________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-પ૪-૫૫
૩૫૫ આંશિક પણ મદદગાર જરૂર છે. આ રીતે પાંચે આંગળીઓની યથોચિત સાહાધ્ય છે. પરંતુ આંશિક કારણતાને પરિપૂર્ણ કારણતા છે આમ માની લઈ એકને જ કારણ માનવું અને બીજાં કારણોનો અપલાપ કરવો તે ઘણી ખોટી વાત છે. મિથ્યાવાદ છે. આમ સર્વત્ર સમજવું.
પરસ્પર સાપેક્ષપણે રહીને કાલ-સ્વભાવ-નિયતિપૂર્વકૃત અને પુરૂષાર્થ આ પાંચે કારણો કાર્યજનક છે. જ્યારે આ પ્રમાણે સમન્વયાત્મક દૃષ્ટિ વિચારીએ છીએ ત્યારે પરસ્પર વિરોધ ચાલ્યો જાય છે કલેશ-કડવાશ નાશ પામે છે યથાર્થપણે કાર્યકારણદાવ સિદ્ધ થાય છે. તેમાં જ પૂર્ણતા છે. સાપેક્ષવાદ - સ્યાદ્વાદ એ સમન્વયને કરનાર છે. વિરોધને અને કડવાશને ટાળનાર છે. વસ્તુના સાચા યથાર્થ સ્વરૂપને સિદ્ધ કરનાર છે. તેથી જીવન માત્રમાંથી હઠવાદ કદાગ્રહ એકાન્તઆગ્રહ ત્યજી દેવો જોઈએ. અને કોઈ પણ જાતનું અભિમાન રાખવું નહીં. આ પ્રમાણે કાલાદિ પાંચ સમવાય કારણોના એકાન્તવાદનું ખંડન કર્યું અને અનેકાન્ત દૃષ્ટિ સિદ્ધ કરી. હવે આત્મ તત્ત્વ વિષે પ્રવર્તતી એકાન્તવાદની વાતો દૂર કરે છે. || ૫૩ ||
આત્મતત્ત્વ” વિષે પ્રવર્તતી એકાન્તવાદયુક્ત મિથ્યા કલ્પનાઓ, તથા તેના પ્રતિકાર સ્વરૂપે સમ્યક બાબતો જણાવે છે.
णत्थि ण णिच्चो ण कुणइ, कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाइं ॥५४ ॥ अत्थि अविणासधम्मो, करेइ वेएइ अस्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाइं ॥ ५५ ॥ नास्ति, न नित्यो, न करोति, कृतं न वेदयति, नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपायः, षड् मिथ्यात्वस्य स्थानानि ।। ५४ ।। अस्ति, अविनाशधर्मः, करोति वेदयत्यस्ति निर्वाणम् ।। अस्ति च मोक्षोपायः, षट् मिथ्यात्वस्य स्थानानि ।। ५५ ।।
ગાથાર્થ - આત્મા નથી, નિત્ય નથી, કર્મ કરતો નથી, કરેલા કર્મને આત્મા વેદતો નથી, નિર્વાણ નથી, અને નિર્વાણના ઉપાય નથી. આ ૬ મિથ્યાત્વનાં સ્થાનો છે. // ૫૪ //
આત્મા છે. અવિનાશી ધર્મવાળો અર્થાત્ (નિત્ય) છે. કર્મનો કર્તા છે. કર્મને ભોગવનાર છે. નિર્વાણ છે અને નિર્વાણના ઉપાયો પણ છે. આ બાબતના એકાન્તવાદ પૂર્વકના જે આગ્રહો છે તે પણ છ મિથ્યાત્વનાં સ્થાનો છે. મેં પપ //
વિવેચન - આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં બાધકતા ઉત્પન્ન કરે એવા કેટલાક વાદો છે. અને સહાયકતા આપે એવા કેટલાક વાદો છે. તેની ચર્ચા આ ગાથામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org