________________
૩૫૪ કિાઠ-૩ – ગાથા-૫૩
સન્મતિપ્રકરણ કર્મ લઈને જ આવે છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ આટલી બધી ઉંચી વિરલવિભૂતિ હોવા છતાં પણ પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી ઘણા ઉપસર્ગો પામ્યા. ઘણા ઘણા પુરૂષોને અને સતી સ્ત્રીઓને પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી અનેક દુઃખો આવ્યાં. માટે પૂર્વકૃત કર્મ જ સર્વ કાર્યોનું કારણ છે. કર્મવાદીને કર્મ જ કારણ દેખાય છે.
(૫) પુરૂષવાદ - આ સંસારમાં જે કોઈ કાર્ય થાય છે. તે સઘળાં કાર્યો પુરુષથી જ (જીવના પ્રયત્નવિશેષથી જ અથવા ઈશ્વરાદિ પુરૂષવિશેષથી જ) થાય છે. જીવ પોતે કાર્ય કરવા મહેનત કરે તો જ તે તે કાર્ય થાય છે. નસીબ ઉપર આધાર રાખીને ઘેર બેસી રહે તો કંઈ ફળ મળતું નથી. નાના-મોટા તમામ જીવો પોત પોતાના કાર્યો સાધવા પ્રયત્નવિશેષ જ કરે છે અને જો પ્રયત્ન વિશેષ કરે છે. તો જ તે તે કાર્ય થાય છે. તે માટે સઘળાં કાર્યો પુરુષને (પુરુષના પ્રયત્નને) જ આધીન છે. (અહીં કોઈ લોકો પુરૂષનો અર્થ પુરૂષ વિશેષ એટલે કે ઈશ્વરવિશેષ પણ કરે છે. તેથી સઘળાં પણ કાર્યો પુરૂષવિશેષથી એટલે કે ઈશ્વરવિશેષવડે જ કરાયાં છે. ઈશ્વર જો કર્તા ન હોત તો કંઈ થાત નહીં. ઈશ્વર નામના પુરૂષવડે જ સકલ કાર્યો થાય છે. આમ પણ કોઈ કોઈ કહે છે.) “પુરુષ હું સર્વ, ભૂત, વચ્ચ માધ્યમ્' આમ પુરુષવાદીને સર્વ કાર્યો પુરુષથી (એટલે કે જીવના પ્રયત્નથી અથવા ઈશ્વરથી) જ જણાય છે.
આ પાંચે વાદો એકાન્તવાદ છે. પોત પોતાના પક્ષનાં જ ગાણાં ગાય છે. એક બીજાથી સર્વથા નિરપેક્ષ છે. તેથી જ લડવૈયા સ્વભાવવાળાં છે. અને અરસપરસ વિસંવાદ ઉભો કરીને વિરોધ વ્યક્ત કરે છે. પોત પોતે માનેલી માન્યતા ઉપર જ મજબૂત પક્કડવાળા છે. પોતાનું જે માનેલું છે તે જ સાચું છે આવા હઠાગ્રહ વાળા છે. બીજી બાજુ તો જોતા જ નથી. તેથી અપૂર્ણ છે. અને એકાન્તઆગ્રહી હોવાથી મિથ્યાત્વી છે. આ સઘળા વાદો ઈતર કારણોના અપક્ષાપક હોવાથી સાચા નથી. યથાર્થ નથી. જુઠા છે. પરસ્પર વિરોધ કરનારા છે. લડવૈયા છે. વૈરાયમાનવૃત્તિવાળા છે.
વાસ્તવિક્ષણે જો વિચારીએ તો વસ્તુસ્વરૂપ પાંચ કારણોના સમન્વયવાળું છે. પાંચે કારણો સાથે મળીને સૌ પોત પોતાનો આંશિક ઉપકાર કરતું છતું કાર્યનું પરિપૂર્ણ કારણ બને છે. પાંચ કારણો ભેગાં મળવાથી કાર્ય થાય છે. જેમ પાંચે આંગળીઓ સાથે મળીને લોટાને પકડી શકે છે, ઉંચકી શકે છે તેમ અહીં પણ જાણવું. કોઈ પણ એક આંગળી એવો પાવર કરે કે હું છું તો જ લોટો પકડાય છે અને ઉંચકાય છે. મારાથી જ આ કામ થાય છે. હું જ ઉચકવાનું કામ કરું તો તે ખોટું છે. જો બાકીની ચાર આંગળીઓ ખસી જાય તો તે એક આંગળીથી લોટો ઉંચકાતો નથી. આ વાત અનુભવ સિદ્ધ છે. તેમજ તે આંગલી લોટો ઉંચકવામાં કંઈ મદદ નથી કરતી એમ પણ નથી. પાવર કરનારી તે આંગલી પણ લોટો ઉંચકવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org