________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૪૭-૪૮
रूपादयः पर्याया ये देहे, जीवद्रव्ये शुद्धे ।
તેડક્વોન્યાનુ ાતા: પ્રજ્ઞાપનીયા મવચ્ચે ॥ ૪૮૫)
ગાથાર્થ અરસપરસ એકમેક થયેલા બે દ્રવ્યોની અંદર “આ અને તે” એવો વિભાગ કરવો તે અનુચિત છે. દૂધ અને પાણીની જેમ જીવ અને કર્મપ્રદેશોમાં જેટલા વિશેષ ધર્મો છે તે બન્નેના છે. (કોઈ એકના નથી) ॥ ૪૭ |
.
૯૯
શરીરની અંદર રૂપ આદિ (રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ) જે જે પર્યાયો છે તથા શુદ્ધ એવા જીવદ્રવ્યમાં જે જે પર્યાયો છે તે બન્ને દ્રવ્યોના પર્યાયો ભવસ્થ જીવમાં અરસપરસ મળેલા (ઉભયદ્રવ્યના) કહેવા જોઈએ. ॥ ૪૮ ॥
વિવેચન - “પુરૂષ”નું ઉદાહરણ આપીને પૂજ્ય ગ્રન્થકારશ્રી આત્મદ્રવ્યમાં ભેદાભેદ સમજાવવા માગે છે અને આત્મદ્રવ્યમાં ભેદાભેદ સિદ્ધ કર્યા પછી તેને અનુસારે શેષદ્રવ્યોમાં પણ ગ્રંથકારશ્રી ભેદાભેદ સમજાવવા માગે છે. પરંતુ ઉપરછલ્લી બુદ્ધિ પ્રમાણે તર્ક કરતાં એક આવો પ્રશ્ન સહેજે સહેજે ઊઠે છે કે -
“પુરૂષ” ના ઉદાહરણમાં “બાલ્ય-યુવાન અને વૃદ્ધ” આવો અવસ્થાભેદથી જે ભેદ સમજાવાય છે તે અવસ્થાઓ સઘળી દેહગત હોવાથી દેહમાં ભેદ સિદ્ધ થાય છે. (આત્મામાં નહીં). કારણ કે આ બધી અવસ્થાઓ દેહસંબંધી હોવાથી દેહની જ છે તથા અતીતદોષોનું સ્મરણ અને તેની દુર્ગંછા તથા અનાગત ગુણોની તીવ્ર ઈચ્છા એ જ્ઞાનસ્વરૂપ અને મોહસ્વરૂપ હોવાથી આત્મગત ધર્મો છે. એટલે પૂર્વાપર ત્રણે અવસ્થામાં જે અભેદ જણાવાય છે. તે આત્મામાં સમજાવાય છે. દેહમાં નહીં. કારણ કે આવું સ્મરણ કરવું, દુર્ગંછા કરવી, અભિલાષા કરવી તે દેહધર્મ નથી પણ આત્મધર્મ છે. આ રીતે વિચારતાં અવસ્થામૃત ભેદ દેહમાં છે આત્મામાં નથી, અને અતીતદોષોના સ્મરણાદિથી જે અભેદ સમજાવવામાં આવ્યો છે તે જીવદ્રવ્યમાં છે. દેહમાં નથી. તેથી “પુરૂષ' નામના ઉદાહરણમાં જે ભેદાભેદ સમજાવ્યો તેમાંથી ભેદ દેહમાં અને અભેદ જીવમાં સમજાવાયેલ હોવાથી, અર્થાત્ તેમાંથી તેમ સમજાતું હોવાથી ભેદાભેદ બન્નેનું એક અધિકરણ નહીં થવાથી આ ઉદાહરણ ઉપરથી આત્મદ્રવ્યમાં અને તેને અનુસારે સર્વદ્રવ્યોમાં ભેદાભેદ કેમ સિદ્ધ થાય ? દૃષ્ટાન્ત જુદા જુદામાં ભેદ-અભેદ સમજાવે છે. અને દાર્રાન્તિકમાં તો એકમાં જ ભેદાભેદ સમજાવવાનો છે. આથી આ દૃષ્ટાન્ત અને દાન્તિકનો સમન્વય કેમ થશે ?
Jain Educationa International
આ પ્રશ્નનો ઉત્તર સમજાવતાં પૂજ્ય ગ્રન્થકારશ્રી જણાવે છે કે ‘ગળો—ાળુાયાળ = જે બે દ્રવ્યો લોહ અને અગ્નિની જેમ એકમેક થયાં હોય છે. અરસપરસ મળી ચુક્યાં
For Personal and Private Use Only
www.jainelibrary.org