SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૫૩ ૩૫૩ કાલાદિ પાંચમાંના કોઈ એક એકને જ કારણ માનીને બીજાં કારણોનો અપલાપ કરનારાં ઘણાં દર્શનો છે. આ જગતમાં મિથ્યા માનનારાઓનો તોટો જ ક્યાં છે ? જેમ નટવૈયાને નાચવાના અનેક પ્રકારો હોય છે. તેમ મિથ્યાત્વમોહ નામનો રાજા આ સંસારી જીવોને નટવૈયાની જેમ અનેક મિથ્યા માન્યતાઓ દ્વારા નાચ નચાવે છે. તે જ દર્શનવાદ છે. આવા પ્રકારની એકાન્ત માન્યતા ધરાવનારાં અનેક દર્શનો છે. તે સઘળાં દર્શનો એકાન્તવાદવાળાં હોવાથી મિથ્થારૂપ છે. તેમાંના એક એક એકાન્તવાદીનું કહેવું આ પ્રમાણે છે - (૧) કાલૈકાન્તવાદી - બધાં કાર્યો કાલકારણથી જ થાય છે. કાલ જ સર્વનું કારણ છે. ઠંડી, ગરમી, વરસાદ પોત પોતાના કાળે જ (શીયાળામાં - ઉનાળામાં અને ચોમાસામાં જ) આવે છે. દરેક જાતનાં ફળો તથા શાકભાજી પોત પોતાના ઋતુકાળે જ આવે છે. ગર્ભાધાનાદિ કાર્યો યુવાવસ્થાના કાળે જ થાય છે યોગ્યકાળે જ ચંદ્ર-સૂર્ય ઉગે છે અને આથમે છે. આ બધાં દષ્ટાન્નો જોતાં કાળ જ સર્વકાર્યનું કારણ છે. આમ કહીને કાલવાદી કાલને જ કારણ જણાવે છે. અને બીજાં કારણો દેખાતાં હોવા છતાં તે વાદી બીજાં કારણોનો અપલાપ કરે છે. (૨) સ્વભાવેકાન્તવાદી - બધાં જ કાર્યો ફક્ત સ્વભાવ નામના કારણથી જ થાય છે. સ્વભાવ એ જ કાર્યમાત્રનું કારણ છે. જેમ કે કાંટાઓ અણીદાર કેમ ? ફુલો કોમળ કેમ ? ચંદ્ર શીતળ અને સૂર્ય ઉષ્ણ કેમ? પશુઓ ભૂમિ ઉપર જ ચાલે, માછલાં - દેડકાં પાણીમાં જ ચાલે અને પક્ષીઓ આકાશમાં જ ઉડે આમ કેમ ? અગ્નિ બાળે અને પાણી ઠારે આમ કેમ ? જવાબ એક જ છે. તેનો તેનો તેવો તેવો સ્વભાવ. માટે સ્વભાવ જ સર્વકાર્યનું કારણ છે. સ્વભાવવાદીને એક સ્વભાવ જ કારણ દેખાય છે. (૩) નિયતિવાદી - સંસારમાં જે કાંઈ થાય છે અને થશે તે સઘળું ય નિયતિને આધીન છે. નિયતિ વિના બીજુ કોઈ જ કારણ નથી. નિયતિ એટલે ભાવિભાવ. “આમ થવાનું જ અવશ્ય નિયત છે. અત્યન્ત નિશ્ચિત. ભાવિમાં જે થવાનું હોય તે જ થાય છે. તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. અને જે ન થવાનું હોય તેને કોઈ કરી શકતું નથી. રામચંદ્રજીને દશરથ રાજા જ (એટલે કે પોતાના પિતા જ) રાજ્ય આપવાના હતા, વસિષ્ઠ ઋષિ જેવા મહાજ્યોતિષી મૂહુર્ત જોનારા હતા. છતાં તે જ મૂહુર્ત રાજ્યને બદલે વનવાસ મળ્યો. સ્ત્રી સંબંધી કલેશને કારણે લંકાનો નાશ થશે એમ મહાજ્યોતિષીઓએ કહ્યું હતું. બિભીષણ આદિ અનેક મહારથીઓએ તે રોકવા પ્રયત્ન પણ કર્યો. છતાં અંતે તેમ જ થયું. માટે ભાવિના લેખ જે લખાયા હોય છે તેમ જ થાય છે. તેથી નિયતિ જ સર્વ કાર્યનું કારણ છે. એકાન્ત નિયતિ વાદીને આમ જ દેખાય છે. (૪) પૂર્વકૃત કર્મ - આ સંસારમાં સર્વે પણ કાર્યો પૂર્વે કરેલા કર્મ પ્રમાણે જ થાય છે. પૂર્વે કરેલું કર્મ જ સર્વનું મૂલ છે. ગયા ભવથી આ જીવ જન્મે છે ત્યારથી જ પૂર્વસંચિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy