SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ કાડ઼-૩ – ગાથા-૪૫ સન્મતિપ્રકરણ એકતરફી ઢળેલી દૃષ્ટિવાળો જીવ પોતાના ઈષ્ટને જ પોષતી વાણી બોલતો છતો પ્રવચનનો વિરાધક છે આવી વાત ગ્રંથકારશ્રી ૪૫મી ગાવામાં કહેવાના છે. આ બાબત ઉપર આપણે કંઈક આત્મગવેષણા કરીએ કે અનેકાન્તદૃષ્ટિનો કેવો પ્રભાવ છે? અને એકાદૃષ્ટિ કેવી ભયંકર છે ? કેટલી દુઃખદાયી છે ? તે આત્માર્થી જીવને જરૂર સમજાશે. / ૪૩-૪૪ / जो हेउवाय पक्खम्मि, हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अन्नो ॥ ४५ ॥ यो हेतुवादपक्षे, हेतुत आगमे चागमिकः । स स्वसमयप्रज्ञापकस्सिद्धान्तविराधकोऽन्यः ॥ ४५ ॥ ગાથાર્થ - જે પુરૂષ હેતુવાદના પક્ષમાં હેતુથી અને આગમવાદના પક્ષમાં આગમથી પ્રવર્તે છે તે જ સ્વશાસ્ત્રોના (જૈનાગમોના) પ્રરૂપક (પ્રજ્ઞાપક) કહેવાય છે. બાકીનો પુરૂષ સિદ્ધાન્તનો વિરાધક જાણવો. | ૪૫ . વિવેચન - હેતુવાદનું (તકનુસારિણી બુદ્ધિનું) અને અહેતુવાદનું (શ્રદ્ધાવાદનું) ક્ષેત્ર કયું કર્યું ? તે સંબંધી વિષયમર્યાદા ગુરુગમથી અથવા સ્વાનુભવથી જાણી લીધા પછી હેતુવાદના જે જે વિષયો હોય, તેમાં હેતુનો (તર્કનો અર્થાત્ બુદ્ધિનો) જે પુરૂષ ઉપયોગ કરે છે. બની શકે તેટલા વધારે સુયોગ્ય તર્ક અને ઉદાહરણોથી તે વિષયને સમજવા તથા સમજાવવા પૂર્વક શાસ્ત્રોની પ્રરૂપણા કરે છે. અને જે જે અહેતુવાદના (માત્ર શ્રદ્ધાગમ્ય ભાવો હોય કે જે આગમ ઉપરની શ્રદ્ધાથી જ ગ્રાહ્ય હોય તેવા) વિષયોમાં શ્રદ્ધા રાખીને આગમન આધાર લઈને તેનો સ્વીકાર કરે છે. અને શ્રોતા સમક્ષ આગમની જ પ્રધાનતાએ પ્રરૂપણા કરે છે. પણ તેમાં તર્કબાજી લગાવતા નથી તો તે વક્તા જૈનશાસ્ત્રોની પ્રરૂપણા કરવાનો સાચો અધિકારી બને છે. તે જ પુરૂષ જૈનશાસ્ત્રોને સમજાવવાને (પ્રરૂપણા કરવાને) અધિકારી છે કે જેની દૃષ્ટિ આવા પ્રકારની અનેકાન્તદૃષ્ટિરૂપી અમૃતથી સિંચાણી છે. અને જે પુરૂષ નિષ્પક્ષપાત પણે શાસ્ત્રોના મર્મો યથાર્થ રૂપે શ્રોતાસમક્ષ રજુ કરવાની શક્તિ ધરાવે છે. તેવા પ્રકારનો આ જ જીવ જૈનપ્રવચનનો સાચો આરાધક છે. અને જૈનપ્રવચનની પ્રરૂપણા કરવાનો સાચો અધિકારી છે. ટીકાનો પાઠ - ચો હેતુવતિમવિષયમર્થ હેતુવીવીપમેન, તેવિપરીતા વિષયં चार्थमागममात्रेण प्रदर्शयति वक्ता स स्वसिद्धान्तस्य-द्वादशाडगस्य प्रतिपादनकुशलः, अन्यथा प्रतिपादयंश्च-तदर्थस्य प्रतिपादयितुमशक्यत्वात् तत्प्रतिपादके वचस्यनास्थादिदोषमुत्पादयन् सिद्धान्तविराधको भवति । सर्वज्ञप्रणीतागमस्य निस्सारता प्रदर्शनात् तत्प्रत्यनीको भवतीति થાવત્ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy