________________
૧૦૦ કાડ-૧ – ગાથા-૪૭-૪૮
સન્મતિપ્રકરણ હોય છે. અન્યોન્ય અનુગત થયેલાં હોય છે. તેવાં બે દ્રવ્યોમાં “i ai a' ત્તિ' આ અને તે” એવો વિમvi-મનુત્ત = વિભાગ કરવો તે અયુક્ત છે. નદ યુદ્ધપયાdi = જેમ દૂધ અને પાણી. જ્યારે દૂધ અને પાણી અથવા લોહ અને અગ્નિ ઓતપ્રોત બન્યાં હોય છે. એકમેક બન્યાં હોય છે ત્યારે આ દૂધ છે અને તે (પેલું) પાણી છે. અથવા આ લોહ છે અને તે (પેલું) અગ્નિ છે. આવો ભેદ કરી શકાતો નથી. અતિશય એકમેકતાના કારણે જ તેમાંનું એક દ્રવ્ય બીજા દ્રવ્યના પ્રભાવ વડે એવું પરાહત થયેલું છે કે એકના ધર્મો બીજામાં અને બીજાના ધર્મો પહેલામાં જણાય છે. જેમ દૂધની ચેતતા પાણીમાં અને અગ્નિની દાહકતા લોહમાં પણ જણાય જ છે. તેથી “આ અને તે” આવો ભેદ કરાતો નથી. તેવી જ રીતે સંસારી શરીરધારી જીવ અને પુગલ (શરીર), આ બન્ને દ્રવ્યો પણ એવાં એકમેક થયેલાં છે કે “આ દેહ છે અને તે (પેલો) જીવ છે” અથવા “આ જીવ છે અને તે (પેલું) દેહ (શરીર) છે” આવો ભેદ કરાતો નથી.
જીવ અને શરીરનો ભેદ કરાતો નથી એટલું જ નહીં, પરંતુ બાલ્ય-યૌવન અને વૃદ્ધત્વ આવી અવસ્થાઓ કેવલ એકલા દેહની જ છે અને વર્ણ-ગંધ-રસ સ્પર્શ ઇત્યાદિ ભાવો પણ એકલા દેહના જ છે, આમ જે માનવામાં આવે છે. તથા અતીતનું સ્મરણ, દોષોની દુર્ગછા, સુખોની અભિલાષા વિગેરે ધર્મો એકલા જીવના જ છે. આવું જે માનવામાં આવે છે, તે બધું બરાબર નથી. (આવા એક એક દ્રવ્યના જુદા-જુદા ધર્મો માનવા તે એકાન્તભેદવાદ છે. માટે બરાબર નથી.) પરંતુ દેહમાં વર્તતો જીવ જો તેવી બાલ્યાદિ અવસ્થા આપનારૂં આયુષ્યકર્મ અને શ્વેતાદિ રૂપ-રસ-ગંધ-સ્પર્શને આપનારૂં નામકર્મ બાંધીને આ દેહમાં ન આવ્યો હોત તો દેહમાં પણ આ ભાવો બન્યા ન હોત. તેથી આ અવસ્થાઓ અને વર્ણાદિ ભાવો કેવલ એકલા દેહના જ ધર્મો છે અને તેમાં જીવનો કોઈ પ્રભાવ જ નથી એમ કહી શકાતું નથી. દેહમાં તેવા તેવા ભાવો પ્રગટ થવામાં દેહગત જીવનો ઔદયિક ભાવ અને દેહગત પારિણામિકભાવ એમ બન્ને દ્રવ્યોના બન્ને ભાવો કારણ છે. તેથી તેમાં જીવનો પણ સહયોગ હોવાથી આ સર્વે પરિવર્તનો દેહ અને જીવ એમ ઉભય દ્રવ્યનાં છે. એકલા દેહનાં નથી.
એવી જ રીતે અતીતનું સ્મરણ, દોષોની દુર્ગછા અને સુખોની અભિલાષા આ ધર્મો પણ એકલા જીવ માત્રના નથી. તેમાં દેહનો સહયોગ પણ અવશ્ય છે જ. કારણ કે છપ્રસ્થ જીવોને સ્મરણ-જ્ઞાન-દુર્ગછા-અભિલાષા આ બધા ભાવો મોહયુક્ત મતિ-શ્રુતજ્ઞાન જન્ય છે. અને મતિ-શ્રુતજ્ઞાન બાહ્ય અત્યંતર એમ બન્ને પ્રકારની ઈન્દ્રિયોની અપેક્ષાવાળું છે. તથા ઈન્દ્રિયો પૌલિક હોવાથી શરીરરૂપ છે. તેથી સ્મરણાદિમાં ઈન્દ્રિયોનો સહકાર હોવાથી આ મતિ-શ્રુતજ્ઞાન પણ કેવલ એકલા જીવના જ પર્યાયો છે અને તેમાં દેહનો કોઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org