ષેત્રમાં શ્રદ્ધાની અને બુદ્ધિના ક્ષેત્રમાં બુદ્ધિની પ્રધાનતા કરતો પુરૂષ જ પ્રવચન સંબંધી ઉપદેશ આપવાને અધિકારી બને છે આરાધક છે. સ્વ-પર કલ્યાણકારક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org